________________
જ નિર્વાણ પામશે.’ પછી બુદ્ધે તેની પાસે એક શિષ્યને મોકલ્યો અને તેને કહ્યું, ‘‘હે શિષ્ય ! જા, અને મારા નામથી આનંદને કહે કે હે મિત્ર આનંદ ! ગુરુ તારી સાથે વાત કરવા ઇચ્છે છે.” તેથી આનંદ ગુરુ પાસે ગયો, તેમની તરફ શિર ઝુકાવીને નમસ્કાર કર્યો અને તેમની બાજુમાં બેઠો. પરંતુ બુદ્ધે તેને કહ્યું, ‘“આનંદ ! આમ ન કર, તું વિલાપ ન કર, દિલગીરી વ્યક્ત ન કર, આનંદ ! તને આમ કહેતાં મને સુખ થતું નથી કે, મનુષ્ય જે સઘળી વસ્તુઓને ચાહે છે તે અને જે સઘળી વસ્તુઓમાંથી તે આનંદ પ્રાપ્ત કરે છે, જે બાબતોનો તેને વિયોગ થાય છે સર્વેને છેવટે તેણે ત્યજી દેવાં જોઈએ અને તેમાંથી પોતાની જાતને ફારેગ કરી દેવી જોઈએ. આનંદ ! એવું કેવી રીતે બની શકે કે જે જન્મે છે, વૃદ્ધિ પામે છે, અને જે ક્ષીણ થવાને પાત્ર છે તે મૃત્યુ ન પામી શકે ?
એમ ન બની શકે, પરંતુ હે આનંદ ! તે પૂર્ણ પુરુષને ઘણા વખત સુધી આદર આપ્યો છે, પ્રેમ અને માયા દાખવી છે, કથન અને કર્મ અંગે વિચારતાં અથાગ રીતે વફાદારી દાખવી છે. આનંદ ! અત્યંત સુંદર કાર્ય કર્યું છે, કેવળ ખૂબ મથામણ કરી છે અને તેથી તું અત્યંત ટૂંક સમયમાં જ અપવિત્રતાઓમાંથી મુક્ત થઈશ.
બુદ્ધના ઉપદેશો
તે સમયમાં બૌદ્ધ ધર્મે ધાર્મિક માન્યતાઓમાં અત્યંત મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને વર્તમાનમાં પણ તે અત્યંત વિશાળ સંખ્યામાં અનુયાયીઓ ધરાવે છે. થોડાંક પાનાંઓમાં બૌદ્ધ સંપ્રદાયના સિદ્ધાંતોનું સ્પષ્ટ રીતે વિવરણ કરવાનો પ્રયત્ન કરવો એ ઘણું વધારે પડતું છે. અહીં હું માત્ર પાયાના સિદ્ધાંતોનો જ સ્પર્શ કરીશ, કે જે આપણે માટે મહાવીરના ઉપદેશોની મૌલિકતાની મુલવણીને શક્ય બનાવે.
બુદ્ધનો સંસારત્યાગ પોતે જ બુદ્ધના સિદ્ધાંતની ધ્યાન ખેંચે એવી નોંધનું સ્પષ્ટ રીતે વર્ણન કરે છે. કેટલીક લાગણીઓએ એમને એમ વિચારવા માટે પ્રેયા કે ગૃહજીવન વ્યક્તિને મુશ્કેલીમાં નાખનાર છે, તે અપવિત્રતાની દશા છે. ગૃહજીવનનો ત્યાગ કરવામાં જ મુક્તિ છે, વગેરે
* ૩૩૯ ×