Book Title: Mahavir Charitra
Author(s): Niranjan U Trivedi
Publisher: Sadguna Niranjan Trivedi
Catalog link: https://jainqq.org/explore/022851/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ . કે ૧ / * / A . મક આ જWS & શ્રી મહાવીર ચરિત્ર - નિરંજન યુ. ત્રિવેદી Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર ચરિત્ર (અપ્રગટ મહાનિબંધ) લેખક નિરંજન યુ. ત્રિવેદી અનુવાદક ડૉ. ચીમનભાઈ એસ. રાવલ પ્રકાશક સદ્ગશા નિરંજન ત્રિવેદી Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર ચરિત્રઃ (અપ્રગટ મહાનિબંધ) નિરંજનભાઈ યુ. ત્રિવેદી - અનુવાદક – ડૉ. ચીમનભાઈ એસ. રાવલ © સદ્ગુણા ત્રિવેદી સર્વ હક્ક પ્રકાશકને આધિન પ્રથમ આવૃત્તિ : જૂન, ૨૦૧૦ બીજી આવૃત્તિ : ઓગષ્ટ, ૨૦૧૦ કૉપી : 300 મૂલ્ય ઃ અમૂલ્ય પ્રકાશક : સદ્ગુણા ત્રિવેદી મુદ્રક ઃ મુદ્રેશ પુરોહિત સૂર્ય ઓફસેટ આંબલી ગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-380 058. ફોન : (02717) 230112 E-mail : suryapress@gmail.com Page #4 -------------------------------------------------------------------------- ________________ સમર્પિત ગુરુ-નાથ ચરણે તવૈવ કુખ્યમ્' સદા સહચરી સદ્દગુણા Page #5 -------------------------------------------------------------------------- ________________ સમર્પિતમ્ આ પ્રકાશન તો મારું કેવળ નમ્ર સમર્પણ છે – નિરંજનને તેના જ પુરુષાર્થ પરિણામનું તેને જ અર્પણ – મારા માત્ર શ્રધ્ધા અને સમાદરના અર્થરૂપ સ્નેહપુષ્પો સાથે. મારા જીવનનું એ કેવું અમૂલ્ય સદ્ભાગ્ય કે મને મળ્યા નિરંજન પતિરૂપે તેમજ ગુરુરૂપે ! અમારા સુદીર્થ સહજીવન પંથ પર પાછી નજરે નિહાળું છું ત્યારે જણાય છે કે અમે તો પોત પોતાની વિદ્યાર્થી અવસ્થામાં હતાં ત્યારથી જ પરસ્પર પરિચિત હતાં – નિરંજન ત્યારે કોલેજનો યુવાન વિદ્યાર્થી અને હું હાઇસ્કૂલની કિશોર વિદ્યાર્થિની ! કયાં અજ્ઞાત પરિબળોએ અમારો હૃદયયોગ પ્રેર્યો તે તો અશેય વિધિરહસ્ય છે. પણ આજે હૃદયમાં એટલો ઉદ્ગાર પ્રગટે છે કે મારું એ પરમ સભાગ્ય હતું કે આ પુરુષવિશેષદ્વારા હું વરણી - સ્વીકૃતિ અને જીવનભરનો પ્રેમ પામી ! - મારા એ સદ્ભાગ્યની પૂરી પ્રતીતિ તો મને ત્યારે થઈ, જયારે ઠીકઠીક દીર્ઘસમયની અમને પકવતી, પુખ્ત કરતી પ્રતીક્ષા બાદ અમારાં લગ્ન થયા પછી તેની પુખ્તમાનમા પતી અને ઉત્સુક શિષ્યા તરીકેના અનુભવથી એ વ્યક્તિત્વના વ્યાપ અને ઊંડાણનો મને સાક્ષાત્કાર થયો! સમગ્ર જીવન દરમ્યાન મને પતિ તરીકે સ્નેહસિંચન કરનાર, જાળવનાર, એટલું જ નહીં પણ મને વિદ્યા આપનાર તેમજ, વ્યવહારિક જીવનમાર્ગ પર નૈતિક અને આધ્યાત્મિક એવા પ્રવાસમાં ય નિરંતર વિશુદ્ધિથી ઉત્થાન પ્રેરતા માર્ગદર્શક ગુરુરૂપે આવો સહપાન્થી મને લાધવો એતો દિવ્ય કૃપાથી પ્રાપ્ત વરદાન જ લેખાય. નિરંજનનું વ્યક્તિત્વ કેવું હતું ! વિદ્વાન, સ્વપ્રશીલ હેતુલક્ષી કેળવણીકાર, તેમજ સૌજન્યશીલ વ્યવહારદક્ષ, મધુર, નિરહંકારી, વિશાળહૃદયી તથા માનવીય સંબંધોમાં સંયત તેમજ સૈધ્ધાંતિક બાબતોમાં નિશ્ચલ અને બિનસમાધાનકારી એવા વ્યકિત તરીકે તેમને જાણનાર સૌ કોઈ તેમનો પ્રેમ આદર કરતા. Page #6 -------------------------------------------------------------------------- ________________ જોકે મને તો નિડરતાને કારણે જીવન જેમ ઊઘડતું ગયું તેમ કોઈ બાહ્ય અભિવ્યક્તિ વગર પણ એહસાસ થતો - તેમની ચૈતસિક જીવનગતિનો, તેમની મનોવૃતિઓ અને અભિગમોનો અને તે સૌને કારણે અવ્યાખ્યય રૂપે પ્રતીત થતા - એ પ્રેમાળ કુંટુબીજનમાં પણ ભીતરમાં રહેલો - નિરપેક્ષ અલિપ્તતાનો. પરિણામે મારો પ્રેમ દઢ, ગંભીર, વિશુદ્ધ થતો ગયો- તે આદરથીય અધિક એવી ભકિતમાં પરિણમ્યો- મારા સાન્નિધ્યમાં જ ઉઘડતા જતા એક સંતસમા વ્યક્તિત્વની ભકિતમાં ! વ્યકિત તરીકે, જે કોઈ તેમના સંસર્ગમાં આવે તે સૌ પ્રત્યે - અમારું કુટુંબ - હું અને અમારાં બાળકો - તેમના સહકાર્યકરો અને તમારા સહિતના!) વિદ્યાથીઓ સહાનુભૂતિશીલ અને પ્રેમાળ જ હતા. સૌના તે મિત્ર હતા. માર્ગદર્શક હતા. પોતાના સહકાર્યકરો અને વિદ્યાથીઓ સૌને હંમેશા પ્રોત્સાહિત કરવા, પ્રેરવા કોઈનેય- વિદ્યાર્થીઓનેય હતોત્સાહન કરવા એ જ તેમનો અભિગમ હતો. તે જાણે એક પ્રકાશકેન્દ્ર હતા – સૌના હૃદયમાં કોમળતાથી પ્રવેશીને હૂંફ અજવાળાનું પ્રસારણ કરતા. તેમનાં નૈતિક ધોરણો આ ચુસ્ત પરિપાલનથી પ્રગટતા સદાગ્રહોનો કદીય દેખાડો ન થતો, ન કદી તે ઉચ્ચારતા કે ઉપદેશતા. તે વ્યકત અને પ્રતીત થતા કેવળ તેમના અભિગમોમાં તેમના રોજિંદા વર્તમાનમાં – ને તે પણ સહજ રીતે ! આ કારણે તેમના સંપર્કમાં આવનાર સૌ કોઇના ચિત્તમાં તેમની જે મુદ્રા અંકિત થઈ છે તે એક આદરણીય અને પ્રેરક વ્યક્તિત્વની ! તો તો કેટલીબધી સદ્ભાગી? કયા શબ્દોમાં તે વ્યકત કરી શકાય? આ એમનો એક સન્નિષ્ઠ વિદ્યાક્ષેત્રીય પુરુષાર્થ ! એમના કબાટના એક ખાનામાં ચૂપચાપ અસ્પષ્ટ પડી રહેલી આ મેન્યુસ્ક્રીપ્ટ – આજથી લગભગ ૫૮ વર્ષ પહેલા ૧૯૫૨માં (બે વર્ષ પછી તેની ષષ્ઠી પૂર્તિ આવશે) લખાયેલી – અપૂર્ણ ગણાય તેવી અને ડિગ્રી માટે પણ રજૂ નહીં થયેલી આ થિસિસ ! તેને પણ પ્રગટ કરવાનો મારો મનસૂબો અને મારી મથામણ એ મારા એ આદરણીયરૂપે તેમના ચરણકમળમાં અર્પિત કરવાના ભકિતભર્યા સ્વપ્રને મૂર્ત કરવાની અભિવ્યક્તિ છે! એ ભક્તિ નિરંજનના દેહવિલય પછી હજીય જેમની તેમ છે ! Page #7 -------------------------------------------------------------------------- ________________ એ સમર્પિત કરતાં મને આ શક્તિ અને તક પૂરી પાડવા માટે ભગવાન શ્રી મહાવીરને આભાર સાથે હૃદયપૂર્વક વંદન કરું છું નાગર નિરંજન આ જૈન સદગુણાને પરણ્યો એ ય કોઇ દિવ્ય યોગ! જોકે મારે કહેવુ જોઇએ કે આ ગ્રંથ૨ચનામાં મારી કશી અસર નથી. કારણકે આ સંશોધનકાર્ય પૂરુ થઇ ગયુ ત્યારે તો અમે પરણ્યા પણ ન હતા. હું તો પરણ્યા પછી ભણીને ગ્રેજ્યુએટ થઇ! એટલે લાગે છે કે મારા સમી જૈન વ્યકિતને આ નાગર હૃદયમાં તે આવો વિષય વિચારે તે અગાઉથી સ્થાપી દેવામા કોઇ અજ્ઞેય અને પુણ્યશાળી પરિબળો પ્રર્વતતા હશે! અને કદાચ આજે મનેય એ પરિબળોએ જ આવું પ્રકાશન કરવા પ્રેરી હશે! શી ખબર? એ ‘અજ્ઞાત’ને હૃદયપૂર્વક પ્રણામ! vi -સદ્ગુણા ત્રિવેદી Page #8 -------------------------------------------------------------------------- ________________ પુરોવચન મારા ગુરુ મારા નાથ મારા જીવનનું એ કેવું સદ્ભાગ્ય કે નિરંજનભાઈ જેવા એક સંનિષ્ઠ સજ્જને મને તેમની જીવનસંગાથિની તરીકે પસંદ કરી. હું ઈશ્વરની એ મોટી કૃપા સમજું છું કે 52 વર્ષ સુધી આ વિદ્વાન અને સદ્ગુણી સજ્જનની નિશ્રામાં મને રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. મેં આ સમય દરમ્યાન તેમને ખૂબ જ નિકટતાથી નિહાળ્યા છે અને હું ચોક્કસ પણે કહેવાની હિંમત કરું છું કે આ વ્યક્તિ માનવ દેહ ધરાવતા હોવા છતાં તેઓએ જે કંઈ વિચાર્યું, તેઓ જે કંઈ બોલ્યા અને જે કંઈ કર્યું તેમાં અંતર્નિહિત માનવીયતા હતી. કહેવાતા મહાન પુરુષો અને અત્યંત સામાન્ય માનવીઓને તેઓ સમદષ્ટિથી નિહાળતા હતા. તેઓ એટલા દયાળુ અને સદ્ગુણી હતા કે તેઓ જેના તરફ દૃષ્ટિ નાખતા તેનામાં આંતરિક સહાનુભૂતિ અને નિતાંત સ૨ળતા જોવા મળતાં. કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વને માપી લેવાની એક અદ્ભુત શક્તિ હતી. તેમના કોઈ વિદ્યાર્થીને તેમણે કદી નિરુત્સાહિત કર્યા નથી. ઊલટાનું તેમણે વિદ્યાર્થીઓને તેમનામાં રહેલા ઉત્સાહને વધુ પ્રજ્વલિત કરીને તેમના હૃદય, મન અને શ્રેષ્ઠ તત્ત્વને આત્મામાંથી બહાર લાવવાનો સતત પ્રયત્ન કર્યો હતો. W મારા સમગ્ર જીવન દરમ્યાન તેઓ સતત મારા મિત્ર, માર્ગદર્શક અને હિતચિંતક રહ્યા હતા. મારી આવી લાગણીઓને શબ્દોમાં કેવી રીતે વ્યક્ત કરવી એની મને ખબર પડતી નથી. જેઓ પૂ. નિરંજનભાઈને પોતાના આત્મીયજન તરીકે પૂજ્યભાવ અને સદ્ભાવથી નિહાળે છે તેમના હૃદયમાં એમનાં લખાણો દ્વારા તેમની સ્મૃતિને દૃઢતર બનાવવાનો પ્રયત્ન કરી રહી છું. vii Page #9 -------------------------------------------------------------------------- ________________ આ થીસીસ 1952માં તેમણે તૈયાર કરી હતી, પણ કેટલાંક અગમ્ય કારણોસર તેમણે તેનો સ્પર્શ કર્યો ન હતો. એક વખત તેમના દેહવિલય પછી તેમના કબાટમાંથી એ મળી આવી અને મેં નિર્ણય કરી લીધો કે આ થીસીસ તેના મૂળ સ્વરૂપે જ રજૂ કરવી. આજે મારું એ સ્વપ્ન સાકાર થતું જોઉં છું ત્યારે મારા ગુરુ અને નાથ માટે કંઈક કરી શકી છું તેવો ભાવ અનુભવું છું. આ મહાનિબંધ મૂળ તો અંગ્રેજી ભાષામાં લખાયેલો છે. વિશાળવાચક વર્ગને આવરી લેવા તેને ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ કરવાની તીવ્ર ઈચ્છા હોવાથી પૂ.સાહેબના પ્રિય વિદ્યાર્થીભાઈ શ્રી ચિમનભાઈ વિજ્ઞાનના સ્નાતક હોવા છતાં ગુજરાતીમાં અનુવાદ કરવાનું સ્વીકાર્યું અને સદભાવના, નિષ્ઠા તથા સમર્પણની ભાવનાથી અનુવાદનું કપરું કામ કરી આપ્યું તે બદલ તેમનો સાભાર ધન્યવાદ. આ મહાનિબંધના આલેખન વખતે સતત તેમની સાથે રહેલા મુરબ્બી શ્રી વિનોદભાઈ અધ્વર્યુએ ઉપોદ્ધાતના આલેખનમાં વૃધ્ધાવસ્થા હોવા છતાં અત્યંત કષ્ટ લીધું. તેમનો આભાર કેવી રીતે વ્યકત કરું ? સદ્ગત નિરંજનભાઈ અને હું સાચે જ તેમના અત્યંત ઋણી છીએ. તારીખ : ૨૫મે, ૨૦૧૦ - સગુણા ત્રિવેદી સ્થળ : અમદાવાદ Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્યાત અભ્યાસરૂપ ઉપાસના આ ગ્રંથ હાથમાં લેતાં, - મૃતિદોરને સહારે વીતેલો સમય ઓળંગીને ભૂતકાળમાં પહોંચી જવાય છે – ઈ.સ. ૧૯૪૭ના ઉત્તરાર્ધથી ઈ.સ. ૧૯૫૦ના ઉત્તરાર્ધ સુધીના સમયગાળામાં નિરંજન સાથે અંધેરી અને મરિન લાઈન્સ પર સહનિવાસનો એ સમય ! - અને એ જ સમયગાળો જ્યારે આ ગ્રંથ જેની ઉપલબ્ધિ છે તે અભ્યાસ થતો હતો ! સ્વભાવે ઓછાબોલા - પોતાને વિષે તો અત્યંત ઓછાબોલા, પણ વાર્તાલાપમાં ચકોર, પ્રસન્ન અને નમ્ર તેમજ મર્મયુક્ત સરસ વાણી ઉચ્ચારનાર, બુદ્ધિનિષ્ઠ તેમજ ભાવનાનિષ્ઠ, સ્વસ્થ તટસ્થ લાગતાં છતાં ભીતરથી ભરપૂર લાગણીશીલ, એવાં નિરંજન ત્રિવેદી જ્યારે ભાવાવેશમાં હૃદયકપાટ મોકળું કરી દઈ ક્યારેક બોલવા માંડે ત્યારે ભીતરની ઊર્મિ કે ચિંતનની સમૃદ્ધિનો અહેસાસ થઈ જાય ! મોટે ભાગે તો આત્મલક્ષી નહીં પણ સૈદ્ધાંતિક વિચારણા કે અભ્યાસવિષયક ચિંતન અને મથામણનો ઉભરો જ હોય ! આ ગ્રંથમાં જે અભ્યાસ નોંધાયો છે તે વિષયક આવી અભિવ્યક્તિનો લાભ મળ્યો હોય તો તે ગ્રંથ વિષેનું લખાણ પૂરા અભ્યાસનિષ્ઠ તાટધ્ધથી રજૂ કરવું મુશ્કેલ છે ! છતાં - બોલવામાં, લખવામાં કે જીવવામાં યથાર્થતાને જ તાટથ્યપૂર્વક વળગી રહેવાનો સંકલ્પ આજીવન જાળવનાર નિરંજનને જ લક્ષમાં રાખી અત્રે કેટલીક પ્રસ્તુતિ કરવી છે. આ ગ્રંથમાંની રજૂઆતો, હકીકતો કે તારણો વિષે કશું પણ સમીક્ષાત્મક લખવાની મારી ક્ષમતા નથી. માત્ર થોડીક એવી હકીકતો જે અંગત પરિચયને કારણે જ પ્રાપ્ત થઈ તે આ અભ્યાસની ભૂમિકારૂપે પ્રગટ કરવી છે જેથી ગ્રંથની અપૂર્ણતા, ગ્રંથમાં ઓળખાતો Page #11 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસીનો અભિગમ અને સૌથી વધુ તો આ અભ્યાસ પાછળ પ્રેરકબળ તરીકે રહેલી માનસિક ભૂમકિા પ્રગટ થાય, જેથી ગ્રંથના વાંચકને તે વિષે કેટલીક આવશ્યક પૂર્વતૈયારી સાંપડે. જે સ્વરૂપે આ ગ્રંથ પ્રસ્તુત થયો છે, અને તેમાં અભ્યાસનો જે અભિગમ અપનાવાયો છે તેની સાથે સમભાવી થવા માટે એવી પૂર્વ માનસિક તૈયારી જરૂરી છે – વિશેષતઃ તો એટલા માટે કે અભ્યાસ વિષય ધમ્મ” સાથે સંકળાયેલો હોવાથી. કેટલીક મનોગ્રંથિઓથી મુક્ત થયા વગર, કેવળ અભ્યાસ, ધર્મ વગેરે બાબતે કેવળ પરંપરાગત ગ્રહિતોને જ વળગી રહીને આવા પ્રયત્નોને સમજવા શક્ય નથી. ખરેખર તો ગ્રંથ આપના હાથમાં મુકાયો હોવા છતાં કહેવાનું મન તો થાય છે કે “ન વાંચશો' ! – આવું સૂઝે છે કારણ કે મનમાં તો એવું જાગે છે કે “કદાચ નિરંજને આવું જ કહ્યું હોત ! તેની ઘણી વાતોમાંથી જે અંદેશો પકડાતો હતો તે એ પણ છે કે આ પ્રકારનો અરૂઢ અભિગમ. મુક્ત માનસિક વલણથી કેળવાયેલા તટસ્થ અને સમુદાર માનસ વગર સંભવ છે કે એ ન સમજાય - કદાચ ન પણ સહેવાય ! પહેલી નજરે તો લાગે કે આવા કોઈ સંદેશાથી જ નિરંજને આ ગ્રંથને, રજૂઆત માટે જરૂરી એવું પૂર્ણ સ્વરૂપ આપવાનું માંડી વાળ્યું હોય, એટલે કે તેને વ્યાપક વાચન માટે રજૂ ન કરવાનું વિચાર્યું હોય ! જો એમ ન હોત તો આયુષ્યના દીર્ઘકાળ દરમિયાન સતત વિદ્યાવ્યાસંગી રહેનાર એવા તેણે ક્યારેક-વિદ્યાપીઠમાં કામ કરતી વખતે કે પૂરી નિવૃત્તિ પછી પણ આ ગ્રંથને પ્રકાશન માટે હાથમાં લીધો હોત ! પરંતુ, તેણે તો પીએચ.ડી. માટે કરેલો અભ્યાસ. તે પૂરો થયો અને લખાણરૂપે સામગ્રી તૈયાર થઈ ગઈ તે છતાં ડિગ્રી મેળવવા માટે તે અભ્યાસ રજૂ કેમ ન કર્યો ? સાંભળવામાં આવેલું તેમ છેવટે માર્ગદર્શકો સાથે કંઈક મતભેદ હતો ! પોતાનો અભિપ્રાય શ્રદ્ધેય લાગ્યો હોય તો તેમાં કોઈ પણ કારણે ડિગ્રી માટે પણ આ સિદ્ધાંતનિષ્ઠ ચુસ્ત ગાંધીવાદી બાંધછોડ ન કરે એ તો એ વ્યક્તિને ઓળખનાર સૌ કોઈ સ્વીકારશે. પણ આ બાબતમાં તેનું કારણ મનાય નહીં. મુનિ જિનવિજયજી, ડો. ભાયાણી જેવા માર્ગદર્શકો અને Page #12 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસાર્થે અવારનવાર સલાહ આપનાર શ્રી કૌસાંબી, ફાધર હેરાસ વગેરે જેવા વિદ્વાનો વિષેનો તેમનો આદર અને તેમના માર્ગદર્શન સાથેની અભ્યાસ ચીવટ આવી સ્થિતિ ઉપસ્થિત ન થવા દે ! તો અભ્યાસ ડિગ્રી માટે રજૂ કેમ ન થયો ? અને પ્રકાશન માટે તેને આખરી ઓપ કેમ ન અપાયો ? તે એક અંગત રહસ્ય છે અને તે જાણનાર નિકટતમ વ્યક્તિ તરીકે અત્રે તે ફૂટ કરું છું – સદ્ગત નિરંજનની મનોમન રજા માગી લઈને ! એક સાંજે, વરસોવાના દરિયાકાંઠે સાથે બેઠેલો નિરંજન ગંભીર મૌનમાં છે. વર્તમાનમાં ચુસ્ત ગાંધીવાદી અને અભ્યાસમાં પાલી-અર્ધમાગધી લઈ બુદ્ધ-મહાવીરનાં જીવન અને ચિંતનમાં ઊંડા ઉતરનાર માટે આવું મૂકગાંભીર્ય નવી-અજાણી-મનોદશા ન હતી અને ઘણીવાર એ મૌન ઉઘડે ત્યારે કશુંક ભીતર ઉઘડતું ! આ પ્રસંગે, આથમતા સૂર્યની સાખે, સમુદ્રનાં જળ પર રેલાતાં તેજ પર આંખ ઠેરવીને નિરંજને જે ઉચ્ચાર્યું તે દશ્ય અને તેનો અવાજ હજી દેખાય છે - સંભળાય છે : બ... દળી દળીને ઢાંકણીમાં?! વર્ષો સુધી અભ્યાસને નિમિત્ત કરીને જે વાંચતો ગયો તેમાંથી બુદ્ધ અને મહાવીર પ્રગટતા ગયા. તેમાંથી જે લાવ્યું તેણે હૃદયને જે આપ્યું તે કેટલું ઉત્તમ છે? આ જે પામ્યો તેને માત્ર ડિગ્રી માટે મારે વટાવવાનું? આ શોધ કરતાં મને જે મળ્યું છે તેની સામે ડિગ્રીની શી કિંમત છે? – અને તેમ કરું તો જે પામ્યો તેનો અર્થ શો ?...” - ફરીથી મૌન ! – પછી જાણવા મળ્યું કે નિરંજને વિદ્યા ડિગ્રી માટે ન વટાવવાનો નિર્ણય લીધેલો ! પછીથી પણ વારંવાર તેની વાતોથી વરતાતું કે અભ્યાસ એ તો ઉપાસના હતી ! એ અભ્યાસ-લેખ પ્રકાશન માટે તૈયાર ન થયો તેની પાછળ આ મનોદશા તો કારણભૂત હતી જ. ઉપરાંત આ અભ્યાસમાં જણાતો વિલક્ષણ અભિગમ પણ કારણભૂત ખરો ! આ અભ્યાસમાં બે વલણો એક સાથે એકબીજાને સંયત કરતાં પ્રવર્તે છે. નિરંજનનું સ્પષ્ટ રીતે માનવું હતું કે અભ્યાસ ઐતિહાસિક વ્યક્તિ Page #13 -------------------------------------------------------------------------- ________________ તરીકે વર્ધમાન મહાવીરનો વૈજ્ઞાનિક દૃષ્ટિએ થાય. તારીખો શોધાય, પ્રમાણો વિચારાય, નિર્ણયો તારવવામાં આવે. એ વાસ્તવિક જગત સંબંધી અને બૌદ્ધિક પ્રવૃત્તિ છે. પરંતુ ઉપાસના તો ભગવાન મહાવીરની જ થાય ! એ તો હજારો વર્ષની, પ્રજાની શ્રદ્ધાન્વિત ઉપાસનાને પરિણામે આપણા ચિત્તમાં મુદ્રિત અલૌકિક વ્યક્તિત્વની છે ! આપણે ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ વગેરેનાં જે વ્યક્તિત્વોની ઉપાસના કરીએ છીએ તે અમૂર્ત ભાવનાઓનાં સાંસ્કૃતિક પરિબળોએ વિકસાવેલાં મૂર્ત વ્યક્તિત્વો છે ! આ બધામાં બુદ્ધ અને મહાવીરની વિશિષ્ટતા એ છે કે તે બંને “ઐતિહાસિક વ્યક્તિત્વો છે. જ્યારે શ્રીરામ. શ્રીકૃષ્ણ વગેરે વિષે કશીક ઐતિહાસિક ભૂમિકા હોય તો પણ તે હવે કાળલુપ્ત છે. હવે તેમની ભાવનામૂર્તિ જ આપણી પાસે છે જેની આસપાસ અનેક ચરિત્રાત્મક વિગતો વણાયેલી છે. તે હવે પૌરાણિક છે. જ્યારે બુદ્ધ અને મહાવીરની ઐતિહાસિક ભૂમિકા કેટલેક અંશે ઉપલબ્ધ છે. એની આસપાસ સમયે સમયે વિકસતાં શાસ્ત્રો-સાહિત્ય વગેરેથી પૌરાણિક સંદર્ભ વીંટાયો છે. શ્રદ્ધાનું અને ઉપાસનાનું પાત્ર તો તે બધામાં કેન્દ્રસ્થ વ્યક્તિત્વ જ છે ! જ્યારે ઐતિહાસિક વ્યક્તિત્વ પૌરાણિક આભા પામે ત્યારે – અને તેમાંય લગભગ અઢી હજાર વર્ષ પૂર્વેની ઘટનાની હકીકતોના ઐતિહાસિક દષ્ટિએ શ્રદ્ધેય પુરાવા મેળવવા મુશ્કેલ હોય ત્યારે સાંસારિક વ્યક્તિત્વ અને ઉપાસ્ય મુદ્રાને અલગ તારવવાં લગભગ અશક્ય થઈ જાય ! પણ - નિરંજનને આવો અશક્ય લાગતો પ્રયત્ન કરવામાં રસ હતો ! ભગવાન મહાવીરને તે ઉપાસ્ય ગણે છે અને “વર્ધમાન’ની તે શોધ માંડે છે. તે સાથે તેમના સમકાલીન બુદ્ધને પણ તે શોધે છે. શોધપ્રયત્ન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ છે. ફાધર હેરાસ જેવા તેના માર્ગદર્શકો છે. તો ઉપાસ્યને પામવામાં મુનિશ્રી જિનવિજયજી, તથા કૌસાંબીજી જેવા મદદમાં છે. આવા બધા મહાનુભાવોએ સહાય કરી છે ! આ શોધપ્રયત્નની લાક્ષણિકતા એ છે કે તે વૈજ્ઞાનિક પદ્ધતિનું તાશ્ય સ્વીકારે છે પણ ભારતીય સાંસ્કૃતિક પ્રણાલિકાગત માનસિક ભૂમિકાથી અજ્ઞાત એવા મુખ્યત્વે પશ્ચિમના વિદ્વાનો, જે શ્રદ્ધાથી પ્રાપ્ત છે તેને વેગળું xii Page #14 -------------------------------------------------------------------------- ________________ રાખે છે. તો બીજે પક્ષે જે કેવળ શ્રદ્ધાન્વિત છે તેમણે પૂર્વપરંપરાથી જે પ્રાપ્ત તેને શ્રદ્ધાપૂર્વક અપનાવી જ લીધું હોઈ તેને બૌદ્ધિક-વૈજ્ઞાનિક રીતે તપાસવા-સમજવાનું વિચારતા જ નથી. નિરંજનની શોધ પ્રવૃત્તિમાં શ્રદ્ધાના સ્વીકારે વૈજ્ઞાનિક અભિગમની મર્યાદાને ટાળી છે. જ્યારે વૈજ્ઞાનિક અભિગમે શ્રદ્ધાપ્રાપ્ત વલણને બૌદ્ધિક ભૂમિકા પૂરી પાડી છે ! નિરંજન “વર્ધમાન'ને શોધે છે. “ભગવાન મહાવીરને ઉપાસે છે ! આવા જોખમકારક પ્રયત્નનું એક કારણ એ પણ છે કે મનુષ્યમાંથી મહાત્માની ભૂમિકાએ વિક્સનાર ગાંધીજીના સમયમાં ઉછરનાર, તેમને સાક્ષાસ્વરૂપે જોનાર-જાણનાર આ શોધક “વર્ધમાનમાંથી “ભગવાન મહાવીરના વિકાસની ભૂમિકાઓ જાણવા મથે છે ! લોકોત્તર વ્યક્તિત્વ ભક્તિનું ભાજન બને તે આશ્વાસ અને પ્રેરક અવશ્ય બને. પરંતુ લૌકિક મનુષ્યમાંથી માનવોત્તમનો વિકાસમાર્ગ મનુષ્યને ઉર્ધ્વતર થઈ શકવાની શ્રદ્ધા, પ્રેરણા અને માર્ગદર્શન આપે ! – ભગવાન ઋષભદેવ પછી ચોવીસે ચોવીસ ભૂમિકાઓ સિદ્ધ કરીને “વર્ધમાન', અહંત પદે કેમ વિકસ્યા તેની જાણ “નમો અરિહંતાણમ્'ના ઉચ્ચારમાં વધુ ભાવભક્તિ ઉમેરે ! એટલે કે નિરંજનની શોધ ઐતિહાસિક વ્યક્તિ વર્ધમાનના “ભગવાન મહાવીર'ની કક્ષાપર્વતના વિકાસની સોપાન શ્રેણીની હતી... આ પ્રયત્ન જોખમકારક તો ખરો જ કારણ કે શોધ કરનારની શ્રદ્ધા ન સમજાય તો શ્રદ્ધાળુ હૃદયને આઘાત પણ થાય ! વાચનારનું ચિત્ત નિરપેક્ષ અને મોકળું ન હોય તો વિવાદ પણ સર્જાય, વિરોધ પણ ઊભરે !... વર્તમાનમાંના ગાંધીજી અને અતિતના ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ સૌને જાણે એક રેખા પરનાં પ્રસ્થાન બિન્દુઓ તરીકે સમજવા અને સમજાવનારાના પ્રયત્નો કરનાર નિરંજનનો પ્રયત્ન યોગ્ય પરિપ્રેક્ષ્યમાં અવલોકાય તેથી જ આટલું પ્રાકકથન ! બાકી તો અભ્યાસીઓ જાણે-પ્રમાણે તે ખરું ! - વિનોદ અધ્વર્યુ Page #15 -------------------------------------------------------------------------- ________________ વાચકમિત્રોને નિરંજને બે પ્રાકૃત ભાષાઓ - પાલી અને અર્ધમાગધીમાં સ્નાતક-અનુસ્નાતક પદવીઓ મેળવી, તેમ છતાં, છવ્વીસ વર્ષની વયે આ અભ્યાસ તેમણે અંગ્રેજીમાં રજૂ કરવાનું પસંદ કર્યું તથા પોતાના મંતવ્યો નિશ્ચિત અને સમર્પિત કરવા તેમણે વિવિધ ભાષાઓના અનેક આધાર ગ્રંથોનો સઘન અભ્યાસ કર્યો. xiv Page #16 -------------------------------------------------------------------------- ________________ આમુખ પ્રસ્તુત મહાનિબંધમાં મહાવીરના જીવનનો કોઈ જુદા જ દષ્ટિકોણથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ મહાન ઉપદેશકનું જીવન અને કાર્ય આ મહાનિબંધનું કેન્દ્ર બને છે. મેં કેટલીક જગ્યાએ મહાવીરના જીવનની પ્રણાલીગત અહેવાલોમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું છે અને મારું પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કર્યું છે. મહાવીરના વ્યક્તિત્વની કેટલીક હકીકતોનો મેં ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. કેટલીક જગ્યાએ મેં પૂર્ણરીતે પ્રણાલીગત હેવાલોનો સંદર્ભ એટલા માટે લીધો છે કે સમર્પિત લેખકોની કાવ્યમય ૫કડની અંદર સત્ય કેવી રીતે ઊંડાણમાં છુપાયેલું છે તે દર્શાવી શકાય. મહાવીર તેમના યુગના પ્રતિનિધિ હતા, તેમના ઉપદેશોમાં તત્કાલીન બ્રાહ્મણ સંપ્રદાય સામેનો સાર્વત્રિક વિરોધ પ્રગટ કરે છે, મહાવીર તેમના સમય કરતાં ઘણા આગળ હતા અને વધુ અગત્યની બાબત તો એ છે કે તેમનું વ્યક્તિત્વ તે સમયના સાધુજગત કરતાં તદ્દન નોખું હતું તે દર્શાવવાનો પણ મેં અત્રે પ્રયત્ન કર્યો છે. મારા આ નમ્ર પ્રયાસમાં મેં આ વિષયને વધારે તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે રજૂ કરીને તેના પર કંઈક અંશે પ્રકાશ ફેંકવાનો પ્રયત્ન કર્યો છે. મારા આ અભિગમમાં મેં શક્ય એટલા વધારે વિવેચનાત્મક બનવાનો પ્રયત્ન કર્યો છે. મેં હેતુપૂર્વક કેટલાક બહુ ચર્ચાયેલા મુદ્દાઓની ચર્ચા ટાળવાનો પ્રયત્ન એવી લાગણી સાથે કર્યો છે કે તે મુદ્દાઓ દૂધમાંથી પોરા કાઢવા જેવી સાબિત થશે અને તેથી મારો કોઈ હેતુ સરશે નહિ. એક યા બીજા કારણસર અગાઉ આપવાના વિચારેલાં એવાં ઘણાંબધાં અવતરણો તેમજ પરિશિષ્ટમાં કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવાનો વિચાર મેં માંડી વાળ્યો મારા કાર્યમાં મને માર્ગદર્શન આપવા બદલ યુનિ. ભાષાભવનના ડૉ. ભાયાણી, ડૉ. ગોપાણી અને શ્રી એન્ડરસન પ્રત્યે અંતઃકરણપૂર્વકની આભારની લાગણી વ્યક્ત કરું છું. અંતમાં મારા આદરણીય ગુરુ મુનિ જીનવિજયજી કે જેમણે સમયે સમયે જેમના પ્રોત્સાહન અને મદદ વગર મારા કાર્યમાં હું આગળ ન વધી શક્યો હોત, તેમના તરફ પણ ઊંડી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. - નિરંજનભાઈ યુ. ત્રિવેદી (લેખકના અપ્રગટ મહાનિબંધ “મહાવીર ચરિત્રમાંથી અનુવાદિત) XV Page #17 -------------------------------------------------------------------------- ________________ મહાનિબંધનો સંક્ષિપ્ત સારાંશ (અ) યોજના અને હેતુ : મહાવીરથી અઢીસો વર્ષ અગાઉ થઈ ગયેલા તીર્થંકર પાર્શ્વનાથ સ્થાપેલા જૈનપથના સુધારક એવા વર્ધમાન મહાવીરને, કમનસીબે ખોટી રીતે સમજવામાં અને રજૂ કરવામાં આવ્યા છે. ભારતીય માનસનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોને લીધે ઉપરોક્ત બાબત પર મેં મારા મહાનિબંધમાં ખાસ ભાર મૂક્યો છે. ભારતીય માનસ હમેશાં સાતત્યપૂર્ણ રીતે કોઈ પણ બાબતની પરખ કરવાને બદલે અત્યંત ભક્તિભાવપૂર્ણ રહ્યું છે અને તેનો ઝોક વ્યક્તિ કરતાં સમગ્ર વર્ગ તરફ વધારે ધ્યાન આપવાનો રહ્યો છે. તેમાં ઐતિહાસિક રીતે સત્ય હોય એવાં તારણો પર આવવાની જિજ્ઞાસાનો હમેશાં અભાવ રહ્યો છે. બીજી બાજુ પૂજા અર્થે મૂર્તિને અતિ ભવ્ય રંગોમાં રંગવાની મુક્ત રમતની કલ્પનાને તેણે હમેશાં આવકારી છે. પ્રસ્તુત મહાનિબંધ પ્રાચીનકાળના સમાન દરજ્જાની શ્રેષ્ઠતા ધરાવતા મહાન ઉપદેશકો પૈકીના એક ઉપદેશકના જીવન અને ઉપદેશોને પ્રકાશમાં આણવાનો પ્રયત્ન કરે છે. તે મહાવીરના સિદ્ધાંતોની પૂર્ણ કિંમત સ્થાપિત કરવાનો અને તેમના જીવન અને ઉપદેશોનું મૂલ્યાંકન કરવાનો પણ પ્રયત્ન કરે છે. મહાવીરને ઉપદેશકોના તારામંડળમાં એક ઉપદેશક તરીકે અને નવી વ્યવસ્થાના સ્થાપક તરીકે એમ બંને રીતે યોગ્ય સ્થાન આપવાનો અત્રે પ્રયત્ન કરવામાં આવ્યો છે. મહાવીરના ઉપદેશોની અગત્યને મૂલવવા તેમજ તેના મહત્ત્વને સ્થાપિત કરવાના ઉદ્દેશથી મેં હેતુપૂર્વક અતિચર્ચિત મુદ્દાઓની ચર્ચાને સ્પર્શ કર્યો નથી. અત્યાર સુધી જેમને યોગ્ય મહત્ત્વ મળ્યું નથી એવા મહાવીરના સિદ્ધાંતો અને વ્યક્તિત્વનાં કેટલાંક પાસાંને પ્રકાશમાં લાવીને મહાવીરના ઉપદેશોનું મહત્ત્વ અને મૌલિકતા સૌ પ્રથમવાર મેં દર્શાવી છે. vi Page #18 -------------------------------------------------------------------------- ________________ આ કાર્યને ચાર વિભાગોમાં વહેંચ્યું છે. પ્રથમ વિભાગ તેમના જીવન સાથે સંબંધિત છે. દ્વિતીય વિભાગ આ અતિ સમર્થ વ્યક્તિના ઉત્થાનમાં ભાગ ભજવનાર યુગ અને તત્કાલીન પરિસ્થિતિ સાથે સંબંધ ધરાવે છે. તૃતીય વિભાગ તેમના કેટલાક અતિમહત્ત્વના સમકાલીનોનાં જીવન અને ઉપદેશોનો સંક્ષેપ સાર આપે છે. ચતુર્થ વિભાગ મહાવીરના ઉપદેશો સાથે સંબંધિત છે અને તેમાં તેમના ઉપદેશોનું મૂલ્યાંકન સમાવિષ્ટ છે. અન્યો દ્વારા અવલોક્તિ એવી નવી હકીકતો અને આ હકીકતોના નૂતન સંબંધોની ખોજ અંગેની બાબતો : (1) મહાવીર ઐતિહાસિક રીતે અસ્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતા અને તેઓ કોઈ કાલ્પનિક વ્યક્તિ ન હતા એ સત્યનિઃશંકપણે પ્રગટ કરવું. (2) માનવીય મર્યાદાઓ ધરાવતા માનવી તરીકે મહાવીર. (3) માનવીય વ્યક્તિત્વ તરીકે મહાવીર માત્ર કેટલીક અતિમાનુષી શક્તિઓ ધરાવતા હતા, પરંતુ તેઓ સર્વોપરી ભગવાન ન હતા કે જે અજાયબી ભરી બાબતો કરી શકે, તે દર્શાવવું. (4) કૈવલત્વ અર્થાત એકત્ર થયેલી મસ્તિષ્ક અને હૃદયની સંપૂર્ણતાનો સરવાળો એ માત્ર મહાવીરના છેલ્લા જન્મના પ્રયત્નોની મદદથી પ્રાપ્તિ થયેલી નહોતી, પરંતુ અગાઉના તેમના શ્રેણીબદ્ધ જન્મોના પ્રયત્નોનું ફળ હતું, તે દર્શાવવું. (5) મહાવીરની પ્રકૃતિ અને ચારિત્ર્યની કેટલીક હકીકતોનો મૌલિક અભ્યાસ કરવો. મહાવીરનું વ્યક્તિત્વ સંકુચિત પૂર્વગ્રહવાળા તત્કાલીન વૈરાગીઓ કરતાં અલગ અને વિશેષ હતું. ઉપરોક્ત તફાવતને તેમના દૃષ્ટિબિંદુમાં લાવવામાં તેમના યુગ અને પરિસ્થિતિએ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. 1 ભરવાડનો પ્રસંગ, 2 આસિકિગ્રામીનકથા, ૩ અકચંદાકા ઘટના, 4 ચંડકૌશિકનો સંવાદ, 6 સંગમાકા યાતનાઓ, 6 અમરેન્દ્રની કથા, 7 મારવા અંગેની કથા xvii Page #19 -------------------------------------------------------------------------- ________________ (8) બ્રાહ્મણ તરફી લોકોના દૃષ્ટિબિંદુમાં થયેલો એવો ફેરફાર કે જેને લીધે તેઓ બૌદ્ધોતરફી કે જૈનોતરફી બન્યા તે ધીમો અને સૂક્ષ્મ હતો. કેટલાક ઉપદેશકોનાં નામોનાં મૌલિક અર્થઘટનો અને તે અર્થઘટનોમાં રહેલું સત્ય. (10) મહાવીરના ગર્ભના પરિવર્તનની વાર્તા એ માત્ર અન્ય યતિઓની બનાવટ હતી. (11) ત્રિશલાનાં સ્વપ્નો એ મનોવૈજ્ઞાનિક આધાર હતો. (12) તેમના બાળપણના બનાવોનાં વર્ણનો દંતકથાઓની લોકવાયકાઓની તીવ્ર અસરનું પરિણામ હતું. (18) પૂર્વ કેવલી સમય દરમ્યાન મહાવીરના જીવનની દૈનિક પરિચર્યા (14) પૂર્વ કેવલી સમય દરમ્યાનના કેટલાક *બનાવોનો સમીક્ષાત્મક અભ્યાસ અને તેનાં દેખીતાં તારણો. મહાવીરના ઉપદેશ વિશે (14A)મહાવીરે માનવમાત્રની સમાનતાની હિમાયત કરી અને સદ્ગુણોના, સંવર્ધન દ્વારા “સ્વ'ના શુદ્ધિકરણમાં તેઓ માનતા હતા. મહાવીરનું વલણ અમર્યાદ અનાવસ્થા તરફનું ન હતું, પરંતુ ઉચ્ચ ખાનદાનમાં જન્મ અંગેના અભિમાનના ચોક્કસ નિરસન પ્રત્યેનું હતું. (15) મહાવીરે ખાસ કરીને સ્ત્રીઓના માનસિક વિકાસની ગત્યાત્મક * ગુંજાશને પારખી, મહાવીરે તેમના અધિકારોને પણ સ્વીકાર્યા. (16) સ્ત્રી એ મુક્તિ મેળવવા ઇચ્છતા મનુષ્ય માટે મૂકવામાં આવેલો મોટામાં મોટો ફાંસલો છે. મહાવીરે તેના ઉક્ત રૂપે સૂચવ્યું કે આ ફાંસલામાંથી મુક્તિ મેળવવા માટે મનોવિકારો પર માત્ર અંકુશ મેળવવો એટલું જ પૂરતું નથી, પરંતુ તેમના પર પ્રભુત્વ પ્રસ્થાપિત કરવું આવશ્યક છે. xviii Page #20 -------------------------------------------------------------------------- ________________ તે માટેના માર્ગો : (A) પાખંડોની જાણકારી મેળવી લેવી (B) સ્ત્રીની યુક્તિ પ્રયુક્તિઓ જાણવી (C) આચરણના નિયમો પાળવા (1) કર્મવાદી (Kriyavadin) સિદ્ધાંતોમાં ઈશ્વરની ઓળખનું કોઈ સ્થાન નથી. નબળા રોપાઓને ટકાવી રાખવા માટે જ મહાવીરને દેવતાઓની જરૂરિયાત લાગી. (A) એકંદરે દેવતાઓની પહેચાન મનસ્વી નથી. (B) તેમના કર્મના સિદ્ધાંતો સાથે કૌશલ્યપૂર્ણ રીતે તેમણે દેવતાઓના અસ્તિત્વને સુસંગત બનાવ્યું. આ દેવતાઓ હમેશાં અને સર્વત્ર યતિઓ પછીનું દ્વિતીય સ્થાન ધરાવતા હતા. આમ યતિઓનું સ્થાન લોકોમાં વધારે આદરપાત્ર બન્યું. મહાવીરની આશાઓ વિશે (C) (18) જનસામાન્યમાં ચાર સંવર્ગોનું અસ્તિત્વ. કુલીનતાની વધુ શ્રેષ્ઠ ઊંચાઈઓ પ્રાપ્ત કરવા મથતા સંરક્ષક સંવર્ગનો ઉદ્ભવ. (19) આવી શ્રેષ્ઠતા માટે આવશ્યક એવી માનસિક સમૃદ્ધિની અગત્ય પર મહાવીરે ભાર મૂક્યો. (20) કોઈ પણ યતિની પીછેહઠ માટે કારણભૂત બને એવાં બધા જ પ્રકારનાં ભયસ્થાનો અંગે મહાવીરે સ્પષ્ટતા કરી અને ચોક્કસ નિયમો સ્થાપિત કર્યા. (21) (ધર્મનો) પ્રસાર નહિ, પરંતુ તેનું દઢીકરણ એ મહાવીરનો ઉદ્દેશ હતો. * આદર્શ ઉપદેશક તરીકે (22) ધર્મમય જીવન જીવવા ઇચ્છતા લોકો માટે તેમનું સમગ્ર જીવન પ્રેરણાના સ્ત્રોતરૂપ તેમજ ઉત્તમોત્તમ નમૂનારૂપ હતું. xix Page #21 -------------------------------------------------------------------------- ________________ (23) અન્ય ઉપદેશકો કરતાં ભિન્ન એવો ઉપદેશ આપવાની આતુરતાને અનાવૃત્ત કરતો સંદેશ તેમના ચુંબકીય વ્યક્તિત્વ અને પ્રભાવક વાણી સાથે ઓતપ્રોત થઈ ગયો. (24) જીવનની તલસ્પર્શી વાસ્તવિકતાઓ અંગે મહાવીરમાં વેધક સૂઝ હતી. (25) પ્રત્યેક બાબતમાં મહાવીરે ઉચ્ચતર, શ્રેષ્ઠતર અને વધુ ઉમદા માર્ગો સૂચવ્યા. (26) શિષ્યો સાથે મહાવીરને અનન્ય સંબંધો હતો. (27) મહાવીરે પોતાની આગવી શૈલી વિકસાવી. મહાવીરના વ્યક્તિત્વ સંબંધી (28) મહાવીરમાં અદ્વિતીય ગાંભીર્ય, શાંતતા અને સ્વસ્થતાના ગુણ હતા. (29) મહાવીર અન્યોની ઇચ્છાઓ અને અપેક્ષાઓ સાથે કોઈ પણ ભોગે પોતાના સિદ્ધાંતોની બાબતમાં એટલા માટે સમાધાન સાધવાનો પ્રયત્ન કરતા હતા કે જેથી તેમની સાથે કોઈ પણ પ્રકારની કડવાશ પેદા ન થાય. (30) મહાવીર ઉત્તમ સુંદર સ્વભાવ સ્વરૂપ ધરાવતા હતા. (31) મહાવીર મનુષ્યોની વચ્ચે મનુષ્ય તરીકે જીવવા માગતા હતા અને નહિં કે સુપ્ત શક્તિઓવાળી અતિ નિષ્ણાત અને ભૂલથી પર એવી વ્યક્તિ તરીકે. (32) પ્રાણીમાત્ર પ્રત્યે મહાવીરને સાચો પ્રેમ હતો. (33) સત્ય માટેના પ્રેમ અને સહિષ્ણુતા માટેનું મનોબળ અન્ય કરતાં અત્યંત ચઢિયાતું હતું. XX Page #22 -------------------------------------------------------------------------- ________________ વિષયવસ્તુ ભાગ-1 : મહાવીર - તેમનું જીવન પ્રકરણો પ્રાસ્તાવિક સ્ત્રોતો આધારો ગૃહજીવન પૂર્વકેવલીકાળ જિન તરીકે ભાગ-2 : યુગ અને પશ્ચાદ્ ભૂમિકા પ્રકરણો રાજકીય પશ્ચાદ્ભૂમિકા સામાજિક વાતાવરણ આર્થિક પરિસ્થિતિ ધાર્મિક વાતાવરણ - ૩ ભાગ-૩ : ગુરુઓ પ્રકરણો છ પાખંડી ગુરુઓ મખલી ગોસાલા ગૌતમ બુદ્ધ ભાગ-4 : મહાવીરના ઉપદેશો પ્રકરણો ઉપદેશો - સામાન્ય રૂપરેખા સ્ત્રીઓ જ્ઞાતિ 8 XXI Page #23 -------------------------------------------------------------------------- ________________ પરમેશ્વર આજ્ઞાઓ આદર્શ ઉપદેશક ઉપસંહાર 1 (પરિશિષ્ટ : મહાનિબંધના ક્લેવરમાં સમાવિષ્ટ છે.) પૂર્વ કેવલીકાળમાં અને જિન તરીકે તેમણે જેની પદયાત્રા કરેલી હોય તેવાં સ્થળો દર્શાવતી યાદી. xxii Page #24 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ અને જૈન સોતોને આધારે મહાવીરના જીવન અને તેમના સમકાલીન ઉપદેશકોમાં તેમના સ્થાન અંગેનો અભ્યાસ પ્રસ્તાવના : 'ભિન્ન દૃષ્ટિકોણ પ્રારંભમાં એ નોંધવું જોઈએ કે બુદ્ધ અને બૌદ્ધધર્મ વિશે જેટલું લખાયું છે તેની તુલનામાં જૈનધર્મના વધુ ચોક્કસ રીતે કહીએ તો તેના સુધારક એવા વર્ધમાન મહાવીર વિશે ખૂબ જ ઓછું લખાયું છે. વધુમાં મહાવીરના જીવન વિશે જે થોડું (લખાણ) ઉપલબ્ધ છે, તે પણ તદન સત્ય નથી, જેનાં ઘણાં અને વિવિધ પ્રકારનાં કારણો છે – જેમાંનાં મુખ્ય બે આ પ્રમાણે છે – એક તો, આ દસ્તાવેજોના લેખકો સંશોધન અને પરખને બદલે ભક્તિભાવની ભાવના ધરાવતા હતા, કે જેઓ મુક્તિ તરફ દોરી જતા પવિત્ર આત્માઓની પ્રશસ્તિ કરવામાં માનતા હતા અને તેમના ભક્તિપાત્રોને પચરંગી વિલક્ષણ વ્યક્તિઓના ટોળા સાથે સસ્તી રીતે ભેળસેળ થવા દેવા માગતા ન હતા અને બીજું આવા ગ્રંથો યોગ્ય રીતે સચવાયા ન હતા. તેથી આપણને આમજનતાથી ઉચ્ચ સ્થાને ચઢાયેલું, આભાચક્રથી વીંટળાયેલું એવું દેદીપ્યમાન રંગોવાળું મહાવીરનું રૂઢિગત ચિત્ર દષ્ટિગોચર થાય છે. આજ વલણ ડૉ. વિન્ટરનીટ્ઝને એવું વિધાન કરવા પ્રેરે છે કે ભારતમાં દંતકથા, પૌરાણિક કથા અને ઈતિહાસ વચ્ચે કોઈ તફાવત જોવામાં આવતો નથી ઇતિહાસશાસ્ત્ર તેમને માટે અપરિચિત હતું. આ રૂઢિગત લેખકોએ એક શિલ્પ ક્લાકાર જેવી મહત્તમ કાળજી લઈને તેમની પ્રતિમા સામાન્યજનથી દરેક બાબતમાં શ્રેષ્ઠ દર્શાવી શકાય તે રીતે ચિત્રિત કરી છે, જેમકે તેમના નાયકની રગોમાં વહેતું રક્ત દૂધ જેવું શ્વેત છે, તેમની કાયા સુગંધિત અને ખોડખાંપણ વગરની અક્ષત છે, તેમની વાણી મધુર અને પરોપકારી છે, તેમને શરીરે સ્વેદ થતો નથી, તેઓ અત્યંત સુંદર અને ખૂબ જ સશક્ત છે અને તેમને ઉત્સર્ગ થતો નથી, Page #25 -------------------------------------------------------------------------- ________________ તેઓ ઉછળતા સિક્કાની જેમ ઝડપથી મેરુ પર્વતની પરિક્રમા કરી શકે છે, તેઓ જબરદસ્ત તાકાત ધરાવે છે, તેમને મહાન વ્યક્તિ તરીકેનું 1008નું પ્રતીક હોય છે. પરંતુ આ તો ઢાલની એક બાજુ છે, પરંતુ વેબર લેમેન અને કેટલાક અન્ય પશ્ચિમી વિદ્વાનોને સમાવતી એક અન્ય વિચારધારા પણ છે, જેમના મતે જૈન સંપ્રદાય એ માત્ર બૌદ્ધધર્મની શાખા છે. વળી તેમના દ્વારા મહાવીરનું ચિત્ર તેમના સમકાલીન બુદ્ધ કરતાં ઝાંખું પાડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉપરાંત નામોમાં રહેલી ધ્યાનાકર્ષકસમાનતા પણ કંઈક અંશે ગૂંચવાડો પેદા કરે છે જેમકે – બંનેની પત્નીઓનાં નામ યશોદા અને યશોધરા હતું, બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ અને મહાવીરના પિતાશ્રીનું નામ સિદ્ધાર્થ હતું, બુદ્ધના ભ્રાતાનું નામ નંદ અને મહાવીરના ભાઈનું નામ નંદિવર્ધન હતું. પરંતુ નામોની આ સમાનતા બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા એ બાબત ધ્યાનમાં લઈએ તો ખૂબ જ સારી રીતે સમજી શકાય છે અને ઉપરોક્ત નામો અદ્યતન અંગ્રેજ સમાજનાં ટૉમ, ડીક, હેરી અને આપણા સમાજનાં કનુ, મનુ, નનુ જેવાં સામાન્ય રીતે પ્રચલિત હોય એવાં નામો જેવાં જ છે. ચરમસીમા તો ત્યારે આવે છે કે મહાવીરના મુખ્ય શિષ્યોમાંના એક શિષ્ય - ગૌતમ ઈન્દ્રભૂતિને મહાન ગૌતમ બુદ્ધ તરીકે ગણવામાં આવે છે અને તેથી જ મિ. કોલ અને સ્ટીવન્સન દઢ આગ્રહપૂર્વક કહે છે કે આનાથી મોટી ભૂલ બીજી હોઈ શકે નહિ અને જ્યારે પછીથી આપણે ગૌતમ બુદ્ધના જીવન વિશે જાણીએ છીએ ત્યારે આ બાબતની પ્રતીતિ થાય છે. આ નાનકડા ગ્રંથમાં આપણો પ્રયત્ન ઉપરોક્ત બંને અંતિમ બાબતો અંગે સંપૂર્ણ સ્પષ્ટતા મેળવવાનો છે અને ભક્તિપરાયણ બૌદ્ધોની જેમ એમ સમજીને સોનેરી મધ્યમમાર્ગ સ્વીકારવાનો છે, કે ઉપરોક્ત બંને અહેવાલો તેમના દર્શનીય મૂલ્યની દૃષ્ટિએ સાચા ચિત્રનું સાચું વૃત્તાંત રજૂ કરતા નથી. બંને અહેવાલો આ માનવી અને તેના સંદેશને ગણનાપાત્ર પ્રમાણમાં છુપાવે છે. આપણે પૌત્ય બાબતોને તેમની પૌર્વાત્ય પાર્શ્વભૂમિકામાં પરંતુ Page #26 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચાત્ય દષ્ટિબિંદુથી જોવી જોઈએ. વર્ષો પહેલાં ગેઈજરે સિલોનના ઇતિહાસ અંગે કરેલું વિધાન આ બાબતમાં એટલું જ સાચું છે કે – કાલ્પનિક અને હાસ્યાસ્પદ બાબતોના ગૂંચવાડામાં સત્ય ઊંડે દટાયેલું છે અને નાવણ સાથે શિશુને ફેંકી દેવાને બદલે આપણે સત્યરૂપી અનાજના દાણાને અમૂર્ત, કલ્પનાશીલ કથાઓ અને લોકવાયકાઓ રૂપી કુશકીમાંથી અલગ તારવવા જોઈએ. (સાંપ્રદાયિક ભયસ્થાનો જેવાં કે દિગંબર અને શ્વેતાંબર) - મારો પ્રયત્ન સુલભ એવાં બધાં જ સંશોધનોને આપની સમક્ષ મૂકવાનો અને સમગ્ર બાબત અંગે મારાં પોતાનાં અર્થઘટનો રજૂ કરવાનો છે. ડૉ. આનંદકુમાર સ્વામીએ યોગ્ય રીતે જ કહ્યું છે કે વિચારો અને લાગણીઓનો અભ્યાસ કરવાની આપણી વિદેશી ઢબ જો આપણને વાસ્તવિક રીતે ઉપયોગી લાગે તો માત્ર જિજ્ઞાસુ ઈરાદાઓ રાખવાને બદલે તેને અપનાવવી જોઈએ અથવા તો આપણી પોતાની ઢબને વાજબી ઠેરવવાની ઇચ્છાથી અપનાવવી જોઈએ, જેમકે શ્રીમતી સ્ટીવન્સને પોતાના ગ્રંથ “The heart of Jainisim”માં કર્યું છે. એમાં આશ્ચર્ય નથી કે તેણીએ જૈનધર્મના હાર્દને “પોકળ” ગણાવ્યું છે. તેણીએ તેમાં લીધેલું વલણ જ ખામીયુક્ત કે પૂર્વગ્રહયુક્ત છે. આ ક્ષણે જ્યારે પાશ્ચાત્ય વિશ્વને ભાન થવા માંડ્યું છે કે તેઓ સ્પર્ધા અને આત્મનિવેદન આધારિત સમાજમાં જિંદગીનાં મિષ્ટ ફળો મેળવવામાં નિષ્ફળ ગયા છો જ્યારે એશિયાઈ વિચારધારાની ખોજમાં વિદ્વત્તાપૂર્ણ સાર્થકતા રહેલી છે જેમાં ખાતરીપૂર્વક દર્શાવવામાં આવ્યું છે કે નૈતિક વ્યવસ્થા અને પારસ્પરિક જવાબદારીની સંકલ્પના પર આધારિત સમાજમાં જિંદગીનાં મિષ્ટ ફળો મેળવી શકાય છે. વધુમાં, આપણા દેશમાં જ્યારે વિશ્વને અંધાધૂધીમાંથી બહાર આણવાના અને ભ્રાતૃભાવ, કરૂણા, સમાનતા અને ન્યાય આધારિત નવો સમાજ સર્જવાના પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે મને આશા છે કે મહાવીરના જીવનની પુનર્રચના કરવાના તેમજ ઐતિહાસિક નૂતન જ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં તેમના જીવનના બનાવોનું ભિન્ન રીતે અર્થઘટન કરવાના આપણા પ્રયત્નો અત્યંત મૂલ્યવાન હશે. આપણે તેમના સમકાલીન ઉપદેશકોના તારાવિશ્વનો અને પ્રસ્તુત Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશકોના જીવન અને ઉપદેશોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું, કારણકે તે આપણા માટે વર્ધમાન મહાવીરના સાચા સ્થાનને સમજવા તેમજ તેનું મૂલ્ય અંદાજવાના પ્રયત્નમાં આવશ્યક બનશે. અને તેમના સમકાલીન ઉપદેશકોના તુલનાત્મક અભ્યાસ બાદ જ આપણે મહાવીરના ચોક્કસ પણે કેટલા ઋણી છીએ તે અંગેની સાચી કદર કરી શકીશું. 2 સોતો : વર્ધમાન મહાવીરનો આવો તુલનાત્મક અભ્યાસ હાથ ધરતાં પહેલાં મહદાંશે જેના પર આધાર રાખવાનો છે એવા સ્ત્રોતોના પ્રકારો અંગે ખોજ કરવી જોઈએ. આચારાંગ, સૂત્રકૃતાંગ, ભગવતી, ઉપાસકદશાઓ, ઉત્તરાધ્યયન અને અન્ય આગમગ્રંથો અત્યાર સુધીમાં અસંશોધિત ગૂંચવાડાભર્યા મુદ્દાઓ પર વધારે પ્રકાશ ફેંકીને પોતાનો પૂરતો ફાળો આપી શકે એમ છે. પરંતુ શ્વેતાંબર સંપ્રદાયના જૈનો અનુસાર તેમની પરંપરાઓની સમયાવધિ ઇશુની પાંચમી સદીથી આગળ જતી નથી. સંપ્રદાયની પ્રાચીનતા અને તેના નિષ્ણાતોની જેમ જ પરંપરાઓ પોતે જ જે કથા અનાવૃત્ત કરે છે તે અંગે આપણે સંશોધન કરવું જોઈએ. સંપ્રદાયના અગિયાર પ્રમુખ વડાઓ પૈકીના પાંચમા એવા સુધર્માસ્વામી આ ગ્રંથોના રચયિતા હતા એમ કહેવાય છે. એવી પરંપરા હતી એટલા માટે નહિ, પરંતુ પ્રત્યેક સંભાષણમાં તેમનું નામ જોડાયેલું છે અને સર્વે સંભાષણો બે વ્યક્તિઓ વચ્ચેના સરળ, ઘરગથ્થુ સંવાદ સ્વરૂપની શૈલીમાં છે. તેમના શિષ્ય જંબુ પ્રત્યેક બાબતમાં તેમને સવાલ કરે છે અને સુધર્મા તેનો ઉત્તર પાઠવે છે. પરંપરાગત માન્યતા અનુસાર સુધર્માસ્વામી ઈ.સ. પૂર્વે 607માં જન્મ્યા હતા અને એ જ વર્ષમાં એક અન્ય મહાન શિષ્ય ગૌતમ ઇન્દ્રભૂતિ પણ જન્મ્યા હતા. સુધર્માના પિતાનું નામ ધમિલ અને માતાનું નામ ભદ્વિલા હતું. સુધર્મા વૈદિક શાસ્ત્રોમાં અત્યંત નિષ્ણાત અને સેંકડો શિષ્યોના ગુરુ હતા. એવું કહેવાય છે કે એક વખત સૌમિલ નામનો શ્રીમંત બ્રાહ્મણ અપાપા નામના સ્થળે મહાબલિ ચઢાવવાનો હતો. આ સૌમિલે અતિ વિદ્વાન એવા Page #28 -------------------------------------------------------------------------- ________________ અગિયાર બ્રાહ્મણોને આમંત્રિત કર્યા કે જેમાંના એક સુધર્યા હતા. કથા આગળ વધે છે તે મુજબ કોઈક રીતે સુધર્માસ્વામી મહાવીર ત્યાં પહોંચી ગયા અને અગિયારેય બ્રાહ્મણોએ તેમના હૃદયના ઊંડાણમાં સંઘરી રાખેલા સંશયોનું સમાધાન કરીને તેમનું હૃદય પરિવર્તન કર્યું. સુધર્માસ્વામી કે જે અતિશય બુદ્ધિશાળી માણસ હતા તેઓ ત્યાર પછી શીધ્ર ઉત્તમ ચારિત્ર્ય અને સાચું જ્ઞાન ધરાવતા થયા. બાણું વર્ષની ઉંમરે સુધર્માસ્વામીએ જંબુસ્વામીને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા અને આઠ વર્ષ પછી તેઓ નિર્વાણ પામ્યા. જંબુસ્વામીના પોતાના હૃદય પરિવર્તનની વાર્તા પણ રસપ્રદ છે. તેઓ અત્યંત હોંશિયાર હતા અને તેમનાં માતાપિતાને ખૂબ જ ચાહતા હતા. સોળ વર્ષની ઉંમરે તેઓ એકવાર જ્યારે વ્યાખ્યાન સાંભળવા ગયા હતા ત્યારે જગતનાં સર્વે સજીવોની નશ્વરતાની વાત તેમના મનમાં ઠસી ગઈ. સંસાર તરફ તેમને નફરત પેદા થઈ ગઈ અને તેમણે સંસાર ત્યાગનું વલણ દાખવ્યું. તેમનાં માતાપિતાએ કુદરતી પ્રેમ અને મમતાને કારણે તેમને સંમતિ ન આપી અને એક નવી જ યુક્તિ તેમની સંસારત્યાગની વિનંતી સામે કરી. - તેમનાં માતા બોલ્યાં, “મારી ખરા દિલની અને ગંભીર ઇચ્છા તને પરિણિત જોવાની છે, જેના દ્વારા તું તારી જાતને સંતુષ્ટ કરી શકે.” થોડા જ સમયમાં જેબુનાં લગ્ન થયાં. પરંતુ લગ્ન સમારંભને અંતે એક વિસ્મયજનક વિશિષ્ટ બનાવ બન્યો. જ્યારે ઘરનાં બધાં જ માણસો ઘરની બહાર સૂઈ રહ્યાં હતાં, જ્યારે પ્રભવ નામનો એક ચોર ઘરમાં પ્રવેશ્યો. જંબુ સાથેની વાતચીતમાં તેને જાણવા મળ્યું કે બીજે જ દિવસે પોતાની નવવધૂ અને ધનસંપત્તિ છોડીને તે સંસારત્યાગ કરવાનો છે ત્યારે તેને અત્યંત આશ્ચર્ય થયું. પરંતુ ત્યારે તેણે જંબુના સંસારત્યાગનાં કારણો જાણ્યાં ત્યારે તેને પણ સંસાર પ્રત્યે સૂગ પેદા થઈ અને એ જ પ્રમાણે જંબુ સાથે તેણે પણ સંસારત્યાગ કર્યો. હૃદયપરિવર્તનની આ કથાનું એ દૃષ્ટિબિંદુથી મહત્ત્વ છે કે આ વ્યક્તિઓની ધર્મસંબંધિત બાબતો પ્રત્યેની ગંભીરતા અને સંનિષ્ઠાનો તે નિર્દેશ કરે છે. - ૫ - Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રણાલીગત રીતે જંબુના પ્રશ્નોના ઉત્તરરૂપે સુધર્માસ્વામીએ બાર અંગોનો નિર્દેશ કર્યો અને પછી જંબુસ્વામીએ ચોર કે જે પછીથી યતિ પ્રભાવ તરીકે ઓળખાયા તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકેની જવાબદારી સોંપી અને ત્યારપછી તેઓ ચુંમાળીસ વર્ષ જીવ્યા. પ્રભવસ્વામીએ અગિયાર વર્ષ સુધી ધુરા સંભાળી શયંભસ્વામીએ તેમનું સ્થાન લઈને 23 વર્ષ સુધી ધુરા સંભાળી અને તેમના ઉત્તરાધિકારી તરીકે યશોભદ્ર પચાસ વર્ષ સુધી પદ સંભાળ્યું. યશોભદ્રને બે શિષ્યો હતા કે જેઓ તેમના ઉત્તરાધિકારી બન્યા. એક તો સંભૂતિવિજય કે જેઓ આઠ વર્ષ સુધી ઉપદેશક તરીકે રહ્યા અને ત્યારપછી ચૌદ વર્ષ સુધી ભદ્રબાહુએ તે પદ ગ્રહણ કર્યું. જ્યારે ભદ્રબાહુએ સંઘનું નેતૃત્વ લીધું હતું તે સમયમાં મગધમાં બારવર્ષ સુધી ભયંકર દુકાળ પડ્યો. ભદ્રબાહુને વાસ્તવિકતા સમજાઈ કે પ્રજા પર ભારે કરવેરા નાખ્યા વગર ગુજરાન ચલાવવું સહેલું નહોતું. વળી તેમને એમ પણ લાગ્યું કે ધર્મના કાયદાઓ અને પ્રથાઓને વળગી રહેવું એ પણ શક્ય નથી, અને એમ કહેવાય છે કે તેઓ પોતાના 12000 શિષ્યો સાથે દક્ષિણમાં કર્ણાટક તરફ ગયા અને પોતાની પાછળ ધર્મના વડા તરીકેનું સુકાન સંભૂતિવિજયના શિષ્ય સ્થૂલભદ્રને સોંપતા ગયા. આ કપરા કાળમાં અંગોનું જ્ઞાન જે પ્રણાલીગત રીતે અનુગામીને આપવામાં આવ્યું હતું તે ધીમે ધીમે ભુલાઈ ગયું, અને તેને સંપૂર્ણ રીતે નષ્ટ થવામાંથી બચાવવા માટે ઈ.સ. પૂર્વે 300માં પાટલીપુત્રમાં એક સભા બોલાવવામાં આવી. બધાં જ અગિયાર અંગોને સંગૃહિત કરવામાં આવ્યાં, પરંતુ ચૌદ પૂર્વો કે જે મૂળભૂત ધાર્મિક સિદ્ધાંતોનું હાર્દ હતું તેમને તે અંગેના જ્ઞાનના અભાવે સંપાદિત કરી શકાયા નહિ. એકલા ભદ્રબાહુને તેનું જ્ઞાન હતું. પરંતુ જ્યારે દુષ્કાળ પછી તેઓ પાછા ફર્યા ત્યારે ફરીથી પાછા તેમને નેપાળ જવાનું થયું અને ત્યાં તેમણે મહાપ્રાણવ્રત' નામનું તપ આદર્યું. ભદ્રબાહુ પાસેથી ઉપરોક્ત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નેપાળમાં એક પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો. પરંતુ ઉપરોક્ત હેતુ માટે મોકલવામાં આવેલા પૈકી સ્થૂલભદ્ર સિવાયના બધા થોડા જ સમયમાં થાકી ગયા અને તદન ખાલી હાથે પાછા ફર્યા. દસ પૂર્વોનું અધ્યયન જ્યારે Page #30 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ થયું ત્યારે સ્થૂલભદ્રે તેમને મળવા આવતી સ્ત્રીઓના જૂથ પર તેનો પ્રયોગ કર્યો. આથી ભદ્રબાહુ નારાજ થઈ ગયા અને તેમણે સ્થૂલભદ્રને બાકીના ચાર પૂર્વો એ શરતે શીખવ્યા કે તેઓ અન્ય કોઈને પણ તે શીખવશે નહિ. આથી તેમના બધા જ અનુયાયી ઉપદેશકો માત્ર દસ પૂર્વોમાં પારંગત થયા, પરંતુ ટૂંક સમયમાં જ બધા જ પૂર્વે ભૂલાઈ ગયા. અંગો કરતાં પુરાણા અંગોને આધારે પૂરો પાડતા એવા આ પૂર્વોને અંગોના ઉમેરણ તરીકે તેમના પછીનું સ્થાન કેવી રીતે પ્રાપ્ત થઈ ગયું તે અંગે આપણી પાસે કોઈ જ જાણકારી નથી. પરંતુ આ બાબતમાં એક વસ્તુ આપણે ચોક્કસપણે સમજી શકીએ કે પૂર્વો અંગેનું જ્ઞાન તેમાંના વિષયવસ્તુ, ભાષા અને શૈલી એમ બધી જ રીતે સામાન્ય સ્તર કરતાં ઉચ્ચ પ્રકારનું હતું. આ જ કારણથી પૂર્વો વારંવાર ભૂલાઈ ગયા અને વારંવાર તેમનું પુનઃપ્રસ્થાપન થતું રહ્યું. જૈન સમાજના જે લોકોએ મગધમાં રહેવાનું પસંદ કર્યું તેઓ અને જેઓ ભદ્રબાહુની સાથે તેમના નેતૃત્વ હેઠળ દક્ષિણમાં ગયા તેઓ વચ્ચે અત્યંત મહત્ત્વના તફાવતો હતા. જેઓ ભદ્રબાહુના નેતૃત્વમાં રહ્યા તેઓ આચરણની બાબતમાં વધારે ભાવનાવાળા, ચુસ્ત અને ઉગ્ર હતા, જ્યારે મગધમાં રહ્યા હતા તેઓએ ધર્મની બાબતમાં કેટલીક છૂટછાટો સ્વીકારી. ભદ્રબાહુના અનુયાયીઓ દિશાઓ જેનાં વસ્ત્રો હતી એવા દિગંબર હતા અને મગધમાં રહ્યા તેમણે પોતાની જાતને ઢાંકવા માટે ચેતવસ્ત્રો ધારણ કર્યો. શ્વેત વસ્ત્રો ધારણ કરવાં અને દિગંબર રહેવું એવો પહેરવેશનો ફરક મહાવીરના પોતાના સમયમાં પાછા લઈ જાય છે. આને પરિણામે અને અન્ય ઘણા નજીકના તફાવતોને કારણે જેઓ દક્ષિણમાંથી પાછા ફર્યા તેમણે પાટલીપુત્ર સભાએ કરેલાં સંક્લનો સ્વીકારવાની ના પાડી. જોકે આવા તફાવતો હોવા છતાં સ્થૂલભદ્રના સમય સુધી તેમના ઉપદેશકોની ચુંબકીય વ્યક્તિત્વને કારણે સંઘો સંગઠિત અને એક રહ્યા. પરંતુ તેમના પછી બે અલગ સંપ્રદાયો બન્યા અને સંઘ શ્વેતાંબર (શ્વેત વસ્ત્રધારી) અને દિગંબર દિશાઓ જેનાં વસ્ત્રો છે તેવા)માં વિભાજિત થયો. બંને સંપ્રદાયો વચ્ચે પ્રવર્તમાન મૂળભૂત તફાવતો અંગે વધુ ચર્ચા to Page #31 -------------------------------------------------------------------------- ________________ આગળ ઉપર પરિશિષ્ટોમાં આપવામાં આવી છે. દિગંબરો દ્વારા શ્વેતાંબરોની સામાન્ય સ્વીકૃતિ હોવા છતાં અન્ય કેટલાક મહત્ત્વના તફાવતો પણ છે જેની નોંધ આપણે યોગ્ય સમયે લઈશું. પરંતુ સમય જતાં પાટલીપુત્ર સભાએ સંકલિત કરેલાં અંગો ધીમે ધીમે ભૂલાઈ ગયાં અને આ ગ્રંથોનું પુનઃસંસ્કરણ આવશ્યક બન્યું અને પ્રણાલીગત રીતે ઈ.સ. 454માં દેવાર્ષિના વિદ્વતાપૂર્ણ અધ્યક્ષપણા હેઠળ ધર્મસંપ્રદાયની સભામાં તે શક્ય બન્યું અને આ પવિત્ર ધર્મગ્રંથોનું આજે આપણને પ્રાપ્ય છે તેવા સ્વરૂપમાં પુનઃસંસ્કરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અહીં સુધી આપણો પ્રણાલીગત પ્રચલિત વાર્તાને અનુસર્યા છીએ. હવે આપણા માટે માહિતીના સ્ત્રોતો બન્યા છે એવાં “અંગોને શું મૂલ્ય પ્રદાન કરીશું અને પ્રણાલીઓનું શું મૂલ્ય આંકીશું એ નક્કી કરવાનું ન્યાયયુક્ત કાર્ય એ આપણું મુખ્ય કાર્ય બને છે. આ પ્રણાલિકાઓનું મૂળભૂત મૂલ્ય આંકવું એ વ્યાપક વિચારો અને જાગ્રત વિવેકબુદ્ધિ ધરાવતા વિદ્વાનો માટે મુખ્ય પ્રશ્ન બની રહે છે. મિ. બાર્થ પોતાના Revue de le historic des Religions Vol. III (P-90) માં સ્વીકારે છે કે કોચલા હેઠળ ઐતિહાસિક પ્રવચનો (ઢોંગ)નો છુપાયેલો છે. વળી પવિત્ર ગ્રંથોમાંથી સત્ય નિષ્કર્ષ તારવી શકવા અંગે તેને શંકા છે, કારણકે ધર્મની સ્થાપના પછી આશરે એક હજાર વર્ષના અતિ વિલંબિત સમય પછી ઈસવીસનની પાંચમી સદીમાં આ ધર્મગ્રંથો લખાયા હતા. તેના નિવેદન મુજબ સંપ્રદાયના પ્રાચીન યુગથી આત્મહુરિત અને સાતત્યપૂર્ણ અસ્તિત્વ હોવા છતાં વિશિષ્ટ સંપ્રદાયની પ્રત્યક્ષ પ્રણાલિકાઓ અને અહેવાલો હજી સુધી રજૂ કરવામાં આવ્યા નથી. તે કહે છે કે, “જૈન મુનિઓ ઘણી સદીઓ દરમ્યાન યોગીઓનાં અનેક જૂથોથી અલગ ઓળખ ધરાવતા ન હતા અને વહેતા અસ્પષ્ટ અસ્તિત્વથી વધુ કોઈ વિશેષતા ધરાવતા ન હતા. - “જૈનોની પ્રણાલિકા બૌદ્ધોની પ્રણાલિકાના અનુકરણમાં સંદિગ્ધ સ્કૃતિના સ્વરૂપમાં હોય એમ દેખાય છે.” પરંતુ મિ. બાર્થની મીમાંસા એવી ધારણા પર આધારિત હોય એમ દેખાય છે કે જૈનો તેમની પવિત્ર વિદ્યાની જાળવણીમાં બેદરકાર હોવા Page #32 -------------------------------------------------------------------------- ________________ જોઈએ, કારણ કે તેમણે નાનો અને બિનમહત્ત્વનો પંથ રચ્યો હતો. કદાચ આ જ કારણે તેઓ પોતાના પંથને સારી રીતે સુરક્ષિત પણ રાખી શક્યા. મિ. જેકોબી કહે છે, “આપણે એવાં સામાન્યીકરણો પર ભરોસો કરવા માટે ઉપકૃત થયા નથી કે જેનો તેમના ધાર્મિક સિદ્ધાંતોની ઝાંખી કલ્પનાઓ હોવાને લીધે દૂર હતા. તેઓ એવા સંપ્રદાયના સ્થાપક તરીકે પ્રસિદ્ધ થયા કે જે તુલનામાં બિનમહત્ત્વની બાબતોમાં પણ મોટા સમુદાયથી અલગ પડતા હતા.” - શ્વેતાંબર પંથ દ્વારા સાબિત થયેલી આ હકીકત છે. લ્યુમેને પ્રકાશમાં આણી. (Indusche Studien જુઓ) દિગંબરો કે જેઓ તાત્ત્વિક માન્યતાઓમાં થોડાક જુદા પડતા હતા, તેમને શ્વેતાંબરો દ્વારા પાખંડી તરીકે કલંકિત કરવામાં આવ્યા. આ બધી હકીકતો દર્શાવે છે કે પુનઃસંસ્કરણ પહેલાં પણ જેનએ અન્ય વિશાળ ધર્મોમાંથી વીણી લીધેલા સિદ્ધાંતો વડે વિચલિત કે મલીન થવા માટે જવાબદાર એવો અવ્યાખ્યાયિત પંથ નથી. આપણે જોઈ શકીએ છીએ કે શ્વેતાંબરોની પોતાની પ્રણાલિકાઓ અનુસાર તેમના પવિત્ર ગ્રંથોના વિદ્વાનો પણ ઈસવીસનની પાંચમી સદીથી આગળ જતા નથી. પરંતુ એ પણ સત્ય છે કે તેઓ ધારણા બાંધે છે કે વલ્લભીની સભા વખતે લખાયેલા ગ્રંથોનો આધાર લઈ પાટલીપુત્રની સભા વખતે પુનઃસંસ્કરણ પામેલા જૂના ગ્રંથો મહાવીર અને તેમના શિષ્યોની નકલ કરે છે. (પગેરું કાઢે છે.) હકીકત તરીકે ઈસવીસનના પ્રથમ અને દ્વિતીય શતકના શિલાલેખો છે કે જે પુરવાર કરે છે કે એટલા જૂના સમયમાં પણ જેનો શ્વેતાંબર અને દિગંબર એવા બે સંપ્રદાયોમાં વિભાજિત હતા અને એવી પાઠશાળાઓ પણ હતી જેમાં આપણા ગ્રંથોમાં વર્ણવ્યા છે તે અનુગામી ઉપદેશકો ત્યાં હતા. આજ શિલાલેખો એ પણ દર્શાવે છે કે “વાચક” કે “પાઠક” એ નામથી ઓળખાતા યતિઓ પણ હતા અને એવા પવિત્ર ગ્રંથો પણ હોવા જોઈએ કે જે દેવાર્વિના સંકલનનો આધાર બન્યા હોય. આમ શરૂઆતના સમયના ભાગ તરીકે તેમનું પ્રથમ ઉગમ સમજવા માટે ઘણાં કારણો છે અને એવી ધારણા કરવામાં આવે છે કે પવિત્ર ગ્રંથોના Page #33 -------------------------------------------------------------------------- ________________ આધારે સંપ્રદાયનું પુનઃસંસ્કરણ કરવાનો દેવર્ષિનો પરિશ્રમ માત્ર અંશતઃ હસ્તપ્રતો દ્વારા અને અંશતઃ પ્રણાલિકાઓ દ્વારા પ્રસ્થાપિત થયેલ છે. દેવર્ષિ ગણિએ સિદ્ધાંતોની વિશાળ આવૃત્તિઓ રજૂ કરી અને તે દરેક ઉપદેશકને હસ્તપ્રત સાથે પૂરી પાડી. એ ભાગ્યેજ શક્ય બન્યું કે જૈન સાધુઓએ તેમના યાદદાસ્તમાં હોય તે જ્ઞાન લખવા માટેનો પ્રયાસ કર્યો હોય. આથી ઊલટું પ્રથમ અને દ્વિતીય શતકમાં વઢગામિનિના સમયમાં બૌદ્ધ ધર્મગ્રંથો લખવામાં આવ્યા હતા.' જૈન પ્રણાલિકાના સમર્થનમાં એવી પણ એક વાક્પટુ દલીલ કરવામાં આવે છે કે ઘણી નોંધપાત્ર બાબતોમાં તે બૌદ્ધ પ્રણાલિકા સાથે તદન સુસંગત થાય છે. સુધર્માથી તે આજ સુધી એવું લેખિત સ્વરૂપે દર્શાવ્યું છે કે જ્ઞાન એક ઉપદેશક પાસેથી બીજા ઉપદેશકને અને એ જ રીતે આગળ વધીને આપવામાં આવતું હતું, જેને લાક્ષણિક રીતે આચાર્ય પરંપરા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય ધર્મોને કોઈ પણ વિદ્યાર્થી પ્રાચીન ભારતમાં ગ્રંથોનું જ્ઞાન કેવી રીતે આપવામાં આવતું હતું તે સમજવામાં નિષ્ફળ નહીં જાય. એ ભૂલવું જોઈએ નહીં કે આપણે જે યુગની વાત કરીએ છીએ અને ખાસ કરીને જે સમુદાયની વાત કરીએ છીએ. તે અંગે અમુક પ્રમાણમાં પૂરતી ચોકસાઈ સાથેની જાણકારી છે કે તે ધર્મગુરુઓના પ્રતિબંધો સામનો બળવો હતો. કોઈ જ અલગપણ રાખ્યા વગર તેમાં શિષ્યોને ઉપદેશ આપવામાં ખાસ રસ દર્શાવવામાં આવતો હતો. બુદ્ધ પોતાના શિષ્યોને એમ કહેતા હોવાનો અહેવાલ છે કે – મેં બધું જ બંધ કરી દીધું છે, સિવાય કે – સાવરિય માટે - અર્થાત તેનો એવો અંશ કે જેના દ્વારા બહુ જનોનું સર્વોત્તમ ભલું થતું હોય. મહાવગ્ના'માંથી ચોક્કસ ફકરો આથી ઊલટું “શિનસપ્પા” પત્રો (sin એટલે પાપ નહીં - બુદ્ધોની એક શાખા) (Sinsapa leaves) સાબિત કરવા માટે ઉપૃત કરેલો છે. મહાવંશ - ૧૦ - Page #34 -------------------------------------------------------------------------- ________________ આપણી આસપાસમાં છે તેના કરતાં આપણા હાથમાં રહેલાં પર્ણો ઓછાં છે તેજ રીતે મેં તમને શીખવ્યું છે તે નહીં શીખવેલા કરતાં ઓછું છે. વળી, મેં તે શા માટે તમને શીખવ્યું નથી - કારણ કે તે સુખ તરફ લઈ જતું નથી અથવા તો તે સુખમાં પરિણમતું નથી. リ પરંતુ જો આપણે બૌદ્ધ ધર્મનું વર્ગીકરણ કરવા બેસીએ તો આપણે મુખ્ય તાત્પર્ય ચૂકી જઈએ છીએ કે બુદ્ધના કહ્યા મુજબ ઉપરોક્ત અપવાદરૂપ ગહન પરિસ્થિતિને રોકવાની એક ઉપદેશક તરીકે તેમની ક્ષમતા ન હતી, પરંતુ ધર્મના સ્થાપક તરીકે તેમની તે ક્ષમતા હતી. ધર્મપ્રવર્તક તરીકે જે કંઈ સુખ તરફ દોરી જતું ન હોય એમ તેમને લાગે તો તેને અટકાવવાની વિવેક્લુદ્ધિ તેમનામાં હતી. પરંતુ અમુક ગ્રંથોનું જ્ઞાન સુખ અને ભલું થવા તરફનું વાહક બનતું નથી એમ એકવાર લાગે કે નક્કી થાય તો બુદ્ધ પણ તેને અટકાવી શકતા ન હતા. પેલા ઉપદેશકોના હૃદય પરિવર્તનની કથા તે ઉપદેશકોના ધર્મની બાબતમાં ગાંભીર્ય અને સંનિષ્ઠા વિશે ઘણું બધું કહી જાય છે. આમ શ્વેતાંબરોએ તેમના સિદ્ધાંતોમાં ફેરફાર કર્યા નહિ. પેલા નિયમો કે જેમાં જૈન સાધુઓએ દિગંબર રહેવું જોઈએ એવી માન્યતા હતી તે દર્શાવે છે કે તેમણે ધર્મગ્રંથોમાં કોઈ મનસ્વી ફેરફારો કર્યા નહિ, પરંતુ શક્ય એટલી વિશ્વસનીયતા સાથે તેમના અનુગામીઓને તેનું જ્ઞાન આપ્યું. જોકે તે નિશ્ચિત છે કે સિદ્ધાંતોના કાર્યનો ઉદ્ભવ કોઈ એક જ સમયે થયો ન હતો. દેવાર્ષિએ સંકલિત કરેલો સંપ્રદાય કે જે વર્તમાનમાં આપણી પાસે આવેલ છે તે સુવ્યવસ્થાનું સંગ્ટન અને સંયમ-શ્રમણ જીવન ચુસ્તપણે સ્થાપિત થયા પછી તરત જ શરૂ થયેલી સાહિત્યિક પ્રવૃત્તિઓનું પરિણામ છે. તેથી સંપ્રદાયનો અત્યંત શરૂઆતનો સમય મૌર્યકાળના પાટલીપુત્રમાં શરૂ થયો હોય તે તદ્દન શક્ય છે, જ્યારે અંતિમ સમય દેવર્ધિની નજીકના સમયમાં શરૂ થયો હોવો જોઈએ. સંપ્રદાયના પૂર્વાર્ધકાળ અને ઉત્તરાર્ધકાળ વચ્ચેનો ફરક તારવવાનું કાર્ય પછીથી શરૂ કર્યું. આટલું બધું કહેવાયા પછી પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે સંપ્રદાયના નીતિનિયમો અંગેના ગ્રંથો દેવર્ષિએ સંપાદિત કરેલા સ્વરૂપમાં ~૧૧ – Page #35 -------------------------------------------------------------------------- ________________ આપણી પાસે આવ્યા નથી. આ સાહિત્યનો ઉપયોગ કરતી વખતે આપણે એ યાદ રાખવું જોઈએ કે તેના વિશે ડૉ. ઓડેનબર્ગે સમકાલીન બૌદ્ધ સાહિત્યના સંદર્ભમાં શું કહ્યું છે. આ અંગે આપણે તે બંને પકી પ્રત્યેક સાહિત્યને અલગ રીતે મૂલવવાં જોઈએ. 3 મૂળ ઉત્પત્તિ સ્થાનો - આધારો (Roots - મૂળ) વ્યક્તિના જીવનમાં બનતા ઘણા બનાવો સ્પષ્ટીકરણ કર્યા વગરના રહી જાય છે અને પછીથી કલ્પનાના આધારે ભૂતકાળમાં ડોકિયું કરીને જ માત્ર તેમાંથી કંઈ અનુભૂતિ મેળવી શકાય છે. આ સામાન્ય નિયમમાં મહાવીરનું જીવન પણ અપવાદ નથી. સામાન્ય માણસે સામાન્ય સંજોગોમાં ક્યારેય સહન નહીં કર્યું હોય, એટલું મહાવીરે સહન કર્યું છે. તેમના કાનમાં ખીલા ઠોકવાની ઘટના આપણને માત્ર આશ્ચર્ય જ નહિ, પરંતુ આઘાત પહોંચાડે છે. એવો પ્રશ્ન જરૂર પેદા થાય છે કે આ જગતમાં આવું ચુંબકીય વ્યક્તિત્વ અને ઉમદા ચારિત્ર્ય ઘરાવતો સર્વગુણસંપન્ન મનુષ્ય કેવી રીતે પેદા થઈ શકે ? તે જમાનામાં પણ આટલાં બધાં દુઃખો સહન કર્યા હોય તેવો મનુષ્ય વિરલ જ હોઈ શકે. તેમના જીવન વિશે આજે જે વિગતો ઉપલબ્ધ છે તેમાંથી અનુસંધાન મળતું નથી અને જ્યારે જ આપણે દટાયેલા ભૂતકાળમાં ઊંડી ડૂબકી મારીએ ત્યારે જ આપણને તેનો ઉકેલ મળે છે. બીજું, બુદ્ધત્વની માફક જ કૈવલ્યકેિવળજ્ઞાન એ મન અને મસ્તિષ્કની બધી જ શક્તિઓનો કલ સરવાળો અથવા એકત્રિત નિષ્કર્ષ પૂર્ણત્વ છે અને તે માત્ર એક કે બે અવતારોમાં પ્રાપ્ત થતું નથી. આના અનુમોદનમાં અત્યંત જાણીતું મનોવૈજ્ઞાનિક વિધાન ટાંકી શકાય કે નૈતિક અને બૌદ્ધિક શક્તિઓનો વાસ્તવિક વિકાસ એ માત્ર એક જ નહિ, પરંતુ અનુવર્તી અનેક પેઢીઓનું પરિણામ છે. આ બાબતને વર્ણવવા માટે પશ્ચાતુવર્તી બૌદ્ધધર્મે (કે જે મહાયાન નામથી ઓળખાયો) નવો સિદ્ધાંત શોધ્યો કે જે બોધિસત્વ સિદ્ધાંત તરીકે ઓળખાયો. ટૂંકમાં, કહેવું હોય તો સિદ્ધાંત આ પ્રમાણે છે. “બોધિ'ના માર્ગમાં કેટલીક વ્યવસ્થિત રીતે વ્યાખ્યાયિત તબક્કા છે અને “બુદ્ધ બનવાની ઇચ્છા ધરાવનારે તે બધા જ પાર કરવા જ જોઈએ અને આમ જ્યારે થાય ત્યારે - ૧૨ - Page #36 -------------------------------------------------------------------------- ________________ તે સ્વાભાવિક અને અપેક્ષિત એવી ઉપરોક્ત બાબતમાં પરિણમે છે. દસ પારમિતાઓ છે. આ દસેય પારમિતાઓ “બોધિ કારકધમ્મા' અર્થાત્ બુદ્ધત્વની પરિસ્થિતિઓ તરીકે ઓળખાય છે. તે આ પ્રમાણે છે. (1) દાન (2) શીલ (8) સદાચાર (4) ત્યાગ (5) આસ્થા (6) મૈત્રી () ઉપેક્ષા (મધ્યસ્થની તિતિક્ષા) (8) સહનશીલતા (9) વીર્ય (10) ઉપદેશ or જ્ઞાન or બોધ. સખાવત દાન (charity - બાર્નેટ તેમનો મુખ્ય સંપ્રદાયો સ્વરૂપે નિર્દેશ કરે છે.) શીલ-સદાચાર, નેકસ્મા-ત્યાગ, એડિત્થાના નિશ્ચય, સક્કા (પ્રથ), મેરા-મૈત્રી-ઉપેક્ઝા, ઉપેક્કા-અનાસ્થા-ઉપેક્ષા, ખાન્તિ સહનશીલતા, વીર્ય (શક્તિ) અને પન્ના-બોધ. આ દસેય પારમિતાઓ પર એક પછી એક પ્રભુત્વ મેળવ્યા પછી જ માત્ર બુદ્ધત્વ - અર્થાત્ સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે. ખુલ્ક નિકાય'ના પંદર ગ્રંથો પૈકીનો એક એવો “ચરિયાપિટક નામનો ગ્રંથ સિદ્ધાર્થે કેવી રીતે આ દસ પારમિતાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું તે વર્ણવે છે. વિદ્વાન અભ્યાસીએ તેનો નીચે મુજબ સારાંશ આપ્યો છે. (વરિયાપિટ6-P-252-258) ઃ તેથી દરેક પગથિયામાં પારમિતાઓના) પૂર્ણતા પ્રાપ્ત કરનાર અને બુદ્ધત્વ પ્રાપ્ત કરવાનું અગાઉથી ઠરાવેલ એવા મનુષ્યો યુગોના કરોડો વર્ષોને અંતે દીર્ઘ પથને પાર કરી જાય છે. ટુ-P-54-259 : મેં જ્યારે કોઈને આહારની શોધમાં આવતો જોયો મેં મારી જાત તેની સામે ધરી. આવું અર્પણ કરનાર મારા જેવું કોઈ જ નહિ હોય અને આ જ દાન આપવા માટેની પૂર્ણતા છે. 260 : વળી જ્યારે મને અણિયાળો સળિયો ભોંકવામાં આવ્યો અને બરછી મારવામાં આવી ત્યારે પણ ભોજના પુત્રો ઉપર હું ગુસ્સે થયો નહોતો. આવી મારી ક્ષમા અંગેની પૂર્ણતા હતી. 261 : મારી સત્તામાં જે સામ્રાજ્ય હતું તેને મેં ઘૂંકની જેમ ફગાવી દીધું અને આ ત્યાગ પછી મેં તેની કોઈ જ દરકાર ન કરી. આવી મારી ત્યાગની પરાકાષ્ઠા હતી. 262 : બુદ્ધિપૂર્વક વસ્તુની ખોજ કરવી, દુ:ખ રહિત બ્રાહ્મણ, ડહાપણમાં મારા જેવું કોઈ નથી. આવી મારી ડહાપણ જ્ઞાનની પરાકાષ્ઠા હતી. - ૧૩ - Page #37 -------------------------------------------------------------------------- ________________ 263 : જળની બરાબર મધ્યે જ્યારે દૃષ્ટિમર્યાદામાંથી ઓક્ત થઈ જાય ત્યારે બધા જ મનુષ્યો જાણે કે મૃત હોય છે. આ અંગે વિચારવાનો અન્ય કોઈ માર્ગ નથી. આ મારી દઢ નિર્ણયશક્તિની પરાકાષ્ઠા છે. 264 : જ્યારે કાશીના રાજાએ હું જાણે નિર્જીવ વસ્તુ હોઉં એ રીતે મારી ઉપર ધારદાર કુહાડીથી પ્રહાર કર્યો ત્યારે પણ તેની ઉપર હું ગુસ્સે થયો નહોતો. આવી મારી પૈર્યની પૂર્ણતા હતી. 265 : “સત્ય'ની સુરક્ષા માટે મારા જીવનને ધરી દીધું અને તે માટે મેં સો યોદ્ધાઓ પેદા કર્યા. આવી મારી સત્ય પરત્વેની પરિપૂર્ણતા હતી. 266 : મેં માતાપિતાનો તિરસ્કાર કર્યો નહિ. પ્રતિષ્ઠાનો મેં અનાદર ન કર્યો. પરંતુ સર્વજ્ઞતા મને પ્રિય હતી. પરિણામે હું કર્તવ્ય પરત્વે પ્રતિબદ્ધ હતો. 267 : કોઈ મનુષ્ય મને ભયભીત કરી શકતો નહિ. હું કોઈ મનુષ્યને ભય પમાડતો નહિ. દયાની શક્તિમાં હું અડગ હતો. પવિત્રતામાં હું આનંદ અનુભવું છું. 268 : સ્મશાનમાં હું સૂઈ જાઉં છું. નિર્જીવ અસ્થિઓનું હું ઓશિકું બનાવું છું. ગ્રામ્ય શિશુઓ હાંસી ઉડાવતાં કે પ્રશંસા કરતાં તે સર્વે પ્રત્યે હું તટસ્થ હતો. 269 : આ ધરતીને જેને જ્ઞાન નથી, આનંદ અને દુઃખથી જે અજાણ છે તેને પણ મારાં મુક્ત પ્રદાનો અને પ્રચંડ શક્તિઓથી સાત વખત ધ્રુજાવી છે. ‘પૂમિ'ઓના સિદ્ધાંત મુજબ ભાવિ બુદ્ધ કોઈ એક પારમિતામાં પ્રભુત્વ મેળવવાનું અપેક્ષિત છે. અર્થાત એક “પૂમિ'માં કોઈ એક પારમિતા માં પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનું છે અને - ૧૪ - Page #38 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે દસ ભૂમિઓમાં દસેય પતિઓમાં પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનું છે. બુદ્ધત્વ અને કેવલત્વ એ બે ભલે તદ્દન સંપૂર્ણપણે સમાનાર્થી ન હોય તો પણ બે સમકાલીન ધર્મો – બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ - સાથે સંકળાયેલા અભિગમ છે. આ તદનુસાર તેમના ધર્મોપદેશક સર્વજ્ઞતા જેવું અમૂલ્ય રત્ન ધરાવે છે કે જેના વડે “બેસતાં, ઊઠતાં, ઊંઘતાં કે ચાલતાં તે બધું જ જોઈ શકાય માટે શક્તિમાન હોય છે.' બુદ્ધત્વ કે જે માત્ર આ દસ પારમિતાઓમાં આગળ વધ્યા પછી જ પ્રાપ્ત થાય છે તેની જેમ જ જૈનોનું કેવલજ્ઞાન નીચેના વિસ સદગુણો પૈકીનો કોઈ એક અતિ પરિશ્રમ અને અતિ પ્રયત્નને અંતે સિદ્ધ કર્યા પછી જ પ્રાપ્ત થઈ શકે છે. (63, ત્રિષ્ટિ) અહન્તિભક્તિ : અહંન્ત, ભગવાન કે ધર્મોપદેશક તરફનો ભક્તિભાવ સિદ્ધભક્તિ : જેમણે કર્મની બેડીઓ તોડી મોક્ષ પ્રાપ્ત કરેલ છે. તેમની તરફનો ભક્તિભાવ પ્રવચનભક્તિ ઃ સાધર્મિકો પ્રત્યેનો પ્રેમ અને શુભેચછા આચાર્યભક્તિ : આચાર્ય કે જેમણે તમને શિષ્ય બનાવ્યા છે તેમના પ્રત્યે આદરભાવ વીર ભક્તિ ઃ ધર્મ પ્રવૃત્તિમાં પોતાનાથી વધુ અનુભવી સાધુ-સંત પ્રત્યેનું માન ઉપાધ્યાયભક્તિ : શાસ્ત્રો અને આગમોનો સ્વાધ્યાય કરાવનાર ઉપાધ્યાય પ્રત્યેનો આદર સાધુભક્તિ : શ્રાવકત્વ છોડી સાધુત્વ સ્વીકારનારની ભક્તિ જ્ઞાન : જ્ઞાનની પ્રવૃત્તિમાં સક્રિય - જ્ઞાનની ઉપાસના દર્શન : વિશ્વાસ (શ્રદ્ધા) - vision - હું આત્મા છું તેવી શ્રદ્ધા વિનય : સાધનો અને સંત પ્રત્યેનો યોગ્ય આદર અને આચરણ ચરિત્ર : ચારિત્ર્ય અથવા રાગદ્વેષ રહિત સ્વરૂપ સ્થિરતા શીલ : સદાચારના નિયમો પાળવા (અથવા નૈતિક ઉપદેશને - ૧૫ - Page #39 -------------------------------------------------------------------------- ________________ અનુસરવો) શુભધ્યાન : શુભ વસ્તુઓ પ્રત્યે કેન્દ્રીકરણ ત૫ : કોઈ પણ પ્રકારની તીવ્ર ઇચ્છાઓને જડમૂળમાંથી ઉખેડી નાખવા માટે કરેલી તપશ્ચર્યા ધન : આહાર જ્ઞાન અને અભય ઉદારતાથી આપવાં (સમાન ધર્મ પાળનાર) સાધર્મિકોને તેમની જરૂરિયાતના સમયે મદદ કરવી. એકાગ્રતા માટે જરૂરી પરિસ્થિતિઓ ઉભી કરવાની, સુવિધા પૂરી પાડવી. અભિનવજ્ઞાનગ્રહણ : કંઈક નવું શીખવાની જિજ્ઞાસા શ્રતભક્તિ : સતુશાસ્ત્રોનો અભ્યાસ અને સ્વાધ્યાય તીર્થપ્રભાવના : ધર્મોપદેશ વગેરેનો મહિમા વધારવો ઉપરોક્ત સદ્ગુણો પૈકી ગમે તે એકમાં તેની પૂરેપૂરી ક્ષમતાથી પૂર્ણતા પ્રાપ્ત કરે તે વ્યક્તિ તીર્થકર બને છે. મહાવીર પોતે ઉપરોક્ત વીસ સગુણો પૈકી દરેકે દરેકમાં સંપૂર્ણતા પ્રાપ્ત કરવા શક્તિમાન થયા હતા. પ્રથમ અને અંતિમ તીર્થકરો જ માત્ર આ વીસેવીસ સર્ગુણો પર પ્રભુત્વ મેળવવા માટે શક્તિમાન થયા હતા. પરંતુ કમભાગ્યે બુદ્ધની માફક જ મહાવીર શી રીતે આટલા બધા સગુણો પર પ્રભુત્વ સ્થાપિત કરી શક્યા તેનો ઈતિહાસ પરંપરામાં સચવાયો નથી. સંશોધનના દષ્ટિબિંદુથી “ચરિયાપિટક' અને “જાતકકથાઓ'ના જેટલીજ આ બાબત પણ રસપ્રદ અને મહત્ત્વની બને છે. આ બધાનો પ્રતિકાર નહીં કરતાં હૃદય અને મસ્તિષ્કના બધા જ સદ્ગણોનો સરવાળો કે જે મહાવીર ધરાવતા હતા એવો દાવો કરવામાં આવે છે તે પ્રાપ્ત કરવાના મુશ્કેલ કાર્યમાં અનિવાર્ય એવી મુશ્કેલીઓ અને વિપ્નો અનુભવ્યા સિવાય તે મેળવી શકાય નહિ અને વહાણ સામે કિનારે પહોંચે તે પહેલાં તેને અટકાવે તેવાં તોફાનો અવશ્ય આવે જ અને સામે તીરે પહોંચવાના માર્ગમાં એવા ખડકો પણ અવશ્ય આવે કે જે જહાજની સરળ સમુદ્રયાત્રાને ભયમાં મૂકી દે. મહાવીરના આત્માની સામે પણ - ૧૬ - Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉદાતતા અને મહાનતા જેવા ગુણોનું તેમના અંતિમ નાશવંત જીવન દરમ્યાન ઘણીવાર પ્રદર્શન થયું હતું તે પ્રાપ્ત કરતાં પહેલાં ઉપસર્ગો દ્વારા તે પ્રાપ્ત કરવામાં અડચણો ઊભી થઈ હતી. અને હવે, આપણું રસપ્રદ અને પ્રકાશમાં લાવવા જોગ કાર્ય એ મહાવીરના પાછલા જન્મોનો તેમ જ પાછલા જન્મોમાં બનેલા બનાવોના ઊંડાણપૂર્વકના વિવેચન દ્વારા અભ્યાસ કરવાનું છે અને આ અભ્યાસ દ્વારા આ મહાન આત્માએ તેના અંતિમ જન્મમાં ભવ્યતા પ્રાપ્ત કરતાં પહેલાં કેવી કેવી કસોટીઓમાંથી પસાર થવું પડ્યું તેની તપાસ કરવાની છે. - મહાવીરના નવાસાર (Nayasara) તરીકે જન્મ લીધાના ઘણા સમય પહેલાં તેમને ધર્મ કે તત્ત્વજ્ઞાનનું કોઈ ખાસ જ્ઞાન ન હતું, પરંતુ તેમને એક સારી ટેવ એ હતી કે તેઓ પોતે પોતાનું ભોજન લે તે પહેલાં એવા કોઈને શોધી કાઢતા કે જેને ભોજન આપીને તેઓ સેવા કરી શકે. ક્યારેક અન્ય બાબતોમાં કોઈ અતિસાધારણ ટેવ પણ આંતરિક સારપને કારણે વ્યક્તિને ખૂબ જ મોટો ફાયદો કરાવી જાય છે તે કોઈ જાણતું નથી અને નયાસારના સાથે પણ કંઈક આવું જ બન્યું. રાજ્યમાં તે એક અધિકારી હોવા છતાં એક વખત રાજાએ તેને નજીકના જંગલમાં જઈને લાકડાં કાપી લાવવાનું કહ્યું. ત્યાં પણ તેની રોજિંદી ટેવ મુજબ ભોજન લેતાં પહેલાં તેણે તે જેને ભોજન કરાવી શકે એવી કોઈ વ્યક્તિને શોધવાનો પ્રયત્ન કર્યો. સૂર્ય માથા પર આવ્યો હતો, તે પોતે પણ ખૂબ જ ભૂખ્યો થયો હતો. તેણે પોતે અથવા તેની જગ્યાએ બીજો કોઈ હોત તો તેણે પણ આ સંજોગોમાં ભોજન કરી લીધું હોત, પરંતુ નયસારે તે લીધું નહિ અને આજુબાજુ બધે જ તે જેને ભોજન કરાવી શકે એવી જરૂરિયાતવાળી વ્યક્તિની શોધ કરી. આવી સારી વ્યક્તિના સન્નિષ્ઠ પ્રયત્નોને કારણે તેને તેમાં સફળતા મળે જ એમાં કંઈ નવાઈ જેવું નથી. થોડીક વારમાં તેણે પોતાનો માર્ગ ભૂલેલા કેટલાક સાધુઓ જોયા. તેઓ અત્યંત થાકી ગયા હતા અને કંટાળી ગયા હતા. તેણે અંતઃકરણપૂર્વક તેમને આમંત્રિત કર્યા અને તેમની જરૂરિયાતોને સારી રીતે સંતોષી. આ સત્કારને અંતે તે તેમની સાથે ગયા અને મુખ્ય માર્ગ સુધી તેમને મૂકી આવ્યા. છૂટા પડતાં પહેલાં સંતોએ જોયું કે નયસારનો આત્મા Page #41 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક જ્ઞાન મેળવવા માટે પરિપક્વ અને તૈયાર છે. તેમણે નયસારને ધાર્મિક બાબતોનું જ્ઞાન આપ્યું જે તેમના પોતાના દ્વારા સચવાઈ રહેવાની શક્યતા ન હતી. અને અહીં પ્રથમવાર જ બીજ વવાયાં જેનાં મિષ્ટ ફળો તેમણે તેમના અંતિમ જન્મમાં ધારણ કર્યાં. આની પહેલાંના બધા જ જન્મો આપણા માટે મહત્ત્વના નથી, કારણકે જે વિકાસનું આપણે પગેરું કાઢવા માગીએ છીએ તેનું મૂળ માત્ર આ જન્મમાં જ પડેલું છે. હવે આપણે મહાવીરના ત્રીજા જન્મ પર આવીએ છીએ કે જેમાં તેઓ પ્રથમ તીર્થંકર ઋષભદેવના પૌત્ર અને ભરત ચક્રવર્તીના પુત્ર તરીકે જન્મ્યા હતા. તેમનું નામ મારિચિ હતું. એક વખત ઋષભદેવના મુખેથી ધાર્મિક પ્રવચન સાંભળીને તેમણે સંસારનો ત્યાગ કર્યો. શરૂઆતમાં પ્રચલિત રૂઢિઓનું તેમણે ઉગ્રપણે પાલન કર્યું, પરંતુ પછીથી તે રૂઢિઓનું પાલન કરવાનું તેમને પોતાના હાથે કશું ખોટું ન થાય એવા ખ્યાલથી મુશ્કેલ લાગ્યું. એક વખત ભરત ચક્રવર્તીએ ઋષભદેવ આગળ શંકા વ્યકત કરી કે તેમના મૃત્યુ પછી તેમની કક્ષાનો મહાન અને શ્રેષ્ઠ મનુષ્ય મળી શકવો એ દુષ્પ્રાપ્ય બાબત છે. ઋષભદેવે તેને જવાબ આપ્યો કે જે રીતે તારા પછી અગિયાર ચક્રવર્તીઓ પેદા થવાના છે તે જ રીતે મારા પછી પણ ઘણા તીર્થંકરો પેદા થવાના છે કે જેઓ ભ્રમિત લોકોને સાચા માર્ગ પર લાવશે. ખૂબ જ આનંદિત થઈને ભરત રાજાએ પૂછ્યું, ‘તાત, આ સભામાં એવી કોઈ વ્યક્તિ છે, કે જે ધર્મ/નિયમના ચક્રને ગતિશીલ બનાવી શકે ?’ ઋષભદેવે જવાબ આપ્યો, ‘તારો પોતાનો પુત્ર મારિચિ ત્રિપૃષ્યાના નામથી પ્રથમ વાસુદેવ બનશે. પછીથી ચક્રવર્તી પ્રિયમિત્ર તરીકે અને ત્યારબાદ ઘણા સમય પછી યથાકાળે મહાવીરના નામથી તે તીર્થંકર બનશે.’ આથી ભરત અત્યંત આનંદિત થઈ ઊઠ્યા અને મારિચિ જ્યાં બેઠા હતા ત્યાં ગયા અને ઋષભદેવે જે કહ્યું હતું તેના અનુસંધાનમાં તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો. આ જાણીને મારિચિ પોતાની જાતને કાબૂમાં રાખી શક્યા નહિ અને ~96~ Page #42 -------------------------------------------------------------------------- ________________ આશ્ચર્યચકિત થઈને બોલ્યા, “મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતાશ્રી પ્રથમ ચક્રવર્તી અને હું પોતે પ્રથમ વાસુદેવ બનવા જઈ રહ્યો છું – મારું કુટુંબ કેટલું મહાન અને અજાયબી પમાડે તેવું છે.” આનાથી ઉત્તેજિત થઈને મારિચિએ તેમના અંતિમ જન્મમાં પોતાની જાતને અત્યંત હાનિ પહોંચાડી અને તેને પરિણામે તે બ્રાહ્મણ કુટુંબમાં જમ્યા. તેમણે કપિલાને ગેરમાર્ગે દોરી. આપણે આ બાબતને યોગ્ય સ્થળે વિવેચનાત્મક રીતે તપાસીશું. પરંતુ નયસારના આત્માએ તેના સોળમા જન્મમાં દુઃખદાયક પીછેહઠ કરી. અહીં તે વિશ્વભૂતિના પુત્ર તરીકે જન્મ્યો. તેની માતાનું નામ ધારિણી હતું. તેના કાકા વૈશ્વનંદી ત્યાંના રાજા હતા. જોકે બંને ભાઈઓ વચ્ચેના સંબંધો એવા હતા કે વિશ્વભૂતિને રાજ્યનાં સર્વે સુખો તરફ પહોંચવાનો માર્ગ સુગમ્ય હતો. રાજા વિશ્વનંદીને પણ વૈશાખનંદી નામનો પોતાનો પુત્ર હતો. અત્રે એક બગીચાની આસપાસમાં બનેલા એક નાનકડો બનાવ વિશ્વભૂતિ માટે સંસારત્યાગ કરવાનું કારણ બન્યો અને અત્યંત દીર્ઘકાળ પર્યત તેમણે અત્યંત કઠિન તપશ્ચર્યા કરી. આ તપશ્ચર્યાને લીધે વિશ્વભૂતિ શરીરે કૃશ થઈ ગયા. એકવાર જ્યારે વિશ્વભૂતિ પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ગાય તેનાં શીંગડાં વીંઝીને તેમને હડસેલો માર્યો. કમનસીબે તેમનો પિતરાઈ વૈશાખનંદી આ જ વખતે તેની ટોળકી સાથે ત્યાં હાજર હતો. તેણે સમગ્ર ઘટના જોઈ અને વિશ્વભૂતિને તેની અગાઉની તાકાત અંગે ટોણો માર્યો અને પછી જે ન બનવું જોઈએ તે બન્યું. આ બાબતે વિશ્વભૂતિ કે જે ઘણા સમયથી તેમના ગુસ્સાને દાબી રાખવાનું શીખ્યા હતા, તે અત્યંત ક્રોધિત થઈ ગયા, ગાયને તેમણે શીંગડેથી પકડી ગોળગોળ ઘુમાવી અને પછી હવામાં ઉછાળી, પરંતુ આટલાથી આનો અંત આવ્યો નહિ. વધુમાં તેમણે દઢ નિશ્ચય કર્યો, “જો મારી બધી જ તપશ્ચર્યાનું કોઈ મહત્ત્વ હોય, તો મારો જન્મ કોઈ હરાવી ન શકે તેવા મહત્તમ શક્તિમાન મનુષ્ય તરીકે થાઓ અને જે માણસે મારા કોઈ જ વાંકગુના વગર મારું અપમાન કર્યું છે તેનું મારા હાથે મૃત્યુ થાઓ.” વિશ્વભૂતિ તેમના છેલ્લા શ્વાસ સુધી આ વિચારને તેમના મનમાંથી Page #43 -------------------------------------------------------------------------- ________________ દૂર કરી શક્યા નહિ અને તેમના મનમાં પેલા અતિશય દૃઢ નિશ્ચય સાથે મૃત્યુ પામ્યા. તપશ્ચર્યા અને આત્મનિયંત્રણ કે સંયમ હંમેશાં સાથોસાથ ચાલે છે અને એકની હાજરી સિવાય બીજું અત્યંત નુકસાન કરે છે કે જેનો કોઈ જ ઉપચાર હોતો નથી. જેઓ તપશ્ચર્યા કરે છે તેઓ અલ્પપોષણ અને કઠિન જીવનને પરિણામે ઝટઝટ ગુસ્સે થઈ જાય તેવા સ્વભાવના થઈ જાય છે અને પોતાની જાત પર કાબૂ નહિ હોવાને કારણે આવે વખતે અતિ આવશ્યક એવું સમતોલપણું જાળવી શકતા નથી અને તેઓ પોતાની જાત માટે તેમજ અન્યો માટે ભારે દુઃખ અને પીડા ઉત્પન્ન કરવા માટે તેઓ જાતે જ કારણભૂત બને છે. મહાન છતાં અતિ ક્રોધિ ઋષિ દુર્વાસાને કોણ જાણતું નથી, કે જેમણે એક સુખી દંપતી (દુષ્યંત અને શકુંતલા)ને ખાસ તો કાવ્ય નાટકની નાયિકાની એક ક્ષુદ્ર બેદરકારીને કારણે પાયમાલ કરી નાખ્યું હતું. આત્મનિયંત્રણના અભાવે જેનાથી પોતે ઘણો ચડિયાતો હતો એવા માણસની ટીકા પ્રત્યે મહાન વિશ્વભૂતિ ઉત્તેજિત થઈ ગયો. હકીકતમાં તે એટલો ઊંચી કક્ષાએ હતો કે વૈશાખનંદીએ કરેલી ટીકા તેને અસ્વસ્થ બનાવી ન શકે, પરંતુ તે નિરુપાય હતો અને તેથી આવા મહાન આત્માનું કેવું પતન થયું તે આપણે જોઈ શકીએ છીએ. આવા મહાન આત્માઓ માટે દૃઢનિશ્ચય અને સિદ્ધિ વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા હોય છે અને તેથી તેઓ આખીયે ઘટના અંગે જરાક વધારે શાંતિથી વિચારવાનો સમય ભાગ્યે મેળવી શકે છે અને તેથી પશ્ચાત્વર્તી અનિવાર્ય બનાવોમાંથી છટકી જઈ શકતા નથી. તપશ્ચર્યાને પરિણામે અનુગામી જન્મમાં સ્વર્ગમાં તેનો પુનર્જન્મ થયો, પરંતુ તેનો પ્રબળ દૃઢ નિશ્ચય તેના અઢારમા જન્મમાં જેને પૃથ્વી પર લાવ્યો. આ જન્મમાં તે વાસુદેવ તરીકે પેદા થયો. તેનું નામ ત્રિપૃષ્ટા હતું. તેના નિશ્ચયને અનુરૂપ તે અતુલનીય તાકાત ધરાવતો હતો અને વળી તેનો ભાઈ વૈશાખનંદી કે જે સિંહ તરીકે જન્મ્યો હતો તેને મારી નાખવાની તક પણ તેને મળી. પવિત્ર સાધુની ક્રૂર મશ્કરીઓ કરવાના ઘોર કર્મને કારણે તેને પ્રાણીજગતમાં જન્મ લેવાની ફરજ પડી. ૦૨૦૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈન પુરાણકથાઓ અનુસાર જ્યારે વાસુદેવ જન્મ ધારણ કરે છે ત્યારે પ્રતિવાસુદેવ પણ અચુક જન્મ લે છે. અશ્વગ્રીવા તે યુગનો પ્રતિવાસુદેવ હતો. વાસુદેવ ત્રિપૃષ્ટાએ તે પ્રતિવાસુદેવનો અંત આણ્યો. લોકો તેમને વાસુદેવ તરીકે ઓળખતા થયા. ત્રિપૃષ્ટા વાસુદેવે તેમના ભાઈઓની મદદથી ભારતનો મોટો ભાગ જીતી લીધો અને પોતાની જાતને નોખી સાબિત કરી. તેણે વિવિધ રાજાઓ અને વિદ્યાધરોની ઘણી રાજકુંવરીઓ સાથે લગ્ન કર્યા અને આરામદાયક અને વૈભવી જિંદગી જીવવા લાગ્યો. યથાકાળે ઇન્દ્રિયોના ભોગવિલાસમાં તે એવો તો લીન થઈ ગયો કે અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથનાં ધર્મપ્રવચનો સાંભળવા છતાં (ભોગવિલાસરૂપી) કરોળિયાની સોનેરી જાળને તે ત્યજી શક્યો નહિ. તેનો આત્મા પણ હલકો પડ્યો. ક્રોધ અને બીજા હલકી કક્ષાના મનોવિકારોએ તેની ઉપર પ્રભુત્વ જમાવ્યું અને પછી શું થયું તે હવે આપણે જોઈએ. એક વખત તેના નિદ્રાના સમયે તે સુંદર સંગીતનો આનંદ માણતો હતો. જેવો ત્રિપુરા નિદ્રામાં સરવા માંડ્યો કે તરત જ તેની પથારી પાસે જ ઊભેલા અંગરક્ષકને સંગીત બંધ કરાવી દેવાની સૂચના આપી. પરંતુ અંગરક્ષક કે જે તેની પથારીની સંભાળ રાખતો હતો તે સંગીતથી એટલો બધો અભિભૂત થઈ ગયો હતો કે તે સંગીત બંધ કરાવવાનું ભૂલી ગયો. જ્યારે ત્રિપૃષ્ટા જાગ્યો ત્યારે તેણે જાણ્યું કે સંગીત તો હજી પણ ચાલુ હતું. તેણે અંગરક્ષકને બોલાવ્યો અને પૃચ્છા કરી. અંગરક્ષકે તેની ભૂલ કબૂલ કરી પરંતુ વાસુદેવ ત્રિપૃષ્ટા એટલી બધી નીચી કક્ષાએ ઉતરી ગયો હતો કે તે તેના મનોવિકારોમાંથી ઉપર ઊઠી શક્યો નહિ. આથી ઊલટું, ક્રોધ તેને એટલો બધો ઘેરી વળ્યો કે તેણે અંગરક્ષકને બોલાવ્યો અને ભર્યા દરબારમાં તેણે અંગરક્ષકના બંને કાનમાં (પીગાળેલું) તાંબુ રેડાવ્યું. આ જન્મમાં જીવતાં પ્રાણીઓને મારી નાખવાની ભાવનાવાળા અને માંસ ખાવાની મજાના આનંદમાં ઊંડા ડુબેલા, બધા જ મનોવિકારોથી પરિપૂર્ણ તેનો આત્મા એટલી અધમ કક્ષાએ નીચો ઊતરી ગયો કે તેને નર્કની યાતનાઓ સહન કરવી પડી. તેણે કેટલાક અધમ જન્મો લેવા પડ્યા. - ૨૧ - Page #45 -------------------------------------------------------------------------- ________________ તેમના ત્રેવીસમાં જન્મમાં નયસારનો આત્મા ધારિણીદેવીની કુખે પુનર્જન્મ પામ્યો અને યથાકાળે તે ચક્રવર્તી બન્યો. તેનું નામ પ્રિય મિત્ર હતું અને તે બધાં જ ચૌદ રત્નો ધરાવતો હતો. ચક્રવર્તી વાસુદેવ કરતાં એ અર્થમાં નોખો હતો કે ઐશ્વર્ય અને ભવ્યતા એ બધું જ હોવા છતાં તે તેમાંથી બહાર આવી શક્યો. જ્યાં સુધી માનવદેહ હોય ત્યાં સુધી માનવીય નશ્વરતાનો સર્વવ્યાપક ખ્યાલ માનવમનમાંથી ભાગ્યે જ દૂર થઈ શકે છે. એકવાર જ્યારે રાજા મહેલની છત પરથી વાદળોનું સૌદર્ય જોઈ રહ્યો હતો ત્યારે વિખરાતાં વાદળોને જોઈને બધી જ વસ્તુઓની નશ્વરતાનો ખ્યાલ તેના મનમાં ઝબક્યો. અને એ જ વખતે તેને પોતાનું નામ સાર્થક કરે એવા ગુરુ મળ્યા અને તેણે જગતનાં સર્વે સુખોનો ત્યાગ કર્યો. | નયસારના આત્માએ બળપૂર્વક અંતરાયોને ફેંકી દીધા અને હવે તેનો માર્ગ થોડોક લાંબો છતાં તદ્દન સીધો અને સરલ હતો. પોતાની મુનસુફીથી રાજ્ય કરતા અને છતાં હંમેશાં ઉત્તમ સોબત શોધતા એવા નંદનરાજા તરીકેનો પચીસમો જન્મ પૂર્ણ કર્યા પછી સ્વર્ગમાં પણ ઉત્તમ જગ્યાએ પરમાત્મા તરીકે તેઓ જન્મ્યા અને ત્યાંથી તેઓ જંબુદ્વીપમાં આવ્યા અને તીર્થકર બન્યા. જેણે આ કાળજીપૂર્વક વાંચ્યું છે તેનામાં ભાગ્યે જ એ સમજ પેદા નહીં થાય કે થોડીક અવગણના, થોડીક બેકાળજી, થોડક અહમુનો સ્પર્શ, ઇન્દ્રિયોના વિષયોની મોજની થોડીક ઇચ્છા કેવી રીતે અનંત જન્મોનો ચક્રવાતી નાદ પેદા થવાનું કારણ બને છે. અને બીજી બાજુ આત્મનિયંત્રણના સાથ વિનાની વધુ પડતી તપશ્ચર્યા સંયમ વ્યક્તિની પ્રગતિમાં સમાન રીતે હાનિકર્તા સાબિત થાય છે. આ બંને હકીક્તો એવી વ્યક્તિના મનમાંથી ભાગ્યે જ દૂર થઈ શકે છે કે જે તેના નિશ્ચિત લક્ષ (summum bonum) સુધી પહોંચે તે પહેલાં ગાઢ રીતે ઉમદા આત્માની ચડતી અને પડતીને અનુસરે છે. – નેપોલિયન - નેલ્સનની જેમ નહિ - કે રામકૃષ્ણ વગેરેની જેમ નહિ - પરંતુ ક્રમાનુસાર ઉત્થાન થવું - ૨૨ - Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્થળાંતર (Transfer) દુશ્મા સુષ્મા સમય પૂર્ણ થતો હતો અને માત્ર કંઈક પંચોતેર વર્ષ અને આઠ મહિના બાકી રહ્યા હતા. આ સમયે દેવાનંદા પોતાના પતિ 28ષભદત્ત સાથે વૈશાલીના દક્ષિણ ભાગમાં રહેતાં હતાં. આ જગ્યામાં મોટેભાગે બ્રાહ્મણોની વસતી હતી અને તેથી તે બ્રાહ્મણકુંડ તરીકે જાણીતી હતી. જ્યારે ઉત્તરફાલ્યુની નક્ષત્ર ચાલી રહ્યું હતું ત્યારે નયસારનો આત્મા દેવાનંદાના ગર્ભાશયમાં ઊતર્યો. તેણીએ ચૌદ સ્વપ્નો જોયાં. (જુઓ પછીનું પ્રકરણ). પરંતુ ગર્ભધારણના 82 દિવસ પછી એક ખૂબ જ અગત્યનો બનાવ બન્યો. રૂઢિગત રીતે તેને નીચે મુજબ જોડવામાં આવે છે. (આચારાંગ સૂત્ર 176) “પછી મહાવીર તરફ ભક્તિભાવવાળા દેવે યોગ્ય સમયે તે પોતાની ફરજ હોવાનું વિચારીને કથિત ગર્ભધારણના 82 દિવસ પછી દેવાનંદાના ગર્ભને ત્રિશલાના ગર્ભાશયમાં અને ત્રિશલાદેવીના ગર્ભને દેવાનંદાના ગર્ભાશયમાં એકબીજામાં સ્થાનાંતરિત કર્યા. પછીથી લોકોએ આ ઘટનાને સ્વીકારી લીધી અને આ ઘટનાની વાર્તાએ ઝડપથી લોકોનાં મન પર ગાઢ અસર જમાવી દીધી. 2000 વર્ષ જૂના કેટલાક શિલાલેખો કે જે લખનૌ (કેસરબાગ - 4626)માં સાચવી રખાયા છે તે આનું પ્રમાણપત્ર આપે છે. આપણા પક્ષે આ દંતકથામાંથી વધારે ઊંડી તપાસ દ્વારા સત્ય શોધી કાઢવાનું કાર્ય આવે છે. માત્ર ત્રણ ગ્રંથો કે જે આ ઘટનાનો નિર્દેશ કરે છે તે આચારાંગસૂત્ર, ભગવતીસૂત્ર અને ક્ષેપાસ્ત્ર છે. આચારંગસૂત્ર સૌથી પ્રાચીન હોવાને લીધે તે સ્વાભાવિક રીતે જ આપણામાં વધારે વિશ્વાસ પેદા કરે છે. પરંતુ આચાર્ય હેમચંદ્ર આપણને તેમ કરતાં રોકે છે. (પરિશિષ્ટ પર્વ-સર્ગ-1, શ્લોક 88 થી 101). તેઓ કહે છે કે આચારાંગસૂત્રનો એ ભાગ કે જેમાં કથિત ઘટના વર્ણવવામાં આવી છે તેમાં ભદ્રબાહુના સમય પછી લગભગ 200 વર્ષો પછી અસલ લખાણમાં વધારો કરેલ છે. એમ માનવામાં આવે છે કે સિમંધર તીર્થકર દ્વારા તે ભરતક્ષેત્રના સીમાડાઓની બહાર રચવામાં આવ્યું છે. - ૨ - Page #47 -------------------------------------------------------------------------- ________________ આ બધામાંથી એ હકીકત નિશ્ચિત થાય છે કે મહાવીરના મૃત્યુ પછી 200 વર્ષો બાદ આવી ઘટના અનેક વસ્તુઓ ભેળવીને ઉપજાવી કાઢવામાં આવી છે. પ્રાસંગિક કથા કલ્પસૂત્રમાં મોટે ભાગે આચારાંગસૂત્રમાંથી ઉછીની લીધેલ છે અને તેમાંથી કાંઈ નવું પ્રાપ્ત થતું નથી. ભગવતીસૂત્ર આવી (ગર્ભની) સ્થાનાંતરની શક્યતા દર્શાવે છે, પરંતુ અગત્યનો નોંધપાત્ર મુદ્દો એ છે કે ભગવતીસૂત્ર હકીકતમાં તે ઘટનાને સમર્થન આપતું નથી. શતક (5) ઉદ્દદ (4)માં ફેરબદલીની ક્ષમતાનું કારણ હિરોગમૈષી છે એમ કહેવામાં આવ્યું છે - વર્ધમાન મહાવીર અને ગૌતમ વચ્ચે આ પ્રકારનો સંવાદ થયેલો છે. અહીં હરિનગમૈષીનું ગર્ભની ફેરબદલી કરવાનું કૌશલ્ય હોવાનો દાવો કરવામાં આવ્યો છે પણ મહાવીરના ગર્ભનું દેવાનંદાના ગર્ભાશયમાંથી ત્રિશલાના ગર્ભાશયમાં સ્થાનાંતર અંગે ખરેખર કોઈ નિર્દેશ કરવામાં આવ્યો નથી. આ તબક્કે તે મુદ્દો અગત્યનો છે, કારણ કે આ તબક્કે આવો નિર્દેશ થવો એ અત્યંત સ્વાભાવિક છે અને તેની ધ્યાનાકર્ષક ઉપેક્ષા આ તબક્કે વિરોધી અભિપ્રાય પેદા કરે છે. ટીકાકાર અભયદેવ દલીલ કરે છે કે સામાન્ય પરિભાષામાં આપવામાં આવેલું વર્ણન મહાવીરને પોતાને લાગુ પડવું જોઈએ અને જે દેવનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે અન્ય કોઈ નહિ, પરંતુ હરિને ગમૈષી જ છે અને આ જ દેવે મહાવીરના ગર્ભની ફેરબદલી કરી છે એમ મનાય છે. સ્પષ્ટ નિર્દેશના અભાવે (ઉપરોક્ત) ટીકાકારની દલીલ આપણા મનનું સમાધાન કરતી નથી. હવે આપણે આ આખાયે પ્રશ્નને વૈજ્ઞાનિક રીતે જોઈએ. જીવશાસ્ત્રના જ્ઞાન કે જે આપણી પાસે છે તેવો યોગ્ય રીતે દાવો કરવામાં આવે છે તેના પ્રકાશમાં આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે, “આ પ્રકારનું સ્થાનાંતર શક્ય છે? એક ગર્ભાશયમાંથી બીજા ગર્ભાશયમાં ગર્ભની ફેરબદલી શક્ય છે ?” કોઈ પણ જાતના ભક્તિભાવની અસરરહિત આધુનિક વિજ્ઞાન આનો જવાબ નકારમાં આપે છે. | (અહીંયા પેજ 25 આખું જ ભાષાંતરમાં રહી ગયેલ છે.) - ૨૪ - Page #48 -------------------------------------------------------------------------- ________________ આ પેજ 26 છે. બીજા ઘણા પ્રશ્નો અનિવાર્ય રીતે પેદા થાય છે, પરંતુ તેમના સમાધાનકારક ઉત્તરો આપી શકાતા નથી, કારણ કે આ પ્રકારના સ્થાનાંતરની તરફેણમાં એક વિશ્વસનીય તર્ક ઘડી કાઢવો આવશ્યક છે. આ પ્રકારની ફેરબદલી માટે કરવામાં આવેલી દલીલ મનને માટે સમાધાનકારી નથી એટલું જ નહિ, પરંતુ તે અતાર્કિક પણ છે. ઇન્દ્ર વિચારે છે કે એક તીર્થંકરે સંકુચિતવૃત્તિના, કંગાળ, કૃપણ અને બ્રાહ્મણ કુટુંબમાં ક્યારે જન્મ લીધો નહોતો, લઈ શકે નહિ અને લઈ શકશે નહિ. સમકાલીન બૌદ્ધ સાહિત્ય કે જે આવા સવાલનો નિર્ણય કરવા માટે સૌથી વધારે વિશ્વસનીય અને સૌથી વધારે સહાયકારક છે તે પણ આ બાબત સાથે સંમત નથી. તેમાં બુદ્ધ વિશે કહેવામાં આવ્યું છે કે તેઓ જેવા છે તેવા નેતાઓ કાંતો ક્ષત્રિય અથવા તો બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા છે. ક્ષત્રિય પરિવાર સાંસ્કૃતિક રીતે જે હોદ્દો ધરાવે છે તેવો જ ઉચ્ચ સ્થિતિ બ્રાહ્મણ પરિવાર ધરાવે છે. પરંતુ ધર્મોપદેશકોનો સમુદાય જે ઘણા વખતથી સર્વ પવિત્રતા અને શ્રેષ્ઠતાને એ કોઈ ખાસ વિશેષાધિકારી વર્ગના લોકો માટે સુરક્ષિત ગણી રહ્યો છે તેનામાં એક ઇર્ષાભાવ પેદા થયો હતો. વળી આ (વિશેષાધિકારી) વર્ગ આવી સર્વોપરિતા માટે દૃઢપણે અને સમાન રીતે સક્ષમ, મજબૂત અને શક્તિશાળી હતો. અને બ્રાહ્મણ પરિવારને ઉતારી પાડવા માટે જ આવી ફેરબદલીને કાળજીપૂર્વક અને જાગૃતપણે કપટપૂર્વક બનાવટ કરીને વર્ણવવામાં આવી છે. વ્યક્તિગત રીતે જોઈએ તો ઋષભદત્ત વિદ્વાન માણસ હતો - કદાચ બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ અને વૈદિક જ્ઞાન વગેરેમાં ખૂબ જ નિષ્ણાત હતો. દેવાનંદા પણ કોઈ રીતે ત્રિશલા કરતાં ઉત્તરતી કક્ષાની ન હતી. ‘અંતગાડા દાસાઓ' એ ફેરબદલીને ન્યાય આપવા માટે આપેલી વાર્તા નીચે મુજબ છે, પરંતુ તે પણ ગળે ઊતરે તેમ નથી. મહાવીર એ બુદ્ધથી પણ પહેલાં થઈ ગયેલ મહાન ધાર્મિક વ્યક્તિત્વ હતું કે જેણે નાતજાતના વાડા તોડીને બધા ભેદભાવોને સમતલ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને કર્મને વધારે મહત્ત્વ આપ્યું હતું. (7 નવ્વા વસો હોડ્....) ~24~ Page #49 -------------------------------------------------------------------------- ________________ આવા માણસે આવી ફેરબદલી અંગે વિચાર્યું હોય તે અશક્ય છે અને એ તો વળી એથીયે અશક્ય છે કે તેમણે પોતે આવી ફેરબદલી વિશે વિચાર્યું ન હોય (કારણ કે તેઓ તેનાથી ઘણી ઊંચાઈએ હતા) છતાં તેમની ઇચ્છા વિરૂદ્ધ અને તેમની સંમતિ વગર તેમને એક ગર્ભાશયમાંથી બીજા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કર્યા હોય. તેથી આ બાબત તેમને તેઓ જાણે કે ઇન્દ્રના હાથની કઠપૂતળી હોય એવા બનાવી દે છે. એવું નોંધવામાં આવ્યું છે કે જે માણસ તેની માતા ત્રિશલાને શારીરિક કષ્ટ ન પડે તે માટે (ગર્ભમાં) ઝાઝું હલનચલન પણ ન કરતો હોય, જે માણસ પોતાનાં માબાપની હયાતિ દરમ્યાન (સંસાર) ત્યાગ ન કરવાનો નિશ્ચય ધરાવે તેવો અન્યનો ખ્યાલ કરવાવાળો હોય તે આવી ફેરબદલીને કબૂલ કરે ખરો ? તેમ ન થઈ શકે. આવી લાગણીશીલ વ્યક્તિ માટે મનોવૈજ્ઞાનિક રીતે પણ માત્ર ઇન્દ્રના રાજીપા ખાતર એક સ્ત્રીની માતૃત્વની તીવ્ર ઇચ્છાઓને ભાંગીને ચૂરેચૂરા કરી નાખવા જેટલો ક્રૂર અને દયાહીન બની શકે તે અશક્ય છે. આપણે સારી રીતે જાણીએ છીએ તેમ ઇન્દ્ર એક અજ્ઞાન વ્યક્તિ હતો કે જે મહાવીરના સિદ્ધાંતને સમજવા અને તેમના વ્યક્તિત્વને પારખવામાં નિષ્ફળ ગયો હતો તે શી રીતે આવી ફેરબદલીનો વિચાર પણ કરી શકે ? પરંતુ ઇન્દ્રે મહાવીરના વ્યક્તિત્વને અન્યાય કર્યો હોય એવો આ કંઈ એકાકી બનાવ નથી. આવા બીજા ઘણા પ્રસંગો છે જ્યારે ઇન્દ્રે તેમને નકારીને અથવા તેનાં વ્યવહારુ ઉદાહરણો આપીને સાચા માર્ગે વિચારવાની તેને ફરજ પડી હોય. (જ્યારે ઇન્દ્રે ઓચિંતી ઉદ્ભવતી શારીરિક રિબામણીઓમાંથી મહાવીરને બચાવવાની તૈયારી બતાવી હતી) તે નવાઈ પમાડે એવું છે કે તેમનું સમગ્ર વ્યક્તિત્વ જોખમમાં છે ત્યારે મહાવીરે કેમ તેમાં દરમ્યાનગીરી નહીં કરી હોય ? ગ્રંથો કહે છે તેમ મહાવીર વર્ધમાન તેઓ સ્થાનાંતરિત થવાના છે તે જાણતા હતાં, તેઓ સ્થાનાંતરિત થઈ ગયા છે તે પણ તેઓ જાણતા હતા, (તેમને સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યા છે તે તેઓ જાણતા ન હતા કારણ કે ~2~ Page #50 -------------------------------------------------------------------------- ________________ તે સમય અતિ અલ્પ હતો) ત્યારે એમ થઈ શક્યું હોત કે તેઓ ઇન્દ્રને તે પોતાને જે કરવા માટે લાયક માનતો હતો તે માટે જેમ તેને પોતાનો અનુયાયી બનતાં અટકાવ્યો હતો તે જ રીતે અટકાવી શક્યા હોત. હવે પછી પ્રશ્ન એ પેદા થાય છે કે (જ્યારે એ માન્ય કરવામાં આવ્યું છે કે પોતાના મર્યાદિત જ્ઞાન સાથે ઇન્દ્રે આવા મહાન માનવીના ઉચ્ચ ખાનદાનમાં જન્મ વિશે વિચાર્યું હતું) શા માટે તેણે મહાવીર જ્યારે પ્રથમ વખત દેવાનંદાના ગર્ભાશયમાં ગર્ભસ્થ થયા તેની પહેલાં આવું ન વિચાર્યું? ઇન્દ્રની પોતાની સાથે પણ વિશેષણોની લાંબી પૂંછડી જોડાયેલી છે. ઓછામાં ઓછું ઇન્દ્રે એમ પણ ન વિચાર્યું કે મહાવીર પોતે દેવાનંદાના ગર્ભાશયમાં ગર્ભસ્થ થયા ત્યારે તેમણે પોતે આ અંગે સારી રીતે વિચાર્યું હોત. પરંતુ આ બાબતમાં શરૂઆતના લેખકોને તેમને હરીફોને હલકા પાડવાની તક પ્રાપ્ત ન થઈ હોત. એવું કહેવાય છે કે મારિચિના જીવન દરમ્યાન તેમની પોતાની મહાનતા વિશેના તેમના ગર્વિષ્ઠ વિચારોને લીધે તેમને તેમનો જન્મ હલકા કુળમાં લેવો પડ્યો. જેઓ આ દૃષ્ટિબિંદુ લે છે તેમને એ હકીકત દેખાતી નથી કે એક વખત તેમના 27મા અને અંતિમ જન્મની પહેલાં અને મારિચિ તરીકેના જન્મ પછી તરત જ નહિ પરંતુ 18મા ત્રિપૃષ્ણ વાસુદેવ તરીકેના જન્મમાં તેઓ પુત્રીપુત્ર (અર્થાત્ પોતાની પુત્રીથી પેદા થયેલ પુત્ર) તરીકે જન્મ્યા હતા. રાજા રિપુપ્રતિશત્રુએ પોતાની જ પુત્રી મૃગાવતી સાથે લગ્ન કર્યાં અને તેનાથી એક પુત્ર પેદા કર્યો જે પછીથી ત્રિપૃષ્ઠા વાસુદેવ તરીકે જાણીતો થયો. તેનો પોતાની જાત વિશેનો ગર્વિષ્ઠ અહમ્ આનાથી પૂરતા પ્રમાણમાં દંડિત થયો. દલીલ તરીકે આપણે ધારી લઈએ કે તેને પ્રાયશ્ચિત તરીકે ગણવામાં ન આવે તો પણ મહાવીરના સિદ્ધાંત પ્રમાણે કોઈ વ્યક્તિ, કોઈ દેવ, કોઈ શેતાન, ઇન્દ્ર કે મહાવીર પોતે પણ પોતાના કાર્યનું પરિણામ ટાળવા માટે શક્તિમાન બની શકે નહિ. બૌદ્ધ સાધુ કે જે સમાન રીતે કર્મના લોખંડી સિદ્ધાંતમાં માને છે તેમણે પણ તેને પડછાયા સાથે સરખાવેલ નથી. પડછાયો એટલે ધૂંસરીને અનુસરતું ગાડાનું પૈડું. ~૨૦૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રના પક્ષે પણ કોઈ વિચારણા મહાવીરને તેના તે જ પરિવારમાં જન્મ લેતા રોકી શકે નહિ. બીજો મુદ્દો કે જે ગ્રંથો કહે છે તે મુજબ દેવાનંદાના ગર્ભની ત્રિશલાના ગર્ભાશયમાં અને ત્રિશલાના ગર્ભની દેવાનંદાના ગર્ભાશયમાં ફેરબદલી થઈ હતી. તે નવાઈ પમાડે એવું છે કે જ્યારે ફરીથી મહાવીર જુએ છે કે (ભગવતી શલાકા-9, ઉદદ-4) દેવાનંદાને કોઈ બાળક જન્મ્યાનો નિર્દેશ મળતો નથી. જો દેવાનંદાને કોઈ દીકરી હોત (કારણકે ત્રિશલાના ગર્ભાશયમાં રહેલો ગર્ભ એ એક છોકરી હતી તો આ સ્થાને તેનો કોઈ નિર્દેશ કરવામાં આવ્યો જ હોત. મહાવીરના પ્રારંભના અનુયાયીઓ પછીના કરતાં વધારે ભક્તિભાવ ધરાવતા હતા. તેમણે ચોક્કસપણે સ્વપ્ન સેવ્યું હોત કે “મહાવીરના જીવનમાં કોઈક ચમત્કાર થયો હોવો જોઈએ. પ્રારંભના લેખકો બે સ્વપ્નોને સાકાર થયેલાં જુએ છે. થોડાક જ સમયમાં તેને બનવું જોઈતું હતું” અને “જે ચોક્કસપણે બન્યું હતું તે બંનેનું સ્થાન “જે બન્યું હતું એ લીધું. તેઓ એક જ કાંકરે બે પક્ષી મારી શક્યા. તેઓ સંસારી લોકોને સંતોષી શક્યા અને બ્રાહ્મણોને કલંક લગાડી શક્યા. તે તદ્દન શક્ય છે કે (ભગવતી શલાકા-15) ગૌતમ સાથે પરિભ્રમણ કરતી વખતે મહાવીર એક સ્ત્રીના સંપર્કમાં આવ્યા કે જેણે તેમને જોતાંની સાથે જ સ્વાભાવિક પ્રેમ અને ભક્તિભાવને લીધે એવાં બધાં જ ચિહ્નો પ્રદર્શિત કર્યો કે જે એક માતા તેના પોતાના પુત્રને જોઈને પ્રદર્શિત કરે. આ અંગે વર્ધમાન મહાવીરને પૂછતાં તેમણે કહ્યું કે દેવાનંદાએ તેના અગાઉના પ્રેમ અને ભક્તિભાવને કારણે આવી માતૃત્વની લાગણીઓ પ્રદર્શિત કરી. આપણે એ ન ભૂલવું જોઈએ કે પ્રત્યેક સ્ત્રીને આવા દેખાવડા અને સંતત્વ પ્રાપ્ત કરેલ યુવાન મનુષ્યની માતા બનવાનું ગમે. દેવાનંદા તેના કેટલાક પૂર્વજન્મોમાં મહાવીરની માતા હોવી જોઈએ. આ બંને લાગણીઓએ દેવાનંદા પર એવી મજબૂત પક્કડ જમાવી કે તેણે માતૃત્વની બધી જ લાગણીઓથી ગ્રસ્ત થઈ ગઈ હોય અને એવાં બધાં જ ચિહ્નો પ્રદર્શિત કર્યો હોય એમાં કંઈ નવાઈ નથી. Page #52 -------------------------------------------------------------------------- ________________ એ જમાનામાં પ્રત્યેક વૃક્ષને એક દેવ અને પ્રત્યેક નદીને એક પ્રમુખદેવ હોય જ એમ માનવામાં આવતું હતું ત્યારે એમાં કંઈ જ આશ્ચર્ય નથી કે માનવ કલ્પનાનો એક દેવ હોય એમ વિચારવામાં આવે અને તે ગર્ભની ફેરબદલી અંગે અત્યંત કૌશલ્ય ધરાવતો હોય. આ બંને હકીકતોને (કૃષ્ણની દંતકથા વિશેની ભૂલવી જોઈએ નહિ) પ્રારંભના જીવનચરિત્ર લેખકો નજરઅંદાજ કરવાની બાબતમાં અત્યંત ચતુર હતા. તેમણે તેના બધા જ લાભ-કદાચ ગેરલાભ - લીધા અને બ્રાહ્મણોને તદ્દન માનભંગ કરવા માટેની વાર્તા રચવામાં કોઈ જ ખચકાટ અનુભવ્યો નહિ. પરંતુ પછી પ્રશ્ન એ થાય છે કે અંક 82 કેવી રીતે યાદ આવે છે અને આ અંક સાથે શી અગત્ય જોડાઈ છે. જો આપણે એ સિદ્ધાંત માની લઈએ કે દેવાનંદા કેટલાક પૂર્વજન્મોમાં મહાવીરની માતા હતી તો 82 એ અંક અને સ્વપ્નો એ બધું જ આપણા ઉદ્દેશ માટે બિનમહત્ત્વનું બની જાય છે. પરંતુ એક વધુ સમાન રીતે દીઠે ખરું લાગે એવું તારણ છે કે એક બ્રાહ્મણ સ્ત્રી દેવાનંદાએ વાસ્તવમાં સ્વપ્નો જોયાં હોય અને એક શક્તિશાળી આત્માને ગર્ભમાં ધારણ કર્યો હોય. પરંતુ આખરે 82 દિવસ પછી તેને કસુવાવડ થઈ ગઈ હોય કારણકે ઋષભદત્ત અને દેવાનંદાને કોઈ સંતાન હોવા અંગેનો કોઈ જ નિર્દેશ મળતો નથી. | (જોકે એ નોંધવું જોઈએ કે દેવાનંદાએ જોયેલાં સ્વપ્નો આબેહૂબ ત્રિશલાએ જોયેલાં સ્વપ્નો જેવાં જ હતાં અને વિદ્વાન બ્રાહ્મણો પૈકી સ્વપ્નોને સમજાવવા કે આવી ફેરબદલી કે કસુવાવડને વર્ણવવા માટે કોઈ જ આગળ આવ્યું નહિ) દેવાનંદાને કસુવાવડ થઈ હોવી જોઈએ એ તારણ એ પછીથી બનેલી હકીકતમાંથી ટેકો મેળવે છે. બરાબર 82નો અંક અને કસુવાવડ ત્રિશલાના મનમાં પણ માથે તોળાઈ રહેલો ભય પેદા કરે છે કારણ કે તેના પોતાના અંગે પણ આવી જ શંકા ઉદ્ભવી શકે છે. ' સ્વપ્નો ત્રિશલાના ગર્ભાશયમાં મહાન આત્મા ગર્ભસ્થ થયો તે પછી પરંપરા આપણને દર્શાવે છે કે તેણીએ ચૌદ મહાન સ્વપ્નો જોયાં. હવે આપણે Page #53 -------------------------------------------------------------------------- ________________ પારંપરિક વાર્તા વધુ વિગતથી જોઈશું. સાલંધર ગોત્રની બ્રાહ્મણી દેવાનંદાના ગર્ભાશયમાંથી શ્રમણ ભગવાન મહાવીરનો ગર્ભ દૂર કરી વશિષ્ઠ ગોત્રની ક્ષત્રિયાણી ત્રિશલાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવ્યો તે રાત્રે ક્ષત્રિયાણી ત્રિશલા પોતાના શયનખંડમાં હતાં જે (ખંડ)નો અંદરનો ભાગ ચિત્રો વડે શણગારેલો હતો અને તેની બહારની સપાટી સફેદ રંગે ધોળેલી હતી તેમજ ખૂબ ચળકતી અને નરમ હતી. છત પર વિવિધ ચિત્રો દોરેલાં હતાં અને તે (છત) પણ ચળકતી હતી. રત્નો અને કીમતી પથ્થરોથી અંધારાને દૂર કરવામાં આવ્યું હતું. ભોંયતળિયું એકદમ સપાટ હતું અને સરસ ગોઠવેલી શુભ આકૃતિઓથી સારી રીતે શણગારવામાં આવેલું હતું તેમજ બધા જ પાંચેય રંગનાં રસયુક્ત સુગંધીદાર પુષ્પોને આમતેમ વેરીને કરેલા ઢગલાઓથી સારી રીતે સજાવવામાં આવ્યું હતું અને શયનગૃહ ભારતીય જીવનચરિત્ર લેખકોની વિશિષ્ટ રીતથી વર્ણવવામાં આવ્યું હતું, પરંતુ અત્રે આપણા માટે તેની ચર્ચા અનાવશ્યક છે. હવે આપણને સ્પર્શે છે એવા દષ્ટિબિંદુથી આપણે તેને ફરીથી વર્ણવીશું. ““આવા શયનખંડમાં અને આવી પથારીમાં ક્ષત્રિયાણી ત્રિશલા મધ્યરાત્રિએ ઊંઘતા જાગતાની વચ્ચેની અવસ્થામાં ઉચિત સ્થિતિમાં સૂઈ રહ્યાં હતાં તે આ પ્રશંસનીય ચૌદ મહાન અને મંગળ સ્વપ્નો જોઈને જાગૃત થઈ ગયાં, જે (સ્વપ્નો) આ પ્રમાણે હતાં. (1) હસ્તિ (2) વૃષભ - સાંઢ - બળદ (8) સિંહ (4) ધનવર્ષા કરતાં શ્રીદેવી (ધનની દેવી) (5) માળા (6) ચંદ્રમા (7) સૂર્ય (8) ધ્વજ (9) કળશ – માંગલિક ઘડો (10) કમળનું સરોવર (11) ક્ષીર સમુદ્ર (12) દિવ્ય રથ (13) રત્નપૂંજ અને (14) ધૂમવિહીન જ્યોત (32) (38) ક્ષત્રિયાણી ત્રિશલા તેના પ્રથમ સ્વપ્નમાં બધા જ મંગળ ચિહ્નો ધરાવતો, ચાર દંતુશળ ધરાવતો સુંદર, પ્રચંડ, પ્રશંસનીય હાથી જોયો. તે (દતુશળ) ઝાપટું નાખીને ખાલી થયેલાં ખૂબ ઊંચે ચડેલાં વિશાળ વરસાદી વાદળો જેવા અથવા મોતીઓના હારના મોટા પુંજ જેવા અથવા ક્ષીરસમુદ્ર જેવા અથવા ચંદ્રકિરણાવલિ જેવા અથવા પાણીના ફુવારા જેવા અથવા વૈતધ્યા નામે ઓળખાતા રૂપાના પર્વત જેવા શ્વેત હતા. તે ગંડસ્થળ તેમાંથી ઝરતા સુગંધીદાર મદ વડે - ૩૦ - Page #54 -------------------------------------------------------------------------- ________________ સુવાસિત થયેલાં હતાં, જે મધુમક્ષિકાઓને આકર્ષતાં હતાં, જે (હાથી) હાથીઓના રાજા એવા દેવોના હાથી ઐરાવત જેવો સપ્રમાણ, ઘાટીલો અને સુંદર હતો તેમજ જળભરેલાં વિશાળ, ગાઢાં વરસાદી વાદળોની જેમ આનંદદાયક મોટી ગર્જનાઓ કરતો હતો. (84) પછી તેણીએ શ્વેતકમળની પાંદડીઓના દ્રવ્ય જેવી રંગછટા ધરાવતો પાલતુ ભાગ્યશાળી વૃષભ જોયો, જે ચોતરફ પ્રસરતા અપેક્ષિત ચમકતા પ્રકાશ જેવો (શ્વેત) હતો. તેની મોહક, ભવ્ય અને સુંદર બંધ તેની પોતાની મોજને કારણે આનંદિત થઈને જાણે કે) નૃત્ય કરતી હતી. તેની સુંવાળી અને ચમકતી ત્વચા પાતળી, નિષ્કલંક અને અત્યંત કોમળ હતી. તેનો દેહ દઢ, મજબૂત, સ્નાયુબદ્ધ, પૂરતા પોષણથી પુષ્ટ બનેલો, આકર્ષક, સપ્રમાણ અને સુંદર હતો. તેનાં શિંગડાં ટોચેથી ગોળ વળેલાં અને નક્કર હતાં. તેના દાંત સરખા માપના, ચમકતા અને નિષ્કલંક હતા. તે અનેક સદ્ગણોના મંગળ સ્ત્રોત સમાન હતો. (85) પછી આગળ ઉપર તેણી એક સુંદર, ખૂબસૂરત આકારવાળો, રમતિયાળ સિંહ જુએ છે, જે આકાશી ઘુમ્મટમાંથી નીચે ઊતરી આવે છે અને તેણીના મુખમાં પ્રવેશે છે. (નિયમવયણમઇવયન્ત....) અત્યંત વ્યંતરંગની છટાવાળો સિંહ કે જે શ્વેત મોતીઓની માળાના પુંજ અથવા ક્ષીર મહાસાગર અથવા ચંદ્રની કિરણાવલિઓ અથવા જળના ફુવારા અથવા મહાન રજતપર્વત કરતાંયે વધારે શ્વેત હતો. દેખાવે મોહક અને સુંદર, જેના આગલા પગ મજબૂત અને શક્તિશાળી હતા, મુખ શ્રેષ્ઠ, ગાઢ ગોળાકાર, સુંદર, સરસ રીતે જોડાયેલા, અણીદાર દાંતથી શોભતું લાગતું હતું, તેના સુંદર હોઠ તેની સપ્રમાણતા દ્વારા ચમકતા હતા અને જાણેકે સરસ રીતે કેળવેલા હોય એવા શ્રેષ્ઠ કમળ જેવા કોમળ હતા. તેની અત્યંત નાજુક જીભ લાલ કમળની પાંદડીઓ જેવી કોમળ હતી અને જીભનું ટેરવું ત્વરાથી બહાર આવતું હતું. તેની આંખો મૂસમાં તપાવેલા શ્રેષ્ઠ સુવર્ણ જેવી અને ગોળાકારે ઘૂમતી નિર્મળ વિદ્યુત જેવી લાગતી હતી, તેની સુંદર સાથળો અત્યંત મજબૂત હતી, તેના ખભા પહોળા અને ખામી - ૩૧ - Page #55 -------------------------------------------------------------------------- ________________ વગરના હતા, તે ઉત્તમ ગુણવત્તાના સુંદર શ્વેતવાળની બનેલી વિસ્તૃત લાંબી કેશવાળીથી શોભતો હતો, તેનું પુચ્છ ઉપર ઉઠાવેલું, ગોળાકારમાં સરસ વળેલું, ઘણું મોટું અને ઝોલાં લેતું હતું, તેના નખના છેડા અત્યંત અણીદાર હતા તેની સુંદર જીભ ફંટાયેલી શાખાની જેમ બહાર ફેલાઈને તેની મુખાકૃતિને શોભા બક્ષતી હતી. (36) તદુપરાંત તેણી પૂનમાં ચંદ્ર જેવા મુખવાળી શ્રીદેવી (સૌંદર્ય અને સમૃદ્ધિની દેવી)ને જુએ છે, જે હિમવંત પર્વતના શિખર પર વિશ્રામ લેતી, ખૂબસૂરત બાંધાની, પધદીપના કમળ પર બિરાજમાન, ઉત્તુંગ પર્વત ઉપરના શ્રેષ્ઠ પરિસરમાં આવેલા કમળોના સરોવર જેવી, આઠેય દિશામાંથી રજવાડી હસ્તિઓની વિશાળ અને શક્તિશાળી સૂંઢમાંથી જેના પર જલવર્ષા થતી હોય એવી હતી. તેણીના ચરણ સુવ્યવસ્થિત સુવર્ણ કૂર્મોને મળતા આવતા હતા, તેણીના નખ ખૂબ જ ઉન્નત, પુષ્ટ, માંસલ વર્ણના, મજબૂત સુંદર લાલ રંગના અને સુંવાળા હતા, તેણીના હાથ અને પગ કમળના પર્ણો જેવા નાજુક હતા, તેની હાથ અને પગની અંગુલિઓ શ્રેષ્ઠ અને કોમળ હતી. તેણીના પગ કેળના ઝાડના થડ જેવા ગોળાકાર હતા અને ઉપર જતાં ઓછા ગોળાકાર હતા. તેણીની ઘૂંટીઓ દષ્ટિગોચર થતી ન હતી. તેણીના પુષ્ટ સાથળ રજવાડી હાથીની સૂંઢ સાથે સામ્ય ધરાવતા હતા. તેણીના સુંદર પહોળાં ઓષ્ટનું વલય સુવર્ણ કમરબંધથી શણગારેલું હતું. તેણીના શ્રેષ્ઠ કમળ જેવા શ્યામ કેશની સુંદર પંક્તિઓ શ્યામ મધુકરના વૃંદ જેવી, શ્યામ વાદળો જેવી, એકસરખી સીધી, સુવ્યવસ્થિત, સુંદર, પ્રશંસનીય, સરસ, સુંવાળી અને અત્યંત બારીક હતી. તેણીની કટિતો સુશોભિત અને માંસલ નિતંબ તેણીની ચક્રાકાર નાભિને લીધે સુંદર લાગતો હતો. તેના દેહનો મધ્યભાગ અર્થાત્ કટિપ્રદેશ ત્રણ ઉત્તમ ગડીઓ ધરાવતો હતો જે કોઈ પણ વ્યક્તિ તેના પંજામાં પકડી શકે એવી હતી. તેના શરીરનાં અંગો અને ગૌણ ભાગો અલંકારો અને વિવિધ પ્રકારનાં રત્નો, સુવર્ણ, કિીમતી પથ્થરો અને શુદ્ધ, શ્રેષ્ઠ રક્તરંગી સુવર્ણથી શણગારેલાં હતાં. તેણીના દોષરહિત, ગોળા જેવા આકારના સ્તનય કુંડ અને જૂઈનાં Page #56 -------------------------------------------------------------------------- ________________ પુષ્પોની અને મોતીની ગોળ માળાઓથી ચમકતા હતા. તેણી લાલરંગનાં સુવ્યવસ્થિત રત્નોથી સુંદર લાગતી હતી. મોતીઓની સુંદર દોરી કરતાં પણ શ્વેત એવો રત્નોનો હાર તેણીના ગળા પર દિનાર અને સુવર્ણમુદ્રાઓની દોરીની જેમ ચળકાટ મારતો હતો. તેણીનું વદન તેના ખભાને સ્પર્શે તે રીતે લટતાં ચમકદાર દ્રવ્યનાં બનેલાં કર્ણફૂલથી અત્યંત સુંદર લાગતું હતું. તેણીનાં નયન વિશાળ, આકર્ષક અને કમળ જેવાં નિર્મળ હતાં. તેણી તેના ભવ્ય હાથોમાં ગ્રહણ કરેલાં બે કમળપુષ્પોમાંથી રસનો છંટકાવ કરતી હતી અને રમતિયાળપણે તેમનો પંખા તરીકે ઉપયોગ કરતી હતી. તેણીના વાળનો ગૂંથેલો ચોટલો તદન ભિન્ન, શ્યામરંગી, ગાઢો, સુંવાળો અને નીચેની તરફ લટકતો હતો. (8) પછી ફરીથી તેણીએ આકાશી ઘુમ્મટની સપાટી પરથી નીચે તરફ આવતી ઈન્દ્રના સ્વર્ગમાંનાં પાંચ વૃક્ષો પૈકીના એક એવા મંદારનાં અને પરવાળાના વૃક્ષનાં રસમય પુષ્પોનો લાલ ગુલાબી રંગનો સુંદર રીતે તૈયાર કરેલા હાર જોયો, જે ચંપક, અશોક, પન્નાગા, નાગ, પ્રિયાંગી, સિરસા, જૂઈ, મલ્લિકા, જતિ, જૂહી, કોક્યા, કોરંટકા, ધમાંકાપત્ર, નવમાલિકા, બકુલ, બોરસલી, તિલક, વસંતિકા, કુંદા, અતિમુક્તા અને સહાકરા, અતિશય સુગંધિત જાતનું આમ્રવૃક્ષ વગેરેનાં પુષ્પોનાં સુગંધિત રસની સુગંધથી અતુલ્ય રીતે મોહક એવો (હાર) બ્રહ્માંડની બધી જ દસે દિશાઓને સુવાસિત કરતો હતો. સર્વથી ચઢિયાતો એવો એ શ્વેત હાર સર્વ ઋતુનાં શ્વેત સુગંધિત પુષ્પોનો બનેલો હતો, જે તેજસ્વી અને મોહક હતો. તેમાં અનેક રંગોની ભવ્ય ગોઠવણી હતી. આ હારની આસપાસ તેની નજીક આવતી અને તેની ઉપર બેસતી ગણગણાટ કરતી છ ફૂટની મક્ષિકાઓ, મધુમક્ષિકાઓ અને ભ્રમરોના ગુંજનનો સુમધુર રવ પ્રસરતો હતો. (88) તેણીએ તેના તેજસ્વી પ્રકાશથી તેજસ્વી રીતે ચળકતો પૂર્ણ ચંદ્ર જોયો. ચંદ્રનો પ્રકાશ ગાયના દૂધ જેવો, ફીણ જેવો, જલતુષાર જેવો અથવા રૂપાની બરણી જેવો, શ્વેત હતો તે આંખ અને હૃદય માટે મજાનો - ૩૩ - Page #57 -------------------------------------------------------------------------- ________________ અને આનંદદાયક, સંપૂર્ણ તિમિરયુક્ત ગીચ અરણ્યોનાં ગુપ્ત અંધારાં સ્થાનો અને ખૂણાઓમાંના અંધકારને દૂર કરતો હતો. (89) પછી તેણીએ વિશાળ સૂર્ય જોયો, જે અંધકારના આવરણને દૂર કરતો હતો. તેનો તેજસ્વી પ્રકાશ તેજોમય ચળકતા સ્વરૂપનો હતો, જેનો રંગ લાલ અશોક વૃક્ષના રંગ સાથે, બુટીયા ફૌડાસાના વિકસિત લાલ પુષ્ય સાથે, પોપટની ચાંચ સાથે અથવા લાલ અર્થ ગુંજા સાથે, રેટ્ટિ (Retti)નાં બીજ સાથે મળતો આવતો હતો. તે સૂર્ય કમળનાં વનોને સુંદરતા બક્ષતો હતો, આકાશી પદાર્થોનો નિર્દેશ કરતો હતો, આકાશી ઘુમ્મટને અજવાળતો હતો, સુવર્ણદ્રવ્યના કંઠને પકડમાં લેતો હતો, ગ્રહમંડળના સભ્યોના યજમાનોનો મહાન નેતા હતો, રાત્રિનો નાશ કરનાર હતો, તેના ઉગમ અને અસ્તના 48 મિનિટના સમય એટલે કે દિવસનો તેરમો ભાગ અર્થાત માત્ર એક મુહૂર્ત માટે તેની સામે આસાનીથી જોઈ શકાય તેવો અને દિવસના અન્ય સમયે તેની તરફ જોવું મુશ્કેલ બને તેવું સ્વરૂપ ધરાવતો હતો. તે દુષ્ટ તત્ત્વો કે જે રાત્રે કાર્યશીલ બનતાં હતાં તેમનાં દ્વારને તોડનારો, ઠંડીના પ્રવાહને દૂર કરનારો, જે હંમેશાં મેરુ પર્વતની આસપાસ ગોળાકારે પરિભ્રમણ કરતો હતો અને તેનાં સહસ્ત્ર કિરણે અન્ય ચળકતા ભવ્ય આકાશી પદાર્થોને વહેંચી આપતો હતો. (40) પછી ફરીથી તેણીએ નજરે જોનારાને આનંદદાયક લાગે તેવો ખૂબ જ સુંદર અને વિશાળ ધ્વજ જોયો કે જે શ્રેષ્ઠ સુવર્ણના દંડ ઉપર તેની ટોચ ઉપર ફરકાવેલો હતો. તે વિવિધ પ્રકારના ફૂલોનાં ગોટા તેમજ નાજુક અને તરંગમય વાદળી, લાલ, પીળા અને સફેદ રંગનાં મોરનાં પીંછાંથી બાંધેલો હતો. તેને તેના સૌથી ઉપરી ભાગમાં દોરેલા ભવ્ય સિંહની આકૃતિથી શણગારવામાં આવ્યો હતો, જે બિલોરી કાચ, સ્ફટિક, શંખ, અંકા પથ્થર, જૂઈનાં પુષ્પો, પાણીનો ફુવારો, રૂપાની બરણી જેવો શ્વેત હતો અને તે આકાશી ઘુમ્મટને ભેદવા માગતો હોય તેમ તેણે છલાંગ મારેલી હતી. ધ્વજ પવનની આનંદદાયક મંદ લહેરોને લીધે હંમેશાં ડોલતો રહેતો હતો. (41) પછી ફરીથી તેણીએ સંપૂર્ણ રૂપાનો કળશ જોયો, જેનો દેખાવ શ્રેષ્ઠ - ૩૪ - Page #58 -------------------------------------------------------------------------- ________________ સોનાના જેવો તેજસ્વી હતો, તે નિર્મળ જળથી ભરેલો હતો, તે શ્રેષ્ઠ, સુંદર ચમકતો હોવાથી (તેની ઉપરના) કમળોના જથ્થાને લીધે તેમજ તેની બેઠક ઉપર રહેલી બધા જ પ્રકારની સંપૂર્ણ શુભ ચીજોને લીધે બેહદ સુંદર લાગતો હતો. કમળ પર સ્થિત એવો આ કળશ અતિ ઉત્તમ રત્નોને લીધે અતિ તેજસ્વી અને આંખોને આનંદદાયક, તેમજ તેના અનન્ય ચળકાટને લીધે બેશક સર્વે દિશાઓને અજવાળતો એવો તે પોતાની સુંદર બેઠક ૫૨ શોભતો હતો. તેના ગળાની ફરતે બધી જ ઋતુનાં સુગંધીદાર પુષ્પોની માળા વડે શોભીતો એવો આ કળશ સર્વ પ્રકારનાં અમંગળ તત્ત્વોથી રહિત, પૂર્ણ ભાગ્યદંત, ભવ્ય, અત્યંત તેજસ્વી અને સુંદર લાગતો હતો. (42) પછી ફરીથી તેણીએ પદ્મસર નામનું નયનરમ્ય અને હૃદયને પ્રસન્નતા આપનારું કમળોથી શોભતું એવું કમળોનું સરોવર જોયું. આ સરોવર લાલાશ પડતું, પીળું જળપાંદડીઓવાળાં વિશાળ કમળોને લીધે બેહદ સુગંધ પ્રસરાવતું હતું, તે ઉગતા સૂર્યનાં કિરણોને પ્રસારતું, જળચર પ્રાણીઓના સમુદાયથી ભરપૂર હતું, તેનો જળનો સંગ્રહ મત્સ્યોને સુવિધા અને આનંદ આપતો હતો. સરોવર વિશાળ હતું અને દિ’કમળ (સૂર્યના પ્રકાશથી ખીલતાં કમળ), નીલકમળ (રાત્રે ખીલતાં કમળ), લાલ કમળ, બૃહદ્ કમળ અને પુંડરિક નામનાં શ્વેતકમળ જેવાં વિવિધ કમળોને લીધે વિશાળ અને વ્યાપક સૌંદયપુંજ પ્રસરાવીને ઝળહળતું હોય એમ લાગતું હતું. સરોવરના સૌંદર્યનું સ્વરૂપ મનોહર હતું. સરોવ૨નાં કમળોને મનોહર નર મધમાખીઓનો સમુદાય ચાખતો હતો અને તેમનાથી મધ બનાવતી મધુમક્ષિકાઓ મંત્ત બનતી હતી તેમજ તે સરોવરનું જળ ગાઢ ભૂખરા રંગની પાંખોવાળાં કદંબ નામના હંસ, એક પ્રકારના બગલા, મિજાજી હંસ, રાજહંસ અને ભારતીય બગલા વગેરેનાં ગર્વિષ્ઠ યુગલોના સમુદાયો વડે ઉપયોગમાં લેવામાં આવતું હતું અને વળી તે સરોવર મોતીઓ જેવાં દેખાતાં કમળોનાં પર્ણો ૫૨ ૨હેલાં જળબિંદુઓ વડે શોભતું હતું. (43) જેનું વદન પાનખરના ચંદ્ર જેવું શાંત-સ્વસ્થ હતું એવી તેણીએ (ત્રિશલાએ) તે પછી ફરીથી ક્ષીરસમુદ્ર જોયો, જેના કેન્દ્રિય ભાગની ~34~ Page #59 -------------------------------------------------------------------------- ________________ સુંદરતા ચંદ્ર કિરણોના સમુદાય સાથે સામ્ય ધરાવતો હતો (અર્થાત્ મધ્યભાગ અત્યંત શ્વેત હતો.), જેનો જળરાશિ ચારે દિશાઓમાં પ્રચંડ રીતે વધતો જતો હતો અને જેનું જળ અતિ ચંચળ અને ઉત્તેગ મોજાંઓ વડે આમતેમ હલચલ કરતું હતું, ક્ષીરસાગર જે સતત ઝડપથી આગળ ધસી જતાં અને તીવ્ર પવનને લીધે સતત પરિવર્તન પામતાં અને સતત ગતિશીલ રહેતાં, ઊછળતાં, કિનારા પર અફળાતાં, મોહક, પારદર્શક, કિનારાના ખડકો સાથે અથડાઈને ઘૂઘવતાં રહેલાં, ધીમે ધીમે ચોમેર ફેલાતાં મોજાંઓ વડે દેખાવે ભવ્ય અને અત્યંત મનોહર લાગતો હતો. ક્ષીરસમુદ્રમાં ચોમેર કપૂર જેવું સફેદ ફીણ પ્રસરેલું હતું કે જે મહામકરની પૂંછડીના જોરથી મારેલા ફટકાથી, વિશાળકાય દરિયાઈ રાક્ષસોથી, માછલીઓથી, છેલથી, કાલ્પનિક કથાઓમાં આવતા દરિયાઈ રાક્ષસોથી, જાતજાતના દરિયાઈ રાક્ષસોથી એ તિલિલિકા નામના ટપકાંવાળા દરિયાઈ રાક્ષસથી પેદા થયેલ હતું. ક્ષીરસાગર વાદળોની જેમ ગર્જના કરતા જળથી ખળભળતો હતો કે જે (જળ) મહાનદીઓના અતિશય વેગવાળા ઝનૂની જળરાશિના સંગમ આગળ પેદા થયેલાં વમળોના જેવાં વમળો પેદા કરતા પોતાના ખૂબ ઊંચે જઈને પછી ચક્રાકારે નીચે તરફ આવતા જળરાશિનાં વમળોને લીધે ખળભળતો) હતો. (44) પછી આગળ તેણીએ સ્વર્ગીય રથ (દિવ્યરથી જોયો કે જે પુષ્પોની વચ્ચે શોભતા તેની જાતિના શ્રેષ્ઠ એવા શ્વેત પદ્મ એવો અતિસુંદર હતો. જેનું તેજ ઊગતા સૂર્યની તેજોમય થાળી જેવું અને ચકચક્તિ રીતે પ્રકાશતા સૌંદર્ય જેવું હતું. તેના એક હજાર આઠ શ્રેષ્ઠ સુવર્ણમાં બેસાડેલાં અને કીમતી રત્નો જડેલા ભવ્ય સ્તંભો ચકચકિત સ્વર્ગીય રેખાકૃતિની જેમ પ્રકાશ વેરતી હતી. તે ત્યાં લટકતી પુષ્પમાળાઓની પંક્તિઓને લીધે નયનરમ્ય લાગતો હતો. તે વરૂઓ, વૃષભો, અશ્વો, મનુષ્યાકૃતિઓ, મગરમચ્છો, વિહંગો, સર્પો, કિન્નરો, દેવો, એક જાતનાં રૂરૂ નામનાં હરણો, એક પ્રકારનાં સરભ નામનાં અષ્ટસૂત્રાંગી જંગલી પ્રાણીઓ કે જે હાથીને પણ પોતાની પીઠ પર ઊંચકી શકે. તેઓ, ભેંસને મળતાં આવતાં ચામર નામનાં એક Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રકારનાં હરણો કે જેમની પૂંછડીના વાળમાંથી ચમરીઓ બને છે તેઓ, શિકારી શ્વાનો, હસ્તિઓ, જંગલનાં પેટે ચાલનારાં પ્રાણીઓ અને કમળના છોડવાઓનાં તેના ૫૨ દોરેલાં ચિત્રોથી શણગારેલો હતો. તે ગીતોના અને દિવ્ય સંગીતનાં સાધનોના ધ્વનિથી, મોટી ગર્જના કરતા દૈવી પડઘમના સતત આવતા અવાજથી ભરપૂર હતો કે જે (અવાજ) સમગ્ર સજીવ સૃષ્ટિમાં બધે પ્રસરતાં, જળભરેલાં, અત્યંત ગાઢાં વાદળોની ગર્જનાના અવાજ જેવો હતો. તે (દિવ્યરથ) એક પ્રકારના ઉત્તમ ધૂપ તરીકે વપરાતા કાલાગુરુ તરીકે ઓળખાતા શ્યામ કુંવરપાઠાના દહનને કારણે પ્રસરતી સુગંધિત ધૂમ્રસેરો વડે આનંદપ્રદ લાગતો હતો. ધૂપ તરીકે વપરાતા ગુંદર જેવા ઝમેલા પીળા રંગના એક પ્રકારના ઓબીલેનમ નામે ઓળખાતા ધૂપ વડે તેમજ બેન્ઝોઈન નામના સુગંધિત ગુંદર વડે અને જોરદાર અત્તર વડે તથા સળગતી ધૂપસળી વડે પણ સુગંધિત થયેલ હતો. તે સર્વશ્રેષ્ઠ દેવોને પણ આનંદ અને સુખ પૂરાં પાડે તેવો આનંદદાયક તેજસ્વી સફેદ ચળકાટ ધરાવતો પ્રકાશ સતત આપતો રહેતો હતો. (45) પછીથી આગળ ઉ૫૨ તેણી શ્રેષ્ઠ રત્નોનો મોટો પુંજ જુએ છે, જેમાં પુલક, વજ, ઇન્દ્રનીલ (નીલમ), સસ્યક રત્ન, કર્યંતન રત્ન, લોહિતસ્ક, અલભ્ય એવું મર્કટરત્ન એક પ્રકારનું રત્ન પરંતુ માણેક નહિ મસરગલ્લા નીલમની એક જાત લીલમ, પ્રવાલ (પરવાળાં), સ્ફટિક, ક્વાર્ટ્ઝ, બિલોરીકાચ જેવું સૌગંધિકારત્ન, ફ્લાન્સા ગર્ભરત્ન, અન્જાના અને ચંદ્રકાન્તા રત્ન વગેરેનો સમાવેશ થતો હતો, જે ભૂતલમાંથી મળી આવતાં હતાં અને આકાશી ગોળાના અંતિમ છેડાઓને પણ અજવાળતાં હતાં. તે (રત્નપુંજ) મેરુ પર્વત જેવી ઊંચાઈ ધરાવતો હતો. - (46) અને અગ્નિશિખા - તેણી તીવ્ર ગતિમાન અગ્નિ જુએ છે. જેમાં વિપુલ પ્રમાણમાં શુદ્ધ ઘી અને પીળા રંગના મધનું સિંચન થતું હતું. તે તીવ્રપણે ધૂમ્રવિહીન સ્થિતિમાં દહન પામતો હતો અને તેજસ્વી જ્યોતથી બળતો એવો તે અત્યંત સુંદર લાગતો હતો. તેની અગ્નિશિખાઓનું દ્રવ્ય અવિરતપણે વધતું જતું હતું અને તેઓ ~36~ Page #61 -------------------------------------------------------------------------- ________________ (જ્યોત) એકબીજાને ભેદતી હતી. તેની જ્વાળાઓના ઊંચે ઊઠતા ભડકાઓ વડે કોઈ કોઈ ઠેકાણે આકાશી ઘુમ્મટને તે (અગ્નિ) શેકતી હોય એમ દેખાતું હતું. આવાં મંગળ, આકર્ષક, આનંદદાયક, સુંદર સ્વપ્નો જોઈને રાજવી નયનરાણી તેની પથારીમાંથી જાગી ઊઠી અને રોમાંચિત થઈ ઊઠી. ત્રિશલાદેવીએ રાજા સિદ્ધાર્થને તે અંગેની જાણ કરી. ક્ષત્રિયાણી ત્રિશલા પાસેથી આ વૃત્તાંત સાંભળ્યા પછી અને તેના પર પ્રતિભાવ આપ્યા પછી સિદ્ધાર્થનું હૃદય નીપા વૃક્ષનાં સુગંધિત પુષ્પોની જેમ સંતુષ્ઠ અને આનંદિત થઈ ઊડ્યું અને તે પોતે રોમાંચિત થઈ ગયા. અન્ય દુષ્ટ સ્વપ્નોથી તેણીએ જોયેલાં શ્રેષ્ઠ, સુંદર, મંગળ સ્વપ્નો રખેને વિફળ થઈ જાય એમ બોલીને તે (શુભ) સ્વપ્નોના સંરક્ષણ માટે તેણી વખાણથી ભરપૂર મંગળ વાર્તાઓ વડે અને સતત જાગૃત અવસ્થા દ્વારા ધાર્મિક જાગૃતિ રાખીને તે જાગતી જ રહી. પછી રાજાએ સ્વપ્નનું અર્થઘટન કરવાવાળાઓને બોલાવ્યા અને તે દરમ્યાનમાં તેઓ પ્રભાતનો વ્યાયામ અને સ્નાનાદિથી પરવાર્યાં. સ્વપ્નોનું અર્થઘટન કરવાવાળા સિદ્ધાર્થના મહેલના પાડી દરવાજા આગળ આવી ભેગા થયા અને સર્વસંમતિથી તેમણે તેમનામાંથી એક માણસને સરપંચ ઠરાવ્યો અને બાકીનાઓ તેને અનુસરે એવી સંમતિ આપી. ક્ષત્રિય સિદ્ધાર્થ પાસેથી આ વૃત્તાંત સાંભળીને તેમ જ તેના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણીને સ્વપ્નનું અર્થઘટન કરવાવાળાઓ સંતુષ્ટ અને પ્રસન્ન થયા અને તેમનાં હૃદય આનંદથી ભરાઈ ગયાં અને સ્વપ્નો અંગે તેઓ વિચારમાં ગરકાવ થઈ ગયા અને આમ વિચારમાં ગરકાવ થઈ જઈને, તેમણે અંદરોઅંદર ખૂબ જ ચર્ચા અને વિચારણા કરીને તેમના અર્થ વિશે વિચારવા લાગ્યા. આમ સ્વપ્નોનું અર્થઘટન કરવાવાળાઓએ માંહોમાંહે ચર્ચા દ્વારા તેમની પોતાની બુદ્ધિથી સ્વપ્નોનું અર્થઘટન કર્યું. અન્યોના અભિપ્રાયો મેળવીને તેમણે તે સ્વપ્નોનું અર્થઘટન સ્વીકાર્યું અને જ્યાં શંકા પડી ત્યાં પરસ્પર પ્રશ્નો પૂછીને તેનો ઉકેલ આપ્યો અને સંપૂર્ણ પણે - ૨૮ - Page #62 -------------------------------------------------------------------------- ________________ स्वभाव તેમના અર્થ અંગેની સમજ કેળવીને નિર્ણય કર્યો. પછી તેમણે તે અંગે રાજા સિદ્ધાર્થને કહ્યું અને તેમના અભિપ્રાયના સમર્થનમાં સ્વપ્નોના વિજ્ઞાન અંગેની નીચેની કાવ્યપંક્તિઓનું તેમણે પુનરાવર્તન કર્યું. अनुभूतः श्रुतो दृष्टः प्रकृतेश्च विकारजः स्वभावतः समुद्भूतश्चिन्ता सन्तति संभवः છે. દેવતા.......................વગેરે 1-2 લોકોને નવપ્રકારમાંથી ગમે તેમાં સ્વપ્નો આવે છે (1) સ્વપ્નમાં તેઓ પોતે) અનુભવેલી વસ્તુઓ જુએ છે (2) તેઓ સાંભળેલી વસ્તુઓ પણ સ્વપ્નમાં જુએ છે. (8) જાગૃત અવસ્થામાં જોયેલી વસ્તુઓ પણ તેઓ સ્વપ્નમાં જુએ છે. (4) તેઓ શરીરમાં (વાત, પિત્ત અને કફને કારણે) થતા રોગ અંગે પણ સ્વપ્નો જુએ છે. (5) કોઈ પણ જાતના દેખીતા કારણ વગર પણ તેઓ સ્વપ્નો જુએ છે. (6) શ્રેણીબદ્ધ ચિંતાઓને કારણે પણ પેદા થતાં સ્વપ્નો તેઓ જુએ છે. () દેવની અસર હેઠળ પણ તેઓ સ્વપ્નો જુએ છે (8) તેમની ધાર્મિક ક્રિયાઓને લીધે પેદા થતી તેજસ્વી ભભકને કારણે પણ તેઓ સ્વપ્નો જુએ છે અને (9) તેમની અનિષ્ટ ક્રિયાઓની બહુલતાને કારણે પેદા થતાં સ્વપ્નો પણ તેઓ જુએ છે. આ નવે પ્રકારનાં સ્વપ્નોમાંથી પ્રથમ છ (પ્રકારનાં સ્વપ્નો) સારાં કે ખોટાં હોય તો પણ ફલવિહીન હોય છે. સારાં કે ખોટાં હોય તો પણ છેલ્લાં ત્રણ પ્રકારનાં સ્વપ્નો) સારું કે નરસું ફળ આપે છે. ખરેખર હે દેવાનુપ્રિયા – એ આપણા સ્વપ્નોના વિજ્ઞાનમાં દર્શાવ્યું છે તેમ બેતાળીસ પ્રકારનાં) સામાન્ય સ્વપ્નો અને ત્રીસ મહાન સ્વપ્નો ત્રીસ (પ્રકારનાં) મહાન સ્વપ્નો મળીને કુલ બોંતેર (પ્રકારના) સ્વપ્નો છે. તે દેવાનુપ્રિયા આ આદતની અથવા ચક્રવર્તીની માતા ત્રીસ મહાન સ્વપ્નો પૈકીનાં ચૌદ મહાન સ્વપ્નો જોઈને જાગી જાય છે અને ત્યારે જ તીર્થકર અથવા ચક્રવર્તીનો આત્મા તેની માતાના ગર્ભાશયમાં પ્રવેશ પામે છે. કથા મુજબ આ સ્વપ્નો હસ્તિ, વૃષભ.... વગેરે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ 78. 75 વાસુદેવની માતા આ ચૌદ મહાન પૈકીનાં સાત સ્વપ્નો જોઈને જાગી ગયાં ત્યારે વાસુદેવનો આત્મા તેમની માતાના ગર્ભાશયમાં પ્રવેશ પામ્યો. 76 બલદેવની માતા આ ચૌદ મહાન સ્વપ્નો પૈકીનાં ચાર સ્વપ્નો જોઈને જાગી ગયાં અને ત્યારે બલદેવનો આત્મા તેમની માતાના ગર્ભાશયમાં પ્રવેશ પામ્યો. 77 માંડલિક – એટલે કે કોઈ એક પ્રાંતનો સત્તાધીશની માતા આ ચૌદ મહાન સ્વપ્નો પૈકીનું એક સ્વપ્ન જોઈને જાગી ગયાં અને ત્યારે આશ્રિત રાજકુમારને આત્મા તેની માતાના ગર્ભાશયમાં પ્રવેશ પામ્યો. અને દેવાનુપ્રિયા આ ત્રિશલા ક્ષત્રિયાણીએ ચૌદ મહાન સ્વપ્નો જોયાં. મોટા મનનાં હે દેવાનુપ્રિયા ત્રિશલા ક્ષત્રિયાણીએ મંગળ સ્વપ્નો જોયાં ત્યારે તેમને ધનપ્રાપ્તિ થઈ. હે દેવાનુપ્રિયા ! તમને સર્વ પ્રકારની આનંદપ્રદ વસ્તુઓ પ્રાપ્ત થઈ, હે દેવાનુપ્રિયા ! તમને પુત્રની પ્રાપ્તિ થઈ, તમને સુખની પ્રાપ્તિ થઈ, તમને રાજ્યની પ્રાપ્તિ થઈ, હે દેવાનુપ્રિયા ! ખચીતપણે દેવાનુપ્રિયા ! નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થયેથી ત્રિશલા ક્ષત્રિયાણી પ્રેમાળ અને સુંદર પુત્રને જન્મ આપશે. તેનું (પુત્રનું) પ્રસન્ન વદન ચંદ્રમા જેવું હશે અને તેનો દેખાવ મોહક હશે. તે (પુત્ર) તમારા પરિવારમાં તે એક ધ્વજ સમાન હશે, તમારા પરિવારમાં તે એક દીપક સમાન હશે, તમારા પરિવારમાં તે રાજમુકુટ સમાન હશે, તમારા પરિવારમાં તે એક ગિરિ સમાન હશે, તમારા પરિવારના લલાટ ઉપર તે એક તિલક સમાન હશે, તે તમારા પરિવારની કીર્તિને પ્રસરાવવામાં કારણભૂત બનશે, ને તમારા પરિવારનો આધાર બનશે તે તમારાં પરિવારમાં સૂર્ય સમાન હશે, તે તમારા પરિવારમાં આશ્રયસ્થાન સમાન તથા વૃક્ષ સમાન હશે, તેના હાથ અને પગ અત્યંત નાજુક હશે, તેનો દેહ કોઈ પણ પ્રકારની ત્રુટિરહિત અને સંપૂર્ણ એવી પાંચ જ્ઞાનેન્દ્રિયો સહિત જન્મેલો હશે અને તેનો દેહ...... 79 તે ચારે દિશાઓના અંત સુધી વિસ્તરેલા રાજ્યનો રાજા બનશે અથવા Page #64 -------------------------------------------------------------------------- ________________ તો ચારે પ્રકારના શ્રેષ્ઠ ધર્મનો અધિપતિ એવો જિન બનશે. પ્રત્યેક વ્યક્તિગત સ્વપ્નનાં પરિણામો નીચે મુજબ વર્ણવ્યાં છે. (1) ચાર દંતુશળવાળા હસ્તિને જોઈને (કહી શકાય કે, તે ધર્મનાં ચાર સ્વરૂપો પ્રગટ કરશે જેવાં કે દાન, શીલ, તપ અને ભાવ. (2) વૃષભને જોઈને (કહી શકાય કે, તે ભારતક્ષેત્રમાં સંપૂર્ણજ્ઞાનનાં બીજ વાવશે. સિંહને જોઈને (કહી શકાય કે તે ધાર્મિક વ્યક્તિઓનાં અરણ્યોનું પ્રેમ, ધિક્કાર વગેરે સ્વરૂપના દુષ્ટ હસ્તિઓ દ્વારા કરાતી પાયમાલીમાંથી રક્ષણ કરશે. ધનની દેવી શ્રીદેવની જોઈને (કહી શકાય કે) તીર્થંકરની સફળતા તીર્થંકરની સમૃદ્ધિ અને દિશાના એક વર્ષ અગાઉ તે વાર્ષિક દાન આપશે, બક્ષિસો આપશે. (5) પુષ્પોની માળા જોઈને (કહી શકાય કે તે ત્રણે લોકના સ્વામી તરીકેનું પદ ગ્રહણ કરવા માટે યોગ્ય હશે. (6) ચંદ્રમાને જોઈને (કહી શકાય કે તે બ્રહ્માંડને પ્રસન્ન કરશે. સૂર્યને જોઈને (કહી શકાય કે, તે પોતાના મસ્તકની પાછળ તેજસ્વી ચક્ર (પ્રભાચક્ર) વડે અલંકૃત થશે. ધ્વજને જોઈને (કહી શકાય કે તે ધર્મની પતાકાથી આભૂષિત થશે. (9) કળશરૂપી મંગળ ઘડાને જોઈને (કહી શકાય કે, તે ધર્મના મહેલની ટોચે રહેશે. (10) કમળોના સરોવરને જોઈને (કહી શકાય કે, તેના અનુચર એવા દેવો દ્વારા તેના ચરણોની આગળ મૂલાં સુવર્ણ કમળો પર તે ખરેખર ચાલશે. (11) ક્ષીરસાગરને જોઈને (કહી શકાય કે તે રત્ન સમાન કેવળ જ્ઞાન મેળવવાનું પાત્ર બનશે. (12) સ્વર્ગીય રથ જોઈને (કહી શકાય કે, તે વૈમાનિકા દેવો દ્વારા પૂજાશે. (18) રત્નપૂંજ જોઈને (કહી શકાય કે, તેને કીમતી પથ્થરોની - ૪૧ - Page #65 -------------------------------------------------------------------------- ________________ દિવાલો હશે. (14) ધૂમ્રવિહીન જ્યોતને જોઈને (કહી શકાય કેતે ધાર્મિક વ્યક્તિઓના આત્માઓને પાવન કરશે. સ્વપ્નો વિશે પરંપરા આ પ્રમાણે કહે છે. આનો ઊંડો અભ્યાસ કર્યા પછી અલંકૃત કવિતાનાં ફોતરાંમાંથી સત્યરૂપી ધાન્યને છૂટું પાડવું. એ આપણું કર્તવ્ય બનશે. આપણી સામે ઊભા થતા થોડાક પ્રશ્નાર્થોનું પૃથક્કરણ કરવાનો, સમજવાનો તેમજ તેમના ઉત્તરો આપવાનો પ્રયત્ન કરીને આપણે તે ઉત્તમ રીતે કરી શકીશું. મુનિ રત્નપ્રભ દ્વારા સ્વપ્નોના વિજ્ઞાન વિશે સૂચવાયેલા સંદર્ભોમાં દર્શાવ્યું છે તે મુજબ : रात्रेश्चतुर्पुयामेषु दृष्टः स्वप्न फलप्रदः। मासै द्वादशभिः षड़ भिस्त्रिभिरेकेन वक्रमात ॥ निशान्त्य घटिका युग्मे दशाहात फलति ध्रुवम्। दृष्टः सूर्योदये स्वप्नः सद्यः फलति निश्चितम्॥ माला स्वप्नोऽहिन्दृष्टश्च तथा ऽऽधिव्याधिसंभवः। मल मूत्रादि पीडात्थ स्वप्नः सर्वो निरर्थकः॥ દિવસ દરમ્યાન એક પછી એક સાતત્યપૂર્ણ રીતે જોયેલાં સ્વપ્નોની શ્રેણીનાં સ્વપ્નો જો માનસિક વ્યથામાંથી અથવા શારીરિક કષ્ટમાંથી અથવા પેશાબને રોકવાથી અથવા સ્વચ્છ કરવામાંથી પેદા થયેલાં હોય તો તે ફલવિહીન હોય છે. પરંપરા સાથે સંબંધિત વાર્તાના પ્રકાશમાં ત્રિશલાએ જોયેલાં સ્વપ્નોની ઉપરોક્ત કવિતાની સાથે કેવી રીતે તડજોડ કરી શકાય? પરંપરા આપણને એમ કહે છે કે ત્રિશલાએ નીચેની શ્રેણી અનુસાર સ્વપ્નો જોયાં. હસ્તિ, વૃષભ, સિંહ, ધનવર્ષા કરતી શ્રીદેવી. બંને બાબતો સત્ય ન હોઈ શકે એ કારણથી એ શંકા પેદા થાય છે કે ત્રિશલાએ સ્વપ્નો ખરેખર જોયાં હશે કે નહિ ? નીચેની દલીલોથી આ શંકા ખરી પડતી હોય એમ લાગે છે. પ્રથમ તો ગ્રંથોએ પૂરાવો આપ્યો છે તે મુજબ એક સંપૂર્ણ ભાગ્યવંત - ૪૨ - Page #66 -------------------------------------------------------------------------- ________________ અને એક અત્યંત કમનસીબ એવી બે નારીઓને તદ્દન એક સમાન એવાં સ્વપ્નો કેવી રીતે આવી શકે ? સ્વપ્નોનું અર્થઘટન કરનારાઓ કહે છે કે બેંતાળીસ સામાન્ય સ્વપ્નો હોય છે અને ત્રીસ મહાન સ્વપ્નો હોય છે અને આ ત્રીસ સ્વપ્નો પૈકી ચૌદ સ્વપ્નો એક પછી એક જોઈને સંયોગાનુસાર આવી મહાન વ્યક્તિની માતા જાગી જાય છે. પરંતુ આ બંને નારીઓ તેમનાં તદ્દન ભિન્ન પર્યાવરણ અને સંજોગો હોવા છતાં સાદૃશ્ય અને એકસમાન ક્રમમાં એકસરખા ચૌદ સ્વપ્નો જુએ છે. સ્વાભાવિક રીતે જ આ બાબત આપણા મનમાં શંકા ઊભી કરે છે. ઘડીક માટે ધારી લઈએ કે સમાન મહત્ત્વાકાંક્ષાના દબાણ હેઠળ અને વધુમાં ખાસ કરીને સ્વપ્નોનું વિજ્ઞાન કહે છે કે આવાં સ્વપ્નો જોનારી માતા શક્તિશાળી પુત્રને જન્મ આપશે જે કાંતો મહાન ચક્રવર્તી થશે અથવા તો મહાજ્ઞાની ધર્મગુરુ બનશે, આવી કેટલીક વાર્તાઓ બંને મહાન સ્ત્રીઓએ સાંભળી હશે અને તેથી તે તદન શક્ય છે કે આવાં સ્વપ્નો જોયાં હોય અથવા તો જોયાં હોય એવું તેમને લાગ્યું હોય, કારણ કે એ મુદ્દો પણ નોંધવો જોઈએ કે તેમણે સ્વપ્નો એવી સ્થિતિમાં જોયાં છે કે સંપૂર્ણપણે ઊંઘતી પણ ન હતી અને સંપૂર્ણપણે જાગતી પણ ન હતી. ' પરંતુ જો આપણે આને માની લઈએ તો પણ આપણે બે પરસ્પર વિરૂદ્ધ પરિણામોને કેવી રીતે વર્ણવી શકીએ ? જો કોઈ બે વ્યક્તિઓ તદ્દન એકસરખાં સ્વપ્નો જુએ તો બંને સમાન આધ્યાત્મિક સ્તરે હોવા છતાં શા માટે એક વ્યક્તિનાં સ્વપ્નો ફળદાયી બનતાં નથી ? શું સ્વપ્નના વિજ્ઞાનને નીચેની પંક્તિ વર્ણવતી નથી ? धर्मरतः समधातुर्य स्थिरचित्तो जितेन्द्रियः सदयः।। प्रायस्तस्थ प्रार्थितमर्थम् स्वप्नः प्रसाधयति॥ જે વ્યક્તિ તેના ઘર્મ પ્રત્યે સમર્પિત છે, તેના દેહનો મિજાજ સુસમતોલ છે, જે સ્થિર મનનો છે, જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવેલો છે, જે દયાળુ છે તેને આવેલાં સ્વપ્નો મોટે ભાગે ઇચ્છિત વસ્તુને સફળ રીતે પૂર્ણ કરે છે. ઈન્દ્રનો તરંગ આપણા મનનું સમાધાન કરતો નથી. હવે આપણે વ્યક્તિગત સ્વપ્નોનું વર્ણન જોઈએ. આ વર્ણનો સ્પષ્ટ Page #67 -------------------------------------------------------------------------- ________________ (8) (9) રીતે પાછળથી બનાવટ કરીને મહાવીરના જીવન સાથે બંધબેસતાં કરવામાં આવેલાં છે. નીચેનાં ઉદાહરણો (આ માટે) પૂરતાં થઈ રહેશે. સિંહ જોવાનું ત્રીજું સ્વપ્ન આ રીતે વર્ણવવામાં આવ્યું છે. સિંહને જોઈને (એમ કહી શકાય કે, તે ધર્મનિષ્ઠ વ્યક્તિઓના અરણ્યનું પ્રેમસ્વરૂપે દુષ્ટ હાથીઓના આક્રમણ સામે રક્ષણ કરશે. કળશ - અર્થાત્ મંગળ ઘડો જોઈને (કહી શકાય કે, તે ધર્મના મહેલની ટોચે રહેશે. (11) ક્ષીરસમુદ્ર જોઈને (એમ કહી શકાય કે, તે રત્ન સમાન કેવળજ્ઞાન મેળવવાને પાત્ર બનશે. પરંતુ નિશ્ચિતપણે એવું અનુમાન શી રીતે કરી શકાય કે જ્યારે સ્વપ્નવેત્તાઓ પણ એ બાબતમાં ચોક્કસ નથી કે તે ચારે દિશાઓના અંત સુધી વિસ્તરેલા રાજ્યનો ચક્રવર્તી મહારાજા બનશે કે ધાર્મિક વડો. વળી કોઈ બે વર્ણનો કેટલીકવાર તો તદ્દન ભિન્ન હોય છે. ઉદાહરણ તરીકે સ્વપ્ન નંબર 10 અને 7 માટે કરવામાં આવેલાં વર્ણનો જુઓ. કમળોનું સરોવર જોઈને (એમક કહી શકાય કે, તેમના અનુચર દેવો દ્વારા તેમના ચરણોની સામે મૂકેલાં સુવર્ણકમળો પર તેઓ ખરેખર ચાલશે. સૂર્ય જોઈને (એમ કહી શકાય કે, તેઓ તેમના મસ્તકની પાછળ રહેલા તેજસ્વી ચક્ર (પ્રભાચક્ર)થી અલંકૃત થશે. ગ્રંથો આપણને વિદિત કરે છે એ પ્રમાણે મહાવીર પોતે પણ તેમને શૂલપાણિએ તેમને પરાકાષ્ઠાની યાતના આપ્યા પછી તરત જ દસ સ્વપ્નો જોયાં હતાં. ત્યાં પણ એમ કહેવાય છે કે તેમણે કમળોથી ભરેલા સરોવરના અને સૂર્યનાં સ્વપ્નો જોયાં હતાં. મહાવીરના પોતાનાં દ્વારા માન્ય કરવામાં આવેલા ઉત્પલ નામના મહાન સ્વપ્નવિદે આપેલાં વર્ણનો નીચે મુજબ છે. કમળોથી ભરપૂર સરોવરને જોઈને (એમ કહી શકાય કે) બધી જ કક્ષાના અને બધા જ સ્થાનોના દેવો દ્વારા તેની પૂજા થશે. (ભાવનાપતિ વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવો) સૂર્યને જોઈને (એમ કહી શકાય કે, તે સર્વજ્ઞતા પ્રાપ્ત કરશે. Page #68 -------------------------------------------------------------------------- ________________ (ઉપર દર્શાવેલા કિસ્સામાં તે સ્વપ્ન નં. 11 સાથે બંધ બેસે છે.) કદાચ ઈશ્વરજ્ઞાનની દૃષ્ટિએ (Therophically) એમ દલીલ કરી શકાય કે સર્વજ્ઞતા એ જ તેના મસ્તકની પાછળની પાછળના પ્રભાચક્ર વડે અલંકૃતતા છે એમ માની શકાય. કાવ્યની દૃષ્ટિએ જોઈએ તો તેમના અનુચર દેવા દ્વારા તેમનાં ચરણ આગળ મૂકેલાં સુવર્ણકમળો પર ચાલવાની ક્રિયા એ પછીનાં વર્ણનોથી ખાસ અલગ પડતી નથી. ગમે તેમ પણ આ પરથી એ બાબત સ્પષ્ટ થાય છે કે સ્વપ્નવિદોને એ હકીકતની ખાતરી થાય છે કે તેના સંસારત્યાગ પછી તે ખૂબ જ માન પામશે અને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરશે; પરંતુ તેના સંસારત્યાગ પહેલાં બબ્બે તેના જન્મથી યે પહેલાં નિર્ભયપણે એવી આગાહી કરી શકાય કે તે સુવર્ણકમળો પર ચાલશે અને તેના મસ્તકની પાછળ પ્રભાચક્ર ધારણ કરશે અને વળી આપણે જાણી શકીએ કે સ્વપ્નવિદોને તે મહાન રાજા બનશે કે મહાન ધર્મોપદેશક બનશે તે વિશે ચોક્કસ ખાતરી ન હતી. પારંપરિક રીતે રજૂ થયેલી હકીકતોના પ્રકાશમાં હવે આપણે સમસ્યાને વધુ ઝીણવટથી તપાસવાનો પ્રયત્ન કરીશું. મહાવીરની કારકીર્દિના પાછલા દિવસોમાં સ્વપ્નવિજ્ઞાનનો ખૂબ જ સારી રીતે વિકાસ થયો હતો અને જેવો તે વિજ્ઞાનના નિષ્ણાત હોવાનો . દાવો કરતા હતા અને તેનું અર્થઘટન કરવા માટે પોતાની જાતને તદ્દનસક્ષમ સમજતા હતા. તેમણે વિચાર્યું કે એક મહાન આત્માની થનાર માતા વિશિષ્ટ સ્વપ્નોનો સમૂહ જુએ છે અને ખૂબી એ હતી કે મહાવીર તેવા મહાન વ્યક્તિ હતા. આ પરથી સ્વાભાવિક તારણ એ કાઢી શકાય કે મહાવીરની થનાર માતાએ તે સ્વપ્નો જોયાં હશે. પરંતુ ત્રિશલાદેવીના ગર્ભાશયમાં મહાવીરનો આત્મા ગર્ભસ્થ થયા પહેલાં પારંપરિક વાર્તા મુજબ દેવાનંદા નામની એક અન્ય સ્ત્રીએ તે મહાન આત્માને ગર્ભરૂપે ધારણ કર્યો અને ત્યાંથી ઈન્દ્ર પોતાની વિચારધારા મુજબ તે ફલિતાંડની ફેરબદલી કરી, જો આમ જ હોય તો આ કિસ્સામાં અગાઉના જીવનચરિત્ર કથાકારો કહે છે કે દેવાનંદાએ પણ આવાં સ્વપ્નો જોયાં હોવાં જોઈએ. તેથી જ ચૌદની સંખ્યાનાં સ્વપ્નોની પારંપરિક વાર્તા આપણી પાસે - ૪૫ - Page #69 -------------------------------------------------------------------------- ________________ આવી હોય એમ જણાય છે. જોકે સ્વપ્ન વિજ્ઞાન જે જ્ઞાત હતું અને વિકાસ પામેલું હતું, પરંતુ સંપૂર્ણતા પ્રાપ્ત કરેલું નહોતું. આપણે અગાઉ જોયું તેમ ધંધાદારી સ્વપ્નવિદ્ ઉત્પલ પણ મહાવીરના એક સ્વપ્નને વર્ણવી શક્યો નહતો. મહાવીરના પોતાના આ વિજ્ઞાનના જ્ઞાનને મોટું બનાવવાના હેતુથી પણ હકીકતને આ રીતે રજૂ કરી હોવાની શક્યતા છે. પરંતુ આ તારણ પરથી એવી કોઈ બાબત સ્કુટ થતી નથી કે સ્વપ્નવિદો તેમના વિજ્ઞાનના નિષ્ણાત ન હતા અને તેમણે આ ચૌદે સ્વપ્નોમાં વ્યક્તિગત આપેલાં વર્ણનો મહાવીરના પછીના સમયમાં પાછળથી વધારે મહાન બન્યાં. પરંતુ તેથી કરીને જો આ આખી બાબતનો અસ્વીકાર કરવો એ બિનઉપયોગી બનશે અને તે નહાવાના ટબ સાથે બાળકને ફેંકી દેવા સમાન બનશે. હવે આપણે આ આખીયે ઘટનાને વધારે વૈજ્ઞાનિક રીતે જોઈશું. એ વૈશ્વિક રીતે સ્વીકૃત સત્ય છે કે આવી મહાન વ્યક્તિના ઉત્થાન માટે બે ઘટકો આવશ્યક છે. તે છે પર્યાવરણ અને વારસો આવા મહાન માનવીની ઉત્પત્તિમાટેવાતાવરણ કે પરિસ્થિતિ જવાબદાર છે. કેટલે અંશે આ વ્યક્તિગત કિસ્સામાં પર્યાવરણે ભાગ ભજવ્યો છે તે આપણે હવે પછીથી જોઈશું. હાલનો પ્રશ્ન એ “વારસો' છે. વારસો વધારે અગત્યનો છે કે સ્વાભાવિક શિક્ષણ. બાળકની પ્રકૃતિ પર વધુ ભાર મૂકવો કે તેની તાલીમ ઉપર એ બાબત સમજાવવામાં ડોક્ટરો એકબીજાથી અલગ પડે છે. તાલીમ અંગોનો નીચે મુજબનો સુધારો ખૂબજ જાણીતો છે. હૉન લોકોનો પ્રબળ પુરસ્કર્તા એવો હેવીટ્યુઈસ કહે છે કે જો કોઈ બે વ્યક્તિઓ સમાન સંવેદનાઓ પ્રાપ્ત કરે એવી ગોઠવણ કરવામાં આવે તો તેમનાં મન એકસમાન રહે છે. રોબર્ટ ઓવન કે જેણે ચારિત્ર્યશીલ વ્યક્તિઓની સ્કોટિશ નાની વસાહતોના પુનર્નિમાણ માટે ખૂબ જ ઝઝૂમ્યો હતો તે એવા નિર્ણય પર આવ્યો હતો કે સમાજ ઉપર કે કોઈ વ્યક્તિ ઉપર શિક્ષણ જેવું યોગ્ય સાધન વાપરીને ધારી અસર પેદા કરી શકાય છે. ડો. એફ. એચ. હેવર્ડ હર્બોર્ટિયન મનોવિજ્ઞાનને કેળવણી ઉપર અજમાયશ કરવા અંગે એવું વલણ લીધું કે, “એમાં શંકા નથી કે આત્મા વારસાગત વિશિષ્ટ વલણો ધરાવે છે, પરંતુ આ વલણોને સરળતાથી પૂરતા Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમાં સહેલાઈથી વાળી કે કેળવી શકાય છે અને યોગ્ય તાલીમથી તેમને આપવો હોય એવો આકાર આપી શકાય છે અને તેની પોતાની વાતને આધાર આપવા માટે તે બર્નાર્ડોની નોંધોનો સંદર્ભ આપે છે. ગાલ્યનિયનો, હર્બાર્ટિયનો, મેકબ્રાઈડ, મેન્ડેલ, લેમાર્ક, ડાર્વિન, મેકડુગલ વગેરે ‘પ્રકૃતિ' (Nature)ના પુરસ્કર્તાઓ છે. જોડિયાં બાળકોના અભ્યાસ પરથી અને નીતિભ્રષ્ટ ગુનેગારોના જ્યુક પરિવારના અભ્યાસ પરથી તેમણે એમ તારવ્યું કે માનવીનું ચારિત્ર્ય તેના પોતાના વ્યક્તિત્વના જેટલું જ તેના પૂર્વજોને મળતું આવે છે. માણસનું પર્યાવરણ એ માત્ર એક અસ્માત છે કે જેના દ્વારા તેના વારસાઈ ગુણોનું માત્ર પ્રદર્શન થાય છે, પરંતુ તે (નવેસરથી) પેદા કરી શકાતા નથી. કદાચ હર્બાર્ટિયનો માને છે કે બધાનાં માનસ કોઈક કૌશલ્યપૂર્ણ ઉપચાર કે કોઈક વ્યવસ્થિત યોજના વડે સમાન રીતે ઘડી શકાતાં નથી. સર પર્સીનન પોતાના સ્વનિર્ણાયકતાના સિદ્ધાંત દ્વારા આ બાબતને વારસાગત બક્ષિસો અને પર્યાવરણ એ બંનેથી સ્વતંત્ર ગણે છે. વ્યક્તિનું જીવન ફલિત કોષથી શરૂ થાય છે અને તે કોષ રસ ધરાવે છે. સર્જનાત્મક શક્તિના કેન્દ્ર સ્વરૂપે તે વારસાઈ બક્ષિસો અને પર્યાવરણ બંનેને તેના પ્રદર્શનના માધ્યમ તરીકે ઉપયોગમાં લે છે. મેન્ડેલનો અસામાન્ય ઊંચાઈ ધરાવતા અને વામન વટાણાના છોડનો પ્રયોગ અત્યંત જાણીતો છે. તે વારસાની બાબતમાં સંરક્ષક વલણને વર્ણવે છે. લામાર્કના સિદ્ધાંત મુજબ કોઈ દૈહિક અંગમાં મુખ્યત્વે ઉપયોગ અને અનુપયોગને આધારે સુધારા થાય છે અને તે (સુધારા) પોતાની સંતતિને આપવામાં આવે છે, જે તેમનામાં પછીથી તે જ દિશામાં વિકાસ પામે છે. આજ રીતે જૂનીમાંથી નવી જાતિઓ પેદા થાય છે. ‘યોગ્યતમની ચિરંજીવિતા'એ ડાર્વિનના સિદ્ધાંતની મુખ્ય ઉલ્પના છે. આ રીતે મળેલા પુરાવા પરથી આપણે કહી શકીએ કે ગતિશીલતા વારસો કે પ્રકૃતિ દ્વારા પૂરી પાડવામાં આવે છે, પરંતુ તે તાલીમથી પર્યાવરણ દ્વારા જ વાસ્તવમાં પ્રત્યક્ષ થાય છે. બુદ્ધિમાનોની જાતિ ગમે તેટલી માત્રામાં આપવામાં આવેલી માત્ર કેળવણી દ્વારા પેદા થતી નથી. આથી સેન્ડીફોર્ડ બાળકો માટે આપણે નિર્ણય લઈ શકીએ કે તેઓ *to* → Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈવિક વારસા સાથે જન્મેલા હોય છે. તેમ જ તેઓ સામાજિક વારસાની અંદર જન્મેલા હોય છે. જો મનુષ્યને ઘડવામાં જન્મજાત સ્વભાવ જવાબદાર હોય અને વારસાદ ગુણોનું પોતાનું મહત્ત્વ હોય તો પછી આ કિસ્સામાં મહાવીર તેમના જન્મ સમયે પણ દિલ અને દિમાગ સંબંધી બધા જ ઉત્તમ ગુણોના ભાગ્યવંત માલિક હોવા જોઈએ. અને જો વિદ્વાનો તેમના નિર્ણયમાં સાચા હોય તો બાળક તેનાં માતાપિતા જેટલું જ ઉંમરલાયક છે. તો પછી મહાવીરની માતા તેમના ઉમદા સામાન્ય પરિવેશમાં પણ ઉચ્ચકક્ષા ધરાવતાં હોવાં જોઈએ. તેણી બધી જ ઉમદા વસ્તુઓ અંગે વિચારતાં હોવાં જોઈએ. સ્વપ્નોની બાબતમાં ક્રમ અને સજાવટ તો પછી આવે પરંતુ એક વસ્તુ સત્ય હોવી જોઈએ કે તેણીને દરેક વસ્તુની તેના આદર્શ સ્વરૂપમાં અને પૂર્ણ સ્વરૂપમાં અનુભૂતિ થતી હોવી જોઈએ. તેણીનું મન ‘છે’ ને બદલે ‘(હોવું) જોઈએ’ના પ્રદેશમાં ભ્રમણ કરતું હોવું જોઈએ. અને તેથી જ મહાવીર તેમના છેલ્લા જન્મમાં તેમની બધી નબળાઈઓ ૫૨ વિજય મેળવીને તેમની જાતને સંપૂર્ણ બનાવી, કે જે (નબળાઈઓ) તેમને તેમના અગાઉના જન્મોમાં તેમને નીચી કક્ષામાં ઘસડી ગઈ હતી. પરંતુ આપણે આ વિધાનની સચ્ચાઈ કેવી રીતે સાબિત કરી શકીએ અને કેટલીક સમર્થન કરતી હકીકતોની ગેરહાજરીમાં આપણો નિર્ણય વૈજ્ઞાનિક હકીકતોથી સંપૂર્ણ રીતે અલગ નહીં પડતો હોવા છતાં અગાઉની હકીકતોની જેમજ તેને વાહિયાત પણ ગણી કાઢવામાં આવે. સદ્ભાગ્યે પરંપરા આપણી મદદમાં આવે છે. ત્રિશલાદેવીને પણ નિમ્નાંકિત પ્રશંસાને પાત્ર આકાંક્ષાઓ હતી. એવી સામાન્ય માન્યતા છે કે સ્વાભાવિક રીતે જ સગર્ભા સ્ત્રીને તીવ્ર ઇચ્છા હોય છે - એવી તીવ્ર ઇચ્છા કે જેને પૂર્ણ કરવા માટે તેણી અતિ ઉત્સુક હોય છે અને એ ઇચ્છાની ગર્ભના મન ઉપર ગાઢ અસર હોય છે. તેણીની આ ઇચ્છા કઈ હતી તે હવે આપણે જોઈએ. * Imp. Dreams to Samarvira. There five reasons are given for dreams seen, heard, thought, God, experienced, health *૪૮ • Page #72 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલા ક્ષત્રિયાણીને નીચે મુજબની ઇચ્છાઓ હતી. (1) પ્રાણીઓને મારવાની મનાઈ (કરવાના)ના ઉદ્દેશથી મારે ઢોલ વગડાવીને ઢંઢેરો પીટાવવો જોઈએ, અને એમ કરનારને (જીવહત્યા ન કરનારને) મારે બક્ષિસો આપવી જોઈએ. મારે મારી વડીલ વ્યક્તિઓને સંપૂર્ણ માન આપવું જોઈએ. મારે તીર્થકરોને ભજવા (પૂજવા) જોઈએ. તહેવારની ભવ્ય ઉજાણીઓ દ્વારા મારે મારા સાધર્મિકોને ! બંધુત્વની સેવા પૂરી પાડવી જોઈએ. મારે મારી જાતને સિંહાસન ઉપર આસનસ્થ કરવા ઉપરાંત મારા મસ્તક પર સુંદર છત્ર ધારણ થયેલું હોવું જોઈએ અને યાકુની પૂંછડીના વાળની બનેલી બે ચમરીઓ વડે મારા શરીર પર પવન ફેંકાતો હોવો જોઈએ અને મારા પગ નીચેનો બાજઠ રાજાઓના મુગટમાં રહેલાં કીમતી રત્નો વડે ઝગમગતો હોવો જોઈએ. (અર્થાત્ તે મારા પગને સલામ કરતાં હોવાં જોઈએ). અત્યંત ઉચ્ચ સ્થાને રહેલ હુકમો કરવાની તાકાતની સ્થિતિ વાસ્તવિક રીતે માણી શકું તેમ થવું જોઈએ. (8) સર્વે દિશાઓમાં ફરકતા ધ્વજો સાથે હાથીના મસ્તક ઉપર હું બેઠેલી હોવી જોઈએ અને બધી દિશાઓને સંગીતના સુરો ભરી દેતા હોવા જોઈએ અને લોકો દ્વારા આનંદપૂર્વક જય ! જય ! વિજય ! વિજય ! વગેરે જેવા તેમના આનંદદાયક અવાજો વડે મારી પ્રશંસા થવી જોઈએ. આનંદબાગની નિષ્પાપ રમતોનો મને અનુભવ થવો જોઈએ. આવી લાગણી મને થાય છે. આ ત્રણ ઉક્તિઓમાં પણ પાછળથી બનાવટ થઈ હોવી જોઈએ. સ્પષ્ટપણે તે એવો નિર્દેશ કરે છે કે લોકોના મનમાં તેમજ સાથે સાથે તેણીના પોતાના મનમાં બે બાબતો સહુથી આગળ તરી આવે છે. પ્રથમ તો લોકોનું કલ્યાણ અને કોઈને ઈજા નહિ એવો ધર્મ અને બીજું દુન્યવી તાકાતનો મહિમા અને ઠાઠમાઠ. તેથી આવનારા મહાન બાળક વિશે તેઓ સર્વોત્તમ રીતે જે કલ્પી શકે તે એ હતું કે તે મહાન રાજ્યકર્તા મહારાજાધિરાજ બનશે અથવા મહાન ધર્મોપદેશક બનશે. Page #73 -------------------------------------------------------------------------- ________________ માતાના આ વિચારો (જે વ્યવહારમાં આણેલા વિચારો નહીં પરંતુ જો તે માત્ર સ્વપ્નો હોય). જો તે વાસ્તવિક સ્વપ્નો ન હોય તો તે પણ મહાવીર જેવા (મહાન) બન્યા તેવા તેમને બનાવવા માટે મહદ્ અંશે ચોક્કસપણે જવાબદાર હોવા જોઈએ. આ બીજમાંથી પર્યાવરણે સુવિધા અને ઠંડક પૂરી પાડતા પર્ણોરૂપી ફળ ધારણ કરેલાં હોવાં જોઈએ, જેણે સ્વતંત્રપણે પછીથી સમગ્ર માનવજાતિને ઉમદા સેવા પૂરી પાડી હતી. શૈશવ બે હજાર પાંચસો વર્ષ પહેલાં, તે કાળમાં (ચોક્સ વર્ષ આપણે પછીથી નક્કી કરીશું) તે વખતે ચૈત્ર માસના શુક્લ પક્ષના તેરમા દિવસે નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થયા પછી મધ્યરાત્રિએ જ્યારે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો ચંદ્ર સાથે સંયોગ થયો ત્યારે પીડારહિત એવાં ત્રિશલા ક્ષત્રિયાણીએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. અગાઉના જીવનચરિત્ર લેખકો પણ ઉમેરે છે કે જ્યારે તેનો જન્મ થયો ત્યારે જ્યારે કોઈ મહાન વ્યક્તિ પૃથ્વી પર આવે છે ત્યારે થાય છે અને થવું જોઈએ એ જ રીતે ગ્રહો સર્વોત્તમ સ્થિતિ ધરાવતા હતા, ચંદ્ર પણ શ્રેષ્ઠ સ્થિતિ ધરાવતો હતો, દિશાઓ શાંત, અંધકારવિહીન અને અવ્યગ્ર હતી. બધાં પક્ષીઓ જય જય એવો અવાજ કરતાં હતાં, એ વખતે દક્ષિણનો સુખદાયક પવન ધીરેથી જમીનને સ્પર્શતો હતો, પૃથ્વી, અન્ન અને અન્ય પદાર્થોથી ભરપૂર હતી, તંદુરસ્તીને કારણે લોકો આનંદિત હતા અને રમતિયાળપણે એકબીજાનું મનોરંજન કરતા હતા. પરંપરા પણ વિશિષ્ઠ શોભાસ્પદ રીતે આગળ વર્ણવે છે કે જુદી જુદી દિશાઓમાંથી જુદા જુદા દેવો કેવી રીતે આવ્યા અને તેમની ઉપાસના કરી. ડૉ.દલ્કે બૌદ્ધો માટે જે કહે છે તે જૈનાના કિસ્સામાં પણ એટલું જ લાગુ પડે છે. તેઓ અલૌકિક દેવ કે જેણે સૃષ્ટિની રચના કરી છે તેમાં તેઓ ક્યારેય માનતા ન હતા. બૌદ્ધ અને જૈન ઈશ્વરશાસ્ત્રમાં એટલા માટે દેવોને સમાવવામાં આવ્યા છે કે નબળા છોડવાઓ નવી માટીમાં અસુવિધા ન અનુભવે. નહીંતર નવધર્માન્તરિત રૂઢિચુસ્ત બ્રાહ્મણો કર્મના લોખંડી સિદ્ધાંતનો ભેદ જાણવા જેટલા બુદ્ધિમાન ન હતા તેઓ નવા સંપ્રદાયમાં ~40~ Page #74 -------------------------------------------------------------------------- ________________ તેમની જાતને ચુસ્ત રીતે બાંધી રાખવામાં અવશ્ય મુશ્કેલી અનુભવે અને આ જ હેતુથી બ્રાહ્મણોના દેવી બાબતોના સિદ્ધાંતમાંથી દેવો અંગેની વાત બૌદ્ધો અને જેનો પોતાના તાબામાં લઈ શક્યા. - દેવો માત્ર ભીંતચિત્રોમાં રજૂ થયેલા હોય છે કે જેથી મંદિરો ઉઘાડા ન લાગે. બધા જ દેવો બધી જ બાબતોમાં અહંત, બુદ્ધ કે જિન કરતાં ઉતરતી કોટિના હોય છે. તેઓ હંમેશાં જિન, અહંત કે બુદ્ધને મોટા દેખાડવા માટેની ઉત્તમ પાર્થભૂમિ પૂરી પાડે છે. આધ્યાત્મિક રીતે બધા જ દેવોને ઊતરતી કક્ષાના રજૂ કરવામાં આવ્યા છે. ક્યારેક આ દેવોને (પારકાના ઘરની વાતો જાણવા માટે) ઉત્સુક બતાવવામાં આવ્યા છે. ક્યારેક આ દેવો પોતાનામાં નથી એવી ખાતરી હોવાથી તેઓ અહંતોની તાકાતની કસોટી કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ કેવળ સામાન્ય પ્રજા કરતાં ઊંચી કક્ષાએ હોય છે અને પુણ્યશાળી કાર્યો કરવાને લીધે તેઓએ સ્વર્ગલોકમાં તેમની હાલની આવી સ્થિતિ પ્રાપ્ત કરેલી છે. જેનોના દૃષ્ટાંતોના અહેવાલોના પવિત્ર ગ્રંથોમાંના એકમાં જ્યારે સામાન્ય ભક્તજનો (ઉપાસકો) પણ તેમની લાયકાત સિદ્ધ કરે છે અને દેવો (તેમની આગળ) પ્રેત જેવા બિહામણા અને ફિક્કા લાગે છે. અત્રે એક કે બે ઘટનાઓ અસ્થાને નહીં ગણાય. (ઉવસગદસાઓમાંથી ઘટના ટાંકો....) આપણે છેલ્લા પ્રકરણમાં જોવાનો પ્રયત્ન કર્યો તે મુજબ ઈન્દ્ર આ બધા દેવોનો આગેવાન છે અને અન્ય દેવોની માફક જ તેણે પોતાનાં પુણ્યશાળી કર્મો દ્વારા આ સ્થાન પ્રાપ્ત કર્યું છે, પણ કદાચ અન્ય દેવોની ઉપરના ક્રમે તેણે વધુ મોટું અને કીમતી સ્થાન પ્રાપ્ત કર્યું છે એમ ધારવામાં આવે છે. (કાર્તિક શેઠની ઘટનાનો સંદર્ભ લો.) . પરંતુ તે આ સ્થાન માટેની યોગ્યતા ભાગ્યે જ ધરાવે છે. જો તેમ હોત તો તે એ જે બનવાનું પ્રતિનિધિત્વ કરવા માગે છે તેને બદલે તે સામાન્ય લોકો ધરાવે છે એવી જ તદ્દન સામાન્ય સહજવૃત્તિઓ ધરાવે છે. ચામાજેન્દ્ર સામેનો તેનો રોષ આ અંગેનું એક દષ્ટાંત છે. પરંતુ આવી રજૂઆતોમાંથી અને વળી વિરોધી સંપ્રદાયનાં વિરોધી - ૫૧ - Page #75 -------------------------------------------------------------------------- ________________ રજૂઆતોમાંથી આપણે બધામાં) મોટા દેવ એવા ઈન્દ્રની કિંમત શી રીતે આંકી શકીએ. તે માત્ર તબેલામાંથી બહાર આવેલા) મોટી ફલાંગો ભરીને ચાલતા અશ્વ સમાન છે કે જેને જૈનો તેમના પોતાના સિદ્ધાંતો સાથે બંધબેસતો બનાવે છે. જો તેને તેનું વિશેષણોનું મોટું પૂંછડું હોય તો તે માત્ર વધારા (વિસ્તાર)ની ગરજ સારે છે (એમ કહી શકાય) અથવા અન્ય કઈ રીતે તેના વર્તનને ન્યાય આપી શકાય ? આ પાર્શ્વભૂમિકા સાથે મહાવીરના જીવનમાં તેમની શિશુ અવસ્થામાં બનેલી હોય એમ ધારવામાં આવતી ઘટનાઓને સમજવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. (1) મેરુ (પર્વત)ને હલાવવો (2) રમતો - સર્પ (કે જે રાક્ષસ હતો) ને મારવો (8) અધ્યયન (4) નામનું વાજબીપણું બતાવવું. , વર્ધમાન અને મહાવીર બધા જ કિસ્સામાં આ મહાન વ્યક્તિ પોતાના નામ કે જેનાથી તે અત્યંત જાણીતા હતા તે અંગેની ખૂબ જ લાયકાત ધરાવતા હતા. વર્ધમાન મહાવીરના કિસ્સામાં અગાઉના જીવનચરિત્રકારો એક્સરખી માનસિક તાણ સાથે વિચારણામાં મદદ કરી શકે તેમ ન હતા. આવું જ બુદ્ધની બાબતમાં પણ બન્યું છે. તેઓ પણ તેમના નામ સિદ્ધાર્થ (એટલે કે સિદ્ધાર્થ) અંગે પૂર્ણ યોગ્યતા ધરાવતા હતા અને તેથી (નામના) અર્થનો હેતુ આ રીતે પૂર્ણ થતો હતો. અથવા કદાચ એ તદ્દન શક્ય હતું કે એ યુગમાં લોકો પોતાના પુત્રો કે પુત્રીઓનાં નામ તેમના પોતાના ગુણો મુજબ પાડવાનું વલણ ધરાવતા હતા. તત્કાલીન સાહિત્યમાંથી આપણને આવાં ઉદાહરણો પ્રાપ્ત થાય છે જેમકે આમ્રપાલિ, કિસા ગોતમી વગેરે અને આવાં અનેક વધુ દષ્ટાંતો મળી શકે. અને તેથી જ આપણે એ માનવા માટે દોરાયા છીએ કે અગાઉના - ૫૨ - Page #76 -------------------------------------------------------------------------- ________________ જીવનચરિત્રલેખકોએ કદાચ કેટલાક બનાવોનો સંબંધ બાંધીને નિર્ણય કરવા માટે પ્રેરાયા હશે કે તેમના દ્વારા (બનાવો દ્વારા) વર્ધમાન મહાવીરને તેમનું પોતાનું નામ અપાયું. હવે આપણે આ બનાવોને સમજવા પ્રયત્ન કરીશું અને કોઈ પણ નિર્ણય આપતાં પહેલાં આપણે તેમનું પૃથક્કરણ કરીશું. | પ્રથમ સવાલ એ છે કે શી રીતે તેઓ મહાવીર તરીકે જાણીતા થયા. પરંપરા તેને આ રીતે વર્ણવે છે. હરિણગામેશી દ્વારા શ્રમણ ભગવાન મહાવીરને જ્યારે રાજમહેલમાં લાવવામાં આવ્યા તે સમયથી શરૂઆત કરીએ તો તિર્યાગ જૈભક દેવો કે જેઓ વૈશર્મન કે કુબેર આદેશોનું પાલન કરતા હતા અને તે કુબેર) જેઓ શક્રેન્દ્રના આદેશોનું પાલન કરતાં હતા તેઓ (ભક દેવો) તેમને રાજા સિદ્ધાર્થના મહેલમાં લાવ્યા કે જ્યાં ઘણા સમયથી તેના માલિકો દ્વારા વિશાળ ખજાનાઓ જમીનમાં દાટવામાં આવ્યા હતા એવા વિપુલ ખજાનાઓ કે જે તેમના માલિકોથી વંચિત થઈ ગયેલા હતા, વિપુલ ખજાનાએ કે જેમની કોઈ કાળજી લેવામાં આવતી નહતી અને તેમાં પ્રત્યેક વર્ષે કંઈ જ ઉમેરો થતો નહતો, કારણકે તેમને માલિકોએ તેમનો ત્યાગ કર્યો હતો, વિપુલ ખજાનાઓ કે વારસ વિહીન સ્થિતિમાં મૃત્યુ પામ્યા હતા અને વિપુલ ખજાનાઓ કે જે એવી વ્યક્તિઓ દ્વારા મૂકવામાં આવ્યા હતા કે જેમના પરિવારના સભ્યો અને ઘરો નાશ પામેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે ગામડાંઓમાં કે થોડી વસતીવાળી વસાહતોમાં સંતાડવામાં આવ્યા હતા, કે જેઓ (ગામડાંઓ) ચારે બાજુએથી કાંટાની વાડથી ઘેરાયેલાં હતાં અને જ્યાં વાર્ષિક કર લેવામાં આવતો હતો, વિપુલ ખજાનાઓ જે અગર કે ખાણોમાં સંતાડેલા હતા કે જે (ખાણો) લોખંડ, તાંબુ અને અન્ય ધાતુઓનાં પ્રાપ્તિસ્થાનો હતાં, વિપુલ ખજાનાઓ કે જે નગર કે કસબામાં સંતાડેલા હતા કે જેની (નગરની) ફરતે ઊંચી દિવાલોવાળા કિલ્લા હતા અને તેમાં) ફરસબંધ રસ્તાઓ હતા અને તેઓ કોઈ પણ પ્રકારના કરથી મુક્ત હતા. વિપુલ ખજાનાઓ કે જે ખેડામાં અથવા એવી જગ્યા કે જે બધી બાજુએથી કાદવની બનેલી ઊંચી દિવાલોથી ઘેરાયેલી હોય ત્યાં દાટવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે નિમ્ન કક્ષાના કબાડા પ્રકારના કસબાઓમાં - ૫૩ - Page #77 -------------------------------------------------------------------------- ________________ સંતાડવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે દ્રોણમુખ કસબાઓમાં સંતાડવામાં આવેલા હતા કે જેમાં (ક્સબાઓમાં) ખુશ્કી કે તારી માર્ગો દ્વારા સહેલાઈથી પ્રવેશ કરી શકાય તેવા હતા. વિપુલ ખજાનાઓ કે જે સંવાહ નામની જગ્યાઓમાં સંતાડવામાં આવેલા હતા કે જે (સંવાહ) ધાન્યના દાણાઓમાંથી ફોતરાં દૂર કરવા માટે યોગ્ય (ખળીઓ) હતી. વિપુલ ખજાનાઓ કે જે સન્નિવેશ નામની જગ્યાઓમાં સંતાડવામાં આવેલા હતા કે જે (સન્નિવેશ) જગ્યાઓ વણજારોના, યાત્રાળુઓના સંઘોના અને લશ્કરોના પડાવ માટે યોગ્ય હતી, વિપુલ ખજાનાઓ કે જે ત્રિકોણ આકારની જગ્યાઓમાં સંતાડવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે ત્રિભેટા પર (જ્યાં ત્રણ રસ્તાઓ મળે છે ત્યાં), ચક્લા પર (જ્યાં ચાર રસ્તાઓ મળે છે ત્યાં) અને જ્યાં ઘણા રસ્તાઓ મળે છે ત્યાં છૂપાવવામાં આવેલા હતા. વિપુલ ખજાનાઓ કે જે ચારે બાજુએ દ્વાર આવેલાં હોય એવી જગ્યાઓમાં છૂપાવવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે જાહેર રસ્તાઓની નીચે દાટવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે એવી જગ્યાઓમાં સંતાડવામાં આવેલા હતા કે જ્યાં અગાઉ ગામડાંઓ હતાં પરંતુ અત્યારે તેઓ નિર્જન બની ગઈ હતી, વિપુલ ખજાનાઓ એવી જગ્યાઓમાં સંતાડવામાં આવેલા હતા કે જ્યાં અગાઉ કસબાઓ હતા, પરંતુ અત્યારે તેઓ નિર્જન બની ગઈ હતી, વિપુલ ખજાનાઓ કે જે ગામડાંઓની ગટરોની નીચે છુપાવવામાં આવેલા હતા. વિપુલ ખજાનાઓ કે જે કસબાઓની ગટરોની નીચે છૂપાવવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે દુકાનોમાં સંતાડવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે દેવોના મંદિરોમાં સંતાડવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે સભાગૃહો કે ધર્મશાળાઓમાં સંતાડવામાં આવેલા હતા કે જ્યાં મુસાફરો તેમની રસોઈ બનાવતા હતા, વિપુલ ખજાનાઓ કે જે તરસ્યા મુસાફરોને મફત પાણી પીવડાવવામાં આવતું હતું એવી જગ્યાઓમાં સંતાડવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે બગીચાઓમાં છુપાવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે કસબાની નજીક આવેલા આનંદબાગમાં છુપાવેલા હતા કે જ્યાં લોકો ગરમીની ઋતુમાં મનોરંજન માટે જતા હતા, વિપુલ ખજાનાઓ કે જે એક જ પ્રકારનાં અસંખ્ય વૃક્ષો ધરાવતાં જંગલોમાં છુપાવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે વિવિધ - ૫૪ - Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રકારનાં શ્રેષ્ઠ વૃક્ષો ધરાવતાં જંગલોમાં સંતાડવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે બાળવાની (સ્મશાનગૃહ) કે દાટવાની (કબ્રસ્તાન) જગ્યાઓમાં છુપાવવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે ઉજ્જડ ઘરોમાં છૂપાવવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે પહાડોની ગુફાઓમાં છૂપાવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે ધ્યાન કરવા માટે ઊભી કરવામાં આવેલી જગ્યાઓમાં છૂપાવવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે પર્વતોમાંથી કોતરી કાઢેલી ઇમારતોમાં કે રાજાઓના દરબારગૃહોમાં છૂપાવવામાં આવેલા હતા, આ બધા જ વિપુલ ખજાનાઓ કૃપણ વ્યક્તિઓ દ્વારા આ બધાં વિશિષ્ટ સ્થાનોમાં મૂકવામાં આવેલા હતા. 89 જે રાત્રિ દરમ્યાન શ્રમણ ભગવાન મહાવીર સિદ્ધાર્થના જ્ઞાતાકુળ પરિવારમાં લાવવામાં આવ્યા હતા ત્યારથી જેનાં ઘરેણાં બનાવવામાં ન આવ્યા હોય તેવા સોના અને ચાંદીની, સોનાના અલંકારોની, નીચેના જેવાં ચારે પ્રકારનાં ધનની જેવાં કે (1) ફળ, ફૂલો વગેરે જેવી ગણી શકાય તેવી ચીજોની (2) ગોળ વગેરે તોલી શકાય તેવી ચીજોની (8) માખણ, તેલ, મીઠું વગેરે જેવી માપી શકાય તેવી ચીજોની (4) કાપડ કે જે ફૂટ અને વારથી માપી શકાય તેવી ચીજોની અને વધુમાં ઘઉં, ચોખા અને વિવિધ પ્રકારનાં કઠોળ જેવાં ધાન્યોની, પ્રદેશોનાં સામ્રાજ્યોની, હસ્તિઓ, અશ્વો, રથો અને યોદ્ધાઓ જેવાં લશ્કરી બળોની, ગાડાંઓ, ગધેડાંઓ વગેરે જેવાં વાહનોની, નગદ ખજાનાઓની, અનાજની વખારોની, કસબાઓની, અંતઃપુરોની, કસબાઓની, પ્રજાની અને કીર્તિની વૃદ્ધિ (તે પરિવારમાં) થઈ. તદુપરાંત તે પરિવારમાં વિપુલ ધનની, ભારે કિંમતની સંપત્તિની (જેવી કે ગાયો, ભેંસો વગેરે), કાચા સોનાની (ઘરેણાં બનાવ્યાં ન હોય તેવા સોનાની) અથવા ઘરેણાં બનાવ્યાં હોય તેવા સોનાની, રત્નોની, મૂલ્યવાન મણકાઓની, મોતીઓની, શંખોની (જમણી બાજુના વળાંકોવાળા) રાજાઓ તરફથી મળેલા ઇલકાબોની, પરવાળાંઓની, લાલ રત્નોની (નીલમ), માણેકોની અને અન્ય મૂલ્યવાન ચીજોની તથા વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતી (કાલ્પનિક નહીં) મૂલ્યવાન ચીજોની તેમજ પ્રેમ અને આદરપૂર્વક સગાંસંબંધીઓ - ૫૫ - Page #79 -------------------------------------------------------------------------- ________________ દ્વારા આપવામાં આવેલી બક્ષિસોની (તે પરિવારમાં) અતિશય વિપુલ પ્રમાણમાં વૃદ્ધિ થઈ, ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીરનાં માતા અને પિતાના મનમાં અત્યંત ચિંતનશીલ ઇચ્છનીય વિચાર આવ્યો જે નીચે મુજબનો હતો. જ્યારથી અમારા આ બાળકે તેની માતાના ગર્ભાશયમાં ગર્ભનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારથી અમે અમારાં રજત અને સુવર્ણ, અમારી સમૃદ્ધિ અને ધાન્યમાં વૃદ્ધિ થતી જોઈ છે. અમે અમારા વાસ્તવિક રીતે અસ્તિત્વ ધરાવતી મૂલ્યવાન ચીજોમાં તેમજ પ્રેમ અને આદરપૂર્વક સગાંસંબંધીઓ દ્વારા આપવામાં આવેલી બક્ષિસોમાં ખૂબજ મોટી વૃદ્ધિ થતી જોઈ છે. તેથી જ્યારે આ છોકરો અમારા બાળક રૂપે અવતરશે ત્યારે (ઉપરોક્ત) બનાવોના અનુસંધાનમાં અમે તેને “વર્ધમાન એવા સુંદર નામથી સંબોધીશું કે જે નામ તેણે પ્રાપ્ત કરેલા તેના ગુણોમાંથી તારવી કાઢેલું છે.” કવિતા તેમજ થોડીક અતિશયોક્તિ કે જે એવા જીવનચરિત્રકારો માટે તદ્દન સ્વાભાવિક છે કે જેઓ સ્પષ્ટપણે (કોઈ બાબતને) પારખવા માટે અત્યંત સમર્પિત છે તેના દ્વારા આપણે જોઈશું તો શક્ય છે કે કુંદાગ્રામના મહેલમાં બે હજાર પાંચસો વર્ષો પહેલાં ચોક્કસપણે શું બન્યું હતું તેનો કંઈક અંશે ખ્યાલ આવશે. (તમે એ) જોઈ શકશો કે શ્રમણ ભગવાન મહાવીરને શી રીતે નામ આપવામાં આવ્યું હતું તેનું વર્ણન કેટલું વાસ્તવિક છે. “અગિયારમા દિવસ પછી કે જ્યારે બાળકના જન્મના સંબંધમાં અશુદ્ધિની પ્રક્રિયાઓની વિધિઓ પૂર્ણ થયા પછી, તે (દિવસ) પસાર થયો અને જ્યારે બારમો દિવસ આવ્યો તેમણે પુષ્કળ પ્રમાણમાં ખાદ્યપદાર્થો, પીણાં, મસલાની ચીજો અને સુગંધી દ્રવ્યો તૈયાર કરાવ્યાં. આ બધુ તૈયાર કરાવ્યા પછી તેમણે તેમના મિત્રો, જ્ઞાતિજનો, તેમનાં સગાંઓ, પરિવારજનો, સગાંસંબંધીઓ, અજ્ઞેયવાદીઓ, શેયવાદીઓ, કુટુંબીઓ અને જ્ઞાતા ક્ષત્રિયોની સાથે એકઠા થવા માટે નિમંત્રણો પાઠવ્યાં. તેમને આમંત્યા પછી તેમજ સ્નાનવિધિ પતાવ્યા પછી તેમણે તેમના કુળદેવતાઓને નૈવેદ્યો અર્પણ - ૫૬ - Page #80 -------------------------------------------------------------------------- ________________ કર્યાં અને મંગળ ધાર્મિક વિધિઓ અને પ્રાયશ્ચિત અંગેની ક્રિયાઓ કરી. (ઉત્સવ પ્રસંગો માટે અનુરૂપ એવાં) મંગળ, શ્રેષ્ઠ રાજદરબારી વસ્ત્રો ધારણ કર્યાં અને તેમના દેહોને વજનમાં હલકા છતાં અતિ મૂલ્યવાન એવા અલંકારોથી આભૂષિત કર્યાં. ભોજનવેળાએ તેઓ ભોજનખંડમાં શ્રેષ્ઠ સુવિધાયુક્ત રાજદરબારી આસનો ઉપર તેમના મિત્રો, જ્ઞાતિજનો, સગાંઓ, પરિવારજનો, સગાંસંબંધીઓ, અજ્ઞેયવાદીઓ, જ્ઞેયવાદીઓ, કુટુંબીઓ અને શાતા ક્ષત્રિયોની સાથે બેઠા. તેમણે શેરડી વગેરે જેવા પદાર્થો ચાખ્યા કે જેમાંનો થોડોક ભાગ ખાવાનો હોય છે અને મોટો ભાગ ફેંકી દેવાનો હોય છે, ખજૂર, રસભર્યાં ફળો વગેરે જેવા પદાર્થો તેમણે આરોગ્યા કે જેનો મોટો ભાગ ખાવાનો હોય છે અને થોડોક બી જેવો ભાગ ફેંકી દેવાનો હોય છે, ભોજનની ચીજો જેવી કેટલીક વસ્તુઓ તેનો કોઈ જ ભાગ ફેંકી દીધા સિવાય આખેઆખી ખાઈ ગયા અને ભરપૂર માત્રામાં રહેલાં ખોરાક, પીણાં અને સુગંધિત દ્રવ્યોમાંથી (જરૂર પૂરતું લઈને) તેમણે તેમની વચ્ચે તેમનાં ભોજનપાત્રોની ફેરબદલી કરી. તેમણે ભોજન કર્યું અને ભોજન પછી તેઓ બેઠકખંડમાં ગયાં, જ્યાં તેમણે તેમનાં મોં સાફ કર્યાં, આહારના ક્શોને તેમજ તૈલી પદાર્થોને (મોંમાંથી) દૂર કર્યા અને સંપૂર્ણરીતે સ્વચ્છ થઈને તેમણે અનેકવિધ પુષ્પો, વસ્ત્રો, સુગંધીદ્રવ્યો (અત્તરો), માળાઓ અને અલંકારોથી તેમના મિત્રો, જ્ઞાતિજનો, જ્ઞાત્રિકા ક્ષત્રિયોની ભવ્ય આગતા-સ્વાગતા કરી અને પછી તેઓએ તેમના મિત્રો, જ્ઞાતિજનો વગેરેને આ પ્રમાણે કહ્યું. “અગાઉથી પણ હે દેવોના પ્રિય ! જ્યારે આ અમારો પુત્ર ગર્ભસ્થાનમાં પેદા થયો ત્યારે નીચે મુજબનો ચોક્કસ નિર્ધાર અમારા મનમાં અમે ર્યો, અમારો પુત્ર પેદા થયો (ગર્ભાવસ્થામાં) તે સમયથી અમારું રૂપું વૃદ્ધિ પામ્યું, અમારું સુવર્ણ, માલમિલકત, ધાન્ય, રાજ્યવિસ્તાર વૃદ્ધિ પામ્યાં, અમારો આનંદ અને પરોણાગત કરવાનો સ્વાગત સમારંભ ખૂબ જ મોટા પ્રમાણમાં વૃદ્ધિ પામ્યાં તેમ જ પડોશના રાજાઓને અમે અમારે તાબે કર્યા. • ૫૦ • Page #81 -------------------------------------------------------------------------- ________________ અમારો આ પુત્ર જ્યારે અવતરશે, ત્યારે અમે તેનું નામ વર્ધમાન રાખીશું. આવા સુખદાયક ગુણો ધરાવવાને કારણે અમે આ નામ રાખીશું. ઇચ્છિત વસ્તુની અમારી આકાંક્ષા આજે પૂર્ણ થઈ. તેથી અમારા પુત્રનું નામ વર્ધમાન રાખીશું. આ વર્ણન શ્રમણ મહાવીરના જન્મ પછી બારમા દિવસે સિદ્ધાર્થના મહેલમાં શું બન્યું હોવું જોઈએ તેનું ખરેખર સ્મરણ કરાવનારું છે અને આપણને આ બાબતે શંકા કરવાનું કોઈ કારણ નથી, કેમકે એક હિન્દુ માન્યતા છે અને હું ધારું છું કે તે અત્યંત સુસ્થાપિત થયેલી છે કે મંગળ વ્યક્તિનો જન્મ કે તેનું ઉમેરણ હંમેશાં રોજિંદી પ્રવર્તમાન સ્થિતિમાં હંમેશાં કંઈક ઉમેરણ કરે છે. આપણે કર્મના સિદ્ધાંતની મદદથી આ પરિવર્તનને સમજાવી શકીએ. કોઈ નવી વ્યક્તિ સ્થાપિત પરિસ્થિતિમાં જો ખરેખર કાંઈ ઉમેરણ કરે છે તો તેનો અર્થ એ થાય કે આ નવું પરિણામ ભૂતકાળનાં કોઈ સારાં કર્મોને કારણે છે એમ કહી શકાય અને સ્વાભાવિક રીતે જ તે વ્યક્તિ કે જેની પાછળ ભૂતકાળનાં સારાં કર્મોનો બદલો રહેલો છે અને તે વધુ સારાં પરિવર્તનો લાવવા માટે પૂરતાં પ્રમાણમાં શુભ હોય છે. બે વધુ ઘટનાઓ પણ ઘટી છે. એક તો રમતો રમતી વખતે અને બીજી શાળામાં રમતો રમતી વખતની ઘટનાઓ આ પ્રમાણે વર્ણવવામાં આવી છે. જ્યારે વર્ધમાનકુમાર લગભગ આઠ વર્ષની ઉંમરના હતા (જોકે તેઓ રમતો અંગેની કોઈ જિજ્ઞાસાથી રહિત હતા), એક દિવસ તેમના સમવયસ્ક મિત્રો અને સાક્ષીઓની પ્રેરણાથી તેઓ તેમની સાથે નગરની બહાર ગયા અને ત્યાં કેટલાંક વૃક્ષોની નજીક તેમણે રમવાનું શરૂ કર્યું. પરસ્પરની સંમતિથી એવું નક્કી થયું કે (રમતમાં) જે હારી જાય તેણે બીજાઓને તેની પોતાની પીઠ પર સવારી કરવા દેવી. તે વખતે દેવલોક સૌધર્મનો ઈન્દ્ર સભાગૃહમાં સૌધર્મ સભામાં દેવો સાથે વિવિધ રસપ્રદ મુદ્દાઓ વાતચીત કરી રહ્યા હતા અને હિંમત અંગેના વિષયને સ્પર્શીને તેઓ બોલ્યા, “હે દેવો ! ભગવાન - ૫૮ - Page #82 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જોકે એક બાળક છે, પરંતુ તેમની બહાદુરી અને હિંમત અદ્વિતીય છે, ગમે એટલા બળવાન હોવા છતાં પણ કોઈ દેવ, અર્ધ દેવ કે ઈન્દ્ર પણ પોતાની તાકાતથી તેમની સાથે લડી શકવા કે તેમને હરાવવા માટે સમર્થ નથી. સૌધર્મેન્દ્રના આવા શબ્દો સાંભળીને દેવો પૈકીનો એક દેવ કે જે અત્યંત દુષ્ટ બુદ્ધિવાળો અને ઉદ્ધત હતો તેણે તેની અત્યંત પાખંડી માન્યતાઓને કારણે વિચાર્યું, ““માત્ર ભાગ્યશાળી લોકો જ ભગવાન (Lord)ને પારખી શકે છે, જેની વાણી તે પ્રાસ અને લય સાથે વાત ન કરે તો પણ મોહક ગણી શકાય છે અને તેની વાણી મગરૂર અને અનિયંત્રિત હોવા છતાં અપ્રતિષ્ઠિત હોતી નથી. એ શક્ય છે કે અપ્રતીમ તાકાત ધરાવનારા દેવો અને અર્ધદેવો તે માત્ર બાળક હોવા છતાં તેને ન હરાવી શકે ? કોઈના હાથ પર રહેલા બાજુબંધને જોવા માટે અરીસાની જરૂર છે ? હું તુરંત ત્યાં જઈશ અને તેની કિંમતની પરીક્ષા કરીશ.” તેના મનમાં આવો વિચાર કરીને તે એ જગ્યાએ ગયો કે જ્યાં વર્ધમાનકુમાર ઝાડ નીચે રમતા હતા અને તેમને ભયભીત કરવાના હેતુથી એક અત્યંત ભવ્ય ઝેરી નાગનું સ્વરૂપ ધારણ કર્યું. - વર્ધમાનકુમાર કે જે પ્રસંગની વાસ્તવિક સ્થિતિ જાણતા હતા, તેમણે તેમના ડાબા હાથ વડે ક્ષીણ થયેલી દોરડીના ટુકડાને પકડીને ફેંકતા હોય તેમ તેને ઘણે દૂર ફેંક્યો. દેવે ઉદ્ધત અને બેફીકરા થઈને એક બાળકનું સ્વરૂપ ધારણ કર્યું અને વર્ધમાનકુમાર સાથે રમવા લાગ્યો. વર્ધમાનકુમારે તે બાળકને હરાવ્યો (કે જે દેવ હતો). તેમણે તેની પીઠ વાંકી વાળી અને તરત જ વર્ધમાનકુમાર તેની પર બેસી ગયા. કુમારને ભયભીત કરવાના આશયથી એક રાક્ષસનું સ્વરૂપ ધારણ કર્યું અને ઊંચો ને ઊંચો વધવા લાગ્યો. આ વખતે તેણે અત્યંત કદરૂપું સ્વરૂપ ધારણ કર્યું, તેનું મસ્તક કુંભારના મોટા ઘડા જેટલું મોટું હતું વગેરે. (અન્યનું) બુરું ઇચ્છનાર દેવનો પ્રપંચ પૂર્ણપણે જાણીને નીડરપણે વર્ધમાનકુમારે તેની પીઠમાં પોતાની મુષ્ટિકા વડે રમતમાં હોય છે તેમ એક શક્તિશાળી મુક્કો માર્યો. Page #83 -------------------------------------------------------------------------- ________________ પછી ઈન્દ્રના વજની જેમ એક મુક્કો માર્યો અને દુઃખભર્યો અવાજ કરીને દેવ એક નાના બાળકની જેમ આજ્ઞાંકિત બની ગયો અને પશ્ચાતાપ કરવા લાગ્યો. “હે ત્રિલોકના નાથ, મેં આ દુષ્ટ કાર્ય કર્યું છે. મેં ઈન્દ્રના શબ્દોમાં વિશ્વાસ ક્યું નહિ, પરંતુ તેઓ તદ્દન સાચા હતા.” વગેરે. આ બાબતને નિષ્પક્ષપાતપણે વિચારીએ તો જીવનચરિત્રકારોના મન ઉપર ગાઢ અસર કરનાર ભૂતકાળની કૃષ્ણની આખ્યાયિકાનું સ્મરણ કરાવે છે. એ નોંધવું જોઈએ કે જીવનચરિત્રકારો કૃષ્ણની આખ્યાયિકાથી અત્યંત પરિચિત હતા. “અન્તગડાદસાઓ' તેમની સાથે સંબંધિત ઘણી હકીકતોનો સંદર્ભ આપે છે. કૃષ્ણની આખ્યાયિકાથી લોકો અત્યંત પ્રભાવિત હતા અને હું વિચારું છું કે આ ઘટનાઓ કૃષ્ણના જીવનમાં બનેલી ઘટનાઓ સાથે સ્પષ્ટ રીતે ગાઢ સંબંધ ધરાવે છે. કૃષ્ણ પણ તેમના બાળપણમાં એક શક્તિશાળી નાગને વશ કર્યો હતો. મહાવીરના જીવનમાં આ પ્રસંગ એ માત્ર તેમને (વધારે નહીં તો) કૃષ્ણના જેટલા જ બહાદુર દર્શાવવા માટે હતો. હવે આપણે એક બીજો પ્રસંગ જોઈશું કે જેમાં દેવ એક બાળકનું સ્વરૂપ ધારણ કરીને અન્ય (બાળકો) સાથે રમતા હતા. હું એ હકીકતનો નકાર કરવા માગતો નથી કે એક આગેવાનના પુત્ર એવા મહાવીર વર્ધમાન તેમના રમતના સાથીદારો સાથે રમતમાં ભાગ લેવો ન જોઈએ, કદાચ આઠ વર્ષના નાના બાળક એવા વર્ધમાને ચોક્કસપણે આમ કર્યું જ હશે. મુનિ રત્નપ્રભના કહેવા મુજબ તેઓ જોકે તેઓ રમત રમવાની જિજ્ઞાસાથી વિહિન હતા છતાં એક દિવસ તેમના સમવયસ્ક સાથીઓની પ્રેરણાથી તેમણે રમતમાં ભાગ લીધો એમ કહેવાનો કોઈ અર્થ નથી. અહીં બે એકબીજા સાથે સાતત્ય તદ્દન ન ધરાવતા હોય એવા બે વિચારો જીવનચરિત્રકારોના મનમાં ઉદ્ભવતા જોવા મળે છે. તેમના નાયકને ઉત્તમ યોદ્ધા અને પૂર્ણ સંત તરીકે વિચારવાનું તેમને મન થયું હોય તે સ્વાભાવિક છે અને તેથી જ તેમની રજૂઆતો - ૬૦ - Page #84 -------------------------------------------------------------------------- ________________ વિસંગતતામાં પરિણી હોય. એ વલણ સાથે એ બાબતનો મેળ ખાય છે કે તેમની બાળવયથી જ મહાવીર એવી વિચારણા તરફ દોરાવાયા હોય કે - પોતાની મુઠ્ઠી વડે દેવની પીઠમાં શક્તિશાળી મુક્કો મારવા જેવા પ્રસંગો (પોતાના જીવનમાં) આવવાના છે. કદાચ તેમની પાસેથી (એવા) મનુષ્ય તરફ દયા લાવીને (આ પ્રસંગે) અવિચલિત રહે એવી અપેક્ષા પણ રાખવામાં આવી હોય, પરંતુ જીવનકથાકારો કૃષ્ણના જેટલા જ બહાદુર વ્યક્તિ તરીકે રજૂ કરવાની ઇચ્છા ધરાવતા હતા. મિ. જેકોબી વિચારે છે તે તદ્દન શક્ય છે કે દેવની વાર્તામાં છે તેમ અગાઉ દેવાનંદાના ગર્ભાશયમાં ગર્ભસ્થ થયા હોવા છતાં ત્રિશલાના પુત્ર તરીકે ઓળખાતા બાળક રાજકુમારની હત્યા કરવાના પ્રયત્નો આપણને ભૂતકાળનું (જેમાં આવા પ્રસંગો બન્યા હોય) સ્મરણ કરાવે છે. સાંભળતાં હજી વધારે ખરી લાગે એવી બાબત એ છે કે બાળક વર્ધમાને તેમના રમતના સાથીદારો સાથે મતની મજા માણી હોય અને તેમની જન્મજાત હોશિયારીને લીધે અન્યો કરતાં પોતાની જાતને વધારે શ્રેષ્ઠ સાબિત કરી હોય અને બીજા બધાને હરાવવા માટેની તાકાત ધારણ કરી હોય. પરંતુ આનાથી જીવન ચરિત્રકારોને સંતોષ થયો ન હતો કારણ કે મહાવીરનું જીવન આટલું સરળ અને સીધુંસાદુ હોય તેવું તેઓ વિચારી શકતા ન હતા. કેટલાક ચમત્કારિક બનાવો બન્યા હોવા જોઈએ અને તેમના મનમાં તાજી એવી કૃષ્ણની વાર્તા મુજબ તેમણે રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હોય તે શક્ય છે અને આજ પરિણામ છે. મને એ હકીકતની ખાતરી થઈ છે કે એકંદરે જીવનચરિત્રકારોનાં મન ઉપ૨ કૃષ્ણની કથાએ પ્રબળ અસર છોડી હતી અને તેને લીધે જ મહાવીર અંગેની તેમની રજૂઆતો પર મોટી અસર થઈ હતી. કૃષ્ણના જીવનની એક પ્રબળ માન્યતા કે તેમણે ગોવર્ધન પર્વતને (તેમની ટચલી આંગળી પર) ઊંચક્યો હતો તે (તેમના મનમાં) ક્ષીણ થઈ નહીં હોવાથી અગાઉના જીવનચરિત્રકારો જ્યારે *૬૧ જ Page #85 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું જીવન લખવા બેઠા ત્યારે તેમણે મહાવીરને પણ તેમની બાળ વયમાં જ પગના અંગૂઠાના સ્પર્શ વડે મેરુ પર્વતને હલાવતા દર્શાવ્યા. મહાવીરના બાળપણને રજૂ કરતો અંતિમ ધ્યાનાકર્ષક બનાવ તેમને જ્યારે શાળાએ મોકલવામાં આવ્યા ત્યારે બન્યો. છે પરંતુ મહાવીરના જેવા બાળકની કેળવણી માટે તેનું શાળાજીવન જરૂરી હતું ? અને જીવનચરિત્રકારોએ વિચાર્યું, “વૈજ્ઞાનિક અને ધર્મશાસ્ત્ર અનુસારનું શિક્ષણ લેખન પાઠશાળામાં આપવામાં આવે તો પણ એક અહત માટે તે આમ્રવૃક્ષ પર આવકારનું તોરણ (કે જે આમ્રવૃક્ષનાં જ પાંદડાંનું બનેલું હોય છે) ગોઠવવા સમાન, અમૃતને મિષ્ટ કરવા સમાન, વાણીની દેવીને શિક્ષણ પદ્ધતિ શીખવવા સમાન, ચંદ્ર કિરણોની ઉજ્વળતા ઉપર શ્વેતતાનો ગુણ આરોપવા સમાન અને સુવર્ણ ઉપર તેને શુદ્ધ કરવાના આશયથી સુવર્ણ રાસનો છંટકાવ કરવા સમાન તે બની રહેશે. ભગવાન મહાવીર) આગળ વાણીનું પ્રદર્શન કરવું એ માતાની આગળ મામાના ગુણોનું વર્ણન કરવા સમાન અને તે સમુદ્રને સબરસ અર્પણ કરવા સમાન બની રહેશે. અહીં સુધી તો બધું બરાબર છે અને આપણે કદાચ આજ વિચારણા હેઠળ વિચારીએ, પરંતુ અગાઉના જીવનચરિત્રકારો આનાથી સંતુષ્ટ થયા ન હતા કારણ કે કદાચ તેમણે વિચાર્યું હોય કે લોકો પોતે આનાથી (મહાવીરને પાઠશાળામાં નહીં મોકલવાથી) સંતુષ્ટ થશે નહિ. અને કવિઓની કલમના સ્પર્શથી કે જે મહાવીરના અંગૂઠાના સ્પર્શ જેટલો જ શક્તિમાન છે તેણે (મે) મહાન દેવ ઈન્દ્રને પૃથ્વી પર ઊતાર્યા અને ગુરુની હાજરીમાં કે જે (ગુરુ) આવા ઝળહળતા આત્માને પણ શીખવવાની ક્ષમતા ધરાવવાનો દાવો કરવા માટે પૂરતા નિર્લજ્જ હતા તેમની હાજરીમાં જ) વર્ધમાનને તેમણે (ઈન્દ્ર) પ્રશ્નો પૂછ્યા કે જેના જવાબો ગુરુ પોતે પણ જાણતા ન હતા. અને જોકે વર્ધમાનકુમાર કે જે હજી એક બાળક હતા તેમણે સર્વ પ્રજાજનો કે જેઓ બાળક શું જવાબ આપે છે તે જાણવા આતુર Page #86 -------------------------------------------------------------------------- ________________ હતા તેમની હાજરીમાં જ તેમની (ઈન્દ્રની) બધી જ શંકાઓનું સમાધાન કર્યું, અને આ રીતે “જૈનેન્દ્ર વ્યાકરણની રચના થઈ. साने वन्दनमालिका स मधुरीकारः सुधाया सच। ब्राह्मयाः पाठविधि स शुभ्रिमगुणरोपः सुधादीधितौ॥ कल्याणे कनकच्छटा प्रकटनं पावित्र्य संपत्तये। शास्त्राध्यापनमदेवोऽपि यदिदं सर्लख शालाकृते॥ मातुः पुरो मातुलवर्णनं तत लंकानगर्या लहरीयकंतत्। तत्प्राभृतं लवणम्बुराशेः प्रभोः पुरो यद्वचसां विलासः॥ गर्जति शरदि न वर्षति वर्षति वर्षासु निः स्वनो मेघः। नीचो वदति न कुरूते न वदति साधुः करोत्येव॥ असारस्थ पतर्मस्य प्रायेणाऽम्बरो महान। नहि स्वर्गे ध्वनिस्तादृशं यादकं कांस्ये प्रजायते॥ કદાચ એ શક્ય છે કે નાગના બનાવે આ જ રીતે સ્થાન પ્રાપ્ત કર્યું હોય. ““સમવયસ્ક એવા બધાં જ બાળકો એક સાથે રમતાં હશે અને તેમાં એકદમ લીન થઈ ગયાં હશે, ત્યારે એકાએક મહાવીરે તેમના રમતના સાથીદારો પૈકી કોઈ એકની પાસેથી નાગને સરકતો જોયો હોવો જોઈએ અને તેના બચાવવા માટે તેમણે તેમની અપ્રતીમ તાકાત દેખાડવાની ક્રિયા કરી હોવી જોઈએ અને ત્યાર પછીથી સાથીદારોએ વર્ધમાન પોતે અપ્રતીમ તાકાત ધરાવનાર હોવાથી “મહાવીર' કહ્યા હોવા જોઈએ. અને આપણે ઈન્દ્ર અને અન્ય દેવોનો બાજુએ મૂકી દઈને જ સત્ય તરફ અથવા છેવટે તેની નજીક આવવાની આશા રાખી શકીએ. ' હું કલ્પી શકું છું કે તેમના બાળપણમાં મહાવીરે તેમના ગુરુને બુદ્ધિયુક્ત પ્રશ્નો પૂછીને આશ્ચર્યચકિત કરી દીધા હશે અને તેમ છતાં તેઓએ આગળની શૈક્ષણિક લાયકાત મેળવી નહીં હોય અને તેમણે કેટલુંક પ્રાથમિક શિક્ષણ લીધું હોવું જોઈએ કે જ્યાં તેમના સંપર્કમાં Page #87 -------------------------------------------------------------------------- ________________ આવનાર સર્વેને તેમની બુદ્ધિમત્તાથી ચકિત કરી દીધા હોવા જોઈએ. અને હવે આપણું કાર્ય આવા બાળકની આવનારી યુવાની કેવી હોવી જોઈએ તે અંગેની ક્લ્પના કરવાનું છે. ‘‘હે બ્રાહ્મણો ! તમારે તમારા મનમાં એવું વિચારવું જોઈએ નહિ કે તેઓ માત્ર માનવ બાળ છે, (પરંતુ) તેઓ જિનેશ્વર છે કે જેમનું નામ ‘વીર’ છે, તેઓ ત્રણે લોકના આગેવાન છે અને તેમણે સર્વ જ્ઞાનનો અંતિમ છેડો જોયેલો છે.’ હું મારી જાતે નીચેનાં તારણો કાઢવા માટે લલચાઉં છું. (1) આ પ્રસંગો કૃષ્ણની દંતકથાઓથી પ્રભાવિત થયેલા છે. (2) તેમના બાળપણમાં મહાવીર તેમના સાથીદારો સાથે રમ્યા હોવા જોઈએ અને મજા કરી હોવી જોઈએ, અને તાકાત અને કૌશલ્યમાં તેમના રમતના બધા જ સાથીદારો કરતાં તેજસ્વી અને ચઢિયાતા હોવા જોઈએ અને આજ સૌથી વધારે શક્ય છે, કારણ કે તે લિચ્છવી રાજકુમાર હતા અને સમકાલીન બૌદ્ધ સાહિત્ય તેમને મહદાંશે રમતિયાળ રાજકુંવર જેમનો સમય યૌવનસહજ રમતોમાં તેમજ સાહસિક યુદ્ધ · કેળવણીમાં પસાર થાય છે તેવા પ્રદર્શિત કરે છે. (3) મહાવીરે શૈક્ષણિક લાયકાતો મેળવવા માટે જવાની દરકાર બે કારણોસર નહીં કરી હોય. (i) પ્રથમ કારણ એ છે કે લિચ્છવી રાજકુમારોને એ રીતે તાલીમ આપવામાં આવતી ન હતી. (ii) કારણ કે તેમને બધું જ પુસ્તકિયું જ્ઞાન અત્યંત છીછરું લાગ્યું હોવું જોઈએ અને પોતાના કે અન્ય હેતુ માટે તેમને બાળવયમાં થયેલ પાઠશાળાનું નુકસાન તેમણે યુવાનીમાં સમૃદ્ધ ગ્રંથો (કે પ્રબંધો)નો અભ્યાસ કરીને ભરપાઈ કર્યું હોવું જોઈએ. પરંતુ તેઓ પ્રારંભથી જ અત્યંત દયાળુ અને સંપૂર્ણ રીતે સંસ્કારી હોવા જોઈએ. * ૬૪ - Page #88 -------------------------------------------------------------------------- ________________ યુવાની યોગ્ય સમયે ભગવાન મહાવીરે (તેમના જીવનમાં) કોઈ પણ કમનસીબ ઘટના બન્યા સિવાય યુવાની પ્રાપ્ત કરી અને પારંપરિક રીતે એક યુવાન વ્યક્તિ ધરાવે છે તેમ અતિ સુંદર અને સર્વગુણસંપન્ન (યુવાન) તરીકે રજૂ કરવામાં આવ્યા. કાવ્યમય વર્ણન (તેમના અંગેનું) એક હેતુ માટે ઉપયોગી છે. અગાઉના જીવનચરિત્રકારો ધરાવતા હતા એવું શરીરરચનાશાસ્ત્રનું જ્ઞાન તે (જરૂરી હોય એમ) દર્શાવે છે. પરંતુ તદુપરાંત તે આ અગાઉના જીવનચરિત્રકારોનું મનોવિજ્ઞાન સમજવામાં દૃષ્ટિ આપે છે, અને ત્યારનાં માણસોના વિશિષ્ટ પહેરવેશની ઢબ-શૈલીની બાબતમાં તેમની કાવ્યમય પરિભાષા હોવા છતાં મહાવીરની કારકીર્દિના ઘણા વિશિષ્ટ ગુણો કે લક્ષણોને છતાં કરે છે. ““યુવાની આગળ વધવાની સાથે કાળા, નરમ અને સંવાળા-ચળકતા વાળવાળા વર્ધમાનકુમાર અત્યંત સુંદર લાગતા હતા. તેમનું મસ્તક સૌંદર્યથી ભરપૂર ચંદરવા સમાન લાગતું હતું, કાનના મૂળ સુધી પહોંચતાં પૂર્ણ કમળ જેવાં ખીલેલાં દેખાતાં બે ચક્ષુઓને લીધે તેમનું વદન રૂપાળું લાગતું હતું, તેમની છાતી શ્રીવત્સ વડે અલંત દેખાતી હતી, તેમનું પેટ પાતળું (સપાટફાંદ વિનાનું), ગુણવાન માણસના મનના વલણ જેવી ઊંડી નાભિથી શોભતું હતું અને તેની આસપાસ જમણેથી ડાબે તરફ જતાં વર્તુળાકાર ચિહ્નોથી અલંકૃત હતું, તેમની સાથળો સુંદર નરમ રોમથી લાલિત્યપૂર્ણ લાગતી હતી અને હાથીની સૂંઢ સાથે સામ્ય ધરાવતી હતી, તેમનાં કમળ સમાન ચરણ તેમની (આંગુલિકાઓની) ટોચ પર આવેલી નખની શ્રેણી કે જે ચિંતામણિ રત્નોની શ્રેણી જેવી લાગતી હતી તેનાથી શોભતાં હતાં અને તેઓ મગરમચ્છો, મસ્સો જેવા વિજયધ્વજનાં મંગળ ચિહ્નો વડે અંકિત હતાં. તદુપરાંત જાણે એવું લાગતું હતું કે વર્ધમાનકુમારના હૃદયના વક્રતાને પકડતા અંદેશાએ હૃદયને છોડીને તેમના રોમમાં પ્રવેશ કર્યો હતો. ઈન્દ્રની. (અન્ય) દેવોની અને અર્ધદેવોની સુંદરતા કરતાં પણ ચઢિયાતી એવી વર્ધમાનકુમારની યૌવનસભર સુંદરતાને જોઈને પડોશી રાજાઓએ રાજા સિદ્ધાર્થ પાસે તેમના પ્રતિનિધિઓ મોકલ્યા અને તેઓ પ્રતિનિધિઓ) બોલ્યા, “હે રાજન ! વર્ધમાનકુમારની શ્રેષ્ઠ સુંદરતાથી પ્રભાવિત થઈને - ૬૫ - Page #89 -------------------------------------------------------------------------- ________________ અમારા રાજયોએ તેમની કન્યાઓ સાથે તેમનું લગ્ન કરવાનો સ્વીકાર કરવાની વિનંતી સાથે અમને મોકલ્યા છે.” શરીરરચનાશાસ્ત્રની દૃષ્ટિએ સંપૂર્ણ રચના ધરાવતું એવું આ શું માત્ર કાવ્યમય વર્ણન છે ? જેમાં પૂર્ણ વિકસિત કમળો જેવી દેખાતી અને કાનના મૂળ સુધી પહોંચતી તેમની સુંદર આંખો વગેરે જેવાં વર્ણનોનો સમાવેશ થાય છે. વદનવાંચનશાસ્ત્રનું વિજ્ઞાન આપણને કહે છે કે (મનુષ્યનું) વદન એ તેના મનનું સૂચક છે. અને આપણે જાણીએ છીએ કે મહાવીરનું હૃદય અને મન પૂર્ણ વિકસિત હતું કે જેમાંથી માનવ પ્રત્યેની દયાનું ક્ષીર સતત વહ્યા કરતું હતું. તો પછી એ બાબતનું આશ્ચર્ય ન થવું જોઈએ કે આવા વિકસિત મન અને સુસંસ્કૃત હૃદય ધરાવતા મહાવીર વદનવાચનશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત સંપૂર્ણ વદનાંગો ધરાવતા હોવા જોઈએ. ચોક્કસપણે આજના દિવસોમાં આપણે જોઈએ છીએ તેવા પ્રકારના કે તેઓ જન્મ્યા હતા તે સમયે હતા તેવા પ્રકારના તેઓ ન હતા. તે સમયના લિચ્છવી રાજકુમારોની રોજિંદી દિનચર્યા નીચે મુજબની હતી. ‘‘તેઓ વહેલી સવારી ઊઠી જતા હતા અને ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતા હતા અને એ રીતે બધાં જ શસ્ત્રોના ઉપયોગમાં તેમની જાતને નિષ્ણાત બનાવતા હતા અને પછી એક પીણા વડે તેમની જાતને તાજગી આપતા હતા અને વળી પાછા (ઉપર કહ્યા મુજબનો) એવો જ અભ્યાસ કરતા હતા. અતિશય નિંદ્રા નહીં લેવાની તેઓ ખાસ કાળજી લેતા હતા. તેઓ દુષ્કર-કઠોર જીવન જીવતા હતા અને સામાન્ય રીતે બધાં જ શાસ્ત્રોમાં અને ખાસ કરીને ધનુર્વિદ્યા-ધનુષ્ય અને બાણ-માં પોતાની જાતને પારંગત બનાવતા હતા.” ‘અંગુત્તરનિકાય’ના અહેવાલો મનનુ સુવાક્યો (ને અનુસરવાની) ઇચ્છા નહીં ધરાવતા એવા તેમને બરછટ લોકો તરીકે વર્ણવે છે. આ યુવાનો બુદ્ધ અને તેથી મહાવીરના પણ સમકાલીનો હતા અને ઉપરોક્ત સંદર્ભોમાંથી આપણે સુપેરે કલ્પી શકીએ કે કેવા પ્રકારનું જીવન આ યુવાનો જીવતા હોવા જોઈએ અને તેમની સોબતમાં મહાવીર પોતાની *૬૬ • Page #90 -------------------------------------------------------------------------- ________________ જાતને જળમાંથી બહાર આણેલા મત્સ્ય સમાન અનુભવતા હશે. ક્લમના જરીક પ્રહાર વડે અગાઉના જીવનચરિત્રકારો મહાવીરના ગર્ભને દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભાશયમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભાશયમાં સરળતાથી ફેરબદલી કરી શકે પરંતુ તે પછી ગોળ કાણામાં ચોરસ ખીલો બેસાડવા સમાન તે સરળ ન હતું. તે સમયના યુવાનો કરતાં વર્ધમાનકુમારની જીવનશૈલી તદ્દન ભિન્ન હતી તે બાબત શંકાથી પર છે. તેમણે ધનુર્વિદ્યા કે અન્ય શસ્ત્રોના ઉપયોગમાં તેમના બધા જ સાથીદારો કરતાં વધારે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાનો વિચાર કર્યો નહીં હોય, જેમકે તેમના જ સમકાલીનો પૈકીના એક ધર્મોપદેશક એવા ગૌતમબુદ્ધે કર્યું હતું અથવા તેમણે એમ કર્યું હોય એમ દર્શાવવામાં આવ્યું હતું. એડવિન આર્નોલ્ડ સૂત્રકૃતાંગ કે જે કદાચ અત્યંત પ્રારંભના ધાર્મિક કાનૂનોમાંનું એક છે તે તેના ચિંતનનું વલણ સ્પષ્ટ કરે છે. (ભાષાંતર : જેકોબી ગ્રંથ 45 S-B-E) ત્યારબાદ એક અત્યંત અગત્યનો પ્રશ્ન ઊભો થાય છે કે જે પ્રત્યેક મનુષ્યના જીવનમાં પેદા થાય છે. ભૂતકાળની જેમ આજે પણ પ્રત્યેક યુવાન વ્યક્તિને તેના પોતાના લગ્નની સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ મહાવીર વર્ધમાનકુમારને જે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે કંઈક જુદા જ પ્રકારની હતી. પ્રથમ તો તેઓ પોતે અત્યંત સુંદર હતા. બધા જ પડોશી રાજાઓએ આવી સુંદર અને ગુણવાન વ્યક્તિને પોતાની કન્યાઓ પરણે તેમ વિચાર્યું હતું. બીજી બાજુએ ત્રણે પ્રકારનું જ્ઞાન ધરાવતા એવા વર્ધમાનકુમાર હંમેશાં દરેકને લલચાવતા એવા લગ્નના નાટક (ની સમસ્યા)માં ઉપરછલ્લી નજર નાખવા માટે તેમજ તેમાં ઊંડા ઊતરવા માટે સક્ષમ હતા. તેથી તેઓ આ પ્રકારના અવસરની અનિચ્છા ધરાવતા હતા. અને તેમ છતાં એક બળ-એક જીવંત બળની મહાવીર અવગણના કરી શકે તેમ ન હતા. અને તે (બળ) તેમની પોતાની માતા ત્રિશલાદેવી હતાં. * ૬૦ × Page #91 -------------------------------------------------------------------------- ________________ તેણી પોતાના પુત્ર લગ્ન કરે તે માટે હૃદયપૂર્વકની ઇચ્છા ધરાવતાં હતાં અને અત્યંત આતુર હતાં. હકીકતમાં તે તેમની એકમાત્ર ઇચ્છા હતી, કારણ કે તેણીએ ખૂબ જ વિચાર કર્યો, ‘‘લોહની જંજીરો (જેને) ન બાંધી શકે તેને કોમળતાથી નારીના કેશની ચાદર જ બાંધી શકે.” આવાં જુદી જુદી જાતનાં બળોથી મહાવીર વર્ધમાનકુમારને આત્મા જાળમાં ફસાઈ ગયો. એ જ માત્ર સત્ય છે કે જ્યારે મુશ્કેલીઓ ઊભી થાય છે ત્યારે જ મહાન વ્યક્તિઓ ઝળકી ઊઠે છે અને તેમનું વાસ્તવિક મૂલ્ય દર્શાવે છે. પ્રથમ પ્રસંગમાં જ આવા નાજુક પ્રશ્નની ચર્ચા કરવા માટે વર્ધમાનકુમા૨ પાસે વ્યક્તિગત રીતે જવા માટે ત્રિશલાદેવી ઇચ્છતા ન હતા અને તેથી તે માટે તેમણે મહાવીરના કેટલાક મિત્રોને મોકલ્યા. આ રીતે ત્રિશલાદેવી વર્ધમાનકુમારના લગ્નવિષયક વિચારો જાણવા માગતાં હતાં. જ્યારે તેમના મિત્રોએ (તેમની પાસે જઈને) આ સમસ્યા છેડી ત્યારે મહાવીર બોલ્યા, ‘‘ઘણા વખતથી હું ગૃહસ્થજીવન છોડી દેવા અંગે વિચારું છું, પરંતુ મારી માતાની મધુર લાગણીઓને અને તે મને જે ગાઢ પ્રેમ કરે છે તેને ઉવેખીને હું (તેમને) આઘાત પહોંચાડવા માગતો નથી. પરંતુ આ હકીકતો જાણવા છતાં તેઓ (માતાપિતા) મને આ લગ્નના બંધનમાં સજ્જડ રીતે બાંધી દેવા માગે છે. તેઓ ચોક્કસપણે મારી ભલમનસાઈ ઉપર અતિક્રમણ કરે છે અને મારા તેમની તરફના પ્રેમનો અણઘટતી રીતે ગેરલાભ ઊઠાવવા માગે છે એમ કહી શકાય.” ક્ષત્રિય સિદ્ધાર્થ અને ત્રિશલાદેવી આવો પ્રત્યુત્તર મેળવીને આશ્ચર્યચકિત થઈ ગયાં કે જે (પ્રત્યુત્તર) મળવાનો ખરેખર તેમના હૃદયના ઊંડાણમાં ભય રહેલો હતો. ત્રિશલાદેવીએ પોતાના પુત્રની વ્યક્તિગતરીતે મુલાકાત લીધી અને આપણે જાણતા નથી કે તેણીના તેમના તરફના ગાઢ પ્રેમે શું (જાદુ) કર્યો તેનો તેમની પારસ્પરિક લાગણીઓનો પણ તાગ કાઢવો એ આપણા માટે અશક્ય છે, પરંતુ એક વાત નક્કી છે કે માતાએ પુત્ર ઉપર પ્રભુત્વ મેળવ્યું અને આપણે જાણીએ છીએ કે વર્ધમાનકુમારનાં યશોદા નામની કન્યા સાથે લગ્ન થયાં. ‘યશોદા’ એ નામ માટે પરંપરા વિલક્ષણ અર્થઘટન આપે છે કે આ • ૬૮ જ Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની મહાન વ્યક્તિની પત્ની કોઈ સામાન્ય રસ્તે રઝળતી કન્યા ન હતી. જીવનચરિત્રકારોએ કહ્યું છે કે આ કન્યા તેના પિતા સમરવીર માટે ખરેખર અત્યંત કીર્તિ લાવી અને તેથી જે તેણીનું નામ યશોદા પાડવામાં આવ્યું. અને આપણા મનને સંતોષ આપવાની ઇચ્છા ધરાવતા જીવનચરિત્રકારો કહે છે કે યોગ્ય વ્યક્તિની યોગ્ય પત્ની તરીકે તે કન્યા બધી જ વાતમાં અનુરૂપતા અને યોગ્યતા ધરાવતી હતી. અને હવે આપણે હવે એવી બાબતો એકત્રિત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ કે જે આપણને શ્રમણ ભગવાન મહાવીરના ગૃહસ્થજીવન વિશેનો ખ્યાલ આપી શકે. પરંપરા કહે છે કે ‘‘પૂર્ણચંદ્રની કિરણાવલિઓ જેવા શ્વેત ભવ્ય રાજમહેલના મધ્યભાગમાં તેઓ બંને રહેતાં હતાં, ઇન્દ્રિયોના શ્રેષ્ઠ આનંદ તેમની યોગ્ય ક્ષણોમાં તેઓ ભોગવતાં હતાં. ઇચ્છિત પદાર્થો તુરત જ મેળવતાં હતાં, તેમનાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કર્મો વડે, દેવોએ આપેલાં શ્રેષ્ઠ વસ્ત્રો, સુગંધી દ્રવ્યો, પુષ્પો, અલંકારો, આંજણો વગરે પણ મેળવતાં હતાં. ચિંતા અને રોગથી તેમણે સંપૂર્ણ મુક્તિ મેળવી હતી, તંબૂરા (જેવાં વાદ્યો)માંથી નીક્ળતા શાસ્ત્રીય સંગીતના મધુર પંચમ સ્વરો તેઓ ક્યારેક સાંભળતા હતાં, સ્વર્ગના લોકો (દેવો) તેમની સેવા માટે ખાસ કરીને આવતા હતો, ક્યારેક સ્વર્ગની અપ્સરાઓ તેમની સમક્ષ નૃત્ય કરતી હતી અથવા નાટ્યપ્રયોગો કરતી હતી તે તેઓ નિહાળતાં હતાં, ક્યારેક તેઓ કેટલાક ગંભીર વિષયો પર નિર્ણયાત્મક ચર્ચાઓ કરતાં હતાં, અને ક્યારેક પ્રાસંગિક રીતે કે (ક્યારેક) વારંવાર તેમનાં માતાપિતાની મુલાકાતો લેતાં હતાં. આમ વર્ધમાનકુમારે તેમનો સમય સંપૂર્ણ સુખમાં પસાર કરવાનું શરૂ કર્યું. અગાઉના જીવનચરિત્રકારોએ તેમનાં ગૃહસ્થજીવન વિશેનાં વર્ણનોનું પુનનિર્માણ કરવાનો પ્રયત્ન કરી શકાય તે માટે આપણને ઉપયોગી થઈ શકે એવું બીજું કશું જ આપણને આપ્યું નથી. ઉપર દર્શાવ્યા મુજબના વર્ણનો પર તેમજ તેમના ગૃહસ્થજીવનને લગતાં તેમણે પોતે આપેલાં વ્યાખ્યાનો અને થોડાંક વિશેષણો ઉપર જ આપણે આધાર રાખવો હતો. આ વ્યાખ્યાનો આપણને ઉપયોગી બનશે કારણ કે ગૃહસ્થજીવન વિશેના વર્ધમાન મહાવીરના વલણને તેઓ ખુલ્લું કરે છે. * ૬૯ × Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉપર દર્શાવ્યા મુજબનું વર્ણન આપણે જોયું. હવે આપણું કાર્ય આ વિશેષણો અને વ્યાખ્યાનો અંગેની તપાસનું રહેશે. વિશેષણો 110 સર્વે કળાઓ અને વિજ્ઞાનોમાં શ્રમણ ભગવાન મહાવીર પ્રવીણ હતા. તેમનાં વચનો પાળવા માટે સમર્થ હતા, અત્યંત સ્વરૂપવાન, બધા જ સગુણોથી અલંકૃત, કાળજીવાળા, નમ્ર, કીર્તિમાન, જ્ઞાત્રિ ક્ષત્રિયોના પુત્ર, જ્ઞાત્રિઓના કુળના ચંદ્ર, શ્રેષ્ઠ દેહરચના ધરાવનાર, વિદેહદત્તાના પુત્ર, ગૃહસ્થ તરીકે અત્યંત નાજુક (પરંતુ યોગીજીવન દરમ્યાન કઠિનાઈઓ સહન કરવામાં ખૂબ જ મક્કમ) હતા. શ્રમણ ભગવાન મહાવીરના પિતા કશ્યપ ગોત્રના હતા (અને) તેઓ ત્રણનામો ધરાવતા હતા - જેવાં કે સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વિ. શ્રમણ ભગવાન મહાવીરનાં માતા વશિષ્ઠ ગોત્રનાં હતાં (અને) તેમના ત્રણ નામો હતાં જેવાં કે ત્રિશલા, વિદેહદત્તા અને પ્રીતિકર્મિણી. શ્રમણ ભગવાન મહાવીરનાં કાકા સુપાર્શ્વ હતા, તેમની વડીલબંધુ નંદીવર્ધન હતા અને તેમની ભગિની સુદર્શના હતાં. તેમની પત્ની યશોધા કૌન્ડિન્ય ગોત્રનાં હતાં. શ્રમણ ભગવાન મહાવીરની દુહિતા જે કશ્યપ ગોત્રની હતી તેને બે નામ હતાં જેવાં કે અનોજ્જા અને પ્રિયદર્શના. શ્રમણ ભગવાન મહાવીરની પૌત્રી જે કેયપા ગોત્રની હતી અને તેનાં પણ બે નામો હતાં જેવાં કે શેષાવતી અને યેશાવતી. હવે આપણું કાર્ય ઉપલબ્ધ સાહિત્યને મૂલવવાનું અને ખરેખર અસ્તિત્વ ધરાવતા સાહિત્યમાં આપણી કલ્પના ઉમેરીને તેમના ગૃહસ્થ જીવનના ઈતિહાસનું પુનનિર્માણ કરવાનો પ્રયત્ન કરવાનું છે. (ઉપલબ્ધ) વર્ણનમાંથી પ્રથમ દષ્ટિએ દેખીતી હકીકત એ છે કે વર્ધમાનકુમાર સમગ્રતયા એક સુખી મનુષ્ય હોવા જોઈએ. સામાન્ય રીતે જીવનની પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવાની અક્ષમતાને કારણે અન્ય લોકોને તેમના ગૃહસ્થજીવનમાં હોય છે તેવી દુખદાયક પરિસ્થિતિમાં તેઓ મૂકાયેલા હોવા જોઈએ નહિ. પરંતુ આ સુખની મધ્યમાં તેમના ચિંતનશીલ અને તત્ત્વજ્ઞાની Page #94 -------------------------------------------------------------------------- ________________ મનને પીડા આપનારા વિચારો એ હતા કે હું કોણ છું? હું ક્યાં બંધાયેલો છું ? અને હું ક્યાંથી આવ્યો છું ? એ શક્ય છે કે આવી નાજુક બાબતો (મહેલની) છત ઉપર (બેસીને) તેમની રાણી સાથે તે અંગેની ચર્ચા કરતા હોવા જોઈએ. ગ્રંથો કહે છે, “ક્યારેક (કેટલાક) ગંભીર વિષયો (તેમની) નિશ્ચયપૂર્વકની ચર્ચામાં (સામેલ) હતા.” રાજા પ્રસેનજિત મલ્લિદેવી સાથે બેસીને કરતા હતા તે જ પ્રમાણે તેઓ પણ બૌદ્ધિક ચર્ચાઓ કરતા હોવા જોઈએ જેણે પછીથી તેમના મન ઉપર અસર છોડી હોવી જોઈએ અને મનુષ્યના અસ્તિત્વની ક્ષણભંગુરતા વિશે (તેમના મનનું સમાધાન થયું હોવું, જોઈએ અને અંતે આ બાબતે તેમના દિલગીર બનાવ્યા હોવા જોઈએ. તેઓ કઠોર અને કર્કશ લિચ્છવી યુવાન માણસો જેવા ન હતા, પરંતુ તેઓ એક સુકોમળ રાજકુમાર અને એક આગેવાનના પુત્ર હતા અને તેમના ગૃહસ્થજીવનનું તેમને પ્રકાશ લાવતું મુખ્ય લક્ષણ એવું વિશેષણ હતું કે તેઓ વચનો પાળવા માટે પૂરતા) સક્ષમ હતા. હકીકતમાં આ એકમાત્ર એવી ધારણા હતી કે જે તેમને ગૃહસ્થજીવન તરફ ઘસડી ગઈ. આમ તેઓ તેમના રોજિંદા ગૃહસ્થજીવનના દૈનિક દિનચર્યામાંથી પસાર થયા હોવા જોઈએ કે જે તેમના સંન્યાસની ક્ષણની રાહ જોઈ રહી હોય. તેમના ગૃહસ્થજીવનના દિવસો દરમ્યાન પણ તેમણે તેમના પોતાના (સાથીઓના) સમુદાયમાં અસામાન્ય ગણાય એવી નમ્રતા અને સચ્ચાઈ વડે ખ્યાતિ પ્રાપ્ત કરી હોવી જોઈએ. પરંતુ પ્રારંભિક જીવનચરિત્રકારો માટે તેમની ગૃહસ્થી દરમ્યાનના જીવનનું કોઈ મહત્ત્વ ન હતું, પરંતુ તેમના માટે માત્ર સંસારત્યાગ પછીનું મહાવીરનું જીવન મહત્ત્વ ધરાવતું હતું. પરંતુ, તેમણે તેમના ગૃહસ્થજીવન દરમ્યાન પણ એવા ગુણો સંવર્ધિત કર્યા હોવા જોઈએ કે જેમણે પાછળથી તેમને તેમના સમયના મહાન ધાર્મિક નેતા બનાવ્યા હોય. - ૧ - Page #95 -------------------------------------------------------------------------- ________________ આપણે અન્ય કોઈ સમસ્યા ઉપર જઈએ તે પહેલાં આપણે કામતાપ્રસાદ જૈનના વિચારોને ધ્યાનમાં લેવા જોઈએ. આ વિચારોનું આપણા માટે મહત્ત્વના એટલા સરળકારણસર ધારવામાં આવે છે કે તે બેદરકાર વાચકને ગેરમાર્ગે દોરવાની શક્યતા છે, કે જે (વાચક) શ્વેતાંબર અને દિગંબર એવા બે સંપ્રદાયો વચ્ચે અસ્તિત્વ ધરાવતા સાંપ્રદાયિક તફાવતોથી અનભિન્ન હોય. દિગંબર સંપ્રદાય મુજબ મહાવીર વર્ધમાનકુમાર અપરિણિત હતા. તેઓ તેમના આવા નિર્ણય પર શ્વેતાંબર સંપ્રદાયના સાવ નિવૃત્તિ શતાવર સપ્રલાય સવ પરથી આવ્યો હોય એમ દેખાય છે. એવો કલ્યાણવિજયજી ગણીનો મત છે. દિગંબરો “કુમાપ્રવ્રજિત' એ શબ્દના અર્થને મજબૂત રીતે પકડી રાખે છે. જોકે પછીના ટીકાકારોએ પદને એવી રીતે વર્ણવે છે કે એવા (લોકો) કે જેમનો રાજ્યાભિષેક ન થયો હોય. શ્વેતાંબર સંપ્રદાયની ઉપરોક્ત સંદર્ભવાળી ટીકા આ મુદ્દા પર તદ્દન સ્પષ્ટ હતી કે મારા વિષયા તે મુત્તા HIR દેહિ જે ભારપૂર્વક નિર્દેશ કરે છે કે મારyøનતનો અર્થ એ છે કે એવા લોકો) કે જેમણે પોતાની કુંવારાપણાની સ્થિતિનો ત્યાગ ન કર્યો હોય. એ તદન શક્ય છે કે દિગંબરોએ તેમનો નિર્ણય આવા કોઈક ગ્રંથને આધારે લીધો હોય. કલ્યાણવિજયજી ગણી નીચે મુજબ વિચારે છે. શ્વેતાંબરો કલ્પસૂત્રનો આધાર લે છે અને એટલે જ આપણે મહાવીરની પત્ની અને પુત્રીના નામ મેળવી શક્યા છીએ. અને હું પોતે વ્યક્તિગત રીતે વિચારું છું કે શ્વેતાંબરો કદાચ તેમના પોતાના નિર્ણયોમાં એવાં સ્પષ્ટ કારણોસર તદ્દન ખોટા ન હતા કે જમાલિ કે જે પાછળ અત્યંત જાણીતો થયો અને જે સાત ધર્મભેદના જાણકારો પૈકીનો એક હતો તે પરંપરા અનુસાર મહાવીરનો જમાઈ એટલે કે પ્રિયદર્શનાનો પતિ હતો અને આવા અગત્યના સંબંધ બાબતે આથી દેખીતી રીતે જ ખરાબ ગેરસમજ કે ગેરરજૂઆત થાય નહિ અને થઈ શકે પણ નહિ. Page #96 -------------------------------------------------------------------------- ________________ કામતપ્રસાદ જૈન દિગંબરોથી પણ એક પગલું આગળ જઈને એક નવી જ માન્યતા રજૂ કરે છે. આ યશોદા નામની કન્યા મહાવીરને અર્પણ કરવાની દરખાસ્ત પ્રથમ રજૂ થઈ હતી, પરંતુ તેમણે જ્યારે આ દરખાસ્તને અમાન્ય કરી ત્યારે તે માટે પછીની તક ગૌતમ બુદ્ધને આપવામાં આવી. આવી ભૂલ યશોદા અને યશોધરા એવાં બે નામની સમાનતામાંથી પેદા થઈ હશે એમ જણાય છે. પરંતુ મને માફ કરવાની વિનંતી સાથે હું એક પગલું આગળ જઈને વિચારું છું કે કામતાપ્રસાદ જૈને ઇદારાપૂર્વક આ બે નામોની સમાનતાનો ગેરલાભ લીધો છે અને ઇતિહાસને વિકૃત કરવા માટે હકીકતોના અર્થનો અનર્થ કર્યો છે. માત્ર સાંપ્રદાયિક પૂર્વગ્રહને કારણે તેમણે મહાન ગૌતમને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો છે. મહાવીરના લગ્નની હકીકત તેમના સ્વભાવનો અસામાન્ય વિશિષ્ઠ ગુણ બહાર લાવે છે તેમની આંતરિક ભલમનસાઈ તેમના પોતાના સિદ્ધાંતોને અન્યની ઇચ્છાઓ સાથે મેળ બેસાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ વિશે આપણે પછીથી વિસ્તારપૂર્વક જોઈશું. શા માટે યશોદા મહાવીરની પુત્રી, ભગિની અને જમાઈના ધર્મપરિવર્તન વખતે રજૂ ન થયાં ? તે સમયે તેમનું મૃત્યુ થઈ ગયું હોવું જોઈએ. શક્ય છે કે તેણીનું મૃત્યુ ખૂબ જ પહેલાં થયેલું હોવું જોઈએ. સંસારત્યાગ જ્યારે શ્રમણ ભગવાન મહાવીર અઠ્ઠાવીસ વર્ષના હતા ત્યારે તેમનાં માતા-પિતા કે જેઓ તીર્થંકર ભગવાનશ્રી પાર્શ્વનાથના ધર્મસંપ્રદાયને અનુસરતાં હતાં. તેમણે કુશ નામના ઘાસની પથારી પર તેમની બેઠક લીધી, દરેક પ્રકારનાં આહાર અને પીણાંનો ત્યાગ કરીને તેના દેહને ક્ષીણ બનાવી દીધા અને મૃત્યુ પછી તેઓએ સ્વર્ગીય લોકોના અચ્યુત દેવલોકમાં જન્મ ધારણ કર્યો. શ્રમણ ભગવાન મહાવીરે અત્યંત અસહ્ય દુઃખોના સ્ફોટ દ્વારા પીડિત ~63~ Page #97 -------------------------------------------------------------------------- ________________ લોકોને તેમની આસપાસ બધે જોયા અને નીચેના શબ્દો વડે તેમને સાંત્વના આપી. पिअ माइ भाइ लज्जा पुत्तत्तणेण सव्वे ऽ पि । जीवा जाया बहुसो जीवस्स उ एगमेगस्स ॥ બધાં જ સજીવ પ્રાણીઓ પુનરપિ એકબીજાના પિતા, માતા, બંધુ, ભગિની, ભાર્યા અને પુત્ર રૂપે જન્મ લે છે. “હે બંધુ, તમારા દુઃખને બાજુ પર મૂકો. આ જીવનની સર્વોચ્ચ અને અતિશ્રેષ્ઠ બાબત અંગે વિચારો. દુઃખ અર્થહીન છે, કારણ કે મૃત્યુના દેવનું અનિયંત્રિત વર્તન ભયંકર સિંહના જેવું પ્રતિકાર ન કરી શકાય તેવું અને શિષ્ટાચાર વિરુદ્ધનું છે. સ્વપ્નની જેમ સંયોગ અને વિયોગ ચોક્કસપણે દશ્યમાન અને અદશ્ય થયા કરે છે. ક્ષણિક સુંદર અનુરાગ મેઘધનુષ્યના રંગોની જેમ ચંચળ છે. વચનનું સદ્ગુણી પાલન પણ વારંવારની છેતરપિંડી જેવું (ધનુષ્ય જેવું વક) છે. સંધ્યાના ઝાંખા પ્રકાશના રંગોની જેમ ધન પણ ક્ષણિક છે. | વિવિધ રોગો અને ચિંતાઓ કદાવર સર્પોની જેમ બાજુ પર મૂકવી મુશ્કેલ છે. આ જગતમાં પશ્ચાત્તાપ અને અડચણો માટેનું સંપૂર્ણપણે મહત્ત્વનું એવું કોઈ કારણ નથી, તમારા પોતાના સાચા નિર્ણયને અનુસરો. શેતાની સુખોને ત્યજો, તમારી ફરજો અદા કરો, કારણ કે આવી બાબતો એ સંપૂર્ણપણે સામાન્ય ઘટના છે.” ઊંડા દિલાસાના આ શબ્દો સાંભળીને તેમનું મોહ તરફનું ખેંચાણ ઓછું થયું અને તેમના સંતાપનો જોશ મંદ પડ્યો. એક દિવસ શ્રમણ ભગવાન મહાવીર તેમના પારિવારિક સભ્યો પાસે બેસીને રાજા નંદિવર્ધનને અને તેમનાં સગાંસંબંધીઓને આ પ્રમાણે સંબોધતા હતા “હે ઉદારચરિત લોકો ! મેં અગાઉ કરેલા નિર્ણયનો હવે અમલ કરવાનો છે. મેં મારી ફરજો પૂર્ણ કરી છે, હવે મોહનાં બંધનો શિથિલ કરો, મારાં ધર્મસંબંધી કર્તવ્યો પૂર્ણ કરવામાં મને સહાય કરો અને મારી) યોગી જીવનની પ્રતિજ્ઞાઓ સ્વીકારવાની મને અનુમતિ આપો.” ઈન્દ્રના વજૂના ફટકા જેવા આવા સહી ન શકાય એવા શબ્દો સાંભળીને ભાઈ નંદિવર્ધન બોલ્યા, “હે રાજકુમાર ! માતાપિતાના મૃત્યનું દુઃખ હૃદયમાં કાંટો પેસીને અંદર ભાંગી ગયો હોય એમ હજી અસહ્ય રીતે Page #98 -------------------------------------------------------------------------- ________________ સાલ્યા કરે છે અને હવે આવો તમારો અણધાર્યો વિયોગ ઘા ઉપર મીઠું ભભરાવવા સમાન અસહ્ય બની જશે. આહ ! અમે એટલા બધા કમનસીબ છીએ કે આવી મુશ્કેલીઓ અમારી ઉપર એક પછી એક આવે છે.” આવા શબ્દો બોલીને તેઓએ આકરો વિલાપ કરવાનું શરૂ કર્યું. મધુર શબ્દો વડે શ્રમણ ભગવાન મહાવીરે તેમના મનને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર બાદ મહામુશ્કેલીથી આંસુનો પ્રવાહ રોકીને અને દુઃખનું જોર કે જે તેમના માટે ચતુર્વિધ બની ગયું હતું તેને પણ અટકાવીને તેઓ બોલ્યા, “અમારાં જીવન ઉપર અનુકંપા કરો અને યતિ જીવનની પ્રતિજ્ઞાઓના સ્વીકારની આપની ઇચ્છાનો વર્તમાનમાં ત્યાગ કરો. રક્ષણ કરવાની કાળજી લેવાના છો, તો પછી આ અસહ્ય વિયોગરૂપી કરવત અમારાં હૃદયોને ભેદતી હોય તેની સામે રક્ષણ આપવાનું (આપના માટે) અયોગ્ય નહીં ગણાય. આપનાથી અલગ થઈને, પરંતુ એક અંધ વ્યક્તિની જેમ રસ્તો ઓળંગવો શક્ય કે અશક્ય છે એની જાણકારીથી અજ્ઞાત એવા અમને એક અજાણ્યાની જેમ સહાય કરો. તમારા વિયોગથી) એક ક્ષણ માટે પણ અમે અમારાં જીવન ટકાવવા માટે અશક્તિમાન છીએ.” પછી શ્રમણ ભગવાન મહાવીર બોલ્યા, “જો એમ જ હોય, તો હવે ચોક્કસ લાંબી સલાહમસલત કરીને કહો કે તમે મને દીક્ષા લેવાની અનુમતિ ક્યારે આપશો ?” તેઓ બોલ્યા, “બે વર્ષના સમયગાળા પછી આપ સંસારત્યાગ કરી શકશો.” શ્રમણ ભગવાન મહાવીર બોલ્યા, “ભલે એમ થાઓ, પરંતુ તમારે ખાસ કરીને મારા આહાર વગેરે માટે ચિંતાતુર થવાની આવશ્યકતા નથી.” તેઓ બોલ્યા, ““ભલે, આપને ગમે એમ અમે કરીશું.” બરાબર તે જ દિવસથી શરૂ કરીને શ્રમણ ભગવાન મહાવીરે સર્વે પાપમય કાર્યોનો ત્યાગ કર્યો, શીતળ જળ પીવાનું છોડી દીધું, જીવતાં પ્રાણીઓ વિહીન આહાર લેવાનું શરૂ કર્યું, અસામાન્ય જીવનચર્યા શરૂ કરી, સ્નાન કરવાનું, તેલમર્દન કરીને અભિષેક કરવાનું, શરીરની કાળજી લેવાનું વગેરે બાબતોનો ત્યાગ કર્યો અને માત્ર ઉણ જળ વડે જ હસ્ત, ચરણ અને દેહનાં અન્ય અંગોનું પ્રક્ષાલન કરવાનું શરૂ કર્યું. આ રીતે શ્રમણ ભગવાન મહાવીરે એક સંવત્સર વ્યતીત કર્યું. જોકે શ્રમણ ભગવાન મહાવીર (એ વખતે) ગૃહસ્થ હતા છતાં પણ Page #99 -------------------------------------------------------------------------- ________________ દુન્યવી બાબતો પ્રત્યેની તેમની ઉદાસીનતા એટલી બધી આશ્ચર્યજનક હતી કે તે મહાન સંતો કે જેમણે તેમના પોતાના મનોવિકારોને જીતી લીધા હતા તેમનાં મનને પણ અચરજ પમાડતી હતી. તમારી પાસે જે કંઈ છે તે સર્વ અર્પણ કરી દો.” એક વર્ષમાં (તેમણે) આપેલી બક્ષિસોની કુલ રાશિ ત્રણ હજાર અઠ્યાસી કરોડ અને એંશી લાખ સુવર્ણ મુદ્રાઓ જેટલો થતો હતો. કવિ કહે છે કે : तत्त द्वार्षिक दान वर्ष विरभद्दा रिघ्र दावानला सद्यः सज्जित वाजिराजि वसनालङ्कार दुर्लक्ष्यभाः । सम्प्राप्ताः स्वगृहं अर्थिनः सशपथं प्रत्यायन्तो अङ्गनाः स्वामिन ! षिङ्गजनैर्निरुद्ध हसितैः कै यूय मित्यूचरे ॥ (1) જ્યારે વાર્ષિક દાનના સ્વરૂપમાં ધનવર્ષા કરીને તેમ જ એક વર્ષ સુધી સતત બક્ષિસો આપીને તેમણે ભિક્ષુકોનાં (તેમની) દરિદ્રતાનાં અતિઆકરાં દુઃખો દૂર કર્યા. સુંદર સાજ સાથેના અશ્વો, વસ્ત્રો અને અલંકારોના ઢગલા સાથે લઈને કે જેનો ચળકાટ નજરે જોવો એ (તેમના માટે) મુશ્કેલ હતો એવા તેઓ (ભિક્ષકો) તરત જ તેમના ઘેર પાછા ફર્યા ત્યારે સોગંધ સાથે કહી શકાય કે તેમની પત્નીઓ તેમને ઓળખી પણ શકી નહીં અને તેઓ અચંબા સાથે બોલી, ““સ્વામીનાથ ! આ તમે તમે છો ? કે જેઓને છાકટા લોકોના હાસ્ય દ્વારા (મશ્કરી કરીને) ખલેલ પહોંચાડવામાં આવતી હતી ?” एते देवमिकाया भगवन्तं बोधयन्ति जिनवरेन्द्रं तु । सर्व जगज्जीव हितं भगवन् तीर्थं प्रवर्षय ॥ આવા અનેક દેવોએ જિતેન્દ્ર ભગવાન શ્રમણ ભગવાન મહાવીરને વિનંતી કરી, “ભગવનજગતનાં સર્વે જીવિત પ્રાણીઓના શ્રેષ્ઠ હિતના આચાર કાનૂનનો ધર્મ સ્થાપિત કરો.” શ્રમણ ભગવાન મહાવીરે ગૃહસ્થનું જીવન સ્વીકાર્યું તે પહેલાં (અર્થાતુ તેમના વિવાહ પૂર્વે) તેઓ કોઈ જાતના અવરોધ વગર સર્વશ્રેષ્ઠ જ્ઞાન ધરાવતા હતા (પરંતુ તે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ અને અવધિ દર્શન સુધી જ ટકી શકે એવું હતું. ત્યાર બાદ તેમના સર્વશ્રેષ્ઠ જ્ઞાનની મદદથી Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીરને પ્રત્યક્ષ થયું કે તેમના સંસારત્યાગનો સમય (હવે) આવી ગયો છે. (તેથી) તેમણે (તેમની પાસેની) ચાંદીનો ત્યાગ કર્યો, સુવર્ણનો ત્યાગ કર્યો, ધનસંપત્તિનો ત્યાગ કર્યો, રાજ્યનો ત્યાગ કર્યો, વિવિધ દેશો પરથી તેમની સર્વોપરી સત્તાનો ત્યાગ કર્યો અને એ જ રીતે તેમનું સૈન્ય, ચાર અશ્વો જોડેલી બગીઓ, ખજાનાઓ, (ખનીજોની) ખાણો તેમજ તેમના અંત:પુરનો ત્યાગ કર્યો, તેમની પ્રજાનો ત્યાગ કર્યો, વિપુલ સંપત્તિનો ત્યાગ કર્યો, સુવર્ણ, કિંમતી પથ્થરો અને સર્વ રીતે, સર્વનો અને સર્વસ્વનો ત્યાગ કર્યો અને જગતની સર્વ વસ્તુઓની ક્ષણભંગુરતાને વર્ણવીને તેમણે ભિક્ષુકોને તેમજ તેમના પરિવારના સભ્યોમાં બક્ષિસો વહેંચી દીધી. વરઘોડાનો ઉત્સવ સારા ભાગ્યની ઈચ્છા 115 વરઘોડાનું વર્ણન વગેરે કેશમોચન * ૫. 258 (સંદર્ભઃ શ્રમણ ભગવાન મહાવીર. મુનિ રત્નપ્રભ) ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર કુદરતી મીઠાશ ધરાવતી મધ જેવી આનંદદાયક પુનરાવર્તન વિહીન અને ગૌરવયુક્ત વાણીમાં તેમને સંબોધીને બોલ્યા, “હે દેવોના પ્રિય ! તમારા નિશ્ચિત કરેલા સમયની અવધિ હવે આવી પહોંચી છે. સંસારત્યાગનો સમય આવી ગયો છે. તેથી તમે સ્વેચ્છાપૂર્વક સ્નેહનાં બંધનો ત્યજીને અને વિયોગને કારણે ભયગ્રસ્ત એવાં તમારા મનને મજબૂત બનાવીને મને તમારી અનુમતિ આપો.” " (* સંદર્ભ : શ્રમણ ભગવાન મહાવીર - પે. 116). આવા શબ્દો સાંભળીને તેમના સર્વના કંઠમાં ડૂમો ભરાઈ ગયો અને અત્યંત મુશ્કેલીથી દુઃખનો પ્રવાહ અટકાવીને અને જેમણે પ્રેમનું દ્રવ્ય - ચીરકાળથી ચાખ્યું છે તેને (પ્રેમને જાણે કે દશ્યમાન બનાવતા હોય તેમ તેમનાં ચક્ષુઓથી સતત વહેતા અશ્રુપ્રવાહ સમેત તેઓ બોલ્યા, “હે પૂજનીય ભગવન્! આપ જ્યારે આ રીતે વાત કરો છો ત્યારે અમારા કર્ણો ખરેખર એટલા સખત છે કે તેઓ બહેરા બની જતા નથી. અમારાં હૃદયો હીરા જેવા જ સખત દ્રવ્યનાં બનેલાં છે કે તેઓ ફટાકડાના જેવા જ અવાજ સાથે શત શત ટૂકડાઓમાં ફાટી જતાં નથી. અમારા દેહો એવા Page #101 -------------------------------------------------------------------------- ________________ કૃતઘ્ની દ્રવ્યના બનેલા છે કે તેઓ અત્યંત ઊંડાણના પ્રદેશમાં ખોદેલા ખાડામાં (દટાઈ જતા નથી. ચર્ચા હેઠળના વિષય માટે આવા સંજોગોમાં અનુમતિ આપવા માટે શી રીતે અમારી નમ્ર વાણી ઉપયોગમાં લઈ શકાય? માથે લીધેલા આવા મુશ્કેલ કાર્યરૂપી સમુદ્રમાં પડતા બચાવવા માટે અમારી સલામતીનાં સાધનો કોણ બની શકે? અથવા ત્રણે લોકમાં દષ્ટાંતરૂપ છે એવા પ્રખ્યાતજ્ઞાતા કુળ ઉપર તમારા વગર કોણ કૃપા કરશે? દેવો, અદેવો અને રાજાધિરાજ દ્વારા તમારા વગર) કોણ માન-સન્માન પામશે ? આહ અમે કમનસીબ છીએ કે અમારા હાથમાંથી આ કીમતી રત્ન ગુમ થઈ રહ્યું છે.” આવા દિલગીરીયુક્ત શબ્દો બોલીને અને નિરાશ થઈને તેમણે ભગવાનને નીચા નમીને પ્રણામ કર્યા અને તેમને આ પ્રમાણે વિનંતી કરી, “હે આદરણીય ભગવન્! હવે જ્યારે તમે સંસારત્યાગ કરવા માટે તૈયાર છો ત્યારે મહેરબાની કરીને, કંઈ નહીં તો અમારા સુખ માટે પણ અમને આપનો દીક્ષા મહોત્સવ ઉજવવાની અનુમતિ આપો વગેરે. દીક્ષા મહોત્સવ એકમાત્ર ભારતમાં જ આવો મહોત્સવ છે. (હે સર્વશક્તિમાન ભગવદ્ !) હું સંસારત્યાગની પ્રતિજ્ઞા લઉં છું અને (વચન આપું છું કે, હું સર્વ પ્રકારનાં પાપમય કાર્યોથી દૂર રહીશ. જ્યાં સુધી હું ત્રણે રીતે જીવિત હોઈશ (મન, વાણી અને દેહથી) ત્યાં સુધી ત્રણ વખત હું મારી જાતે કોઈ જ પાપમય કાર્ય કરીશ નહીં, કોઈની પાસે હું તેવું કરાવીશ નહીં અને અન્યો જો એવું કરતા હશે તો હું તેને માન્ય કરીશ નહીં વગેરે. યતિ જીવન અંગેનાં સર્વ બિરાતી સામયિક વ્રતનાં પાંચ મહાવ્રતોનો તેમના પેટાઅંશો સાથે તેમણે સ્વીકાર કર્યો. “હે પ્રિય ! તમે કશ્યપ ગોત્રમાં જન્મ્યા છો. આપ રાજા સિદ્ધાર્થના પુત્ર છો. આકાશમાં પાનખર ઋતુના ચંદ્ર જેવા આપ જ્ઞાતા ક્ષત્રિયોની જાતિને આનંદિત કરનારા છો. આપ વસિષ્ઠ ગોત્રનાં ત્રિશલાદેવીના ગર્ભાશયમાંથી જન્મેલા છો. આપ ક્ષત્રિયોમાં સર્વથી અત્યંત અલગ એવા Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રખ્યાત વ્યક્તિ છો. આપ ભરયૌવનસભર સ્વર્ગીય કાયા ધરાવો છો. આપ અત્યંત નાજુક અને રૂપાળા છો. અપ્રતિમ સુંદરતા, મોહકતા અને બુદ્ધિમત્તા ધરાવતા એવા આપ અદ્ભુત છો. આપ ત્રણે લોકમાં પ્રખ્યાત છો અને સર્વપ્રકારની કળાઓ, વિજ્ઞાન અને નૈતિકતાની આચારસંહિતામાં આપ પ્રવીણ છો. હવે તમે આકરી તપશ્ચર્યાઓનાં દુઃખો કેવી રીતે સહન કરી શકશો ? તે બાળક ! તમે કાળજીપૂર્વક મહાન પ્રતિજ્ઞાઓનું પાલન કરો છો તેનો મહાવરો તેજ ધારવાળી તલવારની સામે રક્ષણ કરવા સમાન છે. જેમાં અતિશય ત્રાસદાયક સહનશક્તિની જરૂર પડે તેવાં દુઃખો સામે આપ જરાપણ ગભરાશો નહીં. આપના પતિ જીવન દરમ્યાન ઘેર ઘેર જઈને મેળવેલા અતિઅલ્પ શુદ્ધ આહાર વડે આપે આપની કાયાનું જતન કરવાનું છે અને આપે શહેરો અને ગ્રામ્યપદોના આપના રહેઠાણને વર્જ્ય ગણવાનું છે. સંપૂર્ણ જ્ઞાની એવા આપને હું કંઈ પણ કેવી રીતે કહી શકું? પરંતુ આપ ઝડપથી મોક્ષ (અંતિમ મુક્તિ)નું સુખ મેળવવાનો સતત પ્રયત્ન કરજો. ત્યાર બાદ પરિવારની વયોવૃદ્ધ નારીના (ઉપરોક્ત) શબ્દોનો સ્વીકાર કરીને વર્ધમાન સ્વામીએ તેમના મસ્તક ઉપરના અને દાઢીના બધા જ કેશ (વારાફરતી) પોતાના હાથની પાંચ મુઠ્ઠીઓ દ્વારા ચૂંટી કાઢયા અને તે કેશનો જથ્થો વર્ધમાન સ્વામીના હસ્તમાંથી દિવ્ય વસ્ત્રમાં ઈન્દ્ર તેમની સામે પોતાનું મસ્તક અત્યંત નીચું નમાવીને લઈ લીધો. પાંચ મુઠ્ઠીઓમાં (વારાફરતી) શ્રમણ ભગવાન મહાવીરે પોતાના વાળ (આગળ વર્ણવ્યા મુજબ) ચૂંટીને પછી સર્વ મુક્ત આત્માઓને નમો સિદ્ધા એમ કહીને બધા જ સિદ્ધો (મુક્ત આત્માઓ)ને પ્રણામ કરીને અને સર્વ વિરાટી વ્રતનાં પાંચ મહાવ્રતો મહાન પ્રતિજ્ઞાઓ) લઈને, યતિ જીવનમાં કોઈ પણ જાતનાં પાપમય કર્મો નહીં કરવાની પ્રતિજ્ઞા લઈને સર્વપ્રકારનાં પાપમય કાર્યો કરવા માટે રોકતી પ્રતિજ્ઞાના નીચેના સૂત્રને બોલીને તેમણે ઈન્ડે આપેલું દિવ્ય વસ્ત્ર ધારણ કર્યું અને પવિત્ર આચરણનું અનુસરણ કર્યું. પાંચ કરારો ઉપવાક્યો). સામયિક વ્રતનું સૂત્ર નીચે મુજબ છે : करेमि (भंते) सामाइयं सव्वं सावजं जोगं पश्चक्खामि जावज्जीवाए तिविहं तिविहेणं ॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ (હે સર્વોપરી ભગવનું) સંસારત્યાગ કરવાની હું પ્રતિજ્ઞા લઉં છું અને (વચન આપું છું કે હું સર્વ પ્રકારનાં પાપમય કાર્યોથી દૂર રહીશ. જ્યાં સુધી હું ત્રણ રીતે જીવિત હોઈશ (મન, વાણી અને દેહથી) ત્યાં સુધી ત્રણ વખત હું મારી જાતે કોઈ જ પાપમય કાર્ય કરીશ નહીં, કોઈની પાસે હું તેવું કરાવીશ નહીં અને અન્યો જો એવું કરતા હશે તો હું તેને અનુમોદના કરીશ નહીં વગેરે. યતિ જીવન અંગેના સર્વ વિરાટી સામયિક વ્રતનાં તેમનાં ઉપવાક્યો સાથેનાં પાંચ મહાવ્રતો (મહાન પ્રતિજ્ઞાઓ) નીચે મુજબ છે. ' કેવલજ્ઞાન પૂર્વેનો વિહાર એ સર્વ ધર્મોપદેશકો માટે સત્ય છે કે તેઓ સત્ય પ્રાપ્ત કરે/પામે તે પહેલાં તેમણે તેને માટે ખોજ કરવી પડે છે. સત્યના શોધક માટે આ મથામણનો સમયગાળો અનિવાર્ય છે. બુદ્ધના કિસ્સામાં આ સમયગાળો લગભગ સાથે વર્ષનો હતો. મહાવીરના કિસ્સામાં તે તેર વર્ષનો હતો. - અત્રે એ નોંધવું સંતોષપ્રદ બનશે કે આરંભથી જોકે મહાવીરના જીવનસંબંધી ઘણા મુદ્દા એવા છે કે જેમાં પ્રામાણિક મતભેદ છે, પરંતુ પૂર્વકવણી સમયગાળા વિશે સૌ એકમત છે. તેમણે જે જે સ્થળોએ પરિભ્રમણ કર્યું અને જે ક્રમમાં તેમણએ આ પરિભ્રમણ કર્યું તે તેમના સંસારત્યાગથી માંડીને તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યાં સુધીનો સમયગાળો) પરિશિષ્ટમાં દર્શાવેલ છે. ચાલો આપણે મહાવીરની સાથે સાથે જ શરૂ કરીએ અને દેવોએ આપેલાં વસ્ત્રો સુધી ન અટકતાં આપણે તેમની સાથે જ લાટ પ્રદેશો સુધી ચાલુ રાખીશું. જેમ ગોસાલાએ કર્યું તેમ આપણે તેમને તેમની મથામણની મધ્યમાં છોડી દઈશું નહીં. આપણે તેમને તેમની મથામણોના સમર્થનીય અને છેવટના અંત સુધી અનુસરીશું. પ્રથમ વર્ષ : " બધા જ યાત્રિકો માટેનો એ સોનેરી નિયમ છે કે વજનમાં શક્ય એટલો) હલકા સામાન સાથે યાત્રાએ નીકળવું. તમારી ફરતે જેટલી જરૂરિયાતો વધારશો, એટલી જ વધારે મુશ્કેલીઓ તમે નોતરશો. તે કુસ્તી માટેના ખાડામાં ઊતરનાર મનુષ્ય સમાન છે. આવા મોટા હેતુને પૂર્ણ કરવા Page #104 -------------------------------------------------------------------------- ________________ માટે તેનો દેહ ખુલ્લો હોવો જોઈએ અને તે શારીરિક અને માનસિક બંને રીતે મુક્ત હોવો જોઈએ. મનુષ્ય તેના લક્ષ્યને પ્રાપ્ત કરે તે પૂર્વે તેણે તેનાં પોતાનાં બધાં જ પ્રકારનાં વળગણોને છોડી દેવાં જોઈએ. ક્રાઈટે પણ સમર્પિત શિષ્ય કે જે તેમની પાસે તેમને અનુસરવાની અનુમતિ આપવાની વિનંતી સાથે જાય તેને નથી કહ્યું કે, “જાઓ અને તમારી પાસે જે કંઈ છે તે બધું જ ખપાવી દો.” જોકે આપણા અસ્તિત્વનાં દુઃખોમાંથી છૂટવાનો) રસ્તો શોધી કાઢવા માટે આવી લાંબી યાત્રા માટે નીકળતાં પહેલાં આપણી પાસેની જે દુન્યવી સંપત્તિ છે તેનો દાન કરીને ત્યાગ કરવો એ સર્વોત્તમ માર્ગ છે. (દાન.... શીલાચરા). મહાવીરે પણ એક વર્ષ માટે જે જરૂરિયાતવાળા હતા તેમની ઉપર સોના અને રૂપાની વર્ષા કરીને સંસારત્યાગ કરતાં પહેલાં પોતાની બધી જ દુન્યવી સંપત્તિનો ત્યાગ કર્યો હતો.” તેમના આવા દાનને પરિણામે જેઓ દરિદ્ર જન્મ્યા હતા તેમણે શ્રેષ્ઠ વસ્ત્રો પરિધાન કરીને રથમાં ફરવાનું શરૂ કર્યું. મહાવીર પોતાના સ્કંધ ઉપર દેવે આપેલું વસ્ત્ર નાખીને અને તેમના દેહ ઉપર દેવે આપેલું સ્વર્ગીય વસ્ત્ર ધારણ કરીને એકલા જ ચાલી નીકળ્યા. આ સમયે સોમ નામનો બ્રાહ્મણ તેમને મળ્યો કે જેનું દરિદ્રતાને કારણે તેની પત્નીએ પણ અપમાન કર્યું હતું અને તેનો ત્યાગ કર્યો હતો. તેને મહાવીરે દેવે આપેલ વસ્ત્રમાંથી અર્ધો ટુકડો આપ્યો અને આ રીતે તેમણે પોતાના દાતા તરીકેનું પ્રકૃતિનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. (1) અસંતોષ પેદા થાય એવા સ્થળે રહેવું નહીં. (2) અને (૩) હંમેશાં ધ્યાનમાં તલ્લીન રહેવું અને શાંતિ જાળવવી. (4) (પોતાના) હાથમાં જ દાન લેવાં. (હાથમાં સમાય તેટલું જ ભોજન લેવું) (6) ગૃહસ્થની (યજમાનની) ખુશામત કરવી નહીં. આપણે આ ઘટનાની આગળ જઈએ તે અગાઉ પ્રથમ અને પાંચમા નિશ્ચયની નોંધ લેવી આવશ્યક છે. આ પૈકીનો પ્રથમ નિશ્ચય તેમના હૃદયની, તેમની આંતરિક ભલાઈની આછી ઝાંખી કરાવે છે જ્યારે અંતિમ Page #105 -------------------------------------------------------------------------- ________________ (નિશ્ચય) તેમના આત્મસન્માનને દર્શાવે છે કે જે સર્વપ્રકારની ખુશામત કરવાથી અને ખાસ કરીને દુન્યવી લાભોની પ્રાપ્તિ કરાવતી યજમાનની ખુશામત કરવાથી દૂર રાખે છે. દ્વિતીય અને તૃતીય નિશ્ચયો એટલા માટે મહત્ત્વના છે કે તેઓ તપસ્વીનાં કર્તવ્યોને સ્પષ્ટ રીતે રજૂ કરે છે જેમ કે તેનો (તપસ્વીનો) મુખ્ય હેતુ-મોલ-ધ્યાન અને શાંતિ એ તેને માટેનાં છેવટનાં સાધનો છે અને તેમના સમયના પાખંડીઓ સાથેનું આ કોઈ કેશવિચ્છેદન નથી. ત્યાર પછી તેઓ અસ્તિકગ્રામમાં તેના પાદરમાં આવેલા યક્ષ શુલપાણીના મંદિરમાં આવ્યા. મહાવીરે ત્યાં એક રાતવાસો કરવાની અનુમતિ માગી. તેમને જણાવવામાં આવ્યું કે રાત્રે ત્યાં રહેવાની કોઈ હિંમત કરતું નથી અને જે કોઈ તેમ કરવાની હિંમત કરે છે તે સવારે જીવતો જોવા મળતો નથી. ત્યાંનો પૂજારી પણ સૂર્યાસ્ત સમયે તે જગ્યાને છોડી દે છે. * સાનિયા બેલ્લાથી પુત્તના શિષ્યો કે જેઓ ઈટ ડ્રીગટરના નામથી ઓળખાતા હતા. શુલપાણી યક્ષના ભયથી તે ગામનું નામ વર્ધમાનમાંથી બદલીને અસ્તિકગ્રામ રાખવામાં આવ્યું હતું. વળી તે (યક્ષ) તેના અગાઉના જન્મ કે જેમાં તે એક બળવાન બળદ હતો કે જે રણમાં પણ એક સાથે --------- પરંતુ અહીં કોઈ સામાન્ય મત્સ્ય (માનવી) ન હતો કે જે માત્ર દુષ્ટ ભયોને વશ થાય, પરંતુ સૌથી અગત્યની બાબત એ હતી કે તેઓ યક્ષને બોધ આપવા માગતા હતા. આમ યક્ષને બોધ આપવાના એકમાત્ર ઉદ્દેશથી ભયનો ત્યાગ કરી મહાવીર ત્યાં રહ્યા. જોકે યક્ષે વિચાર કર્યો કે આ અહંકારી માણસ અભિમાનથી ફુલાઈ ગયો છે અને ગામલોકોની વાત ઉપર કંઈ ધ્યાન આપતો નથી. તેને ઠેકાણે આણવા તેણે (યક્ષ) રાક્ષસનું સ્વરૂપ ધારણ કર્યું. તેણે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. તેની માત્ર એક દષ્ટિ પણ સામાન્ય માણસને ભય પમાડવા માટે પર્યાપ્ત હતી. પછી તેણે નાગનું સ્વરૂપ ધારણ કર્યું, પરંતુ જ્યારે તેનાથી પણ તે આ બહાદુર વ્યક્તિના હૃદયમાં ભયનો સંચાર કરવા માટે શક્તિમાન બની Page #106 -------------------------------------------------------------------------- ________________ શક્યો નહીં, ત્યારે તેણે તેમને તેમની વિવિધ જ્ઞાનેન્દ્રિયોને અને દેહના અન્ય ભાગોને (મસ્તક, નયનો, નાક) પ્રાણઘાતક દુઃખો આપીને અત્યંત પરાકાષ્ઠાની યાતનાઓ પહોંચાડી. આવી રિબામણીઓમાંની કોઈ પણ એક સામાન્ય માણસના જીવનને હરી લેવા માટે પૂરતી હતી. પરંતુ આ સર્વે પરાકાષ્ઠાની યાતનાઓની સામે મહાવીર ટકી રહેવા માટે શક્તિમાન બન્યા. તેમના આત્માએ અતુલ્ય તાકાત પ્રાપ્ત કરી. પ્રત્યેક સત્યશોધક માટે આવી તાકાત અનિવાર્ય હતી. તે એમને એવી શક્તિ આપે છે કે તેઓ સર્વ પ્રકારનાં અમાનુષી બળોની સામે ટકી શકે અને વળી તેમની એકાગ્રતા એટલી પ્રબળ છે કે દુનિયાની અન્ય બધી જ વસ્તુઓ તેમની દૃષ્ટિ સામેથી પસાર થાય તો પણ તે મહત્ત્વહીન બની રહે છે. માત્ર સાત વર્ષના એક બાળક ધ્રુવ માટે શી રીતે જંગલમાં રહેવાનું અને આપત્તિઓનો સામનો કરવાનું શક્ય બન્યું હશે ? પૂર્વના લૂંટારા એવા વાલ્મીકિ તેમના ધ્યાનમાં એટલા બધા રત હતા કે તેઓ તેમના મસ્તક ઉપર થયેલા ઉધઈના રાફડાથી વાસ્તવમાં અનભિન્ન રહીને અવિચળ રહ્યા હતા. મહાવીર પણ તેમના સુસંસ્કૃત આત્માના બળથી પરાકાષ્ઠાની યાતનાઓનો સામનો કરી શક્યા. એટલું જ નહીં, પરંતુ તેમની અતિશય શાંતતાએ યક્ષને ભયની ચેતવણી આપી અને પરિણામે) પોતાની ઉદ્ધતાઈ બદલ યક્ષે માફી માગી. જીવનચરિત્રકારોએ ઈન્દ્રનો આશરો લીધો. જ્યારે જીવનચરિત્રકારોને તેની જરૂરિયાત હોય તે સમયે ઈન્દ્ર પણ મહાવીર (ત્યારે) શું કરે છે તે જોવાની પેરવીમાં જ હોય તે શક્ય નથી. કદાચ મહાવીરે તેમની અત્યંત અસામાન્ય શક્તિઓની મદદથી અચંડકને વશીભૂત કર્યો હોય અથવા આચંકડને પોતાને મહાવીર તરફ તાકીને જોઈ રહ્યા પછી મહાવીરને દબાવી દેવાના આવા સર્વે પ્રયત્નોની વ્યર્થતા વિશે તેના મનનું સમાધાન થયું હોય. અચંકડે તેમના શબ્દોને માન આપ્યું અને તેમને શબ્દોન) ઓળંગ્યા નહીં અથવા તે ઓળંગી શક્યો નહીં. ત્યાર બાદ અચંડકના ચારિત્ર્યની સાચી હકીકત મહાવીર સમક્ષ - ૮૩ - Page #107 -------------------------------------------------------------------------- ________________ ખુલ્લી થઈ જેની પછીથી તેમણે અવગણના કરી (દુષ્યરિત્રની) અને તેણે (અચંડકે) મહાવીર સમક્ષ જઈને તેમને વિનંતી કરી. આ બાબતે મહાવીરને વિચારતા કરી મૂક્યા. તેમને તેમના પોતાના નિશ્ચયો યાદ આવ્યા. લોકોનું ભલું કરવા માટે તેઓ તેમના નિશ્ચયોથી અસાવચેત રહ્યા હતા. જે જગ્યાએ તેમણે પોતાની હાજરીથી) અસંતોષ પેદા કર્યો હતો તે જગ્યાએ પોતાના ઠરાવોથી) જરાક આડમાર્ગે જઈને રહ્યા. જોકે અચંડકના ચારિત્ર્યના સત્યને તેઓ શક્ય એટલું બહાર લાવ્યા અને તેની છેતરપિંડીમાંથી ગામજનોને બચાવ્યા તેથી તે પોતાના ઠરાવોની વિરુદ્ધ જવું) તેમના માટે ન્યાયયુક્ત હતું. પરંતુ અચંડક તેમની પાસે ગયો કે જે તદન સ્વાભાવિક હતું અને તેનાથી તેણે મહાવીરની સર્વોપરિતાને માન્ય કરી અને એ બાબતનો નિર્દેશ કરવામાં આવ્યો નથી, પરંતુ તેણે સુધરવાનું વચન આપ્યું હોવું જોઈએ. હવે પછી તે જગ્યાએ રોકાવું (મહાવીર માટે) જરૂરી ન હતું, સલાયુક્ત ન હતું અને યોગ્ય(પણ) ન હતું. (કદાચ) તે બાબત સત્યની શોધ કે જે તેમનું અંતિમ લક્ષ્ય હતું તેમાં બાધારૂપ બને તેમ હતી. તેમની ત્યાં રોકાવાની વ્યર્થતા અંગે સ્પષ્ટતાથી જોઈ શક્યા અને (તેથી) તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. આ બનાવે સત્યને પારખવા માટે તેઓને વધારે સારી રીતે વિચાર કરતા કરી મૂક્યા અને ત્યાર પછીથી તેમણે આવી આકર્ષક બાબતોમાં – તેમણે આવી બાબતો ગોસાલા માટે છોડી અને આવશ્યક ન હોય ત્યાં સુધી તેમની શાંતિનો ભંગ કરતા આપણે જોયા નથી અને ગોસાલા (તેણે જો એમ કર્યું હોત તો)ને તેઓ આ માટે ઠપકો આપતા હતા. અને અચંડકના શબ્દોનું સત્ય અનુભવીને મહાવીરે તે જગ્યા છોડી દીધી. આપણા મનમાં એ શંકા પેદા થાય છે કે કોઈ પણ વ્યક્તિ યક્ષ, દેવ કે મનુષ્ય શું અન્યના દેહમાં પ્રવેશ કરી શકે? ઘર્મગ્રંથો તેની વિરુદ્ધમાં જાય છે. એમ કરવું એ વશીકરણની વિશિષ્ટ શક્તિ વગર શક્ય નથી, Page #108 -------------------------------------------------------------------------- ________________ પરંતુ મહાવીર જેવી મહાન વિભૂતિ માટે આવું વશીકરણ કરવું શક્ય છે. આવી કોઈ પણ બાબતની અશક્યતા અંગે મને ખાતરી થઈ છે. જીવનચરિત્રકારો આવા આશ્રયસ્થાનનો વારંવાર આશરો લે છે કારણ કે તેઓ મહાવીરને આટલા નીચા સ્તર સુધી ઊતારી શકતા નથી. મહાવીર એ તેમના માટે આદર્શ છે અને તેથી તેઓ આવી ક્ષુલ્લક બાબતોમાં જઈ શકતા નથી અને તે કારણે તેઓ સિદ્ધાર્થ ઉપર તેનો આરોપ લગાડે છે. બીજું કારણ એ હોઈ શકે કે મહાવીર મૌન પાળતા હતા. તેથી આવા સંવાદનો ખુલાસો તેઓ કેવી રીતે કરી શકે? તેથી માત્ર મહાવીરનું મૌન તૂટ્યું ન હતું. હકીકતમાં આખીયે ઘટનાનો અર્થ ખોટી રીતે ઘટાવવામાંથી ભૂલ પેદા થાય છે. વાસ્તવમાં મહાવીર નીચેના સ્તરે આવતા નથી. ઘટના આ પ્રમાણે છે. કોઈ એક ખાસ ગામમાં કોઈ એક ભવિષ્યવેત્તા હતો કે જે કોઈ જ નૈતિક ભાવનાથી વંચિત હતો અને ગામજનોને મૂર્ખ બનાવતો હતો. વળી તે તેમના અજ્ઞાનનો ગેરલાભ ઊઠાવતો હતો. મહાવીરે આ જોયું અને તે અંગે ગામલોકોને માહિતી આપી. અચંડકની પત્નીએ આ બાબતનો ભંડો ફોડ્યો હોવો જોઈએ અને પરિણામે લોકોએ) તેને અવગણ્યો હોવો જોઈએ. હું નથી માનતો કે અચંડક આ બાબતને પડકારવા માટે શક્તિમાન હોય. (૫.92) મહાવીરની ઉંમર જોઈને આપણે એમ ધારી શકીએ કે તે ખરેખર મુશ્કેલ પ્રશ્ન લઈને મહાવીર પાસે ગયો. આ એ પ્રકારના વિશિષ્ટ પ્રશ્નોમાંનો એક છે કે જેમાં અંતે કોઈની ચતુરાઈની આવશ્યકતા રહે છે. તે જમાનામાં આવા પ્રશ્નો પૂછવામાં આવતા હતા. મહાવીર તેનો નકારાત્મક ઉત્તર આપે છે. તે પણ સમજી શકાય એવું છે, કારણ કે હકારમાં અપાયેલા ઉત્તરને તરત જ ખોટો પાડી શકાય છે, જેમ કે એક તણખલાને જમીન ઉપર મૂકીને અને વધારે પ્રયત્ન કર્યા વગર તેને માત્ર ભાંગવા માટે તોડનારના પક્ષે હકારાત્મક પ્રયત્નની આવશ્યકતા રહે છે, કે જેને કાં તો મનુષ્ય કે કોઈ દૈવી બાબત દ્વારા અટકાવવામાં આવે છે. એક દિવસ મહાવીરે એક ગામડિયાને બોલાવ્યો અને તેને કહ્યું કે તેમણે સવારે શું ખાધું હતું, રસ્તા ઉપર તેમણે શું જોયું હતું અને સ્વપ્નમાં Page #109 -------------------------------------------------------------------------- ________________ તેમણે શું જોયું હતું અને શું કર્યું હતું. (આમ કહેવાનો) તેમનો હેતુ એ હતો કે જેને માટે તેઓ પરિભ્રમણ કરતા હતા. જેમ બધા જ કિસ્સામાં બને છે તેમ આ નાનકડા સમાચાર ઝડપથી (બધે) અને ખાસ કરીને તે ગામમાં પ્રસરી ગયા. લોકો મોટી સંખ્યામાં તેમની પાસે ટોળે વળ્યા. લોકોએ એવી એક વ્યક્તિ કે જે તેમને (મહાવીરને) મળતી આવતી હતી તેના વિશે વાત કરી. મહાવીરે માત્ર સત્ય કહ્યું કે અચંડક વિદ્વાન માણસ ન હતો પરંતુ તેનાથી અચંડક ગુસ્સે થયો. તે મહાવીર પાસે પોતાનું મૂલ્ય સાબિત કરવા માટે આવ્યો અને મહાવીરને પ્રશ્ન કર્યો કે જેણે તેમને શૃંગાપત્તિમાં મૂક્યા. પ્રશ્ન એ હતો કે તે (અચંડક) પોતાના હાથમાં રહેલા તણખલાને તોડવા માટે શક્તિમાન હશે કે નહીં. જો તે (મહાવીર) હકારમાં જવાબ આપે તો તે તણખલાને તોડશે નહીં અને જો તે નક્કરમાં ઉત્તર આપે તો તે તેમ કરશે. (તણખલાને તોડશે) તેમ છતાં મહાવીરે નકારમાં ઉત્તર આપ્યો. અચંડક તણખલાને તોડવા ગયો, પરંતુ તેમ કરતાં અકસ્માતે તેની પોતાની આંગળીઓ કપાઈ. *ગામના લોકો તેના પ્રત્યે હસવા લાગ્યા અને ધીમેથી મહાવીરે અચંડકનાં દુષ્કૃત્યોની તેમને માહિતી આપી. અચંડકની પત્નીએ આપેલા પુરાવાની મદદથી આ બાબતનો ભાંડો ફૂટ્યો. છેવટે (સર્વથી) અવગણના પામેલો તે મહાવીર પાસે ગયો અને તેમને વિનંતી કરી, તે બોલ્યો, ‘‘મુરબ્બીશ્રી, હું એક ખોટા સિક્કા જેવો છું અને (મારું) અન્યત્ર કોઈ જ મૂલ્ય નથી. હું એવા એક શિયાળ જેવો છું કે જે માત્ર મર્યાદિત વર્તુળમાં જ માન પામવાનો દાવો કરે છે. મહેરબાની કરીને મારા અહંકાર અને ઉદ્ધતાઈને માટે મને માફ કરો. આપ મહાન વ્યક્તિ છો. આપ અન્યત્ર પણ પૂજાશો. મારી આજીવિકાથી મને વંચિત કરવાનું આપને છાજતું નથી.” * કદાચ આ એ જ (ગામ) છે જ્યાં પાખંડી ઉફાન્ત’ સાથે તેઓ રહ્યા હતા અથવા એ જ નામનું કોઈ અન્ય ગામ છે તે અંગે જીવનચરિત્રકારો કહેતા નથી, પરંતુ હું માનું છું કે તે કોઈ અન્ય જગ્યા હોવી જોઈએ. કલ્યાણ વિજય (પે.22) અચંડકનો એક સંપ્રદાય તરીકે સંદર્ભ આપે છે, પરંતુ આવા એકાંકી સંદર્ભને કારણે તે ગણનાપાત્ર બને એ શક્ય નથી. *૬* Page #110 -------------------------------------------------------------------------- ________________ જીવનચરિત્રકારો સિદ્ધાર્થે જે ખોટું કર્યું હતું તે અંગે ઇન્દ્રની મદદ માટે પ્રાર્થના કરે છે. આ ક્ષણ સુધી અદૃશ્ય હતો એવા સિદ્ધાર્થ વ્યંતર જે ક્યાં રહેતો હતો તે કોઈ જાણતું ન હતું તે આકાશમાં થતા વીજીળીના ચમકારાની જેમ તે ક્ષણે પ્રગટ થયો અને તે યક્ષનો દોષ કાઢવા માંડ્યો અને તેને ચેતવણી આપવા માંડ્યો. છેવટે દિનાન્તે મહાવીરે દસ સ્વપ્નો જોયાં. તેમનું ‘ઉત્પત્ત’ એ અર્થઘટન કર્યું. સ્વપ્નોને વર્ણવવા માટે તેમના પોતાના પ્રાવીણ્યનો પણ સંદર્ભ આપવામાં આવે છે, પરંતુ પોતે પોતાનાં સ્વપ્નોનું અર્થઘટન કરી શકે નહીં. ઈ.સ. પૂર્વેની પાંચમી સદીના આ લોકો માટે સ્વપ્નોનું વિજ્ઞાન એ બંધ થયેલું પ્રકરણ ન હતું. સ્વપ્નો નીચે મુજબ હતાં. આ સ્વપ્નો તેમનું પોતાનું ગૌરવ દર્શાવે છે. આ ઘટનામાંથી સ્પષ્ટ રીતે જણાતા અને નોખા તરી આવતા મુદ્દાઓ આ પ્રમાણે છે. (1) પ્રથમ તો આત્માની તાકાત શ્રેષ્ઠ શક્તિશાળી છે અને તે પાશવી બળોની સામે હંમેશાં વિજયી બને છે. (2) મહાવીર પાસે આવી અતુલનીય તાકાત હતી. (3) સિદ્ધાર્થ વ્યંતર એ માત્ર ગાડા નીચેનો કૂતરો જ હતો કે જેની પાસે મહાવીરનું રક્ષણ કરવાની તેની પોતાની કોઈ શક્તિ કે ક્ષમતા ન હતી. (4) મહાવીર એમાંના એક હતા કે જેમના માટે ‘ભય’ એવો શબ્દ અદૃશ્ય હતો. તેઓ સાચી રીતે જ ‘ગતોભય’ હતા અર્થાત્ એવી વ્યક્તિ કે જેને ક્યાંયથી ભય નથી. (5) સ્વપ્નોના વિજ્ઞાનમાં તેમનું (મહાવીરનું) પ્રાવીણ્ય. (6) લોકોના રક્ષણ માટે અને વ્યક્તિને જ્ઞાન આપવા માટે, જો તે યક્ષ હોય તો પણ તેને માટે તેમના પોતાના જીવનને જોખમમાં મૂકવા અંગે પણ તેઓ આનાકાની કરતા ન હતા. અંતિમ મુદ્દો એ છે કે આ મહાન વ્યક્તિના જીવનનું મૂલ્ય આંકવાની ~ to • Page #111 -------------------------------------------------------------------------- ________________ બાબત જીવંત મહત્ત્વ ધરાવે છે. આવી નિઃસ્વાર્થતા એ પ્રત્યેક પ્રાણી દ્વારા ધારણ કરવામાં આવેલો એક અગત્યનો ગુણ છે અને જે સમયની રેતી પર પોતાનાં પાદચિહનો છોડી જાય છે એવું ઈશ્વરનિર્મિત છે. આમ તેમના પરિભ્રમણનું પ્રથમ વર્ષ પૂર્ણ થાય છે. વર્ષાઋતુ પૂર્ણ થયેથી તેઓ ખોરાકા આવ્યા. અહીં આ જગ્યાએ અચંડક નામનો પાખંડી રહેતો હતો. તે મંત્ર તંત્રમાં પ્રવીણ હતો, પરંતુ આવી વ્યક્તિ પાસે હોવી જોઈએ એવી ચારિત્ર્યની સચ્ચાઈનો તેનામાં અભાવ હતો. આ પછી મહાવીર ઉત્તરવાવતિ તરફ રવાના થયા. સલવાવાન પાર કર્યા પછી અને ઉત્તરવાનિ પહોંચતાં પહેલાં દેવે આપેલાં વસ્ત્રો નીચે પડે છે જે સોમ બ્રાહ્મણ પાછળ પાછળ તેમને આ માટે અનુસરતો હતો તેણે ઉપાડી લીધાં. તે વણકર પાસે જાય છે અને આખા પૂર્ણ (કપડા)ને વણકર બે ભાગમાં વહેંચે છે. પછી તે રાજા પાસે ગયો. રાજાએ તેને પૂછ્યું કે તેણે આ (વસ્ત્રો) ક્યાંથી મેળવ્યાં? બ્રાહ્મણે બનેલા અને તેણે જોયેલા બનાવો (રાજાને) વર્ણવ્યા. અહીં આ તબક્કે આપણને આશ્ચર્ય એ વાતનું થાય છે કે બાહ્મણ માટે મહાવીરને આટલા નજીકથી અનુસરવાનું શક્ય બનવું જોઈએ? અને જો એમ હોય તો એ સ્વાભાવિક નથી કે તે મહાવીરનો ભક્તિપરાયણ શિષ્ય હોવા છતાં દુન્યવી સંપત્તિની વ્યર્થતા તેને પણ સમજાઈ હોવી જોઈએ. ચંડકૌશિક ઘટના : મહાવીર શ્વેતાંબી તરફ આગળ વધ્યા. તે જગ્યાએ પહોંચવાના બે માર્ગો હતા. ટૂંકો રસ્તો યતિઓના આશ્રમની પાસેથી પસાર થતો હતો. ત્યાં ચંડકૌશિક નામનો એક ભયાનક નાગ રહેતો હતો. તે રસ્તે પસાર થવાની કોઈ હિંમત કરતું ન હતું, પરંતુ મહાવીર જુદી જ ઘાતુના બનેલા હતા. તેમણે ત્રણ ઉદેશ્યોથી તે ટૂંકો રસ્તો પસંદ કર્યો. (1) દરેક પ્રકારના ભયને નાબૂદ કરવો. (2) નાગને બોધ આપવો. (૩) લોકોને ઉત્તમ સેવા પૂરી પાડવી. (એમ હોઈ શકે કે આજુબાજુના બધા જ લોકો માટે જે પ્રતિકૂળતા ઊભી થઈ હતી તે અંગે તેમણે વિચાર્યું હોય, કે જેઓ આ નાગના ભયને કારણે થકવી નાખે એવા લાંબા માર્ગ ઉપર ચાલવા માટે મજબૂર હતા.) Page #112 -------------------------------------------------------------------------- ________________ આવા ત્રિવિધ હેતુના ખ્યાલ સાથે તેઓ ટૂંકા રસ્તે તેમનાં દૃઢ નિશ્ચયવાળાં પગલાં મૂકીને આગળ વધ્યા. મહાવીર ત્યાં આવ્યા અને કાયોત્સર્ગના આસનમાં રહ્યા. નાગ ત્યાં આવ્યો અને તેણે જોયું કે તેની પોતાના ઈજારાવાળી વૃક્ષરાજિમાં કોઈએ પ્રવેશ કર્યો છે. તે તેમને ડસવા માટે આગળ ધસી ગયો અને તેમને બાળી નાખવા માટે તેણે તેમની સામે જોયું. પરંતુ તે સર્વ મિથ્યા થયું. તેણે ત્રણ વખત તેમને દંશ દીધો પરંતુ તેથી કોઈ હેતુ સર્યો નહીં. મહાવીર હજી પણ સ્વચ્છ અને ચિંતારહિત સ્થિતિમાં ત્યાં જ ઊભા હતા, પછી મહાવીરે પોતાનો ઉદ્દેશ્ય પૂર્ણ કરવાનો પ્રારંભ કર્યો અને નાગને મીઠાશભરી રીતે અને કોમળ શબ્દોમાં ઉપદેશ આપવા માંડ્યો, “હે ચંડકૌશિક, ગુસ્સાએ તને શું નુક્સાન) કર્યું છે તે સમજ અને સ્પષ્ટપણે જાણ. તારા પોતાના પાછલા) જન્મોને યાદ કર અને ભાનમાં આવ. તારા માટે તેમજ કોઈના પણ માટે ગુસ્સો એ સારી વસ્તુ નથી. એક જ ઝાટકે તે સર્વ ગુણોને ભસ્મ કરી નાખે છે, અને તે સૌથી મોટો અને સૌથી વધારે ભયંકર શત્રુ છે. (કારણ કે તે હંમેશાં પોતાના લ્યાણ માટે ઝૂઝતા બધા પાસે પાછલા દરવાજેથી આવે છે.) (તેના ગોભાશ્રી તરીકેના ભૂતકાળના જન્મની અને ચંડકૌશિક તરીકેના – યોગીઓના આગેવાન શીઘ્રકોપી મહાન ચંડના પુત્ર તરીકેના - તેના વર્તમાન) જન્મની વાર્તા વગેરે, તેના ભૂતકાળના જન્મની વાર્તા બોધદાયક અને રસપ્રદ બંને છે.) મહાન વ્યક્તિના ઓષ્ટમાંથી બહાર આવેલા (ઉપરોક્ત) શબ્દો સાંભળીને નાગને પોતાના પાછલા જન્મો યાદ આવ્યા. તેનાં દુષ્કાર્યો માટે દયાજનક રીતે પશ્ચાતાપ કરતાં પોતાના દરની અંદર મુખ રાખીને તેણે તેની મનની શાંતિ પાછી મેળવી. માત્ર જે લોકો તેને માનતા હતા તેઓ તેની તરફ પથ્થરો ફેંકતા હતા અને તેને બધી જ રીતે પરેશાન કરતા હતા, પણ (તેમ છતાં) નાગ ચલિત થતો ન હતો. મહાવીરે તેને શાંતિ અને જ્ઞાન આપ્યાં. લોકો નાગની ઘી, માખણ વગેરેથી પૂજા કરવા લાગ્યા કે બિચારા જે નાગ માટે મોટા દુ:ખનું કારણ બનતું હતું. તેની ભલાઈનો ગેરલાભ કીડીઓ (પણ) લેવા માંડી. આ બધું સમતા સાથે સહન કરીને મૃત્યુ પછી નાગ દેવ તરીકે જન્મ્યો. Page #113 -------------------------------------------------------------------------- ________________ ચંડકૌશિકને ઉદ્દેશીને બોલાયેલા મહાવીરના મીઠા, કોમળ શબ્દો તેમના ચારિત્ર્યનું ધ્યાન ખેંચે એવું લક્ષણ પ્રગટ કરે છે. તેમની માત્ર કચડાયેલા લોકો પ્રત્યેની જ નહીં, પરંતુ પથ ભૂલેલાઓ માટે પણ સંનિષ્ઠ સહાનુભૂતિ હતી. મુશ્કેલીમાં મુકાયેલા વિરોધીઓ માટેની તેમની સહાનુભૂતિના બોલાયેલા શબ્દો માત્ર તેમની વેદના શાંત કરનારા અને પ્રસન્ન કરનારા જ ન હતા, પરંતુ અલ્પ સમયમાં જ તેમને પોતાની ભૂલનું ભાન કરાવનારા હતા. અત્રે શુલપાણીના કિસ્સામાં બન્યું એ જ રીતે મહાવીર સામાન્ય રીતે લોકોના ભલા માટે અને નાગ માટે વિશિષ્ટ ઉદાહરણ તરીકે પોતાના જીવનને પણ જોખમમાં મૂકતાં અચકાતા ન હતા. તેઓ એક બુદ્ધિમાન ગોપ છે. કે જેઓ તેમનો રસ્તો ભૂલેલા અને અત્યંત દૂર ચાલી ગયેલાં. પશુઓને પાછાં બોલાવી શકે છે. તેઓ એક્લા આગળ વધવાનું ઇચ્છતા નથી. આ રીતે નાગને ઉપદેશ આપીને મહાવીર એવી) જગ્યાએ ગયા કે જ્યાં યજમાન નાગસેના દ્વારા તેમને ઉષ્માપૂર્વક આવકારવામાં આવ્યા. મહાવીર (તે પછી આગળ શ્વેતાંબીમાં ગયા, જ્યાં તેમને પ્રદેશી રાજાઓ દ્વારા અત્યંત સન્માનપૂર્વક આદર આપવામાં આવ્યો. રાજાઓ ઃ તે સમયમાં રાજાઓ સાચી રીતે છટાદાર હતા. નરોત્તમ (સંદર્ભ પછીના પાને) તેઓ વારંવાર લોકો માટે તેમજ ધર્મોપદેશકો માટે આશ્ચયસ્થાનરૂપ હતા. મનુષ્યોમાં એવા તેઓ પોતાનાં કર્તવ્યો બજાવવામાં નિષ્ફળ જતા નહીં. બુદ્ધના કિસ્સામાં વધુમાં સુત્તપિટક આપણને કહે છે કે જ્યારે બુદ્ધ (પરિભ્રમણાની) શરૂઆત કરી ત્યારે કેવી રીતે તેઓ બિંબિસારને મળ્યા. (સંદર્ભ સુત્તપિટકમાં કહેવાયેલી) વાર્તા - સંબંધિત શ્લોકો શોધો.) બુદ્ધના કિસ્સામાં થયું છે તે રીતે જોકે જૈન લેખકો આ બનાવોમાંથી સુંદર વાર્તા રચી શકતા નથી. (ત્યાર બાદ) મહાવીરે એક મોટી નદીને પાર કરવા માટે નાવમાં બેસીને સુરભિપુર તરફ પ્રયાણ કર્યું. તેમની નાવની મુસાફરી દુષ્ટબુદ્ધિવાળા ભવિષ્યવેત્તાઓ સાથે નિશ્ચિત થઈ હતી અને ભવિષ્યવેત્તાઓ કે જેઓ (પરિસ્થિતિનું) અર્થઘટન કરી શકતા હતા તેમણે ભયની અને તરત જ ભાગી છૂટવાની આગાહી કરી. આગલા જન્મમાં GO Page #114 -------------------------------------------------------------------------- ________________ જેની તેમણે ત્રિપનુષ્ઠા હત્યા કરેલી તે સિંહ હવે સુટ્ટાઇ તરીકે જન્મ્યો હતો. તેણે બદલો લેવાની તક ઝડપી લીધી, પરંતુ નાવને સલામત રીતે બે દેવો *શામ્બાલા અને કામ્બાલા દ્વારા કિનારા પર લાવવામાં આવી. - * લેખકો તેમના પાછલા જન્મોની વાર્તાનો સંદર્ભ આપે છે કે જેમાં તેઓ શાણા, સુંદર બળદોની જોડી રૂપે હતા, કે જેઓ ધર્મ સિદ્ધાંતો પ્રત્યે સમર્પિત હતા. મહાવીર જ્યારે કિનારા પર નીચે ઊતર્યા ત્યારે એક રાજ્યકર્તાના પગમાં જોવા મળે તેવાં બધાં જ લક્ષણો વડે અંકિત એવાં તેમનાં પાદચિહ્નો પુષ્યએ જોયાં કે જે આવાં લક્ષણોનું અર્થઘટન કરી શકતો હતો. (સંદર્ભ : રાજાઓ) किण्णु भो अज मिहिला कोलाहलगसंकुला सुव्वंति दारुणा सद्दा पासासु गिहेसु च एयमट्ठ निसामित्ता हेटकारण चोइसो तओ नमी रायरिसी देविंदं इणमल्लवी मिहिलाए चेइएवच्छे सीचच्छाए मणोरमे पत्तपुष्क कलोवेए बहुणं बहुगुणै सया वाएण हारमाणमि चेइयंमि मणोरमे हुहिया असरणा अत्ता एए कंदंतिनोखगा મહાવીરને તદ્દન વિરુદ્ધ પ્રકારનાં લક્ષણો સાથે જોઈને તેને આઘાત લાગ્યો. તેને પોતાના વિજ્ઞાનને આ રીતે નિષ્ફળ થયેલું જોઈને તે તેને (વિજ્ઞાનને) શાપ આપવા લાગ્યો, પરંતુ જીવનચરિત્રકારો ફરીથી પુષ્યના મનનું સમાધાન કરવા માટે ઇન્દ્રને પ્રાર્થના કરે છે. વાસ્તવમાં તેના મનનું સમાધાન તેણે જાતે જ તેમને અત્યંત નજીકથી જોઈને (એમ વિચારીને) કર્યું હોવું જોઈએ કે આ મૃત્યુલોકનો સામાન્ય માણસ નથી, પરંતુ વિરાટ શક્તિઓ અને કૃપાદૃષ્ટિ ધરાવતો એવો રાજાઓથી પણ ચડિયાતો વ્યક્તિ છે. ધર્મોપદેશક તેની પોતાની રીતે રાજા છે, કારણ કે તે ધાર્મિક સિદ્ધાંતોના ચક્રને ફેરવી શકે છે. તે તેના ઉપદેશ વડે જગતને જીતી શકે છે, જ્યારે રાજ્યકર્તા તેની તલવાર વડે તેમ કરી શકતો નથી. વળી તેનો વિજય પહોંચની બહારનો અને શાશ્વત હોય છે. જ્યાં સુધી ધર્મ ટકે છે ૯૧ - Page #115 -------------------------------------------------------------------------- ________________ ત્યાં સુધી તે ટકી રહે છે. તેનામાં આ પ્રમાણેનાં લક્ષણો હોવાં જોઈએ તેમાં કંઈ આશ્ચર્ય નથી. जो सहस्सं सहस्साणं संगामे हुज्जएजिणे । एगं जिणेज्ज अप्पाणं एस से परमो जओ ॥ (ઈ.સ. પૂર્વેની ત્રીજી સદીના મહાન રાજ્યકર્તા અશોકને આવા વિજયની અગત્ય સમજાઈ હતી અને તેણે એ વિજયનો આનંદ માણ્યો હતો અને તેણે વિજેતા અને અવિજેતા બંનેને સુખી કર્યા હતા.) મહાવીર-ગોસાલાનું મિલન : મહાવીર રાજગૃહીમાં આવ્યા. ત્યાં તેઓ નાલંદામાં એક વણકરને ઘેર રહ્યા. ત્યાં તેઓ એક શિષ્યને મળ્યા કે જેણે તેમના જીવનમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેનું નામ ગોસાલા મખ્ખલીપુર હતું. તેના નામનું અનેક રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે. (તે અંગેની વિસ્તૃત વિગતો ગોસાલા વિશેના પ્રકરણમાં આપવામાં આવશે). મહાવીર અને ગોસાલા : પછીથી અલગ પ્રકરણ પાના નં.---- –થી ------માં વૈશાયનના પ્રસંગ પછી આપવામાં આવશે. મહાવીર એકલા ભ્રમણ કરે છે : એ સમયે ગોસાલા છ માસ માટે તેમને છોડી દે છે. મહાવીર એકલા જ હવે વૈશાલી આવ્યા અને ત્યાં શંખ નામના તેમના પિતાના મિત્રે અત્યંત આદર સહિત તેમને આવકાર્યા. તે પછી તેઓ વાણિજ્યગ્રામ તરફ આગળ વધ્યા. મહાવીરને ગંડકિકા નામની નદી પાર કરવાની હતી. અહીં જ વિચિત્ર પરંતુ માનવીય અને વાસ્તવદર્શી બનાવ બન્યો. નાવિકે ભાડા માટે મહાવીરને અટકાવ્યા. શંખના ભત્રીજા ચિત્રે તેમને છોડાવ્યા. આ બનાવ વાર્તાને માનવીય સ્પર્શ આપે છે. એ તદ્દન શક્ય છે કે નાવિક કોને નદી પાર લઈ જઈ રહ્યો છે તે જાણતો નહીં હોવાથી તે તેમને વઢ્યો હશે. વાણિજ્યગ્રામ પહોંચીને મહાવીરને આનંદ નામના એક શિષ્યનો ભેટો થયો. આનંદને વસ્તુઓનું અંશતઃ જ્ઞાન હતું. તેણે મહાવીરને કહ્યું કે તે ટૂંક સમયમાં સર્વશતા પ્રાપ્ત કરશે. . - ૨ - Page #116 -------------------------------------------------------------------------- ________________ ત્યાર બાદ મહાવીર શ્રાવસ્તી પાસે સાનુલબહીકા નામના ગામમાં પહોંચ્યા. અહીં મહાવીર જુદાં જુદાં ત્રણ *આસનોમાં રહ્યા - ભદ્રા, મહાભદ્રા અને સર્વતોભદ્રા. * ભદ્રા – 2 દિવસ 6 ટંક (જમણે) જુદી જુદી ચારે દિશાઓમાં 12 કલાક મહાભદ્રા - ? દિવસ 10 ટંક (જમણે) ચારે જુદી જુદી દિશામાં 24 ક્લાક (1 દિવસ) સર્વતોભદ્રા -3 દિવસ ? ટેક (જમણ) શુદ્ધીકરણના ખ્યાલ સાથે આ બાબતો હાથ ધરવામાં આવી હતી જે આજે પણ બધા જ પ્રકારના સાધુઓમાં સામાન્ય છે. પરંતુ અહીં ફરીથી આ બનાવને માનવીય સ્પર્શ આપવા માટે મહાવીરચરિત્રના લેખક એ બાબત પર ભાર મૂકે છે કે સંત (મહાવીર) ઉપરોક્ત આસનોને લીધે અત્યંત થાકી ગયા. આનંદની એક દાસી પાસેથી દાન મેળવીને મહાવીરે ઉપવાસ છોડ્યા. એ જગ્યાએથી આગળ વિહાર કરીને મહાવીર દઢભૂમિ ગયા. ત્યાં પ્લેચ્છો રહેતા હતા. પેલગ્રામની બહાર આવેલી વાટિકામાં મહાવીર મહાપ્રતિમા નામના આસનમાં રહ્યા. આ એ જગ્યા હતી કે જ્યાં મહાવીરને કષ્ટમય/અગ્નિપરીક્ષા કસોટી (acid-test) માંથી પસાર થવું પડ્યું. તેમની એકાગ્રતા, તેમની અપ્રતિમ સહનશક્તિ, તેમની અસામાન્ય તપશ્ચર્યાઓ વગેરેએ દેવોના મુખેથી પણ પ્રશંસાના શબ્દો મેળવ્યા. સામાન્ય મત્યે મનુષ્યો પૈકીના આ મહામાનવનાં ભારે પરાક્રમી કાર્યો તરફ બધી જ મહામાનવ વ્યક્તિઓનાં ધ્યાન દોરાયાં. એમ કોઈ જ આશ્ચર્ય નથી કે આવાં પરાક્રમો અંગે દેવોના રાજાએ આ સંત માટે પ્રશંસાના શબ્દો કહ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત દેવો પૈકીના એક દેવના મનમાં ઈર્ષા પેદા થઈ. તેણે પડકાર ઉપાડી લીધો કે જે તેને બીજી દિશામાં અવળે માર્ગે વાળીને લઈ ગયો. કોઈ વિશિષ્ટ કામ કરવા માટે જો માણસોને ઉશ્કેરવામાં આવે અથવા દંડૂકા કે ધાકધમકીની મદદથી તેમને કોઈ ખાસ કામ કરતા રોકવામાં આવે, તો તેઓ કાં તો જુલમ અને પીડાને વશ થઈ જાય છે અથવા વૈકલ્પિક પ્રલોભનોથી લલચાઈ જાય છે. જેણે પડકાર ઉપાડી Page #117 -------------------------------------------------------------------------- ________________ લીધો હતો તે દેવે આ બંને પદ્ધતિઓ અજમાવી. તેની હકૂમતમાં રહેલાં સર્વસાધનો વડે તેણે મહાવીરને મહાવ્યથા પહોંચાડી. (આનાં) વર્ણનો આપણાં રોમ ખડાં કરી દે છે. મહાવીર તરફ તીવ્ર બદલાની ભાવના રાખતા સંગ્રામકદેવ, તેમની મંડળીમાંના આગેવાન વ્યક્તિઓએ રોકવા છતાં બોલવાનું શરૂ કર્યું, “તે કોણ છે? હું તેની આજે જ ખબર લઈ નાખીશ.” અને આવા સોગંદ લેતાં તેઓ અત્યંત ગુસ્સે થઈ ગયા. રેતીની આંધી પેદા કરી, મહાવીર તેની નીચે લગભગ દટાઈ ગયા, તેમનો શ્વાસ રૂંધાઈ ગયો અને છતાં તેઓ ચલિત થયા નહીં. તેમને આમ નિશ્ચલ જોઈને તેણે ભયાનક કીડીઓ, મચ્છરો અને માખીઓ પેદા કરી. તેમના કરડવા છતાં મહાવીર સ્વથ્ય રહ્યા. અને (તેથી) દેવે ભયંકર વીંછીઓ, નોળિયાઓ. સર્પો અને ઉંદરો પેદા કર્યા, પરંતુ આ બધાં જ જીવો કાંઈ ઝાઝા ઉપયોગી બન્યા નહીં. તેણે પ્રયત્ન કર્યો, પરંતુ તે મિથ્યા ગયો. મહાવીરને કરડાવીને પરેશાન કરવા માટે સંગામાએ પર્વત જેવા ઊંચા ગજરાજો પેદા કર્યા. તેણે મહાવીર ઉપર વિકરાળ વાઘ છોડ્યો, પરંતુ મહાવીરને તેમના ધ્યાનમાંથી અન્યત્ર વાળવા માટેના તેના લક્ષ્યમાં તે અક્ષમ રહ્યો. તેણે મહાવીરનાં માતાપિતા તેમની સમક્ષ દેખાય એમ કર્યું. જોકે તેણે મહાવીરની સામે એવી ભ્રમણા પેદા કરી. તેમનાં માતાપિતાને) દયાજનક વિલાપ પણ ઘણું કરીને વ્યર્થ ગયા, કારણ કે મહાવીર તેનો ઇરાદો પામી ગયા હતા. | સંગામાએ સેના પેદા કરી. તેણે તેમને અગ્નિમાં સળગાવવાનો ઉપાય પણ કર્યો. તેણે તેમના શરીરમાં વિવિધ અંગો ઉપર વિવિધ પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં, જેમણે તેમને ભયંકર બચકાં ભરવા માંડ્યાં, પરંતુ તેઓ અવિચલિત રહ્યા. દેવે અગ્નિમાં પવનના ચક્રવાત પેદા કર્યા, જે તેમને દૈહિક રીતે વાળી કે મરોડી શક્યા, પરંતુ માનસિક રીતે નહીં. જ્યારે તે તેના બધા જ પ્રયત્નોમાં અસફળ રહ્યો ત્યારે તેણે તેમના જીવનનો અંત આણવાનો અંતિમ પ્રયાસ કર્યો (કારણ કે) નહી તો તેઓ અજીત વ્યક્તિ બની જશે એ ખ્યાલ સાથે તેણે એક ચક્ર છોડ્યું જે કરવત જેવું (અણીદાર દાંતા ધરાવતું) હતું. જેનાથી એ સંતનો લગભગ અર્થો દેહ એક ખીલાની જેમ જમીન પર પછડાયો અને છતાં તેઓ ચલિત થયા નહીં. Page #118 -------------------------------------------------------------------------- ________________ દેવે તેના મનમાં વિચાર કર્યો, “કોઈ સામાન્ય મૃત્યુલોકના માનવીને તેના જીવનથી વંચિત કરવા માટે આ મહાવ્યથાઓનું માત્ર દર્શન પણ પૂરતું છે, પરંતુ અહીં અસામાન્ય માનવી હતો જે તેને માટે તોડવો એ એક સખત કોટલાવાળા ફળ સમાન છે. પછી તેણે તેમને ભઠ્ઠીમાં આગથી તારાજ કરવાનું વિચાર્યું, તેણે તેમને પ્રલોભનો આપવાનો પ્રયત્ન કર્યો. પ્રલોભનો સ્વર્ગ અને સુંદરીઓનાં હતાં કે જેનાથી બચવું અત્યંત મુશ્કેલ હતું. તેના તેમને જીતવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા અને મહાવીર જેમ હતા તેમ જ ઊભા રહ્યા. પરંતુ સંગ્રામકા એક સર્વશ્રેષ્ઠ ખલનાયક હતો અને તેણે તેનો ભાગ ભજવ્યો પણ ખરો. તે મહાવીરને વધુ છ મહિના માટે અનુસર્યો. (ઘણી જગ્યાએ સંગ્રામકાએ એવા પણ પ્રયત્નો કર્યા કે મહાવીરને ચોર ગણવામાં આવે, એક જગ્યાએ તેણે પુરાવો ઊભો કરવા માટે તેમની પાસે કેટલાંક સાધનો મૂક્યાં. એક દુષ્ટ રાજાએ આવા બનાવટી પુરાવાઓની હાજરીને લીધે તેમને ફાંસીએ લટકાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે મિથ્યા ગયો. સંગ્રામકાએ તેમને દાન મળતું બંધ કરાવ્યું, જે તેમને ત્રાસ આપવાનો અંતિમ વ્યર્થ પ્રયત્ન હતો.) પરંતુ છેવટે આ પરાક્રમી પુરુષે જીત મેળવી અને સંગ્રામક દેવે તેના વ્યર્થ પ્રયત્નોને કારણે કેવળ શરમ અનુભવી. છેવટે તેણે મહાવીરને તેમનું પોતાનું કાર્ય કરવા માટે તેમની જાત ઉપર છોડ્યા. સંગ્રામક દેવે જે કર્યું હતું તે માટે તે અત્યંત દિલગીર થયો, પરંતુ હવે તે ઘણું મોડું હતું, જે સજા તેને માટે યોગ્ય હતી, તે તેને મળી. એમ પણ બની શકે કે આ વર્ણન હકીકતમાં જે બન્યું હતું તેના કરતાં અતિશયોક્તિભર્યું હોવું જોઈએ અને તે મારના બુદ્ધને લલચાવવાના (આની સાથે) સામ્ય ધરાવતા પ્રયત્નોની યાદ અપાવે છે, પરંતુ તે ચોક્કસપણે કાવ્યમય છે. અત્રે મારા પ્રયત્નોનો સંદર્ભ લેવો એ પ્રસ્તુત બની રહેશે. (સૂત્રપિટક ગ્રંથ). હવે આપણે આ મહાવ્યથાઓની વિગતોમાં ઊંડાણથી ડૂબકી લગાવીશું અને સંગામાની ઘટનાનું પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કરીને સત્યને બહાર લાવીશું. તે તદ્દન અશક્ય નથી કે આ મહાન વ્યક્તિના તપમાં ખલેલ પહોંચાડવાના પ્રયત્નો થયા હોય. આવા પ્રયત્નો બ્રાહ્મણીય આખ્યાયિકાઓમાં - ૫૦ Page #119 -------------------------------------------------------------------------- ________________ અસંખ્ય છે જ્યારે ઇન્દ્ર પોતે પણ ઋષિઓના તપથી ચિંતાતુર બનીને સાચાં કે ખોટાં સાધનો વડે તેમને લંક લગાડવાનો પ્રયત્ન કરે છે. વિશ્વામિત્રનું દૃષ્ટાંત અત્યંત જાણીતું છે અને તે આ મુદ્દા માટે દૃષ્ટાંતરૂપ છે. દેવે મોક્લેલી મેનકા નામની અસરાની મદદથી તેઓ ગેરમાર્ગે દોરવાયા હતા. (તપ ભંગ થયા હતા.) તે જ રીતે અત્યંત પ્રેમથી મારા તેની પોતાની જ પુત્રીઓને (રાગ, દ્વેષ, મોહ વગેરેને) સમાન હેતુથી મોકલે છે, પરંતુ ગંભીર રીતે વિચારતાં આપણને લાગે છે કે એ શક્ય છે કે દેવો તેમની કિંમતી શક્તિઓ કોઈ વ્યક્તિને તેના લક્ષ્યમાંથી અને ખાસ કરીને જ્યારે તે લક્ષ્ય સંપૂર્ણ મુક્તિ (મોક્ષ) અથવા તો સર્વમાનવ પ્રાણીઓનું સંપૂર્ણ ભલું કરવાનું હોય તેમાંથી (લક્ષ્યમાંથી) અન્ય દિશામાં વાળવા માટે વાપરે છે. આવી વાર્તાઓ પછી તે બ્રાહ્મણશાસ્ત્રની, બૌદ્ધોની કે જેનોની હોય તો પણ તે બધી જ બનાવટી છે. સત્ય એ છે કે સામાન્ય મત્સ્ય માનવી કે જે મહામાનવ બનવાનો પ્રયત્ન કરે છે તેણે સાધારણ તીવ્ર ઈચ્છાઓ અને સ્થાનિક સામાન્ય પ્રલોભનોથી ઉપર ઉઠવાનું હોય છે, તેને પોતાના મનોવિકારોનો સંપૂર્ણ કાબૂમાં લઈ ન શકે તો પણ તેના પર પ્રભુત્વ જમાવવાની જરૂરિયાત અંગે ભય હોય છે. તેણે અબાધિત સહનશીલતા અને સર્વશ્રેષ્ઠ એકાગ્રતા પ્રગટાવવાં જોઈએ. આવા મનુષ્યોને સંજોગો (અને નહીં કે દેવો) પોતે જ પ્રલોભનો અને મહાવ્યથાઓ પૂરાં પાડે છે અને મહાન વ્યક્તિઓ સ્વસ્થતાપૂર્વક તેમનો સામનો કરે છે. અને જે આપણી સમક્ષ રજૂ થાય છે તે કેવળ તેમની અતિશયોક્તિયુક્ત, કાવ્યમય રજૂઆત છે.) બધી જ મહાન વ્યક્તિઓ તેઓ જ્યારે ખરેખર મહાન બને છે ત્યારે તેમણે કષ્ટનો સામનો કરવો જ પડે છે અને જ્યારે તેઓ સફળતાપૂર્વક અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે ત્યારે ખરેખર તેઓ મહાન કહેવડાવવાને લાયક બને છે. મહાવીર પોતે પણ આવી જ અગ્નિપરીક્ષામાંથી પસાર થયા હતા અને તેનો સામનો કર્યો હતો, તે માટે કોઈ જ શંકા નથી, પરંતુ જે રજૂઆતો આપણી સમક્ષ થઈ છે તે અન્ય કશું નહીં પરંતુ કાવ્યમય અતિશ્યોક્તિ છે. જીવનચરિત્રકારો આ રજૂઆતને તેની અતાર્કિક પરાકાષ્ઠા સુધી લઈ જવા Page #120 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છે છે અને તેથી જ તેઓએ તેમાં ઈન્દ્રનો હસ્તક્ષેપ કરાવ્યો નથી. હવે આપણે કાવ્યમય અતિશયોક્તિમાંથી સત્ય તારવવા પ્રયત્ન કરીશું. એમ માનવું એ સાંભળતાં જ સંપૂર્ણ ખરું લાગે એવું છે કે જ્યારે મહાવીર માત્ર એકલા જ એવી જગ્યાએ તપ કરતા હતા કે જ્યાં મ્લેચ્છો રહેતા હતા, તેમનાં જ કેટલાક દુષ્ટ લોકોએ તેમના ઉપર એક વાઘ અથવા એક કૂતરો છોડી મૂક્યો અને ગ્રંથોએ સ્વીકારી લીધું. એ સર્વથા અશક્ય નથી કોઈ તેમના જીવનનો અંત આણવા માટે પ્રયત્ન કરતું હતું. એમ માનવું સાંભળતાં એટલું જ ખરું લાગે એવું છે કે ચક્રવાત આવ્યો હશે, કીડીઓ અને મચ્છરોએ એમને ત્રાસ આપ્યો હશે, જંગલી પ્રાણીઓએ ક્યારેક અથવા અન્ય કોઈ સમયે તેમની ઉપર હુમલો કર્યો હશે. સાથે સાથે આપણે એમ પણ માની શકીએ કે કોઈ મ્લેચ્છ રાજાએ આ માણસ પોતાની અસામાન્ય શક્તિઓની મદદથી તેની ગાદી છીનવી લેશે એમ વિચારીને તેમની ઉપર ચક્રની મદદથી આક્રમણ કર્યું હશે. પોતાનાં પરિવારજનોની રડારોળ અને વિલાપની વચ્ચે મહાવીરને સંસારત્યાગ કરવો ખરેખર અત્યંત અઘરો લાગ્યો હશે. પરંતુ આવા મહાવીરના જીવન સાથે સંબંધિત ન હોય તેવા ભયને સ્વીકારી લઈએ તો કે જે સર્વથા અશક્ય ન હતા તેમ છતાં એમ માની શકાય કે આ બધાં જ આક્રમણો એક જ વ્યક્તિ દ્વારા અને એ જ રાત્રિએ કરવામાં આવેલાં હોવાં જોઈએ, અને તે જ વ્યક્તિમાં અકલ્પનીય ક્રૂરતા હોવી જોઈએ. (અચરંગસૂત્ર). જો તે રાક્ષસ હોય અને દેવ ન હોય તો પણ તેનામાં આટલી બધી ક્રૂરતાની અપેક્ષા હોવી એ માની શકાય તેમ નથી. એકાકી વ્યક્તિ આવી એક કે બે મહાવ્યથાઓ આપ્યા પછી અટકી જવી જોઈએ અને માત્ર તેમના (મહાવ્યથાઓના) દર્શન માત્ર પણ કોઈ વ્યક્તિને તેની જિંદગીથી વંચિત કરી દેવા માટે પૂરતાં થઈ પડે એમ છે. પરંતુ એક સાથે આપવામાં આવેલી) આવી બધી જ પરાકાષ્ઠાની યાતનાઓ કેવળ ભગવાન મહાવીરને (મહાવીર)ને ગૌરવાન્વિત બનાવવા માટેનો કાવ્યમય અતિશયોક્તિયુક્ત પ્રયત્ન છે અને આપણે એ જ દષ્ટિબિંદુથી વધારેલી મહાવ્યથાઓ) તેનો અભ્યાસ કરવો જોઈએ. Page #121 -------------------------------------------------------------------------- ________________ આ બનાવ પછી જ્યારે મહાવીર વાલુકાગ્રામ જતા હતા, ત્યારે તેમને રેતીમાંથી પસાર થવાનું હતું ત્યાં રસ્તામાં તેમને 5000 ચોરો મળ્યા, કે જેઓ તેમની પાસે લૂંટવા જેવું કશું નહીં જોઈને ખીજાયા હશે અને તેમની ઉપર ક્રૂર અટકચાળાં કર્યાં હશે. છ મહિનાના ઉપવાસ પછી મહાવીર ગોચરીની યાચના કરવા માટે ગોપની લોઢી પાસે આવ્યા હશે, જ્યાં તેમને ગોવાળણે દૂધ આપ્યું હશે. (11મા ચોમાસે) ત્યાર પછી મહાવીર અલાલિકા, શ્વેતામ્બી, શ્રાવસ્તી, કૌસામ્બી, વારાણસી, રાજગૃહ અને મિથિલા (વગેરે સ્થળોએ) થઈને વૈશાલી તરફ આગળ વધ્યા. આ બધી જ જગ્યાઓએ કેટલાક દેવો દ્વારા તેમની પૂજા-અર્ચના કરવામાં આવી. અત્રે નોંધવા જેવો એક જ મુદ્દો એ છે કે કૌશામ્બીમાં સૂર્ય અને ચંદ્ર નીચે ઊતરી આવ્યા અને મહાવીરને અંજલિ આપી. જૈન ધર્મગ્રંથો પોતે આચાર્ય તરીકે બોલતા હોય એમ આને ચમત્કાર કહે છે. હું પોતે એમ વિચારતો નથી કે આવી કોઈ બાબત શક્ય હોય. વધુમાં વધુ એમ હોઈ શકે કે તે જગ્યાએ વસતા દેવો અથવા દેવો જેમના પર કાબુ ધરાવતા હોય તેઓ (માણસો)એ મહાવીરનો આદર કર્યો હોય, પરંતુ વ્યક્તિગત રીતે સૂર્ય અને ચંદ્ર પૃથ્વી ઉપર નીચે ઊતરી શકે નહીં. વૈજ્ઞાનિક રીતે પણ એ ખરું લાગે એવું નથી, કારણ કે સૂર્યના પૃથ્વી પરના અવતરણે તેને પૃથ્વીને) સમૂળગી સળગાવી દીધી હોય. આમાંથી સત્યનો કોઈ અંશ આપણે લઈ શકીએ એમ હોય તો તે એ છે કે હવે મહાવીર સર્વ હસ્તીઓ - મૃત્યુલોકનાં માનવીઓ અને દેવો સુદ્ધાંનાં વંદન સ્વીકારવાને લાયક બન્યા હતા. તેઓ તેમનાથી અત્યંત વધારે શ્રેષ્ઠ (બન્યા) હતા કારણ કે તેઓ તે જમાનાના લોકોની કલ્પનામાં વસ્યા હતા. (સ્કંદ ઉત્સવ, સ્કંદ પ્રતિમા – એ તેમનો આદર કર્યો જે માની ન શકાય એવું હતું.) ઉપર દર્શાવેલાં સ્થળો પૈકીનું અંતિમ સ્થળ વૈશાલીમાં સમરવાટિકામાં બલદેવ મંદિરમાં મહાવીરે વર્ષાઋતુ ગાળી. હવે આ નગરમાં જિનદત્ત નામનો એક શ્રીમંત વેપારી રહેતો હતો, જે જિર્ણશ્રેષ્ઠિ તરીકે પણ ઓળખાતો હતો, કારણ કે તેનું ધન ઘટતું જતું Page #122 -------------------------------------------------------------------------- ________________ હતું. (ત્યાં) એક બીજો વેપારી પણ હતો જે તાજેતરમાં જ શ્રીમંત બન્યો હતો અને તેથી તેને અભિનવશ્રેષ્ઠિ તરીકે વર્ણવવામાં આવતો હતો. એકવાર જિર્ણશ્રેષ્ટિએ મહાવીરને તે મંદિરમાં જોયા. તેમના સ્વરૂપથી આનંદિત થઈને તેણે તેમને ગોચરી આપવાની ઈચ્છા કરી, પરંતુ મહાવીર ઉપવાસ ઉપર હોવાથી તેમણે કશું જ સ્વીકાર્યું નહીં. ઉપવાસના અંતિમ દિવસે જિનદતે તેમને આમંત્રણ આપવા માટેની તૈયારીઓ કરી લીધી, પરંતુ અચાનક જ મહાવીર વર્ણનોતર્યા અભિનવશ્રેષ્ઠિના ઘેર ગયા, જ્યાં તે શ્રીમંત વેપારીએ ઉદ્ધતાઈથી તેની દાસીને તેમને કંઈક દાન આપવાની અને ભિક્ષુકને ત્યાંથી કાઢી મૂકવાની આજ્ઞા કરી. ઉપરોક્ત ઘટના કેવળ એક જ દષ્ટિબિંદુથી અગત્યની છે, અને તે એ છે કે જો મનુષ્ય જ્ઞાનેન્દ્રિયોના ભ્રામક પુરાવાની મદદથી નિર્ણય કરે છે, તો દેહો હૃદયથી (તેમ) કરે છે, કારણ કે પછીથી* પાર્શ્વના એક શિષ્ય દ્વારા એ સ્પષ્ટ થયું હતું કે તેનું એ દાન ખરેખર જિનદત્તશ્રેષ્ઠિના (દાન) કરતાં ઊતરતી કક્ષાનું હતું. આપણે અહીં નોંધ લઈએ છીએ કે ધર્મ મનુષ્યની પ્રતિક્રિયાને ગણતરીમાં લે છે, માનવ તેની રીતભાત-વર્તણૂકથી ભૂલને પાત્ર ન હોય એવા નિયમની જેમ (માનવ) તેનો બદલો પ્રત્યક્ષ રીતે મેળવી લે છે. અત્રે બુદ્ધ અનુભવેલી એક આવી જ ઘટના યાદ કરવી જોઈએ કે જ્યાં તેમણે જાહેર કર્યું હતું કે કહાપણા નામની ભેટ જે એક વૃદ્ધ સ્ત્રીએ ભક્તિભાવપૂર્વક આપેલી એ દાનનું સર્વોત્કૃષ્ટ સ્વરૂપ હતું. ને ત્યાંથી મહાવીર સુનસુમારપુર આવ્યા, અહીં જ્યારે મહાવીર તેમને પોતાના મહાપ્રતિમાના આસનમાં રાખીને તપ કરતા હતા ત્યારે ત્યાં ચમર નામનો રાક્ષસોનો દેવ આવ્યો અને તેમના પગમાં નીચે પડીને પોતાને ઈન્દ્રના ગુસ્સાથી બચાવવા માટે તેમને વિનંતી કરી. જીવનચરિત્રકારો તે રાક્ષસના પાછલા જીવન વિશે વર્ણવે છે કે જ્યારે તે પૂરણ નામનો ગૃહસ્થ હતો અને તેના અસામાન્ય તપને કારણે તે તેના હાલના સ્વરૂપમાં જભ્યો હતો. તે મહાન દેવ ઈન્દ્રનાં ઐશ્વર્ય અને ભવ્યતાની ઈર્ષ્યા કરે છે અને તેમને ઉથલાવી પાડવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. ઈન્દ્ર ગુસ્સે થઈ જાય છે અને પોતાનું ચક્ર તેના પર છોડી મૂકે છે અને તેની સામે) આશ્રય શોધવા Page #123 -------------------------------------------------------------------------- ________________ માટે ચમરેન્દ્ર મહાવીરના પગમાં પડી જાય છે. ડૉ. ડાહલકે નિશ્ચયપૂર્વક દાવો કરે છે કે દેવો અહીં કેવળ મંદિરોને શોભાવવા માટેનાં ભીંતચિત્રો તરીકે જ ઉપયોગમાં લેવામાં આવે છે અને તેના આંતરિક ભાગ તરીકે નહીં, આ હકીકત બૌદ્ધો તેમજ જૈનોને સમાન રીતે લાગુ પડે છે. અહીં આ દેવોનાં ઐશ્વર્ય અને ભવ્યતા પ્રકાશિત રંગોમાં એટલા માટે વર્ણવવામાં આવે છે કે તેનાથી સામાન્ય ભક્તજનોના મન ઉપર અસર પાડી શકાય છે અને (તેમનું) મહત્ત્વ પેદા કરી શકાય છે કે દેવો પોતે આટલું બધું ઐશ્વર્ય અને ભવ્યતા ધરાવતા હોવા છતાં તેઓ પોતે આટલા બધા શક્તિશાળી હોવા છતાં તેઓ મહાવીરના કરતાં ઊતરતી કક્ષાના છે. માત્ર એ હેતુને ખ્યાલમાં રાખીને જીવનચરિત્રકારે આ બ્રાહ્મણીય દેવોને ભવ્ય પાર્શ્વભૂમિ પૂરી પાડવાનું કષ્ટ ઉઠાવ્યું છે કે ઉપર દર્શાવ્યા મુજબ આ બ્રાહ્મણીય દેવો આ નવા સંપ્રદાય માટે ઘેર બેઠાં નવું પરિવર્તન લાવી શકે. વળી ડૉ. ડાલકે પોતે રજૂ કરે છે કે નવો છોડ બદલાયેલી ભૂમિમાં કરમાઈ જવો જોઈએ નહીં. (આ માટે) બ્રાહ્મણશાસ્ત્રમાંથી આ દેવો લેવામાં આવ્યા છે અને તેમણે કેવળ ગૌણ ભૂમિકા ભજવવાની છે. બ્રાહ્મણીય ધર્મગ્રંથોમાં પણ આપણે આજ બાબત જોઈ શકીએ છીએ કે ઈન્દ્ર અને વિષ્ણુ બુદ્ધની પ્રતીક્ષા કરી રહ્યા છે અને બ્રહ્મા પણ વારંવાર બુદ્ધને વિનંતી કરવા માટે આવે છે. પરંતુ આપણા) મનમાં એવો વિચાર પેદા થવો જોઈએ કે કણસલામાંથી કેવળ દાણા છૂટા પાડવા માટે જ લાકડી હોય છે તેના કરતાં વધારે આના માટે મહાવીર કે બુદ્ધ જવાબદાર નથી. અહીં દોષ એવા જીવનચરિત્રકારો અને અન્ય લેખકોનો છે કે જેમને રહીસ ડેવીડ્ઝ સાચી રીતે શબ્દોના વેપારીઓ કહે છે. રાત્રે મહાવીર મહાપ્રતિમા આસનમાં રહ્યા અને થોડા જ સમયમાં તેઓ ત્યાંથી) ભોગાપુર આવ્યા. અહીં મહેન્દ્ર નામના ક્ષત્રિયે ફરિયાદના કોઈ જ કારણ વગર મહાવીરની સામે દંડૂકો લઈને તેમને મારવા માટે તેમની તરફ દોડ્યો. તેને સનતકુમાર નામના દેવે રોક્યો. (આ એ જ સનતકુમાર છે કે જે બ્રાહ્મણીય સાહિત્યમાં દેખાય છે.). ત્યાર પછી મહાવીર નંદીગ્રામ તરફ ચાલી નીકળ્યા, જ્યાં તેમના - ૧૦૦ - Page #124 -------------------------------------------------------------------------- ________________ પિતાના મિત્રે તેમને ઉષ્માપૂર્વક આવકાર્યા. ત્યાંથી તેઓ મેંઘકાગ્રામ ગયા, જ્યાં રોષના કોઈ જ કારણ વગર એક ગોપ તેના હાથમાં જાડું દોરડું લઈને તેમની તરફ દોડ્યો, પરંતુ તેને સનતકુમાર નામના દેવે અટકાવ્યો. મહાવીર કૌશાંબી તરફ આગળ વધ્યા અને પોષ મહિનાના કૃષ્ણ પક્ષના પ્રથમ દિવસે તેમણે આ પ્રમાણે કઠિન નિર્ણય કર્યો. “હું એવી સ્ત્રી પાસેથી દાન સ્વીકારીશ કે જે મૂળભૂત રીતે રાજકુમારી હોય, પરંતુ કમનસીબે દાસી બની હોય, જેનું માથું બોડાવેલું હોય, અને જેના પગમાં બેડીઓ હોય, જે શોકથી ભરપૂર હોય, જેનો એક પગ ઘરની અંદર અને બીજો બહાર હોય, જ્યારે અન્ય ભિક્ષુકો દાનયાચીને પરત આવતા હોય એવા સમયે હું તેની પાસેથી કેવળ એક ખાસ પ્રકારના અડદ જ સ્વીકારીશ અને ત્યાં સુધી હું મારા ઉપવાસ છોડીશ નહીં.” પ્રત્યેક પ્રભાતે મહાવીર ગામની અંદર ઘેર ઘેર ફરે છે, પરંતુ ભોજનનો સ્વીકાર કરતા નથી. તેમને ગોચરી નહીં મેળવતા જોઈને સામાન્ય રીતે લોકોમાં ચિંતા પેદા થઈ, શ્રીમંત વેપારીઓને ચેતવણી મળી અને રાજવંશી લોકોને ત્રાસ થયો. બધા જ અસ્વસ્થ બની ગયા. એવામાં જ કૌશાંબીના રાજાએ તેના અગાઉના દુશ્મન દધિવાહન ઉપર આક્રમણ કર્યું કે જે આવી કોઈ બાબતથી અનભિજ્ઞ હતો. રાજા દધિવાહન, તેની પત્ની અને પુત્રીને આક્રમક સેનાની દયા ઉપર છોડીને ઘટનાસ્થળેથી નાસી ગયો. તેની પત્ની અને પુત્રી રાજવંશી ચાકરના હાથમાં આવ્યાં કે જેણે રાણી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રાણી પર તેની ઊંડી અસર થઈ અને તે મૃત્યુ પામી. ચાકરે રાજકુમારીને ધનવાહ નામના તે સ્થળના નગરપતિને વેચી. શ્રીમંત વેપારીએ તેણીને તેની પુત્રી તરીકે દત્તક લીધી અને તેણીની તેની પત્નીની સૂશ્રુષામાં તેના ભરોસે છોડી. મૂળા નામની તેની પત્ની કેવળ મૂર્ણ સ્ત્રી હતી કે જેણે કોઈ નજીવી નિશાનીને કારણે તેણીની ઉપર શંકા કરી કે તેનો પતિ તે કન્યા સાથે પ્રેમમાં હતો અને સ્ત્રીસહજ નબળાઈને કારણે તેણીની ઈર્ષા કરવા લાગી. આ ઈર્ષાળ મુર્ખ સ્ત્રીએ પોતાનો (અલગ) ઉપાય આમાંથી શોધ્યો. તેણે તે કન્યાને ફટકારી, તેને જંજીરોથી બાંધી, તેનું માથું બોડાવ્યું અને જ્યારે તે - ૧૦૧ - Page #125 -------------------------------------------------------------------------- ________________ વેપારી બહાર જાય ત્યારે તેને તાળાબંધીમાં રાખી. તે જ્યારે પાછો આવ્યો ત્યારે તેણે તેણીની તપાસ કરી, પરંતુ તેના નોકરો પાસેથી કોઈ ઉત્તર નહીં મળતાં તેણે જાતે શોધખોળ કરી અને તેણીને આવી દયાનજક સ્થિતિમાં શોધી કાઢી. તેણે તેણીનું તાળું ખોલી નાખ્યું અને તેણે તેણીને પોતાની સાથે લઈ જવા માટે થોડાક અડદ આપ્યા અને એ જ વખતે ઝડપથી બધા લુહારો પાસે તેણીની બેડીઓ તોડાવવા માટે (કહેવા) ગયો. એ જ વખતે મહાવીર ત્યાં આવ્યા. તે કન્યાએ તેમને જોયા અને હર્ષાવેશમાં આવી જઈને તેણીએ તેમને અડદ અર્પણ ક્યા. મહાવીરના નિર્ણયની (નિયમની) પરિપૂર્તિ થઈ અને તેમણે તેણી પાસેથી દાન સ્વીકાર્યું. આ જોઈને બધા હર્ષાવેશમાં આવી ગયા અને રાજાએ તે કન્યાનું સ્વાગત-આતિથ્ય કર્યું. અગાઉની રાજકુમારી એવી આ કન્યા અન્ય કોઈ નહીં, પરંતુ મહાવીરના કેવળજ્ઞાન પછી તેમની પ્રથમ શિષ્યા બની તે હતી. પ્રશ્ન એ થાય છે કે મહાવીરે શું આવો નિર્ણય કર્યો હશે ? અને જો એમ હોય તો લોકોને તેની કેવી રીતે ખબર પડી ? કૌશાંબીના લોકોને ખરેખર એ જોઈને આશ્ચર્ય થયું હશે. દેખાવે શાંત અને પ્રસન્ન ભિક્ષુક ઘેર ઘેર ફર્યો અને છતાં તેણે કશું જ સ્વીકાર્યું નહીં. આપણે જાણતા નથી કે મહાવીરે જીવનચરિત્રકારો આલેખે છે તેમ આવો નિર્ણય કર્યો હતો કે નહીં, પરંતુ ત્યાંના લોકો તેમની વચ્ચે આવા નવાગંતુકને મેળવીને હર્ષાવેશમાં આવી ગયા હતા કારણ કે તેમનામાંથી જ કોઈ એક નવા ઊભરતા સંપ્રદાયના આગેવાન તરીકેની ઓળખ પામ્યો હતો અને જે પડોશી દેશનો રાજકુમાર હતો. છેવટે લાંબા સમય પછી મહાવીરે ઉ૫૨ વર્ણવી તેવી સ્થિતિમાં રહેલી સ્ત્રી પાસેથી દાન મેળવ્યું. આપણે એ બાબતમાં ચોક્કસ નથી કે મહાવીરે તેણી જે સ્થિતિમાં હતી એવી તેની પાસેથી દાન મેળવવાનો નિર્ણય કર્યો હતો કે નહીં. શું બનવાનું છે તે મહાવીર જાણતા હતા ? એમ ધારીએ કે તેઓ જાણતા હતા તો પ્રત્યેક પ્રભાતે શા માટે ૧૦૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ આ બધા જ દિવસો દરમ્યાન ગોચરી માટે નીકળી જતા હતા અને શા માટે તેમણે યોગ્ય સમયની રાહ ન જોઈ ? કદાચ તે શક્ય છે કે મહાવીરે એવો નિર્ણય કર્યો હોય કે તેઓ માત્ર અત્યંત ભક્તિભાવપૂર્વક આપેલી ભિક્ષા સ્વીકારશે. તે દિવસોમાં આ બાબત એટલી અસામાન્ય ન હતી. આસપાસ બધે જ ભ્રમણ કરવા છતાં દાન આપવા માટેનો સાચો ભક્તિભાવ અદ્વિતીય નિખાલસપણે તે શોધી શક્યા નહીં અને તેથી) તેમણે તે (દાન) સ્વીકારવાની ના પાડી. આ સ્ત્રી કે જે તેમનો નિર્ણય જાણતી ન હતી, પરંતુ તેણીએ અત્યંત ચિંતાતુર થઈને તેમને દાન અર્પણ કર્યું. તેણીને ભય હોવો જોઈએ કે મહાવીર તેણીનું દાન સ્વીકારવાની ના પાડશે અને તેના મનમાં આવી ચિંતા સાથે, પોતાની આંખમાં અશ્રુઓ સાથે ઊંડી દિલગીરીને કારણે તેણીના રૂંધાઈ ગયેલા કંઠ સાથે તેણીએ તેમને દાન અર્પણ કર્યું. મહાન વ્યક્તિએ તે સ્ત્રીની સચ્ચાઈને જોઈને અને તેણીના ભક્તિભાવથી પ્રભાવિત થઈને તેમણે દાન સ્વીકાર્યું. તેણીની સચ્ચાઈ અને ભક્તિભાવે મહાવીર ઉપર એટલી (ઊંડી) અસર કરી કે તેમણે સર્વશતા પ્રાપ્ત ર્યા પછી પણ તેમણે તેણીને બધી જ સ્ત્રી શિષ્યાઓમાં મોખરાનું સ્થાન આપ્યું. મહાવીર ત્યાંથી વિદાય થયા અને સુમંગલ નામના ગામમાં આવ્યા. ત્યાંથી સક્ષેત્ર અને પછી પાલકા આવ્યા. અહીં આ સ્થળે જાતે વણિક એવા ધનિયા (નામની વ્યક્તિ)એ તેમને અપશુકનિયાળ ગણાવ્યા. ત્યાર પછી તેઓ દેશવ્યાપી યાત્રા માટે ચાલી નીકળ્યા, જે ખાસ કરીને યતિઓ માટે સામાન્ય હતું. પછી મહાવીર ચંપામાં આવ્યા. ત્યાં તેઓ સ્વાદીદત્ત નામના બ્રાહ્મણને ત્યાં રહ્યા. ત્યાં તેમણે તેની સાથે તે સમયના ચર્ચાસ્પદ મુદ્દાઓ વિશે વાર્તાલાપ કર્યો અને તેનાથી બ્રાહ્મણનો આત્મા પ્રસન્ન થયો. ત્યાં વર્ષાઋતુ ગાળીને તેઓ જામ્ભસુકા અને ત્યાંથી મેધાકા આવ્યા. આ બંને સ્થળે દેવોએ તેમને અંજલિઓ આપી. ત્યાર બાદ તેઓ શામણી ગયા. આ સ્થળે તેમણે તેમના જીવનનું સૌથી વધારે કાતિલ દુઃખ સહન કર્યું. તેમના પરિભ્રમણના પ્રારંભમાં જ એક ગોપ (તેના) બળદો તેમના - ૧૦૩ - Page #127 -------------------------------------------------------------------------- ________________ * ભરોસે છોડીને ગયો, પરંતુ મહાવીરે તેના તરફ ધ્યાન આપ્યું નહીં. પાછા આવીને જ્યારે ગોપે તેના બળદો ન જોયા ત્યારે તે મહાવીર તરફ ઝનૂની બની ગયો અને જીવનચરિત્રકારો કહે છે તેમ તેણે તેમના કાનમાં ખીલા ઠોકી દીધા. આ સ્થિતિમાં તેઓ અપાપા ગયા, ત્યાં સિદ્ધાર્થે તેમને દાન આપ્યું. સિદ્ધાર્થનો મિત્ર કે જ્યાં તે હાજર હતો તે એક ખ્યાતનામ વૈદ્ય હતો. તેણે મહાવીરને જોયા અને તેને લાગ્યું કે તેઓ કોઈ દર્દથી પીડાતા હતા. તેણે કારણ શોધી કાઢયું. આ જોઈને સિદ્ધાર્થને ઊંડું દુઃખ થયું અને તેણે તેના મિત્રને તે (ખીલા) કોઈ પણ કિંમતે બહાર કાઢવા માટે કહ્યું. જ્યાં મહાવીર બેઠા હતા ત્યાં તેઓ ગયા. આ બનાવ એક અગત્યની હકીકત સ્પષ્ટ કરે છે કે બોડાવેલા મસ્તકવાળા જૈન સાધુઓને અપશુકનિયાળ ગણવામાં આવતા હતા અને અન્ય જ્ઞાતિઓ દ્વારા તેમનો અનાદર અને તિરસ્કાર કરવામાં આવતો હતો અને એટલે અંશે આ વાર્તામાં વાસ્તવિકતા છે. યોગ્ય સાવચેતીઓ લઈને વૈધે ખીલા તેમના કાનમાંથી બહાર કાયા. અહીં આખીયે વાર્તાને જીવનચરિત્રકારો માનવીય સ્પર્શ આપે છે અને કહે છે કે મહાવીર પણ તે સમયે મોટેથી દર્દભરી ચીસ પાડી અને એટલે અંશે તેમના કથનની સચ્ચાઈ કોઈ પણના મનનું સમાધાન કરે છે. પરંતુ આ સર્વજ્ઞતા પ્રાપ્ત કરતાં પહેલાંની અંતિમ પરાકાષ્ઠાની છેલ્લી યાતના હતી. મહાવીર જંબુકા આવ્યા. ગામના પાદરમાં રાજુવાલુકા નદીની ઉત્તરે શ્યામકા નામના એક ગૃહસ્થની માલિકીનું ખેતર હતું. આ ખેતરમાં વેત્તા નામનું મંદિર હતું. આ મંદિરની ઈશાન ખૂણે સાલનું એક વૃક્ષ હતું. મહાવીર ત્યાં એક અત્યંત કઠિન આસનમાં બેઠા. અહીં આ સ્થળે દિવસના ચતુર્થ પ્રહરમાં મહાવીરને પ્રકાશ દેખાયો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, જે અવરોધવિહીન, અનંત, સર્વદષ્ટિએ સંપૂર્ણ અને મુક્તિ (મોક્ષ)ની પ્રતિકૃતિરૂપ હતું. તેઓ અઢારેય દોષોમાંથી મુક્ત થયા અને ત્રણે લોકમાં સર્વે પ્રાણીઓની ગતિવિધિને જોઈ શકવા માટે સમર્થ બન્યા. તેમનાથી કંઈ જ (હવે) છાનું ન હતું. તેમને માટે પ્રકાશ-અંધકાર વગેરે સર્વ અદશ્યમાન - ૧૦૪ - Page #128 -------------------------------------------------------------------------- ________________ હતું. ઉપસંહાર : આપણે મહાવીરના પૂર્વકેવળી સમયગાળાની બહાર નીકળીએ તે પહેલાં તેની પ્રશંસા કરવી આવશ્યક છે. આ બાબતનું સમર્થન કરવા માટે એક આંતરિક અને બીજો બાહ્ય એમ બે પુરાવા છે. આંતરિક પુરાવો એ છે કે સોમ બ્રાહ્મણ પૂર્ણ શબ્દોમાં મહાવીરના પરિભ્રમણને વર્ધમાનના વડીલબંધુ નંદિવર્ધન સમક્ષ વર્ણવે છે. ત્રણે લોકના અધિષ્ઠાતા સંખ્યાબંધ ભૂતના સંચારવાળાં ઘરોમાં અને ત્યાં રોડોહિકા નામના કઠિન આસનમાં રહે છે. ક્યારેક ભગવાન તેમની જાતને વિરાસનમાં રાખીને અને મધ્યાહ્ન સમયે સૂર્યની સામે મુખ રાખીને અને શ્વાસ પણ રોકીને સ્મશાનમાં ૨હે છે. નગરના પાદરમાં તેઓ કાર્યોત્સર્ગમાં રહે છે. ક્યારેક તેઓ કોઈ પણ કારણ વગર રોષે ભરાયેલા યક્ષે આપેલી પરાકાષ્ઠાની યાતનાઓ સહન કરે છે. ક્યારેક તેઓ પાંચ ટંકના, ક્યારેક સાત ટૂંકના તો ક્યારેક પંદર દિવસના ભોજનનો તેઓ ત્યાગ કરે છે. (અને અહીં દર્શાવ્યું નથી, પરંતુ ક્યારેક તેઓ છ મહિના માટે ભોજનનો ત્યાગ કરે છે.) તેઓ તેમનું ભોજન નીચલા સ્તરના પરિવારોમાં દાન યાચીને મેળવે છે. તેઓ લુચ્ચા, નાલાયક અને અભાગિયા-નીચ લોકો દ્વારા તેમને અપાતી પરાકાષ્ઠાની યાતનાઓ સહન કરે છે. પરંતુ ગમે તેવી મોટામાં મોટી કમનસીબ ઘટના પણ જ્યારે તેમની પાસે પહોંચે છે ત્યારે તે તેની તીવ્રતા ગુમાવી દે છે. ક્યારેક દેવો પણ તેમની પૂજા કરે છે. પરંતુ આવી મહાન વ્યક્તિનું જીવન, હું નહીં પરંતુ જેઓ તેમના જેવા (મહાન) હોય તે જ સમજી શકે છે. (અહીં ગ્રંથમાંથી અર્ધમાગધીના ફકરાનો સંદર્ભ ઉતારવો.) આથી આગળ તેના સમર્થનમાં બાહ્ય પુરાવો આપશે આચારંગ સૂત્રમાંથી મેળવી શકીએ છીએ. મહાવીરના પરિભ્રમણોની આપણે કદર કરીએ તે પહેલાં તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો આવશ્યક છે. (પાના નં. 79થી 87 from Jacobi આચારંગસૂત્રપાના નં.329થી 331). ~ ૧૦૫ ~ Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ઉપદેશ : મેં સાંભળ્યું છે તે મુજબ, હું કહીશ કે આ આદરણીય સંતે તેમની જાતને પ્રદર્શિત કરીને અને ધ્યાન ધરીને, તે શિયાળાની ઋતુમાં પ્રવેશ કરીને પરિભ્રમણ કર્યું. * “હું મારી જાતને પેલા વસ્ત્ર (ઝભ્યા)માં લપેટીશ નહીં.” (ઇન્ડે આપેલા દેવી વસ્ત્રમાં) કેવળ શિયાળામાં જ તેઓ તેનો ઉપયોગ કરતા હતા. બાકીના જીવન માટે તેઓ સંસારને પાર કરી ગયા હતા. આ પરિવેશને નકારવો તે) તેમના સિદ્ધાંત સાથે સુસંગત છે. (1) ક આ બધા સંદર્ભો Jacobiના આચારંગસૂત્રમાંથી લેવામાં આવેલા છે. ચાર મહિના કરતાં પણ વધારે સમય માટે ઘણા પ્રકારનાં સજીવ પ્રાણીઓ તેમના દેહ ઉપર એકત્ર થયાં, તેના ઉપર પેટે ઘસડાઈને ચાલવા લાગ્યાં, અને ત્યાં દર્દ પેદા કરવા લાગ્યાં. એક વર્ષ અને એક મહિના માટે તેમણે પોતાનું વસ્ત્ર (ઝભ્યો) છોડ્યું નહીં. તે સમય પછી આ આદરણીયે તે વસ્ત્ર છોડ્યું અને જગતને છોડીને તેઓ નિર્વસ્ત્ર અને આવાસવિહીન બની ગયા. (સંન્યાસી) (3) - ત્યાર બાદ તેમણે તેમની સામે આવેલી માનવના જેટલી લંબાઈની ચોરસ જગ્યા પર તેમનાં ચક્ષુઓ કેન્દ્રિત કરીને ધ્યાન કર્યું. ઘણા લોકો ત્યાં એકત્ર થયા, તેમને જોઈને તેમને આંચકો લાગ્યો, તેઓ આઘાત પામ્યા અને રડવા લાગ્યા. (4) જાણીજોઈને (અને ઉચ્ચારણ કરીને) તેમની જોડે મહિલાઓ પણ ભળીને તે જગ્યાઓમાં એકત્ર થયાં. તેઓમાંથી પોતાનો રસ્તો કાઢીને તેમણે ધ્યાન કર્યું અને બોલ્યા, હું દુન્યવી જીવન જીવીશ નહીં. (5) બધા જ ગૃહસ્થોની સોબત છોડી દઈને તેમણે ધ્યાન કર્યું. તેમને પૂછવામાં આવ્યું તેનો તેમણે કોઈ ઉત્તર આપ્યો નહીં, તેઓ ચાલ્યા અને રાત્રિમાર્ગનો તેમણે ત્યાગ કર્યો નહીં. (6) (તેમણે જે કર્યું તે) કેટલાક માટે સહેલું ન હતું જેમ કે જેઓ વંદન કરે તેમને પણ ઉત્તર નહીં વાળવા. પાપી લોકો દ્વારા તેમને લાકડીઓ વડે મારવામાં આવ્યા. (7) તેની અવગણના કરવી તે જરાક સહન કરવું મુશ્કેલ હોવા છતાં - ૧૦૬ - Page #130 -------------------------------------------------------------------------- ________________ સંન્યાસીએ પરિભ્રમણ ચાલુ રાખ્યું, તેઓ વાર્તા કહેનારાઓથી, હાસ્યજનક મૂકનાટકથી, ગીતોથી, ત્રિમાસિક સંગ્રામોથી અને કુસ્તીની રમતોથી આકર્ષાયા નહીં. (8) તે સમયે જ્ઞાતપુત્રે દિલગીરી સિવાય (અથવા આનંદથી) લોકોને અંદરોઅંદર વાચતાત કરતા જોયા. જ્ઞાતિપુત્રને આ ઉત્કૃષ્ટ દિલગીરીઓની વિસ્મૃતિ થઈ ગઈ. (9) બે વર્ષ કરતાં વધારે સમય માટે તેમણે ઠંડા પાણીનો ઉપયોગ કર્યા સિવાય, એકાંત પાળીને, તેમના દેહનું સંરક્ષણ કરીને, અંતઃસ્કૂરણા મેળવીને અને શાંત રહીને તેઓ ધર્મમય જીવન જીવ્યા. (10) ભૂદેહો અને જલદેહો અને અગ્નિદેહો અને વાયુદેહો, વૃક્ષો, બીજ અને અંકુરોને સંપૂર્ણપણે જાણીને. (11) તેમણે અર્થ ગ્રહણ કર્યું કે તેમને જો સંકુચિતપણે તપાસવામાં આવે તો આ મહાનાયક જીવનને મનમાં ઉતારીને સમજીને-તેમને લોકોને) ઈજા કરવાની વાતથી દૂર રહે છે. (12) સ્થિર પ્રાણીઓ ચલિત અવસ્થામાં પરિવર્તન પામે છે અને ચલિત સ્થિર અવસ્થામાં પરિવર્તન પામે છે. પ્રાણીઓ કે જે બધી જ અવસ્થામાં જન્મ્યા છે તેઓ તેમનાં કર્મોથી વ્યક્તિગત પાપીઓ બને છે.(18) આદરણીય વ્યક્તિ આ રીતે સમજે છે ? તે કે જે મૂર્ણની સ્થિતિ (અસ્તિત્વમાં છે તેઓ દુઃખ પ્રાપ્ત કરે છે. સંપૂર્ણરીતે જાણીને (કર્મણ) આદરણીય વ્યક્તિ પાપથી દૂર રહે છે. (14) સંન્યાસી કે જે બમણું પ્રત્યક્ષીકરણ કરીને (કર્મણ) (તેમની) અદ્વિતીય પ્રવૃત્તિને જાહેર કરે છે, તે કે જે જાણે છે, દુનિયાદારીના પ્રવાહને જાણે છે, પાપમયતા અને આવેગના પ્રવાહને જાણે છે. (15) ' (અન્ય પ્રાણીઓને) મારવાથી દૂર રહીને પાપમુક્ત જિંદગી જીવીને તેમણે કોઈ (ખરાબ) કર્મો કર્યા નહીં. પોતે પણ નહીં અથવા બીજાની મદદથી પણ નહીં. તે કે જેમને માટે સ્ત્રીઓએ સર્વ પાપમય કર્મોનાં કારણ છે એમ જાણીને તેમણે વિશ્વનું ખરું સ્વરૂપ જોયું. (16) જે તેમને માટે ઝડપથી તૈયાર કરવામાં આવ્યું હોય તેવા કશાનો તેમણે ઉપયોગ કર્યો નહીં. તેમણે સારી રીતે જોયું કે કર્મો દ્વારા જ બંધનો - ૧૦૦ - Page #131 -------------------------------------------------------------------------- ________________ આવે છે, જે કંઈ પાપમય છે તે આદરણીય (મહા)માનવે કર્યા વગર છોડી દીધું. તેમણે શુદ્ધ આહારનો ઉપયોગ કર્યો. (17) તેમણે અન્યનાં વસ્ત્રનો ઉપયોગ કર્યો નહીં કે તેમણે અન્યના પાત્રમાં આહાર લીધો નહીં, જ્યાં આહાર તૈયાર થતો હતો એવાં સ્થળોએ જ્યાં અપમાન, અનાદર થતો હોય ત્યાં જવામાં તેમણે ઉદાસીનતા દાખવી. (18). આહાર લેવામાં તેમજ (જળ વગેરે) પીવામાં તેનું માપ જાણીને તેમણે સ્વાદિષ્ટ આહારની ઇચ્છા કરી નહીં, કે તેને માટે આતુરતા દર્શાવી નહીં. સંન્યાસીએ તેની આંખો ચોળવી જોઈએ નહીં કે શરીરને ખંજવાળવું જોઈએ નહીં. (19) થોડુંક બાજુએ જોઈને, થોડુંક પાછળ જોઈને અને પૂછવામાં આવ્યા છતાં તેનો થોડોક ઉત્તર આપીને તેણે તેના માર્ગ ઉપર ધ્યાનપૂર્વક જોઈને ચાલવું જોઈએ. (20) જ્યારે શિયાળો અડધો પસાર થઈ જાય, આવાસવિહીન એવા તેણે પોતાનો ઝભ્ભો (વસ્ત્ર) ત્યજી દેવો જોઈએ અને પોતાના હસ્ત ફેલાવીને અને વૃક્ષના) થડને અઢેલીને નહીં બેસીને તેણે પરિભ્રમણ કરવું જોઈએ. (21) શાણા શ્રમણે હંમેશાં અનુસરવો જોઈએ એવો આ નિયમ છે, પૂજ્ય વ્યક્તિ કે જે વળગણોથી મુક્ત છે તે આ પ્રમાણે આગળ વધે છે. (યતિઓ). આ પ્રમાણે હું કહું છું. (22) દ્વિતીય ઉપદેશ : જે કોઈ વિવિધ બેઠકો અને ખાટલીઓ વર્ણવવામાં આવી હોય, મહાન નાયકે (તે પૈકી) જેનો પણ ઉપયોગ કર્યો હોય એવી આરામ કરવા માટેની જગ્યાઓ માટે આ રીતે મનાઈ કરવામાં આવી છે. (1) તેમણે ક્યારેક પરાળની ઝૂંપડીઓમાં મુકામ કર્યો હતો. (2) તેમણે ક્યારેક યાંત્રિકોના ખંડોમાં, વાટિકાગૃહોમાં કે નગરોમાં, ક્યારેક કબ્રસ્તાનમાં, ત્યજી દીધેલા આવાસોમાં કે વૃક્ષના પાયામાં નિવાસ કર્યો હતો. (8) - ૧૦૮ - Page #132 -------------------------------------------------------------------------- ________________ તેર લાંબા વર્ષો સુધી શાણા શ્રમણ આ સર્વ સ્થળોમાં હતા. તેમણે રાત અને દિવસ ધ્યાન કર્યું, આ પ્રકારનો શ્રમ કરતાં તેમણે પોતાની જાતને મહેનતુ અને અવિક્ષેપિત રાખી. (4) આદરણીય વ્યક્તિએ પોતાની જાતને પ્રદર્શિત કરીને આનંદ માટે થઈને લેવામાં આવતી નિદ્રાનો ત્યાગ કર્યો. તેઓ પોતે જાગૃત અવસ્થામાં રહ્યા અને ખૂબ જ ઓછી નિદ્રા લીધી. (ઇચ્છાઓથી મુક્ત). (15) જાગીને ફરીથી આદરણીય મહામાનવે નીચે પડ્યા રહીને તેમની જાતને કામમાં લીધી, રાત્રિ દરમ્યાન એક વખત તેઓ બહાર જતા, તેઓ એક કલાક સુધી આમતેમ ચાલતા. (6) તેમના આરામ કરવાના સ્થળોએ ભય અને અન્ય અનેક પ્રકારનાં ભારે સંકટો વેક્યાં, પેટે ચાલતાં અને ઊડતાં પ્રાણીઓએ તેમની ઉપર આક્રમણો કર્યા. (7) | દુષ્ટ લોકો, ગામના ચોકિયાતો અથવા ભાલા-બરછીધારીઓએ તેમની પર આક્રમણો કર્યા અથવા અપરિણીત સ્ત્રી કે પુરુષના રૂપમાં ઘરેલું પ્રલોભનો પણ હતાં. (8) ભય અને વિવિધ પ્રકારની ભારે આપત્તિઓ આ દુનિયામાં કે પછીની દુનિયામાં (હતી). આનંદદાયક અને અપ્રિય વાસ અને વિવિધ પ્રકારના અવાજો (હતા.) (9) હંમેશાં સુનિયંત્રિત એવા તેમણે અનેક પ્રકારની લાગણીઓ સહી. બેદરકારી અને આનંદને પરાજિત કરીને બ્રહ્માએ આમતેમ ભ્રમણ કર્યું, તિઓ) અત્યંત ઓછું બોલતા. (10) એક વખત રાત્રે તેમના આરામ કરવાના સ્થળે એકાકી પરિભ્રમણકારોએ તેમને પૂછ્યું, (તે કોણ હતા અને તેઓ ત્યાં શા માટે આવ્યા હતા ?) પરંતુ તેમણે તેનો ઉત્તર આપ્યો નહીં, તેથી તેમણે (પલા લોકોએ) તેમની સાથે ખરાબ વર્તાવ કર્યો, પરંતુ તેમણે રોષથી મુક્ત રહીને તેઓ તેમના ધ્યાનમાં મગ્ન રહ્યા. (11) (ક્યારેક ક્યારે પૂછવામાં આવે ત્યારે મહામુશ્કેલીઓને નિવારવા માટે) તારી અંદર કોણ છે ? તેમણે ઉત્તર આપ્યો, “તે હું એક ભિક્ષુક છું.” પરંતુ આ એક સર્વ શ્રેષ્ઠ નિયમ છે કે ગમે એટલી ખરાબ રીતે તમારી - ૧૦૯ - Page #133 -------------------------------------------------------------------------- ________________ સાથે) વર્તવામાં આવે તો પણ શાંતચિત્તે ધ્યાન કરો. (12) જ્યારે ઠંડો પવન ફૂંકાય છે ત્યારે કેટલાક દર્દ અનુભવે છે, તેથી કેટલાક આવાસવિહીન સાધુઓ ઠંડા વરસાદમાં તેમને પવનથી રક્ષણ આપે એવું સ્થળ શોધે છે. (18) (કેટલાક પાખંડી સાધુઓ કહે છે, “અમે વધારે વસ્ત્રો ધારણ કરીશું, લાકડાથી અગ્નિ પેટાવીશું અથવા સારી રીતે આચ્છાદિત રહીશું. એમ ઠંડીની અત્યંત દુઃખદાયક અસર વેઠવા માટે સક્ષમ બનીશું.” (14) પરંતુ સન્માનીય વ્યક્તિએ આ પ્રકારના કશાયની ઇચ્છા રાખી નહીં. નિયંત્રણમાં મજબૂત રહીને, બધા જ આશ્રય હોવા છતાં તેમણે (આ સવ) સહન કર્યું. રાત્રિ દરમ્યાન એક વખત બહાર જઈને પવિત્ર વ્યક્તિ બધી જ મુશ્કેલીઓ શાંતિથી વેઠવા માટે સક્ષમ હતા. (15) આ એક નિયમ છે કે જે શાણા શ્રમણે હંમેશાં અનુસરવાનો છે. આદરણીય વ્યક્તિ કે જે વળગણોથી મુક્ત હતા તેઓ આ રીતે આગળ વધ્યા. (યતિઓ) આમ હું કહું છું. (16) તૃતીય ઉપદેશ : હંમેશાં સાવધ એવા તેમણે ઘાસ, ઠંડી, અગ્નિ, માખીઓ અને મચ્છરોને કારણે અને અન્ય અનેક રીતે પેદા થયેલાં દુઃખો તેમણે સહન કર્યા. (1) તેમણે લાધાના માર્ગોવિહીન દેશમાં વેગ્ગાભૂમિ અને સુન્નાભૂમિમાં યાત્રા કરી, તેમણે ત્યાં દુઃખદાયક શૈય્યાઓ અને બેઠકોનો ઉપયોગ કર્યો. (2) (1) વેગ્ગાભૂમિ અને સુન્નાભૂમિ એ ટીકાકારોના મતે લાધા (પ્રદેશ)ના બે ભાગ છે. મને લાગે છે કે લાધા એ શાસ્ત્રીય રાધા કે પશ્ચિમ બંગાળ અને બાહ્મણવાદીઓના લાલા કે જે શ્રીલંકાના દંતકથારૂપ વિજેતા વિગાયાના વતનનો દેશ છે તેના જેવું જ છે. સુન્નાભૂમિ એ કદાચ સુબમાઓનો દેશ છે કે જેઓ રાધા સાથે સામ્ય ધરાવે છે. (2) ટીકાકાર લુખ્ખા - દેશી - ભટ્ટે એ શબ્દોને એવા અર્થમાં સમજતા હોય એમ લાગે છે કે ત્યાંની – રહેણીકરણી પણ બરછટ હતી કારણ કે તેઓ સુતરને બદલે ઘાસનાં કપડાં પહેરતા હતા. લાધામાં તેમને ઘણા ભયો (તેમની તરફ) આવી પડ્યા. (ત્યાંના) - ૧૧૦ - Page #134 -------------------------------------------------------------------------- ________________ ઘણા વતનીઓએ તેમની ઉપર આક્રમણો કર્યા. આ જંગલી દેશના નિષ્ઠાવાન (faithful) ભાગમાં પણ તેમને કૂતરાઓ કરડ્યા અને (તેઓ) તેમની પાછળ દોડ્યા. (3) ઘણા થોડા લોકો આક્રમણ કરવાથી દૂર રહ્યા, કરડકણા કૂતરાઓએ યતિ પર પ્રહાર કરવાનું ચાલુ રાખ્યું, તેઓએ ખૂ— એમ બોલીને (તેમને ઉશ્કેર્યા) કૂતરાઓ તેમને કરડે એમ કર્યું. (4) આવા (ત્યાંના) રહેવાસીઓ હતા. વેગ્ગાભૂમિમાં બીજા ઘણા ભિખૂઓએ બરછટ આહાર આરોગ્યો અને મજબૂત વાંસ કે લાકડી સાથે લઈને (કૂતરાઓને દૂર રાખવા માટે) ત્યાં રહ્યા. (5) આમ સાધનસજ્જ થયેલા હોવા છતાં પણ તેમને કૂતરાઓ કરડ્યા અને કુતરાઓ દ્વારા તેઓ ચીરાયા. લાધામાં મુસાફરી કરવી એ ખૂબ જ). કઠિન હતું. (6) સજીવ પ્રાણીઓ ઉપર લાકડીઓ ઉપયોગ કરવાનું (અર્થાત્ ક્રૂરતા) બંધ કરીને, પોતાના દેહની કાળજી લેવાનું ત્યજી દઈને આવાસવિહીન મહાવીર, આદરણીય વ્યક્તિ ગામડાના કાંટા (અર્થાત કૃષિકારોની અપમાજનક વાણી) સહન કરીને સંપૂર્ણ રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું. (7). સમરાંગણમાં આગેવાન જેમ હસ્તિ હોય છે તેવા ત્યાં વિજેતા મહાવીર હતા. ક્યારેક લાધામાં (તેમને જવું હતું તેવા) કોઈ ગામમાં તેઓ પહોંચી શક્યા નહીં. (8) તેઓ કે જે આકાંક્ષાઓથી મુક્ત હતા તે ગામમાં પહોંચ્યા, ત્યાંના રહેવાસીઓ તેમને ગામની બહાર મળ્યા અને એમ બોલીને તેમની આક્રમણ કર્યું કે, “અહીંથી ચાલ્યા જાઓ.” (9). તેમને લાકડી, મષ્ટિકાઓ, બેધારા અણિયાણા શસ્ત્ર વડે મારવામાં આવ્યા, તેમની ઉપર ફળો, માટીનાં ઢેફાં, ઘડાનાં ઠીકરાં (વગેરે ફેંકીને) વારંવાર પ્રહાર કરવામાં આવ્યા. કેટલાક રડી પડ્યા. (10). એકવાર તેઓ જ્યારે તેમના દેહને હલાવ્યા ચલાવ્યા વગર બેઠા હતા ત્યારે તેમણે તેમનું માંસ (અથવા તેમની મૂછો) કાપી કાઢ્યું, દર્દજનક રીતે તેમના વાળ ચૂંટી કાઢ્યા અથવા તેમને રેતીથી ઢાંકી દીધા. (ii). તેમને ઉપર તરફ ફેંકીને પછી તેમને નીચે આવવા દઈને અથવા - ૧૧૧ - Page #135 -------------------------------------------------------------------------- ________________ તેમના દેહની દરકાર કર્યા વગર તેમના ધાર્મિક આસનમાં તેમને ખલેલ પહોંચાડી, તેમ છતાં તે પૂજ્ય વ્યક્તિએ તેમની જાતને નમ્ર બનાવીને અને ઇચ્છાઓથી મુક્ત એવા એમણે દુઃખ સહન કર્યું. (12) જેમ કોઈ નાયક સમરાંગણના મોખરે બધી જ બાજુએથી ઘેરાયેલા હોય (અથવા તેમના સંરક્ષણમાં હોય) તેમજ મહાવીર, પૂજ્ય વ્યક્તિ, બધાં જ દુ:ખો સહન કરીને વિચલિત થયા વગર આગળ વધ્યા. (નિર્વાણના માર્ગે) (13) આ અનુસરવાનો નિયમ છે. ચતુર્થ ઉપદેશ : સન્માનીય વ્યક્તિ માંસના (ભક્ષણ કરવાના) અસંયમનો ત્યાગ કરવા માટે શક્તિમાન હતા (અને તેથી) જોકે રોગોનું આક્રમણ તેમની ઉપર ક્યારેય થયું ન હતું અથવા ઘાયલ થયા હોય કે ન થયા હોય તો પણ તેમણે ઔષધીય સારવારની ઇચ્છા કરી નહીં. (1) દેહ એ અશુદ્ધ એવું કંઈક છે એવું જ્ઞાન થયા પછી જુલાબ, વમન થાય એવી દવા, દેહ પર તેલની માલિશ કરવી અને સાબુથી ઘસીને નહાવું કે માથું ધોવું અને દાંત સાફ કરવા એ તેમને યોગ્ય લાગતું ન હતું. (2) ઇન્દ્રિયોની અસરથી મુક્ત રહીને, બહુ જ ઓછું બોલીને બ્રાહ્મણે આમતેમ પરિભ્રમણ કર્યું. ક્યારેક ઠંડી ઋતુમાં છાયામાં (રહીને) આદરણીય વ્યક્તિએ ધ્યાન કર્યું. (3) ઉનાળાની ગરમીમાં તેમની જાતને ખુલ્લી રાખીને, સૂર્યની નીચે પલાંઠી વાળીને બેસીને, રૂક્ષ આહાર, ભાત, ભાંગીને ચૂરો કરેલી મુરબ્બા જેવી ચીક્કી મીઠાઈ અને અડદ પર ગુજારો કરીને તેઓ રહે છે. (4) આ ત્રણ ચીજોનો ઉપયોગ કરીને પૂજ્ય વ્યક્તિએ આઠ મહિના સુધી પોતાને ટકાવી રાખ્યા. ક્યારેક આદરણીય વ્યક્તિ અડધા મહિના સુધી કે મહિના સુધી પણ પાણી સુદ્ધાં પીધું નહીં. (5) અથવા બે મહિના કરતાં પણ વધારે સમય સુધી અથવા છ મહિના સુધી રાત અને દિવસ કોઈ આકાંક્ષા (પાણી પીવાની) વગર તેમણે પાણી સુદ્ધાં પીધું નહીં. ક્યારેક તેમણે વાસી આહાર (પણ) આરોગ્યો. (6) ધ્યાનને ચીવટપૂર્વક ચાલુ રાખીને ઇચ્છાવિહીન (સ્થિતિમાં) તેમણે -૧૧૨ – Page #136 -------------------------------------------------------------------------- ________________ ક્યારેક છઠ્ઠા ટંકે, આઠમા ટંકે, દસમા ટંકે કે બારમા ટંકે (આહાર) આરોગ્યો. (7) ડહાપણ સહિત મહાવીરે પોતે કોઈ પાપ કર્યું નહીં, અન્ય કોઈને તેમ કરવાની (પાપ કરવાની) પ્રેરણા આપી નહીં અથવા અન્યનાં પાપો પ્રત્યે પોતાની અનુમતિ આપી નહીં. (8) નગર કે ગ્રામમાં પ્રવેશ કરીને કોઈ અન્ય માટે તૈયાર કરવામાં આવેલા આહારની તે શુદ્ધ (દોષોરહિત) હોવાની ખાતરી કરીને તેમણે આહારની યાચના કરી. આવેગોને કાબૂમાં રાખીને તેમણે તેનો ઉપયોગ કર્યો. (9) જ્યારે તેમના માર્ગમાં કે જ્યાં તેઓ યાચના કરવાના હોય ત્યાં ભૂખી ગાયો અથવા તરસ્યાં પ્રાણીઓ ઊભા હોય, અથવા કોઈ તેમને એકીટર વારંવાર જોઈ રહ્યું હોય. (10) જ્યારે બ્રાહ્મણો કે શ્રમણો કે ભિખુઓ કે અતિથિ કે કોઈ માંસાહારી પ્રાણી, બિલાડી કે કૂતરો તેમના માર્ગમાં ઊભા હોય.(11) તેમના અંગે વિચારવાનું બંધ કર્યા સિવાય, તેમની તરફ ધ્યાનપૂર્વક જોવાનું ત્યજીને, તે આદરણીય વ્યક્તિએ ધીમેથી આમતેમ ભ્રમણ કર્યું અને કોઈ જ પ્રાણીઓની હત્યા કર્યા વગર તેમણએ આહારની યાચના કરી. (12). ભેજવાળો કે સૂકો, ઠંડો આહાર, જૂના અડદ, જૂની રાબ અથવા ખરાબ ધાન્ય વગેરે જેવા આહાર જો તે મેળવે કે ન મેળવે તો પણ તે ધનવાન (નિયંત્રણ કરવામાં) છે. (18) અને મહાવીરે કેટલાંક આસનોમાં (શ્રમપૂર્વક) ધ્યાન કર્યું. નાની સરખી પણ હલચલ કર્યા સિવાય તેમણે ઈચ્છાવિહીન રહીને ઉપર (ચીજોની), માથા ઉપર (above), નીચે, આજુબાજુ જોયા વગર). માનસિક એકાગ્રતામાં રહીને ધ્યાન કર્યું. (14) તેમણે પાપ અને ઈચ્છાથી વંચિત રહીને, સંગીત (અવાજો) કે રંગોનું વળગણ રાખ્યા વગર, કંઈ જ ખોટું કર્યા વગર, મરણાધીન એવા તેઓએ આજુબાજુ ભ્રમણ કર્યું અને બેદરકારીપૂર્વક કોઈ જ કાર્ય કર્યું નહીં. (15) પોતે સત્યની સમજ કેળવીને, આવેગોને કાબૂમાં લઈને, આત્માની = ૧૧૩ - Page #137 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ કરીને છેવટે તેઓ મુક્ત થયા અને ભ્રમણથી મુક્ત થઈને ભગવાન મહાવીર તેમના સમગ્ર જીવન દરમ્યાન (ઉપરોક્ત બાબતો અંગે) સાવચેત રહ્યા. (16) નવમા પ્રવચનના અંતને “સાધુતાનું ઓશીકું (Pillow of righteousness) કહે છે. પ્રથમ ગ્રંથ પૂર્ણ. સૂત્રો મેળવે છે - (હરમન જેકોબીનો સંસ્કૃત અચરંગસૂત્રનો અનુવાદ) (1) આચારાંગ, (2) કલ્પસૂત્ર હવે પછીના પુરાવાઓ પરથી હું તેમના રોજબરોજના નિત્યક્રમની રચના આપવાનો પ્રયત્ન કરીશ. તેથી આ તેર વર્ષમાં સમાપનમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. (1) રોજબરોજનો નિત્યક્રમ (2) અસામાન્ય ઘટનાઓ (3) આ તેર વર્ષો દરમ્યાન તેમની જિંદગીનો રાહ (4) સારાંશ (1) રોજબરોજનો નિત્યક્રમ (અ) ઉતારો : મહાવીર કારખાનાં, સભાગૃહો, વાવડીઓ કે દુકાનો, ક્યારેક યંત્રથી ચાલતાં કારખાનાં કે પરાળની ઝૂંપડીમાં રહ્યા. મહાવીર યાત્રાળુઓના ખંડોમાં. વાટિકાગૃહોમાં, કબ્રસ્તાનોમાં, ત્યજાયેલા આવાસોમાં અને છેલ્લા આશરા તરીકે વૃક્ષોના થડ પાસે રહ્યા. શક્ય હોય ત્યાં સુધી તેમણે સામાન્ય રીતે નગરોની ભાગોળને પસંદગી આપી અને ક્યારેક તેમણે મંદિરમાં આશ્રય શોધ્યો. (શ્લોક ૩, શ્લોક 2). આદરણીય વ્યક્તિએ (અંગત) આનંદ માટે નિદ્રા લેવાની કોશિશ ન કરી. તેઓ પોતો જાગતા રહ્યા અને વહેલી સવારે નીચે (જમીન પર) પડી રહેવાની કોશિશ કરી. II-6) તેમને જાણી હતી કે આ દેહ એ કંઈક અશુદ્ધ છે અને તેથી જુલાબ લેવો, વમન કરાવે તેવી દવા લેવી, દાંત સાફ કરવા, સ્નાન કરવું અને સાબુથી વાળ ધોવા વગેરે તેમને યોગ્ય લાગતું નહીં હોવાથી તેમણે પોતાને - ૧૧૪ - Page #138 -------------------------------------------------------------------------- ________________ માટે તેની મનાઈ ફરમાવી. તેઓ જ્યારે ઉપવાસ પર ન હોય (કારણ IV-7) ત્યારે તેઓ નગર કે ગ્રામમાં પ્રવેશ કરતા, કોઈ અન્ય માટે તૈયાર કરવામાં આવેલા આહારની તેઓ યાચના કરતા, તેમના માટે કંઈ ત્વરાથી તૈયાર કરવામાં આવ્યું હોય તેનો તેઓ ક્યારેય ઉપયોગ કરતા નહીં, IV-9, 1-17, જિનદત્ત-શ્રેષ્ઠિની વાર્તા), તેઓ હંમેશાં શુદ્ધ આહારનો ઉપયોગ કરતા અને અન્ય કોઈના પાત્રમાંથી તેઓ ક્યારેય આહાર કરતા નહીં, અપમાન, અનાદર (થતા હોય ત્યાં) આહાર તૈયાર થતો હોય એવાં સ્થળોએ જવા માટે તેઓ ઉદાસીનતા દાખવતા. ([-18) તેઓને આહાર અને પીણાંના માપ વિશે પૂરતી જાણકારી હતી, તેમને સ્વાદિષ્ટ આહારની કોઈ અપેક્ષા ન હતી અને તેમણે તેને માટે આતુરતા દર્શાવી નહીં. U-19). જ્યારે તેઓ તેમની યાચના માટેના પર્યટને જતા ત્યારે તેઓ જરાક બાજુમાં જોતા, જરાક પાછળ જોતા અને જ્યારે કંઈ પૂછવામાં આવે તો મિતભાષી ઉત્તર આપતા. તેઓ ધ્યાનપૂર્વક માર્ગ ઉપર જોઈને ચાલતા. (1-20, IV-3) ઇન્દ્રિયોની અસરથી રહિત એવા આ બ્રાહ્મણ કેવળ ઓછું બોલીને ભ્રમણ કરતા. 1-8, II-10) પરંતુ આ રીતે) સાવધાનીપૂર્વક મેળવેલી જરૂરિયાતો પણ જ્યાં સુધી તેમના માર્ગમાં ભૂખી ગાયો, તરસ્યાં પ્રાણીઓ, કોઈ બ્રાહ્મણ, કોઈ શ્રમણ, કોઈ ભિખુ, કોઈ અતિથિ, બિલાડી, કૂતરાં જેવાં કોઈ માંસાહારી પ્રાણી હોય ત્યાં સુધી તે (જરૂરિયાતો) તેમની પોતાની ન હતી. (અર્થાત્ તેઓ પોતે તેનો ઉપયોગ કરતા નહીં.) તેઓ તેમની (ઉપરોક્ત બાબતોની) ઉપેક્ષા કરતા નહીં. તેઓ સ્વાદિષ્ટ આહારની ઇચ્છા ધરાવતા ન હતા અને (ખાસ કરીને) તેમની સવારની થાળી (ભોજનની) ઘણું કરીને ભેજવાળો કે સૂકો ઠંડો, રૂક્ષરસહીન, આહાર, જૂના અડદ, જૂની રાબ કે ખરાબ ધાન્યની બનેલી હતી. 1-13) તેઓ ભાત, ખાંડેલું જીજીવી ધાન્ય અને અડદ જેવા રૂક્ષ આહાર પર ગુજારો કરતા. (TV-4) - ૧૦૫ - Page #139 -------------------------------------------------------------------------- ________________ ઉનાળામાં યાચના કર્યા પછી પાછા ફરીને તેઓ તેમના દેહને ગરમીમાં ખુલ્લો રાખતા અને સૂર્ય (ના તડકા)માં પલાંઠી વાળીને બેસતા. દિવસના બાકીના સમયે તેઓ મોટા ભાગના સમય માટે પોતાની જાતને અત્યંત કઠિન આસનમાં રાખીને ધ્યાન કરતા. તેઓ દિવસ અને રાત શ્રમપૂર્વક પોતાની જાતને સ્વસ્થ રાખવાની કોશિશ કરીને ધ્યાન કરતા. (II-4) ભોજન પછી તેઓ જરીકે આરામ કરતા ન હતા. બિલકુલ હલનચલન વગર મહાવીર કોઈક આસનમાં રહીને) ધ્યાન કરતા. તેઓ ઉપર, નીચે, બાજુએ રહેલી વસ્તુઓ પર માનસિક એકાગ્રતા રાખીને આકાંક્ષા-ઈચ્છારહિત મુક્ત રહીને ધ્યાન કરતા. (IV-14, I-4, -6) પરંતુ તેઓ એકાંત જગ્યાઓમાં પણ શાંત સ્થિતિમાં રહી શકતા ન હતા. તેમની આરામ કરવાની જગ્યાઓમાં પણ તેમણે ભયજનક વિવિધ પ્રકારની યાતનાઓ સહન કરવી પડતી. પેટે ચાલનારાં અને ઊડતાં પ્રાણીઓ તેમની ઉપર આક્રમણ કરતાં. (II) દુષ્ટ લોકો, ગ્રામના ચોકિયાતો અથવા ભાલા-બરછીધારીઓ તેમની ઉપર આક્રમણ કરતા (II-8) તેઓ આનંદદાયક અથવા અપ્રિય ગંધનો અને વિવિધ પ્રકારના અવાજનો સામનો કરતા. અપરિણીત પુરુષ કે સ્ત્રી જેવાં ઘરેલું પ્રલોભનો પણ (તેમની સમક્ષ) હતાં. ટૂંકમાં તેમને ભયજનક અને વિવિધ પ્રકારની આ જગતની અને ત્યાર પછીના જગતની યાતનાઓનો સામનો કરવો પડતો. (II-9) મહાન વ્યક્તિએ જો કે મજબૂત સંયમમાં રહીને વિવિધ પ્રકારની લાગણીઓ સહન કરી, બેદરકારી અને આનંદ ઉપર વિજય મેળવીને તેમણે ધ્યાન કર્યું. (તેઓ) આકાંક્ષાઓ અને પાપથી મુક્ત હતા અને ધ્વનિઓ તેમજ રંગોનું તેમને વળગણ ન હતું. (II to IV-15) હંમેશાં સાવચેત રહીને તેમણે ઘાસ, ઠંડી, અગ્નિ, માખીઓ અને મચ્છરો દ્વારા અપાયેલાં દુઃખો સહન કર્યા. (II-1) પરંતુ રાત્રિનું શું ? શિયાળાની રાત્રે ઠંડી પડતી હશે. જ્યારે ઠંડો પવન વાય કે જેમાં કેટલાક દર્દ અનુભવે છે તેથી આવાસવિહીન યતિઓ ઠંડી, વરસાદ સામે રક્ષણ કરે એવી જગ્યા શોધે છે. (II-18) - ૧૧૬ - Page #140 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પાખંડી સાધુઓ કહે છે : અમે વધારે વસ્ત્રો પરિધાન કરીશું, લાકડાની મદદથી અગ્નિ સળગાવીશું અથવા સારી રીતે આચ્છાદિત થઈને ઠંડીની અત્યંત દુઃખદાયી અસરને સહન કરવા માટે શક્તિમાન થઈશું. (II14) પરંતુ આ પૂજ્ય વ્યક્તિએ આવા કશાની આકાંક્ષા રાખી નહીં. બધા જ આશ્રયને તુચ્છ ગણીને પોતાની જાત પર મજબૂત નિયંત્રણ રાખીને તેમણે આ બધું સહન કર્યું. રાત્રિમાં એક વખત એક કલાક માટે બહાર જઈને (આદરણીય વ્યક્તિ) શાંતિપૂર્વક (બધા જ પ્રકારની મુશ્કેલીઓ સહન કરવા માટે) શક્તિમાન હતા. II-15, II-6) પ્રથમ તેર મહિના સિવાય તેઓ વસ્ત્રહીન હતા. એક વર્ષ અને એક મહિના માટે તેમણે તેમના વસ્ત્રનો ત્યાગ કર્યો નહીં, તે પછીના સમયમાં આ પૂજનીય વ્યક્તિએ વસ્ત્રનો ત્યાગ કર્યો અને જગતને છોડીને તેઓ નિર્વસ્ત્ર અને આવાસવિહીન સંન્યાસી બની ગયા. (1-8) તેમણે ક્યારેય અન્યના વસ્ત્રનો ઉપયોગ કર્યો નહીં. ([-18) તો પછી તેમણે અગ્નિ અને વસ્ત્રની ગેરહાજરીમાં પોતાનું રક્ષણ શી રીતે કર્યું? જ્યારે ઠંડીની ઋતુ અડધી પસાર થઈ ગઈ ત્યારે આવાસવિહીન એવા તેમણે પોતાનું વસ્ત્ર ત્યજીને પોતાના હાથ પહોળા કરીને - હલાવીને, આમતેમ ભ્રમણ કરીને (વૃક્ષના) થડને અઢેલીને નહીં, બેસીને પોતાનું રક્ષણ કર્યું.). (આદરણીય વ્યક્તિ) શાંત સ્થિતિમાં તે સહન કરવા માટે શક્તિમાન હતા. તેઓ માત્ર થોડી જ નિદ્રા લેતા. પૂજનીય વ્યક્તિ પોતાના અંગત) આનંદ માટે સાવધાનીપૂર્વક નિદ્રા લેતા ન હતા. તેઓ પોતે જાગતા રહેતા અને અત્યંત અલ્પપ્રમાણમાં નિદ્રા લેતા. જાગીને પછી ફરીથી આ આદરણીય વ્યક્તિ પોતે નિત્યક્રમમાં લાગી જતા. આ રીતે તેઓ તેમનો સમય પસાર કરતા. પરંતુ જ્યારે બધું જ સામાન્ય પરિસ્થિતિમાં) હોય ત્યારે જ આમ બનતું, પરંતુ તેમના માટે (બધા જ) દિવસો એટલા સુંવાળા સરલ ન હતા - ૧૧૦ - Page #141 -------------------------------------------------------------------------- ________________ કે જેથી તેઓ આવું તદ્દન શાંત જીવન જીવી શકે. (2) અસામાન્ય ઘટનાઓ : આરામ કરવાની જગ્યાઓમાં ક્યારેય પૂજ્ય વ્યક્તિને પૂછવામાં આવતું કે, તેઓ કોણ હતા? અને શા માટે ત્યાં આવ્યા હતા? જ્યારે તેઓ (આનો) ઉત્તર આપતા નહીં ત્યારે તેઓ તેમની સાથે અત્યંત ખરાબ વર્તન કરતા. (II-11) કેટલાક માટે તેમણે જે કર્યું તે કરવું) સહેલું નહોતું. તેઓને જેઓ વંદન કરતા તેઓને ઉત્તર નહીં આપવાથી તે પાપી લોકો વડે તેમને લાકડીથી મારવામાં આવતા અને ઠોકવામાં આવતા. (II-T) તેથી કેટલીકવાર જ્યારે પૂછવામાં આવતું કે તમારી અંદર કોણ છે ? ત્યારે તેઓ (આ રીતે) દુઃખ આપનારાઓને દૂર રાખવા માટે તેઓ ઉત્તર આપતા કે “એ તો હું એક ભિખું છે.” (II-12) લાથાના વણકેળવાયેલા આદિવાસી દેશોમાં પરિસ્થિતિ બહુ જ ખરાબ બની જતી. (લાવા દેશ ટીકાકારો દ્વારા વૈરાભૂમિ અને સુન્નાભૂમિ એમ બે ભાગોમાં વહેંચવામાં આવેલો છે.) • (II-8) લાધામાં તેમની સામે ઘણા ભય આવ્યા, ત્યાંના ઘણા વતનીઓએ તેમની ઉપર આક્રમણ કર્યું, આ બરછટ ભીલ પ્રદેશ, આદિવાસી દેશના વફાદાર ભાગમાં પણ તેમને કૂતરાઓ કરડ્યા અને તેમની પાછળ દોડ્યા. | (II-4) ઘણા ઓછા લોકો આ યતિને મારવાથી, કૂતરા કરડાવવાથી અને તેમના પર આક્રમણ કરવાથી દૂર રહ્યા. (પરંતુ દુષ્ટ લોકો) ખૂબૂ એમ બોલીને કૂતરા તેમને કરડે એમ કર્યું. (III-6). જે અન્ય યતિઓ કે જેઓ મજબૂત વાંસ કે લાકડીથી શસ્ત્રસજ્જ હતા તેઓને પણ કૂતરા કરડ્યા અને કૂતરાઓએ તેમને ચીર્યા. લાધામાં મુસાફરી કરવી એ કઠિન હતું. ક્યારેક તેઓ કોઈ જનપદ (ગ્રામ)માં પહોંચી શક્યા નહીં (III8), તેઓ કે જે વળગણથી મુક્ત હતા તે કોઈ જનપદમાં પહોંચ્યા ત્યારે ત્યાંના રહેવાસીઓ તેમને જનપદની) બહાર મળ્યા અને એમ કહીને તેમની આક્રમણ કર્યું કે, “અહીંથી તમે ચાલ્યા જાઓ.” (III-9) તેમને લાકડી, મુષ્ટિકા, ભાલા-બરછી વગેરેથી મારવામાં આવ્યા. = ૧૧૮ - Page #142 -------------------------------------------------------------------------- ________________ તેમને ફળ, માટીનું ઢેકું, ઘડાનાં ઠીકરાં વડે વારંવાર મારવામાં આવ્યા (ત્યારે) ઘણા રોઈ પડ્યા. એક વખત જ્યારે તેઓ હાલ્યા ચાલ્યા વગર બેઠા હતા ત્યારે તેમણે તેમનું (તેમના દેહનું) માંસ કાપી કાઢ્યું, દર્દજનક રીતે તેમના વાળ તોડી કાઢ્યા અથવા તેમને રેતીથી ઢાંકી દીધા. તેમને ઉપર ફેંકીને પછી નીચે પડવા દીધા અથવા તેમનાં ધાર્મિક આસનોમાં તેમને ખલેલ પહોંચાડી. (8) જીવનનો રાહ : III-12) તે મહાવીર પર કેવી રીતે અસર કરે છે? આવા ક્રૂર વર્તનની સામે તેમની શી પ્રતિક્રિયા હતી ? મહાવીર દેહનાં બધાં જ પાંચ સ્વરૂપો વિશે સંપૂર્ણપણે જાણતા હતા, જેવાં કે ભૂમિદહો, જલદેહો, અગ્નિદેહો, વાયુદેહો તેમજ વૃક્ષો, બીજ અને અંકુરો. જો સંકુચિત રીતે તપાસવામાં આવે તો તેઓએ અર્થઘટન કર્યું હતું કે જિંદગી નાશવંત છે અને તેથી તેઓ તેમને ઈજા પહોંચાડવાથી દૂર રહ્યા. T-II-12) અહીં સરખાવો : નિધા રાખું સન્નમૂતેષુ.... ઘH૫૬ સજીવ પ્રાણીઓ સામે લાકડીનો ઉપયોગ કરવાનું બંધ કરવું, દેહની સંભાળ લેવાનું ત્યજવું, આવાસવિહીન મહાવીર - આદરણીય વ્યક્તિ જનપદવાસીઓના કાંટા સહન કરે છે (અર્થાતુ કૃષિકારોની અપમાનજનક વાણી સહન કરે છે.) તેઓ જળ સુદ્ધાં લેતા નથી - 1-10, 1-9, I16, I-14, IV-8) - સમરાંગણના મોખરે રહેલા હાથી સમાન વિજયી એવા મહાવીર હતા. (III-8) આદરણીય વ્યક્તિએ દેહની સંભાળ ત્યજીને પોતાની જાતને નમ્ર બનાવી અને આકાંક્ષાઓથી મુક્ત રહીને દુઃખો સહન કર્યા. સમરાંગણને મોખરે રહેલા એક નાયક જે રીતે બધી જ દિશાએથી ઘેરાયેલો (અથવા તેના રક્ષકોથી રક્ષાયેલો) હોય છે તે જ રીતે સર્વ પ્રકારની મુશ્કેલીઓ સહન કરીને મહાવીર નિર્વાણના માર્ગે ગયા. (III-18) તેઓ પોતે સત્યને સમજીને, આત્માના શુદ્ધિકરણ માટે આવેગોને રોકીને ભ્રમણાઓથી મુક્ત રહીને, તે આદરણીય વ્યક્તિ તેમના સમગ્ર જીવન દરમ્યાન અત્યંત સાવચેત રહ્યા અને અંતિમ મુક્તિને પામ્યા. (IV-16) = ૧૧૯ જ Page #143 -------------------------------------------------------------------------- ________________ તેમના 18 વર્ષના જીવનનો સારાંશ : અગાઉ થયેલાં સંક્ષિપ્ત સર્વેક્ષણોનાં વર્ણનો આપણને સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ 13 વર્ષો દરમ્યાનના મહાવીરના જીવનનો સારાંશ ત્રણ શબ્દોમાં આપી શકાય છે. (1) તપ (2) પરાકાષ્ઠાની યાતના (૩) ઉપાસના મહાવીર સંન્યાસીના આ વ્યવહારોમાં માનતા હતા કે જેનાથી બુદ્ધ કેવળ છ જ વર્ષોમાં થાકી ગયા હતા. (1) તપઃ (વિશિષ્ટ) તેમના તપમાં (નીચેની બાબતોનો) સમાવેશ થાય છે : સમયગાળો (તપનો) (1) 6 મહિના (છ માસિક) (2) 6 મહિનામાં પાંચ દિવસ ઓછા (૩) ચતુર્માસિક (4) ત્રિમાસિક (5) અઢી મહિના (6) દ્વિમાસિક (7) દોઢ મહિનો (8) એક મહિનો (9) પખવાડિક (10) સોળ દિવસ (11) આઠમા ટંકે (ભોજન) (12) છઠ્ઠા ટંકે (ભોજન) (13) ઉપવાસ છોડ્યા આવૃત્તિ (કેટલી વખત આવું તપ કર્યું) એક એક નવ છ બાર બોંતેર એક વખત બાર બસોને ઓગણત્રીસ (229) 350 દિવસ તેમની મથામણનો કુલ સમય બાર વર્ષે છ મહિના અને પંદર દિવસનો હતો. માગશર (મૃગશીર્ષ) મહિનાના કૃષ્ણપક્ષના દસમા દિવસે તેમણે સંસારત્યાગ કર્યો હતો અને વૈશાખ મહિનાના શુક્લ પક્ષના દસમા દિવસે તેમણે સર્વજ્ઞતા (કેવળજ્ઞાન) પ્રાપ્ત કરી. - જોકે ચુસ્તપણે ગણવામાં આવેલો આ સમય ખરેખર બાર વર્ષ, છ મહિના અને પંદર દિવસ નથી, પરંતુ તેમાં ચાંદ્ર માસના અને અધિક માસના કેટલાક દિવસો ગણવામાં આવેલા છે. ~920~ Page #144 -------------------------------------------------------------------------- ________________ દેવ તપનાં આસનો : (૧) મદ્રપ્રતિમા (२) महाभद्रप्रतिमा (३) सर्वतोभद्रप्रतिमा (४) महाप्रतिमा (५) गोदोहिक आसन તેમણે પોતાની જાતને આ બધાં જ કઠિન આસનોમાં રાખી હતી. જૈન ધર્મમાં તપનું અત્યંત મહત્ત્વ છે. (2) પરાકાષ્ઠાની યાતના : ધર્મગ્રંથો અનુસાર તેમને દેવો, યક્ષ, રાક્ષસો, વ્યંતર, મનુષ્યો, સ્ત્રીઓ (વ્યંતરી), સર્પો દ્વારા પરાકાષ્ઠાની યાતના આપવામાં આવી હતી. સંગાનકા - સુધાથા યક્ષ શુલપાણી વ્યન્તરી (સ્ત્રીઓ) કાટપૂતના મનુષ્યો ગોપાલો-ભરવાડો મનુષ્યો લાટનો આદિવાસી દેશ સર્પો ચંડકૌશિક રાક્ષસ વ્યંતર સિદ્ધાર્થ સામાન્ય : શા માટે મહાવીરે આ બધી પરાકાષ્ઠાની યાતનાઓ સહન કરી એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે આપણી સમક્ષ પેદા થાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં જીવનચરિત્રકારો મહાવીરના પાછલા જન્મોનો સંદર્ભ લઈને તેનું કારણ આપે છે. કારણ કે મહાવીરે તેમના પાછલા જન્મોમાં જે કેટલુંક ખોટું કર્યું હતું તેને ધોઈ નાખવા માટે તેમને સુધાથા, કાટપૂતના અને ભરવાડ (ગોપ) (કે જેણે તેમના કાનમાં ખીલા ઠોક્યા હતા, તે બધાની યાતનાઓ મહાવીરના પાછલા જન્મોના સંદર્ભની મદદથી વર્ણવવામાં આવે છે. પરંતુ તેમ છતાં શુલપાણી, ચંડકોસિયા-સંગાકા-આ મહત્ત્વની યાતનાઓ વર્ણવ્યા - ૧૦૧ - Page #145 -------------------------------------------------------------------------- ________________ વિનાની રહી છે. ચંડકાસિયાની યાતના તો બિલકુલ વર્ણવી શકાય તેવી ક્રિયા છે. તે તદન શક્ય છે કે કોઈ સર્પ મહાવીરના માર્ગમાં આવ્યો હશે અને તેણે તેમને જીવનથી વંચિત કરવાનો પ્રયત્ન કર્યો હશે કે જેને મહાવીરના મૃદુ, મિષ્ટ છતાં માહિતી આપનારા ઉપદેશથી સત્ય સમજાયું હશે. પરંતુ શુલપાણિ અને સંગામા માટે હું પોતે એમ માનવા માટે પ્રેરાયો છું કે આ પ્રકારની તે આદિવાસી પ્રદેશમાં તેમણે સહન કરેલી યાતનાઓનાં કેવળ કાવ્યમય અતિશયોક્તિભર્યાં વર્ણનો છે, કે જેનાથી તેમને તેમની જાતના લોકોથી વિચ્છેદિત કરીને અલગ કરીને) પવિત્ર, રહસ્યમય પાર્શ્વભૂમિમાં મૂક્યા (મૂકી શકાયા) છે. આચારંગ, જે જૂનામાં જૂનો સૌથી વધુ વિશ્વસનીય સ્રોત છે તે આ બંનેનો ઉલ્લેખ કરતો નથી. અહીં તેની અનુલ્લેખ નોંધમાં છે. એ નોંધવું જોઈએ કે સુધાથા, કાટપૂતના અને ગોપની યાતનાઓ પણ આ વર્ણનોમાંથી બાકાત છે. કારણ કે સુધાથા માટે તે કેવળ એક વરસાદી તોફાન અને વંટોળિયાનો કિસ્સો હોવો જોઈએ અને તે કોઈ દેવ (ની હાજરી) સિવાય પણ વર્ણવી શકાય છે. કાટપૂતનાની યાતના પણ આ જ પ્રમાણે વર્ણવી શકાય છે. શિયાળાની કોઈ રાત્રિએ, જ્યારે ભયંકર ઠંડી પડતી હશે ત્યારે કરા અને ધુમ્મસ મહાવીર પર એકદમ જ આવી પડ્યા હોવા જોઈએ. પરંતુ ગોપની યાતના માટે હું એમ માનવા પ્રેરાયો છું કે તેમાં કેટલીક માત્રામાં અંશતઃ સત્ય હોવું જોઈએ, કારણ કે આવા જ પ્રસંગનો પરંતુ થોડીક અલગ પાર્શ્વભૂમિમાં ત્રણ વખત નિર્દેશ થયો છે. એ તદ્દન શક્ય છે કે એક જ પ્રકારનો બનાવ ત્રણ વખત બની શકે નહીં, પરંતુ એ બનવાજોગ છે કે મહાવીર સાથે તેમના પરિભ્રમણ દરમ્યાન કોઈ એક વખતે ગોપો પૈકીના એક દ્વારા અત્યંત બરછટ વર્તાવ કરવામાં આવ્યો હોય. મહાવીરે તેમની સર્વજ્ઞતાની પ્રાપ્તિ પછીના દિવસોમાં તે વર્ણવ્યો હોવો જોઈએ અને તેથી તે અત્રે રજૂ કરવામાં આવેલ છે એવા સ્વરૂપમાં દશ્યમાન થયો હોય. જોકે એવું બનવાજોગ નથી કે ગોપે ખીલી આરપાર જાય તેમ માર્યા હોય અને તેમના છેડા એવી રીતે કાપી નાખ્યા હોય કે - ૧૦૨ - Page #146 -------------------------------------------------------------------------- ________________ તે છેડા) દેખાય નહીં. તેમની (મહાવીરની) તરફ બરછટ વર્તન કરવામાં આવ્યું હોય, તેમને ફટકારવામાં આવ્યા હોય તે માન્ય કરી શકાય પરંતુ ઉપરોક્ત બાબત માન્ય કરવી મુશ્કેલ છે. ઈન્દ્ર સામાન્ય રીતે ફટકારવાના કિસ્સાઓમાં પ્રગટ થાય છે પરંતુ આગળ આવીને તેમને ન બચાવે એ શી રીતે શક્ય છે. મને લાગે છે કે આ કેવળ જીવનચરિત્રકારોની જ મહાવીરે પ્રાપ્ત કરેલી આત્યંતિક સહનશક્તિ વર્ણવવાની ઇચ્છા છે અને આમ કરીને તેણે આ પ્રસંગને વધુ પડતો દર્શાવ્યો છે. એ શક્ય છે કે તેણે જે કહ્યું તે મહાવીરે સાંભળ્યું નહીં, તેથી ગોપ અત્યંત રોષે ભરાયો હશે અને તેથી તેની સાંભળવાની ઇન્દ્રિયને તેણે ઈજા કરી હશે પરંતુ આ રીતની નહીં ----------- લાટના મ્લેચ્છ દેશમાં તેમની તરફ જે બરછટ વર્તાવ કરવામાં આવે છે તે મારી દષ્ટિએ અત્યંત વાસ્તવિક છે અને વાસ્તવમાં તે આચારંગમાં પણ સંરક્ષિત થયેલો છે. મહાવીરે પોતે પોતાના શિષ્યો સમક્ષ વર્ણવ્યો હોવો જોઈએ અને તે આચાર્ય પરંપરા મુજબ નીચે ઉતરી આવ્યો હોવો જોઈએ. જોકે એક બાબત શંકારહિત છે કે આપણે કોઈ વિશિષ્ટ પ્રસંગને માન્ય કરીએ છીએ કે નહીં. એ તો કબૂલ કરવું જ પડશે કે અત્રે મહાવીરે બધાં જ પ્રાણીઓ માટે આત્યંતિક સહનશીલતા કેળવી હશે અને તેમણે પોતે પોતાના પાછલા જન્મોમાં કરેલાં દુષ્કૃત્યોનું આ રીતે વળતર વાળ્યું હશે અને પ્રાયશ્ચિત કર્યું હશે અને આ જ ખ્યાલથી મહાવીરે તે અણકેળવાયેલા દેશોની મુલાકાત લેવાનું વિચાર્યું હશે. ઉપાસના Worship) એ તદ્દન સ્વાભાવિક છે કે મહાવીર કે જે રાજવંશી પરિવારમાં જન્મ્યા હતા અને સુંદર શારીરિક સ્વરૂપ અને અતુલ્ય શક્તિ ધરાવતા હોવાથી તેમના સમયના સામાન્ય ભિખુઓ કરતાં તેમણે તદ્દન નોખી છાપ ઊભી કરી હોવી જોઈએ. રાજાઓ અને સરદારો કે જે તેમના પિતાને ઓળખતા હતા તેમણે તેમના (મહાવીરના) વિશે સાંભળ્યું હશે અને ઘણા સમય પહેલાંથી તેઓ તેમના ગુણોથી પરિચિત હશે. - ૧૦૩ - Page #147 -------------------------------------------------------------------------- ________________ એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે તેઓ તેમના મિત્ર રાજાના પુત્રને માન આપ્યું હોય અને તેમને ઉષ્માપૂર્વક અભિનંદન આપ્યાં હોય. તેમના સાધુ જેવા ચારિત્ર્યથી તેઓ સંતોષ પામ્યા હોય અને તેમના સામાન્ય રિવાજ અનુસાર તેમણે રાજાઓએ) તેમની (મહાવીરની) પ્રત્યે આદરની ભાવના વ્યક્ત કરી હોય કે જે સાચી રીતે તેમને (મહાવીરને) પોતાને આભારી હતું. (વેપારીઓ તેમના રાજવીઓને અનુસર્યા હોય અને તેમણે પણ તેમને ભેટસોગાદો આપી હોય.) એ આપણા માટે આશ્ચર્યજનક છે કે કેવી રીતે કેટલાક રાજાઓએ તેમને જાસૂસ ગણ્યા અને તેમની સાથે એ રીતનો વ્યવહાર કર્યો. જો તેમને થોડાક સમય માટે પણ એક વખત એમ લાગ્યું હોય તો પણ પછીથી આ મહાન વ્યક્તિની કૃપાદૃષ્ટિ અને ગરિમાને લીધે તેમને તેમની ભૂલ સમજાઈ હોય. તેમની આ ભૂલ અંશતઃ તેમના સંતોષકારક પ્રત્યુત્તર આપવાથી દૂર રહેવાને કારણે અને અંશતઃ તેમના વેશાંતરને કારણે ઉદ્ભવી હતી. તે જમાનામાં ઘણા જાસૂસો આ પ્રકારનો વેશપલટો કરવાનું પસંદ કરતા હતા. વેપારીઓ તેમના રાજાઓને અનુસર્યા અને તેમને ભેટસોગાદો અર્પણ કરી. પરંતુ જેઓ (સમાજના) નીચલા વર્ગમાંથી આવતા હતા તેઓ આવી (મહાન) વ્યક્તિના આદર્શોને સમજી શક્યા નહીં કે તેની કદર કરી શક્યા નહીં. તેઓના મનનું સમાધાન ચમત્કાર સિવાય થઈ શકતું ન હતું. પરંતુ જો તેઓ) એકવાર તેમને ખાતરી થાય તો તેઓ તેમને માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય. પરંતુ તેઓને માટે કોઈ ત્રુટિરહિત પુરાવાની આવશ્યકતા હતી. “તમે ચમત્કારની મદદથી સાબિત કરો કે તમે મહાવીર છો.” આના (ચમત્કારના) અભાવને લીધે તેમણે તેઓને સામાન્ય ભિખ્ખું માની લીધા કે જેઓ આવો વેશપલટો કરવાથી તેમની આજીવિકા ચલાવવી વધારે સહેલી બનાવી શકે અને તેમની છેતરપિંડીને સલામત બનાવી શકે. તેમણે ક્યારેય તેમના જીવનને અને તેમના આદર્શોને નજીકથી જોવાની દરકાર કરી ન હતી. દેવો : એ તદન સાચું છે કે આવી વ્યક્તિ જે મનોવિકારોથી મુક્ત છે તેની - ૧૨૪ - Page #148 -------------------------------------------------------------------------- ________________ દેવો પણ ઈર્ષ્યા કરતા હતા. એ તદ્દન ખરું લાગે એમ છે કે તેઓ (દેવો) પણ તે વ્યક્તિને અંજલિ આપતા હતા કે જે દેવો અને મનુષ્યોથી ઉપર (ની કક્ષાએ) હતા. પરંતુ એ રીતે ચોક્કસપણે નહીં કે જે રીતે જીવનચરિત્રકારોએ તેની રજૂઆત કરી છે. પરાકાષ્ઠાની યાતનાઓથી ચલિત નહીં થયેલા અને લોકોની) ઉપાસનાથી પ્રફુલ્લિત નહીં થયેલા એવા મહાવીરે તેર વર્ષ સુધી (12 વર્ષ છ મહિના અને 15 દિવસ) તપ કરીને અને હંમેશાં ધ્યાનમાં રત રહીને સંઘર્ષ કર્યો. તેમણે પોતાની જાતની નીચલી કક્ષાને જીતી લીધી. પરંતુ તેમની જાતની ઉપલી કક્ષા અંતમાં ખૂબ આનંદિત હતી અને તેમણે તે કેવળજ્ઞાન, સર્વજ્ઞતા પ્રાપ્ત કરી હતી કે જેને માટે તેમણે આ બધી જ મુશ્કેલીઓ સહન કરી હતી. - કેવળી વિહાર હવે આપણે હવે પછીનાં ત્રીસ વર્ષ સુધીના મહાવીરના પરિભ્રમણ તરફ વળીશું. હવે તેઓ સર્વશતા પ્રાપ્ત કરવા માટે સખત પરિશ્રમ કરતા અજ્ઞાન યતિ રહ્યા ન હતા. તેમણે મહામાનવ (પાસે જ હોય એવું)નું જ્ઞાન મેળવ્યું હતું કે જેને લીધે બધી જ બાબતો તેમને માટે સર્વે દિશાઓથી પારદર્શક, સ્પષ્ટ અને સૂક્ષ્મભદદર્શક બની ગઈ હતી. હવે તેમનું કર્તવ્ય તેમણે આ જ્ઞાન (અન્યને) આપવાનું અને જેઓ ધર્મના રહસ્યમય અરણ્યમાં માર્ગ ભૂલેલા હોય તેમને પથ દર્શાવવાનું હતું. તેમના જ્ઞાનના ઉજાસમાં મહાવીર અંધાધૂંધીમાંથી સુવ્યવસ્થા તરફ દોરી જતો માર્ગ જોઈ શકતા હતા, પરંતુ તેનો લોકોને ઉપદેશ આપવો એ કાર્ય મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું. લોકોની શ્રદ્ધા જીતવી અને તેમને વશમાં લેવા એ જરીકે સરળ ન હતું. મહાવીરનો તેમની આસપાસ ટોળે મળેલાં દેવો અને દેવીઓને આપવામાં આવેલો પ્રથમ ઉપદેશ તેથી કરીને પ્રતીતિજનક ન હતો (તેથી) તેઓ નાહિંમત થયા. શંકાઓ અને નિરાશાનાં વાદળો તેમની આસપાસ એકત્ર થયાં. તેઓએ તેમના અભિપ્રાય ફરી ભણી જવાનું શરૂ કર્યું કે તેમણે મેળવેલા જ્ઞાનનો લોકોને ઉપદેશ આપવો એ આવશ્યક છે કે નહીં. - ૧૦૫ - Page #149 -------------------------------------------------------------------------- ________________ જોકે ધર્મ માટે આ કોઈ નવીન અનુભવ ન હતો. બુદ્ધને પણ સર્વજ્ઞતા પ્રાપ્ત કર્યા પછી આવો જ અનુભવ થયો હતો. બૌદ્ધ ધર્મગ્રંથોમાં આ આખીયે વાત નીચેના શબ્દોમાં કહેવામાં આવી છે. “આ રીતે બુદ્ધ ઈશ્વરપરાયણતા (બ્રહ્મવિહારો)ની લાગણીથી પ્રેરિત થયા હતા અને અનુકંપા અને આનંદ, મિત્રતા અને જગત પ્રત્યેની ઉદાસીનતાથી પરિપૂર્ણ થઈ ગયા હતા. તેઓ એવા લોકોને જોઈ શકતા હતા કે જેમનાં ચક્ષુઓમાં ઓછી ધૂળ હતી (સ્પષ્ટ દર્શન કરી શકતા હતા) અને જેમના માટે નિર્વાણનાં દ્વાર ખૂલી ગયાં હતાં, અને તેમણે ધર્મનું અમૃત જેમને તેની તૃષા હોય તેઓ પી શકે તે માટે (લોકોને તેનો) ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો.” પ્રથમ આશ્ચર્ય એ હતું કે (શરૂમાં) તેમના ઉપદેશની લોકો પર કંઈ જ અસર થઈ ન હતી. (સંદર્ભ : વિચ્છેનિયા - Dialogues of the Buddha - Rhys Davids Pt. 2nd) તેરમું વર્ષ : મહાવીર અપાપામાં આવ્યા અને મહાસેનાવાટિકામાં ઊતર્યા. તે મહાનગરમાં સામિલ નામનો એક શ્રીમંત બ્રાહ્મણ રહેતો હતો. જે મહાબલિ આપવાનો હતો અને તેણે તે સમયના વિદ્વાન બ્રાહ્મણોને આમંત્ર્યા હતા. (આ વિદ્વાન બ્રાહ્મણો નીચે મુજબ હતાઃ ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્તા, સુધર્મા, મંડિક, મૌર્યપુત્ર, અકંપિતા, અચલભ્રાતા, મોટાર્ય અને પ્રભાસા. તેમાંના પ્રત્યેકને સો શિષ્યો હતા.) અપાપામાં મહાવીરનું આગમન લોકોના પ્રબળ ઉત્સાહથી અંકિત હતું કે જેઓ તેમને આદર આપવા માટે તેમના નિવાસસ્થાને ધસી ગયા. વિદ્વાન બ્રાહ્મણોને એ ખૂંચવા લાગ્યું કે જે સ્થાને મહાબલિ આપવાનો હતો ત્યાં એકત્ર થવાને બદલે લોકો એ સ્થાન ત્યજી ગયા અને કોઈ અન્ય સભામાં હાજરી આપવા માટે ગયા. વિદ્વાન બ્રાહ્મણોના ઇન્દ્રભૂતિ ગૌતમ નામના આગેવાનને તે અપમાનજનક લાગ્યું અને તેણે પોતે તે ધર્મોપદેશક પાસે જવાનો વિચાર કર્યો કે જેણે લોકો દ્વારા હકીકતમાં તેને પોતાને મળવાપાત્ર આદર ચોરીથી પડાવી લીધો હતો, વિદ્વતાપૂર્ણ પ્રવચનમાં તેને હરાવી દીધો હતો અને તેની ૦ ૧૨૬ - Page #150 -------------------------------------------------------------------------- ________________ પોતાની શ્રેષ્ઠતા પ્રતિપાદિત કરી હતી. તે ત્યાં ગયો, પરંતુ જેવું તેણે મહાવીરના કરચલી વગરના, શાંત, સ્વસ્થ, જ્ઞાનના પ્રકાશથી ચમકતા વદન ભણી જોયું ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો અને મહાવીરે જ્યારે તેને તેના નામથી સંબોધન કર્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. પરંતુ આનાથી તેને ઝાઝો સંતોષ થયો નહીં કારણ કે તેણે વિચાર્યું કે તે પોતે ખ્યાતનામ વિદ્વાન બ્રાહ્મણ છે અને તેથી જ મહાવીર તેના વિશે જાણતા હોવા જોઈએ, જો તેઓ તેના મનમાં ઘણા સમયથી ભરાઈ રહેલી શંકાનું સમાધાન કરે તો જ માત્ર તે યોગ્ય થશે. તેણે આ રીતે વિચાર્યું કે તરત જ મહાવીરે તેને આ પ્રમાણે સંબોધન કર્યું, “હે ગૌતમ, તારા મનમાં આત્માના અસ્તિત્વ વિશેની શંકા ભરાઈને બેઠી છે, પરંતુ ગૌતમ, હું તને કહું છું કે આત્માનું અસ્તિત્વ છે અને કેટલાંક લક્ષણો દ્વારા તે પોતે તેને પ્રગટ કરે છે. વિત્ત, વૈતન્ય, વિજ્ઞાન, સંજ્ઞા). આ આત્માને સારું અને નરસું કશું જ વળગતું નથી. બલિદાન સહિત ગુણવત્તાયુક્ત બર્ધા જ (ધાર્મિક) કાર્યો કરવાં તે બુદ્ધિયુક્ત નથી.” પરમજ્ઞાનીના મુખમાંથી ઉચ્ચારાયેલા શબ્દો જેવા તેણે સાંભળ્યા કે તરત જ તે ગૌતમ ઈન્દ્રભૂતિના હૃદય સોંસરા ઊતરી ગયા અને તેના હૃદયમાં ઊંડે રહેલા અભિમાનને તેમણે જડમૂળથી ઉખાડી નાખ્યું. ગૌતમનું હૃદય પરિવર્તન થયું અને તે પછી તે હંમેશ માટે મહાવીરના એકનિષ્ઠ શિષ્ય તરીકે રહ્યો. ઇન્દ્રભૂતિનો કનિષ્ઠ બંધુ અગ્નિભૂત આવા ધર્મપરિવર્તનથી અત્યંત ક્રોધિત થયો અને તેને પરત લાવવા માટે મહાસેના વાટિકા તરફ ચાલી નીકળ્યો. તેની શંકાને નિર્મળ કરવામાં આવી અને તેનું પોતાનું પણ હૃદય પરિવર્તન થયું અને એ જ પ્રમાણે તેના કનિષ્ઠ બંધુ વાયુભૂતિનું પણ થયું. તે જ રીતે મહાવીરે બધા જ અગિયારેય વિદ્વાન બ્રાહ્મણોનું તેમના શિષ્યો સહિત એકી સાથે તેમની શંકાઓનું સમાધાન કરીને ધર્મપરિવર્તન ક્યું. અને હવે આપણે મહાવીરના પ્રથમ ઉપદેશ ઉપર આવીએ. પરંપરાનો આભાર માને છે : આ પ્રથમ ધાર્મિક પ્રવચન ચોક્કસ પરિભાષામાં આપણા સુધી પહોંચ્યું છે. પોતાના નિશ્ચયપૂર્વકના કથનના આધારરૂપે તે જણાવે છે કે “આવશ્ય નિશ્વિમાં તીર્થકર સર્વપ્રથમ ધર્મોપદેશ આપે છે તેનો નિર્દેશ કરેલો છે, - ૧૦૦ - Page #151 -------------------------------------------------------------------------- ________________ અને આ બાબત આચારંગસૂત્ર અને દશાવૈકાલિકસૂત્રમાં સચવાઈ છે. (ecils 271). આ સ્રોતો પર આધારિત પ્રથમ ધાર્મિક પ્રવચન સંક્ષિપ્ત સ્વરૂપમાં મહાવીરના સિદ્ધાંતની સુબોધ પ્રાગટ્ય તરીકે (સચવાયેલ) છે. [હવે આપણે તેની વિગતોમાં ઊતરીશું. આચારંગસૂત્ર : પાંચ વ્રતો દશાવૈકાલિકસૂત્ર ઃ તેને બુદ્ધના પ્રથમ ધાર્મિક પ્રવચન સાથે સરખાવો. (મહાવા) ‘મહાવીર ચરિત્ર’ના વિદ્વાન લેખક ગોપાલદાસ જે. પટેલનો તે માટેનો અભિપ્રાય જુઓ.] મહાવીર જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે પૈકીના માત્ર એક ન હતા. તેઓ એક ઉપદેશક હોવા ઉપરાંત સંપ્રદાયના ચક્રને ગતિમાં રાખનાર પણ હતા. આવા (સમર્થ) ઉપદેશક સાચું જ્ઞાન ધરાવતા ઉપરાંત તે જ્ઞાન લોકો સમક્ષ ખુલ્લું ક૨વાનો સાચો માર્ગ પણ જાણતા હતા. જૈન ધર્મગ્રંથો દર્શાવે છે કે તીર્થંકર જન્મથી જ ચોત્રીસ સદ્ગુણોની અવસ્થા પારમિતાઓથી, ગુણ સ્થાનથી સંપન્ન હોવા જોઈએ. જેમનાથી (પારમિતાઓથી) કોઈ ઉપયોગી હેતુ સરતો નથી સિવાય કે જીવનચરિત્રકારોની કાલ્પનિક માનસિક શક્તિનો તેઓ નિર્દેશ કરે છે, આ ચોત્રીસ ઉપરાંત અન્ય ચાર અનિવાર્ય પારમિતાઓનો પણ નિર્દેશ કરવામાં આવેલ છે. (જે નીચે મુજબ છે.) (1) જ્ઞાન (2) વાણી (૩) આફતોને ટાળવાની શક્તિ (4) પૂજ્યતા તે બાબત બધી જ શંકાઓથી પર છે કે જે ધર્મોપદેશક જ્ઞાન વહેંચવા માટે બહાર જાય છે તે પોતે બાકીના બધા (લોકો)થી શ્રેષ્ઠ હોવો જોઈએ. વળી જ્ઞાન વહેંચવું તે ક્રિયા માટે બોલાયેલા શબ્દો ઉપર અનિવાર્ય અને પ્રશંસનીય પ્રભુત્વની આવશ્યકતા રહે છે. બોલાયેલા શબ્દો એ તો માત્ર વિચારોના વહનનું માધ્યમ છે અને તેથી કેટલીક જગ્યાએ મહાવીરે સુંદર વક્તવ્યની અગત્ય પર ભાર મૂક્યો છે. (રેવતી અને મહાશતાકા, ૨૧૨૮ - Page #152 -------------------------------------------------------------------------- ________________ ગોસાલાનું અભિવાદન.) આવા ઉપદેશક ઉપર તે ફરજરૂપે રહેલું છે કે તેનામાં આપત્તિઓને નિવારવા માટેની શક્તિ હોવી જોઈએ. તે નક્કી કરવાની તેની ફરજ છે કે પ્રત્યેક વ્યક્તિગત કિસ્સાના સંકટ સામે આવી શક્તિને વાપરવી યોગ્ય છે કે નહીં. બધાથી ઉપર તે પોતે લોકોનો આદરણીય બનવો જોઈએ અને માન મેળવવાને લાયક હોવો જોઈએ. તેનું મન, તેની વાણી અને તેનાં કર્મોનો પરસ્પર એવો શ્રેષ્ઠ સુમેળ હોવો જોઈએ કે જેથી તે લોકોનો પ્રેમ સંપાદન કરે એટલું જ નહીં, પરંતુ તેમની પૂજાને પાત્ર બને. એમ કહેવું જરૂરી નથી કે મહાવીર આવા સર્વે ગુણો ધરાવતા હતા. મહાવીરે ચાર પ્રકારના ધાર્મિક અનુયાયીઓની ધાર્મિક સંપ્રદાય સ્થાપી. તેમની વ્યવસ્થામાં બે કલાઓ અને બે વિભાગો હતા. બે કલાઓમાં પ્રથમ શિષ્યો અને દ્વિતીય સામાન્ય અનુયાયીઓ હતા. શિષ્યો માટે સંસારનો ત્યાગ કરવો અને શિષ્ય માટેની પૂર્વનિર્ણિત નિયમોની કેટલીક આચારસંહિતાનું પાલન કરવું આવશ્યક હતું. તેણે આ માટેની પ્રતિજ્ઞાઓ લેવી પડતી. ઘડવામાં આવેલા નિયમો કદાચ અત્યંત કડક હતા જે જમાલી દ્વારા સમર્થિત કરવામાં આવેલા હતા. (તેની માતાના શબ્દો દ્વારા કે તે ગુલાબની પથારી નથી વગેરે.) અને એટલે અંશે તે બધાને માટે અને વિવિધ પ્રકારના લોકો માટે યોગ્ય ન હતા. કડક નિયમોને એવા લોકો માટે હળવા બનાવવા આવશ્યક હતા કે જેઓ મહાવીરના સિદ્ધાંતના સત્યથી પરિતુષ્ટ હતા, પરંતુ તેઓ એકંદરે ગૃહત્યાગ કરવા માટે તેમજ બેડીઓને તોડવા માટે સક્ષમ ન હતા. આવા ગૃહસ્થો (શ્રાવકો) માટે થોડાક ઓછા કડક નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. (જેવા કે પાંચ અનુવ્રતો અને સાત શિક્ષાવ્રતો.) તે એક વ્યવસ્થા હતી કે દ્વિતીય વર્ગના લોકો (શ્રાવકો)ને પ્રથમ વર્ગ (યતિઓ)ના પોષક તરીકે વર્તવાનો આદેશ આપવામાં આવ્યો હતો. યતિઓ સામાન્ય ભક્તજનોને ઉપદેશ આપતા હતા અને તેના બદલામાં પછીના (દ્વિતીય વર્ગના - શ્રાવકો) તેમની આવશ્યકતાઓ પૂરી પાડતા હતા. (બ્રાહ્મણધર્મ કરતાં જૈનધર્મ આ જ મુદ્દામાં જુદો પડે છે અને Page #153 -------------------------------------------------------------------------- ________________ તેથી તેનું તેટલે અંશે આ જ દિવસ સુધી અસ્તિત્વ ટકી રહ્યું છે.) પ્રત્યેક કક્ષાનું આગળ પણ પેટાવિભાજન કરવામાં આવ્યું છે, અને સ્ત્રીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જૈન ધર્મ એવા ધર્મો પૈકીના એક નથી કે જેમાં સ્ત્રીઓથી દૂર રહેવામાં આવે છે અને તેમને ધિક્કારવામાં આવે છે. અને પરિણામે તે માત્ર પુરુષો માટેનો જ ધર્મ નથી. પ્રથમ વિભાગમાં પણ સાધ્વીઓ માટેની વ્યવસ્થા હતી અને સામાન્ય અનુયાયીઓની દ્વિતીય વિભાગમાં પણ સ્ત્રીઓ માટેની વ્યવસ્થા હતી. ચન્દના : ત્યાર બાદ મહાવીરે રાજગૃહ તરફ પ્રયાણ કર્યું. તે વખતે શ્રેણિક બિંબિસાર ત્યાંનો રાજા હતો. તેને ઘણી રાણીઓ હતી. જૈન અને બૌદ્ધ સોતો દ્વારા આપણા માટે જાણીતી રાણીઓ ધારિણી, નંદા, ચેલણા, ભદ્રા, કોશલ દેવી વગેરે હતી. (1) બૌદ્ધ સ્ત્રોતો અનુસાર નંદા ભદ્ર નામના એક ધનિક વ્યાપારીની પુત્રી હતી. (હું માનું છું કે ભદ્રા અને નંદા એક જ હોવી જોઈએ. તેના પિતા (ભદ્ર)ના નામ ઉપરથી તેની દીકરી ભદ્રા નામે ઓળખાતી હોવી જોઈએ.) તેણે અભય નામના પુત્રને જન્મ આપ્યો. ચેલણા એ ચેટકની પુત્રી હતી. તે વૈશાલીના રાજા ચેટકને ત્યાં જન્મેલી સાત પુત્રીઓ પૈકીની એક હતી. બીજી પુત્રીઓ પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, જયેષ્ઠા અને શ્રીજયેષ્ઠા હતી. પ્રભાવતીનાં લગ્ન સિંધુસોવીરના રાજા ઉદયન સાથે થયાં હતાં. (एत्थन्तरे आगया तत्थ उदायणस्स रभो महादेवी चेडगस्स घूया Harta Collares - Jacobi's collection of Maharashtri tales). પદ્માવતીનાં લગ્ન અંગદેશના રાજા સાથે થયાં હતાં. તેનું નામ દધિવાહન હતું. મૃગાવતી કોસામ્બીની રાણી હતી અને શતાનિકની પત્ની હતી. શિવા ઉજ્જૈનના રાજા પ્રદ્યોતની પત્ની હતી. જયેષ્ઠા મહાવીરના વડીલબંધુ નંદીવર્ધનને પરણી હતી. = ૧૩૦ Page #154 -------------------------------------------------------------------------- ________________ રાજા શ્રેણિક બિંબિસાર ભૂલથી છઠ્ઠી પુત્રી ચેલણાને પરણ્યા હતા. શ્રીજયેષ્ઠા સાધ્વી બની ગઈ હતી અને તે પરણી ન હતી. ચેલણાએ કોનીય, હલ્લ અને વિકલ્લ એમ ત્રણ પુત્રોને જન્મ આપ્યા હતા. કોસલદેવી એ કોસલના રાજા પ્રસેનજિતની બહેન હતી. ઘારિણીને મેઘકુમાર નામનો પુત્ર હતો. મહાવીરે ગુણશીલા મંદિરમાં ધાર્મિક પ્રવચન આપ્યું હતું. આ ધાર્મિક પ્રવચન શ્રેણિક બિંબિસારમાં શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે પૂરતું પ્રભાવક નીવડ્યું. અને મેઘકુમાર, નંદીસેના માટે પણ અત્યંત એટલું બધું હૃદયસ્પર્શી બન્યું કે તેમણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો અને ઘરવિહોણા યતિ તરીકેનું જીવન સ્વીકાર્યું. અભયકુમાર અને સુલતાએ ગૃહસ્થનાં વ્રતો સ્વીકાય. શ્રેણિક બિંબિસારને બુદ્ધ માટે આદરની ઊંડી લાગણી હતી. જ્યારે બુદ્ધ તેમના સંસારત્યાગ પછી રાજગૃહ આવ્યા ત્યારે બિંબિસારે તેમની પાસેથી પોતાને ઉપદેશ આપવાનું વચન લીધું હતું. (સુત્તપિટકા) બિંબિસારની પત્ની એટલે કે ચેલણા જૈન ધર્મ પ્રત્યે સમર્પિત હતી. પરંતુ એ દીઠ ખરું લાગે એવું ન હતું કે તેણી પોતાની અસર પેદા કરી શકે અને આવી શ્રદ્ધા પેદા કરવા માટે પોતાને જવાબદાર બનાવી શકે. | ઉત્તરાધ્યયન નીચે મુજબની વાર્તા આપે છે. એક કિશોર યતિ બન્યો અને રાજા અનાથ - કોઈ પણ આશ્રયવિહોણો કહેવાયો અને એમ કહીને તેણે તે વર્ણવ્યું કે આપણી મુશ્કેલીઓમાં આપણે આપણાં સગાંવહાલાં પાસેથી કોઈ આશ્રય મેળવી શકતા નથી. આપણા દુઃખમાં કોઈ ભાગ પડાવી શકતું નથી. - શ્રેણિક બિંબિસાર કેવળ તે સમયના રાજાઓનું વિશિષ્ટ પ્રતિનિધિત્વ કરતો હતો. તે સમયના રાજાઓ બધા ધર્મોમાં પોતાની માન્યતા અને શ્રદ્ધા પ્રગટ કરતા હતા. તેઓ બધા ધર્મોપદેશકોને આશ્રય આપતા હતા અને તેમની પાસેથી ઉપદેશ મેળવવા માટે તેમનો સંપર્ક કરતા હતા. આ ધર્મોપદેશકોને રહેવાની સુવિધાઓ આપતા હતા અને એ જોવાની કાળજી લેતા હતા કે ધર્મોપદેશકો તેમની ભિક્ષા અને બક્ષિસો યોગ્ય રીતે મેળવતા - ૧૩૧ - Page #155 -------------------------------------------------------------------------- ________________ હતા અને તેમને કોઈ ખાસ મુશ્કેલી પડતી ન હતી. *મિલિન્દ જેવા ઘણા ઓછા રાજાઓ હતા કે જેઓ ધર્મની બાબતમાં ઊંડી ડૂબકી લગાવતા હતા, જુદા જુદા ધર્મોપદેશકોના ઉપદેશોમાં સામ્ય અને તફાવત શોધતા હતા. બિંબિસારે પણ બંને ધર્મો પ્રત્યે શ્રદ્ધા જાહેર કરી હતી અને તેમને આશ્રય આપ્યો હતો. * અનિદ્રાન્ના – Questions of king Milinda. હવે આપણે બે મહત્ત્વનાં ધર્મપરિવર્તનો થયાં હતાં, જે મેઘકુમાર અને નંદીસેનનાં હતાં તે તરફ ધ્યાન કેન્દ્રિત કરીશું. મહાવીરના ધાર્મિક ઉપદેશક તરીકેના ત્રીસ વર્ષના પરિભ્રમણ દરમ્યાન ઘણાં બધાં ધર્મપરિવર્તનોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એમ કહેવામાં જરાય) અતિશયોક્તિ નથી કે આ ત્રીસ વર્ષના પરિભ્રમણની વાર્તા એ કેવળ ધર્મપરિવર્તનોની વાર્તા છે. આપણે અત્યંત મહત્ત્વનાં અને વિશિષ્ટ ધર્મપરિવર્તનોની નોંધ લઈશું કારણ કે તે ધર્મોપદેશકની તેમના શિષ્યો ઉપરની પકડનો નિર્દેશ કરે છે. અને તેમની ધર્મોપદેશક તરીકેની સ્થિતિનું મૂલ્ય આંકતી વખતે આ ધર્મપરિવર્તનો આપણા માટે અત્યંત ઉપયોગી બનશે. મેઘકમારનું ધર્મપરિવર્તન : જ્યારે મહાવીર રાજગૃહ આવ્યા ત્યારે શ્રેણિક બિંબિસારનો ધારિણીદેવીથી જન્મેલો પુત્ર મેઘકુમાર તેના રાજમહેલમાં દુન્યવી જીવનની બધી જ મોજમઝાઓનો આનંદ માણતો હતો. તેણે તેના રાજમહેલની બારીમાંથી ઘણી મોટી સંખ્યામાં લોકોનું ટોળું અત્યંત ઉતાવળથી મહાવીરનાં દર્શન કરવા માટે જતું જોયું. મેઘકુમારે પોતાની દાસીને પૂછ્યું કે તે દિવસે કયું પર્વ હતું. દાસીએ ઉત્તર આપ્યો કે એક મહાન યતિ (ત્યાં આવ્યા હતા અને લોકો તેમનો ધર્મોપદેશ સાંભળવા માટે ધસારો કરતા હતા. મેઘકમાર પણ જ્યાં મહાવીર બિરાજમાન હતા તે જગ્યાએ ગયો. દૂરથી મહાવીરને જોઈને તે તેના ચાર ઘંટડીઓવાળા શ્રેષ્ઠ રથમાંથી નીચે ઊતર્યો અને પગે ચાલીને મહાવીર પાસે ગયો. તેણે તેમને આદર આપ્યો - ૧૩૨ - Page #156 -------------------------------------------------------------------------- ________________ અને શિષ્ટાચાર અનુસાર તેમને જમણી બાજુએ રાખીને તેમની પ્રદક્ષિણા કરી. આ બધી ઔપચારિકતા પૂર્ણ કરીને તેણે પોતાનું આસન ગ્રહણ કર્યું. તેણે પોતાના પિતા અને બંધુઓ, નંદિસેન અને અભયકુમારને પણ ત્યાં બિરાજમાન થયેલા જોયા. પૂજ્યશ્રીએ તેમની પોતાની લાક્ષણિક રીતે સભાને સંબોધિત કરી. તેમણે મનુષ્યજન્મની વિરલતા અને મોક્ષપ્રાપ્તિમાં તેનું મહત્ત્વ વર્ણવીને શ્રોતાઓ પર (ગાઢ) અસર પેદા કરી. તેમણે ધ્યાનાકર્ષક ઉપમાઓનો અને પ્રસંગકથાઓનો આધાર લઈને તેમણે પોતાની વાત લોકોના મનમાં ઠસાવી. મેઘકુમાર ધર્મોપદેશનું શ્રવણ કરીને સંતુષ્ટ અને આનંદિત થયો. તે એટલો બધો આનંદિત થયો કે જાણે તેને બધું જ સ્પષ્ટ થઈ ગયું હોય. તેણે મહાવીરને અત્યંત આદરપૂર્વક નમન કર્યા અને તેમના સંપ્રદાયમાં પોતાને પ્રવેશ આપવા માટે યાચના કરી. મહાવીરે તેને કહ્યું કે તેને આનંદ થાય એમ તે કરે અને રથ ઉપર ચઢીને ઉતાવળે તેનાં માતાપિતા તરફ તેમને આ શુભ વર્તમાન આપવા અને તેમની અનુમતિ પ્રાપ્ત કરવા માટે ધસી ગયો. હવે એક માતા અને તેના પ્રિય પુત્ર વચ્ચે અત્યંત વિલક્ષણ સંવાદો થયા. પુત્ર પૂજ્યશ્રીના ઉપદેશોથી અભિભૂત થઈને સંસારત્યાગની અનુમતિ આપવા માટે યાચના કરતો હતો અને તાર્કિક અને પ્રતીતિજનક દલીલો દ્વારા પોતાની) માતાને પોતાની વાત) દઢપણે ગળે ઉતારવાનો પ્રયત્ન કરતો હતો. બીજી બાજુ માતા તેના પ્રિય પુત્ર પ્રત્યેની લાગણીઓને લીધે વિચલિત થઈ ગઈ હતી અને દિલગીરી પૂર્વક વિલાપ કરીને અને મનને પિગળાવે એવી રીતે વિનંતી કરીને તેના નિર્ણયથી પુર્નવિચારણા કરવા માટે કહેતી હતી. આવા સંવાદો જ્યારે પણ ઉભવે છે ત્યારે તેમની પાર્શ્વભૂમિકા એકસમાન જ હોય છે. તે માત્ર દુઃખદ જ હોતા નથી, પરંતુ કાવ્યના સ્વરૂપવાળા પણ હોય છે. કોઈના પણ હૃદયને પીગળાવવા માટે તેઓ ભાગ્યે જ નિષ્ફળ જાય છે. આ રીતે પોતાની માતાના મનનું સમાધાન કરીને સંસારત્યાગ કર્યો. - ૧૩૩ - Page #157 -------------------------------------------------------------------------- ________________ તે ગુણશીલ મંદિરમાં મહાવીર સાથે રહ્યો. મેઘકુમારની શવ્યા પ્રવેશદ્વાર પાસે જ પાથરેલી હતી. પ્રવેશદ્વારની પાસે જ હોવાથી સમગ્ર રાત્રિ દરમ્યાન બેદરકાર યતિઓ દ્વારા તેની નિંદ્રામાં ખલેલ પહોંચતી હતી, કારણ કે તેઓ (યતિઓ) ચૂપચાપ અને કાળજીપૂર્વક પસાર થવાને બદલે તેમના હાથ અને પગના ઉતાવળિયા સ્પર્શ દ્વારા તેને માટે અત્યંત પ્રતિકૂળતા પેદા કરવામાં જરાયે ખચકાતા ન હતા. આ યતિઓના બદલાયેલા વલણથી તેને મેઘકુમારને) અત્યંત ત્રાસ થતો હતો કારણ કે તેઓ (યતિઓ) તે (મેઘકુમાર) જ્યારે રાજકુમાર હતો ત્યારે અત્યંત માનપૂર્વક તેની સામે ઊભા રહેતા હતા. મેઘકમારે તેના ગૃહસ્થજીવનમાં પાછા ફરવાનો વિચાર કર્યો. જ્યારે મેઘકમાર તેના મનની આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં હતો અને ભાંગી પડવાની અણી ઉપર હતો ત્યારે આદરણીયે તેને મિષ્ટ, મૃદુ વાણીમાં અને શાંતિદાયક રીતે તેને સંબોધન કર્યું અને તેના પૂર્વજન્મની વાર્તા વર્ણવીને તેના હૃદયમાં હિંમત પ્રેરી. (તેના પૂર્વજન્મની) આ વાર્તા નીચે મુજબ છે. તે ગજરાજોનો નેતા હતો. તેણે પોતાનો પગ ઊંચો રાખ્યો અને ઊતાવળમાં નીચે પસાર થતા પ્રાણીઓને પોતાના પગતળે કચડી નાખવાને બદલે તેણે તે જ સ્થિતિમાં મૃત્યુ પામવાનું પસંદ કર્યું. આપત્તિકાળે તેણે આવી મનની ઉદારતા દર્શાવી હતી કે જ્યારે અન્ય બધાં જ પ્રાણીઓએ સલામત જગ્યાએ પહોંચી શક્યા હતા. મેઘકુમાર કટોકટીમાંથી ઊગરી ગયો અને ત્યાર બાદ હંમેશ માટે મૃત્યુપર્યત વૈપુલ્ય પર્વત ઉપર યતિનું નિયંત્રિત જીવન જીવ્યો. નંદિનનું ધર્મપરિવર્તન : રાજકુમાર નંદિસેને પણ ગૃહસ્થજીવનનો ત્યાગ કર્યો. જેઓ તેને ઓળખતા હતા અને તેના વ્યાયામની રમતો અંગેના જુસ્સા અને (તેજ) મિજાજનો જેમને ખ્યાલ હતો તેમણે તેને ચેતવણી આપી, કિંતુ આવી ચેતવણી આપવા છતાં તેણે સંસારત્યાગ કર્યો. (વળી) પ્રલોભનને વશ થઈને તે ગૃહસ્થજીવનમાં પાછો ફર્યો. પરંતુ થોડાક જ સમયમાં તેને પોતાને ભાન થયું. ફરીથી તે મહાવીર પાસે ગયો, તેના પાપ માટે પ્રાયશ્ચિત કર્યું અને ફરી એકવાર સંસારત્યાગ કર્યો. મૃત્યુ - ૧૩૪ - Page #158 -------------------------------------------------------------------------- ________________ સુધી તેણે વ્રતોનું પાલન કર્યું. અભયકુમાર : અભયકુમારે જોકે સંસારત્યાગ કર્યો ન હતો, પરંતુ ગૃહસ્થજીવનની બાર પ્રતિજ્ઞાઓનું પાલન કર્યું હતું. પ્રથમ વર્ષાઋતુ : મહાવીરે રાજગૃહમાં વર્ષાઋતુ પસાર કરી. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછીની તેમનું આ પ્રથમ ચોમાસું હતું. ચૌદમું વર્ષ : વિદેહ તરફ : માન-આદર પ્રાપ્ત કર્યા પછી મહાવીર તેમની જગ્યાએ પાછા આવ્યા. વિદેશોમાં વર્ષો સુધી પરિભ્રમણ કર્યા પછી તેમનાં પગલાં સ્વગૃહે પડ્યાં હશે ત્યારે તેમનું હૃદય ધર્યું હશે. મહાવીર બ્રાહ્મણકુંડમાં બહુશાલા વાટિકામાં રહ્યા. (બ્રાહ્મણકુંડ એ દક્ષિણ વિદેહનું ઉપનગર હતું.) તેઓ અને તેમની જન્મભૂમિ ક્ષત્રિય કુંડગ્રામથી નજીક હતા. તેમના આગમના સમાચાર બધે પ્રસરી ગયા. લોકો આસપાસમાંથી બહુશાબામાં એકઠા થવા માંડ્યા. મહાવીરે સભાને ધર્મોપદેશ આપ્યો. બહુશાલામાં જેઓ એકત્રિત થયા તેઓમાં ઋષભદત્ત, જમાલિ અને દેવનંદા મુખ્ય હતાં. ઋષભદત્ત એક ખ્યાતનામ વિદ્વાન બ્રાહ્મણ હતો, કે જે તેની પત્ની દેવનંદા સાથે બ્રાહ્મણકુંડમાં વસતો હતો. મહાવીરના આગમન અંગે સાંભળીને તેઓ અત્યંત ખુશ થઈ ગયાં. તેઓ બંને આદરણીયને સાંભળવા માટે ગયા. મહાવીરને જોઈને દેવનંદા અત્યંત આનંદિત થઈ ઊઠી અને આંખો વિસ્ફારિત કરીને મહાવીર સામે અનિમેષ નજરે જોઈ રહી. તેણી તેમના પરથી પોતાનાં ચક્ષુઓ હટાવી શકી નહીં. જેવું તેણીએ તેમની સામે જોયું કે તરત જ માતૃત્વની લાગણીથી તેની છાતીમાંથી દૂધ ઊભરાવા માંડ્યું. ઇન્દ્રભૂતિ ગૌતમની દૃષ્ટિમાંથી આ બાબત છટકી શકી નહિ અને તેણે મહાવીરને જે સ્ત્રી તેમને માટે અજાણી હતી તેના પક્ષે આવું વલણ દર્શાવવા માટે ખુલાસો કરવા મહાવીરને તેણે પૂછ્યું.' મહાવીરે તેને કારણ દર્શાવ્યું કે તેઓનું આ સ્ત્રીના ગર્ભાશયમાં - ૧પ૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ સૌપ્રથમ ગર્ભાધાન થયું હતું અને તેથી તેમની માતા હતી. એમાં કોઈ જ અચરજ નથી કે તેણી તેમના માટે આ પ્રકારનો સ્નેહ પ્રદર્શિત કરે. મહાવીરે સભાને સંબોધન કર્યું અને ઋષભદત્ત અને દેવનંદાનું ધર્મપરિવર્તન કરાવ્યું. ઋષભદત્ત અને દેવનંદાએ યતિની પ્રતિજ્ઞા લીધી અને આ પ્રતીક્ષાઓનું ઘણાં વર્ષો સુધી પાલન કરીને જીવ્યાં. મહાવીરની પુત્રી પ્રિયદર્શન અને તેના પતિ જમાલિએ પણ ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો. દ્વિતીય વર્ધાતુ : મહાવીરે તેમની દ્વિતીય વર્ષાઋતુ વૈશાલીમાં વ્યતીત કરી. પંદરમું વર્ષ : વત્સભૂમિ તરફ : નગરો, જનપદો અને મહાનગરોમાં ઘૂમતા મહાવીર થોડાક જ સમયમાં કૌશામ્બીમાં આવ્યા અને ત્યાં ચંદ્રાવતરણ (ચંદ્ર નીચે ઊતરી આવ્યા હતા તે જગ્યા) મંદિરમાં રહ્યા. એ વખતે ઉદયન ત્યાંનો રાજા હતો પરંતુ તે સગીર હોવાથી અમાત્યોની મદદથી તેની માતા મૃગાવતી રાજ્યકારોબાર ચલાવતી હતી. ઉદયનના જનક શતાનિક અવસાન પામ્યા હતા, પરંતુ ઉદયનની ફોઈ એટલે કે શતાનિકની બહેન ત્યારે જીવિત હતી અને તેણીએ જૈનધર્મના ચુસ્ત અનુયાયી તરીકેની નામના પ્રાપ્ત કરી હતી. તેણીનું નામ જંયતિદેવી હતું. જ્યારે મહાવીર કૌશામ્બીમાં આવ્યા ત્યારે મૃગાવતી, ઉદયન અને જયંતિ બધાં જ મહાવીરનો ધર્મોપદેશ સાંભળવા ગયા. મહાવીરે આ લોકોને ધર્મોપદેશ આપ્યો અને તેઓ સંતુષ્ટ અને આનંદિત થયા. જ્યારે સભા પૂર્ણ થઈ ત્યારે મહાવીર જયંતિદેવી સાથે ચર્ચા કરી. તેમને પૂછવામાં આવેલા સર્વે પ્રશ્નોના મહાવીરે ઉત્તરો આપ્યા. તેણી આ ઉત્તરોથી અત્યંત આનંદિત થઈ ગઈ અને તેમના સંપ્રદાયમાં પ્રવેશ આપવા માટે યાચના કરી. જયંતિના પ્રશ્નો : (1) કેવી રીતે અને શાના લીધે પ્રાણીઓ વ્યથિત કે ભારે બને છે? - ૧૩૬ - Page #160 -------------------------------------------------------------------------- ________________ (2) બધા જ કે જેમણે આ જન્મમાં પ્રાપ્તિઓ કરી છે તેઓ મોક્ષના હકદાર બને છે ? (૩) કોની કાર્યશીલતા પ્રશંસનીય છે ? (4) કોની પ્રમાદ પ્રશંસનીય છે ? (5) લોકો માટે શું સારું છે તાકાત કે નબળાઈ ? (6) કોની તાકાત યોગ્ય છે અને કોની તાકાત નુકસાનકારક છે ? (7) ઇન્દ્રિયના વિષયને જે વશ થાય છે તેનું ભાગ્ય શું છે ? (એ જ રીતે નયનો, નાસિકા, જિજ્વા, સ્વાદ અને છેલ્લે સ્પર્શની ઇન્દ્રિય) (ભગવતીશતક 12 ઉદ્દેશક 2 શબ્દરૂપ, રસ, ગંધ, સ્પર્શ ઇન્દ્રિયો) વત્સભૂમિમાંથી મહાવીર ઉત્તરકોશલ તરફ ગયા અને (ત્યાંથી) તેઓ નગરો અને જનપદોમાં ધર્મોપદેશ આપતા અને પરિભ્રમણ કરતા શ્રાવસ્તી પહોંચ્યા. તેઓ કૌપ્તક મંદિરમાં ઊતર્યા. તેમણે ત્યાં ધર્મોપદેશ આપ્યો અને સુમનોભદ્ર અને સુપ્રતિષ્ઠનાં ધર્મપરિવર્તનો કરાવ્યાં. ઉપાસક દશાસૂત્ર : પ્રકરણ પહેલું આનંદની વાર્તા વર્ણવે છે. તેણે ગૃહસ્થજીવન દરમ્યાન પણ અવધિ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. (અમુક સીમા સુધીનું જ્ઞાન). ઇન્દ્રભૂતિ ગૌતમ તે માનતો ન હતો અને તેણે જ્યારે એમ કહ્યું ત્યારે તે બદલ તેને આનંદગૃહસ્થ પાસે ક્ષમાયાચના પણ કરવી પડી હતી. કોશલમાં પરિભ્રમણ કરીને મહાવીર વિદેહમાં આવ્યા. અહીં આનંદ અને શિવાનંદ ગૃહસ્થજીવનનાં બાર પ્રકારનાં વ્રતો લીધાં. વૃત્તીય વર્ષાઋતુ : તૃતીય વર્ષાઋતુ મહાવીરે વાણિજ્યગ્રામમાં વ્યતીત કરી. સોળમું વર્ષ : મગધ તરફ પ્રયાણ : વાણિજ્યગ્રામથી શરૂ કરીને તેઓ ફરી એકવાર મગધ આવ્યા. તેઓ રાજગૃહ પહોંચ્યા અને ગુણશીલા મંદિરમાં ઊતારો કર્યો. જ્યારે રાજવંશનાં લોકો સહિત ઘણા બધા લોકો તેમના ધર્મોપદેશનું શ્રવણ કરવા માટે ગયા ત્યારે ગૌતમ ઇન્દ્રભૂતિએ સમયની ગણતરી અંગે તેમને એક પ્રશ્ન પૂછ્યો. મહાવીરે તેને (સભાની અંદર જ) તે વિગતે ~936~ Page #161 -------------------------------------------------------------------------- ________________ વર્ણવ્યો. (ભગવતીશતક છઠ્ઠ, ઉદ્દેશક 7) આ વખતે શાલિભદ્ર અને ધન્યાનું ધર્મપરિવર્તન કરાવ્યું અને તેમણે સાધુજીવનની પ્રતિજ્ઞા લીધી. શાલિભદ્ર અને ધન્યાની જીવનકથા : શાલિભદ્ર અને ધન્યાનાં ધર્મપરિવર્તનો તદન વાસ્તવિક અને નોંધ લેવા યોગ્ય હતાં કારણ કે તેઓ એ હકીકતનું પ્રતિનિધિત્વ કરે છે કે જે લોકો સંસારત્યાગ કરતા હતા તેઓ તેમની દરિદ્રતાને કારણે જ માત્ર તેમ કરતા ન હતા. તે પૈકીના કેટલાક એશઆરામની ખાધેપીધે અતિશય સુખી અને આરામ-ચેનની જિંદગી જીવતા હતા, પરંતુ તેનાથી કંટાળીને અને આ દુન્યવી જીવનનાં બંધનો અંગે ભાન થવાથી તેમજ તે અંગે સૂગ ઉપજવાથી તેમણે સંસારત્યાગ કર્યો. (તેને મોગ્ગાલાણાના ધર્મપરિવર્તન સાથે સરખાવો. - બૌદ્ધ દંતકથાઓના $946 318201 Fluid 2 - Burlinghame) રાજ્યગૃહમાં ધનવાન વ્યાપારી રહેતો હતો, જેનું નામ ગોભદ્ર હતું. તેની પત્નીનું નામ ભદ્રા હતું. ગોભદ્ર અને ભદ્રાથી જન્મેલા તેમના પ્રિય પુત્રનું નામ શાલિભદ્ર હતું. તે જ્યારે ઉંમરલાયક થયો ત્યારે તે ગુણસંપન્ન અને સૌંદર્યવાન એવી બત્રીસ કન્યાઓને પરણ્યો. શાલિભદ્ર અતિશય-અતિશય શ્રીમંત હતો અને તેની પત્નીઓ સાથે સદાકાળ એશઆરામભર્યું જીવન માણતો હતો. તેના અતિશય ધનવાન હોવા અંગે એક આડવાર્તા છે. આડવાર્તા : એક વખત કોઈ વિદેશી ભૂમિ પરથી કેટલાક વ્યાપારીઓ શ્રેણિક રાજાને રત્નકંબલો વેચવા માટે આવ્યા. પરંતુ શ્રેણિક તે ખરીદવા માટે અત્યંત મોંઘા લાગ્યા. વ્યાપારીઓ નિરાશ થઈ ગયા હતા અને તેઓ રસ્તે જતાં જ્યારે આ શ્રીમંત મહિલા ભદ્રાના નિવાસ પાસે આવ્યા ત્યારે તેણીએ આ રત્નકંબલો જોયા અને તે બધા જ રત્નકંબલો તેણીએ ખરીદી લીધા. હવે જ્યારે વેપારીઓ પાછા ફરતા હતા ત્યારે રાણી ચેલણાએ તેણીને માટે કંઈ નહીં તો છેવટે એક રત્નકંબલ ખરીદવા માટે રાજાને મનાવ્યા. રાજાએ વ્યાપારીઓને બોલાવ્યા, કિંતુ તેમણે બધા જ રત્નકંબલો વેચાઈ ગયા હોવાનું - ૧૩૮ - Page #162 -------------------------------------------------------------------------- ________________ નિવેદન કર્યું. રાજાએ તે શ્રીમંત મહિલાને ત્યાં તેણીની પાસેથી એક રત્નકંબલ ખરીદવા માટેનું આવશ્યક દ્રવ્ય લઈને પોતાના એક દાસને મોકલ્યો. જોકે તેણીએ દાસને જણાવ્યું કે બધા જ રત્નકંબલોના તેમને ફાડીને હાથરૂમાલ તરીકે કામ લાગે એટલા નાના ટુકડા કરવામાં આવ્યા હતા. જોકે આ શબ્દશઃ સત્ય હોઈ શકે નહીં, કિંતુ તે ચોક્કસપણે નિર્દેશ કરે છે કે એવા લોકો પણ ત્યાં હતાં કે જેઓ તેમના રાજા કરતાં પણ અધિક શ્રીમંત હતા. શ્રેણિકે આવા શ્રીમંત મનુષ્યની મુલાકાત લેવાનું પસંદ કર્યું અને તેણે તેને બોલાવ્યો. દાસ સમાચાર લાવ્યો કે તે શ્રીમંત મહિલાનો પુત્ર નીચેના માળ સુધી પણ નીચે આવતો નથી તેથી રાજા પોતે તેને મળવા માટે તેના નિવાસસ્થાને જવા માટે રાજી થયો. શ્રેણિક ત્યાં ગયો અને તે શ્રીમંત મહિલાએ ચોથા માળે તેનું સ્વાગત કર્યું. આ સમયે શાલિભદ્ર સાતમા મજલે હતો. ભદ્રાએ નીચે આવવા માટે તેને સંદેશો મોક્લ્યો, કિંતુ તેણે પ્રત્યુત્તર પાઠવ્યો કે અતિથિને જે જોઈએ તે આપો અને તેઓ (અતિથિ) તેને (નીચે નહીં આવવા બદલ) દરગુજર કરે. ભદ્રાએ પોતે જાતે જ ત્યાં જઈને પોતાના પુત્રને નિવેદન કર્યું કે અતિથિ અન્ય કોઈ નહીં, પરંતુ રાજવી પોતે હતા અને એટલા માટે જ તેણે નીચે આવવું ‘જોઈએ'. આ ‘જોઈએ’ શબ્દે તેના મનમાં નિરાશા અને ઘૃણાની ભાવના પેદાકરી. અલબત્ત તે નીચે આવ્યો, પોતાના તરફથી (રાજા પ્રત્યે) આદર વ્યક્ત કર્યો અને ફરીથી ઉપર ચાલ્યો ગયો. પરંતુ આ ‘જોઈએ’ (શબ્દ) તેને અત્યંત ખૂંચ્યો, જેણે તેની બધી જ મોજમજા પોતાના દ્વારા નહીં કિંતુ અન્ય દ્વારા છે તેનું ભાન કરાવ્યું. આ પ્રકારનું સુખ અને આનંદ તેને માટે આંખો ઉઘાડનારું બન્યું. એકવાર જ્યારે એક યતિ ધર્મઘોષ રાજગૃહ આવ્યો અને તેની પાસે શ્રી શાલિભદ્રે ધર્મોપદેશ સાંભળ્યો ત્યારે તેણે સંસારત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. તેની માતાને લાગ્યું કે તેના પુત્રને (તેના નિર્ણયમાંથી) પાછો વાળવાનો પ્રયત્ન બિનઉપયોગી બનશે, તેથી તેણીએ તેને અનુમતિ આપી કિંતુ તેણીએ એવું સૂચન કર્યું કે તેણે ગૃહસ્થ જીવનનો ત્યાગ એક પછી એક તબક્કામાં ધીમે ધીમે કરવો જોઈએ. શાલિભદ્રને પણ લાગ્યું કે તેણી સાચી છે તેથી તેણે દરરોજ એક પત્નીનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. - ૧૩૯ × Page #163 -------------------------------------------------------------------------- ________________ $ શાલિભદ્રની ભગિનીને જ્યારે આ વિદિત થયું ત્યારે તે અત્યંત દિલગીર થઈ અને વિલાપ કરવા લાગી. તેણીના પતિ ધન્યાએ પણ તેણીને કહ્યું કે આ રીતે યતિ બની જવું તે કોઈ પણના માટે યોગ્ય માર્ગ નથી. તેણી ગુસ્સે થઈ ગઈ અને તેને વળતું મહેણું માર્યું કે સંસારત્યાગ કરવો એ જો એટલું સહેલું હોય તો તેઓ શા માટે તેમ કરતા નથી ? આવા શબ્દો સાંભળીને ધન્યા તરત જ મહાવીર કે જેઓ તે વખતે રાજગૃહમાં આવ્યા હતા તેમની પાસે ગયા અને તેણે સંસારત્યાગ કર્યો. જ્યારે શાલિભદ્રે આ અંગે જાણ્યું ત્યારે તેણે પણ સાંસારિક જીવનનો ત્યાગ કરીને યતિની પ્રતિજ્ઞાઓ લીધી. આ ધન્ય ધનાભપ્ર જેમણે આકરી તપશ્ચર્યાઓ કરી હતી તે સૌમાં મોખરાનું સ્થાન ધરાવતો હતો. ચતુર્થ વર્ષાઋતુ : સત્તરમું વર્ષ : વર્ષાઋતુ દરમ્યાન મહાવીરે રાજગૃહમાં વાસ કર્યો અને ત્યાં ચાતુર્માસ વ્યતીત કર્યા. ચા તરફ : મહાવીરે ચમ્પા તરફ પ્રયાણ કર્યું. ચમ્પામાં દત્તા નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને મહાચંદ્રકુમાર નામનો પુત્ર હતો, જે તેની પત્ની રક્તાવતીથી જન્મ્યો હતો. કુંવર મહાચંદ્રકુમારે ધર્મોપદેશનું શ્રવણ કર્યું અને ગૃહસ્થનાં બાર વ્રતો ધારણ કર્યાં. મહાચંદ્રકુમાર સૌમ્ય, નમ્ર, સર્તનયુક્ત, તેની પ્રજામાં પ્રિય અને દેખાવમાં ખૂબસૂરત હતો. તેણે ઈન્દ્રભૂતિ ગૌતમનું ધ્યાન ખેંચ્યું. ઇન્દ્રભૂતિએ આ અંગે મહાવીરને નિવેદન કર્યું. મહાવીરે તેના પૂર્વજન્મનો સંદર્ભ તેની સમક્ષ વર્ણવ્યો. મહાચંદ્રકુમાર અત્યંત-અત્યંત ઉદાર દિલ હતો. તેનાં દ્વાર સૌ માટે ખુલ્લાં હતાં અને તેને ત્યાંથી કોઈ પણ ખાલી હાથે પાછું ફરતું નહીં. તેનું રસોઈધર હંમેશાં અસ્વચ્છ રહેતું, અર્થાત્ કોઈ પણ સમયે એક અથવા બીજા લોકોએ તાત્કાલિક ભોજન કર્યું જ હોય અને રસોઈઘર સ્વચ્છ કરવામાં આવે કે તરત જ બીજા કોઈક (ત્યાં ભોજન માટે) આવેલા જ હોય. એક વખત જ્યારે તે મોડી રાત સુધી કોઈ ધાર્મિક હેતુ માટે જાગૃત ~980~ Page #164 -------------------------------------------------------------------------- ________________ અવસ્થામાં હતો, ત્યારે તેના મનમાં એક વિચાર ઉદ્ભવ્યો. ‘‘મહાવીરે જે જે જગ્યાએ પરિભ્રમણ કર્યું હતું તે ધન્ય છે, અને જે વ્યક્તિઓએ તેમની નિશ્રામાં સંસારત્યાગ કર્યો છે તેઓ ભાગ્યશાળી છે.” તેને મહાવીરનાં દર્શન કરવાની અને તેમની નિશ્રામાં સંસારત્યાગ કરવાની આકાંક્ષા જાગી. તેનું ભાગ્ય હશે કે, એવી સમયોચિત ક્ષણે એ જ વખતે મહાવીર ચમ્પામાં આવ્યા. મહાચંદ્ર તેમને મળ્યો અને તેમનું ધાર્મિક પ્રવચન સાંભળીને તેણે સંસારત્યાગ કરવાની ઈચ્છા જાહેર કરી. આમ બોલીને તે તેનાં માતાપિતા પાસે પાછો ગયો અને તેમની અનુમતિની યાચના કરી. જોકે તેણે મુશ્કેલીથી તેમની અનુમતિ પ્રાપ્ત કરી અને સંસારત્યાગ કર્યો. તેણે પ્રતિજ્ઞાઓ લીધી કે જેમનું તેણે જીવનપર્યંત પાલન કર્યું. હવે તે જ મહાનગરમાં કામદેવ નામનો ગૃહસ્થ વસતો હતો. તેણે પણ ગૃહસ્થનાં બાર વ્રતો લીધાં અને જીવનપર્યંત તેમનું પાલન કર્યું. તે તેનાં વ્રતોમાં એટલો દૃઢનિશ્ચયી હતો કે તેને તેના સિદ્ધાંતોમાંથી કોઈ પણ ઈશ્વર પણ ચલિત કરી શકે તે શક્ય ન હતું. ઉપરોક્ત કથનની સત્યતાનું સમર્થન કરતી એક વાર્તા જૈન ધર્મગ્રંથોમાં છે. વર્ષો પછી (કલ્યાણ વિજયના મત મુજબ લગભગ 20 વર્ષ પછી) જ્યારે મહાવીર ચમ્પામાં આવ્યા ત્યારે તેમણે આ જાણ્યું અને આ ગૃહસ્થને અભિનંદન આપ્યા અને તેમના શિષ્યોને તેના (તે ગૃહસ્થના) દૃષ્ટાંતને અનુસરવાની સલાહ આપી. મહાચંદ્રની વાર્તા : (વસાવાસાગો) : - એક વખત જ્યારે કામદેવ ગૃહસ્થ તેની પ્રતિજ્ઞાઓમાં અડગ હતો, ત્યારે એક દેવ કે જેણે હજી સુધી તેનાં વિશે સાંભળ્યું ન હતું તે દુષ્ટ ખ્યાલો સાથે તેની સમક્ષ એક રાક્ષસના રૂપમાં ખડગ ખેંચીને પ્રગટ થયો અને તેને ધમકી આપતાં બોલ્યા, “હે કામદેવ ! તું અનિચ્છનીય(બાબતો) માટે ઇચ્છા કરે છે, જોતું તારી પ્રતિજ્ઞાઓનો ત્યાગ નહીં કરે તો, આ જ ક્ષણે હું તારા ટુકડેટુકડા કરી નાખીશ. તેથી તારું કરૂણ મૃત્યુ થશે. ત્યાર બાદ તે દેવે તેને તલવારની મદદથી મહાવ્યથાઓ આપવા માંડી, પરંતુ તે તેને તેના નિશ્ચયમાંથી ચળાવી શક્યો નહીં. તત્પશ્ચાત્ તેણે એક હસ્તિનું સ્વરૂપ ધારણ કર્યું અને તે વિજયોન્મત ~ ૧૪૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ સ્વરમાં અવાજ કરીને તે કામદેવ તરફ ધસ્યો, તેને તેની સૂંઢમાં ઉપાડ્યો, તેને નીચે ફેંક્યો અને એ મુજબ વારંવાર કરીને તેણે તેને મહાવ્યથા પહોંચાડી, પરંતુ તે વ્યર્થ ગઈ. છેવટે તેણે એક બૃહદ્ નાગનું સ્વરૂપ ધારણ કર્યું અને તેને કરડ્યો - કિંતુ જ્યારે કામદેવ અવિચલિત રહ્યો ત્યારે દેવ ફરીથી પાછો પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યો અને તેને ક્ષમા આપવા માટેની યાચના કરી. દેવે નિવેદન કર્યું, “હું આ પ્રતિજ્ઞાઓની બાબતમાં તારી મક્કમતાની કસોટી કરવા માટે અહીં આવ્યો હતો. મેં તારી મક્કમતા અંગે ઘણું સાંભળ્યું હતું. તને વ્યથા પહોંચાડવા હું વિનંતીપૂર્વક માફી માગું છું.” આમ બોલીને તે અંર્તધ્યાન થઈ ગયો. - કામદેવે આ પ્રતિજ્ઞાઓનું વીસ વર્ષ સુધી પાલન કર્યું અને અંતમાં સાઠ દિવસ માટે પોતાની જાતે ઉપવાસ કરીને અવસાન પામ્યો અને તેનો દેવ તરીકે પુનર્જન્મ થયો. રાજર્ષિનું ધર્મપરિવર્તન : મહાવીર જ્યારે ચમ્પામાં હતા ત્યારે રાજા ઉદયન કે જે સિંધુસોવીર વગેરેમાં રાજ્યો કરતો હતો તે જ્યારે તેના રાજ્યને રાજધાની વિટાભયમાં આવેલા પોતાના રાજમહેલમાં હતો ત્યારે તેણે પોતાની જાત સાથે વિચાર કર્યો, “જ્યાં મહાવીરે પરિભ્રમણ કર્યું છે તે જગ્યાઓ ધન્ય છે અને જેમણે તેમની નિશ્રામાં સંસારત્યાગ કર્યો છે તે વ્યક્તિઓ (પણ) ધન્ય છે.” અને તેણે મહાવીરની નિશ્રામાં સંસારત્યાગ કરવાની ઈચ્છા કરી. તેની પત્ની પ્રભાવતી તરફથી ઉપાલંભ મળતાં તેનામાં (ધર્મ પ્રત્યે) શ્રદ્ધા પેદા થઈ અને (સંસાર પ્રત્યેની) સૂગનું તેમાં ઉમેરણ થયું કે જેને પરિણામે તેનામાં (માનસિક) સંઘર્ષનો થાક ઉત્પન્ન થયો અને તેનામાં (સંસારત્યાગ કરવાની) આકાંક્ષા ઉદ્દભવી. (1) તેનું ધર્મપરિવર્તન મહત્ત્વનું છે કારણ કે તેનું ધર્મપરિવર્તન (માનસિક) સંઘર્ષના થાકનું પરિણામ છે, જે વિજેતા સમક્ષ ઘણીવાર આવે છે. (2) તેના ધર્મપરિવર્તનની કથા : સંદર્ભ : Jacobi's translation (collection) of Maharashtriyan tales. - ૧૪૨ - Page #166 -------------------------------------------------------------------------- ________________ (આ કથા અત્યંત લાંબી હોવાથી અને વર્ણવી નથી.) ચપ્પાથી મહાવીર અત્યંત લાંબા માર્ગે વિટાભયા ગયા કારણ કે તેમને આંતરિક નિમંત્રણ મળ્યું હતું. તેના ઉદયનના) ધર્મપરિવર્તન પછી મહાવીરે વાણિજ્યગ્રામ તરફ પ્રયાણ કર્યું. તેઓ જ્યારે વિટાભયાથી વાણિજ્યગ્રામ તરફ આગળ વધતા હતા ત્યારે માર્ગમાં તેમને તલનાં ગાડાં મળ્યાં. માર્ગ લાંબો હતો, યાત્રીઓ નાજુક હતા, સૂર્ય ઉપરથી દઝાડતો હતો, બધા જ અત્યંત તરસ્યા થયા હતા. (ગાડાંના) માલિકોએ સ્વેચ્છાપૂર્વક તેમને તલ આપ્યા, પરંતુ મહાવીરે તલ સ્વીકારવાની ના પાડી. તેમણે આમ શા માટે કર્યું ? તલમાં જીવતા કીડા છૂપાયેલા હતા અને તેથી તે યતિના ઉપયોગ માટે અયોગ્ય બની ગયા હતા. તલના છોડ તો કોઈ જીવિત પ્રાણી વગરના હતા પરંતુ આ બધી બાબતો સામે અડગ રહીને (ગાડાંના) માલિકોની કરૂણાથી પ્રેરાઈને સમયોચિત આપેલી ભિક્ષા સ્વીકારવાની મહાવીરે ના પાડી કારણ કે તેમણે વિચાર્યું કે તલ કે જે નિર્જીવ હતા તેનો તેઓ (આજે) સ્વીકાર કરશે તો તેમના શિષ્યો (તમાં જીવડાં હોવાથી) સજીવ હશે તો પણ તલ સ્વીકારવાની (તેમની) અનુમતિ છે એમ માનશે અને તેઓ તેમનો ઉપયોગ કરશે. આ જ કારણથી તેમણે તેમના શિષ્યોને માર્ગમાં આવતા સરોવર કે જે નિર્જીવ હતું તેમ છતાં પણ તેમાંથી જળ લેવાની અનુમતિ આપી નહીં. (1) પાંચમી વર્ષાતુ : આ કઠિન માર્ગે મહાવીર વાણિજ્યગ્રામ પહોંચ્યા અને ત્યાં તેમણે વર્ષાઋતુ વ્યતીત કરી. અઢારમું વર્ષ : બનારસ તરહ : મહાવીર તેમની વિજયીકૂચના માર્ગે બનારસ તરફ આગળ વધ્યા. ત્યાં રાજાજિયશત્રુ દ્વારા તેમનો અત્યંત આદરપૂર્વક સત્કાર કરવામાં આવ્યો. મહાવીરે તેમના રિવાજ મુજબ ત્યાં લોકોને ઉપદેશ આપ્યો. તેમનામાંથી જેમણે ધર્મપરિવર્તન કર્યું તેઓ ચુલારીપિત (2), તેની પત્ની શ્યામા અને સુરદેવ તથા તેની પત્ની ધન્ય હતાં. રાજગૃહ તરફ : મહાવીરે ત્યાર પછી રાજગૃહ તરફ પ્રયાણ કર્યું અને માર્ગમાં તેમણે - ૧૪૩ - Page #167 -------------------------------------------------------------------------- ________________ અલાભિયામાં શંખવાટિકામાં રોકાયા. પુદ્ગલ નામનો એક પરિભ્રમણ કરનાર સંન્યાસી આસપાસમાં ક્યાંક ઊતર્યો હતો. તે વૈદિક ધર્મશાસ્ત્રોમાં પારંગત હતો અને પોતે મહાન સંન્યાસી હતો. તે દરરોજ સંન્યાસીનો વ્યવહાર પાળતો હતો અને પરિણામે તેણે પૃથક્કરણ કરવાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને તે પરિસ્થિતિને સમજી શકતો હતો અને બ્રહ્મલોક સુધી દેવોના રહેઠાણોને પણ જાણતો હતો. તે બોલ્યો, “દેવનું આયુષ્ય 10,000 વર્ષનું હોય છે અને વધુમાં વધુ એક સાગરોપમા જેટલું હોય છે.’” આમ બોલીને તેણે અલાભિયાની શેરીઓમાં પરિભ્રમણ કરવાનું શરૂ કર્યું. ગૌતમ ઇન્દ્રભૂતિ ભિક્ષા વહોરવા માટે બહાર ગયો હતો ત્યારે તેણે પુદ્ગલે જાહેર કરેલી વાત સાંભળી. ત્યાર પછી ઇન્દ્રભૂતિ ગૌતમ ભિક્ષા વહોરીને જ્યારે પરત આવ્યો ત્યારે તેણે મહાવીરને પ્રશ્ન પૂછ્યો : ‘‘પૂજ્યશ્રી, એ સાચું છે કે બ્રહ્મલોકમાં દેવાનું આયુષ્ય દસ હજાર વર્ષ અને વધુમાં વધુ એક સાગરોપમા જેટલું છે?” મહાવીરે પ્રત્યુત્તર આપ્યો કે બ્રહ્મલોકમાં દેવોનું આયુષ્ય ઓછામાં ઓછું 10,000 વર્ષ અને વધુમાં વધુ તેત્રીસ સાગરોપમા જેટલું છે.” પુદ્ગલને આની જાણ થઈ અને તેની પોતાની માન્યતામાં તેને શંકા જાગી અને પરિણામે તે જે જ્ઞાન ધરાવતો હતો તે અંગે (તેના મનમાં) શંકાનાં વાદળો પેદા થયાં. તેને ખાતરી થઈ કે તે ખોટો હતો. તે મહાવીર પાસે ગયો અને તેમની પાસે આશ્રય મેળવ્યો. મહાવીરે તેને ઉપદેશ આપ્યો અને પુદ્ગલે યતિની પ્રતિજ્ઞાઓ લીધી અને યતિના વ્યવહારો દ્વારા તેમજ ધર્મગ્રંથોનો ઘણાં વર્ષો સુધી અભ્યાસ કરીને છેવટે મોક્ષ પામ્યો. આ વખતે ચુલ્લશતક અને તેની પત્ની બહુલાએ પણ ગૃહસ્થ જીવનની પ્રતિજ્ઞાઓ લીધી. (સંદર્ભ : વસાવાશાનો) (૧) માવતીશતળ ૧૩, ઉદ્દેશ દ્ (૨) હવ્વસાવાસાળો : એવી જ વાર્તા સિવાય કે અંતમાં તે મક્કમ રહી શક્યો નહીં અને તેના નિર્ણયમાંથી ચલિત થયો. ~ ૧૪૪ - Page #168 -------------------------------------------------------------------------- ________________ મહાવીર રાજગૃહ આવ્યા અને શંકાતિ, કિણકર્મ, અર્જુન અને કશ્યપને તેમના સંઘમાં પ્રવેશ આપ્યો. છઠ્ઠી વર્ષાઋતુ : 19મું વર્ષ : મહાવીર આ વર્ષાઋતુ દરમ્યાન રાજગૃહમાં રહ્યા. તેમણે રાજવંશીઓ અને (સામાન્ય) લોકો પર મહત્તમ પક્કડ કેવી રીતે જમાવી ? શ્રેણિક તેની શ્રદ્ધા અને પૂજ્યશ્રી સાથે ગાઢ પરિચય વિકસાવતો હતો. એક વખત જ્યારે તે મહાવીરની બાજુમાં બેઠો હતો ત્યારે (કમરેથી) વાંકો વળી ગયેલો કુષ્ટરોગથી પીડાતો એક વૃદ્ધ માણસ મહાવીર પાસે આવ્યો અને તેના ચરણો પાસે બેસી ગયો. કુષ્ટરોગીએ મહાવીરના ચરણોને પરુથી ખરડવાનું શરૂ કર્યું. આથી રાજા ક્રોધિત થયો, કિંતુ આદરણીય શાંત અને સ્વસ્થ હતા. એવામાં જ ભગવાનને છીંક આવી, (ત્યારે) કુષ્ટરોગીએ તેમને કહ્યું : ‘‘તમે તાત્કાલિક અવસાન પામો.' થોડીકવાર પછી રાજાને છીંક આવવી અને કુષ્ટરોગી બોલ્યો, ‘‘રાજા ઘણું જીવો.” જ્યારે અભયકુમારને છીંક આવી ત્યારે તે બોલ્યો, ‘‘તમે જીવો કે મરો.'' ચંડાલને છીંક આવી (ત્યારે) તે બોલ્યો, ‘“તમે મરો પણ નહીં અને જીવો પણ નહીં.'' આવા વિચિત્ર વર્તનથી રાજાને આશ્ચર્ય થયું. પૂજ્યશ્રીએ તે શબ્દોનો શું અર્થ થાય તેનું તેની (રાજાની) સમક્ષ વર્ણન કર્યું, ‘‘તમે તાત્કાલિક મરણ પામો.” એવું તે બોલ્યો કારણ કે હું મારા મૃત્યુ પછી નિર્વાણ પામવાનો છું. તેથી મૃત્યુ એ મારા માટે ઈચ્છનીય છે. તારા કિસ્સામાં તું મૃત્યુ પછી નરકમાં જવાનો છે અને તેથી મૃત્યુ તારા માટે ઈચ્છનીય નથી અને તેથી તે બોલ્યો, ‘‘રાજા ઘણું જીવો.’’ અભયકુમારના કિસ્સામાં મૃત્યુથી કોઈ જ ફરક પડતો નથી. મૃત્યુ પછી પણ તે શુભ પુનર્જન્મ પામવાનો છે. તેથી કુષ્ટરોગી બોલ્યો, ‘‘તમે જીવો કે મરો.” પરંતુ ચંડાલના કિસ્સામાં તેના જીવન કે તેના મૃત્યુની કોઈ જ કિંમત (મહત્વાકાંક્ષા) નથી અને તે બંને તેને ખરાબ પરિણામો તરફ જ દોરી જશે. તેની પોતાની મંજિલ વિશે જાણીને શ્રેણિક અત્યંત નિરાશ થઈ ગયો, પરંતુ હજી તે દુન્યવી મોજમઝાથી મુગ્ધ થયેલો હતો અને તેને છોડી શકતો ન હતો. મહાવીરે તેને દિલાસો આપ્યો કે ભવિષ્યમાં તે પોતે પણ તીર્થંકર બનવાનો છે. ~ ૧૪૫ - Page #169 -------------------------------------------------------------------------- ________________ પરંતુ તાત્કાલિક તો શ્રેણિક (ધર્મનો) અનુયાયી તો ન બની શક્યો, પરંતુ અડગ વિશ્વાસ ધરાવનાર બન્યો અને પોતે બધા જ સંસારત્યાગીઓનાં પરિવારજનોનું ભરણપોષણ કરશે એવી જાહેરાત કરીને બધા જ સંન્યાસીઓને સુવિધાઓ પૂરી પાડી. આને લીધે ઘણા બધા રાજકુમારો અને શ્રેણિકની રાણીઓએ સંસારત્યાગ કર્યો. તેમાંનો એક અભય હતો. અભયનું ધર્મપરિવર્તન : અભયકુમાર રાજા શ્રેણિકનો તેની પત્ની નંદાથી જન્મેલો પુત્ર હતો. અભયકુમાર અત્યંત બુદ્ધિમાન હતો. એ તેની બુદ્ધિમત્તા હતી કે જેનાથી તે રાજાનો મંત્રી બન્યો હતો. જ્યારે મેઘકુમાર અને નંદિસેનાએ સંસારત્યાગ કર્યો હતો ત્યારે ગૃહસ્થ જીવનની પ્રતિજ્ઞાઓ સ્વીકારી હતી. શ્રેણિક વૃદ્ધ થતો જતો હતો અને તેથી તેણે અભયકુમારને રાજગાદી સ્વીકારવાની વિનંતી કરી. એક વખત જ્યારે પૂજ્યશ્રી તરફ આદર વ્યક્ત કરીને તેમને પૂછ્યું કે રાજ્યનો ત્યાગ કરનારો છેલ્લો રાજા ક્યો હતો? મહાવીરે પ્રત્યુત્તર વાળ્યો કે વિતભાયાનો ઉદયન છેલ્લો હતો. 1 તેની બુદ્ધિમત્તાની ઘણી કથાઓની નોંધ થઈ છે. અભયકુમાર મૂંઝાઈ ગયો. તેણે વિચાર્યું કે જો તે રાજ્યગાદી સ્વીકારશે તો તે ક્યારેય સંસારત્યાગ કરવા માટે શક્તિમાન બનશે નહીં, કારણ કે ઉદયન છેલ્લો (સંસારત્યાગ કરનાર રાજા) હતો. તે શ્રેણિક પાસે ગયો ? અને સંસારત્યાગ કરવા માટે અનુમતિ આપવાની યાચના કરી. રાજાને આશ્ચર્ય થયું. અભયકુમારે તેને જે કંઈ કહેવામાં આવ્યું હતું (મહાવીર દ્વારા) તે વર્ણવ્યું. પોતાની અત્યંત અનિચ્છા હોવા છતાં શ્રેણિકે તેને અનુમતિ આપી. અભયકુમાર મહાવીર પાસે ગયો અને તેણે સંસારત્યાગ કર્યો. અદ્રકનું પરિવર્તન : રાજકુમાર અદ્રકને શ્રેણિકના પુત્ર અભયકુમાર સાથે સારા સંબંધો હતા. તેના પિતાશ્રી શ્રેણિકના મિત્ર હતા. અદ્રકે અભયકુમારને કેટલીક ભેટસોગાદો મોકલી. અભયકુમારે બદલામાં પોતાના મિત્રના કલ્યાણના ખ્યાલ સાથે આદિનાથ તીર્થકર મૂર્તિ મોક્લી. અદ્રક ધર્મની બાબતોમાં તદ્દન - ૧૪૬ - Page #170 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાની હતો. તેથી તે દંગ રહી ગયો અને હંમેશાં તે પેલી ભેટ તરફ આશ્ચર્યચક્તિ બનીને જોઈ રહેતો. એક વખત તેને તેનો પૂર્વજન્મ યાદ આવી ગયો. તેણે આદિનાથની મૂર્તિની પૂજા કરવી શરૂ કરી અને એ સંસ્કારીભૂમિ કે જેના પર તીર્થંકર પોતે વ્યક્તિ તરીકે રહ્યા હતા ત્યાં જવાની ઈચ્છા કરી. 2 તે જ્યારે સામયિક તરીકે જન્મ્યો હતો, ત્યારે તેની પત્નીનું નામ બંધુમતી હતું. તેના પિતાશ્રી ક્યારેય તેને આ માટેની અનુમતિ આપશે નહીં (એમ જાણીને) તેણે એક યુક્તિ રચી. તેણે એક વખત એક વહાણ તૈયાર રાખ્યું કે જ્યારે તે પોતપોતાની ઘોડેસવારીની શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરવાનો હતો. (એ વખતે) તેણે અશ્વને જ્યાં વહાણ તૈયાર રાખ્યું હતું ત્યાં ભગાડ્યો અને આ રીતે તે સુસંસ્કૃત ભૂમિ તરફ નાસી છૂટ્યો. જેવો તે સુસંસ્કૃત ભૂમિના કિનારે પહોંચ્યો કે તરત જ તેણે પોતે સંસારત્યાગ કર્યો અને યતિનો ઝભ્ભો પહેરી લીધો. આમ યતિના ઝભ્યાથી આચ્છાદિત થઈને પરિભ્રમણ કરતાં એકવાર તે વસંતપુરમાં આવ્યો. આ મહાનગરના પાદરે એક મંદિર હતું ત્યાં અદ્રક આવ્યો અને ધ્યાનમાં તલ્લીન થઈને ત્યાં બેઠો. હવે તે મહાનગરમાં દેવદત્ત નામનો એક શ્રીમંત વ્યાપારી વસતો હતો. તેની પત્નીનું નામ ધનવતી હતું. સામયિકની અગાઉની પત્ની બંધુમતીનો (બીજો) જન્મ અહીં થયો હતો. તેણી ઉંમરલાયક થતાં તેની પોતાની સાહેલીઓ સાથે તેણી આ મંદિરમાં આવી. વર પસંદ કરવાની રમત રમતી વખતે તેના પૂર્વજન્મના પ્રેમને લીધે શ્રીમતીએ આ યતિને તેના પતિ તરીકે પસંદ કર્યો. આ અંગે તદ્દન અજાણ એવા અદ્રકે તે જગ્યાએથી આગળ પ્રયાણ કર્યું. યોગ્ય સમયે શ્રીમતીના પિતાશ્રીએ તેની પુત્રીના લગ્ન માટે વિચાર કર્યો, પરંતુ શ્રીમતીએ તેના પિતાશ્રીને કહ્યું કે જોકે રમતમાં પણ તેણે પેલા મુનિ સાથે લગ્ન કરી લીધાં છે કે જેમના વિશેની કોઈ જ વિગત તેણી જાણીતી નથી, કિંતુ હવે તેણી કોઈ અન્ય સાથે લગ્ન કરશે નહીં. તેણીએ માત્ર તેના પગમાં રહેલા વિશિષ્ટ ચિહનની જ નોંધ લીધી હતી. દેવદતે હવે એવી ગોઠવણ કરી કે તે મહાનગરમાં આવતો પ્રત્યેક Page #171 -------------------------------------------------------------------------- ________________ યતિ તેની પુત્રીના હાથનું દાન સ્વીકારે. ઘણા સમય પછી અદ્રક તે મહાનગરમાં આવ્યો. શ્રીમતીએ તેને તેના પગ ઉપરના ચિહ્ન પરથી તેને ઓળખ્યો. ત્યાર પછી અદ્રકને શ્રીમતીના નિર્ણયની જાણ કરવામાં આવી, રાજા, વ્યાપારી અને (નગરના) માનવંતા કુલિન માણસો – એ સૌએ તેની તેણીની સાથે લગ્ન કરવાની વિનંતી કરી. જ્યારે તેમણે તેના પર અતિશય દબાણ કર્યું ત્યારે તેણે (લગ્ન બાદ) પ્રથમ પ્રસૂતિ સુધી જ તેની સાથે રહેવાની સંમતિ આપી. યોગ્ય સમયે શ્રીમતીએ પુત્રને જન્મ આપ્યો. જ્યારે અદ્રને ત્યાંથી પ્રયાણ કરવાનો વિચાર કર્યો ત્યારે તેની પત્ની શ્રીમતીએ તેને વિનંતી કરી કે હજી તો તેનો પુત્ર જન્મ્યો જ છે. તે જ્યારે એક કે બે વર્ષનો થાય ત્યાં સુધી રહી જવાની તેને વિનંતી કરી. બીજીવાર જ્યારે અદ્રક પ્રયાણ કરતો હતો ત્યારે તેને તેના પુત્ર દ્વારા સૂતરના તાર વડે બાંધવામાં આવ્યો. અદ્રકે તે તાર ગયા અને એટલાં વર્ષો માટે રહી જવા સંમત થયો, પરંતુ તે સમયને અંતે તેણે પ્રયાણ કર્યું. તેણે મહાવીર વિશે સાંભળ્યું હતું, તેથી તે રાજગૃહ તરફ આગળ વધ્યો. માર્ગમાં તેને ગોશાલક મળ્યો જેની સાથે તેણે મહાવીરની જીવન જીવવાની રીત અંગે ચર્ચા કરી.] 1 સૂત્રકૃતાંગઃ શ્રત સ્કંદ 2, અધ્યાય - 6, પાન - 387 થી 405 2 આવો જ પ્રસંગ બુદ્ધના જીવનમાં પણ બન્યો હતો કે જ્યાં ગુજરાત તેમને પ્રણામ કરે છે અને તેમને ઇજા પહોંચાડ્યા સિવાય ચાલ્યો જાય છે. તે જ્યારે આગળ વધ્યો ત્યારે તે હસ્તિ તપસાના નામે ઓળખાતા એક પ્રકારના સંન્યાસીઓને મળ્યો. તેણે તેમની સમક્ષ અહિંસાના સાચા સિદ્ધાંતો વર્ણવ્યા. તેને બુદ્ધ (શાક્યપુત્ર)ના શિષ્યો સાથે પણ વધ કરવામાં મનુષ્યની અગત્ય અંગે આ પ્રમાણે ચર્ચા થઈ. કોઈ પણ ઉદેશ્ય વગર વધ કરવો તે પાપમય છે કે કેમ ? ઘણા બધા યતિઓનું પોષણ કરીને જ માત્ર મનુષ્ય તેના આ અનિષ્ટ કાર્યમાંથી છૂટકારો મેળવી શકે કે કેમ ? તેને શંકરના અનુયાયીઓ સાથે આત્માની શાશ્વતતા અંગે ચર્ચા થઈ. આ બધી જ ચર્ચાઓ સૂત્રકૃતાંગમાં મળી આવે છે અને તે એટલી - ૧૪૮ - Page #172 -------------------------------------------------------------------------- ________________ બધી વાસ્તવિક છે કે આવી ચર્ચાઓ વિવિધ ધર્મોપદેશકોના શિષ્યો વચ્ચે પણ થવી જોઈએ. એ વખતે એક ચમત્કાર થયો. એક મોટો હસ્તિ કે જેનો તપસા સંન્યાસીઓ વધ કરવાના હતા, તેણે જંજીરો તોડી નાખી અને તે અદ્રક તરફ દોડ્યો, પરંતુ તેને કોઈ ઈજા કરી નહીં. હસ્તિએ તેને પ્રણામ કર્યા અને (ત્યાંથી) ચાલ્યો ગયો. શ્રેણિક અને અભયકુમાર અદ્રક પાસે પહોંચ્યા. તેમની સમક્ષ અદ્રકે હસ્તિ કેવી રીતે સાંકળો તોડી નાખવા માટે શક્તિમાન બન્યો તેનું વર્ણન કર્યું, કારણ કે અદ્રક (લોખંડની) જંજીરો કરતાં પણ વધારે મજબૂત એવા પ્રેમના કોમળ તાંતણાઓને પણ તોડી શક્યો હતો, તે જ રીતે હસ્તિ તેની જંજીરોને તોડવા માટે શક્તિમાન બન્યો હતો. (2) ત્યાર બાદ તેણે મહાવીર પાસેથી ધર્મોપદેશનું શ્રવણ કર્યું અને મહાવીરે બધા જ શિષ્યો કે જેમનું ધર્મપરિવર્તન અદ્રકે કરાવ્યું હતું તે તેને (અદ્રકને) તેની સંભાળ હેઠળ સોંપ્યા. પછી મહાવીર વિદેહ ત૨ફ ચાલી નીકળ્યા અને વર્ષાઋતુ દરમ્યાન વૈશાલીમાં વાસ કર્યો. 7મી વર્ષાઋતુ : 20મું વર્ષ : અલાભિયા : રાજગૃહમાં વર્ષાઋતુ વ્યતીત કર્યા પછી ભગવાન મહાવીર કૌસામ્બી તરફ ચાલી નીકળ્યા. રાજગૃહથી કૌસામ્બી તરફ જતાં રસ્તામાં મહાવીરે અલાભિયામાં ઊતારો કર્યો. અહીં અલાભિયામાં ઘણા બધા સામાન્ય ભક્તજનો રહેતા હતા. અને ત્યાં દેવોના જીવનકાળ અંગેનો મુદ્દો ઉદ્ભવ્યો. ભદ્ર ઋષિએ તેમની સમક્ષ વર્ણવ્યું કે તેમનો જીવનકાળ ઓછામાં ઓછો દસ હજાર વર્ષ અને મહત્તમ (જીવનકાળ) તેત્રીસ સાગરોપમા જેટલો હોય છે. જ્યારે મહાવીર અલાભિયામાં આવ્યા ત્યારે ઋષિ ભદ્રે જે કહ્યું હતું તેને સમર્થન આપ્યું. જ્યાં સુધી ઋષિભદ્ર જીવ્યા ત્યાં સુધી તેમણે પ્રતિજ્ઞાઓનું પાલન ર્યું અને તપશ્ચર્યાનાં વિવિધ સ્વરૂપો વડે તેમની જાતને શુદ્ધ કરી અને અંતે એક મહિનાના સંપૂર્ણ ઉપવાસ કરીને તેઓ અવસાન પામ્યા અને તેઓ દેવ તરીકે પુનર્જન્મ પામ્યા. ~ ૧૪૯ - Page #173 -------------------------------------------------------------------------- ________________ કૌસાખી.: અલાભિયામાંથી મહાવીર કૌસામ્બીમાં મંત્રીઓની સહાયથી મૃગાવતી રાજ્ય કારોબાર ચલાવતી હતી. ઉદયન સગીર હતો. ઉજ્જૈનનો રાજા ચંડuદ્યોત મૃગાવતી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો અને તે માટે એક વર્ષ પહેલાં તેણે સંદેશો પણ મોકલ્યો હતો. આને લીધે મૃગાવતીએ ઉદયન ઉમરલાયક થાય ત્યાં સુધી થોભી જવાની તેને વિનંતી કરી હતી. હવે જ્યારે મહાવીર ત્યાં બીજી વખત આવ્યા, ત્યારે પ્રદ્યોતની - પકડમાંથી છટકી જવાની તક મૃગાવતીએ ઝડપી લીધી. એક મોટી જાહેરસભામાં પ્રદ્યોહની અનુમતિથી તેમના સંપ્રદાયમાં પ્રવેશ આપવાની તેણીએ મહાવીરને વિનંતી કરી.પ્રદ્યોહ અનુમતિ આપવાની ના પાડી શક્યો નહીં અને અનિચ્છાએ પણ તેને સંમતિ આપી. તેણે ઉદયનની પ્રદ્યોતની સંભાળમાં સોંપણી કરી અને તેણીએ સંસારત્યાગ કર્યો. મૃગાવતીની સાથે જ પ્રદ્યોતની આઠ રાણીઓએ પણ તેની અનુમતિથી પોતાને પણ તેમના સંપ્રદાયમાં પ્રવેશ આપવાની મહાવીરને યાચના કરી અને તેમણે પણ સંસારત્યાગ કર્યો. ત્યાર બાદ મહાવીરે આસપાસનાં જનપદોમાં અને નગરોમાં વિહાર કર્યો અને છેવટે જ્યારે ઉનાળો પૂરો થયો ત્યારે તેઓ વૈશાલીમાં આવ્યા. આઠમી વર્ષાઋતુ 21મું વર્ષ : કેવલ્ય પ્રાપ્ત કર્યા પછી તેમણે વૈશાલીમાં આઠમી વર્ષાઋતુ વ્યતીત કરી. 21મા વર્ષના પ્રારંભમાં, જ્યારે વર્ષાઋતુ પૂર્ણ થઈ ત્યારે તેઓ એ કકાંડી તરફ પ્રયાણ કર્યું. (ઉત્તર વિદેહ) અને તેઓ કકાંડીમાં આવ્યા. અહીં ત્રણ મહત્ત્વનાં ધર્મપરિવર્તનો થયા જેમાં ઘન્ય, સદાલપુત્ત અને સુનક્ષત્ર મુખ્ય હતાં.* * REST : The description in 3PPIETTAT31 translation ધન્યનું ધર્મપરિવર્તન : ધન્યનું ધર્મપરિવર્તન મેઘકુમારનાં જેવું જ હતું. તે પારંપારિક પ્રકારનું ધર્મપરિવર્તન હતું. તેની માતાએ તેનું ધ્યાન અન્યત્ર વાળવા માટેના પ્રયત્નરૂપે કરેલા ધ્યાજનક વિલાપો નિષ્ફળ જતાં છેવટે તેણીએ અનુમતિ = ૧૫૦૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ આપી. તેના પિતાએ પણ (તેના નિર્ણયમાં) ખલેલ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે મક્કમ રહ્યો અને છેવટે) તેને યતિનું જીવન પસંદ કરવા માટેની અનુમતિ આપી. પરંતુ તેના વિશેની સૌથી મહત્ત્વની બાબત એ છે કે સર્વે તપસ્વીઓમાં તે મોખરાનું સ્થાન ધરાવતો હતો. ત્યાર પછી મહાવીર ગજપુરીમાં આવ્યા. અહીં તેમણે ધર્મોપદેશ આપ્યા અને ઘણી વ્યક્તિઓને ધર્મના પથ ઉપર સ્થાપિત કરી અને ત્યાંથી તેઓ પોલાસપુર ગયા. પોલાસપુર : પોલાસપુરમાં સદ્ધાલપુત્ત નામનો એક કુંભાર રહેતો હતો. (તે ખૂબ શ્રીમંત હતો.) સદ્ધાલપુત્તે તેના ધંધામાં નામના મેળવી હતી. સદ્ધાલપુર અત્યંત ધનિક હતો અને ત્યાંના સ્થાનિક કોટટ્યાધિપતિઓમાંનો એક હતો. તે આજીવિકા સિદ્ધાંતોમાં માનતો હતો. તેની માન્યતામાં તે એટલો બધો ભક્તિ પરાયણ હતો કે તે અન્ય બધા પંથો એ બધા જ પાખંડીઓ છે એમ માનતો. તેની પત્ની અગ્નિમિત્રા પણ આજીવિકા સિદ્ધાંતોમાં માનતી હતી. એકવાર જ્યારે સદ્ધાલપુખ્ત ગાઢ નિંદ્રા માણી રહ્યો હતો ત્યારે કેટલાક અન્ય દેવોએ તેને જણાવ્યું કે મહાન સર્વજ્ઞ બ્રાહ્મણ બીજે દિવસે આવવાના છે અને તેણે તેમને પોતાના ઘેર વહોરવા આવવા માટે આમંત્રણ આપવું જોઈએ. સદ્ધાલપુખ્ત વિચાર્યું કે તેના મહાન ગુરૂ મખાલીપુત્ત ગોશાલા તે દિવસે આવશે અને તેથી તે દિવસે તે ખૂબ વહેલો ઊઠ્યો. તે જ્યારે તૈયાર થતો હતો ત્યારે તેને જાણવા મળ્યું કે મહાન યતિ મહાવીર તે દિવસે પોલાસપુરમાં આવ્યા હતા. સદ્ધાલપત્તનો બધો જ ઉત્સાહ ઓસરી ગયો. તે અવાક્ થઈ ગયો અને આવા સંજોગોમાં શું કરવું તેની તેને સૂઝ ન પડી. પરંતુ દેવે તેને જે કીધું હતું તે તેને યાદ આવ્યું અને તેણે મહાવીરને તદન ઔપચારિક આમંત્રણ આપ્યું. મહાવીરે તેનું આમંત્રણ સ્વીકાર્યું અને તેની દુકાનમાં તેની સાથે રહ્યા. એકવાર જ્યારે સિદ્ધાલપુત્ત તેના કામમાં લીન હતો ત્યારે મહાવીરે તેને ઘડા કેવી રીતે બને છે તે અંગે પ્રશ્ન પૂછ્યો. સદ્દાલપુત્તે આખી પ્રક્રિયા તેમની સમક્ષ વર્ણવી. પછી મહાવીર બોલ્યા, “એ સત્ય નથી કે આ ઘડા - ૧૫૧ - Page #175 -------------------------------------------------------------------------- ________________ એ તારા શ્રમનું પરિણામ છે.” મહાવીર શાનો નિર્દેશ કરતા હતા તેનો સિદાલપુત્તને ખ્યાલ આવી ગયો. તેથી તેણે પ્રત્યુત્તર આપ્યો કે આ ઘડા વિવિધ આકારોમાં બનાવવામાં આવ્યા હતા કે જે (આકારો) તેમને માટે ઈશ્વરનિર્મિત હોય. મહાવીરે પછીથી હજી વધારે મૂંઝવતો પ્રશ્ન પૂછ્યો, “સદ્ધાલપુર ! ધારો કે કોઈ તારા ઘડા પડાવી જાય, ફેંકી દે અથવા તેનો નાશ કરે, તો તું તેને શિક્ષા કરે કે નહીં ? અને કદાચ તું તેને માફ કરી દે, કિંતુ ધારો કે આવો દુષ્ટ તારી પત્ની અગ્નિમિત્રાની પાસે પહોંચવાની હદે જાય તો તું તેને આ માટે શિક્ષા કરે કે નહીં?” સદ્ધાલપુત્તે મન પરથી કાબુ ગુમાવી દીધો અને બોલ્યો, “હું આવા માણસને ફટકારું, તેને ગાળો આપું અને તેની હત્યા પણ કરી બેસું.” મહાવીર સ્મિત સહિત બોલ્યા, “તારી માન્યતા અનુસાર દરેકને માટે જે તેને માટે પૂર્વનિર્મિત હોય તેવું જ બને છે. તો પછી શા માટે તું તે માણસને શિક્ષા કરે કે જ્યારે જે બન્યું છે તે સર્વથા ઈશ્વરનિર્મિત હતું અને તે માણસ તે માટે જરાયે જવાબદાર ન હતો.” સદાલપુત્તને તેની ભૂલ સમજાઈ અને તેણે મહાવીરને તેમના સંપ્રદાયમાં પોતાને પ્રવેશ આપવાની વિનંતી કરી. તેણે ગૃહસ્થ જીવનનાં બાર પ્રકારનાં વ્રતો લીધાં અને તે વ્રતોનું તેણે ઘણાં વર્ષો સુધી પાલન કર્યું. એકવાર જ્યારે તે ધ્યાનમાં તલ્લીન થઈને બેઠો હતો ત્યારે તેને કામદેવના જેવો જ અનુભવ થયો. દેવ દ્વારા તેને ધ્યાનમાં) ખલેલ પહોંચાડવામાં આવી. અંતમાં જ્યારે દેવે એવી ભ્રમણા ઊભી કરી કે તેની પત્નીને ઢાઈમાં જીવતી તળવામાં આવી અને સદ્ધાલપુત્ત પર તેના રક્તનો છંટકાવ કરવામાં આવ્યો. સદ્ધાલપુત્ત તેની તરફ દોડ્યા, કિંતુ તે તો માત્ર માયા હતી તે જાણીને નિરાશ થયો. તેણે તે અંગે પ્રાયશ્ચિત કર્યું અને ફરી એકવાર વ્રતોનું પાલન કરવાનો મક્કમ નિશ્ચય કર્યો. તેણે વ્રતોનું તેના મૃત્યુપર્યત પાલન કર્યું અને છેલ્લા દિવસોમાં નકોરડા ઉપવાસ કરીને અવસાન પામ્યો અને પછીથી દેવ તરીકે પુનર્જન્મ પામ્યો. તેની પત્ની પણ તેના જ દાંતને અનુસરી અને વ્રતોનું પાલન કરતાં - ૧૫૨ - Page #176 -------------------------------------------------------------------------- ________________ કરતાં એ જ પ્રકારે દેહત્યાગ કર્યો. પરંતુ સદ્ધાલપુત્તની વ્રતોનું પાલન કરવાની સમયાવધિ અન્ય લોકો માટે હોય એવી સરળ ન હતી, કારણ કે જૈન ધર્મગ્રંથો અનુસાર તેના સંસારત્યાગ પછી તરત જ તેને તેના અગાઉના ધર્મોપદેશક ગોસાલાના આક્રમણનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ગોસાલાએ જાણ્યું કે સદ્ધાલપુત્ત સામે બધી જ દલીલો વ્યર્થ ગઈ છે અને સદ્ધાપુત્તના પક્ષે તેના વર્તનમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે, તેથી તેનો સામનો કોઈ અન્ય રીતે કરવો જોઈએ. તેણે કુશળતાપૂર્વક પોતાનું વલણ બદલી નાખ્યું અને તેણે મહાવીર એક મહાન બ્રાહ્મણ તરીકે, મહાન ગોપ તરીકે, મહાન ધર્મોપદેશક તરીકે, મહાન વ્યવસ્થાપક તરીકે, અને મહાન પાર્થિક તરીકે સર્વશ્રેષ્ઠ છે એમ કહીને તેમની સ્તુતિ કરવા માંડી. 1 उवसग्गदासाओ અધ્યાય સદ્દાલપુત્તે તેમને વિવેક ખાતર અને પોતાના ગુરૂ તરફ ગોશાલકાએ દર્શાવેલ આદર બદલ પોતાને ત્યાં આમંત્ર્યા. - 7 તેને ત્યાં ફરી એકવાર ગોસાલાએ તેના મનનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનો કંઈ હેતુ સર્યો નહીં. તે સિદ્ધાલપુત્તને આસિવિકા સંપ્રદાય તરફ ફરીથી પાછો વાળી શકાયો નહીં. આસિવિકા સિદ્ધાંતોમાં માનનારાઓમાં સિદ્ધાલપુત્ત મોખરાનું સ્થાન ધરાવતો હતો અને તેથી તેમાં કોઈ આશ્ચર્ય નથી કે તેના ધર્મપરિવર્તને ગોસાલાને ભયંકર આંચકો આપ્યો. નવમી વર્ષાઋતુ : 22મું વર્ષ : ગ્રીષ્મઋતુના અંતે વાણિજ્યગ્રામ તરફ ચાલી નીકળ્યા અને વાણિજ્ય ગ્રામમાં તેમણે વર્ષાઋતુ વ્યતીત કરી. વાણિજ્યગ્રામમાં તેમણે પોતાની નવમી વર્ષાઋતુ ગાળી. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછીની મગધ તરફની તેમણે વ્યતીત કરેલી આ નવમી વર્ષાઋતુ હતી. જેવી વર્ષાઋતુ પૂર્ણ થઈ કે તરત જ મહાવીર મગધ તરફ આગળ વધ્યા અને થોડાક જ સમયમાં તેઓ રાજગૃહ આવ્યા. આ સમયે મહાશતક નામનો ગૃહસ્થ મહાવીરનો અનુયાયી બન્યો અને તેણે તેમની પાસેથી ગૃહસ્થ જીવનનાં બાર વ્રતો ધારણ કર્યાં. ~ ૧૫૩ - Page #177 -------------------------------------------------------------------------- ________________ તેણે આ વ્રતોનું તેના જીવનના અંત સુધી પાલન કર્યું, કિંતુ આ ગૃહસ્થને તેની પત્ની રેવતી તરફથી પ્રલોભનોનો સામનો કરવો પડ્યો કે જે (રવતી) પોતાના હલકા સ્વભાવથી પ્રભાવિત હતી. તે આ પ્રલોભનો સામે ટકી રહ્યો અને જીવનપર્યંત વ્રતોનું પાલન ક્યું. એક યતિ માટે એક સ્ત્રીની આકાંક્ષાઓમાંથી છટકવું એ સહેલું નથી અને વધુમાં જો તેણી તેની પૂર્વની પત્ની હોય. તે જ વર્ષે મહાવીરને પાર્શ્વનાથના અનુયાયીઓ સાથે જીવ અને અજીવ અંગે ચર્ચા થઈ.1 પાર્શ્વનાથના અનુયાયીઓએ મહાવીરને સુધારેલો સંપ્રદાય સ્વીકાર્યો. ત્યાર બાદ મહાવીરે રોહા દ્વારા તેમની સમક્ષ મૂકવામાં આવેલા સવાલોના પ્રત્યુત્તર આપ્યા. રોહાના પ્રશ્નો બિબાંઢાળ હતા અને માત્ર એક જ પાસાં સાથે સંબંધિત હતા. બે વસ્તુઓ જે જગતમાં અસ્તિત્વ ધરાવે છે અને જે શાશ્વત છે તે પૈકી કઈ પ્રથમ આવી અને કઈ તપશ્ચાત આવી. અહીં એક નમૂનો પૂરતો થઈ પડશે, રોહાએ પૂછ્યું, “આદરણીય ! બેમાંથી કઈ વસ્તુ પ્રથમ આવી, મરઘી કે ઈંડું?” મહાવીરે તેને સામો પ્રશ્ન પૂછયો, “રોહા ! મરઘી કેવી રીતે આવી ?” ““ઈંડામાંથી રોહાએ ઉત્તર આપ્યો. “અને ઈંડુ શામાંથી આવ્યું ?” મહાવીરે પૂછ્યું. મરઘીમાંથી” રોહાએ ઉત્તર આપ્યો. ત્યારે મહાવીરે પ્રત્યુત્તર આપ્યો. બંને પ્રથમ આવ્યાં છે એમ કહી શકાય. આ વસ્તુઓ શાશ્વત છે અને પ્રારંભથી જ તેઓ અસ્તિત્વ ધરાવે છે. આવી વસ્તુઓ માટે સમયાનુક્રમ હોઈ શકે નહીં. રોહા આ ઉત્તરોથી અત્યંત પ્રસન્ન થયો. છેલ્લે ગૌતમ ઇન્દ્રભૂતિ આવ્યા અને તેમણે બ્રહ્માંડને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા. મહાવીરે ઉપમાઓની મદદથી તેમની સમક્ષ તે વર્ણવ્યા. - ૧૫૪ - Page #178 -------------------------------------------------------------------------- ________________ 1 ભગવતીશતક - 5, ઉદ્દેશક - 9 ભગવતીશતક - 1, ઉદ્દેશક - 6 3 ભગવતીશતક - 1, ઉદ્દેશક - 6 2 : 23મું વર્ષ 10મી વર્ષાઋતુ કંચનગાલા ઃ આ વર્ષાઋતુમાં મહાવીરે રાજગૃહને તેમનું નિવાસસ્થાન બનાવ્યું. વર્ષાઋતુ ચર્તુમાસ પૂર્ણ થતાં જ મહાવીર પશ્ચિમ તરફ ચાલી નીકળ્યા અને કંચનગાલામાં આવ્યા અને છત્રપાલાસી મંદિરમાં ઊતર્યા. સ્કંદૂકનું ધર્મપરિવર્તન ઃ લોકો મહાવીરનું સ્વાગત કરવા માટે ચાલી નીકળ્યા. તેમાંનો એક સ્કંદક નામનો પરિભ્રમણ કરનાર સંન્યાસી હતો. સ્કંદક વિદ્વાન માણસ હતો અને તે સમયની કળાઓ અને વિજ્ઞાનમાં નિષ્ણાત અને તજ્જ (ગણાતો) હતો. એકવાર જ્યારે તે શ્રાવસ્તીમાં હતો ત્યારે પિંગળક નામના મહાવીરના અનુયાયીએ વિશ્વના આરંભ, અંત અને અસ્તિત્વ વિશે તેને કેટલાક પ્રશ્નો પૂછ્યા. સ્કંદક તેના ઉત્તરો આપી શક્યો નહિ, અને તે અંગે જેમ જેમ તે વિચાર કરવા માંડ્યો તેમ તેમ તે ગૂંચવાતો ગયો. જ્યારે તેને જાણ થઈ કે મહાવીર છત્રપાલાસી મંદિરમાં આવ્યા છે ત્યારે તેણે તે મંદિર તરફ પ્રયાણ કર્યું. મહાવીર ત્યારે ઈન્દ્રભૂતિ સાથે ગપશપ કરતા હતા તેમણે કહ્યું કે તે દિવસે ગૌતમ તેની પૂર્વ પરિચિત વ્યક્તિને મળશે. ઈન્દ્રભૂતિ ગૌતમને નવાઈ લાગી અને તેણે પૂછ્યું કે તે પરિચિત વ્યક્તિ કોણ હશે અને તેના કાર્યનો પ્રકાર કેવો હશે મહાવીરે તેને સ્કંદની ઘટના સંભળાવી એવામાં ગૌતમે સ્કંદકને તેની તરફ આવતો જોયો. ગૌતમ તેને અભિનંદવા માટે આગળ વધ્યો. તેનું અભિવાદન કરીને ગૌતમે તેનું ત્યાં આવવાનું કારણ કહ્યું. સ્કંદકને અત્યંત આશ્ચર્ય થયું અને તેણે તેને પૂછ્યું કે તેના મનમાં શું ચાલી રહ્યું છે તેની તેને (ગૌતમને) શી રીતે ખબર પડી ? ગૌતમે તેને કહ્યું કે આ બધું તેના ગુરુના પ્રતાપને લીધે છે. સ્કંદક ગુરુનાં દર્શન કરવા માટે આતુર બની ગયો ગૌતમ તેને મહાવીર પાસે લઈ ગયો ગુરુનું શાંત, સ્વસ્થ અને મોહક સ્વરૂપ જોઈને સ્કંદક અત્યંત આનંદિત થઈ ગયી. મહાવીરે ~ ૧૫૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ સ્કંદકની શંકાઓનું સમાધાન કર્યું અને અત્યંત ખુશ અને સંતુષ્ટ થયેલા સ્કંદ, મહાવીરને તેમના સંપ્રદાયમાં પોતાને પ્રવેશ આપવાની વિનંતી કરી. મહાવીરની નિશ્રામાં સ્કંદકે પોતાના સંપ્રદાયનો) ત્યાગ કર્યો અને તેના સમગ્ર જીવન પર્યન્ત યતિનાં વ્રતોનું પાલન કર્યું. સ્કંદક તેના ધર્મપરિવતન અગાઉ પણ સંન્યાસી તેમજ વિદ્વાન વ્યક્તિ હતો. તેથી એમાં કોઈજ આશ્ચર્ય નથી કે તેણે થોડા જ સમયમાં બધાજ ધર્મગ્રંથોમાં પ્રભુત્વ મેળવ્યું અને તેનો વ્યવહારમાં અમલ કરવાનું ચાલુ રાખ્યું. તપ અને ધ્યાનમાં તે તેના જીવનના લક્ષ્ય સુધી પહોંચી ગયો. દેહત્યાગ કર્યા પછી તે દેવ તરીકે જન્મ્યો. શ્રાવસ્તી : છત્રપાલાસથી મહાવીર શ્રાવસ્તીમાં કોપ્તક મંદિરમાં આવ્યા. અહીં બે ધર્મપરિવર્તનો થયાં. નંદિની પિતા અને તેની પત્ની અશ્વિની, સાવિહીપતિ અને તેની પત્ની ફાલ્ગનીએ ગૃહસ્થજીવનનાં બાર વ્રતો લીધાં. 11મી વર્ષાઋતુ 24મું વર્ષ : શ્રાવસ્તીથી મહાવીર વિદેહમાં આવ્યા અને વર્ષાઋતુ દરમ્યાન તેઓ વાણિજ્યગ્રામમાં રહ્યાં. જ્યારે વર્ષાઋતુ પૂર્ણ થઈ ત્યારે મહાવીર બ્રાહ્મણકુંડ ગયા. આ સ્થળે જમાલીએ પાંચસો યતિઓ સાથે સ્વતંત્ર રીતે બહાર જવા માટે અનુમતિ યાચી. મહાવીરે મૌન જાળવ્યું. જમાલીએ બીજી અને ત્રીજી વાર એજ માગણી કરી, કિંતુ મહાવીરે મૌન જાળવ્યું. જમાલી સ્પષ્ટ અનુમતિ સિવાય એમ કરવા માટે ચાલી નીકળ્યો. મહાવીર કૌશામ્બી આવ્યા. કૌશામ્બીમાં મહાવીરને આદર આપવા માટે સૂર્ય અને ચંદ્ર નીચે ઊતરી આવ્યા - આનાથી રાણી મૃગાવતી ગેરમાર્ગે દોરાઈ. તેણીને લાગ્યું કે હજી દિવસ છે અને તેથી મોડે સુધી તેણી ત્યાં રોકાઈ. તેણી જ્યારે તેના રહેઠાણે પહોંચી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું અને ચંદનાએ તેણીને ઠપકો આપ્યો. મૃગાવતી કે જે એકવાર રાજરાણી હતી તેને આનાથી પશ્ચાતાપ થયો અને તે પશ્ચાતાપથી પ્રેરાઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. રાત્રે જ્યારે ચંદના ઊંઘતી હતી ત્યારે તેની પાસે થઈને એક સર્પ પસાર થયો. મૃગાવતી તેના કેવળ જ્ઞાનને લીધે તે સર્પને જોઈ - ૧૫૬ - Page #180 -------------------------------------------------------------------------- ________________ શકી અને તેણીએ ચંદનાનો હાથ ઉપર ઊંચકી લીધો. ચંદના આ ઘટનાથી આશ્ચર્ય પામી કે રાત્રિના અંધકારમાં મૃગાવતી શી રીતે સર્પને જોઈ શકી? તેને તેણીના કેવળજ્ઞાનની જાણકારી ન હતી. તેને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણીને પણ પોતાના અજ્ઞાન બદલ પશ્ચાતાપ થયો અને આ પશ્ચાતાપને પરિણામે તેણીએ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કૌશામ્બીથી મહાવીર રાજગૃહ આવ્યા અને ગુણશીલા મંદિરમાં રહ્યા. એ વખતે પાર્શ્વના કેટલાક અનુયાયીઓ તુંગીયમાં આવ્યા હતા અને તેઓ પુષ્પવાટિકા મંદિરમાં ઊતર્યા હતા. ઘણા શ્રાવકો કે જેમણે બાર જાતનાં વ્રતો લીધાં હતાં અને તેમનાં દર્શન કરવા તેમજ તેમના ધર્મોપદેશનું શ્રવણ કરવા માટે આવ્યા હતા તેમણે જે બાબતો ફળ (લાભ) મળતાં રોકે છે અને તપ જેને (ફળોને) મેળવી આપે છે તે અંગે તેમને પ્રશ્નો પૂછ્યા. ગૌતમ ઈન્દ્રભૂતિ કે જે તે વખતે ભિક્ષા વહોરવા માટે વિહારાર્થે નીકળ્યો હતો તેણે આ પ્રશ્નો અને તેમના પ્રત્યુત્તરો સાંભળ્યા. નિવાસસ્થાને પાછા ફર્યા પછી તેણે મહાવીરને પૂછ્યું કે પ્રશ્નોના ઉત્તરો યોગ્ય રીતે અપાયા હતા કે નહિ. મહાવીરે ઉત્તરોને સ્વીકૃતિ આપી.' આજ વર્ષે અભયકુમાર અને વેણાસાએ વૈપુલ્ય પર્વત ઉપર મૃત્યુ સીધીના ઉપવાસ ઉપર ઊતર્યા. 12મી વર્ષા : 25મું વર્ષ : વર્ષાઋતુ દરમ્યાન મહાવીર રાગૃહમાં રહ્યાં. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછીની તેમની આ બારમી વર્ષાઋતુ હતી. વર્ષાઋતુ પૂર્ણ થયા પછી મહાવીરે ચંપા તરફ પ્રયાણ કર્યું. શ્રેણિક બિંબસારના દેહાવસાન પછી-1 કોનિયા દ્વારા ચંપાને મગધની રાજધાની બનાવવામાં આવી અને કોનિયાએ દબદબા સાથે મહાવીરનો સત્કાર કર્યો અને તે જાતેજ તેમને આદર આપવા માટે ગયો. આખુંયે મહાનગર પૂર્ણભદ્ર દેવાલયમાં ગયું, જ્યાં મહાવીર ઊતર્યા હતા. મહાવીરે તેમને પોતાના સિદ્ધાંતો અંગે ઉપદેશ આપ્યો. જ્યારે ધર્મોપદેશ આપવામાં આવતો હતો ત્યારે શ્રેણિકના ઘણાબધા પૌત્રોએ ગૃહસ્થજીવનનો ત્યાગ કર્યો અને સન્યાસ જીવન સ્વીકાર્યું. - ૧૫૦ - Page #181 -------------------------------------------------------------------------- ________________ જિનપાલિતનું ધર્મ પરિવર્તન ઃ આ રાજધરાનાના રાજકુમારોના ધર્મપરિવર્તન ઉપરાંત મહાવીરની નિશ્રામાં બીજા ઘણા બધાએ સંસારત્યાગ કર્યો. જે પૈકીનો એક જિનપાલિત હતો. તેની જીવનકથા અત્યંત રસપ્રદ છે. તેનું જીવન આપણને સિંદબાદની વાર્તાની યાદ અપાવે છે. (શાતાધર્મકથા સૂત્ર-6) જિનપાલિત અને જિનરક્ષિત એ બે ભાઈઓ હતા. તેમના પિતાનું નામ મકાન્તી હતું. તેમની માતાનું નામ ભદ્રા હતું. આ બંને ભાઈઓ સાહસિક ખલાસીઓ હતા અને બધાજ સમુદ્રોની તેમણે અગિયાર વખત સફર કરી હતી. તેઓ તેમની સાથે અઢળક દ્રવ્ય લાવ્યા હતા. ફરી એક વાર તેમનાં માતાપિતાની અનિચ્છા હોવા છતાં તેઓ દરિયાઈ સફરે નીકળ્યા. તેમણે ઘણું લાંબુ અંતર પસાર કર્યા પછી દરિયો તોફાની બન્યો અને વહાણ નાશ પામ્યું. બંને ભાઈઓએ એક મોટા લાકડાના પાટિયાનો આધાર લીધો અને આવી પરિસ્થિતિમાં તેઓ એક ટાપુ ઉપર આવ્યા. ત્યાં એક વિશિષ્ટ દેવી તેમને પોતાને ઘેર લઈ ગઈ અને તેમની સાથે તેણીએ ઈન્દ્રિય જન્ય મજા માણી. (આ આખી કથા જ્ઞાતાધર્મ કથા'ના ભાષાંતરમાં વર્ણવેલી છે.) 1 ભગવતીશતક 2, ઉદ્દેશક-5 P-133-140 1-1 તેમનું અવસાન અત્યંત કરૂણ હતું - જુઓ Ref : નિરયાવલિસૂત્ર એકવાર તેણીને કોઈ કાર્ય માટે બહાર જવાનું થયું કે જે કાર્ય કરવા માટે તેણીને ઈન્દ્ર દ્વારા સોંપવામાં આવ્યું હતું. જતી વખતે તેણીએ તેમને દક્ષિણ દિશામાં નહિ જવા માટે ચેતવણી આપી કારણકે ત્યા એક ભયાનક સર્પ રહેતો હતો જે માત્ર દૃષ્ટિપાત કરીને મનુષ્યને મારી નાખતો હતો. જ્યારે તે દેવી છૂટી પડી ત્યારે બંને ભાઈઓ એ આસપાસનાં સ્થળોએ ફરીને મજા માણી. તેઓ બંને જણ દક્ષિણ દિશા તરફ જવા માટે ખાસ કરીને આતુર બન્યા કારણકે તેમને તેમ કરવા માટે મનાઈ ફરમાવવામાં આવી હતી. એકવાર જ્યારે તેઓ તે જ દિશામાં (દક્ષિણ દિશામાં) અત્યંત દૂર ગયા ત્યારે તેમણે ત્યાં જેના પર મનુષ્યોનો વધ કરવામાં આવે છે એવો એક માંચડો જોયો, ત્યાં એક માણસ ભાલો ખૂંચેલી દશામાં દયાજનક રીતે મદદ માટે મોટથી બૂમો પાડતો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું ~ ૧૫૮ - Page #182 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તે બંને ભાઈઓ સમક્ષ તેણે પોતાનું જીવન અને પેલી દેવીની ક્રૂરતા વર્ણવી. બંને ભાઈઓને ડર લાગ્યો કે દેવી કોઈક દિવસ તેમને પણ મારી નાખશે અને તેમણે તે માણસને નાસી છૂટવા માટેનો માર્ગ પૂછ્યો. તેણે કહ્યું કે પૂર્વ દિશામાં એક યક્ષ ૨હે છે જે કોઈક શુભ દિવસોમાં મોટેથી બૂમ પાડીને કહે છે કે એવું કોઈ છે કે જેને પોતે સહાય કરી શકે અથવા બચાવી શકે. બંને ભાઈઓએ તે મુજબ કર્યું. યક્ષ બોલ્યો : ‘‘હું એક અશ્વનું સ્વરૂપ ધારણ કરીશ અને તમને બીજા કિનારે લઈ જઈશ, પરંતુ જ્યારે તમે મારી પીઠ ઉપર બેઠા હોય ત્યારે દેવી તમને ગમે એટલા વધારે લલચાવે તો પણ તમારે પાછળ જોવાનું નથી. કિંતુ જો તમે પાછળ જોશો તો હું તમને મારી પીઠ ઉપરથી નીચે ફેંકી દઈશ અને દેવી તમારો વધ કરશે. જ્યાં સુધી તમે મારી પીઠ ઉપર હશો ત્યાં સુધી તમને કોઈ જ હાનિ પહોંચાડી શકશે નહિ.’ બંને ભાઈઓ અશ્વની પીઠ ઉપર સવાર થયા અને ચાલી નીકળ્યા. દેવી જ્યારે પાછી આવી ત્યારે તેણીએ તેમને ત્યાં જોયા નહિ અને શું બન્યું હશે તેનું અનુમાન કરીને તેણી તેમને લોભાવવા માટે ગઈ. બેમાંથી એક ભાઈ લલચાયો અને તેણે પાછળ જોયું. યક્ષે તેને પોતાની પીઠ પરથી નીચે ફેંકી દીધો અને જેવો તે નીચે ફેંકાયો કે તરત જ દેવીએ તેનો વધ કર્યો. જિનપાલિત એકલો જ પંડે ઘેર આવ્યો અને તેનાં માતાપિતાને આખીયે દુ:ખ દાયક વાર્તા સંભળાવી. માતાપિતા અત્યંત દુઃખી થયાં. યથોચિત સમયે તેઓને આ ઘટનાનું વિસ્મરણ થતું ગયું અને દુઃખ ભૂલાઈ ગયું. જ્યારે મહાવીર ચંપામાં આવ્યા ત્યારે જિનપાલિતે તેમની નિશ્રામાં સંસારત્યાગ કર્યો. બીજો એક પાલિત નામનો દરિયાખેડુ હતો કે જેણે પણ મહાવીરની નિશ્રામાં શ્રાવકનાં બાર પ્રકારનાં વ્રતો લીધાં. મહાવીરે વિદેહ તરફ પ્રસ્થાન કર્યું. રસ્તે જતાં કકાન્ડીમાં તેમણે ક્ષેમક અને શ્રૃતિધરાનું ધર્મપરિવર્તન કરાવ્યું. તેમણે શ્રાવક જીવનનો ત્યાગ કરીને યતિનાં વસ્ત્રો પહેરી લીધાં. ~ ૧૫૯ × Page #183 -------------------------------------------------------------------------- ________________ 13મી વર્ષાઋતુ : 26મું વર્ષ ઃ અંગ તરફ : મહાવીરે વર્ષાઋતુ મિથિલામાં વ્યતીત કરી. મહાવીર અંગ તરફ આગળ વધ્યા. તેમણે વૈશાલી તરફ જવાની ધૃષ્ટતા કરી નહિ, કારણકે તે વખતે વૈશાલી મગધ અને વૈશાલીના બે મહાન રાજ્યકર્તાઓ વચ્ચેનું રણમેદાન બની ગયું હતું. મહાવીરના જીવનકાળ દરમ્યાન જ આ મહાન યુદ્ધ થયું. રાજા શ્રેણિકને ઘણા બધા પુત્રો હતા. શ્રેણિકે તેના પોતાના જીવનકાળ દરમ્યાન જ હલ્લ અને વિહલ્લને સેચંડક હસ્તિ અને સુંદર કંઠહાર આપ્યો હતો. શ્રેણિક બહુ જ કરૂણાજનક રીતે મૃત્યુ પામ્યો અને કોણિય અજાતશત્રુ તેનો ઉત્તરાધિકારી બન્યો. એકવાર જ્યારે હલ્લ અને વિહલ્લ પેલા કંઠહાર સાથે હસ્તિ ઉપર બહાર ફરવા નીકળ્યા ત્યારે રસ્તામાં કોશિય અજાતશત્રુની રાણી પદ્માવતીએ તેમને જોયા અને તેણીને તે હસ્તિ અને કંઠહારની ઈર્ષા આવી. તેણે કોણિયને ઉશ્કેર્યો. કોણિયે પેલી બે ચીજોની તેના ભાઈઓ પાસે માગણી કરી. હલ્લ અને વિહલ્લને ભય લાગ્યો કે કોણિયે તેના પિતા શ્રેણિક સાથે જેવો ખરાબ વ્યવહાર કર્યો હતો તેવોજ તેમની સાથે પણ કરશે. તેથી તેમણે તેમના દાદા ચેતક કે જેઓ તે વખતે વૈશાલીના રાજા હતા તેમની પાસે આશ્રય લીધો. કોણિયે ચેતક પાસે તેની વસ્તુઓની અથવા તો હલ્લ અને વિહલ્લને તેને સોંપી દેવાની માગણી કરી. ચેતકે હલ્લ અને વિહલ્લને સોંપી દેવાની અથવા તો હસ્તિ અને કંઠહાર આપવાની ઘસીને ના પાડી. પરિણામે એકબાજુ કોશિય અને ક્લા વગેરે તેના દસ ભાઈઓ અને બીજી બાજુ ચેતક અને તેના ખંડિયા રાજાઓ વચ્ચે મહાન યુદ્ધ ફાટી નીકળ્યું (આ ખંડિયા રાજાઓમાં નવ લિચ્છવી, નવ મલ્લ અને અઢાર કાશી-કેશલ દેશોના રાજાઓ હતા.) આ યુદ્ધમાં કોણિયના દસેદસ ભાઈઓ મરાયા. (આ યુદ્ધનું વિગતવાર વર્ણન અત્યંત રસપ્રદ રીતે આપવામાં આવ્યું છે.) અંગદેશની રાજધાની ચંપામાં રાજા શ્રેણિકની દસ વિધવા રાણીઓએ મહાવીર જ્યારે જાણ્યું કે તેઓ યુદ્ધમાંથી સહિસલામત ઘેર પાછી ફરી શકશે નહિ ત્યારે મહાવીરની નિશ્રામાં સંસારત્યાગ કર્યો. આ બધી રાણીઓએ અલગ અલગ આસનોમાં રહીને અને યતિના વ્યવહારોનો આશરો લઈને ~ ૧૬૦ Page #184 -------------------------------------------------------------------------- ________________ તપ કરવાનું ચાલું રાખ્યું અને છેવટે મૃત્યુપર્યન્તના ઉપવાસ કરીને જે માટે તેઓ આવું કઠિન જીવન જીવ્યાં હતાં તે મેળવ્યું. મહાવીર થોડોક સમય ચંપામાં રહ્યા અને પછી તેઓ મિથિલા તરફ આગળ વધ્યા. 14મી વર્ષાઋતુ : 27મું વર્ષ ઃ શ્રાવસ્તી : ચૌદમી વર્ષાઋતુ દરમ્યાન મહાવીર મિથિલામાં રહ્યાં. ત્યાં ચાતુર્માસ પૂર્ણ કરીને મહાવીર શ્રાવસ્તી ગયા અને કૌશતક મંદિરમાં રહ્યા. હલ્લ અને વિહલ્લ કે જેઓ મહાન યુદ્ધ માટે જવાબદાર હતા, તેઓ કોઈપણ રીતે મહાવીર પાસે પહોંચ્યા અને મહાવીરની નિશ્રામાં સંસાર ત્યાગ કર્યો અને યતિ જીવનની પ્રતિજ્ઞાઓ લીધી. આ સમયે ગોશાલા મંખાલીપુત્ત પણ શ્રાવસ્તી માં આવેલા હતા અને કામની વેઠ ઉતારનાર હલપુત્તને ધીરજપૂર્વક સહન કરતા હતા અને ત્યારેજ તેના સંસાર ત્યાગના સત્યાવીસમાં વર્ષ પછી ગોશાલા મખાલીપુત્તના જીવનમાં એક કરૂણાજનક બનાવ બન્યો. આ ગોશાલકા ઘટના પછી મહાવીર મેન્વિકા ગયા અને સાંકૌશતક મંદિરમાં વિસામો કર્યો. (1) નિરયાવલિસૂત્ર 2 (2) નિરયાવલિઓ - પ્રક. 1 (૩) ગોશાલકા ઘટના : “ગોસાલા' એ શીર્ષકવાળું પ્રકરણ સંદર્ભ માટે જુઓ મહાવીરની માંદગી : ગોશાલા ઘટનાની મહાવીરના સ્વાથ્ય ઉપર ગાઢ અસર થઈ. પિત્તને કારણે મહાવીર જ્વરથી પરેશાન રહેવા લાગ્યા અને શૌચક્રિયા દરમ્યાન રક્તસ્ત્રાવ પણ થવા લાગ્યો. તેઓનું તન એકદમ કૃશ થવા લાગ્યું અને ફીકું પણ પડવા માંડ્યું. લોકોને ભય લાગ્યો કે તેમને કોઈ દુષ્ટ તત્ત્વો નડતાં હોવાં જોઈએ અને (આમ વિચારીને) તેઓ અત્યંત દિલગીર બની ગયાં. સિંહા કે જેઓ મેક્રિયાથી બહુ દૂર નહીં એવા માલુકામાં ધ્યાન કરતા હતા તેમને આ બાબતની જાણ થઈ. તેમને અત્યંત રંજ થયો અને તેઓ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શક્યા નહિ. તેમને પોતાને પણ મહાવીરના સ્વાથ્ય અંગે ચિંતા થઈ. તેમને ભય લાગ્યો કે ગોસાલાની આગાહી સાચી પડશે. લોકો મહાવીર વિશે શું કહેશે ? - ૧૬૧ - Page #185 -------------------------------------------------------------------------- ________________ આવા બધા વિચારોને પરિણામ તેમને તીવ્ર વ્યથા થઈ. તેમણે પોતાની જાત પરથી કાબૂ ગૂમાવ્યો અને મોટેથી રડવા લાગ્યા. મહાવીરને આ બાબતની જાણ થઈ અને તેમણે સિંહાને તેડું મોકલ્યું. જ્યારે સિંહાને મહાવીર પાસે લાવવામાં આવ્યા ત્યારે મહાવીરે તેમને દિલાસો આપો.. મહાવીર બોલ્યા, “તમે રડી પડ્યા, કારણકે તમને મારી ચિંતા થતી હતી.જો એમ જ હોય તે તમે ચિંતા કરશો નહિ. હું હજી પણ વધુ સોળ વર્ષ જીવવાનો છું.” સિંહાને પ્રત્યુતર આપ્યો, “મુરબ્બીશ્રી! તે સાચું પડે, પરંતુ આપના રોગને દૂર કરવાનો કોઈ ઉપાય નથી ?” મહાવીર બોલ્યા, “જો તમારી એવી જ ઈચ્છા હોય તો રેવતી નામની એક શ્રાવકની પત્ની પાસે જાઓ અને તેની પાસે જે દવા છે તે લઈ આવો. યાદ રાખો કે તેણીની પાસે બે દવાઓ છે, એક ખાસ મારે માટે જ તેણીએ તૈયાર કરી છે અને બીજી તદન સામાન્ય (દવા) છે. તમે એ દવા લઈ આવે કે જે તેણીયે ખાસ મારે માટે બનાવી નથી.” - સિંઘ રાજી થઈ ગયા અને મહાવીરને આદરઆપીને રેવતીને ત્યાં ગયા. આદર પૂર્વક રેવતીએ તેમને શું જોઈએ છે તે અંગે પૂછ્યું. સિંહાએ તેમની જે જરૂરિયાત હતી તે અંગે તેણીને કહ્યું. - રેવતીને આશ્ચર્ય થયું અને તેમને પૂછ્યું કે તે મહાન સંન્યાસી કોણ હતા કે જેઓ તેણીનું રહસ્ય જાણી ગયા હતા અને તે (રહસ્ય) તેમની સમક્ષ (સિંહાની) ખૂલ્લું કર્યું હતું ? સિંહાએ તેણીની સમક્ષ વર્ણવ્યું કે મહાવીર કે જે બધું જ જાણતા હતા તેમને તે અંગે પોતાને કહ્યું હતું. રેવતીએ તેમને જરૂરી હતી તે દવા આપી અને એમ કરીને તેણીએ પોતાને માટે અતિશય કલ્યાણ પ્રાપ્ત કર્યું. સિંહાએ તે દવા મહાવીરને આપી અને મહાવીર સાજા થઈ ગયા. તેમની (સ્વાથ્ય અંગેની) મુશ્કેલીઓ ટળી ગઈ. તેઓ પહેલાંની જેમજ તેજસ્વી અને તંદુરસ્ત બની ગયા. મહાવીરે તેમનું અગાઉનું સ્વાથ્ય ફરીથી - ૧૬૨ - Page #186 -------------------------------------------------------------------------- ________________ પાછું મેળવ્યું અને તેનાથી સર્વે આનંદિત થઈ ગયા.' 15મી વર્ષાઋતુ ઃ 28મું વર્ષ : મહાવીર મેંધિયામાં થોડોક સમય રહ્યા. મહાવીર મિથિલા ગયા અને મિથિલામાં વર્ષાઋતુ વ્યતીત કરી. વર્ષાઋતુ પૂર્ણ થયા પછી, મહાવીર પશ્ચિમ તરફ ગયા. જ્યારે મહાવીર પશ્ચિમ તરફ આગળ વધતા હતા ત્યારે ગૌતમ ઈન્દ્રભૂતિએ શ્રાવસ્તીમાં નિવાસ કર્યો હતો. જ્યારે ગૌતમ ઈન્દ્રભૂતિ તેમના શિષ્યો સાથે કૌષ્ટક દેવાલયમાં રહેતા હતા, ત્યારે કેશિકુમાર નામનો પાર્શ્વનો વિદ્વાન અનુયાયી ટિંડુકા વાટિકામાં રહેવા માટે આવ્યો હતો. 1 ભગવતી શતક lb 2 આ વખતે જમાલી ઘટના બની શ્રાવસ્તીની ટિંડુકા વાટિકામાં ઈન્દ્રભૂતિ ગૌતમ અને કેશિકુમાર વચ્ચે સુંદર ચર્ચા થઈ. અત્રે મહાવીરના સાંપ્રદાયિક સિદ્ધાંતો અને પાર્શ્વના સાંપ્રદાયિક સિદ્ધાંતો વચ્ચેનો તફાવતો અંગે ચર્ચા થઈ અને અન્ય ઘણા સવાલોના ઉત્તરો આપવામાં આવ્યા. જેમણે તેમાં હાજરી આપી તે સર્વેના કલ્યાણ માટે આ ચર્ચા સહાયભૂત બની. શિવનું ધર્મપરિવર્તન : મહાવીર શ્રાવસ્તીમાં આવ્યા અને શ્રાવસ્તીમાં થોડાક દિવસના રોકાણ પછી તેઓ પાંચાલ તરફ આગળ વધ્યા. પાંચાલથી તેઓ આહિકચત્ર આવ્યા અને ત્યાંથી કુરુ અને છેવટે હસ્તિનાપુર પહોંચ્યા અને ત્યાં સહસ્ત્રરાવન વાટિકામાં રહ્યા. શિવ હસ્તિનાપુરનો રાજા હતો. તે સુખી અને સંતોષી હતો. એક વાર તે અર્ધરાત્રીએ જાગૃત થયો, તેની નિંદ્રામાં ખલેલ પેદા થઈ અને જ્યારે રાજ્યની ઘટનાઓ વિશે ચિંતા કરતાં કરતાં તત્કાલિન પરિસ્થિતિ અંગે વિચારમાં ગરકાવ થઈ ગયો. તેણે વિચાર કર્યો કે તેનું વર્તમાન ઐશ્વર્ય અને સુખ તેનાં ગતજન્મનાં સત્કર્મોને લીધે હતી અને (તેથી) તેણે ભવિષ્ય માટે પણ આવી જ કંઈક જોગવાઈ કરવી જોઈએ. ભવિષ્ય માટે તે કરી શકે તેવી સર્વોત્તમ જોગવાઈ એ તેની રાજ્યગાદીને ત્યાગ કરીને તપ કરવાની છે કે જે તેના લ્યાણ માટે સહાયકારક બની શકશે. બીજે દિવસે તેણે વહેલી પ્રભાતે નિંદ્રાનો ત્યાગ કર્યો, સગાંસંબંધીઓ - ૧૬૨ - Page #187 -------------------------------------------------------------------------- ________________ તેમજ પરિચિત વ્યક્તિઓને આમંત્રિત કરી તેના પુત્રનો રાજ્યગાદી પર અભિષેક કર્યો અને તેમની અનુમતિથી યતિ (દિશપ્રોક) બનવા માટે દુન્યવી ઠાઠમાઠનો ત્યાગ કર્યો. દીર્ધકાળ પર્યન્ત શિવે તિજીવનનો વ્યવહાર ચાલુ રાખ્યો અને તેણે વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કર્યું જેની મદદથી તે સપ્ત સમુદ્રો અને સપ્ત દીપો જોઈ શક્યો. તે એવા નિર્ણય ઉપર આવ્યો કે સાત સમુદ્રો અને સાત દ્વીપો હતા અને તદ્દનુસાર તેણે ઉપદેશ આપવાનો આરંભ કર્યો. તેમના વહોરવા માટેના ફેરા દરમ્યાન ઈન્દ્રભૂતિ ગૌતમને તેની માન્યતા વિશે જાણકારી પ્રાપ્ત થઈ. પાછા ફરીને તેણે એ માન્યતા ટકી શકે એમ છે કે નહિ તે અંગે મહાવીરને પૂછ્યું. મહાવીરે પ્રત્યુત્તર આપ્યો કે અસંખ્ય દીપો અને સમુદ્રો છે. શિવ મૂંઝાઈ ગયો અને આ મૂંઝવણે તેના મનનો એટલો બધો કબજો લઈ લીધો કે તે તેને તેના પૂર્વના જ્ઞાનનું વિસ્મરણ થઈ ગયું. તે મહાવીર પાસે ગયો. મહાવીરે તેને તેમના સિદ્ધાંતોનો ઉપદેશ કર્યો. શિવે ધર્મપરિવર્તન કર્યું અને યતિ બની ગયો. તેણે ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો અને તેણે પોતાની જાતને યતિજીવનના વ્યવહારો પ્રત્યે સમર્પિત કરી અને અંતે નિર્વાણ પ્રાપ્ત કર્યું.2 પુઠિલા કે જે એક શ્રીમંત વેપારીનો પુત્ર હતો તેણે ગૃહસ્થ જીવનનાં બાર પ્રકારનાં વ્રતો ધારણ કર્યો. હસ્તિનાપુરથી મહાવીર મોકા આવ્યા અને નંદન દેવાલયમાં રહ્યા. અહીં તેમણે અગ્નિભૂતિ અને વાયુભૂતિના દેવોની શક્તિઓ અંગેના સવાલોના જવાબો આપ્યા. તેમણે ઈશાનેન્દ્ર અને ચમરેન્દ્રના પૂર્વજન્મો પણ વર્ણવ્યા. (i) ઉત્તરાધ્યયન : 28 (2) ભગવતી શતક 11, ઉદ્દેશક 9 (8) ધન્યની જેમ જ 16મી વર્ષાઋતુ, 29મું વર્ષ : - ત્યારબાદ મહાવીરે વાણિજ્યગ્રામ ગયા અને વર્ષાઋતુ ત્યાં વ્યતીત - ૧૬૪ - Page #188 -------------------------------------------------------------------------- ________________ કરી. વર્ષાઋતુ પછી મહાવીર રાજગૃહ આવ્યા અને ગુણશીલ દેવાલયમાં મુકામ કર્યો. ગૌતમ ઈન્દ્રભૂતિએ તેમના સંપ્રદાયના વિશિષ્ટ કૌશલ્ય માગી લે એવા મુદ્દાઓના સ્પષ્ટીકરણ અંગે પૃચ્છા કરી. મહાવીરે તે અંગેનું વર્ણન કર્યું અને તેમની સમક્ષ જૈન ધર્મના સામાન્ય ભક્તજનો અને આજિવિકા સિદ્ધાંતો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો.' 17મી વર્ષાઋતુ : 30મું વર્ષ : વર્ષાઋતુ દરમ્યાન મહાવીર રાજગૃહમાં રહ્યા. વર્ષાઋતુ પૂર્ણ થઈ કે તરત જ મહાવીર ચમ્પા તરફ ગયા અને ચમ્પાની પશ્ચિમ દિશામાં આવેલાં તેના એક પૃષ્ઠચમ્પા નામના ઉપનગરમાં નિવાસ કર્યો : શાલા અને મહાશાલાનું ધર્મપરિવર્તન : મહાશાલા અને શાળા બંનેએ મહાવીરના ધર્મ પ્રવચનનું શ્રવણ ક્યું. મહાશાલા કે જે પૃષ્ઠચમ્પાનો રાજવી હતો તેણે તેના કનિષ્ઠ બંને રાજ્ય સ્વીકારવાની તેમજ તેને સંસારત્યાગ માટે રજા આપવાની વિનંતી કરી. પરંતુ તેના કનિષ્ઠ બંધુએ પણ મહાવીરને સાંભળ્યા હતા અને તેને પણ સંસારત્યાગ કરવાનું મન થયું હતું. તેથી તેણે તેની ભગિનીના પુત્ર ગાગલીને રાજગાદી ઉપર બેસાડ્યો અને તે બંનેએ મહાવીરની નિશ્રામાં સંસાર ત્યાગ કર્યો. (આ વખતે) ચમ્પામાં કામદેવ ઘટના બની.. . મહાવીર ચપ્પાથી ચાલી નીકળ્યા અને દશાર્ણ ગયા. અહીં દશાર્ણભદ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. તેણે મહાવીરનું અત્યંત ઠાઠમાઠ અને અદ્વિતીય ભવ્યતા સહિત સ્વાગત કર્યું, તે મહાવીરના દર્શને ગયો. તે પોતાની જાત વિશે ગર્વિષ્ટ હતો. કિંતુ તે મહાવીરને આદર આપવા માટે તેમની પાસે આવ્યો અને દેવોના પરમેશ્વરનો (મહાવીરનો) વૈભવ અને પ્રતાપે તેના ગર્વને નમ્રતામાં પરિવર્તિત કરી નાખ્યો. તેણે મહાવીર પાસેથી યતિજીવનની પ્રતિજ્ઞાઓ સ્વીકારી અને તેમના સંપ્રદાયમાં પોતે પ્રવેશ મેળવ્યો. દશાર્ણપુરથી મહાવીર વિદેહ આવ્યા અને ત્યાંથી વાણિજ્યગ્રામ આવ્યા. વાણિજ્યગ્રામમાં સોમિલ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેને પાંચસો શિષ્યો હતા. તેણે જ્યારે વિદીત થયું કે મહાવીર વાણિજ્યગ્રામમાં - ૧૬૫ - Page #189 -------------------------------------------------------------------------- ________________ આવ્યા છે અને તેઓ દુતિયપલાસા દેવાલયમાં રહ્યા છે ત્યારે તેણે તેમનાં દર્શન કરવાનો અને તેમને કેટલાક સવાલ પૂછવાનો વિચાર કર્યો. તે મહાવીર પાસે ગયો અને કેટલાક બુદ્ધિયુક્ત યમકો (દ્વિઅર્થી શબ્દો) તેમને પૂછ્યા. મહાવીરે આ બુદ્ધિમાન બ્રાહ્મણના સર્વે સવાલોના ઉત્તરો આપ્યા અને માસા, કુલાડી, સરિસવા જેવા શબ્દોના શબ્દશ્લેષનું તેની સમક્ષ વર્ણન કર્યું.8 1 ભગવતી શતક-8, ઉદ્દેશક - 5 2 મહાવીરે પૂર્ણભદ્ર દેવાલયમાં તેનું ઉદાહરણ આપીને લોકોને સંતુષ્ટ કર્યા. ૩ ભગવતી શતક 18, ઉદ્દેશક - 10 જ્યારે સોમિલને જ્ઞાન થયું કે મહાવીર અતિ તીવ્ર બુદ્ધિમાન અને વિચક્ષણ છે કે જે તેમને છેતરવાની કોઈ યુક્તિમાં ફસાય એવા નથી ત્યારે તેણે ગૃહસ્થ જીવનનાં બાર પ્રકારનાં વ્રતોનો સ્વીકાર કર્યો. 18મી વર્ષાઋતુ : 81મું વર્ષ : મહાવીરે વર્ષાઋતુ વાણિજ્યગ્રામમાં વ્યતીત કરી. વર્ષાઋતુના અંતે મહાવીર કોશલ રાજ્ય તરફ ચાલી નીકળ્યા. તેઓ થોડાક દિવસ સાકેત, શ્રાવસ્તી અને અન્ય મહાનગરોમાં રહ્યા અને ત્યાર પછી પાંચાલ તરફ જતાં તેઓ કામ્પિત્યના પાદરમાં આવેલી સહસ્રમ્ર વાટિકામાં ઊતર્યા. કામ્પિત્યપુરમાં અમાદ નામનો એક બ્રાહ્મણ સંન્યાસી રહેતો હતો. તે પરિભ્રમણ કરતા એવા સાતસો શિષ્યોનો ગુરુ હતો. અમ્માદ મહાવીરના સંપ્રદાયની મુખ્ય માન્યતાઓમાં વિશ્વાસ ધરાવતો હતો. જો કે તેણે પરિભ્રમણ કરતા સંન્યાસીનો વેશ પરિધાન કર્યો હતો અને એવું જ જીવન જીવતો હતો (સંન્યાસી જેવું) તેમ છતાં જાણે કે તે સામાન્ય ભક્તજન જેનું પાલન કરતા હોય એવું અને બાર પ્રકારનાં વ્રતો સાથે અનુરૂપતા ધરાવતું જીવન પણ જીવતો હતો. જ્યારે ઈન્દ્રભૂતિ ગૌતમ કામ્પિત્યપુર આવ્યા ત્યારે તેમને અમ્માદની અલૌકિક શક્તિઓ વિશે જે અહેવાલો મળ્યા હતા તેમને વિશે શંકા કરવાનું શરૂ કર્યું. તેમણે મહાવીરને પૂછ્યું, “પૂજ્યશ્રી ! શું એ સત્ય છે કે અમ્માદ એવી અલૌકિક દેવી શક્તિઓ સાથે જન્મ્યો છે કે જેને કારણે તે એક જ સમયે સેંકડો સ્થળોએ રહી શકે અને તેનું ભોજન લઈ શકે?” Page #190 -------------------------------------------------------------------------- ________________ મહાવીરે ઉત્તર આપ્યો, ‘હા, ગૌતમ ! અમ્માદ એ અનુશાસન યુક્ત પ્રકૃતિ ધરાવતો અને યતિજીવનના કઠિન વ્યવહારોનું પાલન કરતો એવો સરસ માનવી છે કે જેણે અલૌકિક શક્તિઓ પ્રાપ્ત કરેલી છે.” ગૌતમે તેમને આગળ પૂછ્યું, ‘પૂજ્યશ્રી, તે આપની નિશ્રામાં સંસાર ત્યાગ કરશે ?” મહાવીરે અમ્માદ જે રીતે જીવતો હતો તેનું તેની સમક્ષ વિગતે વર્ણન કર્યું અને કહ્યું કે તે તેમની નિશ્રામાં સંસાર ત્યાગ નહીં કરે, કિંતુ તેના પુણ્યશાળી જીવનને કારણે તે દેવોના વિશ્વમાં પુનર્જન્મ પામશે અને તે પછીના જન્મમાં નિર્વાણ પામશે. 19મી વર્ષાઋતુ : 32મું વર્ષ : કામ્પિલ્યથી મહાવીર વિદેહ તરફ પાછા ફર્યા અને વર્ષાઋતુ વૈશાલીમાં વ્યતીત કરી. જ્યારે વર્ષાઋતુ પૂર્ણ થઈ મહાવીરે કાશી-કોશલ દેશોમાં પરિભ્રમણ કર્યું અને વાણિજ્યગ્રામના પાદરમાં દુતિપલાસા દેવાલયમાં નિવાસ કર્યો. (ઔપપાતિજ સૂત્ર) વાણિજ્યગ્રામમાં પાર્શ્વના અનુયાયી ગાંગેયે તેમને જુદા જુદા લોકમાં જીવના અસ્તિત્વ અંગે કેટલાક પ્રશ્નો પૂછ્યા. મહાવીરે જીવના અસ્તિત્વ વિશે તેમજ જીવના સ્વર્ગલોકમાંના દેવો સહિત જુદાં જુદાં લોકમાં રહેલા અસ્તિત્વ અંગેનું વર્ણન તેની સમક્ષ કર્યું. તેમનું વર્ણન તરંગી અટકળ ઉપર તેમજ ધર્મગ્રંથોના અભ્યાસ ઉપર આધારિત ન હતું, કિંતુ તે વર્ણન તેમના વ્યક્તિગત સાક્ષાત્કાર ઉપર આધારિત હતું. મહાવીરે વ્યક્તિગત સાક્ષાત્કારના મુદ્દા એમ કહીને વધુ પ્રકાશ પાડ્યો કે જેણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અથવા બીજા શબ્દોમાં સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે તેને તો બધી જ બાબતો સ્પષ્ટ થઈ જાય છે. મહાવીરની સર્વજ્ઞતા વિશે ગાંગેયને સંતોષ થઈ ગયો અને તેણે મહાવીરના પાંચ વ્રતોના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો, અત્યંત દીર્ઘકાળ સુધી ગાંગેય યતિ જીવન જીવ્યો અને નિર્વાણ પ્રાપ્ત કર્યું :1 (1) ભગવતી શતક-1, ઉદ્દેશક 32 ૧૬૦ ૦ Page #191 -------------------------------------------------------------------------- ________________ 20મી વર્ષાઋતુ : 88મું વર્ષ : પછી મહાવીર વૈશાલી આવ્યા અને વર્ષાઋતુ દરમ્યાન ત્યાં નિવાસ કર્યો. વર્ષાત્ર તુ પૂર્ણ થઈ કે તરત જ મહાવીર મગધ તરફ ચાલી નીકળ્યા અને ગુણશીલા દેવાલયમાં નિવાસ કર્યો તે વખતે જુદા જુદા ધર્મોના અનુયાયીઓ રાજગૃહમાં રહેતા હતા. તેમની વચ્ચે ધર્મની બાબતો અંગે અવારનવાર ચર્ચાઓ થતી હતી. ચર્ચાઓ નીચેના વિષયોને કેન્દ્રમાં રાખીને થતી હતી, જેમ કે અધ્યયન તેમજ વર્તનનું સાપેક્ષ મહત્ત્વ અને યતિના ચારિત્ર્ય ઘડતરમાં તેનો ફાળો, કર્મના કર્તા અને આત્મા વચ્ચેનો તફાવત અને અંતે જે કેવળ જ્ઞાન ધરાવે છે તેની સચ્ચાઈ, કોઈક અલૌકિક જીવ તે ધરાવતો હોય કે ન ધરાવતો હોય અને જો તે (કવળ જ્ઞાન) ધરાવતો હોય તે કેવળ સત્ય જ બોલશે. આ મુદ્દાઓ અંગે ગૌતમ દ્વિધામાં હતો અને તેને શાંતિ અર્પે એવી સ્પષ્ટતા ચાહતો હતો. મહાવીરે ખૂલાસો કર્યો અને આ બધા જ મુદ્દાઓ ઉપર સુંદર સમજ આપી. ગૌતમને સંતોષ થઈ ગયો. ગાગાલી, પિથાર અને યશોમતીનું ધર્મ પરિવર્તન રાજગૃહથી મહાવીર ચમ્પા તરફ ચાલી નીકળ્યા. જ્યારે મહાવીર ચમ્પા પહોંચ્યા ત્યારે ગૌતમ ઈન્દ્રભૂતિ પૃષ્ઠચમ્પા ગયા. રાજા ગાગાલિ કે જેનો બે એક વર્ષ પહેલાં જ રાજગાદી પર અભિષેક કરવામાં આવ્યો હતો તેણે અત્યંત આદરપૂર્વક ગૌતમને પ્રણામ કર્યા. ગાગાલિનાં માતાપિતા પિથાર-યશોમતી, તેના મંત્રીઓ અને પ્રજા પણ તેના ઉદાહરણને અનુસર્યા. ગૌતમે તેમને સંપ્રદાયના સિદ્ધાંતો અંગે ઉપદેશ આપ્યો. * ગૌતમની નિશ્રામાં ગાગાલિએ તેનાં માતાપિતા સાથે સંસાર ત્યાગ કર્યો અને પછી તે બધાં જ ગૌતમની સાથે મહાવીરને તેમનો આદર આપવા માટે ચાલી નીકળ્યા. તેઓ રસ્તે જતા હતા ત્યારે શુદ્ધ અંતરાત્માવાળી આ ચારે વ્યક્તિઓ અજ્ઞાનનાં વાદળો તોડી શકી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ગૌતમને આની કોઈજ જાણ ન હતી. તેઓ જ્યારે પવિત્ર આત્મા (મહાવીર)ના સાનિધ્યમાં હતા, ત્યારે ગૌતમે તેમને મહાવીરને વંદન કરવા માટે કહ્યું. પૂજ્યશ્રીએ દરમ્યાનગીરી કરી અને કહ્યું, “નહીં, ગૌતમ ! તેમનું અપમાન ન કર. - ૧૬૮ - Page #192 -------------------------------------------------------------------------- ________________ જેમણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તેણે અન્ય કોઈ વ્યક્તિને (કે જે કેવળ જ્ઞાન ધરાવતી હોય) પ્રણામ કરવાની આવશ્યકતા નથી.” ગૌતમ ઈન્દ્રભૂતિને આ સાંભળીને આશ્ચર્ય થયું અને આંચકો લાગ્યો. તેઓ કે જેમને તેણે તાજેતરમાં જ સંપ્રદાયમાં પ્રવેશ આપ્યો હતો, તેમણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, જ્યારે તે પોતે કેવળ અજ્ઞાની હતો. તે અત્યંત ચિંતાતુર અને અધીરો બન્યો. મહાવીર કે જે રાજગૃહ તરફ જવા માટે નીકળવાના હતા, તેઓ તેમના પ્રિય શિષ્યના વિચારો વાંચી શક્યા. જ્યારે તેમને સાંભળવા માટે આવેલાં સર્વે વિખરાઈ ગયાં, ત્યારે તેઓ મૃદુ અને મિષ્ટ અવાજમાં ગૌતમ પ્રત્યે બોલ્યા, “હે ગૌતમ ! તું દીર્ઘકાળથી મારી સાથે પ્રેમપૂર્વક જોડાયેલો છે. દીર્ઘકાળથી તું મારી પ્રશંસા કરે છે, દીર્ધકાળથી તું મારા સેવક તરીકે કામ કરે છે, તું મને અનુસરે છે અને મારી ઈચ્છાઓ અનુસાર કાર્ય કરે છે, આપણે બને) હવે પછી તરત થનારા આપણા અસ્તિત્વમાં આપણે દેવો તરીકે તેમજ મનુષ્યો તરીકે પરસ્પર જોડાયેલા છીએ. આપણે જ્યારે આ મર્ય દેહ છોડી દઈશું તે પછી પણ એક સાથે રહેવાના છીએ. આપણે ફરી એક વાર નિર્વાણની શાશ્વત શાંતિમાં મળવાના છીએ અને આપણી વચ્ચેનો મતભેદ ધીમે ધીમે પીગળીને લુપ્ત થઈ જશે.” ગૌતમનું મન શાંત થઈ ગયું. તે પોતે પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે તે સાંભળીને શાંત અને આનંદિત થઈ ગયો. ' 1 ભગવતી શતક-14, ઉદ્દેશક-2 2 ભગવતી શતક-14, ઉદેશક-7 રાજગૃહમાં પાખંડીઓ વસતા હતા અને તેઓ વિવિધ વિષયો ઉપર (અવારનવાર) ચર્ચાઓ કરતા હતા. જ્યારે મહાવીર રાજગૃહ આવ્યા ત્યારે તેમના સામાન્ય ભક્તજનો (શ્રાવકો) પૈકીનો એક તેમને સાંભળવા માટે આવ્યો. તેનું નામ મૃદુક હતું. તે જ્યારે (તે માટે) જતો હતો ત્યારે કેટલાક પાખંડીઓએ તેને અટકાવ્યો. તેઓ (પાખંડીઓ) પ્રકૃતિગત રીતે તેની વિરુદ્ધમાં હતા અને તેઓ સામાન્ય અર્થમાં આસ્તિકો હતા અને ખાસ અર્થમાં ધર્માસ્તિકો હતા. મૃદકે જેઓ દેખીતી રીતે અદશ્ય હોય છે તેવી વસ્તુઓ અંગે Page #193 -------------------------------------------------------------------------- ________________ ઉપમાઓની મદદથી પાખંડીઓને શાંત કર્યા. પાખંડીઓને શાંત કર્યા પછી મૃદક મહાવીર પાસે ગયો અને તેણે તેમના સેવક તરીકે કામ કર્યું. મહાવીરે મૃદૂદકની મોટેથી વાહવાહ કરી અને બોલ્યા, “મૃદૂદક ! તે યોગ્ય રીતે પાખંડીઓને ઉત્તર આપ્યો છે અને જેઓ કેવળ સિદ્ધાંત અને તેના ઉદેશને તેઓ પોતે યોગ્ય રીતે સમજ્યા વગર તેઓ પોતે ચર્ચા કરે છે, ચર્ચા વિચારણા કે ઉકેલ માટે રજૂઆત કરે છે અને તેને સમજાવે છે તેઓ કેવળી સિદ્ધાંતને ભારોભાર અન્યાય કરે છે. તેથી હું ખરેખર ખુશ થયો છું કે તે પાખંડીઓને યોગ્ય પ્રત્યુત્તર પાઠવ્યો છે.”2 મૃદૂદક અત્યંત ખુશ થયો અને પછી ત્યાં થોડાક સમય માટે ધર્મના સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરીને પછી ત્યાંથી ચાલ્યો ગયો. ગૌતમ એક સામાન્ય ગૃહસ્થની બુદ્ધિમત્તાથી આશ્ચર્ય પામ્યો અને તેણે મહાવીરને પૂછ્યું, “મૃદૂદક તેમની નિશ્રામાં સંસાર ત્યાગ કરશે કે નહિ.” મહાવીર બોલ્યા કે મૃદૂદક એ માત્ર સમર્પિત શ્રાવક તરીકેનું જીવન જીવશે અને પછીના મનુષ્ય જન્મમાં તે અસ્તિત્વની આ જંજીરમાંથી મુક્તિ મેળવશે.? 21મી વર્ષાઋતુ : 84મું વર્ષ : વર્ષાઋતુ દરમ્યાન મહાવીર રાજગૃહમાં રહ્યા. કેવળ જ્ઞાન પછીની તેમની આ એકવીસમી વર્ષાઋતુ હતી. વર્ષાઋતુ પૂર્ણ થયા પછી આસપાસનાં જનપદો અને નગરોમાં મહાવીરે ધર્મ ઉપદેશ આપ્યો, ગ્રીષ્મઋતુમાં તેઓ રાજગૃહ પરત આવીને ગુણશીલ દેવાલયમાં રહ્યાં. જ્યારે ગૌતમ તેમના વહોરવાના ફેરામાં હતા, ત્યારે પેલા પાખંડીઓમાંના કાલોદાયી નામના એક પાખંડી) કે જે ધર્માસ્તિક્યની સાચી પ્રકૃતિ જાણવા માટે થોડોક વધારે નિખાલસ હતો તેણે ઈન્દ્રભૂતિ ગૌતમને એજ પ્રશ્ન પૂછ્યો કે જે મૃદકને પૂછવામાં આવ્યો હતો. ઈન્દ્રભૂતિ ગૌતમ કે જે જાણતો હતો કે તે મુદ્દો મુદ્દક દ્વારા ક્યારનો યે વર્ણવવામાં આવેલો હતો તેણે ગૂઢાર્થમય રીતે ઉત્તર વાળ્યો, “એ કે - ૧૦૦ - Page #194 -------------------------------------------------------------------------- ________________ જે અસ્તિત્વ ધરાવે છે તેને આપણે અસ્તિત્વ શીલ કહીએ છીએ અને જે અસ્તિત્વ ધરાવતું નથી તેને આપણે બિન અસ્તિત્વશીલ કહીએ છીએ. તમે પોતે તેને અંગે કાળજીપૂર્વક વિચાર કરો અને તમને તેનો અર્થ મળી જશે.’’ (1) ભગવતી શતક-18, ઉદ્દેશક-7 (2) અનુવાદ મૂળ અનુસારનો બરાબર શબ્દશઃ નથી (૩) ભગવતી શતક-18, ઉદ્દેશક-7 · કાલોદાયી તેમને સમજવામાં નિષ્ફળ ગયો અને તેની નિખાલસ પ્રકૃતિને કારણે તે ગૌતમનાં પગલાંને અનુસર્યો અને છેવટે તેણે તેમને તેમના ગુરુની હાજરીમાં શોધી કાઢ્યા. કાલોદાયીએ તેમને કેટલાક વધારે પ્રશ્નો પણ પૂછ્યા. મહાવીરે તે સર્વેના ઉત્તરો વર્ણવ્યા.1 અને જ્યારે કાલોદાયીને તે બધાની (પ્રશ્નોની) સમજ પડી અને તેને સંતોષ થયો ત્યારે મહાવીરે તેને નિગ્રંથ સંપ્રદાયનો ઉપદેશ આપ્યો અને કાલોદાયીએ ધર્મપરિવર્તન કર્યું. તે મહાવીરનો અનુયાયી બન્યો અને ધર્મગ્રંથોમાં નિષ્ણાત બન્યો. તેને જેનો ઉપદેશ આપવામાં આવેલો તેના અર્થને તે સમજ્યો. ઉદક પેઢાલપુત્તનું ધર્મપરિવર્તન : રાજગૃહના ઈશાન ખૂણામાં એક ઉપનગર હતું જે સમૃદ્ધ નગર હતું. અને ત્યાં ઘણાં સુંદર સ્થળો હતાં. ત્યાં એક શ્રીમંત શ્રાવક રહેતો હતો જેનું નામ લેપા હતું તે મહાવીરનો અનુયાયી હતો અને તે નિગ્રંથ યતિઓની પરોણાગત કરનાર હતો. તે ‘શેષ દ્રાવિકા' નામના સુંદર જલવિભાજકનો તેમજ હસ્તિયામા નામની વાટિકાનો માલિક હતો. એક વાર જ્યારે મહાવીર હસ્તિયામામાં હતા, ત્યારે ઈન્દ્રભૂતિ ગૌતમ પાર્શ્વના એક અનુયાયીને પેદ્ધાલપુત્ત નામના જલવિભાજકમાં મળ્યો. તેણે એક પ્રશ્ન પૂછવા માટે ઈન્દ્રભૂતિની અનુમતિની યાચના કરી અને જ્યારે અનુમતિ મળી ગઈ ત્યારે પેદ્વાલના પુત્ર ઉદકે તેને સચેતન અને અચેતન પદાર્થો વચ્ચે ચોક્કસ ભેદદર્શક રેખા શી છે તે અંગે પૂછ્યું. શું આ ભેદ અત્યંત પાતળો નથી ? યતિ માટે સચેતનની હત્યા કરવાથી સંપૂર્ણ રીતે દૂર રહેવું શક્ય છે કે જ્યારે તેઓ જેમને સચેતન તરીકે વિચારે છે તેઓ યોગ્ય સમયે અચેતન બની જાય છે અને જેમને તેઓ અચેતન ગણે છે તેઓ સચેતન બની જાય છે ? અને શું એ સંભવિત નથી કે કોઈક ~969~ Page #195 -------------------------------------------------------------------------- ________________ દિવસ બધા જ સચેતન પદાર્થો અચેતન બની જશે અને બધા જ અચેતન પદાર્થો સચેતન બની જશે ? ઈન્દ્રભૂતિ ગૌતમે તેને સમજાવ્યું કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય તે સમય સુધી જ માત્ર આ તફાવત ગણતરીમાં લેવાનો છે અને વ્રતોનું પણ ત્યાં સુધી જ પાલન કરવાનું છે. બધા જ સચેતન પદાર્થોનું અચેતન પદાર્થોમાં અને બધા જ અચેતન પદાર્થોનું સચેતન પદાર્થોમાં રૂપાંતર થવાની કોઈજ સંભવિતતા નથી. વધુમાં ગૌતમે ઉદકને કહ્યું કે મિત્રતાની લાગણી હોવા છતાં જે કોઈ સંન્યાસીઓ અને બ્રાહ્મણોની નિંદા કરે છે અને દોષ કાઢે છે તેઓ તેમની પાસે જ્ઞાન અને સદ્વર્તન હોવા છતાં તેમના લક્ષ્યને પહોંચી શકવા માટે સમર્થ બનતા નથી. ઉદકને સંતોષ થયો અને તે જ્યારે જવા માંડ્યો, યોગ્ય રીતે તેમને પ્રણામ કર્યા સિવાય) ત્યારે ગૌતમ ઈન્દ્રભૂતિએ તેને કહ્યું કે જેણે પોતાને ધર્મની બાબતોમાં માર્ગદર્શન આપ્યું હોય તેવી વ્યક્તિને એક સારો અને સંસ્કારી માણસ ઈશ્વરની માફક માન આપે છે. જ્યારે ઉદકે તેના અજ્ઞાનનો એકરાર કર્યો ક્યારે ઈન્દ્રભૂતિ તેને મહાવીર પાસે લઈ ગયો અને તેમની હાજરીમાં ઉદયે નિગ્રંથ સંપ્રદાયનો સ્વીકાર કર્યો અને તેણે પોતાની જાતને મહાવીરના સંપ્રદાયમાં પરિવર્તિત કરી.2 1 તેજો વેશ્યા 2 સૂત્રતાકી શ્રત ન્ય-2, નારીયાધ્યયન-7 22મી વર્ષાઋતુ : 35મું વર્ષ : આ વર્ષે જાલિ, માયાલિ અને અન્ય યતિઓએ મૃત્યુપર્યન્ત ઉપવાસ કર્યા અને તેમના નશ્વર દેહોનો ત્યાગ કર્યો. મહાવીરે વર્ષાઋતુ નાલંદામાં વ્યતીત કરી. જેવી વર્ષાઋતુ પૂર્ણ થઈ કે તરત જ મહાવીર નાલંદામાંથી વિદાય થયા અને વિવિધ નગરોમાં અને જનપદોમાં પરિભ્રમણ કરતા કરતા મહાવીર વાણિજ્યગ્રામ આવ્યા. ગંડકી નદીના કિનારે આવેલું તે વ્યાપારી કેન્દ્ર હોવાથી ત્યાં ઘણી શ્રીમંત વ્યક્તિઓ રહેતી હતી. તેઓ પૈકીનો એક સુદર્શન હતો. Page #196 -------------------------------------------------------------------------- ________________ મહાવીર ત્યાં દુતિયપલાસા દેવાલયમાં રહેતા હતા. ત્યાં તેમનું ધાર્મિક પ્રવચન સાંભળવા માટે લોકો ટોળે મળ્યા. મહાવીરે તેમને પોતાના ધર્મના સિદ્ધાંતોનો ઉપદેશ કર્યો. ધર્મ પ્રવચનને અંત સુદર્શને મહાવીરને સમયના માપન અંગેના કેટલાક પ્રશ્નો પૂછ્યા. મહાવીરે પાલ્યોપામા અને સાગારોપામા સુધીનાં સમયનાં બધાં જ માપ એક પછી એક ગણીને વર્ણવ્યાં. ત્યાર પછી સુદર્શન પાલ્યોપમ સમયગાળો કેટલો લાંબો ચાલે છે તે જાણવા માટે આતુર બન્યો. શું આવો લાંબા સમય ગાળાનો અંત આવે છે? મહાવીરે તેની સમક્ષ પાલ્યોપામા સમયગાળાની લંબાઈ વર્ણવી. તેઓ બોલ્યા, “ધારોકે એક યોજન લાંબો, એક યોજન (ચાર માઈલ) પહોળો અને ત્રણ યોજન ઊંડો એક ખાડો છે. તે કાના સુધી વાલાગ્રાથી માથાના વાળથી છલોછલ ભરેલો છે, હવે દર સો વર્ષને અંતે તેમાંથી એક વાલાઝા બહાર કાઢી લેવામાં આવે અને એમ કરતાં કરતાં) આ મોટો ખાડો જેટલા સમયમાં ખાલી થાય તે સમયગાળાને એક પાલ્યોપામા કહેવામાં આવે છે. આવાં કરોડો પાલ્યોપામાં વર્ષોને કરોડો વડે ગુણીને પછી તેને દસ ગણા કરવામાં આવે ત્યારે એક સાગારોપામાં થાય. મહાવીરે પછી તેમને કહ્યું, “આવા અતિ દીર્ધ દેખાતા સમયગાળાનો પણ અંત આવે છે. હાલ તારો જ દાખલો લે. હસ્તિનાપુરમાં બાલા નામનો રાજા રહેતો હતો. તેની પત્નીનું નામ પ્રભાવતી હતું. યથાકાળે તેણીએ પુત્રને જન્મ આપ્યો. તેને મહાબાલ એવું નામ આપવામાં આવ્યું. યોગ્ય સમયે તે આઠ કન્યાઓને પરણ્યો અને સર્વ રીતે સુખમાં ડૂબી ગયો. રાજા અને રાણીને એ વાતની માનસિક પીડા હતી કે મહાબાલને કોઈ વસ્તુનો અભાવ ન નડે, કારણ કે આવો અભાવ તેને દુન્યવી સુખોનો ત્યાગ કરવા તરફ દોરી જશે. એક વખત એણે ધર્મગોશાલા નામના એક સંન્યાસી પાસેથી ધાર્મિક પ્રવચન સાંભળ્યું અને તેનાં માતા-પિતાની સખત અનિચ્છા હોવા છતાં તેણે સંસાર ત્યાગ કર્યો. બાર વર્ષ સુધી તેણે યતિના વ્યવહારોનું પાલન કર્યું અને અંતમાં તેણે સાઠ જમણ સુધી મૃત્યુપર્યતના ઉપવાસ કર્યા. આ નાશવંત દેહનો ત્યાગ કર્યા પછી તેણે બ્રહ્મલોકમાં જન્મ લીધો ત્યાં તેણે Page #197 -------------------------------------------------------------------------- ________________ દસ સાગારોપામા જેટલું આયુષ્ય ભોગવ્યું. દસ સાગારોપામા સુધી સ્વર્ગીય સુખો ભોગવીને એ સમય પૂર્ણ થયા પછી તે વાણિજ્યગ્રામમાં જન્મ્યો, અને તું જ તે મહાબાલ છે.” આ સાંભળીને સુદર્શન અત્યંત ખુશ થયો, તે પોતે પણ પોતાનો પૂર્વજન્મ જોઈ શક્યો અને મહાવીરે જે કહ્યું તેને તે માની ગયો. તેણે મહાવીરની નિશ્રામાં સંસાર ત્યાગ કર્યો અને બાર વર્ષ સુધી તેણે તપ કર્યું અને તેણે પોતે સાઠ જમણના ઉપવાસ કરીને નિર્વાણાનંદ પ્રાપ્ત કર્યાં. આદરણીયની અનુમતિથી ઇન્દ્રભૂતિ ગૌતમ વહોરવાના ફેરામાં બહાર ગયો હતો. તેના માર્ગમાં તેને જાણવા મળ્યું કે આનંદ નામના શ્રાવકે મૃત્યુપર્યન્તના ઉપવાસ કર્યા છે અને તે દર્ભવાસની શૈય્યામાં નીચે સૂતેલો છે. 1 ભગવતી શતક-11, ઉદ્દેશક11 2 બ્રાહ્મણીય સમય સાથે સરખાવો. ઇન્દ્રભૂતિ એ વિચાર્યું કે આનંદની મુલાકાત લેવી એ તદ્દન યોગ્ય છે. એ મુજબ ઇન્દ્રભૂતિ આનંદ પાસે ગયો અને તેણે તેને દર્ભની શય્યા ઉપર પડેલો જોયો. ઉપવાસને કારણે તે કૃશ થઈ ગયો હતો. આનંદ બોલ્યો, ‘‘પૂજ્યશ્રી ગૌતમ ! સમીપ આવો કે જેથી હું તમારા પગે પડીને પ્રણામ કરી શકું. હું હવે અત્યંત નિર્બળ થઈ ગયો છું અને ઊભો થઈ શકું તેમ નથી.” ઇન્દ્રભૂતિ નિકટ ગયો અને આનંદે તેને પ્રણામ કર્યા. દરમ્યાનમાં તેઓ આ રીતે છૂટથી વાતો કરવા લાગ્યા. આનંદે પૂછ્યું, ‘‘આદરણીય ગૌતમ ! એ શું શક્ય છે કે બાર પ્રકારના વ્રતોનું પાલન કરનારો શ્રાવક અવધિ જ્ઞાન મેળવી શકે ?’’ ગૌતમે પ્રત્યુત્તર વાળ્યો કે એ પ્રમાણે થઈ શકે. ત્યારબાદ આનંદ બોલ્યો, ‘‘શ્રાવકનાં બાર પ્રકારનાં વ્રતોનું પાલન કરીને મેં અવધિ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને હું 500 યોજના દૂર સુધીની સર્વે વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકું છું.” ગૌતમે કહ્યું કે એક શ્રાવક માટે આમ કરવું શક્ય નથી. તે બંને પૈકી કોણ ખોટો છે તે અંગે તેમની વચ્ચે મતભેદ પેદા થયો. બંનેમાંથી જે કોઈ ખોટો હોય તેણે ખોટું બોલવા બદલ માફી માગવી જોઈએ. ગૌતમ ગુરૂ (મહાવીર) પાસે ગયો અને તેણે તેમને પૂછ્યું કે કોણ ~ ૧૪ * Page #198 -------------------------------------------------------------------------- ________________ ખોટો છે અને કોણે માફી માગવી જોઈએ. મહાવીર બોલ્યા, ‘‘તારે માફીની આવશ્યકતા છે અને ખોટું બોલવા બદલ તારે આનંદની માફી માગવી જોઈએ.’ ઇન્દ્રભૂતિ ગૌતમે એ પ્રમાણે કર્યું. 23મી વર્ષાઋતુ : 36મું વર્ષ : મહાવીરે વર્ષાઋતુ વૈશાલીમાં વ્યતીત કરી. કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછીની આ તેમની 23મી વર્ષાઋતુ હતી. વૈશાલીમાંથી મહાવીર કૌશલ તરફ ચાલી નીકળ્યા અને વિવિધ નગરો અને જનપદોમાં પરિભ્રમણ કરતા કરતાં સાકેત આવ્યા. કિરાત રાજાનું ધર્મપરિવર્તન : એક વખત જિનદેવ નામનો આ સ્થળનો નિવાસી કોલિવર્ષ નગરમાં ગયો. તે ત્યાંના રાજાને મળ્યો અને તેણે તેને વસ્ત્રો અને રત્નોની ભેટ ધરી. કિરાત રાજા નામનો તે સ્થળનો રાજ્યકર્તા આવી અદ્ભુત વસ્તુઓ જોઈને અત્યંત આનંદિત થયો. (1) અને તેણે જિનદેવને પૂછ્યું કે તેણે ભેટરૂપે આપેલી આવી રતનો ક્યાં મળે છે. જિનદેવે તેને કહ્યું કે તેના વતનમાં તો આનાથી યે વધારે કીમતી રત્નો મળે છે. કિરાત રાજાની તે સ્થળની મુલાકાત લેવાની ઇચ્છા હતી પરંતુ તે દેશના રાજાથી તે ડરતો હતો. જિનદેવ તરત જ અમલમાં આવે એવી રીતે રાજાની અનુમતિ લીધી તે કિરાત રાજાને પોતાની સાથે સાકેત લઈ ગયો. એજ વખતે મહાવીર પણ સાકેતમાં આવેલા હતા. બધા લોકો તેમનાં દર્શન કરવા માટે જતા હતા. સાકેત રાજા પણ મહાવીરનાં દર્શન કરવા માટે ગયો. કિરાત રાજાને આશ્ચર્ય થયું અને શી બાબત છે તેની તેણે તપાસ કરી. જિનદેવે તેને કહ્યું કે સર્વે ઝવેરીઓમાં સૌથી મોટો ઝવેરી કે જેની પાસે ઉત્તમોત્તમ રત્નો છે તે આજે સાકેતમાં આવ્યો છે. કિરાત રાજા તેમનાં દર્શન કરવા માટે આતુર થયો અને જિનદેવની સાથે મહાવીર જ્યાં હતા તે સ્થળે ગયો. કિરાત રાજા મહાવીરના પ્રભામંડળ (તેજ) ને જોઈને ચકિત થઈ ગયો અને તેણે રત્નો વિશે તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યાં. 1 પછાત જગ્યા હતા અને ત્યાં રત્નો વિશે (કોઈને કોલિવર્ષ એ અસંસ્કારી કશી) જાણકારી ન હતી. - * ૧૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ મહાવીરે તેની સમક્ષ નિવેદન કર્યું કે બે પ્રકારનાં રત્નો હોય છે. ધર્મના ત્રણ પ્રકારનાં રત્નો જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય ઉત્તમોત્તમ રત્નો કરતાં પણ વધારે ઉત્તમ છે, કારણ કે જગત પરનાં) કીમતી રત્નો દુન્યવી હેતુ સાધવા માટે છે. જ્યારે ધર્મનાં (ત્રણ) રત્નો ઇહલોકમાં તેમજ પરલોકમાં કલ્યાણ સાધવા માટે છે. - કિરાત રાજા અત્યંત ખુશ અને આનંદિત થયો. તેણે મહાવીર પાસે ધર્મનાં ત્રણ રત્નો (આપવા) માટે પ્રાર્થના કરી. કિરાત રાજા મહાવીરનો શિષ્ય બની ગયો. સાતમાંથી મહાવીર પાંચાલ તરફ આગળ વધ્યા અને કામ્પિત્યમાં થોડાક દિવસ રોકાઈને મથુરા, શૌર્યપુર, નંદિપુર અને આસપાસનાં સ્થળોએ ભ્રમણ કર્યું. 24મી વર્ષાઋતુ : 87મું વર્ષ : પરિભ્રમણને અંતે મહાવીર વિદેહ તરફ પાછા ફર્યા અને તેમને 24મી વર્ષાઋતુ મિથિલામાં વ્યતીત કરી. વર્ષાઋતુને અંતે મહાવીર મગધ તરફ ગયા અને વિવિધ નગરો અને જનપદોમાં પરિભ્રમણ કરતા અને તેમના સંપ્રદાયનો ઉપદેશ આપતા તેઓ રાજગૃહ આવ્યા અને ગુણશીલ દેવાલયમાં ઊતારો કર્યો. ત્યાં કાલોદાયીએ તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યો : (જે નીચે મુજબ હતા) (1) મનુષ્યને સાસાં કે નરસાં કર્મો કરવા માટે પ્રેરતાં કારણો કયાં છે? (2) કોણ વધારે મોટું પાપ કરે છે - જે અગ્નિને સળગાવે છે તે કે ઓલવી નાખે છે તે ? (3) તેજલેશ્યા અંગેની વિગતો શી છે ? મહાવીરે તેના પ્રશ્નોના ઉત્તરો આપ્યા અને કાલોદાયીએ તેમણે આપેલી સમજૂતીઓ સ્વીકારી. તે સમજૂતી એટલી સુબોધ અને ગળે ઊતરે એવી હતી કે કાલોદાયી ખુશ થઈ ગયો અને તેણે તે અંગેની સંપૂર્ણ સમજ મેળવી લીધી. એક ઉદાહરણ અત્રે અપ્રસ્તુત નહીં ગણાય - કાલોદયીએ મહાવીરને પૂછ્યું. “લોકો શા માટે એવાં કૃત્યો કરવાથી અચકાતા નથી કે જેમનું પરિણામ તેમને માટે અત્યંત દુઃખદાયી હોય છે?” Page #200 -------------------------------------------------------------------------- ________________ મહાવીરે ઉત્તર આપ્યો, ““જેવી રીતે મનુષ્યને મસાલાથી ભરપૂર સ્વાદિષ્ટ ભોજનથાળ માણવો ગમે છે, કિંતુ તો એ તેને માટે હાનિકારક હોય છે, તેવી જ રીતે મનુષ્ય આવાં અનિષ્ટ કર્મો કરે છે કે જે અંતે તો તેને માટે હાનિકારક જ હોય છે.” પ્રથમ કિસ્સામાં તે સ્વાદને કારણે મોહિત થઈ જાય છે અને બીજામાં તે ઇન્દ્રિયોના આનંદ વડે મોહ પામે છે. ગુણશીલમાં પ્રભાસ નામનો યતિઓનો આગેવાન મૃત્યુપર્યંત ઉપવાસ ઉપર ઊતર્યો અને નિર્વાણ પામ્યો. 25મી વર્ષાઋતુ : 88મું વર્ષ : વર્ષાત્રતુ દરમ્યાન મહાવીર રાજગૃહમાં રહ્યા અને તેથી જ મહાવીરે આખા વર્ષ દરમ્યાન મગધમાં જ યાત્રા કરી અને જ્યારે વર્ષાઋતુ નજીક આવી ત્યારે તેઓ રાજગૃહમાં આવ્યા અને હંમેશની જેમ જ ગુણશીલ દેવાલયમાં રોકાયા. રાજગૃહમાં મહાવીરે પાખંડીઓ દ્વારા રજૂ કરેલ ઊલટા મતો અંગેની ગૌતમની શંકાઓનું સમાધાન કર્યું. - આ વર્ષે અકચલભ્રાતા અને યતિઓના આગેવાન મૈત્રેય મૃત્યુપર્યન્ત ઉપવાસ કરીને નિર્વાણ પામ્યા. 26મી વર્ષાઋતુ : 89મું વર્ષ : મહાવીરે વર્ષાઋતુ નાલંદામાં વ્યતીત કરી. વર્ષાઋતુ પૂર્ણ થઈ ત્યારે મહાવીર વિદેહમાં આવ્યા. ત્યાં મિથિલામાં રાજા જિતશત્રુએ અત્યંત ઊખાપૂર્વક અને આદરપૂર્વક મહાવીરનો સત્કાર કર્યો. આ વર્ષે ગૌતમ ઈન્દ્રભૂતિએ મહાવીરને ખગોળ-જ્યોતિષશાસ્ત્ર અંગે કેટલાક પ્રશ્નો પૂછયા.8 1 ભગવતી શતક-7, ઉદેશક-10 2 ભગવતી દશક-1, ઉદેશક-10, ભગવતી શતક 2, ઉદેશક 5 3 સૂર્ય પ્રજ્ઞપ્તિ 27મી વર્ષાઋતુ : 40મું વર્ષ : મહાવીરે મિથિલામાં વર્ષાઋતુ વ્યતીત કરી. આ દરમ્યાન મહાવીરે વિદેહમાં એજ રીતે યાત્રા ચાલુ રાખી. ઘણા બધા શ્રાવકોના ધર્મ પરિવર્તન - ૧૦ - Page #201 -------------------------------------------------------------------------- ________________ સિવાય આ વર્ષે અન્ય કોઈ જ મહત્ત્વપૂર્ણ બનાવ બન્યો નહિ. કિંતુ આ શ્રાવકો બહુ જાણીતા નહીં હોવાથી જીવનચરિત્રકારો તેમના વિશે (નામજોગ) નોંધ લેવામાં નિષ્ફળ ગયા છે. 28મી વર્ષાઋતુ : 41મું વર્ષ : જ્યારે વર્ષાઋતુ આવી ત્યારે મહાવીર મિથિલામાં પાછા આવ્યા અને વર્ષાઋતુ દરમ્યાન ત્યાં રહ્યા. ફરી એક વાર મિથિલામાંથી તેઓ મગધ તરફ ચાલી નીકળ્યા અને રાજગૃહમાં ગુણશીલ દેવાલયમાં રહ્યાં. આ સમયે રેવતી ઘટના ઘટી અને ઉત્તમ જિવાનું સંવર્ધન કરવાની આવશ્યકતા વિશે મહાશતક નામના શ્રાવકને જણાવવા માટે મહાવીરે ગૌતમને કહ્યું.1 મહાવીરે ફરીવાર (પાખંડીઓનાં) કેટલાંક પાખંડો કે જે ગૌતમના મનને અસ્વસ્થ બનાવતા હતા તે અંગે (તેના કેટલાક પ્રશ્નોના) ઉત્તરો આપ્યા.2 આ વર્ષ દરમ્યાન ઇન્દ્રભૂતિ અને વાયુભૂતિએ મૃત્યુપર્યન્ત ઉપવાસ કર્યા અને નિર્વાણ પામ્યા. 29મી વર્ષા ઋતુ : 42મું વર્ષ મહાવીરે વર્ષાઋતુ રાજગૃહમાં વ્યતીત કરી અને વર્ષાઋતુ પૂર્ણ થયા પછી પણ મહિનાઓ સુધી ત્યાં રહ્યાં. અવ્યક્ત, મંડિલ, મૌર્યપુત્ર અકંપિત એમ ચાર વડિલો આ સમયે નિર્વાણ પામ્યા. મહાવીરે ભારતવર્ષના ભાવિ અંગેના ઇન્દ્રભૂતિના પ્રશ્નનો વિગતે ઉત્તર આપ્યો. મહાવીરે ઓછી ઊંચાઈવાળી, અસંસ્કારી - ક્રૂર જાતિ કે જે સજીવ પ્રાણીઓ (ખાઈને) ગુજરાન ચલાવતી હતી તેનું અત્યંત અંધકારમય ચિત્ર દોર્યું. 3 જ્યારે વર્ષાઋતુ નજીક આવી ત્યારે મહાવીર પાવા તરફ આગળ વધ્યા કે જ્યાં તેમણે તેમની અંતિમ વર્ષાઋતુ વ્યતીત કરી. તેમણે રજ્જુTMશા માં અથવા રાજા હસ્તિપાલના દરબાર ભરવાની ઇમારતમાં નિવાસ કર્યો. મહાવીરે તેમના અંતિમ વર્ષમાં પણ ધર્મોપદેશ આપવાનું ચાલુ રાખ્યું અને તેમની નિશ્રામાં પુંજપાલ અને અન્ય ઘણા લોકોએ સંસાર ત્યાર કર્યો. ૧૭૮ - Page #202 -------------------------------------------------------------------------- ________________ પરિનિર્વાણ : માત્ર વર્ષાઋતુ સિવાય આખાયે વર્ષ દરમ્યાન એક સ્થળેથી બીજા સ્થળે સતત-અવિરત પરિભ્રમણ કરવાને પરિણામે મહાવીરના દેહને ઘસારો પહોંચ્યો હતો. તેઓ તે વખતે બોતેર વર્ષની ઉંમરે પહોંચ્યા હતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ છેલ્લાં બેતાળીસ વર્ષથી પૈદલ પરિભ્રમણને કારણે આ વૃદ્ધ માનવીને ઓછું કષ્ટ નહીં પડ્યું હોય. 1 ભગવતી શતક-7, ઉદ્દેશક-6 2 ભગવતી શતક-6, ઉદેશક-9 ભગવતી શતક-7, ઉદ્દેશક-6 ત્રણ મહિના વ્યતીત થઈ ગયા. હવે આ તેમની જિંદગીનો છેલ્લો મહિનો હતો. મહાવીરને લાગ્યું કે અંત હવે સમીપ આવી રહ્યો હતો અને ચોથો મહિનો અડધો પૂર્ણ થયો ત્યારે મહાવીરે ઈન્દ્રભૂતિ ગૌતમને નિકટવર્તી જનપદમાં મોકલ્યો, ત્યાર બાદ છેલ્લી સભા થઈ. છેલ્લી સભામાં અતિ વિશાળ સમુદાય ઉપસ્થિત રહ્યો. મોટી સંખ્યામાં દેવો અને મનુષ્યો ત્યાં ટોળે મળ્યા. કાશી-કોશલ સામ્રાજ્યના નવ લિચ્છવીઓ અને નવ મલ્લોનો તેમાં સમાવેશ થતો હતો. મહાવીરને જ્યારે પ્રત્યક્ષ થયું કે તેમનું અંતિમ સંભાષણ હતું ત્યારે અસ્તુલિતપણો અને અટક્યા સિવાય તેમણે ધર્મોપદેશ ચાલુ રાખ્યો અને ધર્મોપદેશ પૂર્ણ થયે તેમણે સારાં અને નરસાં કર્મોનાં પરિણામો વિશે વિગતથી સમજાવ્યું. જેને અંતે તેમના અધર એક વાર કાયમ માટે બિડાઈ ગયા અને ફરીથી ઉઘડ્યા જ નહિ. તેઓ નિર્વાણ પામ્યા હતા. તેમને માટે બધી જ જિંદગીઓ જીવંત હતી અને બધાં જ મૃત્યુ પણ મૃત્યુ પામ્યા હતાં. તેમનું સૃષ્ટિ પર થયેલું આગમન અંત પામ્યું હતું. જે રાજાઓ ત્યાં એકત્ર થયેલા હતા તેઓ બોલ્યા ““આધ્યાત્મિક વલણ ધરાવનારા માટે હવે આ જગત નથી. હવે તે માત્ર જેઓ દુનિયાના છે અને દુન્યવી છે તેમના જ માટેની સૃષ્ટિ બની રહેશે.” તેમના પગરવને યુદ્ધો અને ફતેહમંદ વિજેતાઓ કચડી નાખશે, કિંતુ, તેમ છતાં પણ સમગ્ર માનવજાતિના કલ્યાણ તરફ દોરી જતા સત્ય પથના સંન્યાસી આત્માને લોકો હંમેશ માટે) યાદ કરશે. - ૧o૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ 1 તેમણે આ વખતે શાના અંગેનો ઉપદેશ આપ્યો હતો તે ચોક્કસપણે જાણી શકાયું નથી, નહીંતર આપણા માટે તે અત્યંત મહત્ત્વનું સાબિત થઈ શકત. ભાગ-II, યુગ (સમય) અને પરિસ્થિતિ 1. Political Back-Ground રાજકીય પશ્ચાદભૂમિકા : ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ભારત ઃ નીતિમાન મનુષ્ય એ તેના જેવાજ અન્ય મનુષ્યના સંદર્ભમાં જોવામાં આવે તો તે સંજોગોનું પ્રાણી છે, આથી સ્પષ્ટ થાય છે કે મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. જે મહાવીર સમયનો અભ્યાસ તેથીજ લગભગ અનિવાર્યપણે આવશ્યક બનાવે છે. જો મનુષ્ય પરિપૂર્ણ ન હોય તો તે પોતાના સંજોગો અને પરિસ્થિતિ મોટાપાયે ઘડાય છે અને ધાર્મિક ગુરુઓ પણ તેમાં અપવાદ નથી. મહાવીરના જેવા મહાન ધર્મ ગુરુના જીવન અને ચારિત્ર્યની યોગ્ય મુલવણી કરવી એ માત્ર સલાહભર્યું જ નહિ, કિંતુ અનિવાર્યપણે આવશ્યક છે. જે જમાનામાં તેઓ જીવ્યા અને જે જમાનામાં તેઓ પુર બહારમાં વિકસ્યા હતા તે જમાનામાં તેમને મૂલવવા માટેના સંદર્ભોનો અભાવ હતો. આવી પરિસ્થિતિમાં તેમના જીવનનું વિહંગાવલોકન કરવું તે અપૂર્ણ નહિતો દોષયુક્ત તો હશેજ, કારણ કે તે યથાયોગ્ય પાર્શ્વભૂમિકામાં ચિતરેલી પ્રતિકૃતિનો અભ્યાસ કરવા સમાન હશે. (મૂળ વસ્તુનો નહિ.) જો કે તે યુગના ચિત્રનું પુનર્નિમાણ કરવાનું કાર્ય ચોમેરથી મુશ્કેલીઓથી ઘેરાયેલું હશે જ્યારે પ્રખ્યાત ઍલ્ફિન્સ્ટને અવલોકન કર્યું છે તે મુજબ ઍલેક્ઝાન્ડરના આક્રમણ પહેલાંના કોઈ પણ જાહેર બનાવની તવારીખ નક્કી કરી શકાય તેમ નથી. કોઈ જોડાયેલાં સંબંધ માટે વિચારવાનો મહંમદના વિજય પછીના સમય સુધી પ્રયત્ન કરી શકાય જો કે વિવિધ ક્ષેત્રોમાં થયેલાં તેમ નથી આધુનિક સંશોધનોએ પ્રાચીન ભારતના ઇતિહાસમાં કેટલીક ચોક્કસ મહત્ત્વની સંસ્મરણીય ઘટનાઓ અંગે કેટલેક અંશે ચોક્કસાઈપૂર્વક નિર્ણય લેવા માટે આપણે શક્તિમાન બન્યા છીએ. કિંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે માત્ર એવા કેટલાક મુદ્દાઓ છે કે જેમાં અન્ય રાષ્ટ્રો હિંદુઓના સંપર્કમાં આવ્યા હોય અને તેમાં આપણે ચોક્કસાઈપૂર્વક વિગતે નિર્ણય લેવા માટે શક્તિમાન બન્યા હોઈએ. ~૧૮૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ આમ કરવામાં આપણે અન્ય સંપ્રદાયોના સમકાલીન સાહિત્ય દ્વારા સમર્થિત એવી પરંપરાઓ પર આધાર રાખવો પડશે. હાથ ઉપરના વિષય (પ્રસ્તુત વિષયો સાથે ગાઢ સંબંધ ધરાવતા વિદેશી યાત્રીઓનાં લખાણો અને તેમના પુરાતત્ત્વવિદ્યા અંગેના પૂરાવા પણ તેમાં અગત્યનો ફાળો આપશે. હકીકતમાં ભારતીય ઇતિહાસ વિદ્વાન પંડિતો દ્વારા ત્રણ યુગમાં વહેંચવામાં આવ્યો છે હિંદુ, મુસલમાન અને બ્રિટિશ. મહાવીરના સમયની પુનર્રચના કરવા માટેના આંતરિક અને બાહ્ય પ્રયત્નો કરવા માટે આપણે આ (ત્રણ યુગો) પૈકીના માત્ર પ્રથમ યુગ ઉપર જ (ધ્યાન) કેન્દ્રિત કરીશું કે જે માત્ર સમયની દૃષ્ટિએ પ્રથમ છે એટલું જ નહિ પરંતુ મહત્ત્વની દૃષ્ટિએ પણ પ્રથમ છે. Elphinstone-History of India, Edited by Cowell. આ યુગો અંગે આપણી પાસે જૈન સુધારકો જે રીતે આગળ વધ્યા તેનો કોઈ લેખિત અહેવાલ નથી. જે નોધો અસ્તિત્વ ધરાવે છે તે ભાગ્યેજ નામજોગ હોય છે અને તેઓ ઓછેવત્તે અંશે લોકોની કાલ્પનિક દંતકથાઓથી ભરપૂર હોય છે જે લોકો આપણાથી અતિ દૂર કરાયેલા હોય છે અને તેમાં માનવીના બધા જ પ્રકારના સંવેગો અને નીતિ ભ્રષ્ટતાઓ ધબકતી હોય છે અને એટલે અંશે તેઓ ઓછી દુન્યવી હોય છે અને દુન્યવી લ્પનાઓથીયે વધારે તો હવામાં હોય છે. જે લોકો માત્ર કલ્પનાને બરાબર સમજી શકે છે, તેઓ માત્ર મનુષ્યો છે એ સિવાય આપણી સાથે અન્ય કોઈ સામ્ય દાખવતા નથી. બુદ્ધ ધર્મના આગમને આ અતિમાત્રામાં રહેલા લોકોને સૌપ્રથમ વખત વાસ્તવિકતાનો સ્પર્શ આપ્યો અને તેમ છતાં બૌદ્ધ અને જૈન ધર્મના (આગમન) પછીના સમયનો વાસ્તવિક ખ્યાલ પ્રાપ્ત કરવા માટે આ “વણનોંધાયેલા યુગોમાં ઊંડી ડૂબકી મારવી આવશ્યક બને છે અને તેથી આપણાં મન અને ચક્ષુ સમક્ષ સામાજિક પર્યાવરણનો ખ્યાલ સ્પષ્ટ થાય છે કે જે કોઈ નવા ફેરફારને ખેલદિલીપૂર્વક આવકારવાની સામે રહેલી ધર્મગુરુઓની આપખુદશાહીથી સંતૃપ્ત થયેલ હતું. ઈસવી સન પૂર્વેની છઠ્ઠી સદીના ભારત તરફ આવતાં પહેલાં આપણે - ૧૮૧ - Page #205 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણીય અને વેદિક ભારત જેવા ભારતીય ઇતિહાસના બે મહત્ત્વના સમયગાળા અંગેનો ફરીથી કાચો ખ્યાલ મેળવીશું. તે પૈકીના પ્રથમ (વૈદિક કાળ)નું મહત્ત્વ એટલા માટે છે કે તે ભારતીય સંન્યાસીઓની પ્રારંભિક અને છતાં સર્વોચ્ચ સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે. દ્વિતીય કાળનું ઇતિહાસકારો દ્વારા બ્રાહ્મણીય ભારત યુગ એવું નામાભિધાન કરવામાં આવેલું છે, જે કોઈ વિશિષ્ટ સંપ્રદાય દ્વારા આદર્શોની સંપૂર્ણ વિકૃતિનો સમયગાળો છે, જેમાંથી (તે સંપ્રદાય સિવાયના) અન્યોને તદન બાકાત રાખવામાં આવેલા છે અને તે માત્ર તેમનો (તે સંપ્રદાયવાળાનો) પોતાનો જ હેતુ સિદ્ધ કરવા માટે છે. આ બંને યુગનો અભ્યાસ ધર્મગુરુઓથી અને ત્રાસેલા લોકો દ્વારા તાત્ત્વિક અને ધાર્મિક પ્રવાહોમાં આવતાં કોઈ પણ પરિવર્તનને સંપૂર્ણ હૃદયપૂર્વક શાથી આવકારવામાં આવ્યા હતા તેની કદર બૂઝવા માટે આપણને સમક્ષ બનાવે છે. વૈદિક ભારત વૈદિક સ્તોત્રો અને હિંદુ મહાકાવ્યો પ્રાચીન લોકોના અજ્ઞાત ઇતિહાસમાં માર્ગ શોધવાનો પ્રયત્ન કરતા ઇતિહાસકાર માટે એક માત્ર આધાર છે. અહીં પણ તેનું કાર્ય સરળ નથી, કારણ કે વેદિક સ્તોત્રોની બાબતમાં પ્રાચીન બુદ્ધિમંત લોકોના ધાર્મિક વિચારોની રજૂઆત તરીકે તે તેમાંના (સ્તોત્રોમાંના) વિષયવસ્તુ પર તે વિશ્વાસ રાખી શકે, કારણ કે ઇતિહાસકારના નસીબજોગે તેમને માટે વૈદિક સ્તોત્રો બ્રાહ્મણોના હાથે સચવાયેલાં છે. પરંતુ હિન્દુ મહાકાવ્યો બ્રાહ્મણીય સ્વરૂપમાં પુનર્નિમાણ પામેલાં છે. વિદ્વાન લેખકોએ કહ્યું છે કે પ્રત્યેક આખ્યાયિકા (દંતકથા) અને પરંપરાનું વ્યવસ્થિત રીતે બ્રાહ્મણીકરણ કરવામાં આવેલ છે, કારણ કે ભારતના સર્વે ધાર્મિક નિયમો અને રીત-રિવાજો બ્રાહ્મણીય આદર્શો હેઠળ બહાર લાવવાના ઉદ્દેશ્ય અનુસાર તેમની સાથે મેળ સાધવામાં આવ્યો છે. અને વૈદિક ભારતના કોઈ અંધારા ખૂણાને પ્રકાશિત કરવા માટે આ મહાકાવ્યોને ઉપયોગમાં લેતાં પહેલાં એ બાબત પ્રથમાવશ્યક બને છે કે - તેણે (ઇતિહાસકારે) બ્રાહ્મણીય પ્રભાવ અને તેની અતિવૃદ્ધિમાંથી તેમને (મહાકાવ્યોને) મુક્ત કરવાં જોઈએ. Page #206 -------------------------------------------------------------------------- ________________ આપણે વર્તમાનમાં જે ભૂગોળ જાણીએ છીએ તદનુસાર વૈદિક ભારત એ માત્ર તેમાં ઘણાં વર્ષોથી વસતાં લોકોથી જ બનેલું ન હતું, પરંતુ બહારથી આવીને તેમાં ઉમેરાયેલા કેટલાક વિદેશીઓના સંપ્રદાયોથી પણ બનેલું હતું. તત્કાલિન ભારતની આર્થિક પરિસ્થિતિ અંગેના કેટલાક ખ્યાલો કે જે તેમનામાં ઉદ્ભવ્યા અને આ વિદેશીઓનાં આક્રમણોને સુગમતા બક્ષતી ભૌગોલિક પરિસ્થિતિ અંગેની વિચારણા) પણ અત્રે અસ્થાને નહિ ગણાય. ભૂગોળ : ભારતને એક ત્રિકોણીય પ્રદેશ તરીકે વર્ણવવામાં આવે છે કે જેની ઉત્તરીય સરહદ હિમાલયથી સુરક્ષિત છે અને પશ્ચિમી અને પૂર્વીય સરહદના કિનારા સમુદ્રથી રક્ષાયેલા છે. કિંતુ હિમાલયની ઉત્તરીય દીવાલો દ્વારા આટલો સલામત રીતે રક્ષાયેલો હોવા છતાં તેમાં કેટલાક ઘાટ (માર્ગો) હતા અને એવું માનવામાં આવે છે કે વૈદિક આર્યો જેવા ઘણા અન્ય વિદેશીઓ આવા ઘાટ પૈકીના કોઈ એક દ્વારા ભારતની) અંદર દાખલ થયા. મનુષ્યની અનિવાર્ય જરૂરિયાતો સંતોષાવી જોઈએ અને જે ભૂમિ આ આવશ્યકતાઓને સર્વોત્તમ રીતે સંતોષે તે ભૂમિ એવા લોકોને અત્યંત આકર્ષે છે કે જેમની આવી આવશ્યકતાઓ યોગ્ય રીતે સંતોષાતી ન હોય. વાંસ, નાળિયેરીનાં વૃક્ષો અને કપાસ, શારાબ વગેરે દ્વારા એ સમયમાં રહેઠાણ અને વસ્ત્રોની બે અત્યંત મહત્ત્વની સમસ્યાનો ઉકેલ મળતો હતો. જેમ કે આહાર માટે, જેઓ બિનશાકાહારી હતા તેમને માટે ખૂબજ મોટી સંખ્યામાં વિવિધ પશુઓ હતાં અને જેઓ માંસાહારી આહારથી દૂર રહેતા હતા તેમને માટે ફળો અને શાકભાજીની અછત ન હતી અને તેઓ તેમની સર્વે આવશ્યકતાઓ પૂરી પાડતાં હતાં. કિંતુ ભારત એ એવો કોઈ ખાલી પ્રદેશ ન હતો કે જે માત્ર વિદેશીઓથી ભરાઈ ગયો હોય, તેમાં તો અતિ પ્રાચીન કાળથી લોકો વસતા હતા. દ્રવિડો આર્યોનીયે પહેલાં ઘણા સમયથી ભારતમાં વસતા હતા. તેઓ ક્યાંથી અહીં આવ્યા તે અંગે આપણે કંઈ જાણતા નથી. આપણે તેમના વિષે, તેમના ઈતિહાસ વિશે, તેમના મૂળ વતન વિશે પણ આપણે કંઈ જ જાણતા નથી. તે આપણે માટે એક બંધ પ્રકરણ છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ આર્યો : આપણે ચોક્કસપણે જાણીએ છીએ કે આ બુદ્ધિમત મનુષ્યોનો સમૂહ ઈરાનમાંથી કાયમી વસવાટ માટે અહીં આવ્યો અને પંજાબમાં સ્થાયી થયો. તેઓ એજ ઈન્ડો-યુરોપિયન કુળના જ ભાગરૂપે હોય એમ ધારવામાં આવે છે. તેઓનું પગેરું એ વંશમાં નીકળે છે કે જેનાં મૂળ સભ્યો તરીકે ગ્રીકો, જર્મનો, ગુલામો, ઈટાલિયનો વગેરે હતાં. બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં વારંવાર નિર્દેશ કરવામાં આવ્યો છે. ભારતમાં નાગાલોકોએ એ સમયમાં) એકમાત્ર શક્તિશાળી પ્રજા હતી કે જેની સાથે આર્યોએ યુદ્ધો કરવાં પડ્યાં હતાં. - તદન પ્રારંભિક તબક્કામાં આર્યોની ધાર્મિક માન્યતાઓ કે જે તેમના પુરોગામીઓ કરતાં વિરોધી હતી તે જાણવી યોગ્ય છે. ડુિ એ બાબતની શરૂઆતમાં જ નોંધ લેવી જોઈએ કે આ તદન પ્રારંભના આર્યો પણ ધાર્મિક માન્યતાઓ માટે એકમત ન હતા. આરંભના આર્યોમાં પણ એવાં જૂથો હતાં કે તેઓ જોકે જુદા જુદા નહિ પરંતુ એક સમાન દેવોની જ પૂજા કરતા હોવા છતાં તેમનાં દૃષ્ટિબિંદુ અને મનોદશામાં એવા તફાવતો હતો કે જેને લીધે ભવિષ્યના સંઘર્ષનાં જે બીજ વવાયાં તે સમજવામાં ઇતિહાસનો કોઈ વિદ્યાર્થી ભાગ્યે જ નિષ્ફળ જાય. આરંભના આર્યો અગ્નિ, જળ અને આકાશમાં વ્યાપ્ત એવા આત્માઓની પડકારયુક્ત સંકલ્પનાઓની પૂજા કરતા હતા, જે તેમના પુરોગામીઓ કે જેઓ જનપદ અને ઘરગથ્થુ કર્તવ્યોની પૂજા કરતા હતા તેમનાથી ભિન્ન હતું. બુદ્ધિમંત આર્યોના માનીતા દેવો ભાસ્કર, સરિતા, ઉષા, અગ્નિ દેવ (આગના દેવ), વરૂણ દેવ (જળનાદેવ) ઈન્દ્ર દેવ (વરસાદના દેવ વગેરે) હતા. તેઓ આ દેવોને તેમના રોજિંદા ભોજનનો (અમુક) ભાગ અર્પણ કરતા અને બદલામાં સારું સ્વાસ્થ, સમૃદ્ધ પાક, પુષ્કળ પ્રમાણમાં પશુઓ અને પુષ્કળ પ્રમાણમાં) પુત્રો માટે તેમને પ્રાર્થના કરતા. વેદમાંથી એક ફકરાનો સંદર્ભ આપવો અત્રે યોગ્ય ગણાશે કે જે આપણને વૈદિક સ્તોત્રોનું હાર્દ સમજવા માટેની ઊંડી સમજણ પૂરી પાડશે. હે અગ્નિ! અમે તમારી અમારાં નિવાસોમાં ઉપસ્થિતિ માટે પ્રશંસા કરીએ છીએ કારણ કે અમે અમારી માતાના જીવન જેટલા જ અમે આપને Page #208 -------------------------------------------------------------------------- ________________ આવકારીએ છીએ, તેથી અમારા બલિનો ઉપભોગ કરો અને અમારી પ્રાર્થનાને માન્ય કરો અથવા અન્ય દેવોને આપેલ નૈવેદ્ય આપ લઈ જાઓ હે વરૂણ ! અમે તમારી પ્રશંસા કરીએ છીએ, કારણ કે આપ અમને બચાવવા માટે શક્તિમાન છો. ઊંડા સમુદ્રો ઉપર (ની યાત્રામાં) આપ અમારી ઉપર દયા કરો. હે ઈન્દ્ર ! અમે તમારી પ્રશંસા કરીએ છીએ, કારણ કે તમે અમારા ઈશ્વર અને અમારા રક્ષક છો આપણા પાણીદાર, અધીરા થયેલા અને મોઢે ફીણ વળેલા અશ્વો કે જેઓ સારી વસ્તુઓ જે અમે આપેલી છે તે ખાય છે અને પીએ છે તેમના વડે અત્રે આપ હંકારો. અને તે શક્તિશાળી અને બહાદુર દેવ ! આપ જે સુદંર વસ્તુઓ અમને આપવાના છો તેના પર આપનું ધ્યાન કેન્દ્રિત કરો. અમને સમૃદ્ધિ (ધન દોલત) આપો, અમને દીર્ઘ જીવન આપો, અમને જોરાવર પુત્રો આપો, અમને અઢળક અનાજ આપો અને પુષ્કળ પશુઓ અને અશ્વો આપો. હે સૂર્ય ! અમે આપની પ્રશંસા કરીએ છીએ, કારણ કે આપ એવા દેવતા છો કે જેઓ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરો છો. હે સરસ્વતી ! અમે આપની પ્રશંસા કરીએ છીએ, કારણ કે આપ સર્વે સરિતાઓમાં સર્વોત્તમ અને શુદ્ધતમ છો. અમારી ભૂમિને ફળદ્રુપ બનાવવા માટે અમે આપની પ્રાર્થના કરીએ છીએ, આપ અમને આશીર્વાદ આપીને અમારું લાલનપાલન કરો. હે ઉલ્હાસ ! સ્વર્ગની પુત્રી ! ધનસંપત્તિ વડે અમને સમૃદ્ધ કરો. હે પ્રકાશ પ્રસરાવનારી ! અમને અઢળક આહારથી સમૃદ્ધ કરો. હે સૌંદર્યમયી દેવી! પશુઓના ધનથી અમને સમૃદ્ધ કરો.” આ દેવાના પણ દેવો વિશે આપણે વિગતમાં ઊતરીએ તે પહેલાં તેઓ (આર્યો) તેમના પુરોગામીઓ કરતાં કેવી રીતે જુદા પડતા હતા તે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરૂઆતના તબક્કાના આર્યોના પુરોગામીઓ ધર્મની બાબતોમાં તેમની આત્યંતિક સાદગીને લીધે જુદી જ છાપ ઊભી કરે છે. આ પ્રજા ગ્રામ્ય દેવતાઓ, કુળ દેવતાઓ અને વ્યક્તિગત અથવા પાલનહાર દેવતાઓની પૂજા કરતા હતા અને તેમને સ્વીકારતા હતા. આ દ્રવિડોનો ધર્મ જાતીયતા સાથે સંબંધિત ખ્યાલો ઉપર આધારિત હતો અને તેથી તેઓ લિંગપૂજાની તરફેણ કરતા હતા અને તેને તેઓ સર્વોત્તમ પ્રાણી (મનુષ્ય)ના પ્રતીક તરીકે અથવા તો પ્રજનનની - ૧૦૫ - Page #209 -------------------------------------------------------------------------- ________________ .. શક્તિના ચિહ્ન તરીકે ગણતા હતા. પરંતુ મહદઅંશે દ્રવિડોની અત્યંત પ્રિય તો નાગની પૂજા હતી. આપણી પાસે બાલ્ફરની સાક્ષી છે કે જે નિશ્ચયપૂર્વક હકારાત્મક વિધાન કરે છે કે, ‘‘સમગ્ર ભારતીય દ્વીપલ્પમાં નાગપૂજાએ બંને સ્વરૂપમાં - શિલ્પ સ્વરૂપમાં અને જીવિત પ્રાણીના સ્વરૂપમાં સામાન્ય છે.’” વધુમાં પ્રથમ વિકલ્પ અર્થાત્ શિલ્પ સ્વરૂપ અંગે વધુ વિગતો આપતાં કહે છે કે,” તે શિલ્પ એ નિશ્ચિતપણે નાગ કે નાગરાજ (Cobra)ના સ્વરૂપમાં હોય છે. પ્રસંગોપાત્ત શિલ્પાકૃતિઓની સંખ્યા નવની જોવા મળે છે અને આ સ્વરૂપને ‘નવ નાગ’ કહેવામાં આવે છે અને તે માતાપિતા તથા તેમનાં આઠ નાનાં બચ્ચાંના સ્વરૂપને રજૂ કરે છે, પરંતુ પ્રચલિત સ્વરૂપ બે જોડિયા નાગનું છે કે જે (એકબીજા સાથે) વળ ચડાવેલી સીધી સોટીના સ્વરૂપમાં જોવા મળે છે.” ગ્રામ્ય દેવતાઓ અને કુળ દેવતાઓને લાગે વળગે છે ત્યાં સુધી તેઓની પૂજા વાવણીના સમયે, વર્ષાની યાચના માટે અને રોગો સામે રક્ષણ મેળવવા અર્થે કરવામાં આવતી હતી. કેટલાક કિસ્સાઓમાં ગ્રામ્ય દેવતાઓ સામાન્ય રીતે વૃક્ષરાજિમાં પડેલા પથ્થરોના ઢગલાના સ્વરૂપમાં કે સૌમ્ય ટપકાના સ્વરૂપમાં જોવા મળે છે અને (તે પૈકીના) કેટલાક કાળા અથવા લાલ રંગથી રંગેલા હોય છે.1 બીજી બાજુ આરંભના તબક્કાના આર્યો દેવોની બહુલતામાં માનતા હતા અને ચલિત અને અચલિત પદાર્થોની વચ્ચે રહેવામાં માનતા હતા. આમ તેઓ વિદ્યુત, વર્ષા, વાદળ, પર્વત, પવન, વહેતું ઝરણું, શસ્રો, હળ અને દાતરડાની પણ પૂજા કરતા હતા. Dr. Caldwell તેને દક્ષિણ ભારતીય પરિવારના દ્રવિડોના ભાષાઓના તુલનાત્મક વ્યાકરણ સાથે અત્યંત નજીકનો સંબંધ ધરાવતા તુરાનિયન તરીકે ઓળખાવે છે - સંદર્ભ : આર. કાલ્ડવેલ (1) Fergussion's Tree and Serpent Worship - Al. પરંતુ અત્રે ચક્રોની અંદર પણ ચક્રો હતાં. (ચક્રવ્યૂહ) અને પ્રારંભિક તબક્કાના આર્ય વસાહતીઓ વચ્ચે પણ તેમનાં દૃષ્ટિબિંદુ તેમજ વર્તનમાં મતભેદો હતા. એના એજ દેવો પણ અલગ અલગ મિજાજથી પૂજવામાં આવતા હતા. તેમના સામાજિક રીતરિવાજોમાં પણ ભિન્નતાઓ હતી. ~ ૧૮૬ ~ Page #210 -------------------------------------------------------------------------- ________________ આર્યોમાં પણ જેઓ અત્યંત લશ્કરી મિજાજવાળા હતા અને રાજકીય દૃષ્ટિબિંદુવાળા હતા તેમજ ઓછા આધ્યાત્મિક અને સંસ્કારી માનસ વાળા હતા તેમને ક્ષત્રિયો તરીકે ઓળખવામાં આવતા હતા. પ્રારંભિક બાલ્યવયથી જ તેમને અલગ પ્રકારની તાલીમ મળતી હતી અને અલગ પ્રકારના વાતાવરણમાં તેમને ઉછેરવામાં આવતા હતા. તેમને ધનુષ્ય અને બાણ ચલાવવાનું તલવાર અને ભાલા વાપરવાનું, અશ્વોને અને હસ્તિઓને કળવવાનું અને રથ ચલાવવાનું શીખવવામાં આવતું હતું. બીજી બાજુએ જેઓ બુદ્ધિમાન, શાંતિના ચાહક, તત્ત્વજ્ઞાનીય મિજાજ ધરાવતા અને જેઓ અતડા રહેવાનું અને માનવીઓથી દૂર રહેવાનું પસંદ કરતા હતા તેમને ઋષિઓ તરીકે ઓળખવામાં આવતા હતા. ત્રષિઓ માટે દેવો એ “કલ્પનાનાં કાવ્યમય સર્જનો' હતાં જ્યારે ક્ષત્રિયો માટે તેઓ માનવીય તાકાતનાં મૂર્તિમંત સ્વરૂપો હતાં. (આ અંગે) એક ઉદાહરણ અત્રે અસ્થાને નહિ ગણાય. ઋષિઓ સૂર્ય દેવની દેવી બ્રહ્માંડને ઉજ્વલિત કરનાર' તરીકે પૂજા કરતા હતા, જ્યારે ક્ષત્રિયો તેમને પોતાના પૂર્વજરૂપી પરાક્રમી પુરુષ તરીકે પૂજતા હતા. રાજકીય વિજયની ઉજવણી કરવા માટે ગોઠવતા જાહેર ભોજન સમારંભોના ભાગરૂપે ક્ષત્રિયો માંસની મિજબાનીઓ કરતા, જ્યારે તેનાથી વિરુદ્ધ ઋષિઓ સાદા ખાણાથી રીઝી જતાં. લગ્ન વિષેના તેમના ખ્યાલો તેમનાં પોતાનાં દષ્ટિબિંદુઓ અનુસાર અત્યંત ભિન્નતા ધરાવતા હતા. ઋષિઓને મન તે (લગ્ન) કન્યાનાં માતાપિતા તરફથી મળેલ દાન હતું, જે બે કે પાંચ ની સંખ્યાની જોડીઓના સ્વરૂપે હતું. ક્ષત્રિયો માટે કન્યા એ કઠિન વિજય મેળવવાની બદલીમાં મળતો પુરસ્કાર હતો. અને વાસ્તવમાં તે પોતાની જાતને વરરાજા તરીકે લાયક હોવાની રજૂઆત કરે તે પૂર્વે તેણે યુદ્ધમાં કન્યાના માતાપિતાને હરાવવાં પડતાં. મોટા ભાગના કિસ્સાઓમાં રાજદરબારમાં ઉમેદવાર તરીકે ભાગ લેવા માટે આવેલા રાજકુમારો અને રાજાઓ પૈકી આવા રાજદરબારની વચ્ચેજ કન્યાને પોતાને માટે પોતાનો પતિ પસંદ કરવાનું કહેવામાં આવતું. આવી ભિન્નતાઓ અંગે અત્યંત ઊંડા ઊતરવું એ આપણા માટે - ૧૮૦ - Page #211 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નથી કારણ કે હાલના તબક્કે તેના પરથી આપણે નિર્ણય તારવી શકીએ એમ છીએ કે આદિમાનવો કરતાં આદિ આર્યો ઘણા આગળ (વિકાસ પામેલા) હતા. તેઓ માત્ર બુદ્ધિમાન હતા એટલું જ નહિ, પરંતુ બહાદુરપણ હતા. તેઓ તેમના વ્યવહારોમાં સરળ, ચિત્ર માટે કલ્પનાશીલ હતા અને આજ બાબત દેવોના સર્જનો માટેની તેમની કલ્પનાશીલતાનો અને અગ્નિ, જળ અને આકાશમાં પ્રસરેલા આત્માને ઈશ્વરરૂપ માનવાની સંકલ્પનાનો ખુલાસો આપે છે. બ્રાહ્મણીય ભારત અંગે હવે આપણું કાર્ય હિન્દુ ધર્મના નાટકના બીજા દશ્યનો અભ્યાસ કરવાનું છે કે જેમાં ઋષિઓ પાર્શ્વભૂમિકામાં ખસી ગયા અને બુદ્ધિમાન પરંતુ સ્વાર્થી પ્રકારના લોકો કે જેઓ પોતાની જાતને બ્રાહ્મણો તરીકે ઓળખાવતા હતા તેમણે તખ્તાને કબજે કરી લીધો. ધર્મેશાસ્ત્રોનો અભ્યાસ કરવાનો એકમાત્ર તેમનો જ અધિકાર છે એવો તેમનો દાવો હતો કારણ કે (તેમના કહેવા મુજબ) તેઓ ભોગ-બલિને લગતી ધાર્મિક વિધિઓ માટે તેમજ અધ્યયન કરવાના સંરક્ષિત અધિકાર સાથે બ્રહ્માના મુખમાંથી જન્મ્યા હતા. 'બ્રાહ્મણોમાં પણ બે અલગ પ્રકારો હતા. તત્ત્વજ્ઞાનીઓ કે સંન્યાસીઓ અને ધર્મગુરુઓ કે બલિદાન દેનારાઓ. ધર્મગુરુઓ કહેવાતા હોવા છતાં અંગ્રેજી અર્થમાં તેઓ તેનાથી ઘણા વધારે હતા. જન્મ, મરણ અને અન્ય વિધિઓમાં તેની હાજરી અનિવાર્ય હતી અને કેટલીકવાર તે આર્ષદણ, જાદુ વિદ્યાનો જાણકાર, જીવના ઉત્પત્તિક્રમના શાસ્ત્રનો જ્ઞાતા હોવાનો ડોળ કરતો તો ક્યારેક પાઠશાળાના અધ્યાપક તરીકે અને નીતિનિયમોના વિવેચક તરીકે અને ક્યારેક તે જાદુટોના અને મંત્રતંત્રના કાર્યકર તરીકે દેખાતો. બીજી બાજુએ તત્ત્વજ્ઞાની કે સંન્યાસી તેના ભરણપોષણ માટે દરકાર નહીં કરનારો, વનરાજિ કે ઝૂંપડીમાં સૂઈ જવાનું પસંદ કરનારો, ફળફળાદિ અને કંદમૂળ ખાઈને ગુજારો કરનારો અથવા પડોશમાંથી ભિક્ષા મેળવનારો અને આ બધામાંથી જે કંઈ મળી શકે તેમ હોય તે મેળવનાર હતો. | કિંતુ આ સંન્યાસીને પણ સાથીદાર હોવાની અપેક્ષા રહેતી કારણ કે તે જમાનામાં એવી સ્વીકૃત માન્યતા હતી કે જેમને પુત્ર હોય તેઓ જ માત્ર નરકમાંથી બચી શકે. - ૧૮૮ - Page #212 -------------------------------------------------------------------------- ________________ બધા જ બ્રાહ્મણો પછી તે તત્ત્વજ્ઞાની હોય કે ધર્મગુરુ હોય તે સર્વેએ નક્કી થયેલા આશ્રમોમાંથી પસાર થવું જ પડતું. આ આશ્રમો અનુસાર) પ્રત્યેક વ્યક્તિને વીસ વર્ષ વિદ્યાભ્યાસ, વીસ વર્ષ ગૃહસ્થ જીવન, વીસ વર્ષ ગૃહસ્થજીવનમાંથી નિવૃત્તિ અને અંતિમ વીસ વર્ષો દરમ્યાન સમાજથી તદન અલિપ્ત એવું જીવન જીવવું પડતું. દેવો : હકીકતમાં બ્રાહ્મણ ધર્મગુરુઓ હંમેશાં અને કાયમી રીતે વૈદિક કે અવૈદિક કોઈ પણ દેવને અંજલિઓ આપવા અને બલિદાનો દેવા માટે તૈયાર રહેતા. લોકોના પોતાના ફિરકામાં દેવોની અનેક વિધતા માન્ય કરવાનું આવું વલણ પેદા થવા અંગે તેમની (ધર્મગુરુઓની) પોતે સર્વોચ્ચ હોવાની માન્યતા ઓછી જવાબદાર નથી. તમે મરો કે લગ્ન કરી તેમને કંઈ ફેર પડતો નથી. તમે આ દેવની પૂજા કરો કે પેલા દેવની તેમને કંઈ વાંધો નથી. તેમને માટે મહત્ત્વની બાબતએ સર્વેમાં તેમના પોતાના ભાગ અંગેની છે. જ્યાં સુધી તમે મહેનતાણું આપીને કામ આપો અને તેમને તેમનું નાણું ચૂકવો તો તેઓને કોઈ બાબતમાં કશો વાંધો ન હતો. અને તેમ છતાં વિષ્ણુ અને શિવ એ તેમના માનીતા દેવો હતા. આ સંબંધમાં હું મારા વ્યક્તિગત સંતોષ ખાતર એમ માનવા પ્રેરાયો છું કે અહીં વૈદિક અને અવૈદિક દેવો વિચિત્ર સામ્ય જોવા મળે છે માત્ર નામમાં જ ફેરફાર જોવા મળે છે – વિષ્ણુ એ અન્ય કોઈ નહીં, પરંતુ વરૂણ દેવ જ છે, જે જળમાં પ્રસરેલા છે એમ માનવામાં આવતું હતું. શિવ અથવા મહાદેવ એ મૃત્યુ અને પ્રજનન સાથે સંકળાયેલા દેવ હતા. દ્રવિડોની લિંગની અને બ્રાહ્મણીય શિવની સંકલ્પનાઓ વચ્ચે ગાઢ સમાનતા છે. જોકે બ્રાહ્મણો એટલા બધા બુદ્ધિમાન હતા કે તેઓ કોઈ પણ અવકાશો સર્જવા માટે શક્તિમાન હતા અને તેમણે સર્વોચ્ચ આત્માની કલ્પના કરી કે જેણે સમગ્ર બ્રહ્માંડની રચના કરી અને તેમને તેમણે બ્રહ્મા એવું નામાભિધાન કર્યું. વાસ્તવમાં તેઓ બ્રહ્માંડની રચના માટે કારણભૂત એવા શક્તિમાન દેવ હતા. આ લોકોની ચતુરાઈ તો તેમની પ્રાયશ્ચિતના સિદ્ધાંતની શોધમાં હતી. Page #213 -------------------------------------------------------------------------- ________________ તેમણે લોકોને એવું માનતા કર્યા કે બલિદાન આપવાની પ્રક્રિયાથી દેવો સંતુષ્ટ રહે છે અને તેમનાં પાપો ગાણિતિક ચોક્કસાઈથી નાશ પામે છે. બધી જ પ્રકારના બલિની શોધ કરવામાં આવી હતી. જેમણે પોતાનું જીવન ખોટાં કાર્યો કરવામાં પસાર કર્યું હતું, તેમજ પરિણામ સ્વરૂપે જેમણે ઢગલાબંધ ઘણા દોષો એકત્ર કર્યા હતા તેઓ પણ ધર્મગુરુઓ દ્વારા માખણની આહુતિ આપવાથી જાદુઈ લાકડીની જેમ તેમાંથી બચી શકશે. દુષ્ટ કાર્યો કરનારાઓ માટે તે તેમાંથી છૂટવા માટેનો માર્ગ હતો અને તે સમયમાં આ બલિ ચઢાવવાની બાબતને અત્યંત સફળતા મળી હતી. તેમનો દેવોની પૂજામાં રહેલો તફાવત તેમની ઈન્દ્રની પૂજાના સંદર્ભમાં પાના નં. 21-22 પર સુંદર રીતે વર્ણવ્યો છે. History of India _ From the earliest ages : Talboys Wheoles. બ્રહ્મ લગ્ન : આઠ પ્રકારનાં લગ્નો પૈકીનું આ પ્રથમ છે જે પ્રાચીન હિંદુઓ માટે પણ જાણીતું હતું અને તેના ચાર ઉમદા સ્વરૂપો છે. ચાર આશ્રમો હતા : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસશ્રમ વડીલર સૂર્યદેવને વિષ્ણુ સાથે સરખાવવા પ્રયત્ન કરે છે, પરંતુ વિષ્ણુ નાગ ઉપર જળમાં નીચે ઊતરે છે તેની સાથે આનો મેળ ખાતો નથી. વિદેશી દેવાનો પોતાના દેવો સાથે મેળ બેસાડવા તેમને એકબીજાના અંગભૂત બનાવવા માટેની ઈચ્છા દર્શાવવા માટે, જેમ હાથીના પગલામાં સર્વે પ્રાણીઓનાં પગલાં સમાઈ જાય છે તેમ લોકોના સામાન્ય મનને અનુરૂપ બનાવવા માટેનો માર્ગ શોધવાની ક્ષમતા બ્રાહ્મણોમાં હતી. વળી રાજ્યકર્તા રાજકુમારો પણ પોતાના વંશાનુગત અધિકારોને ઓળખી શક્યા અને આ બાબતે બ્રાહ્મણોની સર્વોપરિતાનાં દ્વાર ખોલી નાખ્યા અને ત્યારબાદ તેઓ જનતાના અભિપ્રાયમાં ખૂબ મોટો ફેરફાર લાવી શક્યા. . જોકે આ બ્રાહ્મણ અત્યંત ગુપ્તતા જાળવનારા અને એટલું સંકુચિત માનસ ધરાવતા હતા કે ધર્મનાં દ્વારોની ચાવી પોતાની પાસે રાખીને તે (કારો) અન્ય બધા માટે સાવધાની પૂર્વક અને ક્રૂર રીતે બંધ રાખવામાં આવ્યાં હતાં અને તેમના એલાના જ ખાસ અધિકારોના રક્ષણ માટે જ બનાવવામાં આવેલા નિયમો પર જે લોકો દ્વારા અતિક્રમણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તેમને માટે તેમાં ખાસ શિક્ષા નિશ્ચિત થયેલી હતી. આ મુજબ - ૧૦ - Page #214 -------------------------------------------------------------------------- ________________ જો કોઈ શુદ્ર વેદ અંગેની માહિતી અજાણતામાં પણ સાંભળી જાય તો તેના કાનમાં ગરમાગરમ પ્રવાહી સીસુ રેડવાની સજા તેને પ્રાપ્ત થતી હતી. આમ બ્રાહ્મણ ધર્મ તેમના પોતાના સિવાય અન્ય સર્વે માટે બંધ ગ્રંથ હતો અને એમાં કોઈજ આશ્ચર્ય નથી કે આવી સર્વને બહાર રાખવાની અને બાકીના બધાના ભોગે કાર્યરત વ્યવસ્થા જનતાને માન્ય ન હતી. તેની બે પ્રકારની અસર પેદા થઈ. પોતાની જાતિ પ્રત્યે જ સમર્પિત એવા બ્રાહ્મણો ધાર્મિક સરમુખત્યારની ભૂમિકા અદા કરતા હતા અને તેમના આ સરમુખત્યારી વ્યવહારો ભાગ્યે જ કોઈને અનુકૂળ હતા. જે લોકો તેમનો જુલમ અને આપખુદી સહન કરતા હતા તેઓ આતુરતાથી કોઈક પરિવર્તનની રાહ જોઈ રહ્યા હતા. આ બ્રાહ્મણોને સહાય કરતા હતા એવા ક્ષત્રિયો પણ તેમને બહાર રાખતી તેમની (બ્રાહ્મણોની) ઉત્તમતાની બડાઈવાળી વ્યવસ્થાથી ચિડાયેલા હતા અને તેઓ પોતાની તક માટે રાહ જોઈ રહ્યા હતા અને તેઓ તેમને (બ્રાહ્મણોને) ઊતારી પાડવાની કોઈ તક ચૂકતા ન હતા. આમ ઈસવી સન પૂર્વેના તૃતીય શતક સુધી ચાલતું રહ્યું અને ત્યારબાદ બ્રાહ્મણોએ તેમની ભૂમિકા બદલી અને સત્તા ચલાવનારા ધર્મ ગુરુઓને બદલે રાજ્યકર્તા રાજકુમારો સાથે મિત્રતા કરી અને યોજનાબદ્ધ રીતે રાજકારણીઓ તરીકેની ભૂમિકા ભજવવા માંડી. આમ જ્યારે અસંતુષ્ટતાનું સામાન્ય વાતાવરણ હતું ત્યારે ક્ષત્રિયકુળમાંથી જ એક માનવી પેદા થયો કે જેણે ધર્મગુરુઓના અન્યોને બાકાત રાખનારા ખ્યાલોને ધરમૂળથી ઉખાડી નાખ્યા અને બધાની આવશ્યક સમાનતાની હિમાયત કરી. ઈશ્વર કે જે સર્વને (સમાન રીતે) ચાહે છે તેને માટે કોઈ મોટું નથી કે કોઈ નાનું નથી. તેમણે બ્રાહ્મણોના દેવોની પણ અવગણના કરી અથવા વધુ સાચી રીતે કહીએ તો તેમણે દેવોની આપખૂદીનો અનાદર કર્યો અને બદલીમાં કર્મના લોખંડી સિદ્ધાંતને સ્થાપિત કર્યો. માત્ર મનુષ્ય જ પોતાના મોક્ષ માટે માત્ર પોતેજ કાર્યરત બની શકે. આ બાબત કેવળ પોતાનામાં અનંત સંખ્યામાં ઉત્તમ ગુણો વિકસાવીને અને પોતાનાં બધાંજ અનિષ્ટ લક્ષણોનું ઉમૂલન કરી તેમને શૂન્યવત્ બનાવીને Page #215 -------------------------------------------------------------------------- ________________ જ સિદ્ધ થઈ શકે અને તે દ્વારા બધી જ સમજણોથી ઉપર એવી શાન્તિ તે પ્રાપ્ત કરી શકે. અને આમ હવે આપણે પ્રાચીન ભારતીય માન્યતાઓના તૃતીય વિકાસ - તબક્કામાંથી પસાર થઈશું કે જે ક્ષત્રિયોની સર્વોપરિતાનો સમયગાળો હતો. 'ઈસવી સન પૂર્વેના છઠ્ઠા શતકનું ભારત તુલનામાં થોડાક પછીના સમય ઉપર આવીએ તો માત્ર કલ્પનાના આધારે નહીં, પરંતુ આપણી માહિતી માટેના પ્રાચીન લભ્ય દસ્તાવેજો પર વિશ્વાસ રાખીને હકીકતોના આધારે તે અંગે (તે સમય અંગે, આપણે કંઈક કહી શકીએ. બૌદ્ધ ધર્મ અને તેના સમકાલીન જૈન ધર્મના આગમને દેશના ઈતિહાસના સામાન્ય પ્રવાહો અંગે સીમાચિહન અંકિત કર્યું છે. બ્રાહ્મણોના ધાર્મિક વિધિઓના (એકાધિકારી) શાસ્ત્રથી લોકો ધરાઈ ગયા હતા. ધાર્મિક ગ્રંથોના અધ્યયન અને અધ્યાપનનો જુસ્સો ઓસરી ગયો હતો અને તેની જગ્યા બ્રાહ્મણોની આપ ખુદીએ લીધી હતી. ઘણું કરીને માનવતાની ઉત્કટ ઈચ્છા અને મહત્ત્વાકાંક્ષા ચેતનવિહીન બની ગયાં હતાં. ધાર્મિક માન્યતાઓ તેના ગલનબિંદુએ પહોંચી ગઈ હતી. દેવો મહેલ જેવી ઈમારતોમાં બંધાઈને ચૂપ અને નકામા બની ગયા હતા. વાસ્તવમાં તેઓ પાછળથી પૂછડેથી) પકડવા જતા અશ્વો સમાન બની ગયા હતા કે જેમને માટે ધર્મગુરુઓ તેમના પોતાના સિદ્ધાંતો ચલાવતા હતા. ટૂંકમાં બ્રાહ્મણ ધર્મગુરુઓ લોકો ઉપર સત્તા ચલાવતા હતા. તેમની સત્તાને પડકારવાની કોઈ હિંમત કરતું ન હતું. જન્મથી તે મૃત્યુ પર્યત વ્યક્તિ ધર્મગુરુઓના વટહુકમોથી જકડાઈ ગઈ હતી. બલિદાન આપવા માટેનો અગ્નિ હજી પ્રજ્વલિત હતો, કિંતુ વ્યક્તિના દિલની નીચે તેને માટે ઊંડી વેદના હતી, કારણ કે તેઓ ધર્મગુરુઓના (આપખુદ) આદેશોથી ગુંગળામણ અનુભવતા હતા. ક્ષત્રિયો કે જે અત્યારસુધી ખભેખભા મિલાવીને એક જ મંચ ઉપર ઊભા હતા તેઓ પણ હરીફ જ્ઞાતિને (બ્રાહ્મણોને) વ્યવસ્થાતંત્રમાં તેમના ભોગે આર્ષદા સમાન બની ગયેલા જોઈને અત્યંત ત્રાસ પામ્યા હતા. વાતાવરણ ગ્લાનિમય બની ગયું હતું. - નિરાશાવાદનો ગાઢ રંગ કે જે પ્રત્યેક ભારતીય દર્શનશાસ્ત્રીઓમાં વહેતો રહે છે તેણે પણ વાતાવરણને વધારે ગ્લાનિમય બનાવી દીધું. Page #216 -------------------------------------------------------------------------- ________________ એક એવા તીવ્રબુદ્ધિ મનુષ્યની આવશ્યકતા હતી કે જે એટલા અત્યંત ઊંચા મંચ ઉપર ઊભેલો તેના સુધી બ્રાહ્મણોની વિવેચનાઓ અને ટીકાઓ પહોંચી જ ન શકે અને જે ધર્મના મૃત હાડપિંજરમાં પ્રાણ ફૂંકી શકે અને તે જ લોકોની ઉત્કટ ઈચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓને (યોગ્ય) વળાંક આપી શકે. . બીજા શબ્દોમાં માનવતા પ્રત્યેના પ્રેમનો સંપ્રદાય એ તત્કાલીન પ્રજાનો પોકાર હતો. કરોડો લોકોનો સમૂહ કે જે સતત બ્રાહ્મણીય નિરંકુશ આપખૂદીથી સંતપ્ત હતો તે વધારે લોકતાંત્રિક અને વધારે સામાન્ય વ્યવહારજ્ઞાન ધરાવતા સંપ્રદાય માટે પ્રાર્થના કરતા હતા કે જેના દ્વારા ભૂલથી પર (ગણાવવામાં આવતા હતા) એવા ધર્મગુરુઓના તદ્દન આપખૂદી વટહુકમોને નિયંત્રિત કરી શકે. રાજ્યનીતિને લાગે વળગે છે ત્યાં સુધી ક્ષત્રિયો પોતે રાજકુમારો તરીકે સંન્યાસીઓની ઈચ્છાઓને વશ થવાની ધાર્મિક પંડિતાઈ અંગે કોઈ જ ચિંતા ધરાવતા ન હતા. તેઓ (સંન્યાસીઓ) પોતાના અંગે ખૂબ જ ઊંચો અભિપ્રાય ધરાવતા હતા. તેઓ (રાજવીઓ) આ ધાર્મિક ઉપદેશકો માટે રહેઠાણ પૂરું પાડતા હતા કે જેમાં એક મોટો રાચરચીલાથી સજ્જ એવો ખંડ હોય, જેમાં બેસીને તેઓ તેમની (ધાર્મિક) ચર્ચાઓ કરી શકે. પરંતુ તે (રાજવી) પોતે સ્વસ્થ અને આ બધાથી અલિપ્ત રહેતો. માત્ર નૈમિતિક પૂજા અને આવા ઉપદેશકોની ઉપર છલ્લી મુલાકાત સિવાય તેની રોજિંદી દિનચર્યામાં જરાપણ ખલેલ પહોંચતી નહિ. રાજ્યના વડા તરીકે તે જમાનામાં અભૂતપૂર્વ અને અદ્વિતીય સહિષ્ણુતા દર્શાવી તે બધાજ ધર્મગુરુઓને રાજ્યાશ્રય પૂરો પાડતો. આ પ્રવાહોને લક્ષ્યમાં લઈને વધારે કાળજીપૂર્વક અને વિવેચનાત્મક રીતે ઈસવીસન પૂર્વેના છઠ્ઠા શતકમાં જનતાની રાજકીય પરિસ્થિતિ, સામાજિક પર્યાવરણ, આર્થિક સ્થિતિ, સાહિત્યિક વિકાસ અને ધાર્મિક પ્રગતિ અંગેની તપાસ કરીશું. રાજકીય : ભૂગોળ : વર્ધમાન મહાવીર અને ગૌતમ બુદ્ધ સમકાલીન હતા. એક સાથે નહીં હોવા છતાં બંને સમાન દષ્ટિબિંદુથી કાર્ય કરતા હતા અને તેમની પ્રવૃત્તિઓ સમાન ભૌગોલિક પ્રદેશ પૂરતી મર્યાદિત હતી. - ૧૯૩ - Page #217 -------------------------------------------------------------------------- ________________ (તેની) ઉત્તરીય હદ હિમાલયની લાંબી પર્વતમાળા સુધી હતી અને દક્ષિણમાં તે નર્બુદા નદી સુધી વિસ્તરતી હતી. નિમ્ન બંગાળ ત્યારે જાણીતું ન હતું અને તે વંગના નામથી ઓળખાતું હતું. ગૌતમના જીવન અને કાર્યક્ષેત્રનું દૃશ્ય અનિયમિત ચોરસ જેવું હતું, જે ચાર રાજ્યોમાં વહેંચાયેલું હતું. ઉત્તરીય આર્ય ભાગમાં કોસલ કે ઔધ અને મિથિલા કે સિરહટનાં રાજ્યો હતાં. નીચલા (દક્ષિણીય) અર્ધમાં વારાણસી કે બનારસ અને મગધ કે બેરારનાં રાજ્યો હતાં. પ્રાચીન કાલક્રમની યાદી ગૌતમની સિલોનની મુલાકાતનો નિર્દેશ કરે છે. ભૌગોલિક હદ કોઈ પણ અંદાજ વગર ગૌતમની દક્ષિણ તરફ વિસ્તરતી તે સ્થળ (સિલોન)ની મુલાકાતનો હિસાબ આપે છે. મારો એવો અભિપ્રાય છે કે માત્ર બસોને અઢાર વર્ષ પછી સૌ પ્રથમ વાર ભારત અને સિલોન વચ્ચે સંબંધો સ્થાપિત થયા. समणा वयं महाराज धम्मराजस्स सावका । तदेवानुकम्पाय जम्बुदीपा इधागता ॥ રાજકુમાર મહેન્દ્ર અને રાજકુમારી સંઘમિત્રા પવિત્ર આત્મા (મહાવીર)ના સંપ્રદાયના ગગનમાં તે (રાજકુમાર) સૂર્યની માફક અને તેણી (રાજકુમારી) દામિનીની માફક દૈદિપ્યમાન હતાં. (History of ancient India Talboys Wheeler P. 101)). રાજકીય પર્યાવરણ : અતિ પ્રાચીન સાહિત્યિક પરંપરાઓ પ્રજાસત્તાક રાજ્ય અમલની ઓછી કે વત્તી શક્તિશાળી રાજાશાહીની સાથે સાથે સંપૂર્ણ કે રૂપાંતરિત એવી ભૂતકાળના અવશેષરૂપ સ્વતંત્રતાયુક્ત રાજ્ય અમલની પણ નોંધ લે છે, અત્યંત શક્તિશાળી રાજાશાહીની નોંધ વિદ્વાન પંડતિોએ નીચે મુજબ લીધી છે. (1) રાજગૃહ જેની રાજધાની (પછીથી પાટલીપુત્ર) હતું એવું મગધનું સામ્રાજ્ય જ્યાં પ્રથમ રાજા બિંબિસાર અને પછીથી તેનો પુત્ર અજાતશત્રુ રાજ્ય કરતો હતો. (2) વાયવ્ય દિશામાં કોસલનું સામ્રાજ્ય હતું. ઉત્તરીય કોસલની રાજધાની શ્રાવસ્તામાં હતી, જ્યાં પ્રથમ રાજા પસેન્દ્રી અને ત્યારબાદ તેનો ~ ૧૯૪ - Page #218 -------------------------------------------------------------------------- ________________ પુત્ર વિદુભ રાજ્ય કરતો હતો. (8) કોસલની દક્ષિણે વામો કે વત્સોનું સામ્રાજ્ય હતું, જેની રાજધાની જમુના કિનારે આવેલી કોસામ્બી નગરી હતી અને ત્યાં પરંતપનો પુત્ર ઉદેણ રાજ્ય કરતો હતો. તેનાથી હજી આગળ દક્ષિણમાં અવંતિનું સામ્રાજ્ય હતું, જેની રાજધાની ઉજ્જૈન નગરી હતી અને ત્યાં રાજા પજ્યોત રાજ્ય કરતો હતો. (ઉપરોક્ત સામ્રાજ્યો) સમાન મહત્ત્વ ધરાવતા અને એટલો જ શક્તિશાળી લિચ્છવી રાજ્યોનો વૃજિયન સંઘ હતો. વેસાઈ કે વૈશાલી તેની રાજધાની હતી અને શાક્ય રાજ્યોના સંઘની રાજધાની કપિલવસ્તુ હતી. તદુપરાંત કાશી અને અંગના રાજ્યો પણ હતાં. આવાં નાનાં રાજ્યો એટલાં શક્તિશાળી કે મહત્ત્વનાં ન હતાં અને પરિણામે તેઓ કાળક્રમે ઉપરોક્ત શક્તિશાળી સામ્રાજ્યોમાં ભળી ગયાં હતાં. આપણે તેમની (આ રાજ્યોની) અંતર્ગત અસ્તિત્વ ધરાવતા ધર્મોની વાત ઉપર જઈએ તે પૂર્વે આ સામ્રાજ્યો વિશે કંઈક વધારે જાણવું એ આપણે HÈ 4104 Q2. (BST India T.W., Rlys Davids P. 2-3) મગધ : મગધનું સામ્રાજ્ય તેના દૃષ્ટાંતરૂપ રાજવી અશોકના સમયમાં અત્યંત પ્રખ્યાત થયું હતું, જેની મૂળભૂત રીતે પૌરાણિક રાજા જરાસંઘે સ્થાપના કરી હતી અને તે વખતે તે કુશાગ્રપુરી તરીકે ઓળખાતું હતું. ઐતિહાસિક માન્યતા ધરાવતો ત્યાનો પ્રથમ રાજવંશ શિશુનાગનો હતો. શિશુનાગ એ ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં પટના અને ગયાના સંબંધિત એવા પ્રદેશોથી બનેલું એક નાનકડા રાજ્યનો રાજા હતો. - બુદ્ધના સમયમાં જોકે શ્રેણિક બિંબિસાર2 નામનો એક શક્તિશાળી રાજા ત્યાં રાજ્ય કરતો હતો. જ્યારે બિંબિસાર કેવળ પંદર વર્ષની ઉંમરનો થયો ત્યારે તેના પિતાએ તેનો રાજ્યાભિષેક કર્યો અને તે પછી તેણે સૌ પ્રથમ કાર્ય નજીકના અંગના રાજ્ય ઉપર આક્રમણ કર્યું અને તેને જીતીને) તેને પોતાના રાજ્યમાં ભેળવી દીધું. તેણે પોતાનું તથા પોતાના રાજ્યનું નામ બિંબિસૂર કેવી રીતે પ્રાપ્ત કર્યું તે અંગે જૈન પરંપરા રસપ્રદ વાર્તાઓ - ૧૦૫ - Page #219 -------------------------------------------------------------------------- ________________ આપે છે. શ્રેણિકના પિતા પાસેનજીતને ઘણા પુત્રો હતા. તેમના પછી ગાદીએ કોણ આવે તે નક્કી કરવાનું કાર્ય તેમને માટે અત્યંત અઘરું હતું. તેમણે તે (પુત્રો) બધાને બોલાવ્યા અને એક મિજબાની ગોઠવી. જ્યારે બધા જ રાજકુમારો આનંદપૂર્વક જમતા હતા ત્યારે તેણે તેમની ઉપર જંગલી કૂતરાઓ છોડી મૂક્યા. અન્ય રાજકુમારો પોતાના જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી છૂટ્યા પરંતુ શ્રેણિક ત્યાં બેસી રહ્યો અને અન્ય રાજકુમારોએ છોડેલી ભોજનની થાળીઓમાંથી તે કૂતરાઓને ખવડાવવા માંડ્યું. આ રીતે તેને કૂતરાઓને વશ કર્યા અને તેણે પોતાનું ભોજન પૂર્ણ કર્યું. શ્રેણિકની બુદ્ધિમત્તા અંગે (આ પ્રસંગથી) રાજાને ખાતરી થઈ ગઈ. અન્ય કોઈક વખતે નગરમાં પ્રચંડ અગ્નિ સળગી ઊઠ્યો. અને રાજાએ હુકમ કર્યો કે (નગરના) જે ઘરમાંથી આગ પ્રથમ શરૂ થઈ હોય તે (ઘર) તેના રહેવાસીઓએ ખાલી કરી દેવું. એ કમનસીબ હતું કે રાજમહેલમાં રાજ્યના કોઈ એક રસોઈયાની બેદરકારીને કારણે તે અગ્નિ સળગી ઊઠ્યો હતો. રાજકુમારોને પોતાને સૌથી વધારે ગમતી કોઈ એક ચીજ લઈને રાજમહેલ ખાલી કરવાનો હુકમ કરવામાં આવ્યો. શ્રેણિકે બમ્બસાર નામનું એક શુકનિયાળ સંગીતનું સાધન પસંદ કર્યું અને તેજ કારણથી તેનું નામ બિંબિસાર પડ્યું. આ પસંદગીથી રાજા દેખીતી રીતે જ ખુશ થયો અને આ ઘટનાને અંતે શ્રેણિકનો રાજગાદી ઉપર રાજ્યાભિષેક કરવામાં આવ્યો. લગ્નવિષયક સંબંધો : શ્રેણિક બિંબિસાર તેના સમયના બે અત્યંત શક્તિશાળી સામ્રાજ્યો સાથે લગ્ન સંબંધથી જોડાયો. તે કોસલના રાજા પસન્દીની ભગિની કોસલાદેવી સાથે પરણ્યો હતો. તેણીના સલામત ધન તરીકે તેણે તેણીને કાશીના સામ્રાજ્યની કુલ વાર્ષિક ઉપજ ઉઘરાવવાની મંજૂરી આપી. શ્રેણિક વૈશાલીના અતિશય પ્રભાવ ધરાવતા લિચ્છવી રાજ્યોના સંઘ પૈકીના કોઈ એક રાજાની પુત્રીને પણ પરણ્યો હતો. તેણીનું નામ ચેલણા હતું. - જૈન પરંપરા એ હકીકત પ્રગટ કરે છે કે આ લગ્ન પણ નિયમાનુસાર ઉજવવામાં આવેલું આદરયુક્ત લગ્ન ન હતું, પરંતુ તે ચોખ્ખો અપહરણનો કિસ્સો હતો. વાર્તા આ પ્રમાણે છે : - ૧૯૬૦ Page #220 -------------------------------------------------------------------------- ________________ વૈશાલીના લિચ્છવી રાષ્ટ્રોના સંઘના રાજા ચેતકને સાત કન્યાઓ હતી અને (છેલ્લી બે સિવાયની) તે બધી તે સમયના પ્રખ્યાત રાજ ઘરાનાઓમાં પરણાવેલી હતી. કેવળ છેલ્લી બે કુંવારી હતી. સીજ્યેષ્ઠા અને ચેલણા. બંનેમાં જે મોટી હતી તેની છબી શ્રેણિકે જોઈ અને તે તેનાથી મોહિત થઈ ગયો. તેથી તેણે તેના હાથની માગણી કરી. કિંતુ લિચ્છવી રાજા જે અત્યંત બહાદુર અને અભિમાની હતો ના પાડી અને માગુ ઠુકરાવ્યું. પરિણામે રાજા શ્રેણિકે તેની રાણી ધારિણીથી થયેલ અભય નામના પોતાના પુત્ર કે જે તેનો મંત્રી પણ હતો તેની સલાહથી પોતાની પ્રેમિકાના મહેલ સુધી એક (ગુપ્ત) સુરંગ ખોદી. (રાજગાદી પર બેસતાં પહેલાં શ્રેણિક જ્યારે વનવાસમાં હતો ત્યારે તે ધારિણીને પરણ્યો હતો.) સુરંગમાં થઈને તે જ્યારે તેણીના મહેલમાં પહોંચ્યો ત્યારે તેને જોઈને સીજ્યેષ્ઠા ખુશ થઈ ગઈ. તેણીએ પણ અગાઉ તેની છબી જોઈ હતી અને તેણી પણ તેનાથી મોહિત થઈ ગઈ હતી. જ્યારે રથ લાવવામાં આવ્યો હતો અને નાસી છૂટવાની સઘળી વ્યવસ્થા પાકી થઈ ગઈ હતી ત્યારે તેણીની નાની બહેન ચેલણાએ તેણીની સાથે જવાની આતુરતા દર્શાવી. તેઓ બંને જ્યારે રથમાં બેસી ગઈ ત્યારે સીજ્યેષ્ઠાને યાદ આવ્યું કે અલંકારોની સંદુક તે ઘરમાં ભૂલી આવી હતી. (તે લેવા માટે તેણી પાછી ગઈ) અને રથમાં એ વખતે નાની બહેન ચેલણા એકલી જ હતી. શ્રેણિકને આ અંગે કશી જ જાણકારી ન હતી. તેણે વિચાર્યું કે તેની પ્રેમિકા રથમાં છે અને પછી રાજાએ શત્રુના મહેલના પ્રાંગણમાં વધુ સમય માટે રોકાવું યોગ્ય નથી એમ વિચારીને રથ મારી મૂક્યો. કમનસીબે સીજ્યેષ્ઠા પાછળ રહી ગઈ અને સહાય માટે બૂમ પાડી. પછીથી મહાવીરની નિશ્રામાં તેણીએ સંસાર ત્યાગ કર્યો. 1 D.J.H. Marshall, Annual report, A.S. India 1905-1906 2 આ રાજા અંગેની વિગતો માટે સંદર્ભ : Gager Mahabamso મગધની ભૌગોલિક હદ માટે સંદર્ભ : Rhys Davids R. 24 શ્રેણિકે પોતે સીયેષ્ઠાનું અપહરણ કર્યું છે એમ વિચારીને આખે રસ્તે એજ નામથી તેણીની નાની બહેનને સંબોધન કર્યા કર્યું, પરંતુ છેવટે તેને પોતાની ભૂલ સમજાઈ અને એમ કહેવાય છે કે નાની બહેન પણ તેને એટલી જ ચાહતી હતી અને એટલીજ સુંદર હતી તે રાજાએ જોયું - ૧૯૯ - Page #221 -------------------------------------------------------------------------- ________________ અને તે તેને પરણી ગયો. અને આ જોડાણથી તે સમયના એક અત્યંત દૃષ્ટાંતરૂપ રાજવી અશોકનો જન્મો થયો, અને તે અજાતશત્રુ કુષ્ટિક એવા વૈકલ્પિક નામથી પણ ઓળખાતો હતો. (બધી જ જૈન પરંપરાઓ બંને નામને ટેકો આપે છે.) આપશે તેના પછીના રાજ્યકર્તા વિશે જાણીએ તે પહેલાં આપણે શ્રેણિક બિંબિસારની ધાર્મિક માન્યતાઓ વિશે કંઈક વધારે જાણવું જોઈએ. અન્ય રાજાઓની માફક જ આ ભલા રાજાએ બધા જ ધર્મોને રાજ્યાશ્રય આપ્યો હતો. કિંતુ બધા જ ધર્મોના અનુયાયીઓ તેને પોતાના સંપ્રદાય પૈકીના એક તરીકે ગણતા હતા. સુત્તપિટ પવાલુત્ત આપણને એક વાર્તા કહે છે. તેના ગૌતમ બુદ્ધ સાથેના મિલનની વાર્તા દર્શાવે છે કે તેણે તેમના સંપ્રદાયને રાજ્યાશ્રય આપ્યો હતો. જો કે જૈન પરંપરાઓ દાવો કરે છે કે શ્રેણિક બિંબિસાર મહાવીરનો અનુયાયી હતો અને તેણે એ સંપ્રદાયમાં શિખાઉ ઉમેદવાર ધર્મ પરિવર્તન કર્યું હતું. તેના ધર્મ પરિવર્તનની વાર્તા ઉત્તરાધ્યયનના વીસમા પ્રકરણમાં સચવાયેલી પડી છે. એવો અહેવાલ છે કે શ્રેણિકે અઠ્ઠાવીસ વર્ષ રાજ્ય કર્યું હતું અને તેણે તેના પુત્ર અજાતશત્રુની તરફેણમાં રાજ્ય સત્તાનો ત્યાગ કર્યો હતો. પરંતુ અજાતશત્રુ ધૈર્યવિહીન હતો અને તેથી તે તેના પિતાના કુદરતી મૃત્યુ સુધી રાહ જોઈ શકે તેમ ન હતો અને દેવદત્ત નામના એક કાવતરાખોરની પ્રેરણાથી તેણે તેના પિતાની હત્યા કરી. શ્રેણિક ભૂખમરાથી મૃત્યુ પામ્યો. અજાતશત્રુ : અશોક : અજાતશત્રુ ચેલણાથી જન્મ્યો હતો. તે જ્યારે જન્મ્યો નહતો ત્યારે તેની માતાને તેણીના પોતાના પતિનું માંસ ખાવાની ઈચ્છા થઈ. તેણીની આ અનિષ્ટ આકાંક્ષા અભયકુમારે સૂચવેલી યુક્તિને પરિણામે પૂર્ણ થઈ. જોકે તેણી તેના પતિ તરફ ભક્તિભાવ ધરાવતી હતી અને તેથી તેણીએ પોતાનો પુત્ર અપશુકનિયાળ નીવડશે એમ વિચારીને તેણીએ પોતાના પુત્રને નજીકની વાટિકામાં ફેંકાવી દીધો. શ્રેણિકે તેને તે અશોકવન નામની વાટિકામાંથી પાછો મંગાવડાવ્યો અને ત્યાર પછીથી તે બાળક અશોકચંદ્ર નામે ઓળખાવા લાગ્યો. જ્યારે વાટિકામાં પડી રહ્યો હતો ત્યારે એક મરઘીએ તેની આંગળી કરડી ખાધી ૧૯૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ હતી અને તે આંગળી તે પછીથી ક્યારેય સાજી ન થઈ. આ કારણથી તે કુણિક (આંગળીવિહીન) તરીકે ઓળખાવા લાગ્યો. એક બૌદ્ધ કાવતરાખોર સાથેના અપવિત્ર જોડાણથી વિપથગામી બન્યો અને તેને પરિણામે તેના પિતાની હત્યા કરવા માટે પ્રેરાયો. બૌદ્ધ અહેવાલો તેને પોતાના સહોદરોના પણ હત્યારા તરીકે વર્ણવે છે. (સંદર્ભ: મહાતમાશા ભૂખમરાથી કરૂણ મૃત્યુની કથાની વાર્તા માટે સંદર્ભ : निर्यावलिसूत्र) - તેના પિતા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તે કોસલમાં તેના ઓરમાન મામા કોસલના રાજા પસન્દીની સાથે હતો. તેણે કાશીનગરી અને કોસલ સામે યુદ્ધ જાહેર કર્યું હતું.) કોશલાદેવી શોકથી મૃત્યુ પામી કે જેને માટે સલામત ધન તરીકે કાશીની કુલ વાર્ષિક ઉપજ ઉઘરાવવાની મંજૂરી આપેલી હતી. કાયદેસર રીતે અજાતશત્રુ તેને માટે દાવો કરી શકે તેમ ન હતો તેથી તેણે પોતાના વયોયુદ્ધ મામા સામે યુદ્ધ જાહેર કર્યું. અજાતશત્રુનો પરાજય થયો અને તેને કોઈ એક લશ્કરી છાવણીમાં કેદી તરીકે લઈ જવામાં આવ્યો. જ્યાં સુધી તેણે પોતાનો દાવો જતો ન કર્યો ત્યાં સુધી તેને છોડવામાં આવ્યો નહિ, કિંતુ ગમ્મતની વાત તો એ છે કે તેના વયોયુદ્ધ મામાએ તેની પોતાની વજ્જિરા નામની પુત્રી તેની સાથે પરણાવી અને એજ કાશીનું જનપદ તેને બક્ષિસમાં આપી દીધું. મહાન મૃતાત્માઓ અંગેનો ગ્રંથ આપણને જણાવે છે કે ક્યા હેતુથી તેણે લિચ્છવીઓ અને બુદ્ધના શક્તિશાળી રાષ્ટ્રોના સંઘ ઉપર આક્રમણ કર્યું. (ગ્રંથોમાં) લિચ્છવીઓના કિસ્સામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લિચ્છવીઓ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી તેમને (કોઈ પણ સંજોગોમાં) હરાવી શકાશે નહિ અને તેને માટે અન્ય કોઈ માર્ગો પસંદ કરવા પડશે. વૈશાલી સાથેનું યુદ્ધ : તે સમયનું અત્યંત મહાન અને ભારે અનર્થકારી યુદ્ધ શરૂ થયું કે જ્યારે અજાતશત્રુએ તેના નાનાજી ચેતક ઉપર આક્રમણ કર્યું. આ યુદ્ધ દરમ્યાન મહાશિલાકંટક અથવા રથમૂશલ જેવાં ભારે વિનાશકારી શસ્ત્રો પ્રયોજવામાં આવ્યાં હતાં અને પરિણામ એ આવ્યું કે લાખો લોકોના મૃત્યુ સાથે વૈશાલીનો સંપૂર્ણ વિનાશ થયો. (મહાપરિનિર્વાણ - ૧૯ - Page #223 -------------------------------------------------------------------------- ________________ માટે સંદર્ભ : ભગવતી સૂત્ર શતક ઉદ્દેશક) હું યુદ્ધની વિગતોના ઊંડાણમાં જવાનું સૂચવું છું કારણ કે તે લશ્કરી વ્યુહરચના છતી કરે છે અને તે લોકોની પ્રગતિ અને લશ્કરી દાવપેચમાંની નિપૂણતાને પ્રકાશમાં આણે છે. તેથી યુદ્ધનાં કારણો, વર્ણન, વિનાશ, વિનાશનાં કારણો વગેરે ઉપર પણ તે પ્રકાશ ફેંકે છે. યુદ્ધનાં કારણો : - જ્યારે શ્રેણિક જીવતો હતો ત્યારે રાણી ચેલણાથી જન્મેલા કુણિકના હલ્લ અને વિહલ્લ નામના ભાઈઓને તેણે સર્વશ્રેષ્ઠ સચેનક નામનો હસ્તિ અને સ્વર્ગીય કંઠમાળા બક્ષિસ કર્યા હતાં કુણિકની પત્ની પદ્માવતી તે બંને ભાઈઓને સ્વર્ગીય હાર સાથે સર્વશ્રેષ્ઠ હસ્તિ ઉપર વિહાર કરતા હોય એવું દશ્ય જોવાનું સહન શકી નહિ અને તેથી તેણીએ કુણિકને ઉશ્કેર્યો. કુણિક અજાતશત્રુએ તેના ભાઈઓ પાસે તે (બે વસ્તુ)ની માગણી કરી. કિંતુ બંને ભાઈઓને તેમના પિતા સાથેના અગાઉના અત્યંત ખરાબ બનાવ ખ્યાલમાં હતો તેથી તેઓ નાસી ગયા અને વૈશાલીના રાજા એવા તેમના માતામહ ચેતકનું શરણું શોધ્યું. સત્તાવાર રીતે અજાતશત્રુ કણિકે ચેતકને હસ્તિ અને હાર પરત કરવાની અથવા તેના વિકલ્પમાં તેના ભાઈઓનો કબજો તેને સોંપવાની જાણ કરી. જોકે ચેતક એથી ડર્યો નહિ અને તેણે પ્રત્યુત્તર વાણ્યો કે તે બક્ષિસો રાજાએ પોતાની મરજીથી આપેલી હોવાથી રાજ્યની માલિકીનો હિરસો બનતી નથી અને કબજાનો સવાલ છે ત્યાં સુધી તેવો પ્રશ્ન જ ઉદ્દભવતો નથી. આ બાબત અજાતશત્રુને ગુસ્સ કરવા માટે પૂરતી હતી. આથી તેણે તેના કલ, સુકલ, મહાલ, કૃણ, સુકૃષ્ણ, મહાકૃષ્ણ, વીરકૃષ્ણ, રામકૃષ્ણ, પિતૃસેનકૃષ્ણ અને મહાસેનકૃષ્ણ એમ દસે ભાઈઓ સાથે મળીને ચેતક ઉપર આક્રમણ કર્યું અને યુદ્ધ પ્રારંભ થયો. યુદ્ધનું વર્ણન : तएणं सेकालेकुमारे अन्नया कमाइ तिहिं दन्तिसहस्सेहि, तिहिं मणुयकाडीहिं गरुलवूहे एक्कारसमेणं खण्डेणं कूणिएगं रन्नासद्धि रहमुसलं संग्राम ओयाए एवं खलु काली तवपुत्ते कालेकुमारे तिहि दन्ति सहस्सेहिं जाव....कुणिएणं रन्ना सद्धिं रहमुसलं संगामं संगामेमाणे हयमहिय पवर वीर धाइय णिवडियचिन्धडझय पडागे निरालोवाओ दिसाओ करेमाणे * ૨૦૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ चैडगस्स रन्नो सपक्खं सपडिदिसिं रहेणपडिरहं हव्वं आगए। યુદ્ધનું દશ્ય આમ આપણને દર્શાવે છે કે તેમાં જાનની ખુવારી ઓછી થઈ, પરંતુ ઉત્તમોત્તમ બહાદુર યોદ્ધાઓ ધ્વજો, પતાકાઓ, પ્રતીકો સાથેની દોડાદોડ અને પરિભ્રમણો કરવાથી તેમ જ એક રાજાના રથનો બીજા રાજાઓના રથોએ પીછો કરવાથી દિશાઓ ધૂંધળી થઈ ગઈ. (ધૂળ ઉડવાને કારણે) વિનાશ : . આ બધાં યુદ્ધોમાં આ એક સૌથી મહાન યુદ્ધ હતું અને તેથી તેમાં મહત્તમ વિનાશ થયો. મહાવિંટવ અને રથમૂશન એવાં બે અત્યંત વિનાશકારી શસ્ત્રોએ અનેક લોકોને તેમના જીવનથી વંચિત કરવાનું સરળ બનાવ્યું. રથ મુશલને રથીવિહીન અને યોદ્ધાઓ વિહીન રથ તરીકે વર્ણવવામાં આવે છે જે મુશળ (ખાંડવાનું સાધન)ને ગોળ ગોળ ફેરવતાં ફેરવતાં દુશ્મનના દળમાં ઘૂસી જતી હતી અને ત્યાં આમતેમ ફરતાં ફરતાં લોકોનો (દુશ્મનના સૈનિકોનો)તે સંપૂર્ણ વિનાશ કરતું હતું. તેને આધુનિક ટેન્કો સાથે સરખાવી શકાય કે જેમાં લઘુતમ માનવબળની આવશ્યકતા રહે છે અને મહત્તમ વિનાશ વેરી શકે છે. (નિલેયાતિયામસૂત્ર) મહરિત્નાવટ6 એક નાનકડો લાકડાનો ટૂકડો કે પથ્થરનો નાનકડો ટુકડો એવી રીતે ફેકે છે કે તે જ્યારે દુશ્મનના માણસોને વાગે ત્યારે જાણે ખૂબજ મોટો ખડક (ફેંકીને) અથડાવ્યો હોય એવી જીવલેણ અસર પેદા કરે છે. મહાવીરે પોતે અહેવાલ આપ્યો છે કે કુલ વિનાશ 96 લાખ લોકો જેટલા મોટા આંકડાને આંબી જાય છે. રાજકારણ (રાજનીતિ) : આ યુદ્ધનીમાત્ર લશ્કરી વ્યુહરચનાના ભાગરૂપે દળોની ચોક્કસ આકારોમાં ગોઠવણી (જેમ કે ગરુડબૂદ : ગરુડ જેવી રચના)ની દૃષ્ટિએજ નહિ, પરંતુ મુત્સદીભરી પ્રયુક્તિઓના ઉપયોગની દૃષ્ટિએ પણ નોંધ લેવી આવશ્યક છે. બુ આગાહી કરેલી તદનુસાર દસ ભાઈઓના જોરદાર હલ્લાની - ૨૦૧૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ સામે લિચ્છવીઓ કોઈ સહેલો શિકાર બની જાય એવા ન હતા. વાસ્તવમાં આ યુદ્ધમાં દસે ભાઈઓ મૃત્યુ પામ્યા અને કણિક એકલો જ બચી ગયો. રાત્રિના સમયે દુશ્મનો જ્યારે પોતાની છાવણીમાં શાંતિથી આરામ અને નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે હલ્લ અને વિહલ્લ સચેનક (હસ્તિ) ઉપર સવાર થઈને ત્યાં આવ્યા અને અતિ ભારે વિનાશ સર્યો. કોન્યાના મંત્રીઓએ માર્ગ વચ્ચે એક વિશાળ ખાડો ખોદીને અને તેને અગ્નિથી ભરી દઈને એવી રીતે તેને ઢાંકી દેવાની સલાહ આપી કે શત્રુઓનાં નયનો છેતરાઈ જાય. રાત્રિના સમયે સચેનક આગળ વધવાનો ઈન્કાર કરી દીધો અને હલ્લ-વિહલ્લ તેનું સાચું કારણ જાણતા નહીં હોવાતી બિચારા કમનસીબ પ્રાણી ઉપર ત્રાસ ગુજાર્યો. તેથી કરીને ઉમદા હસ્તિએ પોતાની જિંદગી ઉપર જોખમ ઉઠાવ્યું, પરંતુ હલ્લ અને વિકલ્લને સલામત અંતરે ફેંકી દીધા. જ્યારે હલ્લ અને વિહલ્લને જ્યારે આ અંગે જાણ થઈ ત્યારે તેઓ અત્યંત અસ્વસ્થ થઈ ગયા અને તે વખતે મહાવીર શ્રાવસ્તીમાં આવેલા હતા તેમની નિશ્રામાં તેમણે સંસારનો ત્યાગ કર્યો. (ભગવતી શતક : 7, ઉદ્દેશક : 9). અંતે ચેતકનો પરાજ્ય થયો અને બંને પક્ષે અસંખ્ય ખુવારી થઈ. વૈશાલી સદંતર નાશ પામ્યું. કિન્તુ અહીં વાજબી શંકા વાચકના મનમાંએ પેદા થાય છે કે આટલો બધો શક્તિ માન રાજા ચેતક કેવી રીતે પરાજિત થઈ શકે. જૈન અને બૌદ્ધ નિષ્ણાતો દીન હસ્તિના વિનાશ માટે ઉપયોગમાં લેવામાં આવેલી વધારે બુદ્ધિયુક્ત અને મુત્સદીપૂર્ણ પ્રયુક્તિઓને વર્ણવે છે. જનકથા : કોન્યા માટે તેને શક્તિમાન વિરોધી ઉપર વિજય મેળવવો એ બિલકુલ અશક્ય સમાન બની ગયું હતું, ત્યારે એક દેવીએ તેને નીચે મુજબ સલાહ આપી. તાર્કિક રીતે મનથી કેવળ વિચારીએ તો આવી સલાહ કાંતો કોઈ મંત્રી પાસેથી આવી હોય અથવા તો નગરવાસી કોઈ સ્ત્રી તરફથી આવી હોવી જોઈએ.) “જે કોઈ યુક્તિ-પ્રયુક્તિ રચવામાં આવે તો તેની જીત માટે કોઈ આશા હતી.” કુણીયે આ અંગે તે દેવી સાથે વાત કરી - ૨૦૨૦ Page #226 -------------------------------------------------------------------------- ________________ અને રાષ્ટ્રના હિત માટે તેને સહાય કરવાની તેણીને વિનંતી કરી. દેવી કોર્ટસાન સંમત થઈ. તેણે ધ્યાનમાં લીન થઈ ગયેલા એક સંન્યાસીને શોધી કાઢ્યો કે લોકોનાં ટોળાં જ્યાં હોય એવાં સ્થળોથી અત્યંત દૂર (એકાંતમાં) રહેતો હતો. એમ કહેવામાં આવે છે કે આ સંન્યાસીને કમનસીબે તેના ગુરુએ શાપ આપ્યો હતો કે જો તે શિષ્ય પોતાના ગુરુની હત્યા કરવા માટેનો પ્રયત્ન કરશે તો બીજા જન્મમાં કોઈ સુંદર સ્ત્રીના સહવાસમાં તે તેનાં વ્રતો તોડી નાખશે. આ અનિષ્ટ પરિણામોમાંથી બચવા માટે તે સંન્યાસી લોકોનાં ટોળાં હોય એવાં સ્થળોથી અત્યંત દૂર (એકાંતમાં) રહીને ધ્યાન કરતો હતો. દેવી કોર્ટસને તેને કોઈક ભૂકી વહોરાવી જેને પરિણામે સંન્યાસી અતિસારથી પીડાવા માંડ્યો. અને પછી તેણીએ તેની સુશ્રુષા કરવાનો ઢોંગ કર્યો. સંન્યાસી આરંભમાં નાખુશ થયો, પરંતુ તે આ પ્રલોભનને લાંબા સમય સુધી રોકી શક્યો નહિ અને તેણી ઉપર મોહ પામીને તેણીની સાથે ચમ્પા તરફ ગયો. તે સંન્યાસીને કોણીયે સમસ્યા માટેનો કોઈ રસ્તો શોધી કાઢવા માટે વિનંતી કરી. સંન્યાસી કારણો શોધવા માટે વૈશાલીમાં ગયો જ્યાં સંન્યાસી હોવાને કારણે તે નગરમાં સહેલાઈથી નિશસ્ત્ર (હોવાથી) અને તેને પોતાને નુકસાન ન પહોંચે તે રીતે તપાસ કરવા માટે અવરજવર કરી શકતો હતો. તેણે શોધી કાઢ્યું કે ત્યાં અસ્તિત્વ ધરાવતો સ્તૂપ નગરીને સંપૂર્ણ વિનાશ થવામાંથી બચાવતો હતો. દગલબાજીથી તેણે તે સ્તૂપને જડમૂળથી ઉખેડી નાખ્યો અને પરિણામે ટૂંક સમયમાં જ કોણિયે વધુમાં વધુ સૈનિકોની મદદથી ભયાનક આક્રમક કરીને વૈશાલીનો સંપૂર્ણ રીતે વિનાશ કર્યો અને છેવટે રાજા ચેતકે આત્મહત્યા કરી. બૌદ્ધકથા : બુદ્ધચરિતમાંથી સદંર્ભ મળે છે કે કેવી રીતે વસ્સાકારા નામના યુવાન બ્રાહ્મણે દગલબાજીથી લિચ્છવીઓને છેતર્યા અને તેઓ વચ્ચે ભેદ પડાવ્યા. જ્યારે અજાતશુત્રુને આ યુવાન બ્રાહ્મણે જાણકારી આપી કે પ્રામાણિક અને ન્યાયી યુદ્ધમાં લિચ્છવીઓને પરાજિત કરવા એ અશક્ય હતું તેણે તેને આમાંથી કંઈક રસ્તો કાઢવાનું કહ્યું અને વસાકારા બ્રાહ્મણે એવી તૈયાર કરી કે તે ભર્યા દરબારમાં વજિઓના કિસ્સામાં તેમનો પક્ષ લઈને સામનો ~૨૦૩૦ Page #227 -------------------------------------------------------------------------- ________________ કરવાનો ઢોંગ કરશે અને એજ વખતે તે તેને રાજાને) કોઈક ઉપહાર આપશે. રાજા (ગુસ્સે થઈને) એ ઉપહાર જપ્ત કરી લેશે અને તેના રાજ્યમાંથી તેને દેશ નિકાલ કરવાની સજા કરશે. આવી દગલબાજીથી લિચ્છવીઓ છેતરાઈ જશે અને તે તેઓને પોતાના વિશ્વાસમાં લઈ લેશે. આ માટે જે આવશ્યક હશે તે બધું જ તે કરશે અને છેવટે કોણિય માટે વિજય પ્રાપ્ત કરશે. તદનુસાર કરવામાં આવ્યું અને તેથી પ્રામાણિક અને નિષ્કપટ એવા કમનસીબ વન્જિઓ છેતરાઈ ગયા. તેમણે વસાકારાની વાસ્તવમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી અને આ રીતે તેમણે તેને અધિકૃત રીતે ઊંચી પદવી આપી. કિન્તુ તે પછી યોગ્ય સમયે તે લુચ્ચા બ્રાહ્મણે એક માણસને એક વાત કરીને અને બીજા માણસને બીજી વાત કરીને લિચ્છવીઓમાં ભાગલા પડાવ્યા. બીજાના નામે તે લિચ્છવીઓમાંના એકને ગાળો આપતો અને આવાં અત્યંત નીચ કાર્યો દ્વારા અંતે તેણે તેમની એકતાને તોડી નાખી. કોણિયને જ્યારે નિવેદિત કરવામાં આવ્યું કે તેને માટે આક્રમણ કરવાનો સમય આવી ગયો છે ત્યારે તેણે અચૂકપણે તેમ કર્યું અને તેણે આ લિચ્છવીઓનો સંપૂર્ણ વિનાશ કર્યો. અજાતશત્રુ અને ઉજેણી : અજાતશત્રુને ઉજેણી સાથે કોઈ સારા સંબંધોન ન હતા, કારણ કે તે તેની રાજધાની રાજગૃહને રાજા ચંપ્રદ્યોત આક્રમણ કરે એવી અપેક્ષા હોવાને કારણે કિલ્લેબંધી કરીને મજબૂત બનાવતો હતો. જોકે આક્રમણની (કારણો) વિગતો અંગે તે કંઈ જ જાણતો ન હતો. (બૌદ્ધ ગ્રંથો : 44114214a by prof. Rhip Davids in Dialogues of the Buddha - P. 94 to 99). ધાર્મિક માન્યતા બૌદ્ધ આગેવાન સાથેની અજાતશત્રુની મુલાકાત વિશે જણાવે છે તેને ત્યાં પોતાનાં કુકર્મો પ્રકાશમાં આણવા માટે જણાવ્યું હતું અને બાકીની જિંદગી બૌદ્ધ ધર્મ પાળવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. તેની દ્વિતીય મુલાકાત અંગેનો આપણી પાસે કોઈ જ નોંધાયેલો પુરાવો નથી કે જેને આધારે આપણે સાબિત કરી શકીએ અથવા સાબિત ન કરી શકીએ કે ત્યારપછી તે કાયમ માટે બુદ્ધનો સમર્પિત શિષ્ય બન્યો હતો કે નહિ. - ૨૦૪ - Page #228 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ એવા લબ્ધ પ્રતિષ્ઠ (ઉપદેશકોના) ગુરુઓના સમયમાં મગધના રાજ્યકર્તાઓ વિશે વિહંગાવલોકન કર્યા પછી આપણે તે પછીના કોસલના અત્યંત મહત્ત્વના સામ્રાજ્ય વિશે માહિતી મેળવીએ કે જે બુદ્ધની કારકીર્દિના પ્રારંભના ભાગમાં કોઈથી પણ ઊતરતી કક્ષાનું ન હતું. (વિનયગ્રંથો : 238-265. 5.2.242. "Buddhist Suttas અને તેની પ્રથમ મુલાકાતની Cunningham stupa of Bharhut P. XVમાં નોંધ લેવામાં આવી છે.) કોસલ : ઈસવી સન પૂર્વેની છઠ્ઠી સદીમાં કોસલ - ઔધનું વર્તમાન સામ્રાજ્ય બધાં જ સામ્રાજ્યોમાં એક સૌથી વધારે શક્તિશાળી સામ્રાજ્ય હતું. આ સામ્રાજ્યનો રાજા પસેન્દ્રી કે પર્સેનજીત હતો. તેણે તક્ષશિલામાં શિક્ષણ મેળવ્યું હતું કે જે તે સમયમાં લબ્ધ પ્રતિષ્ઠ એવી વિદ્યાપીઠ હતી અને તે જ્યારે તે ત્યાંથી (અભ્યાસ કરીને) પાછો ફર્યો ત્યારે તેના પિતાએ તેનો રાજગાદી પર રાજ્યાભિષેક કર્યો. શરૂઆતથી જ કાશીનું રાજ્ય પ્રમાણમાં નાનું હતું, જે તે વખતનું પણ અત્યંત પવિત્ર સ્થળ હતું અને તેને કોસલના સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું હતું. ધાર્મિક માન્યતા : બૌદ્ધ ગ્રંથે રજૂઆત કરે છે તદ્દનુસાર રાજા પસેન્દ્રી અથવા પસેનજીત બુદ્ધનો અનુયાયી હતો. તેની કાકી સુમન જે બૌદ્ધ ધર્મમાં પરિવર્તિત થઈ ગઈ હતી, તે એક પ્રખ્યાત બૌદ્ધ મહિલા હતી કે જેણે રચેલા શ્લોકો હજી આજે પણ થે૨ી ગ્રંથોમાં સચવાઈ રહ્યા છે, તે તેની (પસેન્દ્રીની) સાથે લગ્ન સંબંધથી જોડાયેલી હતી. અજાતશત્રુના સમયમાં એક શક્તિશાળી સામ્રાજ્ય તરીકે ઊભરતા મગધના સામ્રાજ્ય સાથે રાજા પસેન્દીને યુદ્ધ કરવું પડ્યું હતું. અજાતશત્રુ (હારી ગયો અને તેને)ને બંદીવાન બનાવવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ શાંતિ સ્થાપિત થઈ અને પસેન્દ્રીએ પોતાની પુત્રીનાં અજાતશત્રુ સાથે લગ્ન ર્યાં. એક બાબત ચોક્કસ છે કે બે શક્તિશાળી રાજ્યો મગધ અને કોસલ પરસ્પર (લગ્ન સંબંધથી) જોડાયાં અને પરિણામે મગધ ચોક્કસપણે તે ૦૨૦૫ × Page #229 -------------------------------------------------------------------------- ________________ પછીના સમયમાં અતિશક્તિશાળી બળ બની ગયું અને અજાતશત્રુએ તેનાં પડોશી રાજ્યો ઉ૫૨ વર્ચસ્વ જમાવ્યું. ઈસવી સનની ચતુર્થ શતકમાં તે (કોસલ) મગધ સામ્રાજ્યનો એક આંતરિક ભાગ બની ગયું. બુદ્ધના પરિવાર સાથે સંબંધ જોડવાની પસેન્દીની ઈચ્છા હતી અને તેથી તેણે તેની પત્ની તરીકે કોઈ એક શાક્ય સરદારની પુત્રીની માગણી કરી. શાક્યો કે જેઓ ઊંચી ભમ્મરવાળા અને અક્કડ ડોકવાળા (અભિમાની) હતા, તેમણે અંદરોઅંદર મંત્રણા કરી અને તે અંગે નકારાત્મક નિર્ણય ર્યો. તેમણે આ બાબતને તેમણે તેમના ગૌરવ અને પ્રતિષ્ઠાભંગ સમાન ગણી અને તેમણે તેને વસાભા ખત્તિય નામની એક ગુલામ કન્યાએ તેની પાસે (લગ્ન માટે) મોકલી.1 (સમત્તા નિકાયા – 3rd Samyutta deals with hims and Description Rhys Davies Buddhist India - P. 25) એવી નોંધ છે કે પસેન્દીને વસાભા ખત્તિયથી વિદુદાભા નામનો એક પુત્ર થયો, તેણે જ્યારે આ અંગે (શાક્યોની દગલબાજી અંગે) જાણ્યું ત્યારે તે અત્યંત ગુસ્સે થઈ ગયો અને પરિણામે તેણે શાક્યો ઉપર આક્રમણ કર્યું. અને તેઓ પૈકીના મોટા ભાગના ઉપર નિર્દય રીતે જુલમ ગુજાર્યો વિદુદાભાના આક્રમણનું કારણ વાસ્તવિક હતું કે ધારી લીધેલું હતું તે અંગે આપણી પાસે કોઈ જાણકારી નથી. એ પણ શક્ય છે કે તેની પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓને છુપાવવા માટેનો એક બચાવ માત્ર હોય એ પુણ શક્ય છે. આપણે અગાઉ જોયું તેમ અજાતશત્રુએ પણ એ જ રીતે અહંકારી લિચ્છવી જાતિ ઉપર આક્રમણ કર્યું હતું. કોસલની રાજધાની શ્રાવસ્તી હતી કે જ્યાં જે તવનમાં એક મોટા બૌદ્ધ દાતાની વાટિકા અને મઠ આવેલાં હતાં. આ શ્રાવસ્તી નગરી2 ગોંડ અને બુહરેક જિલ્લાઓની સીમા ઉપર ઉત્તરીયે ઔધમાં આવેલા સાહેતમાહેથ (શ્રાવસ્તીના) નામનાં સ્થળો આગળ હતી જે વિધ્વંસ પામેલી અને વર્તમાનમાં અવશેષરૂપે રહેલી છે) તે રીતે વિદ્વાનોમાં જાણીતી છે. જો કે વી.એ. સ્મિથ આ બાબત સાથે અસંમત છે અને પર્વની તળેટી પાસે રાપ્તિના ઉપરવાસના મેદાનમાં તે આવેલી હતી તેમ તેઓ દર્શાવે છે અને આજ એ જગ્યા હતી કે જ્યાં બુદ્ધે અસામાન્ય અને ધ્યાનાકર્ષક ધાર્મિક - ૨૦૬ ૦ Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશો આપ્યા હતા. વામ્સો કે વત્સોની રાજધાની અને અવંતિનું સામ્રાજ્ય : વામ્સોના સામ્રાજ્યની રાજધાની કોશામ્બી હતી અને તે સમયે ત્યાં શતાનિક રાજા રાજ્ય કરતો હતો. જોકે તે બૌદ્ધ સાહિત્યમાં પરંતપ તરીકે રજૂ કરવામાં આવેલ છે. (J.P.T.R.S. 1888 - 4. 375 ઉદ્દેશક 7.10D.Vy.533) વત્સોનો આ રાજા વૈશાલીના પરાક્રમી રાજા ચેતકની સાત પુત્રીઓ પૈકીની એકની સાથે પરણ્યો હતો. શતાનિકની પત્નીનું નામ મૃગાવતી હતું. તે અત્યંત સૌંદર્યમયી હતી. આપણે આગળના મુદ્દા ઉપર જઈએ તે પહેલાં તેણીનું સૌંદર્ય અને સ્વરૂપ શી રીતે અવંતિના રાજા અને તેની (શતાનિકની) વચ્ચે નીપજેલા યુદ્ધનો આધાર બન્યું તે જોઈશું. આપણા માટે એ બાબતની 1 અત્રે એ યાદ કરવું યોગ્ય ગણાશે કે એટલીજ ઘમંડી લિચ્છવી જાતિએ રાજા બિંબિસારને તેમની પુત્રી શિષ્યેષ્ટા આપવાની કેવી રીતે ના પાડી હતી. અલબત્ત ભૂલથી બિંબિસારે તેણીને બદલે તેણીની નાની બહેનનું અપહરણ કર્યું હતું અને તેણીની સાથે લગ્ન કર્યું હતું. (20 જોશમ્ની) આજના અલાહાબાદથી કોશમ્મીનગરી 20 ગાઉ અથવા 80 માઈલ દૂર હતી, જે વર્તમાન કોસામાના નામે ઓળખાય છે. આ સ્થળની મહાવીરની મુલાકાત અને પસેન્દ્રીની કાકી જ્યંતિનું ધર્મ પરિવર્તન. V.A. Smith J.R.A.S. 1909. P.P. 1066-68, સ્મિથ પોતે સાહેત માહેથ એ સ્થળના સ્થાન અંગે ચીની યાત્રીઓની નોંધો સાથે સંમત થતા નથી. 2 3 - નોંધ લેવી આવશ્યક છે કે તે સમયે અવંતિના રાજ્યનો રાજા પરજ્યોત હતો, જેને તેના ક્રૂર સ્વભાવને કારણે એક વિશિષ્ટ નામ મળ્યું હતું અને તે ચંડપ્રદ્યોત તરીકે ઓળખાતો હતો. એવી એક વાર્તા છે કે એકવાર એક ચિતારાને રાજા શતાનિકની સામે કોઈક કારણસર કંઈક ફરિયાદ હતી કે જેને લીધે તેણે તેની પત્નીની છબી અવંતિના રાજા પ્રદ્યોત છે પાસે રજૂ કરી. પ્રદ્યોતે તેણીનાં સૌંદર્યથી મોહિત થઈ ગયો અને તેણે શતાનિકને તેણીને પોતાની પાસે મોક્લવાનું કહ્યું અથવા તો તેના વિકલ્પે યુદ્ધ માટે તૈયાર રહેવાનું કહ્યું. ~૨૦૦ × Page #231 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરા નિશ્ચિતપણે નોંધે છે કે પ્રઘાત કોશાબ્દી ઉપર આક્રમણ કર્યું અને જ્યારે યુદ્ધ હજી ચાલું હતું ત્યારે રાજા શતાનિક અતિસારની બીમારીને કારણે મૃત્યુ પામ્યો. મૃગાવતી કે જે આ યુદ્ધ માટે જવાબદાર હતી તેણે પ્રદ્યોતને સંદેશો મોકલ્યો કે તેણી અને તેણીનો પુત્ર બને તેની સાથે સંલગ્ન હતાં, પરંતુ ઉદયન જ્યાં સુધી વયસ્ક થાય અને રાજ્યનો કારોબાર પોતાની જાતે ચલાવી શકે ત્યાં સુધીનો સમય તેને આપવો પડશે. વળી તેણે અન્ય સઘળાં આક્રમણોને ખાળવા માટે નગરની કિલ્લેબંધી કરવા માટે પણ પ્રદ્યોત પાસે સહાયની યાચના કરી. જો કે આ કેવળ એક મુત્સદીભરી ચાલ હતી અને આપણને એવી માહિતી (સંદર્ભોમાંથી) મળે છે કે મહાવીરની નિશ્રામાં અને પજ્યોતની ઉપસ્થિતિમાં પાછળથી મૃગાવતીએ સંસાર ત્યાગ કર્યો અને પ્રદ્યોતને અનિચ્છાએ સંમતિ આપવી પડી. ચિતારાની કથા : કોશામ્બીથી એક ચિતારો ચિત્રકામની કળા શીખવા માટે સાકેતપુર ગયો હતો. સાકેતપુરમાં કોઈ એક ખાસ યક્ષની છબી ચીતર્યા પછી ઉત્સવ ઉજવવાનો રિવાજ હતો, કિન્તુ યક્ષ પોતાની છબી ચીતરનાર ચિતારાનો વધ કરી નાખતો હતો. આ વખતે એક યુવાન ચિતારાનો વારો હતો પરંતુ તેને બદલે આપણા કોશામ્બીના ચિતારાને ઉતારવામાં આવ્યો. કોશામ્બીના ચિતારાએ તે યુવાન ચિતારાનો વારો લઈ લીધો અને છબી ચિતરવા માટે ગયો, યક્ષ તેની પવિત્રતા, સૌજન્ય અને શ્રેષ્ઠતાથી આનંદિત થઈ ગયો અને તેથી તેણે તેને વરદાન આપ્યું કે હવે પછીથી તે કોઈ જ ચિતારાનો વધ કરશે નહિ. યક્ષે તેને અન્ય એક વરદાન પણ આપ્યું કે તે કોઈ પણ પુરૂષ કે સ્ત્રીના શરીરનો કેવળ કોઈ અંશ પણ જોશે તો તેના પરથી (તે પુરૂષ કે સ્ત્રીની) તે સંપૂર્ણ છબી ચિતરવાની ક્ષમતા પ્રાપ્ત કરશે, ચિતારો કોશામ્બી પરત આવ્યો. તે સમયે રાજા મહેલના) આખા ઝરૂખામાં છબીઓ દોરાવતો હતો અને તેથી તેણે આપણા ચિતારાને પણ તે કામ માટે રાખી લીધો. એકવાર એવું બન્યું કે આપણા ચિતારાએ ખિડકીમાંથી રાણી મૃગાવતીનો પગ જોયો; અને ચિતારાએ તેની છબી ચીતરી અને તે રાણીની જાંઘ પરનો તલ ચિતરવાનું પણ ચૂક્યો નહિ. Page #232 -------------------------------------------------------------------------- ________________ રાજા સિતારાને મળેલા વરદાન અંગે કશું જ જાણતો ન હતો, તેને ચિતારાના તેની રાણી સાથેના અનૈતિક સંબંધો હોવા અંગે શક પડ્યો. તેણે તેને ફાંસીના માંચડા સુધી મોકલ્યો, કિંતુ તેને મળેલા વરદાન અંગે રાજાની સમક્ષ મહા મુશ્કેલીએ સંતોષકારક ખુલાસો કરવામાં આવ્યો, ત્યારે તેણે તેને જવા દીધો. આ બંને રાજ્યો (કોશામ્બી અને અવંતિ)ના સંબંધો અંગે એક અન્ય પણ અત્યંત રસપ્રદ વાર્તા છે. (ઈ.P.T.S. 1888 ધમ્મદ Commentry Verses 2nd and 3rd) - પ્રસ્તુત રાજવી શતાનિક અંગે કે તેના પુત્ર ઉદેણ વિશે કોઈ ખાસ વિગતો આપણી પાસે નથી – ઉદેણ કે રાજા શતાનિકનો પુત્ર હતો. અને પરંતપની બૌદ્ધ પરંપરા અનુસાર તે સિંધુ સૌવિર (વિતાભાયા)ના રાજવી ઉદેણ કરતાં એ રીતે અલગ પડે છે કે પાછળની ઉદેણની પત્ની પ્રભાવતી રાજા ચેતકની પુત્રીઓ પૈકીની એક હતી. રાજા પ્રદ્યોતની પુત્રીનું ઉદેણ દ્વારા કરવામાં આવેલું અપહરણ એ એક અત્યંત રસપ્રદ બનાવે છે. તે બૌદ્ધ ગ્રંથમાં વર્ણવવામાં આવેલ છે અને તે Journal; of UPTS 1888માં આપેલી છે.' પ્રસ્તુત કથા બૌદ્ધ જાતકોમાં કહેવામાં આવી છે અને તેનો RHYS Davids દ્વારા તેની Best Birth Storiesમાં નીચે મુજબ અનુવાદ કરવામાં આવેલ છે : એક વખત તેના એક દરબારીને પૂછપરછ કરી, એવો કોઈ રાજા છે કે જેનું ઐશ્વર્ય તેના પોતાના કરતાં વધારે હોય ? તેને પ્રત્યુત્તર મળ્યો કે કોશામ્બીનો ઉદેણ તેનાથી ચડિયાતો છે, (આ સાંભળીને) તેણે તરત જ તેની ઉપર આક્રમણ કરવાનો નિશ્ચિય કર્યો. તેને સલાહ આપવામાં આવી કે ખુલ્લું આહ્વાહન આપવાથી કંઈ ફાયદો થશે નહિ, પરંતુ રાત્રે ઓચિંતો છાપો મારવાથી સફળતા મળશે. પ્રદ્યોતને ઉદેણને જ્યાં પણ હસ્તિ મળે તો તેને પકડવાના તેના શોખની જાણકારી આપવામાં આવી, આથી પ્રદ્યોતે લાકડાનો એક હાથી તૈયાર કરાવ્યો, જેની અંદર સાઠ યોદ્ધાઓને છુપાવવામાં આવ્યા અને હાથીને તેનાં રાજ્યની હદ પાસે એક ગંદી જગ્યામાં ગોઠવવામાં આવ્યો. ઉદેશને તેના ગુપ્તચરો દ્વારા જાણ કરવામાં આવી કે સરહદ પરના જંગલમાં એક ભવ્ય હાથી જોવામાં આવ્યો છે. આ યુક્તિથી ઉદેણ છેતરાઈ ગયો અને જ્યારે - ૧૦૯ - Page #233 -------------------------------------------------------------------------- ________________ તે તેના અનુચરોથી છૂટો પડી ગયો ત્યારે તેને બંદી બનાવવામાં આવ્યો. ઉદેશ હસ્તિને વશ કરવાનો મોહિની મંત્ર જાણતો હતો અને જો તે પોતાને શીખવશે તો તે તેને તેના બદલામાં તેની જિંદગી અને સ્વાતંત્ર્ય પ્રદાન કરશે એવો પ્રદ્યોતે પ્રસ્તાવ મૂક્યો. જો તેને યોગ્ય આદર આપવામાં આવશે તો તે તેને શીખવશે એમ ઉદેણે કહ્યું. પ્રદ્યોતે એમ કરવાની ના પાડી, તેથી ઉદેણે પોતાની જિંદગીના બદલામાં પણ તે તેને શીખવવાની ના પાડી અને બહાદુરીપૂર્વક ઉત્તર આપ્યો, “તું મારા દેહનો (અત્યારે) માલિક છે, પરંતુ મારા દિલનો નહિ.” પ્રદ્યોતે યુક્તિ રચી. તેણે ઉદેણને પૂછ્યું કે કોઈ તેને પ્રણામ કરે (આદર આપે) તો તેને તે શીખવશે કે કેમ ! અને જ્યારે તેને તેનો ઉત્તર હકારમાં મળ્યો ત્યારે તેણે પોતાની પુત્રીને જાણ કરી કે આ વામન (હસ્તિને વશ કરવાનો મોહિની મંત્ર જાણે છે (જે તેણે તેની પાસેથી શીખી લેવાનો છે.) તેણે ઉદેશને ખોટું ખોટું એમ પણ કહ્યું કે તેણે પડદા પાછળ રહેલી પીઠમાં ખંધવાળી વ્યક્તિને શીખવવાનું છે. પરંતુ થોડા જ સમયમાં આ પ્રયુક્તિ ખુલ્લી પડી ગઈ. કારણ કે એક દિવસ ઉદેણે અધીરતાથી તેના શિષ્યને જાડા હોઠવાળા ખંધા વ્યક્તિ તરીકે સંબોધન કર્યું ત્યારે તેને પ્રત્યુત્તરમાં વામન તરીકે સંબોધવામાં આવ્યો. ઉદેણે પડદાની પાછળ એ પ્રમાણે જોયું કે જે મુજબ આપણને અગાઉ કહેવામાં આવ્યું હતું. વાસ્તવમાં પડદા પાછળ રાજા પ્રદ્યોતની પુત્રી હતી) તે દિવસે મોહિની મંત્રના અધ્યયનની પુનરાવર્તિત વરદાનોની આગળ કોઈ જ વાત થઈ નહીં. તેમણે એક યોજના ઘડી અને એ મુજબ (રાજાની) કન્યાને શ્રેષ્ઠ હસ્તિ ઉપર બેસીને બહાર જવાની અનુમતિ પ્રાપ્ત થઈ. ત્યારબાદ એક દિવસ જ્યારે તેણીના પિતા મોજની સહેલગાહે ગયા હતા, ત્યારે ઉદેશ થેલીઓમાં સુવર્ણરજ અને ઘન ભરીને તેણીની સાથે લગ્નની આકાંક્ષાથી તેણીને સાથે લઈ નાસી ગયો. પ્રદ્યોતને આ અંગે વિદિત કરવામાં આવ્યું. તેણે તેનો પીછો કરવા માટે માણસો મોકલ્યા. ઉદેશ સુવર્ણરજ (અને ધન)ની થેલીઓ ઢીલી કરી. (જથી આખા રસ્તે સુવર્ણરજ અને ધન ઢોળાય) તેમને અનુસરનારા લોકો તે (સુવર્ણરજ અને ઘન) એકત્ર કરવા માટે રોકાયા. તેણે આવુ બે ત્રણ વખત કર્યું અને તેને પરિણામે - ૧૧૦ Page #234 -------------------------------------------------------------------------- ________________ તેઓ પોતાની જગ્યાએ પહોંચી શક્યા, વાળુલદત્તા (વાસવદત્તા) અને ઉદેણે સહિસલામત નગરમાં પ્રવેશ કર્યો અને એ રીતે તેમણે વિજય મેળવ્યો અને દબદબાપૂર્વક મહોત્સવ ઉજવી તેણીને રાણીનું પદ આપવામાં આવ્યું. (Vasavadatta - Bhaga Udena 7-10) આ વાર્તા જાણીતી બની ગઈ છે અને સંસ્કૃતમાં તેના જેવી જ વાર્તા છે. આ રાજા (પ્રદ્યોત) વિશે અન્ય ઘણી કથાઓ છે, પરંતુ તેમાંની કેટલી કથાઓ સત્ય છે તેની કોઈને જાણકારી નથી, કિંતુ આપણને તેઓ એ હકીકત તરફ દોરી જાય છે કે ઉજ્જૈનનો પ્રદ્યોત અને કોશામ્બીનો ઉદેશ એ બંને સમકાલીન હતા. તેમણે પરસ્પર યુદ્ધો કર્યા હતા અને સાથે સાથે તેઓ પાછળથી લગ્નના સામાજિક સંબંધથી પણ જોડાયા હતા. વિન્ડોલા-નામના એકખ્યાતનામ બૌદ્ધ સાધુચમત્કાર દર્શન કર્યા બાદ ઉદેણે પોતાને બૌદ્ધ અનુયાયી તરીકે જાહેર કર્યો હતો. બદામી કીડીઓનો રાફડો તેની સાથે બાંધીને તેને યાતના આપવામાં આવી તેનું સીધુ કારણ એ હતું કે જ્યારે પિંડોલાનું ધર્મપ્રવચન ચાલતું હતું ત્યારે તે ઊંઘતો હતો અને તેના અનુચરો તેને છોડીને ચાલ્યા ગયા હતા. આપણને અગાઉ જણાવવામાં આવ્યું છે તદનુસાર ઉદેશને બોધિ નામનો એક પુત્ર હતો અને PVA- 141 અનુસાર તેણે બુદ્ધને બચાવી લીધા હતા. (BSt India Page 5-6-7, Jat 4.875) પજ્યોત : પજ્યોત અંગે કેટલીક વધુ કથાઓ પણ છે. ઉજ્જૈનનો રાજા પ્રદ્યોત અવિરત પણે યુદ્ધમાં રોકાયેલો રહેતો હતો અને તેના નગરને નસીબના ભરોસે છોડતો હતો. આ બધાં યુદ્ધોમાં તેના ક્રૂર સ્વભાવને કારણે તેની પર આક્રમણો થતાં હતાં. ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરનું દેવેન્દ્રનું ભાષ્ય કાંડિલ્ય નામના નગરના રાજા જગ-જે પાછળથી દોમુહા તરીકે જાણીતો થયો - સાથે કેવી રીતે યુદ્ધમાં ઊતર્યો હતો તેની કથા આપણને કહે છે. યુદ્ધનું કારણ પજ્યોતનો લોલુપ સ્વભાવ હતો. તેને દોસુહાના રાજમટની ઈર્ષા આવી હતી. એવું કહેવાય છે કે જે વ્યક્તિ તે રાજમુકુટ પહેરે તેને બે ચહેરા દેખાય પજ્યોતે તેની માંગણી કરી, કિન્તુ તેને શીઘ પ્રત્યુત્તર મળ્યો કે જો તે શ્રેષ્ઠ નિલગીરી રથ એવો જ શ્રેષ્ઠ અગ્નિભીરું રથ, પારંગત લહિયો અને છેલ્લે તેની પોતાની પત્ની આ બધું જો તે તેને - ૨૧૧ - Page #235 -------------------------------------------------------------------------- ________________ આપે તો જ તેને તે રાજમુકુટ મળે. પજ્યોત માટે આ ઘણું વધારે પડતું હતું, તે ચતુરંગી સેના સાથે તેણે દોમુહા ઉપર આક્રમણ કર્યું, કે જે સિના) બે લાખ હસ્તિઓ, એક લાથ રથીઓ, પાંચ ઐયુબ અશ્વો અને સાત કરોડના પાયદળની બનેલી હતી. બંને રાજાઓની સેતાઓ છેદિકાવાળા વર્તુળ અને ગરુડ એમ અલગ અલગ વ્યુહરચનાઓમાં ગોઠવાયેલી હતી. પજ્યોતનો પરાજય થયો અને તેની બંદીવાન બનાવી દેવામાં આવ્યો, કિન્તુ રમુજી અને આપણા માટે આશ્ચર્યજનક ગણાય એવો યુદ્ધનો અંત આવ્યો. રાજ પજ્યોત કે જે એક બંદી હતો તેને રાજા દોમૂહાની પુત્રી બતાવવામાં આવી અને તે તેણીના ઉપર મોહિત થઈ ગયો અને પરિણામે તે દુઃખી થયો અને તેણે સીધો સીધો (રાજા દોમૂહાને) તેને ઉત્તર આપ્યો કે જો તે પોતાની પુત્રી તેને લગ્નમાં નહિ આપે તો તે અગ્નિમાં પ્રવેશ કરશે. ताजइ इच्छसि कुसलं पयच्छ तो मयणंमंजरि एवं नियघूयं मे नखर, न देसि पविसामि जलणंमि । પરંતુ આપણને નવાઈ પમાડે એવી હકીકત તો એ છે દોમુહે પોતાની પુત્રીને પજ્યોત સાથે પરણાવી અને પૂર્ણ આદર સાથે તેણીને તેના સ્વગૃહે વિદાય કરવામાં આવી.. જેકોબના Collection of Maharastriyan talesમાં નોંધાયેલ એવો એક અન્ય બનાવ પણ છે જેમાં પજ્યોતના સિંધુ સૌરિના ઉદયન સાથેના યુદ્ધની વાત છે. આ કિસ્સામાં તે રાજાની દાસી ઉપર મોહિત થઈ ગયો, જે અગાઉ માનવ ખૂંધવાળી હતી, કિંતુ ઈશ્વરે આપેલી ગોળીની મદદથી તેણીએ તેનું સ્વરૂપ અને અંગકાંતિ બદલી નાખી હતી. હસ્તિ પર સવારી કરીને તે ત્યાં આવ્યો અને શંકાસ્પદ અને પવિત્ર એવી જિનની એક મૂર્તિ સાથે દાસીનું અપહરણ કર્યું. ઉદયને તેને દાસીને રાખવાનો કિંતુ મૂર્તિને પાછી આપવાનો સંદેશો મોકલ્યો. પરંતુ તેણે તેમ કર્યું નહિ, યુદ્ધ ફાટી નીકળ્યું, કિંતુ ઉદયન બોલ્યો, “અન્ય લોકોને મારી નાખવામાં શું ડહાપણ છે? શા માટે આપણે બંનેએ જ ન લડવું જોઈએ? તેથી ચાલો આપણે બંને હસ્તિ પર બેસીને, રથમાં બેસીને અથવા અશ્વ - ૨૦૧૩ Page #236 -------------------------------------------------------------------------- ________________ પર બેસીને એમાંથી તેને પસંદ હોય એ રીતે આપણે દ્વન્દ્ર યુદ્ધ કરીએ અને તેના પરથી આપણે પરિણામ નક્કી કરીશું. लणिओ रन्ना किं लोएण मारिएण ? तुज्झ मज्झ जुज्झ भवउ आसेहिं रह हत्थि पाएहिं वा जेण रुश्चइ तव । પ્રદ્યોત હારી ગયો અને તેને બંદીવાન કરીને લઈ જવામાં આવ્યો અને તેના લલાટ ઉપર દાસીનો પતિ એવું શીર્ષક મુદ્રાંકિત કરવામાં આવ્યું તત્પશ્ચાત્ ઉત્સવની ઉજવણી વખતે એમ વિચારીને ઉદયને તેને મુક્ત કર્યો કે, જ્યાં સુધી તે બંદીવાન હશે ત્યાં સુધી મારા ઉપવાસ શુદ્ધ થશે નહિ.” કોશલ-કાશી, મગધ-અંગ લિચ્છવીઓ-અવંતી, કૌશાંબી, સિંધુસૌવિર જેવાં વિવિધ રાજ્યોનું તેમજ આ રાજ્યોના આંતરસંબંધો કે જેમના રાજાઓ પરસ્પર યુદ્ધમાં પ્રવૃત હતા તેમજ પરસ્પર લગ્ન સંબંધોથી બંધાયેલા હતા તે અંગેનું સંક્ષિપ્ત વિહંગાવલોકન આપણે કર્યું. એક મુદ્દાની અવશ્ય નોંધ લેવી આવશ્યક છે કે મોટા ભાગના કિસ્સાઓમાં કાં તો યુદ્ધ લગ્નમાં પરિણમ્યું અથવા તો લગ્નનો નકાર યુદ્ધમાં પરિણમ્યો. એક અન્ય બાબત પણ નોંધ પાત્ર છે કે “રાજા” એ શબ્દ કપિલા નગરીના શાક્યો કે વૈશાલીના લિચ્છવીઓ શ્રેષ્ઠ કોટિના બધા જ માનવીઓ માટે વપરાતો હતો અને તેનો અર્થ કેવળ ઊંચા કુળનો મનુષ્ય એથી વિશેષ કંઈજ ન હતો. આપણે તત્કાલીન ભારતની સામાજિક અને આર્થિક સ્થિતિનો અભ્યાસ કરીએ તેની પહેલાં તે વખતે અસ્તિત્વ ધરાવતાં કેટલાંક કુળ (ગોત્રો)ની યાદી બનાવીએ. કેવી રીતે ચેતકની સાત પુત્રીઓ વિવિધ રાજાઓ સાથે પરણી અને આ રાજાઓ વચ્ચે ગાઢ સંબંધ પ્રસ્થાપિત થયો તેનું વિસ્મરણ કોઈથી થઈ શકે તેમ નથી. કુળ (ગોત્રો) અને રાષ્ટ્રો : સાહિત્યિક દસ્તાવેજો કે જે આપણા આ મુદ્દા અંગેના અત્યંત અગત્યના મૂક સંદર્ભો છે તે આપણને કેવળ નામો આપવા સાથેની - ૨૧૩ - Page #237 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પૂરી પાડે છે. તે અંગેની વિગતો સંપૂર્ણપણે આવશ્યક છે અને લભ્ય માહિતી કેવળ અપૂરતી છે, એટલું જ નહિ, કિંતુ વેરવિખેર પડેલી છે. દસ ગોત્રો નો નિર્દેશ નીચે મુજબ છે. (1) કપિલવસ્તુના શાક્યો (2) અલકપ્યા બુલિસ (3) સુમસુમાર પર્વતના ભગ્ગો (4) કેશાપુત્તના કલામો (5) રામા-ગામાના કોલેજો (6) કુશી નાવાના મલ્લો (7) પાવાના મલ્લો (8) પિપ્પલીવનના મોનીજો (9) મિથિલાના વિદેહો (10) વૈશાલીના લિચ્છવીઓ પ્રસ્તુત સર્વે એવાં કુળો છે કે જે કોઈ રાજાશાહી રાજ અમલ નીચે નહોતાં. છૂટી છવાઈ થોડીક હકીકતો સિવાય કુળો અંગે આપણે વિશેષ કંઈજ જાણતા નથી. તેઓ અંગે બુદ્ધના ભૂતકાલીન સ્મારક અવશેષોના પ્રસારમાંથી જ જાણવા મળે છે. આધારકાલામ નામનો બુદ્ધનો એક લબ્ધ પ્રતિષ્ઠ ઉપદેશક ઉપરોક્ત યાદી પૈકીની ચોથી જાતિ કિશપુરના કલામો)નો હતો. આલ્લકપ્યાના બૌદ્ધો એ આપણા માટે કોઈ વિશેષ માહિતીના અભાવવાળું વિચિત્ર નામ છે અને એ જ રીતે સુમસુમારા પર્વતના ભગ્ગો વિશે પણ છે. જો કે કોલિયા વિશે આપણી પાસે થોડાક પ્રમાણમાં માહિતી છે અને એમ કહેવાય છે કે બુદ્ધની માતા આવાં જ કોઈક કોલિયન સરદારની પુત્રી હતાં. આ કુળના નામ અંગે એક રસપ્રદ વાર્તા છે જે આપણને આ અંગે કંઈક અનુબંધ પૂરો પાડે છે. તે આપણને કોલિઓ અને કપિલોકે શાક્યો એ બંને વચ્ચેના આંતરસંબંધો દર્શાવે છે. પરંપરા બયાન કરે છે કે ઈવાકુ નામનો વિખ્યાત રાજા કોશલમાં રાજ્ય કરતો હતો અને તેને ચાર પુત્રો અને પાંચ પુત્રીઓ હતી. તે જ્યારે - ૨૧૪ - Page #238 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધ થયો ત્યારે તેણે એક યુવાન કન્યા સાથે લગ્ન કર્યા. તેનાથી રાજાને એક પુત્ર થયો અને રાજા તેનાથી એટલો બધો મોહિત થયેલો હતો કે તેણે તેણીના પુત્રને દેખીતી રીતે જ અન્ય સર્વે (રાજકુમારો)ને રદબાતલ કરી તેને પોતાનો વારસ ઘોષિત કર્યો. ચાર વડીલ બંધુઓ તેમની પાંચ ભગિનીઓ સાથે ઘર છોડીને ચાલી નીકળ્યા. તેઓ નાબિનમાં આવ્યા અને ત્યાં વસાહત સ્થાપી જેનું નામ કપિલા આપ્યું.' સૌથી જ્યેષ્ઠ ભગિનીને અપવાદ ગણી રાજમાતા તરીકે ઘોષિત કરી અને કપિલા નગરીના અનુમોદનથી તેમણે પોતાની ભગિનીઓ સાથે જ પ્રભુતામાં પગલાં પાડ્યાં. પ્રસિદ્ધ મહાકાવ્ય અને પ્રસ્તુત દંતકથાઓ વચ્ચેના સામ્ય વિશે ભાગ્યે જ કોઈનું ધ્યાન ન જાય, વાસ્તવમાં એક વિદ્વાન પંડિતે પ્રસ્તુત દંતકથા અને રામના વનવાસ વચ્ચે ચોક્કસ સંબંધ દર્શાવ્યો છે.2 1 Hardy's Manual of Buddhism - P-130. Mahavamsa Tika quoted by Turner · P-35 2 Prof. Weber - On Ramayana - translated by Boyd 1873. ત્યારપછી એક દિવસ રાજમાતા પ્રિયા કુષ્ટરોગનો ભોગ બની, તેણીને રોહિણી નદીની બીજી બાજુ લઈ જવામાં આવી. તેણે એક ગુફાને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું. એજ વખતે વારાણસીનો રાજા કે જેનું નામ રામ હતું અને જે એ જ રોગનો ભોગ બનેલો હતો તે ત્યાં આવ્યો. એકવાર જ્યારે પ્રિયા ઉપર એક વાઘ આક્રમણ કર્યું ત્યારે તે રામે તેને બચાવી અને તેણીને પોતાની કંદરામાં લઈ ગયો. તેણે તેને (રોગમાંથી) સાજી કરીને તેની સાથે લગ્ન કર્યા. કોલિવૃક્ષની તે ગુપ્ત જગ્યામાં તેણે અનેક પુત્રોને જન્મ આપ્યો અને તે સર્વે કોલિ રાજકુમારો તરીકે ઓળખાયાં.1 શાક્યો ઉપરાંત અન્ય બે અગત્યનાં કુળો કે જેમની વિશે આપણે કંઈક જાણીએ છીએ તે વૈશાલીના લિચ્છવીઓ અને મિથિલાના વિદેહીઓ છે. તેઓએ અન્ય છ કુળો સાથે મળીને વૈજ્યનો નો રાષ્ટ્રસંઘ બનાવ્યો હતો. લિચ્છવીઓ અને વિદેહીઓ તેમના મિત્ર શાક્યોની જેમજ અભિમાની અને ગર્વિષ્ઠ સ્વભાવના હતા. તેઓ વહેલી પરોઢે તેમનો વ્યાયામ કરતા હતા અને મહાવીરના પિતાશ્રી જ્યોતિષીઓને મળે તેની પહેલાં તેમનો - ૨૧૫ - Page #239 -------------------------------------------------------------------------- ________________ વ્યાયામ પૂર્ણ કરી લેતા હતા એ રીતે તેમના વિશે વર્ણવવામાં આવેલું છે. લિચ્છવીઓ વહેલી પરોઢે શસ્ત્રોના ઉપયોગ અંગેના તેમના પાઠો ભણી લેતા અને આ ઉદેશ્ય માટે તેઓ વ્યાયામશાળામાં જતા. ત્યાં તેઓ શાસ્ત્રોના ઉપયોગ અંગેનું સૈદ્ધાંતિક અને મહાવરો કરવાનું જ્ઞાન મેળવી લેતા અને તત્પશ્ચાત તેઓ સવારનું દૂધ લેતા અને પછી ફરીવાર તેઓ અભ્યાસ અને મહાવરો ચાલુ રાખતા. તેઓ તેમનું સવારનું ખાણું લીધા પછી અલ્પ નિદ્રા લેતા અને તેમનો અભ્યાસ ફરીથી ચાલુ રાખતા. સાંજે તેમના પાઠો મુખપાઠ કરતા કરતા, તેમના ઘરે જતા. રાત્રે તેઓ કાષ્ઠના ટોલકા ઉપર તેમના મસ્તક ટેકવીને આરામ કરતા અને નિદ્રા લેતા અને પછીના દિવસે વહેલી પરોઢે તેઓ એ જ નિત્ય ક્રમ ફરીથી શરૂ કરતા. આવી અતિ ઉદ્યમી કઠિન જિંદગી જીવીને તેઓ ધનુષ્ય અને બાણના ઉપયોગમાં પારંગત બની જતા. એક વધુ વર્ણન પણ મળી આવે છે જે આપણને આ લિચ્છવીઓ અંગેની વિશેષ માહિતી આપે છે. એકવાર બુદ્ધ વૈશાલીની કોઈ એક વૃક્ષરાજિમાં ઉપસ્થિત હતા ત્યારે કેટલાક લિચ્છાવીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે તેમનાં ધનુષ્ય અને બાણ નીચે ફેંકી દીધા અને તેમના સ્વોનેને બાજુએ રાખીને બુદ્ધની પાસે આવ્યા અને તેમને પ્રણામ કરીને તેમની સમીપ આસન ગ્રહણ કર્યું. મહાનામા નામનો એક લિચ્છવી કે જેણે ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું અને નવાઈ પામીને બોલી ઊઠ્યો, “આશ્ચર્ય, આશ્ચર્ય !” તેને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે વાતનો આ રીતે પ્રત્યુત્તર આપ્યો, આદરણીય ભાઈસાહેબ, આ લિચ્છવીઓ બરછટ, ક્રૂર અને દુષ્ટ બુદ્ધિવાળા છે. બક્ષિસના સ્વરૂપમાં તેઓ જે કંઈ મેળવે છે તેનો થોડોક ભાગ તેઓ ખાય પીએ છે અને તેમના સ્ત્રી સમુદાય માટે તેનો કેવળ અંશ માત્ર પણ છોડતા નથી અને સૌથી ખરાબ બાબત તો એ છે કે તેઓ તિરસ્કારપૂર્વક (શેષ ભાગ) તેમની તરફ ફેંકે છે.2 આવા લોકોને આપે વશ કર્યા છે અને આજ બાબતથી મને આશ્ચર્ય થયું છે.” સ્ત્રી સમુદાય માટેનો આદર એ સંસ્કૃતિના પ્રગતિશીલ સોપાનની નિશાની છે, કિંતુ ઉપરોક્ત વર્ણન તદન સ્પષ્ટ કરે છે કે લિચ્છવીઓ એક જાતિ તરીકે તેમના સ્ત્રીસમુદાય પ્રત્યેના આદરથી વિમુખ હતા. તેઓ - ૨૧૬ Page #240 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવે કઠોર, બરછટ, ક્રૂર અને લશ્કરી મિજાજવાળા, શસ્ત્રોના ઉપયોગમાં પારંગત અને દર્શનશાસ્ત્રમાં ઓછો રસ ધરાવતા હતા. તેમની એકતા એ તેમનું અસામાન્ય વિશિષ્ટ લક્ષણ હતું. ઉપરાંત તેઓ વીરપૂજામાં માનતા તેમજ ધર્મ વિશે ઉચ્ચ આદરની લાગણી ધરાવતા હતા. તે સમયમાં શાક્યો અગત્યની જાતિ ગણાતા હતા અને તેમની જાતિમાં ધર્મોપદેશકે જન્મ લીધો હતો તેની મહાનતા ઉપર તેમના મહત્ત્વનો આધાર હતો. તેમને તેમના કુળનું ગૌરવ હતું, કિંતુ ઉપરોક્ત દંતકથા સામે તે વાત ટકી શકતી નથી. તેમને પોતાના વિશે ઊંચા ખ્યાલો હતા, અને આપણે જાણીએ છીએ કે તેમણે કેવી રીતે કોશલના રાજા પાસેદીની તેમના કુળની કન્યા સાથે લગ્ન કરવાની માગણીનો અસ્વીકાર કર્યો. તેમણે એક દાસીની કન્યા નામે વાસનતિયા ને તેની પાસે મોકલીને તેની સાથે ખોટી રમત તેઓ રમ્યા. આ સંલગ્નતાને પરિણામે વિધુભનામનો એક પુત્ર જન્મ્યો, જેણે તેમની પર આનો બદલો લીધો અને વિનાશક રીતે તેમને કચડી નાખ્યા. 1 Anguttara Nikaya; Panchami Nipata 2 यत्र नार्थस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः । 3 394 LYSTBE78217 - Description of Liccharis વિવિધ કુળો, તેમની ઉત્પત્તિ અને વિશેષ શક્તિઓ તેમજ તેમનાં વલણો અંગેનો કંઈક ખ્યાલ મેળવ્યા પછી હવે આપણે તે સમયના સામાજિક માળખાની તપાસ કરવાનો પ્રયત્ન કરીશું. એ વખતના લોકો ના જીવન ઉપર અસર કરનારી પરિસ્થિતિઓ અને રીતરિવાજો વિશે જાણવું પણ અત્રે આવશ્યક છે. | સામાજિક પરિસ્થિતિઓ : એ યાદ રાખવું જોઈએ કે આજની જેમ એ વખતે પણ ભારત એ ગામડાઓની (જનપદોની) ભૂમિ હતી. નગરો બહુજ થોડાં હતા જે જનપદોનો સમૂહ એકબાજાની નજીક આવીને ભળી જવાથી બનેલાં હતાં અને નગરો એકબાજાથી ઘણાં દૂર હતાં. આબોહવા : ભારતીયોની કહેવાતી લઘુ ગ્રંથિનો સંતોષકારક ખૂલાસો કરવા માટેનો પ્રયત્ન આ ઉષ્ણ મેદાનોની પ્રાદેશિક ઉષ્ણતા (ગરમી) - ૨૧ - Page #241 -------------------------------------------------------------------------- ________________ ઉપર વધારે ભાર મૂકીને કરવામાં આવ્યો છે. પ્રારંભના દર્શનશાસ્ત્રીઓનો નિરાશાવાદ અને રાજકીય ઉત્સાહના અભાવને કારણે એવો આરોપ લગાવવામાં આવે છે શેકી નાખતી ગરમી તેમને નિર્બળ બનાવે છે. જેમને પ્રસ્તુત ભારતીય પ્રારંભિક સમયના ઇતિહાસનો જરાપણ ખ્યાલ છે તેનામાં ભારપૂર્વક વિધાયકપણે એવું કહેવાની પૂરતી હિંમત અવશ્ય હશે કે તે વખતે પણ ભારત બુદ્ધિયુક્ત વ્યવહાર-કુશળતા સમેત અત્યંત ઉમંગી હતું અને ગ્રીષ્મના સૂર્યનાં દઝાડનારાં કિરણો સામે ટકી શકાય તેમ ન હોવા છતાં ભારતીયો આખો દિવસ ઘરની અંદર કે બહાર તેમના વ્યવસાયના આવશ્યકતાને અનુરૂપ સખત કામ કરવા માટે ટેવાઈ ગયા હતા કેવળ કૃષિ ઉપર આધાર રાખનાર બહુમતી લોકો કે જેમને માટે વર્ષાઋતુ સિવાય (અન્ય ઋતુમાં) કોઈ જ કામ હોતું નથી તેઓ પણ એક કે બીજું કોઈ પણ કામ શોધી કાઢે છે અને આળસુ બની રહેવાનો ઈન્કાર કરે છે. એવા કેટલાક લોકો કે જેઓ સ્વાભાવિક અને અપેક્ષિત બાબતોમાં યુરોપિયનોની શ્રેષ્ઠતામાં માને છે, તેને તોએ તેમના માંસાહારી આહારનું પરિણામ છે એમ માને છે. આદિ આર્યોનો શાકાહારી આહાર અને સંસ્કૃત આદિવાસીઓ સાથેનો તેમનો સંપર્ક પણ તુલનામાં તેમની લઘુતાના કારણને સમર્થન આપે છે. આપણા પોતાના ભૂતકાળના અને વર્તમાનના પણ ઈતિહાસના પ્રકાશમાં આવા અભિપ્રાયને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાનું અને તેનો પ્રત્યુત્તર વાળવાનું એ આવશ્યકતા વિહીન અને અર્થહીન છે. પ્રારંભનું એશિયા વિશેનું પ્રકાશિત થયેલું જ્ઞાન એ એટલો બધો સ્પષ્ટ મુદ્દો છે કે તેને સાબિતીની કોઈ જ આવશ્યકતા નથી. જો કે એમ કહેવું જોઈએ કે સૂર્ય હંમેશાં પૂર્વમાં ઊગે છે એના જેટલી જ આ પણ સત્ય હકીકત છે. હવે આપણે જનપદ આયોજન નગર આયોજન, વહીવટી વ્યવસ્થા, ન્યાય અંગેનો જનપદની અને સાથે સાથે નગરની જનતાની માન્યતાઓ અને રીતરિવાજો અને સામાન્ય સામાજિક પરિસ્થિતિઓને અભ્યાસનો મુદ્દો બનાવીશું.' જનપદો : આ જનપદો નાનકડાં સ્વસત્તાશીલ અને ઘણું કરીને સ્વનિર્ભર એવાં પ્રજાસત્તાકો હતાં. આ જનપદોની સમિતિઓ એ નાનાં પ્રજાસત્તાકો હતાં કે જે તેમની લગભગ સર્વે આંતરિક આવશ્યકતાઓ Page #242 -------------------------------------------------------------------------- ________________ ધરાવતા હતાં (સ્વનિર્ભર હતાં) અને બહારના કોઈ પણ સંબંધોથી પર અને લગભગ સ્વતંત્ર હતા, અન્ય કશું ન ટકી શકે એવી પરિસ્થિતિમાં પણ તેઓ ટકી શકે એવાં હતાં. ક્રાંતિઓ પછી ક્રાંતિઓ થતી રહે તો પણ આ જનપદો વંશ પરંપરાગત અપરિવર્તનશીલ રહેતાં. 1 Report of the select committee of House of Common 1832 quoted by Elphinstone કેટલીક બાબતોમાં આ બધાં જ જનપદો એક સમાન હતાં. મોટેભાગે બધાં જ ઘરો સાંકડી ગલીઓથી અલગ પડતાં. એક ઘર પછી તરત જ બહુજ જૂના વખતનાં વૃક્ષોની વનરાજિ ઊભેલી હતી. તેનાથી આગળ (ઘરો પૂરા થાય પછી) પાક ઉગાડેલાં સંવર્ધિત પહોળાં વિશાળ ક્ષેત્રો હતાં, જેમાં મોટે ભાગે ચોખાનાં ખેતરો હતાં અને પ્રત્યેક જનપદને પશુઓને ચરવા માટેનું ગોચર હતું અને તે પછી ગણનાપાત્ર વિસ્તારમાં અરણ્ય આવતું જેના ઉપર (આજુબાજુનાં) જનપદોનો કાષ્ટ અને ખડ લેવા માટેનો સમાન અધિકાર રહેતો. આ અરણ્યનો વિસ્તાર એ (આસપાસનાં) બધાં જ જનપદોની મજિયારી મિલકત ગણાતી અને ત્યાં તેઓ પોતાનાં પશુઓને કોઈ એક જેને તે વખતે રખેવાળ કે ગોપાલક કહેવામાં આવતો હતો તેની દેખરેખ હેઠળ ચરવા માટે મોકલતા. - મુખ્ય નગરોમાં એ વખતે પણ ન્યાયના વહીવટીતંત્રી વ્યવસ્થા અત્યંત વધારે પ્રમાણમાં વિકસેલી હતી. તેમાં પણ ન્યાયાધીશો, વકીલો, નીમાયેલા વકીલોના ગુમાસ્તાઓ, કાયદાનાં સૂત્રો, આઠેય જાતિઓના પ્રતિનિધિઓનું બનેલું કાર્યવાહક મંડળ, અમલદાર, નાયબ એલચી અને એલચી પોતે એમ હોદેદારો રહેતા.1 તેમાંના પ્રત્યેકને (આરોપીને) નિર્દોષ જાહેર કરવાની સત્તા રહેતી, કિંતુ કોઈને ગુનેગાર ઠરાવવા માટે ઉપરી અધિકારીના સંદર્ભની આવશ્યકતા રહેતી. જેમ્સ અલ્વીસ તેના Introduction to Pali Grammar નામના ગ્રંથમાં કાયદેસરના પૂર્વજો અંગેના પુસ્તકનો સંદર્ભ આપે છે. પરંતુ આવી અટપટી કાનૂની પ્રથા આપણે જેનું અગાઉ વર્ણન કર્યું છે તેવાં જનપદોમાં ન હતી. તે તો કેવળ કેટલાંક સુવિકસિત મહાનગરો - ૨૧૯ - Page #243 -------------------------------------------------------------------------- ________________ જોવા મળતી. મહાનગરોમાં સિપાઈઓનું ખાસ દળ રહેતું. તેઓ ખાસ પ્રકારનું શિરત્રાણ પહેરવાનું પસંદ કરતા. જે તેમને અન્યોથી અલગ પાડતું. એ તદ્દન સંભવિત છે કે આવાં સર્વે સ્થળોએ ઊતરતા દરજ્જાના એકસમાન સેવકોનાં જૂથ રાખવામાં આવતાં. આવા પ્રત્યેક જનપદમાં એક મુખિયા રાખવામાં આવતો, જે જનપદને નગરો સાથે જોડતી કડી તરીકેની કામગીરી બજાવતો. તે લોકોમાંથી ચૂંટવામાં આવેલો જવાબદાર એવો પ્રતિનિધિ હતો. (આવી વ્યક્તિ રાજ્ય દ્વારા નિયુક્ત કરવામાં આવતી હતી એવું સાબિત થયું નથી. આ હોદ્દો મોટે ભાગે વંશપરંપરાગત રહેતો) કે જે રાજ્ય સાથે સંકળાયેલાં સર્વે કાર્યો કરવાની તેમજ (જનપદના) લોકોનાં કાર્યોની રાજ્યમાં રજૂઆત કરતો. ફક્ત થોડાક કરની ચુકવણીના બદલામાં રાજા દરેક પ્રકારની વિદેશ દખલની સામે જનપદવાસીઓને રક્ષણ પૂરું પાડતો. એકંદરે જનપદાવાસીઓ (આ વ્યવસ્થા બાબતે) તદ્દન સંતુષ્ટ હતા અને તેમના સમૂહ તરફથી ફરિયાદનું ખાસ કારણ ન રહેતું. નાના જનપદનો સમાજ દેખીતી રીતે અવિભાજ્ય અસ્તિત્વ ધરાવતો હોવા છતાં તે અલગઅલગ સર્વે ભૂમિના લોકોનું વિચિત્ર જોડાણ હતું અને જો કોઈ બાબત તેમનામાં ગરબડ પેદા કરતી હોય તો તે તેમણે જાતે પેદા કરેલી માન્યતાઓ અને રીતવિરાજો હતા. જ્યારે આર્યો (ઉત્તર દિશામાંથી) નીચે આવ્યા, ત્યારે તેમણે કાંઈ (આ દેશમાં) રિક્તતાની પૂર્તિ કરી ન હતી, કિંતુ તેઓ અગાઉથી અહીં અસ્તિત્વ ધરાવતા (વસવાટ કરતા), અત્યંત સુવ્યવસ્થિત સામાજિક માળખું, સંસ્થાઓ અને આદર્શો ધરાવતા એવા લોકો વચ્ચે થઈને આવ્યા હતા કે જેમને ખરા દિલથી કરેલા પ્રયત્નો દ્વારા પણ તદ્દન નાબૂદ કરી શકાય તેમ ન હતા તેમજ તેઓ વિજેતાઓ પર પણ અસર કરવાની ક્ષમતા ધરાવતા હતા. આ સમય એ બે જાતિઓની આંતરપ્રક્રિયાનો ગાળો હતો. એકબાજુ આર્યો હતા કે જેઓ તેમના ઊજળા વર્ણ અંગે ગર્વ ધરાવતા હતા, તો બીજીબાજુ શ્યામ વર્ણના આર્યો પૂર્વેના વસાહતીઓ હતા અને આ જ બાબતે માનવી માનવી વચ્ચે અલગાવ અને ભેદભાવ જન્મ્યા. આ ભેદભાવ ૦૨૨૦૦ Page #244 -------------------------------------------------------------------------- ________________ પછીથી વિકસીને જુદી જુદી જ્ઞાતિઓમાં પરિણમ્યો, પરંતુ તેની પહેલાં તે મૂળભૂત રીતે જુદા વર્ગોના તફાવતોમાં પરિણમ્યો અને તેમાંથી વર્ણાશ્રમ નામે ઓળખાતી પ્રથાનો જન્મ થયો. તદનુસાર આર્યોની (સ્થાનિક) શ્યામ વર્ણ ધરાવતા સર્વે વસાહતીઓને ઉતરતી કક્ષાના અને સુંદર વર્ણ ધરાવનારાઓને (આર્યોને) મોભાદાર-પ્રતિષ્ઠિત ગણવામાં આવ્યા. આ (કહેવાતા) નીચા કુળના આર્યોને શુદ્ર તરીકે વર્ણવવામાં આવ્યા અને તેઓ હસ્તકૌશલ્યનાં તેમજ સેવાચાકરીનાં કાર્યોમાં પ્રવૃત્ત થયા. કિન્તુ ઊજળો વર્ણ ધ૨ાવનારાઓ પણ આંતરિક રીતે વિભાજિત થયા. તેઓ ક્ષત્રિયો, બ્રાહ્મણો અને વૈશ્યો તરીકે ઓળખાયા. વૈશ્યોને પ્રથમ બે (ક્ષત્રિયો અને બ્રાહ્મણો) કરતાં ઊતરતા ગણવામાં આવે અને તેઓ વ્યાપાર અને કૃષિમાં પ્રવૃત્ત થયા. કૃષિકારો આ તૃતીય વર્ણના અંશરૂપ બન્યા. તૃતીય અને ચતુર્થ સ્થાન જેટલું સરળતાથી નિશ્ચિત થયું એટલું પ્રથમ અને દ્વિતીય સ્થાન નિશ્ચિત કરવું સરળ ન હતું. બ્રાહ્મણો અને ક્ષત્રિયો બંનેએ ઉમદા કુળ તરીકેનો પોતાનો દાવો રજૂ કર્યો અને શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરવા માટે તેઓમાં પરસ્પર સ્પર્ધા થઈ. જોકે સમયની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે અને આંશિક રીતે બુદ્ધ અને મહાવીરના ક્ષત્રિકુળમાં થયેલાં જન્મને પરિણામે ક્ષત્રિયોને શ્રેષ્ઠ ગણવામાં આવ્યા. તેમનાં કાર્યક્ષેત્રો સાવ અલગ હતાં. એક વર્ગ શારીરિક સમૃદ્ધિને આગળ કરીને અને દ્વિતીય વર્ગ માનસિક સમૃદ્ધિને આગળ તરીકે પોતપોતાની શ્રેષ્ઠતાનો દાવો કરવા માંજ્યા. અમીર ઉમરાવો તરીકે સકળ વિદેશી આક્રમણો સામે પ્રજાનું રક્ષણ પૂરું પાડવાની તૈયારી દર્શાવવાનો બોજ ક્ષત્રિયો ઉપર આવ્યો અને સર્વે ધર્મવિષયક સમારંભોમાં પુરોહિત તરીકેનું કાર્ય કરવા માટે કર્તવ્યબદ્ધ બન્યા. લોકો તેને (પુરોહિ)ને તેની કિંમત પૂરી પાડતા અને તેનું કર્તવ્ય પ્રજાને જ્ઞાન આપવાનું રહેતું. બાકીની હીન જાતિઓ : કિન્તુ વાતનો અહીં અંત આવતો નથી. ઉપરોક્ત ચાર વર્ણો શુદ્રોની નીચલી જાતિઓ અસ્તિત્વ ધરાવતી હતી. આ જૂથમાં સમાવિષ્ટ જે લોકો હતા તેઓમાં પારધીઓ (Bird Catchers), શક્ય સર્જકો અને અન્ય હતા અને તેમનાથી પણ હીન જાતિના ચંડાલો જેઓનો ઉપરોક્ત હીન જાતિઓ પણ તિરસ્કાર કરતી હતી અને હતી ~૨૨૧ - Page #245 -------------------------------------------------------------------------- ________________ હીનમાં પણ હીન જાતિ એ દૃસ્યુઓ (Slaves)ના નામથી ઓળખાતી. સારણીના સ્વરૂપમાં નીચે મુજબ પ્રજાના વિવિધ વર્ગોની યાદી દર્શાવવામાં આવી છે. ક્ષત્રિયો બ્રાહ્મણો વૈશ્યો ચાંડાલો દસ્યુઓ 1 2 4 5 હવે આપણે આ અંગેની વધુ વિગતો વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. આપણને (અગાઉ) જણાવવામાં આવ્યું છે કે પાંચમો વર્ગ મોટેભાગે ગૃહસેવકોની બનેલો હતો અને તેમની તરફ ખરાબ વર્તન કરવામાં આવતું ન હતું. શુદ્રો 3 જોકે (ઉપરોક્ત વર્ગો વચ્ચે) એવા જલાભેદ્યા વિભાગો નહોતા. આ વર્ગો વચ્ચેની વાડમાંથી એક્બીજામાં પ્રવેશ કરવો એ મુશ્કેલ હોવા છતાં સર્વથા અશક્ય ન હતો, એક વર્ગમાંથી બીજા વર્ગમાં ફેરફારો શક્ય હતા અને આવા ફેરફારો વારંવાર થતા નહીં હોવા છતાં સર્વથા અસમાન્ય પણ નહોતાં. આવા શ્રેણીબદ્ધ ફેરફરો Journal of Royal Asiatic Society - P. 868માં આપવામાં આવ્યા છે. 1 એવી શંકા ઉદ્ભવે છે કે હકીકતમાં ક્ષત્રિયોની વાસ્તવિક શ્રેષ્ઠતા હતી કે કેમ ? જેને પરિણામે જૈનોને મહાવીરના ગર્ભને બ્રાહ્મણીના ગર્ભાશયમાંથી બહાર કાઢીને ક્ષત્રિયાણી ગર્ભાશયમાં ફેરબદલી કરવા માટે લલચાવ્યા. અથવા તો એવી શ્રેષ્ઠતા સ્થાપિત કરવા માટેનો આ માત્ર એક પ્રયત્ન જ હતો ? - વ્યક્તિગત રીતે હું આ બંને પૈકીની પાછળની હકીકતમાં માનું છું. 1 Dialogues of Buddha, P. 101 : Quoted by Rhyus Davids P. 56-57 (1) એક ક્ષત્રિય એક રાજાનો પુત્ર કુંભકાર કન્યા સાથે, ટોપલી બનાવનાર કન્યા સાથે કે કોઈ માળીની કન્યા સાથે અને રસોઈયાની કન્યા સાથે પ્રેમના કિસ્સામાં સંડોવાયેલો હોય છે અને જો તેનું આ કાર્ય જાહેર થાય છે ત્યારે એક પણ શબ્દના ઉમેરણ સિવાય તે પોતાની જ્ઞાતિમાંથી બહાર થઈ જાય છે. (2) એક અન્ય રાજકુમાર (આવી જ બાબતમાં) પોતાની ભગિનીની તરફેણ કરે તો તે પોતાનું રાજ્ય ગુમાવે છે અને રખડતો ~૨૨૨૦ Page #246 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે. એક ત્રીજો રાજકુમાર કોઈ વ્યાપારી સાથે રહેવા જાય છે અને પોતાની જાતમહેનતથી પોતાની આજીવિકા રળે છે. એક ઉમરાવ એક ધનુર્ધર તરીકેની નોકરી કરે છે. એક બ્રાહ્મણ પૈસા બનાવવા માટે છાની વાતો જાહેર કરવાનો ધંધો કરે છે. બીજા બે બ્રાહ્મણો પણ પૈસા બનાવવા માટે છાની વાતો જાહેર કરવાનો ધંધો કરે છે. (7) એક બ્રાહ્મણ એક ધનુર્ધારીને તેના મદદનીશ તરીકે નીમે છે, જે પોતે અગાઉ વણકર હોય છે. (8)(9) બ્રાહ્મણો શિકારીઓ તરીકે અને પ્રાણીઓ પકડનાર તરીકેની જિંદગી જીવે છે. (10) એક બ્રાહ્મણ ચક્રનિર્માણ કરનાર તરીકેની જિંદગી જીવે) છે. 2411 441 GELGESN Buddhist birth stories (41441 ગ્રંથ)માંથી લેવામાં આવ્યાં છે અને ટાઉલરે આવી 550ની સંખ્યામાં સંપાદિત કરેલી જાતકકથાઓના ઊંડા અભ્યાસ દ્વારા આવા બીજાં ઘણાં (ઉદાહરણો) મળી શકે. ઉપર નોંધ્યા અનુસારના ફેરફારો (વાસ્તવમાં) બન્યા હતા, તેમ છતાં આપણે એવું ધારી લેવું જોઈએ નહીં કે આ બધા વર્ગોની એક બીજામાં મુક્ત રીતે ભેળસેળ રોજબરોજ થઈ શકતી હતી. આવી સૈદ્ધાંતિક ભેળસેળ થઈ હોવા છતાં ખરેખર વ્યવહારમાં આ બધા વર્ગો આંતરિક રીતે પણ એટલા ઝીણવટ પૂર્વક વિભાજિત થયેલા હતા કે ખરેખર વ્યવહારમાં (તેમની વચ્ચેનું) એક નાનકડું અંતર પણ નિવારવું અત્યંત મુશ્કેલ હતું. આ વર્ગો અને પેટાવર્ગો વચ્ચે ભાગ્યે જ રોટી વ્યવહાર હતો અને બેટી વ્યવહાર તો બિલકુલ નહોતો. નિકટના સંબંધને સ્પષ્ટ રીતે દર્શાવતી બે મહત્ત્વની રૂઢિઓ એ રોટી વ્યવહાર અને બેટી વ્યવહાર હતી. એક જ વર્ગની કે એક જ પેટાવર્ગની વ્યક્તિ કશુંક કરવા કે ન કરવાના આદેશ તરીકે કેવળ રોટી વ્યવહાર જ હતો. મર્યાદિત વર્તુળની બહાર તેઓ પાણી પીવાની પણ આનાકાની કરતા. ક્યારેક તેઓ રોટી વ્યવહાર માટે આ મર્યાદિત વર્તુળને - ૨૨૩ - Page #247 -------------------------------------------------------------------------- ________________ વધારતા, (મોટું બનાવતા), પરંતુ લગ્નને લાગે વળગે છે ત્યાં સુધી તેઓ ઉમદા કુળની જાળવણીની બાબતમાં અત્યંત ચુસ્ત હતા. કોઈ મિશ્રણને નિવારવા માટે તેઓમાં એવો રિવાજ હતો કે કન્યા પિતૃપક્ષે સાત પેઢી અને માતૃપક્ષે સાત પેઢી સુધી શુદ્ધ મિશ્રણ કે ભેળસેળ વગરની) હોવી જોઈએ. કોઈપણ વ્યક્તિ ચાંડાલ સાથે ભોજન લેવાની ક્યારેય હિંમત કરી શકતી નહિ. આનંદનું ચાંડાલિકાના હાથે પાણી પીવાનું કાર્ય એ ખાસ કરીને પરાક્રમી કાર્ય તરીકે નિર્દેશિત કરવામાં આવ્યું છે. ટૂંકસાર રૂપે કોઈ એમ કહી શકે કે આંતર વર્ગીય લગ્નોના બનાવો એજ રીતે અનાવશ્યક ગણાતા હતા કે જે રીતે વ્યવસાયની ફેરબદલીના બનાવો (અનાવશ્યક) ગણાતા હતા અને તેથી જ સામાન્ય રીતે આવા બનાવો બનતા નહિ. એક વિદ્વાન લેખકે અત્યંત સુંદર રીતે રજૂઆત કરી છે કે આવી હદની નિશાની અત્યંત ચુસ્ત રીતે દોરવામાં આવેલી ન હતી તેમ છતાં આપણે એમ પણ માની લેવાની જરૂર નથી કે સમાજની એવી સ્થિતિ હતી કે આવી હદ દર્શાવતી રેખા બિલકુલ ન હતી, કિન્તુ હકારાત્મક અને નકારાત્મક બળો વચ્ચે અવિરત સંઘર્ષ ચાલતો હતો. જો આપણે જનપદ પરથી નગર ઉપર આવીએ તો પણ વિચારસરણીમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળતો નથી. ઉપલક દૃષ્ટિથી જોનારને બાહ્ય પરિસ્થિતિઓમાં ફેરફાર જોવા મળશે. તેને તો બંનેની પરિસ્થિતિઓ સમાન જ લાગશે. (ગામડાનાં નાનું ઝૂપડાંને બદલે (નગરોમાં) સીધેસીધાં ચૌટામાં કે શેરીમાં પડતી બારીઓવાળાં મોટાં મકાનો જોવા મળતાં. આ મકાનો સાદાં કે સુશોભન કર્યા વગરનાં ન હતાં. આ મકાનોમાં પ્રવેશકની ગરજ સારતા એવા મોટા દરવાજા રહેતા. (તેની) જમણી અને ડાબી બાજુએ તિજોરી અને અન્નભંડાર રહેતો. ભોંયતળિયે ઓરડાઓ સાથેનું આંગણું કે ચોગાન રહેતું અને આ ઓરડાઓની ઉપર મોટી અગાશી રહેતી જેને રોવા તરીકે ઓળખવામાં આવતી. આ રોલ્લા અને ઓરડાઓની વચ્ચે (માલિકના) ખિસ્સાને પરવડે તેમજ તેના હોદ્દાને અનુરૂપ હોય એટલી સંખ્યામાં માળ રહેતા. સાત માળની ઈમારતોની પણ એ સમયમાં) કોઈ નવાઈ નહોતી. વ્યક્તિગત માલિકીનાં મકાનો ઉપરાંત કેટલાક લોકોની મજિયારી - ૪ - Page #248 -------------------------------------------------------------------------- ________________ માલિકીની ઈમારતો પણ જોવા મળતી. આના ઉદાહરણ તરીકે જનપદ ભવન હતું કે જે આજનાં મહાનગરોના ટાઉનહોલને મળતું આવતું હતું અને તે સમાન રીતે (આજની જેમજ) ઉપયોગી બનતું. સ્ત્રીઓ સહિત પ્રત્યેક વ્યક્તિનો જનપદભવન ઊભું કરવામાં ફાળો રહેતો. સમાજના હિતને અસર કરતા સર્વે નિર્ણયો આ જનપદભવનોમાં લંબાણપૂર્વકની ચર્ચાને અંતે લેવામાં આવતા. આ જનપદભવનો સાધુઓ કે મહત્ત્વના આમંત્રિતો દ્વારા જાહેર જનતાને સંબોધવા માટે અથવા તો ક્યારેક ધાર્મિક ચર્ચાઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા. એ વખતે પણ આપણી આધુનિક ક્લબો જેવાં કે પ્રાચીન ઈજિપ્તનાં જુગારખાનાં જેવાં જુગારખાનાં પણ અસ્તિત્વ ધરાવતાં હતાં. કિન્તુ આ જુગારખાનાંઓના નફાનો અમુક ભાગ રાજ્યની તિજોરી ને ચૂકવવાની આવશ્યકતા રહેતી. જાતકકથાઓમાં તેમ જ બ્રાહ્મણ મહાકાવ્યોમાં વારંવાર જેનો નિર્દેશ કરવામાં આવ્યો છે તદ્દનુસાર આપણે કલ્પી શકીએ કે પાસા ફેંકીને રમવાનો અને પાસા ફેંકવાની સાથે અનુરૂપતા સાધવા માટે મુદ્રાઓની આપલે કરવાનો વ્યવહાર અત્યંત વિકાસ પામેલો હતો. 1 P.60 Rhys Davids-Buddhist India અંબાપાલી નામની અત્યંત સુંદર કન્યા કે જેણે તૃષ્ણાવાળા સર્વે લિચ્છવી રાજકુમારોને નિમંત્ર્યા હતા, તેણીને અધિકૃત સમિતિ દ્વારા જનપદભવનમાં પસાર કરવામાં આવેલા ઠરાવ અનુસાર નર્તકી બનવું પડ્યું હતું અને તેણીના પિતા મહાનામને અતિ અનિચ્છાએ પણ (આ ઠરાવને) તાબે થવું પડ્યું હતું. વૃદ્ધ વ્યક્તિના મૃતદેહને માન આપવાનો સાર્વત્રિક રિવાજ હતો અને પ્રાચીન આર્યો પણ તેમાં અપવાદરૂપ ન હતા. તેઓ તેમના માનનીય સમકાલીનોના મૃતદેહોને માનપૂર્વક સાચવવા માટે દેરીઓ કે મિનારા ઊભા કરાતા. તેમ છતાં પણ આપણને નવાઈ પમાડે એવી બાબત તો એ છે કે (તે વખતે પણ) ઘોંઘાટ વિહીન શેરીઓ કે ભીડભાડ વિહીન હાટોનું અસ્તિત્વ હતું. અને વિશાળ કિલ્લાવાળી રાજમહેલ જેવી ઈમારતોનું પણ અસ્તિત્વ હતું. સાથેસાથે નિર્ધન લોકોના રહેઠાણના નાનકડા આવાસો પણ હતા, કિન્તુ ઉષ્ણવાયુ સ્નાનગૃહો અસ્તિત્વ ધરાવતા હતા, જે વાસ્તવમાં લોકો - ૨૫૦ Page #249 -------------------------------------------------------------------------- ________________ કે જેઓ ઉત્સવોના પ્રસંગોએ છૂટે હાથે ધનનો વ્યય કરતા હતા તેમના વૈભવી ઠાઠમાઠને અત્યંત સુપેરે પ્રકાશમાં આણતા હતા. એક બૌદ્ધગ્રંથ આવાં સ્નાનને વિગતવાર વર્ણવે છે અને આ વર્ણન આપણને આપણા (આધુનિક) ‘ટર્કીશ સ્નાન’ ની યાદ અપાવે છે. રાઈસ ડેવિડ્ઝ તેમનું વર્ણન નીચે મુજબ કરે છે : ‘મકાનો પથ્થર ઉપર ઈંટો સામેથી દેખાય એવા ઊંચા ચણેલા પાયા ઉપ૨થી ઊંચે જતી પથ્થરની સીડીઓ વાળા અને ફરતે કઠેરાવાળા ઓટલા હોય એ રીતના બાંધવામાં આવતાં હતાં. છાપરું અને દીવાલો લાકડાનાં બનાવવામાં આવતા અને તેમે પ્રથમ (ઝાડની) છાલ વડે ઢાંકીને ઉપર પ્લાસ્ટર કરવામાં આવતું હતું. દીવાલોનો કેવળ નીચેનો ભાગ સામે ઈંટો દેખાય એ રાતે બનાવવામાં આવતો. (અંદર) એક નાની ઓરડી અને ઉષ્ણખંડ બનાવવામાં આવતો તેમજ નહાવા માટે એક હોજ બનાવવામાં આવતો. ઉષ્ણુખંડની વચ્ચે અગ્નિસ્થાન રાખવામાં આવતું, જેની ફરતે બેઠકો ગોઠવવામાં આવતી. પરસેવો થાય એ માટે સ્નાન કરનારાઓ ઉપર ગરમ પાણી રેડવામાં આવતું, કે જેમના ચહેરા સુગંધિત પુનમ (બારીક ચાક) વડે (અગાઉથી) આચ્છાદિત કરવામાં આવતા હતા. સ્નાન કર્યા પછી સાબુથી માથું ધોવામાં આવતું અને તે પછી હોજના પાણીમાં કૂદીને ડૂબકી લગાવવામાં આવતી. ગંગાના મેદાનમાં આટલા પ્રાચીન સમયમાં આ પ્રકારનું સ્નાન લેવામાં આવતું કે જે આપણા અર્વાચીન ‘ટર્કીશ સ્નાન’ તરીકે ઓળખાતા (સ્નાન) ને અત્યંત મળતું આવતું હતું તે બાબત અત્યંત આશ્ચર્યજનક છે. દીધ્ધનિકાયમાં એક અન્ય પ્રકારના સ્નાન વિશે પણ વર્ણન છે, જેમાં ખુલ્લી હવામાં એક સ્નાન ટાંકી બનાવવામાં આવતી કે જેમાં નીચે ત૨ફ લઇ જતી પગથિયાંન્ત્ હાર રાખવામાં આવતી, જેને સંપૂર્ણ રીતે પથ્થરથી મઢવામાં આવતી અને બંનેને (ટાંકી અને પગથિયાને) પુષ્પો તેમજ કોતરણીવાળી શિલ્પાકૃતિઓથી સુશોભિત કરવામાં આવતી હતી. શ્રીમંતોની માલિકીનાં ખાનગી મેદાનોમાં તૈયાર કરવામાં આવતાં આ સ્નાન કરવાનાં સ્થાનોને સુંદર ચીજો તરીકે ગણવામાં આવતાં.'' P.76-77- Buddhist India- T.W.Dhys Davids. My ૨૨૬ – Page #250 -------------------------------------------------------------------------- ________________ Vinaya - Texts 111, 105, 110, 297 and also trans. by Rhys Davids - PP 262. | સામાજિક પર્યાવણ અને પરિસ્થિતિઓ અંગે કેટલીક માહિતી એકત્ર કર્યા પછી હવે આપણે આગળ ઉપર ઇસવીસન પૂર્વેન સાતમી સદીમાં જનતાની આર્થિક સ્થિતિ અંગે ઊંડાણ પૂર્વકની તપાસ કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આર્થિક સ્થિરતા એક ચાલકબળ છે કે જે માનવીની અન્ય સર્વે પ્રવૃત્તિઓને જીવંત રાખે છે. આર્થિક પરિસ્થિતિ : કોઈપણ વ્યક્તિ એ બાબતને ભાગ્યેજ ભૂલી શકે કે તે સમયમાં કોઈ આર્થિક સ્થિરતા પ્રવર્તમાન ન હતી. પ્રજાને તેમની ધાર્મિક અને દાર્શનિક બાબતો અંગે ચિંતા કરવા માટે અત્યંત અલ્પ સમય રહેતો અથવા તો બિલકુલ સમય રહેતો ન હતો. આપણે અગાઉ જોયું છે તદ્દનુસાર બધાની માલિકીનાં આજુબાજુ વાડ કરેલાં સંવર્ધિત વિશાળ ક્ષેત્રો (અન્ન પેટાકરવા માટેનાં) રહેતાં અને તે પછીથી તેમની બહારની બાજુએ બધાની સહિયારી માલિકીનું ચરિયાણ મેદાન રાખવામાં આવતું હતું. આજની જેમ જ એ વખતે પણ કૃષિ એ તે લોકોનો મુખ્ય આધાર હતો અને તેઓ તેની ઉપર અવલંબિત રહેતા. આ કૃષિક્ષેત્રો કોઈ એક ભિખુના થીગડાંવાળા ઝભ્ભાને મળતાં આવતાં હતાં અને તેમના દ્વારા લોકોની આવશ્યકતાઓ સંતોષાય તેના કરતાં પણ અધિક મળતર તેમાંથી પેદા થતું. જોકે અર્વાચીન સમયની જેમ પશુઆહાર વિકાસ પામેલો ન હતો તેમજ કૃષિ અને અન્ય ઉદેશો માટે પશુઓની અગત્ય ઓછી આંકવામાં આવતી ન હતી. પશુઓને ધનવાન લોકોની કિંમતી મિલકત ગણવામાં આવતી હતી. જનપદવાસીઓની સામાન્ય માલિકીનું ચરિયાણ મેદાન રાખવામાં આવતું કે જ્યાં એક ગોપાલકની દેખરેખ હેઠળ પશુઓને મોકલવામાં આવતાં. “આ (ગોપાલક) એક અગત્યની વ્યક્તિ ગણાતી અને તેને તેના તાબામાં રહેલા પ્રત્યેક પ્રાણીના સામાન્ય દેખાવ તેમજ તેમની નિશાનીઓની જાણકાર વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવતો હતો. તે તેમની ઉપરથી - ૨ - Page #251 -------------------------------------------------------------------------- ________________ માખીઓને દૂર રાખવાનું, ઈંડા આપનાર પક્ષીઓ પાસેથી ઈંડા મેળવવાનું અને (પશુઓની) છોલાયેલી ચામડીના ઘા રૂઝવવાનું કૌશલ્ય પણ ધરાવતો હતો. તે ધુમાડા સાથેનો અગ્નિ રાખીને તેના વડે (પશુઓ પરથી) ડાંસમચ્છર ઉડાડવા માટે પણ ટેવાયેલો હતો. તે નદીના ઢોળાવ અને પશુઓને પાણી પીવાનાં સ્થાનોથી પણ પરિચિત હતો અને (પશુઓને ચ૨વા માટે) ગોચર પસંદ કરવામાં તેમજ તેમના આંચળમાં દૂધ લાવવામાં પણ તે પાવરધો ગણાતો હતો અને તેને (પશુઓના) ધણના અગ્રણી તરીકેનો યોગ્ય આદર પ્રાપ્ત થતો હતો.” જનપદોમાં (લોકોની) સ્વભાવગત સાદગીમાં પણ નિર્ભરતા અને સલામતી હતી. જનપદવાસીઓના સુખનો દુર્ભિક્ષના સમયમાં અંત આવતો. તે સમયમાં સિંચાઈ યોજનાઓ અને નહેરો વિકાસ પામી ન હતી, તેથી લોકો સંપૂર્ણ પણે વર્ષા ઉપર આધાર રાખતા અને જ્યારે વર્ષા થતી ન હતી ત્યારે તેઓ અસહાયતા અનુભવતા અને તેઓ મહાન દેવ ઈન્દ્રને (વર્ષા માટે) પ્રાર્થના કરતા અને તેમને પ્રસન્ન કરવા માટે બલિદાન પણ આપતા. વ્યક્તિ ભયંકર દુર્દેવ સિવાય ભાડેથી મજૂરી કરવા જવા અંગેનો વિચાર પણ કરતી નહિ અને શક્ય હોય ત્યાં સુધી પ્રત્યેક વ્યક્તિ તેના પોતાના વ્યવસાયમાં જ પ્રવૃત્ત રહેતો અને તે પ્રાચીન સમયમાં પણ આ વ્યવસાયોમાં વ્યાપક વૈવિધ્ય રહેતું. બૌદ્ધ સંપ્રદાયના પ્રાચીન ગ્રંથો પૈકીનો એક એવો Dignikaya ‘દીધ્વનિકાય’ નામનો ગ્રંથમાં આવા હસ્તકૌશલ્યોના વ્યવસાયોનો સમાવેશ થાય છે. 1 હસ્તિસવારો 2 અર્શ્વદળ 3 રથચાલકો 4 ધનુર્ધારીઓ 5 થી 13સૈન્યના વિવિધ દરજ્જાના લોકો 14 દસ્યુઓ 15 16 કેશકર્તન ક્લાકારો રસોઈયાઓ ~૨૨૮× Page #252 -------------------------------------------------------------------------- ________________ 17 સ્નાન માટેના) અનુચરો 18 સુખડિયાઓ 19 (ફૂલની) માળા બનાવનારાઓ (માળીઓ) 20 રજકો 2િ1 વણકરો 22 ટોપલા બનાવનારાઓ 23 કુંભકારો 24 વાણોતરો 25 હિસાબનીશો જોકે આ યાદી અહીં પૂર્ણ થતી નથી. શ્રીમતી રાઈસ ડેવીડ્ઝ તેમના Journal of the Royal Asiatic society માં તે સમયની જુદીજુદી અઢાર કાર્યકારી મંડળીઓની યાદી આપે છે. આ મંડળીઓને તેમના પોતાના નેવા અથવા પ્રમુહલી અર્થાત્ પ્રમુખો હતા અને આવી વ્યક્તિઓ (મોટે ભાગે) રાજ્યદરબારની મહેરબાની વાળી રહેતી. એકજ મંડળીના આંતરિક વિખવાદોને નિવારવા માટે આ ગેટ્સ લવાદ તરીકે કાર્ય કરીને પ્રવૃત્ત રહેતો, અને મંડળી-મંડળી વચ્ચેના વિવાદોને નિવારવા માટે મારે હતો, જે પોતે જે તે મંડળીઓના પ્રમુખોનો ઉપરી અધિકારી હતો. અને તેને પોતાનાં સ્થાન અને સત્તાની બાબતમાં અર્વાચીન સમયના શેરિફ અથવા નગરપતિ (મેયર) ને સમકક્ષ ગણી શકાય. M.1.222. A.5.350, Comp.Jat.3:401 and perhaps Rigbeda X 19 શ્રીમતી રાઈસ ડેવિઝની યાદી નીચે મુજબ છે.' 1 કાષ્ઠના કારીગરો સિથારો - મિસ્ત્રીઓ) . 2 ધાતુકામના કારીગરો (કંસારાઓ) 3 પાષાણકાર્યના કારીગરો (શિલ્પીઓ) વસ્ત્રગુંફનકારો (વણકરો). ચર્મકારો (ચમારો) 6 કુંભકારો (કુંભારો) હસ્તિદતના કારીગરો (મણિયારા) 8 રંગરેજો (છીપાઓ) - ૨૯ - Page #253 -------------------------------------------------------------------------- ________________ 1. 9 ઝવેરીઓ (સુવર્ણકારો અને રત્નકલાકારો) 10 માછીમારો (ઢીમરો). 11 કલાઈઓ (ખાટકીઓ). 12 વ્યાધ્રો (શિકારીઓ) તેમજ પ્રાણીઓ પકડનારાઓ 18 રસોઈયાઓ અને કંદોઈઓ (સુખડિયાઓ) 14 કેશકર્તનકારો અને માલિશ-ચંપી કરનારાઓ 15 પુષ્યના હાર બનાવનારાઓ અને પુષ્પ વિતરકો (માળીઓ) 16 સમુદ્ર સાહસિકો (નાવિકો – ખલાસીઓ - ખારવાઓ) 17 વિદૂષકો અને છાબ (ટોપલીઓ) બનાવનારાઓ 18 ચિત્રકારો કાષ્ઠના કારીગરો એ સુથારો હતા, જેઓ વહાણો, ગૃહો અને સર્વ પ્રકારનાં વાહનો બનાવતા. અને જેનો વારંવાર પુનરાવર્તિત નિર્દેશ કરવામાં આવ્યો છે તે શ્રેષ્ઠવાહન વ્યવરયા) ઉપરથી આપણે કલ્પી શકીએ કે આ પ્રકારની કળામાં તેમણે સંપૂર્ણતા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. તેઓ ગૃહોનું નિર્માણ કરતા અને રાજાનો પુત્ર પણ આ કાર્યમાં સંપૂર્ણપણે અજ્ઞાની હતો નહિ. ધાતુકામના આ કારીગરો દ્વારા સર્વ પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્ર અને કૃષિ માટેનાં સાધનો પૂરાં પાડવામાં આવતા. પાષાણની ઈમારત, પાષાણની દીવાલો અને કિલ્લાઓ, પાષાણનાં સોપાનોવાળી સીડીઓ, આછી કોતરણી કોતરેલા સુંદર સ્તંભો, આ સર્વે બાબતો દર્શાવે છે કે શિલ્પીઓ પણ પોતાના કાર્યમાં ઊણા ઊતરે એવા ન હતા. તેમનો પોતાનો મહાનગરોના નિર્માણમાં પણ ફાળો રહેતો. જનતા અને ભિખુઓ પોતે જે વસ્ત્રોથી આચ્છાદિત રહેતા તેના શ્રેયને લાયક વસ્ત્રગુંફનકારો (વણકરો) હતા. મહાવીરે તેમના સંસારત્યાગના પ્રસંગે પરિધાન કરેલા એક લક્ષ મુદ્રાની કિંમતના વસ્ત્રના (જોકે આ વસ્ત્ર ઈશ્વરદત્ત હતું એમ માનવામાં આવે છે) કરવામાં આવેલા નિર્દેશ ઉપરથી સુંદર મલમલના વસ્ત્રના અસ્તિત્વ અને ઉત્પાદન અંગે આપણે કલ્પના કરી શકીએ. વસ્ત્રનું ગુંફનકાર - ૨૩૦ - Page #254 -------------------------------------------------------------------------- ________________ આવાં વસ્ત્રોનું ઉત્પાદન કરવાનું જ કેવળ જાણતો હતો એવું ન હતું, કિન્તુ બે ટુકડા (વસ્ત્રના) ને જોડવામાં પણ તેઓ અદ્ભુત પ્રાવિય ધરાવતા હતા. દીધ્ધતિકાય (એ નામનો ગ્રંથ) નિર્દેશ કરે છે કે તેઓ શેતરંજીઓ, ધાબળા, ચાદરો અને ગાલીચા પણ બનાવતા હતા. 5. પતિનોવસ્થા શિયાળામાં ભાઈઓ દ્વારા પહેરવામાં આવતી પાવડીઓનો નિર્દેશ કરે છે અને ચર્મકારીગરો દ્વારા બનાવવામાં આવતી ભરતકામ કરેલાં કિંમતી પગરખાંનો પણ તે નિર્દેશ કરે છે. 1 P.861-881. Also ret. Eco, Journal 1901 615 fastha qortahibRa, Refer to those who build houses 2.1.7 કુંભકારો : એક અત્યંત જાણીતી દલીલ છે કે ધૂમ્રનું અસ્તિત્વ અગ્નિની ઉપસ્થિતિ દર્શાવે છે અને કુંભ એ કુંભકારની ઉપસ્થિતિ દર્શાવે છે. તેથી કાર્યનું અસ્તિત્વ તેના સર્જકની તરફેણની દલીલ કરે છે. મહાવીરના સમયમાં ઘણા શ્રીમંત કુંભકારો હતા. અગાઉ તે પૈકીના એક વિશે નિર્દેશ કરવામાં આવ્યો છે તે તેને ઘણી દુકાનો હતી અને તે તેની કળામાં પ્રવિણ હતો અને ધન ઉપાર્જન કરવામાં કુનેહબાજ હતો એટલું જ નહિ, કિન્તુ ધાર્મિક સંપ્રદાયના સદસ્યોની પરોણાગત કરવામાં પણ તે પર્યાપ્ત પ્રમાણમાં સુસંસ્કૃત હતો. હતિદૂત કારીગરો પણ નાની નાની ઘણી ચીજવસ્તુઓ તૈયાર કરતા હતા, ખૂબજ જાણીતા ચત્તા જાતક – હસ્તિની કથા (જ અન્ય કોઈ નહીં, કિન્તુ બુદ્ધ પોતે જ હતા) કે જેને ષટુ ઇંતુશળ હતા અને તેણે સ્વેચ્છાથી પોતાના જંતુશળો અર્પણ કર્યા હતા. રંગરેજો – જે વસ્ત્રો રંગતા હતા. (મજિઝમમાંથી ઉપમા અલંકાર.) ઝવેરીઓ કે જેમણે પોતાની કળા પ્રાચીન ગ્રંથોમાં રત્નોની યાદી આપી છે તનુસાર અત્યંત સુંદર રીતે વિકસાવી હતી અને કેટલાક ઝવેરીઓએ તેમનું હસ્તકૌશલ્ય બારીક કોતરણીના સ્વરૂપમાં રજૂ કર્યું હતું, જે તેમની પારંગતતાને ઉચ્ચ સ્તરે લઈ જાય છે. 10. માછીમારો પણ હતા, જેમનો વ્યવસાય મસ્યો પકડવાનો, તે મત્સ્યો જનતાને વેચવાનો અને તે પૈકીનો સર્વોત્તમ જથ્થો રાજાને આપવાનો 7. - ૨૩૧ - Page #255 -------------------------------------------------------------------------- ________________ હતો. 11. ખાટકીઓનો એક વિશિષ્ટ વર્ગ હતો, જેમને હંમેશા સોપાકિ, અને વાંડા એવાં નામોથી સંબોધવામાં આવતા હતા. બાકીના લોકો તેમને તિરસ્કારની દષ્ટિએ જોતા. એવી નોંધ કરવામાં આવી છે કે બુદ્ધનું મૃત્યુ ગુન્ટ નામના કસાઈને ત્યાં ડુક્કરનું માંસ ખાવાથી થયું હતું.' 12. તે પછી વ્યાધ્રો અને પ્રાણીઓ પકડનારાઓ આવતા. રાજાઓ પણ આખેટના શોખીન હતા. અને જાતક કથાઓ પૈકીની એક દર્શાવે છે કે મૃગ અથવા સસલાનો શિકાર સૌથી વધારે શ્રેષ્ઠ ગણાતો. (આ ભૂમિના) આદિવાસીઓ કે જેઓ આર્ય આક્રમણકારોથી ડરી ગયા અને અરણ્યમાં નાસી ગયા તેમણે આ વ્યવસાય સ્વીકાર્યો. 18. તદુપરાંત એ જમાનામાં પાકશાસ્ત્રીઓ (રસોઈયાઓ) અને કંદોઈઓ (સુખડિયાઓ) પણ હતા. 14. કેશકર્તનકારો અને ચંપી કરનારાઓ પણ હતા. તેઓ મહેનતપૂર્વક પાઘડીઓ તૈયાર કરવાનું કૌશલ્ય પણ ધરાવતા હતા. સર્વે પ્રકારની શ્રેષ્ઠ વિવિધતા ધરાવતા મસ્તકના પોષકો (શિરત્રાણો) નો ઉદ્દભવ આ કેશકર્તનકારોને આભારી હતો. 16. પુષ્પ માળાઓ બનાવનારાઓ અને પુષ્પોના વ્યાપારીઓ પણ હતા, જેઓ ધાર્મિક બાબતોમાં પણ રસ ધરાવતા હતા. તેઓ સુંદર પુષ્પમાળાઓ બનાવતા હતા અને ખાસ કરીને રજાના દિવસોએ ખરીદ - વેચાણના સોદાઓ સારા પ્રમાણમાં કરતા હતા. 16. અત્યંત પ્રાચીન સમયથી વહાણવટુકરનારાઓને તેનાથી આનંદ પ્રાપ્ત થતો અને તે તેમનું મન બહેલાવવાનું સાધન હતું અને ગમે એટલાં સંકટો સામે પણ વારંવાર દરિયાઈ સફરે જવામાં તેઓ થાકતા નહીં. 17. વિદુષકો અને છાબ (ટોપલીઓ) બનાવનારાઓ પણ તેમના ધંધામાં પ્રવૃત્ત) હતા. 1 नरिंद जाई अहमा नराणां सोवाग जाई दुहओ गयाणं 2 Ajjuna malagara - Antaga dasao . chapter VI . - ૨૩૨૫ Page #256 -------------------------------------------------------------------------- ________________ 18. ચિત્રકારો પણ (એ સમયમાં) હતા. આપણે (ગ્રંથમાં) વાંચીએ છીએ કે આ ચિત્રકારો તેમણે દોરેલી આકૃતિઓ અને નકશી વડે નૃપતિઓનાં આનંદભવનોને સુશોભિત કરતા અને તેઓ નિષ્ણાત ચિત્રકારોના પુરોગામીઓ તરીકે તેમની જાતને શ્રેષ્ઠ સાબિત કરી શક્યા હતા અને નિષ્ણાત ચિત્રકારો પાછળથી ઈસવીસનની સાતમી અને આઠમી શતાબ્દિમાં તેમણે અજંતાની પ્રાચીન ગુફાઓમાં તેમની કળાને શ્રેષ્ઠ રીતે રજૂ કરીને તેમની જાતને સર્વોત્તમ તરીકે સાબિત કરી હતી. કેવળ રાજાની યાદી કે શ્રીમતી રાઈસ ડેવિડ્ઝની યાદી પણ પર્યાપ્ત નથી. એવાપણ કેટલાક વ્યાવસાયિકો હતા કે જેમને તેમની પોતાની અલગ મંડળી ન હતી તેમ છતાં પણ તેઓ તેમના પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર કક્ષાએ પહોંચી શક્યા હતા. 1 આવા ઉદાહરણ તરીકે સંગીતજ્ઞો હતા કે જેઓ આરામદાયક અને શ્રેષ્ઠ રીતે વિવિધ વાજિંત્રો વગાડી શકતા. કિન્તુ તેમાં સર્વસામાન્ય (વાજિંત્ર) વીણા હતી (સારંગીને મળતું આવતું તારવાળું વાજિંત્ર) અને બંને બાજુથી વગાડી શકાય એવું મટિંગ કે મૃદંગ હતું. આ સંગીતકારો ઉપર રાજદરબારની કૃપા રહેતી અને રાજાઓ ઘણીવખત તેમના પુત્રોને નિરાશાવાદના વિકરાળ ઓળાઓ ઘેરી ન લે તે હેતુથી તેમને અન્યત્ર વાળવા માટે તેમનો ઉપયોગ કરતા. સંગીતમાં નૃત્યનો પણ સમાવેશ થતો અને તે પ્રચીન સમયમાં પણ નર્તકીઓ હતી, જે નૃત્યકળામાં શ્રેષ્ઠ હતી અને જનતાને પ્રસન્ન કરી દેતી. આવી મનોરંજક ક્લાઓ ઉપરાંત વ્યાવહારિક વિજ્ઞાન પણ કંઈ ઓછું વિકાસ પામેલ ન હતું. ચિકિત્સાનું વિજ્ઞાન એ આ પ્રકારનું હતું. વર અને सुश्रुत તે સમયના ખ્યાતનામ અને શ્રેષ્ઠ વૈદ્યો હતા. પ્રાચીન કથાઓ : એ જમાનામાં એવા ઈજનેરો પણ હતા કે જેઓ એક જગ્યાને બીજી જગ્યા સાથે જોડતા ભૂગર્ભ માર્ગો ખોદી શક્તા. આવાં બોગદાંનો ઉપયોગ નાસી છૂટવા માટે, આક્રમણ કરવા માટે અથવા (કન્યાઓનાં) અપહરણ કરવા માટે થતો, આનાથી પણ યાદી પૂર્ણ થતી નથી અને સંપૂર્ણ વિગત પૂર્ણ અભ્યાસ ~ 233 ~ Page #257 -------------------------------------------------------------------------- ________________ કેટલાક અન્ય વ્યવસાયોની વધુ યાદી પૂરી પાડે છે, કે જે વ્યાવસાયિકો તેમની આજીવિકા તેમના વ્યવસાય દ્વારા પ્રાપ્ત કરતા હતા. એવોજ એક (વર્ગ) કે જેનો અગાઉનિર્દેશ થયેલો નથી તે લહિયાઓનો વર્ગ છે અને આપણે જાણીએ છીએ કે પજ્યોતના તાબામાં આવોજ એક શ્રેષ્ઠ પ્રવીણ લહિયો હતો. એવો એક વેપારીઓનો વર્ગ હતો કે જેઓ એક જગ્યાએથી માલનું બીજી જગ્યાએ વહન કરતા, જેમાં રેશમ, મલમલ, સુંદર બારીક પ્રકારનાં વસ્ત્રો અને છરી, કાતર ઇત્યાદિ કાપવાનાં સાધનો અને બખતર, કિનખાબ, ભરતકામવાળાં વસ્ત્રો અને ધબળા, અત્તરો અને દવાઓ, હસ્તિદંત અને હતિદંત પરની કારીગરી, રત્નો અને સુવર્ણ (ભાગ્યે જ રજત) આ બધી આ વ્યાપારીઓની વ્યાપારની ચીજો હતી. વિનિમયની પદ્ધતિ નાબૂદ થઈ ગઈ હતી, કિન્તુ (તેના બદલામાં) રાજ્યનાં નિયંત્રણ હેઠળની નવા ચલણી નાણાની પદ્ધતિએ તેનું સ્થાન લીધું ન હતું. ખરીદ વેચાણની સોદા હપના ના ચલણમાં થતા, જે લગભગ 146 રતિ વજન ધરાવતો તાંબાનો ચોરસ સિક્કો હતો અને વજનના પ્રમાણમાં તેની બાંહેધરી આપવામાં આવતી હતી અને આ (બાંહેધરી) ખાનગી વ્યક્તિઓ દ્વારા તેના પર કાણાં પાડીને કરેલાં ચિહ્નો દ્વારા આપવામાં આવતી હતી. 874 “રજતની મુદ્રાઓનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. 877 આજના હિસાબે આ દાપના (કાષાર્પણ) માંના તાંબાનું મૂલ્ય એક પેની (પેન્સ) ના છઠ્ઠા ભાગ જેટલું હતું. તેની ખરીદ શક્તિ તે વખતે આજના શિલિંગની ખરીદશક્તિ જેટલી જ હતી.” કેટલાંક મહાનગરો જે અત્યંત અલ્પસંખ્યામાં હતાં તેમાં વેપારીઓ એકબીજા પર હૂંડીઓ (Letter of credits) મોકલતા. તે વખતે બેંકોની વ્યવસ્થા નહીં હોવાને કારણે ધન કાંતો ઘરમાં રાખવામાં આવતું, અથવાતો જંગલમાં દાટી દેવામાં આવતું અથવા તો કોઈ મિત્રને ત્યાં મૂકવામાં આવતું. આવા નાણાંકીય વ્યવહારની લેખિત નોંધો રાખવામાં આવતી. આંગળીને વેઢે ગણી શકાય એટલી ઓછી સંખ્યામાં એ વખતે શ્રીમંત લોકો હતા. ત્યારે જમીનદારો ન હતા. 1 Story of tunda etc. 2 રાજા શ્રેણિક બિંબિસારનું ચલણાનું અપહરણ - ૨૩૪ - Page #258 -------------------------------------------------------------------------- ________________ “મોટા ભાગના લોકો પોતાની માલિકીની ભૂમિમાં કાં તો કૃષિ કરતા અથવા તો કોઈક હસ્તઉદ્યોગ કરતા. બંને વર્ગના લોકો પર તેમની પોતાની પસંદગીના સ્થાનિક આગેવાનની સત્તા ચાલતી.” તત્કાલીન આર્થિક પરિસ્થિતિઓનો ફરીથી આછો ખ્યાલ મેળવી લીધા પછી આપણે તે પછીનું કર્તવ્ય તત્કાલીન સાહિત્યિક પરિસ્થિતિઓનો કંઈક ખ્યાલ મેળવવાનું રહેશે અને તત્પશ્ચાત્ અંતિમ તબક્કામાં આપણે ઈસવીસન પૂર્વેની છઠ્ઠી શતાબ્દી અંગેના સર્વેક્ષણના અનુસંધાનમાં તત્કાલીન ધાર્મિક માન્યતાઓના એક અગત્યના મુદ્દા ઉપર જઈશું. સાહિત્યિક પરિસ્થિતિઓ : પ્રત્યેક તબક્કે સમાજનો વિકાસ તત્કાલીન લોકોની સાક્ષરતા ઉપર આધાર રાખે છે. સમાજમાં જેમ વધુ ને વધુ લોકો સાક્ષર હોય તેમ સમાજની આધારશિલા વધારે મજબૂત બને. કિન્તુ આ સાક્ષરતા કેવળ તેમના ઘન પર આધારિત ન હતી. હવે આપણે આપણું ધ્યાન એ પ્રાચીન સમય પર કેન્દ્રિત કરીશું મહાવીર અને બુદ્ધ જેવા ધર્મોપદેશકો જે સમાજમાં વિચરતા હતા તે ને સમાજ કેટલી હદે સાક્ષર હતો તે વિશે વિચારીશું. તે પ્રાચીન સમયમાં પણ લોકો લેખનકળાથી અજ્ઞાત ન હતા અને પ્રાચીન ગ્રંથોમાંથી આપણને લેખનની કળાના સંદર્ભો મળી આવે છે. Dialogues of Buddha-(P.11) નામનો ગ્રંથ) એક ભિખુએ ત્યાગવાની સંખ્યાબંધ વસ્તુઓનો સંદર્ભ આપે છે અને (GIR) અને વર્ણમાળા એ તેમાંની એક છે. આ બાળકોની એક રમત છે અને તેને “હવામાં રેખાકૃતિ દ્વારા દોરેલા અક્ષરોની કલ્પના કરવી” એ રીતે વર્ણવવામાં આવે છે.) બાળકોની રમતો પૈકીની વર્ણમાળાની આ રમત સારી રીતે રમવા માટે મૂળાક્ષરોનું જ્ઞાન અત્યંત આવશ્યક હોવું જોઈએ. | Vinaya 4(Tવર્ણમાલા કે લેખનકળા એ વિશિષ્ટ પ્રકારની કળા છે. એ રીતે તેની પ્રશંસા કરે છે. રાજાના મહેલના પ્રવેશદ્વારની દેવડી આગળ દ્વાર મંડપ આગળ નામ લખેલ ગુનેગારને ધર્મ સંપ્રદાયમાં પ્રવેશ નિષિદ્ધ હતો. એ જ રીતે લેખકના અંગે પણ સંદર્ભ આપવામાં આવ્યો છે. એમ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ લેખક તરીકેની કારકિર્દી - ૨૩૫ - Page #259 -------------------------------------------------------------------------- ________________ પસંદ કરે તો તે આરામથી તેમજ સુવિધાપૂર્ણ રીતે રહી શકશે, કિન્તુ બીજી બાજુએ તેની અંગુલિકાઓ દુખવા લાગશે. જો કોઈ વ્યક્તિ (લેખક) આત્મહત્યાથી થતા લાભ વિશે લખે, તો પછી તે લખાણના પ્રત્યેક અક્ષરદીઠ ગુનો કરે છે. લેખનકળાથી લોકો અજાણ ન હતા. લેખનકળા એ પ્રાચીન સુત્તો માટે સર્વસામાન્ય હતું, કિન્તુ તે પછીથી તે સામાન્ય વપરાશમાં ન હતું, તે યાદદાસ્તને મદદરૂપ થાય તે માટે કેવળ પ્રસંગોપાત્ત જ વપરાતું, પરંતુ ગ્રંથોની રચના વિશે કોઈ જ્ઞાન ન હતું. ભિખુની ખાનગી સંપત્તિમાં કોઈ હસ્તપ્રતનો સમાવેશ થતો ન હતો. સ્વાભાવિક રીતે જ પ્રશ્ન પેદા થાય છે કે આમ હતું તો પછી બુદ્ધના ઉપદેશોનો વિશાળ જથ્થો કેવી રીતે યાદ રાખી શકાતો હતો? પોતાના દ્વારા વારંવાર પુનરાવર્તન કરીને અને તેમના શિષ્યો તરફ તેનું વહન કરીને (બુદ્ધના) ઉપદેશો ગુરુ તરફથી શિષ્ય તરફ પસાર કરવામાં આવતા અને આમ કાવાર્ય પરંપરા દ્વારા ઉપદેશોનું વહન થતું. એ વખતના લોકોની શ્રેષ્ઠ સ્મૃતિનો (આપણે) આભાર માનવો જોઈએ કે તેમણે શ્રેષ્ઠ ઉપદેશો આ રીતે આપણા માટે સાચવી રાખ્યા હતા. સંન્યાસીઓ તેનો અભ્યાસ કરતા અને ગ્રંથોનું લેખન એ સમયમાં થતું ન હતું એ એક અપવાદ ગણી શકાય. ધર્મ ઉપર આવી પડનારાં સંકટોને ગણતરીમાં લઈને બુદ્ધ કહે છે કે સુંદર કાવ્યમય અતિ અલંકૃત એવાં સુત્તત્તાનું પુનરાવર્તન થતું હશે ત્યારે સંપ્રદાયના સભ્યો તેનું શ્રવણ કરશે અને તેની પ્રત્યે ખૂબ જ ધ્યાન આપશે અને તો જ તેમને મુખપાઠ કરવાનું શીખવા માટે લાયક ગણવામાં આવશે. કિન્તુ તેઓ વધુ પડતા આંટીઘૂંટીવાળા અને દાર્શનિક (આધારવાળા) પ્રબંધો અંગે ઊંડાણથી અભ્યાસ કરવાની બાબતની અવગણના કરશે.. * જ્યાં પણ લેખિત સ્વરૂપમાં પ્રબંધો હશે તો તેને તેઓ બને ત્યાં સુધી અવગણવાનું પસંદ કરશે. (વતિમોરવા) (એ નામનો ગ્રંથ)નો પ્રત્યેક ઘરમાં પ્રતિમાસ એક વખત મુખપાઠ થાય તે આવશ્યક હતું. એ સમયમાં જો આપસમાં ભાઈચારો હોય તો પણ, કોઈ પણને નિયમો કંઠસ્થ ન હોય તો તેમનામાંથી કોઈ એક યુવાન સભ્યને પડોશના ધાર્મિક વ્યવસાયના માણસો પાસે પતિમોવલ્લા શીખવા માટે મોકલવામાં આવતો. જો લેખન જ્યાં સામાન્ય - ૨૩૬ - Page #260 -------------------------------------------------------------------------- ________________ વપરાશમાં હોય તો તેઓ તેની નકલ મોકલવાનું પસંદ કરતા. કિન્તુ તેમ છતાં (સાર્વત્રિકપણે) સામાન્ય વપરાશમાં લેખનકળા જાણીતી નહીં હોવાથી હવે પછીનું આપણું કાર્ય ધાર્મિક ઉપદેશોના સંરક્ષણ માટે લેખનકળાની અજ્ઞાતતાનાં કારણોની તપાસ કરવાનું રહેશે. એ તદ્દન હકીકત હતી કે એક વિદ્વાન વ્યક્તિને તે જમાનામાં ‘સુવાચક’ તરીકે આજની જેમ ગણવામાં આવતો ન હતો, કિન્તુ તેને સુશ્રોતા વહુસ્તુતો તરીકે ઓળખવામાં આવતો. અને તેનું બિનઅસ્તિત્વ સાબિત કરવું અત્યંત મુશ્કેલ બનતું. પતિમોવવા જેવો એક નાનો પ્રબંધ પણ લેખિત સ્વરૂપમાં ન હતો, કિન્તુ કેવળ સ્મૃતિમાં જ રાખવામાં આવતો. વરસાદમાં બહાર નહીં જવાનો કડક કાયદો હોવા છતાં પ્રાચીન બૌદ્ધો તેમાં અપવાદ રાખતા અને તેમને પ્રખ્યાત સુત્તત્તા નો અભ્યાસ કરવા માટે વરસાદમાં પણ બહાર મોકલતા કે જેથી તેને વિસ્મૃતિમાં સરી જતું અટકાવી શકાય. જોકે તેની એક નકલ પ્રાપ્ત કરીને આ પરિસ્થિતિમાંથી સરળતાથી છુટકારો મેળવી શકાય એમ હતું, તેમ છતાં પણ તેઓ પ્રથમ વિકલ્પને જ પસંદ કરતાં. લેખિત બાબત નહીં પસંદ કરવાનાં કારણોનું મોટે ભાગે નિરૂપણ એ હતું કે અમલમાં ન મૂકી હોય તેવી (નવી) પદ્ધતિનો ઉપયોગ કરવાથી ડરતા હતા અને તેથી તેઓ એવી પદ્ધતિ પસંદ કરતા કે જેને તેમણે અત્યંત વધુ પ્રમાણમાં (વારંવાર) અજમાવી હોય અને તેથી તે તેમને અનુકૂળ અને સફળ લાગી હોય. એ સત્ય છે કે તે સમયમાં લેખન માટેના સાહિત્યની અછત વર્તાતી હતી, કિન્તુ જો તેમને તેમ કરવું જ હોય તો તેઓ તેમાંથી તે માટેનો માર્ગ પણ શોધી કાઢતા. વાસ્તવિક અસલ મુશ્કેલી કંઈક અલગ જ હતી. તે પ્રાચીન લોકો તેમના ધાર્મિક પ્રબંધોને અત્યંત પવિત્ર ગણતા હતા અને તેમને ડર હતો કે તેમનાં પવિત્ર સુજ્ઞોની લેખિત નકલો એવા ખોટા (અનાવશ્યક) લોકોના હાથમાં જઈ શકે કે જેમને તેના અભ્યાસમાંથી બાકાત રાખવામાં આવ્યા હોય અને જેઓને તેને માટેના થોડાક વિશેષાધિકાર ધરાવતા લોકોમાંથી પણ બહાર કરવામાં આવ્યા હોય. વળી જેઓ ધાર્મિક હોવાનો દાવો કરતા હોય એવા લોકો જ વિહારમાં મુખપાઠ કરવામાં આવતાં ધાર્મિક પ્રવચનોનું ~૨૩૦ × Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રવણ કરી શકતા. આમ ધર્મનો તુલનાત્મક અભ્યાસ કે જે વર્તમાનમાં કોઈ પણ વ્યક્તિ માટે શક્ય છે તે વ્યક્તિ પોતાની જાતને સર્વે ધાર્મિક માન્યતાઓમાંથી દૂર રાખી શકે તે કંઈક અંશે અશક્ય છે. કોઇ એક ખાસ ધર્મના ધાર્મિક ઉપદેશોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ પણ વ્યક્તિને તે ધર્મના કોઈ એક વ્યક્તિને પ્રગતિના પંથે લઈ જવા માટે પ્રતિબદ્ધ થવું પડતું. કારણ સ્પષ્ટ હતું કે આજે સામાન્ય છે તેમ તે જમાનામાં પણ એ બાબત સામાન્ય હતી એ કોઈ અન્ય મનુષ્યના સંપ્રદાયને વિકૃત રીતે રજૂ કરવો. હકીકત એ હતી કે ખોટી રીતે રજૂ કરવામાં આવેલી માન્યતાઓનો ખોટો અર્થ ઘટાવવામાં આવતો, સૂત્રોને ખોટી રીતે ઉપયોગમાં લેવામાં આવતાં અને પરિણામે સંપ્રદાયને ખોટી રીતે મૂલવવામાં આવતો. કોઈ વિષયના અયોગ્ય નિરૂપણમાંથી તેનું સંરક્ષણ કરવા માટે સંપ્રદાયનાં દ્વાર કેવળ તે સંપ્રદાયના પોતાના સભ્ય માટે જ ખુલ્લાં રહેતાં અને તેમને માટે આમ કરવું એ તદ્દન ન્યાયમુક્ત (વાજબી) હતું. આ પ્રતિબંધ કેટલાક કિસ્સાઓમાં અને ખાસ કરીને બ્રાહ્મણોની બાબતમાં ધર્મને વિશેષાધિકારવાળા કેવળ થોડાક લોકોના હાથમાં રાખવાનો શેતાની આનંદ હતો. ગુપ્તતા એ તેમનું ધ્યેય વાક્ય હતું. તેમના પોતાના હક્કો પર આવતા કાપથી તેઓ ડરતા હતા અને તેમના પોતાના સંપ્રદાય બહારથી આવતા તેમના પોતાના અધિકારોના દબાણની તેમને ધાસ્તી હતી, અને પાછળથી (લખાયેલા) બ્રાહ્મણ ગ્રંથો બ્રાહ્મણોના માનસના અંધકારભર્યા દુષ્ટ ખંડોનું દર્શન કરાવે છે. જો કોઈ શુદ્ર વેદોનું ગાન થતું હોય ત્યારે ઇરાદાપૂર્વક તેનું શ્રવણ કરે તો તેના કાનમાં પીગાળેલું સીસું રેડવું. જો તે તેનો મુખપાઠ કરે તો તેની જીભ કાપી નાખવી. જો તે તેની સ્મૃતિમાં સંરક્ષિત રાખે તો તેના દેહનાં બે ઊભાં ફાડિયા કરવાં” અને એ હકીકતની કોઈ પણ વ્યક્તિ ઉપેક્ષા કરી શકે નહિ કે આ વિચારને મહાન દાર્શનિકો તરફથી માન્યતા પ્રાપ્ત થઈ હતી. (Shanker Vedanta Sutras 1-3-88). આ સર્વે ભૂલભરેલી અને ઊંડાં મૂળ નાખી ગયેલી એવી માન્યતાઓને કારણે હતું ખુદ ઈશ્વરે વંશપરંપરાગત ધર્મગુરુઓને અન્યોને તે શીખવવાનો અબાધિત કે ~૨૩૮ ~ Page #262 -------------------------------------------------------------------------- ________________ અધિકાર પ્રદાન કરેલો હતો. (Mame 1.88 IX.317-319) તેઓ ઈશ્વર પાસે પણ તેઓ પૈકીના પ્રત્યેક જણની મહાન દિવ્યતાનો દાવો કરતા હતા. XI (85). 1 Gantam XII 4-6 આમ પ્રાચીન બ્રાહ્મણો તેમના પોતાના આવા લાભદાયી વ્યવસાય ઉપર દબાણને આમંત્રણ આપે એવા કોઈ પણ ખ્યાલનો ખોટી રીતે વિરોધ કરતા હતા. અને આપણે પૂર્વગ્રહ રહિત એવા વિદેશીઓનો આભાર માનવો જોઈએ કે પોતાના કોઈ સ્થાપિત હિત વિના તેમણે વિગતપૂર્ણ વર્ણન આપણને પ્રાપ્ત કરાવ્યું છે. તેથી અન્ય દેશોથી ઊલટું ભારતમાં આ એક વિચિત્ર પરિસ્થિતિ હતી કે લેખનકળાનો વિકાસ નહીં થયો હોવાને પરિણામે તેને સામાન્ય ઉપયોગમાં મૂકવામાં આવ્યું ન હતું. ખૂબ જાણીતા નહીં એવા સંન્યાસીઓ ધર્મગ્રંથોનો અભ્યાસ કરતા હતા અથવા તો તેનું પુનરાવર્તન કરતા હતા. જેઓ (આ બાબતમાં) અપવાદરૂપ હતા. તુલનામાં ખૂબ જ મોડેથી જે ચીજ (લખવા માટે) અત્યંત ઉપયોગી બની હતી તે બર્ચના ઝાડની છાલ, તામ્રપત્રો અને તાડપત્રો હતાં. હવે આપણે તે પ્રાચીન સમયમાં કઈ ભાષા મહદ્ અંશે વપરાશમાં હતી તે જોઈએ. બ્રાહ્મણ ગ્રંથો એવી રજૂઆત કરવાનો પ્રયત્ન કરે છે કે પ્રાચીન સમયથી લોકોની ભાષા શાસ્ત્રીય સંસ્કૃતી હતી, જેનો ઉપયોગ નાટ્યકલામાં પછીથી થવા લાગ્યો, અને કેવળ અભણ લોકો તેમજ નીચલા સ્તરના લોકો અન્ય ભાષાઓનો ઉપયોગ કરતા હતા. વાસ્તવમાં શરૂના સમયમાં લોકો ઘરગથ્થુ પ્રકારની બોલી બોલતા હતા અને તેમની બધી જ ચર્ચાઓ, ધર્મના જટિલ મુદ્દાઓ વિશેની ચર્ચા પણ ઘરગથ્થુ પ્રકારની દેશી ભાષામાં કરતા હતા. ભાષાની સમસ્યા ક્યારેય અવરોધરૂપ બનતી ન હતી અથવા ધર્મ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ ઉપરની ચર્ચાઓમાં પણ આડખીલીરૂપ બનતી ન હતી. - ૨૯ Page #263 -------------------------------------------------------------------------- ________________ ઈસવીસન પૂર્વેની છઠ્ઠી શતાબ્દીમાં પ્રવાસીઓ એવી ભાષામાં વાતચીત કરતા હતા કે સંસ્કારી ગૃહસ્થોમાં સામાન્ય હતી, જે સ્થાનિક બોલીઓને મળતી આવતી હતી. (ઉદાહરણ તરીકે) જે રીતે લંડનની અંગ્રેજી ભાષા સમરસેટશાયર, ફોર્કશાયર અને એસેકસમાં બોલાતી બોલીઓને મળતી આવે છે.” આ પ્રમાણે શ્રીમતી રાઈસ ડેવિડ્ઝ કહે છે, અને તેણે મુદ્રાઓ (સિક્કાઓ) તેમજ ધર્મગ્રંથોના અભ્યાસના આધારે કોઈ પણ જાતના વાંધા વિરોધ વગર દર્શાવ્યું છે કે તે વખતે વપરાતી પ્રાચીન ભાષા પાલિ હતી અથવા તો તેને મળતી આવતી એવી કોઈ ભાષા હતી. Goringa Ms. peppe's Vases અને સત્યદમન (ઈસવીસનની દ્વિતીય શતાબ્દી) પહેલાંની મળી આવેલી પ્રાચીન મુદ્રાઓમાંથી પણ આજ વાત પ્રગટ થાય છે. સમય જતાં ભાષા અત્યંત રૂઢિગત બની ગઈ અને બલિ આપવાની વિધિ માટેની કૃત્રિમ મૃત ભાષા ઉપયોગમાં લેવાતી ગઈ. અને ધીરે ધીરે લોકોની જીવંત ભાષા સંપૂર્ણપણે વિસરાતી ગઈ. તે દર્શાવે છે કે, “પરિવર્તન પામેલી ભાષાએ યોગ્ય વારસ તરીકેનું સ્થાન લીધું. પરોપજીવીઓની (દેશી બોલીઓની) અતિ વૃદ્ધિ થઈ અને જીવંત વૃક્ષ (સંસ્કૃત ભાષા) કે જેમાંથી તેઓ પોતાનું પોષણ મેળવતાં હતાં અને જેમાંથી તેઓ જન્મ પામ્યાં હતાં. તેને જ મુરઝાવી નાખ્યું. ઈશુ પછીની કેટલીક શતાબ્દીઓ બાદ સંસ્કૃત આ દેશમાં) એક વિદેશી ભાષા જેવી બની ગઈ. તે જમાનાની ત્રણ ખ્યાતનામ વિદ્યાપીઠોની સાહિત્યિક સિદ્ધિઓનાં પરિણામો હજી આજે પણ આપણા માટે ઉપલબ્ધ છે અને આ ત્રણેય વિદ્યાપીઠોની કાળજીભરી તુલના અને ઝીણવટભરી તપાસ દ્વારા આપણે સત્યના અંશો સુધી પહોંચવાની અપેક્ષા રાખી શકીએ. વળી યુરોપિયન વિદ્વાનોએ ઉપલબ્ધ બ્રાહ્મણીય ગ્રંથોનો ઉપયોગ કરીને તેમજ તેઓ તેમના હરીફ હોવા છતાં આ બ્રાહ્મણ લોકો તરફ કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યા સિવાય તેમણે તેમનો (આ ગ્રંથોનો) સામૂહિક રીતે સંદર્ભ લેવા માટે વિશ્વાસ કર્યો. આવા કોઈક પર્વગ્રહયુક્ત સ્ત્રોતમાંથી ઈતિહાસ રચવાનો પ્રયત્ન કરવો એ કોઈ પણ ઇતિહાસકાર માટે પ્રમાણભૂત હોઈ શકે નહિ. તે તો માત્ર બ્રાહ્મણો, બૌદ્ધો અને જૈનોના કાર્યની અને તેમની (ઇતિહાસકારોની) પોતાની ગુણવત્તાને લીધે જ આપણે સત્ય સુધી પહોંચી શકીએ આમ - ૨૪૦ - Page #264 -------------------------------------------------------------------------- ________________ (મિ.જેકોબી પણ આમ જ કહે છે) “બુદ્ધ અને મહાવીરના સમયના તત્કાલીન દાર્શનિક વિચારો અંગેના બૌદ્ધ અને જૈન અહેવાલો જે અતિ અલ્પ પ્રમાણમાં હોવા છતાં તે યુગના અભ્યાસના હેતુસર ઈતિહાસકારો માટે અત્યંત મહત્ત્વ ધરાવે છે.”] ભાષાકીય અને મુદ્રાલેખ સંબંધી પુરાવાઓ જેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે તે સર્વે જૈનોની તત્કાલીન પરંપરાઓની વિશ્વસનીયતા અને આ વિશિષ્ટ વિગતોની ચોક્સાઈ એ બંને અંગે ઘણી બાબતોમાં નિર્ણાયક બને છે. અપૂર્ણ હોવા છતાં પણ જાણીતા જૈન અહેવાલો ઐતિહાસિક રીતે જરાયે ઓછા મહત્ત્વના નથી કારણ કે તેઓ એ તબક્કાનો પુરાવો આપે છે કે જેમાં તે પ્રાચીન (વખતના લોકો) ઓછા સંસ્કારી અને વધુ પડતા આદિવાસી જેવા હતા તેઓ (જૈન અહેવાલો) ભારતની પ્રાચીન ભૂગોળ, સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ અંગેના સંદર્ભો ઘણી મોટી સંખ્યામાં ધરાવે છે, કે જે અત્યારલગી અત્યંત અપૂર્ણરીતે સમજવામાં આવ્યા હતા. અહીં આપણી પાસે વર્તમાનમાં ભારતીય ઇતિહાસ માટે અગત્યનું સાહિત્ય છે કે જે અત્યંત અપૂર્ણ રીતે ઉપયોગમાં લેવામાં આવ્યું છે. વાસ્તવમાં તે અન્ય સંપ્રદાયો કે જેને આપણે બૌદ્ધો કહીએ છીએ તેમના વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતા અહેવાલો સાથે અત્યંત સામ્ય ધરાવે છે. "To be made use of in sources' એ પુસ્તકના દ્વિતીય પ્રકરણમાં મિ. રાઈસ ડેવિડ્ઝ જ્યારે નીચે દર્શાવ્યા મુજબની રજૂઆત કરે છે, ત્યારે તે ખૂબ જ સાચો છે. ભારતીય ઇતિહાસનો ઝાંખો અને મૂંઝવણમાં મૂકે એવો ખ્યાલ હોવા છતાં આપણે તે અંગેનો ખ્યાલ મેળવવા માટે ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખીશું કે જ્યાં સુધી ધર્મગુરુઓના ખ્યાલોની ચકાસણી થાય અને તેમાં અન્ય ખ્યાલોના ઉપયોગ દ્વારા લાગણી પૂર્વક અને યોગ્ય પ્રમાણમાં સતત ઉમેરણ થાય કે છે આજે પણ સંશોધનના હેતુ સર ખુલ્લા છે. 1 Rhys Davids Buddhist India-P.147 2 Jain Sutras XX VII, P-160 - ૨૪૧ - Page #265 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એક વિદ્વાન લેખકે અત્યંત વિરોધાભાસી રીતે ધર્મને અજ્ઞાન લોકો માટે અફીણ સમાન વર્ણવ્યો છે. આર્ય સંસ્કૃતિના આરંભના દિવસોમાં જ્યારે વ્યક્તિની આર્થિક સ્થિતિ સ્થિર બની ત્યારે સામાન્ય માનવી માટે ધર્મ અંગે ચિંતન અને અટકળો કરવા માટે પૂરતો સમય ઉપલબ્ધ થયો. આ અટકળો લોકોની ક્લ્પના અનુસાર તેમજ પડોશના સમાજોની અસ૨ અનુસાર પરસ્પરથી ખૂબ જ અલગ પડતી હતી. એવા લોકો અત્યંત અલ્પ હતા અથવા ઘણું કરીને બિલકુલ ન હતા કે જેઓ ધર્મોના આ રીતે ભાગ પડતા નિવારી શકે. બહુમતી લોકો માટે એ મન બહેલાવવાનું સાધન હતું (ધર્મચર્યા) અને કોઈ ખાસ ખ્યાલ (ધર્મ વિશેનો) ને પકડી રાખવાનું અને તે સમયે સ્વીકૃત પવિત્ર ધર્મગ્રંથો આધારે અને તેમના પોતાના સંપ્રદાયને અનુકૂળ સિદ્ધાંતોને ટેકો આપવાની તેમજ તેમને ખરા સાબિત કરવાની તે સમયની ફેશન હતી. આના પરિણામે ધર્મ અંગે અરાજક્તા વ્યાપી, એ સમયની પ્રત્યેક બુદ્ધિમાન વ્યક્તિએ જીવન જીવવાની અન્યોથી અલગ એવી તેની પોતાની રીત વિકસાવી કે જે ધર્મોની માન્યતાઓની ભુલભુલામણીમાંથી તેણે પોતે તારવી કાઢેલી ધારણાઓ ઉપર આધારિત હતી. તે પોતાની આસપાસ શિષ્યોની ટોળી ભેગી કરતો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભ્રમણ કરતો. આવાં જૂથોના આગેવાનોની તેમની પોતાની વચ્ચે પ્રસંગોપાત્ત ચર્ચાઓ થતી અને આ ઉદ્દેશ્ય માટે સભાખંડો બાંધવામાં આવતા 1 લિચ્છવીઓનો તેમની રાજધાની વૈશાલીની નજીકના વિશાળ જંગલમાં ચર્ચા માટેનો શમિયાણોઅનેશ્રાવસ્તીના રાણી મલ્લિકાના ઉદ્યાનમાં આવેલું જનપદભવન એક ખાસ જૂથના અનુયાયીઓ અને તેના બરોબરિયા જૂથના અનુયાયીઓ કે સભ્યો વચ્ચે આવી ચર્ચાઓ અવારનવાર થતી. વિરોધી જૂથની તેના બરોબરિયા જૂથ સાથેની ચર્ચામાં અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો. મોટા ભાગના કિસ્સાઓમાં હરીફ જૂથોને મળતાં દાન તેમજ સાધન સામગ્રી એક જ નહોય તો પણ સમાન પ્રકારના તો અવશ્ય રહેતાં. પ્રાચીન બૌદ્ધગ્રંથોએ આ વિવિધ પ્રકારના લોકોની ૦૪૨ Page #266 -------------------------------------------------------------------------- ________________ માન્યતાઓનાં વર્ણનો આપણા માટે સાચવી રાખ્યા છે. આવા લોકો એક્બીજાથી તદ્દન વિભક્ત નહીં હોવા છતાં એકબીજાથી તદ્દન અલગ રીતે ઓળખી શકાય તેવાં જૂથોમાં વહેંચાયેલા હતા. આવું એક (જૂથ) યતિઓનું હતું કે જેઓ પોતાની જાતને ગૃહસ્થ જીવનથી અલિપ્ત કરી દેતા હતા અને નજીકનાં જંગલોમાં રહેવાનું પસંદ કરતા અને તેઓ ત્યાંથી (જંગલ)માંથી મળી આવતા કંદમૂળ અને શાકભાજી ઉપર અથવા તો નજીકના સમાજમાં વહેલી સવારે જઇને મેળવેલા દાનમાંથી પોતાનો ગુજારો કરતાં. આ યતિઓ પોતાનું જીવન જંગલોમાં જ વ્યતીત કરતા. એવા બીજા હતા કે જેઓ પરિવ્રાજકો અથવા પરિભ્રમણ કરનારા સંન્યાસીઓ તરીકે ઓળખાતા. તેઓ તેમને માટે નક્કી કરેલા નિયમો અનુસારની સમયમર્યાદા કરતાં વધારે સમય માટે કોઈ એક સ્થળે ક્યારેય મુકામ કરતા ન હતા. પ્રત્યેક કિસ્સામાં આવી સમયમર્યાદાઓ નક્કી કરવામાં આવતી અને કેવળ કોઈ વિશિષ્ટ સંજોગોમાં જે તે વધારવામાં આવતી. (બૌદ્ધો માટે પણ આજ પ્રકારની સમયમર્યાદા નક્કી કરવામાં આવતી હતી.) આવા યતિઓ અને વિચરતા સંન્યાસીઓને નજીકના સમાજો દ્વારા આદર અને પૂજ્યભાવથી જોવામાં આવતા હતા નજીકના ગામના સંસારી લોકો આવા ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિઓ (યતિઓ અને વિચરતા સંન્યાસીઓ) પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવા માટે ભેટસોગાદો લઈને તેમની પાસે જતા કે જેઓ (યતિઓ વગેરે) તેમની પ્રસંગોપાત્ત મુલાકાત લેતા. આવી બે મહત્ત્વની વ્યક્તિઓ કે જેમની આસપાસ દૂરદૂરથી લોકોનાં ટોળાં તેમને આદર આપવા તેમજ તેમને આનંદથી ધ્યાનપૂર્વક સાંભળવા માટે એકઠાં થતાં તે બૌદ્ધ સંઘો (કે જે ભિખ્ખુઓ તરીકે ઓળખાતા)ના આગેવાન તેમજ જૈન સંઘો (કે જે નિહંતો તરીકે ઓળખાતા)ના આગેવાન હતા કે જેમની વિસ્તૃત કથા આપણે પછીથી જોઇશું. એ નોંધવું જોઈએ કે ધર્મમાં વ્યાપેલી આ અરાજકતા એ હકીકતને કારણે હતી કે ઊભરતા સંપ્રદાયોની તરફેણમાં ધીરે ધીરે બ્રાહ્મણો પોતાનું સ્થાન ગુમાવતા જતા હતા. બ્રાહ્મણ ધર્મગુરુઓ તેમની સત્તા નીચેના સમુદાયો પરની પકડ લાંબો સમય સુધી જાળવી શક્યા નહિ. તેમની ~283~ Page #267 -------------------------------------------------------------------------- ________________ હાજરીમાં પણ ધર્મની બાબતમાં ઘણી નવી માન્યતાઓ એકાએક ફૂટી નીકળતી કે જે અંગે બ્રાહ્મણીય ગ્રંથો અન્ય રીતે માનતા હતા. બધી જ શાખાઓમાં ધીરેધીરે આવું પરિવર્તન કેવી રીતે આવ્યુ તેનું અભ્યાસપૂર્વકનું પૃથક્કરણ શરૂ કરતાં પહેલાં અને બ્રાહ્મણોએ જે મુદ્દાઓને વધારે મહત્ત્વ આપ્યું હતું તેની ચર્ચા કરતાં પહેલાં એ ધ્યાનમાં રાખવું એ આપણા માટે અતિશય અગત્યનું છે કે ધર્મનાં દ્વાર જાતિ કે જ્ઞાતિના આધાર પર કોઈને માટે પણ પ્રતિબંધિત ન હતાં. ધર્મની ભૂમિકા ઉપર તેમના વિરોધીઓને મળવા (ધર્મ ચર્ચા કરવા) જતી મહિલા યતિઓ વિશે પણ આપણે સાંભળીએ છીએ. ઉચ્ચ કક્ષાએ રહેલી સ્ત્રીઓ પણ બુદ્ધિયુક્ત ચર્ચાઓમાં છૂટથી ભાગ લેવાનો સમય ફાળવતી. શુદ્રોને બાદ કરતાં, બાકીના ત્રણેય વર્ગો બ્રાહ્મણ, ઉમરાવો (ક્ષત્રિયો) અને વૈશ્યો પૈકીની કોઈ પણ વ્યક્તિ ધાર્મિક જીવન પસંદ કરી શકતી. ઉંમરની બાબતમાં પણ તે અંગે કોઇ જ બાધ ન હતો. બ્રાહ્મણોએ આશ્રમોનો સિદ્ધાંત બાંધવાનો પ્રયત્ન કર્યો અને તદનુસાર પ્રત્યેક ધાર્મિક વ્યક્તિએ બધા જ ત્રણે આશ્રમો (બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ)નો અનુભવ લેવો આવશ્યક ગણવામાં આવતો. પરંતુ આ આશ્રમોને ચુસ્ત રીતે વળગી રહેવાનું ન હતું અને પછીથી બુદ્ધે રાજા પસેન્દીને બોધ આપ્યો હતો કે એક રાજકુમાર એક ઝેરી નાગ, અગ્નિ અને ધાર્મિક મનોવૃત્તિવાળી વ્યક્તિ એ સર્વેની તરફ તેમની ઉંમરને ધ્યાનમાં ન લેતાં આદરયુક્ત રીતે વર્તવું જોઈએ. (સંદર્ભઃ સંયુત્તનિકાયઃ રાણી મલ્લિકા અને પર્સન્દી) બૌદ્ધ ધર્મગ્રંથો આપણને જીવનોપયોગી વિષયમુદ્દાઓ અંગેની વિવિધ માન્યાઓની યાદી આપે છે. આ માન્યતાઓની સંખ્યા 64 જેટલી છે. આપણે એ જાણતા નથી કે ક્યું કોઈ ખાસ જૂથ આ બધી માન્યતાઓને અનુસરે છે. પરંતુ આ યાદી રસપ્રદ અને માહિતી પ્રદ છે. સંદર્ભઃ (ભા કપિલાની) આ યાદી આપણને આપવા ઉપરાંત બૌદ્ધ ધર્મગ્રંથો ભિખ્ખુઓનાં વિવિધ જૂથોની રસપ્રદ યાદી આપણને આપે છે. આ જૂથો તેમના આગેવાનના નામે ઓળખાતા. આ જૂથોનાં કેવળ નામો સિવાય આપણે તેમના વિશે અન્ય કોઈ વિગતો જાણતા નથી એટલા આપણે ખોટમાં છીએ, ~૨૪૪૨ Page #268 -------------------------------------------------------------------------- ________________ કિન્તુ કેવળ આ નામો પણ તેમની જીવન જીવવાની ઢબ અંગે આપણને કિંઈક ખ્યાલ આપે છે અને એક વિદ્વાન લેખક દ્વારા આપવામાં આવેલી આ યાદી હું અત્રે પ્રસ્તુત કરું છું. આ યાદી નીચે મુજબ છે : (1) મુંડા સાવકો : સાવલિંગના શિષ્યો (2) જાતકો કે જેઓ ગૂંથેલા વાળ રાખતા યતિઓ કે જેઓ બ્રાહ્મણો હતા તેઓ તથા અન્ય શિષ્યો આમ કરતા કારણ કે આમ કરવા માટે સંન્યાસીઓ માટે નિયમ હતો. મોગાન્ધીલ્લો : ઘણું કરીને આ નામ તેના સ્થાપક ઉપરથી આવ્યું છે. કિન્તુ આપણે તેના વિશે અન્યથા કશું જ જાણતા નથી. તોડાન્તિકો : “બેવડો ધ્વજસ્તંભ ધરાવનારા' ઘણું કરીને આ નામ બૌદ્ધ સમાજે એવા પરિભ્રમણકર્તાઓ (જેઓ યતિઓ ન હતા)ને આપવામાં આવ્યું હતું કે જેઓ બ્રાહ્મણો હતાં. નિયમો અનુસાર તેમને તેમના વાળ ગૂંથવાની છૂટ ન હતી, પરંતુ કાં તો તેમનું મસ્તક સંપૂર્ણપણે બોડાવેલું રાખતા અથવા તો કેવળ શિખા બાકી રહે તે રીતે બોડાવતા. અવિરુદ્ધકો : “મિત્રો તેમના વિશે આપણી પાસે કોઈ વિગતો નથી અને તે કોઈ એક ખાસ સમાજનું ઉપનામ હોય તેમ જણાય છે. તે આપણને રાજા કોનીયની “અજાતસતું' એવા ઉપનામની યાદ આપે છે. (6) ગોતમકોઃ “ગોતમના અનુયાયીઓ ઘણું કરીને તેઓ બુદ્ધના પિતરાઈ ભાઈ દેવદત્તના અનુયાયીઓ હતા એમ ખાતરીપૂર્વક કહી શકાય. તેણે બૌદ્ધ સંપ્રદાયની વિરુદ્ધમાં આ સંપ્રદાયની સ્થાપના એવા આધાર ઉપર કરી હતી કે તે (બૌદ્ધસંપ્રદાય) આહાર અંગેના નીતિનિયમોની બાબતમાં નરમ (કડકાઈ વગરનો) છે અને યતિજીવનની કડકાઈની હિમાયત કરતો નથી. (આપણે તેમના વિશે સવિસ્તર તેને એક મહત્ત્વની શાખા ગણીને જોઈશું કે જે ધર્મભેદને કારણે ઉદ્દભવ પામી હતી. મહાવંશ અન્ય ઘણીશાખાઓની યાદી આપે છે કે જે સિદ્ધાર્થ ગૌતમના સિદ્ધાન્ત રૂપી છોડના મુખ્ય થડમાંથી મૂળભૂત રીતે ઉદ્ભવી - ૪ - Page #269 -------------------------------------------------------------------------- ________________ હતી.) (7) દેવમ્બિકો : તેઓ કે જેઓ દેવોનો અથવા કદાચ એક ઇશ્વરનો ધર્મ અનુસરતા હતા, પરંતુ આપણને આ પદનો ચોક્કસ અર્થ મળતો નથી. આ જૂથો પૈકીના પ્રત્યેકના સૂચિતાર્થો માટે આપણે ચોક્કસ નથી, કારણ કે આ નામો વત્તેઓછે અંશે વિશેષણો છે અને વાસ્તવમાં તે વિરોધી જૂથોને લાગુ પડે છે. Rhys Davidsએ દર્શાવ્યા અનુસાર તે બધાં જ આજીવિકાનાં સાધનોને ધ્યાનમાં લેતાં શુદ્ધ હોવાનો દાવો કરે છે. (આસિવિકાની જેમ જ કે જેનો અભ્યાસ આપણે પછીથી કરીશું.) અપ્રતિબંધિત હોવું (જેમકે નિગન્થો), મિત્ર હોવા જેમ કે આવિરુદ્ધકો, જટિલ પરિવ્રાજકો સિવાયના તે બધા જ ભિખ્ખુ યતિઓ હતા. (પરિવ્રાજકો અર્થાત્ ભિખ્ખુઓ) આ બધાં નામો ધીમે ધીમે એક વર્ગ કે સંપ્રદાયના સભ્યો માટેનો વિશિષ્ટ અર્થ ધરાવવા લાગ્યા. પરંતુ આ યાદીમાંથી તાપસો તરીકે ઓળખાતા યતિઓના એક વર્ગને બાકાત રાખવામાં આવ્યો હતો. તેઓ તાપસો એવા નામથી તેમના તપને કારણે ઓળખાતા હતા. તે શબ્દશઃ (અર્થમાં) મનોવિકારો, લોભ, ક્રોધ, ઈર્ષ્યાનું ટૂંકમાં સર્વે નબળાઈઓને નાબૂદ કરવા માટેનું દહન હતું, કિન્તુ આ નિર્મૂલન સ્વાભાવિક પ્રેરણાગત છે અને તેથી તેને નાબૂદ કરવું ઘણું અધરું છે. આ દેહ સ્પષ્ટ રીતે આત્માથી ભિન્ન છે એમ વિચારવામાં આવે છે. કેવળ આત્માની ઊંચાઈ શ્રેષ્ઠતમ હોવી જોઈએ. આત્માને ઉન્નત કરવા માટે જન્મજાત વૃત્તિઓને કોરાણે મૂકવી જોઈએ અને તેમને કોરાણે મૂકવા માટે ‘મારું’ માંથી ‘મન’ને અલગ કરવાની સંકલ્પના ઉપયોગી બનશે. તે વખતે યતિઓ મનોવિકારોને નષ્ટ કરવા માટે વખતોવખત તેમના દેહને અપાર્થિવ પરાકાષ્ઠાની યાતનાઓ આપતા હતા અને એ રીતે દેહરૂપી પાત્રને આત્માને (વસવા માટે) યોગ્ય બનાવતા હતા. આમ તેઓ જ્ઞાનેન્દ્રિયોના આનંદ દ્વારા દેહ અને આત્માના અદ્વૈત અંગેની લાગણી પેદા કરતા હતા. અને કોઈ પણ વ્યક્તિને આરામદાયક અને સગવડભરી જિંદગી એમ બંને તરફ દોરી જતા હતા. જોકે વાસ્તવમાં બધા જ સમયના સંન્યાસીઓ કષ્ટને આવકારતા ન હતા, પરંતુ સુખસગવડને નકારતા હતા. (તેઓ માનતા . ૨૪૬ ~ Page #270 -------------------------------------------------------------------------- ________________ કે) દેહની તાલીમ માણસમાંથી સંન્યાસી બનાવે છે. જે વ્યક્તિ લાગણીઓ પર નિયંત્રણ દ્વારા તેમને કાબૂમાં રાખે છે તે “જિતેન્દ્રિય' અર્થાત્ ઈંદ્રિયવિજેતા” એટલે કે ઋષિ અથવા ઈસાઈ ગણાય છે. એ યોગ્ય છે કે આવી વ્યક્તિઓ કે જેઓ સુખસગવડને નકારતી હતી અને પોતાની જાતને મરજિયાત પણે, પરાકાષ્ઠાની યોતાનાઓને હવાલે કરતી હતી તેમને આદરયુક્ત ભયની દૃષ્ટિથી, શક્ય એટલી અન્ય લોકો કરતા વધારે સારી પવિત્રતાની દૃષ્ટિથી જોવામાં આવતી હતી કારણ કે તેઓ પોતાની જાત ઉપર કાબૂ ધરાવતા હતા તેમજ મજબૂત મનોબળ ધરાવતા હતા. પરંતુ આવું જાત ઉપરનું પ્રભુત્વ એ દેહને મજબૂત મનોબળ દ્વારા નિયંત્રણમાં રાખવા માટે મનુષ્યને વિકાસ (આત્માના) માટે શક્તિમાન બનાવવા માટે સર્વોત્તમ શ્રેષ્ઠતા બની રહી. મહાવીર વર્ધમાન આ પોતાની જાત પર પરાકાષ્ઠાની યાતનાઓ આપવા અંગે ઓછા પ્રભાવિત થયા ન હતા. તેમણે સ્વ ઉપર પરાકાષ્ઠાની યાતનાઓને અને તેપને સ્વ ઉપરના પ્રભુત્વ સ્થાપન તેમજ મનોબળ વિકસાવવા માટેનાં મહત્ત્વનાં અને અનિવાર્ય પરિબળો તરીકે પારખાં કે જેઓ યોગ્ય સમયે કોઈને માટે આનંદ અને કષ્ટથી પર રહી શકે એવા પોતાના “સ્વ'ને ઉન્નત કરવા માટે અનિવાર્ય પુરવાર થયાં. પરંતુ આ આચરણો કેવળ હેતુ સિદ્ધિનાં સાધન બની રહ્યાં અને જેઓ આ આચરણોને પોતાને માટે કેવળ હેતુ સિદ્ધિનાં સાધન તરીકે ગણતા હતા અને તેઓ કેવળ દુન્યવી પદાર્થોને પ્રાપ્ત કરવા તેમજ લોકો ઉપર સતત ધાક બેસાડવાના પ્રયત્ન રૂપે ગણતા હતા તેમને માટે તેઓ (આચરણો) કનિષ્ઠ પ્રકારના પાખંડમાં પરિણમ્યાં. જોકે એ અંગે કોઇ શંકા નથી કે આ આચરણો તેમને શ્રેષ્ઠ શક્તિઓ (પોતાનામાં) પેદા કરવા માટે તેમજ તેમને વિકસાવવા માટે મદદરૂપ બન્યાં, પરંતુ તેઓ દ્વારા આ સંન્યાસીઓનાં મન વિકૃત થયાં. તેનાથી તેમની સ્વપ્રયત્ન મેળવેલી સ્વસ્થતા અને સાધુતા હણાઈ અને તેઓ ધર્માધ, માનવજાતની ભલાઈ વિશે શંકાશીલ અને દુનિયા માટે તિરસ્કાર ઘરાવનાર અને સહેલાઈથી ઉત્તેજિત થઈ જાય તેવા બન્યા. આવા દુનિયા પ્રત્યે શંકાશીલ અને તિરસ્કાર ધરાવનાર વ્યક્તિઓએ સ્વૈચ્છિક રીતે તિરસ્કૃત જીવન જીવવાનું સ્વીકાર્યું અને સમગ્ર - ૪ - Page #271 -------------------------------------------------------------------------- ________________ બાબતોને આ રીતે જોવાની રીતવાળા તેઓ ગુફાવાસીઓને મળતા આવતા હતા કે જેઓ પોતાની ગુફામાં બૉડ) કૂતરાની જેમ જીવતા હતા. આવા લોકોનું વાસ્તવિક રીતે પૃથક્કરણ કરવામાં આવ્યું છે અને યોગ્ય રીતે તેમને નીચે મુજબ વર્ણવવામાં આવ્યા છે. “(આખોયે ટાપુ મનુષ્યોએ પ્રકાશથી ભરી દીધો છે અથવા કદાચ ખાલી કરી દીધો છે.) તેઓ કે જે પોતાને યતિ અથવા એકાંતવાસીઓ તરીકે ઓળખાવે છે, કારણ કે તેઓ પોતાની ક્રિયાઓના કોઈ સાલી ન હોય તેમ એકાંતમાં જીવવાનું પસંદ કરે છે. તેઓ કુદરતી બક્ષિસો ગુમાવી દેવાના ડરથી ભયભીત હોય છે અને રખેને તેઓ અત્યંત દુઃખી બની જાય તેવા ખ્યાલથી તેઓ સ્વૈચ્છિક રીતે કંગાલિયતભરી જિંદગીને ભેટે છે. કેવી હાસ્યાસ્પદ પસંદગી છે! કેવી અવળી સમજ છે ! માનવીય સ્થિતિ પ્રત્યેના આશીર્વાદ કુદરતના)ને ટેકો આપવાને બદલે અનિષ્ટોથી ડરવાની આ તે કેવી વિડંબણા! આ વિષાદય ગાંડપણ એ કોઈ રોગની અસર છે અથવા કોઈ અપરાધની સભાનતા છે જે આવા દુઃખી માનવીઓને તેમના પોતાની કાયાઓ ઉપર પરાકાષ્ઠાની યાતનાઓ આપવા માટે પ્રેરે છે, કે જે (યાતનાઓ) કોઇ ભાગેડુ ગુલામોને ન્યાયાધીશના હાથે સજારૂપે ફટકારવામાં 24141 14.” (T.W. Rhys Davids" History of the growth of religion". Lecture-IV) . આવી સમજ વાસ્તવમાં ખોટી જક્કવાળી અને પસંદગી હાસ્યાસ્પદ પુરવાર થઈ કે જ્યારે આવા તાપસોએ તપને જ તેમને પોતાને માટે અંતિમ ઉદેશ તરીકે માન્ય રાખ્યું. તે અન્યો ઉપર પોતાની શ્રેષ્ઠતા સ્થાપિત કરવા માટે તેણે પોતાની જાત ઉપર આચરેલી પરાકાષ્ઠાની અણઘડ યાતનાઓને પરિણામે જીતેલ અસામાન્ય શક્તિઓનો ઉપયોગ મોટે ભાગે કરતા હતા અને તપથી કશ થઈ ગયેલા એવા આ સંન્યાસીઓ જલદીથી ક્રોધિત થઈ જતા અને ગુસ્સો પ્રેરે એવા નજીવા કારણસર તેઓ તેમનો મિજાજ ગુમાવી દેતા અને ક્રોધના અતિશય હિંસક સ્વરૂપમાં આવી જતા. બૌદ્ધ ધર્મગ્રંથોએ આવા તાપસો પૈકી કેટલાકની ગણના કરી છે. જેમનો તેમણે ખરેખર ગૌતાપસ અને જાનતાપસ એવાં નામોથી ઉલ્લેખ કર્યો છે. માનવીય સ્વરૂપમાં હોવા છતાં તેઓ પૈકીના પ્રથમ ગાયની જેમ - ૨૪૮ - Page #272 -------------------------------------------------------------------------- ________________ રહેતા હતા, ચાર પગે ચાલતા હતા અને સ્વૈચ્છિક રીતે ઘાસ ખાઈને જીવતા હતા. દ્વિતીય (પ્રકારના તાપસો) સ્વૈચ્છિક રીતે કૂતરાઓની જેમ જીવતા હતા. જૈન ધર્મગ્રંથો આપણને કેટલાક વધારે પ્રકારના પુરાવાઓ આપે છે. હસ્તિતાપસો કે જેઓ દર વર્ષે એક મોટા હસ્તિને મારીને ખાઈ જતા અને છતાં તેઓ તેમની જાતને અહિંસક ગણાવતા. દિનકર્તા : સ્ત્રી સ્વરૂપની આસપાસ તેઓ એકઠા થતા અને ગૃહસ્થાશ્રમીઓ કરતાં પણ ખરાબ વર્તન કરતા, તેઓ તેમના વિરોધીઓને ફટકારીને શાંત કરવામાં સહેજે આનાકાની કરતા નહિ, તેઓ બાળકના જેવી બકબકથી અશાંત બનતા નહિ અને તેઓ વધુને વધુ અવાજ ઉત્પન્ન કરીને આનંદ પામતા. એવા સંન્યાસીનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે જે તેના પોતાના જ પ્રકારનો (વિશિષ્ટ) હતો. તે સૂર્યની શેકી નાખે તેવી ગરમીમાં પોતાની જાતને પરાકાષ્ઠાની યાતના આપતો અને એક કીડાને પણ બળબળતા સૂર્યમાં મરવા દેતો નહિ આ મોટાઓના ભોગે નાના, સૂક્ષ્મ અને બિનમહત્ત્વના જીવનું રક્ષણ કરવાનો કિસ્સો હતો. કોઇની પોતાની જાતમાંથી અસહ્ય ઉખા પ્રગટ કરીને જીવતો માણસ મૃત્યુ પામે તે રીતે તેને બાળી નાખવાની અસામાન્ય શક્તિને ભૂલીને તે આમ કરતો. જેમની વચ્ચે મહાવીર વિચરતા હતા અને જેમની સાથે સંબંધ ધરાવતા હતા તેવા સંન્યાસીઓના પ્રકારોનો કંઈક ખ્યાલ મેળવ્યા પછી આપણે એવી સંકલ્પનાઓનો અભ્યાસ કરવા પ્રયત્ન કરીશું કે જે લોકો ઉપર મજબૂત પકડ ધરાવતી હતી અને સમયે સમયે તેમના દૃષ્ટિબિંદુને બદલી શકતી હતી તથા ઘડી શકતી હતી. પરંતુ દૃષ્ટિબિંદુને બદલનાર અને ઘડનાર આ સંકલ્પનાઓ સ્થાયી ન હતી, કિન્તુ તે ધીમા પરન્તુ નિયમિત ફેરફારો પામતી અને નૂતન આકારો ધારણ કરતી હતી. જૂની વ્યવસ્થા ફેરફાર પામતી અને સૂક્ષ્મ રીતે નવા સ્વરૂપો માટે જગ્યા કરી આપતી. પ્રથમ અને મહત્ત્વની સંકલ્પના “દેવ' વિશેની હતી. એ ઈશ્વર કે દેવ, વિશેનો ખ્યાલ કે જે તેના આરંભમાં આપણને પ્રાચીન આર્યોના અને કદાચ એથીયે આગળના વૈદિક સમયમાં કે જેમાં નિર્જીવ વસ્તુઓમાં - ૨૪૯ - Page #273 -------------------------------------------------------------------------- ________________ આત્માનું આરોપણ કરવાની અંધશ્રદ્ધા પ્રવર્તતી હતી તે સમયમાં પાછા લઈ જાય છે. આર્યો પૂર્વેની જાતિઓનું પૂજાનું અત્યંત શરૂઆતનું સ્વરૂપ નાગો અને વૃક્ષોની પૂજાનું હતું. નાગો એ વાસ્તવમાં સાપ ન હતા, પરંતુ મસ્તકના પહેરવેશ તરીકે નાગ નું ચિહ્ન) ધારણ કરનારા મનુષ્યો હતા. આ નાગલોકોને સાપ માનવાનો ગૂંચવાડો પેદા થયો હતો. અગાઉના દક્ષિણ ભારતીયો આ બંને સ્વરૂપોની પૂજા કરતા હતા. આજે પણ દક્ષિણ ભારતીયોમાં સાપની પૂજા અત્યંત પ્રચલિત છે. દેવ અંગેનો ખ્યાલ વિવિધ કારણોથી ઉદ્ભવ્યો જેમાંનું પ્રથમ ભીતિ અથવા ભય, બીજું કૃતજ્ઞતા અથવા અહેસાનની લાગણી અને ત્રીજું આદરયુક્ત ડર અથવા ભક્તિભાવ હતું, અને કેટલાક કિસ્સાઓમાં બધાંજ કારણો સંયુક્ત રીતે હતાં. આમ ઇન્દ્રદેવ કે જે વીજળી, વરસાદી તોફાન અને વરસાદના દેવ હતા તેમને ભય અને કૃતજ્ઞતાને કારણે આદર આપવામાં આવતો હતો. એ જ રીતે લોકો ગાય અને નદીની પૂજા તેમની તરફના કૃતજ્ઞતાના ચિહન રૂપે કરતા હતા. ઉપરોક્ત કારણો સિવાય પણ લોકોને અત્યંત ગમતી એવી ભાગ્યની દેવી (શ્રી)ની પૂજા પણ તે સમયમાં કરવામાં આવતી હતી. એ સમયમાં લક્ષ્મીની પૂજા પણ પ્રચલિત હતી. ભાગ્યની દેવી (શ્રી)ની પૂજા લોકપ્રિય રીતે એવા લોકો દ્વારા કરવામાં કે જેઓ હંમેશાં વિપુલતા અને સમૃદ્ધિને બક્ષિસ તરીકે ઈચ્છતા હતા. લોકોમાં સમાન રીતે લોકપ્રિય એવી વૃક્ષની પૂજા હતી. વૃક્ષની પૂજા લોકપ્રિય ત્રણ વિચારોને કારણે બની. લોકો વૃક્ષની પૂજા કરતા કારણકે તેઓ છાયા, ફળો અને કાષ્ઠ માટે (વૃક્ષના) કૃતજ્ઞ હતા અને આ હકીકત ઈચ્છાપૂર્તિ વૃક્ષ (કલ્પવૃક્ષ)ની કલ્પનામાં પરિણમી. (આવું જ ગાયની બાબતમાં પણ બન્યું). બીજો વિચાર (કલ્પના) કે જેણે લોકોના માનસ ઉપર પકડ જમાવી તે એ હતો કે કેટલાંક વૃક્ષોમાં દેવોનો વાસ હતો અને જ્યારે આવાં વૃક્ષની પૂજા કરવામાં આવતી અથવા ત્યાં દીવો કરવામાં આવતો ત્યારે તેમાં વસતા દેવો પ્રસન્ન થતા અને ભક્તની ઈચ્છાઓ પૂર્ણ કરતા એજ પ્રમાણે જ્યારે કોઈક તે વૃક્ષને અથવા તો તેની ડાળને કાપે ત્યારે તેમાં વસનાર) દેવ નાખૂશ થતા. આજે પણ જુવાન કન્યાઓ કે સધવા સ્ત્રીઓ દ્વારા વૃક્ષની પૂજા - ૨૫૦ - Page #274 -------------------------------------------------------------------------- ________________ એટલા માટે કરવામાં આવે છે કે અનુક્રમે તેમના પતિ અને સંતાનો ઉપર દેવના આશીર્વાદ ઊતરે એમ તેઓ ઈચ્છે છે. (સુજાતાનું દષ્ટાંત આ પ્રકારનું છે.). આ પ્રકારની પ્રજાની લોકપ્રિયતાને ટેકો આપવા માટે જવાબદાર ત્રીજો વિચાર (લ્પના) છે કે કેટલાંક વૃક્ષો સાથે પવિત્રતાનો ખ્યાલ જોડાયેલો છે. કેટલાક ખ્યાતનામ ધર્મોપદેશકોને સર્વે વસ્તુઓ અંગેનું જ્ઞાન થવાનો (જને તેઓ સર્વજ્ઞતા-કેવળ જ્ઞાન તરીકે ઓળખાવે છે) પ્રકાશ પાથરનાર (કેટલાંક) વૃક્ષો હતાં (એમ મનાય છે, અને તેથી તેઓ પવિત્ર અને પૂજા માટે યોગ્ય ગણવામાં આવતાં હતાં. પીપળાનું વૃક્ષ કે જેની નીચે ગૌતમ કેવળજ્ઞાની-દષ્ટા-બુદ્ધ-બન્યા અને શબ્દશઃ જ્ઞાનનો પ્રકાશ પામ્યા છે ત્યાર પછીથી તેમના અનુયાયીઓ દ્વારા બોધિવૃક્ષ તરીકે પૂજાવા લાગ્યું. આ વૃક્ષની ડાળીઓ જુદા જુદા સમયે કાપીને અન્યત્ર જુદી જુદી જગ્યાએ રોપવામાં આવી. આપણે જાણીએ છીએ કે સંઘમિત્રો અને મહેન્દ્ર (રાજા અશોકનાં પુત્રી અને પુત્ર) આવી ડાળ શ્રીલંકા લઈ ગયાં હતાં અને ત્યાં તેણે (ડાળીએ) ઘણા ચમત્કારો દર્શાવ્યા હતા અને ત્યાં તેની ઘણી જ પૂજા થતી હતી. દેવનું અસ્તિત્વ અન્યત્ર ક્યાંય નહીં, પરંતુ માણસોના મનમાં શોધવાનું હતું. અને કોઈ એક ખાસ દેવ અંગેની વ્યક્તિની સંલ્પના તેની પહેલાંની અને તેની પછીની પેઢીની વ્યક્તિની દેવ અંગેની સંકલ્પના કરતાં ભિન્ન હતી એટલું જ નહિ, પંરતુ એના એજ દેવ અંગેની વ્યક્તિની સંકલ્પના તેની પોતાની પેઢીની વ્યક્તિની (દેવ અંગેની સંકલ્પના) કરતા પણ ભિન્નતા ધરાવતી હતી. (સંદર્ભ Rhys Davids-Dialogus of the Buddha 1.15) આપણને પ્રાચીન સમયના લોકોની નિર્જીવ વસ્તુઓમાં આત્માનું આરોપણ કરવા અંગેની અંધશ્રદ્ધાઓની યાદી વિશે જણાવે છે તદનુસાર હસ્તસામુદ્રિક શાસ્ત્ર, બધી જ પ્રકારની ભવિષ્યવિદ્યા, આકાશી ઘટનાઓ પરથી તારવેલી શુકનવિદ્યા, સ્વપ્નોના અર્થઘટન પરથી ભવિષ્ય કહેવાની વિદ્યા, ઉંદરોએ કોરી ખાધેલાં કપડાં પરના ચિહનો પરથી ભવિષ્યકથન કરવાની વિદ્યા, અગ્નિને બલિ આપવો અને આને માટે એવી વિશિષ્ટ - ૨૫૧ - Page #275 -------------------------------------------------------------------------- ________________ સોબત શોધી કાઢવી, દેવોને વિવિધ પ્રકારનાં બલિદાન આપવાં, નસીબવંત સ્થાનો નક્કી કરવાં, મંત્રોનું રટણ કરવું, અન્ય પશુઓ અને પક્ષીઓ ઉપર સમાન પ્રકારની વિદ્યાઓનો ઉપયોગ કરવો, ફલ જ્યોતિષશાસ્ત્ર, ભવિષ્યવાણીની શક્તિ, (ઈશ્વરના) અવતારો દેવવતી જવાબ આપવાની વિદ્યા જાણનાર પૂજારીઓ, જેને દેવનો પવન આવ્યો હોય તેવી કન્યા દ્વારા અથવા અરીસાઓની મદદથી દેવો સાથે સલાહ મસલત કરવાની વિદ્યા, મહાનદેવની પૂજા, શ્રી (ભાગ્યની દેવી)નું આવાહન કરવું. મરદાઈની અગત્ય પેદા કરવા માટે મનમાં મંત્રોચ્ચાર કરીને દેવો પાસેથી શપથપૂર્વક વચન લેવું, પવિત્ર કાર્યને માટે જગ્યાઓ અર્પણ કરવી અને આવાજ પ્રકારની અન્ય બાબતો વિશે (ઉપરોક્ત સંદર્ભ) આપણને જણાવે છે) આનો અર્થ એવો થાય કે દેવ સાથે જોડાયેલા ખ્યાલો પ્રત્યેક વ્યક્તિએ બદલાતા રહેતા હતા અને આ વ્યક્તિઓ વચ્ચેનાં અર્થઘટનો વળી વધારે ભિન્નતાઓ પેદા કરતાં. જૂના દેવોની રાખમાંથી ધીરેધીરે પરંતુ ચોક્કસપણે નવા દેવો પેદા થતા. “જે વ્યક્તિ વિદ્વાન પંડિત તરીકેની જિંદગી જીવતો હોય, તે તેના પૂર્વજીવનને નિશ્ચિત પરિણામ સ્વરૂપે નવા દેવમાં મૂકતો અને તે નવા નામ હેઠળ લોકોના હૃદયમાં રાજ્ય કરતો.”બૌદ્ધકાળમાં ઈન્દ્ર ત્રિતા અને વરુણની જગ્યા લીધી અને પરિણામ સ્વરૂપે તેમની જગ્યા સાક્કાએ લીધી. અને તે પછીના સમયમાં બ્રાહ્મણીય સમયના પુનર્જીવન કાળમાં વરુણને સ્થાનભ્રષ્ટ કરી તેમની જગ્યા વિષ્ણુએ લીધી. એ નોંધવું જોઈએ કે સાથે સાથે જ જૂનાં નામો ચાલુ રહ્યાં. આમ સાકાએ સ્થાનભ્રષ્ટ કરવા છતાં પણ હજી ઈન્દ્રનો એ નામથી જ સંદર્ભ આપવામા આવે છે. પરંતુ આ નવા અને જૂના દેવો તરફ બૌદ્ધધર્મની વૃદ્ધિના સમયમાં અન્ય રીતે વર્તાવ કરવામાં આવતા હતા કે જેમાં ચોક્કસપણે અનાદર નહિ તો અનાસ્થા તો હતી જ. તેઓ (દેવો-નવા-જૂના) સ્વર્ગમાં પોતાનો સમય વ્યતીત કરવા સિવાય અન્ય કશું જ કરતા ન હતા, સિવાય કે, તેઓ મહાન જીવોની પૂજા કરતા હતા અને તેમનો સમય નોંધતા હતા અને આમ ને આમ તેમનો પુણ્યનો જથ્થો જમા થતો રહેતો હતો અને તેમને આપવામાં આવેલી સમય મર્યાદા પૂર્ણ થતાં તેઓ નીચે પૃથ્વી પર આવતા રહેતા હતા. છઠ્ઠી અને સાતમી શતાબ્દીના સમયમાં આ દેવો કેવળ નવા ધર્મોનાં - ૨૫૨ - Page #276 -------------------------------------------------------------------------- ________________ મંદિરોની (દીવાલોની) શોભા બનતા હતા કે જેથી એ મંદિરોની (દીવાલો) નગ્ન ન લાગે અને આમ તેઓ ભીંતચિત્રો તરીકેની અગત્ય ધરાવતા હતા અને છતાં પણ તેઓ ક્રમશઃ સર્વથા ખતમ થઇ ગયા ન હતા એ કારણથી કે (ભિન્ન) વિશિષ્ઠ હવામાનના છોડવાઓ નવી જમીનમાં પણ (ભલે પીમેથી પરંતુ) વિકાસ તો પામે છે. દરેક બાબત અંકગાણિતિક ચોક્સાઈ ઉપર આધારિત છે. કર્મના લોખંડી સિદ્ધાંત અનુસાર જે અગાઉથી નક્કી થયું હોય તેમાંથી અડધી પંક્તિ પણ કોઈ દેવ કે કોઈ ઉચ્ચકક્ષાનો માનવી ભૂંસી શકતો નથી.1 બૌદ્ધ ધર્મગ્રંથો? આપણને આ નવા અને જૂના દેવોની યાદી પૂરી પાડે છે કે જેમની તરફ હજી પણ લોકો આદરપૂર્વક જુએ છે. 1 વૃક્ષમાં દેવ વસે છે અને તે તેણીની ઇચ્છાઓ પૂર્ણ કરશે એમ વિચારીને તેણીએ રાંધેલું દૂધ (ખીર) જો તે પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરશે તો વૃક્ષના દેવને અર્પણ કરવાનું વિચાર્યું. તેણીની ઇચ્છાઓ પૂરી થવાના સુખદ પ્રસંગે તેણી દૂધ અર્પણ કરવા માટે ગઇ અને જ્યારે તેણીએ વૃક્ષ નીચે ગૌતમને જ્યારે બેઠેલા જોયો ત્યારે તેણે તેમને દેવ માન્યા અને તેમને દૂધ અર્પણ કર્યું: (સંદર્ભ : Mahasamaya Sutta. Digha-20-Tr-Dialogues of Buddha Vol.II Asantiya Suttanta. No. 32:) તેમાંના પ્રથમ કવિ નવા ધર્મોપદેશકને આદર આપવા માટે આવેલા દેવોને વર્ણવે છે, તેમાં બધા જ દેવોનો સમાવેશ કરવામાં આવેલ છે. P.220 પર આપવામાં આવેલી યાદીમાં તે દર્શાવવામાં આવ્યું છે. યાદી નીચે મુજબ છે. (1) પૃથ્વી પરના તેમજ મહાન પર્વતો ઉપરનાં પ્રેતો (2) પછી ચાર મહાન રાજાઓ ચારે દિશાઓ જેવી કે પૂર્વ અને દક્ષિણ અને પશ્ચિમ અને ઉત્તરના વાલીઓ (આ ચાર પૈકીના એક વેર-સાવશા કુબેર જે બાકીના બધા માટે ન્યાયી અને પ્રામાણિક વ્યક્તિ તરીકેનું વર્તન કરે છે.) નાગો અને ફુત્કારતા સાપો ઃ સામાન્ય આકારના નાગો પાણીની નીચે રત્નોથી વિંટાળાયેલા ડાળખીની જેમ મત્સ્ય પુરૂષ અને મત્સ્યકન્યાના આકારમાં હોય છે. શક્તિશાળી વૃક્ષપ્રેત ગરૂલો અથવા ગારૂડો (અર્ધ પુરૂષ, અર્ધ પક્ષી અને નાગોના આનુવાંશિક શત્રુઓ) 2 ~૨૫૩૨ Page #277 -------------------------------------------------------------------------- ________________ અહીં સુધીની યાદી સમજી શકાય એવી છે, પરંતુ હવે પછી જે યાદી આપવામાં આવે છે તે “વધુ કોયડા રૂપ છે અને તે વધુ તપાસ માગી લે છે.” ચંદ્રમાં, સૂર્યમાં, પવનમાં, વાદળમાં, ગ્રીષ્મની ગરમીમાં, વિવિધ માનસિક ગુણો ધરાવતા માનવસ્વરૂપમાં કલ્પેલા વિદ્યુતના દેવતાઓ, મેઘગર્જના અને વર્ષમાં રહેલાં પ્રેતો અને છેલ્લે સર્વોચ્ચ સ્વર્ગમાં રહેતા સનતકુમારો, બ્રહ્મા પોતે અને પારમત્તા જેવા દેવોની પણ ધારણા કરવામાં આવેલ છે. મનુષ્યો અને દેવતાઓ વચ્ચેના સંબંધોને બલિદાનો દ્વારા નિયમિત બનાવવામાં આવતા હતા. મહાપાતકી માણસ પણ એક્લો જ પોતાનાં કાર્યો બદલ બલિદાન (દેવોને) આપી શકતો. ધર્મગુરુની જાદુઈ લાકડી દુષ્ટ મનુષ્યને પણ સંતમાં ફેરવી શકતી અને ધર્મગુરુને ચૂકવવામાં આવેલ બલિનો લાભ વ્યક્તિના ખાતામાં જમા થતો. અને બલિની શુલ્કએ નાભિરૂપ હતી જેની આસપાસ બધું જ પરિભ્રમણ કરતું અને તેને માટેના નિયમો અવ્યક્ત હતા. હોપકિન્સ તેને આ પ્રમાણે મૂકે છે, શુલ્કના પ્રમાણમાં નિયમો ચોક્કસ હતા અને તેમને રજૂ કરનારાઓ લજ્જાયીન હતા. ધર્મગુરુઓ માત્ર ધન માટે જ વિધિઓ કરતા અને આ શુલ્કમાં કીમતી વસ્ત્રો, ગાયો, અશ્વો અથવા સુવર્ણનો સમાવેશ થતો હતો કોને કેટલું આપવું તે પણ કાળજીપૂર્વક દર્શાવવામાં આવતું હતું. સુવર્ણનો લાભ મહત્તમ હતો. આ માટે અમરત્વએ અગ્નિનું બીજ હતું અને તેથી ધાર્મિક વૃત્તિવાળા ધર્મગુરુ પ્રત્યે વિચિત્ર રીતે (લોકોની) સંમતિ હતી. એમાં કોઈ જ આશ્ચર્ય નથી કે આ ખર્ચાળ અને ગૂંચવાડાભરી પદ્ધતિ થોડાજ સમયમાં અપ્રિય બની ગઈ. મોટા ભાગના લોકોને પોતાના ભોગે થોડાક જ લોકો (ધર્મગુરુઓ)નો આવો અપરાધ લાંબા સમય સુધી પરવડ્યો નહિ. બલિ આપવાની યાંત્રિક ક્રિયા જેનુ કુદરતના ગર્ભમાં મૂળભૂત રીતે છુપાયેલી અંતઃસ્કુરિત શક્તિ દ્વારા થાય છે અને તે ધર્મગુરુઓની જાદુઈ કળાને લીધે થાય છે એ વાદ સામે થોડાક સમયમાં અસંતોષપ્રદ બન્યો અને મોટાભાગની વસ્તી ધર્મગુરુઓના સકંજામાંથી છૂટવાની આતુરતાપૂર્વક - ૫૪ - Page #278 -------------------------------------------------------------------------- ________________ રાહ જોઈ રહી હતી. જેઓ હજી સુધી બલિદાન પ્રથાને મજબૂતીથી પકડી રહ્યા હતા તેઓ બહુ જ ઓછી સંખ્યામાં હતા અને તેઓ લુચ્ચા. કલંકિત માણસો હતા જેઓ ધર્મગુરુઓ સાથેના ધનેચ્છપ્રેરિત લાલચુ સાંઠગાંઠથી પોતે કરેલાં ખોટી કાર્યો ધોઈને પોતાના અંતરાત્માને શુદ્ધ કરવાની ઈચ્છા ધરાવતા હતા. મોટી સંખ્યામાં લોકો રોજિંદા વ્યવહારની પ્રવર્થમાન સ્થિતિમાં પરિવર્તનને આવકારવા માટે તૈયાર હતા. આત્મા : આ બાબત ત્યારે અસ્તિત્વમાં આવી કે જ્યારે બ્રાહ્મણોએ તેમની બલિદાન આપવાની પ્રથાના આધાર માટે નિશ્ચિતપૂર્વક જાહેર કર્યું કે પ્રત્યેક મનુષ્યના દેહની અંદરના ભાગમાં આત્મા ચોક્કસપણે અસ્તિત્વ ધરાવે છે અને તેની અંદર ઊંડું અને પૂરતા પ્રમાણમાં (આત્માની) જીવન અને ગતિનાં વર્ણનો રહેલાં છે અને તેને અત્યંત અસ્પષ્ટ પદો દ્વારા વર્ણવવામાં આવેલાં છે. આમ બૃહદ આરણ્યક પ્રકરણ-4 તેને (આત્માને) “અંગૂઠા જેટલા કદનો છે અને હૃદયના પોલાણમાં વસે છે એ રીતે વર્ણવેલ છે.” (આરંભનાં અટકળો અનુસાર તેને જવ કે ચોખાના કદ જેવડો છે એ રીતે વર્ણવવામાં આવલે છે.) 1 સંદર્ભ : Religions of India Page 192 2 Rhys Davids P.252 to 255 આપણને વિવિધ બ્રાહ્મણીય ધર્મગ્રંથોમાંથી અભિપ્રાયોની યાદી આપે છે જે આ બાબતની સારી સમજ આપે છે તેથી અહીં તે સંદર્ભનો મેં નિર્દેશ કર્યો છે. Sylvain Devi P.9 Doctrine of socritice Ch. 2, Brahmans (1989) quoted from Buddhist India Page. 241 તેને આ બધી વસ્તુઓ સાથે સરખાવવામાં આવેલ છે અને તેમ છતાં પણ તે અતુલનીય છે. તેને (સંદર્ભ : Brihad Aranyak IV. 4-5) ધૂમાડા જેવા રંગના ઊન સાથે, ચિકટ પદાર્થ સાથે, જ્વાળા સાથે, સફેદ કમળ (પોયણાં) સાથે, વીજળીના ઝબકારા સાથે, ધુમ્રવિહીન દીવા સાથે અને તે દિમાગની સભાનતા, શ્વાસ, નયનો, કર્ણો, ભૂગર્ભજળ, અગ્નિ, ઇથર, ઉષ્મા અને ઠંડી, ઈચ્છા અને અનિચ્છા, ક્રોધ અને અક્રોધ, બધીજ ચીજોના શબ્દમાં રહેલા કાનૂન અને અકાનૂન વગેરેથી બનેલો છે તે રીતે વર્ણવવામાં આવેલ છે. (તેના અંગેનું) સર્વોત્તમ વર્ણન એ નકારાત્મક - ૨૫૫ - Page #279 -------------------------------------------------------------------------- ________________ છે અને તેના સાદશ્યમાં પણ તે (વર્ણન) હકારાત્મક વિચાર આપતું નથી. ધર્મગુરુ ઇચ્છે તે બધી જ ચીજોનો તે એક લોચા જેવી રચના છે. (1) કેટલાક પ્રકારના રોગોએ હકીકતને કારણે થાય છે કે આત્મા શરીરમાંથી બહાર નીકળી જાય છે. (અથર્વવેદ V.29-5) (2) એવા કેટલાક મંત્રો છે કે જેના દ્વારા આત્માને પાછો લાવી શકાય છે. (3) સ્વપ્નમાં પણ આત્મા શરીરની બહાર નીકળી જાય છે અને આત્માના આ બહાર ભટકવાને કારણે સ્વપ્નો આવે છે. (4) આવાં સ્વપ્નો સદ્નસીબની અથવા ભાવિ અનિષ્ટની નિશાની હોય છે. (5) આત્મા માટે કોઇ મનુષ્યને કોઇએ તોછડી રીતે જગાડવો જોઇએ નહિ કેમ કે, આત્માને (દેહમાં) પરત લાવવા માટેનો માર્ગ ચૂકી જાય તો પછી આત્મા પરત આવી શકે નહીં. (6) જેવી રીતે શિકારી બાજ આકાશમાં આમતેમ ભટક્યા પછી તે થાકી જાય ત્યારે તેના માળામાં પાછો ફરે છે, તેજ રીતે આત્મા પણ તેના (દેહમાં) માળામાં પાછો ફર્યા પછી સ્વપ્નો આવતાં બંધ થઇ જાય છે. (બૃહદનં. IV-3) (7) જ્યારે આત્મા શરીરમાં હોય ત્યારે 2000 ધમનીઓની મદદથી દેહમાં સર્વત્ર પ્રસરી જાય છે. કોઇને માટે એ જાણવું એ નવાઇજનક છે કે આત્મા શી રીતે શરીરમાં પ્રવેશ કરે છે અને તેમાંથી બહાર નીકળી જાય છે. આ અંગેના ઘણા સિદ્ધાંતો છે, પરંતુ તેમાંનો કોઈ પણ નિર્ણયાત્મક નથી. (8) કેટલાક નિશ્ચયપૂર્વક જાહેર કરે છે કે ગર્ભાધાન સમયે જ આત્મા શરીરમાં પ્રવેશ કરે છે. કેટલાક દાવો કરે છે કે ગર્ભ જ્યારે ચેતનવંતો બને (તે જ્યારે ગર્ભાશયમાં હલન ચલન શરૂ કરે) ત્યારે તે (આત્મા) તેમાં પ્રવેશ કરે છે અને કેટલાક દાવો કરે છે કે તે (આત્મા) જન્મ સમયે જ દેહમાં પ્રવેશ કરે છે. (9) બીજા કેટલાક (એ વાતને) દૃઢતાપૂર્વક ટેકો આપે છે કે દેહમાં આત્મા ખોપરીના સાંધામાંથી પ્રવેશ કરે છે. (તૈત્રેય 6.1) (10) આત્મા આંતરડા દ્વારા પ્રવેશ પામીને ઉપર તરફ જાય છે અને તે ૨૫૬ ~ Page #280 -------------------------------------------------------------------------- ________________ (આંતરડામાંથી) પેટમાં થઈને મસ્તક તરફ જાય છે. (11) ત્રણ વિચિત્ર અનુમાનો અનુસાર આત્મા એક પેઢીમાંથી બીજી પેઢીમાં પસાર થાય છે. (જે નીચે મુજબ છે.) (12) (અ) કેટલાક મનુષ્ય આત્માઓ ચંદ્ર તરફ જતી વખતે દેવનો આહાર બને છે અને તેમનાં સત્કર્મોના પરિણામે તેઓ દેવો સાથે જોડાઈને) તેમની સાથે એકાકાર થઈ જાય છે. (બ) તેમના સત્કર્મોની કાર્યસાધકતા ખલાસ થઈ જાય, ત્યારે તેઓ દેવોમાંથી તરલ (ether)માં, તરલમાંથી હવામાં, હવામાંથી વર્ષામાં, વર્ષામાંથી ભૂમિમાં, ભૂમિમાંથી છોડવાઓમાં પ્રવેશ પામે છે, જે પુરુષોનો આહાર બને છે અને પુરુષોમાંથી તે સ્ત્રીઓમાં પસાર થાય છે. મૃત્યુ સમયે, હૃદયનો ટોચનો ભાગ પ્રકાશિત થાય છે અને તે પ્રકાશથી માર્ગદર્શન પામીને આત્મા હૃદયમાંથી છૂટો પડીને ચક્ષુમાં અને ચક્ષુમાંથી કોઈ અન્ય શરીરમાં પ્રવેશ કરે છે. તે (અગાઉ) જે શરીરમાં રહેતો હતો અને પછી જેને તેણે : - ત્યજી દીધું તેમાં તેણે કરેલાં કર્મો અનુસાર તે ઉચ્ચ ગતિને પામે છે અથવા પામતો નથી. (18) જ્યારે મનુષ્યનાં સત્કર્મો પૂરાં થઈ જાય ત્યારે આત્મા ખોપરીના સાંધા દ્વારા બહાર નીકળીને બ્રાહ્મણમાં જાય છે. તે (આત્મા) જ્યારે બ્રાહ્મણમાં પ્રવેશ પામે છે તેની પહેલાં તેના માર્ગમાં અનેક અવરોધો આવે છે. (14) પરંતુ આ ઉપનિષદોમાં બહુધા અભિપ્રાયોની સંપૂર્ણ એકવાક્યતા જોવા મળે છે કે આ જન્મમાં (દેવને) બલિ આપવાથી અથવા તો તપ કરવાથી આત્માની પુનર્જન્મમાંથી મુક્તિ થતી નથી. ઈશ્વર સંબંધી અથવા જીવસંબંધી સૂક્ષ્મદષ્ટિ દ્વારા, પ્રત્યક્ષીકરણ દ્વારા, સંપૂર્ણ જ્ઞાન દ્વારા, એ બાબતની ખાતરી દ્વારા કે કોઈનો પોતાનો આત્મા મહાન આત્મા (ઇશ્વર) સાથે સામ્ય ધરાવે છે, શાશ્વત વાસ્તવિકતા દ્વારા આમ બને છે અને આ જ બાબત બધી જ ઘટનાઓનો અંતિમ આધાર સ્તંભ અને કારણ છે. - ૨૫o - Page #281 -------------------------------------------------------------------------- ________________ ઉપર આપેલો વિલક્ષણ અભિપ્રયાોનો સંગ્રહ આપણને તે સમયમાં આત્મા અંગે પ્રચલિત અભિપ્રાયોનો ખ્યાલ આપે છે. આ અભિપ્રાયો પૈકીનો છેલ્લો બલિદાન આપવાના બ્રાહ્મણીય સિદ્ધાંતથી સૂગ અનુભવતા લોકો માટે કંઈક આશા દર્શાવે છે. તેઓ પૈકીના કેટલાક સામાન્ય રીતે યોગીજીવનના વ્યવહારોનો ઉપયોગ કરે છે અને તેમને લોકો આદરપૂર્વક અને માનપૂર્વક જુએ છે. ઉપરના અભિપ્રાયો પૈકી છેલ્લો આપણને એ નિર્ણય તરફ દોરી જાય છે કે આત્મા એ મહાન આત્માનો એક મહત્ત્વનો અંશ છે અને તે પોતાની વર્તમાન સ્થિતિમાંથી ઉત્ક્રાંતિના ધીમાં ક્રમિક સોપાનો દ્વારા એક એક સોપાન આગળ વધે છે (અને ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરે છે.) અને મહાન આત્મામાં એકાકાર થઈ જાય છે. મહાન આત્મા સાથે એકાકાર થવાની આ બાબત મનુષ્યના પોતાના હૃદયની હિંમત દ્વારા પ્રેરણા પામે છે. તેમને માટે જાણવાની વધારે આનંદની વાત તો એ છે કે બલિદાન આપવાના બ્રાહ્મણીય સિદ્ધાંતનો ઉપયોગ તેમાં કરવામાં આવતો નથી તેમ છતાં તેમના પોતાના આત્માની વધુ ભલાઈ માટે કંઈક આશા રહે છે. આ ઈશ્વરીય ગેબી શક્તિના સિદ્ધાતે તેમને માટે નવો માર્ગ ખોલ્યો. બલિદાન આપવા સિવાયના સારું, ધાર્મિક અને સાધુજીવન દ્વારા તેઓ યોગ્ય રીતે ઈશ્વરની દયાની અપેક્ષા રાખી શકે. ઈશ્વરની સારાપણાની યાદીમાં સમાવેશ થવાની મક્કમ ભલામણની પણ તેઓ અપેક્ષા રાખી શકે. સત્કર્મો કરીને તેમજ સદ્ગુણી જીવન જીવીને કોઈ પણ વ્યક્તિ ઈશ્વર તરફથી પોતાની તરફેણ કરવા માટેની પ્રાર્થના કરી શકે. પરંતુ આ કેવળ ઈશ્વરની કૃપા જ છે એ ખ્યાલ હજી અનિવાર્ય ગણાય છે. દરેક વસ્તુ તેની ઇચ્છા પર આધાર રાખે છે. ઈશ્વરની કૃપા દ્વારા જ કોઈ પણ ઘટના બને છે અથવા બનતી નથી. જો ઈશ્વર તમારે પક્ષે હોય તો કોઈ પણ દિશામાંથી તમારી ઉપર કોઈ પણ હાનિ આવી પડતી નથી. બધી જ આપત્તિઓમાંથી તમે ચોક્કસપણે સહીસલામત બહાર આવી શકો છો. આત્માની ઉન્નતિનો તેમજ ઈશ્વરની કૃપાનો આ સિદ્ધાંત જૂનવાણી બ્રાહ્મણો દ્વારા પણ આવકાર પામ્યો. તેના જ જોરે તેઓ દાંડી પીટીને અને - ૫૮ - Page #282 -------------------------------------------------------------------------- ________________ રણશિંગું વગાડીને તેમના ઉચ્ચ કુળના જન્મ અંગે ગર્વપૂર્વક જાહેરાત કરી શક્યા.ઈશ્વરની કૃપા અને તેની તરફેણ દ્વારા જ તેઓની (સામાજિક) સ્થિતિ અને મોભો મળ્યો હતો. (એમ તેઓ જાહેર કરી શક્યા) તેમના ઉન્નત આત્મા અંગે તેઓ સુગમતાથી નિર્દેશ કરી શક્યા અને સાબિતી આપી શક્યા. નીચા કુળમાં જન્મેલા અને તિરસ્કાર પામતા રહેલા લોકો અન્યો તરફથી બેપરવાઈથી આદરથી વંચિત એવા દુઃખી અને ગરીબ રહ્યા અને આપખુદ સત્તાઓ દ્વારા કચડાયેલા રહ્યા. ઉમરાવશાહી દ્વારા તેઓ તેમનાં પોતાનાં કર્મોને લીધે તેઓ સહન કરતા રહ્યા કે જે તેમના અણઘડ આત્માનું જ પરિણામ હતું આવા લોકો પણ માફી મેળવી શકે છે અને ઈશ્વર તરફના ભક્તિભાવને લીધે આદરણીય કુળમાં જન્મ પામી શકે છે. - જ્યારે આવી માન્યતાઓએ મેદાન સર કરી લીધું હતું અને લોકોનાં મન પર કબજો જમાવ્યો હતો ત્યારે નૈતિકતાએ પીછેહઠ કરી હતી. જોકે તે બાબતે આત્માના શુદ્ધિકરણને મદદ કરી હતી અને એ રીતે તેને મહાન આત્મા સાથેના એકીકરણ માટે લાયક બનાવ્યો હતો, તેમ છતાં પણ હજી સુધી તે મહદઅંશે ઈશ્વરની શ્રેષ્ઠતમ અને હાવી થઇ જાય એવી શક્તિઓથી પ્રભાવિત હતા. તેની (ઇશ્વરની) ઈચ્છા તાત્કાલિક અમલમાં આવતી. વિશ્વના સર્જન અને વિનાશ એ બંને માટે તે (ઈશ્વર) જ જવાબદાર હતો. તે સર્વેસર્વા હતો. એક એવો તબક્કો આવ્યો કે ઈશ્વર અંગેના ખ્યાલનું લોકોના માનસમાં શ્રેષ્ઠ વર્ચસ્વ રહ્યું. સાથે સાથે ક્ષતિ રહિત ઈશ્વરના સકળ શક્તિશાળી પ્રભાવ સામે પણ ધીમો અણગમો અને કંઈક અમાન્યતા વૃદ્ધિ પામી. વધુ હિંમતવાળા સંપ્રદાયોએ તેમના લાયક આગેવાનોની આગેવાની હેઠળ ઢંઢેરો પીટીને જાહેરાત કરી કે વ્યક્તિનું ભાગ્ય તેના પોતાના વર્તન ઉપર આધાર રાખે છે. તે પોતે જ પોતાના ભવિષ્યને સુધારી કે બગાડી શકે છે. (આત્માની) ઉત્ક્રાંતિ (ઉન્નતિ)ના સિદ્ધાંતને મારી મચડીને કર્મના લોખંડી સિદ્ધાંત પર આધારિત હોય એ રીતે અંકગાણિતિક ચોક્સાઈથી રજૂ કરવામાં આવી તદનુસાર મનુષ્ય તેના પોતાનાં કર્મોનાં પરિણામોને કારણે દુઃખો સહન કરતો હોય છે. ઈશ્વર તો કેવળ મનુષ્યની યાતનાઓના બિચારા લાચાર પ્રેક્ષક હતા, તે તો મનુષ્યને તેનાં ભાવિ સંકટમાંથી ઉગારી - ૨૫૯ ૨ Page #283 -------------------------------------------------------------------------- ________________ શક્તા નથી. કોઈ પણ વ્યક્તિ પોતાનાં કર્મોનાં પરિણામો માંથી તે વૃક્ષની બખોલમાં છુપાઈ જાય તો પણ છટકી શકતો નથી. જેમ એક રથનાં પૈડાં તેને જોડેલા અશ્વોના પગની ખરીઓને અનુસરે છે, તેજ રીતે નિઃશંકપણે કર્મોને તેમનાં પરિણામો અનુસરે છે. મનુષ્ય તેનાં પોતાનાં કર્મોની દયા ઉપર નિર્ભર છે જેમ એક પથ્થરને ઊંચે ફેંકવામાં આવે તો તે નિશ્ચિતપણે જમીન પર પાછો ફરે જ છે તેવું જ કોઈ પણ વ્યક્તિનાં પોતાનાં કર્મોનાં પરિણામો વિશે છે તેથી જ યોગ્ય રીતે કહેવામાં આવ્યું છે કે આપણાં કર્મો દૂરથી પણ આપણી સાથે આવે છે. પ્રત્યેક વસ્તુ કર્મ ઉપર આધારિત છે. ઈશ્વરની સ્થિતિનો આ ફેરફાર તે સમયના બે અગત્યના સંપ્રદાયો કે જેમણે લોકો ઉપર સચોટ અસર કરી હતી તેમના આગેવાનો ગૌતમ અને વર્ધમાન લાવ્યા હતા અને તેમણે આ સંપ્રદાયોએ) તે સમયે ધાર્મિક ઇતિહાસને આકાર આપ્યો હતો અને ઘડ્યો હતો. તેમણે એવી અસર છોડી હતી કે જેને બ્રાહ્મણો માટે પણ ભૂંસી શકવી એ સહેલું ન હતું. આપણે યોગ્ય જગ્યાએ આ તંત્રોનો વિગતે અભ્યાસ કરીશું. ધર્મના ઇતિહાસમાં તેણે ઘણો મોટો ફાળો આપ્યો હતો. આ બાબત આપણને જે સમયમાં વર્ધમાન મહાવીર જીવન જીવ્યા હતા તેના પૃથક્કરણના અંત તરફ લઈ જાય છે. આપણે રાજકીય પશ્ચાદભૂમિકા સામાજિકસ્થિતિ આર્થિક પરિસ્થિતિઓ અને લોકોની ધાર્મિક કલ્પનાઓ વિશેનો કંઈક ખ્યાલ (અત્યાર સુધીમાં) મેળવ્યો છે. આટલી પૂર્વભૂમિકા સાથે વર્ધમાન મહાવીરના પ્રદાનને મૂલવવા માટે આપણી જાતને સક્ષમ બનાવવા સારું વર્ધમાનના સમયના કેટલાક ખ્યાતનામ ધર્મોપદેશકોનાં જીવન અને કવનનો અભ્યાસ કરવો એ આપણા માટે યોગ્ય ગણાશે. છ પાખંડી ધર્મોપદેશકો ઈસવીસન પૂર્વેની છઠ્ઠી શતાબ્દીમાં બ્રાહ્મણધર્મે અત્યંત કપરો સમય જોયો. તેણે વિવિધ દિશાઓમાંથી નિર્ધારિત વિરોધનો સામનો કરવો પડ્યો. (જમના તરફથી આ સામનો કરવો પડ્યો તે પૈકીના) મુખ્ય સંપ્રદાયો જૈનધર્મ - ૨૬૦ - Page #284 -------------------------------------------------------------------------- ________________ અને બૌદ્ધધર્મ હતા. કિંતુ જ્યારે જૂના વૈચારિક વિશ્વ ઉપર નવી તર્કસંગત વ્યવસ્થાઓએ પ્રકાશ પાડવા માંડ્યો ત્યારે બે (ઉપરોક્ત) મુખ્ય વ્યવસ્થાઓ (જૈન અને બૌદ્ધ) ઉપરાંત અન્ય ઘણી વ્યવસ્થાઓએ ધાર્મિક બાબતો ઉપર ઝાંખી છતાં તદ્દન અલગ એવી અસરો ફેલાવી. આ વ્યવસ્થાઓ અથવા તેમના ધર્મોપદેશકો વિશે આપણી પાસે ઘણીજ અલ્પ માહિતી છે. પરંતુ આ અલ્પ માહિતી પણ આપણા ઉદ્દેશ માટે મહત્ત્વની છે, કારણ કે તે વર્ધમાન મહાવીર તેમના છ સમકાલીનનોના ઋણી છે તે દર્શાવે છે. આ એ સમય હતો કે જ્યારે હરીફ ધર્મોપદેશકો સાથે સાથે જ અસ્તિત્ત્વ ધરાવતા હતા. તેમના માંના દરેક પોતે સત્ય, પૂર્ણ સત્ય અને સત્ય સિવાય અન્ય કશું નહિ એ બધું જાણતા હોવાનો તેમજ તેની જ જાહેરાત કરતા હોવાનો દાવો કરતા હતા. આ બધા જ હરીફ સંપ્રદાયો એક બાબતમાં સંમત હતા કે તેઓ બ્રાહ્મણધર્મથી અલગ પડતા હતા. જોકે તેઓ પરસ્પર પણ એકબીજાથી ખૂબજ અલગ પડતા હતા. આ હરીફ ધર્મોપદેશકો પૈકીના દરેક મોટી સંખ્યામાં અનુયાયીઓ મેળવવા માટે પ્રયત્ન કરતા હતા. (એવું મહાવીરે પોતે કહ્યું છે.) જેમ શિકારી પક્ષીઓ નાનાં ઊડી ન શકે એવાં પક્ષીઓ ઉપર તરાપ મારે છે અને તેમને ઊપાડી ને લઈ જાય છે તેવી જ રીતે આવા સંશયી લોકો જુવાન સાધુઓને ફોસલાવીને લલચાવીને (અનુયાયીઓ તરીકે) મેળવવાનો પ્રયત્ન કરે છે. આ બધા જ ધર્મોપદેશકો દલીલો અને ચર્ચાઓ કરવામાં અત્યંત નિષ્ણાત હતા અને તેમને જે જોઈતું હોય તે અલૌક્કિ શક્તિઓ જેવી કે હવામાં ઊડવું વગેરે દ્વારા મેળવી લેતા. આ ધર્મોપદેશકો આવા ભ્રમિત લોકોને આવી યુક્તિઓ વડે છેતરીને પોતાના શિષ્ય તરીકે લઇ લેતા અને ત્યાર પછી તેઓ પોતે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે એવો દાવો કરતા અને એક વાર જેઓ સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે એમ સ્વીકૃત થઈ જાય પછી તેઓ ન સમજાય તેવો ઉપદેશ આપવાનું શરૂ કરતા. આવા ધર્મોપદેશકો માટે હરીફ સંપ્રદાયોના અભિપ્રાયોની વિરુદ્ધ પ્રતિક્રિયા આપવી એ અનિવાર્ય બનતું. આમ બુદ્ધને તેમના એવા હરીફ ધર્મોપદેશકોનો સામનો કરવો પડ્યો હતો કે જેઓ રખડતાં ઘેટાંઓને (ભ્રમિત લોકોને) તેમના વિરોધી સંપ્રદાયોમાંથી ઊંધે માર્ગે દોરતા. આ ધર્મોપદેશકોનું - ૨૬૧ - Page #285 -------------------------------------------------------------------------- ________________ અલગ મંડળ હતું. પરંતુ આ ધર્મોપદેશકો પૈકીના કેટલાક પોતે અજ્ઞાની હતા અને તેમની અત્યંત શેખીને જ લીધે અન્યને માર્ગદર્શન આપવા માટેની અત્યંત અલ્પ ક્ષમતા ધરાવતા હતા. પ્રસિદ્ધ જૈન ધર્મગ્રંથો આવા ધર્મોપદેશકો કે જેઓ પોતાનો મોહિની ધરાવનાર તેમજ વિદ્વાન હોવાનો ઢંઢેરો પીટે છે તેમને કેવળ મૂર્ખ તરીકે ગણાવે છે. તેમના સિદ્ધાંતો ગેરમાર્ગે દોરનારા છે અને જો તેઓ તેમના સિદ્ધાંતો મુજબ કાર્ય કરે તો તેમને ભારે વ્યથામાંથી કોઈ મુક્ત કરી શકે તેમ નથી અને આ રીતે વર્તવાથી તેઓ ઝડપી હરણને મળતા આવે છે કે જે રક્ષણવિહીન નિરાધાર હોય છે અને જ્યાં ભય ન હોય ત્યાં તેઓ ભયગ્રસ્ત હોય છે અને જ્યાં ભય હોય તેઓ ભયરહિત હોય છે. તેઓને સલામત સ્થળોએ અતિશય ભય લાગે છે પરંતુ જ્યાં તેમને પકડવા માટેનું છટકું ગોઠવ્યું હોય ત્યાં તેઓ ભય પામતા નથી. અજ્ઞાનને કારણે તેઓ ગભરાયેલા રહે છે, ભય પામે છે અને આમ અને તેમ ભટક્યા કરે છે. આ ધર્મોપદેશકો અગાઉ દૂરંદેશી વ્યક્તિઓ દ્વારા જે સદુપદેશ આપવામાં આવેલો હોય તેનું તેઓ પોતે સમજવામાં નિષ્ફળ ગયા હોય તેથી કેવળ પુનરાવર્તન કરે છે. એક અનાર્યની જેમ તેઓ સમજ્યા વગર તેનું પુનરાવર્તન કરે છે. આ ધર્મોપદેશકો પોતે સત્યનો અર્થ ગ્રહણ કરી શકતા નથી, તેઓ અન્યને પણ તેનો અત્યંત અલ્પ પ્રમાણમાં ઉપદેશ આપી શકે છે. જેઓ આ ધર્મોપદેશકોને અનુસરે છે તેઓ કેવળ ભંગાર નાવડીઓમાં સફર કરીને સામે કિનારે પહોંચવાની આશા રાખે છે. આ બાબત એના જેવી છે કે કોઈ એક અરણ્યમાં કોઈ એક માણસ કે જે તે અરણ્ય વિશે અજ્ઞાન છે તે એવા ભોમિયાને અનુસરે છે કે તે ભોમિયો પણ તે અરણ્યથી અજાણ છે અને તેથી તેઓ બંને અજાણ હોવાને પરિણામે મહામુશ્કેલી અનુભવે છે. જેમ એક અંધ વ્યક્તિ કોઇ બીજાનો માર્ગદર્શક બને ત્યારે તે બીજી વ્યક્તિ લાંબો પંથ કાપે છે, તેનો સાચો માર્ગ ચૂકી જાય છે અને ખોટા માર્ગને અનુસરે છે. આ પાખંડીઓ તેમની પોતાની લાલસાઓની પ્રશંસા કરે છે અને તેમના વિરોધીઓ ઉ૫૨ દોષારોપણ કરે છે, પરંતુ જેઓ આ રીતિથી કર્મ કરે છે તેઓ જન્મના વર્તુળમાં પુનર્જન્મો ધારણ કર્યા જ કરે છે. M ૨૬૨ - Page #286 -------------------------------------------------------------------------- ________________ આ ધર્મોપદેશકો અગ્નિભક્ષિકાઓ કે આગિયાઓ જેવા હોય છે જેઓ જ્યાં સુધી આકાશ વધારે તેજસ્વી પ્રકાશથી પ્રકાશિત ન થાય ત્યાં સુધી જ તેજસ્વી રીતે પ્રકાશે છે. પરંતુ આપણે કોઈ નિર્ણય ઉપર આવીએ તે પહેલાં આપણે કેટલાક આવા પાખંડી ધર્મોપદેશકોના જીવન અને તેમના ઉપદેશોનો અભ્યાસ કરવો યોગ્ય ગણાશે. સૌ પ્રથમ મેક્સમૂલરે ફિલસૂફીનાં પદ્ધતિસરનાં છ તંત્રોની ઇતિહાસમાં તેમને ચોક્કસ સ્થાન આપવાનો પ્રયત્ન ર્યો. બૌદ્ધ ધર્મ ગ્રંથો આ તત્ત્વવેત્તાઓ પૈકીના કેટલાકનાં જીવન અને કવન વિશે સ્પષ્ટ શબ્દોમાં સંદર્ભ ૨જૂ કરે છે. (Rockhill રચિત Life of Buddha આપણને આ ફિલસૂફીઓનો અહેવાલ આપે છે. સંદર્ભ: પીટાકાઓનું ચીની રૂપાંતર) (1) પુરણ સા આ ધર્મોપદેશકો સાર્થક નામો ધારણ કરતા હતા. જે નામોથી આ ધર્મોપદેશકો પ્રસિદ્ધ હતા તેમણે તેમના વ્યક્તિત્વને નવા સંકેતો અને સૂત્રોની દિશાઓ ઉઘાડી આપી. જો કે આ અર્થઘટનો આંધળા ઉત્સાહને લીધે કરવામાં આવેલ હતાં અને પછીના સમયમાં તે ઊભા કરવામાં આવેલાં હતાં અથવા તો સત્યનો ઊંડો અંશ ધરાવતાં હતાં, જે આ તબક્કે ઉકેલવા મુશ્કેલ છે, પરંતુ અગત્યનાં છે અને આ બધાની સામે તે ટકી શકતાં નથી, કારણ કે તે લોક્રો તેમના વિશે શું વિચારતા હતા તેનું ઝાંખુ દર્શન કરાવે છે. કશ્યપ કે જે સપ્પાના નામથી ઓળખાતો હતો તે નામ સાથે સાથે તેણે પછીથી પોતાના વિશેષણ તરીકે તારવી કાઢ્યું હતું. તે મૂળભૂત રીતે એક શ્રીમંત માણસને ત્યાં ગુલામ તરીકે જન્મ્યો હતો કે જ્યાં તેનો ગુલામ તરીકેનો જન્મ હોવાને કારણે તેણે તેને લાલચું અંક (100) સુધી પહોંચવામાં મદદ કરી અને તે ‘પૂર્ણ' તરીકે ઓળખાવા માંડ્યો. (જો કે આ સત્ય હોય એમ લાગતું નથી અને બનાવટ કરી ને તેને શરમિંદો બનાવવા માટે હરીફ સંપ્રદાયોએ ઉપજાવી કાઢ્યું હોય એમ લાગે છે. આ પદ - પૂર્ણ - વિશેના તેનું પોતાનું અર્થઘટન એ છે કે તે એવો હતો કારણકે તે સંપૂર્ણપણે વિજ્ઞાન ઉપર અવલંબિત હતો અને તે અતિશયોક્તિયુક્ત હોવા છતાં ન્યાયયુક્ત હોય એમ દેખાય છે કારણ કે આવા ધર્મોપદેશકો વિશે આ બાબત સામાન્ય છે) ૦૨૬૩૨ Page #287 -------------------------------------------------------------------------- ________________ વાર્તા આગળ વધે છે તે મુજબ તેના માલિક દ્વારા તેની તરફ તરફેણ યુક્ત વર્તાવ કરવામાં આવતો હતો. પરંતુ આ બાબતે તેને સુસ્ત અને પ્રમાદી બનાવી દીધો અને તેથી તેના માલિકે તેની સાથે કડક વર્તન દાખવવા માંડ્યું અને તેને મજૂર તરીકેનું કામ કરવા ફરજ પાડી. તે (તેના માલિકના) ઘરમાંથી ભાગી ગયો અને કોઈક રીતે જેમ તેમ કરીને ગુજરાન ચલાવવા માંડ્યું. એકવાર જ્યારે તે રખડતો હતો ત્યારે ચોરોએ તેને લૂંટી લીધો અને તેમણે તેનાં કપડાં ઉતારીને લૂંટી લેવામાં પણ કોઈ આનાકાની કરી નહિ. આ નિઃસહાય સ્થિતિમાં લોકોને તેની દયા આવી અને તેને તેમણે આદર આપ્યો. પછીથી તેણે વસ્ત્રો સ્વીકારવાની પણ ના પાડી અને એમ વિચાર્યું કે લોકો તેને (નિર્વસ્ત્ર સ્થિતિમાં) દિગંબર તરીકે વધારે આદર આપશે અને તેણે વસ્ત્રો આપવાના લોકોના પ્રસ્તાવને એમ કહીને નકાર્યો કે વસ્ત્રો શરમ ઢાંકવા માટે હોય છે અને શરમ એ પાપનું પરિણામ છે અને મેં પાપ તો કર્યું જ નથી, કારણે કે હું તો સાધુચરિત વ્યક્તિ છું કે જે અનિષ્ટ ઇચ્છાઓથી મુક્ત છે. આ ધાર્મિક માન્યતા અંગેના તફાવતોથી વ્યગ્ર એવા સમાજની સ્થિતિમાં તેને અનુયાયીઓ મળ્યા જેમની સંખ્યા 80,000 થી પણ વધારે હતી. (સંદર્ભ: J.R.A.S. Vol.VI P.266) ' Rick hill's life of Budhha, 'Appndix 2nd' Baunyio Nanilo ચીની રૂપાંતર તેને ફુરાન-કાશિઓ તરીકે ઓળખે છે. આ બંને પરસ્પરથી સ્પષ્ટ રીતે અલગ એવા બે વિચારો કે જે બંને પૂર્વગ્રહયુક્ત છે તેમના વિશે કોઈ ચોક્કસ અભિપ્રાય જાહેર કરવો એ સંપૂર્ણ અશક્ય છે કે જ્યારે તેમાંનો એક ઊંચા અભિપ્રાયથી પીડિત છે જ્યારે બીજો અતિશયોક્તિયુક્ત જૂઠાણાંથી. પીડિત છે) હું માની શકતો નથી કે તેણે પોતાનું નામ અને સાથે સાથે વિશેષણ ખોટી રીતે ધારણ કર્યું છે. એ શક્ય છે કે તે પોતે કશ્યપ નામનો એક ગરીબ બ્રાહ્મણ હોવો જોઈએ અને તેણે શેખી મારવા માટે જ પોતાને પૂર્ણ તરીકે ઓળખાવ્યો હોવો જોઈએ. તેના દ્વારા દર્શાવવામાં આવેલી ફિલસૂફી અમુક હદથી ઉપર હોઈને ચોક્કસપણે એક ગુલામ છોકરા કરતાં તેના ઊંચા ચારિત્ર્યબળને અપનાવે છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ પૂરણ કશ્યપની ફિલસૂફી આ પાખંડીના મત અનુસાર અજ્ઞાની વ્યક્તિ સર્વોચ્ચ ઉપર વર્ચસ્વ ધરાવે છે : તેણે અનુમાનોના ક્ષેત્રમાંથી આપણા નૈતિક જીવનમાં ઇચ્છાશક્તિની ભૂમિકાની રજૂઆત કરી. જેનોએ તેના સિદ્ધાંતને પાખંડી ઠરાવવા માટે બૌદ્ધો સાથે હાથ મિલાવ્યા. (કશ્યપના મત મુજબ) લક્ષ્યને સિદ્ધ કરવા માટે માનવ પ્રયત્ન અથવા ખૂબ જ મથામણ જેવું કશું જ હોતું નથી. ગમે તેમ પણ ગુણવત્તાયુક્ત કર્મ કે ગુનાઈત કર્મની કોઈ અસર, કોઈ બદલો કે (જીવનમાં તેનાથી) કંઈ ઉમેરણ થતું નથી. (ઉદાહરણ તરીકે) કોઈ રાજકમાર તેના પ્રદેશની ઉત્તરમાં લોકોને દાન આપે અને દિવોને) બલિ આપે તો પણ તેની તેની, આ ગુણવત્તાનો - પાત્રતાનો કોઈ જ બદલો મળતો નથી. અને જ્યારે તે તેના પ્રદેશની દક્ષિણ દિશામાં તેના દુશ્મનોનો વિરોધ કરે, તેમની કલેઆમ ચલાવે ત્યારે તેને તેનો કોઈ જ દોષ લાગતા નથી. ઉદારતાના, ઈન્દ્રિયોનો નિગ્રહ કરવામાં સ્વપ્રભુત્વના સત્ય બોલવાના અથવા સર્વે ગુણો પૈકી કોઈ એક ગુણ વિકસાવવાના વ્યવહારોથી વ્યક્તિની પાત્રતા સ્થાપિત થતી નથી કે પાત્રતામાં કોઈ જ વધારો થતો નથી. તે જ રીતે કોઈ વ્યક્તિ સઘળાં પ્રાણીઓને મનુષ્ય સહિત) ટુકડામાં કાપી નાખે અને ઢગલો બનાવે જેનાથી સમગ્ર સૃષ્ટિ ભરાઈ જાય તો પણ (તે વ્યક્તિ માટે આ કર્મ) કોઈ ગુનો બનતો નથી. સૃષ્ટિનાં બધાં સજીવોને માંસના એક જથ્થામાં પરિવર્તિત કરવાની ક્રિયા તેમજ સમાન રીતે દાન આપવાની ક્રિયાથી કોઈ રીતે તેના પરિણામની દષ્ટિએ અલગ નથી. આ ગેરવાજબી સિદ્ધાંતે મનુષ્યોને તેમના પોતાના કર્મથી વંચિત રાખ્યા અને તેમને કેવળ નિષ્ક્રિય પ્રેક્ષકો બનાવી દીધા. પ્રસ્થાપિત સિદ્ધાંતથી ભિન્ન એવા આ ઊલટા સિદ્ધાંતે મનુષ્યને સર્વે સ્થાપિત નિયમોનો અસ્વીકાર કરતો કરી દીધો. આ ધર્મોપદેશકનો સિદ્ધાંત કેવળ લાક્ષણિક રીતે નિયતિવાદી જાતિઓનું પ્રતિનિધિત્વ કરતો હતો કે જેની લોકો પર અત્યંત ગાઢ પકડ હતી. આ વ્યવસ્થાતંત્રે અસ્વસ્થ તેમજ દુઃખી લોકોને કે જેઓ પોતાની આવી સ્થિતિ માટે વાસ્તવિકતાની દુષ્ટ દુરાચારી રમતને દોષ દેતા હતા તેમને દિલસોજી પાઠવી અને તદુપરાંત તેણે દુષ્ટ લોકોને છટકબારી પૂરી પાડી કે જેઓ - ૨૬૫ - Page #289 -------------------------------------------------------------------------- ________________ તેમનાં કુકર્મોનાં પરિણામો માંથી છટકી શક્યા, કારણ કે પરિણામ પોતેજ નકારાત્મક હતું અને તેથી પશ્ચાતાપ થવાની કે દોષિત હોવાની કોઇજ લાગણી વગ૨ નિર્ભયપણે સમાન મંચ ઉપર ગર્વપૂર્વક ઊભા રહી શક્યા. આ સિદ્ધાંતે આત્માની ઉત્ક્રાંતિને નકારી કાઢી અને આ રીતે અનેક મુદ્દાઓ માટે તેની ટીકા થઈ. પરંતુ આ સિદ્ધાંત લોકો ઉપર (લાંબે ગાળે) અત્યંત મજબુત જમાવી શક્યો નહિ કે અત્યંત ગંભીર પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી શક્યો નહિ. (2) એવો સંપ્રદાય કે જેમાં લોકોને ગેરમાર્ગે દોરવા માટે ઘણું બધું હતું તે અજિત કેશાકમ્બલીનનો સિદ્ધાંત હતો. તેનો સિદ્ધાંત ‘ખાઓ, પીઓ અને આનંદમાં રહો' એવા ભોગવાદના સિદ્ધાંતને અત્યંત મળતો આવતો હતો. અજિત (જેના પર વિજય પ્રાપ્ત ન થઈ શકે એવો) કે જે કેશાકમ્બલીન (વાળમાંથી બનાવેલા ધાબળાથી ઢંકાયેલો એવો) તરીકે ઓળખાયો, તે પણ બૌદ્ધ લેખકોના હાથે તેના સમકાલીન પૂરણ કશ્યપ જેવું જ નસીબ પામ્યો. (જે મુજબ) તેને કોઈ ઉમરાવ પરિવારના નોકર તરીકે રજૂ કરવામાં આવેલ છે. તેણે દેવું કર્યું હતું અને તેથી તે (માલિકના) ઘરમાંથી નાસી ગયો. આજીવિકાનું કોઈ સાધન નહીં હોવાથી તેણે આકરી તપશ્ચર્યા કરી. તેણે તેનું મસ્તક બોડાવી નાખ્યું અને વાળમાંથી બનાવેલો હલકી જાતનો પોશાક પહેર્યો કે જેનાથી તેને કેશાકંબલ એવું વિશેષણ મળ્યું. આ ધર્મોપદેશકના નામમાંથી જ આપણને એવી વાસ્તવિક સ્મૃતિ રહે છે કે વાળનાં બનેલાં બરછટ કપડાં પહેરીને કેવી રીતે તે લોકોમાં (એ રીતે) જાણીતો થયો હશે. એ અશક્ય નથી કે તે નોકર તરીકે રહી ચૂક્યો હશે કારણ કે આ હકીકતને તેણે પોતે પણ પડકારી નથી. અને એક નોકર તરીકેની સરખામણીમાં તેનું આવું નામ અત્યંત સંસ્કારી લાગે છે. હું માનું છું કે પછીના સમયમાં તેણે અજિત એવું નામ ધારણ કર્યું હશે. અર્થાત્ જે મનોવિકારો દ્વારા અપરાઝિત અને અવિજેય રહ્યો હોય તે (અજિત) તેના અલગ, વિશિષ્ઠ વસ્ત્રપરિધાનની જેમ જ તેની ફિલસૂફી પણ ચિંતામાં નાખી દે એવી હતી. સમજવામાં અત્યંત સરળ હોવા છતાં તેનો ગર્ભિતાર્થ અસ્વસ્થ બનાવી મૂકે તેવો હતો. તેના મત અનુસાર મનુષ્ય ~ ૨૬૬ Page #290 -------------------------------------------------------------------------- ________________ ચાર તત્ત્વોનો બનેલો છે, જેઓ તેના મૃત્યુ સમયે અન્ય બહારનાં તત્ત્વો સાથે ભળી જાય છે. આ તત્ત્વો પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ છે. અને જ્યારે આ તત્ત્વો એકઠાં થાય ત્યારે તેમાંથી ચેતના-જીવન પેદા થાય છે કે જે આ તત્ત્વોનું વિસર્જન થતાં જ ચાલી જાય છે. બ૨માં (ભૂમિમાં) જ્યારે તેમનો સદંતર નાશ થાય છે ત્યારે પાછળ તેનો કોઈ જ અંશ રહેતો નથી કે જે સારાં કે નરસાં કર્મોનાં ફળ ચાખી શકે. તેણે આત્માને સમજાવવા માટે પ્રકૃતિના ત્રણે સ્વરૂપોનો ઉપયોગ કર્યો. તેણે હ્યું કે મનુષ્ય અને પ્રાણી અને દરેક પેટે ઘસડાઈને ચલનારી વસ્તુ, હવાની દુર્ગંધ અને વધુમાં વૃક્ષો અને છોડવાઓમાં જીવ અર્થાત્ આત્મા હોય છે અને તેણે કહ્યું કે કોઈ વ્યક્તિ વૃક્ષ અથવા વેલીને કાપી નાખે છે તે જાણે કે તેણે કોઈની હત્યા કરી હોય એટલો દોષિત છે. અને કોઈએ એક ડાળી પણ ભાંગી હોય તેણે જાણે કે કોઈ અન્ય વ્યક્તિના કોઈ અંગનો નાશ કર્યો હોય એમ ગણી શકાય. તેના અભિપ્રાય અનુસાર આ આત્મા એવા ભાગોનો બનેલો છે કે જેઓ (એ ભાગોના) મૂળ પદાર્થોમાં ભળી જાય છે. (જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે અને તેનો દેહ પથારી ઉપર હોય છે ત્યારે તેનાં અસ્થિ કબૂતર જેવા રંગનાં બની જાય છે. જો દેહને અગ્નિદાહ આપવામાં આવે અને સઘળું ભસ્મ અથવા ભૂમિરૂપ બની જાય છે. જો કોઈ વ્યક્તિ બુદ્ધિશાળી હોય કે મૂર્ખ, કિન્તુ જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે સમગ્રપણે નાશ પામે છે, કારણ કે સઘળું ખંડનના નિયમને આધિન હોય છે.) ચાર્વાક પણ માનતો હતો કે આત્માએ કેવળ તત્ત્વોનું સંમિશ્રણ છે અને તેથી તેણે સૂત્રની હિમાયત કરી. ‘‘દેવું થાય તો તેની પરવા કર્યા વગર ઘી પીવું.” મૂળ હત્વા ધૃત વિવેત્॥ આ સિદ્ધાંત લોકોને એટલા માટે ગમવા લાગ્યો કે તેણે મોટા સમૂહોના બેજવાબદારીભર્યા વલણને પંપાળ્યું. તેણે મોટા સમૂહોમાં બેજવાબદારીયુક્ત દૃષ્ટિબિંદુના વિકાસને પ્રોત્સાહિત કર્યો કે જે (છેવટે) તેમની પાયમાલીમાં પરિણમ્યો. આ સિદ્ધાંત સરળ હતો અને સહેજે જટિલતા ધરાવતો ન હતો. તે અત્યંત અનાત્મવાદી હતો અને તેથી ઉદાર, સંસ્કારી અને સુધરેલા 2 ૨૬૦ ~ Page #291 -------------------------------------------------------------------------- ________________ લોકોના ઉન્નત આદર્શોની સાથે કદમ મિલાવી શક્યો. (8) પક્ધા કચ્યાયન તે ગેરકાયદેસર જાતીય સંબંધોનું માબાપે ત્યજી દીધેલ ( ઘા) અનાથ બાળક હતું. તેની માતા ગરીબ અને હલકી જાતિની સ્ત્રી હતી. તેણીને પોતાનું રહેવા માટેનું ઘર ન હતું તેથી તેણીએ તેને કક્ષાના વૃક્ષની નીચે જન્મ આપ્યો અને તેને ત્યાં જ ત્યજી દીધો. જ્યાંથી એક બ્રાહ્મણે તેને ઊંચકી લીધો અને તેને પોતાના પુત્ર તરીકે દત્તક લઇ લીધો અને હું માનું છું કે તત્કાલિન બ્રાહ્મણીય રીતિ અનુસાર તેને કાત્યાયન એવું નામ આપ્યું. આમ તે કક્ષુધા કાત્યાયન એ નામે જાણીતો થયો. જો કે તે અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થયો અને પોતાની આજીવિક રળવા માટે તેણે સર્વે આવશ્યક સાધનો અને યુક્તિોઓનો આશ્રય લીધો. જ્યારે બધા જ પ્રયત્નોમાં તે નિષ્ફળ ગયો ત્યારે તે સંન્યાસી બની ગયો અને પોતાની જાતને નાના ટેકરા ઉપર સ્થાપિત કરીને તેની આકરી તપશ્ચર્યા અંગે પ્રવચન કર્યું. પક્ધાનો સિદ્ધાંત કાત્યાયને સાત શાશ્વત પદાર્થોને માન્ય કર્યા. આ પદાર્થોનું સર્જન ન થઈ શકે એવા અને અપરિવર્તનશીલ છે. તેમની વચ્ચે કોઈ આંતરક્રિયા થતી નથી અને તેથી જ તેમનામાં પરિવર્તનની કોઈ જ શક્યતા નથી. તેના અભિપ્રાય અનુસાર આ સાત પદાર્થોમાં ચાર તત્ત્વો (પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ), આનંદ, દુઃખ અને આત્માનો સમાવેશ થાય છે. આ પદાર્થોની કોઈ આંતપ્રક્રિયા નહીં હોવાથી તેનો કોઈ નાશ કરનાર નથી કે કોઈ તેના નાશનું કારણ બનનાર નથી, કોઈ શ્રોતા નથી કે કોઈ વક્તા નથી, કોઈ જ્ઞાતા નથી કે કોઈ વર્ણનકર્તા નથી. આ સિદ્ધાંત એ દેવવાદનો અર્ક છે, અને આનંદ, દુઃખ અને આત્માનું અસ્તિત્વ શાશ્વત રીતે અપરિવર્તનશીલ છે એમ તેમાં સ્વીકારી લેવામાં આવ્યું છે. આમ કાત્યાયને ઉપરોક્ત ત્રિપુટીનું અસ્તિત્વ સ્વીકારી લીધું છે અને તે જ રીતે ત્યારબાદ ઘણા પછીના સમયમાં રચવામાં આવેલા, તેમની (ત્રિપુટીની) ઉત્ક્રાંતિ અને પરિણામને, કર્મ અથવા તો અન્ય સ્ત્રોતો વડે વર્ણવતા સિદ્ધાંતો દ્વારા - ૨૬૮ ૨ Page #292 -------------------------------------------------------------------------- ________________ તેમને નાબૂદ (ત્રિપુટીને) કરી શકાય છે એમ પણ તેમાં સ્વીકારી લેવામાં આવ્યુ છે. ચીની રૂપાંતર તેના સિદ્ધાંતને આ રીતે રજૂ કરે છે, એવી કોઈ શક્તિ નથી, એવો કોઈ શક્તિશાળી મનુષ્ય નથી, એવું કોઈ સાધન નથી, એવું કોઈ કારણ નથી, એવો કોઈ ઉદ્દેશ્ય નથી કે જેનાથી સજીવો પરસ્પર જોડાયેલાં ૨હે સઘળાં સજીવ પ્રાણીઓમાં એવી કોઈ શક્તિ નથી કે જે મુક્તિ મેળવવા માટે અશક્તિમાન હોય. ‘‘સઘળું એક ચોક્કસ અંક દ્વારા નિશ્ચિત થયેલું છે, અને અસ્તિત્વની આ છ સ્થિતિઓમાં તેઓ દુ:ખ અથવા આનંદ અનુભવે છે. આ બહુવચનત્વવાદ છે કે જે એ સૂત્ર ઉપર આધારિત છે કે - કશુંક કશાયમાંથી નીપજતું નથી - (નો યા ઉપપ્ને....) તેના સમકાલીનોના સિદ્ધાન્તોની સામે તેનો સિદ્ધાંત કોઈ ચોક્કસ પ્રગતિ સાધી શક્યો નહિ. તેના સિદ્ધાંતની વર્ધમાન મહાવીરના સિદ્ધાંત સાથેની મહત્ત્વની અને ધ્યાનાકર્ષક સમાનતા એ છે કે મહાવીરની માફક જ તે પણ માનતો હતો કે શીતળ જળ પણ આત્માથી ભરપૂર છે. અને આપણે એ નક્કી કરવું પડશે કે કોણ કોના ઋણી છે ? (4) સાનિયા આપણી યાદીમાં હવે પછી બે લાઠીનો પુત્ર સાનિયા આવે છે. ચીની રૂપાંતર તેને વૈરાટ્ટીપુત્ર કહે છે. કદાચ તે કુળ કે ગોત્ર કે જેમાં તે જન્મ્યો હતો તેનું નામ હોઈ શકે અથવા કેવળ તેના પિતાનું કે તેના પરિવારનું નામ હોઈ શકે, કે જે ભાવિ સંશોધકો માટે શોધવાનું બાકી રહ્યુ હોય. હાલ એટલું જાણવું પર્યાપ્ત થઈ પડશે કે તે પણ જન્મથી ગુલામ હતો. તેને તેના માલિક તરફથી આઝાદી મળી. તેણે પોતે અભ્યાસ કર્યો. તે કેળવણીની જુદી જુદી શાખાઓમાં નિષ્ણાત બન્યો અને પોતાની જાતને દાંડી પીટીને બુદ્ધ તરીકે જાહેર કરી. તેનો સિદ્ધાંત : તે આત્માના પરકાયા પ્રવેશમાં માનતો હતો. તેણે દાવો કર્યો કે મૃત્યુ પહેલાં જે દેહની અંદર તે (આત્મા) રહેતો હતો તેના જેવા જ અન્ય દેહમાં આત્મા પ્રવેશ કરે છે એમ પોતે માને છે. તેના મત મુજબ વર્તમાનમાં જેઓ જેવા હોય, મહાન કે હલકટ, માનવ કે દેવ, દ્વિપગાં - ૨૬૯ ~ Page #293 -------------------------------------------------------------------------- ________________ કે ચોપગાં કે બહુપદી પ્રાણીઓ, હાથ વગરનાં કે પગ વગરનાં કે દેહના અંગોની ઊણપવાળાં હોય તેઓ નિશ્ચિતપણે પછીના જન્મમાં એવાં જ બનશે. તેણે આગળ વિચાર્યું કે બોધિ અર્થાત્ સર્વજ્ઞને શોધવું એ જરૂરી નથી, કારણ કે જન્મ અને મરણના અસંખ્ય કલ્પો પૂર્ણ થયા પછી તે તો (બોધિ) આપમેળે જ મળી આવશે. તેણે વિચાર્યું કે આઠ હજાર કલ્પો પછી આ સિદ્ધાંત કુદરતી રીતે જ સિદ્ધ થશે. તેનો સિદ્ધાંત તેના સમકાલીન કરતાં એ મહત્ત્વની બાબતમાં અલગ પડે છે કે તે તેની પોતાની કોઈ પણ માન્યતામાં નિર્ણિત કે ચોક્સાઈ ભર્યો ન હતો. તેણે બધી જ શક્યતાઓને માન્ય કરી અને રજૂ કરેલી યોજનાના માળખાનાં ચારે સ્વરૂપો પૈકી કોઈ એકને સ્વીકારવાની કે નકારવાની ના પાડી. જેમ કે A એ B છે, A એ B નથી, A એ B છે અને B નથી A એ B નથી કે B નથી (અર્થાત્ A એ B નથી જ નથી.) ચીની રૂપાંતર તેની માન્યતાને નીચેના શબ્દોમાં રજૂ કરે છે. ચીની રૂપાંતર (1) તેને સાન-નયા બિ-રારીનો પુત્ર એમ કહે છે. જ્યારે રાજાએ તેને પૂછ્યું કે Cramana કર્મણ્યનો કોઈ દેખીતો બદલો હતો અથવા એ પ્રમાણે હતું. તેણે ઉત્તર વાળ્યો કે એ પ્રમાણે હતું, તેને આગળ પૂછવામાં આવ્યું કે તે એ પ્રમાણે હતું અથવા તે તેનાથી અલગ હતું, તેનાથી (2) અલગ ન હતું અથવા તે તેનાથી અલગ ન હતું, ન હતું અને એજ રીતે આગળ વધારી શકાય. તેણે ઉત્તર વાળ્યો કે શ્રમણનો કોઈ ચોક્કસ બદલો કે પરિણામ હતું અને તે તેનાથી અલગ હતું, અલગ ન હતું અને અલગ ન હતું, ન હતું. તે પોતે અજ્ઞેયવાદી હતો કે જેણે હકારાત્મક પદોમાં કોઈ પણ શક્યતાનો સ્વીકાર કરવાની કે સ્વીકાર નહીં કરવાની ના પાડી. તેણે રજૂ કર્યું કે જીવનની અને ચીજવસ્તુઓની વાસ્તવિકતાને સંબંધ છે ત્યાં સુધી મનુષ્યના જ્ઞાન માટે ખાતરીપૂર્વક કશું કહેવું એ શક્ય નથી. તેણે લોકોને મનની શાંતિ જાળવી રાખવાનો બોધ આપ્યો અને તેમનાં મનને વૃથા અટકળોથી અન્યત્ર વાળી લેવા માટે કહ્યું. - ૨૦ - Page #294 -------------------------------------------------------------------------- ________________ 1 Arthur Berridate Keith P.135 Buddhist philosophy 2 Bunyin-Navjio Appendix-wnd-Rockhill's life of Buddha. 3 Bstic Studies Law. B.C. Six heretical teachers. તેનો સિદ્ધાંત વર્ધમાનના સ્યાદવાદને તદ્દન મળતો આવે છે એ બાબતની અત્રે નોંધ લેવી મહત્ત્વની છે અને એ તદ્દન શક્ય છે કે તેનો સિદ્ધાંત મહાવીર વર્ધમાને પછીથી સંપૂર્ણ કાળજીપૂર્વક અને વિગતવાર તૈયાર કરેલા સિદ્ધાંત માટે અત્યંત મહત્ત્વના આધારરૂપ બન્યો હોય. તે એ મુદ્દા ઉપર પ્રકાશ ફેંકે છે કે સત્ય એ સાપેક્ષ છે અને પ્રત્યેક દરખાસ્ત કે કથન કેવળ કોઈ એક ખાસ પાસાને છતું કરે છે અને તે પોતાનામાં અન્ય સર્વ બાબતોને દાખલ થવા માટે પ્રતિબંધક નથી. તેના સમકાલીનો દ્વારા તેને “વાંકાચૂકા સાપની જેમ વળીને ચાલનાર બામ માછલી' એવું નામ આપવામાં આવ્યું હતું. આપણે અત્યંત જાણીતા અને શ્રેષ્ઠ દૈવવાદી એવા પાખંડી અને તેની ફિલસૂફીનો અભ્યાસ કરીએ તે પહેલાં આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ બધા જ કિસ્સાઓમાં મખ્ખલી ગોસાલાએ પરિસ્થિતિઓમાંથી પેદા થતી ફિલસૂફીનો સ્વીકાર કર્યો નહિ કેમ કે અન્ય પાખંડીઓની અત્યંત કંગાલ દશાએ મહદ્દઅંશે તેમના વિચારોની ગાડીનું ઘડતર કર્યું હતું. તેમના (અન્ય પાખંડીઓના) ખ્યાલો જો કે સંપૂર્ણપણે તેમની કંગાલિયતને કારણે ન હતા. વળી તે ખ્યાલો તેમની પ્રતિકૂળ પરિસ્થિતિઓથી જરાયે ઓછા અસર પામ્યા ન હતા અને તેથી તેઓ આદર્શવાદ અને વિચાર, લાગણી વગેરેની ઉદાત્તતાની ચોખ્ખી અછત દર્શાવે છે કે જે તે પછીના જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો અંતર્ગત ભાગ બની જાય છે. જો તેઓ જ્ઞાતિપ્રથાને નહીં સ્વીકારતા હોવાને કારણે તેમના પૈકીના મોટા ભાગના બ્રાહ્મણ કે ક્ષત્રિય તરીકે જન્મ્યા હોવાને લીધે વિશેષાધિકાર વાળી જગ્યા મેળવવાથી વંચિત રહી ગયા હતા. જ્ઞાતિપ્રથા અંગેની તેમની આલોચના એક સમાન હોવા છતાં તેઓ કે જેઓ બસ ચૂકી ગયા હતા તેમનો જેઓ સુવિધા યુક્ત બેઠક મેળવી શક્યા હતા એવા ભાગ્યવાનો સામેનો લાગણીનો ઊભરો માત્ર હતો. તેમની ફિલસૂફીઓ એ લુષિત થયેલા આત્માની તીવ્ર લાગણીના કેવળ અભિવ્યક્તિ હતી અને તે લઘુતાગ્રંથિની ભાવનાની જરાક - ૨૦૧ - Page #295 -------------------------------------------------------------------------- ________________ અસર હતી. અને તેમણે કરેલી તપશ્ચર્યા પણ કે જેણે તેમને પુષ્કળ કીર્તિ અને નામના અપાવી હતી તે અંતિમ સ્રોત હતો, અંતિમ બચેલો વિકલ્પ હતો, પરાજિત જુગારીયાનો અંતિમ દાવ હતો કે જે તેની રમત અને તેની એકમાત્ર આશા હારી ગયો હતો. જેવી રીતે “સાધુત્વ શુદ્ધ કરે છે એ તે સમયનું સુવાક્ય હતું તે જ રીતે “ઇન્દ્રિયદમન સિવાય મોક્ષ સંભવિત નથી' એ સૂત્ર પણ હતું. સમાજની આવી સ્થિતિમાં પરાજિત જુગારિયાનો છેલ્લો દાવ સફળ નીવડ્યો અને લોકો તેમની આસપાસ ટોળે મળવા લાગ્યા. કિન્તુ તેઓ તેમને મળેલા આ આદરનું નિયંત્રણ ન કરી શક્યા કે જે તેમના સાચા વારસો માટે નસીબવંતો હિસ્સો બનવાનું હતું. ' ધર્મોપદેશકો પોતે વ્યક્તિત્વના એ ગૌરવ અને શક્તિથી વંચિત રહી ગયા હતા કે જે એકમાત્ર ધ્યાનાકર્ષક લક્ષણ નહીં હોવા છતાં તેણે સિદ્ધાર્થ ગૌતમ અને વર્ધમાન મહાવીરને સફળતા અપાવી દીધી. કિંતુ અગાઉની આ ફિલસૂફીઓ તેમાં રહેલી દેખીતી ખામીઓને કારણે ટકી શકી નહિ, કારણ કે આ (ખામીરૂપ) બીજ કે જે પછીથી પ્રસિદ્ધ ઉન્નત ધર્મોપદેશકોના હાથોમાં હરિયાળી વનરાજિમાં વિકાસ પામવાનું હતું. આ બધા સંપ્રદાયોને મૂલવવાની આપણા માટે કોઈ જ જરૂરિયાત નથી અને બૌદ્ધ સાધુઓની જેમ જ તેમને આપણા મનમાંથી સહજ રીતે કાઢી નાખવાની જરૂર છે. કેટલાક કિસ્સાઓમાં આ પાખંડી ધર્મોપદેશકોએ એટલી મોટી અસર ઊભી કરી કે તેની સામે અત્યંત ગંભીરતાથી ટક્કર ઝીલવાની આવશ્યક્તા ઊભી થવાની હતી. હવે આપણે આવા જ એક ધર્મોપદેશક તરફ જઇએ અને તેનું જીવન અને ફિલસૂફીનો વિગતે અભ્યાસ કરીએ. () મખ્ખલી ગોસાલા જૈનો તેમજ બૌદ્ધોનો સૌથી મહત્ત્વનો હરીફ સર્વે દેવવાદીઓમાં સૌથી દુષ્ટ મખાલી ગોસાલા હતી કે જેને જેનો દ્વારા મખાલી પુત્ર ગોસાલા તરીકે પણ ઓળખવામાં આવતો હતો. હરીફ સંપ્રદાયો દ્વારા વિવિધ રીતે તેના નામનું અર્થઘટન કરવામાં આવ્યું છે. આ બધાં અર્થઘટનો એકબીજાથી એટલાં બધાં જુદાં પડે છે કે તેમાં રહેલી શોધકતા ટકી શકતી નથી અને - ૨૨ - Page #296 -------------------------------------------------------------------------- ________________ તેથી તેઓ અર્થહીન બની રહે છે. આ બધા જ હરીફ સંપ્રદાયો તેને શરમજનક પરિસ્થિતિમાં મૂકવાના તેમના પ્રયત્નોમાં તેઓ એકબીજા સાથે સંમત થાય છે. આ બધાં જ અર્થઘટનો “ગોસાલા” એ પદનું અર્થઘટન કરવામાં એક વાક્યતા ધરાવે છે. તેનો જન્મ ગૌશાળામાં થયો હતો એ હકીકત ઉપરથી તે ગોસાલા તરીકે ઓળખાવા લાગ્યો હતો. જોકે મંખ, મખલી, પંખાલી પુત્ર એ બધાં પદોનાં અર્થઘટનોમાં તફાવતો પેદા થયા. ઇતિહાસમાં તેમાં નામોમાં) સરખાપણાનો આભાસ અનુભવવો પડે તે પહેલાં આ પ્રકારનાં પૂર્વગ્રહયુક્ત અર્થઘટનો માટે તારવણીયુક્ત દિશાપલટ આવશ્યક બને છે. બૌદ્ધોનું અર્થઘટન એ છે કે અન્ય બધા જ પાખંડી ધર્મોપદેશકોની જેમ જ ગોસાલો એક શ્રીમંત માનવીના આવાસમાં દાસ હતો. એક વાર જ્યારે ગોસાલો તેલથી ભરેલો ઘડો લઈને જઈ રહ્યો હતો, ત્યારે તેના માલિકે તેના ગાફેલપણાને જોઈને તેને નીચેના શબ્દોમાં તેને ચેતવણી આપી “ઠોકર ન ખા” (મા વની, મા ઉત્તી Ma, Kkhali) વારંવારની ચેતવણી છતાં દાસની બેદરકાર ચાલને કારણે ઠોકર ખાવાને પરિણામે તેલનું પાત્ર તેના માથેથી ઊથલી પડ્યું. આથી ગભરાઈને તે દાસ ત્યાંથી દોડવા લાગ્યો. પરંતુ તે આ રીતે જ્યારે નાસી જવા લાગ્યો ત્યારે તેનો માલિક તેની પાછળ પડ્યો અને તેના માલિકે તેણે પહેરેલું વસ્ત્ર સખત રીતે પકડ્યું, જે તેના હાથમાં આવી ગયું. આમ તેણે પહેરેલ વસ્ત્ર ગુમાવીને (નગ્નાવસ્થામાં) તે પડોશના ગામ તરફ નાસી છૂટ્યો. ત્યાં નગ્નાવસ્થામાં જ તેણે કેટલોક સમય પસાર કર્યો. (ગ્રામજનો દ્વારા) તેને વસ્ત્રો અર્પણ કરવાના ઉદાર પ્રસ્તાવનો તેણે અસ્વીકાર કર્યો તેણે એમ વિચારીને વસ્ત્રો વગર ચલાવવાનું પસંદ કર્યું કે આ અવસ્થામાં જ તેને લોકો તરફથી વધારે આદર પ્રાપ્ત થશે. ઈસવી સનની પાંચમી શતાબ્દીના પૂર્વાર્ધમાં ખ્યાતનામ બૌદ્ધ વિવેચક બુદ્ધઘોષે એ અર્થઘટનમાં પશ્ચાતુવર્તી શોધકવૃત્તિ દર્શાવી તેણે મુક્તાત્મા વાદનો શ્રેષ્ઠ જ્ઞતા હોઈ તેનો આધાર લીધો. કહે છે કે ગોસાલા તેના માલિકની ચેતવણીને લીધે મારવાની કહેવાયો. તેના મત અનુસાર મવવાની એ શબ્દ મવાની માંથી તારવી કાઢવામાં આવ્યો છે. જૈન અર્થઘટન માનીપુત્ર શબ્દને વર્ણવવાનો પ્રયત્ન કરે છે. જૈન - ૨૦૩ - Page #297 -------------------------------------------------------------------------- ________________ પરંપરા અનુસાર, ગોસાલોએ મંવારીનો તેની પત્ની સુમદ્રાથી થયેલો પુત્ર હતો. જેઓ તેમના પૂર્વજન્મની વાર્તા દર્શાવતું ચિત્ર પોતાની સાથે લઈને ફરતા તેઓ પ્રેમાસક્ત હોઈને તીવ્ર વેદના પામતા એવા મંa (એક પ્રકારના સાધુઓ)નો મંવાની એ અનુયાયી હતો. જ્યારે પોતાના ખરાબ દિવસો ચાલતા હોય ત્યારે કંવ પોતાની છંદોબદ્ધ કરેલી જીવનકથાનો મુખપાઠ કરીને તેને પોતાની આજીવિકા રળવાનું સાધન બનાવતા. આ બાબતને ધ્યાનપૂર્વક નિહાળનાર વ્યક્તિને જૈન પરંપરા મંવારી કહે છે, પરંતુ મને લાગે છે કે હું જે માનું છું કે તેનું મૂળ નામ અલગ હોવું જોઈએ, કિન્તુ મંલ ના વ્યવસાયને અનુસરવાને કારણે જ તે સંવાની એ નામે જાણીતો થયો હોવો જોઈએ. મંd તરીકેનું જીવન જીવતા પ્રત્યેકને આપવામાં આવતું મૅવાતી એ જાતિવાચક નામ હોવું જોઈએ. તે સંજ્ઞાવાચક નામ મંવ ન હોઈ શકે કે જેનો અર્થ પોતાના હાથમાં ચિત્ર લઈને ફરતો ભિલુક એવો થાય, પરંતુ Dr. Hoermleના સૂચન મુજબ ચિત્રએ પરમાત્માનું ચિત્ર હોવાનો નિર્દેશ કરે છે કે જે એક ભિક્ષુક પોતાના હાથમાં લઈને ફરતો હોય અને દાતા પાસે જઈ તેને તે દર્શાવી તેની પાસેથી હકપૂર્વક દાન માગતો હોય, જે રીતે આજે પણ બંગાળમાં આવા ભિક્ષુકો છે જેઓ શીતળામાતા કે બળિયાદેવનાં આવાં કલાકૌશલ્ય સિવાયનાં સાદાં ચિત્રોનું પ્રદર્શન કરે છે અને તેજ રીતે પુરીમાં તેઓ જગન્નાથનાં ચિત્રો દર્શાવે છે. પરંતુ આ જ પદનું એક વધુ અર્થઘટન પણ છે અને તે પાણીની,પતંજલિ, વરાહમિહિર અને ભટ્ટોપાલ જેવા ખ્યાતનામ લેખકોના પાંડિત્ય ઉપર આધારિત છે. તદનુસારના અર્થઘટન મુજબ મંa એ શબ્દ સંસ્કૃત શબ્દ મરા ઉપરથી ઊતરી આવ્યો છે. તે સંન્યાસીઓનો એક સુવ્યવસ્થિત સંપ્રદાય હતો કે જેઓ તેમની સાથે વાંસ રાખતા અને મચ્છરાનો અર્થ લાંબો સોટો એવો થાય છે. 1 પતંજલિ આ જ શબ્દને મક્રિતા, મતિ નિમાંથી તારવે છે. Ajavika sect new interpretation premier faren-May 1941-Vol.2nd, Pagell ડૉ. ગોપાણી માને છે કે તેમને આ નિશાનીને લીધે મૂળભૂત રીતે પોતાનું નામ મળ્યું હશે, પરંતુ સમય જતાં તેમણે કાં તો પોતાના હાથમાં દંડ લઈને ફરવાની રીત બંધ કરી દીધી હશે અથવા અન્ય કોઈ વધારે - ૨૦૪ - Page #298 -------------------------------------------------------------------------- ________________ શક્તિશાળી નિશાની પસંદ કરી હશે. દા.ત. અગાઉની નિશાની (હાથમાં દંડ રાખવાની) રીતની જગ્યાએ હાથમાં ચિત્રો રાખવાની પદ્ધતિએ સ્થાન લીધું હશે. તેમના (ડો. ગોપાણી) મત અનુસાર ગોસાલકાએ આજીવિક સંપ્રદાયની સાથે સંકળાયેલો હતો, જે પણ તેના નામના ઈતિહાસ સાથે સંકળાયેલ હોય તે તદન શક્ય છે કે જે પછીથી આજિવિકના નામે ઓળખાવા લાગ્યો હોય, કારણ કે તેમણે કોઈ ચોક્કસ વિશિષ્ટ સાધનો પસંદ કરીને તેઓ જેમ તેમ કરીને જીવન નિર્વાહ ચલાવતા હોય. ગોસાલકા એ આજીવિક સંપ્રદાયનો તીવ્ર ઝનુની પ્રસારક અને પ્રમુખ આગેવાન હતો. અને મહાવીર કે જેઓ તેમનો જ્ઞાતૃવંશથી જ નcપુત્ત તરીકે ઓળખાતા હતા તેજ રીતે ગોસાલા પણ મરનાપુત્ર તરીકે ઓળખાતો હતો. માનવિકા એ તો મસ્જરિના નું કેવળ બીજું નામ જ હતું. આ સમજૂતી દેખીતી રીતે જ સત્ય લાગે એવી છે કે જે જૈન તેમજ બૌદ્ધ એમ બંને પરંપરાઓ સાથે મેળ સાધે છે. જે કોઈ વ્યક્તિ આ ત્રણે અર્થઘટનાથી માહિતગાર છે તે સહેલાઈથી જોઈ શકશે કે બુદ્ધઘોષાનું પ્રથમ અર્થઘટન રસપ્રદ અને શોધવૃત્તિ યુક્ત હોવા છતાં તે કેવળ દંતકથાઓમાં જોવા મળતું અને કાલ્પનિક લક્ષણ ઘરાવતું હોય એમ લાગે છે અને તે ખોટું છે એમ સાબિત કરવા માટે કોઈ દલીલની આવશ્યકતા નથી. જો દંતકથા તેની અંદર ઊંડે છુપાયેલી હોય તો પણ સત્યનો અંશ તેમાં એ છે કે અન્ય પાખંડીઓની માફક જ ગોસાલો પણ ગરીબ પરિવારમાં ગૌશાળામાં જન્મ્યો હતો. એ અર્થઘટન કે જે મંવાની ને મwારિન તરીકે ઓળખાવે છે તે વ્યાકરણની રીતે વાદવિવાદથી પર છે અને સંશોધકવૃત્તિવાળું છે, પરંતુ કોઈ પણ કેવળ એમ નહિ વિચાર કે તે ગમે તેમ કરીને બેસાડેલું અસ્વાભાવિક અર્થઘટન છે અને તે જોકે અશક્ય નથી (આજીવિકા સંપ્રદાયના અનુયાયીઓ આવો કોઈ દંડ પોતાની પાસે રાખતા ન હતા) તેથી ઘણે ભાગે તે અસંવિત છે કે લોકોએ તેને મારિનના પુત્ર તરીકેનું નામ આપ્યું હોય. આ બાબત બેવડી ભૂમિકા ઉપર અસંભવિત છે. પ્રથમ તો આપણે કોઈ પણ સંદર્ભગ્રંથોમાંથી જાણી શકતા નથી કે તેના પિતાએ ક્યારેય મરી તરીકેની ભૂમિકા ભજવી હોય. જો આપણે આ પદનું - ૨૦૫ - Page #299 -------------------------------------------------------------------------- ________________ ડિન કે મારિન એવા એક વર્ગ તરીકે અર્થઘટન કરીએ કે જે આજીવિકા સાથે મળતું આવતું હોય તો પણ ગોસાલાએ પોતે ક્યારેય એકાદવાર પણ તેના જીવનમાં છેવટ સુધી જાહેર કર્યું ન હતું કે તે પોતે આવી જાતિની સાથે સંબંધ ધરાવતો હતો. વાસ્તવમાં તેને તેની પોતાની કોઈ જ્ઞાતિ-જાતિ જ ન હતી. ઓછામાં ઓછી કિંમતે વધુમાં વધુ મેળવવુંએ એક સિવાય તેને પોતાના કોઈ સિદ્ધાંતો ન હતા. તે એટલો બધો અજ્ઞાની અને દુન્યવી હતો કે તેને પોતાની કોઈ ફિલસૂફી કે સિદ્ધાંત આધારિત માન્યતાઓ ન હતી. શરૂઆતની વયમાં તે જે નામ - વિશેષણથી જાણીતો થયો હતો તેને તેણે અંતમાં જેવા હોવાનો દાવો કર્યો હતો તે રીતે વર્ણવી શકાય તેમ નથી. સારું અને સાચું અર્થઘટન એ હોઈ શકે કે મંલ્લાનીપુત્ર એ શાવિયત્ત, સાપુત્ત, પાંડુપુત્ત જેવું જ તેનું પારિવારિક નામ હોઈ શકે અને કોઈ રીતે તે તેની ફિલસૂફી સાથે વાસ્તવમાં સંબંધ ધરાવતું નહીં જ હોય. તેના પિતા મહાત તરીકે જાણીતા હશે, અર્થાત્ એવી વ્યક્તિ કે જે ચિત્રો દર્શાવીને પોતાની આજીવિકા રળતી હોય. પુત્રએ પણ પિતાના જ પેંગડામાં પગ નાખ્યો હોય અને વાસ્તવમાં તેણે પણ પોતાની જાતને મંવાતીમાં પરિવર્તિત કરી હોય અને આ રીતે મંવાનીપુર એ બૌદ્ધો દ્વારા મંવાનીએ નામે જાણીતો થયો હોય. બધાં જ અર્થઘટનોના પ્રકાશમાં અપરિવર્તનીય એવી દરખાસ્ત એ હોઈ શકે કે ગોસાલો એ ગરીબ માણસનો દીકરો હતો, જે ગોશાળામાં જન્મ્યો હતો જો કે થોડોક સમય દાસ તરીકે રહ્યો હોવા છતાં તે પોતાની જિંદગીના શરૂઆતના સમયમાં ચિત્રો દર્શાવીને પોતાની આજીવિકા રળતો હતો. તેની ગરીબાઈ, તેનું અજ્ઞાન, તેના સંસ્કોરે જે.વારસાગત રીતે તેને મળ્યાં હતાં તેને પરિણામે તેને સ્વવિકાસની દૃષ્ટિએ એક સ્વાર્થી, બેજવાબદાર, અહંકારી, ઉદ્ધત, અવિનયી, નિખાલસતાવિહીન, કૃતઘ્ની માણસ બનાવી દીધો હતો આવાં અનિષ્ટ વલણો પણ તેને તેના બુદ્ધિમંત, જિજ્ઞાસુ અને સખત પરિશ્રમી સ્વભાવમાંથી તેને અન્યત્ર દિશામાં વાળી શક્યાં ન હતાં અથવા તેના માઠા સમયમાં પણ તે મહાવીરને વળગી રહ્યો તેને આપણે કેવી રીતે મૂલવીશું! - ૨૬ Page #300 -------------------------------------------------------------------------- ________________ તે જ્યાં સુધી મહાવીર જોડે જોડાયેલો હતો ત્યાં સુધી આપણે તેના વિશે કશું જ જાણતા નથી. મહાવીરચરિત્ર : ગુણચંદ્ર લિખિત “મહાવીરનું જીવન” અનુસાર ગોસાલાના જીવનના બાળપણમાં બનેલા શરૂઆતના બનાવોનું અનુસંધાન મળે છે જે તેમના જીવનમાં બનેલી અનિષ્ટ બાબતોને પણ ખૂલી કરે છે. એકવાર જ્યારે ગોસાલાએ તેની માતાની આજ્ઞાનો અનાદર ક્ય ત્યારે તેણીએ તેને આ રીતે ઠપકો આપ્યો છે કતપ્ની બાળકી મેં તને નવમાસ (મારા પેટમાં રાખ્યા) પછી જન્મ આપ્યો અને છતાં તુ મારી કોઈ જ આજ્ઞા માનતો નથી! ત્યારે તે કૃતઘ્ની, અહંકારી, મૂર્ખ ઉત્તર વાળ્યો, “હે માતા! જો તું મારા પેટમાં દાખલ થઇ શકે તો હું તને તેનાથી બમણા સમય સુધી સહન કરીશ.” જોકે આ કેવળ પ્રારંભની બાબતનો નિર્દેશ છે કે જેવું ગોસાલાએ કર્યું હતું, પરંતુ પછીથી તેણે તેના પિતાને ત્યજી દીધા અને મહાવીર સાથે જોડાયો હતો. તે છ વર્ષ સુધી મહાવીર સાથે રહ્યો. જોકે આ રહેવાના સ્થળ વિશે કલ્પસૂત્ર અને ભગવતી સૂત્રના અહેવાલો જુદા પડે છે. બંને તેમનાં સાથે રહેવાનાં વર્ષોની સંખ્યા બાબત સંમત છે. ત્યારબાદ ગોસાલો અલગ થયો અને તે પછી બે વર્ષે તેણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. છૂટા પડ્યા પછીનાં સોળ વર્ષ પછી તે ફરીથી મહાવીરને મળ્યો. તે અંતિમ મિલન હતું અને ગોસાલા માટે પ્રાણઘાતક પણ હતું, કે જેણે પોતાની જાતને બોધિ (જ્ઞાની) ધર્મોપદેશક તરીકે રજૂ કરવાનો ડોળ કર્યો હતો તેમજ (તેણે એવી રજૂઆત કરી હતી કે, તે એ જ ગોસાલો ન હતો કે જે વર્ષો પહેલાં તેમનો શિષ્ય હતો. મહાવીરે તેના મિથ્યાભિમાન અને ખાલી આડંબરને ઊતારી દીધાં અને તેથી ગોસાલો અત્યંત ગુસ્સે થઈ ગયો અને તેણે તેની જાદુઈ શક્તિને મહાવીર તેમ જ તેમના શિષ્યો પર છોડી, જે મહાવીરના શિષ્યો માટે પ્રાણઘાતક નીવડી, પરંતુ ગોસાલા માટે પણ તે પ્રાણઘાતક નીવડી. આ મુલાકાત પછી છ જ મહિનામાં ગોસાલો મૃત્યુ પામ્યો. જો કે મહાવીર પોતે પણ છ મહિના સુધી સ્વાથ્ય અંગે પીડાતા રહ્યા, પરંતુ ત્યાર બાદ તેઓ સોળ વર્ષ સુધી સંપૂર્ણ સ્વસ્થ, તંદુરસ્ત અને નીરોગી રહ્યા. ગોસાલાનું મોત અત્યંત દયાજનક હતું. તે શરમજનક પરિસ્થિતિમાં મૃત્યુ - ૨ - Page #301 -------------------------------------------------------------------------- ________________ પામ્યો, જે પોતાના શિષ્યો તરફથી પણ ધિક્કાર પામ્યો તેમ જ પોતાના મનની દુઃખી અને કંગાલ સ્થિતિમાં તે નિષિદ્ધ ચીજોનો પણ ઉપયોગ કરતો હતો તેમજ નિરકુશપણે મનમાં આવે તેમ ભોગ ભોગવતો હતો. આ બધા બનાવો અત્યત ઝીણાવટ અને કાળજીપૂર્વક જૈન ધર્મગ્રંથો, ભગવતીસૂત્રશતક-15, કલ્પસૂત્ર તેમજ હેમચંદ્ર અને ગુણચંદ્ર ગણી લિખિત “મહાવીરના પારંપરિક જીવન”એ પુસ્તકમાં વર્ણવવામાં આવેલ છે. આ લેખકો દ્વારા કરવામાં આવેલું ગોસાલાનું વર્ણન જોકે સત્યથી સંપૂર્ણપણે વેગળું નહી હોવા છતાં વિકૃત તો કરવામાં આવ્યું જ છે. હું પણ ડો. બરુઆના મંતવ્ય સાથે સંમત છું, ડૉ. બરુઆ નીચે મુજબ કહે છે. એ બાબત તો વગર કહેજ સ્પષ્ટ છે કે મંવદ્વાનીપુર પોતાના અંગે ભગવતીસૂત્રના અહેવાલોમાં વિચિત્ર મનોદશા અને કડવી વક્રોકિતઓ અસ્તિત્વ ધરાવે છે. જૈન લેખકોના પક્ષે મહાન આજીવિકા ધર્મોપદેશકને હરવખત સતત સભાન પ્રયત્નપૂર્વક અત્યંત તિરસ્કારપાત્ર ચારિત્ર્યવાળા, નીચે કુળના તેમજ હલકા વ્યવસાયવાળી વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવેલ છે, કે જે ને પસંદ કરવા માટે ટૂંકા ભૌતિક લાભના ભવિષ્ય વિશેના હેતુસર યતિજીવન પસંદ કરવા માટે પ્રરિત કરવામાં આવેલ છે, તેને મહાવીરનો સંપ્રદાય ત્યજી દીધેલી મહાવીરના શિષ્ય તરીકે, મહાવીરના અન્ય શિષ્ય અને તેમના જમાઈ જમાલી કરતાં વધારે ધૃણાજનક વ્યક્તિ તરીકે તેમજ તેને કતબ્બી હલકા ચરિત્રવાળી વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવેલ છે, કે જેણે તેના ગુરુનો સાથ સાંપ્રદાયિક મતભેદોને કારણે ત્યજી દીધેલ છે અને શરમજનક રીતે તેણે પોતાની જાતને તેના ગુરુ પ્રત્યેનું ઋણને નકારીને પોતાની જાતને જિન તરીકે જાહેર કરી છે. (આ બાબતના અનુસંધાન માટે Ses the appendix for Gosala's wanderings with Mahavir Appendix1 Hi આજ બાબતને સંક્ષિપ્તમાં રજૂ કરી છે.). આજીવિક સંપ્રદાયના ધર્મોપદેશક તરીકે પણ તેણે ખોટા સિદ્ધાંતો અને ત્રુટિયુક્ત ખ્યાલોનો ઉપદેશ આપ્યો છે એમ દર્શાવવામાં આવેલ છે કે જે ઉપદેશો માનવજાતના ભલા કરતાં નુક્સાન વધારે કરી શકે છે. તેના મૃત્યુ પહેલાં તેને વચન અને કર્મ બંનેમાં ઘેલછા બતાવતો દર્શાવવામાં - ૨૦૮૦ Page #302 -------------------------------------------------------------------------- ________________ આવેલ છે અને આ બાબતે તેણે તેના અનુયાયીઓ સમક્ષ પણ પોતાની શરમનો એકરાર કરેલ છે એમ દર્શાવવામાં આવ્યું છે. . પરંતુ સર્વથા સંપૂર્ણ ઐતિહાસિક સત્ય તરીકે ભગવતી અહેવાલને ગણતરીમાં લેવામાં આવે તો પણ તે ત્યારપછીના પોતાની જાતના વધારે પડતા ભાનવાળા જમાનાની નીપજ હોવાથી તેને સર્વથા સંપૂર્ણ રીતે સ્વીકારી શકાય તેમ નથી. સમયવર્તી ટીકા તરીકે ત્યારપછીના સમયમાં લખાયેલા) આચાંગ, અકૃતાંગ અને ઉવસગ્ગદસાઓ જો કે ગોસાલાના વ્યક્તિગત ઇતિહાસની અપૂરતી માહિતી ધરાવે છે તેમ છતાં તેઓના અહેવાલોમાં રહેલા ગોસાલા વિશેના વિચારો વધારે સૌમ્ય છે.” ડૉ. બરુઆ ભારપૂર્વક આગળ કહે છે કે ઇતિહાસકાર મોટી ભૂલ કરવાના અને ગોસાલાને અન્યાય કરવાના વલણવાળો છે એમ ત્યારે જ કહી શકાય કે જ્યારે તે અસલ ઐતિહાસિક નોંધોના અંશ તરીકે ભગવતી સૂત્રમાંના જન અહેવાલોને યોગ્ય તપાસ કર્યા વગર સ્વીકારી લે. બૌદ્ધ અને બ્રાહ્મણ (ગ્રંથોમાંથી મળતા) અહેવાલોમાંથી મળી આવતી અન્ય નોંધોના વિચારોમાં ઘણા મુદ્દાઓમાં વિરોધી ખ્યાલો જોવા મળે છે. ભગવતીનાં વિધાનો અનુસાર આપણી બધીજ જૈન માન્યતાઓ ઉપર નિઃશંક પણે વિશ્વાસ મૂકી શકાય તેમ નથી. બૌદ્ધસાહિત્યની ઝીણવટપૂર્વક તપાસ કરીને આપણે નક્કી કરી શકીએ છીએ કે બધા જ પાછળથી રચાયેલા સાહિત્યમાં પૂર્વ ઇતિહાસની પુનર્રચના એકસમાન સભાન પ્રયત્નો દ્વારા એ રીતે કરવામાં આવી છે કે જેના દ્વારા તે નીચા કુળનો અને દુષ્ટ ચારિત્ર્ય ધરાવતી વ્યક્તિ તરીકે દેખાય, આ બાબતમાં પાછળથી રચાયેલા બૌદ્ધ અને જૈન અહેવાલો સંમત થાય છે. જોકે એમાં કોઈ શંકા નથી કે ગોસાલાના જીવનમાં કુલિનતા તેમ જ પ્રમાણિકતાનો અભાવ હતો, તેમ છતાં આવા મહાન ચારિત્ર્યને ઘડવામાં ચાવીરૂપ બાબત એ હતી કે તેનામાં ઓછામાં ઓછું એવું કંઈક તો હતું જ કે જેને લીધે તે આટલી મોટી સંખ્યામાં અનુયાયીઓને એકત્ર કરવા માટે અને સાથે સાથે બુદ્ધ અને મહાવીર જેવા બે મહાન ધર્મોપદેશકોના વિરોધ વચ્ચે પણ શક્તિમાન બન્યો હતો. તેણે તેના શિષ્યોને છેતર્યા હતા એમ માની લેવામાં આવે તો પણ એ સત્ય આપણી ધ્યાન બહાર ન જવું Page #303 -------------------------------------------------------------------------- ________________ જોઇએ કે અત્યંત લાંબા સમય સુધી તે પોતાના શિષ્યો પરની પકડ ટકાવી રાખવા માટે શક્તિમાન બન્યો હતો, કારણ કે તેમના (શિષ્યોના) પક્ષે આ માટે મજબૂત પાકી ખાતરી અને મક્કમ શ્રદ્ધા આવશ્યક બને છે. આપણે જાણીએ છીએ કે તેના અનુયાયીઓ એ અસંસ્કૃત, જેમનાં મન કાટ ખાઇ ગયાં હોય એવા અજ્ઞાનીઓની ટોળી ન હતી પરંતુ તે સર્વે શ્રીમંત અને સુસંસ્કૃત નાગરિકો હતા. આવાં કેટલાંક ઉદાહરણો છે સદ્ધાલપુત્ત, આયામપુત્ત, હાલાહલ વગેરે. તેની સફળતાને મૂલવવા માટે આપણે કાંતો તેના જીવન અને રહેણીકરણીને અથવા તો તેની ફિલસૂફી અને ધર્મોપદેશને ધ્યાનમાં લેવાં જોઇએ. - જૈન અને બૌદ્ધ અહેવાલોમાં પાછળથી કરવામાં આવેલી નોંધો આપણને એમ માનવા પ્રેરે છે કે તેનું જીવન અત્યંત અસંતોષકારક અને તેનો ધર્મોપદેશ બિનઉપયોગી હતો. કિન્તુ જેમ તેનો ઉપદેશ એકંદરે નકામો ન હતો, પરંતુ તેના સમયમાં પ્રવર્તમાન માન્યતાઓમાં સતત પુનર્રચના તેમજ ઉત્ક્રાન્તિ થતી રહેતી હોવાથી તેનું જીવન સંપૂર્ણપણે સદ્ગુણોવિહીન ન હતું. પ્રત્યેક કાળા વાદળમાં હંમેશાં રૂપેરી રેખાઓ હોય છે એ સત્યને ત્યારપછીના લેખકોએ સભાનપણે ઢાંકી દેવાનો પ્રયત્ન કર્યો હતો. મહાવીરના સંપ્રદાય સાથેનું તેનું જોડાણ એ માત્ર ધંધાદારી સોદો હતો એમ ગણાવવામાં આવે છે, પરંતુ તેના ગુરુ પ્રત્યેની તે જ્યાં સુધી તેમની સાથે હતો ત્યાં સુધીની તેની પ્રતિબદ્ધતાના પ્રકાશમાં ઉપરોક્ત બાબતને સમર્થન આપી શકાય નહિ. તેની પ્રતિબદ્ધતાને લગભગ તેની ગુરુ પ્રત્યેની ભક્તિ તરીકે ઘટાવી શકાય, કારણકે તેણે લાટ પ્રદેશમાં તેના ઉપર અનેક અંતિમ કક્ષાનાં પરાકાષ્ઠાની યાતનાઓ પ્રયોજવામાં આવી હતી તેમ છતાં તેણે તેના ગુરુને ત્યજી દીધા ન હતા અને છેવટે તેણે તેમને ત્યજી દીધા તેનું કારણ એ ન હતું કે તેણે તેમની સાથે રહીને અનેક યાતનાઓ વેઠી હતી, પરંતુ સાંપ્રદાયિક મતભેદોને કારણે તેણે તેમને ત્યજી દીધા હતા કારણકે તે અન્યને તપાવવાની જાદુઈ શક્તિનો અભ્યાસ કરવા તેમજ તેને વિકસાવવા અને ચિહ્નોનાં અર્થઘટનોનું જ્ઞાન મેળવવા ઇચ્છતો હતો. તેણે પોતાની જાત ૫૨ આમંત્રી હતી એવી મોટા ભાગની મુશ્કેલીઓ ૦૨૮૦× Page #304 -------------------------------------------------------------------------- ________________ એ હકીકતને કારણે હતી કે તે વર્ધમાન મહાવીરની બિનપ્રતિકારક અનાસ્થા વિકસાવી શક્યો નહિ. તે સ્વભાવે એટલો બધો જિજ્ઞાસુ હતો કે તે પોતાની જાતને કાબૂમાં રાખી શકતો ન હતો. તેની આસપાસની સર્વે બાબતો અંગે ક્યારે અને શા માટે (તે અંગેનું પૂર્ણ જ્ઞાન) તે અંગે જાણવા માટેની તેની આતુરતા તેમજ તેના આખાબોલાપણાએ તેના પર જેનો કદી અંત ન આવે તેવી યાતનાઓની શૃંખલાને આમંત્રી. આપણે પરખવું જોઈએ કે તેણે જે કોઈ કાર્ય હાથમાં લેતો તેને અંગે તે એટલો બધો ગંભીર હતો કે તે તેને પૂર્ણ કર્યા વગર ક્યારેય છોડી દેતો નહિ. છ મહિનાની અંદર જ તે અન્યને તપાવવાની ચમત્કારિક શક્તિ પ્રાપ્ત કરવા માટે શક્તિમાન બન્યો અને તે જ પ્રમાણે અત્યંત ટૂંકા ગાળામાં તેણે સંક્તોનું અર્થઘટન કરવાના જ્ઞાન ઉપર પણ પ્રભુત્વ મેળવી લીધું. મહાવીરથી છૂટા પડ્યા પછી માત્ર બે જ વર્ષના ગાળામાં તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શક્તિમાન બન્યો. અત્યંત સત્ય હકીકત એ છે કે મહાવીર તેની બુદ્ધિમત્તા વિશે કહે છે, તેનાથી વિપરીત રીતે તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શક્તિમાન બન્યો હતો.” (પુનર્જન્મના સિદ્ધાંતમાં તે માનતો ન હતો અને તેથી જ તેણે તરત જ ગૃહત્યાગ કર્યો હતો) ગોસાલા પછી બે વર્ષે મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. મહાવીરે જો કે ગોસાલાના પરિવર્તનને પડકાર્યું તે કોઈ અન્ય કારણે. તેમનો આ પડકાર તેના વ્યક્તિત્વ સાથે સંબંધિત હતો અને નહીં કે તેની સર્વજ્ઞતા બાબત. આથી ઊલટું ગોસાલાએ કહ્યું કે મહાવીર પોતાનો નિવાસ કોઈ ધર્મશાળા અથવા તો કોઈ જાહેર જગ્યાએ રાખવાથી ડરતા હતા કારણ કે તેમને ભય હતો કે (અતિ જગ્યાએ) તેમના વિરોધીઓ તરફથી કોઈ પડકાર આવી પડે. મહાવીરને તેની રૂદ્ધિની શક્તિનો પૂરેપૂરો ખ્યાલ હતો. તેની મરણોન્મુખ કબૂલાતનો આરોપ તેના પર લગાડવામાં આવે છે તે જો સત્ય હોય તો પણ તે આપણા માટે આદરને પાત્ર બને છે કારણ કે આવી નિર્ભય કબૂલાત તેના જીવનમાં ભલે મોડેથી કરવામાં આવી હોય તો પણ તેમાં ખૂબ જ હિંમતની અને હૃદયની નિર્મળતાની આવશ્યકતા રહે છે. - ૨૮૧ - Page #305 -------------------------------------------------------------------------- ________________ જે રીતે તેના જીવનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે તે જ રીતે તેના સંપ્રદાયને પણ ખોટી રીતે સમજવામાં આવ્યો છે, અને જે સિદ્ધાંતોનો તેણે ઉપદેશ આપ્યો તેણે પણ તેના હરીફ ધર્મોપદેશકોને તેની જીવનરીતિ કરતાં પણ વધારે અસ્વસ્થ અને ચિંતન બનાવ્યા છે. હવે પછી આપણે જીવન અંગેની તેની ફિલસૂફીના પાયામાં રહેલા સિદ્ધાંતો અને આ સિદ્ધાંતો તેણે કઇ રીતે તારવ્યા તેનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. તેની ફિલસૂફી તેના બે મહાન વિરોધીઓ બુદ્ધ અને મહાવીરની ફિલસૂફીનો સામનો કરે છે. બુદ્ધે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ગોસાલા વાળમાંથી બનેલા વસ્ત્ર જેવો છે. તે ઠંડા વાતાવરણમાં ઠંડો રહે છે. તેનો પાખંડ સર્વે (પાખંડો)થી કનિષ્ઠ છે અને તે માનવજાતનો સૌથી મોટો દુશ્મન છે. नाहं लिक्खवे अ एकपुग्गलंपि समनुपस्सामि यो एव बहुजनहिताय पटिपन्नो, बहुजनसुखाय बहुनो जनस्स अनत्थाय युक्खाय देवमनुस्सानं यथाइदं लिक्खवे मक्खालि मोधपुरिसो, सेच्चथा पि लिक्खवे यानि किञ्चि तन्तवुतानं वत्थानं केसकम्बलो भिक्खवे सिते सितो उन्हे उन्हो, दुष्षण्णो, दुग्गन्धो, दुक्ख सम्फस्सो, एवमेवं खो भिक्खवे यानि किञ्चि समनप्पवादानं, मक्खालिवादो तेस पटिकि त्थो अक्खायं ति ॥ મખ્ખાલી ગોસાલાની ફિલસૂફી : આજીવિકોના ઇતિહાસમાં મંખાલીનો પુત્ર ગોસાલા મધ્યવર્તી સ્થાન ધરાવે છે. તેના મત અનુસાર આજીવિકોએ સંપ્રદાયનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જે તે સમયમાં ગણનાપાત્ર મહત્ત્વ ધરાવતું હતું. એ હકીકત ઉપરથી આ નિર્ણય તારવી શકાય કે બ્રાહ્મણધર્મ અને નિગ્રંથોની સાથે સાથે જ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. (સંદર્ભઃ દિલ્હીના સ્તંભ ઉપરનો અશોકનો શિલાલેખ; Corpus Inscript Indicarum Plate XX-Lines 4-5) આ આજીવિકોની ફિલસૂફીને જૈનો અને બૌદ્ધોએ એક સમાન રીતે વ્યાપકપણે જાહેરમાં વખોડી કાઢી છે અને તેમ છતાં Dr. Jecobi અને Dr. Barua એ ભારપૂર્વક રજૂઆત કરી છે કે આજીવિકાઓએ તેમની આ બંને સમકાલિન વ્યવસ્થાઓ પર ઊંડો પ્રભાવ પાથર્યો હતો. ગોસાલા અને તેની ફિલસૂફી એ બંનેને ખોટી રીતે સમજવામાં આવી *૨૨* Page #306 -------------------------------------------------------------------------- ________________ છે તેમ જ તેમનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. અને આજીવિકોની સત્તાવાર નોંધો - અહેવાલો અપ્રાપ્ય છે, તેથી આપણે અપૂરતા અને ટૂકડે ટૂકડે મળેલા છૂટાછવાયા પુરાવાઓ પર આધાર રાખવો રહ્યો કે જે બૌદ્ધો અને જૈનોના અહેવાલોમાંથી પ્રાપ્ત થયા છે. આ અપૂરતા પુરાવાઓ કે જે સમકાલીન સંપ્રદાયો પાસેથી મળેલા છે તે પણ તેમને ન્યાયી રીતે મૂલવતા નથી, પરંતુ તે હરીફ જૂથોના પૂર્વગ્રહ યુક્ત અભિપ્રાયો છે કે જેમણે અત્યંત ઉત્સુકતાથી તેમના હરીફોની કળીના વિકાસને ઊગતાં જ ડામી દેવાની મહેચ્છા રાખેલી હોવી જોઈએ. સદીઓ સુધી આવા શક્તિશાળી વિરોધીઓનો સામનો કરીને આજીવિકા સંપ્રદાય વિકસ્યો-સમૃદ્ધ થયો, જે ત્રુટિરહિત શબ્દોમાં દર્શાવે છે કે લોકોના મોટા સમુદાય ઉપર તેની પકડ હતી. એ પણ તદ્દન અશક્ય નથી કે જે તંત્ર-વ્યવસ્થા ઘણા મોટા લોક સમુદાયો ઉપર આવી મોહિની છાંટી અને સૌથી શક્તિશાળી વિરોધીઓનો પ્રતિકાર કર્યો તેણે અવશ્ય આ વિરોધી તંત્રો ઉપર પણ જુદી જુદી માત્રામાં પોતાની અસર છોડી હોવી જોઇએ. ગોસાલાની ફિલસૂફીને વિદ્વાનો દ્વારા અનેકવાર બાજુ ઉપર મૂકી દેવામાં આવી કારણ કે અન્ય ફિલસૂફીઓને કારણે તે ધ્યાન ખેંચવા માટે યોગ્યતા ધરાવતી નથી. (એવી દલીલ કરવામાં આવી) તેને દૈવવાદીઓ અને તેમની ફિલસૂફીમાં પણ અધમ તરીકે નવાજવામાં આવી, કે જે કૌવત, શક્તિ નિરાશાવાદી તરીકે માનવીય તાકાત, માનવીય ઉત્સાહ-જોશ, નિરાશાવાદ વગેરેને નકારે છે અને આ બાબત તેના અનુયાયીઓના સંન્યસ્તને ઝાંખું કરી શકી નથી.1 1 સૂત્રક્ષિતંગ 2 II Buddhist Philosophy in India and Ceylon, Arthur Berasidale Keith Ch.VII The place of Buddhism in early Indian thought. II-26 P.524, I-36, P-238, (P.T.S.Ed.) નીચેના મથાળાં અનુસાર આજીવિકા અને તેના સિદ્ધાંતોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશ : (I) આજીવિકોનો ઇતિહાસ -૨૮૩ Page #307 -------------------------------------------------------------------------- ________________ (II) તેની ફિલસૂફી - મુખ્ય માન્યતાઓ (III) આ આજીવિકોનું ચારિત્ર્ય (I) મહાવીર અને ગોસાલા વચ્ચેનો સંબંધ કોણે કોને ઉપકૃત કર્યા અને શી બાબતમાં ? (W) ઉપસંહાર અને અર્થઘટન (I) ઈતિહાસ : આજીવિકોના સિદ્ધાંતના અભ્યાસ અને તેના સંખ્યાબંધ અનુયાયીઓ એ સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે કે તેમના આગેવાન મારી ગોસાના એ કંઈ રાતોરાત કરેલી કોઈ છેતરપિંડી કે ઘોર કર્મ નથી, પરંતુ તે માન્યતાઓના ધીમા, સ્થિર અને છતાં ભૂલરહિત વિકાસનું પરિણામ છે, કે જેને મૂળભૂત રીતે અરણ્યવાસી સંન્યાસીઓ તરફથી સમર્થન પ્રાપ્ત થયું હતું, પૂર્વાત્ય તેમજ પાશ્ચાત્ય પંડિતોએ એકમત થઈને એ બાબતને ટેકો જાહેર કર્યો છે કે આજીવિકા સંપ્રદાયને તેનો પોતાનો ઇતિહાસ છે. એ સત્ય છે કે તે મરિનોની માન્યતાઓ હોઈ શકે. મસ્કારિનો કે જેઓ પોતાની સાથે લાંબી વાંસની લાકડી રાખીને ચાલતા) કે જેઓ બીજી રીતે ડિન તરીકે ઓળખાતા હતા, તેઓ પછીથી આજીવિકો તરીકે ઓળખાતા થયા અને તેઓ તેમના આગેવાન વાની જોસાના ને લીધે ફિલસૂફીના સ્તર સુધી ઉન્નતિ સાધી શક્યા. પરંતુ આજીવિકા સંપ્રદાયની પ્રારંભની માન્યતાઓ એ ભારતીય સંન્યાસીઓના વૈવાનાસા કે વાનપ્રસ્થ સંપ્રદાયરૂપે અમુક લાંબા સમયથી અસ્તિત્વમાં હતી. બૌદ્ધ ધર્મગ્રંથોના સંદર્ભો આપણને દર્શાવે છે કે આજીવિકો તેમના ત્રણ આગેવાનોને માનતા હતા, જેઓ રક્તવવા, શિસા સક્રિયા અને મરવાની કોસાના, કે જેમને તેમણે સર્વોપરિ સત્તાધીશના શ્વેતવર્ગમાં મૂક્યા હતા. ડૉ. બરૂ માને છે કે નન્દવઋા, જિસી સજિવા એ આ સંપ્રદાયના સ્થાપક હતા એમ એમ સંદર્ભો મળે છે, પરંતુ બૌદ્ધ ધર્મગ્રંથો પણ આપણને તેમના વિશે આપણને કોઈ વિગતવાર માહિતી પૂરી પાડતા નથી. બૌદ્ધ જાતકો-522 આપણને સમના શિષ્યોનો સંદર્ભ આપતાં કહે છે કે ગોદાવરી નદીના તટે આશ્રમ બાંધીને રહેતા ગતિપત્તા નામના ખ્યાતનામ સંન્યાસી શિક્ષા વા નામના એક વિદ્વાન શિષ્ય હતો, જે પણ પોતાના ગુરુની જેમ જ શિષ્યોના બોજાથી મુક્ત રહીને પોતે માત્ર - ૨૮૪ - Page #308 -------------------------------------------------------------------------- ________________ એકલો જ રહેતો હતો. નન્દા, વવા અને વિકલા વાએ નામોની વચ્ચે રહેલો વિરોધાભાસ અવર્ણનીય રહે છે. અગત્યનો એકમાત્ર મુદ્દો એ છે કે સરપં અને તેના શિષ્ય સિા વવાના વિચારો મંવાની ગોસાનાના નૈતિક ઉપદેશો સાથે સામ્ય ધરાવે છે. અને ઉપરોક્ત વિરોધાભાસ હોવા છતાં આ નામો વિશે જોકે ડૉ. બરુઆ દુરાગ્રહી નહીં હોવા છતાં તેઓ દર્શાવે છે કે આ નામો અંગેની વિગતો વિશેની કોઈ પણ તપાસ સંન્યાસીઓની વૈવાનાસા કે વાનપ્રસ્થ વ્યવસ્થા તરફ દોરી જાય છે કે જેમાંથી તે (નામો) ઉદ્દભવ્યાં છે. ડો. ગોપાણી પ્રશ્નવ્યાકરણ, ઔપાપાટિકાસૂત્ર, સૂત્રક્ષિતંગા, ભગવતી સીથારંગા અને અન્ય જગ્યાઓ કે જ્યાં આ સૂત્ર ફિલસૂફી (આજીવિકા)ની ચર્ચા કરવામાં આવી છે તેની ભૂમિકાના આધારે કહે છે કે ત્યાં પણ તેના સ્થાપકોનાં નામોનો નિર્દેશ કરવામાં આવેલ નથી અને તેથી તેઓ એ નિર્ણય ઉપર આવે છે કે નંદાવક્કા અને કિસા સાંકિક્કા એ મહાવીરના સમકાલીનો હતા અને તેમણે આજીવિકા સંપ્રદાયની ગૌણ વિવિધતાઓની રજૂઆત કરી હતી. તેમના મત અનુસાર આજીવિકા સંપ્રદાયના ત્રણ વિદ્વાનો હતા. આપણી પાસે નંદાવકા અને કિસા સાંટિક્કાના સંપ્રદાયો અંગે ખાસ કંઈ વધારે જ્ઞાન નથી કે જેટલું ગોસાલાના સંપ્રદાય વિશે છે. એવો મત ધરાવું છું કે આગેવાનોનાં નામો તેમજ સાથે સાથે તેમની ફિલસૂફી કોઈ પણ જાતના નિર્દેશના અભાવે આપણે કોઈ ચોક્કસ નિર્ણય તારવવા તરફ દોરાઈ જઈ શકીએ નહિ, કારણ કે આપણે જાણીએ છીએ કે આદ્ય લેખકો એ કોઈ વ્યક્તિ વિશેષની નહિ, પરંતુ (જ્ઞાનના) પ્રકારની દરકાર કરી છે, અને આ આદ્ય લેખકોએ તેના સ્થાપકો વિશે ઝાઝી દરકાર કરી નથી, પરંતુ તેમના દ્વારા પ્રતિપાદિત કરવામાં આવેલી ફિલસૂફીની દરકાર કરી છે. જો આપણે તેમને મહાવીરના સમકાલીનો તરીકે તેમજ આજીવિકા સંપ્રદાયના વિવિધ પંથોના સ્થાપકો તરીકે ગણીએ તો મુશ્કેલી એ ઊભી થાય છે કે મખ્ખલી ગોસાલાની સાથે સાથે કોઈ પણ જગ્યાએ શા માટે તેમને વિશેનો કોઈ જ નિર્દેશ કરવામાં આવેલ નથી. (આજીવિકા સાંપ્રદાયની) આ ગૌણ વિવિધતાઓ વિશે કોઈ પણ જગ્યાએ કોઈ સાચી - ૨૮૫ - Page #309 -------------------------------------------------------------------------- ________________ રજૂઆત કે કોઈ વિરોધી-ખોટી રજૂઆત થયેલી જોવા મળતી નથી. હું માનું છું કે આવા સંજોગો હેઠળ તારવવામાં આવેલો કોઈ નિર્ણય પ્રમાણવિહીન બની રહેશે. આપણે આગળ જાણીએ છીએ કે ગોસાલાના શિષ્યો એટલા સહિષ્ણુ ન હતા કે જેથી તેઓ પોતાના હરીફ સંપ્રદાયોના ધર્મોપદેશકોને પોતાના સંપ્રદાયના ધર્મોપદેશકોને પણ આદર આપી શકે. આ આજીવિકાઓ વિશેની ચર્ચામાં આપણને તેમનો કોઈ નિર્દેશ ક્યારેય મળતો નથી. આ બંને આગેવાનો અસ્તિત્વ ધરાવતા હતા કે નહિ તે અંગે આપણે ચોક્કસપણે કંઈ કહી શકીએ તેમ નથી, પરંતુ એક બાબત આપણે સહી સલામત રીતે કહી શકીએ તેમ છીએ કે મહાવીરના આવા કોઈ સમકાલીનો હતા નહિ. એક નગ્ન સત્ય એ છે કે તેમને વરિષ્ઠ શ્વેત કક્ષામાં મૂકવામાં આવ્યા હતા તે હકીકત પણ આપણને એવો કોઈ નિર્ણય તારવવા અંગે મનાઈ કરે છે કે તેઓ ગોસાલાના અનુયાયીઓ હતા. હવે જ્યારે આપણે આ બે હકીક્તો વિશે ચોક્કસ છીએ કે તેઓ મહાવીરના સમકાલીનો ન હતા અને તેઓ ગોસાલાના શિષ્યો પણ ન હતા અને તેમ છતાં તેઓ તેમની વચ્ચે સર્વોચ્ચ આદર પામતા હતા. આપણા માટે તદન સ્પષ્ટ નિર્ણય એ છે કે તેઓ કોઈ સંપ્રદાયના આગેવાનો હતા, કિન્તુ તેઓ મહાવીર કરતાં થોડાક સમય અગાઉ થઈ ગયા હતા. તેના સંદર્ભે તેમના વિશેની બધી જ હકીકતો તદન ભૂલાઈ ગઈ છે. જો આપણે એમ પણ માની લઈએ કે તેઓ ક્યારેય બિલકુલ અસ્તિત્વ જ ધરાવતા ન હતા અને આ નામો કેવળ ઉપજાવી કાઢેલા બનાવટી હતાં, તો પણ આ નામો એવી કોઈ વ્યક્તિઓનો નિદર્શ કરે છે કે જેમને અંગેની હકીકતો તે સમયે ભૂલાઈ ગઈ હતી, અને તેનો અર્થ એવો થાય કે આજીવિકોએ એમ વિચાર્યું હતુ કે ગોસાલા સિવાય પણ એવી કેટલીક વધુ વ્યક્તિઓ તેની પહેલાં થઈ ગઈ હતી કે જેમણે આજીવિકો સંપ્રદાયની રચના કરવાની તેમજ તેને લોકપ્રિય બનાવવાની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી હતી. એ હકીકત હતી કે લાંબા સમયગાળાને અંતે આજીવિક સંપ્રદાય - ૨૮૬ - Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દભવ પામ્યો હતો અને તે ભ્રમણ કરતા સંન્યાસીઓ અને યતિઓની ટોળીઓ દ્વારા ઉદ્દભવ પામ્યો હતો અને તેની પાછળ તેનો પોતાનો ઇતિહાસ હતો અને આ હકીકતને જૈન ધર્મગ્રંથોનું પણ સમર્થન પ્રાપ્ત થયું હતું. ભગવતીસૂત્ર મખ્ખલી ગોસાલાના પૂર્વજન્મોની વાર્તાનું વર્ણન કરે છે. સોળ વર્ષ પછી જ્યારે ગોસાલા મહાવીરને સબાથ્થીમાં મળે છે ત્યારે તેઓ તેની ઘારી લીધેલી આગેવાની તેમજ સર્વજ્ઞતા ધરાવતા ધર્મગુરુ તરીકેનો દાવો છીનવી લે છે અને કહે છે કે, “તું એ જ ગોસાલો છું, કે જે એક વખત મારો શિષ્ય હતો.” ગોસાલો આ પરિસ્થિતિમાંથી છટકવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે તે પોતે મુદલ ગોસાલા છે જ નહિ. તે પોતે ઉદય કંડીયાયા નામનો એક મહાન નેતા છે, જે સાત પુનર્જન્મો પછી તે પોતાના આ વ્યક્તિગત સ્વરૂપમાં જન્મ્યો છે. તેનો અર્થ કેવળ એટલો જ થાય કે તે હવે અગાઉ જૂનો એ જ ગોસાલો ન હતો કે જે તેમનો શિષ્ય હતો અને તેથી તેને ગુનેગાર ઠરાવવા અંગે કોઈ પાકી ખાતરી ન હતી, પરંતુ હવે તે ઉદય કુંડીયાયાના સ્વરૂપે આજીવિક સંપ્રદાયના ખ્યાલોને રજૂ કરે છે. ઉદય કુંડીયાયાનાના આત્માએ સાત આગેવાનોના સ્વરૂપમાં તેનો પુનર્જન્મ લીધો કે જેઓએ કેટલાંક વર્ષો માટે જુદી જુદી જગ્યાઓએ તેમના માલિકના જીવાત્માનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગોસાલાએ જ્યારે ઉદયકુંડીયાયાનાના જીવાત્માને ગ્રહણ કર્યો ત્યારે જાણે કે તેણે પોતાની જાતમાં તેનો જન્મ ધારણ કરી લીધો. ડો. બરૂઓ કહે છે તેમ આ બાબતને સંપૂર્ણ રીતે લાક્ષણિક અર્થમાં અર્થઘટન કરવાની તેમજ સમજવાની આવશ્યકતા છે. ઉદય કંડિયાયાના વિશેની વિગતો કમનસીબે અપ્રાપ્ય છે. આપણે ઉદય કંડીયાયાના, નંદવક્કા, કિસા સાંકિક્કા અને અન્યો વિશેની પુરતી વિગતોની ગેરહાજરીમાં (તેમને વિશેના) ઇતિહાસની પુનર્રચના કરી શકીએ નહિ, પરંતુ નિઃશંકપણે આપણે એમ કબૂલ કરી શકીએ કે આજીવિકા સંપ્રદાયનો ઉદ્દભવ થયો અને ધીમે ધીમે તેમજ મક્કમતાપૂર્વક વિવિધ ધર્મોપદેશકો દ્વારા તેનો વિકાસ થયો કે જેઓના વિશેની વિગતો પ્રાપ્ય નથી, તેમ છતાં એ સત્ય છે કે મખ્ખલી ગોસાલા અને મહાવીરના પૂર્વેના શિષ્યો કે જેઓ તે સિદ્ધાંતો (આજીવિકા સંપ્રદાયના)માં માનતા થયા હતા તેમણે તેને યોગ્ય રીતે આકાર આપ્યો અને ફિલસૂફીના સ્તર સુધી તેને ઉન્નત Page #311 -------------------------------------------------------------------------- ________________ કર્યો, સમગ્ર સંપ્રદાયનું તેમણે પુનર્ગઠન કર્યું તેમજ પુરુષ સંન્યાસીઓ અને સ્ત્રી સંન્યાસીઓ અને સાથે સાથે સામાન્ય ભક્તોના સંઘોની સ્થાપના કરી. * ફિલસૂફી વિષયક માન્યતાઓ : હવે આપણે મૂળભૂત સિદ્ધાંતો તરફ વળીશું આજીવિક સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતો : આપણા ઉદ્દેશ્ય માટે સંપ્રદાયના ઇતિહાસ કરતાં અથવા વર્ધમાન મહાવીરના તેના સમકાલીન એવા ધર્મ ઉપર તેણે જે અસર પેદા કરી તેને મૂલવવા માટે તેના સ્થાપકો અંગેની વિગતો કરતાં સંપ્રદાય પોતે વધારે મહત્ત્વનો છે. આજીવિક સંપ્રદાયના મહત્ત્વના સિદ્ધાંતોની હું નીચેનાં મથાળાં હેઠળ ચર્ચા કરીશ. (1) નિયતિવાદ - દૈવવાદ (2) પરિવર્તન સિદ્ધાંત અને પુનર્જન્મ સિદ્ધાંત (3) ચોક્કસ સમય પછી સ્વયં સંચાલિત ઉત્ક્રાંતિ (4) સમયની સંકલ્પના (5) છ પ્રકારનાં પ્રાણીઓ (6) આઠ તબક્કા (7) વિશ્વ અને મોક્ષ (8) નીતિશાસ્ત્ર (9) આઠ અંતિમો (10) ચાર પેયો અને ચાર અવેજીરૂપ પ્રતિનિધો 1 Olden berg's Buddha : P.70 (1) નિયતિવાદ અથવા દૈવવાદ : આજીવિક સંપ્રદાયનો સાર મુક્ત ઇચ્છાની ઋણાત્મકતા હોય એમ દેખાય છે. તદનુસાર મનુષ્ય તેના પર્યાવરણની મરજી વિરુદ્ધની બક્ષિસ છે. ભગવાન જ્યારે કુંડાકોલિયા નામના સદ્ગૃહસ્થની સમક્ષ ઉપસ્થિત થઇને કહે છે કે, ‘‘ભલે! હે દેવોના પ્રિય, તે ગોસાલાના નિયમ અનુસારનો સંપ્રદાય છે, જે કહે છે કે પરિશ્રમ કે મહેનત કે શક્તિ કે ઉત્સાહ-જોશ કે માનવીય તાકાત જેવું કંઈ હોતું ૦૨૮૮ Page #312 -------------------------------------------------------------------------- ________________ નથી, પરંતુ આ સઘળી બાબતો અપરિવર્તનીય રીતે નક્કી હોય છે. તદનુસાર આ નિયતિવાદ એ પરિણામવાદના સિદ્ધાંતમાંથી તારવી કાઢવામાં આવેલા ઉપસિદ્ધાંતો પૈકીનો એક અગત્યનો ઉપસિદ્ધાંત છે. તે સમયે ચિંતનના બે અગત્યના સંપ્રદાયો હતા. પુરુષાર્થમાં માનનારાઓના સંપ્રદાય અને પ્રારબ્ધવાદમાં માનનારાઓનો સંપ્રદાય. જેઓ પુરુષાર્થવાદમાં માનતા હતા તેઓ કહેતા હતા કે મનુષ્ય એ તેના કર્મોનું પરિણામ હતું, કારણ કે એમ કહેવામાં આવ્યું છે કે, સોયન્તાનં પિ નો તાળું મ્મવન્યો ૩ વનો। જેઓ પ્રત્યેક બાબત માટે વિલાપ કરે છે દુઃખી થાય છે. તેમને માટે પણ કોઇ આશ્રય સ્થાન નથી, તેઓ કેવળ કર્મથી બંધાયેલા છે. પ્રારબ્ધ અથવા અન્ય કોઇ શક્તિ આપણા ભવિષ્યનું ઘડતર કરી શકતું નથી, આપણે આપણી પોતાની ગુણવત્તા ઉપર આગળ વધવાનું છે. આપણા કર્મની મર્યાદાની બહાર એવું કંઇ જ નથી કે જે આપણને આનંદ અથવા દુઃખ આપવા માટે પણ શક્તિમાન હોય. સુહસ્ય ટુવસ્ય ન જોઽપિ વાતો परो ददाति कुबुञ्चिरएसा ॥ પરંતુ એક અન્ય સંપ્રદાય પણ હતો કે જે સઘળાં શક્તિશાળી પ્રારબ્ધ કે નસીબના (બહાના હેઠળ) સહારે જવાબદારીમાંથી છટકી જાય છે અને આશ્રયસ્થાન મેળવી લે છે. નસીબ એ કેવળ કાયદાનો પણ કાયદો (સર્વોપરી કાયદો) છે કે જેની ઉપર કોઇ જ કાયદો નથી. પ્રત્યેક વસ્તુ પૂર્વનિર્મિત - ઇશ્વરનિર્મિત હોય છે. જેઓ એમ માને છે કે આ તેનાં ભૂતકાલીન કર્મોનું ફળ છે કે જેને લીધે તે દુઃખી થાય છે તે માન્યતામાં તારવણીનો અભાવ છે અને તેઓ વસ્તુઓની વાસ્તવિક પ્રકૃતિને જાણતા નથી. તે ડાહ્યો માણસ છે, દૃષ્ટા છે કે જે એમ જાણે છે કે દુઃખ, દર્દ, તીવ્ર વેદના કે જેનાથી તે પીડાય છે તે તેના ભૂતકાળનાં કર્મોનું પરિણામ જરા પણ નથી. આથી ઊલટી બાબતનો જેઓ ઉપદેશ આપે છે તે બધા કેવળ જૂઠ્ઠાં છે. (i) આકસ્મિક રીતે કશું જ બનતું નથી. પ્રત્યેક સઘળું જે છે અને જે કંઇ બને છે તે બધું જ કુદરતના કાયદા અનુસાર પૂર્વનિર્મિત હોય છે. ડૉ. ગોપાણી તેને આ રીતે રજૂ કરે છે, એ પ્રારબ્ધ છે કે જે વિશ્વના બનાવોને નિયંત્રિત કરે છે, શરતાધીન બનાવે છે, કાયદાબદ્ધ અને નિયમબદ્ધ કરે ૨૮૯ Page #313 -------------------------------------------------------------------------- ________________ છે. જે બનવાનું છે, તે બનીને જ રહે છે, અને જે બનવાનું નથી, તે ક્યારેય બનતું નથી, અને આપણા વર્તમાન જીવનની પ્રત્યેક બાબતનો આરંભ અને અંત એ જ આ બધાનો સરવાળો અને પદાર્થ છે એમ આપણને વિનતિવાન દ્વારા શીખવવામાં આવ્યું છે. (સૂત્રકૃતાંગ II 1-1 પાના નં. 287-288) આત્મા એ કેવળ જીવનની આ સામાન્ય નાટિકામાં અકાર્યશીલ પ્રેક્ષક છે. તે કશું જ પાર પાડતો નથી. તે મનુષ્યનું કશું જ સારું કરી શકતો નથી કે બગાડી શકતો નથી. તેનામાં કશુંક કરવાની કે નહિ કરવાની તાકાત નથી. મનુષ્યનાં સર્વે પ્રયત્નો અને અશ્રુઓ (દુ:ખો) પ્રારબ્ધ દ્વારા પૂર્વનિર્મિત થયેલી હકીકતમાંથી એક શબ્દ પણ ભૂંસી નાખવા માટે શક્તિમાન નથી. પ્રયત્ન, તાકાત, શક્તિ, આત્માનું બળ વગેરે બધાં જ કોઇ રીતે ઉપયોગી નથી અને મનુષ્ય કોઇ પણ જાતના પૂર્વગ્રહ વગર જન્મ અને મરણ તેમજ સુખ અને દુઃખની ઘટમાળમાંથી પસાર થવું જ પડે છે.1 જૈન ધર્મગ્રંથો અનુસાર ગોસાલો જ્યારે મહાવીર સાથે ભ્રમણ કરતો હતો ત્યારે કેટલાક મહત્ત્વના બનાવો બન્યા હતા કે જેમણે ગોસાલાને પ્રારબ્ધની અગમ્ય શક્તિની પ્રતીતિ કરાવી. તેણે તેને પરિવર્તનના કે પુનર્જન્મના એક બીજા અગત્યના સિદ્ધાંતની પણ પ્રતીતિ કરાવી. મનુષ્ય જો ભલો હોય કે મહાન હોય, દુષ્ટ હોય કે રંક હોય, પરંતુ તે જે છે તેમાં તે કોઈ જ ફેરફાર કરી શકતો નથી. તે તો કેવળ પ્રારબ્ધના હાથનું એકર્મણ્યશીલ રમકડું છે, અને (પ્રારબ્ધને) તાબે થઇ જવું એજ એકમાત્ર માર્ગ તેની સમક્ષ ખુલ્લો છે. દૈવવાદનો આ સિદ્ધાંત જીવનની અત્યંતકાળી રજૂઆત છે. તે દૃષ્ટિથી અદૃશ્ય નિરાશાવાદ છે અને તેમાંથી છટકી શકાતું નથી. આવો સિદ્ધાંત મોટા લોક સમુદાયની તરફેણ જીતવા માટે શક્તિમાન બની શકતો નથી, પરંતુ ગોસાલાએ તેને એક અન્ય ફિલસૂફી સંબંધી વિચાર આપીને નરમ બનાવ્યો અને તેણે ગોઠવ્યું કે મૃત્યુ એ વ્યક્તિના જીવનનો અંત અને ઉદ્દેશ્ય હોવાની શક્યતા છતાં પણ તે પોતે અંત નથી. પ્રત્યેક મનુષ્ય માટે ચોક્કસ સમય પછી ઉત્ક્રાંતિના પરિણામે સર્વોચ્ચ ભલું અને અંતિમ કલ્યાણ પ્રાપ્ત કરવાનું પૂર્વનિશ્ચિત હોય છે, જેમાંથી ઝાકળબિંદુ પણ બાકાત નથી. *૨૯૦ ૦ Page #314 -------------------------------------------------------------------------- ________________ ગોસાલામાં તેના લોભને કારણે આત્મવિશ્વાસ તેમજ બેજવાબદારી ભાવનામાં વધારો થયો અને તેણે જાહેર કર્યું કે મનુષ્ય કોઈ પણ રીતે તે જે કંઈ સહન કરે છે તેને માટે સહેજ પણ જવાબદાર નથી. જે કંઈ બન્યું હોય છે તે કેવળ અનિવાર્ય-ટાળી ન શકાય તેવું હોય છે અને મનુષ્યના ગમે તેટલા પ્રયત્નો પણ તેને તેમાંથી બચાવી શકતા નથી. સિદ્ધાંતનો અર્થ કાર્યકારણના ક્રમને નકારવો તે થાય છે અને તે કેવળ દેતપશ્ચયવાનું પુનરાવર્તન છે. હવે પછીથી આપણે જોઈશું કે તે શી રીતે બુદ્ધના ઉપદેશની વિરુદ્ધ જાય છે. આ સિદ્ધાંત એ સદુત્વા દોષિ એ સૂત્રનું જ પરિણામ છે.* મખ્ખલી ગોસાલાનો નિયતિવાદ એ કોઈ નવો જ અફર સિદ્ધાંત ન હતો કે જેની તેણે રચના કરી હોય. તે માત્ર એ માન્યતાનું જ પુનરાવર્તન છે કે જે પ્રત્યેક હિંદુના હૃદયના ઊંડાણમાં અગાઉથી જ પડેલું હોય છે અને તેથી તે સારી – નક્કર ભૂમિકા પ્રાપ્ત કરે છે. (કાર્યના) કારણને મરોડવા છતાં તે સત્ય ઠરે છે. આ અંગે કરવામાં આવેલી આગાહીઓ ગોસાલાએ દાન મેળવ્યા હતા, તલના છોડનું અને ભાંગેલા ઘડાનું ભવિષ્ય ભાખ્યું હતું, કે જેમાં કસબાના કેટલાક માણસોએ લોટને પાણીમાં ઓગાળીને રાબ તૈયાર કરી હતી. આ ત્રણે કિસ્સાઓમાં મહાવીરે જે રીતે આગાહી કરી હતી તે મુજબ જ બન્યું હતું અને તેના પરિણામોમાંથી છટકવાના સઘળા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. આ ત્રણ બનાવોએ ગોસાલાને ખાતરી કરાવી કે જે પૂર્વનિર્ધારિત હોય છે તે મુજબ જ બને છે. જે બનાવનું છે તે બનીને જ રહે છે. ફરીથી રાજાએ કહ્યું - એકવાર હું જ્યારે મસ્તુ-કારી-કુશા-રી (મખાલી ગોસાલા) પાસે ગયો હતો અને તેને આજ પ્રશ્ન કર્યો હતો. તેણે મને ઉત્તર આપ્યો હતો, મહારાજા! વહેંચવું અથવા આપવું અથવા બલિદાન આપવાનો કાયદો અથવા સારું કે નરસું, સારાં કે નરસાં કર્મો માટે બદલો કે બક્ષિસ, વર્તમાન ઐહિકજગત કે મૃત્યુ પછી) મળનારું જગત, પિતા કે માતા અથવા દેવ કે પરી અથવા સજીવ પ્રાણીઓનું જગત અથવા કર્મશા કે બ્રહ્મા અથવા આ વિશ્વ અને આવનારું વિશ્વ વગેરે જેવું કંઈજ નથી. આવી વસ્તુઓ છે એમ જેઓ કહે છે તે બધા જ જૂઠ્ઠાં છે. (સંદર્ભઃ છ પાખંડીઓના સંપ્રદાયોનો અહેવાલ. - ૨૯૧ - Page #315 -------------------------------------------------------------------------- ________________ Chinese version of samama sutta Rockhill's life of Buddha, Appendix II nd Bunyiu Nanjio-) અભાનપણે પણ જે બનાવોએ મહાવીરને તેના શિષ્યોમાં આ નિયતિવાદી સિદ્ધાંત પ્રત્યે મક્કમ શ્રદ્ધા પેદા કરવા તરફ દોર્યા તે કેવળ તેમની આગાહીઓ હતી. (2) પરિવર્તન સિદ્ધાંત : તલના છોડનો બનાવ જ આ સિદ્ધાંતના ઉદ્દભવ માટે જવાબદાર છે. જ્યારે તેણે છોડને જડમૂળથી ઉખાડી નાખવાનો પ્રયત્ન કર્યો ત્યારે અણચિંતવ્યું વરસાદનું ઝાપટું આપ્યું અને છોડ ફરી એકવાર મહોરી ઊઠ્યો. ગોસાલકાને આશ્ચર્ય થયું અને તેણે મહાવીરને આ અંગે સમજ આપવા માટે કહ્યું ત્યારે તેમણે ઉત્તર આપ્યો,” હે ગોસાલકા! વન્ય સૃષ્ટિના સજીવ પદાર્થો તેમના મૃત્યુ પછી તેમના મુખ્ય દેહ (વૃક્ષ)ના વિવિધ ભાગો તરીકે જન્મ ધારણ કરે છે. (ડાળીઓ, મૂળ વગેરે).આ જ બાબતને ગોસાલકાએ ખોટાં દૃષ્ટાંતો આપીને અતાર્કિક રીતે વિકસાવી અને કહ્યું કે મૃત્યુ પછી પ્રત્યેક આત્મા તેનો પોતાનો મૂળ દેહ જ ગમે એટલી વખત ધારણ કરે છે. જ્યારે વાસ્તવિક રીતે જોવામાં આવે તો મહાવીરે આ સિદ્ધાંતનો ઉપયોગ માત્ર વન્યસૃષ્ટિ પૂરતો જ મર્યાદિત રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ બાબતમાં ગુરુ અને શિષ્ય તેમના વિચારોમાં જુદા પડ્યા અને તેથી તેઓ એકબીજાથી અલગ થયા. આ સમયે ગોસાલકાએ બે સિદ્ધાંતોની રચના કરી, જે વિજાતિવાદ અને પરિવર્તનવાદ હતા. આ બે સિદ્ધાંતોની તાકાત ઉપર તેણે પોતાની જાતને જિન, દષ્ટા તરીકે જાહેર કરી અને સોળ વર્ષ સુધી આ પ્રમાણે ચાલ્યું સોળ વર્ષ પછી તે મહાવીરને મળ્યો કે જેમણે તેની સાથે પૂર્વના પોતાના શિષ્ય જેવો જ વર્તાવ ર્યો ગોસાલા પોતાના જૂના શિષ્યત્વના સંબંધો પર પડદો પાડી દેવા માગતો હતો અને મહાવીર સાથે સમાન ધોરણે પોતાને જિન તરીકે ઓળખાવવા માગતો હતો. આ પરિસ્થિતિમાંથી છટકવાના હેતુથી તમે જ તેણે કરેલા દાવાને પાર પાડવા માટે તેણે એવા સિદ્ધાંતની શોધ કરી કે છેલ્લા જન્મ અગાઉ મર્યા સિવાય દેહથી મુક્તિ મેળવવા માટે તે સાત રૂપાંતરો પામે છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રત્યેક લાગણી ધરાવવા માટે સક્ષમ સજીવ આત્મા મૃત્યુ પામ્યા સિવાય એક જ - ૨૨ - Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના દેહમાં માત્ર સાત વખત જ રહી શકે છે અને એ જ પ્રમાણે અગાઉના જે પ્રકારના દેહમાંથી તે મુક્તિ પામ્યો હોય તેવી બાબતમાં પણ આમ જ બને છે. આ બાબત શ્રી કર્મથલા એ જે કહ્યું છે તેની સાથે દેખીતી રીતે જ વિરોધાભાસ રજૂ કરે છે. આગળ દર્શાવેલા પરિવર્તનનો સિદ્ધાંત કે જે ગોસાલાએ વન્ય સૃષ્ટિના ખોટા દૃષ્ટાંતને આધારે રજૂ કર્યો હતો કે મૃત્યુ પછી મનુષ્ય ગમે એટલી વખત તે જ પ્રકારનો જન્મ ધારણ કરે છે તેમાં ત્યાર પછી સોળ વર્ષે તેણે રચેલા પશ્ચાતવર્તી (સુધારેલા) સિદ્ધાંત અનુસાર તેમણે જાહેર કર્યું કે મનુષ્ય તેના છેલ્લા જન્મ પહેલાં જેમાંથી મુક્તિ પામ્યો હયો તે જન્મ (છેલ્લાની અગાઉનો જન્મ)માં માત્ર સાત વખત અને છેલ્લા જન્મમાં માત્ર બે વખત મૃત્યુ પામ્યા સિવાય રહી શકે છે. नत्थि बलं नत्थि वारियं नित्थ पुरिसत्थमो नत्थि पुरिस परक्कमो, सब्बे सत्ता Iના, વિરિયા, નિતિ સંકગતિ ભાવ રળતા (મિનિકા P-407) नत्थि अत्तकारे, नत्थि परकारे, नत्थि पुरिसकारे नत्थि बलं नत्थि बारियं नत्थि पुरिसधामो, नत्थि पुरिसपरक्कमो सब्बे सत्ता सब्बेपाणा सब्बे भूता सब्बे जीवा, अवसा, अबला, अविरिया, नियति सङगतिभाव परिणता। दीघनिकाय(ર–પુષ્ઠ ૬૩) 1 Jain Prakash - Uthana-Mahaviranka P-86 આમ એ સ્પષ્ટ થાય કે બીજા (સુધારેલા) સિદ્ધાંત અનુસાર છેલ્લા જન્મમાં માત્ર બે જ વખત અને તેની અગાઉના જન્મમાં માત્ર સાત વખત (સજીવ રહી શકે છે, એમ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. બીજા (સુધારેલા) સિદ્ધાંત અનુસાર જો કે તે અગ્રવર્તી શરત ન હતી કે આ સાત જન્મો લેવા માટે તેણે મૃત્યુ પામવું જોઈએ અને મૃત્યુ પામ્યા સિવાય પણ તે એ જ પ્રકારના દેહમાં સાત વખત જન્મ ધારણ કરી શકે છે. શ્રી કર્મથલા તેમના મતાનુસાર આ બંને વિરોધી એવા સિદ્ધાંતોમાં સુમેળ સાધવાનો પ્રયત્ન કરે છે અને તેઓ આ (સુમેળ ભર્યું) સંશ્લેષણ આ રીતે રજૂ કરે છે. (1) પ્રત્યેક જિન વન્ય સૃષ્ટિના સજીવોની જેમ જ મૃત્યુ પછી તેના તેજ પ્રકારનો જન્મ સાત વખત ધારણ કરી શકે છે. શ્રી કર્મથલા “સાત' એ શબ્દનો પ્રયોગ કરે છે કારણ કે જૈન - ૨૩ - Page #317 -------------------------------------------------------------------------- ________________ તેમજ બૌદ્ધ વર્ણનોમાં વારંવાર તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમકે સાત સિદ્ધાંતો, સાત પ્રકારનું દેવત્વ, સાત પ્રકારનું રાક્ષસત્વ વગેરે. શ્રી કર્મથલા આગળ ઉમેરે છે કે મૃત્યુ પછી જ જીવ એજ પ્રકારની યોનિમાં સાત વખત જન્મ ધારણ કરે છે અને મૃત્યુ પામ્યા સિવાય એવા સાદા કારણથી આમ બની શકતું નથી કે મૃત્યુ પામ્ય સિવાય આત્મા દેહને સાત વખત બદલી શકે તે નથી તો બુદ્ધિ યુક્ત કે નથી તો વ્યવહારું. આ જ બાબત માટે ડૉ. ગોપાણી નીચે મુજબનું વર્ણન આપે છે. (i) મૃત્યુ પછી પ્રત્યેક જીવ તે પ્રકારનાં પ્રાણીઓના વર્ગમાં ગમે તેટલી વખત જન્મ ધારણ કરી શકે છે. (નોંધ : તેમણે આમ માત્ર મહાવીરની વિરુદ્ધમાં જવાના હેતુથી જ કર્યું હતું. મહાવીરના સિદ્ધાંતની આંતરિક સચ્ચાઈની અંતે સંપૂર્ણપણે તેમને ખાતરી થઈ હતી તેમ છતાં પણ તેમણે આ સિદ્ધાંત રજૂ કર્યો હતો.) (ii) જરૂરિયાતનું નિયંત્રણ અને માર્ગદર્શન મેળવીને તે પ્રગતિ કરવાનું ચાલુ રાખે છે અને પ્રગતિ કરતી વખતે તે વિવિધ કક્ષાઓમાંથી પસાર થાય છે. (સ્વયં ઉત્ક્રાંતિનો સિદ્ધાંત) (iii) તેણે સારાં કર્મો કે ખરાબ કર્મો, સગુણો અને દુર્ગુણો, પાપ કે પુય વગેરે અંગે ચિંતા કરવાની જરૂરિયાત નથી. પ્રારબ્ધ એ જ તેનું મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક છે. (નીતિમત્તાનો સિદ્ધાંત) (iv) કોઈ વ્યક્તિના દષ્ટિ બિંદુ અનુસાર વિશ્વ એ મર્યાદિત છે. તેને અંગેનું તેનું પોતાનું વર્ણન શુદ્ધ રીતે આધ્યાત્મિક અને બીબાઢાળ છે. આજ પ્રકારનું વર્ણન આપણને અન્ય પવિત્ર સાહિત્યમાંથી પણ મળે છે. અગાઉથી નિશ્ચિત થયેલા જન્મ અને મરણના ચક્રમાંથી પસાર થયા પછી ચોક્કસ અને નિશ્ચિતપણે મોક્ષ ઉદ્ભવે છે. (મોક્ષનો સિદ્ધાંત) Page #318 -------------------------------------------------------------------------- ________________ (vi) મૃત્યુ પામ્યા સિવાય મોક્ષ પામતા પહેલાના જન્મના એના એ જ દેહમાં તે સાત વખત પરિવર્તનોમાંથી પસાર થઇ શકે છે (પરિવર્તનનો સિદ્ધાંત) ડૉ. બરૂઆ વિચારે છે તે જ શૈલીમાં ડૉ. ગોપાણી પણ વિચારે છે અને પરિવર્તન સિદ્ધાંતને લાક્ષણિક અર્થમાં સમજાવે છે. જ્યારે મહાવીરે કહ્યું કે ગોસાલકા તેમનો પોતાનો અગાઉનો શિષ્ય હતો ત્યારે તેણે કંઇક અંશે તાર્કિક ભૂમિકા ઉપર તેનું ખંડન કર્યું અને પરિવર્તન સિદ્ધાંતની મદદથી તેણે તેની મહેચ્છા પૂર્ણ કરી. તેણે જ્યારે મહાવીરને સામો આક્ષેપ કરીને કહ્યું કે ગોસાલકા કે જે અગાઉ તેનો શિષ્ય હતો તે તો ધણા સમય પહેલાં મૃત્યુ પામ્યો હતો અને હમણાં તો તે ગોસાલકાના મૃત શરીરમાં રહેલો ઉદય કુંડિયાયાના હતો. વાસ્તવમાં તે જે કહેવા માગતો હતો તે એમ હતું કે ગોસાલકા કે જે એક વખત મહાવીરનો શિષ્ય હતો તે પ્રગતિના દૃષ્ટિબિંદુથી હવે મરી પરવાર્યો હતો અને તેથી જ તેનો દેહ તેનો તે જ હોવા છતાં તે એ જ ગોસાલકા ન હતો. આમ તેણે પરિવર્ત શબ્દનો ઉપયોગ પારિભાષિક શાબ્દિક અર્થમાં જ કર્યો હતો. ‘સાત' એ સંખ્યા માટે આપણે સ્વેચ્છાએ શ્રી કર્ગથલાના વિચારો સાથે માન્યતા દર્શાવીએ છીએ કે તે એક સામાન્ય સંખ્યા છે જેનો ઉપયોગ બૌદ્ધ અને જૈન સાહિત્યમાં કરવામાં આવ્યો છે. ડૉ. ગોપાણી આગળ ઉમેરે છે કે, ‘‘મોક્ષ પહેલાંનો છેલ્લો જન્મ એ એક લાગણીશીલ મનુષ્યનો જન્મ હોય છે કે જેમાં તેણે કેટલાંક કામો કે જે અગાઉના (જન્મોમાં) બાકી રહી ગયાં હોય તે અત્યંત ઉતાવળથી કરવાનાં હોય છે. આ એક અત્યંત મહત્ત્વનું જીવન છે કે જેમાં તેણે ઘણા બધા અસામાન્ય આધ્યાત્મિક પરિવર્તનોમાંથી પસાર થવાનુ હોય છે કે. “જેવા ફેરફારો ગોસાલાએ શ્રાવસ્તીમાં મખાલા નામની કુંભારણની દુકાનમાં રહીને કર્યા. તે અત્યંત અસામાન્ય હતું અને આવાં છેલ્લાં પરિવર્તનો સંખ્યામાં હતાં. જો તેણે આવો ભારે અડચણરૂપ અને અટપટો સિદ્ધાંત ન શોધ્યો હોત તો મહાવીરે તેને ખુલ્લો પાડીને તેને બદનામી ન થવા દીધી હોત.’’ તેમના મંતવ્ય અનુસાર તેમણે કરેલું પરિવર્તન સિદ્ધાંતનું વર્ણન એ જ માત્ર દીઠે ખરી લાગે એવી સમજૂતી છે. ~૨૯૫ ~ Page #319 -------------------------------------------------------------------------- ________________ આ બંને સમજૂતીઓનો અભ્યાસ એ જ હકીકત ઉપર ફરી પાછા લાવે છે કે “સાતએ સંખ્યા અંગે કોઈ સમાધાનકારક ખુલાસો મળતો નથી. શ્રી કર્મથલાની એવી સમજૂતી કે મૃત્યુ પછી દેહ સાત જન્મો એની એજ પ્રકારની જાતિમાં લઈ શકે છે એ બાબત બેવડી રીતે વિવાદાસ્પદ બને છે. જો કોઈ સજીવ પ્રાણી અપવાદરૂપે છેલ્લા જન્મથી જ્યારે ખુશ હોય ત્યાયારે શા માટે તેણે આવું સાત જન્મ સુધી (પુનરાવર્તન) કરવું જોઈએ અને શા માટે તેણે આવું મોક્ષ પહેલાંના જ છેલ્લા જન્મમાં કરવું જોઈએ. મને લાગે છે કે કર્મથલાનું અર્થઘટન હવે અહીં પ્રમાણવિહીન છે. ગોસાલકાએ ક્યારેય પણ એવું કહ્યું હતું કે મૃત્યુ પછી તેની તેજ પ્રકારની જાતિમાં સજીવ પ્રાણી સાત વખત જન્મ લઇ શકે છે. આ બાબત ગોસાલકા અંગેનું ખોટું અર્થઘટન બની રહેશે. ' આ સંજોગો હેઠળ મને લાગે છે કે ડૉ. બરુઆ અને ડૉ. ગોપાણીની સમજૂતી દીઠે વધારે ખરી લાગે એવી છે પરંતુ તેમાં હજી વધારે ખુલાસો કરવાની જરૂરિયાત છે. વળી ડો. ગોપાણીની સમજૂતી પણ સાત એ સંખ્યાને માન્ય રાખતી નથી. વધુમાં ડો. ગોપાણીની સમજૂતીમાં પ્રથમ મુદ્દો વિવાદાસ્પદ છે જે કહે છે કે જીવ તે જ પ્રકારની જાતિમાં ગમે એટલી વખત જન્મ લઈ શકે છે. ગોસાલકાના અગાઉના નિયતિવાદ કે દૈવત્વવાદના સિદ્ધાંતના વિચારો સાથે આ બાબતને પચાવવી અત્યંત અઘરી છે, કે જેની અનુસાર પ્રત્યેક પ્રાણી પૂર્વનિર્મિત શ્રેષ્ઠ કાર્યપદ્ધતિ વડે નિયંત્રિત થાય છે. જો વ્યક્તિ તે જેટલા ઇચ્છે એટલા જન્મો લઈ શકતી હોય તો તે પ્રારબ્ધના હાથમાં કેવળ નિષ્ક્રિય રમકડું બનીને રહી જાય નહિ અને તેનો દેવત્વવાદ - પરિવર્તનવાદનો સિદ્ધાંત સ્પષ્ટ વિરોધાભાસ પેદા કરે છે. 1 Ajivika sect - A new interpretation · Bhartiya Vidya - - Dr. A.S. Gopani May 1941-Vol Iind P-11. 1941-42-Vol-III છેલ્લા જન્મની એની એજ જાતિમાં સાત જન્મોની સમજૂતીને લાગે વળગે છે ત્યાં સુધી શાબ્દિક અર્થમાં પરિવર્તનનું લાક્ષણિક વર્ણન ઉત્ક્રાંતિમાં પ્રગતિનો નકશો દર્શાવે છે અને આ જ બાબત અત્યંત સંતોષકારક લાગે છે. (કવળ વિરોધ કરવા માટે). - ૨૯૬ - Page #320 -------------------------------------------------------------------------- ________________ મારી સમજૂતી નીચે મુજબ છે. દૈવત્યવાદ, સ્વયં ઉત્ક્રાંતિવાદ અને પરિવર્તનવાદને ધ્યાનમાં રાખીને આપણે જોઇ શકીએ છીએ કે ગોસાલા માનતો હતો કે પ્રત્યેક સજીવને સારાં કે ખરાબ કર્મોથી અલિપ્ત રહીને જન્મો અને મરણોના ચક્રમાંથી પસાર થવું પડે છે અને તે પસાર થાય છે અને આવી પ્રક્રિયા દરમિયાન તે અમુક માત્રામાં ઉત્ક્રાંતિ-ઉન્નતિ પામે છે કે જેના લીધે તે મોક્ષથી વધારે દૂર હોતો નથી. ડૉ. ગોપાણી વર્ણવે છે કે જ્યારે ગોસાલાએ એવા સિદ્ધાંતની રચના કરી કે મૃત્યુ પછી પ્રત્યેક સજીવ તેની તેજ યોનિમાં ગમે તેટલી વખત જન્મ લઇ શકે છે, તેણે આમ ફક્ત વિરોધાભાસ દર્શાવવા માટે જ કર્યું અને મહાવીરના સિદ્ધાંતની આંતરિક સત્યતાની ખાતરી હોવા છતાં તે મહાવીરની વિરુદ્ધમાં ગયો. અત્રે હું મહાવીરના સિદ્ધાંતનો નિર્દેશ અહીં કર્યા વગર રહી શકતો નથી કે, “વન્ય સૃષ્ટિના સજીવ પદાર્થો તેમના મૃત્યુ પછી તેમના મૂળ દેહ (વૃક્ષકે છોડ)ના વિવિધ ભાગો તરીકે જન્મ લે છે તે વાત અત્યંત ખોટી છે, પરંતુ તેમાંથી ગોસાલકાએ તારવેલો નિર્ણય એ માત્ર દેવવાદ કે નિયતિવાદનો સિદ્ધાંત જ છે. પરંતુ તેણે જ્યારે કહ્યું કે પ્રત્યેક કવચભીંગડાંવાળાં પ્રાણીઓ મૃત્યુ પછી તેની તે જ જાતિમાં જન્મ લે છે, સ્વયંભૂ ઉત્ક્રાન્તિ અને ઇશ્વર દ્વારા પૂર્વનિર્મિતવાદના સિદ્ધાંતોના પ્રકાશમાં તે જે માને છે, અને તેણે માનવું જોઈએ તે એ છે કે જન્મ લીધા પછી પ્રાણીઓની એ જ જાતિમાં જન્મ લે છે તે બરાબર છે, પરંતુ તેઓ ઇચ્છે તેટલી બધી જ વખત નહીં, પરંતુ જ્યાં સુધી તે વધારે ઊંચી કક્ષાએ પહોંચી શકે ત્યાં સુધી જ આમ બને છે. વત્તેઓછે અંશે આમ બનવું એ ફરજિયાત છે સિવાય કે તેની તે જ જાતિમાં જન્મ લઇને તે ઊંચી કક્ષાએ પહોંચે. જ્યાં સુધી તે ઉચ્ચ કક્ષાને લાયક બને ત્યાં સુધી તેની પોતાની જરૂરિયાત મુજબ તેને આમ કરવું જ પડે છે. ગોસાલકાના સિદ્ધાંત અનુસાર પ્રાણીને મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આમાંથી પ્રાણી માટે પસાર થવાનાં વર્ષોની સંખ્યા ચોક્કસ છે. અર્થાત્ તે 84000 ક્લ્પો જેટલી છે, પરંતુ દરેક વ્યક્તિ માટે ખાસ કરીને જન્મોની સંખ્યા અને ખાસ કરીને તેની ઝડપ વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય છે. તેનો આધાર તે ખાસ જન્મના અનુભવોમાંથી લાભ ~૨૯૦ Page #321 -------------------------------------------------------------------------- ________________ મેળવવાની તેમ જ ઉન્નત થવાની તેની ક્ષમતા ઉપર છે. તદનુસાર સજીવ તેની તેજ જાતિમાં જરૂરિયાત હોય ત્યાં સુધી ગમે એટલી વખત જન્મ લે છે અને સ્વયંભૂઉત્ક્રાંતિના સિદ્ધાંત અનુસાર તે માનવ જન્મ પ્રાપ્ત કરે ત્યાં સુધી આવી જરૂરિયાત રહે છે. અને આ બાબત ડાર્વિનના સિદ્ધાંત સાથે પણ સુસંગત છે. આમ વિકાસાત્મક સોપાનો દ્વારા તે માનવ તરીકે જન્મ ધારણ કરે છે પરંતુ તેની ઉત્ક્રાંતિ અહીં અટકી જતી નથી અને પ્રગતિ પણ બંધ થઈ જતી નથી. વાસ્તવમાં મનુષ્ય તરીકેનો જન્મ એ પ્રથમ તબક્કો અને અત્યંત મહત્ત્વની જરૂરિયાત છે અને તે મોક્ષ પ્રાપ્ત કરવા માટેની અનિવાર્ય જરૂરિયાત પણ છે. અત્રે એ નોંધવું જોઈએ કે તે કેવળ માનવ અવતાર જ છે કે જેમાં મોકલવામાં આવેલો આત્મા મોક્ષની અપેક્ષા રાખી શકે છે. આ બાબત જૈન તેમજં બૌદ્ધ ધર્મગ્રંથો સાથે બિલકુલ કદમ મિલાવે છે. જોકે બધાં જ મનુષ્ય પ્રાણીઓ એક સમાન નથી, પરંતુ એકબીજાથી ખૂબ જ જુદાં પડે છે. ગોસાલકાના મત મુજબ આ માનવપ્રાણીઓ છે પ્રકારનાં છે. તે તેમને તેમના વર્ણ-રંગ અનુસાર વર્ગીકૃત કરે છે. છ પ્રકારનાં માનવો છે જે અન્ય જૂથોથી અલગ પડે છે. આમાંના પ્રત્યેક પ્રકારનાં મનુષ્યો ખાસ પ્રકારનો રંગ ધરાવે છે અને પ્રગતિની ખાસ કક્ષા દર્શાવે છે. શિકારીઓ, માછીમારો વગેરે વાદળી રંગ દર્શાવે છે અને પ્રથમ તારક ચિહ્ન દર્શાવે છે, જ્યારે છેલ્લું અને સર્વોચ્ચ સ્થાન એ શ્રેષ્ઠ શ્વેત રંગ દ્વારા દર્શાવવામાં આવે છે અને તે સંપૂર્ણપણે હૃદયની શુદ્ધતા દર્શાવે છે. નિંદ્રાવવા, જિલા સાંવિવેચ્છા અને મલ્લાની મોલાના આ છેલ્લી કક્ષામાં આવે છે. છ અભિજાતિઓમાં કરવામાં આવેલું આ વર્ગીકરણ મહાવીરના છ પ્રકારના સિદ્ધાંતોને મળતું આવે છે અને આ અંગે આપણે પછીથી જોઈશું. - પ્રથમથી છેલ્લી કક્ષામાં અડસટ્ટે એકદમ કૂદકો મારી શકાતો નથી અને ડૉ. બરુઆ અને ડૉ. ગોપાણી ટેકો આપતાં કહે છે કે મોક્ષ પહેલાંના છેલ્લા જન્મમાં દેહ સાત પ્રકારના વૈશ્વિક ફેરફાર અનુભવે છે અને ખાલી ગોસાલાએ નિર્દેશેલાં આ પરિવર્તનો તેની અગાઉની ભૂલો (દુષ્કર્મો)ને ધોઈ નાખે છે. તે જ્યારે મહાવીરનો શિષ્ય હતો ત્યારે તે પ્રથમ કક્ષામાં હતો - ૨૯૮ - Page #322 -------------------------------------------------------------------------- ________________ અને સોળ વર્ષ પછી તે જ્યારે તેમને મળ્યો ત્યારે તેણે મહાવીરને ખાતરી કરાવવાનો પ્રયત્ન કર્યો કે તે એજ જૂનો તોફાની ગોસાલા ન હતો પરંતુ પહેલાં હતો તેના કરતાં વધારે શાંત, ગંભીર, સ્વસ્થ એવો આજીવિકા સંપ્રદાયનો આગેવાન હતો. આમ તેણે ઉપમાઓનો ઉપયોગ કરીને કર્યું. તેણે કહ્યું કે ઉદય કુંડિયાયાનાએ સાત તબક્કાઓમાંથી પસાર થઈને પોતાનામાં જન્મ ધારણ કર્યો હતો અને હવે તે સંપૂર્ણ રીતે શ્રેષ્ઠ શ્વેત વસ્ત્રની જેમ શુદ્ધ અને સ્વચ્છ છે. જોકે જૈન ધર્મગ્રંથોમાં તેનો નિર્દેશ મળતો નથી, પરંતુ બૌદ્ધ સંપ્રદાયમાંથી આજીવિકાના સંદર્ભશોધતાં આપણને દશાબૂમકા સિદ્ધાંત વિશેનો સંદર્ભ મળે છે. જોકે બૌદ્ધ ધર્મગ્રંથો પણ આ સિદ્ધાંત ઉપર કંઈ વધારે પ્રકાશ ફેંકતા નથી, પરંતુ મને લાગે છે કે જેમ બોધિસત્ત્વમાંથી બુદ્ધ બનવા માટે શTબૂમક્કા સિદ્ધાંત હતો કે જે દર્શાવે છે કે પ્રત્યેક ભૂમિમાં કોઈને કોઈ સગુણ વિશે બોધિસત્વ સર્વસંપૂર્ણ હતા. તે જ પ્રમાણે આજીવિકા અનુસાર માનવજાતમાં જન્મ પામ્યા પછી લાગણીશીલ અને આધ્યાત્મિક રીતે સ્વચ્છ થયેલો આ માનવજન્મ પામેલો આત્મા જ્ઞાતા કે દષ્ટ બને તે પેહેલાં આઠ તબક્કાઓમાંથી પસાર થાય છે. આઠ તબક્કા : પરંતુ જો આપણે આ આઠ તબક્કાનો સિદ્ધાંત સ્વીકારીએ તો એક શંકાએ ઊભી થાય છે કે ઉદય કુંડીયાયાના કેવળ સાત તબક્કાઓમાંથી પસાર થયો હતો એ હકીકતનો આપણે સમાધાનકારક ખુલાસો આપણે શી રીતે કરીશું ? મને લાગે છે કે સંસારત્યાગ પહેલાનો ગૃહસ્થ તરીકેનો તબક્કો આમાં ગણતરીમાં લેવામાં આવ્યો નથી અને અહીં કોઇક બદલા પછી જ આ બધા વૈશ્વિક ફેરફારો થાય છે. તેથી છેવટે બદલો મળતાં પહેલાં ગોસાલા ગૃહસ્થ તરીકેના પ્રથમ અને પ્રારંભિક તબક્કામાંથી પસાર થયો અને ત્યાર પછી બદલો મળ્યા પછી તે સાત તબક્કામાંથી પસાર થયો હતો. છેવટે તે તેના બે પુરો ગામીઓ નન્દાવવા અને શિક્ષા સજવા એ પ્રાપ્ત કરેલા ઉન્નત તબક્કાને સમાન તબક્કો પ્રાપ્ત કરી શક્યો હતો. જુદી જુદી જગ્યાએ જુદી જુદી વ્યક્તિઓનાં નામ અને તેણે પ્રાપ્ત કરેલા) તબક્કા અથવા વર્ષોની સંખ્યા દશાવે છે કે આ બધી જ વ્યક્તિઓ - ૨૯૯ - Page #323 -------------------------------------------------------------------------- ________________ કોઈ ખાસ તબક્કાઓમાં ચોક્કસ સ્થળે અનુક્રમે ચોક્કસ સંખ્યાનાં વર્ષોમાં રહ્યા હતા અને તેમને એજ સિદ્ધાતનો તેના પ્રારંભિક તબક્કામાં ઉપદેશ આપવામાં આવ્યો હતો અને હવે તેમના દ્વારા અન્યોને આ જ નામો અને વર્ષોની સંખ્યા અને સ્થળો કે જ્યાં કેટલાક ધર્મોપદેશકો રહ્યા હતા તે અંગે ઉપદેશ આપવામાં આવ્યા હતો આ બધા વૃત્તાંતોને કાંતો અવગણવામાં આવ્યા છે અથવા આજીવિકા સિદ્ધાંતની વૃદ્ધિ વિકાસના તબક્કાઓ દર્શાવવામાં આવ્યા હોય તે રીતે તેમનું અર્થઘટન કરવામાં આવ્યું છે. વળી અગાઉના વધુ મોટી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા ત્રણ આગેવાનોનો સિદ્ધાંત કાળજીપૂર્વક રચવામાં આવેલા વિવિધ સિદ્ધાંતોના પ્રાથમિક સંન્યાસીઓના લાભાર્થે આ સિદ્ધાંતોનું અર્થઘટન કરવામાં આવેલ છે. જે થવાનું હોય તે થઈને જ રહે છે - તેથી મને લાગે છે કે ઉદય કુંડીયાયાનાના સાત પુનર્જન્મો એ ચોક્કસ પણે વૈશ્વિક પરિવર્તનો છે અથવા ગોસાલાના હૃદયમાં ઉદ્દભવેલા આજીવિકાના સિદ્ધાંત દ્વારા દર્શાવાયેલા આધ્યાત્મિક વિકાસના તબક્કાઓ છે. તેથી એમ વાત છે કે જૈન અને બૌદ્ધ અહેવાલોમાં સમાનતા ધરાવતો આ સાતનો અંક એ કોઈ અડસટ્ટે અપાયેલો અંક નથી, પરંતુ તે ગૃહસ્થ જીવનના તબક્કાને બાદ કરતાં મોક્ષ પામતાં પહેલાંના છેલ્લા માનવ જન્મમાં પ્રત્યેક વ્યક્તિએ પસાર થવાના તબક્કાઓ સૂચવતો ચોક્કસ અને મહત્ત્વનો અંક છે. . પરિણામવાદ : સ્વયંભૂ ઉત્ક્રાન્તિ : ગોસાલા દૈવવાદ કે નિયતિવાદમાં માનતો હતો કે જે તેની ફિલસૂફીનો પાયાનો પથ્થર છે. વિશ્વમાં જે કંઈ બને છે તે આકસ્મિક દૈવયોગ બને છે, પરંતુ જે કંઈ બને છે અને જેનો અનુભવ થાય છે તે બધાની પાછળ કુદરતનો ઇશ્વરનિર્મિત-પૂર્વનિર્ધારિત કાયદો રહેલો છે જે ગોસાલાના પરિણામવાદ કે સ્વયંભૂઉત્ક્રાન્તિવાદની સાથે સાથે ચાલે છે. પરિણામવાદનો સિદ્ધાંત ગોસાલાના નિરાશાવાદને શુદ્ધ અને ચોખ્ખો કરે છે અને આશાનો મહાન સંદેશો પહોંચાડે છે, તદનુસાર પૃથ્વી પરની હલકામાં હલકી વસ્તુ પણ માનવતાની દૃષ્ટિએ ઉત્ક્રાંતિના ચોક્કસ તબક્કે સંપૂર્ણતાની સર્વોત્તમ સ્થિતિ પ્રાપ્ત કરે છે - એટલે સુધી કે એક ઝાકળબિંદુ પણ જન્મ જન્માંતરના પુનરાવર્તિત ચક્રમાંથી પસાર થઈને સર્વોત્તમ જ્ઞાનમય ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે. ગોસાલાનો સંપ્રદાય અને - ૧૦૦ - Page #324 -------------------------------------------------------------------------- ________________ તેના સમકાલીન અન્ય સંપ્રદાયો વચ્ચે તફાવત એ છે કે અન્ય સંપ્રદાયોનાં સિદ્ધાંતોમાં મોક્ષ એ સીધા ચડાણના માર્ગને અનુસરવાથી પ્રાપ્ત થાય છે અને તેની સંપૂર્ણપણે ચોક્સાઇથી આગાહી કરી શકાતી નથી જ્યારે ગોસાલાના સિદ્ધાંત મુજબ અસ્તિત્વના પુર્નવર્તિત ચક્રોમાંથી પસાર થઈને ચોક્કસપણે પ્રાપ્ત કરી શકાય છે. જીવનની ઉત્ક્રાંતિ માટે નક્કી કરવામાં આવેલો લાંબામાં લાંબો સમયગાળો આ પ્રમાણે છે – જગત પર રહેલી હલકામાં હલકી વસ્તુમાંથી માનવ જેવી સર્વોચ્ચ સ્થિતિમાં ઉત્ક્રાન્ત થવામાં ચોર્યાસી હજાર મહાકલ્પો જેટલો સમય લાગે છે. આ અત્યંત લાંબા સમયગાળાને કલ્પ અને આંતરકલ્પ અને એ પ્રમાણે આગળને આગળ એમ વિભાજિત કરવામાં આવેલો છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં સમયની કાલ્પનિક વહેંચણી-વિભાગીકરણ કરવામાં આવેલી છે. આ બધા જ વિભાગો એક જ ભાત ધરાવતા અને નમૂનારૂપ છે અને તેમની પોતાની માન્યતાઓમાં રહેલી સમાનતાઓના આધારે હેતુપૂર્વક પાડવામાં આવેલા છે. સંદર્ભ : Dighnikaya Commaentary : Sumangal Vilasmi-1 part P-162. Where Buddha ghose has quoted from-Anguttara III-P.383 આમ ઉત્ક્રાંતિની રેખા ઉપર જ્યારે જીવન આગળ વિકાસ સાથે છે ત્યારે વ્યક્તિઓનું વિવિધ અલગ અલગ કક્ષાઓમાં વિભાજન, અલગીકરણ અને જૂથ પાડવાનું આવશ્યક બની જાય છે. અને તે આપણને ગોસાલકા દ્વારા રજૂ કરવામાં આવેલા છ અબજીજાતિના નવા સિદ્ધાંત તરફ દોરી જાય છે. પ્રત્યેક વ્યક્તિગત આત્માએ કરેલા વિકાસ અને તે જે લક્ષણો ધરાવતો હોય તેમજ તેણે પ્રાપ્ત કર્યા હોય તેની કક્ષાના આધાર પર આ સિદ્ધાંત એક માણસને બીજા માણસથી અલગ પાડે છે. આ સિદ્ધાંત સમગ્ર માનવજાતને છ અલગ અલગ જૂથોમાં વહેંચે છે અને બધાં જ મનુષ્યોનો આ છ પૈકીના ગમે તે એક જૂથમાં સમાવેશ થાય છે : (1) કૃષ્ણાભિજાતિ : જે નિમ્ન કક્ષાનાં કર્મો કરે છે એવી વ્યક્તિઓનો આ જૂથમાં સમાવેશ થાય છે જેમ કે માછીમાર, શિકારીઓ અને આ પ્રકારના અન્ય - ૩૦૧ - Page #325 -------------------------------------------------------------------------- ________________ (2) નિલાભિજાતિ : પોતાના શરીરમાં કાંટા ભોંકીને જેઓ ચાર પ્રલયોનો ઉપયોગ કરે છે તેવા યતિઓનો સમાવેશ આ જૂથમાં થાય છે. (3) લોહિતાભિજાતિ: જેઓ માત્ર એક જ વસ્ત્ર પહેરે છે તેવા મહાવીરના શિષ્યોનો સમાવેશ આ જૂથમાં થાય છે. (4) હારિદ્રાભિજાતિ : આજીવિક સંપ્રદાયમાં માનનારાં સામાન્ય સ્ત્રી પુરૂષોનો સમાવેશ આ જૂથમાં થાય છે. (5) શુક્લાભિજાતિ : આજીવિકના સાધુઓ અને સાધ્વીઓનો સમાવેશ આ જૂથમાં થાય છે. (6) પરમશુક્લાભિજાતિ નંદાવક્કા, કિસા સાંકિક્કો અને ખાલી ગોસાલાનો સમાવેશ આ જૂથમાં થાય છે. આજીવિક સિદ્ધાંત, અભિજાતિઓ અને વેશ્યાના નિર્ગાથા સિદ્ધાંત વચ્ચે નિકટનો સંબંધ છે. કોણ કોના ઋણી છે તે નક્કી કરવું મુશ્કેલ છે. ડૉ. જેકોબી અને ડૉ. બરૂઆનો અભિપ્રાય છે કે લેસ્યાનો જૈન સિદ્ધાંતએ અભિજાતિના આજીવિકા સિદ્ધાંતમાંથી ઉછીનો લીધેલો છે તેમ જ તેના પર આધારિત છે. આ દરખાસ્તને આપણે પછીથી ધ્યાન પર લઈશું. હાલમાં એટલું કહેવું પૂરતું થઇ રહેશે કે આ બધી જ છયે કક્ષાઓ કેવળ (મનુષ્યોના) પ્રકારનો નિર્દેશ કરે છે અને તેથી બાકી રહેતા બધા તેમાંથી બાકાત થઈ જતા નથી અથવા તો અન્ય કોઈ ખાસ વિશિષ્ટ સંપ્રદાયમાં પણ તેમનો સમાવેશ થતો નથી. આમ ઉદાહરણ તરીકે ચોથી અને પાંચમી કક્ષાઓ આજીવિકના ભક્તો, સંન્યાસીઓ અને સંન્યાસીઓનો નિર્દેશ કરે છે, પરંતુ તે કક્ષાઓ કેવળ તેમના પૂરતી જ નિયંત્રિત છે એવું અર્થઘટન કરવું જોઈએ નહિ, પરંતુ એ પ્રકારની આધ્યાત્મિક પ્રાપ્તિની કક્ષા પ્રાપ્ત કરેલા સર્વે માટે તે છે. તેજ પ્રમાણે અંતિમ, છેલ્લી અને સર્વોત્તમ કક્ષા જે માત્ર આજીવિકાના ત્રણ આગેવાનોનો નિર્દેશ કરે છે તે માત્ર એ ત્રણ પૂરતી જ મર્યાદિત છે એમ સમજીને તેને માન્ય કરવાની જરૂર નથી પરંતુ તેઓ સઘળા કે જેમણે વિકાસશીલ ઉત્ક્રાંતિ દ્વારા તે જ પ્રકારની હૃદયની શુદ્ધતા પ્રાપ્ત કરી હોય તેમનો પણ તેમાં સમાવેશ થઈ શકે છે. તેના પોતાના ધર્મપંથમાંથી ઉદાહરણો આપ્યા છે તેનાથી આપણે - ૩૦૨ - Page #326 -------------------------------------------------------------------------- ________________ એવો નિર્ણય તારવીએ તે શક્ય છે કે તેણે પોતાના ધર્મપંથની શ્રેષ્ઠતા દર્શાવવાની ઇચ્છાથી આમ કર્યું હોય, પરંતુ અન્ય ધર્મપંથોને તેમાંથી સંપૂર્ણપણે બાકાત હરગીજ રાખવામાં આવ્યા નથી અને ડૉ. ગોપાણીએ તેમને ધર્માધ અને સ્વકેન્દ્રી ગણાવ્યા છે એમ તેમને ગણાવવા એ અયોગ્ય અને અતાર્કિક બની રહેશે. જૈવિક સૃષ્ટિને લાક્ષણિક રીતે છ અચળ અને વિરોધી ઘટનાઓ દ્વારા વર્ણવવામાં આવી છે જેવી કે લાભ અને હાનિ, આનંદ અને દુઃખ, જીવન અને મૃત્યુ. (ભગવતી-XV ઉદ્દેશ્ય 1) આપણે ગોસાલાના સિદ્ધાંતનાં ચાર પેયોની નીતિમત્તા પર અથવા આજીવિકોના ગુણલક્ષણ ઉપર આવીએ તે પહેલાં આપણે તેના વ્યક્તિગત જીવન માંથી ઉદ્ભવેલા સિદ્ધાંતો તરફ ધ્યાન આપીશું. તેમાં મહત્ત્વના સિદ્ધાંતો એ આઠ અંતિમો-નિર્ણાયકો, ચાર પેયો અને તેમના ચાર અવેજીરૂપ પદાર્થો વગેરે છે. આઠ અંતિમો ઃ નિર્ણાયકોઃ આઠ અંતિમોનો સિદ્ધાંત એ ગોસાલાએ હિમાયત કરેલો સિદ્ધાંત ન હતો, પરંતુ તેની જિંદગીની છેલ્લા દિવસોમાંથી તે ઉદ્ભવેલો હતો. આજીવિકા સંપ્રદાય અનુસાર આઠનિર્ણાયકોના સિદ્ધાંતનો અર્થ એ થાય છે કે નીચે દર્શાવેલી આઠ વસ્તુઓ કેવળ અંતિમ છે. અને તેનો ફરથી ક્યારેય ઉદ્દભવ થવો જોઈએ નહિ. આ આઠ વસ્તુઓ છે : (1) અંતિમ પીણું (2) અંતિમ ગાન (3) અંતિમ નૃત્ય (4) અંતિમ આદર (6) અંતિમ વાવાઝોડું-તોફાન (6) રાજા શ્રેણિકનો સસેનકા નામનો અંતિમ હસ્તિ (7) મહાશિલકંટક નામનું અંતિમ યુદ્ધ અને (8) અંતિમ તીર્થંકર | ડૉ. ગોપાણીની સમજૂતી નીચે મુજબ છે. જ્યારે ગોસાલકાએ મહાવીરની સામે તાપશક્તિ છોડી ત્યારે તે (પરાવર્તિત થઈને) ગોસાલકાના દેહમાં પુન:પ્રવેશી. તેની પોતાની તાપશક્તિને આ રીતે વિરોધી શક્તિ દ્વારા થયેલી પ્રતિક્રિયાના કારણે ગોસાલકાના દેહની સંવેદનાઓએ પણ બળવાનું શરૂ કર્યું. આમ જે મૂર્ખ વ્યવહારનો ઉપયોગ તેણે કર્યો હતો તેમાંથી મુક્તિ મેળવવા માટે તેણે વારંવાર બે હાથ જોડીને હલાહલા નામના તેના શિષ્ય તેમજ અનુયાયીને - ૩૦૩ - Page #327 -------------------------------------------------------------------------- ________________ વારંવાર આદર આપવાની ચેષ્ટા કરી. આ બાબતો ખોટા અર્થઘટનને કારણે સમગ્રપણે ભય અને ગેરલાભમાં પરિણમી અને તે ગોસાલકાના ધ્યાન બહાર જઈ શકી નહિ કે જે મહદાંશે તેની પાછળના વાસ્તવિક ઉદ્દેશ્યને છુપાવવા માટેની ઉતાવળમાં હતો અને તે તેમને ધાર્મિક શ્રેષ્ઠતાઓ તરીકે રજૂ કરવા માગતો હતો. - આમ ગોસાલકાએ જો કે નબળી રીતે પણ તેને ધાર્મિક ભૂમિકા પૂરી પાડવાનો અને તેના વર્તનને ધાર્મિક અર્થઘટન આપવાનો પ્રયત્ન કર્યો, કે જે ચોક્કસ અને નિઃશંક પણે હલકું કાર્ય હતું. પરંતુ તેમને અંતિમ છે એમ કહેવાથી તે તેનો અર્થ એમ કરે છે કે કોઈ પણ વ્યક્તિ આવી વસ્તુઓનો અમલ ક્યારેય કરી શકશે નહિતેઓ છેલ્લી-અંતિમ છે અને સહુથી ઉપર સર્વશ્રેષ્ઠ ક્રમાંક ધરાવે છે અને તેના સંપ્રદાયમાં આવા શરમજનક વર્તન (અંતિમોનો ફરીથી અમલ કરવાના) માટે કોઈ અવકાશ નથી. તે જે સમજે છે તેનું સમાપન કરીએ તો તેણે જે કર્યું તે પ્રાકૃતિક રીતે જ પૂર્વનિર્મિત હતું અને સાથે સાથે તે અંતિમ પણ હતું. તેણે ધાકથી પીડિત એવાં ત્રણ ઐતિહાસિક સત્યોનો પણ સામવેશ એટલા માટે કર્યો હતો કે કોઈ દુરંદેશી વિચારશીલ વ્યક્તિ તે બધાંની સત્યતાને નકારી શકે નહિ. ડૉ. ગોપાણી કહે છે કે આઠ અંતિમોના તેના સિદ્ધાંતને ધર્મશાસ્ત્રીય, ફિલસૂફી સંબંધી નીતિમત્તાની દષ્ટિએ તેમજ આધ્યાત્મિક દષ્ટિએ કોઈ જ મહત્ત્વ પ્રાપ્ત થતું નથી. ત્રણ ઐતિહાસિક વસ્તુને લાગે વળગે છે ત્યાં સુધી તેમનાથી તેને ઐતિહાસિક રંગ પ્રાપ્ત થાય છે અને તેનાથી આગળ તેનો કંઇજ અર્થ નથી. પોતાના શરીરમાંથી તાપશક્તિ છોડીને મહાવીરને જીવતા બાળી નાખવાનો ગોસાલાનો પ્રયત્ન દુઃખદ રીતે નિષ્ફળ ગયો તેની કોઈ ના પાડી શકે નહિ અને હું માનું છું કે આનાથી તે પોતે સંપૂર્ણપણે શરમને કારણે દુઃખમાં ડૂબી ગયો હશે. આ બનાવે તેના સ્વાથ્ય ઉપર પણ શારીરિક અસર કરી હોવી જોઇએ ગોસાલાએ આવી શરમજનક સ્થિતિમાં નિષેધ કરવામાં આવેલાં પીણાંઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હશે. એ પણ - ૩૦૪ - Page #328 -------------------------------------------------------------------------- ________________ અશક્ય નથી કે આવાં પીણાને લીધે ઉન્મત્ત-અર્ધ પાગલ જેવા થઈને મોજીલાં ગાન અને નૃત્યનો આશ્રય લીધો હોવો જોઈએ અને છેવટે તેના અનુયાયી હલાહલાને હાથ જોડીને વારંવાર વિનંતી કરવામાંથી પણ તે અચકાયો નહિ હોય. દારૂડિયા મનુષ્યની જેમ તેણે તેના ભાનસાન ગુમાવ્યા હશે અને ઓછોવત્તે અંશે તેણે પોતે શું કર્યું હતું તેની ગંભીરતાનું ભાન થવાથી તેણે અજાણપણે આવાં કૃત્યો કર્યા હોવા જોઈએ. - મને ખાતરી છે કે ગોસાલા જ્યારે ભાનમાં આવ્યો હશે ત્યારે તેણે પોતાનાં કર્મો માટે ઊંડી દિલગીરી અનુભવી હશે અને તેના શિષ્યોને ચેતવણી આપી હશે કે જે અઘટિત ધૃણિત વર્તનોનો તે શિકાર બન્યો હતો તે કેવળ અંતિમ હતાં અને તે હવે પછી કદાપિ તેના દ્વારા કે તેના અનુયાયીઓ દ્વારા પુનરાવર્તિત થવા જોઈએ નહિ. - ડો. ગોપાણી માને છે તેમની સાથે હું સંમત થતો નથી કે તેણે પોતાના વર્તનને ધાર્મિક ભૂમિકા પૂરી પાડવા માટે તેમજ તેનું ધાર્મિક અર્થઘટન કરવા માટેનો પ્રયત્ન ર્યો હતો તેનું સાદું કારણ એ છે કે આવી બાબત કરવા જેટલો ગોસાલા બદમાશ પણ ન હતો અને મૂર્ખ પણ ન હતો, કારણ કે જો તે બદમાશ વ્યક્તિ હોત તો તેણે પોતાનાં દુષ્કૃત્યો ઉપર પડદો પાડવાનો પ્રયત્ન કર્યો હોત અથવા તો તેને બદલે તે એમ કહી શક્યો હોત કે આ દુષ્કૃત્યો મારાં પોતાનાં હતાં જ નહિ, પરંતુ મારા દેહમાં અન્ય કોઈએ પ્રવેશ કરીને તે કર્યા હતાં. અને અત્રે આપણે એ નોંધવું જોઈએ કે આમ કહેવું એ કઈ અસ્વાભાવિક નથી, કારણ કે આપણે જોયું છે કે જૈન લેખકોએ વારંવાર તેઓ જે વક્તવ્ય તેમના આગેવાનના મુખમાં ન મૂકી શકે તેમ હોય તે તેમણે સિદ્ધાર્થ વ્યંતરના મુખમાં મૂકેલું છે. બીજું કે ગોસાલા કંઈ એટલો બધો મૂર્ખ ન હતો કે આવા પ્રયત્નો મહદાંશે તેને લોકમતની દષ્ટિએ અત્યંત હલકો પાડી શકે છે એ હકીકતનું તેને ભાન ન હોય. ત્રીજું કે ભગવતી અહેવાલ કે જે આ સિદ્ધાંતનો સંદર્ભ શોધે છે તે પણ તેની મરણોન્મુખ કબૂલાતનો સંદર્ભ આપે છે કે જેમાં તે પોતે કહે છે કે તે પોતે જિન, દૃષ્ટા કે જ્ઞાતા નથી, પરંતુ તે સામાન્ય માણસથી પણ ઉતરતી કક્ષાનો છે. તેની કબૂલાત સ્પષ્ટ પણે તેની પર આવા કોઇ ઉદ્દેશ્ય અંગેનો જે - ૩૦૫ - Page #329 -------------------------------------------------------------------------- ________________ આરોપ લગાવવામાં આવે છે તેની સાથે સુસંગત નથી. તો પછી આ સિદ્ધાંત કેવી રીતે ઉદ્ભવ્યો અને તેને માટે ન્યાયસંગત શું હોઈ શકે. કેવી રીતે ચાર નિમ્નકક્ષાનાં કર્મો ત્રણ ઐતિહાસિક હકીકતો સાથે સમુદાય રચી શક્યા ? મારી ધારણા છે કે ગોસાલાનું જ્યારે મૃત્યુ થયું તે જ વખતે ત્રણ અવિસ્મરણીય ઐતિહાસિક બનાવો બન્યા, જે હતા મહાન ઝંઝાવાત, મહાન અણચિંતવ્યું યુદ્ધ અને મહાન હસ્તિ. આ બધા રહસ્યમય બનાવો પરસ્પર સંમિલિત થઇને ગોસાલાના મૃત્યુને પવિત્ર અસર બક્ષી. ગોસાલા પોતે આજીવિકા સંપ્રદાયનો મહાન આગેવાન હોવા છતાં તેને ભૂલથી પર એવા ગુરુ તરીકે જોવામાં આવ્યો, આમતો તે સામાન્ય રીતે તો તેના જેવી કોઈ પણ વ્યક્તિની માફક સફળ થયો ન હોત. એ પણ તદન શક્ય છે કે સમકાલીન સંપ્રદાયોમાં તેના તરફના ઊંડા આદરનો અભાવ હોવો જોઇએ અને તેના છેલ્લા દિવસોમાં બનેલા આ બધા બનાવોનો સૂર તેને ઉતારી પાડવા-હલકો પાડવા માટે મિલાવવામાં આવ્યો હોય. અને આજીવિકના અનુયાયીઓ કે જેમને માટે તેની પ્રતિષ્ઠા એ સર્વસ્વ હતી તે કેવળ એટલા માટે જ નહિ કે તે તેઓમાં સર્વશ્રેષ્ઠ હતો, પરંતુ તદુપરાંત એ કારણે કે તેઓ તેના અનુયાયીઓ હતા અને તેમના આગેવાનની પ્રતિષ્ઠાની સાથે સાથે તે તેમના સંપ્રદાયની પાયા ઉપરની મુખ્ય ઈમારત રૂપ હતો. આમાં એક એ ઉદ્દેશ્ય પણ હતો કે ગોસાલાના બે અનુયાયીઓએ તેને છેલ્લા તીર્થકર તરીકે ગણાવ્યો હતો અને તેનો એવા સમયે ઉદય થયો હતો કે જ્યારે અન્ય બનાવો બન્યા હતા તે સૌ કરતાં એ ત્રણ મહાન બનાવો સૌથી શ્રેષ્ઠ ઠર્યા હતા. અજ્ઞાની અનુયાયીઓએ આ ત્રણ બનાવોની સાથે સાથે નૃત્ય, બાન, આમંત્રણ અને પીણાંની ગોઠવણ કરી અને આમ તેમના ગુરુનો દોષ કાઢવામાંથી પર એવો દેખાવ ઊભો કર્યો, જે તેમના મતાનુસાર આ ત્રણ બનાવોની જેમ જ તે માનવજાતનો છેલ્લો મહાન ધર્મોપદેશક હતો. ~ ૩૦૬ Page #330 -------------------------------------------------------------------------- ________________ એમાં કોઈજ આશ્ચર્ય નથી કે આવા મહાન ધર્મોપદેશકનાં છેલ્લાં કર્મોએ તેના શિષ્યોને તેમના ગુરુને વધારે ઉચ્ચ અને ઉન્નત તરીકે રજૂ કરવા માટે પ્રેર્યા હોય. આપણે જાણીએ છીએ કે ગૌતમ બુદ્ધનું છેલ્લું ભોજન કે જે ડુક્કરના માંસનુ બનેલું હતું અને જેને અન્ય લોકોએ જાહેરમાં વખોડી કાઢ્યું હતું, છતાં કેવી રીતે તેને તેમના અનુયાયીઓએ ગુણવત્તાયુક્ત ગણાવ્યું હતું. તેઓ એમ કહેતાં પણ અચકાયા ન હતા કે ઈશ્વરે તેમાં શ્રેષ્ઠ સુગંધિત દ્રવ્યો ઉમેર્યાં હતાં, કારણ કે તે તેમના મહાન ગુરુનું છેલ્લું ભોજન હતું. આઠ અંતિમોનો આ સિદ્ધાંત ગોસાલાના સિદ્ધાંતનો અંતર્ગત ભાગ બનતો ન હતો અને તે કેવળ તેમના અનુયાયીઓની શોધ હતી. ચાર પીણાંઓ અને તેમની અવેજીરૂપ ચાર પદાર્થો : આ સિદ્ધાંત અનુસાર સંન્યાસી કે જેણે પ્રતિજ્ઞાઓ લીધી હોય તેને કેવળ નીચે મુજબનાં ચારજ પીણાં પીવાની છૂટ આપવામાં આવે છે-જેવાં કે ગાય જેનું વિસર્જન કરે તે, હાથ વડે ઘડાયું હોય તે (કુંભારના ઘડાનું જળ), સૂર્ય દ્વારા જેને તપાવવામાં આવ્યું હોય તે અને ખડકમાંથી જે નીચે પડતું હોય તે. આ ચાર પેયો છે. પરંતુ બધા જ કિસ્સાઓમાં આની પરવાનગી આપવામાં આવતી નથી અને તેથી નીચે મુજબના ચાર તેમના અવેજીરૂપ પદાર્થો છે. (1) જળથી ભીની કે ઠંડી થયેલી તાસક અથવા શીશી અથવા ઘડો અથવા બરણી કે જેમાંથી પીવાને બદલે નીચોવીને અથવા મોંથી દબાવીને katya, mudga mass કે simbali bears કે તેઓ જ્યારે મોંએથી ચવાય એવાં પોચાં કે રાંધ્યા વગરનાં કે નીચોવી શકાય તેવાં અથવા મોંએથી દબાવી શકાય તેવાં હોય તે કેરી અથવા hog ptutm અથવા Jujute (ગરવાળાં) ફળો અથવા tinduka ફળો કે જે પોચાં અને રાંધ્યા સિવાયનાં હોય ત્યારે તેમનો રસ પીવાને બદલે તેને દબાવીને મોંએથી ચૂસીને કે નીચોવીને પીવાં જોઈએ. આના અનુસંધાનમાં ડૉ.બરૂઆ માને છે તે તદ્દન તર્કયુક્ત છે. તેઓ માને છે કે ચાર પીણાંઓ અને તેમના અવેજીરૂપ ચાર પદાર્થો આ બધાં જ આમરણાંત ઉપવાસના આકરા તપ સાથે સંકળાયેલાં છે કે જેની સાથે આજીવિક સંપ્રદાયે વિશિષ્ઠ પ્રકારની ધાર્મિક પવિત્રતા અને આધ્યાત્મિક ~306~ Page #331 -------------------------------------------------------------------------- ________________ મૂલ્યને જોડ્યું છે. આ બાબત જેને જૈનો કહે છે તેમ ધાર્મિક પ્રાણત્યાગના ક્રમિક ત્રણ તબક્કા સાથે સંબંધ ધરાવે છે. પ્રથમ તબક્કામાં મૃત્યુ પામનાર આજીવિક સંન્યાસીને કંઈક પીવાની પરવાનગી આપવામાં આવે છે. જેમ કે ગાય જેનું વિસર્જન કરે છે તે, હાથ વડે જે ઘડાયું હોય તે સૂર્ય દ્વારા જેને તપાવવામાં આવ્યું હોય તે અને જે ખડકમાંથી ટપકે છે તે. બીજા તબક્કામાં તેને અવેજીરૂપ પદાર્થો સિવાય અન્ય કશું જ પીવાની પરવાનગી આપવામાં આવતી નથી. દા.ત. તેના હાથમાં પકડેલી તાસક અથવા શીશી અથવા ઘડો અથવા બરણી કે જેમાંથી કશુંક પીવાને બદલે નીચોવીને કે મોંથી દબાવીને કેરી કે જરદાલું કે ઈujute fruit કે Tinduka fruit કે તેઓ જ્યારે મોંથી ખાઈ શકાય તેવાં પોચાં કે રાંધ્યા સિવાયનાં હોય ત્યારે તેનો રસ પીવાને બદલે Kalya અથવા Mudga 244 al Masa 24491 Simbali bears } dal gulê miell ખાઈ શકાય તેવાં પોચાં કે રાંધ્યા સિવાયનાં હોય ત્યારે તેમને નીચોવીને કે મોંએથી દબાવીને પીવાં જોઈએ. અને છેલ્લા તબક્કામાં તેણે તે પણ છોડી દેવું પડશે - તેના વિના પણ ચલાવી લેવું પડશે. શુદ્ધ પીણાં લેવાનું તપ કરતી વખતે આજીવિક (સંપ્રદાયના અનુયાયી)એ એકીસાથે બે માસ સુધી એમ ક્રમિક રીતે કુલ છ માસ સુધી ખુલ્લી જમીન ઉપર અથવા લાકડાના પાટિયા ઉપર અથવા દર્ભના ઘાસ ઉપર સૂઈ જવું પડે છે. આ દર્શાવે છે કે આ પ્રકારના તપ માટે વધુમાં વધુ છ માસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. તે પૈકીનો દરેક તબક્કો બે માસનો હોય છે અને એ રીતે ધાર્મિક રીતે પ્રાણત્યાગના સાધનની મદદથી મોક્ષ પ્રાપ્ત કરવાની આ આજીવિક સંપ્રદાયની નવીન પદ્ધતિ છે. આમરણાંત ઉપવાસ કરીને પ્રાણત્યાગ કરવાની આ નવી પદ્ધતિ ત્રણ તબક્કાના માર્ગની પદ્ધતિ સાથે સામ્ય ધરાવે છે. જગત : આ જૈવિક જગત ગોસાલકાના મત મુજબ છ પ્રકારની અચળ અને વિરોધી ઘટનાઓનું બનેલું છે, જેમ કે લાભ અને હાનિ, આનંદ અને દુઃખ, જીવન અને મૃત્યુ. ભગવતી-XV-B-1) - ૩૦૮ જ Page #332 -------------------------------------------------------------------------- ________________ (ગોસાલકાના મત અનુસાર આ જગત) પ્રારંભવિહીન છે અને એટલા માટે તે અનાદિ છે, પરંતુ તેને નિશ્ચિત અંત હોય છે. વ્યક્તિના દષ્ટિબિંદુથી જગતને અંત છે. અને તેથી ચોક્કસ સમયગાળાને અંતે તેને (વ્યક્તિને) ખાતરી છે કે તે જગતની બહાર હશે. જો કે તે સમયગાળો દેખીતી રીતે લાંબો સમયગાળો હશે પરંતુ તેમ છતાં તેને માટે તે અંતવિહીન નહીં હોય અને તેમ છતાં લાંબે ગાળે વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થશે અને તે અન્ય એવા જગતમાં જશે કે જેને અંત નહીં હોય કારણ કે તે (અંત) તો વ્યક્તિ માટે હશે અને તે એવા સમયમાંથી પસાર કદી નહીં થાય કે જ્યારે બધી જ વ્યક્તિઓને મોક્ષ મળી જાય. આમ આ જગત કાયમ માટે ચાલ્યા કરશે, પરંતુ જે પૂર્વનિર્મિત રીતે સંત કોટિની બહાર હોય તેવી વિશિષ્ટ વ્યક્તિ માટે આમ (અંત વિહીન સ્થિતિ) નહીં હોય. આજીવિકાના અનુયાયીઓની નીતિમત્તા અને ચારિત્ર્ય : આજીવિક સંપ્રદાયની સૌથી ખરાબ અને સૌથી નબળી બાબત જો કોઈ હોય તો તે તેની નીતિમત્તાની છે. નીતિમત્તા ઃ આજીવિક સંપ્રદાયનો સૌથી ખરાબ અને સૌથી નબળો મુદ્દો એ તેની નૈતિક ફિલસૂફી છે. ગોસાલા માનતો હતો અને તેણે ઉપદેશ પણ આપ્યો હતો કે नत्थि कुसलाकुसलम् कम्मानी, नत्थि सुक्कतदुक्कतनम् फलम् विपाको, येते इधालोके खात्तिय ते परा लोकम् गन्तापि पुनाखत्तिया भविस्सन्ति (મિનિન્દ્ર પંદ). પુનર્જન્મના ચક્રમાંથી પસાર થવું જ પડે છે અને આપણને છ અચળ અને વિરોધી ઘટનાઓ જેવી કે આનંદ અને દુઃખ, લાભ અને હાનિ, જીવન અને મૃત્યુ વગેરેની જરૂરિયાત અવશ્ય પડે છે. વખારની અંદર રહેલું અનાજ દ્રોણ નામના એક વિશિષ્ટ માપ વડે, તેને ખરેખર ખાવાના ઉપયોગમાં લીધા સિવાય ખાલી કરી શકાય છે, પરંતુ આપણે આપણા પુનર્જન્મના ચક્રને નાનું કે મોટું બનાવી શકતા નથી. અને કોઈ પણ વ્યક્તિ તે જ પ્રમાણે પોતે સારાં કે નરસાં કર્મો કરે તો પણ આનંદ અને દુઃખ, લાભ અને હાનિને નિવારી શકતી નથી. - ઉપાસકા - ૩૦૯ - Page #333 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ Vા અને VII. દીધ્ધનિકાયા સમગ્ગાફલસૂત્ત. સારું કે ખરાબ, સદ્ગુણ કે દુર્ગુણ, પાપ અને પુણ્ય, ગુણ અને દોષ જેવું કંઈ જ નથી. આપણે જે કંઈ કર્મ અને વર્તન કરીએ છીએ તે પ્રારબ્ધ દ્વારા પ્રેરિત હોય છે અને આપણે પોતે તેને માટે બિલકુલ જવાબદાર નથી. (Acharangal. 7, 8, 12) 12, 18-B, 8, 18-S, 14-S; JP. Points of his Philosophy... Duty of a man personal charactor : P. 16, P. 18. આ કદાચ ગોસાલાના નીતિમત્તાના સિદ્ધાંતનું ખોટું અર્થઘટન છે. એ હકીકત કહેવાથી કોઈ ફાયદો નથી કે તે (ગોસાલકા) ઈશ્વર નિર્મિત વિશિષ્ટ દેવી વ્યવસ્થામાં માનતો હતો અને તેના મત મુજબ મનુષ્ય એ કેવળ જન્મો અને પુનર્જન્મો, જીવન અને મૃત્યુની સાંકળમાં આડખીલીરૂપ છે. તેને પોતાની જાતે કોઈ પણ કર્મ કરવાની ક્ષમતા બક્ષી નથી અને તેને માટે જે કંઈ કરવાનું પૂર્વનિર્મિત નિશ્ચિત થયેલા હોય છે તદ્દનુસાર જ તે કર્મ કરે છે. નિર્ધારિત થયેલું હોય તદ્દનુસાર જ તે સહન કરે છે અને તેને માટે તેનો કોઈ જ અંત નથી, કોઈ જ ટૂંકો માર્ગ નથી કે તેને ટાળવાની કોઈ છલાંગ નથી. પ્રારબ્ધનો શાશ્વત નિયમ છે કે જે આપણાં બધાં જ કર્મો અને આપણી સઘળી યાતનાઓના મૂળમાં તે રહેલો હોય છે. મનુષ્ય પોતે જે રીતે પસંદ કરે તે રીતે કર્મ કરવા માટે મુક્ત નથી. તેનો તાગ ન મેળવી શકાય એવા કાયદા દ્વારા તે દોરવાય છે, માર્ગદર્શન પામે છે અને પ્રેરણા પામે છે. કમનસીબ મનુષ્ય આ અતિશય શક્તિશાળી કાયદાને તાબે થાય છે, તે તેને પડકારી શકતો નથી, જો પૂર્વનિર્ધારિત ન હોય તો આ કાયદા પ્રમાણે) એક કીડી પણ હાલી ચાલી શકતી નથી. આ સંજોગોમાં મનુષ્યને તેનાં કર્તવ્યો અને કર્મો માટે જવાબદાર ઠેરવવો એ અયોગ્ય નહિ તો અન્યાયી તો છે જ કારણ કે તે પોતે તે (કાર્યો અને કર્મો)નો કર્તા નથી. બીજી બાજુ ગોસાલા માનતો હતો કે અસ્તિત્વની ક્રમિક ગોઠવણીમાં મનુષ્ય સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. તેના નામને યોગ્ય એવી તેની સ્વતંત્રતા એ કાયદાનો અમલ કરવામાં રહેલી છે અને સર્વોચ્ચ પ્રાણી તરીકે મનુષ્યનું - ૩૧૦ - Page #334 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્ય એ કાયદા અનુસાર વર્તન કરવાનું છે અને તેથી તેણે પોતે પોતાની સ્વતંત્રતાનો મહત્તમ ઉપયોગ કરવા માટે અન્યના અધિકાર ક્ષેત્રમાં અનધિકૃત પ્રવેશ કરવાનું કર્મ કે વર્તન કરવું જોઈએ નહિ, તેણે અન્યનો વિચાર કરવાવાળા તેમજ વિવેકી, જીવનમાં પવિત્ર, જીવિત પ્રાણીઓનો સંહાર કરવાથી દૂર રહેનારા, દુન્યવી માલિકીપણાના ભાવથી મુક્ત બનવું જોઈએ. તેણે જીવનની જરૂરિયાતોને લઘુત્તમ હદે ઘટાડી દેવી જોઈએ અને સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ બનવા માટે મથ્યા કરવું જોઈએ. (Digha-54, Angutarra-III 383-384. Maiihim-I.P. 238 Auppatika Sutra Sec. 120 Barua) પરંતુ ગોસાલા અંગે જેટલી ટીકા તેના ટીકાકારોએ કરી હતી એટલી જ ગેરસમજ તેના શિષ્યોએ પણ કરી હતી, કારણ કે ગોસાલાના શિષ્યોએ આપણાં સઘળાં કર્મોના મૂળમાં રહેલા શાશ્વત નિયમના તેના સિદ્ધાંતનું અર્થઘટન એવી રીતે કર્યું કે સઘળાં અયોગ્ય વર્તનો કરવાનો જાણે કે તેમને પરવાનો મળ્યો હોય અને સામાન્ય રીતે સમાજ માટે તેમ જ વ્યક્તિગત રીતે સંપ્રદાય માટે તેનું ભારે અનર્થકારી પરિણામ આવ્યું. હવે પછી આપણે જોઈશું કે ગોસાલાના નીતિમત્તાના સિદ્ધાંત અંગેનું આ ખોટું અર્થઘટન શી રીતે તેના શિષ્યોને નૈતિક આચરણની શિથિલતા તરફ દોરી ગયું. આજીવિકાઓનું ચારિત્ર્યઃ આ આજીવિકો (અર્થાત આજીવિક સંપ્રદાયના અનુયાયીઓ)નું ચારિત્ર્ય એ વિદ્વાન પંડિતો દ્વારા કડકટીકા તેમ જ નિંદાનો વિષય બન્યું. તેઓ બધા આજીવિકા સંપ્રદાયના અનુયાયીઓના વર્તનની તેમના તરફથી ઝાટકણી કાઢવામાં એકમત છે. અધિકૃત ધર્મશાસ્ત્રોની અનુપસ્થિતિમાં સમકાલીન સંપ્રદાયોના અહેવાલો ઉપર વધારે ભરોસો રાખવો પડે એમ છે. આ અહેવાલો પૂર્વગ્રહયુક્ત છે, પરંતુ ખરાબમાં ખરાબ બાબત એ છે કે તેઓ એકબીજાથી એટલા બધા વિરોધાભાસી છે કે તેમાંથી સત્યને તારવવું એ અત્યંત મુશ્કેલ છે. હવે આપણે બૌદ્ધ અહેવાલો વિશે જોઈશું. | Majhima Nikaya I. 238 એ આજીવિકના અનુયાયીઓનો સૌથી વધારે તિરસ્કારપાત્ર શબ્દોમાં સંદર્ભ આપતાં તે તેમના માટે કહે છે - ૩૧૧ - Page #335 -------------------------------------------------------------------------- ________________ B, अचेलका मुत्ताचरा हत्था पालेखाना, ना एह भदान्तका, न तत्त्वा भदन्तिका, ना अभिहतम्, ना उद्धआकतम् ना निमन्तम् ददियान्ति, ते एकागरिका, वहोन्ति, एका तोपिका...सत्था तोपिका आदि । બૌદ્ધ મહિલા વિશાખા માટે કહેવામાં આવ્યું છે કે આજીવિકોને જોઈને જ તેણીએ ટીકા કરી કે, “આવી નિર્લજ્જ, વિવેક અને સભ્યતાની ભાવનાથી સંપૂર્ણપણે રહિત એવી વ્યક્તિઓ અહંન્તો હોઈ શકે નહિ.' રિયોવના, બુદ્ધના જીવન અંગેનું ત્યારપછીનું પ્રતિનિધિરૂપ લખાણ પણ આજીવિકોનો સંદઊં એવા જ એકસરખા તિરસ્કારપાત્ર સૂરમાં આપે છે. આજીવિકો મૂત્રત્યાગ અને મળત્યાગ ઊભા રહીને જ કરતા હતા, તેઓ ઊભા રહીને ખાતા હતા તેમજ પીતા હતા. જેઓ તેમને આમંત્રિત કરતા હતા તેમની પાસેથી તેઓ દાન સ્વીકારતા નહિ અથવા જેઓ તેમને બેસવા માટે વિનંતી કરતા હતા તેમની પાસેથી પણ તેઓ દાન સ્વીકારતા નહિ કે ખાસ કરીને તેમને માટે જ તૈયાર કરવામાં આવ્યું હોય તેવું દાન પણ તેઓ સ્વીકારતા નહિ. તેઓ ક્યારેય કોઈનું આપેલું આમંત્રણ સ્વીકારતા નહિ. તેઓ જે સ્ત્રી પોતાના બાળકને સ્તનપાન કરાવતી હોય અથવા તેની સારસંભાળ લેતી હોય અથવા તો સ્ત્રી સગર્ભા હોય તો તેવી સ્ત્રીઓ પાસેથી પણ તેઓ દાન સ્વીકારતા નહિ. (આજીવિકાઓ મિજબાનીમાંથી મદિરા કે માંસ કે અન્ય કોઈ વ્યંજનો સ્વીકારતા નહિ. તેમનામાંના કેટલાક એકાદ કોળિયા જેટલું અથવા બે કોળિયા જેટલું અથવા વધુમાં વધુ સાત કોળિયા જેટલું જ ખાતા. - તેમના પૈકીના કેટલાક કેવળ એક જ ઘેરથી અથવા વધુમાં વધુ સાત ઘેરથી ભિક્ષા માગતા. મજિઝમનિકોયમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે જે સ્ત્રીઓના પુત્રો મૃત્યુ પામ્યા હોય તેવી સ્ત્રીઓ સાથે તેઓ તેમના પુત્રો તરીકે રહેતા હતા. આજીવિકા સંપ્રદાયના આગેવાનના પોતાના વિશે પણ એવી નોંધ કરવામાં આવી છે (I. 6. P. 391 સૂત્રક્ષિતજ્ઞા) જેમાં તેઓ કહે છે કે એક સંન્યાસી માટે એકાકી ભ્રમણ, શીતળ જળ, પુષ્કળ બી ધરાવતાં ફળો અને સ્ત્રી સાથે આનંદ માણવો એ બધી બાબતોની બિલકુલ મનાઈ - ૧૨ - Page #336 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવતી નથી. પુત્રવિહીન સ્ત્રી સાથેની સોબતમાં તેઓ જ્યારે રહેતા હતા ત્યારે પ્રારબ્ધના સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોનો તેમને ઉપદેશ આપવાની સર્વોત્તમ તક તેઓ મેળવી શકતા હતા. તેઓ તેમને સાંત્વના આપવાની ફરજ પણ બજાવતા હતા. ગોસાલા પોતે હલાહલા નામની કુંભારણ સાથે રહેતો હતો તે આવો જ મુદાસરનો બનાવ હતો. આ સંદર્ભો ઉપરથી કેટલાક વિદ્વાનોએ નિર્ણય તારવ્યો હતો કે જ્યારે આજીવિકો ઉપરોક્ત પ્રકારની માનદ્ સેવાઓ સ્વીકારતા હતા ત્યારે સદૂગૃહસ્થ તરીકેની કોઈ પણ જવાબદારી પોતાના શિરે વહોર્યા સિવાય લગ્ન જીવનના સઘળા લાભો લણી લેતા હતા અને વળી તેઓ પોતાના સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર કરવાનું કાર્ય કરવામાં પણ તેનો ઉપયોગ કરતા હતા. પરંતુ આ બધા ઉપરાંત પણ ઉદાનકથા - એ નામના બૌદ્ધ પુસ્તકમાંથી પણ સંદર્ભ મળે છે જે આ આજીવિકો માટે બહુ જ ખરાબ બોલે છે, તદ્દનુસાર આજીવિકો વિષય લંપટતાયુક્ત બધા જ પ્રકારના આનંદ માણતા હતા એટલું જ નહિ, પરંતુ સ્ત્રીઓના સમુદાય સાથેના સંબંધોનો હરીફ સંપ્રદાયોની વિરુદ્ધમાં તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે તેમજ તેમની વિરુદ્ધ અફવાઓ ફેલાવવા માટે પણ લાભ લેતા હતા. - "कथम् सा बुद्धिमान भवति पुरुसो व्यंजन विताह लोकास्या पस्यातो यो आयाम ग्रामे चरति नागनाकालि यास्यायाम, इद्रुसो धर्माह, पुरुस्तल लम्बाते दासा । तस्या વૈત્સવની – ૨ના – વનવા સ્થિત ” (Courtesan - Divya Vadana P. 165) . एवरूपा हिरिओत्तप विरहिता अरहन्ता नाम न होन्ति ॥ धम्मपद अट्ठकथा P. 400. 1. ડૉ. બરુઆ કહે છે કે એમ માનવાને મારી પાસે કારણ છે કે ચિંચ અને સુંદરી વિષયક બૌદ્ધ વાર્તાઓમાં આજીવિકોની અનૈતિકતા અને સિદ્ધાન્તવિહીનતાનો પૂરાવો ગુપ્ત રીતે રહેલો છે કે જેઓ (આજીવિકો) બુદ્ધને તેમના ચારિત્ર્ય અંગેની નુકસાનકારક અફવાઓ ફેલાવીને તેમને મુશ્કેલીમાં મૂકવાની ચેષ્ટા કરવામાંથી પણ તેઓ પાછા હઠતા ન હતા અને તેમની ઉપર તેમના સ્ત્રીસમુદાયની શિષ્યાઓ પૈકીની - ૧૩ - Page #337 -------------------------------------------------------------------------- ________________ બેને તેમની પોતાની માલિકીની વસ્તુ ગણીને પછી તેમની હત્યા કરવાનો આરોપ (બુદ્ધ ઉ૫૨) મૂકતાં પણ તેઓ અચકાયા ન હતા. જો કે આ વાર્તાઓ નિર્દેશ આપે છે કે બધા જ પાખંડીઓ કાવત્રામાં જોડાયેલા હતા અને તેથી તે પારખવું મુશ્કેલ બને છે કે આવું જોડાણ એ હકીકતને કારણે શક્ય બન્યું હતું કે સ્વાથિ કે જ્યાં આ દૃશ્ય ભજવાયું હતું તે સત્તાવાર રીતે આજીવિકોનું મુખ્ય મથક હતું, અને આજીવિકો અન્ય પાખંડી સંપ્રદાયો સાથે પણ સંઘર્ષ કરતા હતા. આ બધા ઉપર ટાંકવામાં આવેલા સંદર્ભો સ્વાભાવિક રીતે જ આપણને એવી માન્યતા તરફ દોરી જાય છે કે બધી જ આજીવિકાઓ કે જેમાંથી તેમના આગેવાનો પણ બાકાત નથી તે બધા જ નૈતિક પ્રામાણિકતાથી વંચિત હતા તેમજ તેઓમાં તેમના ઉદ્દેશ્ય પ્રત્યેની ગંભીરતા અને નિખાલસપણાનો અભાવ હતો. આ માન્યતા મહદાંશે એ હકીકતમાંથી તારવવામાં આવી હતી કે આ આજીવિકોએ ફલ જ્યોતિષશાસ્ત્ર તેમ જ સંકેતચિહ્નોનું અર્થઘટન કરવા અંગેનાં ચિત્રો દર્શાવવા જેવા વ્યવસાયો સ્વીકારીને તેમની જાતને ટકાવી રાખી હતી તેમ જ લોકપ્રિય પણ બનાવી હતી. તેઓ પોતે એ બાબતનો નિર્દેશ કરવાના પૂરાવરૂપ હતા કે તેઓ આ પ્રકારનાં સાંપ્રદાયિક દૃશ્યોની રજૂઆત કરવામાં નિષ્ણાત હતા અને આ બાબતમાં તેમનામાં અતિશય અને સહુથી ઉત્તમ અષ્ટાંગનીમિત્તા હતો. પરંતુ આતો ઢાલની એક જ બાજુ છે, અને અન્ય સંદર્ભોને ધ્યાનમાં ન લેવામાં આવે અને કેવળ આ જ સંદર્ભોનું તેમના દર્શની મૂલ્યને આધારે જ અર્થઘટન કરવામાં આવે તો તેનાથી આજીવિકોને અન્યાય કર્યો છે એમ ગણાશે અને તદુપરાંત લગભગ ચાર શતાબ્દિઓ સુધી તેમણે જે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમજ જે માન-આદરનો તેમણે દાવો કર્યો હતો તેમ જ માંગણી કરી હતી તેને વર્ણવવું એ આપણે માટે મુશ્કેલ બની જશે. તપ અને પવિત્રતા તેમજ ઈન્દ્રિયદમન અને મિતાહારવિહારના એ જમાનામાં આજીવિકસંપ્રદાયના સ્વચ્છંદી અને સ્વેચ્છાચારી અનુયાયીઓ માટે પગ મૂકવાનો આધાર મેળવવાનું આ સિવાય અશક્ય નહીં તો મુશ્કેલ તો બની જ ગયું હોત. બુદ્ધે પોતે પણ એમ કહીને રજૂઆત કરી હતી કે બે પ્રકારના આચાર્યો છે. એક તો વિષયલંપટ જીવન હોય તેવા કે જોઓ * ૩૧૪ - Page #338 -------------------------------------------------------------------------- ________________ તેને માટે અત્યંત પરવાનેદાર હોય તેવી જિંદગી જીવે છે અને બીજા કે જેઓ સંપૂર્ણ રીતે સંન્યાસીનું જીવન જીવે છે. ગોસાલાનો સમાવેશ પ્રથમ પ્રકારમાં અને મહાવીરનો સમાવેશ બીજા પ્રકારમાં થાય છે. એ આશ્ચર્યની વાત છે કે સ્વચ્છંદીપણું – સ્વેચ્છાચારીપણું હોવા છતાં ગોસાલા સંન્યાસી એવા મહાવીરના ઈન્દ્રિયદમન તેમજબુદ્ધના મિતાહારવિહાર (મધ્યમમાર્ગ) સાથે ખભો મિલાવીને અડોઅડ ઊભો રહી શક્યો. એ જોવું પણ આશ્ચર્યજનક છે કે ગોસાલા સંન્યાસી એવા મહાવીર અને શાંત-સ્વસ્થ-ગંભીર એવા બુદ્ધ સાથે અડોઅડ ખભેખભો મિલાવીને ઊભો રહી શક્યો અને સાથે સાથે તેનો સંપ્રદાય મહાવીરના ઈન્દ્રિયદમન અને બુદ્ધના મિતાહારવિહાર – મધ્યમમાર્ગની સામે વિકસતો રહ્યો. $2496 Commentary on verse 306 fase and reft episode. પરંતુ આપણે ઢાલની બીજી બાજુને પણ આપણી દૃષ્ટિથી ઓઝલ થવા દેવી જોઈએ નહિ. આજીવિકો ક્યારેય માંસ કે મદિરા સ્વીકારતા નહિ. આ બાબતનું અર્થઘટન વિરોધી સંપ્રદાયો દ્વારા) એવી રીતે કરવામાં આવ્યું છે કે તે તો કેવળ જાહેર જનતાની સહાનુભૂતિ પ્રાપ્ત કરવા માટેનો તુક્કો - જાહેરાત બાજી જ હતી, પરંતુ મને લાગે છે કે મોટા ભાગના આજીવિકોની બાબતમાં ઉપરોક્ત બે વસ્તુઓથી દૂર રહેવાની તેમની માન્યતામાં ખરો ભાવ-સચ્ચાઈ રહેલી હોવી જોઈએ અને તેમને અંગે જે (ખોટી) રજૂઆત કરવામાં આવી છે તેના કરતાં કંઈક જુદા જ પ્રકારનું જીવન જીવતા હોવા જોઈએ. જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથો પણ આપણને આ બાબતની ઝાંખી કરાવે છે. આમ એ જ મજિઝમનિકાય કે જે ઊભેલી સ્થિતિમાં તેમના મૂત્ર ત્યાગ અને મળત્યાગનો સંદર્ભ આપે છે તે ખાતરીપૂર્વક કહે છે કે જેઓ તેમને આમંત્રણ આપે અથવા તેમને બેસવાની વિનંતી કરે તેમની પાસેથી તેઓ ભિક્ષા સ્વીકારતા નહિ, ખાસ કરીને તેમના માટે જ તૈયાર કરવામાં આવી હોય તેવી વાનગીઓની ભિક્ષા પણ તેઓ સ્વીકારતા નહિ. તેઓ કોઈનું આમંત્રણ ક્યારેય સ્વીકારતા નહિ અને તેઓ જે સ્ત્રી પોતાના બાળકને સ્તનપાન કરાવતી હોય અથવા તેની સારવાર કરી રહી હોય અથવા તો - ૩૧૫ - Page #339 -------------------------------------------------------------------------- ________________ તે ગર્ભવતી હોય તેવી સ્ત્રી પાસેથી પણ તેઓ ભિક્ષા ક્યારેય સ્વીકારતા નહિ. આજીવિકો માંસ અને મદિરા અથવા મિજબાનીમાંથી કોઈ વાનગીઓ સ્વીકારતા નહિ. તેઓ નગ્નાવસ્થામાં જ રહેતા અને ભ્રમણ કરતા. તેમનામાંના કેટલાક એકાદ કોળિયા જેટલું કે બે કોળિયા જેટલું કે વધારેમાં વધારે સાત કોળિયા જેટલું જ અન્ન ખાતા, તેમનામાંના કેટલાક કેવળ એક જ ઘેરથી અથવા વધારેમાં વધારે સાત ઘેરથી ભિક્ષા માગતા અને તેમનામાં કેટલાક તો એવા હતા કે જેઓ એકાંતરે દિવસે જ ભોજન લેતા. (સૌપપાતિસૂત્ર P. 104. Maiihima Nikaya. I.P. 238) આ આજીવિકો દ્વારા કરવામાં આવતી તપશ્ચર્યાઓ અંગેના સંદર્ભો પણ પુષ્કળ મળે છે. સ્થાનાંગમાં આ આજીવિકો દ્વારા કરવામાં આવતી તપશ્ચર્યાઓને ચાર પ્રકારમાં વહેંચવામાં આવી છે. ૩ખ્ખાતર, घोरतप, रसनील्लुहनाता अने सामलीनाता. ભગવતીસૂત્ર શતક-15 ઉદ્દેશ્ય-1 ચાર પીવા લાયક પદાર્થો અને ચાર તેમના અવેજીરૂપ પદાર્થોનો સંદર્ભ આપે છે અને છ મહિના સુધી શુદ્ધ પીણાં પીવાનો સિદ્ધાંત પણ તે નિર્દેશે છે, જેમાં એકીસાથે બે બે માસ માટે ક્રમિક રીતે ખુલ્લી જમીન ઉપર કે લાકડાના પાટિયા ઉપર કે દર્ભ ઘાસ ઉપર સૂઈ જઈને તેઓ કુલ છ માસનો સમય વ્યતીત કરી તપશ્ચર્યા કરતા હતા તેનો પણ નિર્દેશ કરે છે. વધુમાં હોમહંસ વ્યાખ્યાનોમાંથી પણ નિર્દેશ થયેલો આપણે શોધી શકીએ છીએ કે આજીવિકાઓ એજ પરિશ્રમયુક્ત પદ્ધતિને સત્યની પ્રાપ્તિ માટે તેમજ અદ્યુત વિશ્વ પ્રાપ્તિ માટે અનુસરતા હતા. (M.N. P. 80-82) મહાસિહાનન્દ્ર સૂત્ત આજીવિકા સંપ્રદાયનો સારાંશ બપે અભિવ્યક્તિઓમાં આપે છે, જેવા કે આહારની પવિત્રતા અને પુનર્જન્મની પવિત્રતા અને વર્ણવે છે કે ચાર સ્વરૂપોમાં આજીવિકા ધર્મ ઉચ્ચ જીવન જીવવાનો આગ્રહ રાખતો હતો. આ ચતુરંગ બ્રહ્મચર્ય નીચેના ઘટકોનું બનેલું હતું. (1) તપસીતા સંન્યાસી જીવન - (2) નુત્તરિય – તપશ્ચર્યા (3) નેપુષ્વિતા સુવિધાયુક્ત જીવન તરફનો ધિક્કાર ~ ૩૧૬ Page #340 -------------------------------------------------------------------------- ________________ (4) પાવિવિત્તાના એકાન્તવાસ. ચતુરંગ બ્રહ્મચર્ય ફરજિયાતપણે જરૂરી સમજે છે કે એક આજીવિકા સંન્યાસીઓમાં મુખ્ય હોવો જોઈએ, અન્ય સઘળા સંન્યાસીઓ કરતાં તેની ટેવોમાં વિચિત્ર હોવો જોઈએ, અન્યો કરતાં સુખસગવડથી દૂર રહેવામાં ચડિયાતો હોવો જોઈએ અને એકાન્તવાસ દરમ્યાન મનોવિકારોમાં અન્યો કરતાં તે એકલો ઊતરતી કક્ષાનો હોવો જોઈએ. - સંન્યાસી તરીકે તેને દિગંબર અવસ્થામાં રહેવું પડતું અને ટેવો વગેરેમાં શિથિલતા દાખવવી પડતી, તેની પોતાની ટેવો બાબતમાં તે વિચિત્ર હોવાથી તેને પોતાનો દેહ ધૂળના થરથી ઢાંકવો પડતો, જે ઘણાં વર્ષો સુધી તેના દેહ પર એકઠો થયા કરતો. તેને પોતાના હાથથી કે અન્ય કોઈના હાથથી ઘસીને પોતાના દેહ પરથી દૂર કરવાનું હતું નહિ. તે સુખ સગવડોને ધિક્કારતો હોવાથી તેણે સાવધ રહીને ભ્રમણ કરવાનું રહેતું અને તેથી એક જળબિંદુ ઉપર પણ પોતાનો પ્રેમ ઢોળવાનો રહેતો અને કોઈ નાનકડા પ્રાણીને પણ પોતાનાથી કોઈ નુકસાન ન થાય તે માટે સજાગ રહેવું પડતું અને એકાન્તવાસી સંન્યાસી તરીકે મનુષ્યોની સામૈક્ષ હરણની માફક ઝડપથી નાસી જવું પડતું. અને આ બધું તેણે શા માટે કરવું પડતું ? સર્વોચ્ચ સત્ય શોધવા માટે આ બધા સામે તેણે ટકી રહેવું પડતું એમ M.N.P. 97 જાતક309માં કહેવામાં આવ્યું છે. (ગરમીથી) શેકાઈ ગયેલો, (ઠંડીથી) થીજી ગયેલો, ભયાનક જંગલોમાં એકલો પડી ગયેલો, દિગંબર અવસ્થામાં રહેલો, જેની નજીકમાં અગ્નિ ન હોય એવો, તેના દેહની અંદર જ જાણે કે અગ્નિ ધીખતો હોય એવો સંન્યાસી સત્યની શોધમાં વાંકો વળી ગયો હોય છે. सो तत्तो सो सीतो, एको भांसनके वने नग्गो न चाग्गीम् आसिनो, एसना पसुतोमुनीति પીણું : આપણે જાણીએ છીએ કે આજીવિકાને કેવળ એજ પીવાની પરવાનગી હતી કે જે ગાય દ્વારા ઉત્સર્જિત થયું હોય, જે હાથ વડે વાવવામાં આવ્યું હોય, જે સૂર્ય દ્વારા ઉષ્ણ થયું હોય અને જે ખડકમાંથી ઝર્યું હોય. આહાર : આહાર તરીકે ગરવાળાં ફળો, muggas, તલ, તાંદુલ આ ~ ૩૧૦ × Page #341 -------------------------------------------------------------------------- ________________ બધાં આખેઆખાં અથવા ભૂકાના સ્વરૂપમાં મૂકીને તેની ભોજનની થાળી બનાવવામાં આવતી. જો કે નામદાસે જાતક આજીવિકોને એ રીતે વર્ણવે છે કે તેઓ વસ્ત્રો વિનાના અને ધૂળથી ઢંકાયેલા, એકાન્તવાસ અને એકાકી, મનુષ્યની દૃષ્ટિ સમક્ષથી હરણની જેમ ઝડપથી નાસી જનારા હતા. તેમનો આહાર નાનાં મસ્યો, ગાયનું ગોબર અને અન્ય કચરો વગેરે હતો. आजिवक पब्बज्जं पब्बाजत्वा, अचेलको अहोसि रज्जोजलिको पाविवित्तो अहोसि एकविहारि, मनुस्से दिखा मिगोविय पलायि महाविकटभोजिनो अहोसि, मच्छ गोमयादिनि परिभुज्जि આ બધું કેવળ વ્યવહારમાં અસંસ્કારી અને મૂર્ખામીભર્યું જણાય છે, જેનો અમલ કરવાથી નીચેની બાબતો પ્રાપ્ત થાય છે એમ માનવામાં આવે છે.). (1) કર્મમાં છૂટકારો (2) સહનશક્તિ – ધીરજ (8) પ્રાણી જીવનની પવિત્રતા (4) આસક્તિમાંથી સ્વતંત્રતા (5) નિયંત્રણ (6) નિર્વાણની પ્રાપ્તિ. એ બાબત સંપૂર્ણપણે સ્પષ્ટ થાય છે કે ઉપરોક્ત વર્ણનો કે જેની ઉપર ગોસાલાએ ખૂબ જ ભાર મૂક્યો હતો અને નૈતિક વર્તનને બદલે બાહ્ય બ્રહ્મચર્ય-સંન્યસ્ત ઉપર પણ ભાર મૂક્યો હતો. એવી દલીલ કરવામાં આવે છે કે જે આજીવિકઓ બાહ્ય રીતે સંન્યાસીનું જીવન જીવતા હતા તેઓ ખાનગીમાં સ્વાદિષ્ટ ભોજન લેતા હતા અને તેને કારણે જ તેઓ ભારે શરીરવાળા બની જતા હતા. તેઓ આ તપશ્ચર્યાઓ ક્યારેય ખરા ભાવથી કરતા ન હતા, પરંતુ જ્યારે તેઓ ખરા ભાવથી એમ કરતા અને આવા કિસ્સાઓ ભાગ્યે જ બનતા ત્યારે તેઓ કોઈક દૈવી શક્તિઓ પ્રાપ્ત કરવાના ખ્યાલથી જ તેમ કરતા અને આ અલૌકિક દૈવી શક્તિઓની પ્રાપ્તિનો ઉપયોગ જાહેર જનતાના મનમાં આદરયુક્ત ભય પેદા કરી તેમની ઉપર ભારે અસર પહોંચાડવા માટે થતો.' Ayaranga Sutta I. 7.8.12. - ૩૧૮ - Page #342 -------------------------------------------------------------------------- ________________ એક બાબત કે જે કોઈ પણ જાતના વાંધાથી પર હતી અને જેનો તેમજ બૌદ્ધોએ જેને માન્ય કરી હતી તે એ હકીકત હતી કે આજીવિકોએ જે તપશ્ચર્યા કરી હતી, તેણે અન્ય સર્વેને આશ્ચર્યચકિત કરી દીધા હતા. મને એમાં કોઈ જ શક નથી કે આ તપશ્ચર્યાઓ લોકોમાં મોટા પાયે આદરયુક્ત ભય પેદા કરીને તેમની ઉપર ભારે અસર પહોંચાડવાની પ્રયુક્તિને સમર્થન આપતી હતી અને પરિણામે વધુ અનુયાયીઓ પ્રાપ્ત થતા તેમજ વધુ સારી લોકોની સહાનુભૂતિ પ્રાપ્ત થતી. આમ આ બાબત તેમની પોતાની અનૈતિકતાને ઢાંકવા માટેની તેમની યોજનાનો ભાગ બનતી હતી. જૈનો અને બૌદ્ધોની માફક જ આજીવિક સમાજ સંન્યાસીઓ અને ગૃહસ્થોનો બનેલો હતો, જેમાં પુરુષો તેમજ સ્ત્રીઓ બંનેનો સમાવેશ થતો હતો. ઉપરના વિધાનના સંદર્ભમાં જોઈએ તો તેમાં સડો અને બગાડના કેટલાક કિસ્સાઓ પણ નિઃશંકપણે બનતા હતા. પુરુષને પુરુષ અને સ્ત્રીને સ્ત્રી તરીકે જોવામાં આવે તો આપણે કલ્પી શકીશું કે આજીવિકોમાં આવા કિસ્સાઓ શી રીતે બનતા હશે. (જો કે આવા કિસ્સાઓ અન્ય સઘળા સંપ્રદાયો જેવા કે જૈનો, બૌદ્ધો, શૈવો કે શાક્તો, વૈષ્ણવો કે ખ્રિસ્તીઓમાં પણ બનતા હતા.) સઘળા સંપ્રદાયોમાં કાળા દોટાં-અનિષ્ટ તત્ત્વો તો હોવાનાં જ તેમજ મર્યાદા ભંગ અને અનાચારના વ્યક્તિગત કિસ્સાઓ પણ બનતા હોવા જોઈએ, પરંતુ જૈન તેમજ બૌદ્ધ અહેવાલોએ (આવા વ્યક્તિગત કિસ્સાઓ પરથી) તેમના પરથી સામાન્યીકરણ કરીને તે બાબતો સમગ્ર સંપ્રદાયને લાગુ પાડી હતી. આપણે એ ભૂલવું ન જોઈએ કે કહેવાતો ભ્રષ્ટ અને અનાચારી સંપ્રદાય કે જેની વિરોધીઓએ સખત ટીકાઓ કરી છે તે પૈકીની કેટલીક બાબતો અંગે આજીવિકાઓનું સ્વૈચ્છિક ગેરવર્તનો ન હતાં, પરંતુ તે તેમની સંન્યાસી જીવનના વ્યવહારો અંગેની ખરાદિલની માન્યતાઓ હતી. અને સંન્યાસી જીવનના આવા વ્યવહારોની ક્ષમતામાં માનનારા તેઓ એક્લા જ ન હતા. જો તેઓ નગ્નાવસ્થામાં ભ્રમણ કરતા હતા, તો મહાવીરના અનુયાયીઓ પણ તેમ જ કરતા હતા. જો તેમના સંપ્રદાયમાં અનાચારના કિસ્સાઓ બનતા હતા, તો અન્ય સંપ્રદાયો પણ તેમાં અપવાદરૂપ ન હતા. વાસ્તવમાં બૌદ્ધોને નિયમોની લાંબી યાદીની જરૂર પડતી હતી કે જે તેમને - ૩૧૯ - Page #343 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક પખવાડિયે મુખપાઠ કરવી પડતી અને આચારાંગ અને સૂત્રકૃતાંગ જેવા જૈન ધર્મ પંથનાં બે અગત્યનાં ધર્મગ્રંથોમાં યુવાન સંન્યાસીઓ માટેના ઉપદેશોની ભરમાર હતી, અત્યંત વાસ્તવિક બાબત એ હતી કે આવા ધર્મગ્રંથોની સખત જરૂરિયાત આપણને એ બાબત તરફ દોરી જાય છે કે તેમનામાં પણ આવા જ અનાચાર અને ભ્રષ્ટતાના કિસ્સાઓ બનતા હતા. જો કે એક સંપ્રદાયના નબળાઈના મુદ્દાઓને બીજા સંપ્રદાયના નબળાઈના મુદ્દાઓથી પાછા પાડવા અથવા સમતોલ કરવા જોઈએ નહિ. આપણને સંતોષપૂર્વક ખાતરી કરાવવા માટે એક વાકપટુ દલીલ એ છે કે કાગડા તો બધે જ કાળા હોય છે અને બિનજરૂરી રીતે આજીવિક સંપ્રદાયને તેનો ભોગ બનાવવો જોઈએ નહિ. આજીવિકોને લાગતા વળગતો અંતિમ અને અત્યંત અગત્યનો મુદ્દો એ મહાવીર અને ગોસાલા વચ્ચેનો સંબંધ નક્કી કરવા અંગેનો છે. આપણે માટે તે બે પૈકી કોને કોણે ઉપકૃત કર્યા હતા તે નક્કી કરવાનું અગત્યનું બને છે. જો કે જૈનો આપણને એમ માનવા પ્રેરશે કે ગોસાલા એ કેવળ મહાવીરનો કૃતઘ્ની અને અનાજ્ઞાકારી શિષ્ય હતો, આ બાબત સાથે આપણે બિલકુલ સંમત થઈ શકીએ તેમ નથી. આપણે તેમના સંબંધ ઉપર લટકે છે તે રહસ્યનો પડદો ઊંચકવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને તે બે પૈકીના કોઈ એકબીજા ઉપર જે અસર પાડી હતી તેને અંશતઃ રીતે મૂલવવી જોઈએ. મહાવીર અને ગોસાલા વચ્ચેનો સંબંધ : - ત્રીસ વર્ષની ઉંમરે મહાવીરે ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો, એક વર્ષ માટે તેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા અને ત્યાર પછી તેઓ દિગંબર સંન્યાસી બની ગયા. સંન્યાસી જીવનના આ બીજા વર્ષમાં તેમનું ગોસાલા સાથે મિલન થયું. વિજય આનંદ અને સુદાસણા દ્વારા મહાવીરને વિપુલ પ્રમાણમાં દાન અર્પણ કરવામાં આવ્યું. જૈન સૂત્રો અનુસાર આટલા વિપુલ પ્રમાણમાં અર્પણ કરેલું દાન જોઈને ગોસાલા લલચાઈ ગયો અને તેણે મહાવીરને પોતાને તેમનો શિષ્ય બનાવવા માટે કહ્યું. મહાવીર કે જે દૂરનું ભવિષ્ય જોઈ શકતા હતા તેમણે ગોસાલાને ના પાડી. જેવી રીતે બુદ્ધ પ્રજાપતિ ગૌતમીની વિનંતી પરથી તેની ભવિષ્યની મુશ્કેલીઓ જોઈ હતી તેવું જ મહાવીરે કર્યું, - ૩૦ - Page #344 -------------------------------------------------------------------------- ________________ પરંતુ ત્રીજી વખત મહાવીરે બુદ્ધની માફક જ ગોસાલાને પોતાના સંપ્રદાયમાં) દાખલ કર્યો, કે જ્યાં તેણે (મશ્કરા તરીકેનો પોતાનો) લાંબો વાંસ ત્યજી દીધો, તેના મસ્તક ઉપર મુંડન કરાવવામાં આવ્યું અને તે કોલ્લામા તરફ વણકરના છાપરામાં જવા માટે મહાવીરને અનુસર્યો કે જ્યાં મહાવીરની બહુલા નામના બ્રાહ્મણ દ્વારા અત્યંત સભાવપૂર્વક સેવા શુશ્રુષા કરવામાં આવતી હતી. યદ્યપિ જૈન સૂત્રો નિશ્ચયપૂર્વક જાહેર કરે છે કે ગોસાલા તેમનો શિષ્ય બન્યો હતો. મને લાગે છે કે ગોસાલા અને મહાવીર વચ્ચેના સંબંધો બુદ્ધ અને પાંચ સંન્યાસીઓ વચ્ચેના સંબંધોને મળતા આવે છે. મહાવીરનો પ્રથમ નકાર કદાચ ગોસાલાના બાહ્ય દેખાવને કારણે ઉદ્ભવ્યો હશે, કારણ કે ગોસાલા તેના ચિત્ર સાથે તેમજ (મશ્કરાના) લાંબા વાંસ અને લાંબી દાઢી સાથે આવ્યો હતો અને આ બધાંને પરિણામે સમગ્રતયા કંઈક જુદા જ પ્રકારનો બાહ્ય દેખાવ રજૂ થતો હતો, જેનાથી પ્રથમ દષ્ટિએ મહાવીરને તેની સાથે સુમેળ સાધવાનું અશક્ય લાગ્યું હશે અને તેથી નકાર ભણ્યો હશે. જ્યારે તે ફરીથી મહાવીરને મળ્યો અને તેમને તેની સચ્ચાઈની ખાતરી કરાવી ત્યારે મહાવીર તેની સાથે ભ્રમણ કરવા માટે સંમત થયા. બીજું એ સત્ય છે કે ગોસાલા મહાવીરને પોતાના ગુરુ તરીકે ગણતો હતો અને એ જ રીતે આદર આપતો હતો. તેમ છતાં એ નોંધવું જોઈએ કે મહાવીરને જ્ઞાન થયું ન હતું તેમજ તેમણે સર્વજ્ઞતા પણ પ્રાપ્ત કરી ન હતી જે તેમણે દસ વર્ષ પછી પ્રાપ્ત કરી હતી અર્થાત સંસાર ત્યાગનાં બાર વર્ષ પછી કરી હતી. ગોસાલા અને મહાવીર સાત વર્ષો સુધી ગમે તેવી પરિસ્થિતિમાં – સુખ અને દુઃખમાં એકસાથે રહ્યા હતા અને કલ્પસૂત્ર અને ભગવતી અહેવાલ આ સંખ્યા વિશે પરસ્પર સંમત થાય છે, પરંતુ સ્થળ વિશે તેઓ પરસ્પરથી જુદા પડે છે. બંનેની એકબીજા ઉપર ઘણી મોટી માત્રામાં અસર પડી હોવી જોઈએ. સાત વર્ષ એક સાથે રહ્યા પછી તેઓ અલગ થયા કારણ કે તેઓ છોડવાઓનો (વનસ્પતિ સૃષ્ટિનો) પુનર્જન્મનો સિદ્ધાંત કે જેને વિસ્તારીને ગોસાલાએ બધાં જ માનવ પ્રાણીઓને લાગુ પાડ્યો હતો તે અંગે તેઓ સંમતિ સાધી શક્યા નહિ. ગોસાલાએ મહાવીરથી અલગ થયા પછી છ - ૧ - Page #345 -------------------------------------------------------------------------- ________________ મહિના સુધી સંન્યાસી જીવનનો અમલ કરીને અન્યને તપાવવાની જાદુઈ શક્તિ મેળવવાનું લક્ષ્ય હાંસલ કરી લીધું અને બે વર્ષની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. મહાવીર તેનાથી બે વર્ષ પછી સર્વજ્ઞ બન્યા અર્થાત્ તેમની જુદાઈનાં ચાર વર્ષ પછી અને તેમના પોતાના સંસારત્યાગ પછી બાર વર્ષે તેઓ સર્વજ્ઞ બન્યા. તેઓ સોળ વર્ષ પછી શ્રાવસ્તીમાં ફરીથી મળ્યા, જ્યાં તેમણે બંનેએ પોતે સર્વજ્ઞ હોવાનો દાવો કર્યો. તેમની જુદાઈ પછી જે બાબતો બની હતી તેનાથી મહાવીર અજાણ હોવાથી તેમણે ગોસાલા પોતાનો શિષ્ય હતો એવું ખાતરીપૂર્વક કહ્યું. તે પોતે કોઈનો શિષ્ય ગણાય એવું સાંભળીને ગોસાલાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે ખાતરીપૂર્વક પોતાનો દાવો જાહેર કર્યો કે તે પોતે દષ્ટા અને જ્ઞાની હતો. ત્યાર પછી બંનેએ મેળવેલી અલૌકિક દેવી શક્તિઓ માટે તેમની વચ્ચે દ્વિપક્ષી વિગ્રહ થયો અને જૈન અહેવાલો આપણને જણાવે છે કે ગોસાલા તેનો ભોગ બન્યો અને સાત દિવસમાં મૃત્યુ પામ્યો જ્યારે મહાવીર તેના મરી ગયા પછી સોળ વર્ષ સુધી જીવ્યા. હું માનું છું કે મહાવીર અને ગોસાલા તપશ્ચર્યાઓના વ્યવહાર અંગે એકબીજા સાથે સંમત હતા, જ્યારે તેઓ આ અંગે બુદ્ધ કરતાં જુદા પડતા હતા, કે જેઓ છ જ વર્ષના આવા (તપશ્ચર્યાઓના) વ્યવહારો પછી મિતાહારવિહારમાં માનવા લાગ્યા હતા. વધુમાં મનુષ્ય જાતનાં જુદી જુદી કક્ષાઓમાં જૂથો રચવાની બાબતમાં તેઓ બંને પરસ્પર સંમત હતા, જો કે બંનેએ તેમને (જૂથોને) અલગ અલગ નામ આપ્યાં હતાં અને મને લાગે છે કે આ બાબતમાં તેઓ ગૌતમ બુદ્ધથી જુદા પડતા ન હતા કે જેઓ માનતા હતા કે ત્રણ જાતના માનવો હતાં જેવાં કે જેમની આંખોમાં ઓછી ધૂળ, વધારે ધૂળ અને બિલકુલ ધૂળ ન હોય તે. પરંતુ મૂળભૂત મુદ્દો કે જેમાં તેઓ મારા મત મુજબ જુદા પડતા હતા તે દેવવાદ અને મનુષ્ય પ્રયત્ન એ હતો. તે બેમાંથી જેણે પ્રથમ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેણે (ગોસાલાએ) પોતાના દેવવાદના સિદ્ધાંતનું સ્વયંભૂ ઉત્ક્રાંતિવાદ અથવા ચોક્કસ સમયગાળામાં જગતનું આધ્યાત્મિક શુદ્ધિકરણ - ૩૨ - Page #346 -------------------------------------------------------------------------- ________________ એ સિદ્ધાંતમાં રૂપાંતર કર્યું, જ્યારે પછીનાએ (મહાવીરે) નિર્જરા સિદ્ધાંતની રચના કરી અર્થાત્ સંન્યાસી જીવનના વ્યવહારો અને સદ્ધર્મો દ્વારા કુકર્મોનો તેમને જીર્ણ બનાવીને તેમનો લોપ કરવો. ભગવતી અહેવાલ સાથે હું સંમત થતો નથી કે મોસાલાએ કૃતઘ્ની શિષ્ય હતો કે જેણે તેના ગુરુને પડકાર ફેંક્યો હતો. (વાસ્તવમાં) ગોસાલાએ પોતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરેલો ધર્મોપદેશક હતો કે જે સફળતાપૂર્વક જીવ્યો અને સોળ વર્ષ સુધી તેના સિદ્ધાંતોનો ઉપદેશ આપવા માટે ભ્રમણ કર્યું હતું. તેની સર્વજ્ઞતામાં તેની માન્યતાઓ સચ્ચાઈપૂર્ણ હતી અને તેથી તેને જ્યારે (મહાવીરનો) શિષ્ય કહ્યો ત્યારે તે સહન કરી શક્યો નહિ અને એક ક્ષણમાં તેણે પોતાની જાત ઉપરનું આવશ્યક નિયંત્રણ ગુમાવી દીધું અને જેઓ સખત તપશ્ચર્યાના વ્યવહારો કરતા હતા તે સઘળા લોકો (મહાવીર સહિત) ઉપર અત્યંત ક્રોધિત થઈ ગયો અને તે પોતે કેવળ પોતાના જ ક્રોધનો ભક્ષ્ય બન્યો અને મહાવીરની તેનાથી વધારે ચડિયાતી શક્તિઓનો ભોગ બન્યો. જો કે તેણે પોતે પોતાની નીચી કોટિની સ્થિતિની અને અજ્ઞાનની પોતાના શિષ્યો સમક્ષ જ્યારે તેનું મૃત્યુ નજીક હતું ત્યારે ખરા દિલથી કબૂલાત કરી. વધુમાં વધુ આપણે તેને ગેરમાર્ગે દોરવાયેલો કમનસીબ સંન્યાસી કહીશું કે જે તેના પોતાના જ ક્રોધનો ભક્ષ્ય બન્યો. તેણે જે આશાનો સંદેશ લાખો લોકોના સમુદાયને આપ્યો હતો તેનું આપણે છું મૂલ્ય આંકી શકીએ નહિ. આપણે માત્ર એટલું જ કહી શકીએ કે કેવળ થોડીક વધારે સ્વસ્થતા, સચ્ચાઈ અને સંવેદનશીલતાના અભાવે જેને માટે તેને સઘળા ધર્મગુરુઓમાં સર્વશ્રેષ્ઠ હોવા અંગેનો ક્રમાંક આપી શકાય એવા તેનું કેટલું મોટું પતન થયું. તેની ફિલસૂફી વિશે કંઈ કહ્યા સિવાય તેને માટે સ્વીકારી શકાય કે તે ઉત્ક્રાંતિના આગળના તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે અને આદિ આર્યોની દૈવવાદી માન્યતાઓ ઉપર તે આધારિત છે, અને તે ઝાંખી કે લુપ્ત થઈ જાય તે પહેલાં તેણે તેના બીજા બધા સમકાલીન સંપ્રદાયો ઉપર અને ખાસ કરીને દિગંબર જૈનો ઉપર અત્યંત મોટા પ્રમાણમાં અસરો પેદા કરી હતી. - ૩૨૩ - Page #347 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ | તેમનું જીવનઃ ગૌતમ બુદ્ધ એવા ધર્મોપદેશક હતા કે જે સર્વોત્તમ શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ તેમના જીવનના શરૂઆતના દિવસોમાં સિદ્ધાર્થનાં નામથી જાણીતા હતા. તેઓ કદાચ મહાવીરના સૌથી મોટા હરીફ હતા અને આમ હોવાનું કારણ એ હતું કે તેઓ તેમને અત્યંત મળતા આવતા હતા. જો આપણે જૈનોના પવિત્ર ગ્રંથો વાંચીએ તો આપણને એમ જ લાગે કે આપણે બુદ્ધનો ઉપદેશ સાંભળી રહ્યા છીએ. આ બંને ધર્મોપદેશકોના જીવન અને ઉપદેશો વચ્ચે અત્યંત સમાનતા હતી. આ સમાનતા તેની સામાન્ય સીમા કરતાં પણ એટલી આગળ વધી ગયેલી હતી કે કેટલાક વિદ્વાનો આ બંને વ્યક્તિવિશેષોને એકાકાર કરવા માટે લલચાઈ જતા હતા અને તેઓ પૈકીના ગમે તે એકની ઐતિહાસિકતામાં માનતા હતા. નામોની અંદર રહેલી સમાનતા જેમકે યશોદા અને યશોધરા, સિદ્ધાર્થ અને સિદ્ધાર્થ (મહાવીરના પિતાશ્રી), ઈન્દ્રભૂતિ ગૌતમ અને સિદ્ધાર્થ ગૌતમ વગેરેને લીધે પણ અત્યંત ગૂંચવાડો પેદા થતો હતો. આ અંગેનું વિગતવાર નિરૂપણ આપણે હવે પછીથી કરીશું. 1. Buddha : Oldenberg P. 174. આ તબક્કે એટલું કહેવું પૂરતું થઈ પડશે કે આ બંને ધર્મોપદેશકો અંગે પૂરતી જાણકારી અત્યંત પવિત્ર અહેવાલોમાંથી મળી રહે છે અને તેથી હું માનું છું કે ગૌતમ અને સિદ્ધાર્થ બંને ઈશ્વરના દૂતોના સમકાલીન અસ્તિત્વ (આનાથી ઊલટી બાબતનું દેખીતી રીતે જ ખંડન થઈ જાય છે) ને માન્ય કરવા માટે પ્રારંભના બૌદ્ધ અહેવાલોના સંદર્ભો અત્યંત વિશ્વસનીય છે અને તેમનામાં સંદેહ કરવાનું આપણી પાસે કોઈ જ કારણ નથી. ગૌતમ પાંચમી શતાબ્દિના મધ્યમાં અને વધુ ચોક્કસ રીતે કહીએ તો ઈશુના જન્મ પૂર્વે 563ના વર્ષમાં જન્મ્યા હતા. ધાર્મિક શ્રદ્ધાળુઓ કહે છે કે માયાવતીના ગર્ભાશયમાં ગર્ભધારણ વખતે એક શ્વેત હસ્તિએ પ્રવેશ કર્યો હતો. તેમનો જન્મ કપિલવસ્તુ પાસે આવેલી લુમ્બિની વાટિકામાં થયો હતો કે જે જગ્યા આજે પણ એજ નામથી જાણીતી છે. પ્રારંભના બૌદ્ધ અહેવાલોએ એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે કપિલવસ્તુ નામનું સ્થળ કે જ્યાં સિદ્ધાર્થના - ૩૨૪ Page #348 -------------------------------------------------------------------------- ________________ પિતા શુદ્ધોધન રાજ્ય કરતા હતા તે અત્યંત સમૃદ્ધ સ્થળ હતું અને ત્યાં રથો, હસ્તિઓ અને વેપારીઓના કાફલા અને વણઝારો હંમેશાં દેખાતાં. 2. હેમવંતાસા પાસાતો નામની જગ્યા નેપાળની સરહદ પર આવેલી છે અને તે બનારસની ઉત્તરે એકસો માઈલના અંતરે છે. આ સ્થળ સમ્રાટ અશોકે શોધી કાઢ્યું હતું અને તેણે ત્યાં એક સ્તંભ ઊભો કરીને તેના ઉપર શિલાલેખ કોતરાવ્યો હતો. ત્યારે આ કાર્ય માટે દયાળુ દેવનામપ્રિય પ્રિયદર્શીને વીસ વર્ષનો સમય લાગ્યો હતો, તે પોતે ત્યાં ગયો હતો અને આ સ્થળની પૂજા કરી હતી કારણ કે શાક્ય મુનિનો જન્મ આ સ્થળે થયો હતો. અહીં તેણે પથ્થરનો સ્તંભ એ દર્શાવવા માટે ઊભો કર્યો હતો કે આદરણીય (ભગવાન બુદ્ધ) આ સ્થળે જન્મ્યા હતા. (Hultzsch Inscription of Ashoka... 1925. P. 164) Gautam the Buddha Radhakrishanam P. 5) સિદ્ધાર્થને એ નામ આપવામાં આવ્યું હતું કારણ કે તેમના જન્મ પછી તેમના પરિવારમાં સમૃદ્ધિમાં વધારો થયો હતો. ગૌતમ એ ઉપનામ ત્યાર પછીના સમયમાં વધારે લોકપ્રિય બન્યું કે જે તેમનું પારિવારિક નામ હતું. શુદ્ધોધનને શાક્યોનો શાસનકર્તા તરીકે વર્ણવવામાં આવેલ છે, પરંતુ વિદ્વાનોનાં સંશોધનોએ હવે સ્પષ્ટ કર્યું છે કે તે ક્ષત્રિય વંશનો એક અમીર સરદાર હતો, પરંતુ ચોક્કસ પણે તે રાજા કે શાસનકર્તા ન હતો કે જે અર્થમાં આપણે અશોક, બિંબિસાર, પસેન્દી અને અન્ય રાજાઓને આ શબ્દથી આપણે નવાજીએ છીએ. બુદ્ધનો જન્મ સર્વ પ્રકારનાં મંગળ શુકન વડે અંકિત થયેલો હોવા જોઈએ અને અત્યંત શક્તિશાળી આશ્ચર્યો અને સંકેતોની મદદથી તેની જાહેરાત કરવામાં આવી હોવી જોઈએ. સામાન્ય શિષ્યો અને અનુયાયીઓ માને છે કે આવા બનાવની ઉજવણીમાં સમગ્ર બ્રહ્માંડ જોડાયું હશે. તેમની માતા માયાદેવી શાક્ય જાતિના આ મહાશક્તિશાળી પુત્રને જન્મ આપ્યા પછી સાત દિવસ પછી મૃત્યુ પામ્યાં હતાં. શુદ્ધોધને આમંત્રિત કરેલા બ્રાહ્મણોએ ભવિષ્યની આગાહી કરી હતી કે જો તે શાસક તરીકે રહેશે તો તે મહાન રાજા બનશે અને સમગ્ર ભારતવર્ષ ઉપર ચક્રવર્તી સમ્રાટ બનીને રાજ્ય કરશે. જો તે સંન્યાસીનું જીવન પસંદ કરશે તો તે બુદ્ધ બનશે અર્થાત્ તે સમયનો સર્વશ્રેષ્ઠ મહાજ્ઞાની ધર્મપ્રવર્તક બનશે. ૨૩૨૫૦ Page #349 -------------------------------------------------------------------------- ________________ અહીં આપણે એક પ્રાચીન સંન્યાસી સંત સીમેન જેવી વાર્તા સાથે આને સરખાવી શકીએ કે જેમાં આસિતે હુએ નામનો સંત) શંકાથી પર એવી આગાહી એ બાળકને જોઈને કરી હતી કે આ બાળક મહાન બનશે અને તેણે તેના પોતાના મૃત્યુ ઉપર વિલાપ કર્યો હતો. કારણ કે તે જોવા માટે પોતે જીવિત નહીં રહી શકે.). " એ દિવસથી ક્ષત્રિય શુદ્ધોધને જગતનાં દુઃખોમાંથી તેના પુત્રનું મન ફેરવવા માટેના સર્વે પ્રયત્નો કર્યા અને તેને મોજશોખ અને એશઆરામની તેમજ સુંદર સ્ત્રીઓની લાલચની જાળમાં સપડાવવાના સર્વે પ્રયત્નો કર્યા કે જેથી તેનું મન જગતનાં સુખોમાંથી અન્યત્ર વળે નહિ. તેને પુષ્કળ પ્રમાણમાં દુન્યવી સુખો પૂરાં પાડવામાં આવ્યાં હતાં. તેના પિતાએ વિચાર્યું કે જો હળવી રીતે ઢીલી બાંધવામાં આવે તો રેશમી સાંકળ પણ વાળની લટોને ક્યારેક બાંધેલા રાખી શકતી નથી અને એમ વિચારીને તેણે પોતાના પુત્રના યશોધરા નામની કન્યા સાથે લગ્ન કર્યા. બાળકનું શૈશવ મહાપ્રજાપતિ નામની તેની માશીની સારસંભાળ હેઠળ વિત્યું અને તેનું યૌવન યુવાન કન્યાઓના સાનિધ્યમાં તેમને માટે ખાસ તૈયાર કરવામાં આવેલા મહાલયોમાં વિત્યું.' 1. અંગુત્તારાનિકાયા આ રાજકુમારના ઐશ્વર્યભર્યા જીવનનું વર્ણન આપે છે, કે જે સુખ અને સાહ્યબીથી આચ્છાદિત હતો. આ વર્ણન ચોક્કસપણે કાલ્પનિક છે, પરંતુ તે સ્પષ્ટપણે એક બાબત દર્શાવે છે કે શુદ્ધોધને તેના પુત્રને દુન્યવી જીવન સાથે બાંધવામાં કોઈ જ કસર છોડી ન હતી. પછીના સમયમાં થઈ ગયેલા કાલ્પનિક લેખકોએ તેને નીચે મુજબના શબ્દોમાં વર્ણવે છે. P. 100. सुखुमालो अहम् लिक्खवे परम सुखुमालो, अचन्त सुखुमालो, मम सुखम् लिक्खवे पितुनिवेसने, पोक्खर नियो हारियाका होन्ति, एकत्थसुखं लिक्खवे उप्पलं वप्पति एकत्य पदुमं, एकत्थ पन्नरिकम् - यावद एवमत्थाय...रतिन्दिवम् रवा पन मे सुतम् लिक्खवे सतछत्तं धारेय्यमानं फुस्सि, सितं वा उण्हंवा तिणं वा रजो वा उस्सवो वा'ति । तस्स मरहं लिक्खवे तयो पासादा अहेसु, एको हेमन्तिको एको गिम्हन्तिको, एको वस्सिको ति । सो खो अहम् लिक्खवे वस्सिकपासादे, वस्सिके चतारो मासे निप्पुरिसेहि तुरियेहि परिचरियमानो, न हट्ठो पासादा आरोहामि..... . પરંતુ શુદ્ધોધનના બધા જ પ્રયાસો કંઈ જ ઉપયોગી બન્યા નહિ, કારણ - ૩૨૬ - Page #350 -------------------------------------------------------------------------- ________________ કે તેના બધા જ પ્રયત્નો તે મહાન આત્માના જીવનમાં બનતા બનાવોને કારણે તેને સઘળી દુન્યવી વસ્તુઓની ક્ષણભંગુરતાનો વિચાર તેના મનમાંથી દૂર કરી શક્યા નહિ, કે જે તેના પ્રારંભિક શૈશવકાળથી જ પ્રમાણમાં વધારે ધ્યાનસ્થ રહેતો હતો. આ બાબત પપ્પા મૌગાલાના બનાવોએ સ્પષ્ટ રીતે દર્શાવી છે.) અને તે પ્રમાણમાં ઓછો દુન્યવી હતો. સઘળી સુખ સગવડો અને વૈભવો કે જેનાથી તે વીંટળાયેલો હતો, શુદ્ધોધને ધાર્યો હતો તેના કરતાં કંઈક વિરોધી હેતુ જ તેનાથી સિદ્ધ થયો. તેને ભરપૂર પ્રમાણમાં મળેલા ઐશ્વર્યમય વૈભવી જીવને આ યુવાનના મનમાં સઘળાં દુન્યવી સ્વરૂપો અને સઘળી દુન્યવી વસ્તુઓની ક્ષણભંગુરતાની લાગણી પેદા કરી. પરંપરા આપણી પાસે માનવા માટેની અપેક્ષા રાખે છે તેવા નક્કર બનાવો તેણે જોયા હોવા જોઈએ નહિ. એ નોંધવું કદાચ રસપ્રદ બનશે કે બુદ્ધ પર આરોપણ કરવામાં આવેલ છે તદનુસાર તેની નિદ્રાધીન પત્ની અને આક્રંદ કરતાં અને રાહ જોતાં તેનાં માવતરને છોડીને જતા રહેતા તેને કેવા પ્રકારની લાગણી થઈ હશે. આપણે એમ માની શકીએ નહીં કે તેણે રાત્રે તેના કંથક નામના અશ્વ પર બેસીને તેનાં માબાપની જાણ બહાર તેણે ગૃહત્યાગ કર્યો હશે. આ અશક્ય નહીં તો અસંભવિત તો છે જ અને આ અસંભવિતતાને સોનદંડ સૂત્ત (દીપ્પનિકાય) દ્વારા આપવામાં આવેલા તેમના સંસારત્યાગના અહેવાલ દ્વારા સમર્થન મળે છે. તેમના સંસારત્યાગના મળી આવતાં વર્ણનો દ્વારા તેમને જે લાગણી થઈ હતી તેને તેઓ પોતે નીચેના શબ્દોમાં વર્ણવે છે. “આ પ્રકારના ધનથી મેં મારા શિષ્યોને પરિચિત કર્યા કે આવા મહાન વૈભવમાં હું જીવતો હતો, આવા વિચારો ત્યાર પછી મારા મનમાં પેદા થયા. નબળા મનવાળા સામાન્ય માણસની જેમ કે જે પોતાના શારીરિક રીતે ક્ષીણ થવા માટે પોતે જ જવાબદાર છે, અને પોતે વૃદ્ધાવસ્થાની ક્રિયાશક્તિથી મુક્ત નથી, તે લાગણીનો એકદમ પલટો તીવ્ર અણગમો અને કંટાળો અનુભવે છે, કે જ્યારે તે પોતે અન્ય કોઈ વ્યક્તિને વૃદ્ધાવસ્થામાં જુએ છે અને જે તીવ્ર અણગમાની લાગણી તે ત્યાર પછી અનુભવે છે, તેનાથી તે પોતે પોતાની જાત ઉપર આંચકો અનુભવે છે. હું પોતે પણ ક્ષીણ થવાને પાત્ર છું અને વૃદ્ધાવસ્થાની ક્રિયાશક્તિથી મુક્ત નથી. હું પોતે - ૩૦ Page #351 -------------------------------------------------------------------------- ________________ પણ અન્ય કોઈને વૃદ્ધાવસ્થામાં જોઉં છું ત્યારે લાગણીનો એકદમ પલટો અને કંટાળો અનુભવું છું. આવું મારી સાથે નહિ બને કે જ્યારે હું યુવાનીનો સઘળો ઉત્સાહ-આનંદ મારા મનની શક્તિથી મારા શિષ્યોમાં પ્રતિબિંબિત કરું છું, કે જે ઉત્સાહ-ઉમંગ પ્રત્યેક યુવાનમાં રહેલો હોય છે અને જે મારામાં પણ હતો. એક નબળા મનના માનવીની જેમ તેઓ (શિષ્યો) જો કે તેમની માંદગી માટે તેઓ પોતે જ જવાબદાર છે અને રોગની શક્તિથી પણ મુક્ત નથી, મૃત્યુને આધીન છે, વગેરે. જ્યારે હું, મારા મનમાં પ્રતિબિંબિત થયેલો જીવનનો જુસ્સો જે મારા જીવનમાં પણ રહેલો છે તે મારા મનમાં રહેલા મારા શિષ્યોમાં હું પ્રતિબિંબિત કરું છું.” જે નક્કર બનાવો. બુદ્ધે આનંદવાટિકામાં રથની મુસાફરીનો આનંદ માણતી વખતે જોયા હતા અથવા તેમણે જોયા હતા એમ વર્ણવવામાં આવ્યું છે તેની વાર્તા આ બાબતની કેવળ કાવ્યમય સજાવટ છે. વાર્તા આગળ વર્ણવે છે કે બુદ્ધે જ્યારે સ્ત્રીઓના સમુદાયને અસહાય સ્થિતિમાં જોયો અને જેનાથી તેમને નફરત થઈ ગઈ તે જ રાત્રિએ તેમણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો હતો. આવું વાસ્તવમાં બન્યું હતું કે પાછળથી અન્ય કોઈ શિષ્યના જીવનમાં બનેલા આવા બનાવમાંથી અસલ લખાણમાં (સારું દેખાડવા માટે) વધારો કરવામાં આવ્યો હતો તેને અંગે આપણે કંઈ જાણતા નથી પરંતુ આ બધાથી ઉપર એક સત્ય એ સ્થાપિત થાય છે કે ભર જોબનમાં ખીલેલો શ્યામ રંગના કેશવાળો એક રાજકુમાર તેની પત્ની, તેના પુત્ર અને તેનાં માતાપિતાને તેમ જ તેની નજીકનાં સઘળાં સગાં અને વહાલાંને ત્યજી દે છે. તેને લાગે છે કે ‘‘ગૃહજીવન એ પીડા-વ્યથા-ઉદ્વેગ આપનાર છે, તે અશુદ્ધિની પરિસ્થિતિ છે, ગૃહજીવન છોડવામાં જ મુક્તિ રહેલી છે, જ્યારે તેના મનમાં આવું પ્રતિબિંબિત થાય છે ત્યારે તે ગૃહ ત્યજી દે છે.” समो खलु भो गोतमो दहरो समानो ससुकालके सोभद्रेनं योब्बनेन समभागतो पथमेन વયસા ગારમા બનારિત પદ્મનિયો - P. 105. સંન્યાસી ગૌતમ ઘેરથી ગૃહત્યાગ કરીને ગૃહવિહીન સ્થિતિમાં ગયા કે જ્યારે તેઓ ઉંમરની દૃષ્ટિએ યુવાનીમાં હતા, ભરજોબનની શક્તિ ધરાવતા હતા અને જીવનની પ્રારંભિક તાજગીનાં વર્ષોમાં હતા - તેમનાં માતાપિતાની ઇચ્છા નહીં હોવા છતાં અને તેઓ કલ્પાંત કરતાં હતાં અને અશ્રુ વહાવતાં હતાં તેમ છતાં સંન્યાસી ગૌતમે તેની દાઢી ૨૩૨૮ • Page #352 -------------------------------------------------------------------------- ________________ અને મસ્તકના કેશનું મુંડન કરાવી નાખ્યું તેણે પીળાં વસ્ત્રો ધારણ કર્યા અને તે ગૃહત્યાગ કરી ગૃહવિહીન સ્થિતિમાં ગયા. __समणो खलु भो गोतमो, अकामकानं मातापितुन्नं, अस्सुमुखानां रुदन्तानं कोसमस्सुं ओहारेत्वा, कासायानि वत्थानि आच्छादेत्वा अगारस्मा अनगारियं पब्बजिवो ॥ જગતની સઘળી બેડીઓમાંથી મુક્ત થઈને ગૌતમ ચાલી નીકળ્યા અને પવિત્ર જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય શોધવા માટે કે જેને માટે ગૃહસ્થોનો સમુદાય તેમનાં ગૃહો ત્યજીને ગૃહવિહીન સ્થિતિમાં ભ્રમણ કરે છે તેને પામવા માટે તેઓ અરણ્યોમાં ભ્રમણ કરવા માંડ્યા. તે જમાનામાં એવું માનવામાં આવતું હતું અને આજે પણ એમ માનવામાં આવે છે કે આધ્યાત્મિક જીવનના લક્ષ્યની અનુભૂતિ માર્ગદર્શક વગર થઈ શકતી નથી. ગૌતમે તારાનામાં અને ૩ રામપુત્રમાં તેમના ગુરુ શોધ્યા, પરંતુ તેમનાં ચિંતનો-અનુમાનો યુવાન જિજ્ઞાસુ-ઉત્સુક ગૌતમને સંતોષી શક્યા નહિ. અને પાંચ શિષ્યો સાથે તપશ્ચર્યા કરવા માટે ગૌતમ ચાલી નીકળ્યા. ઉરૂવેલા નામના સ્થળે તેમણે સખતમાં સખત સ્વરૂપની તપશ્ચર્યા કરી. તેઓ ત્યાં જંગલી-અવ્યવસ્થિત સ્વરૂપમાં બેઠા, પોતાની જિહવાને તેમણે તાળવા સાથે દબાવી રાખી, દઢપણે તેમની લાલસાઓને દબાવીને તેમજ સુધારીને તેમને નિયંત્રિત કરી. ત્યાં તેઓ (ઉગ્ર તપશ્ચર્યાને કારણે) હાડપિંજર જેવા બની રહ્યા, તેમનું પેટ પૂરતા પોષણના અભાવે તેમના જઠર સાથે ચોંટી ગયું, (અર્થાતુ પેટમાં ખાડો પડી ગયો, અને તેમ છતાં પણ તેઓ સત્યથી અગાઉ જેટલા દૂર હતા તેટલા જ દૂર અદ્યાપિ રહ્યા હતા. ગૌતમે જોયું કે સંન્યાસી જીવનના સઘળા વ્યવહારો વ્યર્થ છે અને તેથી તેમણે તેનો ત્યાગ ર્યો. આ સઘળા સમય દરમ્યાન પાંચ શિષ્યો તેમની સાથે રહ્યા હતા અને તેમની ઉપર નજર રાખી રહ્યા હતા અને આતુરતાપૂર્વક એ જોવા માટે રાહ જોઈ રહ્યા હતા કે ગૌતમ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શક્તિમાન બને છે કે નહિ. પરંતુ જ્યારે ગૌતમે પોતાનો સ્વ-ઈન્દ્રિય દમનનો અભ્યાસ છોડી દીધો ત્યારે તેઓ (પાંચ શિષ્યો) તેમને ત્યજીને જતા રહ્યા. હવે તેઓ તદ્દન એકાકી બની ગયા, અને તેઓ પોતાને માટે, સમગ્ર જગત માટે અને જગતનાં સર્વે મરણાધીન અને નાશવંત મનુષ્યો માટે મુક્તિનો માર્ગ શોધવા માટે તેઓ પોતે એકલા જ રહી ગયા. ગૌતમે ઓગણત્રીસ - ૨૯ - Page #353 -------------------------------------------------------------------------- ________________ વર્ષની ઉમરે સંસારત્યાગ કર્યો હતો અને સત્યની શોધમાં છ અત્યંત પરિશ્રમી વર્ષો ગાળ્યાં. આ છ વર્ષોની પરિશ્રમી શોધ પછી તેઓ સત્ય શોધવા માટે શક્તિમાન બન્યા. ગૌતમ એક વૃક્ષ નીચે બેઠા હતા કે જે પછીથી કેવળ જ્ઞાનના વૃક્ષ (બોધિવૃક્ષ) તરીકે ઓળખાવા માંડ્યું હતું અને એક રાત્રે જ્યારે તેઓ તે વૃક્ષ નીચે ધ્યાન કરતા હતા અને તેઓ આ રીતે ધ્યાનમાં તલ્લીન હતા ત્યારે તેમને પુનર્જન્મના ચક્રે વીંધવા માંડ્યા કે જેમાં માનવપ્રાણીઓ અસંખ્યવાર જન્મ ધારણ કરે છે. આ ચક્રમાં તેઓ જન્મ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પરિભ્રમણ કરતાં જોઈ શક્યા. તેઓ આનો અંત લાવવા ઈચ્છતા હતા અર્થાત જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવા ઇચ્છતા હતા. તેમણે જોયું કે માનવ અસ્તિત્વનો ક્યારેય અંત આવતો નથી. ઈશ્વર સ્વરૂપી માલિક સ્થપતિ દ્વારા માનવ અસ્તિત્વરૂપી ઈમારત હંમેશાં નવેસરથી જ બાંધવામાં આવે છે. ઊંડી વિચારણા પછી તેઓ આ ચક્રના અંતિમ લોપ માટે પ્રયત્નો કરીને તેઓ કાર્યકારણની શ્રેણી મળી આવી. ગૌતમને પોતાને ખાતરી થઈ કે કેવળ તદ્દન અજ્ઞાનને કારણે માનવપ્રાણીઓ જન્મપુનર્જન્મના મહાન સમુદ્રમાં એક મોજા પરથી બીજા મોજા ઉપર ફંગોળાય છે. તેમની અંદર જ્ઞાનનું અજવાળું થવા માંડ્યું. તેમનું મન ઝળહળી ઊઠ્યું. હવે તેઓ સત્યની પાછળના શોધક રહ્યા ન હતા. કારણ કે સત્ય-જ્ઞાન તેઓ મેળવી ચૂક્યા હતા. તેમને જ્ઞાન થયું કે જેનો અંત નથી એવાં અસ્તિત્વોનું અંતિમ કારણ એ કેવળ અજ્ઞાન છે. આ અજ્ઞાનને નિર્મૂળ કરવા માટેનો સૌથી નિશ્ચિત માર્ગ જન્મ અને મરણના આ ચક્રમાંથી છૂટકારો મેળવવો એ છે. ગૌતમના જીવનમાં આ એક મહાન પરિવર્તનબિંદુ હતું. ગૌતમ હવે બુદ્ધ બન્યા, કેવળ જ્ઞાની બન્યા. આમ નેપંજરા નદીના કિનારે એક વૃક્ષની નીચે (ગૌતમને) કેવળ જ્ઞાન મળ્યું. સતત ખોજનાં વર્ષોના વૃક્ષને ફળ બેઠાં અને ગૌતમ કેવળ જ્ઞાનના ભવ્ય રત્નની પ્રાપ્તિકર્તા બન્યા. તેઓ હવે આ સંસારના સર્વે માનવપ્રાણીઓને બાંધતાં સઘળાં બંધનોમાંથી મુક્ત હતા. પરિશ્રમી સંઘર્ષનાં આ બધાં છયે વર્ષો દરમ્યાન બુદ્ધ શેતાનની ઇચ્છાઓના “મારાઓથી ઘેરાયેલા રહ્યા. બુદ્ધને તેમના નિશ્ચયમાંથી - ૩૩૦ - Page #354 -------------------------------------------------------------------------- ________________ ડગાવવા માટે વિવિધ પ્રલોભનો રજૂ કરીને તેના દ્વારા હુમલો કર્યો. જો બુદ્ધ આ બધાં પ્રલોભનોથી ડગ્યા નહિ અને મારાએ તેની સઘળી દુરાચારી યાતનાઓ અને પ્રયુક્તિઓથી પણ તેમની ખડક જેવી અડગતામાંથી એક ઈંચ જેટલા પણ ખસેડવા માટે શક્તિમાન બન્યો નહિ. इहासने सुस्मतु मे सरीरं लगस्थ मांसम्, प्रलयं च यातु अप्राप्य बोधिं बहुकल्पदुर्लभं नैवासनात् कायम् एतत् चलिष्यति । આ જ્ઞાન મેળવ્યા પછી, બુદ્ઘ ઉપર પ્રાકૃતિક આનાકાનીએ કબજો જમાવ્યો. ભય અને સંદેહ હજી પણ તેમના મનમાં છૂપાઈ રહ્યાં હતાં.1 મારા એવો મનુષ્ય ન હતો કે જે તેને મળેલી આવી તકને ચૂકી જાય અને તેણે જગતને તેના સિદ્ધાંતોનો બોધ આપ્યા સિવાય જ ગૌતમને નિર્વાણના માર્ગે જવા માટે પ્રેર્યા. બુદ્ધ આ વાતને સમજી ગયા અને ચોખ્ખા શબ્દોમાં તેને કહ્યું કે તેઓ સાધુઓને તેમના શિષ્યો તરીકે મેળવ્યા સિવાય તેઓ નિર્વાણના માર્ગમાં પ્રવેશ કરવાના નથી. બૌદ્ધ સમાજે મારા ને શોધી કાઢ્યો જે બુદ્ધને સઘળી પુણ્યશીલ બાબતો કરવામાં અડચણ ઊભી કરતો હતો. તેમણે એ પણ શોધ્યું અથવા તો બ્રાહ્મણ પંથ પાસેથી (એ બાબત ઉછીની) લીધી કે એવા દેવો પણ હતા કે જેઓ તેમને વધારે ઉમદા કાર્યો કરવા માટે ઉત્તેજતા હતા અને પ્રેરતા હતા અને (દુન્યવી) યાતનાઓનો તાપ સહન કરવામાં તેમની ત૨ફ પોતાની મદદનો હાથ લંબાવતા હતા. આવા જ એક સહમ્પતિ બ્રહ્મા હતા. જ્યારે બુદ્ધ તદ્દન નિરાશ થઈ ગયા હતા (ઉગ્ર તપશ્ચર્યા કરવા છતાં કેવળ જ્ઞાન પ્રાપ્ત નહીં થવાથી) ત્યારે તેઓ આ ઉન્નત આત્માની સમક્ષ ઉપસ્થિત થયા અને તેમને આ પ્રમાણે વિનંતી કરી. ‘‘હે મુરબ્બીશ્રી, મહાન આત્મા ! આપ આપના ધર્મમતનો ઉપદેશ આપવાનું શરૂ કરો. હે પૂર્ણ મહાન આત્મા ! ધર્મોપદેશ આપો. એવાં મનુષ્યો પણ છે કે જેઓ દુન્યવી ધૂળથી (દુષ્કૃત્યોથી) ખરડાયા વગરના શુદ્ધ છે, પરંતુ જો તેઓ આપના ધર્મ સિદ્ધાંતોના ઉપદેશનું શ્રવણ કરશે નહિ તો તેઓ કંઈક ગૂમાવશે અને તેમને નુક્સાન થશે. તેઓ આપના ધર્મ સિદ્ધાન્તમાં માનતા થશે.” બ્રહ્માએ ત્યાર પછી તેમને નિયમસિદ્ધાંતના ચક્રને ગતિમાન કરવા માટે વિનંતી કરી અને તેમને અત્યંત ~૩૩૧ - Page #355 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણાદાયક શબ્દોમાં બહાદુર અને શૂર પુરુષ તરીકે આગળ આવવા માટે તેમજ પોતાના ધર્મપંથનો ઉપદેશ આપવા માટે વિનંતી કરી કે તેનાથી ઘણા લોકો તેમના ઉપદેશને સમજતા થશે. બુદ્ધના મનમાં પણ બ્રહ્માની વિનંતીનું સત્ય પ્રત્યક્ષ થયું અને તેમને લાગ્યું કે એવાં મનુષ્યો પણ છે કે જેમના આત્મા શુદ્ધ છે, એવાં પણ મનુષ્યો છે કે જેમની માનસિક શક્તિઓ પ્રબળ છે, અને નિર્બળ માનસિક શક્તિઓ ધરાવતાં મનુષ્યો પણ છે), જેમની પ્રકૃતિ ઉમદા છે, (અને અધમ પ્રકૃતિનાં મનુષ્યો પણ છે), જેઓ સારા શ્રોતા છે અને તેઓ ભાવિ ઈહલોક સિવાયનું જગત અને તેમાં થનારાં પાપોના ભય હેઠળ જીવે છે. તેમણે તેમની વિનંતીનો સ્વીકાર કર્યો અને બોલ્યા, “ચાલો, આપણે મરણોત્તર જીવનનાં સઘળાં દ્વાર ઉઘાડીએ, જેમની પાસે બંને કાન છે, તેઓ ભલે (મારા) શબ્દો સાંભળે અને તેમાં માને, મેં મારા ઉપરની આપત્તિ વિશે વિચાર્યું અને મારી ઉપર આવી પણ ખરી, હે બ્રહ્મા ! હજી સુધી વિશ્વને મેં ઉમદા શબ્દો તો સંભળાવ્યા જ નથી. 1 ઉન્નત આત્મા જ્યારે એકાંતવાસમાંથી બહાર આવીને થોભ્યા ત્યારે તેમના મનમાં આવો વિચાર આવ્યો, “જેનો સાક્ષાત્કાર થવો તેમજ જેને સમજવું મુશ્કેલ છે એવા સત્યને મેં ભેજું છે – સાક્ષાત્કાર કર્યો છે. જે શાન્તિદાતા અને શ્રેષ્ઠ તેમજ સઘળા ખ્યાલોથી ચઢિયાતું છે, અત્યંત મહત્ત્વનું છે અને તેને માત્ર બુદ્ધિમાનો જ ગ્રહણ કરી શકે છે. મનુષ્ય આ સૃષ્ટિના ગોલક ઉપર હરેફરે છે, આ સૃષ્ટિના ગોલક ઉપર તેનું પોતાનું સ્થાન છે અને તે તેમાં આનંદ પ્રમોદ માણે છે. મનુષ્ય કે જે આ સૃષ્ટિના ગોલક ઉપર હરેફરે છે, જેના પર તેનું સ્થાન છે અને આ સૃષ્ટિના ગોલક પર તે આનંદપ્રમોદ માણે છે તેને માટે આ બાબત (સત્ય), કાર્યકારણનો સિદ્ધાંત, કાર્ય અને કારણોની હારમાળા વગેરે ગ્રહણ કરવાં અત્યંત કપરાં છે અને તદુપરાંત સઘળાં અનુવર્તનોનો લોપ, સઘળી દુન્યવી બાબતોમાંથી મને પાછું ખેંચી લેવું, ઇચ્છા-અપેક્ષાનો લોપ, ઇચ્છાઓને વિરામ આપવો તે, નિર્વાણ, જે ધર્મસિદ્ધાંત કે જેનો હું હવે આગળ ઉપર ઉપદેશ આપવાનો છું તે - આ સઘળું ગ્રહણ કરવાનું મનુષ્ય માટે કપરું છે, અને જો મનુષ્યજાત મને નહિ સમજી શકે તો મારે માટે અન્ય કશું નહિ, પરંતુ કેવળ દુઃખદાયક બનશે.” બૌદ્ધ ધર્મગ્રંથોએ અહીં કમળો કે જે જળની બહાર ન આવતા હોય, જે કેવળ જળની સપાટી સુધી જ ઉદય પામતાં હોય અને જળની તદ્દન બહાર સુધી ઉદય પામતાં હોય એવા રૂપક અલંકારનો ઉપયોગ કર્યો છે. હે બુદ્ધિમંત પુરુષ ! તમે શાશ્વત સત્યનાં દ્વાર ખોલો. - ૩૩૨ - Page #356 -------------------------------------------------------------------------- ________________ હે પાપરહિત પુરુષ ! આપે જે શોધી કાઢ્યું છે તેનું અન્યને શ્રવણ કરવા દો. જે પર્વતનાં ખડકાળ શિખરો ઉપર ઊંચે ઊભેલા છે, જેની આંખ સઘળાં લોકો ઉપર નજર રાખે છે, હે બુદ્ધિમંત પુરુષ ! આપ પણ એવા જ પર્વતની ઊંચાઈ ઉપર છો, ભૂમિથી અત્યંત ઊંચે સત્યની કોટકાંગરાવાળી ભીંત ઉપર ઊભેલા છો, અને હે દર્દરહિત પુરુષ આપ ત્યાંથી મનુષ્ય જાત તરફ નીચે જોઈ રહ્યા છો, એવાં દુઃખો કે જે જન્મ સમયે અને વૃદ્ધાવસ્થામાં યાતના આપે છે, હે પરાક્રમી પુરુષ ! વિજયોમાં સમૃદ્ધ છો એવા આપ ઊઠો, ઊઠો, કે પાપરહિત ! હે સત્યના ઉપદેશક ! વિશ્વમાં આપ ભ્રમણ કરો, હે મુરબ્બીશ્રી ! આપનો સ્વર ઊંચો કરો, ઘણા લોકો આપને સમજશે. " અને આવા દૃઢ નિશ્ચય સાથે, આ આદરણીય વ્યક્તિએ ઉપદેશ આપવાની કારકીર્દિનું કાર્ય શરૂ કર્યું. પરંતુ સત્યનો ઉપદેશ સૌપ્રથમ કોને આપવો એ સમસ્યાનો તેમને સામનો કરવો પડ્યો. અલારાકાલામ અને ઉદકરામપુત્ર તો મૃત્યુ પામ્યા હતા. તે પછી બુદ્ધે પેલા પાંચ શિષ્યોને ઉપદેશ આપવાનું વિચાર્યું કે જેઓ તેમના અગાઉના સંઘર્ષના સમયના સાથીદારો હતા. એ વખતે આ ચાર સંન્યાસીઓ બનારસમાં રહેતા હતા, તેથી બુદ્ધે સારનાથ તરફ પ્રયાણ કર્યું. પાંચ સંન્યાસીઓએ જ્યારે તેમને દૂરથી આવતા જોયા ત્યારે તેમણે એકબીજાને કહ્યું, “દોસ્તો ! પશેથી સંન્યાસી ગૌતમ આવે છે કે જેઓ પોતે મરજી મુજબ ભોગ ભોગવે છે, જેણે પોતાની (સત્યની) ખોજ ત્યજી દીધી છે, અને પોતાની અસંયમી અવસ્થામાં પાછા ફર્યા છે. આપણે તેમની પ્રત્યે કોઈ આદર દાખવીશું નહિ, આપણે તેમની સમક્ષ ઊભા થઈશું નહિ, આપણે તેમનું ભિક્ષાપાત્ર ગ્રહણ કરીશું નહિ, અને તેમણે આપેલો ડગલો પણ ગ્રહણ કરીશું નહિ, પરંતુ આપણે તેમને વસ્ત્ર અર્પણ કરીશું અને જો તેમને ગમશે તો તેઓ નીચે બેસી જશે, જેમ જેમ આદરણીય પુરુષ (બુદ્ધ) નજીક અને નજીક આવતા ગયા ત્યારે તે પાંચ સંન્યાસીઓ તેમણે કરેલા નિશ્ચયથી દૂર અને દૂર જતા ગયા, અને જ્યારે તેઓ નજીક આવ્યા ત્યારે તેઓ (પાંચેય શિષ્યો) તે આદરણીય પુરુષની પાસે ગયા. એકે તેમનો ભિક્ષાનો કટોરો અને તેમનો ડગલો લીધો, બીજો તેમને માટે આસન લઈ આવ્યો, ત્રીજાએ તેમનાં ચરણ ~333~ Page #357 -------------------------------------------------------------------------- ________________ અને ચરણરજ ધોવા માટે તેમને જળ આપ્યું. આદરણીય પુરુષ આસન ઉપર નીચે બેઠા, કે જે તેમના માટે જ બિછાવેલ હતું. આદરણીય પુરુષે તેમને પોતે પ્રાપ્ત કરેલા સત્યની ખાતરી કરાવી અને તેમણે તેમને ધર્મસિદ્ધાંતનો ઉપદેશ આપ્યો જે પ્રારંભમાં, મધ્યમાં તેમજ અંતમાં ઉમદા હતો. બુદ્ધે તેમને સરળ શબ્દોમાં ચાર ઉમદા સત્યો શીખવ્યાં. પાંચેય સંન્યાસીઓએ તેમના સંપ્રદાયમાં ધર્મપરિવર્તન કર્યું અને આમ સૃષ્ટિ ઉપર આપણે છ પવિત્ર વ્યક્તિઓ છીએ (એમ બુદ્ધે કહ્યું). સત્યના સાક્ષાત્કાર પછી બુદ્ધે 45 લાંબા વર્ષો સુધી ધર્મપંથનો ઉપદેશ આપ્યો. તેઓ કોઈ એક સ્થળે લાંબો સમય સુધી રહેતા ન હતા, તેમણે એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કર્યો અને તેમના સંદેશનો ઉપદેશ કરતાં કરતાં અને પવિત્ર શિષ્યોનું (તેમના સંપ્રદાયમાં) ધર્મપરિવર્તન કરાવતા કરાવતા તેઓ એક સ્થળેથી બીજા સ્થળે મુકામ કરતા હતા, પ્રથમ પાંચ સંન્યાસીઓના ધર્મ પરિવર્તનથી શરૂઆત કરીને હજારો શિષ્યોના ધર્મપરિવર્તનનો ઇતિહાસ શરૂ થાય છે. યશ, કાશ્યપ, સારીપુત્ત, મોગલાન, આનંદ અને અન્ય લોકોનું ધર્મપરિવર્તન રસપ્રદ ઇતિહાસ રચે છે. ધર્મપરિવર્તન કરનારાઓની સંખ્યા કૂદકે ને ભૂસકો વધવા લાગી અને તે સંખ્યા તરત જ હજાર સુધી પહોંચી ગઈ. ડૉ. ઓલ્ડનબર્ગ એમ કહે છે ત્યારે સાચા છે કે, ‘‘આ ઝડપી વધારાની શક્તિનું કંઈ રહસ્ય નથી, જે એક ચર્ચની યુવાન વ્યક્તિમાં હોય છે, તેના સતત પ્રવાસ-પરિભ્રમણમાં રહેલું છે, જે હજારો સ્થળોએ કરવામાં આવેલું હતું. બુદ્ધે તેમના શિષ્યોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા અને પરિભ્રમણ કરવા માટે સાચા દિલથી સલાહ આપી હતી અને તેના દ્વારા ઘણા લોકોના કલ્યાણ માટે, ઘણા લોકોના આનંદ માટે, સૃષ્ટિ તરફની કરૂણા માટે, આશીર્વાદયુક્ત ક્લ્યાણ માટે અને મનુષ્યોના તેમ જ દેવોના આનંદ માટેની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે પોતાના શિષ્યોને એક સ્થળે બે જણાએ નહીં જવાની સૂચના આપી. તેને મનુષ્યોની વારસાગત ભલાઈની ખાતરી થઈ ગઈ હતી. તેઓ અત્યંત હૃદયપૂર્વક એવું માનતા હતા કે એવા મનુષ્યો પણ અસ્તિત્વ ધરાવતા હતા કે જેઓ દુન્યવી ધૂળ (પાપ)ની બાબતમાં શુદ્ધ હતા અને તેથી તેમને સિદ્ધાંતોનો ઉપદેશ આપવાનું કષ્ટ તેમણે ઉઠાવ્યું નહિ, કે જેનો (ઉપદેશનો) આરંભ ઉમદા હતો, જેનો મધ્ય ઉમદા હતો અને જેનો ~૩૩૪ Page #358 -------------------------------------------------------------------------- ________________ અંત પણ ઉમદા હતો. જ્યારે ઘણા વિશિષ્ટ કક્ષાના ઉમદા જુવાનો પવિત્ર જીવન જીવવા માટે પોતાની જાતે બુદ્ધ સાથે જોડાયા ત્યારે લોકો તેમની તરફ ગુસ્સે થયા અને બોલ્યા કે, સંન્યાસી ગૌતમ બાળબુદ્ધિપણું લઈને આવ્યા છે, સંન્યાસી ગૌતમ વૈધવ્ય લઈને આવ્યા છે, સંન્યાસી ગૌતમ પરિવારોને ડૂબાડવાની યૌજના લઈને આવ્યા છે.” અને જ્યારે લોકોએ જ્યારે તેમના શિષ્યોને ત્યારે નીચે મુજબના શબ્દોમાં તેમણે તેમને ટોણો માર્યો, ‘‘મહાન સંન્યાસી તેમની યાત્રા દરમ્યાન અહીં મગધની રાજધાનીમાં આવ્યા છે અને તેઓ પર્વત ઉપર બેસીને આવ્યા છે. તેમણે સંજયના બધા જ અનુયાયીઓનું ધર્મપરિવર્તન કરાવ્યું છે, હવે તેઓ તેમની પાછળ જવા માટે કોને ખેંચશે ?” અને બુદ્ધે તેમના શિષ્યોને બોધ આપ્યો, ‘‘કિંતુ હે મારા શિષ્યો ! જો તેઓ તમારી કનડગત કરે તો તેમને તમે આ શબ્દોમાં ઉત્તર આપજોઃ’ ‘હે વીર પુરુષો ! આ આદરણીય પુરુષ તેમના સાચા ઉપદેશથી ધર્મપરિવર્તન કરાવે છે. આ આદરણીય પુરુષ સત્યની તાકાતથી ધર્મપરિવર્તન કરાવે છે એવા તેમનો કોણ દોષ કાઢી શકશે ?” પવિત્ર શ્રદ્ધાળુઓ અને ભક્તિભાવવાળા સંન્યાસીઓને ધર્મસિદ્ધાંતના પંથનો પીસ્તાળીશ વર્ષ સુધી ઉપદેશ આપતાં આપતાં બુદ્ધ એકધારું જીવન જીવ્યા હતા. વર્ષા ઋતુના ચાર મહિનાને બાદ કરતાં કેવળ આ જ તેમનું લક્ષ્ય હતું. જ્યારે તેમને કોઈ જનપદ (ગામ)ની નજીકમાં કોઈ વનરાજિ અથવા કોઈ ગુફામાં મુકામ કરવાની ફરજ પાડવામાં આવતી ત્યારે તેઓ એક દિવસ તેની અંદર અને એક દિવસ તેની (વનરાજિ કે ગુફાની) બહાર મુકામ કરતા. આ મુકામ તેઓ જનપદની બહુ નજીક પણ નહિ અને બહુ દૂર પણ નહિ એવી વાટિકામાં કરતા હતા. લોકો પગપાળા, રાજકુમારો રથમાં અને રાજાઓ હસ્તિ ઉપર બેસીને તેમનો ઉપદેશ સાંભળવા માટે તેમના સુધી પહોંચતા, કેટલીકવાર અન્ય ધર્મોના શિષ્યો તેમની સાથે વાદવિવાદ કરવા માટે આવતા અને તેમને પણ સંતોષ આપતા. બૌદ્ધોએ આ લાંબા પિસ્તાળીસ વર્ષનો ઇતિહાસ આપણા માટે ~ 334 ~ Page #359 -------------------------------------------------------------------------- ________________ સાચવ્યો નથી. તેમને કદાચ આ બાબત આવશ્યક નહિ લાગી હોય. તેમણે માત્ર નીચેના ખૂબ મહત્ત્વના બનાવો નોંધ્યા છે, કે જે તેમના માટે અત્યંત મહત્ત્વના અને ધ્યાનાકર્ષક હતા. જેમાં ગૌતમનો જન્મ, તેમનો ગૃહત્યાગ, તેમને થયેલી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, ધર્મસિદ્ધાંતનો ઉપદેશ આપવાનો તેમનો નિર્ણય તેમનું મૃત્યુ અને તેમનો ઉપદેશ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ અન્ય સઘળા પ્રશ્નો જેવા કે તેમણે કોને ઉપદેશ આપ્યો, તેમણે ક્યારે ઉપદેશ આપ્યો, તેમણે શી રીતે ઉપદેશ આપ્યો, તેમના ઉપદેશોનો ઘટનાક્રમ, આ સઘળી હકીકતો તરફ બિલકુલ ધ્યાન આપવામાં આવ્યું નથી. આપણે તેમના ઉપદેશોને એકત્ર કરી શકીએ એમ છીએ, પરંતુ તેમના સમયવર્તી ઘટનાક્રમ વિશે કોઈ માહિતી મેળવી શકતા નથી. હવે પછી આપણે અંતિમ પરંતુ જરાય ઓછા અગત્યના નહીં એવા ગૌતમના જીવનના અત્યંત મહત્ત્વના બનાવ-નિર્વાણ ઉપર આવીએ. બુદ્ધ હવે એંશી વર્ષના થયા હતા. તેમની જીવનયાત્રા ધીરે ધીરે પરંતુ ચોક્કસપણે સંકેલાવા તરફ ગતિ કરતી હતી. એક વાર તેઓ જ્યારે ભ્રમણ યાત્રા કરતા હતા ત્યારે તેમની ઉપર માંદગીનો ગંભીર હુમલો આવ્યો, પરંતુ તેમણે તેની ઉપર પોતાની ઈચ્છાશક્તિથી એમ વિચારીને વિજય મેળવ્યો કે તેમના શિષ્યોને સંબોધન કર્યા સિવાય તેમનું આ સૃષ્ટિ ઉપરથી વિદાય થવું એ યોગ્ય નહિ ગણાય. તેમણે તેમના શિષ્યોને આસપાસનાં સઘળાં સ્થળેથી એકત્ર કર્યા અને તેમને પોતાના ધર્મપંથને દઢપણે વળગી રહેવાના પ્રેરણા અને સલાહ આપ્યાં. સમગ્ર દુન્યવી બાબતોની અશાશ્વતતા અંગે તેમને સૂચના આપી અને તેમની સમક્ષ પ્રકટ કર્યું કે તેમનું મૃત્યુ સમીપ આવી રહ્યું છે અને ત્રણ મહિના પછી તેઓ આ જગત ઉપરથી વિદાય લેશે. તેમણે યુન્ડાના ઘરે ભોજનનો થોડોક ભાગ ગ્રહણ કર્યો. આ તેમનું અંતિમ ભોજન હતું અને તેથી તે અત્યંત ધન્ય-પવિત્ર હતું. ત્યાર પછી તેમણે ત્યાંથી કુશીનારા તરફ પ્રયાણ કર્યું અને ત્યાં તેમણે સાલનાં વૃક્ષોની કુંજઘટામાં બે સાલ વૃક્ષોની વચ્ચે તેમણે તેમની શૈય્યા તૈયાર કરવાની આજ્ઞા આપી. ત્યાં તેમણે અન્ય ધર્મપંથના સાધુને મુલાકાત આપી અને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું. આ તેમના દ્વારા કરવામાં આવેલું અંતિમ ધર્મપરિવર્તન હતું. મૃત્યુ પામતાં પૂર્વે તેમણે તેમના સંન્યાસીઓને કહ્યું, “જે પ્રાણી તરીકે ~ 335 ~ Page #360 -------------------------------------------------------------------------- ________________ જન્મ પામે છે તેનો નાશ નિશ્ચિત છે.’” અને તેમણે હૃદયપૂર્વક તેમને સલાહ આપી કે, ‘અટક્યા સિવાય પ્રયત્ન કર્યા કરો - મથ્યા કરો.” સમગ્ર વિશ્વના ચક્રવર્તી સમ્રાટની રીતે તેમના અવસાનને ઠાઠમાઠવાળી અને ભપકાદાર સ્મશાનયાત્રાની ઉજવણી દ્વારા ભવ્ય આદર આપવામાં આવ્યો. તેમનું મૃત્યુ હૃદય-લાગણીને અસર કરનારું હતું, કારણે કે તે અદ્ભુત હતું. તેમના અતિપ્રિય શિષ્ય આનંદ સાથેનો તેમનો અંતિમ વાર્તાલાપ ઊંડી સહાનુભૂતિથી ભરપૂર હતો. પરંપરાગત રીતે આવા ત્રણ વાર્તાલાપો સચવાયા છે. જ્યારે બુદ્ધ તેમની માંદગીના પ્રથમ હુમલામાંથી સાજા થયા ત્યારે આનંદે હર્ષપૂર્વક નીચેના શબ્દોમાં નવાઈથી પોતાનો ઉદ્ગાર કાઢ્યો, ‘“હે મુરબ્બીશ્રી ! હું જોઈ રહ્યો છું કે, ઉન્નત સ્થાન ધરાવતા પુરુષ સાજા થઈ રહ્યા છે. હે મુરબ્બીશ્રી ! હું જોઈ રહ્યો છું કે ઉન્નત સ્થાન ધરાવતા પુરુષ વધારે સારા થઈ રહ્યા છે. મારા સમગ્ર મનોબળે મારો સાથ છોડી દીધો હતો. હે મુરબ્બીશ્રી ! હું મુર્છિત થઈ ગયો હતો. મારી જ્ઞાનેન્દ્રિયો પરમ ઉન્નતસ્થાન ધરાવતા પુરુષની માંદગીને કારણે કુંઠિત થઈ ગઈ હતી. પરંતુ હે મુરબ્બીશ્રી ! મને હજી એક આશ્વાસન હતું કે ઉન્નત સ્થાન ધરાવતા પુરુષ જ્યાં સુધી મારા જેવા - આનંદ જેવા - તેમના અનુયાયીનાં દેહ સંબંધમાં તેઓ તેમનો હેતુ જાહેર કરશે નહિ ત્યાં સુધી તેઓ નિર્વાણ પામશે નહિ. પછી બુદ્ધે કહ્યું, ‘“હે આનંદ ! મેં મારા સિદ્ધાંતો જાહેર કર્યા છે અને મેં અંદરના (સંપ્રદાયની અંદ૨ના) કે બહારના વચ્ચે કોઈ ભેદ કર્યો નથી. ભૂલી જવાને પાત્ર એવા ધર્મસિદ્ધાંતોનો ઈશ્વરે કોઈ બોધ કર્યો નથી. હે આનંદ ! તે (ઈશ્વર) કહે છે કે હું મંદિરો ઉપર રાજ્ય કરીશ અથવા મંદિરો મારી ઉપર રાજ્ય કરે. હે આનંદ ! તે (ઈશ્વર) તેમની ઇચ્છા મંદિરમાં જાહેર કરશે. પૂર્ણ પુરુષ (ઈશ્વર) જો કે હે આનંદ ! હું વૃદ્ધ જરૂર થયો છું, પરંતુ હું નબળો પડ્યો નથી. હું એંશી વરસનો વૃદ્ધ થયો છું કે આનંદ ! તું પોતે જ તારા પોતાના જીવનનો પ્રકાશ બન, તારું પોતાનું આશ્રયસ્થાન બન, અને તું અન્ય કોઈ આશ્રયસ્થાન શોધીશ નહિ. હે આનંદ ! હમણાં અથવા તો મારી વિદાય પછી જે કોઈ પોતે જ પોતાના માટેનો પ્રકાશ બનશે, પોતે જ પોતાનું આશ્રયસ્થાન બનશે, અને અન્ય કોઈ જ ~336~ Page #361 -------------------------------------------------------------------------- ________________ આશ્રયસ્થાન ગોતશે નહિ, જે કોઈ જન્મ ધરીને પોતાનાથી જ પ્રકાશશે, પોતે જ પોતાનું આશ્રય બનશે અને અન્ય કોઈ આશ્રયસ્થાન ગોતશે નહિ, એવી વ્યક્તિ જ હે આનંદહવે પછીથી સત્યના માર્ગ પર પ્રયાણ કરશે અને એજ મારો સાચો શિષ્ય બની રહેશે. મારું શરીર પાકટતાની નજીક જઈ રહ્યું છે, મારા જીવનનો અંત સમીપ છે, હું જઈશ પછી તું પાછળ રહીશ. મારે માટેના આશ્રયનું સ્થળ તૈયાર છે, વચ્ચે મધ્યાન્તર રાખ્યા સિવાય સતર્ક બની રહો. હંમેશાં વધારે પવિત્રતામાં જ પ્રયાણ કરતા રહો. તમારા મનને દૃઢનિશ્ચયી અને સુસજ્જ રાખો. હે શિષ્યો ! જેઓ પોતે સત્યના વિશ્વમાં સત્ય છે, જન્મ અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવા સંઘર્ષ કરે છે, સઘળી યાતનાઓને અંતે જેઓ ટકી રહે છે તેઓ જ ઠોકર ખાધા સિવાય હંમેશાં વધારે ચાલી શકે છે. જ્યારે બંને સાલ વૃક્ષો ઋતુ સિવાયના સમયે ફૂલોથી ખીલી ઊડ્યાં (Page 201-202 Oldening) ત્યારે સ્વર્ગમાંથી તેમની ઉપર (બુદ્ધ ઉપર) પુષ્પોની વૃષ્ટિ થઈ, સ્વર્ગીય મધુર સંગીત તેમના મસ્તક ઉપર નાદ કરવા માંડ્યું, ત્યારે તે ઉન્નત પુરુષે આદરણીય આનંદને કહ્યું, “જો કે આ પુષ્યો આવવાનો સમય નથી છતાં પણ આ બે જોડિયાં વૃક્ષો પુષ્પોની બહારથી સંપૂર્ણપણે સુશોભિત થઈ રહ્યા છે અને આ પુષ્પો ઝાપટાની જેમ અને પ્રવાહની જેમ એકધારાં પૂર્ણ પુરુષ ઉપર વરસી રહ્યાં છે. પરંતુ આ પૂર્ણ પુરુષ કોઈ અન્ય માલિક, અન્ય વૈભવ-એશ્વર્ય, અન્ય બક્ષિસ, અન્ય અંજલિ, અન્ય આદરના માલિક બનવાની મહેચ્છા હતી. તે આનંદ ! કોઈ નરશિષ્ય કે નારી અનુયાયી, સામાન્ય ભાઈ કે સામાન્ય બહેન, તેનાં નાનાં કે મોટાં બંને સત્યો અને પાર્થિવ દ્રવ્યો અને (ઈશ્વરીય) આજ્ઞા અનુસારનાં જીવન અને વળી સત્ય હકીકતોમાં જ રસ લેવો આ બધી બાબતો પૂર્ણ પુરુષને સર્વોચ્ચ આદર, ઐશ્વર્ય, પ્રશંસા અને પ્રતિષ્ઠા અપાવે છે. તેથી હે આનંદ ! તારે પણ નાની કે મોટી પાર્થિવ બાબતોમાં રહેલા સત્યમાં જીવવાનું વિચારવું જોઈએ, અને (ઈશ્વરીય-ધર્મપંથની) આજ્ઞા અનુસાર જીવવું જોઈએ અને વિગતપૂર્ણ રીતે સત્યના માર્ગે ચાલવું જોઈએ. પરંતુ આનંદ ગૃહની અંદર ગયો અને રડતાં રડતાં બોલ્યો, “હું હજી અપવિત્રતાઓમાંથી મુક્ત થયો નથી, હું હજી મારા લક્ષ્ય સુધી પહોંચ્યો નથી, અને મારા ગુરુ કે જે મારી ઉપર કરૂણા વરસાવે છે તેઓ ટૂંક સમયમાં - ૩૮ Page #362 -------------------------------------------------------------------------- ________________ જ નિર્વાણ પામશે.’ પછી બુદ્ધે તેની પાસે એક શિષ્યને મોકલ્યો અને તેને કહ્યું, ‘‘હે શિષ્ય ! જા, અને મારા નામથી આનંદને કહે કે હે મિત્ર આનંદ ! ગુરુ તારી સાથે વાત કરવા ઇચ્છે છે.” તેથી આનંદ ગુરુ પાસે ગયો, તેમની તરફ શિર ઝુકાવીને નમસ્કાર કર્યો અને તેમની બાજુમાં બેઠો. પરંતુ બુદ્ધે તેને કહ્યું, ‘“આનંદ ! આમ ન કર, તું વિલાપ ન કર, દિલગીરી વ્યક્ત ન કર, આનંદ ! તને આમ કહેતાં મને સુખ થતું નથી કે, મનુષ્ય જે સઘળી વસ્તુઓને ચાહે છે તે અને જે સઘળી વસ્તુઓમાંથી તે આનંદ પ્રાપ્ત કરે છે, જે બાબતોનો તેને વિયોગ થાય છે સર્વેને છેવટે તેણે ત્યજી દેવાં જોઈએ અને તેમાંથી પોતાની જાતને ફારેગ કરી દેવી જોઈએ. આનંદ ! એવું કેવી રીતે બની શકે કે જે જન્મે છે, વૃદ્ધિ પામે છે, અને જે ક્ષીણ થવાને પાત્ર છે તે મૃત્યુ ન પામી શકે ? એમ ન બની શકે, પરંતુ હે આનંદ ! તે પૂર્ણ પુરુષને ઘણા વખત સુધી આદર આપ્યો છે, પ્રેમ અને માયા દાખવી છે, કથન અને કર્મ અંગે વિચારતાં અથાગ રીતે વફાદારી દાખવી છે. આનંદ ! અત્યંત સુંદર કાર્ય કર્યું છે, કેવળ ખૂબ મથામણ કરી છે અને તેથી તું અત્યંત ટૂંક સમયમાં જ અપવિત્રતાઓમાંથી મુક્ત થઈશ. બુદ્ધના ઉપદેશો તે સમયમાં બૌદ્ધ ધર્મે ધાર્મિક માન્યતાઓમાં અત્યંત મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને વર્તમાનમાં પણ તે અત્યંત વિશાળ સંખ્યામાં અનુયાયીઓ ધરાવે છે. થોડાંક પાનાંઓમાં બૌદ્ધ સંપ્રદાયના સિદ્ધાંતોનું સ્પષ્ટ રીતે વિવરણ કરવાનો પ્રયત્ન કરવો એ ઘણું વધારે પડતું છે. અહીં હું માત્ર પાયાના સિદ્ધાંતોનો જ સ્પર્શ કરીશ, કે જે આપણે માટે મહાવીરના ઉપદેશોની મૌલિકતાની મુલવણીને શક્ય બનાવે. બુદ્ધનો સંસારત્યાગ પોતે જ બુદ્ધના સિદ્ધાંતની ધ્યાન ખેંચે એવી નોંધનું સ્પષ્ટ રીતે વર્ણન કરે છે. કેટલીક લાગણીઓએ એમને એમ વિચારવા માટે પ્રેયા કે ગૃહજીવન વ્યક્તિને મુશ્કેલીમાં નાખનાર છે, તે અપવિત્રતાની દશા છે. ગૃહજીવનનો ત્યાગ કરવામાં જ મુક્તિ છે, વગેરે * ૩૩૯ × Page #363 -------------------------------------------------------------------------- ________________ બધાં તેમના ઉપદેશનાં લક્ષણો છે. તે રોજિંદા વ્યવહારોની દિલગીરીભરી સ્થિતિ છે કે જેણે ગૌતમના મનમાં નફસતની લાગણી પેદા કરી. તેમના ઉપદેશમાં આ પ્રમુખ સૂર છે. બનારસમાં તેમણે આપેલું સૌપ્રથમ ધાર્મિક પ્રવચન દર્શાવે છે કે બુદ્ધ તેમના તત્ત્વજ્ઞાન આધારિત કોઈ તંત્ર સ્થાપવાની દરકાર કરી ન હતી, પરંતુ તેમણે સૃષ્ટિમાં સર્વત્ર વ્યાપેલાં દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો પથ દર્શાવવાની દરકાર કરી હતી. જ્યારે પાંચ સંન્યાસીઓએ જ્ઞાન વિષેના તેમના વિચારો દર્શાવ્યા અને તેમનું ગાઢ શ્રવણ કરાવ્યું ત્યારે આદરણીય પુરુષે તેમને સંબોધીને આમ કહ્યું, “હે સંન્યાસીઓ ! બે પ્રકારનાં અંતિમો છે, કે જેમનાથી જે ધર્મમય જીવન જીવે છે તેણે દૂર રહેવું જોઈએ. આ બે અંતિમો કયાં કયાં છે? એક તો એ છે કે જેનો આધાર ઈચ્છામાં આવે એવો આનંદ પ્રાપ્ત કરવાનું જીવન અને મોજમજા છે તે અંતિમ ઉમદા નહીં એવું, બિન આધ્યાત્મિક, અયોગ્ય અને અવાસ્તવિક છે. બીજું અંતિમ એ છે કે જેમાં ઈન્દ્રિયદમન વાળું જીવન છે, જે અંધકારમય, અયોગ્ય અને અવાસ્તવિક છે. તે સંન્યાસીઓ ! પૂર્ણ પુરુષ આ બંને પ્રકારનાં અંતિમોને રૂખસદ આપે છે અને એક અન્ય માર્ગ શોધી કાઢે છે કે જે આ બંનેની વચ્ચે છે. મધ્યમમાર્ગ જે ચક્ષુઓને પ્રકાશિત કરે છે, મનને પ્રકાશિત કરે છે, જે શાંતિ, જ્ઞાન, સર્વજ્ઞતા, નિર્વાણ તરફ દોરી જાય છે અને તે સંન્યાસીઓ! આ મધ્યમમાર્ગ શું છે, ચક્ષુઓને અજવાળે છે, જે આત્માને અજવાળે છે અને જે શાંતિ, જ્ઞાન, સર્વજ્ઞતા અને નિર્વાણ તરફ જાય છે ? એમ કહેવામાં આવ્યું છે કે તે પવિત્ર, અષ્ટમાર્ગીય પથ છે, જેમાં સાચી શ્રદ્ધા, સાચો સંલ્પ, સાચી વાણી, સાચું કર્મ, સાચું જીવન, સાચો પ્રયત્ન, સાચો વિચાર અને સાચી સ્વએકાગ્રતાનો સમાવેશ થાય છે. તે સંન્યાસીઓ ! આજ મધ્યમમાર્ગ છે કે જે પૂર્ણ પુરુષે શોધી કાઢ્યો છે, જે ચક્ષુઓને પ્રકાશિત કરે છે, જે આત્માને પ્રકાશિત કરે છે, જે મનુષ્યને શાંતિ, જ્ઞાન, સર્વજ્ઞતા, નિર્વાણ તરફ દોરી જાય છે.” ત્યાર પછી ઉન્નત પુરુષ ચાર ઉમદા સત્યો ચર્ચા વિચારણા માટે રજૂ કરે છે, જેમાં યાતનાઓ, યાતનાઓનું કારણ, યાતનાઓનું ઉચ્છેદન, યાતનાઓના ઉચ્છેદનના માર્ગોનો સમાવેશ થાય છે. “હે સંન્યાસીઓ ! આ જ દુઃખનું પવિત્ર સત્ય છે. જન્મ એ એક - ૩૦ - Page #364 -------------------------------------------------------------------------- ________________ યાતના છે, વૃદ્ધાવસ્થા યાતના છે, મૃત્યુ એ યાતના છે, અપ્રિય લોકો સાથે જોડાણ સાધવું એ યાતના છે, ચાહતથી અલગ થવું એ યાતના છે. કોઈ વ્યક્તિ જે ઇચ્છે તે તેને પ્રાપ્ત ન થાય, ટૂંકમાં દુન્યવી બાબતો સાથેનું આ પંચમાર્ગીય વળગણ એ યાતના છે.” આ પ્રકારના ધનથી મેં મારા શિષ્યોને પરિચિત કર્યા કે આવા મહાન વૈભવમાં હું જીવતો હતો, આવા વિચારો ત્યારપછી મારા મનમાં પેદા થયા. નબળા મનવાળા સામાન્ય માણસની જેમ કે જે પોતાના શારીરિક રીતે ક્ષીણ થવા માટે પોતે જ જવાબદાર છે, અને પોતે વૃદ્ધાવસ્થાની ક્રિયાશક્તિથી મુક્ત નથી, તે લાગણીનો એકદમ પલયે, તીવ્ર અણગમો અને કંટાળો અનુભવે છે. હું પોતે પણ અન્ય કોઈને વૃદ્ધાવસ્થામાં જોઉં છું, ત્યારે આવું મારી સાથે નહિ બને કે જ્યારે હું યુવાનીનો સઘળો આનંદ-ઉત્સાહ મારા મનની શક્તિથી મારા શિષ્યોમાં પ્રતિબિંબિત કરું છું, કે જે ઉત્સાહ-ઉમંગ પ્રત્યેક યુવાનમાં રહેલો હોય છે અને જે મારામાં પણ હતો. એક નબળા મનના માનવીની જેમ તેઓ (શિષ્યો), જો કે તેમની માંદગી માટે તેઓ પોતે જ જવાબદાર છે, અને રોગની શક્તિથી પણ મુક્ત નથી, જ્યારે હું મારા મનમાં પ્રતિબિંબિત થયેલો જીવનનો જુસ્સો જે મારા જીવનમાં પણ રહેલો છે તે મારા મનમાં રહેલા મારા શિષ્યોમાં હું પ્રતિબિંબિત કરું છું. હે સંન્યાસીઓ ! આ જ યાતનાના ઉદ્દભવનું પવિત્ર સત્ય છે. પ્રાણીને એક જન્મથી બીજા જન્મ તરફ દોરે છે તે તૃષા છે. કામવાસના અને ઉત્કટ ઇચ્છા એ પણ તૃષા છે કે જે આમ અને તેમ (ગમે ત્યાં) તૃપ્તિ શોધે છે. મોજમજા કરવા માટેની તૃષા, અસ્તિત્વ માટેની તૃષા, સામર્થ્ય માટેની તૃષા. (વગેરે પણ ગમે ત્યાં - આમ તેમ તૃપ્તિ શોધે છે.” હે સંન્યાસીઓ ! જે પથ યાતનાના ઉચ્છેદનનું આ પવિત્ર સત્ય છે. ઇચ્છાઓના સંપૂર્ણ લોપ દ્વારા તૃષાનું ઉચ્છેદન, તેને જવાનું કહીને, પોતાની જાતને તેનાથી અળગી કરીને, તેને પોતાની જાતમાં કોઈ જગ્યા નહીં આપીને કરી શકાય છે.” હે સંન્યાસીઓ ! જે પથ યાતનાના લોપ તરફ દોરી જાય છે તે પથનું આ પવિત્ર સત્ય છે આ પવિત્ર અષ્ટમાર્ગીય પથ આ પ્રમાણે સમજી શકાય છે. સાચી શ્રદ્ધા, સાચો સંકલ્પ, સાચી વાણી, સાચું કર્મ, સાચી રહેણીકરણી, સાચો પ્રયત્ન, સાચો વિચાર, સાચું સ્વ-કેન્દ્રીકરણ.” યાતનાનું આ પવિત્ર સત્ય છે. તે સંન્યાસીઓ ! આ સંકલ્પનાઓ પ્રત્યે મારાં ચક્ષુ ખુલ્લાં હતાં, જેની સમજ આ અગાઉ કોઈએ પ્રાપ્ત કરી - ૨૪૧૦ Page #365 -------------------------------------------------------------------------- ________________ ન હતી. અને મારી વિવેક શક્તિ, જ્ઞાન, અંત:પ્રેરણા અને દૂરદષ્ટિ ખુલ્લાં હતાં.” ““આ યાતનાના પવિત્ર સત્યને સમજવું આવશ્યક છે.” ““મેં યાતનાના આ પવિત્ર સત્યની સમજ પ્રાપ્ત કરી છે.” “આમ હે સંન્યાસીઓ ! મારાં ચક્ષુઓ આ સંકલ્પનાઓ પ્રત્યે ખુલ્લાં હતાં, કે જેની સમજ આ અગાઉ કોઈએ પ્રાપ્ત કરી ન હતી. અને તેના પ્રત્યે) મારી વિવેક શક્તિ, જ્ઞાન, અંત:પ્રેરણા અને દૂરદષ્ટિ આવરણવિહીન હતાં. સાંખ્ય ફિલસૂફી જે સૃષ્ટિને જાહેર રીતે વખોડી કાઢે છે તે બૌદ્ધ ધર્મ જેવી નથી. પ્રથમ માટે તે (સૃષ્ટિ) ભ્રમણા, માયા છે, જ્યારે દ્વિતીય માટે (બૌદ્ધો માટે) તે સત્યના જેટલું જ વાસ્તવિક છે. બૌદ્ધો સંસારનો ત્યાગ કરે છે, કારણ કે તેમના મત મુજબ તે સળગતા ઘરની માફક યાતનાઓથી ભરપૂર છે. અહીં પ્રત્યેક બાબત નાશવંત છે અને બૌદ્ધો પોતાની જાતને પૂછે છે, “શું આ સૃષ્ટિ ક્ષણભંગુર, દુઃખદાયક કે આનંદયુક્ત છે?” તેમના મત મુજબ આ સુષ્ટિ યાતનાઓથી ભરપૂર છે અને તેમાંથી મુક્તિ એ તેમનું તાત્કાલિક લક્ષ્ય છે. જેમના માટે સૃષ્ટિ દિલગીરીથી ભરપૂર નથી, તેમને માટે બૌદ્ધો પાસે કોઈ દલીલ નથી, પરંતુ દરિદ્રો અને કંગાલો જેને અનુભવે છે તે દિલગીરી - યાતના આ નથી, પરંતુ એ દિલગીરી આ જ છે કે જેને રાજકુમારો અને કંગાલો એક્સરખી રીતે અનુભવે છે. ક્ષણભંગુરતા અહીં ઢચુપચુ થઈ જાય છે. જન્મ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આ દિલગીરી - યાતનાને દુન્યવી પ્રાણીઓ સુધી પહોંચાડે છે, અને કોઈ સમાણા, બ્રહ્મણા, દેવ, બ્રહ્મા અને મારા આમાંથી છુટકારો મેળવી શકતા નથી અથવા તો અન્યને એમ કરવામાં કોઈ જ મદદ કરી શકતા નથી. તે કેવળ આ અસ્તિત્વની જ દિલગીરી નથી, પરંતુ તે મનુષ્ય દ્વારા અનુભવવામાં આવેલી દિલગીરી છે, જેનાં મૂળ જન્મો અને અનંતતા (શાશ્વતતા)ના અજ્ઞાનમાં રહેલાં છે. આમ (ઈશ્વરના) આશીર્વાદ પ્રાપ્ત કરેલા પુરુષ તેમના શિષ્યોને કહે છે, “ચાર મહાસાગરોના જળની તમારાં ચક્ષુઓમાંથી વહેલાં અને તમે વહાવેલાં અશ્રુઓ સાથે તુલના ઓછા પ્રમાણમાં થઈ શકે છે, કે જ્યારે તમે આ લાંબી યાત્રામાં માર્ગ ચૂકી ગયા હોય અને આમતેમ ભટકતા હોય અને તમને દિલગીરી થઈ હોય અને તમે રૂદન કરતા હોય, કારણ કે તે તમારો અંશ હતો કે જેના વિશે તમારા - ૩૨ - Page #366 -------------------------------------------------------------------------- ________________ મનમાં તિરસ્કાર હતો અને તમે જેને પ્રેમ કરતા હતા તે તમારો અંશ ન હતો. તમારા લાંબા આયુષ્ય દરમ્યાન તમે માતાનું મૃત્યુ, પિતાનું મૃત્યુ બાંધવનું મૃત્યુ, ભગિનીનું મૃત્યુ, પુત્રનું મૃત્યુ, પુત્રીનું મૃત્યુ, સગાસંબંધીઓનાં મૃત્યુ, મિલકતમાં થયેલું નુક્સાન તમે અનુભવ્યું હશે અને જ્યારે તમે .............. આ અનુભવ્યું હશે, ત્યારે તમારા ચક્ષુઓમાંથી પુષ્કળ આંસુઓ વહ્યાં હશે અને તમે પોતે પુષ્કળ આંસુ સાર્યા હશે. આ લાંબી યાત્રા દરમ્યાન જ્યારે તમે તમારો પંથ ચૂકી ગયા હશો અને આમતેમ ભટક્યા હશો અને દિલગીર થયા હશો અને રૂદન કર્યું હશે, કારણ કે તે તમારી જિંદગીનો) તમારો અંશ હશે, કે જેને માટે તમને ભારોભાર તિરસ્કાર હશે અને જેને તમે પ્રેમ કર્યો હશે તે તમારો અંશ નહિ હોય. તે તમે વહાવેલું આ અશ્રુજળ) ચારે વિશાળ મહાસાગરોના જળ સાથે તુલના કરી શકાય તેવું હશે. એક બૌદ્ધધર્મી વિચારે છે તદ્દનુસાર તે આ દુઃખમાંથી મોક્ષમુક્તિ છે અને તેથી બુદ્ધે યોગ્ય રીતે જ કહ્યું છે કે, “હે શિષ્યો ! જે રીતે વિશાળ મહાસાગર (નું જબ) સ્વાદમાં એકસમાન છે, જે લવણનો સ્વાદ છે, તેજ રીતે મારા શિષ્યો અને આ સંપ્રદાયના નિયમો પણ એક્સમાન સ્વાદ ધરાવે છે, અને આ સ્વાદ તે મોક્ષ-મુક્તિ છે.” આ દુઃખને નાબૂદ કરવા માટે, મનુષ્ય તેના મૂળમાં જ પ્રહાર કરવો જોઈએ, આ દિલગીરીનું મૂળ શું છે? અને બૌદ્ધધર્મીઓ દ્વાદશમાર્ગી શ્રેણી આપે છે, અર્થાત અજ્ઞાનમાંથી અનુવર્તનો જન્મે છે, અનુવર્તનોમાંથી સભાનતા જન્મે છે, સભાનતામાંથી સંજ્ઞા જન્મે છે, સંશા (નામ)માંથી શારીરિક બાંધો જન્મે છે અને શારીરિક બાંધામાંથી છ ક્ષેત્રો જન્મે છે, છ ક્ષેત્રોમાંથી સંપર્ક (ઈન્દ્રિયો અને તેમના ઉદ્દેશો વચ્ચેનો) જન્મે છે, સંપર્કમાંથી સંવેદના જન્મે છે, સંવેદનામાંથી તૃષ્ણા (અથવા આકાંક્ષા) જન્મે છે, તૃષ્ણામાંથી વળગણ-અનુરાગ (અસ્તિત્વ પ્રત્યે) જન્મે છે, વળગણ-અનુરાગ (અસ્તિત્વ પ્રત્યે)માંથી જીવ (ભાવ) જન્મે છે, જીવમાંથી જન્મ ઉદભવે છે, જન્મમાંથી વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, દર્દ અને શોક, આપત્તિ, ચિંતા અને નિરાશા ઉદ્દભવે છે. અને આ જ સમગ્ર દુઃખમય પ્રદેશનું મૂળ છે. “પરંતુ જો આકાંક્ષાના સંપૂર્ણ ઉચ્છેદન દ્વારા અજ્ઞાનને દૂર કરવામાં - ૩૪3 - Page #367 -------------------------------------------------------------------------- ________________ આવે, તો તેનાથી અનુવર્તનો નાબૂદ થાય છે. અનુવર્તનોની નાબૂદી દ્વારા, સભાનતા દૂર થાય છે, સભાનતાની નાબૂદી દ્વારા સંજ્ઞા-નામ દૂર થાય છે. સંજ્ઞા-નામની નાબૂદી દ્વારા શારીરિક બાંધો અને શારીરિક બાંધાની નાબૂદી દ્વારા છ ક્ષેત્રો નાબૂદ થાય છે. છ ક્ષેત્રોના ઉચ્છેદન દ્વારા સંપર્ક (ઇન્દ્રિયો અને તેમના ઉદ્દેશો વચ્ચેનો) દૂર થાય છે, સંપર્કની નાબૂદી દ્વારા સંવેદના દૂર થાય છે. સંવેદનાની નાબૂદીથી તૃષા (અથવા આકાંક્ષા દૂર થાય છે, તૃષ્ણાથી નાબૂદીથી વળગણ-અનુરાગ (અસ્તિત્વ પ્રત્યેનું) દૂર થાય છે, અનુરાગની નાબૂદીથી ભાવ દૂર થાય છે અને ભાવની નાબૂદીથી જન્મ દૂર થાય છે, જન્મની નાબૂદીથી વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, દર્દ અને શોક, આપત્તિ, ચિંતા અને નિરાશા દૂર થાય છે. અને આ જ સમગ્ર દુઃખમય પ્રદેશની નાબૂદી છે.” અવિદ્યા એ સઘળી વસ્તુઓનું મુખ્ય કારણ છે. તેને આરંભ પણ નથી અને તેને અંત પણ નથી. એક કુશળ જાદુગરની જેમ આ અજ્ઞાન બે રસ્તા પરસ્પર કાપતા હોય એવી ચોકડી ઉપર મનુષ્યોની વિશાળ મંડળી રચે છે. જ્યારે આ અજ્ઞાનનું ઉચ્છેદન થાય ત્યારે વાત પૂરી થઈ જાય છે – ખેલ ખતમ થઈ જાય છે. જો કોઈ પૂછે કે આ અજ્ઞાન શું છે, ત્યારે બૌદ્ધધર્મી કેવળ એટલું જ કહેશે કે તે આપણાં સત્યોનું અજ્ઞાન છે. અજ્ઞાન મનુષ્યને ભ્રમમાં નાખે છે અને અજ્ઞાન દ્વારા ભ્રમમાં રાચતો મનુષ્ય એવાં કર્મો કરે છે કે જે સારા તેમજ નરસાં છે અને તેને તેનાં પરિણામો ભોગવવાં પડે છે. વાસ્તવમાં આપણે જે કંઈ કર્મો કરીએ છીએ તેને કારણે આપણે જે છીએ તેજ છીએ. “મનુષ્ય જે કંઈ કર્મો કરે છે, તેને અનુરૂપ સ્થિતિ તે પ્રાપ્ત કરે છે.” પવિત્ર બૌદ્ધ ધર્મગ્રંથ (અંગુત્તારા ટીકાયા પાસેના નિપાતા) કર્મના મહત્ત્વને નીચેના શબ્દોમાં વર્ણવે છે, “મારું કર્મ એ મારી મિલકત છે, મારું કર્મ હું જે વંશમાં જન્મ્યો છે તેનું મૂળ છે. મારું કર્મ એ મારું આશ્રયસ્થાન છે. મનુષ્ય પોતાનાં કર્મોની અસરમાંથી ક્યારેય છટકી શકતો નથી, આ સંકલ્પનામાં થHપ સુંદર રીતે વર્ણવવામાં આવી છે.” સ્વર્ગમાં સમુદ્રની મધ્યમાં, ઊંચા પર્વતોની ભેખડોમાં તમે તમારી જાતને છુપાવી છે તેમાં પણ તમે સૃષ્ટિ કોઈ સ્થળ શોધી શકશો નહિ, કે જ્યાં તમે તમારાં ખરાબ–પાપી કર્મોનાં ફળો-પરિણામોમાંથી છટકી શકો. - ૩૪૪ - Page #368 -------------------------------------------------------------------------- ________________ જો કોઈ મનુષ્ય જન્મના વિષચક્ર, વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી છટકવા ઇચ્છે તો તેણે સઘળાં દુઃખોનું અંતિમ કારણ નહિ, તો છેવટે અત્યંત અગત્યના કારણ અર્થાત તદ્દાનો સંપૂર્ણ નાશ કરવો જોઈએ. જે કોઈ વ્યક્તિ તેનો કબજો ધરાવે છે, તે તૃષ્ણા, તે તિરસ્કારપાત્ર વસ્તુ કે જે આ સૃષ્ટિ દ્વારા તેનું ઝેર રેડે છે, તેમનાં દુઃખો ઘાસ વધે તેમ ઝડપથી વધે છે, જે કોઈ વ્યક્તિ તેનો કબજો ધરાવે છે તે તૃષ્ણા, તે તિરસ્કારપાત્ર વસ્તુ કે જેમાંથી આ સૃષ્ટિમાં છટકવું મુશ્કેલ છે. યાતનાઓ તેમની ઉપર કમળનાં પુષ્પોમાંથી ટપકતાં જલબિંદુઓની જેમ વરસે છે. કાપેલા (ઉપરથી) વૃક્ષનાં પણ મૂળ જો ઈજા રહિત હોય તો તે (વૃક્ષ) ભારે શક્તિપૂર્વક વૃદ્ધિ પામે છે, તે જ રીતે તૃષાની ઉત્તેજના સંપૂર્ણ રીતે મરી પરવારી નહિ હોય તો હંમેશાં યાતનાઓ ફરીથી અવિરતપણે બળપૂર્વક ઉદ્દભવ પામે છે. (Dhamma Pada 336, 388, 854). સંશોધક મનમાં પેદા થતો દ્વિતીય પ્રશ્ન છે - આ ઘટકો, અજ્ઞાન, તૃષા વગેરેમાંથી કોઈ મનુષ્ય શી રીતે મુક્તિ મેળવી શકે? (Tahhailla etc.) આ માટે બૌદ્ધ ધર્મ ઉમદા અષ્ટમાર્ગીય પંથનો નિર્દેશ કરે છે, જે આ પ્રમાણે છે : સાચી શ્રદ્ધા, સાચો નિર્ણય, સાચી વાણી, સાચાં કર્મો, સાચી રીતે જીવન જીવવું, સાચો પ્રયત્ન, સાચો વિચાર અને સાચી સ્વ-એકાગ્રતા. વધુમાં તે શીલ, સમાધિ અને પન્નાને વિક્સાવવાની હિમાયત કરે છે. અત્રે શીલ વગરનું પન્ના અને પન્ના વગરનું શીલ એ કોઈ રીતે લાભપ્રદ નથી. બંને પરસ્પરાવલંબિત છે. એકને બીજાની મદદથી પવિત્ર અને પૂર્ણ બનાવી શકાય છે. જે રીતે હાથ હાથને અને પગ પગને ધૂએ છે તે રીતે પ્રામાણિકતાનું છે, જ્યાં પ્રામાણિકતા છે ત્યાં ડહાપણ છે અને જ્યાં ડહાપણ છે ત્યાં પ્રામાણિકતા છે. પ્રમાણિક મનુષ્યનું ડહાપણ અને ડાહ્યા મનુષ્યની પ્રામાણિકતા એ સૃષ્ટિમાં રહેલાં સઘળાં પ્રામાણિકતા અને ડહાપણ છે, તેમના સર્વોચ્ચ મૂલ્ય માટે સામાન્ય લોકો અને સંન્યાસીઓ માટે એકસમાન એવા વર્તન માટેના પાંચ અતિ મહત્ત્વના નિયમો છે. (1) તેણે કોઈની હત્યા કરવી જોઈએ નહિ. (2) તેણે અન્યોની મિલકત (તેમની પાસેથી) છીનવી લેવી જોઈએ નહિ. - ૩૫ - Page #369 -------------------------------------------------------------------------- ________________ (8) તેણે અન્યની પત્નીની સોબત કરવી જોઈએ નહિ. (4) જે ખોટું છે એવું તેણે બોલવું જોઈએ નહિ. (5) ઉન્માદ-કફજનક પીણાંઓ તેણે પીવાં જોઈએ નહિ. પરંતુ આ કેવળ નકારાત્મક છે. બૌદ્ધ ધર્મને આની સાથે સાથે જ કિશુંક હકારાત્મક પણ આવશ્યક બને છે. ચાર ઉમદા સ્થિતિઓ પણ છે, કે જે એક સંન્યાસીએ વિકસાવવી જોઈએ. સંન્યાસીએ તેના હૃદયને કેળવવું જોઈએ, વિવિધ પ્રકારના અને સઘળાં લોકો પ્રત્યે તેણે પ્રેમ અને અનુકંપા ધરાવવાં જોઈએ. તેનામાં એકસમાન નાજુક લાગણીઓ હોવી જોઈએ કે જે એક માતા પોતાના બાળક પ્રત્યે ધરાવે છે, તે આનંદથી ભરપૂર હોવો જોઈએ અને એજ પ્રમાણે આનંદ અને મોજ, લાભ અને હાનિ અસામાન્ય બાબતો વિકસાવવી વગેરેથી પણ ઉપર ઊઠવાની રીત તેણે જાણવી જોઈએ. સંન્યાસી કે જે મુક્તિ-મોક્ષ તરફ દોરી જતા પંથની પગદંડી રચે છે, તેણે હંમેશાં સાવધાન રહેવું જોઈએ. તેણે શુદ્ધાતર, ઉચ્ચતર અને ઉમદાતર જીવન જીવવાનો સભાન પ્રયત્ન કરવો જોઈએ. આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારનાં જોખમો-સંકટો સામે તેણે પોતાની જાતનું રક્ષણ કરવું જોઈએ. તેણે સઘળાં સંવેગોથી પોતાની જાતને શુદ્ધ રાખવી જોઈએ કે જે તેને માટે વિનાશ લાવે એવી સંભાવના હોય. (Arumana Sutta Maihina Nikaya). જે રીતે પુરુષ અથવા સ્ત્રી કે જેઓ યુવાન છે અને જે ચોખ્ખા રહેવામાં આનંદ અનુભવે છે, જેઓ તેમનું મુખારવિંદ ચક્યકિત અને ચોખ્ખા અરીસામાં અથવા પાણીના ચોખ્ખા ઝરણામાં જુએ છે અને તેઓ શોધી કાઢે છે કે તેના ઉપર કોઈ ડાઘો કે ધબ્બો છે અને તેઓ આ ડાઘા કે ધબ્બાને દૂર કરવા માટે કષ્ટ ઉઠાવે છે અને પરિણામે તેઓ જુએ છે કે હવે તેની ઉપર (મુખારવિંદની ઉપર) કોઈ ડાઘો કે ધબ્બો નથી ત્યારે તેઓ આનંદિત થઈ ઊઠે છે, અને બોલી ઊઠે છે, “સારું થયું કે હવે હું ચોખ્ખો છું.” તેમ છતાં પણ જ્યારે સંન્યાસીઓ જુએ છે કે તેઓ હજી સુધી પણ તે સઘળાં દુષ્ટ, દગાબાજ સંવેગોમાંથી મુક્ત થયા નથી, ત્યારે તેમણે આ સઘળાં દુષ્ટ, દગાબાજ સંવેગોમાંથી મુક્ત થવા માટેનો સતત પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ - ૩૪૬ - Page #370 -------------------------------------------------------------------------- ________________ તે જ્યારે કહે છે કે તે સઘળાં દુષ્ટ, દગાબાજ સંવેગોમાંથી મુક્ત થઈ ગયો છે ત્યારે તે સંન્યાસીએ આનંદિત અને રાજી થવું જોઈએ. એ મનુષ્ય સુખી છે કે જેનું મન જે કંઈ સારું છે તેનાથી ચિરકાળથી ટેવાયેલું હોય. લાંબા સમય સુધી નીતિવિષયક બાબતોને ડહોળવાની આ ક્રિયાનો શો લાભ છે ? અવિદ્યાનું નિર્મૂલન કર્યા પછી તૃષ્ણાને નિયંત્રિત કરીને શીલ, સમાધિ અને પન્નાનો વિકાસ સાધવાની ક્રિયાનો ફાયદો શું ? એ સર્વોચ્ચ લક્ષ્ય ક્યું છે કે જેના લીધે ઉમદા પરિવારના પુત્રો ગૃહસ્થજીવનનો ત્યાગ કરીને ગૃહવિહીન અવસ્થાને ભેટે છે ? બુદ્ધ તેને નિર્વાણ કહે છે, પરંતુ તેઓ તે પદને વર્ણવતા નથી. તે પ્રત્યેક દુન્યવી બાબતને ગુમાવવાની ક્રિયા છે, આકાંક્ષાઓનું ઉચ્છેદન છે, આતુરતાનો વિરામ છે, અંત છે. પરંતુ જો કોઈ વ્યક્તિ તપાસ કરે કે આ અંત એ શું છે, બુદ્ધ તેને માટે કોઈ જ ખુલાસો કરતા નથી. તે એવી સ્થિતિ છે, કે જેમાં કોઈ વ્યક્તિ મૃત્યુ અથવા જીવન ઇચ્છતી નથી, પરંતુ જેમ એક નોકર તેના બદલાની રાહ જુએ છે તે જ રીતે તે અમુક વખતની રાહ જુએ છે. એક બાબત ચોક્કસ છે કે આ સૃષ્ટિના ગોલક ઉપર ક્ષણભંગુર-અશાશ્વત વસ્તુઓની કોઈ જ અસર નથી. આની સૌથી ઉત્તમ સમજૂતી કેવળ નકારાત્મક છે. બુદ્ધ કહે છે, ‘‘હે શિષ્યો ! એક એવી સ્થિતિ છે, કે જ્યાં નથી પૃથ્વી કે નથી જળ, નથી પ્રકાશ કે નથી હવા, જ્યાં નથી અનંત અવકાશ કે નથી અનંત કારણ, કે નથી સંપૂર્ણ શૂન્યાવકાશ કે નથી પ્રત્યક્ષીકરણ કે અપ્રત્યક્ષીકરણ એ બંનેનું એકીસાથે ઉચ્છેદન, નથી આ જગત કે નથી સૂર્ય અને ચંદ્ર બંને સહિતનું પેલું જગત, હે શિષ્યો ! હું આગમન કે ગમન કે સ્થિર ઊભા રહેવાની ક્રિયા અંગે, તેમજ મૃત્યુ કે જન્મ વિશે કશું જ કહેતો નથી. તે આધાર રહિત, સવારી રહિત કે વિરામ રહિત છે. અસ્તિત્વને હંમેશાં એક જ્વાળા સાથે સરખાવવામાં આવે છે અને નિર્વાણ આ જ્વાળાને ઓલવી નાખવાની પ્રક્રિયા છે. તે એવી સ્થિતિ છે કે જ્યાં કામવાસના, વિક્કાર અને ગભરાટનું ઉચ્છેદન કરવામાં આવે છે. શા માટે વરદાની પુરુષે તેને સમજાવ્યું નથી ? તેમણે એ સમજાવ્યું નથી, કારણ કે તેમણે વિચાર્યું હતું કે નિર્વાણ જેવી આ ઉમદા સ્થિતિ કેવળ વ્યક્તિના પોતાના વર્તન અને ડહાપણને પૂર્ણ સ્વરૂપ આપ્યા પછી જ સમજી શકાય. એવી વ્યક્તિઓ કે જેમણે તેમના વર્તન ~386~ Page #371 -------------------------------------------------------------------------- ________________ અને ડહાપણને પૂર્ણ સ્વરૂપ આપ્યું નથી તેમને માટે નિર્વાણનો કોઈ અર્થ નથી અને જેમણે પોતાના વર્તન અને ડહાપણને પૂર્ણ સ્વરૂપ આપ્યું છે તેમને માટે એ (નિર્વાણ) શું છે તે જાણવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે તેઓ સામા કિનારે પહોંચી ગયા હોય છે અને તેમની યાત્રા પૂર્ણ થઈ ગઈ હોય છે. વિદ્વાનોએ વરદાની પુરુષના આ અંગેનાં મૌનનું ખોટું અર્થઘટન કર્યું છે કે નિર્વાણનો અર્થ કેવળ શૂન્યતા-કશું જ નહિ એવો થાય છે અને તેમને લાગે છે કે બુદ્ધ તેને તેમના શિષ્યો સમક્ષ અનાચ્છાદિત કરવાની આનાકાની કરી છે અને તેથી આ આખા પ્રશ્નને ઢાંકી દીધો છે. પરંતુ શું બુદ્ધ તેમને સંબોધીને કહ્યું નથી, કે, “હે શિષ્યો ! અજન્મા, ઉદભવ નહીં પામેલા અસર્જિત, અસ્વરૂપા વ્યક્તિઓ માટે જન્મ પામેલા, ઉદ્દભવ પામેલા, સર્જન પામેલા અને સ્વરૂપ પામેલા (ઉદાણા) મનુષ્યોના આ જગતમાં કોઈ જ શક્ય અસ્તિત્વ નથી. પરંતુ તેમનું અસ્તિત્વ ઉમદા અષ્ટમાર્ગીય પંથમાં છે કે જે તેમને એવી પ્રાપ્તિ તરફ દોરી જાય છે કે જેનાથી અન્ય કોઈ પ્રાપ્તિ ચઢિયાતી નથી. આ પરમસુખને કોણ માણે છે ? સારાં અથવા અનિષ્ટ કર્મો પરિણામોમાં કોણ સાથે સાથે ભાગ લે છે? આ બાબત આપણને આત્મા અથવા અહમ્ તરફ લાવે છે. બૌદ્ધ ધર્મ આ અંગે નકાર ભણે છે અને તેમ છતાં આત્માના અસ્તિત્વ અંગે ખાતરીપૂર્વક કહે છે. બૌદ્ધ ધર્મ આત્માને તે એવું કંઈક છે કે જે અપરિવર્તનીય અને શાશ્વત છે અથવા મહાન દિવ્યતાના એક અંશ તરીકે છે એ રીતના બ્રાહ્મણ ધર્મના અર્થ અનુસાર સ્વીકારતો નથી. આમ બ્રાહ્મણ ધર્મના પ્રાકૃતિક લક્ષ્ય તરીકે આત્માનું પરમાત્મા સાથેનું એકીકરણ છે, એક તણકાનું મહાન અગ્નિમાં સંમિલન છે. જ્યારે વેવારોટ્ટા બુદ્ધ પાસે પહોંચ્યો અને ઉન્નત પુરુષ સાથે આમ કહીને બોલ્યો કે, “હે આદરણીય ગૌતમ ! જો આત્મા (મ) હોય તો પછી આ બાબત શી રીતે ટકે છે ?” - જ્યારે તેણે આમ કહ્યું ત્યારે આદરણીય પુરુષ શાંત થઈ ગયા. “તો પછી તે આદરણીય ગૌતમ! અહમૂનું અસ્તિત્વ નથી?” અને આમ છતાં આદરણીય પુરુષે શાન્તિ જાળવી રાખી. શા માટે બુદ્ધ શાંત રહ્યા ? બુદ્ધના અંતિપ્રિય શિષ્ય આનંદને પણ આ જ બાબત અંગે મુશ્કેલી હતી. - ૩૪૮ - Page #372 -------------------------------------------------------------------------- ________________ તેથી વેવસ્થાના ગમન પછી આનંદે તેના ગુરુ પાસે માગણી કરી, “હે મુરબ્બીશ્રી ! હે ઉન્નત પુરુષ ! શા માટે આપે પરિભ્રમણ કરતા સંન્યાસી વેવવાટ્ટા એ રજૂ કરેલા પ્રશ્નનો ઉત્તર ન આપ્યો ?” - વરદાની પુરુષ ત્યારે બોલ્યા, “હે આનંદ ! જ્યારે પરિભ્રમણ કરતા સંન્યાસી વેવવાળા એ મને પૂછ્યું, “આત્માનું અસ્તિત્વ છે ?” ત્યારે જો મેં તેનો ઉત્તર તેને આપ્યો હોત તો પછી સમાનાઓનો અને બ્રાહ્મણ ધર્મનો સિદ્ધાંત કે જે શાશ્વતતામાં માને છે તેને પુષ્ટિ મળી ગઈ હોત. હે આનંદ ! જો પરિભ્રમણ કરતા સંન્યાસી વેવસ્થા એ મને પૂછ્યું હોત કે શું આત્માનું અસ્તિત્વ નથી?” તેનો ઉત્તર જો મેં આપ્યો હોત કે અહમૂનું અસ્તિત્વ નથી તો પછી પણ તે આનંદ ! સમાનાઓ અને બ્રાહ્મણ ધર્મનો સિદ્ધાંત કે જે સદંતર નાશમાં માને છે તેને પુષ્ટિ મળી ગઈ હોત. બૌદ્ધ ધર્મીઓના મત અનુસાર કશું જ શાશ્વત નથી તેથી કશાયનું અસ્તિત્વ નથી. આદરણીય પુરુષની હાજરીમાં જ સાધ્વી વરિાએ તેનું યોગ્ય રીતે વર્ણન કર્યું છે કે જ્યાં પાંચ સમૂહો છે, ત્યાં વ્યક્તિ છે કે જે એક સામાન્ય કલ્પના છે. નાગસેન કે જૈ બૌદ્ધ ધર્મનો વિદ્વાન પ્રવક્તા હતો તેણે રૂપક અલંકારની મદદથી ઉપરોક્ત વિધાનની સમજણ આપે છે. જે રીતે રથ એ શબ્દનો ઉપયોગ વાંસ, ધરી, પૈડાં, મુખ્ય માળખું અને આગળો - આડો સળીયો એવાં નામ કે ઉપનામના સંદર્ભમાં થાય છે તેવી જ રીતે નાગસેન એ શબ્દનો ઉપયોગ ત્વચા, અસ્થિઓ, કેશ, શારીરિક બાંધો, સંવેદના, પ્રત્યક્ષીકરણ, અનુવર્તન અને સભાનપણું વગેરેના સંદર્ભમાં થાય છે. તો પછી ઉપરોક્ત પાંચ બાબતોનો સમૂહ અને તમારી પોતાની વચ્ચે શો સંબંધ છે ? Page 254, Page 256 : નિઃસ્થા આ વાર્તાલાપનો વિગતવાર ચિતાર આપે છે, જે વાસ્તવમાં અત્યંત સૂચનાત્મક છે અને તે આ વિષયની અત્યંત બુદ્ધિયુક્ત જાહેરાત પણ છે. અને હું તેને વિગતે દર્શાવવાની સ્વતંત્રતા અત્રે લઉં છું. મહાન સંત નાગસેનને રાજા મિલિન્દ પૂછ્યું, “હે આદરણીય મુરબ્બીશ્રી ! આપ કેવી રીતે ઓળખાઓ છો ? મુરબ્બીશ્રી ! આપનું નામ શું છે?” સંતે ઉત્તર આપ્યો, “હે મારું નામ નાગસેન છે, પરંતુ તે મહાન રાજા ! નાગસેન એ કેવળ નામ છે, તખલ્લુસ છે, પદની સંજ્ઞા છે, સંજ્ઞા છે, કેવળ, એક શબ્દ છે, અહીં કોઈ વ્યક્તિ નથી.” ત્યારે રાજા મિલિન્દ બોલ્યો, “સારું, વધારે ચોકસાઈ માટે પાંચસો - ૩૪૯ - Page #373 -------------------------------------------------------------------------- ________________ યવનો અને એંશી હજાર સંન્યાસીઓને તે સાંભળવા દો. આ નાગસેન કહે છે કે, આ શબ્દમાં કોઈ વ્યક્તિ નથી. (આપનામાંથી કોઈ પણ આ વાત સાથે સંમત થાઓ છો?” અને રાજા મિલિન્દ આદરણીય નાગસેનને કહેવાનું ચાલું રાખ્યું, “હે માન્યવર નાગસેન ! જો કોઈ વ્યક્તિ (આ નામમાં) નથી તો પછી આપને આપની જરૂરિયાતો જેવી કે આહાર, રહેઠાણ અને માંદગીમાં દવા વગેરે પૂરું પાડે છે તે કોણ છે? આ સઘળી ચીજોનો ઉપભોગ કરે છે તે કોણ છે? સદ્ગુણોમાં રાચે છે તે કોણ છે? પોતાને માટે પરિશ્રમ કરે છે તે કોણ છે? પવિત્રતાના ફળો અને પંથ પ્રાપ્ત કરે છે તે કોણ છે? નિર્વાણ પ્રાપ્ત કરે છે તે કોણ છે? કોણ હત્યા કરે છે? કોણ ચોરી કરે છે? કોણ આનંદ માણે છે અને કોણ છેતરે છે? કોણ પીએ છે? પાંચ પ્રાણ ઘાતક દાવા કરે છે તે કોણ છે? તો પછી આમ કોઈ જ સારા કે ખરાબ કર્મો નથી. આ પ્રમાણે તો હે આદરણીય નાગસેન ! કોઈ તમારી હત્યા કરી નાખે અને છતાં એમ કહી શકે કે તે કોઈ હત્યા કરી નથી. મુરબ્બીશ્રી ! આપ કેશ છો? ના મહાન રાજા. તો પછી તે નાગસેન ! આપ નખ કે દાંત, ત્વચા કે માંસ કે અસ્થિઓ છો ? ના મહાન રાજા. હે નાગસેન ! આપ શારીરિક સ્વરૂપ છો? આપ વિવિધ ઈન્દ્રિયો છો, નાગસેન? ના મહાન રાજા. હે નાગસેન ! આપ પ્રત્યક્ષીકરણો, અનુવર્તનો, સભાનતા છો? ના મહાન રાજા. અથવા હે મુરબ્બીશ્રી ! તો પછી શારીરિક બાંધો, સંવેદનાઓ, પ્રત્યક્ષીકરણો, અનુવર્તનો અને સભાનતાઓ એ બધાનો આપ સમૂહ છો, નાગસેન? ના મહાન રાજા. અથવા હે મુરબ્બીશ્રી ! શારીરિક માળખાનો કોઈ એક અંશ અને સંવેદનાઓ, પ્રત્યક્ષીકરણો, અનુવર્તનો અને સભાનતાઓ એ સઘળું નાગસેન છે?” ના મહાન રાજા.” હે મુરબ્બીશ્રી! મેં જ્યાં જ્યાં તપાસ કરી ત્યાં ત્યાં તો હું નાગસેનને શોધી શકતો નથી. હે મુરબ્બીશ્રી ! નાગસેન એ તો કેવળ એક શબ્દ છે. તો પછી નાગસેન એ (વાસ્તવમાં) શું છે? તો પછી તમે થોટું બોલી રહ્યા છો, તમે જૂઠા છો. નાગસેન છે જ નહિ.” (Page 256-25) ત્યાર પછી આદરણીય નાગસેને રાજા મિલિન્દને આ પ્રમાણે કહ્યું, હે મહાન રાજા ! તમે પ્રાથમિક જીવનની સઘળી સુવિધાઓથી, સર્વોત્તમ સુવિધાઓથી ટેવાયેલા છો. તો પછી તે મહાન રાજા ! તમે મધ્યાહ્નના સમયે તપ્ત ધરતી ઉપર, બળબળતી રેતી ઉપર, અણીદાર પથ્થરો, નાના પથ્થરો ઉપર અને બળબળતી રેતી ઉપર ધબધબ પગપાળા ચાલો તો તેનાથી તમારા ચરણોને ઈજા થશે તમારો દેહ થકાવટ અનુભવશે અને તમારું મન વ્યગ્ર થઈ જશે. અહીં અણગમા સાથે જોડાયેલી શારીરિક સ્થિતિની સભાનતા ઉદ્ભવે છે. આપ અત્રે પગપાળા આવ્યા છો - ૫૦ - Page #374 -------------------------------------------------------------------------- ________________ કે રથમાં આવ્યા છો ?” મુરબ્બીશ્રી ! હું પગપાળા મુસાફરી કરતો નથી. હું રથમાં આવ્યો છું.” “હે મહાન રાજા ! જો તમે રથમાં બેસીને આવ્યા છો તો પછી રથની વ્યાખ્યા કરો. હે મહાન રાજા! શું તંભ એ રથ છે ?” અને હવે સંતે તાર્કિક પ્રશ્નોની હારમાળા રાજા સમક્ષ રજૂ કરી કે જેનો રાજાએ પોતે તેમની સામે ઉપયોગ કર્યો હતો. તદુસાર સ્તંભ કે પૈડાંઓ કે રથનું) માળખું કે ધૂંસરી આમાંનું કશું એ રથ નથી. વધુમાં આ બધા તેના અંશરૂપ ભાગોનો સમૂહ એ રથ નથી. અથવા આ બધા સિવાયની અન્ય કોઈ વસ્તુ એ પણ રથ નથી.” હે મહાન રાજા ! હું સમજુ છું કે મેં અત્રે રથની ઓળખ શોધી કાઢી છે. રથ એ કેવળ શબ્દ છે. તો પછી રથ એ શું છે? તમે ખોટું બોલી રહ્યા છો કે પછી તે રાજા તમે જૂઠા છો. રથ જેવું કશું છે જ નહિ. હે મહાન રાજા ! હે સમગ્ર ભારતના સમ્રાટ ! તેથી તમને શાનો ભય છે? કે તમે અસત્ય બોલી રહ્યો છો? સારું વધારે ચોક્કસ થવા માટે પાંચસો યવનો અને એંશી હજાર સંન્યાસીઓને તે સાંભળવા દો. રાજા મિલિન્દ બોલ્યો, “હું રથમાં આવ્યો છું.” પછી મેં કહ્યું, “હે મહાન રાજા ! જો તમે રથમાં આવ્યો છો તો પછી રથ એ શું છે તે સમજાવો.” અને તેઓ રથ શું છે તે દર્શાવી શક્યા નહિ. શું કોઈ આની સાથે સંમત થાય છે? તે જ્યારે આ પ્રમાણે બોલ્યા ત્યારે પાંચસો યવનો અને એંશી હજાર સંન્યાસીઓએ આદરણીય નાગસેનની માન્યતા મેળવવાનો પ્રયત્ન કર્યો અને રાજા મિલિન્દને કહ્યું. હવે, હે મહાન રાજા ! જે શક્ય હોય તો તમે બોલો.” પરંતુ રાજા મિલિન્દ આદરણીય નાગસેનને કહ્યું, “હે આદરણીય નાગસેન ! હું સ્તંભ, ધરી, પૈડાં અને રથના માળખા અંગે અસત્ય બોલીશ નહિ. સ્તંભ, ધરી, માળખું અને સળીયો એ સર્વે નામો છે, તખલ્લુસો છે, પદનું નામ છે. જે બધાં માટે સમગ્રપણે રથ એ શબ્દ વપરાય છે.” સરસ, ખરેખર હે મહાન રાજા ! તમે રથ વિશે જાણો છો અને એ જ રીતે હે રાજા ! મારા કેશ, મારી ત્વચા અને અસ્થિઓ, શારીરિક માળખું, સંવેદનાઓ, પ્રત્યક્ષીકરણો, અનુવર્તનો અને સભાનતાઓ એ સર્વે માટે સમગ્રપણે નાગસેન એ શબ્દ વપરાય છે. પરંતુ અહીં આ શબ્દના ચુસ્ત અર્થમાં વિષય-બાબત-વ્યક્તિ તરીકે કાંઈ જ નથી. આમ હે મહાન રાજા! સાધ્વી વજીરાએ પણ ઉન્નત પુરુષની હાજરીમાં જ તેનો અર્થ સમજાવ્યો છે, તે મુજબ, ““જે રીતે આ કિસ્સામાં કે જેમાં રથના ભાગો માટે સમગ્રપણે રથ એ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, તે જ રીતે જેમ પાંચ સમૂહો જેનામાં ભેગા થાય છે તે વ્યક્તિ છે. અને આજ બધામાં સર્વ સામાન્ય વિચાર છે. “ખૂબ જ સાચું ! હે આદરણીય નાગસેન ! હે અભૂત નાગસેન ! મારા મનમાં ખરેખર ઘણા પ્રશ્નો ઉદ્દભવ્યા હતા, અને આપે તેમના ઉકેલ આપ્યા છે. જો બુદ્ધ જીવિત હોત, તો તેમણે તમારી તાળીઓ પાડીને વાહવાહ બોલાવી હોત. શાબાશ! શાબાશ! - ૩૫૧ - Page #375 -------------------------------------------------------------------------- ________________ નાગસેન, મારા મનમાં ઘણા પ્રશ્નો ઉદ્દભવ્યા હતા અને પછીથી આપે જ તેના ઉકેલ આપ્યા છે.” બુદ્ધ ફરી એકવાર આની સમજૂતી ન આપી કારણ કે ઘણી જગ્યાએ તેનું ખોટું અર્થઘટન કરવાની અને ખોટી રીતે સમજવાની શક્યતા હતી. અર્થાત્ અંગુત્તરા I. 749. એવાં ઘણાં વિધાનો કરેલાં છે કે જેના દ્વારા બુદ્ધ આનંદને ઉપદેશ આપે છે કે “સ્વ” (પોતાની જાત) એટલે પ્રકાશ, સ્વ એટલે આશ્રયસ્થાન. તે ચોક્કસપણે પાંચ બાબતોના સમૂહનો સંદર્ભ આપતા નથી. એસ. રાધાકૃષ્ણનને આની સમજૂતી આપી છે કે અહીં ધર્મનો સંદર્ભ છે કે જેમાં બ્રાહ્મણને બ્રાહ્મણ એ નામથી ઓળખવામાં આવે છે. બૌદ્ધ ધર્મ એ મૂળભૂત રીતે એક માર્ગ છે અને કોઈ ફિલસૂકી નથી અને તેથી (દુન્યવી) દુઃખોનું ઉચ્છેદન કરવા તરફ ન લઈ જતા હોય એવા સઘળા પ્રશ્નોને (અનુત્તર) છોડી દેવામાં આવે છે. બ્રાહ્મણ ધર્મની ઈશ્વર અંગેની સંકલ્પનાને બુદ્ધ માન્યતા આપતાં નથી. પ્રાણીને કોઈ જ બચાવી શકતું નથી. ન તો સંન્યાસી કે ન તો ઈશ્વર. બ્રાહ્મણ પણ નહિ અને બુદ્ધ પણ નહીં. આ સઘળા પૈકી કોઈ જ પ્રાણીનો ઉદ્ધાર કરી શકતા નથી. - તે (બુદ્ધ) તો કેવળ માર્ગ બતાવે છે. જેઓ તેને સ્વીકારે છે અને પોતાની જાતે તેનો સાક્ષાત્કાર કરે છે તેમનો જ કેવળ ઉદ્ધાર થશે. બૌદ્ધ ધર્મ એ વત્તે-ઓછે અંશે નૈતિક તાલીમનો એક માર્ગ છે કે જ્યાં ડગલે ને ડગલે. ક્ષણે ને ક્ષણે, જે ડાહ્યો માણસ છે તેણે તેના અહમ્ને સર્વ પ્રકારની અશુદ્ધિઓમાંથી સ્વચ્છ કરવાનો છે કે જેવી રીતે એક લુહાર રજતને મેલથી શદ્ધ કરે છે. એવા સઘળાં પ્રશ્નો કે જેઓ “સ્વ'ના વિકાસને લાગતાવળગતા નથી તે સર્વેને બુદ્ધ બાજુ ઉપર મૂકી દે છે. કેટલાક કિસ્સાઓમાં કે જ્યાં તેને લાગે છે કે જ્યાં સમસ્યાઓ ગંભીર હોય અને કોઈની મુશ્કેલીઓ સાચી હોય તે વ્યક્તિ લક્ષ્ય સિદ્ધ કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે, તે રૂપક અલંકારની મદદથી જે ગહન પ્રશ્નો છે તેમને સમજાવે છે. (P. 279) પરંતુ કોઈ આળસુ-સુસ્ત શોધક ઉદ્ધતાઈથી તેમને પ્રશ્નનો ઉત્તર આપવા માટે પડકાર ફેંકે છે અથવા એ મુદ્દા પરના તેના અજ્ઞાનની કબૂલાત કરે છે ત્યારે તેને કેવી રીતે ઠપકો આપવો તે બુદ્ધ જાણે છે. જો બુદ્ધ કોઈ વસ્તુની ભારપૂર્વક રજૂઆત કરવા ઇચ્છે છે તો તે - ઉપર જ Page #376 -------------------------------------------------------------------------- ________________ આ અષ્ટમાર્ગીય પંથ છે, તે સુવર્ણમય સાધન છે, કે જે ચક્ષુઓને અજવાળે છે, આત્માને અજવાળે છે અને જે શાંતિ, જ્ઞાન, સર્વજ્ઞતા અને નિર્વાણ તરફ દોરી જાય છે. અશાશ્વત અનિષ્ટો એ સંખારાઓ છે. તેઓનો ઉદ્દભવ પણ થાય છે અને નાશ પણ થાય છે. તેમનું અદશ્ય થવું એ સુખ છે. જે રીતે મહાન સમુદ્ર ચોમેર ફેલાયેલો હોવા છતાં તેમાં કેવળ એક જ સ્વાદ છે અને તે ખારાશનો સ્વાદ છે, એજ રીતે સંપ્રદાય અને તેના નિયમો સર્વત્ર વ્યાપેલા હોવા છતાં તેનો પણ એક જ સ્વાદ છે અને તે મોક્ષનો સ્વાદ છે. તેની તરફ દોરી જાય તે બધાના તેમણે ઉત્તરો આપ્યા છે, કારણ કે ધાર્મિક જીવન નિર્વાણમાં ડૂબેલું છે, તેનો અંત એ જ નિર્વાણ છે. જો તમે વધારે પૂછશો, તો તમે તમારા પ્રશ્નોને અત્યંત દૂર ધકેલી દેશો. બુદ્ધે તેની સમજ આપી નથી. બુદ્ધ ઘણી બધી વસ્તુઓ જાણે છે, પરંતુ તેમણે તે પૈકીની કેટલીક જ (P. 44) વર્ણવી છે કે જે મોક્ષને સહાયભૂત થતી હોય, પવિત્ર જીવનને સહાયભૂત થતી હોય, દુન્યવી બાબતોથી અલગ થવામાં સહાયભૂત થતી હોય, આકાંક્ષાઓના ઉચ્છેદન, વિરામ, શાંતિ, જ્ઞાન, મનને પ્રકાશમાન કરવામાં તેમજ નિર્વાણમાં સહાયભૂત થતી હોય. એકવાર જ્યારે ઉન્નત પુરુષ સિનસાપા વનરાજિમાં આવેલા કોસામિનીમાં રહ્યા હતા અને ત્યારે ઉન્નત પુરુષે તેમના હાથમાં સિમસાપાનાં થોડાંક પાંદડાંઓ લઈને તેમના શિષ્યોને કહ્યું, “હે મારા શિષ્યો ! તમે શું વિચારો છો ? આ સિનતાપાનાં પાંદડાંઓ કે જેમને મેં મારા હાથમાં એકત્ર કર્યા છે તે વધારે છે કે સિનતાપા વનરાજિમાં તમે જેની નીચે બેઠા છો તે અન્ય પાંદડાંઓ વધારે છે?” “હે મુરબ્બીશ્રી ! જે થોડાં પાંદડાં કે જેને આપે આપના હાથમાં રાખેલાં છે તે વધારે નથી, પરંતુ પણે સિનસાપા વનરાજિમાં રહેલાં પાંદડાંઓ ઘણાં વધારે છે.” તેજ રીતે તે મારા શિષ્યો ! હું જે શીખ્યો છું અને જે મેં તમને કહ્યું નથી તે મેં તમને જે કહ્યું છે તેના કરતાં ઘણું વધારે છે. અને મારા શિષ્યો ! શા કારણથી તે મેં તમને કહ્યું નથી? કારણ કે હું મારા શિષ્યો ! તેનાથી તમને કોઈ ફાયદો નથી. તે તમને પવિત્રતા અંગે પ્રગતિ કરવામાં સહાયભૂત થતું નથી, કારણ કે તે તમને દુન્યવી Page #377 -------------------------------------------------------------------------- ________________ બાબતોમાંથી કે સઘળી આકાંક્ષાઓની તાબેદારીમાંથી અન્યત્ર દોરી જતું નથી, કે વિરામ પ્રતિ, ક્ષણભંગુરતામાંથી શાંતિ તરફ, મનને અજવાળવા તરફ કે નિર્વાણ તરફ પણ દોરી જતું નથી અને તેથી જ મેં તમને તે અંગે પૂરી માહિતી આપી નથી. મહાવીરનો ઉપદેશો મહાવીરના સમયની અગત્યની તાત્વિક વિચારધારાઓનું વિહંગાવલોકન કર્યા પછી હવે આપણે મહાવીરનો સંપ્રદાય કે જેને જૈન ધર્મ કે જિન ધર્મ તરીકે ઓળખવામાં આવે છે તેનું પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કરીશું. જૈન ફિલસૂફીને અત્યંત ટૂંકમાં રજૂ કરવાનો પ્રયત્ન કરવો એ હિંમતભર્યું પગલું ગણાશે. જેમણે જૈન આગમનો અભ્યાસ કર્યો હશે અથવા જેણે તેની થોડીક પણ ઝાંખી મેળવી હશે તે જાણી શકશે કે આવી રજૂઆત કરવાનો પ્રયત્ન કરવો એ કેટલો વ્યર્થ છે. 1 જૈન ફિલસૂફીના પ્રત્યેક વિકાસાત્મક તબક્કાનું પૃથક્કરાત્મક સર્વેક્ષણ વિષયને પૂરતો ન્યાય આપવા માટે ગ્રંથોની આખી શ્રેણીની રચના પણ ઓછી પડે. આ પાનાંઓમાં જૈનોના પવિત્ર ધર્મગ્રંથોનાં લખાણોની મદદથી મેં અગાઉ પણ કહ્યું છે તદનુસાર હું જીવન વિષેના નિગ્રંથોના દષ્ટિબિંદુનું પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કરીશ અને તદુપરાંત કેટલાંક અતિ મહત્ત્વનાં વિશિષ્ટ લક્ષણોની ચર્ચા કરીશ કે જે જૈન ધર્મને અન્ય ઘર્મોથી અલગ ઓળખ આપે છે. આ બાબત આપણને દર્શનશાસ્ત્રમાં મહાવીરના ફાળાને મૂલવવા અથવા તેમના સમયથી ચાલી આવતા અનંત વાદવિવાદ (સંઘર્ષ)ને સુલઝાવવામાં શક્તિમાન બનાવશે.. ગૌતમ બુદ્ધ અને વર્ધમાન મહાવીરના સિદ્ધાંતો ઘણે અંશે સામ્ય ધરાવે છે. જીવન અંગેનું બૌદ્ધ દષ્ટિબિંદુ, જૈનો અથવા નિગ્રંથો એવા બીજા નામે જેમને ઓળખવામાં આવે છે, તેમના કરતાં બહુ જુદું નથી. તેઓ માત્ર કેટલીક મહત્ત્વની બાબતો પર વત્તાઓછો ભાર મૂકવા અંગે જ અલગ પડે છે. બૌદ્ધ ધર્મ અનુસાર સૌથી મહત્ત્વની બાબત દુઃખ અને દુઃખનું ઉચ્છેદન છે. દુઃખ કે જે સમગ્ર સૃષ્ટિ પર વિસ્તરેલું છે કે જેનાથી એક રાજકુમાર તેમજ એક કંગાલ મનુષ્ય એકસમાન રીતે ત્રસ્ત છે અને તે તૃષા (તૃષ્ણા) - ૩૫૪ - Page #378 -------------------------------------------------------------------------- ________________ અને અજ્ઞાનમાંથી ઉદ્ભવ પામે છે. જેવી રીતે કોઈ એક મનુષ્ય કુસ્તી માટેના ખાડામાં પ્રવેશ કરે છે ત્યારે તેને માટે સૌથી મહત્ત્વની બાબત તેના પ્રતિસ્પર્ધી ઉપર વિજય પ્રાપ્ત કરવો એ છે. આવું જ કંઈક બૌદ્ધ ધર્મ વિશે છે. તે દુઃખથી અસ્પર્શ અને ત્રાસરહિત રહેવા ઇચ્છે છે કે જે (દુઃખ) સઘળાં અજ્ઞાની મનુષ્યોને ઊંડાં મૂળ નાખેલી તૃષ્ણા વડે ઘેરી લે છે. જો કોઈ નિગ્રંથને આવો જ પ્રશ્ન પૂછવામાં આવે તો તે કંઈક આવા જ પ્રકારનો ઉત્તર વાળશે કે તે પોતે જન્મજન્માંતરના અંતવિહીન ચક્રના ચક્રાવામાંથી છૂટવા માટેની ઇચ્છા રાખે છે અને ભૂતકાલિન જન્મોનાં કર્મોની અસરને ધોઈ નાખીને તેમજ વર્તમાનમાં અકર્મણ્યતાનો સહારો લઈને દુઃખદાયક સ્થિતિની ઘટનાઓ ઉપર પૂર્ણવિરામ મૂકવા ઇચ્છે છે. નિગ્રંથો અનુસાર આ દુઃખનું કારણ શું છે ? મનુષ્ય કે જેઓ આનંદની આકાંક્ષા રાખે છે, જેઓ લોભને તાબે થયેલા છે અને જેઓ મનોરંજનને ખાતર એવાં કર્મો કરે છે કે જે તેમના હિતને હાનિકારક છે, જેઓ પ્રેમ અને ધિક્કારને વશ થાય છે, એવા મૂર્ખ અને કાળજીવિહીન મનુષ્યો ખોટું કર્યે જ જાય છે અને અનિષ્ટ કર્મોનો ઢગ ખડકે છે. તેમની પોતાની સુવિધા માટે તેઓ પ્રાણીઓની હત્યા કરે છે, કાપી નાખે છે અથવા (એકબીજાથી) અલગ પાડે છે. મનુષ્યો પોતાની જાતને ખોટી રીતે આનંદ સાથે એકરૂપ કરે છે અને આ પ્રમાણે વિચારે છે, ‘“આનંદપ્રમોદ અને મનોરંજન આપણને આધીન છે અને આપણે તેમને આધીન છીએ.” તેઓ આ પ્રમાણે વિચારે છે, ‘‘આપણે ખેતરો, ઘરો, રજત, સુવર્ણ, ધનદોલત, અન્ન, તાંબુ, વસ્ત્રો, વાસ્તવિક રીતે કિંમતી માલમિલકત જેવી કે કિંમતી પથ્થરો, રત્નો, મોતીઓ, શંખો, પરવાળાંના પથ્થરો અને માણેકોની માલિકી ધરાવીએ છીએ.’1 તેમની આવી ખોટી ઓળખ તેમને આનંદપ્રમોદ પ્રત્યે મોહિત કરી મૂકે છે, અને આમ આનંદપ્રમોદ પાછળ મુગ્ધ થયેલા એવા તેઓ ચલ અને અચલ એવાં સજીવ પ્રાણીઓની હત્યા કરે છે અથવા અન્ય વ્યક્તિઓ દ્વારા તેમની હત્યા કરાવે છે અથવા અન્યો કે જેઓ તેમની હત્યા કરે છે તેમાં પોતાની સંમતિ આપે છે. તેઓ સઘળા વિચારોથી, શબ્દોથી અને કર્મોથી પાપનું આચરણ કરે છે. 1 એવી વ્યક્તિ કે કોઈ ગ્રંથિ કે કુટિલતા રહિત છે. ~૩૫૫ ~ Page #379 -------------------------------------------------------------------------- ________________ 2 Buddhist Essays - Paul Dahlke. તેઓ વિવિધ પ્રકારનાં અનિષ્ટવિજ્ઞાનોનો અભ્યાસ કરે છે અને આ વિજ્ઞાનોના જ્ઞાનની મદદથી તેઓ જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ પ્રમાણે તેઓ આહાર, પેયો, વસ્ત્રો નિવાસસ્થાન, શૈય્યા અને આનંદપ્રમોદના વિવિધ પદાર્થોની અન્ય મનુષ્યો સમક્ષ માગણી કરે છે. 2. ભૂમિ પરના અકસ્માતોમાંથી, વિચિત્ર ઘટનાઓમાંથી, સ્વપ્નોમાંથી, અવકાશી ઘટનાઓમાંથી, દેહનાં પરિવર્તનોમાંથી, ધ્વનિઓમાંથી, ગૂઢ રહસ્યમય સંકેતોમાંથી, બીજમાંથી ભવિષ્યની વસ્તુ જાણવી અને કહેવાની વિદ્યા-વિજ્ઞાન સ્ત્રીઓ, પુરુષો, હસ્તિઓ, ગાયો, ઢાલો, યષ્ઠિઓ, તલવારો, કીમતી પથ્થરો, રત્નો, પથ્થરો, ફૂંકડાઓ, બતકો, તેતરની જાતનાં પક્ષીઓ, પૈડાંઓ, નાની છત્રીઓ વગેરે નિશાનીઓ-ચિહનોનું અર્થઘટન કોઈને સુખી કે દુઃખી કરવાની, સ્ત્રીઓને ગર્ભાધાન કરાવવું, કોઈને તેની માનસિક શક્તિઓથી વંચિત કરવાની કળા. તાપમાં રહેવું, જાદુમંતરથી નજરબંધી કરવી, યુદ્ધની કળાઓ, ચંદ્ર, સૂર્ય, શુક્ર અને ગુરુની ગતિઓ, ઉલ્કાઓનો પાત, મહાન દાવાનળ, ચીજવસ્તુઓનો બલિ આપવો, વન્ય પ્રાણીઓમાંથી ભવિષ્યની વસ્તુઓ-ઘટનાઓ જાણવી-કહેવી તે, કાગડાઓનું ઉડ્ડયન, ધૂળની ડમરીઓ, રુધિરની વર્ષા, વૈતાલિ અને અર્ધ વૈતાલિ કળાઓ, લોકોને ગાઢ નિદ્રામાં ઊતારી દેવાની કળા, દ્વાર ઉઘાડવાની કળા, કંડાલાઓની કળા, સાબરાઓની કળા, દ્રવિડોની કળા, કલિંગોની કળા, ગૌડોની કળા, ગંધર્વોની કળા, કોઈકને જમીન ઉપર પાડી દેવાની, ઊભા કરવાની, તેને બગાસુ આવે તેમ કરવાની મંત્રવિદ્યા, કોઈને બીમાર અથવા તો નિરોગી બનાવવાની, કોઈક આગળ ને આગળ ચાલતા ચાલતા આગળ ને આગળ વધે જાય એમ કરવાની, કોઈને અદશ્ય બનાવી દેવાની અથવા તો દશ્યમાન બનાવી દેવાની મંત્રવિદ્યા. (ઉપર દર્શાવેલ સઘળી અનિષ્ટ વિજ્ઞાનવિદ્યાઓ છે.) 1. Book : 2 Lec. 1 Sutrakritanga P. 347. તેમના પરિવાર, સગાસંબંધીઓ અથવા સેવકો અથવા ક્યારેક ખુદ ૯ પોતાને માટે પોતાના પરિચિત વ્યક્તિઓને ત્યાં દાસત્વ સ્વીકારે છે, તે તેમનો પડોશી, સાથીદાર અથવા મદદગાર બને છે અને આત્મવિશ્વાસપૂર્વક તેમને પ્રેરણા આપીને તે તેમને ચાબૂકથી ફટકારે છે, કાપી નાખે છે, વીંધી નાખે છે, ચીરી નાખે છે, લાકડીથી મારે છે, અથવા તેમને મૃત્યુ પમાડે છે અને એ રીતે તેઓ પોતાનો આહાર મેળવે છે. તેઓ ચોરો બને છે • ૩૫૬ - Page #380 -------------------------------------------------------------------------- ________________ અને ગજવાં કાપે છે. તેઓ ઘેટાંને ઉછેરે છે, પ્રાણીઓનો શિકાર કરે છે, પક્ષીઓને પકડે છે અને તે માટે તેઓ જાળનો ઉપયોગ કરે છે. તેઓ ગૌપાલક બને છે અથવા તો ગાયોનો વધ કરનાર (ખાટકી) બને છે, ક્યારેક તેઓ શ્વાનપાલક પણ બને છે અને આમ નિર્દોષ પ્રાણીઓનો વધ કરીને તેઓ પોતાની જાતનું પતન નોંતરે છે. આવા ભ્રમણામાં ડૂબેલા હલકા મનુષ્યો ત્વચામાં ચીરા પાડે છે અથવા અણીદાર વસ્તુઓ ભોંકે છે, આવા લોકો રક્તથી ખરડાયેલા હાથીવાળા, હિંસક, ઘાતકી, લુચ્ચા અને અવિચારી છે. તેઓ રુશ્વત આપવાનું દગાખોરી કરવાનું, છેતરપિંડી કરવાનું, ઢોંગ કરવાનું, અપ્રામાણિકતાનું અને કપટનું આચરણ કરે છે. તેઓ હલકા ચારિત્ર્યના અને હલકી નીતિમત્તા ધરાવનારા છે. તેમને ખુશ કરવા અત્યંત મુશ્કેલ હોય છે, તેઓ જીવે ત્યાં સુધી સજીવ પ્રાણીઓની હત્યા કરવાથી દૂર રહી શકતા નથી. ખોટી માન્યતાઓના પાપથી પણ તેઓ દૂર રહી શકતા નથી કે તેઓ સ્નાન કરવું, ઘર્ષણ કરવું, ચિત્રકામ કરવું, પોતાની જાતને શણગારવી, અવાજો, સ્પર્શી, સ્વાદો, રંગો, સુગંધીઓ, માળાઓ અને આભૂષણો-અલંકારો, ગાડીઓ, ચાર પૈડાંની ઘોડાગાડીઓ, વાહનો, પાલખીઓ, ઝૂલાઓ, ચાર કે વધુ ઘોડા જોડેલી ચાર પૈડાંની ગાડીઓ, બે ઘોડા જોડેલી ગાડીઓ, ડોળીઓ, શય્યાઓ, આસનો-બેઠકો, ઘોડેસવારી કરવાનો, ઘોડાને હાંકવાનો આનંદ માણવો, અનેક અનુયાયીઓ રાખવા, માશા, અર્ધ માશા કે રૂપિયા વડે વ્યાપાર કરવો, સત, સુવર્ણ અને અન્ય ધનદોલત, કોઈ કાર્ય કરવાનું બીડું ઝડપી લેવું, ખાવા માટે પ્રાણીનો વધ કરનારા (કસાઈ) બનવું, પોતે કાર્ય કરવું અને અન્યને કામ કરતા કરવા, પોતે રસોઈનું કામ કરવું અને અન્યને રસોઈનું કામ કરતા કરવા, કાપી નાખવું, મારવું-પીટવું, ધમકી આપવી, ઠોકવું, બાંધવું, હત્યા કરવી, કોઈને દુઃખ પહોંચાડવું અને આ જ પ્રકારનાં બીજાં અનેક કૃત્યો જેવાં કે મૂલ્યવિહીન માણસોના પાપમય કર્મો કે જે અન્ય પ્રાણીઓને દુઃખ પહોંચાડવા માટે કારણભૂત બને છે, આવા માણસો જીવે ત્યાં સુધી આવાં કર્મોથી દૂર રહી શકતા નથી. આવા મનુષ્યોને વિષય લોલુપતાવાળાં સુખો આપવામાં આવે છે ત્યારે તેઓ તેમને વારંવાર ઇચ્છે છે, અને તેમના બંદી બની જાય છે. - ૩૫ - Page #381 -------------------------------------------------------------------------- ________________ ઘણાં વર્ષો સુધી વિકારવશ તેમને ચાહે છે. આનંદ-પ્રમોદનાં સુખો માણીને, હડહડતા અન્યાયની અસરો પેદા કરીને, ઘણાં પાપમય કાર્યોનાં કર્મણ પ્રાપ્ત કરીને કે જે તેમને સામાન્ય રીતે હલકી કક્ષામાં મૂકી દે છે અને તેઓ છેલ્લામાં છેલ્લા તળિયાના નર્કમાં જાય છે. જે રીતે લોખંડનો કે પથ્થરનો દડો જ્યારે પાણીમાં ફેંકવામાં આવે છે ત્યારે પાણીની સપાટીની નીચે ડૂબી જાય છે અને તળીયે પહોંચીને જ તે અટકે છે તે જ રીતે મનુષ્યો કે જેઓ કર્મણથી પરિપૂર્ણ છે, પાપોથી ભરપૂર છે, દોષોથી ભરપૂર છે, પતનથી ભરપૂર છે, હડહડતા અન્યાયથી ભરપૂર છે, દુષ્ટ વિચારો, કપટ, છેતરપિંડી અને દગાખોરીથી ભરપૂર છે, અને જેઓ નિયમ તરીકે નિયમિત રીતે) પ્રાણીઓની હત્યા કરે છે, તેઓ તેમને આપવામાં આવેલા સમયે જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે તેઓ આ સૃષ્ટિની નીચે ડૂબી જશે અને નર્કના તળિયે પહોંચી જાય છે. SBE - 45 1. P. 978-874 Book-2, Lec. 2, 2, P. 375 Book-2, Dec. 2. આવા મનુષ્યો રંગ, ધ્વનિ, ગંધ, સ્વાદ અને સ્પર્શ સાથે સંબંધ ધરાવે છે અને અનિષ્ટ ભાગ્યને ભેટે છે. તેઓને પવિત્ર ધર્મગ્રંથોમાં પતંગિયા કે ફૂદાં, હરણ, સર્પ, મત્સ્ય અને ભેંસ સાથે સરખાવ્યાં છે.' ક્રોધ, ગર્વ, છેતરપિંડી, લોભ, નફરત, સ્વના નિયંત્રણ તરફનો અણગમો, વિષયવિકારની ચીજોમાં આનંદ માણવો, ગમ્મત, ભય, દુઃખ, સ્ત્રીઓ પુરુષો કે બંનેની તરફની કામાસક્ત ઇચ્છા, આ બધા ઈન્દ્રિયોને લગતા બહુમાર્ગી શારીરિક મનોવિકારો તેમનામાં ઉદ્દભવે છે કે જેઓ આનંદ-પ્રમોદને લગતી બાબતો સાથે સંકળાયેલા છે અને તે જ રીતે અન્ય સંવેગો જેમનાથી અગાઉ દર્શાવાયા છે તે મનોવિકારો તેમનામાં પણ થાય છે. તેઓ કરૂણાને પાત્ર છે તેઓએ તેમની જાત પ્રત્યે શરમ અનુભવવી જોઈએ અને તેઓ તિરસ્કારને પાત્ર પણ છે. (102-108) 1. તેઓ કે જેઓ ઉદાસ મનોવિકારોને વશ છે તેઓ રંગોના શોખીન હોય છે અને અંતે તેઓ બરબાદ થઈ જાય છે, કે જે રીતે એક વિકારગ્રસ્ત ફૂદું પ્રકાશ (ની જ્યોત) તરફ આકર્ષાઈને મોતને ભેટે છે. (રંગ) જે રીતે એક મનોવિકારવશ મૃગ સંગીતથી મુગ્ધ થઈને, પરંતુ સંગીતથી - ૫૮ - Page #382 -------------------------------------------------------------------------- ________________ સંતુષ્ટ થયા સિવાય મૃત્યુને ભેટે છે. (ધ્વનિ) 47 જે રીતે એક વિકારવશ સર્પ કે જે ઘેનકારક ઔષધની સુગંધથી આકર્ષાઈને તેના દરની બહાર આવે છે. (ગંધ) 50 જે રીતે એક વિકારવશ મત્સ્ય તેને ફસાવવા માટે મૂકવામાં આવેલા ગલમાં રહેલા ખોરાકને ગળવા માટે આતુર બને છે ત્યારે તેના દેહને ગલનો આંકડો આરપાર વીંધી નાખે છે. (63) જે રીતે એક વિકારવશ ભેંશ ઠંડા પાણીમાં ડૂબકી મારે છે અને કોઈ એક મગરમચ્છની પકડમાં આવીને મૃત્યુ પામે છે. (76) જે રીતે કામવાસનાથી ઉત્તેજિત થયેલો એક હસ્તિ એક હસ્તિની દ્વારા તેના માર્ગેથી ચલિત થાય છે. P. 138 Lec. 32 - ઉત્તરાધ્યયન સૂત્ર આ સત્યને જાણીને એક નિગ્રંથને સાક્ષાત્કાર થવો જોઈએ કે આનંદપ્રમોદ તેની જાત સાથે એકસમાન સિસંગત) નથી, પરંતુ તે તેનાથી અલગ છે. તેઓ તેને હલકી પાયરીએ ઉતારી દે છે અને તેનું મૂલ્ય ઘટાડે છે. આ આનંદ-પ્રમોદ અને મનોરંજનો છેવટે તેને છોડી દે છે, અને તે તેનાં પાપમય કર્મોનાં અનિષ્ટ પરિણામોને અનિચ્છાએ પણ ભોગવવા માટે તે એકાકી બની જાય છે. (અર્થાતુ પરિણામો તેણે એકલાએ જ ભોગવવાં પડે છે. આનંદપ્રમોદ એ કિમ્પાકાના ફળ જેવું છે, કે જો તેનું ભક્ષણ કરવામાં આવે તો તે સ્વાદ અને રંગમાં સુંદર લાગે છે, પરંતુ જ્યારે તેનું પાચન થાય છે ત્યારે તે જીવનનો નાશ કરે છે. અનિષ્ટ ફળો ભોગવવાના સમયે તેના બચાવ માટે કોઈ આવતું નથી, આવી પરિસ્થિતિમાં તેના પરિવારના સભ્યો કે સગાસંબંધીઓ પણ નહિ અને તે પોતે અંતે મૃત્યુનો ભક્ષ બને છે. 1. “અહીં ખરેખર કોઈક દુઃખમય બીમારી કે રોગ મારી ઉપર આવે છે જે વાસ્તવમાં અનિચ્છિત, દુઃખદાયક, અસ્વીકૃત, ત્રાસદાયક, દર્દદાયક, અને બિલકુલ આનંદદાયક નહિ તેવું હોય છે. હે પ્રિય! (ભોગવેલા) આનંદપ્રમોદ આ દર્દનાક બીમારી કે રોગ તમારી ઉપર લાવે છે, જે ઈચ્છિત નહીં એવા, દુઃખદાયક, અસ્વીકૃત, ત્રાસદાયક, દર્દદાયક, અને જે બિલકુલ આનંદદાયક નહિ એવા હોય છે, કે જે મારે ભોગવવા ન પડે, તેનો શોક ન કરવો પડે, મારી જાતને દોષ દેવો ન પડે, અશક્ત બનાવી દેનાર, ત્રાસદાયક અને અત્યંત દુઃખદાયક હોય છે. મને આ બીમારી કે રોગના દુખમાંથી બચાવો. પરંતુ તેની આ ઈચ્છા ક્યારેય પરિપૂર્ણ થતી નથી.” - ૫૯ - Page #383 -------------------------------------------------------------------------- ________________ આ દૃષ્ટાંત પરથી મનુષ્યને ભાન થવું જોઈએ કે આનંદપ્રમોદ અને મોજમજા કોઈને બચાવવા કે મદદરૂપ થવા માટે શક્તિમાન નથી. ક્યારેક તે પોતે આનંદપ્રમોદ અને મોજમજાને છોડી દે છે, તો ક્યારેક તેઓ તેને છોડી દે છે. આનંદપ્રમોદ અને મોજમજા એ એક બાબત છે અને તે પોતે અન્ય બાબત છે. તેણે તેમને પોતાને માટે પારકાં ગણવાં જોઈએ. (P. 348-Book-2, Lec. ) 1. P. 61 જેવી રીતે પક્ષીઓ ફળ વગરના વૃક્ષને ત્યજી દે છે તેવી જ રીતે તેઓ (આનંદપ્રમોદ) તેના સુધી પહોંચે છે અને પછી તેને ત્યજી દે છે. (81) Sec. 18 ઉત્તરાધ્યયન. 2. P. 187 - Lec. 32, શ્લોક નં. 20. છે જે રીતે એક સિંહમૃગને પકડે છે એજ રીતે તેના અંતિમ દિવસોમાં મૃત્યુ મનુષ્યને પકડે છે. તેનાં સગાવહાલાં કે મિત્રો કે તેના પુત્રો કે તેના સંબંધીઓ-પરિવારજનો એ પૈકીના કોઈ જ તેના દુઃખોમાં ભાગ પડાવી શકતાં નથી. તે તેણે એકલાયે જ સહન કરવાનું છે, કારણ કે કર્તાને કર્મ અનુસરે છે. (P. 59, Lec. 3 ઉત્તરાધ્યયન સૂત્ર) કેટલીક બાબતો મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલી છે, જેવી કે મારા પિતા, માતા, બંધુ, ભગિની, ધર્મપત્ની, બાળકો, પૌત્રો, પૂત્રવધુઓ, સેવકો, મિત્રો નજીકના પરિવારજનો – સગાસંબંધીઓ, સાથીદારો. આ બધાં મારાં સંબંધીઓ મારી સાથે જોડાયેલાં છે અને હું તેમની સાથે જોડાયેલો છું. અહીં ખરેખર કોઈ દુઃખદાયક બીમારી કે રોગ મારામાં આવે તો તે મારે માટે અનિચ્છનીય, દુઃખદાયક, અસ્વીકૃત, અસંમતિયુક્ત, ત્રાસદાયક, પીડાકારક અને બિલકુલ આનંદદાયક નહીં એવાં હોય છે, કે જે મારે ભોગવવાં ન પડે, તેનો શોક ન કરવો પડે, મારી જાતને દોષ ન દેવો પડે, મારી જાતને અશક્ત બનાવી દેનાર, ત્રાસદાયક અને અત્યંત પીડાકારક હોય છે. મને આ દુઃખદાયક બીમારી કે રોગમાંથી બચાવો, પરંતુ તેની આ ઈચ્છા ક્યારેય પરિપૂર્ણ થતી નથી. મનુષ્ય એકાકી રીતે જ જન્મે છે, તે એકલો જ મૃત્યુ પામે છે, તે એકલો જ અસ્તિત્વની આ સ્થિતિમાંથી પતન પામે છે, તે એકલો જ અન્ય સ્થિતિમાં ઉદ્દભવ પામે છે, તેના મનોવિકારો, તેની સભાનતા, બુદ્ધિ, પ્રત્યક્ષીકરણો અને મન પરની છાપ એ અસાધારણ રીતે તે એકાકી વ્યક્તિની સાથે જ સંબંધિત હોય છે. P. 349, Book-2, Lec. 1 - સૂત્રલિતંગા. કેટલીક વસ્તુઓ મારી સાથે ગાઢ રીતે સંકળાયેલી છે દા.ત. મારા હાથ, પગ, ભૂજાઓ, ચરણો, મસ્તિષ્ક, પેટ, ચારિત્ર્ય, જીવન, શક્તિ, રંગ, ત્વચા, અંગકાંતિ, કર્ણ, ચલુ, નાસિકા, રસના અને સ્પર્શ. તેઓ પૂર્ણરીતે મારા દેહના જ અંશરૂપ છે. પરંતુ જીવનશક્તિ, દષ્ટિ, ગંધ, ધ્વનિ, સ્વાદ, સ્પર્શ વગેરેના 8 - ૩૬૦ - Page #384 -------------------------------------------------------------------------- ________________ સંબંધમાં હું વૃદ્ધ થતો જાઉં છું, મારી તાકાતવાળી બાબતો ઢીલી પડતી જાય છે, કાયા ઉપર કરચલીઓના ચાસ પડે છે, કાળા કેશ ધવલ બને છે, આ રૂપાળું શરીર પણ જે આહાર દ્વારા વૃદ્ધિ પામેલું હતું તે યોગ્ય સમયે ત્યજી દેવું પડે છે. 1. P. 349 Book, Lec. 1, Sutrakritanga. પરંતુ આ કરૂણ વાર્તા અહીં પૂર્ણ થતી નથી, તેના દેહના અંશો કે જેને તે તેના પોતાના જ ભાગરૂપ સંપૂર્ણપણે ગણે છે તેઓ તેની દશાને વધારે કરૂણાજનક બનાવી દે છે. કોઈ એક ઋષિ તેમના સંશોધક સ્વભાવને કારણે આ સંબંધોની આરપાર જોઈ શકે છે અને તેની અનાથ સ્થિતિથી સભાન બને છે અને નિરાશ થઈ જાય છે. આ અંગે પવિત્ર ધર્મગ્રંથોમાં એક સુંદર વાર્તા આપવામાં આવેલી છે, જે મનની આ દશાનું આબેહૂબ વર્ણન કરે છે. મગધનો રાજ્યકર્તા રાજા શ્રેણિક કે જે ઘણી કીમતી વસ્તુઓની માલિકી ધરાવતો હતો. તે એકવાર મંડીકુક્ષી કૈત્ય નામના સ્થળે આનંદવિહાર કરવા ગયો હતો. તે એક નંદન જેવી જ એક વાટિકા હતી, જેમાં અનેક પ્રકારનાં વૃક્ષો અને લતાઓ હતી. અનેક પ્રકારનાં પક્ષીઓ ત્યાં વાસ કરતાં હતાં અને તે અનેકવિધ પુષ્પોથી ભરપૂર હતી. ત્યાં તેણે એક વૃક્ષ નીચે બેઠેલા, પોતાની જાત પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવનાર તેમજ ધ્યાનમાં કેન્દ્રસ્થ થયેલા એક સંતને જોયા, તેઓ અત્યંત કોમળ લાગતા હતા તેમજ સુખ સુવિધાઓથી ટેવાયેલા લાગતા હતા, જ્યારે રાજાએ સંતની આકૃતિ જોઈ ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે સંતની આકૃતિ અત્યંત બૃહદ્ અને અસમાન હતી. તેમનો ચરણસ્પર્શ કરીને અને પોતાને તેમનાથી જમણી બાજુએ રાખીને તેમનાથી બહુ દૂર પણ નહીં અને બહુ નજીક પણ નહીં એવી રીતે રાજાએ તેમની પાસે નીચે આસન ગ્રહણ કર્યું અને પોતાના હાથથી તાળીઓ પાડીને તેમને પૂછ્યું, ‘હે પૂર્ણ પુરુષ ! હે મોજશોખ પ્રત્યે અપ્રીતિ ધરાવનાર ! આપ યુવાન ઉમદા મનુષ્ય હોવા છતાં અને મોજમજા ભોગવવા માટેની આપની યોગ્ય ઉંમર હોવા છતાં આપે ધર્મ પંથમાં પ્રવેશ કર્યો છે, આપે આપની જાતને શ્રમણ તરીકે પ્રસ્થાપિત કરી છે, તો કે સંન્યાસી ! હું આપના મુખેથી આ અંગેનું વર્ણન સાંભળવા માંગું છું. ‘હે મહાન રાજા ! હું રક્ષકવિહીન છું. મારું રક્ષણ કરવાવાળું કોઈ - ૩૬૧ ~ Page #385 -------------------------------------------------------------------------- ________________ જ નથી. હું કોઈ મિત્રોને જાણતો નથી કે અન્ય કોઈને મારી પ્રત્યે સહાનુભૂતિ નથી.' ત્યારે મગધનો શાસનકર્તા રાજા શ્રેણિક -હસ્યો, ‘‘સાધનામાં પૂર્ણતા પ્રાપ્ત કરેલા એવા આપના માટે કોઈ રક્ષક નથી એવું શી રીતે કહી શકાય ?’ ‘હું એક ધાર્મિક પુરુષ તરીકે આપનો રક્ષક છું, હે સંન્યાસી ! આપ આપના મિત્રો અને સગાસંબંધીઓ સાથે આનંદ માણો, કારણ કે મનુષ્ય જન્મ પામવો એ એક વિરલ તક છે.' મનુષ્યને સામા કિનારે દોરી જાય છે તે શ્રદ્ધા છે. જ્ઞાતાધર્મ કથા એ એક એવો ગ્રંથ છે કે જે ઘણી રસપ્રદ વાર્તાઓની મદદથી ધર્મપંથના કેટલાક કઠિન-ગૂંચવણ ભરેલા સઘળાં મુદ્દાઓ સદૃષ્ટાંત સમજાવે છે અને ખુલાસાબંધ- રીતે સ્પષ્ટ કરે છે અને તે આ વાર્તાનો નિમ્નલિખિત રીતે સંદર્ભ આપે છે. ચમ્પામાં એક સમયે બે મિત્રો રહેતા હતા. એકનું નામ જિનદત્ત અને બીજાનું નામ સાગરદત્ત હતું. જિનદત્તને એક પુત્ર હતો અને સારંગદત્તને પણ એક પુત્ર હતો, અને આ બંને પુત્રો પણ એકબીજાના મિત્રો હતા, કારણ કે જન્મ સમયથી જ તેઓ એકસાથે ઉછર્યા હતા. તેઓ એકબીજાને ચાહતા હતા અને તેઓ એકબીજાનું ભલુ ઇચ્છનારા હતા. એક વખત જ્યારે તેઓ બહાર એક વાટિકામાં ગયા હતા, જે નગરની બિલકુલ સમીપમાં જ હતી ત્યારે તેમણે તેમના પગલાંના ભારે અવાજને સાંભળીને એક ઢેલને દૂર દોડી જતી જોઈ. તેમણે ત્યાં તે ઢેલે મૂકેલાં બે અતિ સુંદર ઈંડાં જોયાં. તેમણે વિચાર્યું કે, જો તેઓ આ ઈંડાં તેમની સાથે લઈ જશે તો તેમને થોડાક જ સમય પછી બે સુંદર મયૂરો સાથે રમવા મળશે. બંને મિત્રો ઈંડાંને પોતાની સાથે લઈ ગયા અને ઉત્તમ મરઘીઓ પાસે તે ઈંડાંનું સેવન કરાવ્યું. તેમાંના એક એટલે કે સાગરદત્તના પુત્રને શંકા હતી કે ઈંડાં બરાબર રીતે સેવાય છે કે નહિ, અને તેથી તે ઈંડાંને અવારનવાર ફેરવ્યા કરતો હતો, અને આમ કરીને તેણે ઈંડાંને નિર્જીવ બનાવી દીધાં. બીજી બાજુ જિનદત્તના પુત્રને સંપૂર્ણ શ્રદ્ધા હતી કે ઈંડાં સેવાશે. તેથી તે ઈંડાંને ફેરવતો નહિ કે તેમને સ્પર્શ પણ કરતો નહિ, પરિણામે તે એક સુંદર મોરની માલિકી ધરાવતો થયો, અને તે મોર ઘરના ચોકમાં નૃત્ય કરીને તેના માલિકને ~ ૩૬૨ Page #386 -------------------------------------------------------------------------- ________________ આનંદ આપતો હતો. આ જ રીતે જે લોકો ધર્મપંથમાં શ્રદ્ધા ધરાવતા નથી, તેને સમજવામાં) અપૂરતી મહેનત કરે છે, ધર્મપંથમાં બચાવ કરવા જેવાં લક્ષણો અંગે વાદવિવાદ કરવામાં આનંદ લે છે, નકામી ચર્ચાઓ અને કેવળ પોતાના જ દષ્ટિબિંદુ અંગે ખાતરીપૂર્વક રજૂઆત કરીને તેઓ લહયુક્ત જીવન જીવે છે. અને અંતે હતાશાપૂર્વક મૃત્યુ પામે છે. અને જેઓ એમ જાણે છે કે સૃષ્ટિમાં માનવજાતને જન્મજન્માંતરના ચક્રરૂપી મહાસાગરને પાર કરવામાં મદદ કરવા માટે કેવળ ધર્મપંથના નિયમો જ ઉપયોગી છે અને અન્ય કશું જ નહિ, તેઓ આ જ જીવનમાં એવા અંત સુધી પહોંચી જાય છે કે જેને માટે કુલિન યુવાન મનુષ્યો ગૃહસ્થજીવનનો ત્યાગ કરે છે અને ગૃહવિહીન જીવન જીવે છે. આ યાદીમાં હવે પછી “જ્ઞાન”નો વારો આવે છે. જ્ઞાન પાંચ પ્રકારનાં હોય છે : (1) સૂત્ર - પવિત્ર ધર્મગ્રંથો દ્વારા તારવણીથી મેળવેલું જ્ઞાન (2) અભિનીબોધિકા – પ્રત્યક્ષીકૃત જ્ઞાન (8) અવધિ - દૈવી – અલૌકિક - જ્ઞાન (4) માનહપર્યાય – અન્ય લોકોના વિચારોનું જ્ઞાન (5) કેવળ - સર્વોચ્ચ અમર્યાદિત જ્ઞાન. પ્રશ્ન એ ઊભો થાય છે કે એક સંન્યાસીએ મોક્ષ પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખતાં પહેલાં તેની પાસે શું જાણવાની આશા રાખવી જોઈએ. તેણે નવ મૂળભૂત સત્યો જાણવાં જોઈએ, કે જે પવિત્ર ધર્મગ્રંથોમાં ગણીને કહેવામાં આવ્યાં છે. Lecture XXVIII, P. 157. Uttaradhyayan Sutra P. 154, Dec. XXVIII Verse. 14. (શ્રેણિક અને સંન્યાસીના સંવાદનું અનુસંધાન) હે શ્રેણિક ! મગધના શાસક ! તમે પોતે પણ રક્ષકવિહીન છો, અને જેમ તમે રસકવિહીન છો તો તમે અન્યનું રક્ષણ કેવી રીતે કરી શકશો?” - જ્યારે સંન્યાસીએ આ અદ્દભૂત વાણીથી સંબોધન કર્યું ત્યારે રાજા - ૩૬૩ ~ Page #387 -------------------------------------------------------------------------- ________________ અત્યંત વિચલિત થઈ ગયો અને નવાઈ પામ્યો તેમજ આશ્ચર્યથી દિગમૂઢ થઈ ગયો. (તેણે પ્રત્યુત્તર આપ્યો). “મારે અશ્વો, હસ્તિઓ, પ્રજાજનો, નગરો અને રાણીવાસ છે, તાકાત અને સત્તા છે તેમજ સર્વ પ્રકારના) માનવીય આનંદપ્રમોદ હું માણું . આવી ઉત્તમ સાધનસામગ્રીની માલિકી કે જે તેના માલિકને સર્વ પ્રકારના આનંદપ્રમોદ માણવાની સુવિધા પૂરી પાડે છે, તે રક્ષણવિહીન શી રીતે હોઈ શકે? માનનીય મુરબ્બીશ્રી આપ અસત્ય ભાષણ કરો છો.” “હે રાજન ! આપ “રક્ષણવિહીન' એ શબ્દનો ઉદ્દભવ અને અર્થ જાણતા નથી. તે મનુષ્યોના શાસનકર્તા ! કોઈ વ્યક્તિ “રક્ષણવિહીન' અને રક્ષણસહિત’ શી રીતે હોય એ પણ આપ જાણતા નથી.” હે મહાન રાજા ! મૂંઝવણરહિત મન સાથે મનુષ્યને તે “રક્ષણવિહીન છે એમ કઈ રીતે કહી શકાય? અને શા હેતુથી મેં આ બધું કહ્યું છે?” “જેવી રીતે દેવોમાં ઈન્દ્ર છે એવી રીતે નગરોમાં કોસાંબી નામનું એક નગર છે. ત્યાં મારા પિતાશ્રી રહેતા હતા, જેઓ અઢળક દ્રવ્ય ધરાવતા હતા. હે મહાન રાજા ! મારી શિશુ અવસ્થામાં અત્યંત ખરાબ એવો આંખનો રોગ થયો હતો અને તે મનુષ્યોના શાસનકર્તા ! એને લીધે મારાં અંગોમાં ઉગ્ર બળબળતો જ્વર ભરાયો હતો.” “મારાં ચક્ષુઓ જેમ એક ઘાતકી દુશ્મન દેહના પોલાણવાળા અવયવો જેવા કે પીઠ, હૃદય, અને મસ્તિષ્કમાં કોઈ અણીદાર હથિયાર ભોકે એ રીતે મને પીડા આપતાં હતાં. જેમ વિદ્યુતનો પ્રહાર થાય તેમ હું ઘોર દુઃખ અને અત્યંત ઊંડી પીડા અનુભવતો હતો. ત્યારબાદ મને મદદ કરવા માટે સર્વશ્રેષ્ઠ તબીબો આવ્યા. તેમણે તેમની તબીબી કળા તેમજ મંત્રશક્તિનો પ્રયોગ કર્યો કારણ કે તેઓ તેમના વિજ્ઞાનમાં નિષ્ણાત હતા અને મંત્રવિદ્યા તેમજ રોગના મૂળ વિશેનું તેમની પાસે ઉત્તમ જ્ઞાન હતું. ચતુર્માર્ગી વિજ્ઞાન અનુસાર તેમણે જે જ્ઞાન મેળવ્યું હતું તેની મદદથી તેમણે મને રોગમુક્ત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ મને મારી યાતનાઓમાંથી મુક્તિ આપી શક્યા નહિ, અને તેથી જ હું કહું છું કે હું રક્ષણવિહીન છું. મારા માટે મારા પિતાશ્રીએ તેમની સઘળી સંપત્તિ ખર્ચી નાખી, પરંતુ તેથી કરીને પણ તેઓ મને મારી યાતનાઓમાંથી મુક્તિ અપાવી શક્યા - ૩૬૪ ૦ Page #388 -------------------------------------------------------------------------- ________________ નહિ, અને તેથી જ હું કહું છું કે હું રક્ષણવિહીન છું. હે મહાન રાજા ! મારાં માતુશ્રી પોતાના પુત્ર પ્રત્યેના સંતાપને કારણે અત્યંત દુઃખી થયાં, પરંતુ તેઓ પણ મારી પીડાઓમાંથી મને મુક્તિ અપાવી શક્યાં નહિ, અને તેથી જ હું કહું છું કે હું રક્ષણવિહીન છું. હે મહાન રાજા ! મારા પોતાના વડીલ અને અનુજ એવા બંધુઓ પણ મને મારી પીડાઓમાંથી મુક્ત કરી શક્યા નહિ, તેથી જ હું કહું છું કે હું રક્ષણવિહીન છું. હે મહાન રાજા ! મારી પોતાની અગ્રજ અને અનુજ એવી ભગિનીઓ પણ મને મારી પીડાઓમાંથી મુક્તિ અપાવી શકી નહિ, અને તેથી જ હું કહું છું કે હું રક્ષણવિહીન છું.' ‘હે મહાન રાજા ! મારી પ્રેમાળ અને એકનિષ્ઠ-વફાદાર-પત્નીએ તેના નયનોના અશ્રુજળ વડે મારા વક્ષઃસ્થળને ભીંજવી નાખ્યું. બિચારી અબળાએ અન્નનો ત્યાગ કર્યો, જળનો ત્યાગ કર્યો, સુગંધી દ્રવ્યો, પુષ્પોના ગજરા અને તેલમર્દન સહિત સ્નાનનો મારી જાણમાં કે જાણ બહાર ત્યાગ કર્યાં. કે મહાન રાજા ! તેણીએ ક્ષણભર પણ મારો સાથ છોડ્યો નહિ, પરંતુ તેણી પણ મને મારી પીડાઓમાંથી મુક્તિ અપાવી શકી નહિ, અને તેથી જ હું કહું છું કે હું રક્ષણવિહીન છું.” પછી મેં કહ્યું, ‘‘જન્મજન્માંતરના અંતવિહીન ચક્રમાં ફરી ફરીને પીડા સહન કરવાનું અત્યંત કઠિન છે. જો હું એકવાર આ મહાન પીડાઓમાંથી મુક્તિ મેળવી શકીશ તો હું ગૃહવિહીન સંન્યાસી બની જઈશ (અર્થાત્ ગૃહત્યાગ કરીશ). તેમજ શાંત અને નિયંત્રિત જીવન જીવીને અનિષ્ટ કર્મોથી દૂર રહીશ. મેં જ્યારે આ પ્રમાણે નિશ્ચય કર્યો ત્યારે મને ગાઢનિદ્રા આવી ગઈ. હે મહાન રાજા ! અને તે રાત્રિ પછી મા૨ી સઘળી પીડાઓ દૂર થઈ ગઈ.” ‘ત્યાર પછી બીજા દિવસના પ્રભાતે મેં મારાં સગાસંબંધીઓનો ત્યાગ કર્યો અને ગૃહવિહીન, શાંત-સ્વસ્થ, નિયંત્રિત વૃત્તિઓવાળો અને અનિષ્ટ કર્મોથી દૂર એવો સંન્યાસી બની ગયો. અને આ રીતે હું મારો પોતાનો અને તદુપરાંત અન્ય ચલ અને અચલ એવાં સજીવ પ્રાણીઓનો પણ રક્ષક બની ગયો.” ‘‘પરંતુ આ કોઈ સઘળી પીડાઓનો અંત લાવવાનો માર્ગ નથી, - ૩૬૫ ~ Page #389 -------------------------------------------------------------------------- ________________ આ કોઈ સત્યનો અંત લાવવાનો માર્ગ નથી, આ કોઈ મૃત્યુનો અંત લાવવાનો માર્ગ નથી, અને સંસારના અંત સુધી પહોંચવાનો અને જન્મજન્માંતરના ચક્રનો અંત લાવવાનો માર્ગ પણ નથી.” “જે રીતે એક નિગ્રંથ આનંદદાયક અને દુઃખદાયક લાગણીઓ પ્રત્યે અસામાન્ય છે, તે જ રીતે તે કામવાસનાથી મુક્ત હોવો જોઈએ, સંવેગોની સામે સ્વસ્થ હોવો જોઈએ, પ્રત્યેક સ્વરૂપની આસક્તિઓથી પરાજિત ન થવો જોઈએ, પ્રત્યેક બાબતને તેના સાચા સંદર્ભમાં અને સાપેક્ષ સંબંધમાં જાણી અને જોઈ શકવો જોઈએ. તે અશ્રવીવિહીન હોવો જોઈએ, તેણે પાપમય કર્મો કરવાં જોઈએ નહિ, અને અન્ય કોઈ તેમ કરતા હોય તો તેમાં તેણે પોતાની સંમતિ આપવી જોઈએ નહિ.” “પરંતુ આ શી રીતે પ્રાપ્ત થઈ શકે? જૈન સંપ્રદાય આ માટે ત્રણ રત્નોનો નિર્દેશ કરે છે - દર્શન, જ્ઞાન અને ચારિત્ર.” ધર્મ સંપ્રદાયના સંરક્ષણાત્મક ગુણમાં શ્રદ્ધા કે જેનો તે સંપ્રદાયના પ્રવર્તક ગુરુએ ઉપદેશ આપ્યો છે તે અત્યંત મહત્ત્વની બાબતોમાંની એક છે. એ શ્રદ્ધા જ છે કે જે મનુષ્યને ઈચ્છાશક્તિ વડે સજ્જ કરે છે. શ્રદ્ધાથી વંચિત રહીને કોઈ વ્યક્તિ ગુણવત્તાયુક્ત વર્તન વિકસાવવા માટે શક્તિમાન બની શક્તો નથી અને ગુણવત્તાયુક્ત વર્તન સિવાય મોક્ષ પ્રાપ્ત કરવો એ અશક્ય છે. શ્રદ્ધાને લીધે ભક્તિભાવ ઉદ્ભવે છે અને યથાયોગ્ય સમયે આ ભક્તિભાવ મનુષ્યને કાવતરાયુક્ત અને પાખંડી મતોને પોતાનાથી દૂર રાખવા માટે શક્તિમાન બનાવે છે. વ્યક્તિએ સત્યને જાણવું જોઈએ અને સત્યનો પ્રયોગ કરવો જોઈએ. તેણે નકામી શોધખોળો અને કૂથલીઓને પ્રોત્સાહન આપવું જોઈએ નહિ. સંન્યાસીઓએ વિવાદાસ્પદ - તકરારી - બાબતો - પ્રત્યે તિરસ્કૃત દૃષ્ટિથી જોવું જોઈએ. પવિત્ર ઘર્મગ્રંથો અનુસાર શ્રદ્ધાનું સર્વોત્તમ સ્વરૂપ નીચેના આઠ મુદ્દાઓ પર આધાર રાખે છે : (1) ધર્મમત અંગેની સત્યતા વિશે વ્યક્તિને શંકાઓ હોતી નથી. (2) પાખંડી માન્યતાઓ-મતો માટે વ્યક્તિને પક્ષપાત ન હોવો જોઈએ. (૩) તેના ધર્મ પંથના) સંરક્ષણાત્મક લક્ષણો અંગે વ્યક્તિને શંકા હોતી નથી. Page #390 -------------------------------------------------------------------------- ________________ (4) સાચી માન્યતામાંથી વ્યક્તિએ વિચલિત થવું જોઈએ નહિ. (કારણ કે પાખંડી સંપ્રદાયો ધમધોકાર ચાલે છે.) વ્યક્તિ ઘાર્મિકવૃત્તિઓની પ્રશંસા કરે છે. વ્યક્તિ ધર્મ સંપ્રદાયના નબળી સ્થિતિવાળા બંધુઓને પ્રોત્સાહિત કરે છે. વ્યક્તિ ધર્મપંથના નિયમોના જ્ઞાતાઓને આશ્રય આપે છે અને તેમને ચાહે છે. (8) વ્યક્તિએ તેને (ધર્મ પંથને) ઉન્નત બનાવવા માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. (1) જીવ = આત્મા (2) અજીવ = નિર્જીવ - અચેતન - વસ્તુઓ (૩) બંધ = આત્માનું કર્મો સાથેનું બંધન (4) પુણ્ય = સગુણ – પાત્રતા (6) પાપ = દુર્ગણ – અપાત્રતા (6) આશ્રવ = આત્મા ઉપર પાપની અસર જેના કારણે થાય છે (7) સંવર = જાગરૂકતા દ્વારા અશ્રવને પ્રતિબંધિત કરવું (8) કર્મણા (દુષ્ક)નો સંદતર નાશ (9) અંતિમ મોક્ષ. સંન્યાસીએ એ જાણવું જોઈએ કે સજીવ વસ્તુઓના છ વર્ગો છે. (જવા કે - પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ, ઘાસ, વૃક્ષો અને અન્ન, ઈંડાંને જન્મ આપનાર પ્રાણીઓ, બચ્ચાંને જન્મ આપનાર બે પ્રકારનાં પ્રાણીઓ જેવાં કે જળમાં વચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ અને કાદવ-કીચડ અને છોડવાઓમાં બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ). તેણે તેમની સાથે, મન, વચન અને કર્મથી નાજુકાઈથી વર્તવું જોઈએ. તેણે પોતાની પ્રવૃત્તિઓ દ્વારા અથવા અયોગ્ય ઇચ્છાઓ દ્વારા તેમને કોઈ હાનિ પહોંચે એમ કરવું જોઈએ નહિ. આત્માના અસ્તિત્વમાં તેણે માનવું જોઈએ. તેણે જાણવું જોઈએ કે સારાં અને નરસાં કર્મો દ્વારા અર્થાત્ પુણ્ય અને પાપ દ્વારા આશ્રવ આત્મા ઉપર અસર પેદા કરવા માટે કારણભૂત બને છે. આત્મા કર્મયથી બંધાયેલો - ૩૦ Page #391 -------------------------------------------------------------------------- ________________ છે એમ તેણે માનવું જોઈએ. પરંતુ તેને માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેણે જાણવું જોઈએ કે અશ્રવોનો સંગ્રહ સંવારાથી અસર પામે છે અર્થાત જાગરૂકતા-સાવધાની-થી અસર પામે છે અને કર્મણ્યનું સદંતર ઉચ્છેદન મોક્ષ તરફ દોરી જાય છે. સંન્યાસીએ કરેલા કર્મણ્યના સદંતર ઉચ્છેદન દ્વારા અંતિમ મોક્ષની પ્રાપ્તિનું ચોક્કસ જ્ઞાન મેળવ્યા પછી તેને માટે કરવાની બીજી મહત્ત્વની બાબત એ તેની (મોક્ષની પ્રાપ્તિ) પર સાચી રીતભાત અને યોગ્ય વર્તન દ્વારા અસર પહોંચાડવાનું છે અને સમિતિઓ અને ગુટ્ટીઓ દ્વારા અશ્રવોના પ્રવાહને ખાળવાનું છે. જૈન ધર્મપંથ અધિકારપૂર્વક શું કરવું જોઈએ અને શું નહિ કરવું જોઈએ તે અંગેની ઘણી બાબતોનો આદેશ આપે છે જે અંગે આપણે હવે પછીથી ચર્ચા કરીશું. આ તબક્કે એટલું કહેવું પર્યાપ્ત થઈ પડશે કે વર્તનના આ નિયમોને કારણે એક સંન્યાસી આ જન્મમાં જ અનિષ્ટ કર્મો કરવા પ્રત્યેથી દૂર રહે છે, પરંતુ ભૂતકાળના જન્મનાં કર્મોની અસરને ધોઈ નાખવા માટે તેણે તપશ્ચર્યા કરવી જોઈએ. આમ એક સંન્યાસી પોતાની જાતને (ઉપરોક્ત કાર્યો માટે) ઉપયોગમાં લે છે, પોતાની જાતનું સંરક્ષણ કરે છે, પોતાની જાતને બચાવે છે અને તેના આત્માના હિત અને કલ્યાણ દ્વારા પૂર્ણતા પ્રાપ્ત કરે છે અને સકળ દુઃખો-પીડાઓ-યાતનાઓનો અંત આણે છે. Samitis and Guttis. Refer Page no...... 302 1. Book-1, Lecture-9, P. 802. નારીખો : મહિલાઓ અતિ પ્રાચીન કાળથી જે સમસ્યા સર્વાધિકપણે મૂંઝવતી હતી, તે સમસ્યા છે, “નારીઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ?” જેવી રીતે ગુંદરમાં માખી ચોંટી જાય છે એવી રીતે પુરુષ સ્ત્રીના વશીકરણમાં કેદ થઈ જાય છે. પુરુષ કે જે સ્વતંત્રતા ઈચ્છે છે, જે સંસારથી ભયભીત થયેલો છે અને જે ધર્મના નિયમ અનુસારનું જીવન જીવે છે તેને માટે નારી કે જે અજ્ઞાનીના મનને આનંદ આપે છે તેનાથી વધારે મુશ્કેલીઓ લાવનાર આ સૃષ્ટિમાં અન્ય કશું જ નથી. આત્મા કે જે લોહની સાંકળોથી બાંધી શકાતો નથી ~ ૩૬૮૦ Page #392 -------------------------------------------------------------------------- ________________ તેને એક કન્યાના કેશની લટો કોમળતાથી બાંધી લે છે, મુદ્દાની વાત એ છે કે પુરુષને નારી પ્રત્યે કુદરતી રીતે લગાવ હોવો જોઈએ. જ્યારે ગૌતમ બુદ્ધની સામે તેમના પ્રિય શિષ્ય આનંદ દ્વારા આવો જ પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તદનુસાર પુરુષે નારીઓની સામે કઈ રીતનું વર્તન કરવું જોઈએ ? ત્યારે તેમણે આનંદને કહ્યું કે તેમની સામે એકીટસે તાકીને જોવાની ક્રિયાથી દૂર રહેવું જોઈએ. આનાથી આનંદને સંતોષ થયો નહિ અને તેથી તેણે આગળ પ્રશ્ન કર્યો કે, ‘હે ગુરુજી ! જો આપણે તેમની તરફ એ રીતે જોઈએ તો પછી આપણે શું કરવું જોઈએ ? ” પવિત્ર પુરુષે ઉત્તર વાળ્યો કે, ‘‘તેમની સાથે બોલવું જોઈએ નહિ.’’ આનંદ અત્યંત વાસ્તવવાદી હતો તેથી તેણે ફરી એકવાર પૂછ્યું, ‘‘હે ગુરુજી ! પરંતુ આપણે તેમની સાથે બોલી ગયા, તો પછી શું ?'' ગુરુજીએ ઉત્તર આપ્યો કે, ‘‘તો પછી હે આનંદ ! તારે તારી જાત ઉપર સતત ચોકી રાખવી જોઈએ.’2 ,, જેવી રીતે રોહિતા નામનું મત્સ્ય નબળી જાતને કાપીને તેમાંથી બહાર નીકળી જાય છે, એ જ રીતે દૃષ્ટાંતરૂપ ચારિત્ર્ય ધરાવનાર સંન્યાસીએ નારીની કાવતરાયુક્ત યુક્તિ-પ્રયુક્તિમાંથી પાર ઊતરી જવું જોઈએ.8 પરંતુ આવું શી રીતે થઈ શકે ? તેમ કરવા માટેનો માર્ગ કયો ? તે દેખાય છે એટલું સહેલું નથી, કારણ કે જેમ નર્કની વૈતરણી નામની નદી પાર કરવી અત્યંત મુશ્કેલ કાર્ય છે, એ જ રીતે આ સૃષ્ટિમાં અણસમજુ પુરુષ માટે નારી છે.4 પરંતુ જો તે કેવળ એટલું સહેલું નથી, તો તે અશક્ય પણ નથી. તેથી તેની પર અસર કરવા માટે પ્રથમ તો પાખંડો અંગે સ્પષ્ટ થઈ જવું જોઈએ, બીજું નારીઓની કાવતરાયુક્ત કરામતો અને યુક્તિપ્રયુક્તિઓથી વાકેફ થઈ જવું જોઈએ અને ત્રીજું (સંપ્રદાયની આજ્ઞા અનુસારના) રીતભાતના નિયમોને અનુસરવું જોઈએ. પાખંડો એ શું છે ? એવા કેટલાક પાખંડી ધર્મોપદેશકો હતા, જેઓ માનતા હતા કે નૈતિકતા અંગેના નિયમો અત્યંત આકરા હોવા જોઈએ નહિ, અને જે પુરુષો શીતળ જળનો ઉપયોગ કરે છે અનાજના દાણાનું ભક્ષણ કરે છે, તેમને માટે જ તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુઓ સ્વીકારે છે, અને સ્ત્રીઓ સાથે સંભોગ કરે છે તેઓ કોઈ પાપ કરતા નથી. ‘‘આવા પુરુષો અજ્ઞાન છે કે જેઓ સ્ત્રીઓના ગુલામ છે અને જૈન ધર્મના નિયમોના ~ ૩૬૯ × Page #393 -------------------------------------------------------------------------- ________________ વિરોધીઓ છે, તેઓ આ પ્રમાણે દલીલ કરે છે, ‘‘ફોલ્લો અથવા તો ગૂમડાને દાબીને નીચોવી કાઢવાથી થોડાક સમય માટે દર્દનું શમન થાય છે અને તેનાથી કોઈ ભયજનક પરિણામો આવતાં નથી, એવું જ કંઈક સ્ત્રીઓના મોહને માણવાની બાબતમાં છે, એમાં શું પાપ હોઈ શકે ? જેમ પિંગા નામનું પક્ષી શાંત જળ પીએ છે એવું જ કંઈક સ્ત્રીના મોહને માણવાની બાબતમાં છે. તેમાં કોઈ પાપ શી રીતે હોઈ શકે ?” 1 Lec. XXXIII, P. 186. Yacobi Trans. V. 17. P. 166 Oldenberg - Birth. 2 3 P. 166, Uttaradhyayan Lec. XIVII Verse 34-85. 4 P. 270 B-1 Lec. 3. Ch. 1, Verse 16. આવા લોકો કેવળ વર્તમાન વિશે જ વિચારે છે. તેઓ તેમના નાકથી આગળ જોઈ શકતા નથી અને ટૂંક સમય માટેના ક્ષણિક આનંદ માટે તેઓ ભવિષ્યમાં ચિરકાળ સુધી દુઃખ ભોગવે છે. આવા લોકો પ્રેમમાં આંધળા બની જાય છે અને તેમની પાસે સાચો અભિપ્રાય હોતો નથી. એક સંન્યાસી અથવા એક સામાન્ય માણસ કે જેને સ્ત્રી માટે વૃત્તિજન્ય રૂચિ છે, તે આવા જૂઠા પાખંડીઓના ખોટા તર્કમાંથી ટેકો મેળવે છે, સ્ત્રીઓ સાથેનાં સંબંધો વિકસાવે છે અને છેવટે બરબાદ થઈ જાય છે. સ્ત્રીના સકંજામાંથી છૂટકારો મેળવવાની ઇચ્છા ધરાવતા સંન્યાસીએ સૌ પ્રથમ તો આવા લોભામણા પાખંડોથી દૂર રહેવું જોઈએ.1 S.B.E. 45 Jacob. Book-2, Lec. VI, P. 411. Gosala. 1. 2. Book-1, Lec. 4, P. 270. પરંતુ સ્ત્રીઓની યુક્તિ-પ્રયુક્તિઓ-કરામતો-થી દૂર ભાગવાનો સાચો માર્ગ એ તેમને ઓળખવાનો છે. આવા કિસ્સાઓમાં અજ્ઞાનમાંથી પેદા થતી નિર્દોષતા એ સારી બાબત નથી. અજ્ઞાની પુરુષ સહેલાઈથી સ્ત્રીઓની કરામતોથી છેતરાઈ જાય છે અને નિર્દોષ પુરુષ એક યા બીજા સમયે છેતરાઈ જવાની શક્યતા ધરાવે છે. સ્ત્રીઓની આ યુક્તિ-પ્રયુક્તિઓનું વિગતવાર વર્ણન કર્યું છે. સૂત્રકૃતંગા કે જે આ ગ્રંથો પૈકીનો અત્યંત મહત્ત્વનો ગ્રંથ છે, તેણે યુવાન સંન્યાસીની કિલ્લેબંધી કરવા માટે તેમજ તેઓ દૃઢપણે સાચા માર્ગે ચાલી શકે તે માટે નીચે મુજબ વર્ણન કર્યું છે. ~360 ~ Page #394 -------------------------------------------------------------------------- ________________ “સાજશૃંગાર કરીને તૈયાર થયેલી સ્ત્રીઓ, પોતે ગમે એટલી મૂર્ખ હોય તો પણ હોંશિયારીપૂર્વક બહાનાં બનાવે છે અને તેઓ યુક્તિઓ યોજવાનું જાણે છે કે કેટલાક સંન્યાસીઓ કેવી રીતે તેમની સાથે ગાઢ સંબંધો ધરાવતા થાય.” તેઓ વારંવાર તેમની પાસે બાજુમાં જ બેસી જાય છે, તેઓ હંમેશાં સુંદર વસ્ત્રો પરિધાન કરે છે, તેઓ તેમના દેહનો નીચલો ભાગ તેમને દેખાય એમ કરે છે, અને તેમના હાથ ઊંચા કરીને તેમનો બગલનો ભાગ દશ્યમાન થાય એમ કરે છે કે જેથી તેઓ તેણીની આસપાસ ભમ્યા કરે. અને પ્રસંગોપાત નારી સુવિધાયુક્ત ખાટ કે શવ્યાની મદદથી તેમને લોભાવશે. સંન્યાસીને આમંત્રણ આપીને તેમજ તેનો વિશ્વાસ જીતીને તેઓ પોતાની જાત તેમને અર્પણ કરે છે. સૌમ્ય રીતે અને નમ્રતાથી તેમની બહુવિધ કળાઓ સહિત તેઓ તેમની પાસે જાય છે, તેમનું હૃદય જીતી લે છે અને મીઠાશપૂર્વક વાતચીત કરીને તેમજ ખાનગી સંવાદ દ્વારા પોતાને જે ગમતું હોય તે કરવા માટે તેમને પ્રેરે છે.” ક્યારેક આજીજીપૂર્વક આ પ્રમાણે બોલીને તેઓ સંન્યાસી પાસે માગણી કરે છે, “હે સંન્યાસી ! જો તમે મારી સાથે તમારી પત્નીની જેમ નહીં રહો તો, તેણી તેના કેશ તોડી નાખશે, પરંતુ તમે મારાથી અલગ રહો નહિ. હું મારું ભૂતકાળનું જીવન ત્યજી દઈશ અને હે માનનીય માલિક ! હું તમારી સાથે રહીને બરછટ જીવન જીવીશ. તમે મને ધર્મપંથનું જ્ઞાન આપો.” જેવી રીતે મનુષ્ય શિકારને લલચાવવા માટેના ખાજ તરીકે એક માંસનો ટુકડો મૂકીને ભયરહિત પણ એકાકી સિંહને ફંદામાં ફસાવી દે છે તે જ રીતે સ્ત્રીઓ તે ગમે એટલો કાળજીવાળો હોય તો પણ એક સંન્યાસીને પોતાની પકડમાં લઈ લે છે.” આ બધું કેવળ તેને ફંદામાં ફસાવવા માટે છે, તેને લલચાવવાફોસલાવવા માટે છે, પરંતુ એકવાર જ્યારે સંન્યાસી તેની પાછળ મોહાસક્ત થઈને નિયમને તોડે છે અને મનોવિકારને વશ થાય છે, ત્યારપછીથી તેણી તેને ઠપકો આપે છે, પોતાના પગ પછાડે છે અને તેના માથે ટકોરા મારે છે. આમ તેને પકડમાં લીધા પછી તેણી તેને સર્વ પ્રકારના ખોટા માર્ગે દોરી જાય છે. અને કહે છે, “મને વસ્ત્રો લાવી આપો, ખોરાક લાવો, - ૨૦૧૨ Page #395 -------------------------------------------------------------------------- ________________ પીણાં લાવો, મને કેટલાંક સુગંધી દ્રવ્યો લાવી આપો. ઝાડુ, ઘરનોકર, શૃંગારપેટી, મારા અલંકારો-આભૂષણો વગેરે લાવી આપો. મને તમે વીણા, લોધ્રાશક્તિ, લોધ્રા-પુષ્પો, વેણુ, પલાસિકા, સિતાર, દવાની ટીકડીઓ વગેરે વગેરે લાવી આપો.’ ‘‘તેણી જ્યારે ગર્ભવતી થાય છે, ત્યારે તેણી તેના પતિને એક ગુલામની જેમ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવાનો આદેશ આપે છે.' ‘‘તેને જ્યારે પુત્ર (તેના લગ્ન જીવનનો બદલો) જન્મે છે, ત્યારે માતા તેના (પુત્રના) પિતાને તેને તેડવાની અથવા તેડીને પોતાને આપવાની આજ્ઞા આપે છે. આમ તેણીના પુત્રોના ટેકેદાર તરીકે તેણે ઊંટની જેમ ભાર ઉપાડવાનો હોય છે.” ' ‘રાત્રે જ્યારે તે (પુત્ર) જાગી જાય ત્યારે તેને શાંત પાડીને એક પરિચારિકાની જેમ તેણે (બાપે) તેને ઉંઘાડી દેવાનો હોય છે અને જો આ બધાની તેને શરમ આવે તો એક રજકની જેમ તેઓ કપડાં ધૂએ છે.” ‘ઘણા પુરુષો દ્વારા આમ કરવામાં આવે છે, જેઓ પોતાના આનંદપ્રમોદો માટે નીચેની કક્ષાએ ઊતરી જાય છે, તેઓ કેવળ મનુષ્યના દેહો નહિ, પરંતુ નોકરો, ભારવાહક પશુઓના સમકક્ષા બની જાય છે.”1 આ રીતે પતિની દયાજનક સ્થિતિનું વર્ણન કર્યું છે, અને આમ સ્ત્રીની લજ્જાસ્પદ અને તિરસ્કારને પાત્ર બાબત દયાજનક પરિસ્થિતિને વર્ણવીને સંન્યાસીઓને માટે ચેતવણીનો ઘંટ વગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, કે જેઓ હલકી કક્ષાએ ઊતરી જાય છે અને તેમના સાચા માર્ગમાંથી બહાર ફેંકાઈ જાય છે. આ જ ગ્રંથ આગળ વર્ણવે છે કે કેવી રીતે એક પુરુષ નિર્દોષ હોવા છતાં પ્રેમમાં પડીને અન્ય ઘણા દુર્ગુણો વિકસાવે છે. જ્યારે તેને સખત ઠપકો આપવામાં આવે છે ત્યારે આવો પાપી પોતાની ભૂલ કબૂલ કરતો નથી, પરંતુ ફુલાઈને બણગાં ફૂંકે છે. જ્યારે તેને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તે કહે છે, “મેં કંઈ જ પાપ કર્યું નથી. તેણી કેવળ મારા ખોળામાં ઊંઘી ગઈ હતી.” ત્યારે તે બે જાતનાં પાપ કરે છે, અને પોતાની પ્રતિષ્ઠા માટે તે હજી વધારે નીચો ઊતરી જાય છે.2 દંડૂકાના ભય સિવાય જે લોકો આવું પ્રલોભન રોકી શકતા નથી તેમને માટે કહેવામાં આવ્યું છે કે, ‘‘વ્યભિચારી પુરુષના હાથ અને પગ *302* Page #396 -------------------------------------------------------------------------- ________________ કાપી નાખવામાં આવે છે, તેની ત્વચા અને માંસ ચીરી નાખવામાં આવે છે, તેમને જીવતા ભૂંજી નાખવામાં આવે છે અને તેના ઘા ઉપર તેજાબ રેડવામાં આવે છે.” “કાન અને નાક કાપી નાખવામાં આવે છે, અને તેમનું ગળું પણ કાપી નાખવામાં આવે છે. આ સઘળું તેઓ સહન કરશે. ઉપર જે બધું કહેવામાં આવ્યું છે તે તે ધ્યાનમાં રાખીને વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે નારીના ચારિત્ર્યનો અભ્યાસ કરવાના સઘળા પ્રયત્નો વ્યર્થ છે. પુરુષનું પ્રારબ્ધ અને સ્ત્રીનું ચારિત્ર્ય સમજવાં એ ઈશ્વર માટે પણ મુશ્કેલ હોય છે, તો મનુષ્ય એ કેવી રીતે સમજી શકે? અને તે પોતે જ્યારે સ્ત્રીની જાતીય વૃત્તિની, તેના મોહની અને તેણીની યુક્તિ-પ્રયુક્તિઓની ફિલસૂફીને જાણે છે અને તેમ છતાં તે તેમનાથી છેતરાઈ જાય છે, તે ફંદામાં ફસાયેલા હરણ જેવા છે.” 1-2-3-Women-Sutrakritanga. Book-1, Lec. 4, Ch. 12. 272-273-274-275-276-277-278. . આ એવો કિસ્સો છે કે જેમાં જૈન ધર્મ સંન્યાસીઓ માટે રીતભાતના ઘણા નિયમોને અનુસરવાનું અને તેમને આક્ષેપથી મુક્ત બનાવવા માટેનું માનસિક વલણ વિકસાવવાનું આવશ્યક માને છે. માનસિક વલણ એટલે, “કોઈ એક શાશા પરણે એ જાણવું જોઈએ કે જો તે જેના સંપર્કમાં આવે તે બધી જ સ્ત્રીઓ સાથે પ્રેમમાં પડે, તો પછી તે પવનની સામે ફેંકાઈ જતા કોઈ જ પકડ ન ધરાવતા એવા હાથાના છોડ જેવો છે. આ બાબત જાણીને તેણે તેણીને સાપની કાંચળીની જેમ ત્યજી દેવી જોઈએ. તપશ્ચર્યામાં રોકાયેલા કોઈ એક શ્રમણે સ્ત્રીની આકૃતિ, સૌંદર્ય, વિજયી અદા, હાસ્ય, બાળક જેવી નિર્દોષ વાણી, હાવભાવ અને ચળકાટ વગેરે જોવા માટે પોતાની જાતને પરવાનગી આપવી જોઈએ નહિ! કે (ઉપરોક્ત બાબતોને) તેમને પોતાના મનમાં કે પોતાની સ્મૃતિમાં રાખવી જોઈએ નહિ.2 તેમની પ્રત્યે જોવું જોઈએ નહિ કે ઉત્કટતાથી તેમને માટે તલપવું જોઈએ નહિ, તેમના અંગે વિચાર કરવો જોઈએ નહિ કે સ્ત્રી જાતની પ્રશંસા કરવી જોઈએ નહિ. આજ બાબતો કુલિન વ્યક્તિ માટે ધ્યાન-ચિંતન બની જાય છે અને જેઓ પવિત્રતા-બ્રહ્મચર્યમાં હંમેશાં આનંદ માને છે તેમને - ૩૦૩ - Page #397 -------------------------------------------------------------------------- ________________ માટે આ બાબત પથ્યકર છે. સંન્યાસીઓ પૈકીના કોઈ એકને ગુલામ કન્યાનો અત્યંત માઠો અનુભવ થયો હતો, તે તેણીને માદા દાનવ તરીકે ઓળખાવવાની હદે જાય છે કે જેના વક્ષઃ સ્થળ ઉપર માંસના બે પિંડા છે અને જેઓ સતત પોતાના મનને બદલ્યા કરે છે, જે પુરુષોને લલચાવે છે અને તેમને ગુલામોની સ્થિતિમાં મૂકી દેવામાં મોજ અનુભવે છે. “એક સંન્યાસીએ આ સઘળી બાબતોને તે માયાજાળ છે એમ ગણીને તેના સંન્યસ્ત જીવનમાં પગ મૂકવો જોઈએ.” કોઈ એક સંન્યાસીએ વિકસાવવાનું આ વલણ છે. માનસિક વલણની સાથે પણ સંન્યાસીએ નારી સાથે સંપર્ક ન રાખવો તે સલાહભરેલું છે. તેણે તેનાથી હંમેશાં સલામત અંતર રાખવું જોઈએ. વાળંદની દુકાનોમાં કે ગૃહોમાં, બે ગૃહોને અલગ કરતા મેદાન ઉપર, અથવા તો રાજ માર્ગ ઉપર સંન્યાસીએ નારીની સાથે એક્લા ઊભા રહેવું જોઈએ નહિ, કે આવાં સ્થળોએ તેણીની સાથે વાતચીત કરવી જોઈએ નહિ. આદરણીય સીતાપરાએ બ્રહ્મચર્ય સાધવા માટે દસ શરતો જાહેર કરી છે જેનું શ્રવણ કરવાથી અને જેમને સમજવાથી સંન્યાસીઓ સંવરની સ્વશિસ્તની ઊંચી માત્રા સુધી પહોંચવા માટે શક્તિમાન બની શકશે. તેઓ અત્યંત સુરક્ષિત બનશે. તેમની ઈન્દ્રિયોની રખેવાળી કરી શકશે. તેમના બ્રહ્મચર્યનું સંરક્ષણ કરી શકશે અને તેમનાં ધાર્મિક કર્તવ્યો બજાવવામાં તેઓ ક્યારેય બેપરવા બનશે નહિ. બ્રહ્મચર્યનું સંરક્ષણ કરવા માટેની દસ શરતો આ પ્રમાણે છે.? (1) એક નિગ્રંથે ઊંઘવા કે આરામ કરવા માટે વિવિધ સ્થળોનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ નિગ્રંથે જ્યાં સ્ત્રીઓ, પાલતુ પ્રાણીઓ જંગલી પ્રાણીઓની વારંવાર અવરજવર થતી હોય એવાં સ્થળોનો ઉપયોગ કરવો જોઈએ નહિ. (2) નિગ્રંથે સ્ત્રીઓ સાથે બેસવું જોઈએ નહિ. (8) નિર્ગથે સ્ત્રીઓ સાથે એક જ બેઠક ઉપર પણ બેસવું જોઈએ નહિ. (4) નિર્ગથે સ્ત્રીઓ સામે જોવું જોઈએ નહિ અથવા તેણે સ્ત્રીઓની મોહકતા અને સૌંદર્યને તાકી તાકીને જોવું જોઈએ નહિ. (5) નિJથે પડદા કે જાળી કે દીવાલની પાછળથી સ્ત્રીઓની બૂમો, ચીસો, - ૨૦૪ - Page #398 -------------------------------------------------------------------------- ________________ ગાન, હાસ્ય, કૃત્રિમ હાસ્ય કે રૂદનનું શ્રવણ કરવું જોઈએ નહિ. (6) નિગ્રંથે ભૂતકાળમાં સ્ત્રીઓ સાથે માણેલી મોજમજાઓ કે મનોરંજનોને પોતાની સ્મૃતિમાંથી ફરીથી યાદ કરવા જોઈએ નહિ. () નિર્ગથે સારી રીતે રાંધવામાં આવેલો અતિ સ્વાદિષ્ટ આહાર ગ્રહણ કરવો જોઈએ નહિ. SBE-45 1 Page 118, Lec. XXII 2 Page 180, Lec. XXVII, V. 14. 3 Page 35, Lec. VIII, Kassapa. 1 P. 5, Lec. 1 Uttaradhyayan. 2 Page 74-75, Sec. XVI. (8) નિગ્રંથે વધુ પડતું ખાવું કે પીવું જોઈએ નહિ. (9) નિગ્રંથે આભૂષણો-અલંકારો ધારણ કરવા જોઈએ નહિ. (10) નિJથે સંગીત, રંગો, સ્વાદો, સુગંધ અને લાગણીઓની પરવા કરવી જોઈએ નહિ. ઉપદેશકે માત્ર આ નિયમો જ રજૂ કર્યા નથી, પરંતુ તેમણે તેને માટેનાં કારણો પણ વર્ણવ્યાં છે. જો એક સંન્યાસી આચાર, વિચાર અને વાણીમાં શુદ્ધ હોય તો પણ તેની પવિત્રતા અથવા વિષયાસક્ત ઈચ્છાઓ અથવા ખોટું કર્યાના તીવ્ર પશ્ચાતાપની લાગણી અથવા તે નિયમો તોડી નાખશે અથવા તે કામવાસનાનો ગુલામ બની જશે અથવા તે ચિરકાલિન ભયંકર બીમારીનો ભોગ બની જશે અથવા જેની કેબાલીને ઢંઢેરો પીટીને જાહેરાત કરી હતી એવી શ્રદ્ધાનો ત્યાગ કરશે એવી લાગણી પ્રત્યે ચોક્કસપણે સંદેહ પેદા થાય છે. - ઉપરોક્ત સામાન્યીકરણોની જેન અંગોમાંથી શોધી કાઢેલાં આબેહૂબ પાત્રો વડે ચકાસણી કરવી યોગ્ય ગણાશે. તેઓ બધા જ બદમાશ હતા એમ કહેવું એ તેમને પક્ષે ન્યાયયુક્ત ગણાશે નહિ. એમાં સંદેહ નથી કે તેઓ પૈકીના કેટલાકે સ્ત્રી-દાનવોની જેમ જ સંન્યાસીઓને ફોસલાવીને અનીતિના માર્ગે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તદુપરાંત તેમના સિવાય અન્યો પણ હતા કે જેઓ આરાકાની પત્ની શ્રીમતીની જેમ સાચો પ્રેમ કરવા માટે શક્તિમાન હતા. ધીરજપૂર્વક તેણીએ ઘણાં વર્ષો સુધી - ૩૦૫ - Page #399 -------------------------------------------------------------------------- ________________ પોતાના પ્રેમીને જોવા માટેની આશા સાથે પ્રતીક્ષા કરી અને અંતે તે તેમાં સફળ થઈ. એક માતા કે પત્ની તરીકે સ્ત્રી અત્યંત કરૂણાજનક રીતે તેનો પુત્ર કે પતિ આ સંસારમાં રહે તે માટે સખત મથામણ કરે છે, પરંતુ એકવાર જ્યારે તેના પતિ કે પુત્રની સચ્ચાઈની તેણીને ખાતરી થાય છે, ત્યારે તેને આશીર્વાદ આપવા માટે તેણી આનાકાની કરતી નથી અને તેણીના પતિના કિસ્સામાં તે તેને અનુસરવા માટે લાયક બને છે. એક કિસ્સામાં રાણી પોતે રાજાને ઉશ્કેરે છે કે જે (રાજા) એમની સંપત્તિ જપ્ત કરવા માટે આતુર છે કે જેઓએ આ સૃષ્ટિનો ત્યાગ કર્યો છે. (અર્થાત્ જેઓ અવસાન પામ્યા છે.) પરંતુ સૌથી વધારે રસપ્રદ અને સૂચનાત્મક દૃષ્ટાંત રામતીનું છે કે તેણીને જ્યારે પ્રત્યક્ષ થયું કે રથનેમિનું મનોબળ ભંગ થયું છે અને પ્રલોભનોએ તેને પરાજિત કર્યો છે ત્યારે તેણીએ પોતે આ પ્રસંગનો પ્રતિકાર કર્યો અને રથનેમિને સાચા માર્ગે લાવી, અને આમ સર્વોત્તમ રાજવીની પુત્રી કે જે પોતાની જાત ઉપર સાચું નિયંત્રણ ધરાવતી હતી અને તેણીની પ્રતિજ્ઞાઓએ તેણીના કુળ, તેણીના પરિવાર અને તેણીના સદ્ગુણોને આદરને પાત્ર બનાવ્યાં. 2 Meghkumar's mother, wife of the purohit, Lec. 14, Ishukara. 3 Queen Quote Lec. 14, P. 66. 2 Jamali's mother. Revati - wife of Shatanika, Nandisena's wife. 1 Lec. 22, Verse 38 to 49. Page : 116-118-119. મહાવીર વર્ધમાનને સ્ત્રીની ઈચ્છાની બીજભૂત શક્તિનો સાક્ષાત્કાર થયો હતો અને આરંભમાં તેમણે યોગ્ય રીતે વિચાર્યું હતું કે એ વિચારણા સાચી દિશામાં છે. તેમની માતાના પ્રેમ અને આર્યા ચંદનાની શ્રદ્ધાએ તેમને સ્ત્રીની ધાર્મિક કારકીર્દિ અંગે આશાવંત બનાવ્યા અને તેમણે નારી સમુદાય માટે પણ એક અલગ વ્યવસ્થાની સ્થાપના કરી અને તેની આગેવાની આર્યાને સોંપી. આ બાબતમાં તેમનું વ્યક્તિત્વ તદન અનન્ય તરીકે નોખું તરી આવે છે. મહાવીરને તેમના સમયના ઠંડા અને આનાકાની કરતા ધર્મોપદેશકોના - ૩૬ - Page #400 -------------------------------------------------------------------------- ________________ વિરોધાભાસ સામે હિંમત અને વિશ્વાસ હતો. આપણે જાણીએ છીએ કે ગૌતમ બુદ્ધ આનંદની પ્રજાપતિ ગૌતમી વતીની (કે જે તેમની પાલક માતા હતી) વારંવારની વિનંતીઓ બાદ પણ ઘણી આનાકાની સાથે સ્ત્રીઓને પ્રવેશ આપ્યો હતો. અને તે પણ એવી ભવિષ્યવાણી બાદ કે આવો પ્રવેશ ધર્મ પંથના અસ્તિત્વ માટે હાનિકારક બનશે. 2 “હે આનંદ ! જેમ એક ચોખાના ખેતરમાં કે જે તદન તંદુરસ્ત છે તેમાં ફૂગ નામે ઓળખાતો રોગ આવે છે, ત્યારે ચોખાની તંદુરસ્તી લાંબા સમય સુધી ટકી શકતી નથી તેવી જ રીતે હે આનંદ ! જો ધર્મપંથમાં સ્ત્રીઓને પ્રવેશ આપવામાં આવશે તો ધર્મપંથે જગતને છોડી દેવું પડશે અને તે ગૃહવિહીન બની જશે. (અર્થાતુ ધર્મપંથ લાંબા સમય સુધી ટકી શકશે નહિ, કારણ કે પવિત્ર જીવન લાંબા સમય સુધી ટકી શકતું નથી. (સ્ત્રીઓના પ્રવેશથી). હે આનંદ ! જો ધર્મ પંથમાં અને તેની વ્યવસ્થા કે જે પૂર્ણ પુરુષે સ્થાપેલ છે તેમાં સ્ત્રીઓ તેમના ઘરોની બહાર ગૃહવિહીન સ્થિતિમાં જશે ત્યારે પવિત્ર જીવનનું સંરક્ષણ થશે જ એવું સમાજ સ્વીકારશે નહિ માન્ય રાખશે નહિ. હે આનંદ ! શુદ્ધ ધર્મપંથ, લાંબા સમય સુધી, હજાર વર્ષ સુધી ટકી રહેશે. પરંતુ હવે તે આનંદ! જ્યારે સ્ત્રીઓ ગૃહત્યાગ કરીને, ગૃહવિહીન સંપ્રદાયમાં પ્રવેશ પામી છે કે જે પૂર્ણ પુરુષે સ્થાપેલ છે ત્યારે આવા સંજોગોમાં તે આનંદ! પવિત્ર જીવન લાંબા સમય સુધી ટકી શકશે નહિ, તેથી તે આનંદ ! સત્યનો આ ધર્મપંથ પાંચસો વર્ષો સુધી જ સંરક્ષિત રહી શકશે અને ટકી શકશે.' Page-165 Oldenberg, Buddha. S.B.E. • 45 1. Lecture 22, Verse 33 to 49.2. Page : 116-17-118-119. બ્રાહ્મણ ધર્મના વર્ચસ્વના આરંભના દિવસોમાં સ્ત્રીઓનું સ્થાન કંઈ વધારે સારું ન હતું. એમ કહેવામાં આવતું હતું કે યત્ર નાર્યસ્તુ પૂનયને રમત્તે તત્ર દેવતા: તેમ છતાં પણ વાસ્તવિક રીતે વ્યવહારમાં સ્ત્રીઓને સ્વાતંત્ર્ય માણવાની અનુમતિ આપવામાં આવતી ન હતી. “શિશુ અવસ્થામાં તેણીએ તેના પિતાની ઇચ્છાઓને તાબે થવું જોઈએ, યુવાનીમાં એવો પુરુષ કે જે તેના ગૃહસ્થ જીવનને દોરે છે (અર્થાત્ તેણીનો પતિ) તેને તાબે થવું જોઈએ અને જ્યારે તેનો પતિ અવસાન પામે ત્યારે તેણીએ તેના પુત્રની ઈચ્છાઓને તાબે થવું જોઈએ. આમ સ્ત્રીને સ્વતંત્રતા માણવાની અનુમતિ નથી.” આવું મનુએ કહ્યું છે. મહાવીરે સ્ત્રીને અત્યંત ભયજનક પાશ-જાળ તરીકે ઓળખાવી છે, - ૩૦ - Page #401 -------------------------------------------------------------------------- ________________ તેમ છતાં તેમણે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્ત્રીના અધિકારને પણ માન્ય કર્યો છે. બૌદ્ધ વર્તુળોમાં એમ માનવામાં આવતું હતું કે બે આંગળની બુદ્ધિ ધરાવતી સ્ત્રી એટલી ઊંચાઈએ પહોંચી શકે અને એવાં સત્યોને તેણી પારખી શકે નહિ કે જેને માટે પુરુષ શક્તિમાન છે. જો કે મહાવીર એમ માનતા હતા કે સ્ત્રી ધાર્મિક બાબતોમાં પુરુષ હોય છે એવી જ ભૂમિકા ઉપર ઊભી રહી શકે છે, જો તેઓ પુરુષો અને સ્ત્રીઓના સંપર્કોમાંથી ઉદ્ભવતી - કમનસીબ ઘટનાઓને રોકવા માટે પૂરતી કાળજી લે. મહાવીરે ગોસાલા અને ગૌતમની વચ્ચે રહે એવા એક સોનેરી સાધનને પસંદગી આપી. ઉપરોક્ત બંને પૈકી એક અત્યંત નરમ-સૌમ્ય હતા જ્યારે બીજા અત્યંત કડક હતા. મહાવીર તેમની તરફના વલણમાં ઉદાર હતા, પરંતુ જ્યાં સુધી વર્તનને લાગે વળગે છે ત્યાં સુધી તેઓ અત્યંત મક્કમ અને શુદ્ધ દાનતવાળા હતા. જ્યારે ઈન્દ્ર અને અન્ય દેવોએ તેમના સંસારત્યાગ વખતના સમયે તેમની ઉપર સર્વશ્રેષ્ઠ સુગંધી દ્રવ્યોનો છંટકાવ કર્યો ત્યારે તેઓ જિજ્ઞાસુ સ્ત્રીઓના સમુદાયથી વિચલિત થયા ન હતા, પરંતુ તેમણે તે સમતાપૂર્વક – સમતોલપણે સહન કર્યું હતું. જ્ઞાતિ બ્રાહ્મણધર્મના પ્રારંભના સમયમાં લગભગ બહુમતી લોકો કેટલાક વિશેષાધિકારવાળા વર્ગોના શ્રેષ્ઠત્વમાં માનતા હતા અને આ વિશેષાધિકારી વર્ગો પોતાની શ્રેષ્ઠતા વિશે અત્યંત ગર્વ ધરાવતા હતા અને ઉત્તેજિત રહેતા હતા, તેઓ જેમને નીચી જાતિના હોવાનું ગણતા હતા તેમની તરફ અત્યંત ઘાતકી વર્તન કરતાં પણ અતકાતા નહિ. બ્રાહ્મણોનો અબ્રાહ્મણો તરફનું અને ખાસ કરીને નીચી જાતિઓનાં મનુષ્યો તેમજ વિરોધી ધર્મપંથોના સંન્યાસીઓ તરફનું તિરસ્કારયુક્ત વલણ એ તે સમયની સમાજવ્યવસ્થા બની ગઈ હતી. જન્મ (ઉચ્ચજ્ઞાતીમાં) ના ગર્વથી ઉત્તેજિત થઈને, જ્યારે કોઈ પ્રસંગ ઊભો થાય ત્યારે તેઓ તેમને અત્યંત તોછડી ભાષામાં સંબોધતા અને જો પ્રસંગમાં જરૂરિયાત પેદા થાય તો તેઓ તેમને ફટકારવાની કક્ષાએ પણ જતા.1 - ૩૦૮ ૨ Page #402 -------------------------------------------------------------------------- ________________ એ સમયના બે મહત્ત્વના, લોકપ્રિય અને જાણીતા ધર્મો જેવાકે બૌદ્ધધર્મ અને જૈનધર્મ કે જેઓ આવા (હલકી જ્ઞાતિના ગણાતા) લોકો માટે જ હતા અને આવા લોકોની તરફેણમાં જ હતા અને પવિત્ર બ્રાહ્મણીય ધર્મગ્રંથોની બ્રાહ્મણોની શ્રેષ્ઠતાની સામે વિરોધ કરતા હતા અને બલિદાન આપવાની વિધિઓને નાબૂદ કરવાનો પ્રયત્ન કરતા હતા. તેમ છતાં તેમણે પણ સામાજિક સંસ્થાગત બાબતોને સ્પર્શ સુદ્ધા કર્યો ન હતો. તેમના મત મુજબ આ વિશ્વમાં એક પ્રકારનાં પ્રાણીઓ વસે છે, જેઓ આ સંસારમાં જુદી જુદી જ્ઞાતિઓમાં અને કૂળોમાં જન્મ્યાં છે તેઓ તો કેવળ જુદાં જુદાં કર્મો-કાર્યો કરવા માટે જ આ રીતે જન્મ્યા છે. તેઓ ક્યારેક દેવોની સૃષ્ટિ(સ્વર્ગ)માં જાય છે તો ક્યારેક નર્કમાં પણ જાય છે, ક્યારેક તેઓ અસૂરો બને છે જે તેમણે આ કરેલાં કર્મોને આધીન છે, ક્યારેક તેઓ ક્ષત્રિયો અથવા કંડાલો અને બુક્કાસાઓ તરીકે તો ક્યારેક કીડા અને ફૂદાં કે કુથુ કે કીડીઓ જેવાં કીટકો તરીકે જન્મે છે.2 પોતાનાં કર્મોથી જ વ્યક્તિ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર તરીકે જન્મે છે. કર્મના સિદ્ધાંતને સત્ય ઠરાવવા માટે જ્ઞાતિ અને રંગના તફાવતો ને જાણવા-ઓળખવા માટે તેઓ પર દબાણ કરવામાં આવતું હતું અને જો તેઓ આ બાબતમાં તદ્દન અલગ પડે તો ઉપર દર્શાવ્યા અનુસારનો વ્યવહાર તેમની સાથે કરવામાં આવતો હતો. બંને ના મિજાજોમાં તેમ છતાં એક અગત્યનો તફાવત રહેતો હતો. એક તો ગર્વિષ્ઠ – અતિ તિરસ્કાર દર્શાવનાર અને સ્વકેન્દ્રી બ્રાહ્મણો કે જેઓ હંમેશાં તેમનું પોતાનું શ્રેષ્ઠત્વ દર્શાવતા અને સામે મનની શાંતિ ધરાવતા સંન્યાસીઓ કે જેઓ હંમેશાં સુખ અને દુઃખ પ્રત્યે અસામાન્ય હતા. પ્રતિબંધક બ્રાહ્મણોએ નિયમો બનાવ્યા હતા કે જે તેમને પેલા કમનસીબ હલકી જાતિના મનુષ્યો જો પવિત્ર વેદોનું શ્રવણ કરે કે તેમને મુખપાઠ કરે તો તેમના કાનમાં ગ૨મ સીસું રેડમાનો કે તેમની જીભ કાપી નાખવાનો અધિકાર આપતા હતા. 1 બ્રાહ્મણો કે જેઓ (ઊંચા કૂળમાં) જન્મના અભિમાનથી ઘેરાયેલા હતા કે જેઓ પ્રાણીઓના હત્યારા હતા, જેમણે પોતાની ઈન્દ્રિયોને વશ કરી ન હતી એવા અપવિત્ર પાપીઓ તરફ નિગ્રંથને આવતા જોઈને તેમણે આવી વાણીનો ઉચ્ચાર કર્યો ~ 36€ ~ Page #403 -------------------------------------------------------------------------- ________________ “ત્યાં પેલો છેલબટાઉ આવી રહ્યો છે તે કોણ છે? તે સ્વાર્થી, ભયંકર, ઊચી રાખેલી નાસિકાવાળો, નહિવતું વસ્ત્રો પહેરેલ, શયતાન એવો મલિન મનુષ્ય, કે જેણે ગળા ઉપર મલિન વસ્ત્ર રાખેલ છે ? | હે મલિન મનુષ્ય ! તું કોણ છે અથવા શા હેતુથી તું અહીં આવેલ છે? અર્ધનગ્ન અને ગંદા મનુષ્યોના શયતાન ! તું જા. અહીથી ચાલ્યો જા. તુ શા માટે ત્યાં ઊભો રહ્યો છે? ભોજન કેવળ બ્રાહ્મણો માટે જ તૈયાર કરવામાં આવેલું છે. તે માત્ર અમારા એકલાના માટે તૈયાર થયેલ છે. અને તને આવો આહાર કે પેયો આપીશું નહિ. તું ત્યાં શા માટે ઊભો રહ્યો છે ?” પતિદેવો ઊંચાં સ્થાને કે નીચા સ્થાને બદલાની અપેક્ષાએ અનાજ ફેકે છે એવા જ હેતુથી તમે મને આપો. હું એવું ક્ષેત્ર છું કે જે સદ્ગુણો પેદા કરશે. (જ તમારા કલ્યાણ માટેનું વળતર હશે.” “સમગ્ર સૃષ્ટિ જાણે છે કે એવું ક્ષેત્ર કયું છે કે જ્યાં બક્ષિસોનું વાવેતર કરવાથી સદ્ગણો ઊગે છે. શુદ્ધ જન્મ અને જ્ઞાનવાળા બ્રાહ્મણો જ આવાં વરદાની ક્ષેત્રો છે.” જેઓ ક્રોધ અને ગર્વથી ભરેલા છે, જેઓ હત્યા કરે છે, અસત્ય બોલે છે, પોતાની જ સંપત્તિની ચોરી કરે છે, તેઓ શુદ્ધ જન્મ અને જ્ઞાનવિહીન બ્રાહ્મણો છે. તેઓ અત્યંત હલકા ક્ષેત્રો છે.” ““તમે તો કેવળ શબ્દોના સોદાગર છે, જે હોવા જોઈએ તમે વેદો ભણેલાં હોવા છતાં તેમનો અર્થ સમજતા નથી. સંન્યાસીઓ ને તો ઊંચી અને નીચી જાતિનાં ગૃહોમાંથી પણ બોલાવવામાં આવે છે. તેઓ જ વરદાની ક્ષેત્રો છે.” વિદ્વાન લોકોને ઉતારી પાડનાર નિંદક! અમારી ઉપસ્થિતિમાં તું આવું બોલવાની હિંમત શી રીતે કરી શકે? તે નિગ્રંથ ! આ આહાર અને પેયો તારા માટે નથી, તેથી અમે તે તને આપીશું નહિ.” હું કે જે સમિતિને અનુસરું છું અને ગુપ્તિથી રક્ષાયેલો છું, મેં મારી ઈન્દ્રિયોને વશ કરી છે તેને તમે હું જે માગું છું તે કેમ નહીં આપો ! તો પછી તમે જે બલિદાનો આપો છો તેનો તમે શો ફાયદો પ્રાપ્ત કરી શકશો ? અહીં કોઈ ક્ષત્રિયો નથી, કોઈ ધર્મ ગુરુઓ નથી કે જે અગ્નિ પેટાવી શકે, અહીં કોઈ ધર્મોપદેશકો નથી કે તેમના શિષ્યો નથી કે જેઓ તેને લાકડીથી કે પથ્થર ફેંકીને મારી શકે ? તો પછી તેને ગળેથી પકડો અને બહાર કાઢી મૂકો.” બ્રાહ્મણ ધર્મગુરુઓના આવા શબ્દો સાંભળીને કેટલાક યુવાન માણસો આગળ ઘસી ગયા અને તેઓ તે સંન્યાસીને લાકડીઓ, નેતરની સોટીઓ અને ચાબૂકો વડે મારવા લાગ્યા. - ૩૮૦ ૦ Page #404 -------------------------------------------------------------------------- ________________ S.B.E - 45 (Page 51-52-58) Lec-XII, Harikesa verses 11 to 19. 