________________
ઉપદેશમાળા ઈરછયું નહિ. આ વિનય સર્વ સાધ્વીઓને માટે કહ્યો છે.” ૧૪.
ભાવાર્થ-તે જ દિવસના દીક્ષિત અને તે પણ ભિક્ષુક છતાં સાધુનો વેષ ગ્રહણ કરીને પિતાની સમીપ આવતાં જેઈ સર્વ સાધ્વીમાં મુખ્ય બડેરા ચંદનવાળા સાધ્વી ઉભા થયા, સન્મુખ ગયા અને તે સાધુ ઉભા રહ્યા ત્યાંસુધી પોતે આસન ઉપર બેસવાની ઈચ્છા કરી નહિ. આ વિનય તેમણે સાચવ્યો તે પ્રમાણે દરેક સાધ્વીએ સાધુ મુનિરાજને વિનય સાચવ. ઈન્દુપદેશઃ
અહીં ચંદનબાળાની કથા છે તે નીચે પ્રમાણે–
જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સમૃદ્ધિથી તથા લોકોથી ભરપૂર કૌશામ્બી નામની નગરી છે. એક વખત બહુ સાધ્વીઓથી પરવરેલી, શ્રાવકેથી પૂજાતી ને રાજા સામંત શેઠીઆઓ અને નગરવાસીઓએ વદેલી એવી વર્ધમાન સ્વામીની પ્રથમ શિષ્યા આર્ય “ચંદનબાલા” કૌશામ્બી નગરીના ચેકમાં ઘણા માણસેની સાથે જતી હતી. તે વખતે “કાકંદપુરથી કોઈ એક દરિદ્રી આવ્યો હતો. તે અતિ દુર્બળ અને મલિન શરીરવાળે હતો. તેના મુખ ઉપર અસંખ્ય માખીઓ બણબણાટ કરતી હતી, અને તે ફુટેલું માટીનું વાસણ હાથમાં લઈને ઘેર ઘેર ભિક્ષા અર્થે ભટકતે હતે. તે ભિક્ષુકે માર્ગમાં સાધ્વી ચંદનબાલાને જોઈ, તેથી તે વિમિત થયો કે “આ શું કેતુક છે? આટલા બધા લોકે શા માટે ભેગા થયા છે?” એવું જાણી તે પણ કૌતુક જેવાને સાદેવીની પાસે આવ્ય; એટલે જેનું મસ્તક લોચ કરાયેલું છે, જેણે સાંસારિક આસક્તિ તજી દીધું છે અને જેણે ભૂમિપ્રદેશને પવિત્ર કરેલ છે એવી શાંતમૂતિ આર્યા ચંદનબાલાને ઘણું જ સાવીએથી પરિવૃત્ત થયેલી અને ઘણું રાજલકથી વંદાતી જોઈ તેના મનમાં આશ્ચર્ય ઉત્પન્ન થયું. તેથી તેણે પાસે ઉભેલા કેઈ વૃદ્ધ પુરુષને પૂછ્યું કે
ગાથા ૧૪-દમગસ્ટ. નિર છઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org