SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે વર્તમાનમાં જે ભૂગોળ જાણીએ છીએ તદનુસાર વૈદિક ભારત એ માત્ર તેમાં ઘણાં વર્ષોથી વસતાં લોકોથી જ બનેલું ન હતું, પરંતુ બહારથી આવીને તેમાં ઉમેરાયેલા કેટલાક વિદેશીઓના સંપ્રદાયોથી પણ બનેલું હતું. તત્કાલિન ભારતની આર્થિક પરિસ્થિતિ અંગેના કેટલાક ખ્યાલો કે જે તેમનામાં ઉદ્ભવ્યા અને આ વિદેશીઓનાં આક્રમણોને સુગમતા બક્ષતી ભૌગોલિક પરિસ્થિતિ અંગેની વિચારણા) પણ અત્રે અસ્થાને નહિ ગણાય. ભૂગોળ : ભારતને એક ત્રિકોણીય પ્રદેશ તરીકે વર્ણવવામાં આવે છે કે જેની ઉત્તરીય સરહદ હિમાલયથી સુરક્ષિત છે અને પશ્ચિમી અને પૂર્વીય સરહદના કિનારા સમુદ્રથી રક્ષાયેલા છે. કિંતુ હિમાલયની ઉત્તરીય દીવાલો દ્વારા આટલો સલામત રીતે રક્ષાયેલો હોવા છતાં તેમાં કેટલાક ઘાટ (માર્ગો) હતા અને એવું માનવામાં આવે છે કે વૈદિક આર્યો જેવા ઘણા અન્ય વિદેશીઓ આવા ઘાટ પૈકીના કોઈ એક દ્વારા ભારતની) અંદર દાખલ થયા. મનુષ્યની અનિવાર્ય જરૂરિયાતો સંતોષાવી જોઈએ અને જે ભૂમિ આ આવશ્યકતાઓને સર્વોત્તમ રીતે સંતોષે તે ભૂમિ એવા લોકોને અત્યંત આકર્ષે છે કે જેમની આવી આવશ્યકતાઓ યોગ્ય રીતે સંતોષાતી ન હોય. વાંસ, નાળિયેરીનાં વૃક્ષો અને કપાસ, શારાબ વગેરે દ્વારા એ સમયમાં રહેઠાણ અને વસ્ત્રોની બે અત્યંત મહત્ત્વની સમસ્યાનો ઉકેલ મળતો હતો. જેમ કે આહાર માટે, જેઓ બિનશાકાહારી હતા તેમને માટે ખૂબજ મોટી સંખ્યામાં વિવિધ પશુઓ હતાં અને જેઓ માંસાહારી આહારથી દૂર રહેતા હતા તેમને માટે ફળો અને શાકભાજીની અછત ન હતી અને તેઓ તેમની સર્વે આવશ્યકતાઓ પૂરી પાડતાં હતાં. કિંતુ ભારત એ એવો કોઈ ખાલી પ્રદેશ ન હતો કે જે માત્ર વિદેશીઓથી ભરાઈ ગયો હોય, તેમાં તો અતિ પ્રાચીન કાળથી લોકો વસતા હતા. દ્રવિડો આર્યોનીયે પહેલાં ઘણા સમયથી ભારતમાં વસતા હતા. તેઓ ક્યાંથી અહીં આવ્યા તે અંગે આપણે કંઈ જાણતા નથી. આપણે તેમના વિષે, તેમના ઈતિહાસ વિશે, તેમના મૂળ વતન વિશે પણ આપણે કંઈ જ જાણતા નથી. તે આપણે માટે એક બંધ પ્રકરણ છે.
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy