________________
સ્થળાંતર (Transfer) દુશ્મા સુષ્મા સમય પૂર્ણ થતો હતો અને માત્ર કંઈક પંચોતેર વર્ષ અને આઠ મહિના બાકી રહ્યા હતા. આ સમયે દેવાનંદા પોતાના પતિ 28ષભદત્ત સાથે વૈશાલીના દક્ષિણ ભાગમાં રહેતાં હતાં. આ જગ્યામાં મોટેભાગે બ્રાહ્મણોની વસતી હતી અને તેથી તે બ્રાહ્મણકુંડ તરીકે જાણીતી હતી.
જ્યારે ઉત્તરફાલ્યુની નક્ષત્ર ચાલી રહ્યું હતું ત્યારે નયસારનો આત્મા દેવાનંદાના ગર્ભાશયમાં ઊતર્યો. તેણીએ ચૌદ સ્વપ્નો જોયાં. (જુઓ પછીનું પ્રકરણ).
પરંતુ ગર્ભધારણના 82 દિવસ પછી એક ખૂબ જ અગત્યનો બનાવ બન્યો. રૂઢિગત રીતે તેને નીચે મુજબ જોડવામાં આવે છે. (આચારાંગ સૂત્ર 176) “પછી મહાવીર તરફ ભક્તિભાવવાળા દેવે યોગ્ય સમયે તે પોતાની ફરજ હોવાનું વિચારીને કથિત ગર્ભધારણના 82 દિવસ પછી દેવાનંદાના ગર્ભને ત્રિશલાના ગર્ભાશયમાં અને ત્રિશલાદેવીના ગર્ભને દેવાનંદાના ગર્ભાશયમાં એકબીજામાં સ્થાનાંતરિત કર્યા.
પછીથી લોકોએ આ ઘટનાને સ્વીકારી લીધી અને આ ઘટનાની વાર્તાએ ઝડપથી લોકોનાં મન પર ગાઢ અસર જમાવી દીધી. 2000 વર્ષ જૂના કેટલાક શિલાલેખો કે જે લખનૌ (કેસરબાગ - 4626)માં સાચવી રખાયા છે તે આનું પ્રમાણપત્ર આપે છે.
આપણા પક્ષે આ દંતકથામાંથી વધારે ઊંડી તપાસ દ્વારા સત્ય શોધી કાઢવાનું કાર્ય આવે છે.
માત્ર ત્રણ ગ્રંથો કે જે આ ઘટનાનો નિર્દેશ કરે છે તે આચારાંગસૂત્ર, ભગવતીસૂત્ર અને ક્ષેપાસ્ત્ર છે. આચારંગસૂત્ર સૌથી પ્રાચીન હોવાને લીધે તે સ્વાભાવિક રીતે જ આપણામાં વધારે વિશ્વાસ પેદા કરે છે. પરંતુ આચાર્ય હેમચંદ્ર આપણને તેમ કરતાં રોકે છે. (પરિશિષ્ટ પર્વ-સર્ગ-1, શ્લોક 88 થી 101). તેઓ કહે છે કે આચારાંગસૂત્રનો એ ભાગ કે જેમાં કથિત ઘટના વર્ણવવામાં આવી છે તેમાં ભદ્રબાહુના સમય પછી લગભગ 200 વર્ષો પછી અસલ લખાણમાં વધારો કરેલ છે. એમ માનવામાં આવે છે કે સિમંધર તીર્થકર દ્વારા તે ભરતક્ષેત્રના સીમાડાઓની બહાર રચવામાં આવ્યું છે.
-
૨
-