SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ બાબતોને આ રીતે જોવાની રીતવાળા તેઓ ગુફાવાસીઓને મળતા આવતા હતા કે જેઓ પોતાની ગુફામાં બૉડ) કૂતરાની જેમ જીવતા હતા. આવા લોકોનું વાસ્તવિક રીતે પૃથક્કરણ કરવામાં આવ્યું છે અને યોગ્ય રીતે તેમને નીચે મુજબ વર્ણવવામાં આવ્યા છે. “(આખોયે ટાપુ મનુષ્યોએ પ્રકાશથી ભરી દીધો છે અથવા કદાચ ખાલી કરી દીધો છે.) તેઓ કે જે પોતાને યતિ અથવા એકાંતવાસીઓ તરીકે ઓળખાવે છે, કારણ કે તેઓ પોતાની ક્રિયાઓના કોઈ સાલી ન હોય તેમ એકાંતમાં જીવવાનું પસંદ કરે છે. તેઓ કુદરતી બક્ષિસો ગુમાવી દેવાના ડરથી ભયભીત હોય છે અને રખેને તેઓ અત્યંત દુઃખી બની જાય તેવા ખ્યાલથી તેઓ સ્વૈચ્છિક રીતે કંગાલિયતભરી જિંદગીને ભેટે છે. કેવી હાસ્યાસ્પદ પસંદગી છે! કેવી અવળી સમજ છે ! માનવીય સ્થિતિ પ્રત્યેના આશીર્વાદ કુદરતના)ને ટેકો આપવાને બદલે અનિષ્ટોથી ડરવાની આ તે કેવી વિડંબણા! આ વિષાદય ગાંડપણ એ કોઈ રોગની અસર છે અથવા કોઈ અપરાધની સભાનતા છે જે આવા દુઃખી માનવીઓને તેમના પોતાની કાયાઓ ઉપર પરાકાષ્ઠાની યાતનાઓ આપવા માટે પ્રેરે છે, કે જે (યાતનાઓ) કોઇ ભાગેડુ ગુલામોને ન્યાયાધીશના હાથે સજારૂપે ફટકારવામાં 24141 14.” (T.W. Rhys Davids" History of the growth of religion". Lecture-IV) . આવી સમજ વાસ્તવમાં ખોટી જક્કવાળી અને પસંદગી હાસ્યાસ્પદ પુરવાર થઈ કે જ્યારે આવા તાપસોએ તપને જ તેમને પોતાને માટે અંતિમ ઉદેશ તરીકે માન્ય રાખ્યું. તે અન્યો ઉપર પોતાની શ્રેષ્ઠતા સ્થાપિત કરવા માટે તેણે પોતાની જાત ઉપર આચરેલી પરાકાષ્ઠાની અણઘડ યાતનાઓને પરિણામે જીતેલ અસામાન્ય શક્તિઓનો ઉપયોગ મોટે ભાગે કરતા હતા અને તપથી કશ થઈ ગયેલા એવા આ સંન્યાસીઓ જલદીથી ક્રોધિત થઈ જતા અને ગુસ્સો પ્રેરે એવા નજીવા કારણસર તેઓ તેમનો મિજાજ ગુમાવી દેતા અને ક્રોધના અતિશય હિંસક સ્વરૂપમાં આવી જતા. બૌદ્ધ ધર્મગ્રંથોએ આવા તાપસો પૈકી કેટલાકની ગણના કરી છે. જેમનો તેમણે ખરેખર ગૌતાપસ અને જાનતાપસ એવાં નામોથી ઉલ્લેખ કર્યો છે. માનવીય સ્વરૂપમાં હોવા છતાં તેઓ પૈકીના પ્રથમ ગાયની જેમ - ૨૪૮ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy