________________
ગૌતમ ઈન્દ્રભૂતિ ઃ ગૌતમ ઇન્દ્રભૂતિ લાંબા સમય સુધી મહાવીર સાથે રહ્યો હતો અને લાંબા સમય સુધી તેમના સેવક તરીકે કામ કર્યું હતું અને તેના ગુરુની લાંબા સમય સુધી આદરપૂર્વક અને ભક્તિભાવપૂર્વક સેવા કરી હતી, કે જ્યાં સુધી તેણે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કર્યું ન હતું. પિત્થારા, ગગાલી અને અન્ય કે જેમણે તેણે થોડાક જ સમય પહેલાં ધર્મપરિવર્તન કરાવ્યું હતું તેમણે તેની પહેલાં સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ બાબત તેને અત્યંત ક્રુતાપૂર્વક ખૂંચતી હતી. તેને ઊંડો મનસ્તાપ થયો હતો અને તેને સંદેહ થવા માંડ્યો હતો કે તે ક્યારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શક્તિમાન બનશે કે કેમ. તેનો મનસ્તાપ અને દિલગીરી મહાવીરના ધ્યાનમાં આવ્યા વગર રહી શક્યા નહીં. મહાવીર સમજ્યા અને યોગ્ય સમયે ગૌતમને સંબોધન કર્યું, “હે ગૌતમ ! ઘણા લાંબા સમયથી તું મારો સંપર્કમાં છે, અને અત્યંત ભક્તિભાવપૂર્વક તે મારી સેવા કરી છે. ઘણા લાંબા સમય સુધી તે મારી પ્રશંસા કરી છે અને મને અનુસર્યો છે. તારો મારી સાથેના વસવાટ હંમેશાં મધુર રહ્યો છે. આ નશ્વર દેહનો ત્યાગ કર્યા પછી પણ આપણે બંને એકસમાન સ્થિતિમાં રહિશે અને એકબીજાથી અલગ થઈશું નહીં.” આમ વરદાની પુરુષે તેમના શિષ્યને દિલાસો આપ્યો. અદ્રક અને ગોસાલાનું ધર્મપરિવર્તન. P 320. S.B.E. 45. અત્રે સોમિલ નામના એક શ્રીમંત બ્રાહ્મણે આ વિદ્વાન બ્રાહ્મણોને બલિદાન આપવાની વિધિ સંપન્ન કરવા માટે આમંત્રિત કર્યા હતા, જે આ પ્રમાણે હતા. (1) ઇન્દ્રભૂતિ ગૌતમ (2) અગ્નિભૂતિ (3) વાગભૂતિ (4) વક્તા (5) સુધર્મા (6) પંડિકા (1) મૌર્યપુત્ર (8) અલંપિત (9) અચલાવત (10) મોતાર્ય (1) પ્રભાસ.
અને આમાં જ મહાવીરની સફળતાની ચાવી રહેલી હતી. તેઓ નજીક હોય કે દૂર પરંતુ તેમણે હંમેશાં તેમના શિષ્યોની લાગણીની ખૂબ જ કાળજી લીધી હતી. આ મુદ્દા માટે સિંહાનો પ્રસંગ એક દૃષ્ટાંતરૂપ છે.
સિંહાની વાર્તા ઃ ગોસાલકાના પ્રસંગ પછી મહાવીરનું સ્વાથ્ય સારું રહેતું ન હતું. તેમને તાવ રહેતો હતો અને શૌચક્રિયામાં રૂધિર પડતું હતું. લોકોને ભય લાગ્યો કે ગોસાલકાની ભવિષ્યવાણી કદાચ સાચી પડશે અને છ મહિનાના ગાળામાં મહાવીરનું અવસાન થશે. આ બાબત અંગે લોકો વાતો કરવા લાગ્યા. સિંહા કે જે મહાવીરનો ચુસ્ત અનુયાયી હતો તેણે
- ૪૦૦ ૦