SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ રણશિંગું વગાડીને તેમના ઉચ્ચ કુળના જન્મ અંગે ગર્વપૂર્વક જાહેરાત કરી શક્યા.ઈશ્વરની કૃપા અને તેની તરફેણ દ્વારા જ તેઓની (સામાજિક) સ્થિતિ અને મોભો મળ્યો હતો. (એમ તેઓ જાહેર કરી શક્યા) તેમના ઉન્નત આત્મા અંગે તેઓ સુગમતાથી નિર્દેશ કરી શક્યા અને સાબિતી આપી શક્યા. નીચા કુળમાં જન્મેલા અને તિરસ્કાર પામતા રહેલા લોકો અન્યો તરફથી બેપરવાઈથી આદરથી વંચિત એવા દુઃખી અને ગરીબ રહ્યા અને આપખુદ સત્તાઓ દ્વારા કચડાયેલા રહ્યા. ઉમરાવશાહી દ્વારા તેઓ તેમનાં પોતાનાં કર્મોને લીધે તેઓ સહન કરતા રહ્યા કે જે તેમના અણઘડ આત્માનું જ પરિણામ હતું આવા લોકો પણ માફી મેળવી શકે છે અને ઈશ્વર તરફના ભક્તિભાવને લીધે આદરણીય કુળમાં જન્મ પામી શકે છે. - જ્યારે આવી માન્યતાઓએ મેદાન સર કરી લીધું હતું અને લોકોનાં મન પર કબજો જમાવ્યો હતો ત્યારે નૈતિકતાએ પીછેહઠ કરી હતી. જોકે તે બાબતે આત્માના શુદ્ધિકરણને મદદ કરી હતી અને એ રીતે તેને મહાન આત્મા સાથેના એકીકરણ માટે લાયક બનાવ્યો હતો, તેમ છતાં પણ હજી સુધી તે મહદઅંશે ઈશ્વરની શ્રેષ્ઠતમ અને હાવી થઇ જાય એવી શક્તિઓથી પ્રભાવિત હતા. તેની (ઇશ્વરની) ઈચ્છા તાત્કાલિક અમલમાં આવતી. વિશ્વના સર્જન અને વિનાશ એ બંને માટે તે (ઈશ્વર) જ જવાબદાર હતો. તે સર્વેસર્વા હતો. એક એવો તબક્કો આવ્યો કે ઈશ્વર અંગેના ખ્યાલનું લોકોના માનસમાં શ્રેષ્ઠ વર્ચસ્વ રહ્યું. સાથે સાથે ક્ષતિ રહિત ઈશ્વરના સકળ શક્તિશાળી પ્રભાવ સામે પણ ધીમો અણગમો અને કંઈક અમાન્યતા વૃદ્ધિ પામી. વધુ હિંમતવાળા સંપ્રદાયોએ તેમના લાયક આગેવાનોની આગેવાની હેઠળ ઢંઢેરો પીટીને જાહેરાત કરી કે વ્યક્તિનું ભાગ્ય તેના પોતાના વર્તન ઉપર આધાર રાખે છે. તે પોતે જ પોતાના ભવિષ્યને સુધારી કે બગાડી શકે છે. (આત્માની) ઉત્ક્રાંતિ (ઉન્નતિ)ના સિદ્ધાંતને મારી મચડીને કર્મના લોખંડી સિદ્ધાંત પર આધારિત હોય એ રીતે અંકગાણિતિક ચોક્સાઈથી રજૂ કરવામાં આવી તદનુસાર મનુષ્ય તેના પોતાનાં કર્મોનાં પરિણામોને કારણે દુઃખો સહન કરતો હોય છે. ઈશ્વર તો કેવળ મનુષ્યની યાતનાઓના બિચારા લાચાર પ્રેક્ષક હતા, તે તો મનુષ્યને તેનાં ભાવિ સંકટમાંથી ઉગારી - ૨૫૯ ૨
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy