SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મણીય અને વેદિક ભારત જેવા ભારતીય ઇતિહાસના બે મહત્ત્વના સમયગાળા અંગેનો ફરીથી કાચો ખ્યાલ મેળવીશું. તે પૈકીના પ્રથમ (વૈદિક કાળ)નું મહત્ત્વ એટલા માટે છે કે તે ભારતીય સંન્યાસીઓની પ્રારંભિક અને છતાં સર્વોચ્ચ સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે. દ્વિતીય કાળનું ઇતિહાસકારો દ્વારા બ્રાહ્મણીય ભારત યુગ એવું નામાભિધાન કરવામાં આવેલું છે, જે કોઈ વિશિષ્ટ સંપ્રદાય દ્વારા આદર્શોની સંપૂર્ણ વિકૃતિનો સમયગાળો છે, જેમાંથી (તે સંપ્રદાય સિવાયના) અન્યોને તદન બાકાત રાખવામાં આવેલા છે અને તે માત્ર તેમનો (તે સંપ્રદાયવાળાનો) પોતાનો જ હેતુ સિદ્ધ કરવા માટે છે. આ બંને યુગનો અભ્યાસ ધર્મગુરુઓથી અને ત્રાસેલા લોકો દ્વારા તાત્ત્વિક અને ધાર્મિક પ્રવાહોમાં આવતાં કોઈ પણ પરિવર્તનને સંપૂર્ણ હૃદયપૂર્વક શાથી આવકારવામાં આવ્યા હતા તેની કદર બૂઝવા માટે આપણને સમક્ષ બનાવે છે. વૈદિક ભારત વૈદિક સ્તોત્રો અને હિંદુ મહાકાવ્યો પ્રાચીન લોકોના અજ્ઞાત ઇતિહાસમાં માર્ગ શોધવાનો પ્રયત્ન કરતા ઇતિહાસકાર માટે એક માત્ર આધાર છે. અહીં પણ તેનું કાર્ય સરળ નથી, કારણ કે વેદિક સ્તોત્રોની બાબતમાં પ્રાચીન બુદ્ધિમંત લોકોના ધાર્મિક વિચારોની રજૂઆત તરીકે તે તેમાંના (સ્તોત્રોમાંના) વિષયવસ્તુ પર તે વિશ્વાસ રાખી શકે, કારણ કે ઇતિહાસકારના નસીબજોગે તેમને માટે વૈદિક સ્તોત્રો બ્રાહ્મણોના હાથે સચવાયેલાં છે. પરંતુ હિન્દુ મહાકાવ્યો બ્રાહ્મણીય સ્વરૂપમાં પુનર્નિમાણ પામેલાં છે. વિદ્વાન લેખકોએ કહ્યું છે કે પ્રત્યેક આખ્યાયિકા (દંતકથા) અને પરંપરાનું વ્યવસ્થિત રીતે બ્રાહ્મણીકરણ કરવામાં આવેલ છે, કારણ કે ભારતના સર્વે ધાર્મિક નિયમો અને રીત-રિવાજો બ્રાહ્મણીય આદર્શો હેઠળ બહાર લાવવાના ઉદ્દેશ્ય અનુસાર તેમની સાથે મેળ સાધવામાં આવ્યો છે. અને વૈદિક ભારતના કોઈ અંધારા ખૂણાને પ્રકાશિત કરવા માટે આ મહાકાવ્યોને ઉપયોગમાં લેતાં પહેલાં એ બાબત પ્રથમાવશ્યક બને છે કે - તેણે (ઇતિહાસકારે) બ્રાહ્મણીય પ્રભાવ અને તેની અતિવૃદ્ધિમાંથી તેમને (મહાકાવ્યોને) મુક્ત કરવાં જોઈએ.
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy