SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ચંડકૌશિકને ઉદ્દેશીને બોલાયેલા મહાવીરના મીઠા, કોમળ શબ્દો તેમના ચારિત્ર્યનું ધ્યાન ખેંચે એવું લક્ષણ પ્રગટ કરે છે. તેમની માત્ર કચડાયેલા લોકો પ્રત્યેની જ નહીં, પરંતુ પથ ભૂલેલાઓ માટે પણ સંનિષ્ઠ સહાનુભૂતિ હતી. મુશ્કેલીમાં મુકાયેલા વિરોધીઓ માટેની તેમની સહાનુભૂતિના બોલાયેલા શબ્દો માત્ર તેમની વેદના શાંત કરનારા અને પ્રસન્ન કરનારા જ ન હતા, પરંતુ અલ્પ સમયમાં જ તેમને પોતાની ભૂલનું ભાન કરાવનારા હતા. અત્રે શુલપાણીના કિસ્સામાં બન્યું એ જ રીતે મહાવીર સામાન્ય રીતે લોકોના ભલા માટે અને નાગ માટે વિશિષ્ટ ઉદાહરણ તરીકે પોતાના જીવનને પણ જોખમમાં મૂકતાં અચકાતા ન હતા. તેઓ એક બુદ્ધિમાન ગોપ છે. કે જેઓ તેમનો રસ્તો ભૂલેલા અને અત્યંત દૂર ચાલી ગયેલાં. પશુઓને પાછાં બોલાવી શકે છે. તેઓ એક્લા આગળ વધવાનું ઇચ્છતા નથી. આ રીતે નાગને ઉપદેશ આપીને મહાવીર એવી) જગ્યાએ ગયા કે જ્યાં યજમાન નાગસેના દ્વારા તેમને ઉષ્માપૂર્વક આવકારવામાં આવ્યા. મહાવીર (તે પછી આગળ શ્વેતાંબીમાં ગયા, જ્યાં તેમને પ્રદેશી રાજાઓ દ્વારા અત્યંત સન્માનપૂર્વક આદર આપવામાં આવ્યો. રાજાઓ ઃ તે સમયમાં રાજાઓ સાચી રીતે છટાદાર હતા. નરોત્તમ (સંદર્ભ પછીના પાને) તેઓ વારંવાર લોકો માટે તેમજ ધર્મોપદેશકો માટે આશ્ચયસ્થાનરૂપ હતા. મનુષ્યોમાં એવા તેઓ પોતાનાં કર્તવ્યો બજાવવામાં નિષ્ફળ જતા નહીં. બુદ્ધના કિસ્સામાં વધુમાં સુત્તપિટક આપણને કહે છે કે જ્યારે બુદ્ધ (પરિભ્રમણાની) શરૂઆત કરી ત્યારે કેવી રીતે તેઓ બિંબિસારને મળ્યા. (સંદર્ભ સુત્તપિટકમાં કહેવાયેલી) વાર્તા - સંબંધિત શ્લોકો શોધો.) બુદ્ધના કિસ્સામાં થયું છે તે રીતે જોકે જૈન લેખકો આ બનાવોમાંથી સુંદર વાર્તા રચી શકતા નથી. (ત્યાર બાદ) મહાવીરે એક મોટી નદીને પાર કરવા માટે નાવમાં બેસીને સુરભિપુર તરફ પ્રયાણ કર્યું. તેમની નાવની મુસાફરી દુષ્ટબુદ્ધિવાળા ભવિષ્યવેત્તાઓ સાથે નિશ્ચિત થઈ હતી અને ભવિષ્યવેત્તાઓ કે જેઓ (પરિસ્થિતિનું) અર્થઘટન કરી શકતા હતા તેમણે ભયની અને તરત જ ભાગી છૂટવાની આગાહી કરી. આગલા જન્મમાં GO
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy