________________
કે જેનાં ગુણથી વ્યક્તિ પોતે ઊભેલો હોય, ચાલતો હોય કે સૂતેલો હોય તો પણ તે આ જન્મમાં કે હવે પછીના જન્મમાં આત્માની વિવિધ સ્થિતિઓ વિશે જાણી શકે છે. કોઈ વ્યક્તિ પુનર્જન્મ પામે અથવા મોક્ષ પામે અથવા તે પોતાનાં અનિષ્ટ કર્મોને કારણે પોતે નર્કનાં દુ:ખો સહન કરવા માટે મરણોન્મુખ સ્થિતિમાં હોય તે પણ જાણી શકે છે અને આ બધી બાબતો કેવળીના કાર્યક્ષેત્રમાં આવે છે. પરંપરાગત જીવનચરિત્રકાર દાવો કરે છે કે મહાવીર તેમના જન્મ સમયે પણ અવિધ જ્ઞાન ધરાવતા હતા અને તેર વર્ષના સખત પરિશ્રમયુક્ત જીવન પછી તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. મહાવીર પોતે યોદ્ધાઓના (ક્ષત્રિયોના) વર્ગમાં જન્મેલા હોવાથી તેમના જમાનાના સઘળા યુવાનોની જેમ તેમણે પણ પાઠશાળાનું જીવન પ્રાપ્ત થયું ન હતું, પરંતુ શાળાકીય જીવનની આ ઊણપ પરંપરાગત જીવન ચરિત્રકારે કહેલી વાર્તા દ્વારા સુધારવામાં આવી હતી, જે વાર્તા કહે છે કે એવું કશું જ (આ જગતમાં) ન હતું કે જે મહાવીર ન જાણતા હોય. તેમના અજ્ઞાની માતાપિતા કે જે તેમનું નામ દાખલ કરાવવા માટે પાઠશાળામાં ગયાં હતાં તેમને ઇન્દ્રે રોક્યાં હતાં.*
મહાવીરના જીવનના પરંપરાગત વર્ણનો વાતાઓમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે કે જેમાં સફળતાપૂર્વક મહાવીરે ગત જન્મોના બનાવોને પુનઃ યાદ કર્યા હતા અને હવે પછી ભવિષ્યમાં બનનાર બનાવોની આગાહીઓ કરી હતી. પર્યાપ્ત ચોકસાઈ સાથે તેઓ અન્ય લોકોનાં માનસ વાંચી શકતા હતા. તેઓ સ્વપ્નોનાં અર્થઘટનમાં પણ અત્યંત નિષ્ણાત હતા.
તેમનું શરીર સૌષ્ઠવ, વક્તવ્ય અને મનની ઉત્કૃષ્ટતાઓ અંગે ચર્ચા કર્યા પછી હવે આપણે જીવનચરિત્રકારોએ મહાવીરમાં આરોપણ કરેલા જુદાજુદા અન્ય સદ્ગુણોનું પણ વિહંગાવલોકન કરીશું. અન્ય સઘળાં તીર્થંકરોની માફક જ મહાવીરને પણ ચોત્રીસ વિશિષ્ટ લક્ષણોની બક્ષિસ મળી હતી. ચાર વિશિષ્ટ ગુણો કે તેમને જન્મથી જ મળ્યા હતા તે નીચે મુજબ છે :
(1) તેમને અત્યંત સુંદર દેહ મળ્યો હતો.
(2) સુગંધિત શ્વાસોચ્છ્વાસ મળ્યો હતો.
(૩) તેમના માંસ અને રક્ત ગાયના દૂધ જેવાં શ્વેત હતા.
~826~