SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ આમ કરવામાં આપણે અન્ય સંપ્રદાયોના સમકાલીન સાહિત્ય દ્વારા સમર્થિત એવી પરંપરાઓ પર આધાર રાખવો પડશે. હાથ ઉપરના વિષય (પ્રસ્તુત વિષયો સાથે ગાઢ સંબંધ ધરાવતા વિદેશી યાત્રીઓનાં લખાણો અને તેમના પુરાતત્ત્વવિદ્યા અંગેના પૂરાવા પણ તેમાં અગત્યનો ફાળો આપશે. હકીકતમાં ભારતીય ઇતિહાસ વિદ્વાન પંડિતો દ્વારા ત્રણ યુગમાં વહેંચવામાં આવ્યો છે હિંદુ, મુસલમાન અને બ્રિટિશ. મહાવીરના સમયની પુનર્રચના કરવા માટેના આંતરિક અને બાહ્ય પ્રયત્નો કરવા માટે આપણે આ (ત્રણ યુગો) પૈકીના માત્ર પ્રથમ યુગ ઉપર જ (ધ્યાન) કેન્દ્રિત કરીશું કે જે માત્ર સમયની દૃષ્ટિએ પ્રથમ છે એટલું જ નહિ પરંતુ મહત્ત્વની દૃષ્ટિએ પણ પ્રથમ છે. Elphinstone-History of India, Edited by Cowell. આ યુગો અંગે આપણી પાસે જૈન સુધારકો જે રીતે આગળ વધ્યા તેનો કોઈ લેખિત અહેવાલ નથી. જે નોધો અસ્તિત્વ ધરાવે છે તે ભાગ્યેજ નામજોગ હોય છે અને તેઓ ઓછેવત્તે અંશે લોકોની કાલ્પનિક દંતકથાઓથી ભરપૂર હોય છે જે લોકો આપણાથી અતિ દૂર કરાયેલા હોય છે અને તેમાં માનવીના બધા જ પ્રકારના સંવેગો અને નીતિ ભ્રષ્ટતાઓ ધબકતી હોય છે અને એટલે અંશે તેઓ ઓછી દુન્યવી હોય છે અને દુન્યવી લ્પનાઓથીયે વધારે તો હવામાં હોય છે. જે લોકો માત્ર કલ્પનાને બરાબર સમજી શકે છે, તેઓ માત્ર મનુષ્યો છે એ સિવાય આપણી સાથે અન્ય કોઈ સામ્ય દાખવતા નથી. બુદ્ધ ધર્મના આગમને આ અતિમાત્રામાં રહેલા લોકોને સૌપ્રથમ વખત વાસ્તવિકતાનો સ્પર્શ આપ્યો અને તેમ છતાં બૌદ્ધ અને જૈન ધર્મના (આગમન) પછીના સમયનો વાસ્તવિક ખ્યાલ પ્રાપ્ત કરવા માટે આ “વણનોંધાયેલા યુગોમાં ઊંડી ડૂબકી મારવી આવશ્યક બને છે અને તેથી આપણાં મન અને ચક્ષુ સમક્ષ સામાજિક પર્યાવરણનો ખ્યાલ સ્પષ્ટ થાય છે કે જે કોઈ નવા ફેરફારને ખેલદિલીપૂર્વક આવકારવાની સામે રહેલી ધર્મગુરુઓની આપખુદશાહીથી સંતૃપ્ત થયેલ હતું. ઈસવી સન પૂર્વેની છઠ્ઠી સદીના ભારત તરફ આવતાં પહેલાં આપણે - ૧૮૧ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy