________________
ઉપદેશમાળા આત્મસાક્ષિક સુકૃત તે જ શ્રેષ્ઠ છે. અહીં ભરત ચક્રવતી અને પ્રસન્નચંદ્રનું દૃષ્ટાંત જાણવું.” ૨૦.
ભાવાર્થ–“મેં આ અનુષ્ઠાન કર્યું એમ પરજન એટલે બીજાઓને બહુ જણાવવાથી શું લાભ છે ? આત્મસાક્ષિક ધર્મ કર તે જ શ્રેષ્ઠ છે. આ વિષય ઉપર ભરત ચકીનું દૃષ્ટાંત છે કે જેમણે યત્નવડે કરેલા આત્મસાક્ષિક અનુષ્ઠાનથી સિદ્ધિ સુખને પ્રાપ્ત કર્યું છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું પણ આ વિષય ઉપર જ દષ્ટાંત છે.
તેમાં પ્રથમ ભરતચકીનું દૃષ્ટાંત કહે છે –
અધ્યા નગરીમાં ત્રષભદેવના પુત્ર “ભરત” નામે ચકવતી થયા હતા. જ્યારે શ્રી ઋષભદેવસ્વામીએ ચારિત્ર ગ્રહણ કર્યું તે વખતે પોતાના સે પુત્રોને પોતપોતાનાં નામવાળા દેશો આપ્યા. “બાહુબલી ને બહુલિ દેશમાં તક્ષશિલા નગરીનું રાજ્ય આપ્યું અને ભરતને અયોધ્યા નગરીનું રાજ્ય આપ્યું. એક દિવસ ભરતરાજા સભામાં બેઠેલા છે તે વખતે “યમ” અને “સમક” નામના બે પુરુષે વધામણી દેવાને સભાસ્થાનના મુખ્ય દ્વાર પાસે આવ્યા; પ્રતિહારે ભરત રાજાને તેઓનું આગમન નિવેદન કર્યું એટલે ભૂસંજ્ઞાથી દ્વારપાલને આવવા દેવાને હુકમ આપવાથી યમક અને સમક સભામાં આવ્યા. તેઓ બંનેએ હાથ જોડી આશીર્વાદ પૂર્વક રાજાની સ્તુતિ કરી. પછી તેમાંના ચમકે વિજ્ઞપ્તિ કરી કે-“હે દેવ! “પુરિમતાલપુરના” શકટ નામના ઉદ્યાનને વિષે શ્રી ઋષભસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, એ વધામણું આપવા માટે હું આવ્યો છું.” ત્યાર પછી સમકે કહ્યું કે-“હે દેવ ! એક હજાર દેવતાઓથી સેવાયેલું અને કરોડો સૂર્ય જે પ્રકાશ આપતું ચક્રરત્ન આયુધશાલામાં ઉત્પન્ન થયું છે. આ પ્રમાણે બે માણસના મુખથી બે વધામણું સાંભળીને ભરત રાજા અતિ હર્ષ પામ્યો. પછી તેમને જીવીત - ૧ અયોધ્યા નગરીનું પુરિમતાલ નામે પડ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org