________________
દેવો, અસુરો વગેરે જેવા યજમાનો દ્વારા પણ ફોસલાવીને અનીતિના માર્ગે લઈ જઈ શકાતા નથી.
પવિત્ર ધર્મપંથના નીતિનિયમો અંગેના ગ્રંથો પૈકીના એક માં કોઈ એક ઉપાસકે અનુસરવાના નિયમો અને તેણે પાળવાની પ્રતિજ્ઞાઓ અંગે મહાવીર વર્ધમાને આદેશ આપ્યો છે. તેમણે કેવળ નિયમોનો આદેશ જ આપ્યો નથી. પરંતુ સાથેસાથે તેમણે (આ નિયમોના) મર્યાદાભંગનું પાપ શી રીતે થાય તે અંગેની વાત પણ કરી છે.
(zierl : The rules and the transgressions from Upasaka Dasao).
કોઈ એક ગૃહસ્થ આનાથી આગળ જઈને આસનોનો મહાવરો કરવાનું હાથ ધરી શકે. ઉવાસગદસાઓમાં આવાં અગિયાર પ્રકારનાં આસનો વર્ણવ્યાં છે.
કોઈ ગૃહસ્થ ધર્મપંથને વળગી રહીને અને પ્રતિજ્ઞાઓનું આચરણ કરીને તેની ગૃહિણી પત્ની સમેત તેમનાં કર્મોને નિર્મળ કરીને તેઓ સર્વોત્તમ અવધિજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
જે રીતે સંન્યાસીઓ અને સંન્યાસિનીઓ માટે છે તેવી જ રીતે ઉપાસકો અને ઉપાસિકાઓ બંને માટે જ નિયમો નક્કી કરવામાં આવ્યા છે તે પણ એકસમાન છે. આદર્શ સંન્યાસી અંગેની જૈન સંકલ્પના પ્રવચન-11 પાના નં-46 અને પ્રવચન 85 તેમજ અન્ય ઘણી જગ્યાએ અત્યંત સુંદર રીતે વર્ણવવામાં આવી છે. તેમાં નવા ધર્મ પરિવર્તન પામેલા સાધુઓને પ્રેરણા આપવાની સેવા અર્થે આદર્શ સંન્યાસીનાં કર્તવ્યો અને સદ્ગણો વર્ણવવામાં આવ્યાં છે. DERY : Daily routine of the monk's life. Lec-XXVI. Page-142.
સંન્યાસીઓએ ગૃહસ્થો સાથે કેવી રીતનો વ્યવહાર કરવો જોઈએ?
સંન્યાસીઓ અને ગૃહસ્થો વચ્ચેના સંબંધો :- સંન્યાસીઓના સામાન્ય ભક્તો સાથેના સંબંધો નિયમોની એક શ્રેણી દ્વારા જોડવામાં આવ્યા છે. કોઈ પણ પરિસ્થિતિઓમાં એક સંન્યાસીએ કોઈ પણ રીતે કોઈ ગૃહસ્થની સેવા કરવી જોઈએ નહિ, અથવા તેને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ તેમ જ કોઈપણ રીતે તેની પાસેથી તેની જરૂરીયાતો વિશેની સાચી
- ૪૦૩ -