SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ પણ અન્ય કોઈને વૃદ્ધાવસ્થામાં જોઉં છું ત્યારે લાગણીનો એકદમ પલટો અને કંટાળો અનુભવું છું. આવું મારી સાથે નહિ બને કે જ્યારે હું યુવાનીનો સઘળો ઉત્સાહ-આનંદ મારા મનની શક્તિથી મારા શિષ્યોમાં પ્રતિબિંબિત કરું છું, કે જે ઉત્સાહ-ઉમંગ પ્રત્યેક યુવાનમાં રહેલો હોય છે અને જે મારામાં પણ હતો. એક નબળા મનના માનવીની જેમ તેઓ (શિષ્યો) જો કે તેમની માંદગી માટે તેઓ પોતે જ જવાબદાર છે અને રોગની શક્તિથી પણ મુક્ત નથી, મૃત્યુને આધીન છે, વગેરે. જ્યારે હું, મારા મનમાં પ્રતિબિંબિત થયેલો જીવનનો જુસ્સો જે મારા જીવનમાં પણ રહેલો છે તે મારા મનમાં રહેલા મારા શિષ્યોમાં હું પ્રતિબિંબિત કરું છું.” જે નક્કર બનાવો. બુદ્ધે આનંદવાટિકામાં રથની મુસાફરીનો આનંદ માણતી વખતે જોયા હતા અથવા તેમણે જોયા હતા એમ વર્ણવવામાં આવ્યું છે તેની વાર્તા આ બાબતની કેવળ કાવ્યમય સજાવટ છે. વાર્તા આગળ વર્ણવે છે કે બુદ્ધે જ્યારે સ્ત્રીઓના સમુદાયને અસહાય સ્થિતિમાં જોયો અને જેનાથી તેમને નફરત થઈ ગઈ તે જ રાત્રિએ તેમણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો હતો. આવું વાસ્તવમાં બન્યું હતું કે પાછળથી અન્ય કોઈ શિષ્યના જીવનમાં બનેલા આવા બનાવમાંથી અસલ લખાણમાં (સારું દેખાડવા માટે) વધારો કરવામાં આવ્યો હતો તેને અંગે આપણે કંઈ જાણતા નથી પરંતુ આ બધાથી ઉપર એક સત્ય એ સ્થાપિત થાય છે કે ભર જોબનમાં ખીલેલો શ્યામ રંગના કેશવાળો એક રાજકુમાર તેની પત્ની, તેના પુત્ર અને તેનાં માતાપિતાને તેમ જ તેની નજીકનાં સઘળાં સગાં અને વહાલાંને ત્યજી દે છે. તેને લાગે છે કે ‘‘ગૃહજીવન એ પીડા-વ્યથા-ઉદ્વેગ આપનાર છે, તે અશુદ્ધિની પરિસ્થિતિ છે, ગૃહજીવન છોડવામાં જ મુક્તિ રહેલી છે, જ્યારે તેના મનમાં આવું પ્રતિબિંબિત થાય છે ત્યારે તે ગૃહ ત્યજી દે છે.” समो खलु भो गोतमो दहरो समानो ससुकालके सोभद्रेनं योब्बनेन समभागतो पथमेन વયસા ગારમા બનારિત પદ્મનિયો - P. 105. સંન્યાસી ગૌતમ ઘેરથી ગૃહત્યાગ કરીને ગૃહવિહીન સ્થિતિમાં ગયા કે જ્યારે તેઓ ઉંમરની દૃષ્ટિએ યુવાનીમાં હતા, ભરજોબનની શક્તિ ધરાવતા હતા અને જીવનની પ્રારંભિક તાજગીનાં વર્ષોમાં હતા - તેમનાં માતાપિતાની ઇચ્છા નહીં હોવા છતાં અને તેઓ કલ્પાંત કરતાં હતાં અને અશ્રુ વહાવતાં હતાં તેમ છતાં સંન્યાસી ગૌતમે તેની દાઢી ૨૩૨૮ •
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy