________________
ઉપદેશમાળા
પ૧ તે અંધારું જ છે.” તેથી પુત્ર વિના રાજ્યલક્ષમી કાંઈ કામની નથી. આ પ્રમાણે વિચારીને રાજાએ અનેક માંત્રિકે, તાંત્રિકો અને યાંત્રિકને પૂછ્યું, પરંતુ કોઈ પણ ઉપાયે પુત્ર પ્રાપ્ત થયે નહિ. કહ્યું છે કે –
પ્રાપ્તવ્ય નિયતિબલાણુ યર્થ સોડવયં ભવતિ નૃણું શુભાશુભ વા છે ભૂતાનાં મહતિ કૃતપિ રિ પ્રયત્ન નાભાચું ભવતિ ન ભાવિનેસ્તિ નાશ: છે
નિયતિના બળથી શુભ વા અશુભ જે અર્થ પ્રાપ્ત થવા ગ્ય છે તે માણસને અવશ્ય પ્રાપ્ત થાય છે. તે સિવાય માણસે અનેક પ્રયત્નો કરે તે પણ જે નથી બનવાનું તે બનતું નથી અને જે બનવાનું છે તેને નાશ થતું નથી.” - હવે રાજા વૃદ્ધ થયે. એ વખતમાં કોઈ એક જીવ પટ્ટરાણના ઉદરમાં પુત્રપણે આવીને ઉત્પન થયે; પરંતુ પુત્રમુખ જોયા વગર જ રાજા તે પરલેકમાં ગયા. પછી સર્વ પૌરજને એકઠા મળી વિચાર કરવા લાગ્યા કે-“હવે શું થશે? પુત્ર વિનાનું રાજ્ય કેવી રીતે રહેશે?” એ પ્રમાણે વિચારી સર્વ નગરવાસી લેકે શેકાકુલ થયા તે વખતે શત્રુઓએ પણ સાંભળ્યું કે-સંબોધન રાજા અપુત્ર મરણ પામ્યો છે.” તેથી તેઓ સર્વ એકઠા મળી મોટું લશ્કર એકઠું કરી સજજ થઈને વારાણસી નગરી તરફ ચાલ્યા. તે વાત સાંભળી બધા લેકે ત્રાસ પામ્યા, અને પોતપોતાના ઘરની અંદરથી ધન કાઢવા લાગ્યા. તે વખતે શત્રુઓએ કઈ એક નિમિત્તિયાને પૂછયું કે
અમારે જય થશે કે કેમ?” તે નિમિત્તિયે લગ્નબલ જોઈને કહ્યું કે “તમે સર્વ મળીને જયની અભિલાષાથી ત્યાં જવાની ઈચ્છા કરે છે, પરંતુ સંબોધન રાજાની પટ્ટરાણીના ઉદરમાં રહેલ ગર્ભના પ્રભાવથી તમારો પરાજય થશે, જય થશે નહિ.” એ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org