SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ રહેતા હતા, ચાર પગે ચાલતા હતા અને સ્વૈચ્છિક રીતે ઘાસ ખાઈને જીવતા હતા. દ્વિતીય (પ્રકારના તાપસો) સ્વૈચ્છિક રીતે કૂતરાઓની જેમ જીવતા હતા. જૈન ધર્મગ્રંથો આપણને કેટલાક વધારે પ્રકારના પુરાવાઓ આપે છે. હસ્તિતાપસો કે જેઓ દર વર્ષે એક મોટા હસ્તિને મારીને ખાઈ જતા અને છતાં તેઓ તેમની જાતને અહિંસક ગણાવતા. દિનકર્તા : સ્ત્રી સ્વરૂપની આસપાસ તેઓ એકઠા થતા અને ગૃહસ્થાશ્રમીઓ કરતાં પણ ખરાબ વર્તન કરતા, તેઓ તેમના વિરોધીઓને ફટકારીને શાંત કરવામાં સહેજે આનાકાની કરતા નહિ, તેઓ બાળકના જેવી બકબકથી અશાંત બનતા નહિ અને તેઓ વધુને વધુ અવાજ ઉત્પન્ન કરીને આનંદ પામતા. એવા સંન્યાસીનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે જે તેના પોતાના જ પ્રકારનો (વિશિષ્ટ) હતો. તે સૂર્યની શેકી નાખે તેવી ગરમીમાં પોતાની જાતને પરાકાષ્ઠાની યાતના આપતો અને એક કીડાને પણ બળબળતા સૂર્યમાં મરવા દેતો નહિ આ મોટાઓના ભોગે નાના, સૂક્ષ્મ અને બિનમહત્ત્વના જીવનું રક્ષણ કરવાનો કિસ્સો હતો. કોઇની પોતાની જાતમાંથી અસહ્ય ઉખા પ્રગટ કરીને જીવતો માણસ મૃત્યુ પામે તે રીતે તેને બાળી નાખવાની અસામાન્ય શક્તિને ભૂલીને તે આમ કરતો. જેમની વચ્ચે મહાવીર વિચરતા હતા અને જેમની સાથે સંબંધ ધરાવતા હતા તેવા સંન્યાસીઓના પ્રકારોનો કંઈક ખ્યાલ મેળવ્યા પછી આપણે એવી સંકલ્પનાઓનો અભ્યાસ કરવા પ્રયત્ન કરીશું કે જે લોકો ઉપર મજબૂત પકડ ધરાવતી હતી અને સમયે સમયે તેમના દૃષ્ટિબિંદુને બદલી શકતી હતી તથા ઘડી શકતી હતી. પરંતુ દૃષ્ટિબિંદુને બદલનાર અને ઘડનાર આ સંકલ્પનાઓ સ્થાયી ન હતી, કિન્તુ તે ધીમા પરન્તુ નિયમિત ફેરફારો પામતી અને નૂતન આકારો ધારણ કરતી હતી. જૂની વ્યવસ્થા ફેરફાર પામતી અને સૂક્ષ્મ રીતે નવા સ્વરૂપો માટે જગ્યા કરી આપતી. પ્રથમ અને મહત્ત્વની સંકલ્પના “દેવ' વિશેની હતી. એ ઈશ્વર કે દેવ, વિશેનો ખ્યાલ કે જે તેના આરંભમાં આપણને પ્રાચીન આર્યોના અને કદાચ એથીયે આગળના વૈદિક સમયમાં કે જેમાં નિર્જીવ વસ્તુઓમાં - ૨૪૯ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy