SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારનાં હરણો કે જેમની પૂંછડીના વાળમાંથી ચમરીઓ બને છે તેઓ, શિકારી શ્વાનો, હસ્તિઓ, જંગલનાં પેટે ચાલનારાં પ્રાણીઓ અને કમળના છોડવાઓનાં તેના ૫૨ દોરેલાં ચિત્રોથી શણગારેલો હતો. તે ગીતોના અને દિવ્ય સંગીતનાં સાધનોના ધ્વનિથી, મોટી ગર્જના કરતા દૈવી પડઘમના સતત આવતા અવાજથી ભરપૂર હતો કે જે (અવાજ) સમગ્ર સજીવ સૃષ્ટિમાં બધે પ્રસરતાં, જળભરેલાં, અત્યંત ગાઢાં વાદળોની ગર્જનાના અવાજ જેવો હતો. તે (દિવ્યરથ) એક પ્રકારના ઉત્તમ ધૂપ તરીકે વપરાતા કાલાગુરુ તરીકે ઓળખાતા શ્યામ કુંવરપાઠાના દહનને કારણે પ્રસરતી સુગંધિત ધૂમ્રસેરો વડે આનંદપ્રદ લાગતો હતો. ધૂપ તરીકે વપરાતા ગુંદર જેવા ઝમેલા પીળા રંગના એક પ્રકારના ઓબીલેનમ નામે ઓળખાતા ધૂપ વડે તેમજ બેન્ઝોઈન નામના સુગંધિત ગુંદર વડે અને જોરદાર અત્તર વડે તથા સળગતી ધૂપસળી વડે પણ સુગંધિત થયેલ હતો. તે સર્વશ્રેષ્ઠ દેવોને પણ આનંદ અને સુખ પૂરાં પાડે તેવો આનંદદાયક તેજસ્વી સફેદ ચળકાટ ધરાવતો પ્રકાશ સતત આપતો રહેતો હતો. (45) પછીથી આગળ ઉ૫૨ તેણી શ્રેષ્ઠ રત્નોનો મોટો પુંજ જુએ છે, જેમાં પુલક, વજ, ઇન્દ્રનીલ (નીલમ), સસ્યક રત્ન, કર્યંતન રત્ન, લોહિતસ્ક, અલભ્ય એવું મર્કટરત્ન એક પ્રકારનું રત્ન પરંતુ માણેક નહિ મસરગલ્લા નીલમની એક જાત લીલમ, પ્રવાલ (પરવાળાં), સ્ફટિક, ક્વાર્ટ્ઝ, બિલોરીકાચ જેવું સૌગંધિકારત્ન, ફ્લાન્સા ગર્ભરત્ન, અન્જાના અને ચંદ્રકાન્તા રત્ન વગેરેનો સમાવેશ થતો હતો, જે ભૂતલમાંથી મળી આવતાં હતાં અને આકાશી ગોળાના અંતિમ છેડાઓને પણ અજવાળતાં હતાં. તે (રત્નપુંજ) મેરુ પર્વત જેવી ઊંચાઈ ધરાવતો હતો. - (46) અને અગ્નિશિખા - તેણી તીવ્ર ગતિમાન અગ્નિ જુએ છે. જેમાં વિપુલ પ્રમાણમાં શુદ્ધ ઘી અને પીળા રંગના મધનું સિંચન થતું હતું. તે તીવ્રપણે ધૂમ્રવિહીન સ્થિતિમાં દહન પામતો હતો અને તેજસ્વી જ્યોતથી બળતો એવો તે અત્યંત સુંદર લાગતો હતો. તેની અગ્નિશિખાઓનું દ્રવ્ય અવિરતપણે વધતું જતું હતું અને તેઓ ~36~
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy