SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ જાય છે. એક ત્રીજો રાજકુમાર કોઈ વ્યાપારી સાથે રહેવા જાય છે અને પોતાની જાતમહેનતથી પોતાની આજીવિકા રળે છે. એક ઉમરાવ એક ધનુર્ધર તરીકેની નોકરી કરે છે. એક બ્રાહ્મણ પૈસા બનાવવા માટે છાની વાતો જાહેર કરવાનો ધંધો કરે છે. બીજા બે બ્રાહ્મણો પણ પૈસા બનાવવા માટે છાની વાતો જાહેર કરવાનો ધંધો કરે છે. (7) એક બ્રાહ્મણ એક ધનુર્ધારીને તેના મદદનીશ તરીકે નીમે છે, જે પોતે અગાઉ વણકર હોય છે. (8)(9) બ્રાહ્મણો શિકારીઓ તરીકે અને પ્રાણીઓ પકડનાર તરીકેની જિંદગી જીવે છે. (10) એક બ્રાહ્મણ ચક્રનિર્માણ કરનાર તરીકેની જિંદગી જીવે) છે. 2411 441 GELGESN Buddhist birth stories (41441 ગ્રંથ)માંથી લેવામાં આવ્યાં છે અને ટાઉલરે આવી 550ની સંખ્યામાં સંપાદિત કરેલી જાતકકથાઓના ઊંડા અભ્યાસ દ્વારા આવા બીજાં ઘણાં (ઉદાહરણો) મળી શકે. ઉપર નોંધ્યા અનુસારના ફેરફારો (વાસ્તવમાં) બન્યા હતા, તેમ છતાં આપણે એવું ધારી લેવું જોઈએ નહીં કે આ બધા વર્ગોની એક બીજામાં મુક્ત રીતે ભેળસેળ રોજબરોજ થઈ શકતી હતી. આવી સૈદ્ધાંતિક ભેળસેળ થઈ હોવા છતાં ખરેખર વ્યવહારમાં આ બધા વર્ગો આંતરિક રીતે પણ એટલા ઝીણવટ પૂર્વક વિભાજિત થયેલા હતા કે ખરેખર વ્યવહારમાં (તેમની વચ્ચેનું) એક નાનકડું અંતર પણ નિવારવું અત્યંત મુશ્કેલ હતું. આ વર્ગો અને પેટાવર્ગો વચ્ચે ભાગ્યે જ રોટી વ્યવહાર હતો અને બેટી વ્યવહાર તો બિલકુલ નહોતો. નિકટના સંબંધને સ્પષ્ટ રીતે દર્શાવતી બે મહત્ત્વની રૂઢિઓ એ રોટી વ્યવહાર અને બેટી વ્યવહાર હતી. એક જ વર્ગની કે એક જ પેટાવર્ગની વ્યક્તિ કશુંક કરવા કે ન કરવાના આદેશ તરીકે કેવળ રોટી વ્યવહાર જ હતો. મર્યાદિત વર્તુળની બહાર તેઓ પાણી પીવાની પણ આનાકાની કરતા. ક્યારેક તેઓ રોટી વ્યવહાર માટે આ મર્યાદિત વર્તુળને - ૨૨૩ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy