________________
વધુમાં પરંપરાગત લેખકો અનુસાર મહાવીરનો દેહ આશ્ચર્યકારક રીતે સપ્રમાણ હતો. તેઓ જ્યારે પલાંઠી વાળેલી સ્થિતિમાં બેસતા ત્યારે તેમના દેહ ચારે દિશાઓમાં સમાન અંતર ધરાવતો હતો, જેને “સમયથી સંસ્થાન' એવું ખાસ નામ આપવામાં આવ્યું હતું. '
તેમના જમાનાના બધા જ ધર્મગુરુઓની માફક સર્વોત્કૃષ્ટ વાણીની બાબતમાં મહાવીરને મીઠી જબાનની બક્ષિસ મળેલી હતી. હૃદયને પ્રસન્ન કરી દેનારી અને હેતુપૂર્ણ, અસ્મલિત અને સંપૂર્ણ, ઊંડી અર્થવાહી અને કેન્દ્રમાં સતત સત્યનો સમાવેશ કરનારી વાણી તેમની પાસે હતી. એટલા જ માટે આપણે યોગ્ય રીતે મહાવીરને માનીએ છીએ, પરંતુ આ લેખકો સાથે તેમના એ કથન સાથે સંમત થઈ શકતા નથી કે મહાવીર કેવળ એક જ ભાષામાં બોલતા હતા, અને તે ફ્રોપા માગધી હતી અને ભક્તિભાવવાળા શ્રાતો તેને પોતપોતાની ભાષામાં સમજી લેતા હતા.
ધાર્મિક વ્યવસ્થાતંત્રના સ્થાપક અતિશય બુદ્ધિમત્તાયુક્ત સામર્થ્ય આવશ્યક રીતે ધરાવતા હોવા જોઈએ, એ હકીકત એવી છે કે તેને કોઈ સાબિતીની આવશ્યકતા નથી. તે વિશાળ દષ્ટિવાળો અને જગતની સઘળી ઘટનાઓની બાબતમાં સૂક્ષ્મ ઊંડી સમજ ધરાવતો માનવી હોવો જોઈએ. જે સઘળું દુન્યવી છે તેના પરિવર્તનના સાક્ષાત્કાર માટે દુન્યવી ડહાપણ કોઈ જ કામમાં આવતું નથી. ઉત્તમ પ્રકારનું જ્ઞાન તેને માટે આવશ્યક છે. બીજા શબ્દોમાં એક ધાર્મિક વ્યક્તિ કે જે વાસ્તવમાં દેવો અને મનુષ્યોના એક સમાન આગેવાન તરીકેનું વિશેષણ પ્રાપ્ત કરવાની પોતાને માટે અપેક્ષા રાખે છે તે અગાઉ શું બની ગયું છે અને હવે પછી શું બનવાનું છે તે અંગેના જ્ઞાન માટે મનની અસામાન્ય કાર્યશક્તિની નિપુણતા ધરાવતો હોવો જોઈએ અને તો જ તે પોતે સાચી રીતે આગેવાન હોવાનો દાવો કરી શકે. પરંપરાગત જીવનચરિત્રકાર એવો દાવો કરે છે કે મહાવીર માટે જૈનધર્મ જ્ઞાન”નું પાંચ પ્રકારોમાં વિભાજન કરે છે. પ્રથમ છે શ્રત દ્વિતીય ઇન્દ્રિય અર્થાત એ કે જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થઈ શકે. તૃતીય છે અવધિ, મર્યાદિત, જ્ઞાન કે જે ઇન્દ્રિયોની મદદ વગર જ પ્રાપ્ત કરી શકે. ચતુર્થ છે માનાહ પર્યાય જ્ઞાન અર્થાતુ અન્યોના માનસને જાણવાનું જ્ઞાન અને અંતિમ પરંતુ સૌથી વધારે મહત્ત્વનું છે તે કેવળ જ્ઞાન અર્થાત એવું જ્ઞાન
- ૨૬ -