SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ (મિ.જેકોબી પણ આમ જ કહે છે) “બુદ્ધ અને મહાવીરના સમયના તત્કાલીન દાર્શનિક વિચારો અંગેના બૌદ્ધ અને જૈન અહેવાલો જે અતિ અલ્પ પ્રમાણમાં હોવા છતાં તે યુગના અભ્યાસના હેતુસર ઈતિહાસકારો માટે અત્યંત મહત્ત્વ ધરાવે છે.”] ભાષાકીય અને મુદ્રાલેખ સંબંધી પુરાવાઓ જેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે તે સર્વે જૈનોની તત્કાલીન પરંપરાઓની વિશ્વસનીયતા અને આ વિશિષ્ટ વિગતોની ચોક્સાઈ એ બંને અંગે ઘણી બાબતોમાં નિર્ણાયક બને છે. અપૂર્ણ હોવા છતાં પણ જાણીતા જૈન અહેવાલો ઐતિહાસિક રીતે જરાયે ઓછા મહત્ત્વના નથી કારણ કે તેઓ એ તબક્કાનો પુરાવો આપે છે કે જેમાં તે પ્રાચીન (વખતના લોકો) ઓછા સંસ્કારી અને વધુ પડતા આદિવાસી જેવા હતા તેઓ (જૈન અહેવાલો) ભારતની પ્રાચીન ભૂગોળ, સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ અંગેના સંદર્ભો ઘણી મોટી સંખ્યામાં ધરાવે છે, કે જે અત્યારલગી અત્યંત અપૂર્ણરીતે સમજવામાં આવ્યા હતા. અહીં આપણી પાસે વર્તમાનમાં ભારતીય ઇતિહાસ માટે અગત્યનું સાહિત્ય છે કે જે અત્યંત અપૂર્ણ રીતે ઉપયોગમાં લેવામાં આવ્યું છે. વાસ્તવમાં તે અન્ય સંપ્રદાયો કે જેને આપણે બૌદ્ધો કહીએ છીએ તેમના વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતા અહેવાલો સાથે અત્યંત સામ્ય ધરાવે છે. "To be made use of in sources' એ પુસ્તકના દ્વિતીય પ્રકરણમાં મિ. રાઈસ ડેવિડ્ઝ જ્યારે નીચે દર્શાવ્યા મુજબની રજૂઆત કરે છે, ત્યારે તે ખૂબ જ સાચો છે. ભારતીય ઇતિહાસનો ઝાંખો અને મૂંઝવણમાં મૂકે એવો ખ્યાલ હોવા છતાં આપણે તે અંગેનો ખ્યાલ મેળવવા માટે ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખીશું કે જ્યાં સુધી ધર્મગુરુઓના ખ્યાલોની ચકાસણી થાય અને તેમાં અન્ય ખ્યાલોના ઉપયોગ દ્વારા લાગણી પૂર્વક અને યોગ્ય પ્રમાણમાં સતત ઉમેરણ થાય કે છે આજે પણ સંશોધનના હેતુ સર ખુલ્લા છે. 1 Rhys Davids Buddhist India-P.147 2 Jain Sutras XX VII, P-160 - ૨૪૧ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy