Book Title: Mahavir Charitra
Author(s): Niranjan U Trivedi
Publisher: Sadguna Niranjan Trivedi

View full book text
Previous | Next

Page 455
________________ શકીએ કે જેમણે અસંખ્ય જન્મોમાં, અવિરત પ્રયત્નો દ્વારા સર્વની ભલાઈમાં જ વ્યક્તિની ભલાઈ સમાવિષ્ટ છે એ હકીકતનો સાક્ષાત્કાર કયોવ હતો. જીવો અને જીવવા દો' જેવા ઉમદા આદર્શ એ જ મહાવીરના સિદ્ધાંતનો ટૂંકો સાર છે. તેમના ચારિત્ર્યનાં નીચે દર્શાવ્યા મુજબનાં વિશિષ્ટ લક્ષણો વાચકનાં ચક્ષુઓ સમક્ષ આબેહૂબ ખડાં થાય છે. અતિ માનવીય શક્તિઓ ધરાવતો દેવ જેવો મનુષ્ય અને છતાં કેન્દ્રમાં તો કેવળ મનુષ્ય જ હોય એવા તેઓની પાસે સહન કરવાની અપ્રતિમ શક્તિ, એક પ્રકારની નિર્ભયતા, ઇતિહાસમાં અતુલનીય, ઈચ્છાશક્તિની તાકાત છે તેની મહાનતા દર્શાવે છે, જે તેમના સમકાલીન ગૌતમ બુદ્ધ પણ ધરાવતા હતા. તે ઘણા લોકોનો અવલંબન અને આશ્રય સ્થાન હતા. ભવિષ્યવેત્તાઓએ ભાખ્યા મુજબ તેઓ પરિવારમાં એક દીપક સમાન હતા, ધ્વજ સમાન હતા, એક મુકુટ સમાન હતા. અરાજકતા અને ગૂંચવાડાના વર્તમાન જગતમાં આપણે આવા મહાન, ભવ્ય અલૌકિક વ્યક્તિને અને જે ઊંચા આદર્શો ખાતર તેઓ જીવ્યા તેને વધારે સારી રીતે સમજી શકીશું. મહાવીર તો અવસાન પામ્યા છે, પરંતુ તેમના ઉપદેશોનો આત્મા હજી આજે પણ જીવંત છે. કેવળ જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા જ નહીં, પરંતુ સમગ્રતયા ભારતીય સંસ્કૃતિ દ્વારા મહાવીરના સિદ્ધાંતોનો આત્મા શ્વાસ લઈ રહ્યો છે. એ સત્ય હકીકત છે કે બે હજાર અને પાંચસો વર્ષો પછી પણ આ ધર્મના અનુયાયીઓ ભારતની શેરીઓમાં ફરતા જોઈ શકાય છે. જો એક વ્યવસ્થાપક તરીકે મહાવીરની મહાનતા અને તેમના ધર્મપંથના આંતરિક મૂલ્યની ગાથા ગાય છે. મહાવીરનો મુખ્ય શિષ્ય ગૌતમ ઈન્દ્રભૂતિ પેપાલપુત્ર ઉદકની સાથે વાતચીત કરતી વખતે તે તેને તેમને મહાવીરને) માન આપવાની, આદરણીયને આદર આપવાનું ચાલુ રાખવાની તથા તેમને વંદન કરવાની અને જે કોઈ સંન્યાસી ધર્મની બાબતમાં મદદ કરે તેમને આદર આપવાની તેને (ઉદકને) સૂચના આપે છે. તેમાં કરવામાં આવેલો ઈશારો પામી જઈને મને લાગે છે કે મહાવીરના જીવનના આ અભ્યાસ ઉપર પ્રાર્થના કર્યા વગર પૂર્ણવિરામ મૂકવાની ચેષ્ટા કરીશું તો આપણે અત્યંત નગુણા ગણાઈશું. આ મહાન નાયકને ઊંડા આદર સાથે અને અત્યંત નમ્ર રીતે પ્રાર્થના

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462