SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગવશે. જ્યારે મહાવીરને આ બનાવની જાણ થઈ, ત્યારે તેમણે તે માણસને સલાહ આપતો સંદેશો પાઠવ્યો કે ગમે એટલા ક્રોધમાં પણ કોઈએ કોઈની લાગણી દુભાવનારી વાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં કે જેનાથી અન્ય વ્યક્તિઓ નારાજ થાય. મહાવીર જાણતા હતા કે જો કોઈ સંદેશ મોટા લોકસમુદાય માટે હોય, તો તેને એવી ભાષામાં મોકલવો જોઈએ કે વિશાળ પાયા પર લોકો તેને સમજી શકે અને તેથી તેમણે તેનું (તે સંદેશનું) ખાસ સ્વરૂપની માગધી ભાષામાં ફરીથી રૂપાંતર કર્યું કે જેણે મોટા લોકસમુદાયોમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી. એમાં કોઈ જ સંદેહ નથી કે મહાવીરે લોકસમુદાય દ્વારા બોલાતી વિશિષ્ટ ભાષાનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેનો એવો અર્થ સમજવાની જરાયે જરૂર નથી કે મહાવીર વિદ્વાનોનો વિતંડાવાદ ઈચ્છતા હતા. હરીફ ધર્મપંથના કોઈ સદસ્ય સાથે ચર્ચા કરતી વખતે બુદ્ધિયુક્ત દલાલીની રજૂઆત કરતી વખતે પણ તેઓ અત્યંત ચઢિયાતી કક્ષાનાં કૌશલ્યોનું પ્રદર્શન કર્યું હતું જે મૂંઝવણમાં મૂકે તેમ હતું અને બુદ્ધિશાળી વિરોધીને માટે પણ તેની બુદ્ધિનો છેડો આવી જતો હતો. ગોસાલકા જેવો તેમનો સૌથી વધારે ક્ટર શત્રુ પણ ભારપૂર્વક કહે છે કે જે રીતે એક પારધી પક્ષીને બરાબર પક્કડમાં લે છે અને પરિણામે તે ખૂબ જ પાંખો ફફડાવવા છતાં તેનો આ પ્રયત્ન તેને અસરકારક રીતે પક્કડમાંથી છટકી જવા માટે શક્તિમાન બનાવી શકતો નથી, બરાબર તે જ રીતે મહાવીર થોડાક જ સમયમાં પોતાના વિરોધીને પોતાની પક્કડમાં બરાબર લઈને તેને ઉશ્કેરતા. જોકે આવું જવલ્લે જ બન્યું છે અને એક ભલા માણસ તરીકે મહાવીર જ્યારે કેન્દ્રમાં હોય ત્યારે તેઓ સંઘર્ષમાં ઊતરવાનું કે અન્ય લોકો સાથે વિરોધાભાસ પેદા કરવાનું પસંદ નહીં કરે અને તેથી જ તેમણે જ્યાં આવી ચર્ચાઓ ચોક્કસ ઉદ્દભવે તેમ હોય તેવી સઘળી જગ્યાઓને ચોખ્ખી રાખી હતી. ગોસાલકાનાં દૂરદર્શી ચલુએ આની નોંધ લીધી અને તેની અદ્રક સાથેની વાતચીતમાં તેનું ખોટું અર્થઘટન કર્યું હતું. મહાવીરના અનુયાયીઓના સમુદાય સમક્ષ તેણે ટીકા કરી કે મહાવીર સરાઈઓ થવા વાટિકાઓ જેવાં જાહેર સ્થળોએ કે જ્યાં બુદ્ધિશાળી લોકોની વારંવાર અવરજવર રહેતી હોય - ૪૧૪ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy