SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા શ્રેણિક બિંબિસાર ભૂલથી છઠ્ઠી પુત્રી ચેલણાને પરણ્યા હતા. શ્રીજયેષ્ઠા સાધ્વી બની ગઈ હતી અને તે પરણી ન હતી. ચેલણાએ કોનીય, હલ્લ અને વિકલ્લ એમ ત્રણ પુત્રોને જન્મ આપ્યા હતા. કોસલદેવી એ કોસલના રાજા પ્રસેનજિતની બહેન હતી. ઘારિણીને મેઘકુમાર નામનો પુત્ર હતો. મહાવીરે ગુણશીલા મંદિરમાં ધાર્મિક પ્રવચન આપ્યું હતું. આ ધાર્મિક પ્રવચન શ્રેણિક બિંબિસારમાં શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે પૂરતું પ્રભાવક નીવડ્યું. અને મેઘકુમાર, નંદીસેના માટે પણ અત્યંત એટલું બધું હૃદયસ્પર્શી બન્યું કે તેમણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો અને ઘરવિહોણા યતિ તરીકેનું જીવન સ્વીકાર્યું. અભયકુમાર અને સુલતાએ ગૃહસ્થનાં વ્રતો સ્વીકાય. શ્રેણિક બિંબિસારને બુદ્ધ માટે આદરની ઊંડી લાગણી હતી. જ્યારે બુદ્ધ તેમના સંસારત્યાગ પછી રાજગૃહ આવ્યા ત્યારે બિંબિસારે તેમની પાસેથી પોતાને ઉપદેશ આપવાનું વચન લીધું હતું. (સુત્તપિટકા) બિંબિસારની પત્ની એટલે કે ચેલણા જૈન ધર્મ પ્રત્યે સમર્પિત હતી. પરંતુ એ દીઠ ખરું લાગે એવું ન હતું કે તેણી પોતાની અસર પેદા કરી શકે અને આવી શ્રદ્ધા પેદા કરવા માટે પોતાને જવાબદાર બનાવી શકે. | ઉત્તરાધ્યયન નીચે મુજબની વાર્તા આપે છે. એક કિશોર યતિ બન્યો અને રાજા અનાથ - કોઈ પણ આશ્રયવિહોણો કહેવાયો અને એમ કહીને તેણે તે વર્ણવ્યું કે આપણી મુશ્કેલીઓમાં આપણે આપણાં સગાંવહાલાં પાસેથી કોઈ આશ્રય મેળવી શકતા નથી. આપણા દુઃખમાં કોઈ ભાગ પડાવી શકતું નથી. - શ્રેણિક બિંબિસાર કેવળ તે સમયના રાજાઓનું વિશિષ્ટ પ્રતિનિધિત્વ કરતો હતો. તે સમયના રાજાઓ બધા ધર્મોમાં પોતાની માન્યતા અને શ્રદ્ધા પ્રગટ કરતા હતા. તેઓ બધા ધર્મોપદેશકોને આશ્રય આપતા હતા અને તેમની પાસેથી ઉપદેશ મેળવવા માટે તેમનો સંપર્ક કરતા હતા. આ ધર્મોપદેશકોને રહેવાની સુવિધાઓ આપતા હતા અને એ જોવાની કાળજી લેતા હતા કે ધર્મોપદેશકો તેમની ભિક્ષા અને બક્ષિસો યોગ્ય રીતે મેળવતા - ૧૩૧ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy