SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશાલીના લિચ્છવી રાષ્ટ્રોના સંઘના રાજા ચેતકને સાત કન્યાઓ હતી અને (છેલ્લી બે સિવાયની) તે બધી તે સમયના પ્રખ્યાત રાજ ઘરાનાઓમાં પરણાવેલી હતી. કેવળ છેલ્લી બે કુંવારી હતી. સીજ્યેષ્ઠા અને ચેલણા. બંનેમાં જે મોટી હતી તેની છબી શ્રેણિકે જોઈ અને તે તેનાથી મોહિત થઈ ગયો. તેથી તેણે તેના હાથની માગણી કરી. કિંતુ લિચ્છવી રાજા જે અત્યંત બહાદુર અને અભિમાની હતો ના પાડી અને માગુ ઠુકરાવ્યું. પરિણામે રાજા શ્રેણિકે તેની રાણી ધારિણીથી થયેલ અભય નામના પોતાના પુત્ર કે જે તેનો મંત્રી પણ હતો તેની સલાહથી પોતાની પ્રેમિકાના મહેલ સુધી એક (ગુપ્ત) સુરંગ ખોદી. (રાજગાદી પર બેસતાં પહેલાં શ્રેણિક જ્યારે વનવાસમાં હતો ત્યારે તે ધારિણીને પરણ્યો હતો.) સુરંગમાં થઈને તે જ્યારે તેણીના મહેલમાં પહોંચ્યો ત્યારે તેને જોઈને સીજ્યેષ્ઠા ખુશ થઈ ગઈ. તેણીએ પણ અગાઉ તેની છબી જોઈ હતી અને તેણી પણ તેનાથી મોહિત થઈ ગઈ હતી. જ્યારે રથ લાવવામાં આવ્યો હતો અને નાસી છૂટવાની સઘળી વ્યવસ્થા પાકી થઈ ગઈ હતી ત્યારે તેણીની નાની બહેન ચેલણાએ તેણીની સાથે જવાની આતુરતા દર્શાવી. તેઓ બંને જ્યારે રથમાં બેસી ગઈ ત્યારે સીજ્યેષ્ઠાને યાદ આવ્યું કે અલંકારોની સંદુક તે ઘરમાં ભૂલી આવી હતી. (તે લેવા માટે તેણી પાછી ગઈ) અને રથમાં એ વખતે નાની બહેન ચેલણા એકલી જ હતી. શ્રેણિકને આ અંગે કશી જ જાણકારી ન હતી. તેણે વિચાર્યું કે તેની પ્રેમિકા રથમાં છે અને પછી રાજાએ શત્રુના મહેલના પ્રાંગણમાં વધુ સમય માટે રોકાવું યોગ્ય નથી એમ વિચારીને રથ મારી મૂક્યો. કમનસીબે સીજ્યેષ્ઠા પાછળ રહી ગઈ અને સહાય માટે બૂમ પાડી. પછીથી મહાવીરની નિશ્રામાં તેણીએ સંસાર ત્યાગ કર્યો. 1 D.J.H. Marshall, Annual report, A.S. India 1905-1906 2 આ રાજા અંગેની વિગતો માટે સંદર્ભ : Gager Mahabamso મગધની ભૌગોલિક હદ માટે સંદર્ભ : Rhys Davids R. 24 શ્રેણિકે પોતે સીયેષ્ઠાનું અપહરણ કર્યું છે એમ વિચારીને આખે રસ્તે એજ નામથી તેણીની નાની બહેનને સંબોધન કર્યા કર્યું, પરંતુ છેવટે તેને પોતાની ભૂલ સમજાઈ અને એમ કહેવાય છે કે નાની બહેન પણ તેને એટલી જ ચાહતી હતી અને એટલીજ સુંદર હતી તે રાજાએ જોયું - ૧૯૯ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy