________________
(7) તેઓ સુવર્ણના, રજતના અને રત્નોના કિલ્લાઓની રચના કરે છે. (8) મહાવીર કેવળ એક જ બાજુએ જોઈ રહ્યા હોય તો પણ તેઓ એવું દેખાડે છે. મહાવીર બધી જ દિશાઓમાં જોઈ રહ્યા હોય. (9) મહાવીર જ્યાં બેઠક લે ત્યાં તરત જ તેઓ અશોકવૃક્ષની રચના કરી દે છે.
(10) કંટકો નીચેની દિશાએ વળી જાય છે.
(11) વૃક્ષો જાણે કે વંદન કરતાં હોય એમ હાલવા લાગે છે. (12) તેઓ સ્વર્ગીય રણશિંગા વગાડે છે.
(13) પવનદેવ (એ સ્થળની) સાફસૂફી કરતા હતા.
(14) તેમને આદર આપવા માટે પક્ષીઓ તેમની આજુબાજુ ઉડાઉડ કરતાં હતાં
(15) તોફાની ધૂળને નીચે બેસાડવા માટે તેઓ (દેવો) સુગંધિત જળનો છંટકાવ કરતા હતા અને પછી તેમની ઉપર પુષ્પવૃષ્ટિ કરતા હતા. (16-17) તેઓ તેમના (મહાવીરનાં) દેહ ઉપરના કેશની વૃદ્ધિને અટકાવી દેતા હતા અને નખની વૃદ્ધિને પણ અટકાવી દેતા
હતા.
(18-19) એક કરોડ જેટલા દેવતાઓ તેમની સેવામાં ઉપસ્થિત રહેતા હતા અને એક જ સમયે બધીયે ઋતુઓનું ભવ્ય દૃશ્ય પેદા
કરતા હતા.
સૂર્ય અને ચંદ્ર જેવા દેવો પણ વરદાની પુરુષના ધર્મોપદેશનું શ્રવણ કરવા માટે સદેહે ત્યાં આવતા હતા.
મહાવીર ભવ્ય પ્રતાપનું આ પરંપરાગત વર્ણન છે, જે અઢારે દોષોથી મુક્ત એવા ગાના વિજેતા હતા. પરંપરાગત જીવન ચરિત્રકારો કે જેઓ વર્ણવે છે કે પક્ષીઓ અને પશુઓ પણ (મહાવીરે ઉપદેશેલ) ધાર્મિક બોધ ગ્રહણ કરી લેતા હતા. વળી તેઓ મહાવીરના ઐશ્વર્યને-દૈવી સ્વરૂપને અત્યંત વિપુલ પ્રમાણમાં શાબ્દિક રીતે વર્ણવે તેમાં કંઈ જ આશ્ચર્ય નથી. મહાવીરની આ દૈવી સ્વરૂપની કારકિર્દી ઊંડો અભ્યાસ પણ વિશિષ્ટ માનવીય ગુણોને આપણા ધ્યાન ઉપર લાવે છે. આ સ્વર્ગીય દૈવી પરિવેશમાં પણ મહાવીરને સ્પષ્ટપણે ઓળખી એવા મનુષ્ય તેઓ છે. તેથી પરંપરાગત
-૪૨૯