SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન અને બૌદ્ધ એવા લબ્ધ પ્રતિષ્ઠ (ઉપદેશકોના) ગુરુઓના સમયમાં મગધના રાજ્યકર્તાઓ વિશે વિહંગાવલોકન કર્યા પછી આપણે તે પછીના કોસલના અત્યંત મહત્ત્વના સામ્રાજ્ય વિશે માહિતી મેળવીએ કે જે બુદ્ધની કારકીર્દિના પ્રારંભના ભાગમાં કોઈથી પણ ઊતરતી કક્ષાનું ન હતું. (વિનયગ્રંથો : 238-265. 5.2.242. "Buddhist Suttas અને તેની પ્રથમ મુલાકાતની Cunningham stupa of Bharhut P. XVમાં નોંધ લેવામાં આવી છે.) કોસલ : ઈસવી સન પૂર્વેની છઠ્ઠી સદીમાં કોસલ - ઔધનું વર્તમાન સામ્રાજ્ય બધાં જ સામ્રાજ્યોમાં એક સૌથી વધારે શક્તિશાળી સામ્રાજ્ય હતું. આ સામ્રાજ્યનો રાજા પસેન્દ્રી કે પર્સેનજીત હતો. તેણે તક્ષશિલામાં શિક્ષણ મેળવ્યું હતું કે જે તે સમયમાં લબ્ધ પ્રતિષ્ઠ એવી વિદ્યાપીઠ હતી અને તે જ્યારે તે ત્યાંથી (અભ્યાસ કરીને) પાછો ફર્યો ત્યારે તેના પિતાએ તેનો રાજગાદી પર રાજ્યાભિષેક કર્યો. શરૂઆતથી જ કાશીનું રાજ્ય પ્રમાણમાં નાનું હતું, જે તે વખતનું પણ અત્યંત પવિત્ર સ્થળ હતું અને તેને કોસલના સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું હતું. ધાર્મિક માન્યતા : બૌદ્ધ ગ્રંથે રજૂઆત કરે છે તદ્દનુસાર રાજા પસેન્દ્રી અથવા પસેનજીત બુદ્ધનો અનુયાયી હતો. તેની કાકી સુમન જે બૌદ્ધ ધર્મમાં પરિવર્તિત થઈ ગઈ હતી, તે એક પ્રખ્યાત બૌદ્ધ મહિલા હતી કે જેણે રચેલા શ્લોકો હજી આજે પણ થે૨ી ગ્રંથોમાં સચવાઈ રહ્યા છે, તે તેની (પસેન્દ્રીની) સાથે લગ્ન સંબંધથી જોડાયેલી હતી. અજાતશત્રુના સમયમાં એક શક્તિશાળી સામ્રાજ્ય તરીકે ઊભરતા મગધના સામ્રાજ્ય સાથે રાજા પસેન્દીને યુદ્ધ કરવું પડ્યું હતું. અજાતશત્રુ (હારી ગયો અને તેને)ને બંદીવાન બનાવવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ શાંતિ સ્થાપિત થઈ અને પસેન્દ્રીએ પોતાની પુત્રીનાં અજાતશત્રુ સાથે લગ્ન ર્યાં. એક બાબત ચોક્કસ છે કે બે શક્તિશાળી રાજ્યો મગધ અને કોસલ પરસ્પર (લગ્ન સંબંધથી) જોડાયાં અને પરિણામે મગધ ચોક્કસપણે તે ૦૨૦૫ ×
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy