SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ આપે છે. શ્રેણિકના પિતા પાસેનજીતને ઘણા પુત્રો હતા. તેમના પછી ગાદીએ કોણ આવે તે નક્કી કરવાનું કાર્ય તેમને માટે અત્યંત અઘરું હતું. તેમણે તે (પુત્રો) બધાને બોલાવ્યા અને એક મિજબાની ગોઠવી. જ્યારે બધા જ રાજકુમારો આનંદપૂર્વક જમતા હતા ત્યારે તેણે તેમની ઉપર જંગલી કૂતરાઓ છોડી મૂક્યા. અન્ય રાજકુમારો પોતાના જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી છૂટ્યા પરંતુ શ્રેણિક ત્યાં બેસી રહ્યો અને અન્ય રાજકુમારોએ છોડેલી ભોજનની થાળીઓમાંથી તે કૂતરાઓને ખવડાવવા માંડ્યું. આ રીતે તેને કૂતરાઓને વશ કર્યા અને તેણે પોતાનું ભોજન પૂર્ણ કર્યું. શ્રેણિકની બુદ્ધિમત્તા અંગે (આ પ્રસંગથી) રાજાને ખાતરી થઈ ગઈ. અન્ય કોઈક વખતે નગરમાં પ્રચંડ અગ્નિ સળગી ઊઠ્યો. અને રાજાએ હુકમ કર્યો કે (નગરના) જે ઘરમાંથી આગ પ્રથમ શરૂ થઈ હોય તે (ઘર) તેના રહેવાસીઓએ ખાલી કરી દેવું. એ કમનસીબ હતું કે રાજમહેલમાં રાજ્યના કોઈ એક રસોઈયાની બેદરકારીને કારણે તે અગ્નિ સળગી ઊઠ્યો હતો. રાજકુમારોને પોતાને સૌથી વધારે ગમતી કોઈ એક ચીજ લઈને રાજમહેલ ખાલી કરવાનો હુકમ કરવામાં આવ્યો. શ્રેણિકે બમ્બસાર નામનું એક શુકનિયાળ સંગીતનું સાધન પસંદ કર્યું અને તેજ કારણથી તેનું નામ બિંબિસાર પડ્યું. આ પસંદગીથી રાજા દેખીતી રીતે જ ખુશ થયો અને આ ઘટનાને અંતે શ્રેણિકનો રાજગાદી ઉપર રાજ્યાભિષેક કરવામાં આવ્યો. લગ્નવિષયક સંબંધો : શ્રેણિક બિંબિસાર તેના સમયના બે અત્યંત શક્તિશાળી સામ્રાજ્યો સાથે લગ્ન સંબંધથી જોડાયો. તે કોસલના રાજા પસન્દીની ભગિની કોસલાદેવી સાથે પરણ્યો હતો. તેણીના સલામત ધન તરીકે તેણે તેણીને કાશીના સામ્રાજ્યની કુલ વાર્ષિક ઉપજ ઉઘરાવવાની મંજૂરી આપી. શ્રેણિક વૈશાલીના અતિશય પ્રભાવ ધરાવતા લિચ્છવી રાજ્યોના સંઘ પૈકીના કોઈ એક રાજાની પુત્રીને પણ પરણ્યો હતો. તેણીનું નામ ચેલણા હતું. - જૈન પરંપરા એ હકીકત પ્રગટ કરે છે કે આ લગ્ન પણ નિયમાનુસાર ઉજવવામાં આવેલું આદરયુક્ત લગ્ન ન હતું, પરંતુ તે ચોખ્ખો અપહરણનો કિસ્સો હતો. વાર્તા આ પ્રમાણે છે : - ૧૯૬૦
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy