________________
રાજા સિતારાને મળેલા વરદાન અંગે કશું જ જાણતો ન હતો, તેને ચિતારાના તેની રાણી સાથેના અનૈતિક સંબંધો હોવા અંગે શક પડ્યો. તેણે તેને ફાંસીના માંચડા સુધી મોકલ્યો, કિંતુ તેને મળેલા વરદાન અંગે રાજાની સમક્ષ મહા મુશ્કેલીએ સંતોષકારક ખુલાસો કરવામાં આવ્યો, ત્યારે તેણે તેને જવા દીધો.
આ બંને રાજ્યો (કોશામ્બી અને અવંતિ)ના સંબંધો અંગે એક અન્ય પણ અત્યંત રસપ્રદ વાર્તા છે. (ઈ.P.T.S. 1888 ધમ્મદ Commentry Verses 2nd and 3rd) - પ્રસ્તુત રાજવી શતાનિક અંગે કે તેના પુત્ર ઉદેણ વિશે કોઈ ખાસ વિગતો આપણી પાસે નથી – ઉદેણ કે રાજા શતાનિકનો પુત્ર હતો. અને પરંતપની બૌદ્ધ પરંપરા અનુસાર તે સિંધુ સૌવિર (વિતાભાયા)ના રાજવી ઉદેણ કરતાં એ રીતે અલગ પડે છે કે પાછળની ઉદેણની પત્ની પ્રભાવતી રાજા ચેતકની પુત્રીઓ પૈકીની એક હતી.
રાજા પ્રદ્યોતની પુત્રીનું ઉદેણ દ્વારા કરવામાં આવેલું અપહરણ એ એક અત્યંત રસપ્રદ બનાવે છે. તે બૌદ્ધ ગ્રંથમાં વર્ણવવામાં આવેલ છે અને તે Journal; of UPTS 1888માં આપેલી છે.'
પ્રસ્તુત કથા બૌદ્ધ જાતકોમાં કહેવામાં આવી છે અને તેનો RHYS Davids દ્વારા તેની Best Birth Storiesમાં નીચે મુજબ અનુવાદ કરવામાં આવેલ છે : એક વખત તેના એક દરબારીને પૂછપરછ કરી, એવો કોઈ રાજા છે કે જેનું ઐશ્વર્ય તેના પોતાના કરતાં વધારે હોય ? તેને પ્રત્યુત્તર મળ્યો કે કોશામ્બીનો ઉદેણ તેનાથી ચડિયાતો છે, (આ સાંભળીને) તેણે તરત જ તેની ઉપર આક્રમણ કરવાનો નિશ્ચિય કર્યો.
તેને સલાહ આપવામાં આવી કે ખુલ્લું આહ્વાહન આપવાથી કંઈ ફાયદો થશે નહિ, પરંતુ રાત્રે ઓચિંતો છાપો મારવાથી સફળતા મળશે. પ્રદ્યોતને ઉદેણને જ્યાં પણ હસ્તિ મળે તો તેને પકડવાના તેના શોખની જાણકારી આપવામાં આવી, આથી પ્રદ્યોતે લાકડાનો એક હાથી તૈયાર કરાવ્યો, જેની અંદર સાઠ યોદ્ધાઓને છુપાવવામાં આવ્યા અને હાથીને તેનાં રાજ્યની હદ પાસે એક ગંદી જગ્યામાં ગોઠવવામાં આવ્યો. ઉદેશને તેના ગુપ્તચરો દ્વારા જાણ કરવામાં આવી કે સરહદ પરના જંગલમાં એક ભવ્ય હાથી જોવામાં આવ્યો છે. આ યુક્તિથી ઉદેણ છેતરાઈ ગયો અને જ્યારે
- ૧૦૯ -