________________
શારદા સાગર
૧૩
ન આવી જાય તેનું ધ્યાન રાખજે. પૈસાની કમાણી એ કંઈ સાચી કમાણી નથી કારણ કે તેમાંથી સાથે કંઈ આવવાનું નથી. બે, કંઈ સાથે આવશે ખરું? હીરા-માણેકના દાગીના કે નોટોના બંડલ કઈ સાથે આવવાનું હોય તે કહી દેજે. જ્યાં દાંત ખોતરવાની સળી જેટલુ પણ સાથે આવવાનું નથી ત્યાં બીજી વસ્તુની તે વાત જ ક્યાં કરવી? સાથે આવવાના છે માત્ર શુભાશુભ કર્મ. જે શુભ કમાણી કરી હશે તે ગતિ સારી થશે. હવે આપણે મૂળ વાત પર આવીએ.
ઉત્તરાધ્યયન સૂત્રનું વીસમું અધ્યયન જેમાં અમૂલ્ય રત્ન ભરેલા છે. આપણે ગઈ કાલે અધિકાર શરૂ કર્યો છે. આ વીસમા અધ્યયનનું નામ મહાનિર્ગથીય અધ્યયન છે. મહાન અને નિર્ગથ એ બંને શબ્દને શે અર્થ છે તે આપણે વિચારીએ. મહાન જ્ઞાની પુરુષેએ મહાન શબ્દનો અર્થ અનેક રીતે સમજાવ્યું છે. કારણ કે શ્રુતજ્ઞાન સમુદ્રની માફક અમાપ છે. તેનું વર્ણન આપણા જે અલ્પ છે કેવી રીતે કરી શકે? છતાં અલ્પબુદ્ધિથી અહીં થોડું વર્ણન કરું છું. પૂર્વાચાર્યોએ આઠ પ્રકારના મહાન બતાવ્યા છે. નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, પ્રધાનથી, અપેક્ષાથી, અને ભાવથી.
પહેલો નામ મહાન છે, જેમાં મહાનતાને એક પણ ગુણ નથી. કેવળ જે નામથી મહાન કહેવાય છે તે નામ મહાન છે. દા. ત. નામ હીરાલાલ, પન્નાલાલ હેય પણ કઈ દિવસ જેમણે હીરા કે પન્નાના દર્શન જ કર્યા ન હોય! દરેક વસ્તુને આપણે પ્રથમ નામથી જ જાણી શકીએ છીએ. નામ જાણીને બેસી રહેવું યોગ્ય નથી. વસ્તુ કે વ્યકિતનું નામ જાણ્યા પછી તેના સ્વરૂપને પણ જાણવું જોઈએ. બીજે સ્થાપનાથી મહાન છે, કોઈ પણ વસ્તુમાં મહાનતાનું આજે પણ કરી લેવું તે સ્થાપનાથી મહાન છે. જેમ કે કેઈએ કાગળમાં “મહાન લખ્યું ને કહ્યું આ મહાન છે. આ સ્થાપનાથી મહાન છે. ત્રીજો દ્રવ્યથી મહાન છે. જ્યારે કેવળજ્ઞાની ભગવંત અંત સમયે કેવળ સમુદ્દઘાત કરે છે ત્યારે તેમના આત્મ પ્રદેશ ચૌદ રાજલેકમાં ફેલાઈ જાય છે અને તેમના શરીરમાંથી નીકળેલે મહાસ્કન્ધ ચૌદ રાજલોકમાં સમાઈ જાય છે તે દ્રવ્યથી મહાન છે. ક્ષેત્રથી મહાન. છ દ્રવ્યમાં આકાશ લોકાલે પ્રમાણે વ્યાપ્ત છે તેથી ક્ષેત્રથી તે મહાન છે. પાંચમે કાળથી મહાન. કાળમાં ભવિષ્યકાળ મહાન છે. કારણ કે જેમનું ભવિષ્ય સુધર્યું છે તેમનું બધું સુધર્યું છે. કારણ કે ભૂતકાળ ગમે તેટલે સારે ગયે હોય પણ તે વ્યતીત થઈ ગયા છે. એટલા માટે ભવિષ્યકાળ મહાન છે. છઠ્ઠા પ્રધાન મહાન છે. એ મહાનના સચિત, અચિત્ અને મિશ્ર એમ ત્રણ ભેદ છે. સચિતમાં દ્વિપદ, ચતુષ્પદ અને અપદ એમ ત્રણ ભેદ છે, દ્વિપમાં તિીર્થકર પ્રભુ મહાન છે. ચતુષ્પદ્રમાં અષ્ટાપદ મહાન છે. અપદમાં એટલે વૃક્ષાદિમાં પુંડરિક કમળને મહાન ગણવામાં આવે છે, અચિતમાં ચિંતામણી રત્ન મહાન છે અને મિશ્રમાં રાજ્ય સંપદાયુક્ત તીર્થકરનું શરીર મહાન છે. તીર્થકર પ્રભુનું શરીર તે દિવ્ય હોય છે. પણ રાજ્યાભિષેક સમયે તેઓ જે વસ્ત્રાભૂષણે પહેરીને બેસે છે તે પણ મહાન