Book Title: Mahavir Charitra
Author(s): Niranjan U Trivedi
Publisher: Sadguna Niranjan Trivedi

View full book text
Previous | Next

Page 453
________________ વાર્તાને સમૂળથી નકારી દેવાની અથવા ઊતરતી રીતે મૂલવવાની કોઈ જ આવશ્યકતા નથી. હવે આપણે આપણું ધ્યાન એવા વર્ણનાત્મક બનાવ તરફ વાળીશું કે જે આપણને દર્શાવશે કે જીવંત વ્યક્તિ તરીકે મહાવીર મનુષ્ય સાથે વાતચીત કરતા એક મનુષ્ય જ હતા. એવા બનાવોની અછત નથી કે જેમાં આપણે મહાવીરને તેમની પોતાની નબળાઈઓને પ્રદર્શિત કરતા અને મનુષ્યોનું મનોદૌર્બલ્ય દર્શાવતા જોઈશું. ગોસાલકા અને અચંદકાની ઘટનાઓ આપણને મહાવીરના મનોદૌર્બલ્યના પ્રસંગો પૂરા પાડે છે. એવી માનવીય નબળાઈ કે જેનાથી કોઈ પોતાના અંગત સ્વાર્થ માટે વિરોધીઓને ખુલ્લા પાડવા એ બાબત પણ અત્રે જોઈ શકાશે. પરંતુ આનો અર્થ કોઈપણ સંજોગોમાં એવો ન કરી શકાય કે મહાવીરમાં એવી ગતિશીલતાનો અભાવ હતો કે જે કોઈપણ મહાન આત્મામાં અનિવાર્યપણે ધરાવતા હોવા જોઈએ. તેમનામાં અગ્નિ કિરણો છોડવાની શક્તિ હતી કે જેના દ્વારા તેઓ સજીવ અથવા નિર્જીવ વસ્તુને બાળીને રાખ કરી શકે. એ જ પ્રમાણે તે શીત કિરણોનું ઉત્સર્જન કરી શકતા કે જે આગંતુકને રોકી દે. તેઓ બધા જ પ્રકારની મહાવ્યથાઓ સામે ટકી શકે એવી શારીરિક તેમજ માનસિક યોગ્યતા ધરાવતા હતા. વાર્તાલેખક નોંધે છે તે મુજબ માતિ ગોસાલકા (અગ્નિ કિરણો વડે) તેને જેણે અન્યાય કર્યો હોય તેવા ગૃહસ્થનું ઘર પણ બાળી નાખી શકતો. તેથી ઘણા દેવો કે જેમાં ઇન્દ્ર મુખ્ય હતા તેઓ તીવ્રતાથી મહાવીરના ક્લ્યાણમાં રસ ધરાવતા હતા. વળી, તેઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન ફરીફરીને તેઓ તેમના હિતની સંભાળ રાખતા અને તેમના કોઈ માણસને કે તેમની પ્રતિષ્ઠાને કોઈ નિકટવર્તી ભય હોય તો તેને તેઓ અટકાવતા. પરંતુ મહાવીરને કર્મના લોખંડી સિદ્ધાંતમાં પૂર્ણ શ્રદ્ધા અને સંપૂર્ણ વિશ્વાસ હતો, તદ્દનુસાર વ્યક્તિનાં પોતાના અનિષ્ટ કર્મો માટે તેણે અનિવાર્ય રીતે સહન કરવું જ પડે છે. જેટલાં તેના અનિષ્ટ કર્મો વધારે એટલું વ્યક્તિએ વધારે સહન કરવું પડે છે. સહન કરવું એ જ પાપોના પ્રાયશ્ચિત માટેનો ચોક્કસ માર્ગ છે. આ સિદ્ધાંતે મહાવીરના મનમાં મજબૂતાઈથી જડ નાખી હતી અને વાસ્તવમાં તેઓ તેમની શક્તિઓનો ઉપયોગ કરવાનું ક્યારેય પસંદ કરતા ન હતા. ~830~

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462