________________
આ થીસીસ 1952માં તેમણે તૈયાર કરી હતી, પણ કેટલાંક અગમ્ય કારણોસર તેમણે તેનો સ્પર્શ કર્યો ન હતો. એક વખત તેમના દેહવિલય પછી તેમના કબાટમાંથી એ મળી આવી અને મેં નિર્ણય કરી લીધો કે આ થીસીસ તેના મૂળ સ્વરૂપે જ રજૂ કરવી.
આજે મારું એ સ્વપ્ન સાકાર થતું જોઉં છું ત્યારે મારા ગુરુ અને નાથ માટે કંઈક કરી શકી છું તેવો ભાવ અનુભવું છું.
આ મહાનિબંધ મૂળ તો અંગ્રેજી ભાષામાં લખાયેલો છે. વિશાળવાચક વર્ગને આવરી લેવા તેને ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ કરવાની તીવ્ર ઈચ્છા હોવાથી પૂ.સાહેબના પ્રિય વિદ્યાર્થીભાઈ શ્રી ચિમનભાઈ વિજ્ઞાનના સ્નાતક હોવા છતાં ગુજરાતીમાં અનુવાદ કરવાનું સ્વીકાર્યું અને સદભાવના, નિષ્ઠા તથા સમર્પણની ભાવનાથી અનુવાદનું કપરું કામ કરી આપ્યું તે બદલ તેમનો સાભાર ધન્યવાદ.
આ મહાનિબંધના આલેખન વખતે સતત તેમની સાથે રહેલા મુરબ્બી શ્રી વિનોદભાઈ અધ્વર્યુએ ઉપોદ્ધાતના આલેખનમાં વૃધ્ધાવસ્થા હોવા છતાં અત્યંત કષ્ટ લીધું. તેમનો આભાર કેવી રીતે વ્યકત કરું ? સદ્ગત નિરંજનભાઈ અને હું સાચે જ તેમના અત્યંત ઋણી છીએ.
તારીખ : ૨૫મે, ૨૦૧૦
- સગુણા ત્રિવેદી
સ્થળ : અમદાવાદ