SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ બધાં તેમના ઉપદેશનાં લક્ષણો છે. તે રોજિંદા વ્યવહારોની દિલગીરીભરી સ્થિતિ છે કે જેણે ગૌતમના મનમાં નફસતની લાગણી પેદા કરી. તેમના ઉપદેશમાં આ પ્રમુખ સૂર છે. બનારસમાં તેમણે આપેલું સૌપ્રથમ ધાર્મિક પ્રવચન દર્શાવે છે કે બુદ્ધ તેમના તત્ત્વજ્ઞાન આધારિત કોઈ તંત્ર સ્થાપવાની દરકાર કરી ન હતી, પરંતુ તેમણે સૃષ્ટિમાં સર્વત્ર વ્યાપેલાં દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો પથ દર્શાવવાની દરકાર કરી હતી. જ્યારે પાંચ સંન્યાસીઓએ જ્ઞાન વિષેના તેમના વિચારો દર્શાવ્યા અને તેમનું ગાઢ શ્રવણ કરાવ્યું ત્યારે આદરણીય પુરુષે તેમને સંબોધીને આમ કહ્યું, “હે સંન્યાસીઓ ! બે પ્રકારનાં અંતિમો છે, કે જેમનાથી જે ધર્મમય જીવન જીવે છે તેણે દૂર રહેવું જોઈએ. આ બે અંતિમો કયાં કયાં છે? એક તો એ છે કે જેનો આધાર ઈચ્છામાં આવે એવો આનંદ પ્રાપ્ત કરવાનું જીવન અને મોજમજા છે તે અંતિમ ઉમદા નહીં એવું, બિન આધ્યાત્મિક, અયોગ્ય અને અવાસ્તવિક છે. બીજું અંતિમ એ છે કે જેમાં ઈન્દ્રિયદમન વાળું જીવન છે, જે અંધકારમય, અયોગ્ય અને અવાસ્તવિક છે. તે સંન્યાસીઓ ! પૂર્ણ પુરુષ આ બંને પ્રકારનાં અંતિમોને રૂખસદ આપે છે અને એક અન્ય માર્ગ શોધી કાઢે છે કે જે આ બંનેની વચ્ચે છે. મધ્યમમાર્ગ જે ચક્ષુઓને પ્રકાશિત કરે છે, મનને પ્રકાશિત કરે છે, જે શાંતિ, જ્ઞાન, સર્વજ્ઞતા, નિર્વાણ તરફ દોરી જાય છે અને તે સંન્યાસીઓ! આ મધ્યમમાર્ગ શું છે, ચક્ષુઓને અજવાળે છે, જે આત્માને અજવાળે છે અને જે શાંતિ, જ્ઞાન, સર્વજ્ઞતા અને નિર્વાણ તરફ જાય છે ? એમ કહેવામાં આવ્યું છે કે તે પવિત્ર, અષ્ટમાર્ગીય પથ છે, જેમાં સાચી શ્રદ્ધા, સાચો સંલ્પ, સાચી વાણી, સાચું કર્મ, સાચું જીવન, સાચો પ્રયત્ન, સાચો વિચાર અને સાચી સ્વએકાગ્રતાનો સમાવેશ થાય છે. તે સંન્યાસીઓ ! આજ મધ્યમમાર્ગ છે કે જે પૂર્ણ પુરુષે શોધી કાઢ્યો છે, જે ચક્ષુઓને પ્રકાશિત કરે છે, જે આત્માને પ્રકાશિત કરે છે, જે મનુષ્યને શાંતિ, જ્ઞાન, સર્વજ્ઞતા, નિર્વાણ તરફ દોરી જાય છે.” ત્યાર પછી ઉન્નત પુરુષ ચાર ઉમદા સત્યો ચર્ચા વિચારણા માટે રજૂ કરે છે, જેમાં યાતનાઓ, યાતનાઓનું કારણ, યાતનાઓનું ઉચ્છેદન, યાતનાઓના ઉચ્છેદનના માર્ગોનો સમાવેશ થાય છે. “હે સંન્યાસીઓ ! આ જ દુઃખનું પવિત્ર સત્ય છે. જન્મ એ એક - ૩૦ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy