________________
A
-
ઉપદેશમાળા મુંડાવેલું હોય, બંને પગમાં બેડી નાંખેલી હાય, હાથ બાંધેલા હોય, કેદી તરીકે પકડાયેલી હેય, મૂલ્યવડે ખરીદાયેલી હોય, જે એક પગ ઉમરાની બહાર ને બીજો પગ ઉમરાની અંદર રાખીને બેઠેલી હોય તે બે પહોર વીત્યા પછી સુપડાના ખુણામાં રહેલા અડદ જે મને વહેરાવે તે મારે વહેરવા” એ અભિગ્રહ કર્યાને પાંચ માસ ને પચીસ દિવસ વ્યતીત થયા હતા. તે વીરભગવંત એક ગામથી બીજે ગામ વિહાર કરતાં તે અવસરે કશામ્બી નગરીએ પધાર્યા. તેઓ દરેક ઘરે પર્યટન કરે છે, પરંતુ અભિગ્રહ પ્રમાણે ભિક્ષા મળતી નથી, અનુક્રમે ભગવાન ધનાવહ શેઠને ઘરે આવ્યા, તેમને જોઈ વસુમતી વિચારવા લાગી કે–
મને ધન્ય છે કે આવી સ્થિતિમાં મારે ભગવાનના દર્શન થયા.” પછી વસુમતીએ કહ્યું કે-“હે ત્રિલેકના સ્વામી! માષભિક્ષા માટે હાથ લાંબા કરીને મારો આ ભવદુ:ખમાંથી ઉદ્ધાર કરો અને મને તારો.” એવાં વસુમતીના વચન સાંભળીને ભગવાને વિચાર્યું કે“મારો અભિગ્રહ તે પૂરી થયે છે પરંતુ આ રેતી નથી એટલું અધુરું છે તેથી હું વહરીશ નહીં.” એવું ધારી ભગવાન પાછા વળ્યા. ત્યારે વસુમતી અશ્રુજળથી નેત્રને મલિન કરી વિચારવા લાગી કે-“મંદભાગિણું એવી મને ધિક્કાર છે ! મારે ઘેર ભગવાન આવ્યા છતાં મારે ઉદ્ધાર કર્યા વિના પાછા ગયા. ત્યારે ભગવાને અભિગ્રહ સંપૂર્ણ થયેલ જોઈ પાછા વળીને માભિક્ષા ગ્રહણ કરી, તેથી વસુમતી અતિ હર્ષિત થઈ તેનાં નેત્ર પ્રકુલિત થયાં, તેની રોમરાજી વિકસવાર થઈ અને તે ભવસાગરને પાર પામી એમ માનવા લાગી. તે અવસરે તે દાનના પ્રભાવથી તેના પગની બેડી પોતાની મેળે સૂટી ગઈ, મસ્તક ઉપર શ્યામ કેશપાસ વિસ્તૃત થયે, હાથનું બંધન ત્રટી ગયું અને પાંચ દિવ્ય પ્રગટ થયાં તે આ પ્રમાણે-૧ સાડિ બાર કોડ સેનયાનિ વૃષ્ટિ થઈ ૨ સુગંધિ પંચરંગિ પુપિનિ વૃષ્ટિ થઈ, ૩ વસ્ત્રનિ વૃષ્ટિ થઈ, ૪ સુગંધી જલની વૃષ્ટિ થઈ અને ૫ “અહો દાનમ્ દાનમ” એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org