________________
(નિશ્ચય) તેમના આત્મસન્માનને દર્શાવે છે કે જે સર્વપ્રકારની ખુશામત કરવાથી અને ખાસ કરીને દુન્યવી લાભોની પ્રાપ્તિ કરાવતી યજમાનની ખુશામત કરવાથી દૂર રાખે છે.
દ્વિતીય અને તૃતીય નિશ્ચયો એટલા માટે મહત્ત્વના છે કે તેઓ તપસ્વીનાં કર્તવ્યોને સ્પષ્ટ રીતે રજૂ કરે છે જેમ કે તેનો (તપસ્વીનો) મુખ્ય હેતુ-મોલ-ધ્યાન અને શાંતિ એ તેને માટેનાં છેવટનાં સાધનો છે અને તેમના સમયના પાખંડીઓ સાથેનું આ કોઈ કેશવિચ્છેદન નથી.
ત્યાર પછી તેઓ અસ્તિકગ્રામમાં તેના પાદરમાં આવેલા યક્ષ શુલપાણીના મંદિરમાં આવ્યા. મહાવીરે ત્યાં એક રાતવાસો કરવાની અનુમતિ માગી. તેમને જણાવવામાં આવ્યું કે રાત્રે ત્યાં રહેવાની કોઈ હિંમત કરતું નથી અને જે કોઈ તેમ કરવાની હિંમત કરે છે તે સવારે જીવતો જોવા મળતો નથી. ત્યાંનો પૂજારી પણ સૂર્યાસ્ત સમયે તે જગ્યાને છોડી દે છે. * સાનિયા બેલ્લાથી પુત્તના શિષ્યો કે જેઓ ઈટ ડ્રીગટરના નામથી ઓળખાતા
હતા. શુલપાણી યક્ષના ભયથી તે ગામનું નામ વર્ધમાનમાંથી બદલીને અસ્તિકગ્રામ રાખવામાં આવ્યું હતું. વળી તે (યક્ષ) તેના અગાઉના જન્મ કે જેમાં તે એક બળવાન બળદ હતો કે જે રણમાં પણ એક સાથે ---------
પરંતુ અહીં કોઈ સામાન્ય મત્સ્ય (માનવી) ન હતો કે જે માત્ર દુષ્ટ ભયોને વશ થાય, પરંતુ સૌથી અગત્યની બાબત એ હતી કે તેઓ યક્ષને બોધ આપવા માગતા હતા.
આમ યક્ષને બોધ આપવાના એકમાત્ર ઉદ્દેશથી ભયનો ત્યાગ કરી મહાવીર ત્યાં રહ્યા.
જોકે યક્ષે વિચાર કર્યો કે આ અહંકારી માણસ અભિમાનથી ફુલાઈ ગયો છે અને ગામલોકોની વાત ઉપર કંઈ ધ્યાન આપતો નથી.
તેને ઠેકાણે આણવા તેણે (યક્ષ) રાક્ષસનું સ્વરૂપ ધારણ કર્યું. તેણે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. તેની માત્ર એક દષ્ટિ પણ સામાન્ય માણસને ભય પમાડવા માટે પર્યાપ્ત હતી.
પછી તેણે નાગનું સ્વરૂપ ધારણ કર્યું, પરંતુ જ્યારે તેનાથી પણ તે આ બહાદુર વ્યક્તિના હૃદયમાં ભયનો સંચાર કરવા માટે શક્તિમાન બની