SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ 1 : જૈન સૂત્રો પૈકીના કોઈ એકમાં એક બ્રાહ્મણ હાથ જોડીને નીચે મુજબ વિનંતી કરે છે : ‘“તે (પૂજારી) અને અન્ય સઘળા એકબીજાને હાથ મિલાવીને એકઠા થયા અને મહાન સંન્યાસીને પ્રશ્ન પૂછયો, ‘અમને સૌથી અગત્યનો વેદોમાં આવતો વિષય કહો અને બલિદાન આપવામાં સૌથી અગત્યની બાબત શી છે તે પણ અમને કહો. સ્વર્ગીય વસ્તુઓમાં પ્રથમ કઈ છે તે અમને કર્યો અને સર્વશ્રેષ્ઠ ધર્મ શું છે તે અમને કહો. તેમને પોતાને અન્યોને બચાવવા માટે કોશ સમર્થ છે તે અમને કહો. (દા.ત. મને કહો). કે સંત ! હું તમને મારો આ સંદેહ ઉકેલવા માટે વિનંતી કરું છું. જોકે વક્રોક્તિ તો એ છે કે જેને કીર્તિ અને ઐશ્વર્યથી આટલો બધો મંડિત કરવામાં આવ્યો છે તે સંન્યાસી પણ બ્રાહ્મણ છે. કેટલીક વાર બ્રાહ્મણોને ખુલ્લે ખુલ્લા આજ સૂત્રોમાં કરવામાં આવ્યું છે તે રીતે વર્ણવવામાં આવે છે. (પછીનો શ્લોક). અજ્ઞાન પૂજારીઓ બલિદાનને જાણવાનો ઢોંગ કરે છે તે જેમની બ્રાહ્મણીય શ્રેષ્ઠતામાં અસત્ય વિજ્ઞાનનો સમાવેશ થાય છે. તેઓ પોતે તેમના અભ્યાસ અને તપશ્ચર્યામાં રાખની નીચે ઢંકાયેલા અગ્નિ જેવા હોય છે' Page 241 - ‘બધાજ બ્રાહ્મણો અને શ્રમણો ઝઘડો કરે છે કે તેઓ જ જ્ઞાન ધરાવે છે, પરંતુ સમગ્ર સૃષ્ટિનાં પ્રાણીઓ કશું જ જાણતાં નથી' તેઓની અંધ વ્યક્તિને દોરીને લઈ જતા અન્ય અંધ વ્યક્તિ સાથે તુલના કરવામાં અવી છે અથવા તો આર્યોનાં કથનોનો પુનરોચ્ચાર કરતા ઉલ્લેખ (અનાર્ય) સાથે તુલના કરવામાં આવી છે. જો કે સિદ્ધાંત એ વ્યવહાર બંને એકસમાન ન હતા. વાસ્તવિક વ્યવહારમાં ઘટનાઓની સ્થિતિ અલગ હતી. સંન્યાસીઓ પૈકીની બહુમતી ક્ષત્રિયોની હતી કે જેઓ તેમના મનમાં બ્રાહ્મણો સામેની શત્રુતા સંઘરી ને બેઠા હતા. કે જેઓ બાકીના બધા કરતા લોકમતની દૃષ્ટિએ ટોચ ઉપર હતા. તેમને નીચે પાડવાના અને હલકા દેખાડવાના પ્રયત્નો પણ કરવામાં આવતા હતા. જૈનો અને બૌદ્ધો બંનેના પવિત્ર ધર્મગ્રંથો તેની સાક્ષી આપે છે. સમાનતાની ઊંચીવાતો કરવા છતાં સંન્યાસીઓ એ છેવટે સંન્યાસીઓ હતા અને તેઓ પણ બ્રાહ્મણો અને ક્ષત્રિયોની તકરારથી ઉપર ઊઠી શક્યા ન હતા. એવી પણ ઘણી ઘટનાઓ છે કે જેમાં બ્રાહ્મણોને બદનામ કરવાને બદલે ક્ષત્રિયોને ઐશ્વર્યવાન દર્શાવવાની વિધાયક પદ્ધતિ અપનાવવામાં આવી છે. એક સન્યાસિની તેણીના પૂર્વના પતિને પોતાના ગોત્રના સંદર્ભના ~ 363 ~
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy