________________
આવા ત્રિવિધ હેતુના ખ્યાલ સાથે તેઓ ટૂંકા રસ્તે તેમનાં દૃઢ નિશ્ચયવાળાં પગલાં મૂકીને આગળ વધ્યા. મહાવીર ત્યાં આવ્યા અને કાયોત્સર્ગના આસનમાં રહ્યા. નાગ ત્યાં આવ્યો અને તેણે જોયું કે તેની પોતાના ઈજારાવાળી વૃક્ષરાજિમાં કોઈએ પ્રવેશ કર્યો છે. તે તેમને ડસવા માટે આગળ ધસી ગયો અને તેમને બાળી નાખવા માટે તેણે તેમની સામે જોયું. પરંતુ તે સર્વ મિથ્યા થયું. તેણે ત્રણ વખત તેમને દંશ દીધો પરંતુ તેથી કોઈ હેતુ સર્યો નહીં. મહાવીર હજી પણ સ્વચ્છ અને ચિંતારહિત સ્થિતિમાં ત્યાં જ ઊભા હતા, પછી મહાવીરે પોતાનો ઉદ્દેશ્ય પૂર્ણ કરવાનો પ્રારંભ કર્યો અને નાગને મીઠાશભરી રીતે અને કોમળ શબ્દોમાં ઉપદેશ આપવા માંડ્યો, “હે ચંડકૌશિક, ગુસ્સાએ તને શું નુક્સાન) કર્યું છે તે સમજ અને સ્પષ્ટપણે જાણ. તારા પોતાના પાછલા) જન્મોને યાદ કર અને ભાનમાં આવ. તારા માટે તેમજ કોઈના પણ માટે ગુસ્સો એ સારી વસ્તુ નથી. એક જ ઝાટકે તે સર્વ ગુણોને ભસ્મ કરી નાખે છે, અને તે સૌથી મોટો અને સૌથી વધારે ભયંકર શત્રુ છે. (કારણ કે તે હંમેશાં પોતાના લ્યાણ માટે ઝૂઝતા બધા પાસે પાછલા દરવાજેથી આવે છે.)
(તેના ગોભાશ્રી તરીકેના ભૂતકાળના જન્મની અને ચંડકૌશિક તરીકેના – યોગીઓના આગેવાન શીઘ્રકોપી મહાન ચંડના પુત્ર તરીકેના - તેના વર્તમાન) જન્મની વાર્તા વગેરે, તેના ભૂતકાળના જન્મની વાર્તા બોધદાયક અને રસપ્રદ બંને છે.)
મહાન વ્યક્તિના ઓષ્ટમાંથી બહાર આવેલા (ઉપરોક્ત) શબ્દો સાંભળીને નાગને પોતાના પાછલા જન્મો યાદ આવ્યા. તેનાં દુષ્કાર્યો માટે દયાજનક રીતે પશ્ચાતાપ કરતાં પોતાના દરની અંદર મુખ રાખીને તેણે તેની મનની શાંતિ પાછી મેળવી. માત્ર જે લોકો તેને માનતા હતા તેઓ તેની તરફ પથ્થરો ફેંકતા હતા અને તેને બધી જ રીતે પરેશાન કરતા હતા, પણ (તેમ છતાં) નાગ ચલિત થતો ન હતો.
મહાવીરે તેને શાંતિ અને જ્ઞાન આપ્યાં. લોકો નાગની ઘી, માખણ વગેરેથી પૂજા કરવા લાગ્યા કે બિચારા જે નાગ માટે મોટા દુ:ખનું કારણ બનતું હતું. તેની ભલાઈનો ગેરલાભ કીડીઓ (પણ) લેવા માંડી.
આ બધું સમતા સાથે સહન કરીને મૃત્યુ પછી નાગ દેવ તરીકે જન્મ્યો.