SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ તેને માટે અત્યંત પરવાનેદાર હોય તેવી જિંદગી જીવે છે અને બીજા કે જેઓ સંપૂર્ણ રીતે સંન્યાસીનું જીવન જીવે છે. ગોસાલાનો સમાવેશ પ્રથમ પ્રકારમાં અને મહાવીરનો સમાવેશ બીજા પ્રકારમાં થાય છે. એ આશ્ચર્યની વાત છે કે સ્વચ્છંદીપણું – સ્વેચ્છાચારીપણું હોવા છતાં ગોસાલા સંન્યાસી એવા મહાવીરના ઈન્દ્રિયદમન તેમજબુદ્ધના મિતાહારવિહાર (મધ્યમમાર્ગ) સાથે ખભો મિલાવીને અડોઅડ ઊભો રહી શક્યો. એ જોવું પણ આશ્ચર્યજનક છે કે ગોસાલા સંન્યાસી એવા મહાવીર અને શાંત-સ્વસ્થ-ગંભીર એવા બુદ્ધ સાથે અડોઅડ ખભેખભો મિલાવીને ઊભો રહી શક્યો અને સાથે સાથે તેનો સંપ્રદાય મહાવીરના ઈન્દ્રિયદમન અને બુદ્ધના મિતાહારવિહાર – મધ્યમમાર્ગની સામે વિકસતો રહ્યો. $2496 Commentary on verse 306 fase and reft episode. પરંતુ આપણે ઢાલની બીજી બાજુને પણ આપણી દૃષ્ટિથી ઓઝલ થવા દેવી જોઈએ નહિ. આજીવિકો ક્યારેય માંસ કે મદિરા સ્વીકારતા નહિ. આ બાબતનું અર્થઘટન વિરોધી સંપ્રદાયો દ્વારા) એવી રીતે કરવામાં આવ્યું છે કે તે તો કેવળ જાહેર જનતાની સહાનુભૂતિ પ્રાપ્ત કરવા માટેનો તુક્કો - જાહેરાત બાજી જ હતી, પરંતુ મને લાગે છે કે મોટા ભાગના આજીવિકોની બાબતમાં ઉપરોક્ત બે વસ્તુઓથી દૂર રહેવાની તેમની માન્યતામાં ખરો ભાવ-સચ્ચાઈ રહેલી હોવી જોઈએ અને તેમને અંગે જે (ખોટી) રજૂઆત કરવામાં આવી છે તેના કરતાં કંઈક જુદા જ પ્રકારનું જીવન જીવતા હોવા જોઈએ. જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથો પણ આપણને આ બાબતની ઝાંખી કરાવે છે. આમ એ જ મજિઝમનિકાય કે જે ઊભેલી સ્થિતિમાં તેમના મૂત્ર ત્યાગ અને મળત્યાગનો સંદર્ભ આપે છે તે ખાતરીપૂર્વક કહે છે કે જેઓ તેમને આમંત્રણ આપે અથવા તેમને બેસવાની વિનંતી કરે તેમની પાસેથી તેઓ ભિક્ષા સ્વીકારતા નહિ, ખાસ કરીને તેમના માટે જ તૈયાર કરવામાં આવી હોય તેવી વાનગીઓની ભિક્ષા પણ તેઓ સ્વીકારતા નહિ. તેઓ કોઈનું આમંત્રણ ક્યારેય સ્વીકારતા નહિ અને તેઓ જે સ્ત્રી પોતાના બાળકને સ્તનપાન કરાવતી હોય અથવા તેની સારવાર કરી રહી હોય અથવા તો - ૩૧૫ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy