SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં આપણે એક પ્રાચીન સંન્યાસી સંત સીમેન જેવી વાર્તા સાથે આને સરખાવી શકીએ કે જેમાં આસિતે હુએ નામનો સંત) શંકાથી પર એવી આગાહી એ બાળકને જોઈને કરી હતી કે આ બાળક મહાન બનશે અને તેણે તેના પોતાના મૃત્યુ ઉપર વિલાપ કર્યો હતો. કારણ કે તે જોવા માટે પોતે જીવિત નહીં રહી શકે.). " એ દિવસથી ક્ષત્રિય શુદ્ધોધને જગતનાં દુઃખોમાંથી તેના પુત્રનું મન ફેરવવા માટેના સર્વે પ્રયત્નો કર્યા અને તેને મોજશોખ અને એશઆરામની તેમજ સુંદર સ્ત્રીઓની લાલચની જાળમાં સપડાવવાના સર્વે પ્રયત્નો કર્યા કે જેથી તેનું મન જગતનાં સુખોમાંથી અન્યત્ર વળે નહિ. તેને પુષ્કળ પ્રમાણમાં દુન્યવી સુખો પૂરાં પાડવામાં આવ્યાં હતાં. તેના પિતાએ વિચાર્યું કે જો હળવી રીતે ઢીલી બાંધવામાં આવે તો રેશમી સાંકળ પણ વાળની લટોને ક્યારેક બાંધેલા રાખી શકતી નથી અને એમ વિચારીને તેણે પોતાના પુત્રના યશોધરા નામની કન્યા સાથે લગ્ન કર્યા. બાળકનું શૈશવ મહાપ્રજાપતિ નામની તેની માશીની સારસંભાળ હેઠળ વિત્યું અને તેનું યૌવન યુવાન કન્યાઓના સાનિધ્યમાં તેમને માટે ખાસ તૈયાર કરવામાં આવેલા મહાલયોમાં વિત્યું.' 1. અંગુત્તારાનિકાયા આ રાજકુમારના ઐશ્વર્યભર્યા જીવનનું વર્ણન આપે છે, કે જે સુખ અને સાહ્યબીથી આચ્છાદિત હતો. આ વર્ણન ચોક્કસપણે કાલ્પનિક છે, પરંતુ તે સ્પષ્ટપણે એક બાબત દર્શાવે છે કે શુદ્ધોધને તેના પુત્રને દુન્યવી જીવન સાથે બાંધવામાં કોઈ જ કસર છોડી ન હતી. પછીના સમયમાં થઈ ગયેલા કાલ્પનિક લેખકોએ તેને નીચે મુજબના શબ્દોમાં વર્ણવે છે. P. 100. सुखुमालो अहम् लिक्खवे परम सुखुमालो, अचन्त सुखुमालो, मम सुखम् लिक्खवे पितुनिवेसने, पोक्खर नियो हारियाका होन्ति, एकत्थसुखं लिक्खवे उप्पलं वप्पति एकत्य पदुमं, एकत्थ पन्नरिकम् - यावद एवमत्थाय...रतिन्दिवम् रवा पन मे सुतम् लिक्खवे सतछत्तं धारेय्यमानं फुस्सि, सितं वा उण्हंवा तिणं वा रजो वा उस्सवो वा'ति । तस्स मरहं लिक्खवे तयो पासादा अहेसु, एको हेमन्तिको एको गिम्हन्तिको, एको वस्सिको ति । सो खो अहम् लिक्खवे वस्सिकपासादे, वस्सिके चतारो मासे निप्पुरिसेहि तुरियेहि परिचरियमानो, न हट्ठो पासादा आरोहामि..... . પરંતુ શુદ્ધોધનના બધા જ પ્રયાસો કંઈ જ ઉપયોગી બન્યા નહિ, કારણ - ૩૨૬ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy