________________
મહાનિબંધનો સંક્ષિપ્ત સારાંશ
(અ) યોજના અને હેતુ :
મહાવીરથી અઢીસો વર્ષ અગાઉ થઈ ગયેલા તીર્થંકર પાર્શ્વનાથ સ્થાપેલા જૈનપથના સુધારક એવા વર્ધમાન મહાવીરને, કમનસીબે ખોટી રીતે સમજવામાં અને રજૂ કરવામાં આવ્યા છે. ભારતીય માનસનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોને લીધે ઉપરોક્ત બાબત પર મેં મારા મહાનિબંધમાં ખાસ ભાર મૂક્યો છે. ભારતીય માનસ હમેશાં સાતત્યપૂર્ણ રીતે કોઈ પણ બાબતની પરખ કરવાને બદલે અત્યંત ભક્તિભાવપૂર્ણ રહ્યું છે અને તેનો ઝોક વ્યક્તિ કરતાં સમગ્ર વર્ગ તરફ વધારે ધ્યાન આપવાનો રહ્યો છે. તેમાં ઐતિહાસિક રીતે સત્ય હોય એવાં તારણો પર આવવાની જિજ્ઞાસાનો હમેશાં અભાવ રહ્યો છે. બીજી બાજુ પૂજા અર્થે મૂર્તિને અતિ ભવ્ય રંગોમાં રંગવાની મુક્ત રમતની કલ્પનાને તેણે હમેશાં આવકારી છે.
પ્રસ્તુત મહાનિબંધ પ્રાચીનકાળના સમાન દરજ્જાની શ્રેષ્ઠતા ધરાવતા મહાન ઉપદેશકો પૈકીના એક ઉપદેશકના જીવન અને ઉપદેશોને પ્રકાશમાં આણવાનો પ્રયત્ન કરે છે. તે મહાવીરના સિદ્ધાંતોની પૂર્ણ કિંમત સ્થાપિત કરવાનો અને તેમના જીવન અને ઉપદેશોનું મૂલ્યાંકન કરવાનો પણ પ્રયત્ન કરે છે. મહાવીરને ઉપદેશકોના તારામંડળમાં એક ઉપદેશક તરીકે અને નવી વ્યવસ્થાના સ્થાપક તરીકે એમ બંને રીતે યોગ્ય સ્થાન આપવાનો અત્રે પ્રયત્ન કરવામાં આવ્યો છે.
મહાવીરના ઉપદેશોની અગત્યને મૂલવવા તેમજ તેના મહત્ત્વને સ્થાપિત કરવાના ઉદ્દેશથી મેં હેતુપૂર્વક અતિચર્ચિત મુદ્દાઓની ચર્ચાને સ્પર્શ કર્યો નથી.
અત્યાર સુધી જેમને યોગ્ય મહત્ત્વ મળ્યું નથી એવા મહાવીરના સિદ્ધાંતો અને વ્યક્તિત્વનાં કેટલાંક પાસાંને પ્રકાશમાં લાવીને મહાવીરના ઉપદેશોનું મહત્ત્વ અને મૌલિકતા સૌ પ્રથમવાર મેં દર્શાવી છે.
vi