5,6,7 આપણે આ સમસ્યાને ત્રણ દષ્ટિબિંદુથી જોઈશું. પ્રથમ તો સમાજ તેમની પ્રત્યે કઈ રીતો જોતો હતો, બીજું સંન્યાસીઓ તેમને વિશે શું વિચારતા હતા અને અંતે જ્ઞાત્રિપુત્ર મહાવીરનું તેમની તરફનું વલણ કેવું હતું ? સમાજ એ જમાનામાં ત્રણ મોટા વર્ગોમાં વહેંચાયેલો હતો. બ્રાહ્મણો કે ધર્મગુરુઓ, ક્ષત્રિયો અને વૈશ્યો કે વ્યાપારીઓ. બાકીના બધા જ શુદ્રો તરીકેના શેષ ચતુર્થ વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.. પ્રથમ ત્રણ વર્ગો એકમતે ચોથા વર્ગનો તિરસ્કાર કરતા હતા, અને શુદ્રોના ચોથા વર્ગમાં પણ, જેઓ પોતાને અન્યોથી જરાક ઊંચી કોટિના ગણતા હતા, તેઓ બાકીના તરફ તિરસ્કારની દૃષ્ટિથી જોતા હતા. પરાહ અથવા ચંડાળોનો સઘળા લોકો (શુદ્રો સહિત) તિરસ્કાર કરતા હતા. લોકો બ્રાહ્મણો તરફ આદરયુક્ત દૃષ્ટિથી જોતા હતા. કારણ કે તેઓ આધ્યાત્મિક જ્ઞાનથી પરિપૂર્ણ હતા અને ક્ષત્રિયોને તે જમાનામાં શક્તિનાં પ્રતિકો તરીકે જોવામાં આવતા હતા. સમાજની તે જમાનામાં આવી પરિસ્થિતિ હતી. - હવે આપણે સંન્યાસીઓના વલણ વિશે જોઈએ. આપણા ઉદ્દેશ્ય માટે સૌથી અગત્યની બાબત એ જેઓ પોતાને નવા ધર્મના અનુયાયીઓ તરીકે જાહેર કરે છે તેમનું વલણ જાણવાની છે. એ નોંધવું જોઈએ બ્રાહ્મણ યુગમાં પણ બે પ્રકારની પરંપરાઓ હતી અને બંને પ્રકારની પરંપરાઓ સહઅસ્તિત્વ ધરાવતી હતી. તે હતી બ્રાહ્મણોની પરંપરા અને શ્રમણોની પરંપરા. તેમાંથી પ્રથમ પરંપરામાં વૈદિક દેવોની પૂજા કરવામાં આવતી અને તેઓ બલિદાનો (યજ્ઞો)ની કાર્યસાધકતામાં માનતા હતા. તેઓ બલિદાનો અને નિર્દોષ પ્રાણીઓના ભોગની મદદથી દેવોને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરતા હતા. તેઓ જ્ઞાતિપ્રથાની સંસ્થામાં માનતા હતા. અને પોતાની જાતને તેના કર્ણધાર તરીકે સ્થાપિત કરતા હતા. તેમની વિરુદ્ધમાં શ્રમણોની પરંપરા હતી કે જેઓ વિચારતા હતા કે તેઓ જ્ઞાતિપ્રથાની સંસ્થાની સામે મજબૂત વિરોધ કરી શકતા ન હતા, - ૩૮૧ Page #405 -------------------------------------------------------------------------- ________________ (કારણ કે જ્ઞાતિપ્રથાઓ લોકોના મનમાં ઊંડાં મૂળ નાખેલાં હતાં) અને તેઓ સઘળાં મનુષ્યોની સમાનતાની હિમાયત કરતા હતા. તેઓ દાન, સ્વનિયંત્રણ અને તેને પૂરક એવા ધ્યાન અને તપના આચરણ જેવા સદ્દગુણોનો વિકાસ સાધીને પોતાની જાતના શુદ્ધિકરણમાં માનતા હતા. તેઓ બધીજ પ્રકારની ધાર્મિક વિધિઓનો અનાદર કરતા હતા અને તેને બદલે પોતાની જાત વિશેના જ્ઞાનને સ્થાપિત કરતા હતા. હે સર્વોત્તમ રાજન ! મનુષ્યની સૌથી નિમ્નકોટિની જ્ઞાતિ એ સ્વયં પાકીઓની છે કે જેમાં અમારો બે રીતે સમાવેશ થાય છે, જેમ કે સઘળા લોકો અમારી નફરત કરે છે અને અમે સઘળા લોકો વડે તિરસ્કૃત થઈને સ્વપાકીઓનાં નાનાં ગામોમાં વસએ છીએ. S.B.E, 45, Page-59, Lec.XIII, Ve-18-19, Page 152. BuddhaOldenberg એમ કહેવું એ બીન જરૂરી છે કે સંન્યાસીઓનો આ બીજી પરંપરામાં સમાવેશ થતો હતો. તેઓ સઘળાં મનુષ્યોની સૈદ્ધાંતિક સમાનતામાં માનતા હતા. “હે શિષ્યો ! તેઓ ગંગા, યમુના, ઐરાવતી, સરયૂ, મહી વગેરે જેવી ગમે એટલી મોટી સંખ્યામાં હોય તો પણ તેમની વિશાળ ધારાઓ જ્યારે મહાન મહાસાગરમાં પહોંચે છે ત્યારે તેઓ પોતાનું પુરાણું નામ અને પોતાનું પુરાણું કુળ ભૂલાવી દે છે અને કેવળ “વિશાળ મહાસાગર’ એવા એક જ નામથી ઓળખાય છે. એજ રીતે મારા શિષ્યો ! આ સઘળા ચારે જાતિઓ જેવી કે ઉમરાવો(ક્ષત્રિયો), બ્રાહ્મણો, વૈશ્ય અને શુદ્રો જ્યારે ઘર્મપંથ અને તેના નિયમો અનુસાર વર્તે છે કે જે પૂર્ણ પુરૂષે ઉપદેશેલા છે ત્યારે તેઓ તેમના ગૃહોત્યજી દે છે અને ગૃહવિહીન સ્થિતિમાં ચાલ્યા જાય છે, અને ત્યારે તેઓ તેમનાં પુરાણાં નામ અને પુરાણા પિતૃવંશને ગુમાવી દે છે અને કેવળ એકજ પદને ધારણ કરે છે જેનું નામ છે સંન્યાસીઓ કે જેઓ શાક્યગૃહના પુત્રને અનુસરે છે.” જન્મથી કોઈ બ્રાહ્મણ કે ક્ષત્રિય, કોઈ ઉગ્ર જાતિનો વંશજ અથવા લિમ્બવી હોય અને તે ધર્મપંથમાં દાખલ થાય અને અન્ય લોકોએ આપેલી ભિક્ષાને તે આરોગતો હોય તે તેના પુરાણા ખ્યાતનામ ગોત્ર ને કારણે તેને (ધર્મપંથને) વળગી રહી શક્તો નથી.' - ૩૮૨ - Page #406 -------------------------------------------------------------------------- ________________ 1 : જૈન સૂત્રો પૈકીના કોઈ એકમાં એક બ્રાહ્મણ હાથ જોડીને નીચે મુજબ વિનંતી કરે છે : ‘“તે (પૂજારી) અને અન્ય સઘળા એકબીજાને હાથ મિલાવીને એકઠા થયા અને મહાન સંન્યાસીને પ્રશ્ન પૂછયો, ‘અમને સૌથી અગત્યનો વેદોમાં આવતો વિષય કહો અને બલિદાન આપવામાં સૌથી અગત્યની બાબત શી છે તે પણ અમને કહો. સ્વર્ગીય વસ્તુઓમાં પ્રથમ કઈ છે તે અમને કર્યો અને સર્વશ્રેષ્ઠ ધર્મ શું છે તે અમને કહો. તેમને પોતાને અન્યોને બચાવવા માટે કોશ સમર્થ છે તે અમને કહો. (દા.ત. મને કહો). કે સંત ! હું તમને મારો આ સંદેહ ઉકેલવા માટે વિનંતી કરું છું. જોકે વક્રોક્તિ તો એ છે કે જેને કીર્તિ અને ઐશ્વર્યથી આટલો બધો મંડિત કરવામાં આવ્યો છે તે સંન્યાસી પણ બ્રાહ્મણ છે. કેટલીક વાર બ્રાહ્મણોને ખુલ્લે ખુલ્લા આજ સૂત્રોમાં કરવામાં આવ્યું છે તે રીતે વર્ણવવામાં આવે છે. (પછીનો શ્લોક). અજ્ઞાન પૂજારીઓ બલિદાનને જાણવાનો ઢોંગ કરે છે તે જેમની બ્રાહ્મણીય શ્રેષ્ઠતામાં અસત્ય વિજ્ઞાનનો સમાવેશ થાય છે. તેઓ પોતે તેમના અભ્યાસ અને તપશ્ચર્યામાં રાખની નીચે ઢંકાયેલા અગ્નિ જેવા હોય છે' Page 241 - ‘બધાજ બ્રાહ્મણો અને શ્રમણો ઝઘડો કરે છે કે તેઓ જ જ્ઞાન ધરાવે છે, પરંતુ સમગ્ર સૃષ્ટિનાં પ્રાણીઓ કશું જ જાણતાં નથી' તેઓની અંધ વ્યક્તિને દોરીને લઈ જતા અન્ય અંધ વ્યક્તિ સાથે તુલના કરવામાં અવી છે અથવા તો આર્યોનાં કથનોનો પુનરોચ્ચાર કરતા ઉલ્લેખ (અનાર્ય) સાથે તુલના કરવામાં આવી છે. જો કે સિદ્ધાંત એ વ્યવહાર બંને એકસમાન ન હતા. વાસ્તવિક વ્યવહારમાં ઘટનાઓની સ્થિતિ અલગ હતી. સંન્યાસીઓ પૈકીની બહુમતી ક્ષત્રિયોની હતી કે જેઓ તેમના મનમાં બ્રાહ્મણો સામેની શત્રુતા સંઘરી ને બેઠા હતા. કે જેઓ બાકીના બધા કરતા લોકમતની દૃષ્ટિએ ટોચ ઉપર હતા. તેમને નીચે પાડવાના અને હલકા દેખાડવાના પ્રયત્નો પણ કરવામાં આવતા હતા. જૈનો અને બૌદ્ધો બંનેના પવિત્ર ધર્મગ્રંથો તેની સાક્ષી આપે છે. સમાનતાની ઊંચીવાતો કરવા છતાં સંન્યાસીઓ એ છેવટે સંન્યાસીઓ હતા અને તેઓ પણ બ્રાહ્મણો અને ક્ષત્રિયોની તકરારથી ઉપર ઊઠી શક્યા ન હતા. એવી પણ ઘણી ઘટનાઓ છે કે જેમાં બ્રાહ્મણોને બદનામ કરવાને બદલે ક્ષત્રિયોને ઐશ્વર્યવાન દર્શાવવાની વિધાયક પદ્ધતિ અપનાવવામાં આવી છે. એક સન્યાસિની તેણીના પૂર્વના પતિને પોતાના ગોત્રના સંદર્ભના ~ 363 ~ Page #407 -------------------------------------------------------------------------- ________________ પ્રલોભન દ્વારા વશ કરી લેતાં કહે છે, “હું રોજા ભોજની પુત્રી છું અને તું અંઘકવૃષ્ણિ છે, હું ઉચ્ચ કુળમાં જન્મ પામી છું, તેથી આપણે ગંધના સર્પો જેવાં બનીશું નહિ.” | P.84. ધર્મપંથ વિષે ક્ષત્રિયોની પૂછતાછનો ઉત્તર આપતાં રાજા સંજય અન્ય કોઈનો નહિ, પરંતુ ક્ષત્રિયોનો જ સંદર્ભ તેના મુદ્દાને સ્પષ્ટ કરવા માટે આપે છે. અને કહે છે કે બુદ્ધિમંત મનુષ્ય આત્માના અસ્તિત્વમાં માનવું જોઈએ અને તથાકથિત આત્માના બિનઅસ્તિત્વને નકારી કાઢવું જોઈએ. રાજાઓના આ સમૂહે જિનોમાં શ્રદ્ધા ધરાવવાનું પસંદ કર્યું હતું. આવા રાજવીઓની યાદી લાંબી છે. ભરત, સંગારા, માઘવન, સનતકુમાર, સાત્તિ, કન્યા, આરા, મહાપા, હરિસેન, ગયા, દશાર્ન, ભદ્ર, કારાકડુ, દ્વિમુખ, નામી, નાગ્નાલી, ઉદયન, કાસી, વિજય અને મહાબાલા (નો તેમાં સમાવેશ થાય છે), જેમણે પરસ્પર એકબીજાને ઐશ્વર્ય પ્રદાન કર્યું છે. આમ જૈન લેખકોએ ખાતરી પૂર્વક કહ્યું છે કે તીર્થકર કેવળ ક્ષત્રિય પરિવારમાં જ જન્મ લેશે, અને બ્રાહ્મણોની પ્રતિષ્ઠાને નીચી દેખાડવા માટે તેમણે દર્શાવ્યું હતું કે મહાવીરનું સૌપ્રથમતો દેવાનંદા નામની બ્રાહ્મણ મહિલાના ગર્ભાશયમાં ગર્ભધાન થયું હતું અને તેણી પવિત્ર હોવા છતાં તેમણે હરિણગામેષી નામની મેલીવિદ્યા જગાડી અને નિસર્ગાતીત શક્તિઓની મદદથી ગર્ભને ક્ષત્રિય મહિલાના ગર્ભાશયમાં સ્થાનાંતરિત કર્યો. પરંતુ કોઈપણ રીતે આ બાબત તેમના આગેવાન વર્ધમાન મહાવીરની વિરુદ્ધમાં પૂર્વગ્રહિત બનાવતી નથી. આપણે ખૂબ જ સાચી રીતે સંન્યાસીઓ અને તેમના ગુરૂ વચ્ચેનો ફરક સમજીએ છીએ. સંન્યાસીઓ પોતે જે નથી તે હોવાનું જાહેર કરે છે અથવા તેમના ગુરૂની અન્ય કરતાં અત્યંત ઊંચી એવી વ્યક્તિમત્તા અને ધર્મપંથના આંતરિક મૂલ્યની અલર હેઠળ તેમને તેમ કરવાની ફરજ પાડવામાં આવે છે. મહાવીર વર્ધમાને કદાચ સંન્યાસીઓની નિર્બળતાની વેધક જાણકારી પ્રાપ્ત કરી હશે અને સ્પષ્ટ શબ્દોમાં તેમને ચેતવણી પણ આપી હશે કે તેમની માતાઓ કે પિતાઓના પક્ષે તેમના ઊંચા કુળની તેમને મન કોઈ જ કિંમત ન હતી, કિંમત હોય તો તે કેવળ સાચા જ્ઞાન અને રીતભાતવર્તનની હતી. જો સંન્યાસી બન્યા પછી પણ તેઓ એક ગૃહસ્થ તરીકેનું - ૩૮૪ - Page #408 -------------------------------------------------------------------------- ________________ વર્તન કરે તો તેઓ અંતિમ મોક્ષને પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી શકશે નહિ. તેમણે તેમને બોધ આપ્યો હતો કે, “એક સંન્યાસીએ તેમની બુદ્ધિમત્તાના ઘમંડ સામે (ઊંચા કુળમાં) જન્મના ઘમંડ સામે, પવિત્રતાના ઘમંડ સામે અને પોતે ઉત્તમ જીવન જીવતા હોવાના ઘમંડ સામે સંઘર્ષ કરવો જોઈએ” મહાવીરે સંન્યાસીઓની સામે વર્ણવ્યું કે “ડાહ્યા માણસો આવા ઘમંડનો ત્યાગ કરે છે અને પવિત્ર માણસો તેને વિકસવા દેતાનથી. મહાન સંન્યાસીઓ ગોત્ર વગેરે જેવી સઘળી બાબતોથી પર છે. તેઓ એવા ઉચ્ચ સ્થાનની પ્રાપ્તિ કરે છે કે જ્યાં ગોત્ર જેવું કશું બિલકુલ નથી. (દા.ત. મોક્ષ). જેમણે જ્ઞાતિ, પરિવાર, સૌંદર્ય, અન્યની અવગણના, કોઈ અન્ય ઉપર દોષારોપણ અને પોતાની પ્રશંસા વગેરે જેવા ઘમંડોનું ઝેર પાયું છે તેઓ પાપ કરે છે.? હવે આપણે નવમા પ્રકારના પાપના આચરણ જે ઘમંડ દ્વારા થાય છે તે વિશે જોઈશું. આ એવો કિસ્સો છે કે જ્યારે મનુષ્ય જ્ઞાતિ, પરિવાર, સૌંદર્ય, ધાર્મિકતા, જ્ઞાન, સફળતા, શક્તિ, બુદ્ધિમત્તા કે અન્ય કોઈ પણ પ્રકારના ઘમંડ, અન્યની અવગણના, આક્ષેપબાજી, ગાલિપ્રદાન, નિંદાખોરી, અન્યને તુચ્છ ગણવા, પોતાની જાતની પ્રશંસા કરવી (એમ વિચારીને કે “તે મારાથી ઊતરતી કક્ષાનો છે, હું ઉચ્ચ જ્ઞાતિ કે પરિવારનો છું અને વધારે શક્તિ અને અન્ય ફાયદાઓ ધરાવું છું) વગેરે જેવા ઘમંડોનું પાન કર્યું છે તે જ્યારે આ દેહ ત્યજી દે છે ત્યારે કેવા કર્મો જ તેની સાથે આવે છે, તે તેની પોતાની ઈચ્છાની ઉપરવટ એક ગર્ભાશયમાંથી બીજા ગર્ભાશયમાં, એક જન્મથી બીજા જન્મમાં, એક મૃત્યુથી બીજા મૃત્યુમાં અને એક નર્કથી બીજા નર્કમાં જાય છે. વળી તે કુર, ચંચળ, જિદ્દી, અને ઘમંડી છે. આ રીતે તેનામાં દુષ્કૃત્યો ઉમેરાય છે, અને આ ઘમંડ દ્વારા કરવામાં આવતું નવમા પ્રકારનું પાપ છે. P.361. Book-2, Lec-2 અંતિમ કિંતુ અંતિમ કક્ષાનું નહિ એવું દૃષ્ટાંત ડૉ.ઓલ્ડનબર્ગના ક્ષત્રિયોના સંન્યાસી અંગેના ખ્યાલમાંથી નિર્દેશિત થાય છે. તેઓ કહે છે કે, “કમળના પુષ્પની ઉપમામાં દર્શાવ્યું છે કે કાદવવાળી જળાશયની જમીનમાંથી પેદા થવા છતાં (સૂત્રકૃતાંગ અનુસાર) સામાન્ય રીતે તે મોક્ષની જરૂરિયાત અનુભવતા કોઈ સામાન્ય મનુષ્યને મળતું નથી, પરંતુ કેવળ એક રાજાને મળે છે.” P.157. Oldenberg. Buddha. મહાવીરે ફરી ફરીને વારંવાર એ હકીકત ઉપર ભાર મુક્યો કે સારા - ૩૮૫ - Page #409 -------------------------------------------------------------------------- ________________ વર્તન સિવાયનું ઊંચું ગોત્ર કંઈ જ મહત્ત્વ ધરાવતું નથી. જો કોઈ વ્યક્તિ સદ્ગુણો ધરાવતી ન હોય તો તેનો ઊંચા કુળમાં જન્મ હોવો એ જ તેના માટે નામોશી ભરેલું છે. બીજી બાજુ નેક અને પ્રામાણિક ચારિત્ર્ય ધરાવતી વ્યક્તિ માટે ગોત્ર એ અત્યંત અલ્પ મહત્ત્વ ધરાવે છે. હલકામાં હલકા કુળમાં જન્મ અને ખરાબમાં ખરાબ સંજોગો વચ્ચે પણ ઉત્તમ સદ્ગુણો ધરાવતી વ્યક્તિ સ્વ-વિકાસ માટે પૂરતી તકો મેળવી શકે છે. જેવી રીતે કાદવમાં પેદા થતું કમળનું પુષ્પ તેનાથી મલિન થયા વગર આજુબાજુ સર્વત્ર સુગંધ ફેલાવે છે. આને માટે દૃષ્ટાંત રૂપ વાર્તાઓ બૌદ્ધો અને જૈનોના પવિત્ર ધર્મગ્રંથોમાં વેરાયેલી પડેલી છે, જે દર્શાવે છે કે કન્ડાલકનનાં નાનાં ગામડાંઓમાં જન્મેલી વ્યક્તિઓ પૂરતાપ્રમાણમાં શ્રમ-મહેનતવડે ઊંચાઇઓને સર કરે છે કે જ્યાં દેવો અને મનુષ્યો એકસમાન રીતે તેમની ઉપાસના કરે છે. મહાવીરનું જ્ઞાતિ પ્રત્યેનું વલણ તદ્દન અસામાન્ય ન હતું. તેમણે ચોક્કસપણે જન્મ (ઊંચાકુળમાં) ના ઘમંડને નિરુત્સાહી બનાવી દીધો. તેમણે ગુણવાન વર્તનને ઊંચા પરિવારમાં મળેલા જન્મ કરતાં વધારે મૂલ્યવાન ગણ્યું. જે મનુષ્ય પોતાના નિયંત્રણ હેઠળ ન હોય એવી જગ્યાએથી આદર પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખે છે તેને ગોત્રમાં કોઈ જ સ્થાન નથી, કે જ્યાં શાંતિની પ્રતિજ્ઞા પાળવામાં આવે છે.2 1 તપશ્ચર્યાનું મૂલ્ય દૃશ્યમાન બને છે, (ઉંચા કુળમાં) જન્મ નું કોઈ મૂલ્ય જોઈ શકાતું નથી. સ્વપાકાના પુત્ર પવિત્ર હરિકેસા તરફ જુઓ, કે જેણે (નીચા કુળમાં જન્મ લેવા છતાં) મહાન શક્તિ હાંસલ કરી હતી. S.B.E.-45 2. Book-1, Lec-13 Page-321 Lecture-XII Page-56 દેવો મહાવીરનું દેવો પ્રત્યેનું વલણ : બધા ક્રિયાવાદી સંપ્રદાયો કે જેમાં કર્મ એ જ મૂળભૂત ઘટક હતો કે જે માનવના જીવન અને ભાગ્યનું નિયંત્રણ કરતો હતો. દેવ અંગેની સંલ્પનાનું તેમાં કોઈ જ સ્થાન ન હતું, અને તેમ છતાં પણ આ વ્યવસ્થામાં (સંપ્રદાયોમાં) પણ દેવો ચૂપચાપ દાખલ • ૩૮૬ • Page #410 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયા હતા. તેનાં કારણો સ્પષ્ટ હતાં. | દેવ અંગેના ખ્યાલો લોકોનાં હૃદયોમાં ઊંડે સુધી મૂળ નાખેલાં હતાં. અને લોકો દેવો વગર સર્વથા ચલાવી શકે એમ ન હતા. કર્મનો લોખંડી સિદ્ધાંત શુષ્ક હતો અને તેને સમજી શકે એવા કેવળ બુદ્ધિમાન લોકોને જ તેમાં રસ પડતો હતો. લોકસમૂહોની કલ્પનાને સર કરવા માટે અને લોકોનાં હૃદયોને જીતવા માટે ભવ્યતા ધરાવતા અને સુંદર વસ્ત્ર પરિધાન કરાવેલા દેવો અનિવાર્ય હતા. જેઓ ગૃહત્યાગ કરીને સંન્યાસી બન્યા હતા તેઓ પણ તેમના ધર્મ પરિવર્તન અગાઉ જાદા જાદા શક્તિશાળી દેવો અંગે સારું જ્ઞાન ધરાવતા હતા અને તેથી જ આ સંન્યાસીઓને નવા ધર્મપંથમાં સ્થિર કરવા માટે દેવોની ખોજ કરવી આવશ્યક બની હતી. પરંતુ દેવોની આ ખોજ સદંતર અડસટ્ટ-આડેધડ કરવામાં આવેલી ન હતી. સમગ્ર દેશમાં રજૂઆત કરવા માટે આ દેવોને તેમના કર્મના સિદ્ધાંત સાથે બંધ બેસે એવા બનાવવામાં આવ્યા હતા. એવું નિશ્ચય પૂર્વક જાહેર કરવામાં આવ્યું હતું કે જેમણે ગૃહત્યાગ કર્યો હતો એવા અનેકોમાંથી કેવળ કેટલાકે જ તે (મોક્ષ) પ્રાપ્ત કર્યું હતું કે જેને માટે તેઓ દિગંબર અવસ્થામાં અને કેશવિહીન મસ્તકે ચાલી નીકળ્યા હતા અને જેઓ બીજો દેહ ધારણ કર્યા સિવાય મોક્ષ પામ્યા હતા, પરંતુ શેષ રહેલાઓનું શું કે જેઓ તેમનું લક્ષ્ય પ્રાપ્ત કર્યા સિવાય અડધે રસ્તે જ અવસાન પામ્યા હતા? આવા લોકો કે જેમણે તપશ્ચર્યા કરી હતી અને સદ્ગુણો કેળવ્યા હતા અને તેમ છતાં પણ કમનસીબે તેઓ તેમનું લક્ષ્ય સફળ રીતે પાર પાડવા માટે શક્તિમાન બન્યા ન હતા અને જેઓ તેમના માટે નક્કી કરવામાં આવેલા સમયે અવસાન પામ્યા હતા તેઓ તેમનાં સદ્કર્મોને લીધે દેવોના ધર્મો પૈકીના કોઈ પણ એકમાં જન્મ પામશે. દેવોના ઐશ્વર્યને તેજસ્વી રંગોમાં વર્ણવવામાં આવ્યું છે, પરંતુ તેઓ (દવો) બધો જ એક સંન્યાસી કરતાં ઊતરતી કક્ષાના હતા, કારણ કે તેઓ મહાવીર અને તેમના શિષ્યોના સેવકો તરીકે કામ કરતા દર્શાવવામાં આવ્યા હતા. મોક્ષ એ કેવળ માનવજન્મ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. દેવોના ઐશ્વર્ય અને ભવ્યતાનું વર્ણન એ કેવળ સંન્યાસીઓને કીર્તિ કે ઐશ્વર્યથી - ૩૮૦ ૦ Page #411 -------------------------------------------------------------------------- ________________ મંડિત કરવા માટે જ કરવામાં આવે છે, કારણ કે આવા શક્તિશાળી દેવો પણ વિજેતા (મહાવીર) અથવા એક સંતના ચરણમાં શીશ ઝૂકાવે છે. દેવોના ઐશ્વર્યનું પરંપરાગત વર્ણન નીચે મુજબ છે. લોકોમાં જેઓ અનુપમ સૌંદર્ય ધરાવતા હોય, અત્યંત મજબૂત હોય, ખૂબજ શક્તિશાળી હોય અને અતિ સુખમય હોય તેઓજ અનુપમ સૌંદર્યશીલ, અત્યંત ભવ્ય અને ખૂબજ સુખમય એવા દેવો બને છે. તેમની છાતી કંઠમાળાઓથી ચળકતી હોય છે, તેમના હસ્ત કંકણો અને બાજુબંધના બોજથી લચી જતા હોય છે, કર્ણના અલંકારો તેમણે પહેરેલા હોય છે, જે તેમના કપોલ(ગાલ) સાથે રમત કરતા હોય છે, કાનનાં કુંડળ કે જે તેમના હસ્તની ઉપરના ભાગમાં રહેલા બાજુબંધોની ઉપર લટકતા હોય છે. તેઓએ હાથ ઉપર વિવિધ આભૂષણો પહેરેલાં હોય છે, તેમનાં ઉપવસ્ત્રો તાજી ખીલેલી પુષ્પમાળાઓથી સુશોભિત હોય છે, ઊંચા પ્રકારનાં સુગંધી દ્રવ્યો, સર્વશ્રેષ્ઠ વસ્ત્રો, તેમનાં ભવ્ય આભૂષણો, છેક નીચે સુધી પહોંચતા પુષ્પહાર, દેવી રંગો અને લાગણીઓ, શરીરનો સુંદર બાંધો અને તેમનો ઉત્તમ દરજ્જો, તેમના દેવી સૌંદર્યથી સમગ્ર બ્રહ્માંડની દસે દિશાઓને પ્રકાશિત કરતા અને અજવાળતા, દેહ પર ભવ્ય ચમક, તેજસ્વિતા, અને પ્રકાશ તેઓ ધરાવે છે. તેઓ જ્યારે આરામની સ્થિતિમાં હોય છે ત્યારે અત્યંત સૌંદર્યવાન દેખાય છે અને આવનારા સમયમાં તેઓ સુખી-આનંદી હોય છે. S.B.E.-45, P.381, Book-2, Lec-2 આવા દેવોમાં સૌથી વધારે શક્તિશાળી અર્થાત્ ઈન્દ્ર એક સંન્યાસી કે દૃષ્ટાને આદરપૂર્વક વંદન કરતો અને તેમની પ્રશંસા કરતો હોય તે રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેઓ દિવો) ધર્મપંથ પ્રત્યે વત્તે ઓછે. અંશે ખોટો દેખાવ કરતા હોય એમ પણ બની શકે. | P-40, પોતાના બ્રાહ્મણ તરીકેના પહેરવેશને ફેંકી દઈને અને પોતાને તેના સાચા સ્વરૂપમાં દશ્યમાન કરીને શકે તેમને આદર પૂર્વક વંદન કર્યા અને મિષ્ટ શબ્દોમાં આ પ્રમાણે તેમની પ્રશંસા કરી : “શાબાશ! આપે ક્રોધને પરાજિત કર્યો છે. શાબાશ! આપે ઘમંડને જીતી લીધો છે. શાબાશ ! આપે ભ્રમણા-મોહને અદશ્ય કરી દીધેલ છે. - ૩૮૮૦ Page #412 -------------------------------------------------------------------------- ________________ શાબાશ ! આપે લોભને વશ કરી લીધેલ છે.” હે સંત ! આપની સાદગીને શાબાશી ઘટે છે, આપના નિરાભિમાનનમ્રતાને શાબાશી ઘટે છે. હે સંત ! આપની પૂર્ણ ધીરજને શાબાશી ઘટે છે. આપના પૂર્ણ મોક્ષ-મુક્તિને શાબાશી ઘટે છે.” અહીં આ જગત ઉપર આપ સર્વોચ્ચ મનુષ્ય છે, માનનીય ગુરૂ આપ અહીં પછી (ઉપરના જગતમાં સર્વ પ્રકારનાં કલંકોથી મુક્ત એવા આપ સર્વોચ્ચ હશો. આપ પૂર્ણતાએ એટલે કે એવી ઉચ્ચત્તર સ્થિતિએ પહોંચી શકશો કે એની પછી આ જગત ઉપર કોઈજ ઉચ્ચ સ્થિતિ નહીં હોય.” આ પ્રમાણે તે ભવ્ય દષ્ટાની પ્રશંસા કરીને સંપૂર્ણ શ્રદ્ધા સાથે શકે પોતાના દેહની જમણી બાજુને તેમની તરફ રાખીને (અર્થાતુ તેમની ડાબી બાજુએ રહીને) ફરી ફરીને વારંવાર તેમને આદર આપ્યો. - જેમનાં ચરણો પર કર્ક અને અંકુશ જેવાં ચિહ્નો અંકિત થયેલાં હતાં એવા સર્વોચ્ચ સંન્યાસીને આ પ્રમાણે આદર આપીને તે વાયુમંડળમાં ઉર્ધ્વ દિશામાં ઉડ્ડયન કરી ગયો અને ત્યારે તેનો મુકુટ અને કુંડળો અત્યંત સુંદર રીતે આંદોલિત થતાં હતાં. 9.B.E.-45 P.40-41 - Verse 55-60. જે મનુષ્યો પાપોનું આચરણ કરે છે તેઓ નર્કમાં જાય છે. પરંતુ જેઓ સાધુતાના માર્ગે ચાલે છે તેઓ સ્વર્ગમાં સ્થાન પામે છે. જૈન કીર્તિમંદિર (સર્વ દેવોનું મંદિર) ઘણા બધા દેવો ઉપરાંત બીજા ઘણા અર્થ દેવોનો પણ સમાવેશ કરે છે, જેવા કે સુચાઓ, અસુરો, નાગો, સુવર્ણો, યક્ષો, રાક્ષસો, કિન્નરો, કિમ્બુરૂષો, ગરૂડો અને સર્પ-દેવો. તેઓ શ્રમણોના અનુયાયીઓને ફોસલાવીને અનીતિના માર્ગે લઈ જવાનો પ્રયત્ન કરે છે. • | સ્વર્ગ અને નર્કઃ જૈન ધર્મ એ તાર્કિક વ્યવસ્થા છે. ચમત્કારો અને જાદુઈ પ્રયુક્તિઓનો આશરો તે લેતો નથી. લોકો તેના તરફ આકર્ષાય છે. તે તો કેવળ તેના આંતરિક મૂલ્યને લીધે છે. આવા અતિમાનવીય જીવો (દેવો અને અર્ધ દેવો) નો સંન્યાસીઓ ઉપયોગ કરે છે અને તેમને પોતાના દેહમાં પ્રવેશ કરવા દે છે અને સામાન્ય - ૩૮૯ - Page #413 -------------------------------------------------------------------------- ________________ રીતે સંન્યાસીઓ જે કાર્યો કરવા માટે આનાકાની કરતા હોય-અચકાતા હોય તેવાં કાર્યો તેમની કાર્યસાધક શક્તિ દ્વારા કરવામાં આવે છે. આવી શિલાઓ તો સંખ્યા બંધ છે જેને ભાગ્યેજ કોઈ સંદર્ભની આવશ્યકતા છે. પરંતુ પછીના સમયમાં (પાછળથી) આ સંન્યાસીઓ પણ માનવજાતની લોભ અને ભય જેવી નબળાઈઓ પામી જઈને તેમની સાથે બ્રાહ્મણોના જેવી જ રમત કરવા લાગ્યા. - સંન્યાસીઓ જે ગુણવાન મનુષ્યો હોય તેમને સ્વર્ગીય વસવાટની ખાતરી આપતા હતા.(P.83). જેઓ સન્માર્ગ ઉપર પગલાં મૂકીને ચાલે છે, તેઓ જો મોક્ષ મેળવવામાં નિષ્ફળ જાય તો પણ તેઓ સ્વર્ગમાં જશે. તેઓ તેમના અનુયાયીઓને સ્વર્ગના દેવોનાં ભવ્યતિભવ્ય વર્ણનો કરીને લલચાવતા હતા અને કહેતા હતા કે જ્યાં સ્વર્ગમાં સદગુણી મનુષ્યો જશે તેઓ તેમનો સમય પૂર્ણ થતાં (આ સૃષ્ટિમાં) મનુષ્યોની વચ્ચે જન્મ પામશે કે જ્યાં સંપત્તિ, સૌંદર્ય, ઐશ્વર્ય, કીર્તિ, ચિરકાલિન જીવન અને શ્રેષ્ઠ સુખ હશે. તેઓ કે જે અવળે માર્ગે જાય છે તેઓ ચિરકાળ સુધી નર્કનાં દુઃખો સહન કરશે કે જ્યાં તેઓ અત્યંત વેદના યુક્ત, ઊંડી, સખત, સુખ સગવડ વિહીન, હિંસક, દર્દદાયક, તીક્ષ્ય અને અસહ્ય એવી તીવ્ર પીડાઓ સહન કરશે. ઉવાસગદસાઓ મંત્રમુગ્ધ કરે એવી સંખ્યાબંધ વાર્તાઓ રજૂ કરે છે, કે જેમાં દેવો ગૃહસ્થોને લલચાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ગૃહસ્થો તેમનો બરાબર સામનો કરે છે અને અંતે તેમને માત કરે છે-હરાવી દે છે. આ નરકો અંદરની બાજુથી ગોળાકાર છે. બહારની બાજુથી ચોરસ છે. તેમના ભોંયતળિયે અસ્ત્રા જેવાં ધારદાર તીરો ગીચોગીચ ગોઠવી દેવામાં આવેલાં હોય છે. અને તેમને પુષ્પોથી ઢાંકી દેવામાં આવેલા હોય છે) ત્યાંના ચંદ્ર, સૂર્ય, નક્ષત્રો અને તારાઓની ભૂમિ મેદ (ચરબી), માંસ, રૂધિર અને એવા દ્રવ્યના પાતળા પડથી આવરણ બનાવીને તેમજ રગડા જેવા તૈલી ઘટ્ટ પદાર્થથી ખરડીને લપસણી બનાવેલી હોય છે. આવાં નર્કો અશુદ્ધ, ધૃણા થાય એવી ગંઘવાળાં, શ્યામરંગનાં, તે ક્યાંક અગ્નિ જેવા રંગનાં, અત્યંત ખાડા ટેકરાવાળાં-ખરબચડાં, જેના પર ચાલવું મુશ્કેલ હોય એવાં, કંપારી છૂટે-ચીતરી ચડે એવાં ભયંકર હોય છે.' અને નર્કમાં આપવામાં આવતાં દુઃખો પણ ભયંકર હોય છે. જેમને - ૩૦ - Page #414 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણેની સજા થઈ હોય છે તેઓ નથી સૂઈ શકતા કે નથી ઊંઘી શકતા, તેઓ કોઈ આશ્વાસન કે સુખસગવડ પણ પ્રાપ્ત કરી શક્તા નથી, અથવા તેઓ કોઈ મનોરંજન કે પ્રોત્સાહન પણ મેળવી શક્તા નથી. મૃગાનો પુત્ર તેના પિતા સમક્ષ નર્કમાં તેને કેવો અનુભવ થયો તે વર્ણવતાં કહે છે કે નર્કમાં તીક્ષ્ણ, તીવ્ર અને સખત, ભયંકર, અસહ્ય, દારૂણ-ઘોર, બિહામણાં દુ:ખો આપવામાં આવે છે.' પરંતુ સૂત્રકૃતંગા દુ:ખી અને કમનસીબ પ્રાણીઓનો સમુદાય કે જે નર્કમાં જે દુઃખો સહન કરે છે તેનું અતિશય શ્યામ રંગોમાં વર્ણન કરે છે.2 તેઓ દ્વારા આવા બે પ્રકારના સમુદાયો રચાય છે. એક તો બુદ્ધિમંત મનુષ્યો કે જેઓ અસાધુતાના માર્ગેથી પાછા વળી જાય છે. અને ધર્મના નિયમોને અનુસરે છે અને બીજા પાપનું આચરણ કરનારાઓ કે જેઓ ધર્મના નિયમોથી દૂર વળી જાય છે. અને અસાધુતાનું આચરણ કરે છે, તેઓ તેમને આવું જે કમ ભાગ્ય પ્રાપ્ત થયું છે તે વર્ણવે છે. બુદ્ધિમંત સદ્ગુણી માનવ દેવ તરીકે જન્મ ધારણ કરે છે અને પાપનું આચરણ કરનાર નર્કનાં દુ:ખો સહન કરે છે. અને છેવટે આ બંનેમાંથી ક્યો માર્ગ પસંદ કરવો તેનો નિર્ણય કરવાનું લોકો ઉપર છોડવામાં આવે છે. ધર્મપંથ : ધાર્મિક સંપ્રદાય જીવન વિષેના ભારતીય દૃષ્ટિબિંદું અનુસાર ત્રણ પ્રકારના તદ્દન સ્પષ્ટ પ્રવાહો જોવા મળે છે. બ્રાહ્મણધર્મ, બૌદ્ધધર્મ અને જૈનધર્મ. આ ત્રણ પ્રવાહોનાં જળ જાણે કે એકજ જળાશયમાંથી ખેંચવામાં આવ્યાં હોય અને લાગે છે અને જળાશય છે, ભારતીય માનસ. જે કોઈને આ બાબતનું જ્ઞાન છે તેને દેખીતી રીતે એકબીજાથી અલગ લાગતા આ ત્રણે પંથો ઘણા બધા સૈદ્ધાંતિક મુદ્દાઓમાં પરસ્પર સંમત થાય છે અને આ ત્રણે ધર્મો જીવન જીવવાની સમાન પદ્ધતિને અપનાવે છે એ જાણીને આશ્ચર્ય નહીં થાય. બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન સાધુનું રોજિંદુ જીવન લગભગ એક્સમાન હોય છે અને દરેક પોતપોતાના પંથમાંથી એકબીજા માટે કેટલીક છૂટ રાખે છે. તેમની જીવન જીવવાની શૈલિમાં આવી સમાનતાનું કારણ કંઈ દૂર શોધવા જવું પડે એમ નથી. નવા સ્થપાયેલા ધર્મોએ પ્રાચીન બ્રાહ્મણ ધર્મની વ્યવસ્થા ૩૯૧ - Page #415 -------------------------------------------------------------------------- ________________ મુજબની વૈરાગીઓની વ્યવસ્થા અનુસારની જ સમાન રેખાઓ પર તેમની વ્યવસ્થાઓ સ્થાપિત કરી હતી. જોકે આપણે વર્ધમાન મહાવીરે સ્થાપેલા જૈન સંપ્રદાયની વ્યવસ્થાની વધુ વિગતે તપાસ કરીશું, કે જે તેના પ્રણેતાના વ્યક્તિત્વની અનન્ય છાપ ધરાવે છે. પ્રથમ મૂળભુત હકીકત કે જે આપણે જ્યારે તપાસમાં આગળ વધીએ છીએ ત્યારે આપણું ધ્યાન ખેંચે છે તે જૈન સંપ્રદાયની તેના આરંભના કાળમાં પણ અસ્તિત્વ ધરાવતી ચાર કક્ષાઓ છે. આમ મહાવીર વર્ધમાને તેમના સંપ્રદાયમાં સંન્યાસી, સાધ્વી, સામાન્ય પુરૂષ અને સામાન્ય સ્ત્રીને પ્રવેશ આપવાની જોગવાઈ કરેલી હતી. એક બાજુએ સાધુઓ અને સાધ્વીઓ, જ્યારે બીજી બાજુએ સામાન્ય પુરૂષ અને સામાન્ય સ્ત્રી, આ બંને ભિન્ન નિયમોના સમૂહ વડે નિયંત્રિત કરવામાં આવતા હતા. આપણે પ્રથમ સાધુઓ અંગેની વ્યવસ્થાની તપાસ કરીશું. આરંભમાં જ એ બાબતને સ્પષ્ટ કરવામાં આવી છે કે તેના પ્રારંભના કાળથી જ જૈન ધર્મે સ્ત્રીના સાંસ્કૃતિક વિકાસની ભરપૂર શક્યતાઓને જાણી હતી. પરિણામે વર્ધમાન મહાવીરના સંપ્રદાયે સાધુઓ અને સાધ્વીઓ બંને માટે એકસમાન નિયમોના સમૂહનો આદેશ આપ્યો હતો. સાધુઓના વ્યવસ્થા તંત્રમાં પ્રવેશ માટેની પ્રથમ આવશ્યકતા હતી જરૂરી માનસિક સજ્જતા અર્થાત સંસારત્યાગ કરવા માટેની ઈચ્છા. જેને દુન્યવી મોજમજાની વ્યર્થતાની ખાતરી ન હોય તેના સંસારમાં) પાછા જવાની શક્યતા રહેલી હતી અને તેઓ પાછા ફરી પણ જતા હતા કે જ્યારે તેમને સગાંસંબંધીઓ અને સંજોગો દ્વારા લોભાવવામાં આવ્યા હોય એ જ રીતે જેમને આદરણીય ઉપર દઢ વિશ્વાસ ન હોય અને ધર્મ પંથના વ્યક્તિઓને બચાવવાના ગુણની પાકી ખાતરી ન હોય તેઓ સંપ્રદાયના સદાચારના નિયમોનું લાંબા સમય સુધી પાલન કરવા માટે શક્તિમાન બનશે નહિ. તેથી એક સંન્યસી માટે એ પારખવું આવશ્યક બને છે કે આ જગતનાં સુખો એ જંગલી રીંછને આપવામાં આવેલા અક્ષત (ચોખા) સમાન છે. તેઓ તેને પ્રલોભન આપવા માટે અને તેમને જન્મ જન્માંતરના ચક્રમાં અનંત દુઃખો સહન કરવા માટે તેમને ફસાવવાના હેતુથી જ પેદા થયેલાં છે. કિમ્પાકા ફળની જેમ અનિષ્ટ અસર પેદા કરવાવાળાં એવાં દુન્યવી - ૩૨ - Page #416 -------------------------------------------------------------------------- ________________ સુખો તલવારની ધાર ઉપર લગાડેલા મધુ સમાન છે. તેઓ ક્ષણભંગુર છે. તેઓ સ્વપ્ન જેવાં છે. તેઓ પાણીની સપાટી ઉપર રહેલા કુશા નામના ઘાસનાં પાન જેવા છે. જે કોઈ આવાં ભ્રામક સુખોની પાછળ તેનું જીવન વેડફી નાખે છે તે મૂર્ખ છે, તેઓ રત્નના મૂલ્યમાં કાચનો ટુકડો ખરીદે છે. અહિં સજીવ પ્રાણીઓ દ્વારા શાશ્વત મૂલ્ય ધરાવતી ચાર વસ્તુઓ પ્રાપ્ત કરવી અત્યંત કઠિન છે, જેવી કે માનવજન્મ, ધર્મપંથના નિયમોના સૂચનો, તેમાં માન્યતા અને સ્વનિયંત્રણ માટેની શક્તિ. જૈન અંગનાં પવિત્ર સૂત્રો અગણિત સમય માટે દુન્યવી સુખોની ક્ષણભંગુરતા અને માનવ જન્મની વિરલતા જેવી એની એ જ બાબતો ગાયા કરે છે.1 આજ્ઞાની મનુષ્ય કે જે સુખોના ભ્રામક વિશિષ્ટ વિશે સ્પષ્ટપણે જાણતો નથી, તે મિજબાની માટે તૈયાર કરવામાં આવેલા બોકડા જેવો છે. તે જાડોપાડો ચરબીવાળો અને ગોળમટોળ દેહ પ્રાપ્ત કરે છે, કિન્તુ તે તો કેવળ મહેમાનોના આગમન સુધી જ હોય છે. 1 Lec. XIX Page 96-97 Ullaradhyayana 2 : Book 1. Lec -5 Ch. I Page. 279. Page 83. Man who comit sins will go to hells, but those who have walked the road of righteousness, will obtain in heaven. વાસ્તવમાં ઉત્તરાધ્યયન સૂત્રનું દસમું પ્રવચન સર્વશ્રેષ્ઠ છે, જેમાં મહાવીર ઈન્દ્રભૂતિ ગૌતમને સઘળી વસ્તુઓ આશાશ્વત છે અને માનવ જન્મ વિરલ છે એ બાબતને સમજવાની સાચા દિલથી સલાહ આપે છે. હું અત્રે તેમાંના સૌથી વધારે ધ્યાન ખેંચે એવા શ્લોકોના ઊતારા રજૂ કરું છું. - જેવી રીતે પાકું થયેલું વૃક્ષનું પાંદડું જ્યારે તેના દિવસો પૂરા થઈ જાય ત્યારે જમીન ઉપર પડે છે, તે ગૌતમ ! તેવું જ મનુષ્ય જીવનનું છે. માટે નિરંતર જાગૃત રહે.” કુશા ઘાસના પાંદડાની ટોચ પર ઝૂલતું ઝાકળ બિંદુ કેવળ ટૂંક સમય માટે જ ટકે છે, હે ગૌતમ ! એવું જ કંઈક મનુષ્યજીવનનું છે, માટે તું નિરંતર જાગૃત રહે.” “હે ગૌતમ ! જેવી રીતે સજીવ પ્રાણીઓ માટે સમયના અત્યંત લાંબા ગાળામાં મનુષ્ય અવતાર એ એક વિરલ તક છે, અને કર્મોનાં પરિણામો અત્યંત સખત હોય છે. તેથી તે નિરંતર સજાગ રહે.” જો કોઈ મનુષ્ય તરીકે જન્મે, તો આર્ય બનવું એ વિરલ તક છે, કારણ કે ઘણા દસ્તુઓ અને મ્લેચ્છો બને છે, માટે તે ગૌતમ ! તું નિરંતર સજાગ સહે.” જો કોઈ આર્ય તરીકે જન્મે, તો તેને માટે બધીજ પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો ધરાવવી - ૩૩ - Page #417 -------------------------------------------------------------------------- ________________ ,, એ વિરલ તક છે, કારણ કે આપણે ઘણા એવા લોકોને જોઈએ છીએ કે તેમણે એક યા બીજો અવયવ ગૂમાવેલો હોય છે. તેથી હે ગૌતમ ! તું નિરંતર સાવધાન રહે.” ‘‘જો કોઈ પાંચેય જ્ઞાનેન્દ્રિયો ધરાવતો હોય, તો સર્વોત્તમ ધર્મમતના નિયમને અનુસરવું એ એક વિરલ તક છે, કારણ કે લોકો પાખંડી ધર્મગુરૂઓને અનુસરે છે. માટે હે ગૌતમ તું સદંતર સાવધાન રહે.” જો તેને સાચા ધર્મપંથના નિયમોનું માર્ગદર્શન મળે, તો તેમ છતાં પણ તેમને માનવા એ વિરલ તક છે, કારણ કે ઘણા લોકો પાખંડી હોય છે. માટે હે ગૌતમ તું સદંતર સાવધાન રહે.” જો કોઈ ધર્મપંથના નિયમોને માને-સ્વીકારે તો તે ભાગ્યેજ તેમનું વ્યવહારમાં આચરણ કરશે, કારણ કે લોકો આનંદ્ પ્રમોદમાં લીન થઈ ગયેલા હોય છે. તેથી હે ગૌતમ ! તું નિરંતર જાગૃત રહે.” ‘‘જ્યારે તારો દેહ વૃદ્ધ થઈ જાય, અને તારા કેશ શ્વેત થઈ જાય, તારી કર્ણોની શક્તિ ઘટવા લાગે ત્યારે કે ગૌતમ ! તું નિરંતર જાગૃત રહે.” ‘‘જ્યારે તારો દેહ વૃદ્ધ થઈ જાય, અને તારા કેશ શ્વેત થઈ જાય, તારાં ચક્ષુઓની શક્તિ-તેજ ઘટવા લાગે ત્યારે હે ગૌતમ ! તું સદંતર સાવધાન રહે.” ‘‘જ્યારે તારો દેહ વૃદ્ધ થઈ જાય, અને તારા કેશ શ્વેત થઈ જાય, તારી નાસિકાની શક્તિ ઘટવા માંડે ત્યારે હે ગૌતમ ! તું નિરંતર જાગૃત રહે.” ‘‘જ્યારે તારો દેહ વૃદ્ધ થઈ જાય, અને તારા કેશ શ્વેત થઈ જાય, તારી રસનાજીવાની શક્તિ ક્ષીણ થઈ જાય, ત્યારે હે ગૌતમ ! તું નિરંતર સાવધાન રહે.” ‘‘જ્યારે તારો દેહ વૃદ્ધ થઈ જાય, અને તારા કેશ શ્વેત થઈ જાય, તારી સ્પર્શની શક્તિ ક્ષીણ થઈ જાય, ત્યારે કે ગૌતમ, તું નિરંતર સાવચેત રહે.” ‘‘જ્યારે તારો દેહ વૃદ્ધ થઈ જાય, અને તારા કેશ શ્વેત થઈ જાય, તારી દૈહિક શક્તિઓ ક્ષીણ થવા લાગે ત્યારે કે ગૌતમ ! તું નિરંતર સજાગ રહે.” •‘વિષાદ-ઉદાસી, રાજાનાં અનિષ્ટો, કોગળિયું, અનેક પ્રકારના જીવલેણ રોગો તને લાગુ પડી જાય, તારો દેહ ક્ષીણ થવા માંડે અને નબળો પડવા માંડે, ત્યારે કે ગૌતમ ! તું નિરંતર જાગૃત રહે.” ‘‘તમારા પક્ષેથી સઘળાં બંધનો-આસક્તિઓને ત્યજી દો કે જે રીતે કમળના પુષ્પની પાંદડીઓ પાનખરના જળને નીચે પાડી દે છે, તેજ રીતે સર્વે બંધનોમાંથી મુક્ત થઈ જાઓ. માટે હે ગૌતમ ! તું નિરંતર જાગૃત રહે.” ‘તમારી સંપત્તિ અને તમારી પત્નીને ત્યજી દો, તમે ગૃહવિહીન અવસ્થામાં પ્રવેશ્યા છો. જો તમે એમ ન કરી શકો તો તમે તમારી ત્યાગેલી વસ્તુઓ તરફ પાછા ફરો. અને તેથી જ હે ગૌતમ ! તું નિરંતર જાગૃત રહે.” ‘‘તમારા મિત્રો અને સગાંસંબંધીઓને ત્યજી દો. જે વિપુલ ધનસંપત્તિનો તમે સંચય કર્યો છે, તેની તમે બીજી વાર અપેક્ષા રાખશો નહિ. માટે હે ગૌતમ ! તું ~ ૩૯૪ - Page #418 -------------------------------------------------------------------------- ________________ સદંતર સજાગ રહે.” S.B.E. 45 Page 41-42-44 Ullaradhyayana. Lecture. X S.B.E. 45 1 Lecture XIX. Page 92-93 આ જ પ્રવચન એક સંન્યાસીનું જીવન કેટલું મુશ્કેલ હોય છે તેને સમજાવવા માટે ઘણાં બધાં રૂપકો રજૂ કરે છે. જે રીતે સ્વર્ગીય સરિતા ગંગાને પાર કરવી અથવા તેના સામા પ્રવાહે તરવું અથવા કોઈએ પોતાનાં શસ્ત્રો પાસે રાખીને સમુદ્રમાં તરવું એ જેટલું મુશ્કેલ છે, તે જ પ્રમાણે કર્તવ્યોના મહાસાગરને પાર કરવો એ પણ એટલો જ મુશ્કેલ છે.” પોતાની જાતનું નિયંત્રણ કરવું એ મોઢામાં રેતીનો ફાકડો મારવા જેટલું જ બેસ્વાદ છે. અને તપશ્ચર્યા કરવી એ તલવારની ધાર ઉપર ચાલવા જેટલું જ મુશ્કેલ છે.” હંમેશાં સાચી રીતભાતના નિયમોનું પાલન કરવું એ પોતાનાં ચક્ષુઓને સર્પની જેમ કાયમ માટે ખુલ્લાં રાખવા જેટલું જ મુશ્કેલ છે. હે પુત્ર ! તે લોખંડના ચણા ચાવવા જેટલું જ મુશ્કેલ છે.” “જેવી રીતે એક થેલીમાં પવનને ભરવો મુશ્કેલ છે તેવીજ રીતે નબળા મનના) મનુષ્ય માટે શ્રમણનું જીવન જીવવું એ મુશ્કેલ છે.” મંદાર પર્વતને ત્રાજવામાં મૂકીને જેવી રીતે તોલવો મુશ્કેલ છે તેવી જ રીતે એક શ્રમણ માટે સ્થિર અને ભયવિહીન માનસ સાથે જીવવું મુશ્કેલ છે.” જેવી રીતે હાથ વડે સમુદ્રને તરવો મુકેલ છે તેવી જ રીતે જેનું મન શાંત નથી એના દ્વારા સંયમના મહાસાગરને પાર કરવો અત્યંત મુશ્કેલ છે.” Ullaradhyayan Sutra. Lecture XIX Page. 93 1 Parisaha • hunger દરેકે એ જાણવું જોઈએ કે માનવ જન્મ વિરલ છે અને એજ રીતે ધર્મના સિદ્ધાંતોનું શ્રવણ કરવું એ પણ વિરલ છે. તેનાથી પણ વધારે વિરલ છે તે ઉપદેશેલા ઘર્મપંથના સિદ્ધાંતો, પરંતુ આ બધામાં સૌથી વધારે વિરલ તો છે સર્વજ્ઞતા તરફ દોરી જતું સદવર્તન. ધર્મપંથને મજબૂતાઈથી પકડી રાખવો એ સારા ભારવાહક વ્યક્તિ માટે લગભગ અનિવાર્ય છે, અને ધર્મપંથને મજબૂતાઈથી પકડી રાખવા માટે ઊંચું ચારિત્ર્ય અને સદ્વર્તન અત્યંત આવશ્યક છે. એક સંન્યાસીનું જીવન સળગતા અગ્નિને ગળવા જેવું છે. એક જુવાન મનુષ્ય માટે શ્રમણ તરીકે જીવવું મુશ્કેલ છે. આ સૃષ્ટિમાં સઘળાં પ્રાણીઓ પ્રત્યે બિનપક્ષપાતી રહેવું, પછી તે મિત્રો હોય કે શત્રુઓ, સજીવ પ્રાણીઓને ઈજા પહોંચાડવાથી દૂર રહેવું. જૂઠાણાંઓથી - ૩૫ - Page #419 -------------------------------------------------------------------------- ________________ દૂર રહેવામાં બેદરકાર રહેવું નહિ, જે આપવામાં નથી આવ્યું તે લેવાથી દૂર રહેવું, એક વાર જાતીય આનંદો માણી લીધા હોય તે પછી તેવી વ્યક્તિએ અપવિત્રતાનો ત્યાગ કરવો, ધનસંપત્તિ, અન્ન અને સેવકો મેળવવાના સઘળા દાવાઓનો ત્યાગ કરવો, ચારે પ્રકારનો આહાર રાત્રે લેવો નહિ, આ બધાં કેવળ અઘરાં કર્તવ્યો છે અને ખરાબ કે નબળો શ્રમણ નબળા બળદની જેમ તેમના ભાર નીચે નિશ્ચિતપણે તૂટી જાય છે. ધર્મપંથના પ્રણેતાએ સંન્યાસીના જીવનની પ્રતિકૂળતાઓ છૂપાવી નથી. આદરણીય સંન્યાસી મહવીરે એવી બાવીસ મશ્કેલીઓ જાહેર કરી છે કે જે સંપ્રદાયના પ્રત્યેક સંન્યાસીએ શીખવી જોઈએ અને જાણવી જોઈએ, સહન કરવી જોઈએ અને જીતવી જોઈએ. પરંતુ જ્યારે તે ભ્રમણ કરતા સંન્યાસીનું જીવન જીવતો હોય ત્યારે તેણે તેમને અનુસરવાની જરૂર નથી.1 મહાવીર વર્ધમાને કેવળ મુશ્કેલીઓની યાદી જ રજૂ કરી નથી, પરંતુ તેમને સમજાવી પણ છે. અને (ધર્મપંથમાં) બિનઅનુભવી-નવી વ્યક્તિને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેને શત્રુ તરીકે લોકો જોયો નથી ત્યાં સુધી તેઓ તેને વીરપુરૂષ માને છે. શિશુપાલ કે જેણે મહાન યોદ્ધાઓને બહાદુરીપૂર્વક યુદ્ધ કરતા જોયા હતા તે પહેલાં તે પોતાની જાતને શૂરવીર માનતો હતો, તે જ રીતે એક બીન અનુભવી વ્યક્તિ કે જેણે હજી સુધી દુ:ખો સહન કર્યાં નથી અને જે સંન્યાસીનું જીવન જીવ્યો નથી એ પોતાની જાતને તે પોતે તપશ્ચર્યા ન કરે ત્યાં સુધી નાયક માને છે. સંન્યાસીના જીવનની મદદકર્તા અને અસહાયક પ્રતિકૂળતાઓનું વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. સંન્યાસીની કારકીર્દિનાં ભયસ્થાનો અત્યંત હૂબહૂ વર્ણવવામાં આવ્યાં છે, જે પાંચ મુખ્ય શીર્ષકો હેઠળ વર્ણવ્યા છે. (1) જ્યારે તે ભિક્ષાટન અર્થે નીકળે ત્યારે તેણે સહન કરવી પડતી મુશ્કેલીઓ (2) સ્ત્રીઓ તરફનાં ભયસ્થાનો કે જેઓ કોઈ સંન્યાસીને વિવિધ રીતે ફોસલાવીને અનીતિને માર્ગે લઈજાય છે (3) સગાં સંબંધીઓ તરફનાં ભય સ્થાનો કે જેઓ કોઈ વૃક્ષને વેલીઓ વિંટળાઈ જાય એમ તેની આસપાસ ટોળે મળે છે અને તેની ઉપર નિયંત્રિત જીવન (સંન્યાસીનું જીવન) ત્યજી દેવા માટે સખત દબાણ કરે છે. (4) સૌથી મોટી મુશ્કેલી એ તેને પોતાની જાતમાં આત્મવિશ્વાસના અભાવ અંગેની ~ ૩૯૬ ૨ " Page #420 -------------------------------------------------------------------------- ________________ છે. એવી કાયર વ્યક્તિ જેને પોતાની જાતમાં વિશ્વાસ નથી તે યુદ્ધના સમયે પોતે ખાઈની અંદર કે ગીચ ઝાડી ઝાંખરાંની અંદર કે અન્ય છૂપાવાનાં સ્થળોએ ચાલી જાય છે. તેથી કેટલાક શ્રમણો જેઓ જાણે છે કે મારી પવિત્રતાનો લોપ સ્ત્રી કે જળ એ બેમાંથી કોના કારણે થયો છે તેની કોને ખબર પડશે ? (6) અંતિમ શીર્ષક એ પાખંડો છે. તદ્દન સ્વાભાવિક રીતે કેટલાક શ્રમણો આવાં પ્રલોભનોમાં પડે છે અને પછી તેઓ એક ગૃહસ્થ કરતાં પણ વધુ ખરાબ વર્તન કરે છે. જો કોઈ સ્ત્રી તેના ખોળામાં સૂઈ જાય તો તે એમજ કહેશે, “હે મહાશયી મેં કંઈ જ ખોટું કર્યું નથી. તેણી તો કેવળ મારા ખોળામાં નિંદ્રાધીન જ થઈ છે.” આવા નકાર શ્રમણોની નીતિમત્તા હંમેશાં સારી હોતી નથી. આવા નઠારા શ્રમણો નઠારા બળદો જેવા છે. નઠારા બળદો ને જ્યારે ગાડા સાથે જોડવામાં આવે છે એવું જ કંઈક નઠારા શિષ્યો વિશે છે. તેઓને જ્યારે ધર્મપંથના નિયમોના શકટ સાથે જોડવામાં આવે છે, ત્યારે તેઓ પવિત્રતાના અભાવે ખોટકાઈ જાય છે. આ માટે ડૉ.વિન્ટરની એક સુંદર રસપ્રદ વાર્તાનો સંદર્ભ આપ્યો છે. 1. પરિસહા-સુધા 2. તૃષા છે. ઠંડી 4. ગરમી s. gad files 6. નગ્નતા 7. નિયંત્રિત વસ્તુઓથી અસંતોષ થવો 8. નારીઓ 9. ચંચળ જીવન 10. અભ્યાસનું સ્થળ 11. રહેઠાણ 12. ગાલિપ્રદાન 13. શારીરિક શિક્ષાઓ 14. કશીક વસ્તુ માટે યાચના કરવી 15નકાર સાંભળવા મળવો 16. બીમારી 17. કાચ ભોંકાવો 18. મલિનતા 19. માયાળુ અને આદરયુક્ત સત્કાર 20. સમજદારી 21. અજ્ઞાન 22. ન્યાયીપણું–નેકી Page-9. Lec-II uttaradhyayan - 1 આ બધી મુશ્કેલીઓ અને ભયસ્થાનો Sutrakritanga Book-1st, Lecture 3rd and 4th, માં દર્શાવવામાં આવ્યું છે. નઠારા શિષ્યોનું વર્તન સુંદર રીતે ઉત્તરાધ્યયનના 27મા પ્રવચનમાં પાન નં150 ઉપર અને તેજ પાના ઉપર 17 મા પ્રવચનમાં શ્લોક 77-78-79 દ્વારા વર્ણવવામાં આવેલ છે. આ નઠારા શ્રમણોના વર્તનનો ખ્યાલ આપવા માટે ઉપરનાં બંને સૂત્રોના સંક્ષેપ સ્વરૂપે પરિશિષ્ટ તરીકે આપી શકાય. ડૉ.વિન્ટરનિટ્સે પણ નઠારા સંન્યાસીનું દાંત આપ્યું છે. - ૩ - Page #421 -------------------------------------------------------------------------- ________________ મહાવીર આ બધી બાબતો અંગે અગાઉથી જ જાણતા હતા અને ધાર્મિક સંપ્રદાયના ભવિષ્યજ્ઞાતા સ્થાપક તરીકે તેમણે મુશ્કેલીઓ અને પ્રલોભનો અંગેની વિગતો આપવા ઉપરાંત તેમણે આહાર, વસ્ત્રો, ભિક્ષા, શધ્યા, ભિક્ષાપાત્ર, રહેઠાણ, સંપત્તિ, ઓસડ વગેરે અંગે ઝીણામાં ઝીણા નિયમોનો પણ આદેશ આપ્યો હતો. હું અહીં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરેલા સંન્યાસીએ આવા ભોગવિલાસોને રોકવા માટે જે સાવચેતીઓ લીધી હતી તે અંગેનાં અત્યંત વિશિષ્ટ ઉદાહરણો આપીશ. તેમ છતાં એ યાદ રાખવું જોઈએ કે કેટલાક નિયમો જીવનમાંથી તારવી કાઢેલા હતા અને જીવન માટેના હતા અને બાકીના બધા નિયમો સમાન પ્રકારના ન હતા. અને ખાસ કરીને વર્ધમાન મહાવીરના અવસાન પછી આ સંન્યાસીઓ કે જેઓ હવે સત્તાધીશો હતા અને તત્કાલિન સમાજ પર ભારે અસર પાડી શકતા હતા તેઓ ધર્મપંથમાં રહેલી છટક બારીઓની સુરક્ષા કરવા માટે વિદ્વતાપૂર્ણ ચોકીદારીમાં વ્યસ્ત થઈ ગયા. જ્યાં સુધી વર્ધમાન મહાવીર હયાત હતા ત્યાં સુધી તેમનું શક્તિશાળી વ્યક્તિત્વ ભારે અસરકારક બનતું હતું. તેમનું સમગ્ર જીવન વૈરાગીઓ માટેના સઘળા નિયમોનું વ્યવહારમાં પાલન કરવાનું એક જીવંત નિદર્શન હતું, પરંતુ તેમના અવસાનને લીધે વિગતવાર નિયમો ઘડવાની આવશ્યકતા ઊભી થઈ. મહાવીરના અવસાન પછી સંન્યાસીઓ વચ્ચેના સહકારની તાતી જરૂરિયાત પેદા થઈ અને તેથી કેટલાક સંન્યાસીઓ કે જેઓ અન્યોનો ઊંચા અભિપ્રાય ધરાવતા હતા અને આદરણીય હતા તેમણે ધર્મપંથમાં નવા દાખલ થયેલાઓ ઉપર તેમને શિસ્તમાં રાખવા માટે નિયમોનો કડક અમલ શરૂ કર્યો. આ નિયમો અત્યંત ઝીણવટભર્યા હતા. કારણ કે સંપ્રદાયમાં એકસૂત્રતા જાળવવા માટે મહાવીરના અવસાન પછી આદરણીય સંન્યાસીઓ એ એકમાત્ર આશ્રયસ્થાન હતું. જ્યારે મતભેદો સર્જાય ત્યારે એવું કોઈ મધ્યસ્થ સત્તાકેન્દ્ર ન હતું કે જ્યાં અરજી કરી શકાય. તે વખતે આદરણીય સંન્યાસીઓના નિર્ણયો અમલમાં મૂકવા માટે ફરજ પાડી શકાય એવા કાનૂની સ્વરૂપના કેન્દ્રનો તદન અભાવ વર્તાતો હતો. મહાવીરના જીવનકાળ દરમ્યાન પણ જે મતભેદો અસ્તિત્વ ધરાવતા હતા તે ખાસ - ૩૯૮ - Page #422 -------------------------------------------------------------------------- ________________ કરીને ચતુર્ભાગીય પ્રતિજ્ઞાઓનો અમલ કરનારાઓ અને પંચમાર્ગીય પ્રતિજ્ઞાઓનો અમલ કરનારાઓ વચ્ચે હતા અને હવે આ મતભેદો વધારે ઊંડા બન્યા. આ ખાઈ જે અગાઉ પણ અસ્તિત્વ ધરાવતી હતી તે ધર્મના સ્થાપકના અવસાન પછી વધુ પહોળી બની. આદરણીય સંન્યાસીઓ દ્વારા આ ખાઈ ઉપર સેતુ બાંધવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા, જે સદંતર નિષ્ફળ ગયા. આવા સંજોગોમાં ધર્મપંથના નિયમો એ અંતિમ આશ્રય સ્થાન હતું અને તેથી ધર્મ પરિવર્તન કરીને આવેલા નવા સંન્યાસીઓને સંપ્રદાયમાં યોગ્ય રીતે સ્થિર કરવા માટે ધર્મપંથના નિયમોની શ્રેષ્ઠતા, સદ્વર્તનની અગત્ય અને બુદ્ધિયુક્ત વાર્તાલાપ વગેરેનો ઉપયોગ કરીને પ્રયત્નો કરવામાં આવ્યાં. મોક્ષ કે જે નિર્વાણની સમીપ છે તેની તરફ લઈ જવા માટે ગોત્ર, ધનસંપત્તિ અને બાહ્ય નિશાનીઓ કંઈ કામ લાગતી નથી. તેને માટે જે અગત્યની છે તે આંતરિક પવિત્રતા છે. વૃક્ષની છાલ અને બકરીની ત્વચાનું વસ્ત્ર નગ્નતા, વાંકડિયા વાળ કે મૂંડાવેલું મસ્તક જેવાં બાહ્ય ચિહ્નો એ સઘળું પાપાચારી સંન્યાસીને બચાવી શકેશે નહિ. પાપચારી ભલે એક સાધુ કે ભિક્ષુ હોય, પરંતુ તેને નર્કની પ્રાપ્તિ અવશ્ય થશે. પરંતુ એક પવિત્ર મનુષ્ય, ભલે તે સંન્યાસી હોય કે ગૃહસ્થ હોય પરંતુ તેને સ્વર્ગની પ્રાપ્તિ થશે. જે વ્યક્તિ પોતાના હલનચલન તેની વાણી તેની ભિક્ષા યાચના, તેને મળેલી ચીજવસ્તુઓ, સંન્યાસી માટે આવશ્યક હોય એટલી જ ચીજો રાખવાનો આગ્રહ અને તેના આરામપ્રિય સ્વભાવ ઉપર સતત ધ્યાન નહીં આપે તે માલિકે (મહાવીરે) નિર્ધારિત કરેલા માર્ગને અનુસરી શકશે નહિ. એવી વ્યક્તિ કે જે લાંબા સમયથી માથે ટકો મૂંડો કરાવીને રહેતી હોય તેમજ ઈન્દ્રિયદમનનું આચરણ કરતી હોય, પરંતુ પ્રતિજ્ઞાઓ (નિયમો) નું આચરણ કરવામાં બેકાળજી રાખતી હોય તેમજ તપશ્ચર્યા અને પોતાની જાતને નિયંત્રણની અવગણના કરતી હોય, તે જીવનના યુદ્ધમાં વિજેતા બની શકશે નહિ. તે બળપૂર્વક વાળેલી મુઠ્ઠી જેવો ખાલી છે. (તેની કોઈ જ કિંમત નથી) તે છાપ વગરના ખોટા કાર્દાપણ જેવો અથવા ભૂરાશ પડતા લીલા રંગના પીરોજ નામના રત્ન ને મળતા આવતા કાચના ટુકડા જેવો છે. વિવેકી મનુષ્યો દ્વારા તેને કોમળતાથી પકડી રાખવામાં આવે છે. એવી વ્યક્તિ કે જે પોતાના - ૩૯ - Page #423 -------------------------------------------------------------------------- ________________ ભરણપોષણનાં સાધનો તરીકેના વ્યવસાય રૂપે, બાહ્ય ચિહ્નો ઉપર વધારે ભાર મૂકે છે. તે પાપનું આચરણ કરનાર તરીકેનું લક્ષણ ધરાવે છે. જે વ્યક્તિ પોતાની જાતનું નિયંત્રણ કરી શકતી નથી અને છતાં એમ કરવાનો ડોળ કરે છે તે ચિરકાળ પર્યત દુઃખમાં ડૂબી જશે. જે રીતે કાલકૂટ નામનું વિષ તેને જે પીએ છે તેની હત્યા કરી દે છે, જે રીતે અણઘડ રીતે ઉપયોગમાં લીધેલું શસ્ત્ર તેને કાપી કાઢે છે, જે રીતે વેતાલ તેને દબાવી દેવામાં ન આવે તો સામેની વ્યક્તિની હત્યા કરે છે, તે જ રીતે ધર્મપંથનો કાયદો જે વ્યક્તિ તેને વિષયલોલુપતા સાથે ભેળવી દે છે તેને અવશ્ય નુકસાન કરે છે. ધર્મમય મનુષ્યનાં વિવિધ બાહ્ય ચિહ્નો એટલા માટે ધર્મસંપ્રદાયમાં દાખલ કરવામાં આવ્યાં છે કે તે શું છે એવું લોકો ઓળખી શકે. (Page123) પાના નં 123 (ઉપરનું લખાણ) ધર્મપંથને આગળ ચલાવવા માટે જે આવશ્યક છે તે તીર્થકરોએ નિશ્ચિત કરેલું છે અને તે બાબત તેમણે તેમના સર્વશ્રેષ્ઠ જ્ઞાનની મદદથી નિશ્ચિત કરેલી છે. આંતરિક પવિત્રતાને સૌથી વધારે અગત્યની વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે અને આ આંતરિક પવિત્રતા કેવળ “સ્વ” ઉપર વિજય મેળવીને જ પ્રાપ્ત કરી શકાય છે. અને તેથી જ એવું વારંવાર કહેવામાં આવે છે કે જે પોતાની જાતને જીતે છે તે સમગ્ર વિશ્વને જીતે છે. આમ એવું કહેવામાં આવ્યું છે કે - મારી પોતાની જાત એ વૈતરણી નામની સરિતા છે. મારી પોતાની જાત એ સાલમતીવૃક્ષ છે. મારી પોતાની જાત એ ચમત્કારિક કામધેનુ ગાય છે. મારી પોતાની જાત એ નંદનવાટિકા છે. મારી પોતાની જાત એ દુઃખો અને સુખોની કર્તા અને અકર્તા છે. મારી પોતાની જાત એ હું સારાં કે નઠારા કર્મો કરું છું તદનુસાર દોસ્ત કે દુશ્મન છે. - જે વ્યક્તિ પોતાની જાતને જીતી શકતી નથી તેને માટે સઘળી બાહ્ય પ્રાપ્તિઓ અર્થહીન છે. સૌથી મોટા શત્રુ એટલે કે પોતાની જાતને જીતી લેશો તો સઘળું જીતાઈ જશે. અને તેથી મહાવીરે તદ્દન વિરોધી વાત કરી - ૪૦૦૦ Page #424 -------------------------------------------------------------------------- ________________ છે કે, “હે બંધુ ! તુ તારી જાત સાથે યુદ્ધ કર. તારે અન્યો સાથે યુદ્ધ કરવાની શી જરૂર છે ? પોતાની જાત કરતાં વધારે સારો શત્રુ ભાગ્યે જ મળશે, અને તેથી તારી પોતાની જાત સાથે જ યુદ્ધ કર.” અચરંગ - 5 કોઈ વ્યક્તિ પોતાની જાતને જીતી શકે તે તેના કાળજીપૂર્વકના શુદ્ધ જીવન જીવવાને કારણે છે. આ ઉદ્દેશ્ય માટે મહાવીર વર્ધમાને સમિતિઓ અને ગુપ્તીઓનો આદેશ આપ્યો છે. સમિતિઓની સંખ્યા પાંચની છે અને તેઓ ભ્રમણ કરવામાં જાગરૂકતા, વાણીમાં જાગરૂકતા, ભિક્ષાયાચનામાં જાગરૂકતા, ધાર્મિક પ્રવૃત્તિઓ માટે આવશ્યક ચીજવસ્તુઓ તેમની તપાસ કર્યા પછી જ પોતાની પાસે રાખવામાં જરૂરી જાગરૂક્તા અને છેલ્લે અવરજવર વગરની એકાંત જગ્યામાં અમલમાં મૂકવામાં આવતી કુદરતી પ્રક્રિયાઓમાં જાગરૂક્તા વગેરે સાથે સંબંધ ધરાવે છે. વધુમાં ગુપ્તીઓ ત્રણ છે : (1) મનોગુપ્તિ અર્થાત્ કામવાસના યુક્ત આનંદોના અરણ્યમાં ભ્રમણ કરતા મનને ધ્યાનમાં વ્યસ્ત કરીને તેને આવું ભ્રમણ કરતા અટકાવવું. (2) વાક્યુપ્તી અર્થાત્ ખરાબ વસ્તુઓ બોલતી જીવાને શાંતિની પ્રતિજ્ઞાની મદદથી તેમ કરતી અટકાવવી (3) કાયગુપ્તી અર્થાત્ કાયાને સ્થિર ધ્યાનમય સ્થિતિમાં મૂકવી. આમ સમિતિઓ અને ગુપ્તીઓના આચરણ દ્વારા એક આદર્શ સંન્યાસી પોતાની જાતને ઉન્નત કરી શકે, કર્મોને વિરામ આપી શકે અને સંસાર ઉપર પૂર્ણવિરામ મૂકી શકે. હવે પછી આપણે ગૃહસ્થો અને સામાન્ય સ્ત્રીઓના બનેલા ભક્તોના ખાસ વર્ગ વિશે જોઈશું. આ વર્ગમાં એવા લોકો આવે છે તે જેમને નિગ્રંથોના સંપ્રદાય વિશે કોઈ શંકાઓ, કુશંકાઓ કે અવિશ્વાસ નથી, જેમણે તેનો અર્થ ગ્રહણ કર્યો છે, તેનો અર્થ સમજવામાં પ્રભુત્વ મેળવ્યું છે. તેના અર્થ વિશે માહિતી મેળવી છે, તેનો અર્થ સુનિશ્ચિત કર્યો છે અને તેનો અર્થ તેઓ સમજ્યા છે, તેમનાં અસ્થિઓની અસ્થિમજજા નિગ્રંથોના સંપ્રદાય માટેના સ્નેહ વડે ભેદાયેલી છે, તદુપરાંત (તેમને જ્ઞાન છે કે તે એકલો જ સંપ્રદાય સત્ય છે અને બાકીના બધા વ્યર્થ છે. તેમણે તેમના દરવાજાના આગળા ઉપર કરીને ખોલી નાખ્યા છે અને બારણાં ઉઘાડાં રાખ્યાં છે, - ૪૦૧ - Page #425 -------------------------------------------------------------------------- ________________ અજાણ્યાના ગૃહમાં અથવા તેના અંતઃપુરમાં પ્રવેશ કરવાની તેઓ ઈચ્છા ધરાવતા નથી, ઈચ્છા ધરાવતા નથી, ઈચ્છા ધરાવતા નથી. પ્રત્યેક મહિનાની ચૌદસે અને આઠમે તેમજ કોઈક ઉત્સવના દિવસે કે પૂર્ણિમાના દિવસે તેઓ ચુસ્ત રીતે નકોરડા ઉપવાસ રાખે છે. તેઓ નિગ્રંથ શ્રમણોને તેઓ વહોરી શકે તેવો શુદ્ધ આહાર, જળ, સ્વાદિષ્ટ ભોજન, મરીમસાલા, વસ્ત્રો, ભિક્ષાપાત્રો, ધાબળા અને સાવરણીઓ, ઔષધો અને દવાઓ, બાજઠો, લાકડાનાં પાટિયાંની બેઠકો, શય્યાઓ અને નાની ખાટલીઓ પૂરી - પાડે છે. તેઓ પોતાની જાતને શીલવ્રત અને ગુણવ્રત, વિર્મણા, બાત્યાખ્યાનો, નકોરડા ઉપવાસ (પુસાહા ઉપવાસ) અને તપશ્ચર્યા (કે જે કરવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હોય છે) એ સઘળી બાબતો વડે શુદ્ધ કરે છે. S.B.E.-45 Lec.XXIV-Uttaradhyayan Sutra deals with the samities and Guptis. Page-130 આ રીતનું જીવન જીવીને તેઓ ઘણાં વર્ષો સુધી શ્રમણોના અનુયાયીઓ તરીકે રહે છે, અને પછી જો તેઓ માંદા પડે અથવા ન પડે તો પણ તેઓ આહાર લેવાનું મુલતવી રાખે છે અને આહાર ત્યજીને તેઓ ઘણા ટંક છોડી દે છે. તેમનાં પાપોની કબૂલાત કરીને તેમ જ તેમનું પ્રાયશ્ચિત કરીને અને આ રીતે પૂર્ણતા પ્રાપ્ત કરીને તેમના નિશ્ચિત થયેલા સમયે તેઓ અવસાન પામે છે, દેવોના પ્રદેશો પૈકીના કોઈ એકમાં તેઓ દેવ તરીકે પુનઃ જન્મ ધારણ કરે છે. (વિવિધ સ્વર્ગો પૈકીના કોઈ એકમાં) આ ગૃહસ્થ વિશેનું સત્તાવાર વર્ણન છે. તેઓ બધા કે જેમને મહાવીરના ધર્મપંથમાં સંપૂર્ણ શ્રદ્ધા છે અને તેમ છતાં બાહ્ય પરિસ્થિતિઓને કારણે અથવા તો આંતરિક નિર્બળતાને કારણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી શકયા નથી અને ગૃહવિહીન સંન્યાસીનો પરિવેશ ધારણ કર્યો નથી તેઓને ઉપાસકો કે સામાન્ય ભક્તોના વર્ગમાં પ્રવેશ આપવામાં આવે છે. આ ઉપાસકો સજીવ પ્રાણીઓ અને નિર્જીવ વસ્તુઓના સંદર્ભમાં ધર્મપંથનું અર્થઘટન કરે છે, તેઓ સદ્ગુણો અને પાપના આચરણ વચ્ચેનો ભેદ સમજે છે, તેઓ આસવોના, સંવરના, સાક્ષાત્કારના અને કર્મોના સદંતર લોપના, ક્રિયાઓના વિષયના, બંધનના અને અંતિમ મોક્ષના જ્ઞાન અંગે સુપેરે તાલીમ પામેલા હોય છે. આવા ઉપાસકો નિગ્રંથોના ધર્મપંથમાંથી ~ ૪૦૨ Page #426 -------------------------------------------------------------------------- ________________ દેવો, અસુરો વગેરે જેવા યજમાનો દ્વારા પણ ફોસલાવીને અનીતિના માર્ગે લઈ જઈ શકાતા નથી. પવિત્ર ધર્મપંથના નીતિનિયમો અંગેના ગ્રંથો પૈકીના એક માં કોઈ એક ઉપાસકે અનુસરવાના નિયમો અને તેણે પાળવાની પ્રતિજ્ઞાઓ અંગે મહાવીર વર્ધમાને આદેશ આપ્યો છે. તેમણે કેવળ નિયમોનો આદેશ જ આપ્યો નથી. પરંતુ સાથેસાથે તેમણે (આ નિયમોના) મર્યાદાભંગનું પાપ શી રીતે થાય તે અંગેની વાત પણ કરી છે. (zierl : The rules and the transgressions from Upasaka Dasao). કોઈ એક ગૃહસ્થ આનાથી આગળ જઈને આસનોનો મહાવરો કરવાનું હાથ ધરી શકે. ઉવાસગદસાઓમાં આવાં અગિયાર પ્રકારનાં આસનો વર્ણવ્યાં છે. કોઈ ગૃહસ્થ ધર્મપંથને વળગી રહીને અને પ્રતિજ્ઞાઓનું આચરણ કરીને તેની ગૃહિણી પત્ની સમેત તેમનાં કર્મોને નિર્મળ કરીને તેઓ સર્વોત્તમ અવધિજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જે રીતે સંન્યાસીઓ અને સંન્યાસિનીઓ માટે છે તેવી જ રીતે ઉપાસકો અને ઉપાસિકાઓ બંને માટે જ નિયમો નક્કી કરવામાં આવ્યા છે તે પણ એકસમાન છે. આદર્શ સંન્યાસી અંગેની જૈન સંકલ્પના પ્રવચન-11 પાના નં-46 અને પ્રવચન 85 તેમજ અન્ય ઘણી જગ્યાએ અત્યંત સુંદર રીતે વર્ણવવામાં આવી છે. તેમાં નવા ધર્મ પરિવર્તન પામેલા સાધુઓને પ્રેરણા આપવાની સેવા અર્થે આદર્શ સંન્યાસીનાં કર્તવ્યો અને સદ્ગણો વર્ણવવામાં આવ્યાં છે. DERY : Daily routine of the monk's life. Lec-XXVI. Page-142. સંન્યાસીઓએ ગૃહસ્થો સાથે કેવી રીતનો વ્યવહાર કરવો જોઈએ? સંન્યાસીઓ અને ગૃહસ્થો વચ્ચેના સંબંધો :- સંન્યાસીઓના સામાન્ય ભક્તો સાથેના સંબંધો નિયમોની એક શ્રેણી દ્વારા જોડવામાં આવ્યા છે. કોઈ પણ પરિસ્થિતિઓમાં એક સંન્યાસીએ કોઈ પણ રીતે કોઈ ગૃહસ્થની સેવા કરવી જોઈએ નહિ, અથવા તેને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ તેમ જ કોઈપણ રીતે તેની પાસેથી તેની જરૂરીયાતો વિશેની સાચી - ૪૦૩ - Page #427 -------------------------------------------------------------------------- ________________ હકીકતો કઢાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ. એવું ચુસ્તપણે નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈ સંન્યાસીએ ભોજન માટેનું આમંત્રણ સ્વીકારવું જોઈએ નહિ, કે ખાસ કરીને તેમને માટે જ તૈયાર કરવામાં આવેલી કોઈ જ ચીજવસ્તુ સ્વીકારવી જોઈએ નહિ. આમ જોકે સંન્યાસીઓને ગૃહસ્થોના સદ્ભાવ-શુભેચ્છા ઉપર જ આધાર રાખવો પડે છે, તેમ છતાં પણ સંન્યાસીઓએ પોતાની દુન્યવી અપેક્ષાઓની પરિપૂર્તિ માટે તેમના સદ્ભાવને પોતાની તરફેણમાં વાળવાનાં કૃત્યો કરવા જોઈએ નહિ. આરંભથી તે અંત સુધી જૈન ધર્મ લોકોના હૃદયોને સ્પર્શતો રહ્યો હતો અને તેથી સર્વ પ્રકારના ભપકા અને ઠાઠમાઠવાળા ઉત્સવો અને ધાર્મિક વિધિઓને તેમાંથી રૂખસદ આપવામાં આવી હતી. તેમના માટે ગૃહત્યાગ એ જ એકમાત્ર ભપકાદાર અને ઠાઠમાઠયુક્ત ઉત્સવ હતો. આજ પ્રથમ અને અંતિમ પ્રસંગ હતો કે જેની ગૃહસ્થો ઉજવણી કરી શકતા હતા. આ અંતિમ પ્રસંગ હતો કે જ્યારે ગૃહસ્થો તેમના પરિવારના તેમનાથી વિદાય લેતા સદસ્ય સાથે મોજમજા અને ઉજાણી કરી શકતા હતા. તેઓ તેની અત્યંત ભવ્ય રીતે ઉજવણી કરતા હતા. એક વિશાળ સરઘસ કાઢવામાં આવતું હતું અને સંસારત્યાગના પ્રસંગને કોઈ એક રાજાનો રાજ્યાભિષેક થતો હોય તે રીતે ઉજવવામાં આવતો હતો. આ ઉજવણીના અંતમાં તેના ગુરૂની સમક્ષ મજબૂત હાથોની મુઠ્ઠીઓ વડે તેના કેશનું મોચન કરવામાં આવતું હતું. આમ દશ્યમાન ક્રિયાઓની મદદથી તેને ભાન કરાવવામાં આવતું હતું કે હવે પછી પોતાના દેહ માટે તેણે કશું જ કરવાનું રહેતું નથી. તેનો દેહ તો કેવળ એક નૌકા જેવી છે, જેની મદદથી આત્માને નિર્વાણના સામા કાંઠે લઈ જવામાં ઉપયોગી બને છે, કિન્તુ તે તો કેવળ એક નૌકા જ છે, અને અન્ય કશું જ નહિ. | (સંસારમાંથી વિદાય લેતા સદસ્યોએ નવા ધર્મપંથ પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમજ સંન્યાસી માટેની પાંચ પ્રતિજ્ઞાઓને સ્વીકારવાનું કાર્ય કરવું પડતું હતું, જે નીચે મુજબ છે : (1) આ સૃષ્ટિમાં રહેલાં સઘળાં પ્રાણીઓ પ્રત્યે બિનપક્ષપાતી રહેવું, પછી તે મિત્રો હોય કે શત્રુઓ હોય, અને સમગ્ર જીવન પર્યંત સજીવ પ્રાણીઓને ઈજા પહોંચાડવાથી દૂર રહેવું. ૨૪૦૪ - Page #428 -------------------------------------------------------------------------- ________________ (2) જૂઠાણાંઓથી દૂર રહેવામાં ક્યારેય બેદરકારી દાખવવી નહિ અને હંમેશાં પથ્યકર-મિષ્ટ બોલવાની કાળજી લેવી. (3) જે અર્પણ કરવામાં આવ્યું ન હોય, તે લેવાથી, એક દાંત ખોતરવાની સળી જેવી નાની ચીજ લેવાથી પણ દૂર રહેવું અને કેવળ દોષરહિત દાન સ્વીકારવાં. (4) જેણે અગાઉ વિષયલોલુપ આનંદો માણ્યા છે તેણે ત્યાર પછીથી અપવિત્રતાથી દૂર રહેવું અને પવિત્રતાની કડક પ્રતિજ્ઞાનું પાલન કરવું. (ક) ધનસંપત્તિ, ધાન્ય અને સેવકો મેળવવાના સર્વ દાવાઓ ત્યજી દેવા, પોતાની માલિકીની સઘળી ચીજોનો ત્યાગ કરવો અને પોતાની પાસે પોતાનું અંગત કશુંજ રાખવું નહિ. હવે પછી ચારે પ્રકારો પૈકી કોઈ પણ આહારનું તેણે રાત્રિના સમયે ભક્ષણ કરવું જોઈએ નહિ, અને તેણે ધીરજ અને સમતા પૂર્વક સુધા, તૃષા, ઉષ્ણતા અને ઠંડી, માખીઓ તેમજ ડાંસ-મચ્છરોની પજવણી, દુઃખદાયક આવાસો, ઘાસને તોડવું અને મલિનતાઓ, મુક્કા અને ધમકીઓ (લોકો તરફ મળતા), શારીરિક શિક્ષાઓ અને કારાવાસ, સંન્યાસીનાં જીવનની યાતનાઓ, નિષ્ફળ ભિક્ષાયાચના વગેરે સહન કરવું જોઈએ અને સાથે સાથે સામાન્ય ભક્તજનો દ્વારા આપવામાં આવતાં આદર, કીર્તિ, હાર્દિક સત્કાર અને પ્રશંસા વગેરેને પણ સહન કરવાં જોઈએ. Upasake Dasao-Hoernle • એ એવા ગ્રંથો પૈકીનો એક છે કે જેનો ગૃહસ્થોએ તેમનાં પોતાના ધર્મપંથમાં) સ્થિરીકરણ માટે દરરોજ મુખપાઠ કરવો જોઈએ. આ ગ્રંથ રસપ્રદ પરંતુ મારી માન્યતા અનુસાર સંન્યાસીઓને ફોસલાવીને અનીતિના માર્ગે લઈ જવાના દેવો, અસુરો વગેરેના પ્રયત્નોની કાલ્પનિક વાર્તાઓ રજૂ કરે છે. Page-34. Book-2. Lacture-2. જેમ ધર્મપંથમાં પ્રવેશ મેળવવા માટે કોઈ ખાસ નિયમો નથી તે જ રીતે ધર્મપંથનો ત્યાગ કરી તેમાંથી બહાર જવા માટે પણ કોઈ ખાસ નિયમો નથી. કેટલાક કિસ્સાઓમાં મહાવીર પોતે શાંતિપૂર્વક આવા ધર્મપંથયાગોને સંમતિ આપી હતી. બ્રાહ્મણોની બલિ આપવાની વિધિઓ નાબૂદ કરવામાં આવી હતી. = ૪૦૫ - Page #429 -------------------------------------------------------------------------- ________________ (તેમના ધર્મપંથ પૂરતીજ). બ્રાહ્મણધર્મના પાછળથી લખાયેલા ગ્રંથમાં પણ બલિદાનોને નબળી નૌકાઓ તરીકે ગણવામાં આવ્યાં હતાં. બૌદ્ધો પણ આવાં બલિદાનો તરફ તિરસ્કૃત અને હલકી દૃષ્ટિથી જોતા હતા. “બલિદાન-સ્તંભ સાથે પ્રાણીઓને બાંધવાની ક્રિયા તેમજ આવાં બલિદાનો સઘળા વેદો અનુસાર પાપનાં કારણો બને છે અને તેઓ પાપાચરણ કરનારને બચાવી શકાતા નથી.” આવું જૈન ગ્રંથોમાં ભાવવાહી રીતે દર્શાવવામાં આવ્યું છે. જૈન સાધુઓ પૈકીના એકને કોઈ એક બ્રાહ્મણ દ્વારા પૂછવામાં આવ્યું હતું :- ““તમારો અગ્નિ ક્યાં છે? તમારો અગ્નિકુંડ ક્યાં છે? તમારી બલિદાન આપવાની વેદી ક્યાં છે? તેમાં હવિ-ઈંધણ તરીકે વપરાતા ગાયનાં સૂકાં છાણાં ક્યાં છે? આ સઘળી ચીજો વગર એક યતિ કયા પ્રકારનો પૂજારી બની શકે ? અગ્નિને તમે શાનો બલિ અર્પણ કરવાના છો ?” આ પ્રશ્નના ઉત્તરમાં નિર્ગથે કહ્યું, તપ એ મારો અગ્નિ છે, જિંદગી એ મારો અગ્નિકુંડ છે, સાચોકઠિન પરિશ્રમ એ મારી બલિદાન માટેની વેદી છે, મારી કાયા એ ગાયનાં સૂકાં છાણાં છે, કર્મ એ મારો હવિ-ઈંધણ છે, પોતાની જાત ઉપરનું નિયંત્રણ, સખત પરિશ્રમ અને સ્વસ્થતા એ મારાં બલિદાનો છે, જેની સંતોએ પ્રશંસા કરી છે અને આ બિલિદાનો) હું અર્પણ કરું છું.” બ્રાહ્મણ એક વાર ફરીથી પૂછે છે : “તમારું જળાશય ક્યાં છે અને તમારી સ્નાન કરવાની પવિત્ર જગ્યા ક્યાં છે? તમે તમારાં બલિદાનો કેવી રીતે અર્પણ કરો છો અથવા અશુદ્ધતાને કેવી રીતે દૂર કરો છો ? બલિદાનોને અટકાવનારા હે સંન્યાસી! અમને કહો કે તમને યક્ષો પણ શાથી આદર આપે છે? એ અમે તમારી પાસેથી શીખવાની ઈચ્છા રાખીએ છીએ.” ધર્મપંથના નિયમો એ મારું જળાશય છે, બ્રહ્મચર્ય એ મારી સ્નાન કરવાની પવિત્ર જગ્યા છે, જે જરાયે કાદવવાળી નથી, આત્મા માટે તે સમગ્રતયા શુદ્ધ છે, હું ત્યાં બલિ આપું છું, જે પવિત્ર, શુદ્ધ અને સંપૂર્ણપણે શીતળ છે, હું ધિક્કાર (અથવા અપવિત્રતા) માંથી મુક્તિ મેળવું છું.” “સ્નાનના નિષ્ણાત (અમારા ગુરૂએ) એવું સ્નાન શોધી કાઢ્યું છે Page #430 -------------------------------------------------------------------------- ________________ કેજે મહાન સ્નાન છે, જેની ઋષિઓએ પ્રશંસા કરી છે, જેમાં દષ્ટાઓ સ્નાન કરે છે અને પવિત્ર અને શુદ્ધ બને છે, તેઓ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે.” આ વાર્તાલાપ સ્પષ્ટપણે દર્શાવે છે કે બાહ્ય સાદગી અને આંતરિક પવિત્રતા જૈન ધર્મપંથનું કેન્દ્ર રચે છે. પ્રત્યેકદુન્યવી ક્રિયાઓ કરવાનું મહાવીર કહેતા નથી. પરંતુ તેઓ તે સર્વનો ત્યાગ કરવાનું કહે છે. નિગ્રંથ ધર્મપંથ પ્રત્યેક સંન્યાસીને ત્યાગ કરવાનું યાદ કરાવે છે. જેમાં સગાં સંબંધીઓનો ત્યાગ અને સમિતિઓ અને ગુપ્તીઓની મદદથી આંતરિક પવિત્રતાનું સંવર્ધન કરવા માટે તેના પોતાના દેહનો પણ ત્યાગ કરવાનું પણ તે યાદ કરાવે છે, અને આમાં જ મહાન વિજય પ્રાપ્ત કરવાનો માર્ગ રહેલો છે. 1 આ સામાન્ય રીતે આ બાબત નીચે મુજબ બને છે. મહાવીર પોતે નગરથી અત્યંત નજીક પણ નહીં અને અત્યંત દૂર પણ નહીં એવી જગ્યાએ આવેલી ચેતનવંતી (લીલીછમ) વાટિકામાં આશ્રય લેતા હતા. તેમના વિશે જાણકારી પ્રાપ્ત કરવા માટે લોકો ત્યાં આવતા. તેઓ ઘણી મોટી સંખ્યામાં તેમની પાસે ટોળાબંધ આવતા હતા. મહાવીર તેમને તમામ દુન્યવી ચીજોની અશાશ્વતતાક્ષણભંગુરતા અંગે ઉપદેશ આપતા હતા અને દુન્યવી આનંદ-પ્રમોદીની તરફેણમાં અને વિરોધમાં રહેલી બાબતોને સારી રીતે ધ્યાનમાં લઈને માનવજન્મનો સર્વોત્તમ ઉપયોગ કરવાની તેમને પ્રેરણા આપતા હતા. મહાવીરે આ આંતરિક પવિત્રતા ઉપર અત્યંત ભાર મૂક્યો હતો કે જેથી તેમણે દૈનિક પરિક્રમણ કરવાનો આદેશ આપ્યો હતો કે જે તેમના ધર્મ સંપ્રદાયનું એકદમ અલગ એવું વિશિષ્ટ લક્ષણ હતું. સંન્યાસીઓને તેના દ્વારા તેમના પોતાના મનમાં ઊંડા ઊતરવાની આવશ્યકતા જણાતી હતી તેમ જ તેઓ પોતાની આખાયે દિવસ દરમ્યાનની પ્રવૃત્તિઓની તેમના વડીલ સંન્યાસીની સમક્ષ કબૂલાત કરતા. મહાવીરના અવસાન થયે ઘણો સમય વીતી જવા છતાં હજી પણ તેમના શિષ્યો એવી જ તપશ્ચર્યા કરતા હતા, એવી જ પ્રતિજ્ઞાઓનું પાલન કરતા હતા, એવા જ પ્રકારની શિસ્ત જાળવી રાખતા હતા, એવા જ પ્રકારની પવિત્રતા ટકાવી રાખતા હતા, કારણ કે હવે જિન પોતે હયાત ન હતા તેમ છતાં પણ તેમને માર્ગ દર્શાવવા માટે અત્યંત ઊંચા દરજ્જાવાળા માર્ગદર્શક (અદશ્ય સ્વરૂપે) ત્યાં ઉપસ્થિત હતા. - ૪૦૦ ૦ Page #431 -------------------------------------------------------------------------- ________________ અને કેટલાક એવા પણ હતા અને આવા તો ઘણા બધા હતા) કે જેમને માટે તેમના ઉપદેશો પ્રકાશ પેટાવનારા હતા. આવા લોકો જાહેરાત કરશે કે, “હે વરદાની પુરૂષ! મને આપના ઉપદેશો ગમ્યા છે, અને તેમાં શ્રદ્ધા છે, મને તેમની પ્રત્યે રસઅભિરૂચિ છે - વિશિષ્ટ લગાવ છે, મને તેમાં વિશ્વાસ છે, તેમણે મારા મનને આનંદિત બનાવ્યું છે, હું ધર્મપંથમાં દાખલ થવાની ખાતરીપૂર્વક દરખાસ્ત મૂકું છું, હે વરદાની પુરૂષ! આપે જે જાહેર કર્યું છે (ઉપદેશ), તે સત્ય છે અને અન્ય કશું જ સત્ય નથી. હું સંસારનો ત્યાગ કરવાની દરખાસ્ત કરું છું અને હું આપનો શિષ્ય બનું છું. હે ઈશ્વરના પ્રિય! કૃપા કરીને ત્યાં સુધી રાહ જુઓ કે જ્યાં સુધી હું મારાં માતા-પિતાની અનુમતિ મેળવી લઉં. (અને જો તે કોઈ રાજવી હોય તો તે કહેશે કે જ્યાં સુધી હું મારા પુત્રનો રાજગાદી ઉપર રાજયાભિષેક ન કરું ત્યાં સુધી આપ રાહ જુઓ. કેટલાક કિસ્સાઓમાં તેના જ્યેષ્ઠ પુત્રની સામે જ્યેષ્ઠ પુત્ર તરીકે કોઈ સંબંધીને તૈયાર કરવામાં આવતો હતો કારણ કે રાજવીને લાગતું હતું કે રાજા બનવાથી તેનો જ્યેષ્ઠ પુત્ર જન્મ જન્માંતરોના ચક્રમાં ચિરકાળ સુધી ચાલુ રહેશે, અને આવું જ કંઈક ઉદાયીની વાર્તામાં બને છે.) વરદાની પુરૂષ કહેશે, “તમને જે આનંદ આપે એવું કરો. તેમાં કોઈ જ વિલંબ કરશો નહિ. વિદાય લેતો સદસ્ય તેનાં માતાપિતાની સમક્ષ તેની ઈચ્છા જાહેર કરશે, અને તેનો (માતાપિતા) અત્યંત દયાજનક રીતે તેને તેમની પોતાની પાસે રહેવાની પ્રાર્થના કરશે. કેટલીક વાર તેનાં માતાપિતાની અવેજીમાં રાજા પણ પોતાની દરમ્યાનગીરી કરશે અને રક્ષણ પૂરું પાડવાની દરખાસ્ત કરશે. પરંતુ વિદાય લેતો સદસ્ય માનવજન્મની અનિશ્ચિતતા વિશે દલીલ કરતાં કહેશે કે માનવજીવન એ તો કુશા પાસ પર ઝૂલતાં ઝાકળબિંદુઓ જેવું છે. કોણ કેવા સ્વરૂપે અવસાન પામશેશિશુ તરીકે, બાળક તરીકે, કિશોર તરીકે કે પુખ્ત મનુષ્ય તરીકે, તે કોઈ જાણતું નથી. માનવજન્મ એ વિરલ હતો છેવટે તો દરેક વસ્તુ અહીંની અહીં છોડીને જવાનું છે. જ્યારે માતાપિતાને લાગ્યું કે તેને સમજાવવાના સઘળો પ્રયત્નો અશક્ય હતા ત્યારે તેઓ તેને અનુમતી આપશે અને તેને ધર્મપંથને ચુસ્તપણે વળગી રહેવા માટે પ્રાર્થના કરશે. અને એ પછીના સોપાન તરીકે તેઓ તેના સંસાર ત્યાગના કાર્યની અત્યંત ભવ્યતાપૂર્વક ઉજવણી કરશે. કેટલાક અત્યંત રસપ્રદ સંવાદો પણ આના સંદર્ભમાં છે, મેં આવો જ એક સંવાદ અગાઉ રજૂ કર્યો છે, પરંતુ રસપ્રદ અને હૃદય સ્પર્શી સંવાદ ઉરિગાના પુત્ર રાજા નેમિનો સંવાદ છે. (Page-85) - ૪૦૮૦ Page #432 -------------------------------------------------------------------------- ________________ એક આદર્શ શિક્ષક : ધર્મોપદેશક : ગુરુ પોતાની વેધક બુદ્ધિમત્તાને લીધે મહાવીર જાણતા હતા કે કોઈ એક સાધુની માનસિક અને નૈતિક ઉન્નતિ માટે એક આદર્શ ગુરુ અનિવાર્ય છે. મહાવીરે સ્થાપેલો ધર્મ એ કંઈ ગુલાબોની શય્યા સમાન ન હતો. ચુસ્ત રીતે સંયમી જીવન જીવવું, તપશ્ચર્યા કરવી અને સાધુત્વનું કઠોર જીવન જીવવું એ નવા ધર્મપરિવર્તન કરેલા નિગ્રંથ માટે ઉપરોક્ત બધી જ બાબતોનું આચરણ કરવું એ કંઈ સહેલી ત્રંબાબત નથી. એક શ્રમણ માટે આ બધી બાબતોને લીધે એક ઉત્તમ માર્ગદર્શકની આવશ્યકતા પેદા થઈ. મહાવીર આ અંગે સારી રીતે જાણતા હતા, અને તેથી જ ગુરુ અને શિષ્ય વચ્ચે સાચી રીતના સંબંધો જળવાય તે માટે તેમણે નિયમોના એક સમુદાયની રચના કરી હતી. સઘળાં સજીવ પ્રાણીઓ તેમના અસ્તિત્વના વર્તમાન સ્વરૂપ માટે તેમનાં કર્મોથી બંધાયેલાં છે અને તેને સુધારવાની ઉત્તમ તક એ વર્તમાન સમય છે. એક સારા મનુષ્યે સંપ્રદાયમાં તેનાં પોતાનાં કર્તવ્યો બજાવવા માટે તેના ગુરુ સાથે લાંબા સમય સુધી રહેવાનું હોય છે. જે વ્યક્તિ તેના ગુરુ સાથે રહી શકતી નથી, તેના દુન્યવી અસ્તિત્વનો કંઈ અંત આવી જતો નથી, કારણ કે ઘણા સિદ્ધાંતવિહીન મનુષ્યો કોઈ નવાસવા બિન અનુભવીને ફોસલાવીને અનીતિના માર્ગે લઈ જશે અને ધાનકાઓની જેમ તેઓ તેમને તેમના પોતાના નિયંત્રણ હેઠળ લઈ લેશે. આ ધાનકાઓ કે જેઓ પક્ષીઓનાં ધ્રૂજતા, ગભરાયેલાં અને ઝીણા પાંખો ફફડાવતાં નાનાં બચ્ચાંઓ કે જેમની પાંખો જ હજી, વૃદ્ધિ પામી નથી તેમને પકડીને લઈ જાય છે. શિષ્યના પક્ષે ઘમંડી વલણ સુધારણાની ને આંતરિક ઉન્નતિની સઘળી શક્યતાઓનો છેદ ઉડાડી દે છે અને આ શિષ્યો કે જેઓ ઉપર ક્રોધની ઝટ અસર થાય છે તેમને નીચેના શબ્દોમાં ચેવતીની નોંધ પાઠવે છે, “જ્યારે યુવાન અથવા વૃદ્ધ સંન્યાસી દ્વારા ઉપદેશાયેલા કે જેઓ તેમના જેટલી જ અથવા તેમનાથી વધારે ઉંમર ધરાવતા હતા અને જેઓ વિષયવાસનાથી સંપૂર્ણપણે મુક્ત હતા તેમની સામે તેમણે શીઘ્રતાથી ~ ૪૦૯ × Page #433 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યુત્તર પાઠવવો જોઈએ નહીં. જો કોઈના દ્વારા તેની ભૂલ સુધારવામાં આવે, કે જે ભૂલ સુધારનાર યુવાન હોય કે વૃદ્ધ, અથવા કોઈ મહિલા સેવિકા (ગુલામ) હોય કે જે હલકા પ્રકારનાં કાર્યો કરવામાં રોકાયેલી હોય છે, અથવા કોઈ બરણી લઈને જતી હોય તેવી વ્યક્તિ હોય અથવા કોઈ ગૃહસ્થ હોય, તો એ સર્વે પ્રત્યે તેણે ક્રોધિત થવું જોઈએ નહીં અથવા તેમને કોઈ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં અથવા તેમની પ્રત્યે એક પણ સખત શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં, પરંતુ તેણે એ જ પાપકર્મ ફરીથી ન થાય તેનું તેમને વચન આપવું જોઈએ, કંઈક ખોટું કરવા કરતાં આ બાબત વધારે સારી છે. એથી ઊલટું અરણ્યમાં માર્ગ ભૂલેલા એવા તેને જે કોઈ સાચા માર્ગે લાવતા હોય તે બધાં પ્રત્યે તેણે આભારની લાગણી વ્યક્ત કરવી જોઈએ. એક સંન્યાસી કે જે પોતે ભયરહિત માનસ ધરાવતો હોય તો પણ તેણે નમ્ર બનવું જોઈએ.1 શિષ્યો માટે આટલું બધું કહેવાયું તો ગુરુનું શું? જો કોઈ આલિયો, માલિયો અને જમાલિયો ઉપદેશ આપવાનું શરૂ કરે તો તે ઘણાં ધાર્મિક સિદ્ધાંતોનો સમુદાય બનાવશે, ધર્મપંથના ગૂંચવાડા ભરેલા મુદ્દાઓને તે સમજાવ્યા વગરના છોડી દેશે અને તેની પાસેથી ઊંચી અપેક્ષા રાખનારા આતુર એવા મોટા સમુદાયમાં સંતાપ પેદા કરશે. જેમણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે અને જેઓ પવિત્ર જીવન જીવ્યા છે, સિદ્ધાંતોનું આચરણ કર્યું છે અને અસ્તિત્વના મહાસાગરને પાર કર્યો છે તેઓ જ ગુરુ તરીકેનું વિશેષણ ધારણ કરવાનો દાવો સાચી રીતે કરી શકે. 1 ગ્રંથો ગા ગ્ગારાના લાયકાત વગરના શિષ્યોનો નિર્દેશ કરે છે કે જેઓ અસમર્થ બળદોની જેમ ધર્મની ધૂંસરી ખેંચવા માટે શક્તિમાન નથી અર્થાત નવા શિષ્યોને સલાહસૂચનો આપવા માટે શક્તિમાન નથી. જેઓ અસ્તિત્વના મહાસાગરમાં એક બાદ એક મોજાંઓ ઉપર તેમનાં પોતાનાં કર્મો દ્વારા ફંગોળાયેલા છે તેમને માટે એક ઉત્તમ ગુરુ એ એક આશ્રયસ્થાન છે, રક્ષણ માટેના સ્થાન તરીકેનો એક દ્વીપ છે. શું મહાવીર એક નવા ધર્મપંથના કેવળ એક સ્થાપક હતા અથવા તો તેઓ એક આદર્શ ગુરુ હતા એ એક પ્રશ્ન છે કે જે પૂછવા માટે કોઈપણ વ્યક્તિ લલચાય છે, પરંતુ જેઓ ધર્મગ્રંથોમાં સારી વિદ્વતા ધરાવે છે તેમને ૦૪૧૦ Page #434 -------------------------------------------------------------------------- ________________ માટે આવો પ્રશ્ન તદન સરળ છે, અને તે તેમને માટે જરાય હાસ્યાસ્પદ કે મુર્ખામીભર્યો નથી, કારણ કે કોઈ એમ કહેશે કે મહાવીર એ કેવળ અત્યંત પારમિતા - શ્રેષ્ઠતા ધરાવતા આદર્શ ગુરુ જ નહતા, પરંતુ જો તેઓ આવા નહોતા તો તેઓ કશું જ ન હતા. જો કોઈ તેમનામાં આદર્શ ગુરુ ન શોધી શકે તો તે તેમને સમજવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ભવાટવીમાં ભૂલે પડેલી વ્યક્તિ માટે ગુરુ એ તો પથ સંશોધક છે. તે ધાર્મિક ઊંચાઈઓની પ્રાપ્તિઓ ઉપર ચડવા માટેની સીડી છે, કે જે તેના શિષ્યો માટે તે હોવો જોઈએ. ઉત્તમ ગુરુ માટે એ આવશ્યક છે કે તેણે નીચે મુજબના મહત્ત્વના અને અનિવાર્ય ગુણોથી સંપન્ન હોવું જોઈએ અને તેથી આપણે તેમને એક ઉત્તમ ગુરુનાં અનિવાર્ય લક્ષણો તરીકે ઓળખીશું. પ્રથમ તો તે ચુંબકીય વ્યક્તિત્વથી સંપન્ન હોવો જોઈએ કે જે તેને લોકોનાં હૃદય જીતી લેવા માટે તેમજ તેના વિરોધીઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે શક્તિમાન બનાવશે. બીજું કે તેને અસ્ફટ વાણીની બક્ષિસ મળેલી હોવી જોઈએ. તેની વાણી જો કે કોઈની નિંદાથી કે અસત્ય ભાષણથી પર હોવી જોઈએ કે જેથી તે લોકોના હૃદયોનાં ઊંડાણોને સ્પર્શવાની શક્તિ ધરાવતી હોય અને તેમને દુન્યવી નબળાઈઓથી ક્યાંય ઊંચે ઊંચકી લેવાની શક્તિ ધરાવતી હોય તેમજ એક સંન્યાસીના સગુણી જીવનના મધુબિંદુઓનો સ્વાદ લેવા માટે તેમને સક્ષમ બનાવતી હોય. તેની વાણીની શક્તિ પોતે ગમે એટલી વખાણવા લાયક હોય, પરંતુ તેનાથી કોઈ અગત્યનો હેતુ ન સરતો હોય તો તે નિષ્ફળ બની જાય છે. તેથી તેની વાણી શક્તિશાળી હોવા ઉપરાંત એક ગુરુની પાસે એવું કંઈક કહેવાનું પણ હોવું જોઈએ કે જે વાસ્તવમાં વિચારપ્રેરક હોય. બીજા શબ્દોમાં વિચારપ્રેરક હોય. બીજા શબ્દોમાં કહીએ તો તેની પાસે એવો કોઈ સંદેશ હોવો જોઈએ કે જે લોકોના મોટા સમુદાયો સમક્ષ ખુલ્લો મૂકી શકાય. તે જ્ઞાનના રત્નનો ગૌરવશાળી માલિક હોવો જોઈએ. લોકોનાં હૃદયોમાં છુપાઈને બેઠેલા સંદેહોનું તે નિરાકરણ લાવી શકતો હોવો જોઈએ અને અજ્ઞાની લોકો ગૂંચવાડામાં નાખતા ધર્મના મૂંઝવતા એવા અઘરા મુદ્દાઓને - ૧૧ - Page #435 -------------------------------------------------------------------------- ________________ કાપીને અલગ કરી શકતો હોવો જોઈએ. નબળા લોકસમુદાયના માનસને પ્રકાશિત કરવા માટે શક્તિમાન હોવો જોઈએ. કિન્તુ આ સર્વથીયે ઉપર હોય એવી બાબત એ છે કે તેનામાં ઉપદેશ આપવાની ઈચ્છાશક્તિ હોવી જોઈએ. તેણે અત્યંત આતુરતા અને ઈંતેજારીપૂર્વક મોટા માનવ સમુદાયોને તેણે જેનું દર્શન કર્યું છે, સાક્ષાત્કાર કર્યો છે અને જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેની ઝાંખી કરાવવાની ઉત્કટ ઈચ્છા કરવી જોઈએ. પ્રથમ ત્રણ આવશ્યકતાઓ કોઈ એક ગુરુને સફળ બનાવે છે. એ કેવળ આંતરિક ઉત્કટ ઈચ્છા જ છે કે જે તેને આદર્શ ગુરુની અત્યંત ઉચ્ચ કક્ષાએ દોરી જાય છે. કોઈ ગુરુ જે આદર્શ વિહોણો હોય તે મોટા લોક સમુદાયો માટે કદાય સફળ ગુરુ બની શકે, પરંતુ એવો ગુરુ કે જેની પાસે કંઈક આપવાલાયક છે, અને તે પૂર્ણ રીતે આપવા માટે આતુર છે તેજ કેવળ આદર્શ ગુરુ કહેવડાવવાની લાયકાત ધરાવે છે. તે જોકે દુન્યવી અર્થમાં ક્યારેક સફળ થતો નથી અથવા સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી શકતો નથી. - ઉપરોક્તમાં ચર્ચાના પ્રકાશમાં આપણે મહાવીરના આદર્શ ગુરુ હોવાના દાવાનો કાળજીપૂર્વક વિચાર કરવાનો પ્રયત્ન કરીશું. ચુંબકીય વ્યક્તિત્વ ઃ આદર્શ ગુરુની પ્રથમ મહત્ત્વની જરૂરિયાત અંગે ચર્ચા કરતી વખતે આપણે ભાગ્યે જ એ હકીકતની ઉપેક્ષા કરી શકીએ કે તે જમાનામાં કોઈ એક ધાર્મિક આગેવાનની સફળતા મહદ્અંશે તેમના શક્તિશાળી વ્યક્તિત્વને કારણે હતી, અને મહાવીર પણ આમાં અપવાદરૂપ ન હતા. કોઈ ડહોળાયેલા મગજવાળા ધર્મપંથમાં નવા જ દાખલ થયેલા, આદરહીન એવા મનુષ્યના મનનું સમાધાન કરવા માટે કેવળ તેમની ઉપસ્થિતિ જ પર્યાપ્ત હતી. આપણા માટે એ આશ્ચર્યકારક નથી કે જ્યારે આપણે વાંચીએ છીએ કે કોઈ એક સ્ત્રી કે જે દેવને ભોગ આપવા માટે આવી હતી તેણીએ આ એકાંતવાસી સંન્યાસીમાં વધારે લાયકાતવાળું વ્યક્તિત્વ જોયું હતું. પ્રાચીન ધર્મગ્રંથોના લેખકો તેમને માટે મજબૂત શરીર સૌષ્ઠવ હોવાનો, શિયાળાની કાતિલ ઠંડી સામે અને અન્ય સઘળી કઠિનતાઓ સામે ટકી રહેવા માટે શક્તિમાન હોવાનો દાવો કરે છે. એક ભરવાડ દ્વારા તેમના પ્રત્યે કરવામાં આવેલો સૂર વ્યવહાર કે જેણે પોતાના બળદો તેમને સાચવવા માટે આપ્યા હતા તે અને સાથે સાથે - ૪૧૦ - Page #436 -------------------------------------------------------------------------- ________________ અન્ય લોકો કે જેમણે તેમને ચોર ઠરાવ્યા હતા તે બાબતો આપણને વિચાર કરતા કરી મૂકે છે અને કોઈપણ વ્યક્તિ આ બાબત સહેલાઈથી સમજાવી શકતી નથી, સિવાય કે તે મહાવીરના સમકાલીનો કે જે કૃત્રિમ નમ્રતા ધરાવતા હતા તેમના વર્તન ઉપર આ બોજો ખસેડી દે અને તેઓ (મહાવીરના સમકાલીનો) દરિદ્ર ગ્રામવિાસીઓની અંદર આવાં વલણો જગાડી દેતા હતા. તેમની વાણી વિશે : અહિંસાના પુરસ્કર્તા તરીકે મહાવીરને આક્ષેપયુક્ત વાણી વડે અન્યોને નારાજ કરવાનો ખ્યાલ તેમના હૃદયના ઊંડાણથી પણ નાપસંદ હતો. સંન્યાસીઓ માટેના આદેશો પૈકીના એકમાં તેમણે સ્પષ્ટપણે આદેશ આપ્યો છે કે શ્રમણે અસત્ય ભાષણથી શુદ્ધ (દૂર) રહેવું જોઈએ. ક્રોધાવેશમાં આવીને કે ફાયદો મેળવવા માટે થઈને સંન્યાસીએ અસત્ય વાણી પ્રત્યે અસંયમી બનવું જોઈએ નહીં. કેવળ મશ્કરી ખાતર પણ સંન્યાસીઓને અસત્ય ભાષણ કરવાની અનુમતિ આપવામાં આવતી ન હતી, સંન્યાસીએ અસત્યનો આશરો લેવો જોઈએ નહીં, તેમજ અન્ય વ્યક્તિઓને તેમ કરવા માટેનું કારણ પણ તેણે ઊભું જોઈએ નહીં અથવા અન્યોને તેમ કરવા માટે પોતાની સંમતિ પણ આપવી જોઈએ નહીં. અસત્ય વાણીથી સંપૂર્ણપણે દૂર રહેવા માટેનો નિયમ પણ વિગતપૂર્ણ રીતે ઘડી કાઢવામાં આવ્યો છે. વધુમાં સંન્યાસીએ પોતાની જાતને અસત્ય વાણીથી શુદ્ધ રાખવા ઉપરાંત તેણે તે ગમે તેટલાં સત્ય હોય તો પણ ઉદ્ધત વિધાનો કરવા જેટલા અસંયમી બનવું જોઈએ નહીં, કારણ કે તેઓ સંન્યાસીને સારું કરવાને બદલે વધારે નુકસાન કરે છે. ભગવતી સૂત્ર શતક 5 ઉદેશક 9માં એક શ્રીમંત માણસે જૈનધર્મમાં ધર્મપરિવર્તન કર્યું તે બનાવ નોંધે છે. તે તેની વિષયલંપટ પત્ની દ્વારા મુશ્કેલીમાં મૂકાયો હતો કે જે વારંવાર તેને તેણીની સાથે જાતીય ભોગો ભોગવવા માટે લલચાવતી હતી. મહાશતક કે જે એક સાદગીપૂર્ણ મનુષ્ય હતો અને જેણે તાજેતરમાં અવધિ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે આનાથી ચિડાઈ જતો હતો અને તેણે ભવિષ્ય ભાખ્યું હતું કે તેણી સાત જ દિવસની અંદર અવસાન પામશે, અને ત્યારપછી ચિરકાળ માટે તેણી નર્કનાં દુઃખો - ૪૧૩ - Page #437 -------------------------------------------------------------------------- ________________ ભોગવશે. જ્યારે મહાવીરને આ બનાવની જાણ થઈ, ત્યારે તેમણે તે માણસને સલાહ આપતો સંદેશો પાઠવ્યો કે ગમે એટલા ક્રોધમાં પણ કોઈએ કોઈની લાગણી દુભાવનારી વાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં કે જેનાથી અન્ય વ્યક્તિઓ નારાજ થાય. મહાવીર જાણતા હતા કે જો કોઈ સંદેશ મોટા લોકસમુદાય માટે હોય, તો તેને એવી ભાષામાં મોકલવો જોઈએ કે વિશાળ પાયા પર લોકો તેને સમજી શકે અને તેથી તેમણે તેનું (તે સંદેશનું) ખાસ સ્વરૂપની માગધી ભાષામાં ફરીથી રૂપાંતર કર્યું કે જેણે મોટા લોકસમુદાયોમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી. એમાં કોઈ જ સંદેહ નથી કે મહાવીરે લોકસમુદાય દ્વારા બોલાતી વિશિષ્ટ ભાષાનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેનો એવો અર્થ સમજવાની જરાયે જરૂર નથી કે મહાવીર વિદ્વાનોનો વિતંડાવાદ ઈચ્છતા હતા. હરીફ ધર્મપંથના કોઈ સદસ્ય સાથે ચર્ચા કરતી વખતે બુદ્ધિયુક્ત દલાલીની રજૂઆત કરતી વખતે પણ તેઓ અત્યંત ચઢિયાતી કક્ષાનાં કૌશલ્યોનું પ્રદર્શન કર્યું હતું જે મૂંઝવણમાં મૂકે તેમ હતું અને બુદ્ધિશાળી વિરોધીને માટે પણ તેની બુદ્ધિનો છેડો આવી જતો હતો. ગોસાલકા જેવો તેમનો સૌથી વધારે ક્ટર શત્રુ પણ ભારપૂર્વક કહે છે કે જે રીતે એક પારધી પક્ષીને બરાબર પક્કડમાં લે છે અને પરિણામે તે ખૂબ જ પાંખો ફફડાવવા છતાં તેનો આ પ્રયત્ન તેને અસરકારક રીતે પક્કડમાંથી છટકી જવા માટે શક્તિમાન બનાવી શકતો નથી, બરાબર તે જ રીતે મહાવીર થોડાક જ સમયમાં પોતાના વિરોધીને પોતાની પક્કડમાં બરાબર લઈને તેને ઉશ્કેરતા. જોકે આવું જવલ્લે જ બન્યું છે અને એક ભલા માણસ તરીકે મહાવીર જ્યારે કેન્દ્રમાં હોય ત્યારે તેઓ સંઘર્ષમાં ઊતરવાનું કે અન્ય લોકો સાથે વિરોધાભાસ પેદા કરવાનું પસંદ નહીં કરે અને તેથી જ તેમણે જ્યાં આવી ચર્ચાઓ ચોક્કસ ઉદ્દભવે તેમ હોય તેવી સઘળી જગ્યાઓને ચોખ્ખી રાખી હતી. ગોસાલકાનાં દૂરદર્શી ચલુએ આની નોંધ લીધી અને તેની અદ્રક સાથેની વાતચીતમાં તેનું ખોટું અર્થઘટન કર્યું હતું. મહાવીરના અનુયાયીઓના સમુદાય સમક્ષ તેણે ટીકા કરી કે મહાવીર સરાઈઓ થવા વાટિકાઓ જેવાં જાહેર સ્થળોએ કે જ્યાં બુદ્ધિશાળી લોકોની વારંવાર અવરજવર રહેતી હોય - ૪૧૪ - Page #438 -------------------------------------------------------------------------- ________________ અને જેઓ દલીલો કરવામાં અત્યંત વિદ્વતા ધરાવતા હોય ત્યાં ઊતારો કરવાનું પસંદ કરતા ન હતા કારણ કે બુદ્ધિયુક્ત દલીલોમાં કરવામાં મહાવીરને તેમનાથી પરાજિત થવાનો ભય રહેતો હતો. આ મુદ્દા માટે સિદાલ પુત્તની ઘટના એ એક ઉદાહરણ છે: P. 350 સિદાલપુર એ ગોસાલકાનો એક ભક્તિપરાયણ અનુયાયી હતો અને તે સંપૂર્ણપણે દેવવાદી હતો. એકવાર જ્યારે તે કોઈ એક વાટિકામાં બેઠો હતો અને સમાધિ (ધ્યાનકેન્દ્રીકરણ)નું પરમ સુખ માણતો હતો ત્યારે કોઈ એક દેવે તેને કહ્યું કે પછીના દિવસે એક મનુષ્ય તેની મુલાકાત લેશે કે જે દેવોના જેટલો જ પૂજાને યોગ્ય હશે અને ત્યારે તેણે તેનો આદરપૂર્વક સત્કાર કરવો જોઈએ. તેણે એમ વિચાર્યું કે તેનો ગુરુ ગોસાલકા ત્યાં આવશે, પરંતુ પછીના દિવસે તેણે જોયું કે તે નવાગંતુક ગોસાલકા ન હતો, પરંતુ કોઈ અન્ય વ્યક્તિ હતી ત્યારે તે ચોક્કસપણે નિરાશ થઈ ગયો. તેમ છતાં દેવની સૂચના અનુસાર મહાવીરે જ્યારે તેની સાથે વાતચીત કરી ત્યારે તે થોડોક મહાવીરની તરફ ઢળી ગયો અને તેણે તેમને પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું. સિદાલપુત્ત માટીના ઘડા બનાવવામાં વ્યસ્ત હતો ત્યારે મહાવીરે તેને પૂછ્યું કે આ ઘડા કેવી રીતે તૈયાર થાય છે? તેણે તેમની સમક્ષ આખી યે પ્રક્રિયા વર્ણવી ત્યારે મહાવીરે તેને પૂછ્યું કે આ ઘડાની બનાવટ પ્રયત્ન માગી લે છે કે તે માત્ર જેમાં પ્રયત્ન કે શક્તિની જરૂરિયાત ન હોય તેવી કુદરતી પ્રક્રિયાનું પરિણામ છે? મહાવીર શું કહેવા માગે છે તે સિદાલપુત્ત સમજી ગયો, પરંતુ જે સિદ્ધાંતે તેના હૃદયમાં ઊંડાં મૂળ નાંખેલાં હતાં તેને તે વળગી રહ્યો અને ઉત્તર વાળ્યો છે કે અગાઉથી નિશ્ચિત થયા મુજબ જ તે બન્યું છે. મહાવીરે થોડાક મૂંઝાયા અને પછી તેમણે એમ કહીને સિદાલપુરનો સામનો કર્યો કે શું તું એવી વ્યક્તિને શિક્ષા કરી શકે કે જે તારા બનાવેલા આ ઘડા લઈ જાય અથવા ફેંકી દે અથવા તોડી નાંખે ? સિદાલપુત્તે હકારમાં ઉત્તર વાળ્યો અને મહાવીર તે એમ જ કરે એમ ઈચ્છતા હતા. પછી મહાવીરે તેને પૂછ્યું કે તેણે શા માટે વ્યક્તિને શિક્ષા કરવી જોઈએ કે જેણે આ રીતે તેને આ રીતે નુકસાન પહોંચાડ્યું હોય, કે જો દરેક વસ્તુ તેના કુદરતી ક્રમમાં બનતી હોય અને તેને માટે કોઈપણ વ્યક્તિ = ૧૫ જ Page #439 -------------------------------------------------------------------------- ________________ જવાબદાર ન હોય? સિદાલપુત્તના મનનું સમાધાન થઈ ગયું અને મહાવીરના વિધાનની સત્યતાની બાબતમાં તેને જ્ઞાન થઈ ગયું. 1 ધર્મગ્રંથો આ શબ્દો ઉમેરે છે કે, “જો કોઈ વ્યક્તિ પોતાની પત્ની સાથે જાતીય સંબંધો માણે” તો હું એ સમજવામાં નિષ્ફળ જાવું છે કે મહાવીર જેવી પ્રામાણિકતા અને સચ્ચાઈની આગ્રહી વ્યક્તિએ આવી પરિભાષાનો ક્યારેય ઉપયોગ કર્યો હોય. હું પોતે ચોક્કસપણે માનું છું કે તે અસલ લખાણમાં પાછળથી કપટથી ઉમેરો કરાયો હોવો જોઈએ કારણ કે તે મહાવીરના જીવનના મોભા સાથે બંધબેસતું આવતું નથી. જેની પાસે કોઈને ઉપદેશ આપવા માટે કશું જ ન હોય તેને કોઈ ગુરુ ન કહી શકે. જે વ્યક્તિ પોતાને ગુરુ કહેવડાવવાની ઉત્કટતાથી ઈચ્છા ધરાવતો હોય તેણે તેના શિષ્યો ઉપર બૌદ્ધિક સર્વોપરિતા પ્રાપ્ત કરી લેવી જોઈએ. તેણે પોતાની જાતને ખૂબ જ ઊંચી બુદ્ધિયુક્ત કક્ષાએ સ્થાપિત કરી દેવી જોઈએ. તેની પાસે તીવ્ર-તીર્ણ દષ્ટિ હોવી જોઈએ અને વસ્તુઓનું તલસ્પર્શી જ્ઞાન હોવું જોઈએ. તે તેના શિષ્યોની જ્ઞાન માટેની તૃષાને છિપાવી શકે એવી સ્થિતિમાં હોવો જોઈએ. નવી માટીમાં મૂળ નાખવા માટે નવા છોડને સારા પ્રમાણમાં પાણી મળવું જોઈએ. ધર્મગ્રંથો કહે છે તેમ લાંબી તપશ્ચર્યાને અંતે મહાવીરે સર્વ પ્રકારનાં જ્ઞાનોમાં પ્રસરેલું એવું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, જેને લીધે બેસતાં, સૂતાં કે ચાલતાં તે આ જગતમાં અને પછીના જગતમાં આત્માની ગતિવિધિ સ્પષ્ટપણે જોઈ શકતા હતા. તેઓ આત્માના ગુણધર્મને સમજ્યા હતા તેમજ જુદાં જુદાં જગતમાંની તેની ગતિવિધિને પણ તેઓ સમજ્યા હતા. તેઓ એ પણ સમજ્યા હતા કે કેવી રીતે જાતીય આનંદો – મોજમજાઓ પોતાની જાતનો સાક્ષાત્કાર કરવાના મનુષ્યના માર્ગમાં આડે આવતા હતા. શી રીતે જાતીય મોજમજા માણવાની ક્રિયા વ્યક્તિગત ઉન્નતિ સાધવાને ખાતર સઘળાં સજીવ પ્રાણીઓને ઈજા પહોંચાડવા તરફ દોરી જતા હતા. સમયાંતરે આ બાબત ખરાબ કર્મો વડે આત્માને મલિન કરે છે, જેની અસર કેટલાક જન્મો સુધી પહોંચે છે. લોકોને સત્ય વિશે ખાતરી કરાવવી એ મહાવીર માટે કઠિન ન હતું. પરંતુ સંપ્રદાયના અન્ય ગુરુ કે જેને આ અંગે માહિતી હશે તે એવો - ૪૧૬ Page #440 -------------------------------------------------------------------------- ________________ દાવો કરી શકે કે આવી આદરણીયતા સર્વે ગુરુઓ માટે અનિવાર્ય હતી. તેણે આવો આદર પ્રાપ્ત કરવા માટે લાયક હોય તેને જ સાંભળવાની દરકાર કરે છે. અને એક ઉપદેશકને કેવળ અભ્યાસ લોકો પાસેથી ઊંચો અભિપ્રાય અને આદર પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ શકશે નહીં. લોકો ઈચ્છે છે તે નિષ્કલંક ભવ્ય જીવન છે, જે તેમને માટે દષ્ટાંતરૂપ બની શકે. પ્રામાણિકપણું અને ઉચ્ચ ચારિત્ર્ય ધરાવતો મનુષ્ય તેમના દ્વારા પૂજાય છે. મહાવીરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પહેલાં મહાવીરે ગત જન્મોના સઘળા દુર્ગુણોમાંથી પોતાની જાતને મુક્ત કરી હતી અને સઘળા નબળાઓનો પણ ત્યાગ કર્યો હતો. મહાવીર મહાવીર અત્યંત દૂરદર્શી હતા અને તેથી તેઓ એ હકીકત ભૂલી શકે એમ ન હતા કે એક તળાવ ભરીને કરેલા ઉપદેશો કરતાં એક ઑસ જેટલું આચરણ એ વધારે ઉત્તમ છે. તેમના સમગ્ર જીવન દરમિયાન તેમણે એ માટે અત્યંત શ્રમ ઉઠાવ્યો કે તેઓ પોતે શ્રમણો માટેના સઘળા નિયમોનું ચુસ્ત આચરણ કરે કે જેની રચના તેમણે પોતે કરી હતી. સમગ્રતયા એમનું જીવન શ્રમણો માટે એક નમૂનેદાર પાનું હતું કે જેઓ વધારે ઉદાત્ત જીવન માટે મથામણ કરતા હતા. તેમણે તેમના પગલે જે ચાલે તેમના માટે વિપુલ સંતોષ પેદા કર્યો હતો અને તેમનું જીવન તેમને માટે (શ્રમણો માટે) પ્રેરણાના શાશ્વત સ્રોત સમાન હતું. શૈલી : પદ્ધતિ : સમગ્રતયા બધા લોકો કંઈ એક જ પ્રકારનું માનસિક સામર્થ્ય ધરાવતા હોતા નથી. સાક્ષાત્કારનું ગહન સત્ય એ બધા માટે સરળ નથી. મહાવીર કે જે તેને સંપૂર્ણપણે પામ્યા હતા, સાક્ષાત્કાર કર્યો હતો તેમણે કેવળ મોટા લોક સમુદાયો સમજી શકે એવી ભાષા વિક્સાવી હતી એટલું જ નહીં, પરંતુ એવી શૈલી પદ્ધતિ પણ વિકસાવી હતી કે જે તેમને આકર્ષક લાગે. ટૂંકા અને જુસ્સાદાર કથનો અને બંધબેસતી પ્રસંગકથાઓ દ્વારા લોકોના મનનું સમાધાન કરાવનારી અનન્ય શૈલી તેમની પાસે હતી. આવી પ્રસંગકથાઓની મદદથી ધર્મના કેટલાક ગૂંચવણભર્યા મુદ્દાઓ અતિ બુદ્ધિશાળી વ્યક્તિઓ માટે પણ સમજવા મુશ્કેલ હતા. તેમને તેઓ તદ્દન સ્પષ્ટ કરી દેતા હતા. આવી પ્રસંગકથાઓ 'Gnata Dharma Katha' નામના ગ્રંથમાં એકીસાથે ગ્રંથસ્થ કરવામાં આવી છે. તે ખરેખર બુદ્ધિયુક્ત પ્રસંગકથાઓનો એક અનન્ય સંગ્રહ છે અને - ૪૧૭ - Page #441 -------------------------------------------------------------------------- ________________ અત્યંત રસપ્રદ વાંચન તે પૂરું પાડે છે. આ પ્રસંગકથાઓનો ખ્યાલ આપવા માટે મેં આવી પાંચ પ્રસંગકથાઓ પસંદ કરીને પરિશિષ્ટમાં મૂકી છે. મહાવીર પ્રેમાળ ગુરુ હતા, તેઓ હંમેશાં શિષ્યોને મદદરૂપ થવા માટે આતુર રહેતા. તેઓ લગાતાર કામ કરતા અને ઉપદેશ આપતા. ચોમાસાના ચાર મહિના સિવાય તેઓ આખા વર્ષ દરમિયાન આમ કરતા હતા અને ચોમાસાના ચાર મહિના માટે તેઓ શાંત-એકાંત સ્થળે વાસ કરતા હતા, કે જ્યાં મનુષ્યોની અવરજવર ન હોય. દયાળું મનુષ્ય હોવાને કારણે આ જગતની બેડીઓ તોડવામાં તેઓ અનેકોને મદદ કરતા. સહજ રીતે તેમણે ઘણી મોટી સંખ્યામાં ધર્મપરિવર્તનો કરાવ્યાં હતાં જે તેમને માટે ગૌરવરૂપ હતું. પરંતુ એ નોંધવું જોઈએ કે તેમણે આ બધાં જ ધર્મ પરિવર્તનો દરમિયાન ચમત્કારોનો આશ્રય લીધો ન હતો. દુન્યવી લાભો માટે તેમણે દરકાર કરી ન હતી. જો તેમણે કંઈ દરકાર કરી હોય તો તે શ્રેષ્ઠ, ચડિયાતા અને ઉન્નત જીવન બનાવવાનો બીજા જગતનો લાભ મેળવવાની હતી. આવાં ઘર્મપરિવર્તનો વિવિધ જૂથો માટે કરાવવામાં આવ્યાં હતાં અને તેમનું નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું ? (A) મહાવીરે પોતે કરાવેલાં ધર્મપરિવર્તનો (B) તેમના શિષ્યોએ કરાવેલાં ધર્મપરિવર્તનો આવાં જૂથો નીચે આપ્યાં છે : (1) તેઓ કે જેમણે મહાવીરના ઉપદેશથી સંતુષ્ટ થઈને ગૃહવિહીન જીવન સ્વીકાર્યું હતું. આરામ અને વૈભવના એશઆરામી જીવનથી થાકી ગયા હોય તેવા સગાંવહાલાં અને મિત્રો તરફથી મહેણાં મારવામાં આવ્યાં હોય તેના પરિણામે મહાવીરની ખ્યાતિ અને ભવ્યતાને લીધે ધર્મપરિવર્તન કર્યું હોય તેવા (5) યુદ્ધની થકાવટના કારણે (6) જેમણે રાજકીય પરિસ્થિતિમાંથી છટકી જવા માટે સંસારત્યાગ કર્યો હોય તેવા (દા.ત. મૃગાવતી) - ૪૧૮ - Page #442 -------------------------------------------------------------------------- ________________ () જેમનું જ્ઞાન મહાવીરના લીધે સમૃદ્ધ થયું હોય તેવા - (8) રાજા દ્વારા આપવામાં આવતી સુવિધાઓના પરિણામે જેમણે સંસારત્યાગ કર્યો હોય તેવા (9) જેઓ તેમના મહાવીરના) દ્વારા પ્રશ્નમાલિકથી પ્રભાવિત થયા હોય તેવા (10) જેમણે આડકતરી રીતે અથવા ભેટ સોગાદો મેળવીને અથવા મહાવીરની પ્રશંસા સાંભળીને ધર્મપરિવર્તન કર્યું હોય તેવા. આપણે ઘણાં એક જ પ્રકારનાં બિબાઢાળ ધર્મપરિવર્તનોને બાજુએ રાખીએ તો એ નિશ્ચિત થાય છે કે ધર્મના પ્રચાર-પ્રસારના ઈતિહાસના દષ્ટિબિંદુથી આ ધર્મપરિવર્તનો એક રસપ્રદ અભ્યાસ સ્વરૂપ બને છે. એ યાદ રાખવું જોઈએ કે જીવનના અંત સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી ઉપદેશ આપ્યો હતો અને ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે કોઈ સામાન્ય મનુષ્ય કે રાજાને મહાવીરને જોવાની અને તેમને આદર આપવાની ઉત્કટ ઈચ્છા થાય તેમના તેડાના પ્રત્યુત્તરમાં તેઓ ત્યાં અવશ્ય હાજર થતા હતા. તેઓ ખૂબ લાંબા અંતરની મુસાફરી કરતા. ઉપદેશ આપવાના હેતુથી તેઓ ઘણે દૂર દૂર સુધી પ્રવાસ કરતા. ચંડકૌશિકનો પ્રસંગ એ તેમની આ હેતુ માટેની ચઢિયાતી પ્રતિબદ્ધતા દર્શાવે છે. મહાવીર અને શિષ્યો : તેમના શિષ્યો સાથેના સંબંધોમાં મહાવીર સંપૂર્ણપણે સફળ હતા. તેઓ તેમના શિષ્યોને વહાલપૂર્વક ચાહતા હતા અને બદલામાં તેમના તરફથી તેમને અપૂર્વ આદર પ્રાપ્ત થયો હતો. તેમના શિષ્યોના કલ્યાણમાં જ કેવળ તેમનો રસ કેન્દ્રિત થયેલો હતો. આ શિષ્યોમાંના મુખ્ય અગિયાર બ્રાહ્મણો હતા કે જેમનું કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તરત જ તેમણે ધર્મપરિવર્તન કરાવ્યું હતું. તેમણે જ્યારે અપાપાનગરની મુલાકાત લીધી હતી ત્યારે આમ બન્યું હતું. આ અગિયાર શિષ્યો પૈકી સૌથી વધારે મહત્ત્વના ઇન્દ્રભૂતિ ગૌતમ અને સુધર્યા હતા. તેમાંનો પ્રથમ અત્યંત ભાગ્યવાન હતો કારણ કે તે તેના ગુરુનો સૌથી વધારે પ્રિય શિષ્ય હોવાનો દાવો કરી શકતો હતો. તેઓનો એકબીજા પ્રત્યેનો પ્રેમ ગૌતમ બુદ્ધ અને આનંદ વચ્ચેના પ્રેમ જેવો જ ધ્યાનાકર્ષક હતો. તેના વિષેનો એક હૃદયસ્પર્શી બનાવે ધર્મગ્રંથોમાં નોંધાયેલો છે. - ૧૯ - Page #443 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ ઈન્દ્રભૂતિ ઃ ગૌતમ ઇન્દ્રભૂતિ લાંબા સમય સુધી મહાવીર સાથે રહ્યો હતો અને લાંબા સમય સુધી તેમના સેવક તરીકે કામ કર્યું હતું અને તેના ગુરુની લાંબા સમય સુધી આદરપૂર્વક અને ભક્તિભાવપૂર્વક સેવા કરી હતી, કે જ્યાં સુધી તેણે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કર્યું ન હતું. પિત્થારા, ગગાલી અને અન્ય કે જેમણે તેણે થોડાક જ સમય પહેલાં ધર્મપરિવર્તન કરાવ્યું હતું તેમણે તેની પહેલાં સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ બાબત તેને અત્યંત ક્રુતાપૂર્વક ખૂંચતી હતી. તેને ઊંડો મનસ્તાપ થયો હતો અને તેને સંદેહ થવા માંડ્યો હતો કે તે ક્યારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શક્તિમાન બનશે કે કેમ. તેનો મનસ્તાપ અને દિલગીરી મહાવીરના ધ્યાનમાં આવ્યા વગર રહી શક્યા નહીં. મહાવીર સમજ્યા અને યોગ્ય સમયે ગૌતમને સંબોધન કર્યું, “હે ગૌતમ ! ઘણા લાંબા સમયથી તું મારો સંપર્કમાં છે, અને અત્યંત ભક્તિભાવપૂર્વક તે મારી સેવા કરી છે. ઘણા લાંબા સમય સુધી તે મારી પ્રશંસા કરી છે અને મને અનુસર્યો છે. તારો મારી સાથેના વસવાટ હંમેશાં મધુર રહ્યો છે. આ નશ્વર દેહનો ત્યાગ કર્યા પછી પણ આપણે બંને એકસમાન સ્થિતિમાં રહિશે અને એકબીજાથી અલગ થઈશું નહીં.” આમ વરદાની પુરુષે તેમના શિષ્યને દિલાસો આપ્યો. અદ્રક અને ગોસાલાનું ધર્મપરિવર્તન. P 320. S.B.E. 45. અત્રે સોમિલ નામના એક શ્રીમંત બ્રાહ્મણે આ વિદ્વાન બ્રાહ્મણોને બલિદાન આપવાની વિધિ સંપન્ન કરવા માટે આમંત્રિત કર્યા હતા, જે આ પ્રમાણે હતા. (1) ઇન્દ્રભૂતિ ગૌતમ (2) અગ્નિભૂતિ (3) વાગભૂતિ (4) વક્તા (5) સુધર્મા (6) પંડિકા (1) મૌર્યપુત્ર (8) અલંપિત (9) અચલાવત (10) મોતાર્ય (1) પ્રભાસ. અને આમાં જ મહાવીરની સફળતાની ચાવી રહેલી હતી. તેઓ નજીક હોય કે દૂર પરંતુ તેમણે હંમેશાં તેમના શિષ્યોની લાગણીની ખૂબ જ કાળજી લીધી હતી. આ મુદ્દા માટે સિંહાનો પ્રસંગ એક દૃષ્ટાંતરૂપ છે. સિંહાની વાર્તા ઃ ગોસાલકાના પ્રસંગ પછી મહાવીરનું સ્વાથ્ય સારું રહેતું ન હતું. તેમને તાવ રહેતો હતો અને શૌચક્રિયામાં રૂધિર પડતું હતું. લોકોને ભય લાગ્યો કે ગોસાલકાની ભવિષ્યવાણી કદાચ સાચી પડશે અને છ મહિનાના ગાળામાં મહાવીરનું અવસાન થશે. આ બાબત અંગે લોકો વાતો કરવા લાગ્યા. સિંહા કે જે મહાવીરનો ચુસ્ત અનુયાયી હતો તેણે - ૪૦૦ ૦ Page #444 -------------------------------------------------------------------------- ________________ જ્યારે આ અંગે સાંભળ્યું ત્યારે તેના ઉપર તેની ઊંડી અસર થઈ અને તેથી તે વિલાપ કરવા અને રડવા લાગ્યો. મહાવીરે દૂરથી આ સાંભળ્યું. તેમણે તેને બોલાવવાનો આદેશ આપ્યો. તેમણે તેને દિલાસો આપ્યો કે તેઓ આટલા જલદી અવસાન પામશે નહીં અને પોતે બીજાં સોળ વર્ષ વધારે જીવશે. આમ કહીને તેમણે એક ગૃહસ્થની રેવતી નામની પત્નીને ત્યાંથી દવા (આહાર) લાવવાનો આદેશ આપ્યો. ગૌતમ ઈન્દ્રભૂતિ પછી મહત્ત્વની વ્યક્તિ તરીકે સુધર્મા સ્વામી આવે છે. તેઓ આ બધામાં સૌથી વધારે જીવ્યા હતા અને ધર્મપંથની પરંપરાઓનું સંરક્ષણ કરવાનું માન તેમના ફાળે જાય છે. આ અગિયાર શિષ્યોએ તેમના પોતાના સિદ્ધાંતો રજૂ કર્યા, જે ગણધારાવાદ તરીકે ઓળખાય છે. આ જ રીતે મહિલા શિષ્યોમાં મુખ્ય ચંદના હતી.* શિષ્યો પણ બધા જ એક જ પ્રકારના ન હતા, જે બધા જ કંઈ સારી રીતભાતવાળા, સારા મિજાજવાળા અથવા ઉમદા દિલવાળા અને હૃદયથી ભલા ન હતા. તેમાંના કેટલાક તેમને ચીડવવા અને તેમની કસોટી કરવા માટે આવ્યા હતા, જ્યારે અન્ય કેટલાક કેવળ દુન્યવી લાભો મેળવવા માટે જ તેમની પૂજા કરતા હતા અને આવા લોકો તેમનો ઉદ્દેશ્ય સિદ્ધ થાય કે તરત જ તેમનો અનાદર કરતા હતા, પરંતુ આ બધા જ સંજોગોમાં પણ તેમના મહાવીરના) મુખેથી કોઈ જ ખરાબ શબ્દ બોલાયો ન હતો. તેઓ હંમેશાં શાંત અને સ્વસ્થ રહેતા. તેઓ તેમના વિરોધીઓ સાથેના વ્યવહારમાં પણ ક્યારેય ક્રોધિત થતા નહીં. એમાં કોઈ જ આશ્ચર્ય નથી કે આવા મનુષ્યને કેવળ એમના શિષ્યો જ નહીં, પરંતુ દેવો, રાજાઓ અને મનુષ્યો એકસમાન રીતે ચાહતા અને પૂજ્યભાવ દાખવતા. અલબત્ત મહાવીરને નિસંદેહ ગૌતમ ઈન્દ્રભૂતિ માટે કૂણી લાગણી હતી, પરંતુ તેમણે તૈમના શિષ્યો સાથેના વ્યવહારમાં તેમાંના કોઈપણ પ્રત્યે પક્ષપાતી વલણ દાખવ્યું ન હતું. તેમના ખાસ પ્રીતિપાત્ર શિષ્યોએ પણ તેમના ગેરવર્તન માટે આજીજીપૂર્વક માફી માગવી પડતી હતી.* 1 આનંદ નામના એકગૃહસ્થને મહાવીરના સિદ્ધાંતોમાં શ્રદ્ધા હતી, અને તેણે જોકે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો ન હતો તેમ છતાં પણ તે ગૃહસ્થો માટે નક્કી કરવામાં આવેલા આદેશોનું પાલન કરતો હતો. વધુમાં તે અગિયાર પ્રતિમાઓનો પણ - ૨૧ Page #445 -------------------------------------------------------------------------- ________________ મહાવરો કરતો હતો. આ પ્રતિમાઓના મહાવરાને લીધે અને પવિત્ર ધાર્મિક જીવન જીવવાના કારણે તે જીવન અને મૃત્યુ બંનેમાં તે અસામાન્ય બની રહ્યો અને થોડાક જ સમયમાં તેણે અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું. જોકે ગૌતમે તે માનવાની ના પાડી અને તે અંગે મહાવીરને પૂછ્યું. મહાવીરે તેમ છતાં કહ્યું કે આવી વસ્તુ શક્ય નથી અને તેનામાં અવિશ્વાસ રાખવા બદલ ગૌતમે આનંદની માફી માગવી જોઈએ. ચંદનાની વાર્તા અગાઉ આપવામાં આવી છે. (સોમિલ બ્રાહ્મણ - ભગવતીશતક 18, ઉદ્દેશક દસ). જ્યારે કોઈ ગૃહસ્થ મહાવીરની કે તેમના સિદ્ધાન્તની પ્રશંસા કરતી વખતે હર્ષાવેશમાં આવી જાય અને ઉત્સાહપૂર્વક સંસારત્યાગની પોતાની આતુરતા દર્શાવે ત્યારે મહાવીર વિશિષ્ટ રીતે, તેમના જેવા અન્ય આદર્શ ધર્મોપદેશકોની જેમ પ્રત્યુત્તર આપતા અને કહેતા, ‘તને જેમાં આનંદ આવે તે કર. ઢીલ કરીશ નહીં.’ જો કોઈ શ્રમણ મહાવીરના ધર્મપંથથી પોતાની જાતની થાકેલી કે કંટાળેલી અનુભવે અને મહાવીર પાસે ધર્મપંથનો ત્યાગ કરવાની અનુમતિ માગે ત્યારે પણ મહાવીર શાંતિપૂર્વક તેને અનુમતિ આપતા. આવી બાબતોથી તેઓ ભાગ્યે જ અસ્વસ્થ બનેલા જોઈ શકાતા. તેઓ ક્યારેય તેમનાથી વિદાય લેતા લોકો પ્રત્યે પણ ખરાબ શબ્દ બોલતા નહીં. તેમ છતાં જો ગૃહવિહીન સંન્યાસી માટેની પ્રતિજ્ઞાઓનો સ્વીકાર કર્યા પછી પણ કોઈ શ્રમણ તેને માટે ઉમંગ અને ઉત્સાહની ઉણપ દર્શાવે અથવા ગૃહસ્થજીવન માટે ઈચ્છા ધરાવે તો તે મહાવીર માટે તાકીદનું કાર્ય બની જાય અને શક્ય બધાં જ સાધનો વડે તેઓ તેને ઠેકાણે લાવવા માટે પ્રયત્ન કરતા. આ માટે તેઓ તેના ગત જન્મોનું વારંવાર ગૌરવપ્રદ શબ્દોમાં વર્ણન કરતા.* મહાવીર લાયક વ્યક્તિઓ માટે પ્રશંસાના શબ્દો ઉચ્ચારવામાં ક્યારેય કચાશ દાખવતા નહીં. શ્રેણિક બિંબિસાર સાથેની વાતચીત દરમ્યાન આનંદપૂર્વક નિશ્ચિતરૂપે જાહેર કર્યું કે સધળા ચૌદ હજાર શ્રમણોમાં ધન્યાએ ઉત્તમ સંન્યાસી જીવનનું આચરણ કર્યું હતું અને આકરામાં આકરી તપશ્ચર્યાઓ આચરી હતી. જે રીતે તેમણે શ્રમણોની મહાનતા નિશ્ચયપૂર્વક જાહેર કરી હતી ૪૨૨૨ Page #446 -------------------------------------------------------------------------- ________________ તે જ રીતે તેમણે ગૃહસ્થોને પણ તેમણે મુક્ત અને પ્રશંસાની લહાણી કરી હતી. જાહેર સભાઓમાં પણ વારંવાર તેઓ પુણ્યશીલ ગૃહસ્થોનાં દષ્ટાંત ભવ્ય રીતે ઉદાહરણ તરીકે ટાંકતા કે જેમણે સફળતાપૂર્વક પાખંડી ખ્યાલો સાથે ટક્કર લેવા માટે શક્તિમાન બન્યા હતા અને આ રીતે ઉન્નત જીવન તરફ કૂચ કરવા માટે તેઓ પોતાના શિષ્યોને પ્રેરણા આપતા.* મહાવીર તેમના શિષ્યોને કંઈક સારું કરવા માટે પ્રેરણા આપતા, તેમનામાં ઉત્સાહ રેડતા, તેમને માર્ગદર્શન આપતા, આવશ્યકતા ઊભી થાય ત્યારે તેમને ચેતવણી પણ આપતા અને આમ તેમને ધર્મમય જીવનના તાત્પર્ય-ઉદેશને પ્રાપ્તક કરવામાં તેમજ જે હેતુ માટે તેમણે આરામ અને સુખસગવડભર્યા ગૃહસ્થજીવનનો ત્યાગ કરીને સંન્યાસીનું કઠિન જીવન જીવવા માંડ્યું હતું તેને સિદ્ધ કરવામાં તેઓ તેમને મદદરૂપ થતા. ' - હવે પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે મહાવીર મનુષ્ય હતા કે અતિમાનુષી - અલૌકિક - દેવી વ્યક્તિ હતા. મહાવીર : મનુષ્ય કે અતિમાનુષી અલૌકિક વ્યક્તિ : ઉપસંહાર : આપણી યાત્રાનો અંત સમીપ હોવાથી હવે આપણે એ પ્રશ્નને ઉકેલવા પ્રયત્ન કરીશું કે જો હવે આપણે સામનો કરવાનો છે અને જે સાચી રીતે માનવસહજ જિજ્ઞાસાને ઉશ્કેરે છે કે આપણા નાયક મનુષ્ય હતા કે અતિમાનુષી અલૌકિક વ્યક્તિ હતા. આવા અગત્યના વિવાદાસ્પદ મુદ્દા વિશે અભિપ્રાય રજૂ કરતાં પહેલાં આપણે મહાવીરના જીવનના સઘળ મહત્ત્વના પ્રસંગોનું વિહંગાવલોકન કરીશું. આપણી તપાસ બે બાબતો ઉપર આધારિત હશે. પ્રથમ તો પરંપરાગત વાર્તાકારોનું મનોવિશ્લેષણ અને બીજું તેમના જીવનમાં બનેલા અગત્યના પ્રસંગોનું વિહંગાવલોકન. અને આપણે જે ઉત્તર આપવાનો પસંદ કરીએ તે ઉપરોક્ત બંને બાબતોમાંથી મળેલાં પરિણામોની મર્યાદામાં રહીને આપવામાં આવે. જો આપણે તપાસના આ બે મુદાઓ પૈકી પ્રથમ ઉપર આવીએ તો વાર્તાકારની ભક્તિભાવભરી આંખ સઘળા બનાવોને સંપૂર્ણ રીતે ભક્તિમય, ગૂઢ અને તેમાં અતિમાનવીય દેવી રંગો ભરીને જુએ છે અને એ રીતે જ વર્ણવે છે. તેઓ મહાવીરને ઊંચી દૃષ્ટિએ જુએ છે અને તેઓ અતિમાનવીય - દૈવી ગુણો ધરાવતા જ હોવા જોઈએ એમ કહ્યું છે અને Page #447 -------------------------------------------------------------------------- ________________ તેથી જ તેઓ તેમને દૈવી ગુણો વાસ્તવમાં ધરાવતા જ હતા એ રીતે વર્ણવે છે. પ્રાથમિક રીતે આ ગુણો દેહ, વાણી અને મનની સર્વોત્કૃષ્ટતા સાથે સંદર્ભિત છે. છેક તેમના જન્મથી શરૂ કરીને એટલું જ નહીં, પરંતુ તેનાથી યે પહેલાં અર્થાત્ ગર્ભધારણથી શરૂ કરીને તે પરિનિર્વાણ સુધી કંઈક અસામાન્ય, કંઈક અદ્વિતીય પૂજ્યભાવ તેમને વીંટળાઈ વળે છે, અને દરેક વખતે જ્યારે આપણે કોઈ નિર્ણય ઉપર આવીએ તે પહેલાં રખેને આપણે કંઈક વધારે પડતું માની લઈએ તે અંગે આપણે સાવધ રહેવું પડશે. Upasaka Dasaoમાં આ દસ ગૃહસ્થો (બ્રાહ્મણો)ના જીવનનું વિગતે વર્ણન આપવામાં આવેલું છે. * * Meghakumar's Life, p. 255 અભિપ્રાયમાં એવું જોવામાં આવ્યું છે કે તેમણે જમાલિ અંગેનું વર્ણન કર્યું છે અને ગોસાલકા અંગેનું વર્ણન પણ કર્યું છે. શરીર સૌષ્ઠવ ઃ એવો મનુષ્ય કે જે સમાન રીતે દેવો અને મનુષ્યોના આગેવાન બનવા માટે જ જન્મ્યો હોય તેનામાં સઘળી મુશ્કેલીઓ અને કઠણાઈઓ સામે ટકી શકવાની તાકાત હોવી જોઈએ. કેવળી તરીકેનું સ્થાન કોઈ સ૨ળ ઉડ્ડયન દ્વારા પ્રાપ્ત કરી શકાતું નથી, પરંતુ તે તપશ્ચર્યા કરીને તેમજ આદર્શ સંન્યાસીના અડગ-હિંમતભર્યા જીવન જીવનના કઠિન નીતિનિયમોનું પાલન કરીને પ્રાપ્ત કરી શકાય છે. આવા આદર્શ સાથે કાર્ય કરવું હોય તો તે વ્યક્તિ અદ્વિતીય રીતે મજબૂત શરીર સૌષ્ઠવ ધરાવતી હોવી જોઈએ. આપણે જૂનવાણી જીવન ચરિત્રકારોની વાતોને સત્ય માનવાની આવશ્યકતા નથી. તેઓ જ્યારે કહે છે કે મહાવીરનાં ચરણોના જરાક સ્પર્શથી પણ મેરૂ પર્વતનાં શિખરો નીચે નમી જતાં. વળી આપશે એવી વાર્તાઓને પણ સત્ય માનવાની જરૂર નથી કે તેની ઉપર સર્પ ફેંકીને અથવા તેની પીઠ ઉપર જોરદાર મુક્કો મારીને કોઈ દેવને ભાર કરાવવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં પણ એ સત્ય છે કે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પહેલાં તેર વર્ષ સુધી મહાવીરે સખત પરિશ્રમ કર્યો હતો અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેનાથી બમણાં વર્ષો સુધી તેઓ બિનવિવાદાસ્પદ રહ્યા હતા. આ લાંબા સમય દરમ્યાન તેઓ વિવિધ પ્રકારના લોકો સાથે સંપર્કમાં ૪૨૪ × Page #448 -------------------------------------------------------------------------- ________________ આવ્યા હશે, જે પૈકીનાં કેટલાકે જાણી જોઈને અથવા અજ્ઞાતપણે તેમને માટે પુષ્કળ મુશ્કેલીઓ પેદા કરી હશે.* આમાંની કેટલીક મહાવ્યથાઓ કોઈપણ મનુષ્ય માટે તેમણે જેમ સહન કરી હતી તે રીતે શાંતિપૂર્વક અને ચૂપચાપ સહન કરવી અત્યંત અઘરી હતી. સંગીન અને નિરોગી શરીર સૌષ્ઠવ ઉપરાંત એ બાબતની ના પાડી શકાય એમ નથી કે મહાવીર અમર્યાદ સહનશક્તિ ધરાવતા હતા. પરંતુ આને કેવી રીતે સમજાવી શકાય ? તેમણે પોતાની જાતે દેહને આપેલી યાતનાઓ કે જે સમાધિની પરાકાષ્ઠાએ પહોંચી હતી અને જે અનન્ય નિશ્ચયબળના પરિણામે પેદા થઈ હતી તેને બાજુએ રાખીએ તો પણ જે વ્યથાઓએ તેમને ઈજા પહોંચાડી હતી તેને માટે કેવળ અમર્યાદ સહનશક્તિની ક્ષમતા જ પર્યાપ્ત ન હતી, પરંતુ સજીવ પ્રાણીઓની વાસ્તવિક પ્રકૃતિની સૂક્ષ્મ સમજ હોવી અને ઊંડી આંતરસૂઝની સાથેસાથે કર્મના લોખંડી સિદ્ધાંતમાં અડગ વિશ્વાસ હોવો એ પણ એટલું જ આવશ્યક હતું. (સંદર્ભ : Pussa Nemittaka : Possessing all bodily marks : p. 100 Physical Strength). પરંપરાગત લેખકો અનુસાર તે બધી જ વ્યક્તિઓ કે જેઓ એના એ જ જન્મમાં મુક્તિ-મોક્ષ માટે લાયક બને છે તેઓને ખાસ પ્રકારના દૈહિક શરીર સૌષ્ઠવની બક્ષિસ મળેલી હોય છે.* આવી વ્યક્તિઓના દેહના સાંધા એટલા બધા મજબૂત હોય છે કે તેમની ઉપર થઈને ઘોડા જોડેલો રથ પસાર થઈ જાય તો પણ તેમને કશી જ અસર થતી નથી. વાસ્તવમાં મહાવીર પણ જેઓ બધા મોક્ષ માટે લાયક હતા તે બધામાં સર્વશ્રેષ્ઠ હતા અને તેમને પણ દેહના આવા જ મજબૂત સાંધાની બક્ષિસ મળી હતી. હરિનેભેશી નામના દેવે ગર્ભને સ્થાનાંતરિત કર્યો. તેમણે એમ વિચાર્યું કે મહાવીર જેવી મહાન વિભૂતિ બ્રાહ્મણના નીચા પરિવારમાં જન્મ લે તે તેમને માટે કોઈ રીતે યોગ્ય ન હતું. * * બે ઢીંચણ વચ્ચેનું અંતર અને ડાબા ખભા અને જમણો ઢીંચણ અને જમણા ખભા અને ડાબો ઢીંચણ વચ્ચેનું અંતર જ્યારે તેઓ પલાંઠી વાળેલી સ્થિતિમાં બેઠેલા હોય ત્યારે એકસમાન રહેતું હતું. કપાળ અને દેહનું કેન્દ્ર (નાભિ) વચ્ચેનું અંતર પણ એકસમાન રહેતું હતું. પરંપરાગત લેખકો તેને ‘વઋષભ નરાચા' તરીકે ઓળખાવે છે અને આ શબ્દસમૂહને તેઓ વિવિધ ઉપમાઓથી સમજાવે છે. ~૪૨૫ - Page #449 -------------------------------------------------------------------------- ________________ વધુમાં પરંપરાગત લેખકો અનુસાર મહાવીરનો દેહ આશ્ચર્યકારક રીતે સપ્રમાણ હતો. તેઓ જ્યારે પલાંઠી વાળેલી સ્થિતિમાં બેસતા ત્યારે તેમના દેહ ચારે દિશાઓમાં સમાન અંતર ધરાવતો હતો, જેને “સમયથી સંસ્થાન' એવું ખાસ નામ આપવામાં આવ્યું હતું. ' તેમના જમાનાના બધા જ ધર્મગુરુઓની માફક સર્વોત્કૃષ્ટ વાણીની બાબતમાં મહાવીરને મીઠી જબાનની બક્ષિસ મળેલી હતી. હૃદયને પ્રસન્ન કરી દેનારી અને હેતુપૂર્ણ, અસ્મલિત અને સંપૂર્ણ, ઊંડી અર્થવાહી અને કેન્દ્રમાં સતત સત્યનો સમાવેશ કરનારી વાણી તેમની પાસે હતી. એટલા જ માટે આપણે યોગ્ય રીતે મહાવીરને માનીએ છીએ, પરંતુ આ લેખકો સાથે તેમના એ કથન સાથે સંમત થઈ શકતા નથી કે મહાવીર કેવળ એક જ ભાષામાં બોલતા હતા, અને તે ફ્રોપા માગધી હતી અને ભક્તિભાવવાળા શ્રાતો તેને પોતપોતાની ભાષામાં સમજી લેતા હતા. ધાર્મિક વ્યવસ્થાતંત્રના સ્થાપક અતિશય બુદ્ધિમત્તાયુક્ત સામર્થ્ય આવશ્યક રીતે ધરાવતા હોવા જોઈએ, એ હકીકત એવી છે કે તેને કોઈ સાબિતીની આવશ્યકતા નથી. તે વિશાળ દષ્ટિવાળો અને જગતની સઘળી ઘટનાઓની બાબતમાં સૂક્ષ્મ ઊંડી સમજ ધરાવતો માનવી હોવો જોઈએ. જે સઘળું દુન્યવી છે તેના પરિવર્તનના સાક્ષાત્કાર માટે દુન્યવી ડહાપણ કોઈ જ કામમાં આવતું નથી. ઉત્તમ પ્રકારનું જ્ઞાન તેને માટે આવશ્યક છે. બીજા શબ્દોમાં એક ધાર્મિક વ્યક્તિ કે જે વાસ્તવમાં દેવો અને મનુષ્યોના એક સમાન આગેવાન તરીકેનું વિશેષણ પ્રાપ્ત કરવાની પોતાને માટે અપેક્ષા રાખે છે તે અગાઉ શું બની ગયું છે અને હવે પછી શું બનવાનું છે તે અંગેના જ્ઞાન માટે મનની અસામાન્ય કાર્યશક્તિની નિપુણતા ધરાવતો હોવો જોઈએ અને તો જ તે પોતે સાચી રીતે આગેવાન હોવાનો દાવો કરી શકે. પરંપરાગત જીવનચરિત્રકાર એવો દાવો કરે છે કે મહાવીર માટે જૈનધર્મ જ્ઞાન”નું પાંચ પ્રકારોમાં વિભાજન કરે છે. પ્રથમ છે શ્રત દ્વિતીય ઇન્દ્રિય અર્થાત એ કે જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થઈ શકે. તૃતીય છે અવધિ, મર્યાદિત, જ્ઞાન કે જે ઇન્દ્રિયોની મદદ વગર જ પ્રાપ્ત કરી શકે. ચતુર્થ છે માનાહ પર્યાય જ્ઞાન અર્થાતુ અન્યોના માનસને જાણવાનું જ્ઞાન અને અંતિમ પરંતુ સૌથી વધારે મહત્ત્વનું છે તે કેવળ જ્ઞાન અર્થાત એવું જ્ઞાન - ૨૬ - Page #450 -------------------------------------------------------------------------- ________________ કે જેનાં ગુણથી વ્યક્તિ પોતે ઊભેલો હોય, ચાલતો હોય કે સૂતેલો હોય તો પણ તે આ જન્મમાં કે હવે પછીના જન્મમાં આત્માની વિવિધ સ્થિતિઓ વિશે જાણી શકે છે. કોઈ વ્યક્તિ પુનર્જન્મ પામે અથવા મોક્ષ પામે અથવા તે પોતાનાં અનિષ્ટ કર્મોને કારણે પોતે નર્કનાં દુ:ખો સહન કરવા માટે મરણોન્મુખ સ્થિતિમાં હોય તે પણ જાણી શકે છે અને આ બધી બાબતો કેવળીના કાર્યક્ષેત્રમાં આવે છે. પરંપરાગત જીવનચરિત્રકાર દાવો કરે છે કે મહાવીર તેમના જન્મ સમયે પણ અવિધ જ્ઞાન ધરાવતા હતા અને તેર વર્ષના સખત પરિશ્રમયુક્ત જીવન પછી તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. મહાવીર પોતે યોદ્ધાઓના (ક્ષત્રિયોના) વર્ગમાં જન્મેલા હોવાથી તેમના જમાનાના સઘળા યુવાનોની જેમ તેમણે પણ પાઠશાળાનું જીવન પ્રાપ્ત થયું ન હતું, પરંતુ શાળાકીય જીવનની આ ઊણપ પરંપરાગત જીવન ચરિત્રકારે કહેલી વાર્તા દ્વારા સુધારવામાં આવી હતી, જે વાર્તા કહે છે કે એવું કશું જ (આ જગતમાં) ન હતું કે જે મહાવીર ન જાણતા હોય. તેમના અજ્ઞાની માતાપિતા કે જે તેમનું નામ દાખલ કરાવવા માટે પાઠશાળામાં ગયાં હતાં તેમને ઇન્દ્રે રોક્યાં હતાં.* મહાવીરના જીવનના પરંપરાગત વર્ણનો વાતાઓમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે કે જેમાં સફળતાપૂર્વક મહાવીરે ગત જન્મોના બનાવોને પુનઃ યાદ કર્યા હતા અને હવે પછી ભવિષ્યમાં બનનાર બનાવોની આગાહીઓ કરી હતી. પર્યાપ્ત ચોકસાઈ સાથે તેઓ અન્ય લોકોનાં માનસ વાંચી શકતા હતા. તેઓ સ્વપ્નોનાં અર્થઘટનમાં પણ અત્યંત નિષ્ણાત હતા. તેમનું શરીર સૌષ્ઠવ, વક્તવ્ય અને મનની ઉત્કૃષ્ટતાઓ અંગે ચર્ચા કર્યા પછી હવે આપણે જીવનચરિત્રકારોએ મહાવીરમાં આરોપણ કરેલા જુદાજુદા અન્ય સદ્ગુણોનું પણ વિહંગાવલોકન કરીશું. અન્ય સઘળાં તીર્થંકરોની માફક જ મહાવીરને પણ ચોત્રીસ વિશિષ્ટ લક્ષણોની બક્ષિસ મળી હતી. ચાર વિશિષ્ટ ગુણો કે તેમને જન્મથી જ મળ્યા હતા તે નીચે મુજબ છે : (1) તેમને અત્યંત સુંદર દેહ મળ્યો હતો. (2) સુગંધિત શ્વાસોચ્છ્વાસ મળ્યો હતો. (૩) તેમના માંસ અને રક્ત ગાયના દૂધ જેવાં શ્વેત હતા. ~826~ Page #451 -------------------------------------------------------------------------- ________________ (4) જે આહાર તેઓ લેતા તેનું અદૃશ્યમાનપણું. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ધર્મોપદેશક તરીકે અગિયાર વિશિષ્ટ ગુણો પ્રાપ્ત કર્યા હતા. (1) જે સ્થળે વરદાની પુરૂષ ઉપદેશ આપતા તે સ્થળમાં અસંખ્ય માણસોનો સમાવેશ થઈ શકતો. (2) વરદાની પુરૂષ કેવળ એક જ ભાષામાં ઉપદેશ આપતા, (અર્ધમાગધીમાં) તેમ છતાં લોકો તેમની પોતપોતાની ભાષાઓમાં તેને સમજી જતા. (૩) મસ્તક પાછળ તેઓ ચળકતું આભામંડળ ધરાવતા હતા. * તેમણે યુવાન મહાવીરને ગૂઢાર્થવાળા ગહન પ્રશ્નો પૂછ્યા કે જે તેમના ગુરુ માટે પણ સમજવા અત્યંત મુશ્કેલ હતા. આ ગૂઢ પ્રશ્નોના મહાવીરે આપેલા વિદ્વતાપૂર્ણ ઉત્તરો તેમનાં માબાપ તેમજ ગુરુ માટે આંખ ઉઘાડનારા હતા. (4) તેઓ જ્યાં આવતાં ત્યાંથી પચીસ યોજનના પરિસરમાંથી રોગો દૂર ભાગી જતા. (5) દરેક પ્રકારની શત્રુતા શમી જતી. (6) કાતરા, ઉંદરો વગેરેને લીધે પેદા થતી આફતો ઉદ્ભવતી ન હતી. (7) પ્રાણઘાતક ચેપી રોગો, દુષ્કાળ, અતિવૃષ્ટિ, તોફાની વાતાવરણ વગેરે નાબૂદ થઈ જતાં. 8, 9, 10, 11 યુદ્ધનો ભય રહેતો નહીં. મહાવીરની સેવામાં હાજર રહેલા દેવો નીચે મુજબનાં ચમત્કારી કાર્યો કરતાં : (1) તેઓ ધર્મપંથના ચક્રને ફરતું રાખે છે. (2) તેઓ બંને બાજુ, રક્ષકોને ફરતા રાખે છે. (૩) તેઓ સ્ફટિકનું સિંહાસન લાવે છે. (4) તેઓ તેમના મસ્તક ઉપર ત્રણ છત્ર ધરી રાખે છે. (5) તેઓ ધ્વજને રત્નોથી શણગારીને આકાશમાં ઊંચે ઉડતો રાખે છે. (6) તેઓ મહાવીરની આગળ તેમના પગ મૂકવા માટે સોનેરી ગુલાબોનું સર્જન કરે છે. ~826~ Page #452 -------------------------------------------------------------------------- ________________ (7) તેઓ સુવર્ણના, રજતના અને રત્નોના કિલ્લાઓની રચના કરે છે. (8) મહાવીર કેવળ એક જ બાજુએ જોઈ રહ્યા હોય તો પણ તેઓ એવું દેખાડે છે. મહાવીર બધી જ દિશાઓમાં જોઈ રહ્યા હોય. (9) મહાવીર જ્યાં બેઠક લે ત્યાં તરત જ તેઓ અશોકવૃક્ષની રચના કરી દે છે. (10) કંટકો નીચેની દિશાએ વળી જાય છે. (11) વૃક્ષો જાણે કે વંદન કરતાં હોય એમ હાલવા લાગે છે. (12) તેઓ સ્વર્ગીય રણશિંગા વગાડે છે. (13) પવનદેવ (એ સ્થળની) સાફસૂફી કરતા હતા. (14) તેમને આદર આપવા માટે પક્ષીઓ તેમની આજુબાજુ ઉડાઉડ કરતાં હતાં (15) તોફાની ધૂળને નીચે બેસાડવા માટે તેઓ (દેવો) સુગંધિત જળનો છંટકાવ કરતા હતા અને પછી તેમની ઉપર પુષ્પવૃષ્ટિ કરતા હતા. (16-17) તેઓ તેમના (મહાવીરનાં) દેહ ઉપરના કેશની વૃદ્ધિને અટકાવી દેતા હતા અને નખની વૃદ્ધિને પણ અટકાવી દેતા હતા. (18-19) એક કરોડ જેટલા દેવતાઓ તેમની સેવામાં ઉપસ્થિત રહેતા હતા અને એક જ સમયે બધીયે ઋતુઓનું ભવ્ય દૃશ્ય પેદા કરતા હતા. સૂર્ય અને ચંદ્ર જેવા દેવો પણ વરદાની પુરુષના ધર્મોપદેશનું શ્રવણ કરવા માટે સદેહે ત્યાં આવતા હતા. મહાવીર ભવ્ય પ્રતાપનું આ પરંપરાગત વર્ણન છે, જે અઢારે દોષોથી મુક્ત એવા ગાના વિજેતા હતા. પરંપરાગત જીવન ચરિત્રકારો કે જેઓ વર્ણવે છે કે પક્ષીઓ અને પશુઓ પણ (મહાવીરે ઉપદેશેલ) ધાર્મિક બોધ ગ્રહણ કરી લેતા હતા. વળી તેઓ મહાવીરના ઐશ્વર્યને-દૈવી સ્વરૂપને અત્યંત વિપુલ પ્રમાણમાં શાબ્દિક રીતે વર્ણવે તેમાં કંઈ જ આશ્ચર્ય નથી. મહાવીરની આ દૈવી સ્વરૂપની કારકિર્દી ઊંડો અભ્યાસ પણ વિશિષ્ટ માનવીય ગુણોને આપણા ધ્યાન ઉપર લાવે છે. આ સ્વર્ગીય દૈવી પરિવેશમાં પણ મહાવીરને સ્પષ્ટપણે ઓળખી એવા મનુષ્ય તેઓ છે. તેથી પરંપરાગત -૪૨૯ Page #453 -------------------------------------------------------------------------- ________________ વાર્તાને સમૂળથી નકારી દેવાની અથવા ઊતરતી રીતે મૂલવવાની કોઈ જ આવશ્યકતા નથી. હવે આપણે આપણું ધ્યાન એવા વર્ણનાત્મક બનાવ તરફ વાળીશું કે જે આપણને દર્શાવશે કે જીવંત વ્યક્તિ તરીકે મહાવીર મનુષ્ય સાથે વાતચીત કરતા એક મનુષ્ય જ હતા. એવા બનાવોની અછત નથી કે જેમાં આપણે મહાવીરને તેમની પોતાની નબળાઈઓને પ્રદર્શિત કરતા અને મનુષ્યોનું મનોદૌર્બલ્ય દર્શાવતા જોઈશું. ગોસાલકા અને અચંદકાની ઘટનાઓ આપણને મહાવીરના મનોદૌર્બલ્યના પ્રસંગો પૂરા પાડે છે. એવી માનવીય નબળાઈ કે જેનાથી કોઈ પોતાના અંગત સ્વાર્થ માટે વિરોધીઓને ખુલ્લા પાડવા એ બાબત પણ અત્રે જોઈ શકાશે. પરંતુ આનો અર્થ કોઈપણ સંજોગોમાં એવો ન કરી શકાય કે મહાવીરમાં એવી ગતિશીલતાનો અભાવ હતો કે જે કોઈપણ મહાન આત્મામાં અનિવાર્યપણે ધરાવતા હોવા જોઈએ. તેમનામાં અગ્નિ કિરણો છોડવાની શક્તિ હતી કે જેના દ્વારા તેઓ સજીવ અથવા નિર્જીવ વસ્તુને બાળીને રાખ કરી શકે. એ જ પ્રમાણે તે શીત કિરણોનું ઉત્સર્જન કરી શકતા કે જે આગંતુકને રોકી દે. તેઓ બધા જ પ્રકારની મહાવ્યથાઓ સામે ટકી શકે એવી શારીરિક તેમજ માનસિક યોગ્યતા ધરાવતા હતા. વાર્તાલેખક નોંધે છે તે મુજબ માતિ ગોસાલકા (અગ્નિ કિરણો વડે) તેને જેણે અન્યાય કર્યો હોય તેવા ગૃહસ્થનું ઘર પણ બાળી નાખી શકતો. તેથી ઘણા દેવો કે જેમાં ઇન્દ્ર મુખ્ય હતા તેઓ તીવ્રતાથી મહાવીરના ક્લ્યાણમાં રસ ધરાવતા હતા. વળી, તેઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન ફરીફરીને તેઓ તેમના હિતની સંભાળ રાખતા અને તેમના કોઈ માણસને કે તેમની પ્રતિષ્ઠાને કોઈ નિકટવર્તી ભય હોય તો તેને તેઓ અટકાવતા. પરંતુ મહાવીરને કર્મના લોખંડી સિદ્ધાંતમાં પૂર્ણ શ્રદ્ધા અને સંપૂર્ણ વિશ્વાસ હતો, તદ્દનુસાર વ્યક્તિનાં પોતાના અનિષ્ટ કર્મો માટે તેણે અનિવાર્ય રીતે સહન કરવું જ પડે છે. જેટલાં તેના અનિષ્ટ કર્મો વધારે એટલું વ્યક્તિએ વધારે સહન કરવું પડે છે. સહન કરવું એ જ પાપોના પ્રાયશ્ચિત માટેનો ચોક્કસ માર્ગ છે. આ સિદ્ધાંતે મહાવીરના મનમાં મજબૂતાઈથી જડ નાખી હતી અને વાસ્તવમાં તેઓ તેમની શક્તિઓનો ઉપયોગ કરવાનું ક્યારેય પસંદ કરતા ન હતા. ~830~ Page #454 -------------------------------------------------------------------------- ________________ જ્યાં તે મનુષ્ય તરીકે વર્તતા હતા ત્યાં ચોક્કસપણે તેમની પાસે દવી શક્તિઓ હોવા છતાં તેઓ, જ્યાં પોતાના ગુરુમાં જ દલીલો દ્વારા રસ ધરાવતા હોય તેવા શિષ્યોને પણ તેઓ પોતાની શક્તિઓની મદદથી) બચાવતા નહીં અને તેઓ ગોસાલકાના રોષનો કમનસીબ ભોગ બન્યા હતા. કોઈપણ કિસ્સામાં તેમણે તેમની પ્રાપ્ત શક્તિઓનો ઉપયોગ કર્યો નહીં. ચમત્કારિક શક્તિઓના ઉપયોગ વડે તેમણે કદી પોતાનું અંગત મહત્ત્વ વધાર્યું ન હતું. તેઓ પોતે પણ ગોસાલકાના આક્રમણથી તદ્દન અસરરહિત રહી શક્યા ન હતા અને તેમાંથી સાજા થવા માટે સમર્થ દેવી શક્તિઓનો ઉપયોગ કર્યો ન હતો, પરંતુ રેવતીના ઘેરથી કાળજીપૂર્વક લાવવામાં આવેલી દવાનો ઉપયોગ કર્યો હતો. તીવ્ર પીડાના કિસ્સામાં તેઓ પણ મોટેથી વેદનાની ચીસો પાડતા. ગામડિયાઓએ જ્યારે તેમને ફટકાર્યા ત્યારે, જાસૂસ તરીકે તેમને જ્યારે પકડવામાં આવ્યા ત્યારે અને ચોર તરીકે ગણીને જ્યારે તેમને કારાગૃહમાં પૂર્યા ત્યારે તેઓએ તેમાંથી મુક્ત થવા માટે પણ તેમણે તેમની ચમત્કારિક શક્તિઓનો ઉપયોગ કર્યો ન હતો. તેમને જ્યારે કૂવામાં કૂદી પડવાનો આદેશ આપવામાં આવ્યો ત્યારે પણ નહીં. અજ્ઞાની મનુષ્યો અને ઘમંડી દેવતાઓના હાથે તેમને અપાયેલી પીડાઓ તેમણે શાંતિથી અને ઠંડકથી સહન કરી. ચમત્કારો એ કોઈક એવી વસ્ત હતી કે જેને તેઓ અત્યંત ધિક્કારતા. ચમત્કારોના ઉપયોગથી વધારે અનુયાયીઓ મેળવવાની તેમણે ક્યારેય ઈચ્છા કરી ન હતી. તેઓ એ જ બાબતોનો ઉપદેશ આપતા કે જેનો તેમણે પ્રત્યક્ષ રીતે સાક્ષાત્કાર કર્યો હોય અને તેમ છતાં પણ એ જ બાબતોમાં જુદાંજુદાં દષ્ટિબિંદુઓ હોવાની શક્યતાને તેમણે નકારી ન હતી. સત્ય એ સાપેક્ષ છે અને તે ઘણીબધી શક્યતાઓને માન્ય કરે છે. એક જ બાબતને જુદા દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તે અલગ દષ્ટિબિંદુ રજૂ કરે છે. એક સમજુ અને વિચારશીલ મનુષ્ય તરીકે તેમણે એવા જ પાસાનો ઉપદેશ આપ્યો હતો કે જે પાસાનો તેમણે પ્રત્યક્ષ સાક્ષાત્કાર કર્યો. આપણે એવો નિર્ણય લેવાનું હવે વલણ ધરાવીએ છીએ કે બધાં જ દષ્ટિબિંદુથી એક મનુષ્ય હતા. પરંતુ તેમને કેટલાક ચોક્કસ અતિ માનવીય ગુણોની બક્ષિસ મળેલી હતી. આપણે તેમને દેવી મનુષ્ય કહી - ૪૩૧ - Page #455 -------------------------------------------------------------------------- ________________ શકીએ કે જેમણે અસંખ્ય જન્મોમાં, અવિરત પ્રયત્નો દ્વારા સર્વની ભલાઈમાં જ વ્યક્તિની ભલાઈ સમાવિષ્ટ છે એ હકીકતનો સાક્ષાત્કાર કયોવ હતો. જીવો અને જીવવા દો' જેવા ઉમદા આદર્શ એ જ મહાવીરના સિદ્ધાંતનો ટૂંકો સાર છે. તેમના ચારિત્ર્યનાં નીચે દર્શાવ્યા મુજબનાં વિશિષ્ટ લક્ષણો વાચકનાં ચક્ષુઓ સમક્ષ આબેહૂબ ખડાં થાય છે. અતિ માનવીય શક્તિઓ ધરાવતો દેવ જેવો મનુષ્ય અને છતાં કેન્દ્રમાં તો કેવળ મનુષ્ય જ હોય એવા તેઓની પાસે સહન કરવાની અપ્રતિમ શક્તિ, એક પ્રકારની નિર્ભયતા, ઇતિહાસમાં અતુલનીય, ઈચ્છાશક્તિની તાકાત છે તેની મહાનતા દર્શાવે છે, જે તેમના સમકાલીન ગૌતમ બુદ્ધ પણ ધરાવતા હતા. તે ઘણા લોકોનો અવલંબન અને આશ્રય સ્થાન હતા. ભવિષ્યવેત્તાઓએ ભાખ્યા મુજબ તેઓ પરિવારમાં એક દીપક સમાન હતા, ધ્વજ સમાન હતા, એક મુકુટ સમાન હતા. અરાજકતા અને ગૂંચવાડાના વર્તમાન જગતમાં આપણે આવા મહાન, ભવ્ય અલૌકિક વ્યક્તિને અને જે ઊંચા આદર્શો ખાતર તેઓ જીવ્યા તેને વધારે સારી રીતે સમજી શકીશું. મહાવીર તો અવસાન પામ્યા છે, પરંતુ તેમના ઉપદેશોનો આત્મા હજી આજે પણ જીવંત છે. કેવળ જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા જ નહીં, પરંતુ સમગ્રતયા ભારતીય સંસ્કૃતિ દ્વારા મહાવીરના સિદ્ધાંતોનો આત્મા શ્વાસ લઈ રહ્યો છે. એ સત્ય હકીકત છે કે બે હજાર અને પાંચસો વર્ષો પછી પણ આ ધર્મના અનુયાયીઓ ભારતની શેરીઓમાં ફરતા જોઈ શકાય છે. જો એક વ્યવસ્થાપક તરીકે મહાવીરની મહાનતા અને તેમના ધર્મપંથના આંતરિક મૂલ્યની ગાથા ગાય છે. મહાવીરનો મુખ્ય શિષ્ય ગૌતમ ઈન્દ્રભૂતિ પેપાલપુત્ર ઉદકની સાથે વાતચીત કરતી વખતે તે તેને તેમને મહાવીરને) માન આપવાની, આદરણીયને આદર આપવાનું ચાલુ રાખવાની તથા તેમને વંદન કરવાની અને જે કોઈ સંન્યાસી ધર્મની બાબતમાં મદદ કરે તેમને આદર આપવાની તેને (ઉદકને) સૂચના આપે છે. તેમાં કરવામાં આવેલો ઈશારો પામી જઈને મને લાગે છે કે મહાવીરના જીવનના આ અભ્યાસ ઉપર પ્રાર્થના કર્યા વગર પૂર્ણવિરામ મૂકવાની ચેષ્ટા કરીશું તો આપણે અત્યંત નગુણા ગણાઈશું. આ મહાન નાયકને ઊંડા આદર સાથે અને અત્યંત નમ્ર રીતે પ્રાર્થના Page #456 -------------------------------------------------------------------------- ________________ કરીને હું તમને વંદન કરું છું. ચાચંડકા અને ગોસાલકાનાં વર્ણનો, સિંહાની વાર્તા, શાલિભદ્રની વાર્તા, અંડકા પરિવ્રાજકનો ભવિષ્ય ભાખવાનો અભિગમ મેઘકુમારની વાર્તા પણ અગાઉ આપેલ છે. = 33 - Page #457 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ – ૧ પૂર્વ કેવળી સમય દરમિયાનનું ભ્રમણ પૂર્વ કેવળી સમય દરમિયાન મહાવીર જ્યાં ઊતર્યા હતા તે સ્થળોનાં નામો દર્શાવતી યાદી સમયગાળો: 18 વર્ષ બુદ્ધનો આજ સંબંધી ગાળો : 6 વર્ષ 1. વૈશાલી 2. કુસ્મારગ્રામ ૩. કોલ્લાના મોરાકા 5. આસ્તિકાગ્રામ 6. મોરાકા 7. ઉત્તરાવાયાલા તરફ જવા રવાના થયા દક્ષિણાવાચાલા પાર કર્યું. 8. શ્વેતામ્બી 9. ઉત્તરાવાચાલા 10. ગંગાનદી પાર કરવા માટે નાવમાં બેઠા 11. રાજગૃહ 12. નાલંદા 18. કોલ્લાના 14. સુવર્ણખલા 16. બ્રાગામાં 16. ચમ્પા 17. કોલ્લાકા 18. પત્રાલકા 19. કુમ્ભારા 20. ચોરાકા 21. પૃષ્ઠચપ્પા - ૪ - Page #458 -------------------------------------------------------------------------- ________________ 22. કૃતમંગલા 23. હલાવૃતા 24. મંગલા 25. અવર્તા 26. ચોરાકા 27. લાધાદેશા 28. પૂર્ણકલશ 29. ભાદલપુરા 30. કડલી સામગામા 31. જામ્બખંડ 32. તુંબકા ૩૩. કુપિકા 34. વૈશાલી 35. ગ્રામકા 36. શાલીશીર્ષ 37. ભદ્રીકપુર 38. મગધ 39. અલોભિકા 40. કંડકા 41. મર્દન 42. બાહુશાલા 43. લોહારગલા 44. પુરીમાલાલા 45. ઉષાનકા 46. ગોભૂમિ 47. રાજગૃહ 48. લાધાદેશા 49. સિદ્ધાર્થપુરા 50. કુમારગ્રામ - ૪૫ - Page #459 -------------------------------------------------------------------------- ________________ ઠા. સિદ્ધાર્થપુરા 52. વૈશાલી ચંડિકકા નદી પાર કરી 58. વાણિજ્યગ્રામ 54. શ્રાવસ્તી 55. શગુલાબધીકા (સનુયાસ્તિકા) 56. પ્રાધગભૂમિ (પ્લેચ્છ આસ) 57. આલાભિ 58. શ્વેતામ્બી 59. શ્રાવસ્તી . 60. કૌસાબી 61. વારાણસી 62. રાજગૃહ 68. મિથિલા 64. વૈશાલી 65. સુમસુમારાપુરા 66. ભોગપુરા 67. નંદિગ્રામ 68. મેન્ધકાગામ 69. કૌશામ્બી 70. સુમંગલ 71. સોત્ર 72, પાલકા 73. ચમ્પા 74. જામ્બુકા 75. મેશ્વકા 76. શન્માની 77. અપાપા 78. જામ્બુકા સમયાનુક્રમ અનુસારનો ક્રમ કલ્યાણવિજયજીએ સ્વીકાર્યા મુજબનો જ છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ કેવળી સમય દરમિયાનનું ભ્રમણ કેવળજ્ઞાન મેળવ્યા પછી મહાવીર જ્યાં ઊતર્યા હતા તે સ્થળોનાં નામો દર્શાવતી યાદી સમયાનુક્રમ અનુસારનો ક્રમ કલ્યાણવિજયજીએ સ્વીકાર્યા મુજબનો જ છે. જમ્બુકા કૌશામ્બી અપાપા વૈશાલી રાજગૃહ કકાંડી (ઉત્તરવિદેહ) વિદેહ ગાજાપુરા વૈશાલી પોલાસપુરા વત્સભૂમિ વાણિજ્યગ્રામ કૌશામ્બી રાજગૃહ ઉત્તરકોશલ કાંચનગાલા શ્રાવસ્તી શ્રાવસ્તી વિદેહ વિદેહ વાણિજ્યગ્રામ વાણિજ્યગ્રામ મગધ બ્રાહ્મણકુંડ રાજગૃહ કૌશામ્બી ચમ્પા રાજગૃહ વિતાવ્યયા (સિંધુસોવીર) ચમ્પા વાણિજ્યગ્રામ ઉ. વિદેહ (કકાન્તી) બનારસ વિદેહ અલામિકા મિથિલા રાજગૃહ અંગ વિદેહ ચમ્પા વૈશાલી મિથિલા અલાભીયા શ્રાવસ્તી - ૪૩૦ Page #461 -------------------------------------------------------------------------- ________________ મેન્ધિકા મિથિલા પશ્ચિમ તરફ શ્રાવસ્તી પાંચાલ અાિત્ર કુરુ હસ્તિનાપુર મોકા વાણિજ્યગ્રામ રાગૃહ પૃષ્ઠચમ્પા દર્શનપુર વિદેહ વાણિજ્યગ્રામ કોશલ સાકેત શ્રાવસ્તી પાંચાલ કાંપિલ્યપુર વિદેહ – વૈશાલી કાશી કોશલ પ્રદેશો વિદેહ વાણિજ્યગ્રામ વૈશાલી મગધ-રાજગૃહ ચમ્પા રાજગૃહ નાલંદા વાણિજ્યગ્રામ વૈશાલી કોશલ (તરફ) સાકેત વિદેહ મગધ રાગૃહ મગધ નાલંદા વિદેહ મિથિલા મિથિલા (આજુબાજુ ભ્રમણ કર્યું) મગધ રાજગૃહ પાવા (છેલ્લી વર્ષાઋતુ) *૪૩૮* Page #462 -------------------------------------------------------------------------- _