SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સુંદરતા ચંદ્ર કિરણોના સમુદાય સાથે સામ્ય ધરાવતો હતો (અર્થાત્ મધ્યભાગ અત્યંત શ્વેત હતો.), જેનો જળરાશિ ચારે દિશાઓમાં પ્રચંડ રીતે વધતો જતો હતો અને જેનું જળ અતિ ચંચળ અને ઉત્તેગ મોજાંઓ વડે આમતેમ હલચલ કરતું હતું, ક્ષીરસાગર જે સતત ઝડપથી આગળ ધસી જતાં અને તીવ્ર પવનને લીધે સતત પરિવર્તન પામતાં અને સતત ગતિશીલ રહેતાં, ઊછળતાં, કિનારા પર અફળાતાં, મોહક, પારદર્શક, કિનારાના ખડકો સાથે અથડાઈને ઘૂઘવતાં રહેલાં, ધીમે ધીમે ચોમેર ફેલાતાં મોજાંઓ વડે દેખાવે ભવ્ય અને અત્યંત મનોહર લાગતો હતો. ક્ષીરસમુદ્રમાં ચોમેર કપૂર જેવું સફેદ ફીણ પ્રસરેલું હતું કે જે મહામકરની પૂંછડીના જોરથી મારેલા ફટકાથી, વિશાળકાય દરિયાઈ રાક્ષસોથી, માછલીઓથી, છેલથી, કાલ્પનિક કથાઓમાં આવતા દરિયાઈ રાક્ષસોથી, જાતજાતના દરિયાઈ રાક્ષસોથી એ તિલિલિકા નામના ટપકાંવાળા દરિયાઈ રાક્ષસથી પેદા થયેલ હતું. ક્ષીરસાગર વાદળોની જેમ ગર્જના કરતા જળથી ખળભળતો હતો કે જે (જળ) મહાનદીઓના અતિશય વેગવાળા ઝનૂની જળરાશિના સંગમ આગળ પેદા થયેલાં વમળોના જેવાં વમળો પેદા કરતા પોતાના ખૂબ ઊંચે જઈને પછી ચક્રાકારે નીચે તરફ આવતા જળરાશિનાં વમળોને લીધે ખળભળતો) હતો. (44) પછી આગળ તેણીએ સ્વર્ગીય રથ (દિવ્યરથી જોયો કે જે પુષ્પોની વચ્ચે શોભતા તેની જાતિના શ્રેષ્ઠ એવા શ્વેત પદ્મ એવો અતિસુંદર હતો. જેનું તેજ ઊગતા સૂર્યની તેજોમય થાળી જેવું અને ચકચક્તિ રીતે પ્રકાશતા સૌંદર્ય જેવું હતું. તેના એક હજાર આઠ શ્રેષ્ઠ સુવર્ણમાં બેસાડેલાં અને કીમતી રત્નો જડેલા ભવ્ય સ્તંભો ચકચકિત સ્વર્ગીય રેખાકૃતિની જેમ પ્રકાશ વેરતી હતી. તે ત્યાં લટકતી પુષ્પમાળાઓની પંક્તિઓને લીધે નયનરમ્ય લાગતો હતો. તે વરૂઓ, વૃષભો, અશ્વો, મનુષ્યાકૃતિઓ, મગરમચ્છો, વિહંગો, સર્પો, કિન્નરો, દેવો, એક જાતનાં રૂરૂ નામનાં હરણો, એક પ્રકારનાં સરભ નામનાં અષ્ટસૂત્રાંગી જંગલી પ્રાણીઓ કે જે હાથીને પણ પોતાની પીઠ પર ઊંચકી શકે. તેઓ, ભેંસને મળતાં આવતાં ચામર નામનાં એક
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy