________________
ઉપદેશમાળા તીર્થકર ભગવત જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ માર્ગ ભવ્ય જીવોને આપીને–બતાવીને-ઉપદેશીને મિક્ષસ્થાન કે જ્યાં જન્મ, જરા કે મૃત્યુ નથી તેને પામ્યા છે. તેમને વિરહે સંપ્રતિકાળે ચતુર્વિધ સંઘ રૂ૫ તીર્થ–પ્રવચન અથવા દ્વાદશાંગી રૂપ પ્રવચન આચાર્યોથી જ ધારણ કરાય છે, અર્થાત્ આચાર્યો જ શાસનની રક્ષા કરે છે. તેથી તીર્થકરને વિરહે આચાર્ય ભગવંત તેમની સમાન માનનીયપૂજનીય છે. ઈત્યુપદેશઃ
હવે સાધ્વીને વિનયને ઉપદેશ આપે છે. અણગમ્મઈ ભગવઈ, રાયતુ અજજા સહસવિદેહિં તહવિ ન કરેઇ માણું, પરિયચ્છઈ તે તહા નૂણું ૧૩
| શબ્દાર્થ–“ભગવતી રાજપુત્રી આર્યા ચંદનબાળા હજારોના વૃદોએ પરવરેલી છતાં તે અભિમાન કરતી નથી. કારણ કે તે નિશ્ચયે તેને (તેના કારણને, જાણે છે.” ૧૩.
ભાવાર્થ–દધિવાહન રાજાની પુત્રી સાથ્વી ચંદનબાળા હજારે લોકોના સમૂહે પરવરેલી રહે છે, અર્થાત્ હજારે લોકો તેની સેવા માટે તેની પાછળ ભમે છે તથાપિ તે કિંચિત્ પણ ગર્વ–અહંકાર કરતી નથી, એ આશ્ચર્ય છે. પણ તે બરાબરચોક્કસ જાણે છે કે આ મહાતમ્ય મારું નથી પણ જ્ઞાન-દર્શનચારિત્રાદિ ગુણોનું મહાગ્ય છે તેથી તે ગર્વ કરતી નથી. તે પ્રમાણે અન્ય સાધ્વીઓએ પણ લોકના માનનીય પણ વિગેરેથી ગર્વ કરે નહિ. ઈયુપદેશ
વિનયનું સ્વરૂપ-પુરુષની પ્રાધાન્યતાદિદિખિયસ્ત ૬મગસ્ટ, અભિમુહા અજજચંદણુઅજજો નેચ્છઈ આસણગહણું તે વિશે સબ્યુઅજજાણું ૧૪
શબ્દાર્થ_એક દિવસના દીક્ષિત ભિક્ષુક સાધુની સન્મુખ આર્ય ચંદનબાળા સાધવી ઊઠયા અને આસન ગ્રહણ કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org