SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રકરણ Vા અને VII. દીધ્ધનિકાયા સમગ્ગાફલસૂત્ત. સારું કે ખરાબ, સદ્ગુણ કે દુર્ગુણ, પાપ અને પુણ્ય, ગુણ અને દોષ જેવું કંઈ જ નથી. આપણે જે કંઈ કર્મ અને વર્તન કરીએ છીએ તે પ્રારબ્ધ દ્વારા પ્રેરિત હોય છે અને આપણે પોતે તેને માટે બિલકુલ જવાબદાર નથી. (Acharangal. 7, 8, 12) 12, 18-B, 8, 18-S, 14-S; JP. Points of his Philosophy... Duty of a man personal charactor : P. 16, P. 18. આ કદાચ ગોસાલાના નીતિમત્તાના સિદ્ધાંતનું ખોટું અર્થઘટન છે. એ હકીકત કહેવાથી કોઈ ફાયદો નથી કે તે (ગોસાલકા) ઈશ્વર નિર્મિત વિશિષ્ટ દેવી વ્યવસ્થામાં માનતો હતો અને તેના મત મુજબ મનુષ્ય એ કેવળ જન્મો અને પુનર્જન્મો, જીવન અને મૃત્યુની સાંકળમાં આડખીલીરૂપ છે. તેને પોતાની જાતે કોઈ પણ કર્મ કરવાની ક્ષમતા બક્ષી નથી અને તેને માટે જે કંઈ કરવાનું પૂર્વનિર્મિત નિશ્ચિત થયેલા હોય છે તદ્દનુસાર જ તે કર્મ કરે છે. નિર્ધારિત થયેલું હોય તદ્દનુસાર જ તે સહન કરે છે અને તેને માટે તેનો કોઈ જ અંત નથી, કોઈ જ ટૂંકો માર્ગ નથી કે તેને ટાળવાની કોઈ છલાંગ નથી. પ્રારબ્ધનો શાશ્વત નિયમ છે કે જે આપણાં બધાં જ કર્મો અને આપણી સઘળી યાતનાઓના મૂળમાં તે રહેલો હોય છે. મનુષ્ય પોતે જે રીતે પસંદ કરે તે રીતે કર્મ કરવા માટે મુક્ત નથી. તેનો તાગ ન મેળવી શકાય એવા કાયદા દ્વારા તે દોરવાય છે, માર્ગદર્શન પામે છે અને પ્રેરણા પામે છે. કમનસીબ મનુષ્ય આ અતિશય શક્તિશાળી કાયદાને તાબે થાય છે, તે તેને પડકારી શકતો નથી, જો પૂર્વનિર્ધારિત ન હોય તો આ કાયદા પ્રમાણે) એક કીડી પણ હાલી ચાલી શકતી નથી. આ સંજોગોમાં મનુષ્યને તેનાં કર્તવ્યો અને કર્મો માટે જવાબદાર ઠેરવવો એ અયોગ્ય નહિ તો અન્યાયી તો છે જ કારણ કે તે પોતે તે (કાર્યો અને કર્મો)નો કર્તા નથી. બીજી બાજુ ગોસાલા માનતો હતો કે અસ્તિત્વની ક્રમિક ગોઠવણીમાં મનુષ્ય સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. તેના નામને યોગ્ય એવી તેની સ્વતંત્રતા એ કાયદાનો અમલ કરવામાં રહેલી છે અને સર્વોચ્ચ પ્રાણી તરીકે મનુષ્યનું - ૩૧૦ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy