SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ આવી હોય એમ જણાય છે. જોકે સ્વપ્ન વિજ્ઞાન જે જ્ઞાત હતું અને વિકાસ પામેલું હતું, પરંતુ સંપૂર્ણતા પ્રાપ્ત કરેલું નહોતું. આપણે અગાઉ જોયું તેમ ધંધાદારી સ્વપ્નવિદ્ ઉત્પલ પણ મહાવીરના એક સ્વપ્નને વર્ણવી શક્યો નહતો. મહાવીરના પોતાના આ વિજ્ઞાનના જ્ઞાનને મોટું બનાવવાના હેતુથી પણ હકીકતને આ રીતે રજૂ કરી હોવાની શક્યતા છે. પરંતુ આ તારણ પરથી એવી કોઈ બાબત સ્કુટ થતી નથી કે સ્વપ્નવિદો તેમના વિજ્ઞાનના નિષ્ણાત ન હતા અને તેમણે આ ચૌદે સ્વપ્નોમાં વ્યક્તિગત આપેલાં વર્ણનો મહાવીરના પછીના સમયમાં પાછળથી વધારે મહાન બન્યાં. પરંતુ તેથી કરીને જો આ આખી બાબતનો અસ્વીકાર કરવો એ બિનઉપયોગી બનશે અને તે નહાવાના ટબ સાથે બાળકને ફેંકી દેવા સમાન બનશે. હવે આપણે આ આખીયે ઘટનાને વધારે વૈજ્ઞાનિક રીતે જોઈશું. એ વૈશ્વિક રીતે સ્વીકૃત સત્ય છે કે આવી મહાન વ્યક્તિના ઉત્થાન માટે બે ઘટકો આવશ્યક છે. તે છે પર્યાવરણ અને વારસો આવા મહાન માનવીની ઉત્પત્તિમાટેવાતાવરણ કે પરિસ્થિતિ જવાબદાર છે. કેટલે અંશે આ વ્યક્તિગત કિસ્સામાં પર્યાવરણે ભાગ ભજવ્યો છે તે આપણે હવે પછીથી જોઈશું. હાલનો પ્રશ્ન એ “વારસો' છે. વારસો વધારે અગત્યનો છે કે સ્વાભાવિક શિક્ષણ. બાળકની પ્રકૃતિ પર વધુ ભાર મૂકવો કે તેની તાલીમ ઉપર એ બાબત સમજાવવામાં ડોક્ટરો એકબીજાથી અલગ પડે છે. તાલીમ અંગોનો નીચે મુજબનો સુધારો ખૂબજ જાણીતો છે. હૉન લોકોનો પ્રબળ પુરસ્કર્તા એવો હેવીટ્યુઈસ કહે છે કે જો કોઈ બે વ્યક્તિઓ સમાન સંવેદનાઓ પ્રાપ્ત કરે એવી ગોઠવણ કરવામાં આવે તો તેમનાં મન એકસમાન રહે છે. રોબર્ટ ઓવન કે જેણે ચારિત્ર્યશીલ વ્યક્તિઓની સ્કોટિશ નાની વસાહતોના પુનર્નિમાણ માટે ખૂબ જ ઝઝૂમ્યો હતો તે એવા નિર્ણય પર આવ્યો હતો કે સમાજ ઉપર કે કોઈ વ્યક્તિ ઉપર શિક્ષણ જેવું યોગ્ય સાધન વાપરીને ધારી અસર પેદા કરી શકાય છે. ડો. એફ. એચ. હેવર્ડ હર્બોર્ટિયન મનોવિજ્ઞાનને કેળવણી ઉપર અજમાયશ કરવા અંગે એવું વલણ લીધું કે, “એમાં શંકા નથી કે આત્મા વારસાગત વિશિષ્ટ વલણો ધરાવે છે, પરંતુ આ વલણોને સરળતાથી પૂરતા
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy