________________
ઉપદેશમાળા શબ્દાર્થ-“તે કાળને વિવે વારાણસી નગરીમાં સંબોધન નામના રાજાને અધિક રૂપવતી એવી એક હજાર કન્યાઓ હતી, તથાપિ તેની રાજલક્ષમી લુંટાતી તેઓ રાખી શકી નહિ, અને ઉદરમાં રહેલા એવા પણ અંગવીર નામના એક પુત્રે તે રાખી.” ૧૭–૧૮.
ભાવાર્થ– વારાણસી નગરીમાં રાજ કરનારા સંબોધન રાજાને એક હજાર પુત્રીઓ અત્યંત રૂપવંતી હતી, તથાપિ તે રાજા ગુજરી ગયા ત્યારે તેની લુંટાતી રાજલક્ષમીનું રક્ષણ કરવાને તેઓ સમર્થ થઈ નહિ, પરંતુ તે રાજાની રાણીના ગર્ભમાં રહેલા એક પુત્રના કારણથી તેની રાજ્યલક્ષમી લુંટાતી નાશ પામતી રહી ગઈ. અર્થાત્ તે પુત્ર કે જેનું પાછળથી “અંગવીર” નામ પાડવામાં આવ્યું હતું તેના પ્રતાપ વડે તેનું રક્ષણ થયું. આની સ્પષ્ટતા તેના દૃષ્ટાંતવડે વિશેષ થઈ શકે તેમ છે.
સંબોધન રાજાનું દર્શન નીચે પ્રમાણે “વારાણસી નગરીમાં સંબોધન નામને એક રાજા રાજ્ય કરતે હતા. તેને એક હજાર પુત્રીઓ હતી; પરંતુ ઘણા ઉપાયો કર્યા છતાં તેને પુત્ર થયે નહતું. રાજાએ વિચાર્યું કે “પુત્ર વિના રાજલક્ષમી શા કામની? જેના ઘરમાં પુત્ર નથી તેનું ઘર પણ શૂન્ય છે. વેદમાં પણ કહ્યું છે કે-“પુત્ર વગરના માણસની સદ્દગતિ થતી નથી અને સ્વર્ગમાં તે તે બકુલ જઈ શકતે જ નથી, તેથી મનુષ્યો પુત્રનું મુખ જોઈને સ્વર્ગ જાય છે. લોકેક્તિ પણ એવી છે કે –
ચોસઠ દીવા જે બળે, બારે રવી ઉગત; તસ ઘર તોહે અંધારડું, જસ ઘર પુત્ર ન હું ત.
“એકી વખતે ચોસઠ દીવા બળતા હોય અને એક વખતે બારે સૂર્ય ઉગ્યા છે તે પણ જેના ઘરમાં પુત્ર નથી તેના ઘરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org