________________
2 Buddhist Essays - Paul Dahlke.
તેઓ વિવિધ પ્રકારનાં અનિષ્ટવિજ્ઞાનોનો અભ્યાસ કરે છે અને આ વિજ્ઞાનોના જ્ઞાનની મદદથી તેઓ જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ પ્રમાણે તેઓ આહાર, પેયો, વસ્ત્રો નિવાસસ્થાન, શૈય્યા અને આનંદપ્રમોદના વિવિધ પદાર્થોની અન્ય મનુષ્યો સમક્ષ માગણી કરે છે. 2. ભૂમિ પરના અકસ્માતોમાંથી, વિચિત્ર ઘટનાઓમાંથી, સ્વપ્નોમાંથી, અવકાશી
ઘટનાઓમાંથી, દેહનાં પરિવર્તનોમાંથી, ધ્વનિઓમાંથી, ગૂઢ રહસ્યમય સંકેતોમાંથી, બીજમાંથી ભવિષ્યની વસ્તુ જાણવી અને કહેવાની વિદ્યા-વિજ્ઞાન સ્ત્રીઓ, પુરુષો, હસ્તિઓ, ગાયો, ઢાલો, યષ્ઠિઓ, તલવારો, કીમતી પથ્થરો, રત્નો, પથ્થરો, ફૂંકડાઓ, બતકો, તેતરની જાતનાં પક્ષીઓ, પૈડાંઓ, નાની છત્રીઓ વગેરે નિશાનીઓ-ચિહનોનું અર્થઘટન
કોઈને સુખી કે દુઃખી કરવાની, સ્ત્રીઓને ગર્ભાધાન કરાવવું, કોઈને તેની માનસિક શક્તિઓથી વંચિત કરવાની કળા.
તાપમાં રહેવું, જાદુમંતરથી નજરબંધી કરવી, યુદ્ધની કળાઓ, ચંદ્ર, સૂર્ય, શુક્ર અને ગુરુની ગતિઓ, ઉલ્કાઓનો પાત, મહાન દાવાનળ, ચીજવસ્તુઓનો બલિ આપવો, વન્ય પ્રાણીઓમાંથી ભવિષ્યની વસ્તુઓ-ઘટનાઓ જાણવી-કહેવી તે, કાગડાઓનું ઉડ્ડયન, ધૂળની ડમરીઓ, રુધિરની વર્ષા, વૈતાલિ અને અર્ધ વૈતાલિ કળાઓ, લોકોને ગાઢ નિદ્રામાં ઊતારી દેવાની કળા, દ્વાર ઉઘાડવાની કળા, કંડાલાઓની કળા, સાબરાઓની કળા, દ્રવિડોની કળા, કલિંગોની કળા, ગૌડોની કળા, ગંધર્વોની કળા, કોઈકને જમીન ઉપર પાડી દેવાની, ઊભા કરવાની, તેને બગાસુ આવે તેમ કરવાની મંત્રવિદ્યા, કોઈને બીમાર અથવા તો નિરોગી બનાવવાની, કોઈક આગળ ને આગળ ચાલતા ચાલતા આગળ ને આગળ વધે જાય એમ કરવાની, કોઈને અદશ્ય બનાવી દેવાની અથવા તો દશ્યમાન બનાવી દેવાની મંત્રવિદ્યા. (ઉપર દર્શાવેલ સઘળી અનિષ્ટ વિજ્ઞાનવિદ્યાઓ છે.) 1. Book : 2 Lec. 1 Sutrakritanga P. 347.
તેમના પરિવાર, સગાસંબંધીઓ અથવા સેવકો અથવા ક્યારેક ખુદ ૯ પોતાને માટે પોતાના પરિચિત વ્યક્તિઓને ત્યાં દાસત્વ સ્વીકારે છે, તે તેમનો પડોશી, સાથીદાર અથવા મદદગાર બને છે અને આત્મવિશ્વાસપૂર્વક તેમને પ્રેરણા આપીને તે તેમને ચાબૂકથી ફટકારે છે, કાપી નાખે છે, વીંધી નાખે છે, ચીરી નાખે છે, લાકડીથી મારે છે, અથવા તેમને મૃત્યુ પમાડે છે અને એ રીતે તેઓ પોતાનો આહાર મેળવે છે. તેઓ ચોરો બને છે
• ૩૫૬ -