SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ આપે તો જ તેને તે રાજમુકુટ મળે. પજ્યોત માટે આ ઘણું વધારે પડતું હતું, તે ચતુરંગી સેના સાથે તેણે દોમુહા ઉપર આક્રમણ કર્યું, કે જે સિના) બે લાખ હસ્તિઓ, એક લાથ રથીઓ, પાંચ ઐયુબ અશ્વો અને સાત કરોડના પાયદળની બનેલી હતી. બંને રાજાઓની સેતાઓ છેદિકાવાળા વર્તુળ અને ગરુડ એમ અલગ અલગ વ્યુહરચનાઓમાં ગોઠવાયેલી હતી. પજ્યોતનો પરાજય થયો અને તેની બંદીવાન બનાવી દેવામાં આવ્યો, કિન્તુ રમુજી અને આપણા માટે આશ્ચર્યજનક ગણાય એવો યુદ્ધનો અંત આવ્યો. રાજ પજ્યોત કે જે એક બંદી હતો તેને રાજા દોમૂહાની પુત્રી બતાવવામાં આવી અને તે તેણીના ઉપર મોહિત થઈ ગયો અને પરિણામે તે દુઃખી થયો અને તેણે સીધો સીધો (રાજા દોમૂહાને) તેને ઉત્તર આપ્યો કે જો તે પોતાની પુત્રી તેને લગ્નમાં નહિ આપે તો તે અગ્નિમાં પ્રવેશ કરશે. ताजइ इच्छसि कुसलं पयच्छ तो मयणंमंजरि एवं नियघूयं मे नखर, न देसि पविसामि जलणंमि । પરંતુ આપણને નવાઈ પમાડે એવી હકીકત તો એ છે દોમુહે પોતાની પુત્રીને પજ્યોત સાથે પરણાવી અને પૂર્ણ આદર સાથે તેણીને તેના સ્વગૃહે વિદાય કરવામાં આવી.. જેકોબના Collection of Maharastriyan talesમાં નોંધાયેલ એવો એક અન્ય બનાવ પણ છે જેમાં પજ્યોતના સિંધુ સૌરિના ઉદયન સાથેના યુદ્ધની વાત છે. આ કિસ્સામાં તે રાજાની દાસી ઉપર મોહિત થઈ ગયો, જે અગાઉ માનવ ખૂંધવાળી હતી, કિંતુ ઈશ્વરે આપેલી ગોળીની મદદથી તેણીએ તેનું સ્વરૂપ અને અંગકાંતિ બદલી નાખી હતી. હસ્તિ પર સવારી કરીને તે ત્યાં આવ્યો અને શંકાસ્પદ અને પવિત્ર એવી જિનની એક મૂર્તિ સાથે દાસીનું અપહરણ કર્યું. ઉદયને તેને દાસીને રાખવાનો કિંતુ મૂર્તિને પાછી આપવાનો સંદેશો મોકલ્યો. પરંતુ તેણે તેમ કર્યું નહિ, યુદ્ધ ફાટી નીકળ્યું, કિંતુ ઉદયન બોલ્યો, “અન્ય લોકોને મારી નાખવામાં શું ડહાપણ છે? શા માટે આપણે બંનેએ જ ન લડવું જોઈએ? તેથી ચાલો આપણે બંને હસ્તિ પર બેસીને, રથમાં બેસીને અથવા અશ્વ - ૨૦૧૩
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy