________________
વર્તન કરે તો તેઓ અંતિમ મોક્ષને પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી શકશે નહિ. તેમણે તેમને બોધ આપ્યો હતો કે, “એક સંન્યાસીએ તેમની બુદ્ધિમત્તાના ઘમંડ સામે (ઊંચા કુળમાં) જન્મના ઘમંડ સામે, પવિત્રતાના ઘમંડ સામે અને પોતે ઉત્તમ જીવન જીવતા હોવાના ઘમંડ સામે સંઘર્ષ કરવો જોઈએ” મહાવીરે સંન્યાસીઓની સામે વર્ણવ્યું કે “ડાહ્યા માણસો આવા ઘમંડનો ત્યાગ કરે છે અને પવિત્ર માણસો તેને વિકસવા દેતાનથી. મહાન સંન્યાસીઓ ગોત્ર વગેરે જેવી સઘળી બાબતોથી પર છે. તેઓ એવા ઉચ્ચ સ્થાનની પ્રાપ્તિ કરે છે કે જ્યાં ગોત્ર જેવું કશું બિલકુલ નથી. (દા.ત. મોક્ષ). જેમણે જ્ઞાતિ, પરિવાર, સૌંદર્ય, અન્યની અવગણના, કોઈ અન્ય ઉપર દોષારોપણ અને પોતાની પ્રશંસા વગેરે જેવા ઘમંડોનું ઝેર પાયું છે તેઓ પાપ કરે છે.?
હવે આપણે નવમા પ્રકારના પાપના આચરણ જે ઘમંડ દ્વારા થાય છે તે વિશે જોઈશું. આ એવો કિસ્સો છે કે જ્યારે મનુષ્ય જ્ઞાતિ, પરિવાર, સૌંદર્ય, ધાર્મિકતા, જ્ઞાન, સફળતા, શક્તિ, બુદ્ધિમત્તા કે અન્ય કોઈ પણ પ્રકારના ઘમંડ, અન્યની અવગણના, આક્ષેપબાજી, ગાલિપ્રદાન, નિંદાખોરી, અન્યને તુચ્છ ગણવા, પોતાની જાતની પ્રશંસા કરવી (એમ વિચારીને કે “તે મારાથી ઊતરતી કક્ષાનો છે, હું ઉચ્ચ જ્ઞાતિ કે પરિવારનો છું અને વધારે શક્તિ અને અન્ય ફાયદાઓ ધરાવું છું) વગેરે જેવા ઘમંડોનું પાન કર્યું છે તે જ્યારે આ દેહ ત્યજી દે છે ત્યારે કેવા કર્મો જ તેની સાથે આવે છે, તે તેની પોતાની ઈચ્છાની ઉપરવટ એક ગર્ભાશયમાંથી બીજા ગર્ભાશયમાં, એક જન્મથી બીજા જન્મમાં, એક મૃત્યુથી બીજા મૃત્યુમાં અને એક નર્કથી બીજા નર્કમાં જાય છે. વળી તે કુર, ચંચળ, જિદ્દી, અને ઘમંડી છે. આ રીતે તેનામાં દુષ્કૃત્યો ઉમેરાય છે, અને આ ઘમંડ દ્વારા કરવામાં આવતું નવમા પ્રકારનું પાપ છે. P.361. Book-2, Lec-2 અંતિમ કિંતુ અંતિમ કક્ષાનું નહિ એવું દૃષ્ટાંત ડૉ.ઓલ્ડનબર્ગના ક્ષત્રિયોના સંન્યાસી અંગેના ખ્યાલમાંથી નિર્દેશિત થાય છે. તેઓ કહે છે કે, “કમળના પુષ્પની ઉપમામાં દર્શાવ્યું છે કે કાદવવાળી જળાશયની જમીનમાંથી પેદા થવા છતાં (સૂત્રકૃતાંગ અનુસાર) સામાન્ય રીતે તે મોક્ષની જરૂરિયાત અનુભવતા કોઈ સામાન્ય મનુષ્યને મળતું નથી, પરંતુ કેવળ એક રાજાને મળે છે.” P.157. Oldenberg. Buddha. મહાવીરે ફરી ફરીને વારંવાર એ હકીકત ઉપર ભાર મુક્યો કે સારા
- ૩૮૫ -