________________
જૈન પરંપરા નિશ્ચિતપણે નોંધે છે કે પ્રઘાત કોશાબ્દી ઉપર આક્રમણ કર્યું અને જ્યારે યુદ્ધ હજી ચાલું હતું ત્યારે રાજા શતાનિક અતિસારની બીમારીને કારણે મૃત્યુ પામ્યો.
મૃગાવતી કે જે આ યુદ્ધ માટે જવાબદાર હતી તેણે પ્રદ્યોતને સંદેશો મોકલ્યો કે તેણી અને તેણીનો પુત્ર બને તેની સાથે સંલગ્ન હતાં, પરંતુ ઉદયન જ્યાં સુધી વયસ્ક થાય અને રાજ્યનો કારોબાર પોતાની જાતે ચલાવી શકે ત્યાં સુધીનો સમય તેને આપવો પડશે. વળી તેણે અન્ય સઘળાં આક્રમણોને ખાળવા માટે નગરની કિલ્લેબંધી કરવા માટે પણ પ્રદ્યોત પાસે સહાયની યાચના કરી.
જો કે આ કેવળ એક મુત્સદીભરી ચાલ હતી અને આપણને એવી માહિતી (સંદર્ભોમાંથી) મળે છે કે મહાવીરની નિશ્રામાં અને પજ્યોતની ઉપસ્થિતિમાં પાછળથી મૃગાવતીએ સંસાર ત્યાગ કર્યો અને પ્રદ્યોતને અનિચ્છાએ સંમતિ આપવી પડી.
ચિતારાની કથા : કોશામ્બીથી એક ચિતારો ચિત્રકામની કળા શીખવા માટે સાકેતપુર ગયો હતો. સાકેતપુરમાં કોઈ એક ખાસ યક્ષની છબી ચીતર્યા પછી ઉત્સવ ઉજવવાનો રિવાજ હતો, કિન્તુ યક્ષ પોતાની છબી ચીતરનાર ચિતારાનો વધ કરી નાખતો હતો. આ વખતે એક યુવાન ચિતારાનો વારો હતો પરંતુ તેને બદલે આપણા કોશામ્બીના ચિતારાને ઉતારવામાં આવ્યો. કોશામ્બીના ચિતારાએ તે યુવાન ચિતારાનો વારો લઈ લીધો અને છબી ચિતરવા માટે ગયો, યક્ષ તેની પવિત્રતા, સૌજન્ય અને શ્રેષ્ઠતાથી આનંદિત થઈ ગયો અને તેથી તેણે તેને વરદાન આપ્યું કે હવે પછીથી તે કોઈ જ ચિતારાનો વધ કરશે નહિ. યક્ષે તેને અન્ય એક વરદાન પણ આપ્યું કે તે કોઈ પણ પુરૂષ કે સ્ત્રીના શરીરનો કેવળ કોઈ અંશ પણ જોશે તો તેના પરથી (તે પુરૂષ કે સ્ત્રીની) તે સંપૂર્ણ છબી ચિતરવાની ક્ષમતા પ્રાપ્ત કરશે, ચિતારો કોશામ્બી પરત આવ્યો. તે સમયે રાજા મહેલના) આખા ઝરૂખામાં છબીઓ દોરાવતો હતો અને તેથી તેણે આપણા ચિતારાને પણ તે કામ માટે રાખી લીધો. એકવાર એવું બન્યું કે આપણા ચિતારાએ ખિડકીમાંથી રાણી મૃગાવતીનો પગ જોયો; અને ચિતારાએ તેની છબી ચીતરી અને તે રાણીની જાંઘ પરનો તલ ચિતરવાનું પણ ચૂક્યો નહિ.