________________
૫૪
ઉપદેશમાળી પર્યત દેતાં અને ભાગવતાં ખૂટે નહિ એટલું ધન આપીને તે બંનેનું સન્માન કર્યું. હવે ભરત વિચાર કરવા લાગ્યા કે મારે પ્રથમ કેને ઉસવ કર ઉચિત છે? કેવળજ્ઞાનને કે ચકને ?” એ પ્રમાણે વિચાર કરતાં પાછું તેણે ચિતવ્યું કે મને ધિક્કાર છે કે મેં આ શું ચિંતવ્યું ? અક્ષય સુખના દાતા પિતા યાં? અને માત્ર સંસારસુખનું હેતુભૂત ચક્ર ક્યાં! વળી તાતની પૂજા કરવાથી ચક્રની પૂજા પણ થઈ જ ગઈ. એ પ્રમાણેને નિશ્ચય કરી મેટા આડંબરપૂર્વક પુત્રમોહથી વિહલ બનેલા અને “ઋષભ ! અષભ !” એ નામને જપ કરતા એવા પોતાના પિતામહી “મરુદેવાને ગજ ઉપર બેસાડીને ભરત રાજા ઋષભ સ્વામીને વંદન કરવા ચાલ્યા. માર્ગમાં ભારતે મરુદેવાને કહ્યું કે “માતા ! તમે પુત્રની સમૃદ્ધિને જુએ. તમે મને હમેશાં કહેતા હતા કે -મારો પુત્ર વનમાં ભટકે છે અને દુઃખ અનુભવે છે, પરંતુ તું તેની સંભાળ કરતું નથી.” આ પ્રમાણે દરરોજ મને એળ. આપતા હતા, પણ હવે તમારા પુત્રનું આશ્વર્ય જુઓ.”
એ અવસરે ચોસઠ સુરેન્દ્રોએ એકઠા થઈને સમવસરણ રચ્યું. કરોડે દેવદેવીઓ એકઠા મળ્યાં. વિવિધ પ્રકારનાં વાજિંત્રોના શબ્દોથી ગગનમંડળ ગાજી રહ્યું. જયજય શબ્દો સાથે ગાતગાન પૂર્વક પ્રભુ સિંહાસન ઉપર બેસીને દેશના આપવા લાગ્યા. તે વખતે દેવદુંદુભિને ધ્વનિ અને જયજયનાં શબ્દો સાંભળીને મેરુદેવા માતા કહે છે કે–આ કૌતુક શું છે ?” ભારતે કહ્યું કે “આ તમારા પુત્રનું આશ્ચર્ય છે.” દેવા વિચારે છે કે
અહા ! પુત્રે આટલી બધી સમૃદ્ધિ મેળવી છે?” એ પ્રમાણે ઉત્કંઠા પૂર્વક આનંદાશ્રુ આવવાથી તેમનાં બને નેત્રનાં પડલ ખુલ્લી ગયાં અને સર્વ પ્રત્યક્ષ જોયું જેઈને વિચાર્યું કે-“અડે! આ ત્રાષભ આવું અશ્વયં ભગવે છે ! પરંતુ એણે મને એકવાર સંભારી પણ નથી. હું તે એક હજાર વર્ષ પર્યત પુત્રમેહથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org